Page -27 of 380
PDF/HTML Page 2 of 409
single page version
Page -26 of 380
PDF/HTML Page 3 of 409
single page version
Page -24 of 380
PDF/HTML Page 5 of 409
single page version
Page -23 of 380
PDF/HTML Page 6 of 409
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
વાણી ચિન્મૂર્તિ
ખોયેલું રત્ન પામું,
Page -22 of 380
PDF/HTML Page 7 of 409
single page version
नमः श्री सद्गुरुदेवाय।
Page -21 of 380
PDF/HTML Page 8 of 409
single page version
Page -20 of 380
PDF/HTML Page 9 of 409
single page version
Page -19 of 380
PDF/HTML Page 10 of 409
single page version
સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા,
જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી
નિશ્ચય-વ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારપછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના
જ્ઞાનની વ્યુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા
પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા
દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો
પ્રવાહ વહેતો રાખ્યો.
ષટ્ખંડાગમ તથા તેની ધવલા-ટીકા, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો
રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં મુખ્યત્વે જીવ અને કર્મના સંયોગથી
થયેલા આત્માના સંસારપર્યાયનું
અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
Page -18 of 380
PDF/HTML Page 11 of 409
single page version
મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું.
તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો
રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં એકંદરે જ્ઞાનને પ્રધાન કરીને
શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમીસ્વામી પછી તુરત જ
ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની
પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્
ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો
પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે
એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ
અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં તીર્થંકરદેવોએ
પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ.
સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં
(કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને
કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ
કહેવામાં આવ્યા છેઃ ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય ગૃધ્રપિચ્છાચાર્ય
જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા
શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી
જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે
રચેલા આ ષટ્પ્રાભૃત ગ્રંથમાં........સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા
સમાપ્ત થઈ.’’ આમ ષટ્પ્રાભૃતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન
Page -17 of 380
PDF/HTML Page 12 of 409
single page version
છે. શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં
કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે.
અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં પંચાસ્તિકાય,
પ્રવચનસાર, સમયસાર અને નિયમસાર નામનાં ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો
સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ
પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી પંચાસ્તિકાયમાં
છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. શ્રી પ્રવચનસારમાં તેના નામ અનુસાર
જિનપ્રવચનનો સાર સંઘર્યો છે અને તેને જ્ઞાનતત્ત્વ, જ્ઞેયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ
અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં
નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી
છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન,
આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન છે. શ્રી
નિયમસાર ભરતક્ષેત્રનાં ઉત્તમોત્તમ શાસ્ત્રોમાંનું એક હોવા છતાં પ્રાભૃતત્રયની સરખામણીમાં
તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. બ્રહ્મચારી શીતલપ્રસાદજી વિ. સં. ૧૯૭૨માં હિંદી
નિયમસારની ભૂમિકામાં ખરું જ લખે છે કે
જેવું બલકે કંઈ અંશોમાં તેમનાથી પણ અધિક જે નિયમસાર-રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી
બધી ઓછી છે કે કોઈ કોઈ તો તેનું નામ પણ જાણતા નથી.’
નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્ત્વનો આશ્રય
કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ અવસ્થાઓમાં
Page -16 of 380
PDF/HTML Page 13 of 409
single page version
નામોથી કહેવાય છે. આ પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને
અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેના સર્વ ઝાવાં
(દ્રવ્યલિંગી મુનિનાં વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયાં છે. માટે આ પરમાગમનો
એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અથવા *આશ્રય કરાવવાનો છે. શાસ્ત્રકાર
આચાર્યભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમાગમના પાને પાને જે અનુભવસિદ્ધ પરમ
સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છેઃ હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર
ઉપાય પરમાત્મતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં
સમાય છે. પરમાત્મતત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની
ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ
આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે
પરમાતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ ચારિત્ર છે;
તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક,
સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુકલધ્યાન વગેરે બધુંય છે. એવો એક
પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય હોય. પરમાત્મતત્ત્વના
આશ્રયથી અન્ય એવા ભાવોને
સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ
અનેક અનેક શુભ વિકલ્પાત્મક ભાવોરૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ-અંશ ખરેખર મોક્ષમાર્ગ
કેમ હોઈ શકે? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ જ છે, બંધ ભાવ જ છે
તે ભાવો તો દરેક જીવ અનંત વાર કરી ચૂક્યો છે પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું
જ કારણ થયા છે કારણ કે પરમાત્મતત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અંશે
પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. સર્વ જિનેંદ્રોના
દિવ્ય ધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસારરોગનું એકમાત્ર
પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સંમુખતા, પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની
ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે.
Page -15 of 380
PDF/HTML Page 14 of 409
single page version
ઉપર ન પડતાં ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક
ઉછાળા
(દ્રષ્ટિ-અપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાવનું વેદન થાય છે, નિજ
સ્વભાવ- ભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે
વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ
મુમુક્ષુઓ ભૂત કાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે.
આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ- નિરાવરણ, નિત્યાનંદ-એકસ્વરૂપ છે,
સ્વભાવ-અનંત- ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનું પૂર છે, ક્લેશોદધિનો કિનારો છે,
ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે
ભવ્ય જીવો! આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી
શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
વ્યવહાર-નિશ્ચયનયો, વ્યવહાર- ચારિત્ર, સમ્યગ્દર્શનપ્રાપ્તિમાં પ્રથમ તો અન્ય સમ્યગ્દ્રષ્ટિ
જીવની દેશના જ નિમિત્ત હોય (
સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રયોજનભૂત વિષયોને પ્રકાશતું
આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને
મહા ઉપકારી છે. અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર પર મીટ માંડી જ્ઞાનાનંદના તરંગો ઉછાળતા
મહા મસ્ત મુનિવરોના અંતરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ નંદનવન
સમાન આહ્લાદકારી છે. મુનિવરોના હૃદયકમળમાં વિરાજમાન અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર
પરથી અને શુદ્ધપર્યાયોરૂપ અમૃતઝરણાં પરથી વહેતો શ્રુતરૂપ શીતળ સમીર જાણે કે
અમૃતશીકરોથી મુમુક્ષુઓનાં ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંતરસમય પરમ
આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે અને પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા તેનાં અગાધ
આધ્યાત્મિક ઊંડાણ પ્રગટ થતાં જાય છે તે આપણું મહા સદ્ભાગ્ય છે. પરમ પૂજ્ય ગુરુદેવને
શ્રી નિયમસાર ઉપર અપાર ભક્તિ છે. તેઓશ્રી કહે છેઃ ‘પરમ પારિણામિક ભાવને
પ્રકાશનાર શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા
મહા સમર્થ મુનિવરો વડે દ્રવ્ય સાથે પર્યાયની એકતા સાધતાં સાધતાં થઈ ગઈ છે. જેવાં
Page -14 of 380
PDF/HTML Page 15 of 409
single page version
ભાવના અંતર-અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે;
તો મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંત અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ
શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારમાં પણ તે વિષયોનું આવું ખુલ્લી
રીતે નિરૂપણ નથી. અહો! જેમ કોઈ પરાક્રમી કહેવાતો પુરુષ જંગલમાંથી સિંહણનું દૂધ
દોહી આવે તેમ આત્મપરાક્રમી મહા મુનિવરોએ જંગલમાં બેઠાં બેઠાં અંતરનાં અમૃત દોહ્યાં
છે. સર્વસંગપરિત્યાગી નિર્ગ્રંથોએ જંગલમાં રહ્યાં રહ્યાં સિદ્ધભગવંતો સાથે વાતો કરી છે અને
અનંત સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઇતિહાસ આમાં મૂકી દીધો છે.’
સિદ્ધાંતચક્રવર્તીના શિષ્ય છે અને વિક્રમની ૧૩મી શતાબ્દીમાં થઈ ગયા છે એમ, શિલાલેખ
વગેરે સાધનો દ્વારા, સંશોધકોનું અનુમાન છે. ‘પરમાગમરૂપી મકરંદ જેમના મુખમાંથી ઝરે
છે’ અને ‘પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ જેમનો હતો’ એવા નિર્ગ્રંથ મુનિવર
શ્રી પદ્મપ્રભદેવે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના હૃદયમાં રહેલા પરમ ગહન આધ્યાત્મિક
ભાવોને પોતાના અંતરવેદન સાથે મેળવીને આ ટીકામાં સ્પષ્ટ રીતે ખુલ્લા કર્યા છે. આ
ટીકામાં આવતાં કળશરૂપ કાવ્યો અતિશય મધુર છે અને અધ્યાત્મમસ્તીથી તથા ભક્તિરસથી
ભરપૂર છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી પદ્મપ્રભમલધારિદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ઉચ્ચ
છે. ટીકાકાર મુનિરાજે ગદ્ય તેમ જ પદ્યરૂપે પરમ પારિણામિક ભાવને તો ખૂબ ખૂબ ગાયો
છે. આખી ટીકા જાણે કે પરમ પારિણામિક ભાવનું અને તદાશ્રિત મુનિદશાનું એક
મહાકાવ્ય હોય તેમ મુમુક્ષુ હૃદયોને મુદિત કરે છે. પરમ પારિણામિક ભાવ, સહજ સુખમય
મુનિદશા અને સિદ્ધ જીવોની પરમાનંદપરિણતિ પ્રત્યે ભક્તિથી મુનિવરનું ચિત્ત જાણે કે
ઉભરાઈ જાય છે અને તે ઊભરાને વ્યક્ત કરવા તેમને શબ્દો અતિશય ઓછા પડતા
હોવાથી તેમના મુખમાંથી પ્રસંગોચિત અનેક ઉપમા-અલંકારો વહ્યા છે. બીજી અનેક
ઉપમાઓની માફક, મુક્તિ દીક્ષા વગેરેને વારંવાર સ્ત્રીની ઉપમા પણ લેશમાત્ર સંકોચ વિના
બેધડકપણે આપવામાં આવી છે તે આત્મમસ્ત મહા મુનિવરનું બ્રહ્મચર્યનું અતિશય જોર
સૂચવે છે. સંસાર દાવાનળ સમાન છે અને સિદ્ધદશા તથા મુનિદશા પરમ સહજાનંદમય
છે
પરિષહજય ઇત્યાદિરૂપે કોઈ પણ પરિણતિ હઠપૂર્વક, ખેદયુક્ત, કષ્ટજનક કે નરકાદિના
Page -13 of 380
PDF/HTML Page 16 of 409
single page version
સહજાનંદમય હોય છે
આ ટીકા મોક્ષમાર્ગે વિહરતા મુનિવરોની સહજાનંદમય પરિણતિનો તાદ્દશ ચિતાર આપે છે.
આ કાળે આવી યથાર્થ આનંદનિર્ભર મોક્ષમાર્ગની પ્રકાશક ટીકા મુમુક્ષુઓને સમર્પિત કરીને
ટીકાકાર મુનિવરે મહા ઉપકાર કર્યો છે.
શીતલપ્રસાદજીએ મૂળ ગાથાઓનો તથા ટીકાનો હિંદી અનુવાદ કર્યો છે. વિ. સં. ૧૯૭૨માં
શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય તરફથી પ્રકાશિત હિંદી નિયમસારમાં મૂળ ગાથાઓ, સંસ્કૃત
ટીકા અને બ્ર૦ શીતલપ્રસાદજીકૃત હિંદી અનુવાદ પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ
ગુજરાતી નિયમસારમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત ટીકા અને તે ગાથા-
ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની
જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય
દ્વારા પ્રકાશિત નિયમસારમાં છપાયેલી સંસ્કૃત ટીકામાં જે અશુદ્ધિઓ હતી તેમાંથી ઘણી
અશુદ્ધિઓ હસ્તલિખિત પ્રતોના આધારે આમાં સુધારી લેવામાં આવી છે. હજુ પણ આમાં
કોઈ કોઈ સ્થળોએ અશુદ્ધ પાઠ હોય એમ લાગે છે પરંતુ અમને મળેલી ત્રણ હસ્તલિખિત
પ્રતોમાંથી શુદ્ધ પાઠ નહિ મળવાને લીધે તે અશુદ્ધિઓ સુધારી શકાઈ નથી. અશુદ્ધ પાઠોનો
અનુવાદ કરવામાં ખાસ કાળજી રાખવામાં આવી છે અને પૂર્વાપર કથન તેમ જ ન્યાય સાથે
વધારેમાં વધારે બંધબેસતો લાગે એવો તે પાઠોનો અનુવાદ કર્યો છે.
સદ્ગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના
આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા ક્યાંથી પ્રગટત, ભગવાન
કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા ક્યાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ-
ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી
સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ
Page -12 of 380
PDF/HTML Page 17 of 409
single page version
કાનજીસ્વામી)ના ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
શ્રી નિયમસાર પ્રત્યે, નિયમસારના મહાન કર્તા પ્રત્યે અને નિયમસારમાં ઉપદેશેલા
વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય
બહેનશ્રીનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી
નાનીમોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. ભાઈશ્રી
ખીમચંદ જેઠાલાલ શેઠ પણ અનુવાદનો ઘણો ભાગ ચીવટથી તપાસી ગયા છે અને પોતાના
સંસ્કૃત ભાષાના તેમ જ શાસ્ત્રોના જ્ઞાનના આધારે ઉપયોગી સૂચનાઓ કરી છે.
બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આખો અનુવાદ બહુ જ ઝીણવટથી
તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી છે, હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી
આપી છે, શુદ્ધિપત્રક, અનુક્રમણિકા, ગાથાસૂચિ, કળશસૂચિ વગેરે તૈયાર કર્યાં છે, તેમ જ
પ્રૂફ તપાસ્યાં છે
છંદોનાં નામ લખી મોકલ્યાં છે. આ સર્વ ભાઈઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. આ સિવાય
જે જે ભાઈઓની આમાં મદદ છે તે સર્વનો હું ૠણી છું.
કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં
અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે
હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ, પરમકૃપાળુ શ્રી
સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાંચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું.
Page -11 of 380
PDF/HTML Page 18 of 409
single page version
પરમાનંદદશાને પ્રાપ્ત કરશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં સુધી આત્માનુભવી
મહાત્માના આશ્રયપૂર્વક તે સંબંધી સૂક્ષ્મ વિચાર અને ઊંડું અંતરશોધન કર્તવ્ય છે. જ્યાં સુધી
પરદ્રવ્યોથી પોતાનું સર્વથા ભિન્નપણું ભાસે નહિ અને પોતાના ક્ષણિક પર્યાયો ઉપરથી પણ
દ્રષ્ટિ છૂટીને એકરૂપ કારણપરમાત્માનું દર્શન થાય નહિ ત્યાં સુધી જંપવું યોગ્ય નથી. એ
જ પરમાનંદપ્રાપ્તિનો ઉપાય છે. ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભદેવના શબ્દોમાં આ પરમ
પવિત્ર પરમાગમનું ફળ વર્ણવીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ ‘જે નિર્વાણસુંદરીથી ઉત્પન્ન
થતા, પરમવીતરાગાત્મક, નિરાબાધ, નિરંતર અને અનંગ પરમાનંદનું દેનારું છે, જે
નિરતિશય, નિત્યશુદ્ધ, નિરંજન નિજ કારણપરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત
નયોના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇંદ્રિયોના ફેલાવ
રહિત દેહમાત્ર-પરિગ્રહવાળાથી રચાયેલું છે
સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ રત્નત્રયમાં
પરાયણ વર્તતા થકા, શબ્દબ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે.’
વિ. સં. ૨૦૦૭
Page -9 of 380
PDF/HTML Page 20 of 409
single page version
कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः
श्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम्
કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી?
र्बाह्येपि संव्यञ्जयितुं यतीशः
चचार मन्ये चतुरङ्गुलं सः