Padmapuran (Gujarati). Parva 40 - Ramgiri par Shree Ramchandranu padapurn; Parva 41 - Jataiyu pakshinu upakhyan; Parva 42 - Shree Ramno Dandakvanma nivas; Parva 43 - Ravanna bhanej Shambukni suryahas khadagni sadhna ane Laxmanna hathey maran; Parva 44 - Ravan dvara Sitanu haran ane Ramna vilapnu varnan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 19 of 35

 

Page 340 of 660
PDF/HTML Page 361 of 681
single page version

background image
૩૪૦ ઓગણચાળીસમું પર્વ પદ્મપુરાણ
પાછલા ભવના પણ પિતા હતા, તે અમારા વિયોગના શોકાગ્નિથી તપ્ત થઈ, સર્વ આહાર
ત્યજી મૃત્યુ પામ્યા અને ગુરુડેન્દ્ર થયા. ભવનવાસી દેવોમાં ગરુડકુમાર જાતિના દેવોના
અધિપતિ મહાલોચન નામના અત્યંત સુંદર અને પરાક્રમી દેવ આવીને આ સભામાં બેઠા
છે. પેલો અનુધર તાપસી વિહાર કરતો કરતો કૌમુદીનગરમાં ગયો, પોતાના શિષ્યોથી
વીંટળાઈને બેઠો હતો. ત્યાં રાજા સુમુખ, તેની રાણી રતિદેવી અને તેની એક મદના
નામની નૃત્યકારિણી હતી. તેણે સાધુદત્ત મુનિની સમીપે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું.
ત્યારથી તે કુદેવ, કુગુરુ, કુધર્મને તૃણવત્ જાણતી. એક દિવસ રાજાએ તેને કહ્યું કે આ
અનુધર તાપસી મહાન તપસ્વી છે. ત્યારે મદનાએ કહ્યું કે હે નાથ! અજ્ઞાનીને તપ કેવું?
તે તો લોકોમાં પાખંડરૂપ છે. આ સાંભળી રાજાએ ક્રોધ કર્યો અને કહ્યું કે તું તપસ્વીની
નિંદા કરે છે. ત્યારે તેણીએ કહ્યું કે આપ ગુસ્સે ન થાવ, થોડા જ દિવસોમાં એની ચેષ્ટા
જણાઈ જશે. આમ કહીને ઘરે જઈને પોતાની નાગદત્તા નામની પુત્રીને શીખવાડીને
તાપસીના આશ્રમમાં મોકલી. તે દેવાંગના સમાન ઉત્તમ ચેષ્ટા કરનારી. વિભ્રમમાં પડેલા
તાપસીને પોતાનું શરીર દેખાડવા લાગી. તેનાં અતિસુંદર અંગઉપાંગ જોઈને અજ્ઞાની
તાપસીનું મન મોહિત થયું, આંખો ચંચળ બની ગઈ. જે અંગ ઉપર નેત્ર જતાં ત્યાં જ
મન બંધાઈ જતું. તાપસી કામબાણથી પીડિત થયો. વ્યાકુળ થઈને દેવાંગના સમાન આ
કન્યાની સમીપે આવીને પૂછવા લાગ્યો કે તું કોણ છે અને અહીં ક્યાં આવી છે?
સંધ્યાકાળે તો બધા જ નાનામોટા પોતાના સ્થાનમાં રહે છે. તું અત્યંત સુકુમાર એકલી
વનમાં શા માટે વિચરે છે? ત્યારે તે કન્યા મધુર શબ્દોથી તેનું મન હરતી દીનતાથી બોલી
હે નાથ! તમે દયાળુ અને શરણાગત-પ્રતિપાળ છો, આજે મારી માતાએ મને ઘરમાંથી
કાઢી મૂકી એટલે હવે હું તમારા જેવો વેશ પહેરીને તમારા સ્થાનમાં રહેવા ઇચ્છું છું, તમે
મારા ઉપર કૃપા કરો. રાતદિવસ તમારી સેવા કરીને મારો આ લોક અને પરલોક સુધરી
જશે. ધર્મ, અર્થ, કામ એમાંથી એવો ક્યો પદાર્થ છે કે જે તમારામાં ન હોય. તમે પરમ
નિધાન છો, મેં પુણ્યના યોગથી તમને મેળવ્યા છે. કન્યાએ જ્યારે આમ કહ્યું, ત્યારે એનું
મુખ અનુરાગી જાણી, વિકળ તાપસી કામથી પ્રજ્વલિત થઈને બોલ્યોઃ હે ભદ્રે! હું શું કૃપા
કરું? તું કૃપા કરીને પ્રસન્ન થા, હું જિંદગીભર તારી સેવા કરીશ એમ કહીને હાથ
હલાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કન્યાએ પોતાના હાથથી રોકીને આદર સહિત કહ્યું કે હે
નાથ! આમ કરવું ઉચિત નથી. હું કુમારી કન્યા છું, મારી માતાને ઘેર જઈને પૂછો, ઘર
પણ પાસે જ છે. જેવી મારા ઉપર તમારી કરુણા થઈ છે, તેમ મારી માને પ્રસન્ન કરો. તે
તમને આપે તો જે ઇચ્છા હોય તે કરજો. કન્યાનાં આ વચન સાંભળી મૂઢ તાપસી વ્યાકુળ
થઈ તત્કાળ કન્યાની સાથે રાત્રે તેની માતા પાસે આવ્યો. તેની સર્વ ઇન્દ્રિયો કામથી
વ્યાકુળ હતી. જેમ મત્ત હાથી જળના સરોવરમાં પેસે તેમ તાપસીએ નૃત્યકારિણીના ઘરમાં
પ્રવેશ કર્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! કામથી ગ્રસાયેલ પ્રાણી
નથી સ્પર્શ કરતો, નથી સ્વાદ લેતો, નથી સૂંઘતો, નથી દેખતો, નથી સાંભળતો, નથી
જાણતો, નથી ડરતો

Page 341 of 660
PDF/HTML Page 362 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૪૧
અને નથી લજ્જા પામતો. તે મહામોહથી નિરંતર કષ્ટ પામે છે. જેમ આંધળો માણસ
સર્પોથી ભરેલા કૂવામાં પડે તેમ કામાંધ જીવ સ્ત્રીના વિષયરૂપ વિષમ કૂપમાં પડે છે. તે
તાપસી નૃત્યકારિણીનાં ચરણમાં આળોટીને અત્યંત આધીન થઈ કન્યાની માગણી કરવા
લાગ્યો. પછી તેણે તાપસીને બાંધી રાખ્યો. રાજાને પ્રશ્ન હતો તેથી રાજાએ રાત્રે આવીને
તાપસીને બંધાયેલો જોયો. સવારમાં તેનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. તે અપમાનથી
લજ્જિત થઈને તે અત્યંત દુઃખ ભોગવતો, પૃથ્વી પર ભટકીને મૃત્યુ પામ્યો, અનેક
કુયોનિમાં જન્મમરણ કર્યા અને કર્માનુયોગથી દરિદ્રીને ઘેર ઉત્પન્ન થયો. જ્યારે એ
ગર્ભમાં આવ્યો તે જ વખતે તેની માતાએ તેના પિતાને ક્રૂર વચનો સંભળાવીને ઝઘડો
કર્યો, ઉદાસ થઈ ને તે વિદેશ ગયો અને આનો જન્મ થયો. બાળક અવસ્થા હતી ત્યારે
ભીલના દેશના મનુષ્યોને બંધ કર્યા, તેમાં એની માતા પણ બંધનમાં પડી. એ આખાય
કુટુંબ વિનાનો પરમદુઃખી થયો. કેટલાક દિવસો પછી તાપસી થઈને અજ્ઞાન તપ કરીને
જ્યોતિષી દેવોમાં અગ્નિપ્રભ નામનો દેવ થયો. એક સમયે અનંતવીર્ય કેવળીને ધર્મમાં
નિપુણ એક શિષ્યે પૂછયુંઃ હે નાથ! મુનિસુવ્રતનાથના મુક્તિગમન બાદ તમે કેવળી થયા,
તમારા જેવા સંસારના તારક બીજા કોણ થશે? ત્યારે તેમણે કહ્યું કે દેશભૂષણ-કુળભૂષણ
થશે, તે કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ કરશે અને જગતમાં સારરૂપ જિનનો ઉપદેશ પામીને
લોકો સંસારસમુદ્રને તરશે. આ વચન અગ્નિપ્રભે સાંભળ્‌યાં અને તે પોતાના સ્થાનકે ગયો.
આ દિવસોમાં કુઅવધિથી અમને પર્વત પર રહેલા જાણીને ‘અનંતવીર્ય કેવળીનું વચન
મિથ્યા કરું’ એવો ગર્વ કરીને પૂર્વના વેરથી ઉપદ્રવ કરવા આવ્યો. તે તમને બળભદ્ર
નારાયણ જાણીને ભયથી ભાગી ગયો. હે રામ! તમે ચરમશરીરી, તદ્ભવ મોક્ષગામી
બળભદ્ર છો અને લક્ષ્મણ નારાયણ છે. તમે તેના સહિત અમારી સેવા કરી અને અમારા
ઘાતિકર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે પ્રાણીઓનાં વેરનું કારણ
બધું વેરના અનુબંધથી છે, એમ જાણીને અને જીવોના પૂર્વભવનું શ્રવણ કરીને હે
પ્રાણીઓ! રાગદ્વેષ ત્યજી સ્થિર થાવ. આવાં મહાપવિત્ર કેવળીનાં વચન સાંભળી સુર,
નર, અસુર વારંવાર નમસ્કાર કરવા લાગ્યા અને ભવદુઃખથી ડર્યા. ગરુડેન્દ્ર પરમ હર્ષિત
થઈને કેવળીનાં ચરણારવિંદને નમસ્કાર કરી, અત્યંત સ્નેહદ્રષ્ટિ ફેલાવતો, જેના મણિકુંડળ
ઝગમગે છે એવો એ રઘુવંશમાં ઉદ્યોત કરનાર રામને કહેવા લાગ્યો, હે ભવ્યોત્તમ! તમે
મુનિઓની ભક્તિ કરી તેથી હું અત્યંત પ્રસન્ન થયો છું. એ મારા પૂર્વભવના પુત્રો છે.
તમે જે માગશો તે હું આપીશ. ત્યારે શ્રી રઘુનાથ ક્ષણેક વિચારીને બોલ્યા કે તમે દેવોના
સ્વામી છો, કોઈવાર અમારા ઉપર આપત્તિ આવે તો અમને યાદ કરજો, સાધુની સેવાના
પ્રસાદથી આ ફળ મળ્‌યું કે તમારા જેવાનો મેળાપ થયો. ત્યારે ગરુડેન્દ્રે
કહ્યું કે તમારું
વચન હું માન્ય રાખું છું. જ્યારે તમારે કામ પડે ત્યારે હું તમારી નિકટ જ છું. આમ કહ્યું
ત્યારે અનેક દેવ મેઘના ધ્વનિ સમાન વાજિંત્રો વગાડવા લાગ્યા. સાધુઓના પૂર્વભવ
સાંભળીને કેટલાક ઉત્તમ મનુષ્યો મુનિ થયા, કેટલાકે શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. તે
દેશભૂષણ-કુળભૂષણ

Page 342 of 660
PDF/HTML Page 363 of 681
single page version

background image
૩૪૨ ચાળીસમું પર્વ પદ્મપુરાણ
કેવળી જગતપૂજ્ય બની સર્વ સંસારમાં દુઃખથી, રહિત નગર, ગ્રામ પર્વતાદિ સર્વ
સ્થાનોમાં વિહાર કરતા ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. તે બન્ને કેવળીઓના પૂર્વભવનું
ચરિત્ર જે નિર્મળ સ્વભાવના ધારક ભવ્ય જીવ શ્રવણ કરે છે તે સૂર્ય સમાન તેજસ્વી
પાપરૂપ તિમિરનો શીંઘ્ર નાશ કરે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દેશભૂષણ-કુલભૂષણ કેવળીનું
ચરિત્રવર્ણન કરનાર ઓગણચાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચાળીસમું પર્વ
(રામગિરિ પર શ્રી રામચંદ્રનું પદાર્પણ)
પછી કેવળીના મુખથી શ્રી રામચંદ્ર ચરમશરીરી એટલે કે તદ્ભવ મોક્ષગામી છે
એમ સાંભળીને બધા રાજાઓ જયજયકાર કરીને તેમને પ્રણામ કરવા લાગ્યા.
વંશસ્થળપુરનો રાજા સુરપ્રભ અત્યંત નિર્મળ ચિત્તવાળા રામ, લક્ષ્મણ, સીતાની ભક્તિ
કરવા લાગ્યો. મહેલના શિખરની કાંતિથી ઉજ્જવળ બનેલા આકાશવાળા નગરમાં
પધારવાની રાજાએ પ્રાર્થના કરી, પરંતુ રામે તે ન સ્વીકારી. વંશગિરિના સુંદર શિખર
પરના નલિની વનમાં એક રમણીય, વિશાળ શિલા પર આવી હંસ સમાન પોતે
બિરાજ્યા. વનમાં નાના પ્રકારનાં લતાઓથી પૂર્ણ વૃક્ષો છે. જાતજાતના પક્ષીઓ ત્યાં
અવાજ કરી રહ્યાં છે, સુગંધી પવન વાય છે, ભાતભાતનાં ફળફૂલોથી શોભે છે,
સરોવરોમાં કમળ ખીલી રહ્યાં છે. સ્થાન અત્યંત સુંદર છે, ત્યાં સર્વ ઋતુની શોભા બની
રહી છે. શુદ્ધ અરીસાની સપાટી જેવી મનોજ્ઞ ભૂમિ, પાંચ વર્ણનાં રત્નોથી શોભે છે. કુંદ,
મૌલશ્રી, માલતી, સ્થળકમળ, અશોકવૃક્ષ, નાગવૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં સુગંધી વૃક્ષો
ખીલી રહ્યાં છે, તેમનાં મનોહર પાંદડાં ચમકે છે. ત્યાં રાજાની આજ્ઞાથી મહાભક્તિવંત
પુરુષોએ શ્રી રામને બિરાજવા માટે વસ્ત્રોના મહામનોહર મંડપ બનાવ્યા. સેવકો અત્યંત
ચતુર અને સાવધાન હતા. તે આનંદ કરાવતા, મંગળ વાણી બોલતા, સ્વામીની ભક્તિમાં
તત્પર રહેતા, તેમણે અનેક પ્રકારના પહોળા, ઊંચા વસ્ત્રોના મંડપ બનાવ્યા. તેમાં જુદાં
જુદાં ચિત્રો હતાં. તેની ઉપર ધજાઓ લહેરાતી હતી, અંદર મોતીની માળાઓ લચકતી
હતી, નાની નાની ઘંટડીઓવાળી મણિની ઝાલરો લટકતી હતી, અત્યંત દેદીપ્યમાન સૂર્યનાં
કિરણો જેવા ચમકતા કળશ પૃથ્વી પર મૂક્યા હતા, છત્ર, ચામર, સિંહાસનાદિ રાજચિહ્નો
તથા સર્વ સામગ્રી હાજર હતી, અનેક મંગળ દ્રવ્ય હતાં, એવા સુંદર સ્થળમાં તે સુખપૂર્વક
રહે છે. જ્યાં જ્યાં રઘુનાથ પગ મૂકે છે ત્યાં અનેક રાજા તેમની સેવા કરે છે. શય્યા.
આસન, મણિસુવર્ણનાં નાના પ્રકારનાં ઉપકરણ અને એલચી, લવિંગ,

Page 343 of 660
PDF/HTML Page 364 of 681
single page version

background image
પદ્મપુરાણ ચાળીસમું પર્વ ૩૪૩
તાંબૂલ, મેવા, મિષ્ટાન્ન, શ્રેષ્ઠ વસ્ત્ર, અદ્ભુત આભુષણ જાતજાતનાં ભોજનો, દહીં- દૂધમાં
રાંધેલાં જાતજાતનાં અન્ન ઇત્યાદિ અનુપમ વસ્તુઓ લાવે છે. આ પ્રમાણે બધી જગ્યાએ
બધા માણસો શ્રીરામને પૂજે છે. વંશગિરિ પર શ્રીરામ, લક્ષ્મણ, સીતાને રહેવા માટે મંડપ
બનાવ્યા છે. તેમાં કોઈ સ્થળે ગીત, ક્યાંક નૃત્ય, ક્યાંક વાજિંત્ર વાગે છે. ક્યાંક સુકૃતની
કથા થાય છે, નૃત્યકારિણી એવું નૃત્ય કરે છે કે જાણે દેવાંગના જ છે. ક્યાંક દાન અપાય
છે. એવાં મંદિર બનાવ્યાં છે, જેનું વર્ણન કોણ કરી શકે? ત્યાં સર્વ સામગ્રી પૂર્ણ છે,
યાચક ત્યાંથી પાછો જતો નથી. બન્ને ભાઈ બધાં આભૂષણોથી યુક્ત, સુંદર વસ્ત્રો પહેરે
છે, દાન આપે છે, યશ ફેલાય છે, પરમ સૌભાગ્યવાન સીતા પાપના પ્રસંગથી રહિત,
શાસ્ત્રોક્ત રીતથી રહે છે, તેનો મહિમા ક્યાં સુધી કહીએ? વંશગિરિ ઉપર શ્રી રામચંદ્રે
જિનેશ્વરદેવનાં હજારો અદ્ભુત ચૈત્યાલયો બનાવરાવ્યાં. તેના સ્તંભ અત્યંત મજબૂત હતા,
લંબાઈ, પહોળાઈ ઊંચાઈ પ્રમાણસર હતી. તેમાં સુંદર ઝરૂખા શોભતા હતા, દ્વાર પણ
તોરણ હતાં, કોટ અને ખાઈથી વીંટળાયેલા હતા, તેના ઉપર સુંદર ધજાઓ ફરકતી હતી,
વંદના કરવા આવનાર ભવ્ય જીવોના મનોહર શબ્દ સાથે મૃદંગ, વીણા, બંસરી, ઝાલર,
મંજીરાં, શંખ, નગારાના અવાજથી ગુંજતા હતા. મહાન ઉત્સવ ત્યાં થતા હતા એવા
રામનાં રચેલાં રમણીક જિનમંદિરોની પંક્તિ શોભતી હતી. તેમાં સર્વ લક્ષણોયુક્ત, સર્વલોક
વડે પૂજ્ય, પંચવર્ણના જિનબિંબ બિરાજતાં હતાં. એક દિવસે કમળલોચન શ્રીરામે
લક્ષ્મણને કહ્યું, હે ભાઈ! અહીં આપણા ઘણા દિવસો વીત્યા. આ ગિરિ પર સુખપૂર્વક
રહ્યા, શ્રી જિનેશ્વરનાં ચૈત્યાલયો બનાવવાથી પૃથ્વી પર નિર્મળ કીર્તિ ફેલાઈ. આ
વંશસ્થળપુરના રાજાએ આપણી ઘણી સેવા કરી, આપણાં મન ઘણાં પ્રસન્ન કર્યાં. હવે
અહીં જ રહીએ તો કાર્યની સિદ્ધિ નહિ થાય અને આ ભોગોથી મારું મન પ્રસન્ન નથી.
આ ભોગ રોગ સમાન છે એમ જ હું જાણું છું તો પણ આ ભોગોને હું ક્ષણમાત્ર છોડતો
નથી. જ્યાં સુધી સંયમનો ઉદય નથી ત્યાં સુધી એ વિના પ્રયત્ને આવી મળે છે. આ
ભવમાં આ પ્રાણી જે કર્મ કરે છે તેવું ફળ પરભવમાં ભોગવે છે અને પૂર્વે ઉપાર્જેલા કર્મનું
ફળ વર્તમાનકાળમાં ભોગવે છે. આ સ્થળમાં નિવાસ કરવામાં આપણને સુખસંપત્તિ તો
રહે જ છે, પણ જે દિવસો જાય છે તે ફરીને આવતા નથી નદીનો વેગ, આયુષ્યના
દિવસો અને યૌવન ગયા પછી પાછાં આવતાં નથી. આ કર્ણરવા નામની નદીની સમીપે
દંડકવન હોવાનું સંભળાય છે. ત્યાં ભૂમિગોચરીઓ જઈ શકતા નથી. ત્યાં ભરતની
આજ્ઞાનો પણ પ્રવેશ નથી, ત્યાં સમુદ્રના તટ પર એક સ્થાન બનાવીને નિવાસ કરીશું.
રામની આજ્ઞા સાંભળીને લક્ષ્મણે વિનતિ કરી કે હે નાથ! આપ જેમ આજ્ઞા કરશો તેમ
જ થશે. આમ વિચારીને મહાધીર બન્ને વીર ઇન્દ્રસરખા ભોગ ભોગવીને વંશગિરિ પરથી
સીતારહિત ચાલી નીકળ્‌યાં. વંશસ્થલપુરનો સ્વામી રાજા સુરપ્રભ સાથે દૂર સુધી આવ્યો.
રામે તેને વિદાય કર્યો ત્યારે મુશ્કેલીથી પાછો વળ્‌યો. અત્યંત શોક કરતો પોતાના નગરમાં
આવ્યો. શ્રીરામનો વિરહ કોને કોને શોક ન ઉપજાવે? ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે
છે કે હે રાજન્! જે અનેક

Page 344 of 660
PDF/HTML Page 365 of 681
single page version

background image
૩૪૪ એકતાળીસમું પર્વ પદ્મપુરાણ
ધાતુવાળો મહાન પર્વત વંશગિરિ, જ્યાં રામચંદ્રે જિનમંદિરોની પંક્તિ બનાવડાવીને તેને
શોભાયમાન કર્યો તે દિશાઓને પોતાની કાંતિથી પ્રકાશમાન કરે છે. રવિ સમાન જેની
પ્રભા છે, રામે તેના પર સુંદર મંદિરો બનાવરાવ્યાં તેથી રામગિરિ કહેવાયો અને તે
પ્રમાણે પૃથ્વી પર પ્રસિદ્ધ થયો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રામગિરિનું વર્ણન કરનાર
ચાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકતાળીસમું પર્વ
(જટાયુ પક્ષીનું ઉપાખ્યાન)
પછી રાજા અનરણ્યના પૌત્ર, દશરથના પુત્ર રામ-લક્ષ્મણ, સીતા સાથે દક્ષિણ
દિશાના સમુદ્ર તરફ ચાલ્યા. કેવા છે બન્ને ભાઈ? પરમસુખના ભોક્તા. નગર, ગ્રામથી
ભરેલા અનેક દેશોને ઓળંગીને તેમણે વનમાં પ્રવેશ કર્યો, જ્યાં મૃગોના સમૂહ હતા અને
માર્ગ સૂઝતો નહિ. ઉત્તમ પુરુષોની વસતિ નહોતી. તે વિષમ સ્થાનોમાં ભીલ પણ વિચરી
શકતા નહિ. જાતજાતનાં વૃક્ષો અને વેલોથી ભરેલા અત્યંત અંધકારરૂપ, જ્યાં પર્વતની
ગુફામાંથી ઝરણાં ઝરે છે તે વનમાં જાનકીના સંગને કારણે ધીરે ધીરે દરરોજ એક કોસ
ચાલતા, બન્ને ભાઈ નિર્ભયપણે અનેક ક્રીડા કરતા નર્મદા નદી પર પહોંચ્યા. તેના
રમણીક તટ પ્રચૂર ઘાસથી સઘન હતા, છાયા આપનાર અનેક વૃક્ષ ફળ-પુષ્પાદિથી
શોભિત હતાં, તેની સમીપમાં પર્વત હતો. આવું સ્થાન જોઈને બન્ને ભાઈ કહેવા લાગ્યા
કે આ સુંદર વન! આ સુંદર નદી! આમ કહીને વૃક્ષોની રમણીય છાયામાં સીતા સહિત
બેઠા. થોડીવાર ત્યાં બેસીને ત્યાંનાં રમણીય સ્થાનો જોઈને જળક્રીડા કરવા લાગ્યાં. પછી
અત્યંત મીઠાં પાકાં ફળફૂલોનું ભોજન બનાવ્યું, જે સુખની વાતો કરતા હતા, ત્યાં
રસોઈનાં સાધનો અને વાસણો માટીનાં અને વાંસનાં બનાવ્યાં, સીતાએ વનના
ધાન્યમાંથી સુગંધી આહાર તૈયાર કર્યો. ભોજનના સમયે બન્ને વીર મુનિના આગમનની
અભિલાષાથી બારણે પડગાહન કરવા ઊભા રહ્યા. તે વખતે બે ચારણ મુનિ પધાર્યા,
જેમનાં નામ સુગુપ્તિ અને ગુપ્તિ હતાં, તેમનાં શરીર જ્યોતિપટલથી સંયુક્ત હતાં, તેમનું
દર્શન હતું, મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી વિરાજતા હતા, મહાવ્રતના ધારક, પરમ
તપસ્વી, સકળ વસ્તુની અભિલાષાથી રહિત, નિર્મળ ચિત્તવાળા, માસોપવાસી, અત્યંત
ધીરવીર, શુભ ચેષ્ટાના ધારક, નેત્રોને આનંદ આપનાર, શાસ્ત્રોક્ત આચારસંયુક્ત એવા
તે આહાર માટે પધાર્યા. સીતાએ તેમને દૂરથી જોયા. અત્યંત હર્ષથી ઉભરાતી આંખે અને
રોમાંચિત શરીરે તે પતિને કહેવા લાગીઃ હે નાથ! હે નરશ્રેષ્ઠ! જુઓ, જુઓ, તપથી દુર્બળ
બનેલ શરીરવાળા દિગંબર કલ્યાણરૂપ ચારણયુગલ પધાર્યાં. ત્યારે

Page 345 of 660
PDF/HTML Page 366 of 681
single page version

background image
પદ્મપુરાણ એકતાળીસમું પર્વ ૩૪પ
રામે કહ્યું કે હે પ્રિયે! હે પંડિત! તે સાધુ ક્યાં છે? કે સુંદર રૂપ અને આભૂષણ
પહેરનારી! ધન્ય છે તારા ભાગ્યને! તેં નિર્ગ્રંથ યુગલને જોયા, જેમનાં દર્શનથી
જન્મજન્મનાં પાપ ટળે છે, ભક્તિવંત પુરુષનું પરમ કલ્યાણ થાય છે. રામે જ્યારે આમ
કહ્યું ત્યારે સીતા કહેવા લાગ્યા કે એ આવ્યા, એ આવ્યા. તે જ વખતે બન્ને મુનિઓ
રામની નજરે પડયા, જે જીવદયાના પાલક, ઇર્યા સમિતિ સહિત, સમાધાનરૂપ મનવાળા
હતા, પછી શ્રી રામે સીતા સહિત સન્મુખ થઈ, નમસ્કાર કરી, અત્યંત શ્રદ્ધા-ભક્તિ
સહિત મુનિઓને આહારદાન કર્યું. અરણ્યની ભેંસોનું અને વનની ગાયોનું દૂધ, પર્વત
પરની દ્રાક્ષ, નાના પ્રકારનાં વનધાન્ય, સુંદર ઘી, મિષ્ટાન્ન ઇત્યાદિ મનોહર વસ્તુઓથી
મુનિને વિધિપૂર્વક પારણું કરાવ્યું. તે મુનિ ભોજનના સ્વાદની લોલુપતાથી રહિત,
નિરંતરાય આહાર કરવા લાગ્યા. જ્યારે રામે પોતાની સ્ત્રી સહિત ભક્તિથી આહારદાન
કર્યું. ત્યારે પંચાશ્ચર્ય થયા રત્નોની વર્ષા, પુષ્પવૃષ્ટિ, શીતળ મંદ મંદ પવનનું વાવું, દુંદુભિ
વાજાઓનું વાગવું અને જયજયકારનો ધ્વનિ. જે સમયે રામે મુનિઓને આહાર આપ્યો તે
વખતે વનમાં એક ગીધ પક્ષી પોતાની ઇચ્છાનુસાર વૃક્ષ પર બેઠું હતું. તેને અતિશય
સંયુક્ત મુનિઓને જોઈને પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું કે કેટલાક ભવ પહેલાં હું મનુષ્ય
હતો, મેં પ્રમાદથી અને અવિવેકથી મારો જન્મ નિષ્ફળ ગુમાવ્યો, તપ-સંયમ કાંઈ કર્યું
નહિ, મૂઢબુદ્ધિ એવા મને ધિક્કર! હવે હું પાપના ઉદયથી ખોટી યોનિમાં આવી પડયો
છું, હવે ક્યો ઉપાય કરું? મને મનુષ્યભવમાં કહેવાતા મિત્ર પણ વાસ્તવમાં મહાશત્રુ એવા
પાપી જીવોએ ભરમાવ્યો તેથી તેમના સંગમાં મેં ધર્મરત્નનો ત્યાગ કર્યો અને ગુરુઓનાં
વચનની અવગણના કરીને મહાપાપ આચર્યું. મેં મોહથી અંધ બની અજ્ઞાન તિમિરથી
ધર્મને ન ઓળખ્યો, હવે મારા કર્મના વિચારથી હૃદયમાં બળું છું. પછી ખૂબ વિચાર કરીને
નક્ક્ી કર્યું કે દુઃખ નિવારવા માટે આ સાધુનું શરણ ગ્રહણ કરું. એ સર્વ સુખના દાતા છે,
એમનાથી મારા પરમ અર્થની પ્રાપ્તિ નિશ્ચયથી થશે. આ પ્રમાણે પૂર્વભવના ચિંતવનથી
પ્રથમ તો ખૂબ શોક થયો, પછી સાધુના દર્શનથી તત્કાળ અત્યંત હર્ષ પામી પોતાની બેય
પાંખ હલાવી, આંસુભર્યાં નેત્રે, અત્યંત વિનયપૂર્વક પક્ષી વૃક્ષના અગ્રભાવ પરથી ભૂમિ
પર પડયું. તે પક્ષી ખૂબ મોટું હતું, તેના પડવાના અવાજથી હાથી, સિંહાદિ વનના જીવ
ભયથી ભાગી ગયા અને સીતાનું ચિત્ત પણ વ્યાકુળ બન્યું. જુઓ, આ ધીઠ પક્ષી
મુનિઓનાં ચરણોમાં ક્યાંથી આવીને પડ્યું, કઠોર અવાજ કરીને ઘણું રોક્યું, પરંતુ તે પક્ષી
મુનિઓનાં ચરણોના પ્રક્ષાલન જળમાં આવીને પડયું, ચરણોદકના પ્રભાવથી ક્ષણમાત્રમાં
તેનું શરીર રત્નોની રાશિ સમાન નાના પ્રકારના તેજથી મંડિત થઈ ગયું, પગ તો
સુવર્ણની પ્રભા ધરવા લાગ્યા, બેય પાંખ વૈડૂર્યમણિ સમાન થઈ ગઈ, શરીર નાના
પ્રકારનાં રત્નોની છબી બની ગયું, ચાંચ માણેક સમાન લાલ થઈ ગઈ. પછી એ પક્ષી
પોતાને અને પોતાના રૂપને જોઈને અત્યંત હર્ષ પામી, મધુર અવાજથી નૃત્ય કરવા તૈયાર
થયું. દેવોના દુંદુભિ સમાન જેનો અવાજ છે, તે નેત્રોમાંથી આનંદનાં આંસુ વહાવતું
શોભવા લાગ્યું. જેમ મોર મેઘના આગમનથી નૃત્ય કરે

Page 346 of 660
PDF/HTML Page 367 of 681
single page version

background image
૩૪૬ એકતાળીસમું પર્વ પદ્મપુરાણ
છે તેમ તે મુનિઓની આગળ નૃત્ય કરવા લાગ્યું. મહામુનિ વિધિપૂર્વક પારણું કરીને
વૈડૂર્યમણિ સમાન શિલા ઉપર બિરાજ્યા. પદ્મરાગમણિ સમાન છે નેત્ર જેનાં એવું પક્ષી
પાંખ સંકોચીને મુનિઓનાં ચરણોને પ્રણામ કરીને આગળ બેઠું. ત્યારે શ્રી રામ ખીલેલા
કમળ જેવાં નેત્રોથી પક્ષીને પ્રકાશરૂપ જોઈને પોતે ખૂબ આશ્ચર્ય પામ્યા. તેમણે સાધુઓનાં
ચરણોને નમસ્કાર કરીને પૂછયું. કેવા છે સાધુ? અઠ્ઠાવીસ મૂળ ગુણ અને ચોરાસી લાખ
ઉત્તરગુણ જેમનાં આભૂષણ છે તેમને રામે વારંવાર પક્ષી તરફ જોતાં પૂછયું, હે ભગવન્!
આ પક્ષી પૂર્વ અવસ્થામાં અત્યંત કુરૂપ હતું, તે ક્ષણમાત્રમાં સુવર્ણ અને રત્નોની મૂર્તિ
બની ગયું, આ અશુચિ એવા માંસનું ભક્ષણ કરનાર દુષ્ટ ગીધ પક્ષી, આપનાં ચરણોની
પાસે બેસીને અત્યંત શાંત થઈ ગયું એનું કારણ શું? ત્યારે સુગુપ્તિ નામના મુનિએ કહ્યું
હે રાજન્! પહેલાં આ સ્થળે દંડક નામનો સુંદર દેશ હતો. તેમાં અનેક ગ્રામ, નગર,
પટ્ટણ, સંવાહન, મટંબ, ઘોષ, ખેટ, કર્વટ અને દ્રોણમુખની રચના હતી. જેની ચારે બાજુ
વાડ હોય તેને ગ્રામ કહે છે. કોટ, ખાઈ, દરવાજાથી રક્ષિત હોય તે નગર કહેવાય. જ્યાં
રત્નોની ખાણ હોય તે પટ્ટણ કહેવાય. પર્વતોની ઉપર હોય તે સંવાહન. જેની સાથે
પાંચસો ગામ જોડાયેલાં હોય તેને મટંબ કહે છે. ગાયોનો નિવાસ અને ગોવાળોના
આવાસ હોય તે ઘોષ. જેની આગળ નદી વહેતી હોય તે ખેટ અને જેની પાછળ પર્વત
હોય તે કર્વટ. તથા સમુદ્રની સમીપે હોય તે દ્રોણમુખ ઇત્યાદિ અનેક રચનાથી શોભતો દેશ
હતો. ત્યાં કર્ણકુંડળ નામના અતિમનોહર નગરમાં આ પક્ષીનો જીવ દંડક નામનો રાજા
હતો. તે પ્રતાપી, પ્રચંડ પરાક્રમી, જેણે શત્રુરૂપી કાંટાઓ ભાંગી નાખ્યા છે એવો મહામાની,
મોટી સેનાનો સ્વામી હતો. તે મૂઢે અધર્મની શ્રદ્ધાથી પાપરૂપ મિથ્યા શાસ્ત્રનું સેવન કર્યું,
જેમ કોઈ ઘી મેળવવા પાણીને વલોવે તેવો એ પ્રયત્ન હતો. તેની સ્ત્રી દંડી જાતના
સંન્યાસીની ભક્ત હતી. તેમના પ્રત્યે રાણીને ખૂબ અનુરાગ હતો. તેના સંગથી રાજા પણ
તેના માર્ગે ચાલ્યો. સ્ત્રીઓને વશ થયેલો પુરુષ શું શું નથી કરતો? એક દિવસ એ
નગરની બહાર નીકળ્‌યો અને ત્યાં વનમાં કાયોત્સર્ગ કરીને ધ્યાનમાં બેઠેલા એક મુનિને
જોયા. ત્યારે આ નિર્દય રાજાએ મુનિના ગળાની આસપાસ એક મરેલો સાપ નાખ્યો. તે
પાષાણ સમાન કઠોર ચિત્તવાળો હતો. તે મુનિએ ધ્યાન ધરી, મૌન રહી એવી પ્રતિજ્ઞા
કરી કે જ્યાં સુધી કોઈ મારા કંઠમાંથી સર્પ દૂર નહિ કરે ત્યાં સુધી હું હલનચલન નહિ
કરું, યોગરૂપ જ રહીશ. પછી કોઈએ સર્પ દૂર ન કર્યો, મુનિ ઊભા જ રહ્યા. કેટલાક
દિવસો પછી રાજા તે જ માર્ગે નીકળ્‌યો. તે જ સમયે કોઈ ભલા મનુષ્યે સર્પને કાઢયો
અને મુનિની પાસે બેઠો. રાજાએ તે મનુષ્યને પૂછયું કે મુનિના ગળામાંથી સાપ કોણે
કાઢયો અને ક્યારે કાઢયો? તેણે જવાબ આપ્યો કે હે નરેન્દ્ર! કોઈ નરકગામીએ ધ્યાનારૂઢ
મુનિના કંઠમાં મરેલો સાપ નાખ્યો હતો, તે સર્પના સંયોગથી સાધુનું શરીર અત્યંત
ખેદખિન્ન થયું હતું એમણે તો કોઈ ઉપાય કર્યો નહિ, આજે એ સર્પ મેં દૂર કર્યો છે. ત્યારે
રાજા મુનિને શાંતસ્વરૂપ, કષાયરહિત જાણીને પ્રણામ કરીને પોતાના સ્થાનકે ગયો. તે
દિવસથી તે મુનિઓની

Page 347 of 660
PDF/HTML Page 368 of 681
single page version

background image
પદ્મપુરાણ એકતાળીસમું પર્વ ૩૪૭
ભક્તિનો અનુરાગી થયો અને કોઈને ઉપદ્રવ કરતો નહિ. જ્યારે રાણીએ દંડીઓના મુખે
આ વૃત્તાંત સાંભળ્‌યો કે રાજા જિનધર્મનો અનુરાગી થયો છે ત્યારે આ પાપણીએ ક્રોધ
કરીને મુનિઓને મારવાનો ઉપાય કર્યો. જે દુષ્ટ જીવ હોય છે તે પોતાના જીવનનો પ્રયત્ન
છોડીને પણ બીજાનું અહિત કરતા હોય છે. તે પાપિણીએ પોતાના ગુરુને કહ્યું કે તમે
નિર્ગ્રંથ મુનિનું રૂપ લઈને મારા મહેલમાં આવો અને વિકારચેષ્ટા કરો. ત્યારે એણે એ
પ્રમાણે કર્યું. રાજા આ વૃત્તાંત જાણીને મુનિઓ ઉપર ગુસ્સે થયો. તેના મંત્રી વગેરે દુષ્ટ
મિથ્યાદ્રષ્ટિ સદા મુનિઓની નિંદા જ કરતા. બીજા પણ ક્રૂર કર્મ કરનારા મુનિઓના
વિરોધી હતા. તેમણે રાજાને ભરમાવ્યો. તેથી પાપી રાજાએ મુનિઓને ઘાણીમાં પીલવાની
આજ્ઞા કરી અને આચાર્ય સહિત બધા મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા. એક મુનિ બહાર
ગયા હતા અને પાછા આવતા હતા તેમને કોઈ દયાળુ વ્યક્તિએ કહ્યું કે પાપી રાજાએ
અનેક મુનિઓને યંત્રમાં પીલી નાખ્યા છે, તમે ભાગી જાવ, તમારું શરીર ધર્મનું સાધન
છે માટે તમારા શરીરની રક્ષા કરો. પછી આ સમાચાર સાંભળીને, મુનિસંઘના મરણના
શોકથી જેમને દુઃખરૂપી શિલાનો આઘાત લાગ્યો છે એવા એ મુનિ થોડીવાર વજ્રના સ્તંભ
સમાન નિશ્ચળ થઈ ગયા. પછી અસહ્ય દુઃખથી કલેશ પામ્યા. પછી તે મુનિરૂપ પર્વતની
સમભાવરૂપ ગુફામાંથી ક્રોધરૂપ કેસરી સિંહ નીકળ્‌યો, લાલ અશોકવૃક્ષ હોય તેમ મુનિનાં
નેત્ર લાલ થયાં જાણે સંધ્યાના રંગ સમાન થઈ ગયાં, તપ્તાયમાન મુનિના આખા
શરીરમાંથી પરસેવાના બુંદ ફૂટી નીકળ્‌યાં. પછી કાળાગ્નિ સમાન પ્રજ્વલિત અગ્નિનું પૂતળું
નીકળ્‌યું, ધરતી અને આકાશ અગ્નિરૂપ થઈ ગયાં, લોકો હાહાકાર કરતા મરણ પામ્યા.
જેમ વાંસનું વન સળગે તેમ દેશ આખો ભસ્મ થઈ ગયો. ન રાજા બચ્યો, ન અંતઃપુર, ન
પુર, ન ગ્રામ, ન પર્વત, ન નદી, ન વન, ન કોઈ પ્રાણી; કાંઈ પણ દેશમાં બચ્યું નહિ.
મહાન જ્ઞાનવૈરાગ્યના યોગથી ઘણા વખત પછી મુનિએ સમભાવરૂપ જે ધન ઊપાર્જ્યું હતું
તે તત્કાળ ક્રોધરૂપ રિપુએ હરી લીધું. દંડક દેશનો દંડક રાજા પાપના પ્રભાવથી નાશ
પામ્યો અને દેશ પણ નાશ પામ્યો. હવે એ દંડક વન કહેવાય છે. કેટલાક દિવસ તો અહીં
ઘાસ પણ ન ઉપજ્યું ઘણા કાળ પછી અહીં મુનિઓનો વિહાર થયો તેના પ્રભાવથી
વૃક્ષાદિક થયા. આ વન દેવોને પણ ભય ઉપજાવે તેવું છે, વિદ્યાધરોની તો વાત જ શી
કરવી? સિંહ, વાઘ, અષ્ટપદાદિ અનેક જીવોથી ભરેલું અને જાતજાતનાં પક્ષીઓના
અવાજથી ગુંજતું અને અનેક પ્રકારનાં ધાન્યથી પૂર્ણ છે. તે રાજા દંડક પ્રબળ શક્તિવાળો
હતો તે અપરાધથી નરક, તિર્યંચ ગતિમાં ઘણો વખત ભટકીને આ ગીધ પક્ષી થયો. હવે
એના પાપકર્મની નિવૃત્તિ થઇ. અમને જોઈને તેને પૂર્વભવનું સ્મરણ થયું. આમ જાણી
સંસાર, શરીર, ભોગથી વિરક્ત થઇ ધર્મમાં સાવધાન થવું. બીજા જીવોનું જે દ્રષ્ટાંત છે તે
પોતાને શાંત ભાવની ઉત્પત્તિનું કારણ છે. આ પક્ષીને પોતાના પૂર્વભવની વિપરીત ચેષ્ટા
યાદ આવી છે તેથી કંપે છે. પક્ષી પર દયા લાવીને મુનિ કહેવા લાગ્યા હે ભવ્ય! હવે તું
ભય ન કર. જે સમયે જે થવાનું હોય તે થાય છે, રુદન શા માટે કરે છે?

Page 348 of 660
PDF/HTML Page 369 of 681
single page version

background image
૩૪૮ એકતાળીસમું પર્વ પદ્મપુરાણ
હોનહાર મટાડવાને કોઈ સમર્થ નથી. હવે તું વિસામો મેળવીને સુખી થા. પશ્ચાત્તાપ છોડ.
જો, ક્યાં આ વન અને ક્યાં સીતા સાથે શ્રી રામનું અહીં આવવું ને ક્યાં અમારો
વનચર્યાનો અભિગ્રહ કે વનમાં શ્રાવકનો આહાર મળશે તો લેશું અને ક્યાં તારું અમને
જોઈને પ્રતિબુદ્ધ થવું? કર્મોની ગતિ વિચિત્ર છે, કર્મોની વિચિત્રતાથી જગતની વિચિત્રતા
છે. અમે જે અનુભવ્યું છે, સાંભળ્‌યું છે અને દેખ્યું છે તે કહીએ છીએ. પક્ષીને પ્રતિબોધ
પમાડવાનો રામનો અભિપ્રાય જાણીને સુગુપ્તિમુનિ પોતાના અને બીજા ગુપ્તિમુનિના
વૈરાગ્યનું કારણ કહેવા લાગ્યા. એક વારાણસી નગરી હતી. ત્યાં અચલ નામનો વિખ્યાત
રાજા હતો, તેની રાણી ગિરદેવી ગુણરૂપ રત્નોથી શોભતી હતી. તેને ત્યાં એક દિવસ
ત્રિગુપ્તિ નામના મુનિ, શુભ ચેષ્ટાના ધારક આહારાર્થે પધાર્યા. રાણીએ પરમશ્રદ્ધાથી
તેમને વિધિપૂર્વક આહાર આપ્યો. જ્યારે નિરંતરાય આહાર પૂરો થયો ત્યારે રાણીએ
મુનિને પૂછયું હે નાથ! આ મારો ગૃહવાસ સફળ થશે કે નહિ, અર્થાત્ મને પુત્ર થશે કે
નહિ? ત્યારે મુનિએ આ સંદેહ ટાળવા માટે આજ્ઞા કરી કે તારે બે વિવેકી પુત્રો થશે, તેને
આ પ્રમાણે ત્રિગુપ્તિ મુનિની આજ્ઞા થયા પછી અમે બે પુત્રો થયા. તેથી માતાપિતાએ
અમારાં નામ સુગુપ્તિ અને ગુપ્તિ રાખ્યા. અમે બન્ને રાજકુમાર લક્ષ્મીથી મંડિત, સર્વ
કળાના પારગામી, લોકોના પ્યારા, નાના પ્રકારની ક્રીડા કરતાં ઘરમાં રહ્યા હતા.
હવે એક બીજી ઘટના બની. ગંધવતી નામની નગરીમાં ત્યાંના રાજા પુરોહિત
સોમને બે પુત્ર હતા. એક સુકેતુ, બીજો અગ્નિકેતુ, બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હતો. સુકેતુના
વિવાહ થયા ત્યારે તેમને ચિંતા થઈ કે કોઈ વાર આ સ્ત્રીના યોગથી અમારા બન્ને
ભાઈઓમાં જુદાપણું ન થાય. પછી શુભ કર્મના યોગથી સુકેતુ પ્રતિબુદ્ધ થઈ. અનંતવીર્ય
સ્વામીની સમીપે મુનિ થયો અને નાનો ભાઈ અગ્નિકેતુ ભાઈના વિયોગથી અત્યંત દુઃખી
થઈ વારાણસીમાં ઉગ્ર તાપસ થયો. પછી મોટો ભાઈ સુકેતુ, જે મુનિ થયો હતો તે નાના
ભાઈને તાપસ થયેલો જાણીને સંબોધન કરવાના હેતુથી આવવા તૈયાર થયો અને ગુરુની
આજ્ઞા માગી. ત્યારે ગુરુએ કહ્યું કે તું ભાઈને સંબોધવા ઇચ્છે છે તો આ વૃત્તાંત સાંભળ.
ત્યારે તેણે પૂછયું કે હે નાથ! ક્યો વૃત્તાંત? ગુરુએ કહ્યું કે તે તારી સાથે મતપક્ષનો
વિવાદ કરશે અને તમારો વાદ ચાલતો હશે ત્યારે ત્રણ સ્ત્રીઓ સાથે એક કન્યા ગંગાને
તીરે આવશે. તેનો વર્ણ ગોરો હશે, જાતજાતનાં વસ્ત્ર પહેરીને દિવસના પાછલા પહોરે તે
આવશે. ત્યારે તું આ ચિહ્નોથી જાણીને ભાઈને કહેજે કે આ કન્યાનું કેવું શુભ-અશુભ
હોનહાર છે, તે કહે. ત્યારે તે નિરાશ થઈને તને કહેશે કે હું તો જાણતો નથી, તમે
જાણતા હો તો કહો. ત્યારે તું કહેજે કે આ નગરમાં એક પ્રવર નામનો ધનવાન શ્રેષ્ઠી છે,
આ તેની રુચિરા નામની પુત્રી છે. તે આજથી ત્રીજા દિવસે મરીને કંબર ગ્રામમાં વિલાસ
નામના કન્યાના પિતાના મામાને ત્યાં બકરી થશે. તેને નાર મારી નાખશે, તે મરીને
ગાડર થશે. પછી ભેંસ અને ભેંસ મરીને તે જ વિલાસની વિધુરા નામની પુત્રી થશે.
ગુરુએ કહેલી આ વાત સાંભળીને અને ગુરુને પ્રણામ કરીને સુકેતુ તાપસીઓના
આશ્રમમાં આવ્યો. ગુરુએ

Page 349 of 660
PDF/HTML Page 370 of 681
single page version

background image
પદ્મપુરાણ એકતાળીસમું પર્વ ૩૪૯
જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તાપસને કહ્યું અને હકીક્ત એ જ પ્રમાણે બની. તે
વિધુરા નામની વિલાસની પુત્રીને જ્યારે પ્રવર શ્રેષ્ઠી પરણવા તૈયાર થયો ત્યારે
અગ્નિકેતુએ તેને કહ્યું કે આ તારી રુચિરા નામની પુત્રી છે તે મરીને બકરી, ગાડર, ભેંસ
થઈને તારા મામાની પુત્રી થઈ છે. હવે તું એને પરણે તે યોગ્ય નથી અને વિલાસને પણ
બધો વૃત્તાંત કહ્યો, કન્યાના પૂર્વભવ કહ્યા, તે સાંભળીને કન્યાને જાતિસ્મરણ જ્ઞાન થયું,
એટલે તે કુટુંબ પ્રત્યેનો મોહ ત્યજીને બધી સભાને કહેવા લાગી કે આ પ્રવર મારા
પૂર્વભવના પિતા છે. આમ કહીને તે આર્યિકા થઈ. અગ્નિકેતુ તાપસ મુનિ થયો. આ
વૃત્તાંત સાંભળીને અમે બન્ને ભાઈઓએ અત્યંત વૈરાગ્ય પામી અનંતવીર્ય સ્વામીની પાસે
જૈનેન્દ્રવ્રત અંગીકાર કર્યા. મોહના ઉદયથી પ્રાણીઓને ભવવનમાં ભ્રમણ કરાવે તેવા અનેક
અનાચાર થાય છે. સદ્ગુરુના પ્રભાવથી અનાચારનો પરિહાર થાય છે, સંસાર અસાર છે,
માતા, પિતા, બાંધવ, મિત્ર, સ્ત્રી, સંતાનાદિ તથા સુખદુઃખ બધું જ વિનશ્વર છે. આ
સાંભળીને પક્ષી ભવદુઃખથી ભયભીત થયું અને ધર્મગ્રહણની વાંછાથી વારંવાર અવાજ
કરવા લાગ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે હે ભદ્ર! તું ભય ન પામ. શ્રાવકનાં વ્રત લે-જેથી ફરી
દુઃખની પરંપરા પ્રાપ્ત ન થાય. હવે તું શાંતભાવ ધારણ કર, કોઈ પ્રાણીને પીડા ન
ઉપજાવ, અહિંસા વ્રત ધારણ કર, મૃષા વાણીનો ત્યાગ કર, સંતોષ રાખ, રાત્રિભોજનનો
ત્યાગ કર, અભક્ષ્ય આહારનો ત્યાગ કર, ઉત્તમ ચેષ્ટાનો ધારક, થા અને ત્રણે કાળની
સંધ્યા વખતે શ્રી જિનેન્દ્રનું ધ્યાન ધર. હે સુબુદ્ધિ! ઉપવાસાદિ તપથી નાના પ્રકારના
નિયમ લે, પ્રમાદરહિત થઈ ઈન્દ્રિયોને જીત, સાધુઓની ભક્તિ કર અને અરિહંત દેવ,
ગુરુ નિર્ગ્રંથ અને દયામય ધર્મનો નિશ્ચય કર. આ પ્રમાણે મુનિએ આજ્ઞા કરી. ત્યારે
પક્ષીએ વારંવાર નમસ્કાર કરી મુનિની પાસે શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં. સીતાએ જાણ્યું કે
આ ઉત્તમ શ્રાવક થયો. તેથી આનંદ પામી તેને પોતાના હાથે ખૂબ વહાલ કર્યું. તેને
વિશ્વાસ ઉત્પન્ન કરી બન્ને મુનિઓએ કહ્યું કે આ પક્ષી તપસ્વી શાંત ચિત્તવાળું બન્યું છે,
હવે તે ક્યાં જશે? ગહન વનમાં અનેક ક્રૂર જીવો છે, આ સમ્યગ્દ્રષ્ટિ પક્ષીની તમે સદા
રક્ષા કરજો. ગુરુનાં આ વચનો સાંભળીને તેને પાળવાની ઇચ્છાવાળી સીતાએ તેના પર
અનુગ્રહ કરીને રાખ્યું. રાજા જનકની પુત્રી પક્ષીને કરકમળથી વિશ્વાસ ઉપજાવતી, જેમ
ગરુડની માતા ગરુડને પાળતી શોભે તેમ શોભતી હતી. શ્રી રામ-લક્ષ્મણ પક્ષીને
જિનધર્મી જાણી અત્યંત ધર્માનુરાગ કરવા લાગ્યા અને મુનિઓની સ્તુતિ અને નમસ્કાર
કરવા લાગ્યા. બન્ને ચારણ મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. જતી વખતે તે જાણે કે
ધર્મરૂપ સમુદ્રના કલ્લોલ હોય તેવા શોભતા હતા. એક વનનો મદોન્મત્ત હાથી વનમાં
ઉપદ્રવ કરતો હતો. તેને લક્ષ્મણે વશ કર્યો અને તેની ઉપર બેસીને રામની પાસે આવ્યા.
તે ગજરાજ ગિરિરાજ સરખો હતો તેને જોઈ રામ પ્રસન્ન થયા. પેલું જ્ઞાની પક્ષી મુનિની
આજ્ઞા પ્રમાણે યથાવિધિ અણુવ્રત પાળવા લાગ્યું. મહાભાગ્યના યોગથી રામ-લક્ષ્મણ-
સીતાનું સાનિધ્ય તેને મળ્‌યું. એ એમની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યું. ગૌતમ
સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! ધર્મનું માહાત્મ્ય જુઓ. આ

Page 350 of 660
PDF/HTML Page 371 of 681
single page version

background image
૩પ૦ બેતાળીસમું પર્વ પદ્મપુરાણ
જ જન્મમાં તે કુરૂપ પક્ષી અદ્ભુત રૂપવાળું બની ગયું. પૂર્વ અવસ્થામાં ખૂબ માંસ
ખાનારું, દુર્ગંધવાળું, નિંદ્ય પક્ષી સુગંધી કંચનના કળશ સમાન સુંદર શરીરવાળું બની ગયું.
ક્યાંય અગ્નિની શિખા સમાન પ્રકાશિત, ક્યાંક વૈડૂર્યમણિ સમાન, ક્યાંક સ્વર્ણ સમાન,
ક્યાંક હરિતમણિના પ્રકાશવાળું શોભતું હતું, રામ-લક્ષ્મણની સમીપે તે સુંદર પક્ષી
શ્રાવકનાં વ્રત ધારણ કરી, સ્વાદિષ્ટ ભોજન કરતું હતું, પક્ષીના મહાન ભાગ્ય કે શ્રી
રામનો સંગ થયો. રામના અનુગ્રહથી અનેક ચર્ચા કરીને દ્રઢવ્રતી, પરમ શ્રદ્ધાની થયું. શ્રી
રામ તેને ખૂબ લાડ કરતા. તેનું શરીર ચંદનના લેપવાળું, સ્વર્ણની ઘૂઘરીઓથી મંડિત,
રત્નનાં કિરણોથી શોભતું અને શરીર પર રત્ન અને હેમથી ઉત્પન્ન થયેલાં કિરણોની જટા
હતી તેથી શ્રી રામે તેનું નામ જટાયુ પાડયું. રામ, લક્ષ્મણ, સીતાને એ અતિપ્રિય હતું,
તેની ચાલથી તે હંસને પણ જીતતું, મનોજ્ઞ ચેષ્ટા કરીને તે રામના મનને મોહ ઉપજાવતું.
તે વનનાં બીજાં પક્ષીઓ તેને જોઈને આશ્ચર્ય પામતાં. આ વ્રતી ત્રણે સંધ્યામાં સીતાની
સાથે ભક્તિથી નમ્ર બનીને અરિહંત, સિદ્ધ, સાધુઓની વંદના કરતું. દયાળુ જાનકી જટાયુ
પર અત્યંત કૃપા કરીને સાવધાન રહી, સદા એની રક્ષા કરતી. જાનકીને જિનધર્મ પ્રત્યે
ખૂબ અનુરાગ છે. તે પક્ષી અત્યંત શુદ્ધ અમૃત સમાન ફળ, પવિત્ર સ્વચ્છ અન્ન, ગાળેલું
નિર્મળ જળ, ઇત્યાદિ શુભ વસ્તુનો આહાર કરતું. પક્ષી અવિધિ છોડીને વિધિરૂપ થયું હતું.
શ્રી ભગવાનની ભક્તિમાં લીન જનકપુત્રી સીતા જ્યારે તાલ આપતી, રામ-લક્ષ્મણ બેય
ભાઈ તાલ અનુસાર તાન લાવે ત્યારે આ જટાયુ પક્ષી, રવિ સમાન જેની કાંતિ છે, પરમ
હર્ષિત થઈ તાલ અને તાન અનુસાર નૃત્ય કરતું.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં જટાયુનું વર્ણન કરનાર
એકતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
બેતાળીસમું પર્વ
(શ્રી રામનો દંડકવનમાં નિવાસ)
પાત્રદાનના પ્રભાવથી રામ, લક્ષ્મણ, સીતા આ લોકમાં રત્ન-હેમાદિ સંપદાસહિત
થયા. તેમણે એક સુવર્ણનો રત્નો જડેલો, અનેક રચનાવાળો, મનોહર સ્તંભ, રમણીક વાડ,
વચ્ચે બેસવાની સુંદર જગા, જેના પર મોતીની માળા ઝળૂંબતી હોય, સુંદર ઝાલર, ચંદન,
કપૂરાદિ સુગંધી પદાર્થોથી મઘમઘતો, શય્યા, આસન, વાજિંત્રોથી ભરેલો એક વિમાન
સમાન અદ્ભુત રથ બનાવ્યો. તેને ચાર હાથી જોડયા. તેમાં બેસીને રામ, લક્ષ્મણ, સીતા
અને જટાયુ રમણીય વનમાં વિચરતાં. તેમને કોઈનો ભય નહોતો, કોઈનો તે ઘાત કરતાં
નહિ. કોઈ જગ્યાએ એક દિવસ, કોઈ જગ્યાએ પંદર દિવસ, કોઈ જગ્યાએ એક માસ સુધી
તે મનવાંછિત ક્રીડા કરતાં.

Page 351 of 660
PDF/HTML Page 372 of 681
single page version

background image
પદ્મપુરાણ બેતાળીસમું પર્વ ૩પ૧
અહીં રહેવું, અથવા ત્યાં રહેવું, એમ નવીન શિષ્યની ઇચ્છાની જેમ એમની ઇચ્છા અનેક
જગ્યાએ બદલાતી રહેતી. નિર્મળ ઝરણાને નીરખતા, ઊંચી-નીચી જગ્યા છોડીને સમતળ
ભૂમિ નીરખતાં, ઊંચાં વૃક્ષોને ઓળંગીને ધીમે ધીમે આગળ જતાં, પોતાની ઇચ્છાનુસાર
ભ્રમણ કરતાં તે ધીર વીર સિંહસમાન નિર્ભય દંડકવનની મધ્યમાં આવી પહોંચ્યાં. તે
સ્થાન કાયરને માટે ભયંકર, જ્યાં પર્વતનાં શિખરો વિચિત્ર હતાં, જ્યાં રમણીય ઝરણાં
વહેતાં હતાં, જ્યાંથી નદી નીકળતી હતી, તેનું જળ મોતીના હાર જેવું ઉજ્જવળ હતું, ત્યાં
અનેક પ્રકારનાં વૃક્ષો હતાં-જેવાં કે વડ, પીપળો, બહેડો, પીલુ, સરસી, ઊંચાં અને સીધાં
વૃક્ષ, ધવલ વૃક્ષ, કદંબ, તિલક જાતિનાં વૃક્ષ, લોધ, અશોક, જંબૂ વૃક્ષ, પાટલ, આંબો,
આંબળા, આંબલી, ચંપો, કંડીર શાલીવૃક્ષ, તાડ, પ્રિયંગુ, સપ્તચ્છદ, તમાલ, નાગવૃક્ષ,
નંદીવૃક્ષ, અર્જુન જાતિનાં વૃક્ષ, ખાખરો, મલયાગિરિ ચંદન, કેસર, ભોજવૃક્ષ, હિંગોટવૃક્ષ,
કાળું અગર, સફેદ અગર, કુંદવૃક્ષ, પદ્માક વૃક્ષ, કુરંજ વૃક્ષ, કેતકી, કેવડો, મહુડો, કેળ,
મદનવૃક્ષ, લીંબુ, ખજૂર, ખારેક, ચારોલી, નારંગી, બીજોરુ દાડમ, નાળિયેર, હરડે, કાથો,
કિરમાલા, વિદારીકંદ, અગથિયા, કરંજ, કટાલીકૂઠ, અજમોદ, કૌંચ, કંકોળ, મરચાનું વૃક્ષ,
લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, ચવ્ય, ચિત્રક, સોપારી, નાગરવેલ, લાલ ચંદન, નેતર,
શ્યામલતા, મીઠાસીંગી, હરિદ્રા, અરલૂ, સહિંજડા, પદ્માખ, પીસ્તા, મૌલશ્રી, બીલવૃક્ષ, દ્રાક્ષ,
બદામ, શાલ્મલિ ઇત્યાદિ. વળી ત્યાં સ્વયંમેવ ઉગેલાં નાના પ્રકારનાં ધાન્યો અને ખૂબ
રસવાળાં ફળો, શેરડી ઇત્યાદિ અનેક વસ્તુઓથી તે વન ભરેલું હતું. જાતજાતનાં વૃક્ષ,
જાતજાતની વેલો, જાતજાતનાં ફળફૂલથી તે વન જાણે બીજું નંદનવન જ હતું. ત્યાં શીતળ
મંદ સુગંધી પવનથી કોમળ કૂંપળો હલે છે. તે જાણે કે રામના આવવાથી આનંદનૃત્ય
કરતી હોય એવું લાગે છે. પવનથી ઊડતી સુગંધી પુષ્પરજ આવીને શરીર પર ચોંટી જાય
છે જાણે કે અટવી આલિંગન જ કરે છે. ભમરા ગુંજારવ કરે છે. જાણે કે શ્રીરામના
પધારવાથી પ્રસન્ન થઈને વન ગીત જ ગાય છે, પર્વત ઉપરથી વહેતાં ઝરણાંના છાંટા
ઉડવાથી જાણે કે તે હસી રહ્યું હોય એવું લાગે છે. ભારંડ, હંસ, સારસ, કોયલ, મોર,
બાજ, પોપટ, મેના, કબૂતર, કાગડો, ઇત્યાદિ અનેક પક્ષીઓના ઊંચા અવાજ સંભળાઈ
રહ્યા છે તે જાણે કે શ્રી રામ, લક્ષ્મણ, સીતાના આગમનનો સત્કાર કરી રહ્યા છે. વળી,
જાણે કે તે પક્ષીઓ કોમળ વાણીથી એવું કહી રહ્યા છે કે મહારાજ, ભલે અહીં પધારો.
સરોવરોમાં સફેદ, શ્યામ, લાલ કમળ ખીલી રહ્યાં છે. તે જાણે કે શ્રી રામના દર્શનથી
કુતૂહલથી કમળરૂપ નેત્રોથી જોઈ રહ્યા છે. ફળોના ભારથી નમેલાં વૃક્ષો જાણે કે રામને
નમસ્કાર કરે છે, સુગંધી પવન વાય છે તે જાણે રામના આવવાથી આનંદના શ્વાસ લે છે.
શ્રી રામ સુમેરુના સૌમનસવન સમાન આ વનને જોઈને જાનકીને કહે છે કે હે પ્રિયે!
જુઓ, આ વૃક્ષો વેલોથી વીંટળાયેલાં, પુષ્પોના ગુચ્છોથી મંડિત, જાણે કે ગૃહસ્થ સમાન જ
ભાસે છે. પ્રિયંગુની વેલ મૌલશ્રીને વળગીને કેવી શોભે છે, જેવી જીવદયા જિનધર્મ સાથે
એકમેક થઈને સોહે છે અને જેમ વિદ્યા વિનયવાનને સ્પર્શે છે તેમ આ માધવીલતા
પવનથી ચલાયમાન પલ્લવો

Page 352 of 660
PDF/HTML Page 373 of 681
single page version

background image
૩પ૨ બેતાળીસમું પર્વ પદ્મપુરાણ
દ્વારા સમીપનાં વૃક્ષોને સ્પર્શે છે. અને હે પતિવ્રતે! આ વનનો હાથી, મદથી પ્રમત્ત જેના
નેત્ર છે તે હાથણીના અનુરાગથી પ્રેરાઈને કમળોના વનમાં પ્રવેશ કરે છે, જેમ અવિદ્યા
એટલે કે મિથ્યા પરિણતિથી પ્રેરાયેલો અજ્ઞાન જીવ વિષયવાસનામાં પ્રવેશ કરે છે.
કમળવનમાં વિકસિત કમલદળ પર ભ્રમરો ગુંજારવ કરે છે. હે દ્રઢવ્રતે! આ ઇન્દ્રનીલમણિ
સમાન શ્યામ વર્ણનો સર્પ દરમાંથી નીકળીને મયૂરને જોતાં ભાગીને પાછો દરમાં જતો રહે
છે, જેમ વિવેકથી કામ ભાગીને ભવવનમાં છુપાઈ જાય છે. જુઓ, કેસરી સિંહ, સાહસરૂપ
છે ચરિત્ર જેનું, એ આ પર્વતની ગુફામાં બેઠો હતો તે આપણા રથનો અવાજ સાંભળીને,
નિદ્રા છોડીને ગુફાના દ્વાર પાસે આવી નિર્ભયપણે ઊભો છે. પેલો વાઘ, જેનું મુખ ક્રૂર છે,
જે ગર્વથી ભરેલો છે, તેની આંખો માંજરી છે, જેણે પૂંછડું માથા ઉપર મૂક્યું છે અને
નખથી વૃક્ષનાં મૂળ ઉખાડે છે. આ મૃગોનો સમૂહ ઘાસના અંકુરોને ચરવામાં ચતુર છે,
પોતાનાં બાળકોને વચમાં રાખીને હરણી સાથે ચાલે છે તે નેત્રોથી દૂરથી જ અવલોકન
કરીને આપણને દયાળુ જાણીને નિર્ભય થઈને વિચરે છે. આ મૃગ મરણથી કાયર છે
એટલે પાપી જીવોના ભયથી અત્યંત સાવધાન છે. તમને જોઈને ખૂબ પ્રેમ ઉત્પન્ન થયો
છે તેથી વિશાળ આંખોથી વારંવાર જુએ છે. તેનાં નેત્ર તમારાં જેવાં નથી તેથી આશ્ચર્ય
પામ્યો છે. આ વનનો સુવ્વર પોતાના દાંતથી જમીન ખોદતો ગર્વથી ચાલ્યો જાય છે. તેના
શરીર પર કાદવ ચોંટી ગયો છે. હે ગજગામિની! આ વનમાં અનેક જાતિના ગજોની ઘટા
વિચરે છે, પણ તમારા જેવી ચાલ તેમનામાં નથી તેથી તમારી ચાલ જોઈને તે અનુરાગી
થયા છે. પેલા ચિત્તાના શરીર પર અનેક વર્ણના પટ્ટાથી, જેમ ઇન્દ્રધનુષ અનેક વર્ણથી
શોભે તેમ તે શોભે છે. હે કલાનિધે! આ વન અનેક અષ્ટાપદાદિ ક્રૂર જીવોથી ભરેલું છે
અને અતિસઘન વૃક્ષોથી ભરેલું છે અને અનેક પ્રકારનાં ઘાસથી પૂર્ણ છે. ક્યાંક અતિ
સુંદર છે, જ્યાં ભયરહિત મૃગોનાં ટોળાં વિચરે છે, તો ક્યાંક મહાભયંકર અતિગહન છે.
જેમ મહારાજાનું રાજ્ય અતિસુંદર છે તો પણ દુષ્ટોને ભયંકર છે. ક્યાંક મહામદોન્મત્ત
ગજરાજ વૃક્ષોને ઉખાડે છે, જેમ માની પુરુષ ધર્મરૂપ વૃક્ષોને ઉખાડે છે. ક્યાંક નવીન
વૃક્ષોના સમૂહ પર ભમરા ગુંજ્યા કરે છે. જેમ દાતાની નિકટ યાચકો ફર્યા કરે છે. કોઈ
જગ્યાએ વન લાલ થઈ ગયું છે, કોઈ ઠેકાણે શ્વેત, કોઈ ઠેકાણે પીત, કોઈ ઠેકાણે હરિત,
કોઈ ઠેકાણે શ્યામ, કોઈ ઠેકાણે ચંચળ, કોઈ ઠેકાણે નિશ્ચળ, કોઈ ઠેકાણે શબ્દસહિત તો
કોઈ ઠેકાણે શબ્દરહિત, કોઈ ઠેકાણે ગાઢ, કોઈ ઠેકાણે નામનાં જ વૃક્ષો હોય તેવું, કોઈ
ઠેકાણે સુભગ, કોઈ ઠેકાણે દુર્ભગ, કોઈ ઠેકાણે વીરસ, કોઈ ઠેકાણે સરસ, કોઈ ઠેકાણે સમ,
કોઈ ઠેકાણે વિષમ, કોઈ ઠેકાણે તરુણ, કોઈ ઠેકાણે વૃક્ષોની વૃદ્ધિવાળું, આમ નાનાવિધ
ભાસે છે. આ દંડકવન, જેમ કર્મોનો વિસ્તાર વિચિત્ર ગતિવાળો છે. તેમ વિચિત્ર
ગતિવાળું છે. હે જનકસુતે! જે જિનધર્મ પામ્યા છે તે જ આ કર્મપ્રપંચથી છૂટે છે અને
નિર્વાણ પામે છે. જીવદયા સમાન બીજો કોઈ ધર્મ નથી. જે પોતાના જેવાં જ બીજાં
જીવોને જાણીને સર્વ જીવોની દયા કરે છે તે જ ભવસાગરને તરે છે. આ દંડક નામનો
પર્વત, જેના શિખર

Page 353 of 660
PDF/HTML Page 374 of 681
single page version

background image
પદ્મપુરાણ બેતાળીસમું પર્વ ૩પ૩
આકાશને અડી રહ્યા છે તેનું નામ આ દંડકવન છે. આ ગિરિનાં શિખરો ઊંચા છે અને
અનેક ધાતુઓથી ભરેલાં છે. જ્યાં અનેક રંગોથી આકાશ જુદાજુદા રંગનું બની રહ્યું છે.
પર્વતમાં નાના પ્રકારની ઔષધિઓ છે. કેટલીક એવી જડીબુટ્ટી છે તે દીપક સમાન
પ્રકાશરૂપ અંધકારને દૂર કરે છે. તેમને પર્વતનો ભય નથી, પવનમાં પણ પ્રજ્વલિત રહે
છે. આ પર્વત પરથી ઝરણાં ઝરે છે તેનો સુંદર અવાજ થાય છે અને તેનાં છાંટાનાં ટીપાં
મોતીઓ જેવો પ્રકાશ વેરે છે. આ પર્વતના કેટલાંક સ્થળ ઉજ્જવળ છે, કેટલાંક નીલ છે,
કેટલાંક લાલ દેખાય છે, સૂર્યનાં કિરણો પર્વતના શિખર પરનાં વૃક્ષોની ટોચ પર પડે છે
અને પવનથી પાંદડાં હલે છે તે ખૂબ શોભે છે. હે સુબુદ્ધિરૂપિણી! આ વનમાં કેટલાંક વૃક્ષો
ફૂલોના ભારથી નીચાં નમી રહ્યાં છે અને કેટલાંક જાતજાતના રંગનાં ફૂલોથી શોભે છે.
ક્યાંક મધુર અવાજ કરતાં પક્ષીઓથી શોભે છે. હે પ્રિય! આ પર્વતમાંથી આ કૌંચરવા
નદી જગતપ્રસિદ્ધ નીકળી છે, જેમ જિનરાજના મુખમાંથી જિનવાણી નીકળે છે. આ નદીનું
જળ એવું મીઠું છે, જેવી તારી ચેષ્ટા મિષ્ટ છે. હે સુકેશી! આ નદીમાં પવનથી લહેરો ઊઠે
છે અને કિનારાનાં વૃક્ષોના પુષ્પ જળમાં પડે છે. નદીમાં હંસના સમૂહ અને ફીણના
ગોટાથી તે ઉજ્જવળ છે, તેનું જળ ગંભીર અવાજ કરી રહ્યું છે. ક્યાંક વિકટ પાષાણોના
સમૂહથી વિષમ છે. હજારો મગર-મચ્છ વગેરેથી ભયંકર છે. ક્યાંક ખૂબ વેગથી ચાલે છે
એટલે તેનો પ્રવાહ દુર્નિવાર છે. જેમ મહામુનિઓના તપની ચેષ્ટા દુર્નિવાર છે. ક્યાંક નદી
ધીમે ધીમે વહે છે, ક્યાંક તેમાં કાળી શિલાઓ હોય છે અને ક્યાંક શ્વેત. તેમની કાંતિથી
જળ નીલ અને શ્વેત એમ બે રંગવાળું બની રહ્યું છે, જાણે કે બળદેવ-નારાયણનું સ્વરૂપ
જ છે. ક્યાંક લાલ શિલાઓમાં કિરણોથી નદી લાલ બની રહી છે, જેમ સૂર્યના ઉદયથી
પૂર્વ દિશા લાલ થાય છે. ક્યાંક હરિત પાષાણના સમૂહથી જળમાં હરિતપણું ભાસે છે ત્યાં
શેવાળની શંકા થાય છે. હે કાંતે! કમળના સમૂહથી મકરંદના લોભી ભમરા નિરંતર ભ્રમણ
કરે છે અને મકરંદની સુગંધથી જળ સુગંધી બની રહ્યું છે અને મકરંદના રંગોથી જળ
સુવર્ણરંગી લાગે છે, પરંતુ તારા શરીરની સુગંધ સમાન મકરંદની સુગંધ નથી અને તારા
રંગ જેવો મકરંદનો રંગ નથી. જાણે કે તું કમળવદની કહેવાય છે તેથી તારા મુખની
સુગંધથી જ કમળ સુગંધી છે અને આ ભ્રમર કમળોને છોડીને તારા મુખ આસપાસ
ગુંજારવ કરી રહ્યા છે. આ નદીનું જળ કોઈ ઠેકાણે પાતાળ સમાન ગંભીર છે, જાણે તારા
મન જેવી ગંભીરતા ધારણ કરે છે અને ક્યાંક નીલકમળોથી તારાં નેત્રોની છાયા ધારણ
કરે છે. અહીં અનેક પ્રકારના પક્ષીઓ જાતજાતની ક્રીડા કરે છે, જેમ રાજપુત્રો અનેક
પ્રકારની ક્રીડા કરે છે. હે પ્રાણપ્રિયે! આ નદીની રેત અતિસુંદર છે, જ્યાં પત્ની સાથે
વિદ્યાધરો અથવા પક્ષીઓ આનંદથી વિચરે છે. હે અખંડવ્રતે! આ નદીના કિનારાંના વૃક્ષો
ફળફૂલો સહિત, જાતજાતના પક્ષીઓથી મંડિત, જળથી ભરેલી કાળી વાદળીઓ સમાન
સઘન શોભા ધારે છે. આમ શ્રી રામચંદ્રજીએ જનકસુતાને અતિસ્નેહભર્યાં વચનો કહ્યાં.
ત્યારે તે પતિવ્રતા અતિહર્ષથી ભરેલી પતિ પ્રત્યે પ્રસન્ન થઈ અત્યંત આનંદપૂર્વક કહેવા
લાગીઃ હે કરુણાનિધે!

Page 354 of 660
PDF/HTML Page 375 of 681
single page version

background image
૩પ૪ બેતાળીસમું પર્વ પદ્મપુરાણ
આ નદીનું જળ નિર્મળ છે, તેના તરંગો રમણીક છે, હંસાદિ પક્ષીઓના સમૂહથી સુંદર છે,
પરંતુ જેવું તમારું ચિત્ત નિર્મળ છે તેવું નદીનું જળ નિર્મળ નથી અને તમે જેવા સઘન છો
તેવું વન નથી અને તમે જેટલા ઉચ્ચ અને સ્થિર છો તેટલા ગિરિ નથી. જેમનું મન
તમારા પ્રત્યે અનુરાગી થયું છે તેમનું મન બીજી જગ્યાએ જતું નથી. રાજસુતાનાં આ
પ્રકારનાં અનેક શુભ વચનો શ્રી રામ અને લક્ષ્મણ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈને તેની
પ્રશંસા કરવા લાગ્યા. રામ તો રઘુવંશરૂપ આકાશમાં ચંદ્રમા સમાન ઉદ્યોત કરનાર છે.
નદીના તટ પર મનોહર સ્થળ જોઈને હાથી જોડેલા રથમાંથી ઊતરીને લક્ષ્મણ પ્રથમ નાના
પ્રકારના સ્વાદવાળાં સુંદર મિષ્ટ ફળો લાવ્યા અને સુગંધી પુષ્પો લાવ્યા. પછી રામસહિત
જળક્રીડાના અનુરાગી થયા. લક્ષ્મણનું મન ગુણોની ખાણ છે. ઇન્દ્ર, નાગેન્દ્ર, ચક્રવર્તી જેવી
જળક્રીડા કરે તેવી જળક્રીડા રામ-લક્ષ્મણે કરી, જાણે કે તે નદી શ્રી રામરૂપ કામદેવને
જોઈને રતિ સમાન મનોહર રૂપ ધારણ કરતી હતી. નદીની લહેરો સરસર અવાજ કરતી,
શ્વેત અને શ્યામ કમળોનાં પત્રોને ભીંજવતી હતી, તેમાં ફીણના પટલ ઊઠયાં હતાં, ભ્રમર
જેમાં ચૂડા સમાન હતા, પક્ષીઓના અવાજથી જાણે કે તે વચનાલાપ કરતી હતી. રામ
જળક્રીડા કરીને કમળોના વનમાં છુપાઈ ગયા, પછી તરત બહાર આવ્યા, જનકસુતા સાથે
જળક્રીડા કરવા લાગ્યા એમની ચેષ્ટા જોઈને વનના તિર્યંચ પણ બીજી તરફથી મન
વાળીને એકાગ્રચિત્ત થઈને એમની તરફ જોવા લાગ્યા. બન્ને વીર કઠોરતા રહિત છે,
તેમની ચેષ્ટા મનોહર છે. સીતા ગીત ગાવા લાગી. ગાન અનુસાર રામચંદ્ર મૃદંગ વડે તાલ
આપવા લાગ્યા. રામ જળક્રીડામાં આસક્ત છે અને લક્ષ્મણ ચારેકોર ફરે છે. તે ભાઈના
ગુણોમાં આસક્ત બુદ્ધિવાળા છે. રામ પોતાની ઇચ્છા પ્રમાણે જળક્રીડા કરી સમીપના
મૃગોને આનંદ ઉત્પન્ન કરી જળક્રીડાથી નિવૃત્ત થયા. ખૂબ વખાણવા જેવાં વનનાં મિષ્ટ
ફળો વડે ક્ષુધા મટાડીને લતામંડપમાં બેઠા. ત્યાં સૂર્યનો તાપ લાગતો નહિ. દેવ સમાન
સુંદર તે નાના પ્રકારની સુંદર કથા કરવા લાગ્યા. સીતા સહિત અત્યંત આનંદથી બેઠા.
સીતાનો હાથ જટાયુના મસ્તક પર હતો. રામ લક્ષ્મણને કહે છે કે હે ભાઈ! આ
જાતજાતનાં વૃક્ષો સ્વાદિષ્ટ ફળોવાળાં છે, નદી નિર્મળ જળથી ભરેલી છે, અહીં લતાના
મંડપો છે. આ દંડકગિરિ અનેક રત્નોથી પૂર્ણ છે, અહીં ક્રીડા કરવાનાં અનેક સ્થળો છે
માટે ગિરિ પાસે એક સુંદર નગર વસાવીએ. આ વન અત્યંત મનોહર છે, બીજાઓને
માટે અગમ્ય છે. અહીંનો નિવાસ હર્ષનું કારણ છે. અહીં સ્થાન બનાવીએ અને હે ભાઈ!
તું બન્ને માતાઓને લેવા માટે જા, તે ખૂબ શોક કરે છે માટે તેમને શીઘ્ર લઈ આવ.
અથવા તું અહીં રહે અને સીતા તથા જટાયુ પણ અહીં રહે, હું માતાઓને લાવવા જઈશ.
ત્યારે લક્ષ્મણ હાથ જોડી, નમસ્કાર કરી કહેવા લાગ્યો કે જે પ્રમાણે આપ આજ્ઞા કરશો તે
પ્રમાણે કરીશ. રામ કહેવા લાગ્યા કે હવે તો ગ્રીષ્મઋતુ વીતી ગઈ અને વર્ષાઋતુ આવી
છે. આ વર્ષાઋતુ અતિભયંકર છે, જેમાં સમુદ્ર સમાન ગર્જના કરતા મેઘઘટાના સમૂહ
વિચરે છે, ચાલતા અંજનગિરિ સમાન લાગે છે, દશે દિશામાં કાળાશ છવાઈ ગઈ છે,
વીજળી ચમકે

Page 355 of 660
PDF/HTML Page 376 of 681
single page version

background image
પદ્મપુરાણ તેંતાળીસમું પર્વ ૩પપ
છે, બગલાની પંક્તિ ફરે છે અને નિરંતર વાદળાં જળ વરસાવે છે, જેમ ભગવાનના
જન્મકલ્યાણકમાં દેવો રત્નની ધારા વરસાવતા હોય. હે ભાઈ! જો, આ તારા રંગ સમાન
શ્યામ ઘટા સુંદર જળનાં બુંદ વરસાવે છે, જેમ તું દાનની ધારા વરસાવે છે. આ વાદળાં
આકાશમાં વિચરતાં વીજળીના ચમકારા સાથે મોટા મોટા પહાડોને પોતાની ધારાથી
આચ્છાદિત કરતાં, ગર્જના કરતાં એવાં શોભે છે, જેવો તું પીળાં વસ્ત્રો પહેરી અનેક
રાજાઓને આજ્ઞા કરતો પૃથ્વીને કૃપાદ્રષ્ટિરૂપ અમૃતની વૃષ્ટિ કરતો અને સીંચતો શોભે છે.
હે વીર! આ કેટલાંક વાદળાં પવનના વેગથી આકાશમાં ભટકે છે, જેમ યૌવન અવસ્થામાં
અસંયમીઓનું મન વિષયવાસનામાં ભટકે છે. આ વાદળાં અનાજના ખેતર છોડીને નકામા
પર્વત ઉપર વરસે છે, જેમ કોઈ ધનવાન પાત્રદાન અને કરુણાદાન કરવાનું છોડીને
વૈશ્યાદિક કુમાર્ગમાં ધન ખોઈ નાખે છે. હે લક્ષ્મણ! આ વર્ષાઋતુમાં નદી અતિવેગથી વહે
છે અને ધરતી કીચડથી ભરાઈ ગઈ છે, પ્રચંડ પવન વાય છે, જમીન ઉપર લીલોતરી
છવાઈ ગઈ છે અને ત્રસ જીવ વધી ગયા છે. આ સમયે વિવેકીઓએ વિહાર કરવો નહિ.
શ્રી રામચંદ્રનાં આવાં વચન સાંભળીને સુમિત્રાનંદન લક્ષ્મણ બોલ્યા. હે નાથ! આપ જે
આજ્ઞા કરશો, તે પ્રમાણે જ હું પાળીશ. આવી સુંદર વાતો કરતાં બન્ને ધીરવીર સુંદર
સ્થાનમાં સુખપૂર્વક વર્ષાકાળ પૂર્ણ કરવા લાગ્યા..
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દંડકવનમાં નિવાસનું વર્ણન કરનાર
બેતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
તેંતાળીસમું પર્વ
(રાવણના ભાણેજ શંબૂકની સૂર્યહાસ ખડ્ગની સાધના અને લક્ષ્મણના હાથે મરણ)
વર્ષાઋતુ પૂર્ણ થઈ અને શરદઋતુનું આગમન થયું. આ શરદઋતુ જાણે ચંદ્રમાનાં
કિરણોરૂપી બાણોથી વર્ષારૂપ વેરીને જીતીને પૃથ્વી પર પોતાનો પ્રતાપ ફેલાવતી હતી.
ખીલેલાં ફૂલોવાળાં વૃક્ષોની સુગંધથી દિશારૂપ સ્ત્રી સુગંધિત થઈ છે અને વર્ષાઋતુમાં કાળી
ઘટાઓથી આકાશ શ્યામ હતું તે હવે ચંદ્રની કાંતિથી ઉજ્જવળ થયું છે, જાણે કે તેને
ક્ષીરસાગરનાં જળથી ધોવામાં આવ્યું ન હોય! વીજળીરૂપી સોનાની સાંકળથી યુક્ત
વર્ષાકાળરૂપી ગજ પૃથ્વીરૂપ લક્ષ્મીને સ્નાન કરાવીને ક્યાં જતો રહ્યો! શરદઋતુના
આવવાથી કમળો ખીલ્યાં છે, તેના પર ભમરા ગુંજારવ કરવા લાગ્યા છે, હંસ ક્રીડા કરવા
લાગ્યા છે અને નદીઓનાં જળ નિર્મળ થઈ ગયાં. બન્ને કિનારા અત્યંત સુંદર લાગે છે,
જાણે કે શરદકાળરૂપ નાયકને પામીને સરિતારૂપ કામિની કાંતિ પામી છે. વન વર્ષા અને
પવનથી મુક્ત થયું છે તે નિદ્રાથી રહિત જાગ્રત દશા પામ્યું હોય એવું શોભે છે. સરોવરમાં
કમળો પર ભમરા ગુંજે છે. વનમાં વૃક્ષો પર પક્ષીઓ

Page 356 of 660
PDF/HTML Page 377 of 681
single page version

background image
૩પ૬ તેંતાળીસમું પર્વ પદ્મપુરાણ
અવાજ કરે છે, જાણે કે પરસ્પર વાર્તાલાપ કરી રહ્યાં છે. રજનીરૂપ નાયિકા નાના
પ્રકારનાં પુષ્પોની સુગંધથી સુગંધિત નિર્મળ આકાશરૂપ વસ્ત્ર પહેરી, ચંદ્રમારૂપ તિલક કરી
જાણે કે શરદરૂપ નાયક પાસે જાય છે. કામીજનોને કામ ઉત્પન્ન કરતી કેતકીના પુષ્પોની
રજથી સુગંધી પવન વાય છે. આ પ્રમાણે શરદઋતુ પ્રવર્તી. લક્ષ્મણ મોટાભાઈની આજ્ઞા
માગીને સિંહ સમાન પરાક્રમી વનદર્શન માટે એકલા નીકળ્‌યા અને આગળ ચાલ્યા. સુગંધી
પવન વાતો હતો ત્યારે લક્ષ્મણ વિચારવા લાગ્યા કે આ સુગંધ શેની છે? આવી અદ્ભુત
સુગંધ વૃક્ષોની ન હોય. મારા શરીરની પણ આવી સુગંધ નથી. આ સુગંધ સીતાજીના
અંગની હોય અથવા રામચંદ્રજીના અંગની હોય અથવા કોઈ દેવ આવ્યો હોય એવો સંદેહ
લક્ષ્મણને ઉત્પન્ન થયો. અહીં રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! જે
સુગંધથી વાસુદેવને આશ્ચર્ય ઉત્પન્ન થયું તે સુગંધ શેની હતી? સંદેહરૂપ તિમિરને દૂર
કરવામાં સૂર્ય એવા ગૌતમે તેને જવાબ આપ્યો કે હે શ્રેણિક! બીજા તીર્થંકર શ્રી
અજિતનાથના સમોસરણમાં મેઘવાહન વિદ્યાધર (રાવણનો પૂર્વજ) શરણે આવ્યો હતો.
તેને રાક્ષસોના ઇન્દ્ર મહાભીમે ત્રિકૂટાચલ પર્વતની સમીપે રાક્ષસદ્વીપમાં લંકા નામની
નગરી કૃપા કરીને આપી હતી અને એક રહસ્યની વાત કહી હતી કે હે વિદ્યાધર! ભરત
ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને લવણસમુદ્રની ઉત્તરે પૃથ્વીના ઉદરમાં એક અલંકારોદય નામનું
નગર છે, તે અદ્ભુત સ્થાન છે, નાના પ્રકારનાં રત્નોનાં કિરણોથી મંડિત છે, દેવોને પણ
આશ્ચર્ય ઉપજાવે છે તો મનુષ્યોની શી વાત? ભૂમિગોચરીઓને અગમ્ય છે અને
વિદ્યાધરોને પણ અતિવિષમ છે, ચિંતવી ન શકાય તેવું છે, સર્વ ગુણોથી પૂર્ણ છે, મણિના
મહેલો છે, પરચક્રથી અગોચર છે. કદાચ તને અથવા તારાં સંતાનોને લંકામાં રાજ્યનો
પરચક્રનો ભય ઉત્પન્ન થાય તો અલંકારોદયપુરમાં નિર્ભરય થઈને રહેજે, એને જ
પાતાળલંકા કહે છે. આમ કહીને રાક્ષસોના ઇન્દ્ર, બુદ્ધિમાન મહાભીમે અનુગ્રહ કરીને
રાવણના વડીલ પૂર્વજને લંકા ને પાતાળલંકા આપી અને રાક્ષસદ્વીપ આપ્યો. ત્યાં એના
વંશમાં અનેક રાજા થયા. મોટા મોટા વિવેક, વ્રતધારી થયા, એ રાવણના મોટા
વિદ્યાધરકુળમાં ઉપજ્યા છે, એ દેવ નથી; વિદ્યાધર અને દેવોમાં ભેદ છે, જેવો તિલક અને
પર્વત, કર્દમ અને ચંદન, પાષાણ અને રત્નમાં મોટો ભેદ છે. દેવોની કાંતિ અને શક્તિ
ઘણી હોય છે. જ્યારે વિદ્યાધર તો મનુષ્ય છે. તેમાં ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ત્રણ કુળ
છે, ગર્ભવાસનો ખેદ ભોગવે છે. વિદ્યાધર સાધન વડે આકાશમાં વિચરે છે તે અઢી દ્વીપ
સુધી ગમન કરી શકે છે ને દેવ ગર્ભવાસથી જન્મતા નથી,. તેમનું સ્વરૂપ અત્યંત સુંદર
પવિત્ર, ધાતુ-ઉપધાતુ રહિત, આંખ પલકારો મારતી નથી, સદા જાગ્રત, જરારોગરહિત,
નવયુવાન, તેજસ્વી, ઉદાર, સૌભાગ્યવંત, મહાસુખી, સ્વભાવથી જ વિદ્યાવાળા,
અવધિજ્ઞાનવાળા, ચાહે તેવું રૂપ કરી શકે, સ્વેચ્છાચારી હોય છે. દેવ અને વિદ્યાધરને શું
સંબંધ? હે શ્રેણીક! આ લંકાના વિદ્યાધરો રાક્ષસદ્વીપમાં વસતા તેથી રાક્ષસ કહેવાયા. એ
મનુષ્ય ક્ષત્રિયવંશી વિદ્યાધરો છે. દેવ નથી, રાક્ષસ પણ નથી. એમના વંશમાં લંકામાં
અજિતનાથના સમયથી લઈને મુનિસુવ્રતનાથના

Page 357 of 660
PDF/HTML Page 378 of 681
single page version

background image
પદ્મપુરાણ તેંતાળીસમું પર્વ ૩પ૭
સમય સુધીમાં અનેક હજારો રાજા પ્રશંસા કરવા યોગ્ય થઈ ગયા. કેટલાક તેમાંથી સિદ્ધ
થયા, કેટલાક સર્વાર્થસિદ્ધિમાં ગયા. કેટલાક સ્વર્ગમાં દેવ થયા અને કેટલાક પાપી નરકે
ગયા. અત્યારે તે વંશમાં ત્રણ ખંડનો અધિપતિ રાવણ રાજ્ય કરે છે. તેની બહેન ચંદ્રનખા
રૂપમાં અનુપમ છે. તે મહાપરાક્રમી ખરદૂષણને પરણી છે. તે ચૌદ હજાર રાજાઓનો
શિરોમણિ છે, રાવણની સેનામાં મુખ્ય દિગ્પાળ સમાન તે પાતાળલંકામાં થાણું સ્થાપીને
રહે છે. તેના શંબૂક અને સુંદ આ બે પુત્ર, રાવણના ભાણેજ પૃથ્વી પર ખૂબ પ્રસિદ્ધ છે.
શંબૂકને તેનાં માતાપિતાએ ખૂબ ના પાડવા છતાં તે કાળથી પ્રેરાઈને સૂર્યહાસ નામનું
ખડ્ગ સાધવા માટે મહાભયાનક વનમાં પ્રવેશ્યો અને શાસ્ત્રોક્ત આચરણ કરતો સૂર્યહાસ
ખડ્ગ સાધવાનો ઉદ્યમ કરવા લાગ્યો. એક જ અન્નનો આહાર કરનાર, બ્રહ્મચારી,
જિતેન્દ્રિય, વિદ્યા સાધવા માટે વાંસના પોલાણમાં એમ કહીને બેઠો છે કે જ્યારે મારી
સાધના પૂર્ણ થશે ત્યારે જ હું બહાર આવીશ, તે પહેલાં કોઈ આ વાંસમાં આવશે અને
મારી નજરે પડશે તેને હું મારીશ. એમ કહીને તે એકાંતમાં બેઠો. તે ક્યાં બેઠો?
દંડકવનમાં ક્રૌંચરવા નદીના ઉત્તર કિનારે વાંસના વનમાં બેઠો, બાર વર્ષ સાધના કરી
અને ખડ્ગ પ્રકટ થયું. જો સાત દિવસમાં એ ન લે અને તે ખડ્ગ બીજાના હાથમાં જાય
તો એ માર્યો જાય. ચંદ્રનખા નિરંતર પુત્રની પાસે ભોજન લઈને આવતી. તેણે ખડ્ગ
જોયું. પ્રસન્ન થઈને પતિને જઈને કહ્યું કે શંબૂકને સૂર્યહાસ ખડ્ગ સિદ્ધ થયું છે. હવે મારો
પુત્ર મેરુની પ્રદક્ષિણા કરીને ત્રણ દિવસમાં આવશે. તે આવા મનોરથ કરે છે ત્યાં તે
વનમાં ફરતા ફરતા લક્ષ્મણ આવ્યા. હજારો દેવોથી રક્ષિત ખડ્ગ સ્વભાવે સુગંધી અદ્ભુત
રત્ન છે. જે સર્વ લોકની ચેષ્ટા જાણે અને પાપરૂપ રજને ઉડાડવામાં પવન છે એવા
ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! તે દેવોપુનિત ખડ્ગ મહાસુગંધમય, દિવ્યગંધાદિથી
લિપ્ત, કલ્પવૃક્ષોનાં ફૂલોથી યુક્ત સૂર્યહાસ ખડ્ગની સુગંધ લક્ષ્મણને આવી હતી અને
લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા. બીજું કામ મૂકીને તરત જ સીધા વાંસ તરફ આવ્યા અને સિંહ
સમાન નિર્ભયતાથી જોવા લાગ્યા. વૃક્ષોથી આચ્છાદિત અત્યંત વિષમ સ્થળ હતું, જ્યાં
વેલોનો સમૂહ જાળની જેમ ગોઠવાયો હતો. ચારે તરફ ઊંચા પાષાણની મધ્યમાં સમતળ
ભૂમિ અને સુંદર ક્ષેત્ર હતું, શ્રી વિચિત્રરથ મુનિનું તે નિવાર્ણક્ષેત્ર, સુવર્ણનાં કમળોથી
પૂરિત, તેની મધ્યમાં એક વાંસનું વૃક્ષ હતું. તેની ઉપર ખડ્ગ આવી રહ્યું છે, તેનાં
કિરણના સમૂહથી વાંસનું બીડ પ્રકાશિત થઈ રહ્યું છે. લક્ષ્મણે આશ્ચર્ય પામી નિઃશંક થઈને
તે ખડ્ગ લીધું અને તેની તીક્ષ્ણતા જાણવા માટે વાંસના બીડા પર પ્રહાર કર્યો એટલે
શંબૂક સહિત વાંસનું વૃક્ષ કપાઈ ગયું અને ખડ્ગના રક્ષક હજારો દેવ લક્ષ્મણના હાથમાં
ખડ્ગ આવેલું જોઈને કહેવા લાગ્યા કે તમે અમારા સ્વામી છો, આમ કહીને નમસ્કાર
કરીને પૂજા કરી.
પછી લક્ષ્મણને ઘણો સમય લાગ્યો જાણીને રામચંદ્ર સીતાને કહેવા લાગ્યા કે લક્ષ્મણ
ક્યાં ગયો? હે ભદ્ર જટાયુ! તું ઊડીને લક્ષ્મણને જોઈ આવ. ત્યાં સીતા બોલ્યાં કે હે નાથ!

Page 358 of 660
PDF/HTML Page 379 of 681
single page version

background image
૩પ૮ તેંતાળીસમું પર્વ પદ્મપુરાણ
આ લક્ષ્મણ આવ્યા. કેસરનો જેના શરીરે લેપ કર્યો છે, નાના પ્રકારની સુંદર માળા પહેરી
અને એક અદ્ભુત ખડ્ગ લઈને આવે છે. કેસરી સિંહથી જેવો પર્વત શોભે તેવા તે
ખડ્ગથી શોભે છે. તે વખતે જેમનું મન આશ્ચર્ય પામ્યું છે એવા રામે અત્યંત હર્ષ પામીને,
ઊઠીને, લક્ષ્મણને હૃદય સાથે ચાંપ્યા અને બધો વૃત્તાંત પૂછયો. લક્ષ્મણે બધી વાત કરી
અને પોતે જાતજાતની વાતો કરતા ભાઈ સાથે સુખપૂર્વક બેઠા. શંબૂકની માતા ચંદ્રનખા
પ્રતિદિન એક જ વાર અન્નનું ભોજન લાવતી હતી. તેણે બીજે દિવસે આવીને જોયું તો
વાંસનું વૃક્ષ કપાયેલું પડયું હતું. ત્યારે તે વિચારવા લાગી કે આ મારા પુત્રે સારું ન કર્યું.
જ્યાં આટલા દિવસ રહ્યો અને વિદ્યા સિદ્ધ થઈ તે જ વૃક્ષને કાપ્યું તે યોગ્ય નથી. હવે
વન છોડીને તે ક્યાં ગયો? આમતેમ જોયું તો અસ્ત પામેલ સૂર્યના મંડળ સમાન કુંડળ
સહિત મસ્તક પડયું છે, જે જોઈને તેને મૂર્ચ્છા આવી ગઈ. તે મૂર્ચ્છાએ તેના ઉપર પરમ
ઉપકાર કર્યો, નહિતર પુત્રના મરણથી એ કેવી રીતે જીવત? થોડી વાર પછી તે જાગ્રત
થઈ અને હાહાકાર કરવા લાગી. પુત્રનું કપાયેલું મસ્તક જોઈને તેણે શોકથી અત્યંત
વિલાપ કર્યો. આંખો આંસુથી ભરાઈ ગઈ. એકલી વનમાં હરણીની પેઠે પોકારવા લાગી કે
અરે પુત્ર! બાર વર્ષ અને ચાર દિવસ અહીં પસાર થઈ ગયા તેમ બીજા ત્રણ દિવસ કેમ
પસાર ન થયા? તારું મરણ ક્યાંથી આવ્યું? અરેરે, પાપી કાળ! મેં તારું શું બગાડયું હતું
કે મારી આંખોના તારા એવા પુત્રનો તત્કાળ નાશ કર્યો? મેં પાપિણીએ પરભવમાં
કોઈનો બાળક હણ્યો હશે તેથી મારો પુત્ર હણાઈ ગયો. હે પુત્ર! મારું દુઃખ મટાડનાર
એક શબ્દ તો મોઢામાંથી બોલ. હે વત્સ! આવ, તારું મનોહર રૂપ મને દેખાડ. આવી
માયારૂપ અમંગળ ક્રીડા કરવી તારા માટે યોગ્ય નથી. અત્યાર સુધી તેં કદી માતાની
આજ્ઞા લોપી નથી. હવે વિના કારણે આ વિનયના લોપનું કાર્ય કરવું તારા માટે યોગ્ય
નથી. ઇત્યાદિ વિકલ્પોથી વિચારવા લાગી કે નિઃશંકપણે મારો પુત્ર પરલોકમાં ગયો છે.
વિચાર્યું હતું કાંઈક જુદું અને થયું કાંઈક જુદું આ વિચારમાં નહોતી તેવી વાત બની છે. હે
પુત્ર! જો તું જીવતો હોત અને તેં સૂર્યહાસ ખડ્ગ સિદ્ધ કર્યું હોત તો જેમ ચંદ્રહાસના
ધારક રાવણ સન્મુખ કોઈ આવી શકતું નથી તેમ તારી સન્મુખ કોઈ ન આવી શકત.
જાણે કે ચંદ્રહાસે મારા ભાઈના હાથમાં સ્થાન લીધું તે આપણા વિરોધી તારા હાથમાં
સૂર્યહાસ ન જોઈ શક્યા. અરે, તું ભયાનક વનમાં એકલો, નિર્દોષ, નિયમનો ધારક હતો.
તને મારવા માટે જેના હાથ ચાલ્યા તે એવો પાપી ખોટો દુશ્મન કોણ હશે કે જે દુષ્ટે તને
હણ્યો? હવે તે જીવતો રહીને ક્યાં જશે? આ પ્રમાણે વિલાપ કરતી પુત્રનું મસ્તક ગોદમાં
લઈ ચૂમવા લાગી. માણેક જેવા લાલ જેના નેત્ર છે તે પછી શોક ત્યજી ક્રોધરૂપ થઈ
શત્રુને મારવા દોડી. ચાલતી ચાલતી તે જ્યાં બેય ભાઈ બિરાજતા હતા ત્યાં આવી. બન્ને
ભાઈ અત્યંત રૂપાળા, મનને મોહ ઉત્પન્ન કરવાના કારણ, તેમને જોઈને તેનો પ્રબળ ક્રોધ
તરત જતો રહ્યો, તત્કાળ રાગ ઉપજ્યો, મનમાં વિચારવા લાગી કે આ બેમાંથી જે મને
ઇચ્છે તેનું હું સેવન કરીશ. આમ વિચારી તત્કાળ કામાતુર થઈ. જેમ કમળના વનમાં
હંસલી મોહિત થાય, મોટા

Page 359 of 660
PDF/HTML Page 380 of 681
single page version

background image
પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ ૩પ૯
તળાવમાં ભેંસ અનુરાગી થાય અને લીલાછમ અનાજના ખેતરમાં હરણી અભિલાષી થાય
તેમ આમના પ્રત્યે એ આસક્ત થઈ. તે એક પુન્નાગ વૃક્ષની નીચે બેસી રુદન કરવા
લાગી, અત્યંત દીન શબ્દ ઉચ્ચારવા લાગી. વનની રજથી તેનું શરીર મલિન થઈ ગયું
હતું, તેને જોઈને રામની રમણી સીતા અત્યંત દયાળુ ચિત્તવાળી હતી તે ઊઠીને તેની
સમીપે આવી અને કહેવા લાગી કે તું શોક ન કર. તેનો હાથ પકડી, તેને શુભ વચનો
કહી, ધૈર્ય આપી રામની પાસે લાવી. ત્યારે રામે પૂછયું કે તું કોણ છે? આ દુષ્ટ
પ્રાણીઓથી ભરેલા વનમાં એકલી કેમ ફરે છે? ત્યો કમળ સરખા નેત્રવાળી અને
ભમરાના ગુંજારવ સમાન વચનોવાળી તે કહેવા લાગી કે હે પુરુષોત્તમ! મારી માતા તો
મૃત્યુ પામી તેની મને ખબર નથી, હુ ત્યારે બાળક હતી. વળી, તેના શોકથી પિતા પણ
પરલોકમાં ગયા. તેથી હું પૂર્વના પાપથી કુટુંબરહિત થઈ દંડકવનમાં આવી. મને મરવાની
અભિલાષા છે, પણ આ ભયાનક વનમાં કોઈ દુષ્ટ પ્રાણીએ મારું ભક્ષણ કર્યું નહિ. ઘણા
દિવસોથી આ વનમાં ભટકું છું. આજે મારા પાપકર્મનો નાશ થયો તેથી આપનાં દર્શન
થયા. હવે મારા પ્રાણ છૂટયા પહેલાં મને કૃપા કરીને ઇચ્છો. જે કન્યા કુળવાન, શીલવાન
હોય તેને કોણ ન ઇચ્છે? બધા જ ઇચ્છે. એના લજ્જારહિત વચન સાંભળીને બન્ને ભાઈ
નરોત્તમ પરસ્પર અવલોકન કરીને મૌન રહ્યા. બન્ને ભાઈ સર્વ શાસ્ત્રના અર્થના જ્ઞાનરૂપ
જળથી મનને ધોઈ ચૂક્યા છે, કૃત્ય-અકૃત્યના વિવેકમાં પ્રવીણ છે. પછી એમનું ચિત્ત
નિષ્કામ જાણીને તે નિશ્વાસ નાખી કહેવા લાગી કે હું જઉં? રામ-લક્ષ્મણે કહ્યું જે તારી
ઇચ્છા હોય તે પ્રમાણે કર. પછી તે ચાલી ગઈ. તેના ગયા પછી રામ, લક્ષ્મણ, સીતા
આશ્ચર્ય પામ્યાં. આ ક્રોધાયમાન થઇને શીઘ્ર પતિની સમીપે ગઈ. લક્ષ્મણ મનમાં વિચારવા
લાગ્યા કે એ કોની પુત્રી હશે? ક્યા દેશમાં જન્મી હશે? ટોળામાંથી છૂટી પડી ગયેલી
હરણી જેવી અહીં કેમ આવી હશે? હે શ્રેણિક! આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા
જેવું નથી, આનો પરિપાક શુભ થશે કે અશુભ, એવો વિચાર જેવી બુદ્ધિ અજ્ઞાનરૂપ
તિમિરથી આચ્છાદિત છે તેવા અવિવેકથી રહિત છે તે આ લોકમાં જ્ઞાનરૂપ સૂર્યના
પ્રકાશથી યોગ્ય-અયોગ્ય જાણી, અયોગ્યનો ત્યાગ કરી, યોગ્ય ક્રિયામાં પ્રવર્તે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શંબૂકવધનું વર્ણન કરનાર
તેંતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચુમાળીસમું પર્વ
(રાવણ દ્વારા સીતાનું હરણ અને રામના વિલાપનું વર્ણન)
પછી જેમ તળાવની પાળ તૂટી જાય અને જળનો પ્રવાહ ફેલાઈ જાય તેમ ખરદૂષણની