Page 360 of 660
PDF/HTML Page 381 of 681
single page version
શોકનો પ્રવાહ પ્રગટ થયો, અત્યંત વ્યાકુળ બનીને તે નાના પ્રકારે વિલાપ કરવા લાગી.
દુઃખરૂપ અગ્નિથી જેનું શરીર બળી રહ્યું છે એવી તે વાછડા વિનાની ગાય વિલાપ કરે
તેમ શોક કરવા લાગી. જેની આંખમાંથી આંસુ ઝરી રહ્યાં છે તેવી વિલાપ કરતી તેને
પતિએ જોઇ. જેનું ધૈર્ય નાશ પામ્યું છે, ધૂળથી જેનું અંગ મલિન બની ગયું છે, જેના વાળ
વીંખાઈ ગયા છે, જેની કટિમેખલા ઢીલી પડી ગઈ છે, જેનાં વક્ષસ્થળ, સ્તન અને જાંધ
પર નખના ઊઝરડા થયા છે, તે લોહીથી લાલ થયેલ છે, આવરણરહિત, લાવણ્યરહિત
અને જેની ચોળી ફાટી ગઈ છે, જાણે મત્ત હાથીએ કમલિનીને મસળી નાખી હોય તેવી
એને જોઈને પતિએ ધૈર્ય આપીને પૂછયું કે હે કાંતે! કયા દુષ્ટે તારી આવી અવસ્થા કરી
તે કહે. એવો કોણ છે. જેનું મરણ નજીક આવ્યું છે? તે મૂઢ પહાડના શિખર પર ચડીને
સૂવે છે, સૂર્ય સામે ક્રીડા કરીને અંધારિયા કૂવામાં પડે છે, તેનાથી દૈવ રૂઠયું છે, તે મારા
ક્રોધરૂપી અગ્નિમાં પતંગની જેમ પડશે. ધિક્કર છે તે પાપી અવિવેકીને! તે પશુ સમાન
અપવિત્ર, અનીતિયુક્ત છે, આ લોક અને પરલોકથી ભ્રષ્ટ છે, જેણે તને દુઃખ આપ્યું છે.
તું વડવાનળની શિખા સમાન છે, રૂદન ન કર. તું બીજી સ્ત્રી જેવી નથી, મોટા કુળની
પુત્રી છો અને મોટા કુળમાં પરણી છો. હમણાં જ તે દુષ્ટાચારીને હથેળીથી હણી નાખીને
પરલોકમાં મોકલી આપીશ, જેમ સિંહ ઉન્મત્ત હાથીને હણી નાખે છે તેમ. પતિએ જ્યારે
આ પ્રમાણે કહ્યું ત્યારે ચંદ્રનખા મહાકષ્ટથી રૂદન બંધ કરી ગદગદ વાણીથી કહેવા લાગી,
તેનું કપાળ વાળની લટથી ઢંકાયેલું હતું. તે બોલી, હે નાથ! હું પુત્રને જોવા માટે રોજ
વનમાં જતી હતી. આજે ગઈ ત્યારે મેં પુત્રનું મસ્તક કપાઈને ભૂમિ પર પડેલું જોયું અને
રુધિરની ધારથી વાંસનું વૃક્ષ લાલ થયેલું જોયું. કોઈ પાપી મારા પુત્રને મારીને ખડ્ગ
રત્ન લઈ ગયો છે. એ ખડ્ગ દેવોથી સેવવા યોગ્ય હતું. અનેક દુઃખોનું ભાજન,
ભાગ્યરહિત હું પુત્રનું મસ્તક ગોદમાં લઈને વિલાપ કરવા લાગી. જે પાપીએ શંબૂકને
માર્યો હતો તેણે મારી સાથે અનીતિ કરવાનું વિચાર્યું અને મારો હાથ પકડયો. મેં કહ્યું કે
મને છોડ. તે પાપી, હલકા કુળનાએ મને છોડી નહિ, નખ અને દાંતથી મારાં અંગ
વિદાર્યાં, નિર્જન વનમાં હું એકલી અને તે બળવાન પુરુષ હતો. હું અબળા હોવા છતાં
પૂર્વપુણ્યથી શીલ બચાવીને મહાકષ્ટે અહીં આવી. સર્વ વિદ્યાધરોનો સ્વામી, ત્રણ ખંડનો
અધિપતિ, ત્રણ લોકમાં પ્રસિદ્ધ, કોઈથી જીતી ન શકાય એવો રાવણ મારો ભાઈ અને તમે
ખરદૂષણ નામના મહારાજ, દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ મારા પતિ હોવા છતાં
પણ હું દૈવયોગથી આવી અવસ્થા પામી. ચંદ્રનખાનાં આવાં વચન સાંભળી તે અત્યંત
ક્રોધથી જ્યાં પુત્રનું મૃતક શરીર પડયું હતું ત્યાં તત્કાળ ગયો અને પુત્રને મરેલો જોઈને
અત્યંત ખેદખિન્ન થયો. પહેલાં જે પુત્ર પૂનમના ચંદ્ર જેવો લાગતો હતો તે હવે અત્યંત
ભયાનક લાગવા માંડ્યો. ખરદૂષણે પોતાને ઘેર આવીને પોતાના કુટુંબ સાથે મંત્રણા કરી.
કેટલાક મંત્રી કઠોર ચિત્તવાળા હતા તે કહેવા લાગ્યા કે હે દેવ! જેણે ખડ્ગ રત્ન લઈ
લીધું અને પુત્રને હણી
Page 361 of 660
PDF/HTML Page 382 of 681
single page version
કેટલાક વિવેકી હતા તેમણે કહ્યું કે હે નાથ! આ નાનું કામ નથી. બધા સામંતોને ભેગા
કરો અને રાવણને પણ પત્ર મોકલો. જેના હાથમાં સૂર્યહાસ ખડ્ગ આવ્યું હશે તે સામાન્ય
પુરુષ નહિ હોય. માટે બધા સામંતોને ભેગા કરી, જે વિચાર કરવો હોય તે કરો, ઉતાવળ
ન કરો. પછી રાવણની પાસે તો તત્કાળ દૂત મોકલ્યો. દૂત યુવાન અને શીઘ્રગામી હતો. તે
તત્કાળ રાવણ પાસે પહોંચી ગયો. રાવણનો ઉત્તર આવે તે પહેલાં ખરદૂષણ પોતાના
પુત્રના મરણથી અત્યંત દ્વેષભર્યો સામંતોને કહેવા લાગ્યો કે તે રંક, વિદ્યાબળરહિત,
ભૂમિગોચરી આપણી વિદ્યાધરોની સેનારૂપ સમુદ્રને તરવાને સમર્થ નથી. ધિક્કર છે
આપણા શૂરવીરપણાને. જે બીજાની મદદ ચાહે છે! આપણા હાથ છે તે જ સહાયક છે,
બીજા કોણ હોય? આમ કહીને અભિમાનપૂર્વક તરત જ મહેલમાંથી નીકળ્યો. આકાશમાર્ગે
ગમન કર્યું. તેનુ મુખ તેજસ્વી હતું. તેને સર્વથા યુદ્ધસન્મુખ જાણીને ચૌદ હજાર રાજા સાથે
ચાલ્યા. તે દંડકવનમાં આવ્યા. તેમની સેનાના વાંજિત્રાદિના સમુદ્ર સમાન અવાજ
સાંભળીને સીતા ભય પામી. ‘હે નાથ! શું છે, શું છે?’ આમ બોલતી પતિના અંગને
વળગી પડી, જેમ કલ્પવેલ કલ્પવૃક્ષને વળગી રહે છે. ત્યારે રામે કહ્યું કે હે પ્રિય! ભય ન
કર. એને ધૈર્ય બંધાવીને વિચારવા લાગ્યા કે આ દુર્ધર શબ્દ સિંહનો છે કે મેઘનો છે,
સમુદ્રનો, દુષ્ટ પક્ષીઓનો છે કે આકાશ ભરાઈ ગયું છે. પછી સીતાને કહ્યું કે હે પ્રિયે! એ
દુષ્ટ પક્ષી છે, જે મનુષ્ય અને પશુઓને લઈ જાય છે, ધનુષના ટંકારથી હમણાં એમને
ભગાડી મૂકું છું. એટલામાં જ શત્રુની સેના પાસે આવી. નાના પ્રકારનાં આયુદ્યો સહિત
સુભટો નજરે પડયા. જેમ પવનથી પ્રેરાઈને મેઘની ઘટા વિચરે તેમ વિદ્યાધરો ફરવા
લાગ્યા. ત્યારે શ્રી રામે વિચાર્યું કે નંદીશ્વરદ્વીપમાં ભગવાનની પૂજા માટે દેવ જાય છે
અથવા વાંસના વૃક્ષમાં કોઈ માણસને હણીને લક્ષ્મણ ખડ્ગ રત્ન લઈ આવ્યા હતા અને
પેલી કન્યા બનીને આવી હતી તે કુશીલ સ્ત્રી હતી તેણે પોતાના કુટુંબના સામંતોને પ્રેર્યા
હોય તેમ લાગે છે માટે હવે શત્રુની સેના સમીપ આવે ત્યારે નિશ્ચિંત રહેવું ઉચિત નથી,
એમ વિચારી ધનુષ તરફ દ્રષ્ટિ કરી અને બખ્તર પહેરવાની તૈયારી કરી. ત્યારે લક્ષ્મણ
હાથ જોડી, શિર નમાવી, વિનંતી કરવા લાગ્યા કે હે દેવ! મારા હોતા, આપને એટલો
પરિશ્રમ લેવો ઉચિત નથી. આપ રાજપુત્રીની રક્ષા કરો, હું શત્રુઓની સન્મુખ જાઉં છું.
જો કદાચ ભીડ પડશે તો હું સિંહનાદ કરીશ ત્યારે આપ મારી સહાય કરવા આવજો. આમ
કહીને બખ્તર પહેરી, શસ્ત્રો લઈને લક્ષ્મણ શત્રુઓની સામે યુદ્ધ માટે ચાલ્યા તે વિદ્યાધરો
લક્ષ્મણને ઉત્તમ આકૃતિના ધારક, વીરાધિવીર શ્રેષ્ઠ પુરુષ જોઈને જેમ મેઘ પર્વતને
વીંટળાઈ વળે તેમ વીંટળાઈ વળ્યા. શક્તિ, મુદ્ગર, સામાન્ય ચક્ર, બરછી, બાણ ઇત્યાદિ
શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા અને એકલા લક્ષ્મણ સર્વ વિદ્યાધરોએ ચલાવેલાં બાણોને
પોતાનાં શસ્ત્રોથી નિષ્ફળ કરવા લાગ્યા અને પોતે વિદ્યાધરો તરફ આકાશમાં વજ્રદંડ
બાણ ચલાવવા લાગ્યા. એકલા લક્ષ્મણ વિદ્યાધરોની સેનાને બાણથી જેમ સંયમી સાધુ
Page 362 of 660
PDF/HTML Page 383 of 681
single page version
શિર રત્નોનાં આભૂષણોથી મંડિત અને કુંડળથી શોભિત આકાશમાંથી ધરતી પર પડયાં,
જાણે કે આકાશરૂપ સરોવરનાં કમળ જ હોય! યોદ્ધા સાથે પર્વત સમાન હાથી પડયા અને
અશ્વો સાથે સામંત પડયા. ભયંકર અવાજ કરતા, હોઠ કરડતા, ઊર્ધ્વગામી બાણોથી
વાસુદેવ વાહનસહિત યોદ્ધાઓને પીડવા લાગ્યા. તે જ સમયે પુષ્પક વિમાનમાં બેસીને
રાવણ આવ્યો. શંબૂકને મારનાર પુરુષો પર તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો છે. તેણે
માર્ગમાં રામની સમીપે મહાસતી સીતાને રહેલી જોઈ અને તેને જોઈને અત્યંત મોહ
પામ્યો. સીતા તો જાણે સાક્ષાત્ લક્ષ્મી જ છે, તેને જોતાં રતિનું રૂપ પણ તેના જેવું ન
લાગે. ચંદ્ર સમાન સુંદર મુખ, બિંબફળ જેવા લાલ અધર, કેસરીની કટિ સમાન કટિ,
ચમકતાં ચંચળ કમળપત્ર સમાન લોચન અને ગજરાજના કુંભસ્થળનાં શિખર સમાન
સ્તન, નવયુવાન, સર્વ ગુણોથી પૂર્ણ, કાંતિના સમૂહથી યુક્ત જેનું શરીર છે, જાણે કામના
ધનુષની પણછ જ છે અને જેનાં નેત્ર કામનાં બાણ જ છે. જાણે કે નામકર્મરૂપ ચિત્રકારે
પોતાની ચપળતા નિભાવવા માટે સ્થિરતાપૂર્વક સુખેથી જેવી જોઈએ તેવી બનાવી છે,
જેને જોતાં રાવણની બુદ્ધિ હરાઈ ગઈ મહારૂપના અતિશયને ધરતી સીતાના અવલોકનથી
શંબૂકના હત્યારા પ્રત્યે જે ક્રોધ થયો હતો તે જતો રહ્યો અને સીતા પર રાગભાવ ઉત્પન્ન
થયો. ચિત્તની ગતિ વિચિત્ર છે. તે મનમાં ચિંતવવા લાગ્યો કે એના વિના મારું જીવન
કેવું? અને મારા ઘરમાં જે વૈભવ છે તેનો શો લાભ? આ અદ્ભુત રૂપ, અનુપમ
નવયૌવન! મને ખરદૂષણની સેનામાં આવેલો કોઈ ઓળખે તે પહેલાં આનું હરણ કરીને
લઈ જઉં. મારી કીર્તિ આખા લોકમાં ચંદ્રમા જેવી નિર્મળ ફેલાઈ ગઈ છે તેથી છુપી રીતે
લઈ જવાથી મલિન નહિ થાય. હે શ્રેણિક! અર્થી દોષને ગણતો નથી તેથી તેણે ગુપ્ત રીતે
લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ લોકમાં લોભ સમાન કોઈ બીજો અનર્થ નથી અને લોભમાં
પરસ્ત્રીના લોભ જેવો મહાઅનર્થ નથી. રાવણે અવલોકની વિદ્યાને વૃત્તાંત પૂછયો. તેના
કહેવાથી રાવણે એનું નામ, કુળ બધું જાણી લીધું. એકલા લક્ષ્મણ અનેક દુશ્મનો સાથે
લડવા યુદ્ધમાં ગયા છે, આ રામ છે અને આ એમની પત્ની સીતા છે. જ્યારે લક્ષ્મણ
ગયા ત્યારે રામને એમ કહીને ગયા હતા કે જો મને ભીડ પડશે તો હું સિંહનાદ કરીશ
ત્યારે તમે મારી મદદે આવજો. રાવણે વિચાર્યું કે હું તે સિંહનાદ કરું તો આ રામ
ધનુષબાણ લઈને ભાઈ પાસે જશે અને હું સીતાને જેમ પક્ષી માંસનો ટુકડો લઈ જાય
તેમ ઉપાડી જઈશ. વળી, આમણે ખરદૂષણના પુત્રને તો માર્યો જ હતો એન તેની સ્ત્રીનું
અપમાન કર્યું હતું તેથી તે શક્તિ આદિ શસ્ત્રોથી બેય ભાઈને મારશે જ, જેમ મહાપ્રબળ
નદીનો પ્રવાહ બેય કિનારાને તોડી પાડે છે. નદીના પ્રવાહની શક્તિ છૂપી નથી તેમ
ખરદૂષણની શક્તિ કોઈથી છૂપી નથી. બધા જ જાણે છે. આમ વિચાર કરીને મૂઢગતિ,
કામપીડિત રાવણ મરણ માટે સીતાના હરણનો વિચાર કરવા લાગ્યો, જેમ દુર્બદ્ધિ બાળક
વિષ લેવાનો ઉપાય કરે છે.
Page 363 of 660
PDF/HTML Page 384 of 681
single page version
રામ, રામ એવો અવાજ કર્યો. ત્યારે રામે જાણ્યું કે આ સિંહનાદ લક્ષ્મણે કર્યો છે, એમ
જાણીને તેમના ચિત્તમાં વ્યાકુળતા થઈ, એમને લાગ્યું કે ભાઈને ભીડ પડી છે. પછી રામે
જાનકીને કહ્યું કે હે પ્રિયે! ભય ન પામીશ, થોડી વાર રહે. આમ કહીને તેને નિર્મળ
ફૂલોમાં છુપાવી દીધી અને જટાયુને કહ્યું કે હે મિત્ર! આ સ્ત્રી અબળા જાતિ છે, એની
રક્ષા કરજે. તું અમારો મિત્ર છો, સહધર્મી છો. આમ કહીને પોતે ધનુષબાણ લઈને
ચાલ્યા. તે વખતે અપશુકન થયા, તેને પણ ગણકાર્યા નહિ. મહાસતીને એકલી વનમાં
મૂકીને તરત જ ભાઈ પાસે ગયા. મહારણમાં ભાઈની આગળ જઈને ઊભા રહ્યા. તે
વખતે રાવણ સીતાને ઉપાડી જવા માટે આવ્યો, જેમ મદમસ્ત હાથી કમલિનીને લેવા
આવે. કામરૂપ અગ્નિથી જેનું મન પ્રજ્વલિત છે, જેની બુદ્ધિ ધર્મની બધી રીત ભૂલી ગઈ
છે એવો તે સીતાને ઉપાડી પુષ્પક વિમાનમાં મૂકવા લાગ્યો ત્યારે જટાયુ પક્ષી સ્વામીની
પત્નીને તેને હરી જતો જોઈને ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થઈ ગયો. તે ઊડીને અત્યંત વેગથી
રાવણ પર પડયો, તીક્ષ્ણ નખની અણી અને ચાંચથી રાવણની છાતી રુધિરમય કરી નાખી
અને પોતાની કઠોર પાંખથી રાવણનાં વસ્ત્ર ફાડી નાખ્યાં, રાવણનું આખું શરીર ખેદખિન્ન
થઈ ગયું. રાવણને લાગ્યું કે આ સીતાને છોડાવશે અને મુશ્કેલી ઊભી કરશે એટલામાં
આનો ધણી આવી પહોંચશે. તેથી એને મનોહર વસ્તુનો અવરોધ જાણીને અત્યંત ક્રોધથી
હાથની ઝપટ મારી. અતિકઠોર હાથના પ્રહારથી પક્ષી વિહ્વળ થઈ પોકાર કરતું પૃથ્વી પર
પડયું અને મૂર્ચ્છિત બની ગયું. પછી રાવણ જનકસુતાને પુષ્પક વિમાનમાં મૂકીને પોતાના
સ્થાન પર લઈને ચાલ્યો ગયો. હે શ્રેણિક! જોકે રાવણ જાણે છે કે આ કાર્ય યોગ્ય નથી
તો પણ કામને વશ થયેલો સર્વ વિચાર ભૂલી ગયો. મહાસતી સીતા પોતાને પરપુરુષ
દ્વારા હરાયેલી જાણીને, રામના અનુરાગથી જેનું ચિત્ત ભીંજાયેલું છે તે અત્યંત શોક પામી,
દુઃખરૂપ વિલાપ કરવા લાગી. રાવણ તેને પોતાના પતિમાં અનુરક્ત જાણી અને રુદન
કરતી જોઈને કંઈક ઉદાસ થઈને વિચારવા લાગ્યો કે આ સતત રડયા કરે છે અને
વિરહથી વ્યાકુળ છે, પોતાના પતિના જ ગુણ ગાય છે, એને અન્ય પુરુષના સંયોગની
અભિલાષા નથી તેવી સ્ત્રી અવધ્ય છે તેથી હું એને મારી શકીશ નહિ અને કોઈ મારી
આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો હું તેને મારું. મેં સાધુ પાસે વ્રત લીધું હતું કે જો પરસ્ત્રી મને ન
ઇચ્છે તો તેને હું સેવીશ નહિ માટે મારે વ્રત દ્રઢ રાખવું જોઈએ. આને જ કોઈ ઉપાયથી
પ્રસન્ન કરું. ઉપાય કરવાથી તે પ્રસન્ન થશે. જેમ ક્રોધી રાજાને તરત જ પ્રસન્ન ન કરી
શકાય તેમ હઠીલી સ્ત્રીને પણ વશ ન કરી શકાય. દરેક વસ્તુ યત્નથી સિદ્ધ થાય છે.
મનવાંછિત વિદ્યા, પરલોકની ક્રિયા અને મનગમતી સ્ત્રી યત્નથી સિદ્ધ થાય છે એમ
વિચારીને રાવણ સીતાને પ્રસન્ન કરવાનો સમય શોધવા લાગ્યો. કેવો છે રાવણ? જેનું
મરણ નજીક આવ્યું છે એવો.
Page 364 of 660
PDF/HTML Page 385 of 681
single page version
એકલી મૂકીને આવ્યા? આ વન અનેક વિગ્રહથી ભરેલું છે. ત્યારે રામે કહ્યું કે હું તારો
સિંહનાદ સાંભળીને તરત જ આવ્યો છું. લક્ષ્મણે કહ્યું કે આપે આ સારું નથી કર્યું, હવે
શીઘ્ર જ્યાં જાનકી છે ત્યાં જાવ, ત્યારે રામે જાણ્યું કે લક્ષ્મણ ભાઈ તો મહાધીર છે. એને
શત્રુનો ભય નથી અને તેને કહ્યું તે તું પરમ ઉત્સાહરૂપ છે, તું બળવાન વેરીને જીત, એમ
કહીને પોતે જેને સીતા વિશે શંકા ઉપજી છે તે ચંચળચિત્ત બનીને જાનકીની દિશા તરફ
ચાલ્યા. ક્ષણમાત્રમાં આવીને જોયું તો જાનકી નહોતાં. તેમણે પ્રથમ તો વિચાર્યું કે કદાચ
સ્થળનું ધ્યાન રહ્યું નથી. પછી નક્ક્ી કરીને જોયું તો સીતા ન મળે. ત્યારે તે ‘હે સીતા!’
એમ બોલી મૂર્ચ્છા ખાઈને ધરતી પર પડી ગયા. પછી તે જાગ્રત થઈ, વૃક્ષો તરફ દ્રષ્ટિ
કરી પ્રેમથી ભરેલા તે ખૂબ વ્યાકુળ બનીને બોલવા લાગ્યા, હે દેવી! તું ક્યાં ગઈ? કેમ
બોલતી નથી? બહુ જ મશ્કરી કરવાથી શો ફાયદો? વૃક્ષોની પાછળ બેઠી હો તો તરત જ
આવતી રહે, ક્રોધ કરવાથી શો લાભ છે? હું તો તારી પાસે શીઘ્ર જ આવી ગયો છું. હે
પ્રાણ વલ્લભે! આ તારો ગુસ્સો અમને સુખનું કારણ નથી. આ પ્રમાણે વિલાપ કરતા ફરે
છે. ત્યાં એક નીચાણવાળી જગ્યામાં જટાયુને મરવાની અણી પર જોયો. પોતે પક્ષીને
જોઈને અત્યંત ખેદખિન્ન થઈ, તેની સમીપે બેસીને તેને નવકારમંત્ર સંભળાવ્યો અને
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના સંભળાવી, અરિહંત, સિદ્ધ, સાધુ અને
કેવળીપ્રણીત ધર્મનું શરણ લેવરાવ્યું. પક્ષી, જેણે શ્રાવકનાં વ્રત લીધાં હતાં તે શ્રી રામના
અનુગ્રહથી સમાધિમરણ કરીને સ્વર્ગમાં દેવ થયો અને પરંપરાએ મોક્ષે જશે. પક્ષીના
મરણ પછી જોકે પોતે જ્ઞાની હોવા છતાં ચારિત્રમોહને વશ થઈને ખૂબ શોક કરતાં એકલા
વનમાં પ્રિયાના વિયોગના દાહથી મૂર્ચ્છા ખાઈને પડયા. પછી સચેત થઈ અત્યંત વ્યાકુળ
બની મહાસીતાને ગોતતાં ફરવા લાગ્યા, નિરાશ થયા અને દીન વચન બોલવા લાગ્યા,
જેમ ભૂતાવેશથી યુક્ત પુરુષ વૃથા આલાપ કરે છે. લાગ જોઈને ભયંકર વનમાં કોઈ
પાપીએ જાનકીનું હરણ કર્યું, તે બહુ વિપરીત કર્યું છે, મને મારી નાખ્યો. હવે જે કોઈ
મને પ્રિયાનો મેળાપ કરાવે અને મારો શોક દૂર કરે તેના જેવો મારો પરમ બાંધવ કોઈ
નથી. હે વનનાં વૃક્ષો! તમે જનકસુતાને જોઈ? ચંપાના પુષ્પ જેવો તેનો રંગ છે, કમળદળ
જેવાં લોચન છે, સુકુમાર ચરણ છે, નિર્મળ સ્વભાવ છે, ઉત્તમ ચાલ છે, ચિત્તનો ઉત્સવ
કરનારી છે, કમળના મકરંદ સમાન મુખનો સુગંધી શ્વાસ છે, સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે. આવી
સીતાને તમે પહેલાં ક્યાંય જોઈ હોય તો કહો. આ પ્રમાણે તે વનનાં વૃક્ષોને પૂછે છે, પણ
તે એકેન્દ્રિય વૃક્ષ શો ઉત્તર આપે? ત્યારે સીતાના ગુણોથી જેનું મન હરાયું છે એવા રામ
ફરી વાર મૂર્ચ્છા ખાઈને ધરતી પર પડયા, પાછા જાગ્રત થઈને અત્યંત ક્રોધાયમાન થઈ
વજ્રાવર્ત ધનુષ હાથમાં લીધું, પણછ ચડાવી, ટંકાર કર્યો. આથી દશે દિશાઓ અવાજથી
ભરાઈ ગઈ. સિંહોને ભય ઉપજાવનાર નરસિંહે ધનુષનો નાદ કર્યો અને સિંહ ભાગી ગયા,
હાથીઓનો મદ ઊતરી ગયો. વળી ધનુષ ઉતારી, અત્યંત વિષાદ પામી, બેસીને પોતાની
Page 365 of 660
PDF/HTML Page 386 of 681
single page version
નકામા જઈને પ્રિયાને ખોઈ. જેમ મૂઢ જીવ કુશ્રુતનું શ્રવણ કરી, વિશ્વાસ લાવી અવિવેકી
થઈ શુભગતિને ખોવે છે તે મૂઢને ખોવાનું તો આશ્ચર્ય નથી, પરંતુ હું ધર્મબુદ્ધિવાળો,
વીતરાગના માર્ગનો શ્રદ્ધાની, સમજણ ગુમાવી અસુરની માયાથી મોહિત થયો, એ
આશ્ચર્યની વાત છે. જેમ આ ભવવનમાં અત્યંત દુર્લભ મનુષ્યનો દેહ મહાન પુણ્ય કર્મથી
મળે છે તેને વૃથા ગુમાવે તે ફરી ક્યારે મેળવે? ત્રણ લોકમાં દુર્લભ મહાન રત્નને
સમુદ્રમાં ફેંકી દે, પછી ક્યાંથી મેળવે? તેમ પત્નીરૂપી અમૃત મારા હાથમાંથી ગયું છે. હવે
કયા ઉપાયથી મળે? આ નિર્જન વનમાં કોને દોષ આપું? હું તેને છોડીને ભાઈ પાસે
ગયો તેથી કદાચ ગુસ્સે થઈને આર્યિકા થઈ ગઈ હોય. વનમાં કોઈ મનુષ્ય નથી, કોને
જઈને પૂછું, કે જે મને મારી સ્ત્રીની વાત કરે. એવો કોઈ આ લોકમાં દયાળું શ્રેષ્ઠ પુરુષ
છે, જે મને સીતા દેખાડે. તે મહાસતી, શીલવાન, સર્વ પાપરહિત મારા હૃદયને પ્રિય એવી
તેના વિરહથી મારું મનરૂપ મંદિર અગ્નિની પેઠે જલે છે, તેની વાર્તારૂપી જળનું દાન કરી
મને કોણ ઠારે? એમ કહી અત્યંત ઉદાસ, ધરતી તરફ જેમની દ્રષ્ટિ છે, વારંવાર કંઈક
વિચાર કરીને નિશ્ચળ થઈને બેઠા. પાસે જ એક ચકવીનો અવાજ સાંભળ્યો, તે સાંભળી
તેની તરફ જોયું. પછી વિચાર્યું કે આ ગિરિનો તટ અત્યંત સુગંધી થઈ રહ્યો છે તેથી તે
તરફ જ ગઈ હશે અથવા આ કમળનું વન છે ત્યાં કુતૂહલથી ગઈ હોય. પહેલાં તેણે આ
વન જોયું હતું. તે સ્થાનક મનોહર છે, જાતજાતનાં પુષ્પોથી ભરેલું છે, કદાચ ત્યાં ક્ષણવાર
ગઈ હોય એમ વિચારીને પોતે ત્યાં ગયા. ત્યાં પણ સીતાને ન જોઈ, ચકવીને જોઈ ત્યારે
વિચાર કર્યો કે તે પતિવ્રતા મારા વિના એકલી ક્યાં જાય? પછી વ્યાકુળતા પામી પર્વતને
પૂછવા લાગ્યા કે હે ગિરિરાજ! તું અનેક ધાતુઓથી ભરેલો છો, હું રાજા દશરથનો પુત્ર
રામચંદ્ર તને પૂછું છું. જેના કમળ જેવાં નેત્ર છે તે સીતા મારા મનને પ્યારી, હંસગામિની,
સુંદર સ્તનના ભારથી જેનું અંગ નમેલું છે, બિંબફળ જેવા અધર, સુંદર નિતંબ એવી તેને
તે ક્યાં જોઈ? તે ક્યાં છે? પણ પહાડ શો જવાબ આપે? એના શબ્દનો પડઘો માત્ર
પડયો. ત્યારે તેમણે જાણ્યું કે આણે કાંઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, લાગે છે કે એણે જોઈ
નથી. તે મહાસતી કાળધર્મ પામી હશે? આ નદી પ્રચંડ તરંગોવાળી, અત્યંત વેગથી વહે
છે, અવિવેકી તેણે મારી સ્ત્રીનું હરણ કર્યું હશે, જેમ પાપની ઇચ્છા વિદ્યાને હરે છે અથવા
કોઈ ક્રૂર સિંહ ભૂખથી આતુર બની તેને ખાઈ ગયો હોય. તે ધર્માત્મા સાધુઓની સેવા
કરનાર સિંહાદિકને દેખતાં જ નખાદિના સ્પર્શ વિના જ પ્રાણ છોડે એવી છે. મારો ભાઈ
ભયાનક યુદ્ધમાં લડી રહ્યો છે તેના જીવવાનો પણ સંશય જ છે. આ સંસાર અસાર છે
અને સર્વ જીવરાશિ સંશયરૂપ જ છે. અહો! આ મોટું આશ્ચર્ય છે કે હું સંસારનું સ્વરૂપ
જાણું છું અને દુઃખમય થઇ ગયો છું. એક દુઃખ પૂરું થતું નથી અને બીજું આવી જાય છે.
તેથી લાગે છે કે આ સંસાર દુઃખનો સાગર જ છે. જેમ લંગડા પગને કાપવો, બળી
મરેલાને ભસ્મ કરવો અને પડતાને ખાડામાં નાખવો. રામચંદ્રજીએ
Page 366 of 660
PDF/HTML Page 387 of 681
single page version
ત્યારે પોતાના આશ્રમમાં આવી અત્યંત દીન વદને ધનુષ ઉતારી પૃથ્વી પર બેઠા. વારંવાર
અનેક વિકલ્પો કરતાં, ક્ષણેક નિશ્ચળ થઈ મુખથી પોકારવા લાગ્યા. હે શ્રેણિક! આવા
મહાપુરુષોને પણ પૂર્વોપાર્જિત અશુભના ઉદયથી દુઃખ થાય છે. આમ જાણીને, હે ભવ્ય
જીવો! સદા જિનવરના ધર્મમાં બુદ્ધિ લગાવો, સંસારની મમતા છોડો. જે પુરુષ સંસારના
વિકારથી પરાઙમુખ થઈ, જિનવચનની આરાધના કરતો નથી, તે સંસારમાં અશરણ બની
પાપરૂપ વૃક્ષનાં કડવાં ફળ ભોગવે છે, કર્મરૂપ શત્રુના આતાપથી ખેદખિન્ન થાય છે.
વર્ણન કરનાર ચુમાળીસમું પર્વ પૂર્ણ થયું.
કરતો જોઈ તેને નરોત્તમ જાણી પોતાના સ્વાર્થની સિદ્ધિ આનાથી જાણી પ્રસન્ન થયો,
અત્યંત તેજથી દેદીપ્યમાન શોભવા લાગ્યો. તે વાહન પરથી નીચે ઊતરી, પૃથ્વી પર
ગોઠણ અડાડી, હાથ જોડી, શિર નમાવી, અત્યંત નમ્ર બની, વિનયપૂર્વક કહેવા લાગ્યોઃ હે
નાથ! હું આપનો ભક્ત છું, મારી થોડીક વિનંતી સાંભળો. તમારા જેવાનો સંગ અમારા
જેવાનું દુઃખ મટાડે છે. તેણે અડધું કહ્યું અને લક્ષ્મણ પૂરું સમજી ગયા. તેના મસ્તક પર
હાથ મૂકીને કહ્યું કે તું ડર નહિ, અમારી પાછળ ઊભો રહે. ત્યારે તે નમસ્કાર કરી
અત્યંત આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે હે પ્રભો! આ ખરદૂષણ શત્રુ મહાન શક્તિનો
ધારક છે. આપ એને રોકો અને સેનાના યોદ્ધાઓ સાથે હું લડીશ. આમ કહીને
ખરદૂષણના યોદ્ધાઓ સાથે વિરાધિત લડવા લાગ્યો, દોડીને તેની સેના ઉપર તૂટી પડયો.
પોતાની સેના સહિત જેનાં આયુધો ચળકી રહ્યાં છે તે વિરાધિત તેમને પ્રગટપણે કહેવા
લાગ્યો કે હું રાજા ચંદ્રોદયનો પુત્ર વિરાધિત યુદ્ધનો અભિલાષી ઘણા દિવસે પિતાનું વેર
લેવા આવ્યો છું, હવે તમે ક્યાં જાવ છો? જો યુદ્ધમાં પ્રવીણ હો તો ઊભા રહો, હું એવું
ભયંકર ફળ આપીશ જેવું યમ આપે છે. આમ કહ્યા પછી તે યોદ્ધાઓ અને આમની વચ્ચે
તુમુલ યુદ્ધ થયું, બન્ને સેનાના અનેક સુભટો માર્યા ગયા. પાયદળ પાયદળ સાથે,
ઘોડેસવારો ઘોડેસવાર સાથે, હાથીના સવારો હાથીના સવાર સાથે, રથીઓ રથીઓની સાથે
પરસ્પર હર્ષિત થઈને યુદ્ધ કરવા લાગ્યા. તે તેને બોલાવે અને પેલો પેલાને બોલાવે. આ
પ્રમાણે પરસ્પર યુદ્ધ કરી દશે દિશાઓને બાણોથી
Page 367 of 660
PDF/HTML Page 388 of 681
single page version
નહોતું એવા મારો પુત્રને તેં હણ્યો અને હે ચપળ! તેં તારી સ્ત્રીનાં સ્તનોનું મર્દન કર્યું,
તો હે પાપી, હવે મારી દ્રષ્ટિ આગળથી ક્યાં જઈશ? આજ તીક્ષ્ણ બાણોથી તારા પ્રાણ
હરીશ, તેં જેવાં કર્મ કર્યાં છે તેનું ફળ તું ભોગવીશ. હે ક્ષુદ્ર, નિર્લજ્જ! પરસ્ત્રીસંગના
લોલુપી, મારી સન્મુખ આવીને પરલોક જા. તેનાં કઠોર વચનોથી પ્રજ્વલિત થયેલા
મનવાળો લક્ષ્મણ પોતાના અવાજથી આખા આકાશને ભરી દેતો કહેવા લાગ્યો, અરે ક્ષુદ્ર!
વૃથા શા માટે બબડે છે. જ્યાં તારો પુત્ર ગયો ત્યાં તને મોકલીશ. આમ કહીને આકાશમાં
ઊભેલા ખરદૂષણને લક્ષ્મણે રથરહિત કર્યો, તેનું ધનુષ તોડી નાખ્યું, ધજા ઉડાડી દીધી
અને તેજ હરી લીધું. ત્યારે તે ક્રોધથી ભરેલો જેમ ક્ષીણપુણ્ય દેવ સ્વર્ગમાંથી પડે તેમ
પૃથ્વી પર પડયો. પછી મહાસુભટ ખડ્ગ લઈ લક્ષ્મણ પર ઘસ્યો ત્યારે લક્ષ્મણ સૂર્યહાસ
ખડ્ગ લઇ તેની સન્મુખ આવ્યો આ બન્ને વચ્ચે નાના પ્રકારે ભયંકર યુદ્ધ થયું. દેવો
પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ધન્ય ધન્ય શબ્દો બોલવા લાગ્યા. એ મહાયુદ્ધમાં સૂર્યહાસ
ખડ્ગ વડે લક્ષ્મણે ખરદૂષણનું મસ્તક કાપી નાખ્યું અને ખરદૂષણ નિર્જીવ થઈને પૃથ્વી
પર પડયો, જાણે સ્વર્ગમાંથી દેવ પડયો. સૂર્ય સમાન તેજવાળા દિગ્ગજે જાણે કે
રત્નપર્વતનું શિખર તોડી પાડયું.
પડયો. લક્ષ્મણે ખરદૂષણનો સમુદાય અને પાતાળલંકાપુરી વિરાધિતને આપી. અત્યંત
સ્નેહથી ભરેલો લક્ષ્મણ રામ પાસે આવ્યો. આવીને જુએ છે તો રામ ભૂમિ પર પડયા છે
અને તે ઠેકાણે સીતા નથી. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે નાથ! ક્યાં સૂઓ છો, જાનકી ક્યાં
ગઈ? રામ ઊઠીને લક્ષ્મણને ધારહિત જોઈને કંઈક આનંદ પામ્યા. લક્ષ્મણને છાતીએ
લગાડયા અને કહેવા લાગ્યા કે હે ભાઈ! મને ખબર નથી કે જાનકી ક્યાં ગઈ? કોઈ
તેનું હરણ કરી ગયું કે સિંહ ખાઈ ગયો. મેં ખૂબ ગોતી પણ મળી નહિ. અતિસુકુમાર
અંગોવાળી ઉદ્વેગથી વિલય પામી. ત્યારે લક્ષ્મણ વિષાદરૂપ થઈ ક્રોધથી કહેવા લાગ્યાઃ હે
દેવ! શોક કરવાથી શો ફાયદો? આમ નિશ્ચય કરો કે કોઈ દુષ્ટ દૈત્ય કરી ગયો છે. જ્યાં
હશે ત્યાંથી લઈ આવીશું, આપ સંદેહ ન કરો. તેણે નાના પ્રકારનાં પ્રિય વચનોથી રામને
આશ્વાસન આપ્યું અને તે સુબુદ્ધિએ નિર્મળ જળથી રામનું મુખ ધોવરાવ્યું. તે જ સમયે
વિશેષ અવાજ સાંભળીને રામે પૂછયું કે આ અવાજ શેનો છે? ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે
નાથ! આ ચંદ્રોદય વિદ્યાધરનો પુત્ર વિરાધિત છે. તેણે યુદ્ધમાં મારો ઘણો ઉપકાર કર્યો
હતો. તે આપની નિકટ આવ્યો છે, એની સેનાનો આ અવાજ છે. આ પ્રમાણે બન્ને ભાઈ
વાત કરે છે તે વખતે મોટી સેના સહિત તે હાથ જોડી નમસ્કાર કરી, જયજયકાર
Page 368 of 660
PDF/HTML Page 389 of 681
single page version
છીએ, જે કાર્ય હોય તે કરવાની અમને આજ્ઞા આપો. ત્યારે લક્ષ્મણે કહ્યું હે હે મિત્ર! કોઈ
દુરાચારીએ મારા પ્રભુની સ્ત્રીનું હરણ કર્યું છે. તેના વિના આ શ્રી રામ કદાચ શોકને વશ
થઈ પ્રાણ તજશે તો હું પણ અગ્નિમાં પ્રવેશ કરીશ. એમના પ્રાણોના આધારે મારા પ્રાણ
છે એ તું નિશ્ચયથી જાણ. માટે આ કાર્ય કરવાનું છે. સારું લાગે તે કર. આ વાત સાંભળી
તે અત્યંત દુઃખી થઈ નીચું મુખ કરી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આટલા
દિવસોથી હું મારા સ્થાનથી ભ્રષ્ટ રહ્યો. વનમાં ભિન્ન ભિન્ન સ્થાને રખડયો અને આમણે
મારા શત્રુને હણ્યો, મારું રાજ્ય અપાવ્યું તેમની આ દશા છે. હું જે જે વેલ પકડું છું તે
ઊખડી જાય છે. આ સમસ્ત જગત કર્માધીન છે તો પણ હું કાંઈક ઉદ્યમ કરીને તેમનું
કાર્ય સિદ્ધ કરું. આવો વિચાર કરીને તેણે પોતાના મંત્રીઓને કહ્યું કે પુરુષોત્તમનું સ્ત્રીરત્ન
પૃથ્વી પર જ્યાં હોય ત્યાં, જળ, સ્થળ, આકાશ, પુર, વન, ગિરિ, ગ્રામાદિકમાંથી યત્ન
કરીને શોધી કાઢો. આ કાર્ય થતાં મનવાંછિત ફળ મેળવશો. રાજા વિરાધિતની આવી
આજ્ઞા સાંભળી યશના અર્થી વિદ્યાધરો બધી દિશામાં દોડી ગયા.
સાંભળ્યો. ત્યારે રત્નજટીએ ત્યાં જઈને જોયું તો સીતા રાવણના વિમાનમાં બેઠી વિલાપ
કરતી હતી. સીતાને વિલાપ કરતી જોઈને ક્રોધે ભરાયેલો રત્નજટી રાવણને કહેવા લાગ્યો,
હે પાપી, દુષ્ટ વિદ્યાધર! આવો અપરાધ કરીને તું ક્યાં જઈશ? આ ભામંડળની બહેન છે,
રામદેવની રાણી છે. હું ભામંડળનો સેવક છું. હે દુર્બુદ્ધે! જીવવા ઇચ્છતો હો તો એનો છોડી
દે. ત્યારે રાવણ અતિક્રોધથી યુદ્ધ કરવા તૈયાર થયો. પછી તેણે વિચાર્યું કે કદાચ યુદ્ધ થતાં
અતિવિહ્વળ એવી સીતા જો મરી જાય તો બરાબર નહિ તેથી જોકે આ વિદ્યાધર રંક છે
તો પણ એને મારવો નહિ. આમ વિચાર કરીને મહાબળવાન રાવણે રત્નજટીની વિદ્યા
લઈ લીધી. તે આકાશમાંથી પૃથ્વી ઉપર પડયો. મંત્રના પ્રભાવથી ધીરે ધીરે અગ્નિના
તણખાની જેમ સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપમાં આવીને પડયો. આયુકર્મના યોગથી જીવતો
બચ્યો, જેમ વેપારીનું વહાણ તૂટી જાય અને જીવતો રહે, તેમ રત્નજટી વિદ્યા ગુમાવીને
જીવતો રહ્યો. તેની વિદ્યા તો જતી રહી હતી તેથી તે વિમાનમાં બેસીને ઘેર પહોંચ્યો. તે
ઊંડા શ્વાસ લેતો કંબુ પર્વત પર ચડી દિશાનું અવલોકન કરવા લાગ્યો. સમુદ્રની શીતળ
હવાથી તેનો ખેદ દૂર થયો. તે વનફળ ખાઈને કંબુ પર્વત પર રહ્યો. જે વિરાધિતના સેવક
વિદ્યાધરો બધી દિશામાં જુદા જુદા વેશ લઈને દોડયા હતા તે સીતાને ન જોવાથી પાછા
આવ્યા. તેમનાં મલિન મુખ જોઈ રામે જાણ્યું કે સીતા એમની નજરે પડી નથી. ત્યારે
રામ દીર્ધ શ્વાસ નાખીને કહેવા લાગ્યા, હે ભલા વિદ્યાધરો! તમે અમારા કાર્ય માટે
પોતાની શક્તિ અનુસાર ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ અમારા અશુભનો ઉદય તેથી હવે તમે
સુખપૂર્વક તમારા સ્થાનકે જાવ. હાથમાંથી વડવાનળમાં ગયેલું રત્ન ફરી ક્યાંથી દેખાય?
કર્મનું ફળ છે તે અવશ્ય
Page 369 of 660
PDF/HTML Page 390 of 681
single page version
તો પણ કર્મશત્રુને દયા ન આવી તેથી અમે જાણીએ છીએ કે અમારે અશાતાનો ઉદય છે.
સીતા પણ ગઈ એના જેવું બીજું દુઃખ કયું હોય? આમ બોલીને રામ રોવા લાગ્યા.
મહાધીર નરોના અધિપતિ તે હતા. ત્યારે ધૈર્ય આપવામાં પંડિત વિરાધિત નમસ્કાર કરી,
હાથ જોડી કહેવા લાગ્યો કે હે દેવ! આપ આટલો વિષાદ શા માટે કરો છો? થોડા જ
દિવસોમાં આપ જનકસુતાને જોશો. હે પ્રભો! આ શોક મહાશત્રુ છે, શરીરનો નાશ કરે તો
બીજી વસ્તુની તો શી વાત? માટે આપ ધૈર્ય અંગીકાર કરો. આ ધૈર્ય જ મહાપુરુષોનું
સર્વસ્વ છે, આપ સરખા પુરુષો તો વિવેકના નિવાસ સ્થાન છે. ધૈર્યવંત પ્રાણી અનેક
કલ્યાણ દેખે છે અને આતુરજનો અત્યંત કષ્ટ કરે તોપણ ઇષ્ટ વસ્તુને દેખતા નથી. આ
સમય વિષાદનો નથી, આપ મન દઈને સાંભળો. વિદ્યાધરોના મહારાજા ખરદૂષણને માર્યો
છે તો હવે એનું પરિણામ મહાવિષમ છે. કિહકંધાપુરનો ઘણી સુગ્રીવ, ઇન્દ્રજિત, કુંભકર્ણ,
ત્રિશિર, અક્ષોભ ભીમ, ક્રૂરકર્મા મહોદર આદિ અનેક મહાબળવાન વિદ્યાધર યોદ્ધા એના
પરમમિત્ર છે, તે ખરદૂષણના મરણના દુઃખથી ગુસ્સે થયા હશે. એ બધા જાતજાતનાં
યુદ્ધમાં પ્રવીણ છે, હજારો જગ્યાએ યુદ્ધમાં કીર્તિ મેળવી ચૂક્યા છે અને વૈતાડય પર્વતના
અનેક વિદ્યાધરો ખરદૂષણના મિત્રો છે અને પવનંજયનો પુત્ર હનુમાન જેને જોતાં સુભટ
દૂરથી જ ડરે છે, તેની સામે દેવ પણ આવતા નથી તે ખરદૂષણનો જમાઈ છે તેથી તે પણ
એના મરણનો રોષ કરશે. માટે અહીં વનમાં ન રહેશો. પાતાળલંકામાં અલંકારોદય
નગરમાં આવીને બિરાજો અને ભામંડળને સીતાના સમાચાર મોકલો. તે નગર અતિદુર્ગમ
છે, ત્યાં સ્થિર થઈ કાર્યનો ઉપાય સર્વથા કરીશું. આ પ્રમાણે વિરાધિતે વિનંતી કરી. પછી
બન્ને ભાઈ ચાર ઘોડાના રથ પર ચડીને પાતાળલંકા ચાલ્યા. બન્ને પુરુષોત્તમ સીતા
વિના શોભતા નહોતા, જેમ સમ્યગ્દ્રષ્ટિ વિના જ્ઞાન-ચારિત્ર શોભતાં નથી. ચતુરંગ
સેનારૂપ સાગરથી મંડિત દંડકવનમાંથી ચાલ્યા. વિરાધિત આગળ ગયો. ત્યાં ચંદ્રનખાનો
પુત્ર સુંદર લડવા માટે નગરની બહાર નીકળ્યો. તેણે યુદ્ધ કર્યું, તેને જીતીને નગરમાં પ્રવેશ
કર્યો. દેવોના નગર સમાન તે નગર રત્નમય હતું. ત્યાં ખરદૂષણના મહેલમાં બિરાજ્યા.
સુરમંદિર જેવા મહામનોહર મહેલમાં સીતા વિના તેમને રંચમાત્ર વિશ્રામ ન મળ્યો. રામનું
મન સીતામાં જ હતું તેથી પ્રિયાની સમીપમાં રામને વન પણ મનોજ્ઞ ભાસતું, અત્યારે
કાન્તાના વિયોગથી દગ્ધ રામને નગર અને મહેલ વિંધ્યાચળ વન જેવા લાગ્યા.
ગયા. જ્યાં જ્યાં ભગવાનનાં ચૈત્યાલય હતાં ત્યાં ત્યાં દર્શન કર્યાં. જેમના દુઃખની લહેર
શાંત થઈ છે એવા રામચંદ્ર ખરદૂષણના મહેલમાં રહે છે. સુંદર પોતાની માતા ચંદ્રનખા
સહિત પિતા અને ભાઈના શોકથી અત્યંત શોક સહિત લંકા ગયો. આ પરિગ્રહ વિનાશી
છે અને મહાદુઃખનું કારણ છે.
Page 370 of 660
PDF/HTML Page 391 of 681
single page version
સંબંધથી પરિગ્રહની અભિલાષા થાય છે તો પણ સાધુઓના ઉપદેશથી આ તૃષ્ણા મટે છે,
જેમ સૂર્યના ઉદયથી રાત્રિ નિવૃત્ત થાય છે.
પાતાળલંકામાં નિવાસનું વર્ણન કરનાર પિસ્તાળીસમું પર્વ પૂર્ણ થયું.
જોઈને રતિના રાગથી જેનું મન મૂઢ થયું છે એવો રાવણ સીતાની આસપાસ ફરે છે અને
દીન વચન કહે છે કે હે દેવી! કામનાં બાણથી હું હણાઈ રહ્યો છું તો તને મનુષ્યની હત્યા
લાગશે. હેં સુંદરી! આ તારું મુખકમળ સર્વથા કોપયુક્ત છે તો પણ તે મનોજ્ઞથીયે અધીક
મનોજ્ઞ ભાસે છે. પ્રસન્ન થા. એક વાર મારા તરફ દ્રષ્ટિ કરીને જો. તારાં નેત્રની કાંતિરૂપ
જળથી મને સ્નાન કરાવ અને જો કૃપાદ્રષ્ટિથી ન જોવું હોય તો તારાં ચરણકમળથી મારું
મસ્તક તોડી નાખ. અરેરે! તારી ક્રીડાના વનમાં હું અશોકવૃક્ષ જ કેમ ન થયો, કે તારાં
ચરણકમળની પાનીનો અત્યંત પ્રશંસવા યોગ્યપ્રહાર તો મને સુલભ થાત!
કુલાચલ ને સમુદ્ર સહિત પૃથ્વીને જો. જાણે કોઈ શિલ્પીએ રચી છે. આવાં વચન રાવણે
કહ્યાં ત્યારે તે મહાસતી શીલના સુમેરુ પટની અંદર અરુચિના શબ્દો કહેવા લાગી કે હે
અધમ! દૂર રહે. મારા શરીરનો સ્પર્શ ન કર. અને આવાં નિંધ વચન કદી ન કહે. અરે
પાપી! અલ્પ આયુષ્યવાળા! કુગતિગામી! અપયશી! તારો આ દુરાચાર તને જ ભયરૂપ
છે. પરાદારાની અભિલાષા કરતાં તું મહાદુઃખ પામીશ. જેમ કોઈ રાખથી દબાયેલી અગ્નિ
ઉપર પગ મૂકે તો બળે, તેમ તું આ કર્મોથી ખૂબ પસ્તાઈશ. તારું ચિત્ત મહામોહરૂપી
કીચડથી મલિન છે. તને ધર્મનો ઉપદેશ આપવો નકામો છે, જેમ અંધની આગળ નૃત્ય. હે
ક્ષુદ્ર! જે પરસ્ત્રીની અભિલાષા કરે છે તે ઇચ્છા માત્ર જ પાપ બાંધીને નરકમાં મહાકષ્ટ
ભોગવે છે, ઇત્યાદિ રુક્ષ વચનો સીતાએ રાવણને કહ્યાં. તો પણ જેનું ચિત્ત કામથી ઘવાયું
હતું તે અવિવેકથી પાછો ન ફર્યો. અને ખરદૂષણની મદદ માટે જે તેના પરમ મિત્રો
શુક્રહસ્ત, પ્રહસ્તાદિ ગયા હતા તે ખરદૂષણના મૃત્યુ પછી ઉદાસ થઈને લંકા
Page 371 of 660
PDF/HTML Page 392 of 681
single page version
પ્રયત્ન કરતો. પણ તે કયાંથી પ્રસન્ન થાય? જેમ અગ્નિની જ્વાળાને કોઈ પી ન શકે
અને નાગના માથાનો મણિ ન લઈ શકે, તેમ સીતાને કોઈ મોહ ઉપજાવી શકે નહિ.
રાવણ હાથ જોડી, મસ્તક નમાવી, નમસ્કાર કરી જાતજાતનાં દીનતાનાં વચનો કહેતો, પણ
સીતા એની કોઈ વાત સાંભળતી નહિ. પછી મંત્રી વગેરે સન્મુખ આવ્યા, બધી
દિશાઓથી સામંત આવ્યા, રાક્ષસોનો પતિ રાવણ અનેક લોકોથી ઘેરાઈ ગયો, લોકો
જયજયકારનો ધ્વનિ કરવા લાગ્યા. મનોહર ગીત, નૃત્ય, વાજિંત્ર થવા લાગ્યાં. રાવણે
ઇન્દ્રની જેમ લંકામાં પ્રવેશ કર્યો, ત્યારે સીતા મનમાં વિચારવા લાગી કે જ્યારે રાજા જ
અમર્યાદાની રીત આચરે તો પૃથ્વી કોના શરણે રહે? જ્યાં સુધી રામચંદ્રના ક્ષેમકુશળના
સમાચાર હું નહિ સાંભળું ત્યાં સુધી મારે ખાનપાનનો ત્યાગ છે. રાવણ દેવારણ્ય નામના
ઉપવનમાં, જે સ્વર્ગ સમાન સુંદર હતું, જ્યાં કલ્પવૃક્ષો હતાં, ત્યાં સીતાને મૂકીને પોતાના
મહેલમાં ગયો. તે જ સમયે ખરદૂષણનાં મૃત્યુના સમાચાર આવ્યા તેથી મહાશોકથી
રાવણની અઢાર હજાર રાણીઓ ઊંચા સ્વરથી વિલાપ કરવા લાગી અને ચંદ્રનખા
રાવણના ખોળામાં આળોટતી કરુણ રુદન કરતી કહેવા લાગી કે હાય, હું અભાગણી મરી
ગઈ, મારો ધણી મરાઈ ગયો, મેઘની ધારા સમાન તેણે રુદન કર્યું. અશ્રુપાતનો પ્રવાહ
વહી રહ્યો. પતિ અને પુત્ર બેયના મરણના શોકરૂપ અગ્નિથી દગ્ધાયમાન હૃદયવાળી તેને
વિલાપ કરતી જોઈ તેનો ભાઈ રાવણ તેને કહેવા લાગ્યો કે હે વત્સે! રોવાથી શો ફાયદો
છે? આ જગતના પ્રસિદ્ધ ચરિત્રને કોણ નથી જાણતું? આયુષ્ય પૂરું થયા વિના કોઈ
વજ્રથી મારે તો પણ મરતો નથી અને જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે સહજમાં મરી
જાય છે. ક્યાં તે ભૂમિગોચરી રંક અને ક્યાં તારો પતિ વિદ્યાધર, દૈત્યોનો અધિપતિ
ખરદૂષણ; તેને એ લોકો મારી શકે એ કાળનું જ કારણ છે. જેણે તારા પતિને માર્યો છે
તેને હું મારીશ. આ પ્રમાણે બહેનને ધૈર્ય આપીને કહ્યુંઃ હવે તું ભગવાનનું અર્ચન કર,
શ્રાવિકાનાં વ્રત ધારણ કર, ચંદ્રનખાને આમ કહીને રાવણ મહેલમાં ગયો, સર્વ તરફ
નિસાસો નાખતો સેજ પર પડયો. ત્યાં પટરાણી મંદોદરી આવીને પતિને વ્યાકુળ જોઈને
કહેવા લાગી, હે નાથ! ખરદૂષણના મરણથી અત્યંત આકુળવ્યાકુળ થયા છો, તો તમારા
સુભટ કુળને માટે એ ઉચિત નથી. જે શૂરવીર હોય છે તેમને ગમે તેવી આપત્તિમાં પણ
વિષાદ થતો નથી, તમે વિરાધિવીર ક્ષત્રિય છો, તમારા કુળમાં તમારા સુભટો અને મિત્રો
રણસંગ્રામમાં અનેક નાશ પામ્યા છે, તો કોનો કોનો શોક કરશો? કોઈ વાર કોઈનો શોક
ન કર્યો, હવે ખરદૂષણનો આટલો શોક કેમ કરો છો? પહેલાં ઇન્દ્ર સાથેના સંગ્રામમાં
તમારા કાકા શ્રીમાલી મરણ પામ્યા હતા, અને બાંધવો રણમાં હણાયા હતા, તમે કોઈનો
કદી શોક ન કર્યો, આજે આવો શોક અમને કેમ દેખાય છે અને જે પહેલાં અમને કદીયે
દેખાયો નહોતો? ત્યારે રાવણ નિશ્વાસ નાખીને બોલ્યો કે હે સુંદરી! સાંભળ, મારા
અંતઃકરણનું રહસ્ય તને જ કહું છું. તું મારા પ્રાણોની સ્વામીની છે અને સદા મારી વાંછા
પૂર્ણ કરે છે. જો તું મારું જીવન ચાહતી હો તો ગુસ્સો ન કરીશ,
Page 372 of 660
PDF/HTML Page 393 of 681
single page version
કરીશ. ત્યારે રાવણ એની સલાહ લઈ વ્યાકુળ થઈ કહેવા લાગ્યો કે હે પ્રિયે! એક સીતા
નામની સ્ત્રી છે, સ્ત્રીઓની સૃષ્ટિમાં એવી બીજી નથી, તે જો મને નહિ ઇચ્છે તો મારું
જીવન નહિ રહે. મારું લાવણ્ય, રૂપ, માધુર્ય, સુંદરતા તે સુંદરી મળવાથી સફળ થશે. ત્યારે
એની દશા કષ્ટરૂપ જાણી હસીને દાંતની કાંતિરૂપ ચાંદનીને પ્રકાશતી કહેવા લાગી કે હે
નાથ! એ મોટા આશ્ચર્યની વાત છે કે તમારા જેવા પ્રાર્થના કરે અને તે તમને ન ઇચ્છે,
તો તે મંદભાગિની છે. આ સંસારમાં એવી કઇ પરમસુંદરી છે, જેનું મન તમને દેખવાથી
ખંડિત ન થાય અને મન મોહિત ન થાય અથવા તે સીતા કોઈ પરમ ઉદયરૂપ અદ્ભુત
ત્રૈલોક્યસુંદરી હોવી જોઈએ, જેને તમે ઈચ્છો છો અને તે તમને ઇચ્છતી નથી. આ તમારા
હાથ હાથીને સૂંઢ જેવા, રત્નજડિત બાજુબંધવાળા છે તેનાથી છાતીએ ભીડી તેને
બળાત્કારથી કેમ સેવતા નથી? ત્યારે રાવણે કહ્યું કે એ સર્વાંગસુંદરીને હું બળાત્કારે નહિ
ગ્રહણ કરું, તેનું કારણ સાંભળ. અનંતવીર્ય કેવળીની પાસે મેં એક વ્રત લીધું છે, તે
ભગવાન દેવઇન્દ્રાદિથી વંદ્ય એ પ્રમાણે વ્યાખ્યા કરતા હતા કે સંસારમાં ભ્રમણ કરતા જીવ
પરમદુઃખી છે, તેમને પાપની નિવૃત્તિ નિર્વાણનું કારણ છે, એક પણ નિયમ મહાફળ આપે
છે અને જેને એક પણ વ્રત નથી તે મનુષ્યોમાં અને પશુઓમાં કાંઈ અંતર નથી, માટે
પોતાની શક્તિ પ્રમાણે પાપને તજો, સુકૃતરૂપ ધન અંગીકાર કરો જેથી જન્મઅંધની પેઠે
સંસારરૂપ અંધકૂપમાં ન પડો. આ પ્રમાણે ભગવાનના મુખકમળમાંથી નીકળેલું વચનરૂપ
અમૃત પીને કેટલાક મનુષ્યો તો મુનિ થયા. કેટલાક અલ્પ શક્તિવાળા અણુવ્રત ધારણ
કરીને શ્રાવક થયા, કર્મના સંબંધથી બધાની એકસરખી શક્તિ હોતી નથી. ત્યાં
ભગવાનની સમીપમાં એક સાધુ મારા પર કૃપા કરીને મને કહેવા લાગ્યા, હે દશાનન!
તમે પણ કાંઈક નિયમ લ્યો, તું દયા-ધર્મરૂપ રત્ન-નદી પાસે આવ્યો છે તો ગુણરૂપ
રત્નોના સંગ્રહ વિના ખાલી ન જા. એ પ્રમાણે કહ્યું ત્યારે મેં તેમની વાત માન્ય રાખીને
દેવ-અસુર-વિદ્યાધર-મુનિ-સર્વની સાક્ષીએ વ્રત લીધું કે જે પરનારી મને ન ઇચ્છે તેને હું
બળાત્કારે નહિ સેવું. હે પ્રાણપ્રિયે! મેં વિચાર્યું કે મારા જેવા રૂપાળા નરને જોઈને એવી
કઈ સ્ત્રી છે જે માન કરે, તેથી હું બળાત્કારે સીતાનું સેવન નહિ કરું. રાજાઓની એ જ
રીત છે કે જે વચન કહે તેને નિભાવે, નહિતર મહાન દોષ લાગે. તેથી હું પ્રાણ ત્યજું
ત્યારપહેલાં તું સીતાને પ્રસન્ન કર; ઘર બળી ગયા પછી કૂવો ખોદવો નકામો છે. પછી
મંદોદરી રાવણને વિહ્વળ જાણીને કહેવા લાગી કે હે નાથ! તમારી આજ્ઞા પ્રમાણે જ થશે.
આમ કહીને દેવારણ્ય નામના ઉદ્યાનમાં ગઈ અને તેની આજ્ઞા થતાં અઢાર હજાર રાણી
ગઈ. મંદોદરી જઈ સીતાને આ પ્રમાણે કહેવા લાગીઃ હે સુંદરી! હર્ષના સ્થાનમાં વિષાદ
શા માટે કરે છે ? જે સ્ત્રીની રાવણપતિ હોય તે જગતમાં ધન્ય છે. બધા વિદ્યાધરોના
અધિપતિ, સુરપતિને જીતનાર, ત્રણ લોકમાં સુંદર, તેને કેમ ઇચ્છતી નથી? નિર્જન વનના
નિવાસી, નિર્ધન, શક્તિહીન ભૂમિગોચરીને માટે શું દુઃખ કરે છે? સર્વલોકમાં શ્રેષ્ઠને
અંગીકાર કરી સુખ
Page 373 of 660
PDF/HTML Page 394 of 681
single page version
આવે છે તે પોતાના સુખ માટે કરવામાં આવે છે. અને મારું કહ્યું જો નહિ કરે તો તારું
જે હોનહાર છે તે થશે. રાવણ મહાબળવાન છે, કદાચ તેની પ્રાર્થના તું સ્વીકારે નહિ અને
તે કોપ કરશે તો તને આ વાતમાં નુકસાન જ છે. રામ-લક્ષ્મણ તારા સહાયક છે તે
રાવણ કોપ કરશે તો જીવતા રહેશે નહિ માટે શીઘ્ર વિદ્યાધરોના ઈશ્વરને અંગીકાર કર,
જેની કૃપાથી પરમ ઐશ્વર્ય પામી દેવો સમાન સુખ ભોગવીશ. જ્યારે આ પ્રમાણે કહ્યું
ત્યારે જેની આંખો આંસુથી ભરેલી છે એવી જાનકીએ ગદગદ વાણીથી કહ્યું કે હે નારી!
તેં આ બધાં વચન વિરુદ્ધ કહ્યાં. તું પતિવ્રતા કહેવરાવે છે. પતિવ્રતાના મુખમાંથી આવાં
વચન કેવી રીતે નીકળે? મારું આ શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, હણાઈ જાય, પરંતુ હું
અન્ય પુરુષને ઇચ્છીશ નહિ, રૂપમાં સનત્કુમાર સમાન હોય કે ઇન્દ્ર સમાન હોય, તે મારે
શા કામનો? હું બિલકુલ અન્ય પુરુષને ઇચ્છતી નથી. તમે બધી અઢાર હજાર રાણી ભેગી
થઈને આવી છો તો પણ તમારું કહ્યું હું નહિ કરું. તારી ઇચ્છા હોય તેમ કર. તે જ સમયે
રાવણ આવ્યો, મદનના આતાપથી પીડિત, જેમ તૃષાસુર મત્ત હાથી ગંગાને કિનારે આવે
તેમ સીતાની સમીપે આવી મધુર વાણીથી આદરપૂર્વક કહેવા લાગ્યો કે હે દેવી! તું ડર ન
રાખ, હું તારો ભક્ત છું. હે સુંદરી! ધ્યાન દઈને એક વિનંતી સાંભળ, હું ત્રણ લોકમાં કઈ
વસ્તુથી હીન છું કે તું મને ઇચ્છતી નથી? આમ કહીને સ્પર્શની ઇચ્છા કરવા લાગ્યો.
ત્યારે સીતા ક્રોધથી કહેવા લાગી કે હે પાપી! આઘો જા, મારા અંગને ન અડ. રાવણે કહ્યું
કે કોપ અને અભિમાન છોડી પ્રસન્ન થા, શચિ ઇન્દ્રાણી સમાન દિવ્ય ભોગોની સ્વામીની
થા. સીતાએ ઉત્તર આપ્યો કે કુશીલવાન પુરુષનો વૈભવ મળ સમાન છે અને શીલવાનને
દરિદ્રતા જ આભૂષણ છે. જે ઉત્તમ વંશમાં ઊપજ્યા છે તેમને શીલની હાનિથી બેય લોક
બગડે છે માટે મારે તો મરણ જ શરણ છે. તું પરસ્ત્રીની અભિલાષા રાખે છે તો તારું
જીવન વૃથા છે. જે શીલ પાળીને જીવે છે તેનું જ જીવન સફળ છે. જ્યારે સીતાએ આ
પ્રમાણે તિરસ્કાર કર્યો ત્યારે રાવણ ક્રોધથી માયાની પ્રવૃત્તિ કરવા લાગ્યો. બધી અઢારેય
હજાર રાણીઓ જતી રહી અને રાવણની માયાના ભયથી સૂર્ય ડૂબી ગયો. મદઝરતી
માયામયી હાથીઓની ઘટા આવી. જોકે સીતા ભયભીત થઈ તો પણ રાવણને શરણે ન
ગઈ. પછી અગ્નિના તણખા ઊડવા લાગ્યા અને જીભના લબકારા મારતા સર્પો આવ્યા
તો પણ સીતા રાવણના શરણે ન ગઈ. પછી અત્યંત ક્રૂર વાંદરા મોઢું ફાડીને ઊછળી
ઊછળીને આવ્યા, ભયાનક અવાજ કરવા લાગ્યા તો પણ સીતા રાવણના શરણે ન ગઈ.
અગ્નિની જ્વાળા સમાન ચપળ જિહ્વાવાળા માયામયી અજગરોએ ભય ઉત્પન્ન કર્યો તો
પણ સીતા રાવણને શરણે ન ગઈ. વળી અંધકાર સમાન શ્યામ ઊંચા વ્યંતરો હુંકારા
કરતા આવ્યા, ભય ઉપજાવવા લાગ્યા તો પણ સીતા રાવણને શરણે ન ગઈ. આ પ્રમાણે
નાના પ્રકારની ચેષ્ટાથી રાવણે ઉપસર્ગ કર્યા તો પણ સીતા ન ડરી. રાત્રિ પૂરી થઈ,
જિનમંદિરોમાં વાજિંત્રોના અવાજ થવા લાગ્યા, બારણાં ખૂલ્યાં, જાણે કે લોકોનાં લોચન જ
ઊઘડયાં. પ્રાતઃ સંધ્યાથી પૂર્વ
Page 374 of 660
PDF/HTML Page 395 of 681
single page version
ચંદ્રમાને પ્રભારહિત કરી સૂર્યનો ઉદય થયો. કમળો ખીલ્યાં, પક્ષીઓ ઊડવા લાગ્યાં,
પ્રભાત થયું, ત્યારે પ્રાતઃક્રિયા વિભીષણાદિ રાવણના ભાઈ ખરદૂષણના શોકથી રાવણ
પાસે આવ્યા અને નીચું મુખ કરીને, આંસુ સારતાં જમીન પર બેઠા. ત્યારે પટની અંદર
શોકથી ભરેલી સીતાના રુદનનો અવાજ વિભીષણે સાંભળ્યો અને સાંભળીને કહેવા લાગ્યો
કે આ કોણ સ્ત્રી રુદન કરે છે? પોતાના સ્વામીથી વિખૂટી પડી છે, એના શોકસંયુક્ત
શબ્દો પ્રગટ દુઃખ દેખાડે છે. વિભીષણના આ શબ્દો સાંભળી સીતા અધિક રોવા લાગી,
સજ્જનને જોઈને શોક વધે જ છે. વિભીષણે પૂછયું કે બહેન! તું કોણ છે? સીતાએ
જવાબ આપ્યો કે હું રાજા જનકની પુત્રી, ભામંડળની બહેન, રામની રાણી, છું. દશરથ
મારા સસરા અને લક્ષ્મણ મારા દિયર છે તે ખરદૂષણ સાથે લડવા ગયા તેની પાછળ
મારા સ્વામી ભાઈને મદદ કરવા ગયા. હું વનમાં એકલી હતી તે વખતે લાગ જોઈને આ
દુષ્ટ ચિત્તવાળાએ મારું હરણ કર્યું. મારા પતિ મારા વિના પ્રાણત્યાગ કરશે. તેથી હે
ભાઈ! મને મારા પતિ પાસે તરત જ મોકલી દો. સીતાનાં આ વચન સાંભળી વિભીષણ
રાવણને વિનયથી કહેવા લાગ્યોઃ હે દેવ! આ પરનારી અગ્નિની જ્વાળા છે, આશીવિષ
સર્પની ફેણ સમાન ભયંકર છે. આપ શા માટે લાવ્યા, હવે તરત જ મોકલી દો. હે
સ્વામી! હું બાળબુદ્ધિ છું, પરંતુ મારી વિનંતી સાંભળો. આપે મને આજ્ઞા કરી હતી કે તું
યોગ્ય વાત અમને કહેતો રહે, તેથી આપની આજ્ઞાથી હું કહું છું. તારી કીર્તિરૂપ વેલીઓથી
બધી દિશા વ્યાપ્ત થયેલી છે, એવું ન બને કે અપયશરૂપ અગ્નિથી આ કીર્તિલતા ભસ્મ
થઈ જાય. આ પરદારાની અભિલાષા અયુક્ત, અતિભયંકર, મહાનિંદ્ય, બન્ને લોકનો નાશ
કરનારી છે, જેનાથી જગતમાં લજ્જા ઉત્પન્ન થાય અને ઉત્તમજનોથી ધિક્કર મળે છે. જે
ઉત્તમજન છે તેમના હૃદયને અપ્રિય એવું અનીતિ કાર્ય કદી પણ કર્તવ્ય નથી. આપ બધી
વાત જાણો છો, બધી મર્યાદા આપનાથી જ રહે છે, આપ વિદ્યાધરોના મહેશ્વર, આ બળતો
અંગારો શા માટે હૃદયમાં ચાંપો છો? જે પાપબુદ્ધિવાળો પરદારાને સેવે છે તે નરકમાં
પ્રવેશ કરે છે, જેમ લોઢાનો તપેલો ગોળો જળમાં પ્રવેશ કરે તેમ પાપી નરકમાં પડે છે.
વિભીષણના આ વચન સાંભળીને રાવણ બોલ્યો કે હે ભાઈ! પૃથ્વી પર જે સુંદર વસ્તુ
છે તેનો હું સ્વામી છું, બધી મારી જ વસ્તુ છે, પરવસ્તુ ક્યાંથી આવી? આમ કહીને
બીજી વાત કરવા લાગ્યો. પછી મહાનીતિનો જાણકાર મારિચ નામનો મંત્રી ક્ષણવાર પછી
કહેવા લાગ્યો કે જુઓ આ મોહકર્મની ચેષ્ટા, રાવણ જેવા વિવેકી સર્વ રીત જાણે છે અને
આવું કામ કરે? જે સર્વથા સુબુદ્ધિમાન પુરુષ છે તેમણે પ્રભાતમાં ઊઠતાં જ પોતાનું હિત-
અહિત વિચારવું જોઈએ, વિવેક ન ચૂકવો જોઈએ, આ પ્રમાણે નિરપેક્ષ થયેલો
મહાબુદ્ધિમાન મારિચ કહેવા લાગ્યો. ત્યારે રાવણે પાછો કાંઈ જવાબ ન આપ્યો, ઊઠીને
ઊભો થઈ ગયો, ત્રૈલોક્યમંડન હાથી પર બેસી સર્વ સામંતો સાથે ઉપવનમાંથી નગરમાં
ગયો. બરછી, તોમર, ચમર, છત્ર, ધ્વજા આદિ અનેક વસ્તુ જેમના હાથમાં છે એવા
પુરુષો આગળ ચાલ્યા જાય
Page 375 of 660
PDF/HTML Page 396 of 681
single page version
ચાલી રહ્યા છે અને કાળી ઘટા સમાન મદઝરતા ગજરાજ ચાલ્યા જાય છે, નાના પ્રકારની
ચેષ્ટા કરતા, ઊછળતાં પ્યાદાં ચાલ્યાં જાય છે, આ પ્રમાણે રાવણે લંકામાં પ્રવેશ કર્યો.
રાવણની ચક્રવર્તીની સંપદાને સીતા તૃણથી પણ જઘન્ય જાણે છે, સીતાનું નિષ્કલંક મન
આનાથી લોભાયું નહિ, જેમ જળમાં કમળ અલિપ્ત રહે તેમ સીતા અલિપ્ત રહે છે. સર્વ
ઋતુનાં પુષ્પોથી શોભિત નાના પ્રકારનાં વૃક્ષ અને લતાઓથી પૂર્ણ એવા પ્રમદ નામના
વનમાં સીતાને રાખી છે. તે વન નંદનવન જેવું સુંદર છે, જે જુએ તેનાં નેત્ર પ્રસન્ન થાય
છે, ફુલ્લગિરિની ઉપર આ વનને દેખ્યા પછી બીજે ઠેકાણે દ્રષ્ટિ ન જાય, જેને જોવાથી
દેવોનું મન ઉન્માદિત બને તો મનુષ્યોની તો શી વાત કરવી? તે ફુલ્લગિરિ સપ્તવનથી
વીંટળાયેલો શોભે છે, જેમ ભદ્રશાલ આદિ વનથી સુમેરુ શોભે છે.
ઉપર જનાનન્દ જ્યાં ચતુરજનો ક્રીડા કરે છે અને ત્રીજું સુખસેવ્ય જ્યાં અતિમનોજ્ઞ સુંદર
વૃક્ષ અને વેલ, કાળી ઘટા સમાન સઘન સરોવર-સરિતા-વાપિકા અત્યંત મનોહર છે અને
સમુચ્ચયમાં સૂર્યનો આતાપ નથી, વૃક્ષો ઊંચાં છે, કોઈ કોઈ જગ્યાએ સ્ત્રીઓ ક્રીડા કરે છે
અને કોઈ ઠેકાણે પુરુષો ક્રીડા કરે છે. ચારણપ્રિય વનમાં ચારણ મુનિ ધ્યાન કરે છે.
નિબોધ જ્ઞાનનો નિવાસ છે અને સૌની ઉપર અતિસુંદર પ્રમદ નામનું વન છે, ત્યાં તેની
ઉપર નાગરવેલ, કેતકીનાં ઝૂંડ, સ્નાનક્રીડા કરવાને યોગ્ય રમણીક વાપિકા કમળોથી શોભે
છે, અનેક ખંડોવાળા મહેલ છે; નારંગી, બીજોરા, નારિયેળ, ખારેક, તાડ ઇત્યાદિ અનેક
જાતિનાં વૃક્ષો, પુષ્પોના ગુચ્છોથી શોભે છે. તેના ઉપર ભમરા ગુંજારવ કરે છે, વેલીઓનાં
પાંદડાં મંદ પવનથી ડોલે છે. જે વનમાં સઘન વૃક્ષો સમસ્ત ઋતુનાં ફળફૂલોથી કાળી ઘટા
સમાન ગાઢ છે, મોરનાં યુગલોથી શોભે છે, તે વનનો વૈભવ મનોહર વાપી, સહસ્ત્રદળ
કમળ જેનાં મુખ છે, તે નીલકમળરૂપ નેત્રોથી નીરખે છે. સરોવરમાં મંદ મંદ પવનથી
કલ્લોલ ઊઠે છે, જાણે કે સરોવરી નૃત્ય જ કરે છે. કોયલો બોલે છે તે જાણે વાર્તાલાપ કરે
છે, રાજહંસીઓના સમૂહથી જાણે સરોવરી હસે જ છે. ઘણું કહેવાથી શો લાભ? તે પ્રમદ
નામનું ઉદ્યાન સર્વ ઉત્સવોનું મૂળ, ભોગોનું નિવાસસ્થાન, નંદનવન કરતાં પણ ચડિયાતું
છે, તે વનમાં એક અશોકમાલિની નામની વાવ છે તે કમળાદિથી શોભિત છે, તેનાં
પગથિયાં મણિ અને સુવર્ણનાં છે, તેના દ્વારનો આકાર વિચિત્ર છે, ત્યાં મનોહર મહેલો
છે, તેના સુંદર ઝરૂખા છે, તેમાંથી ઝરણાં વહે છે, ત્યાં અશોકવૃક્ષની નીચે સીતાને રાખી
છે. સીતા શ્રી રામજીના વિયોગથી અત્યંત શોક કરે છે, જેમ ઇન્દ્રથી વિખૂટી પડેલી
ઇન્દ્રાણી. રાવણની આજ્ઞાથી અનેક સ્ત્રી વિદ્યાધરી ખડી જ રહે છે, હાથમાં જાતજાતનાં
વસ્ત્રો, આભૂષણો, સુગંધી પદાર્થો લઈને જાતજાતની ચેષ્ટા કરીને સીતાને પ્રસન્ન કરવા
ચાહે છે. દિવ્ય ગીત, દિવ્ય નૃત્ય, દિવ્ય વાજિંત્ર,
Page 376 of 660
PDF/HTML Page 397 of 681
single page version
આનંદિત થાય? જેમ અભવ્ય જીવ મોક્ષસંપદા સિદ્ધ ન કરી શકે તેમ રાવણની દૂતીઓ
સીતાને પ્રસન્ન કરી શકી નહિ. ઉપરાઉપર રાવણ દૂતી મોકલે, કામરૂપ દાવાનળની
પ્રજ્વલિત જ્વાળાથી વ્યાકુળ જાતજાતનાં અનુરાગનાં વચનો સીતાને કહેવરાવે, આ કાંઈ
જવાબ આપે નહિ, દૂતી જઈને રાવણને કહે છે કે દેવ! એ તો આહારપાણી છોડીને બેઠી
છે, તમને કેવી રીતે ઇચ્છે? તે કોઈની સાથે વાત કરતી નથી, સ્થિર અંગથી બેઠી છે,
અમારી તરફ દ્રષ્ટિ જ નથી કરતી, અમૃતથીયે સ્વાદિષ્ટ અને દૂધ વગેરેથી મિશ્રિત નાના
પ્રકારનાં વ્યંજનો તેના મુખ આગળ મૂકીએ છીએ તેને અડતીયે નથી. આ દૂતીઓની વાત
સાંભળીને રાવણ ખેદખિન્ન થાય છે. જેનું અંગ મદનાગ્નિની જ્વાળાથી વ્યાપ્ત છે તે
અત્યંત દુઃખરૂપ ચિંતાના સાગરમાં ડૂબી ગયો. કોઈ વાર નિશ્વાસ નાખે છે, કોઈ વાર
શોક કરે છે, તેનું મુખ સુકાઈ ગયું છે, કોઈ વાર કાંઈક ગાય છે, જેનું હૃદય કામરૂપ
અગ્નિથી દગ્ધ થયું છે, કાંઈક વિચારી વિચારીને નિશ્ચળ થાય છે, પોતાનું અંગ પૃથ્વી પર
પટકે, પાછો ઊઠે, સૂનમૂન બની જાય, સમજ્યા વિના ઊઠીને ચાલવા લાગે, વળી પાછો
આવે, જેમ હાથી સૂંઢને પટકે તેમ તે જમીન પર હાથ પછાડે, સીતાનું બરાબર ચિંતન
કરતો આંખમાંથી આંસુ વહાવે, કોઈવાર અવાજ કરીને બોલાવે, કોઈ વાર હૂંકાર કરે,
કોઈ વાર ચૂપ થઈ જાય, કોઈ વાર વૃથા બકવાસ, કરે, કોઈ વાર વારંવાર સીતા સીતા
બોલ્યા કરે, કોઈ વાર મુખ નીચું કરી નખથી ધરતી ખોતરે, કોઈ વાર પોતાના હૃદય
ઉપર હાથ મૂકે, કોઈ વાર હાથ ઊંચા કરે, કોઈ વાર પથારીમાં પડે, કોઈ વાર ઊભો થઈ
જાય, કોઈ વાર કમળ છાતી પર અડાડે, કોઈ વાર દૂર ફેંકી દે, કોઈ વાર શ્રૃંગારનાં કાવ્ય
વાંચે, કોઈ વાર આકાશ તરફ જુએ, કોઈ વાર હાથથી હાથ મસળે, કોઈ વાર પગથી
પૃથ્વી પર પ્રહાર કરે, નિશ્વાસરૂપ અગ્નિથી અધર શ્યામ થઈ ગયા છે. કોઈ વાર ‘કહે
કહે’ એવો અવાજ કરે છે, કોઈ વાર પોતાના વાળ વીંખે છે, કોઈ વાર વાળ બાંધે છે,
કોઈ વાર બગાસાં ખાય છે, કોઈ વાર મુખ પર કપડું ઢાંકે છે, કોઈ વાર બધાં વસ્ત્રો
પહેરી લે છે. સીતાનાં ચિત્રો બનાવે, કોઈ વાર આંસુ સારીને આર્દ્રતા કરે છે, દીન થઇને
હાહાકાર કરે છે, મદનગ્રહથી પિડાઈને અનેક ચેષ્ટા કરે છે, આશારૂપ ઇંધનથી પ્રજ્વલિત
કામરૂપ અગ્નિથી તેનું હૃદય જલે છે, શરીર પણ જલે છે, કોઇ વાર મનમાં વિચારે છે કે
હું કેવી અવસ્થા પામ્યો છું કે જેથી મારું શરીર પણ ટકાવી શકતો નથી. મેં અનેક ગઢ
અને સાગરની મધ્યમાં રહેલા મોટા મોટા હજારો વિદ્યાધરોને યુદ્ધમાં જીત્યા છે અને
લોકમાં પ્રસિદ્ધ ઇન્દ્ર નામના વિદ્યાધરને બંદીગૃહમાં નાખ્યો, અનેક રાજાઓને યુદ્ધમાં
જીત્યા, હવે મોહથી ઉન્મત્ત થયેલો હું પ્રમાદને વશ વર્તું છું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને
કહે છે કે હે રાજન્! રાવણ તો કામને વશ થયો અને મહાબુદ્ધિમાન, મંત્રણા કરવામાં
નિપુણ વિભીષણે બધા મંત્રીઓને એકઠા કરી મંત્રણા કરી. કેવો છે વિભીષણ? રાવણના
રાજ્યનો ભાર જેના શિર પર પડેલો છે, જેણે સમસ્ત શાસ્ત્રોના જ્ઞાનરૂપ જળથી મનરૂપ
મેલને ધોઈ નાખ્યો
Page 377 of 660
PDF/HTML Page 398 of 681
single page version
જ વિચાર કરે છે. તે મંત્રીઓને કહેવા લાગ્યો કે હે વૃદ્ધો! રાજાની તો આ દશા છે, હવે
આપણું શું કર્તવ્ય છે તે કહો! વિભીષણનાં વચન સાંભળી સંભિન્નમતિ મંત્રી કહેવા
લાગ્યો કે અમે શું કહીએ, બધું કાર્ય બગડી ગયું છે. રાવણનો જમણો હાથ ખરદૂષણ હતો,
તે મરણ પામ્યો છે અને વિરાધિત કઇ ચીજ છે કે શિયાળમાંથી સિંહ થઈ ગયો છે. તે
યુદ્ધમાં લક્ષ્મણનો સહાયક થયો ને વાનરવંશી પરાણે વસી ગયા છે; એમનો આકાર તો
કાંઈક બીજો છે અને મનમાં કાંઈક બીજું જ હોય છે; જેમ સર્પ ઉપર તો નરમ લાગે છે
અને અંદરમાં વિષ હોય છે. પવનનો પુત્ર જે હનુમાન તે ખરદૂષણની પુત્રી અનંગકુસુમનો
પતિ છે અને તે સુગ્રીવની પુત્રીને પણ પરણ્યો છે, તેને સુગ્રીવનો પક્ષ વિશેષ છે.
સંભિન્નમતિનાં આ વચન સાંભળી પંચમુખ નામનો મંત્રી હસીને બોલ્યો, તમે
ખરદૂષણના મરણનો શોક કર્યો, પણ શૂરવીરોની તો એ જ રીત છે કે સંગ્રામમાં શરીરનો
ત્યાગ કરે. એક ખરદૂષણના મરણથી રાવણને કઈ ખોટ પડી ગઈ છે? જાણે કે પવનના
ઝપાટાથી સમુદ્રમાંથી જળનું એક ટીપું ગયું તો સમુદ્રને કેટલી ઘટ પડી ગઈ? વળી તમે
બીજાઓની પ્રશંસા કરો છો તેથી મારા મનમાં શરમ આવે છે. ક્યાં જગતનો સ્વામી
રાવણ અને ક્યાં તે વનવાસી ભૂમિગોચરી? લક્ષ્મણના હાથમાં સૂર્યહાસ ખડ્ગ આવ્યું તો
શું થઈ ગયું? વિરાધિત તેને આવી મળ્યો તેથી શું? જેમ પહાડ વિષમ હોય અને
સિંહસંયુક્ત હોય તો પણ શું દાવાનળ તેને ન બાળી નાખે? સર્વથા બાળે જ. ત્યારે
સહસ્ત્રમતિ મંત્રી માથું હલાવી કહેવા લાગ્યો કે આ શી અર્થહીન વાતો કરો છો? જેમાં
સ્વામીનું હિત હોય તે કરવું, બીજા અલ્પ છે અને આપણે મોટા છીએ-એવો વિચાર
બુદ્ધિમાનને હોતો નથી. સમય આવ્યે એક અગ્નિનો તણખો આખી પૃથ્વીને બાળી નાખે
છે. અશ્વગ્રીવની પાસે મહાન સેના હતી અને આખી પૃથ્વીમાં તે પ્રસિદ્ધ થયો હતો તો
પણ નાનકડા ત્રિપુષ્ટિએ તેને રણમાં રોળી નાખ્યો. માટે બીજા પ્રયત્ન છોડીને લંકાની
રક્ષાનો પ્રયત્ન કરો. નગરીને અત્યંત દુર્ગમ બનાવો, કોઈ પ્રવેશ ન કરી શકે માટે
મહાભયાનક માયામયી યંત્ર સર્વ દિશાઓમાં ફેલાવો અને નગરમાં દુશ્મનનો કોઈ માણસ
આવવા ન પામે એમ ગોઠવણ કરો, લોકોને ધૈર્ય રાખવાનું કહો, સર્વ ઉપાયથી રક્ષણ કરો
કે જેથી રાવણ સુખ પામે. મધુર વચનોથી અને જાતજાતની વસ્તુઓની ભેટથી સીતાને
પ્રસન્ન કરો, જેમ દૂધ પાઈને નાગણીને પ્રસન્ન કરીએ છીએ. વાનરવંશી યોદ્ધાઓની
નગરની બહાર ચોકી રાખો. આમ કરવાથી કોઈ દુશ્મનનો નાયક આવી ન શકે અને
અહીંની વાત દુશ્મનો પાસે ન જાય; આ પ્રમાણે ગઢનો પ્રયત્ન કરવામાં આવે તો કોને
ખબર પડવાની કે સીતાને કોણ હરી ગયું છે અને તે ક્યાં છે? સીતા વિના રામ
નિશ્ચયથી પ્રાણ તજશે. જેની સ્ત્રી જાય તે કેવી રીતે જીવે અને રામ મર્યા પછી એકલો
લક્ષ્મણ શું કરશે? અથવા રામના મરણથી શોક પામીને લક્ષ્મણ અવશ્ય મરશે, જીવશે
નહિ; જેમ દિપક ગયા પછી પ્રકાશ રહેતો નથી. અને આ બે ભાઈ મર્યા પછી અપરાધરૂપ
સમુદ્રમાં ડૂબેલો વિરાધિત
Page 378 of 660
PDF/HTML Page 399 of 681
single page version
શું કરશે? અને સુગ્રીવના રૂપવાળો વિદ્યાધર તેના ઘરમાં આવ્યો તો રાવણ સિવાય
સુગ્રીવનું દુઃખ કોણ દૂર કરશે? માયામયી યંત્રની રખેવાળી સુગ્રીવને સોંપીએ, જેથી તે
પ્રસન્ન થાય, રાવણ એના શત્રુનો નાશ કરે. લંકાની રક્ષાનો ઉપાય માયામયી યંત્ર વડે
કરાવો. આ મંત્રણાથી આનંદ પામી બધા પોતપોતાના ઘેર ગયા. વિભીષણે માયામયી
યંત્રથી લંકાના રક્ષણનો ઉપાય ગોઠવ્યો, અને નીચે, ઉપર, કે વચ્ચેથી કોઈ આવી ન શકે
એ પ્રમાણે નાના પ્રકારની વિદ્યાથી લંકાને અગમ્ય કરી દીધી. ગૌતમ ગણધર કહે છે કે હે
શ્રેણિક! સંસારી જીવો બધા જ લૌકિક કાર્યમાં પ્રવૃત્ત હોય છે, તેમનાં ચિત્ત આકુળતાથી
ભરેલાં છે અને જે આકુળતારહિત નિર્મળ ચિત્તવાળા છે તેમને જિનવચનોના અભ્યાસ
સિવાય બીજું કર્તવ્ય હોતું નથી, અને જે જિનેશ્વરે કહ્યું છે તે પુરુષાર્થ વિના સિદ્ધ થતું
નથી અને જેનું ભવિતવ્ય ભલું ન હોય તેને પુરુષાર્થ સૂઝતો નથી. તેથી જે ભવ્ય જીવ છે
તે સર્વથા સંસારથી વિરક્ત થઈ મોક્ષનો પ્રયત્ન કરો. નર, નારક, દેવ અને તિર્યંચ એ
ચારેય ગતિ દુઃખરૂપ છે. અનાદિકાળથી આ પ્રાણી કર્મના ઉદયથી યુક્ત રાગાદિમાં પ્રવર્તે
છે. તેથી એમનાં ચિત્તમાં કલ્યાણરૂપ વચન ન આવે. તે અશુભનો ઉદય મટાડી શુભની
પ્રવૃત્તિ કરે તો શોકરૂપ અગ્નિથી તપ્તાયમાન ન થાય.
કરનાર છેતાળીસમું પર્વ પૂર્ણ થયું.
સેનાના સામંતો મરેલા પડયા હતા. વિખરાયેલા રથ, મરેલા હાથી, મરેલા ઘોડા
છિન્નભિન્ન થઈ ગયા હતા, કેટલાક રાજાઓના અગ્નિસંસ્કાર થતા હતા, કેટલાક
સીસકતા હતા, કેટલાકના હાથ કપાઈ ગયા છે, કેટલાકની જાંધ કપાઈ ગઈ છે, કેટલાકનાં
આંતરડાં બહાર નીકળી ગયાં છે, કેટલાકના મસ્તક પડયાં છે, કેટલાકને શિયાળિયા ખાય
છે, કેટલાકને પક્ષી ચાંચ મારે છે, કેટલાકના પરિવાર રુએ છે, કેટલાકોને લટકાવી રાખ્યા
છેઃ રણક્ષેત્રનો આ દેખાવ જોઈને સુગ્રીવ કોઈને પૂછવા લાગ્યો ત્યારે તેણે કહ્યું કે
ખરદૂષણ મરી ગયો. સુગ્રીવને ખરદૂષણનું મરણ સાંભળીને દુઃખ થયું, તે મનમાં વિચારે
છે કે મોટો અનર્થ થયો. તે ખૂબ બળવાન હતો, જેના વડે મારું બધું દુઃખ ટળે તેમ હતું
તે મારી આશારૂપ વૃક્ષને કાળ દિગ્ગજે તોડી પાડયું હું પુણ્યહીન છું. હવે મારું દુઃખ કેવી
રીતે મટશે? જોકે ઉદ્યમ કર્યા વિના જીવને સુખ મળતું નથી તેથી દુઃખ દૂર કરવાનો
Page 379 of 660
PDF/HTML Page 400 of 681
single page version
પાછો ગયો. ત્યારે સુગ્રીવે વિચાર્યું કે ક્યો ઉપાય કરું તો ચિત્તની પ્રસન્નતા થાય. જેમ
નવો ચંદ્ર જોવાથી હર્ષ થાય છે. જો રાવણને શરણે જાઉં તો રાવણ મારું અને શત્રુનું
એકસરખું રૂપ જોઈને કદાચ મને જ મારી નાખે અથવા બન્નેને મારી સ્ત્રીને હરી જાય તે
કામાંધ છે, કામાંધનો વિશ્વાસ ન થાય. ગુપ્ત વાત, દોષ, અપમાન, દાનપુણ્ય, વિત્ત,
શૂરવીરતા, કુશીલ, મનનો સંતાપ; આ બધું કુમિત્રને ન કહેવાય, જો કહેવામાં આવે તો
ખતા ખાવી પડે. માટે સંગ્રામમાં જેણે ખરદૂષણને માર્યો છે તેના જ શરણે જાઉં. તે મારું
દુઃખ હરશે, કારણે કે જેના ઉપર દુઃખ પડયું હોય તે દુઃખીનાં દુઃખને જાણે. જેમને અવસ્થા
સમાન હોય તેમની જ વચ્ચે સ્નેહ થાય છે. સીતાના વિયોગનું સીતાના પતિને જ દુઃખ
ઉપજ્યું છે. આમ વિચારીને વિરાધિતની પાસે અત્યંત પ્રેમથી પોતાનો દૂત મોકલ્યો. તે દૂતે
જઈને સુગ્રીવના આગમનનો વૃત્તાંત વિરાધિતને કહ્યો. વિરાધિત તે સાંભળીને મનમાં
આનંદ પામ્યો અને વિચાર્યું કે મોટી નવાઈની વાત છે કે સુગ્રીવ જેવા મહારાજા મારી
સાથે પ્રેમ કરવાની ઇચ્છા કરે છે. મોટાના આશ્રયથી શું કામ ન થાય? મેં શ્રી રામ-
લક્ષ્મણનો આશ્રય કર્યો તેથી સુગ્રીવ જેવો પુરુષ મારી સાથે સ્નેહ રાખવા ચાહે છે. સુગ્રીવ
આવ્યો, મેઘની ગર્જના જેવા વાજિંત્રોના શબ્દો સંભળાવા લાગ્યા તે સાંભળીને
પાતાળલંકાના લોકો વ્યાકુળ બન્યા. ત્યારે લક્ષ્મણે વિરાધિતને પૂછયું કે વાજિંત્રોનો અવાજ
કોનો સંભળાય છે? ત્યારે અનુરાધાનો પુત્ર વિરાધિત કહેવા લાગ્યો કે હે નાથ! આ
વાનરવંશીઓનો અધિપતિ પ્રેમથી ભરેલો તમારી પાસે આવ્યો છે. કિહકંધાપુરના રાજા
સૂર્યરજનો પુત્ર, પૃથ્વી પર પ્રસિદ્ધ મોટો વાલી અને નાનો સુગ્રીવ છે. વાલીએ તો
રાવણને શિર ન નમાવ્યું અને બધો પરિગ્રહ છોડી, સુગ્રીવને રાજ્ય આપી મુનિ થયા.
સુગ્રીવ નિષ્કંટક રાજ્ય કરે છે. તેની સુતારા નામની સ્ત્રી સાથે ઇન્દ્ર શચિની સાથે રમે
તેમ સુગ્રીવ રમે છે. તેને ગુણરત્નોથી શોભાયમાન અંગ અને અંગત નામના પુત્રો છે,
જેમની કીર્તિ પૃથ્વી પર ફેલાઇ રહી છે; વિરાધિત આ વાત કરી રહ્યો છે ત્યાં સુગ્રીવ
આવી ગયો. રામ અને સુગ્રીવ મળ્યા. રામને જોઈને જેના નેત્રકમળ ખીલી ઊઠયાં છે
એવો સુગ્રીવ સુવર્ણના આંગણામાં બેઠા બેઠા અમૃત સમાન વાણીથી યોગ્ય વાતચીત
કરવા લાગ્યા. સુગ્રીવની સાથે જે વૃદ્ધ વિદ્યાધર છે તે રામને કહેવા લાગ્યો કે હે દેવ! આ
રાજા સુગ્રીવ કિહકંધાપુરનો ધણી, મહાબળવાન, ગુણવાન પુરુષોને પ્રિય છે. કોઈ એક દુષ્ટ
વિદ્યાધરે માયાથી એનું રૂપ ધારણ કરી એની સ્ત્રી સુતારા અને એનું રાજ્ય પડાવી
લેવાનો પ્રયત્ન કર્યો છે. આ વચન સાંભળી રામ મનમાં વિચારવા લાગ્યા કે આ કોઈ
મારા કરતાં પણ વધારે દુઃખી છે. એ બેઠો હોવા છતાં બીજો પુરુષ એના ઘરમાં આવીને
ઘૂસી ગયો છે. એની પાસે રાજવૈભવ છે, પરંતુ તે કોઈ શત્રુને રોકવામાં સમર્થ નથી.
લક્ષ્મણે સુગ્રીવના મંત્રી જામવંતને બધાં કારણ પૂછયાં. જામવંત સુગ્રીવના મન સમાન છે.
તે મુખ્ય મંત્રી અત્યંત વિનયથી કહેવા લાગ્યો કે હે નાથ! કામની ફાંસીથી ઘેરાયેલો તે
પાપી સુતારાના રૂપ પર મોહિત થયો,