Page 320 of 660
PDF/HTML Page 341 of 681
single page version
છે, કૈકેયીના વચનથી ભરતને રાજ્ય આપ્યું છે, રામ અને લક્ષ્મણ પરદેશ જવા નીકળ્યા
છે ત્યારે તેના પિતાએ કન્યા ઇન્દ્રનગરના રાજાના પુત્ર બાલમિત્રને આપવાનો વિચાર
કર્યો. આ વાત વનમાલાએ સાંભળી. તેના હૃદયમાં તો લક્ષ્મણ બિરાજે છે. તેણે મનમાં
વિચાર્યું કે ભલે ગળે ફાંસો દે, મરવું સારું, પણ અન્ય પુરુષનો સંબંધ શુભ નથી. તે આ
વિચાર જાણે કે સૂર્યને સંભળાવતી હતી કે હે સૂર્ય! તમે અસ્ત થઈ જાવ, શીઘ્ર રાત્રિને
મોકલો. હવે દિવસની એક ક્ષણ મને વર્ષ સમાન લાગે છે. જાણે કે એના ચિંતવનથી જ
સૂર્ય અસ્ત થઈ ગયો. કન્યાએ ઉપવાસ કર્યો છે, સંધ્યાસમયે તે માતાપિતાની આજ્ઞા લઈ
શ્રેષ્ઠ રથમાં બેસી, વનયાત્રાનું બહાનું કાઢી રાત્રે જ્યાં રામ-લક્ષ્મણ રહ્યા હતા તે વનમાં
આવીને જાગરણ કર્યું. જ્યારે બધા લોકો સૂઈ ગયા ત્યારે તે મંદ પગલે ચાલતી, વનની
મૃગલીની જેમ તંબૂમાંથી બહાર નીકળી વનમાં ચાલી. તે મહાસતી પદ્મિની હતી, તેના
શરીરની સુગંધથી વન સુગંધિત બની ગયું. લક્ષ્મણ વિચારવા લાગ્યા કે આ કોઈ શ્રેષ્ઠ
રાજકુમારી જાણે કે પ્રકાશની મૂર્તિ છે, તેનું મન અત્યંત શોકના ભારથી પિડાય છે અને
એ આપઘાત કરીને મરવા જતી જણાય છે. હું છુપાઈને એની ચેષ્ટા જોઈશ. આમ
વિચારીને છૂપાઈને તે વડના વૃક્ષ નીચે બેઠા, જાણે કે કૌતુકયુક્ત દેવ કલ્પવૃક્ષ નીચે બેઠા
હોય. હંસ જેવી ચાલવાળી, ચંદ્રમા જેવા વદનવાળી, કોમલાંગી વનમાલા તે જ વડ નીચે
આવી, વસ્ત્ર જળમાં ભીંજવીને ફાંસી બનાવી અને મધુર વાણીમાં કહેવા લાગી. હે આ
વૃક્ષના નિવાસી દેવ! કૃપા કરીને મારી વાત સાંભળો. કદાચ વનમાં વિચરતા લક્ષ્મણ
આવે તો તમે એને એમ કહેજો કે તમારા વિરહથી અત્યંત દુઃખી વનમાલા તમારામાં
પોતાનું ચિત્ત જોડીને વડના વૃક્ષ પર વસ્ત્રની ફાંસી લગાવીને મરણ પામી છે, અમે એને
જોઈ છે અને તમને આ સંદેશો કહ્યો છે કે આ ભવમાં તો તમારો સંયોગ મને ન થયો,
હવે પરભવમાં તમે જ મારા પતિ થજો. આમ બોલીને વૃક્ષની ડાળી સાથે ગાળિયો
નાખીને પોતે ગળે ફાંસો ખાવા જાય છે તે જ વખતે લક્ષ્મણ કહેવા લાગ્યોઃ હે મુગ્ધે!
મારી ભુજામાં આલિંગન લેવા યોગ્ય તારા ગળામાં ફાંસી શા માટે નાખે છે? હે
સુંદરવદની, પરમસુંદરી! હું લક્ષ્મણ છું. જે તારા સાંભળવામાં આવ્યું છે તે જો અને
પ્રતીતિ ન આવે તો નિશ્ચય કરી લે. આમ કહીને હાથ વડે ફાંસી લઈ લીધી. ત્યારે તે
લજ્જાયુક્ત પ્રેમની દ્રષ્ટિથી લક્ષ્મણને જોઈને મોહિત થઈ. લક્ષ્મણનું રૂપ જગતના નેત્રને
હરનારું છે. તે ખૂબ આશ્ચર્ય પામીને મનમાં વિચારવા લાગી કે આ મારા ઉપર કોઈ દેવે
ઉપકાર કર્યો, મારી અવસ્થા જોઈને દયાળુ બન્યા, જેવું મેં સાંભળ્યું હતું તે પ્રમાણે
દૈવયોગથી આ નાથ મળ્યા, જેમણે મારા પ્રાણ બચાવ્યા. આમ વિચારતી વનમાલા
લક્ષ્મણના મેળાપથી અત્યંત અનુરાગ પામી.
માટે પુષ્પ અને પલ્લવોની કોમળ શય્યા બનાવીને પોતે અહીં જ બેઠા હતા તે અત્યારે
દેખાતા નથી.
Page 321 of 660
PDF/HTML Page 342 of 681
single page version
ભાઈ! હે લક્ષ્મણ! હે બાળક! ક્યાં ગયો? જલદી આવ. ત્યારે ભાઈએ કહ્યું કે હે દેવ!
આ આવ્યો. પછી વનમાલા સહિત મોટા ભાઈની પાસે આવ્યો. અડધી રાત્રે ચંદ્રનો ઉદય
થયો. કુમુદો ખીલી ઉઠયાં. શીતલ મંદ મંદ પવન વાવા લાગ્યો. તે વખતે વનમાલા કૂંપળ
જેવા કોમળ કર જોડીને, વસ્ત્રથી સર્વ અંગ ઢાંકીને, લજ્જાથી નમ્ર મુખ કરીને, સમસ્ત
કર્તવ્ય જાણનારી, અત્યંત વિનયપૂર્વક શ્રી રામ ને સીતાનાં ચરણારવિંદમાં પડી. સીતા
લક્ષ્મણને કહેવા લાગ્યાઃ હે કુમાર! તમે ચંદ્રતુલ્ય બન્યા. ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચા
ઢળી ગયા. શ્રી રામ જાનકીને પૂછવા લાગ્યા, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે સીતાએ
જવાબ આપ્યો હે દેવ! જે સમયે ચંદ્રકલા સહિત ચંદ્રનો ઉદ્યોત થયો તે જ સમયે કન્યા
સહિત લક્ષ્મણ આવ્યા. શ્રી રામ સીતાના વચન સાંભળીને પ્રસન્ન થયા.
કરતા બેઠા. આ તરફ વનમાલાની સખી જાગીને જુએ છે તો સેજ સૂની હતી. કન્યા
નહોતી. તે ભયથી વ્યાકુળ બની રુદન કરવા લાગી. તેના અવાજથી યોદ્ધાઓ જાગી ગયા,
આયુધો લઈને તરત દશે દિશામાં પગપાળા દોડી ગયા. હાથમાં બરછી અને ધનુષ હતાં.
દશે દિશા તેઓ ઢૂંઢી વળ્યા. રાજાના ભય અને પ્રીતિથી સંયુક્ત મનવાળા તે પવનના
પુત્રોની પેઠે દોડયા. તેમાંના કેટલાક આ તરફ આવ્યા, વનમાલાને વનમાં રામ-લક્ષ્મણની
પાસે બેઠેલી જોઈને ખૂબ હર્ષ પામ્યા અને જઈને રાજા પૃથ્વીધરને વધાઈ આપી. તેમણે
કહ્યું કે હે દેવ! જેમને મેળવવાનો ઘણો પ્રયત્ન કરીએ તો પણ ન મળે એ સહજમાં જ
આવી મળ્યા છે. હે પ્રભો! તમારા નગરમાં મહાનિધિ આવી છે, વાદળાં વિના
આકાશમાંથી વૃષ્ટિ થઈ છે, વાવ્યા વિના ખેતરોમાં અનાજ ઉગ્યું છે. તમારા જમાઈ
લક્ષ્મણ નગરની પાસે બેઠા છે, તેમણે વનમાલાને પ્રાણત્યાગ કરતાં બચાવી છે. તમારા
પરમ હિતચિંતક રામસીતા સહિત બિરાજે છે જેમ શચિ સાથે ઈન્દ્ર બિરાજે તેમ. સેવકોનાં
આ વચન સાંભળી રાજા અત્યંત હર્ષ પામ્યો, થોડી વાર તો મૂર્ચ્છિત જેવો થઈ ગયો.
પછી ખૂબ આનંદ પામી, સેવકોને ઘણું ધન આપ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે મારી
પુત્રીનો મનોરથ સિદ્ધ થયો. જીવોને ધનની પ્રાપ્તિ અને ઇષ્ટનો સમાગમ તથા બીજાં
સુખનાં કારણો પુણ્યના યોગથી મળે છે. જે વસ્તુ સેંકડો યોજન દૂર હોય અને
સાંભળવામાં અ આવતી હોય તે પણ પુણ્યાધિકારીને ક્ષણમાત્રમાં પ્રાપ્ત થાય છે. જે પ્રાણી
પુણ્યહીન દુઃખનો ભોક્તા છે તેના હાથમાંથી ઇષ્ટ વસ્તુ પણ ચાલી જાય છે. પર્વતની ટોચે
કે વનમાં, સાગરમાં, માર્ગમાં પુણ્યના અધિકારીને ઇષ્ટ વસ્તુનો સમાગમ થાય છે. આમ
મનમાં ચિંતવીને પોતાની પત્નીને બધો વૃત્તાંત કહ્યો. સ્ત્રી વારંવાર પૂછે છે, જાણે કે આ
સ્વપ્ન જ હોય. પછી રામના અધર સમાન આરક્ત (લાલ) સૂર્યનો ઉદય થયો. રાજા
પ્રેમથી ભરેલો સર્વ પરિવાર સહિત હાથી ઉપર બેસીને રામને
Page 322 of 660
PDF/HTML Page 343 of 681
single page version
મળવા ચાલ્યા. વનમાલાની માતા આઠ પુત્રો સાથે પાલખીમાં બેસીને ચાલી. શ્રી રામનું
સ્થાન દૂરથી જ જોઈને રાજાનાં નેત્રકમળ ખીલી ઊઠયાં. તે હાથી ઉપરથી ઊતરીને પાસે
આવ્યા. શ્રી રામ અને લક્ષ્મણને મળ્યા. તેની રાણી સીતાને પગે લાગી અને કુશળતા પૂછી.
વીણા, વાંસળી, મૃદંગાદિના અવાજ આવવા લાગ્યા. ચારણો બિરુદાવલિ ગાવા લાગ્યા, મોટો
ઉત્સવ થઈ ગયો. રાજાએ લોકોને ખૂબ દાન આપ્યું, નૃત્ય થવા લાગ્યું, દશે દિશા નાદથી
ગુંજવા લાગી. શ્રી રામ લક્ષ્મણને સ્નાન-ભોજન કરાવવામાં આવ્યું. અનેક સામંતો ઘોડા,
હાથી, રથ પર ચડીને અને હરણ સમાન કૂદતાં પાયદળો તથા હાથી પર બેઠેલા રામ-
લક્ષ્મણ પૂરમાં પ્રવેશ્યા. આખું નગર આનંદથી ઉછળી રહ્યું. ચતુર બારોટો બિરુદ ગાય છે,
મંગળ વચનો કહે છે. રામ-લક્ષ્મણે અમૂલ્ય વસ્ત્રો પહેર્યા, શરીર પર મલયાગિરિ ચંદનનો
લેપ કર્યો, છાતી પર હાર પહેર્યા, આભૂષણમાંનાં જાતજાતનાં રત્નોનાં કિરણોથી મેઘધનુષ
જાણે કે રચાઈ રહ્યાં છે. બન્ને ભાઈ સૂર્ય-ચંદ્ર સમાન છે, જેમનાં ગુણ વર્ણવાય નહિ.
સૌધર્મ ઈશાન સમાન જાનકી સહિત લોકોને આશ્ચર્ય પમાડતા રાજમહેલમાં પધાર્યા. શ્રેષ્ઠ
માળા પહેરેલા, સુગંધથી જેમની આજુબાજુ ભમરા ગુંજારવ કરતા હતા એવા વિનયી,
ચંદ્રવદન બેય ભાઈને જોઈને લોકો મોહ પામ્યા. કુબેરના નગર જેવા તે સુંદર નગરમાં
તેઓ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યા. આ પ્રમાણે જેમના મનમાં સુકૃત હોય છે તેઓ ગહન
વનમાં જઈ ચડે તો પણ પરમ વિલાસ અનુભવે છે, સૂર્ય સમાન તેમની કાંતિ ફેલાય છે,
તે પાપરૂપ તિમિરને હરે છે અને નિજપદાર્થના લાભથી આનંદરૂપ બને છે.
છત્રીસમું પર્વ પૂર્ણ થયું.
આવીને નમસ્કાર કર્યા અને એક પત્ર આપ્યો. રાજા પૃથ્વીધરે પત્ર લઈને લેખકને
આપ્યો. લેખકે ખોલીને રાજાની પાસે વાંચ્યો. તેમાં આમ લખ્યું હતું કે જેનો ઉત્કૃષ્ટ
પ્રભાવ ઇન્દ્ર સમાન છે, જેમને અનેક રાજા નમે છે એવા શ્રી નન્દ્યાવર્તના સ્વામી, પ્રબળ
પરાક્રમના ધારક, સુમેરુ પર્વત જેવા અચળ, શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહારાજાધિરાજ,
જેણે પોતાના પ્રતાપથી સર્વ શત્રુને મોહિત કર્યા છે અને સકળ પૃથ્વીને મોહિત કરી છે, તે
ઉગતા સૂર્ય સમાન મહાબળવાન, સમસ્ત
Page 323 of 660
PDF/HTML Page 344 of 681
single page version
અતિવીર્ય વિજયનગરના પૃથ્વીધરને આજ્ઞા કરે છે કે જે કોઈ પૃથ્વી પર સામંત છે તે
ભંડાર સહિત, સર્વ સેના સહિત મારી પાસે રહે છે, આર્યખંડના અને મ્લેચ્છ ખંડના
ચતુરંગ સેના સહિત નાના પ્રકારનાં શસ્ત્રોના ધારક મારી આજ્ઞા મસ્તકે ચડાવે છે.
અંજનગિરિ જેવા આઠસો હાથી અને પવનના પુત્ર જેવા ત્રણ હજાર તુરંગ, અનેક પ્યાદા
સહિત, મહાપરાક્રમી, મારા ગુણોથી જેનું મન આકર્ષાયું છે એવા રાજા વિજયશાર્દૂલ આવ્યા
છે અને અંગદેશના રાજા મૃગધ્વજ, રર્ણોર્મિ અને કલભકેશરી એ પ્રત્યેક પાંચ હજાર
તુરંગ, છસો હાથી અને રથ-પ્યાદા સહિત આવ્યા છે. ઉત્સાહી, ન્યાયમાં પ્રવીણ બુદ્ધિવાળા
પાંચાલ દેશના રાજા પૌંડ્ર પરમ પ્રતાપ ધારણ કરનાર, પ્રચંડ બળને ઉત્સાહ આપતા હજાર
હાથી અને સાત હજાર તુરંગો તેમ જ રથ-પ્યાદા સહિત અમારી નિકટ આવ્યા છે. મગધ
દેશના રાજા મોટી સેના સાથે આવ્યા છે, જેમ સેંકડો નદીઓના પ્રવાહ સાથે રેવાનો પ્રવાહ
સમુદ્રમાં આવે તેમ મગધ દેશનો રાજા સુકેશ મોટી સેના સાથે આવ્યો છે. તેની સાથે
કાળી ધટા સમાન આઠ હજાર હાથી, અનેક-રથ અશ્વોનો સમૂહ છે અને વજ્રનાં આયુધો
છે, મ્લેચ્છોના અધિપતિ સમુદ્ર, મુનિભદ્ર, સાધુભદ્ર, નંદન ઇત્યાદિ રાજાઓ મારી સમીપે
આવ્યા છે, જેનું પરાક્રમ રોકી ન શકાય એવા રાજા સિંહવીર્ય આવ્યા છે. અમારા બેય
મામા રાજા વંગ અને સિંહરથ મોટી બળવાન સેના સાથે આવ્યા છે, વત્સ દેશના સ્વામી
મારુદત અનેક પ્યાદા, હાથી, રથ, ઘોડા સહિત આવ્યા છે. રાજા પ્રૌષ્ઠલ સૌવીર પ્રબળ
સેના સાથે આવ્યા છે. આ મહાપરાક્રમી, પૃથિવી પર પ્રસિદ્ધ, દેવસરખા દસ અક્ષૌહિણી
સેના સાથે આવ્યા છે તે રાજાઓ સાથે હું મોટી સેના સાથે અયોધ્યાના રાજા ભરત પર
ચડયો છું. તારા આવવાની રાહ જોઉં છું. માટે આજ્ઞાપત્ર પહોંચતાં જ શીઘ્ર આવી જા.
કોઈ કારણે વિલંબ કરીશ નહિ. જેમ કિસાન વર્ષા ચાહે તેમ હું તારું આગમન ચાહું છું.
લેખકે પત્રના સમાચાર વાંચ્યા ત્યારે રાજા પૃથ્વીધરે કાંઈક કહેવાની તૈયારી કરી. તે
પહેલાં લક્ષ્મણ બોલ્યા-અરે દૂત! ભરત અને અતિવીર્યને વિરોધ શા કારણે થયો? ત્યારે
તે વાયુગત નામનો દૂત કહેવા લાગ્યો કે હું બધી વાતોનો મર્મી છું. બધું ચરિત્ર જાણું છું
લક્ષ્મણે કહ્યું કે અમારે તે સાંભળવાની ઈચ્છા છે. તેણે કહ્યું તો સાંભળો. અમારા રાજા
અતિવીર્યે એક શ્રુતબુદ્ધિ નામનો દૂત ભરત પાસે મોકલ્યો હતો. તેણે જઈને કહ્યું કે હું ઇન્દ્ર
તુલ્ય રાજા અતિવીર્યનો દૂત છું. જેને સમસ્ત રાજા પ્રણામ કરે છે, જે ન્યાય સ્થાપવામાં
અત્યંત બુદ્ધિમાન છે, તે પુરુષોમાં સિંહ સમાન, જેના ભયથી દુશ્મનોરૂપી મૃગ સૂઈ શકતા
નથી તેમને મન આ પૃથ્વી વનિતા સમાન છે. જે પૃથ્વી ચારે તરફના સમુદ્રોરૂપી
કટિમેખલાવાળી છે, જેમ પરણેલી સ્ત્રી આજ્ઞામાં રહે તેમ સમસ્ત પૃથ્વી આજ્ઞાને વશ છે,
તે પૃથ્વીપતિ મારા મુખ દ્વારા તમને આજ્ઞા કરે છે કે હે ભરત! શીઘ્ર આવીને મારી સેવા
કર અથવા અયોધ્યા ત્યજીને સમુદ્રને પાર જા. આ વચન સાંભળીને શત્રુધ્ને અત્યંત
ક્રોધરૂપ દાવાનળથી પ્રજ્વલિત થઈ કહ્યું, અરે દૂત! તારે આવાં વચન કહેવાં યોગ્ય નથી. તે
Page 324 of 660
PDF/HTML Page 345 of 681
single page version
સોંપીને પૃથ્વીને વશ કરવા નિમિત્તે સમુદ્રની પેલે પાર જાય કે બીજે ક્યાંય જાય, પણ તારો
સ્વામી આવાં ગર્વનાં વચન કહે છે તે ગધડો મત્ત હાથીની જેમ ગાજે છે અથવા તેનું મૃત્યુ
નજીક છે માટે આવાં વચન કહે છે અથવા વાયુને વશ થયો છે? રાજા દશરથ વૈરાગ્યના
યોગથી તપોવનમાં ગયા છે એમ જાણીને તે દુષ્ટ આવી વાત કહે છે. જોકે પિતાજીની
ક્રોધરૂપ અગ્નિ મુક્તિની અભિલાષાથી શાંત થઈ છે તો પણ પિતાની અગ્નિમાંથી અમે
તણખા સમાન નીકળ્યા છીએ તે અતિવીર્યરૂપ કાષ્ઠને ભસ્મ કરવા માટે સમર્થ છીએ.
હાથીઓના રુધિરરૂપ કીચડથી જેના કેશ લાલ થયા છે એવો સિંહ ભલે શાંત હોય પણ
તેનાં બચ્ચાં હાથીઓનો નાશ કરવા સમર્થ છે. આમ બોલીને શત્રુઘ્ન બળતા વાસના વન
સમાન તડતડાટી કરી અત્યંત ગુસ્સે થયો. તેણે સેવકોને આજ્ઞા કરી કે આ દૂતનું અપમાન
કરી કાઢી મૂકો. પછી સેવકોએ આજ્ઞા માનીને અપરાધીને શ્વાનની જેમ તિરસ્કાર કરી કાઢી
મૂક્યો. તે પોકાર કરતો નગર બહાર નીકળ્યો. ધૂળથી મેલાં બનેલાં અંગોવાળો અને
દુર્વચનથી દગ્ધ એવા દૂતે પોતાના સ્વામી પાસે જઈને પોકાર પાડયા. સમુદ્ર સમાન ગંભીર,
પરમાર્થના જાણનાર રાજા ભરત અપૂર્વ દુર્વચન સાંભળીને કાંઈક ગુસ્સે થયા. ભરત અને
શત્રુઘ્ન બન્ને ભાઈ નગરમાંથી સેના સહિત શત્રુ પર ચડયા, મિથિલાનગરીના સ્વામી રાજા
જનક અને તેમના ભાઈ કનક મોટી સેના સાથે આવીને ભેગા થયા, સિંહોદર આદિ અનેક
રાજા ભરતને આવીને મળ્યા. ભરત મોટી સેના સાથે નન્દ્યાવર્તપુરના સ્વામી રાજા
અતિવીર્ય પર ચડયા. જેમ પિતા પ્રજાની રક્ષા કરે તેમ. રાજા અતિવીર્ય પણ દૂતનાં વચન
સાંભળી અત્યંત ગુસ્સે થયો. ક્ષોભ પામેલા સમુદ્રની જેમ સર્વ સામંતોથી મંડિત તે ભરત
સામે જવાને તૈયાર થયો છે. આ સમાચાર સાંભળી શ્રી રામચંદ્ર પોતાનું લલાટ બીજના
ચંદ્રની જેમ વક્ર કરીને પૃથ્વીધરને કહેવા લાગ્યા કે અતિવીર્યનું ભરત સાથેનું આવું વર્તન
ઉચિત જ છે કેમ કે તેણે પિતા સમાન મોટા ભાઈનો અનાદર કર્યો છે. ત્યારે રાજા
પૃથ્વીધરે રામને કહ્યું કે તે દુષ્ટ છે, અમે એને પ્રબળ જાણીને એની સેવા કરીએ છીએ.
પછી મંત્રણા કરીને અતિવીર્યને જવાબ લખ્યો કે હું કાગળની પાછળ જ આવું છું અને
દૂતને વિદાય કર્યો. શ્રી રામને કહ્યું કે અતિવીર્ય મહાપ્રચંડ છે તેથી હું જાઉં છું અને દૂતને
વિદાય કર્યો. શ્રી રામે કહ્યું કે તમે તો અહીં જ રહો અને હું તમારા પુત્ર અને લક્ષ્મણને
લઈને અતિવીર્યની સમીપ જઈશ. આમ કહીને રથ પર ચઢી મોટી સેના સહિત પૃથ્વીધરના
પુત્રને સાથે લઈ સીતા અને લક્ષ્મણ સહિત નન્દ્યાવર્તનગર તરફ ચાલ્યા. તે શીઘ્ર ગમન
કરીને નગર પાસે જઈ પહોંચ્યા. અહીં પૃથ્વીધરના પુત્ર સહિત સ્નાન-ભોજન કરી રામ,
લક્ષ્મણ, સીતા એ ત્રણે મંત્રણા કરવા લાગ્યાં. જાનકીએ શ્રી રામને કહ્યું કે હે નાથ! જોકે
મારે બોલવાનો અધિકાર નથી. જેમ સૂર્ય પ્રકાશતો હોય ત્યારે નક્ષત્રોનું કાંઈ કામ હોતું
નથી, તો પણ હે દેવ! હિતની ઈચ્છાથી હું કંઈક કહું છું. જેમ કે વાંસની વેલીમાંથી પણ
મોતી લેવું તેમ અમારા જેવા પાસેથી પણ હિતની વાત સાંભળવી (કોઈક
Page 325 of 660
PDF/HTML Page 346 of 681
single page version
છે, ક્રૂર કર્મી છે, તે ભરતથી કેવી રીતે જિતાશે? માટે તેને જીતવાનો ઉપાય કરો.
તમારાથી અને લક્ષ્મણથી કોઈ કાર્ય અસાધ્ય નથી. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે દેવી! આ શું
કહો છો? આજે અથવા પ્રભાતે જ આ અતિવીર્યને મારા દ્વારા હણાયેલો જ જાણો. શ્રી
રામનાં ચરણારવિંદની રજથી પવિત્ર મારા શિર આગળ દેવ પણ ટકી શકે નહિ, ક્ષુદ્ર
મનુષ્ય એવા અતિવીર્યની તો શી મજાલ છે? આજનો સૂર્ય અસ્ત ન થાય ત્યાર પહેલાં
જ આ અતિવીર્યને મરેલો જ જુઓ. લક્ષ્મણના આવાં વચન સાંભળી પૃથ્વીધરનો પુત્ર
ગર્જના કરતો આમ કહેવા લાગ્યો ત્યારે શ્રી રામે ભવાં ફેરવીને તેને બોલવાની ના પાડી
અને લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ! જાનકીએ કહ્યું તે યોગ્ય છે. આ અતિવીર્ય બળથી ઉદ્ધત
છે, લડાઈમાં ભરતથી વશ કરવાને પાત્ર નથી, ભરત આના દસમા ભાગે પણ નથી. આ
દાવાનળ સમાન છે, આને તે મતંગ ગજ શું કરે? આ હાથીઓથી પૂર્ણ, રથ, પાયદળથી
પૂર્ણ, આને જીતવા ભરત સમર્થ નથી. જેમ કેશરી સિંહ અત્યંત પ્રબળ હોય છે, પરંતુ તે
વિંધ્યાચળ પર્વતને તોડી પાડવા સમર્થ નથી, તેમ ભરત આને જીતી શકે નહિ, સેનાનો
પ્રલય થશે. જ્યાં નિષ્કારણ સંગ્રામ થાય ત્યાં બન્ને પક્ષના માણસોનો ક્ષય થાય છે. અને
જો આ દુષ્ટ અતિવીર્યે ભરતને વશ કરી લીધો તો રધુવંશના કષ્ટનું શું કહેવું? વળી
એમની વચ્ચે સંધિ પણ થાય તેમ લાગતું નથી. શત્રુઘ્ન અતિ માની બાળક છે. તેણે ઉદ્ધત
શત્રુ સાથે દ્વેષ કર્યો તે ન્યાયથી ઉચિત નથી. અંધારી રાતે રૌદ્રભૂત સહિત શત્રુઘ્ને દૂરના
સ્થાને જઈને અતિવીર્યના સૈન્ય પર હુમલો કર્યો, અનેક યોદ્ધાને માર્યા, ઘણા હાથી-ઘોડા
કામમાં આવી ગયા, પવન જેવા તેજસ્વી હજારો તુરંગ અને સાતસો અંજનગિરિ સમાન
હાથી લઈ ગયો. તેં શું આ વાત લોકોનાં મુખે નથી સાંભળી? આ સમાચાર સાંભળીને
અતિવીર્ય અત્યંત ગુસ્સે થયો છે. હવે તે ખૂબ સાવધાન છે, રણનો અભિલાષી છે. વળી
ભરત ખૂબ અભિમાની છે. તે આની સાથે યુદ્ધ કરવું છોડીને સંધિ નહિ કરે. માટે તું
અતિવીર્યને વશ કર. તારી શક્તિ સૂર્યનો પણ પરાજ્ય કરવાને સમર્થ છે, અને અહીંથી
ભરત પણ નજીક જ છે માટે આપણે આપણી જાતને પ્રગટ કરવી નથી. જે મિત્રને ખબર
પડયા વિના તેનો ઉપકાર કરે તે પુરુષ અદ્ભુત પ્રશંસા કરવા યોગ્ય છે, જેમ કે રાત્રિનો
મેઘ. આ પ્રમાણે મંત્રણા કરીને રામને અતિવીર્યને પકડવાનો ઉપાય સૂઝયો. રાત તો
પ્રમાદરહિત થઈ યોગ્ય લોકોની સાથે વાતો કરીને પૂરી કરી, સુખપૂર્વક રાત્રિ વીતી.
પ્રાતઃકાળે બેય વીર ઊઠીને પ્રાતઃક્રિયા કરીને એક જિનમંદિર ગયા. ત્યાં શ્રી જિનેન્દ્ર દેવનાં
દર્શન કર્યાં. ત્યાં અર્જિકાઓ બિરાજતાં હતાં તેમને વંદના કરી અને અનેક શાસ્ત્રોની
જાણકાર વરધર્મા નામની અર્જિકાઓની ગોરાણી સમીપે સીતાને રાખી. પોતે ભગવાનની
પૂજા કરી લક્ષ્મણ સહિત નૃત્યકારિણી સ્ત્રીનો વેશ લઈ આનંદ કરતા રાજમહેલ તરફ
ચાલ્યા. લોકો ઇન્દ્રની અપ્સરા જેવી નૃત્યકારિણીને જોઈ આશ્ચર્ય પામી સાથેસાથે ચાલવા
લાગ્યા. એ મૂલ્યવાન આભૂષણ પહેરી, સર્વ લોકોનાં મન અને નેત્રોને હરતા રાજદ્વારે
ગયા, ચોવીસ
Page 326 of 660
PDF/HTML Page 347 of 681
single page version
તીર્થંકરોના ગુણ ગાયા, પુરાણોનું રહસ્ય બતાવ્યું, એમનો અવાજ સાંભળીને એમનાં
ગુણોથી આકર્ષાઈને રાજા સમીપમાં આવ્યો, જેમ દોરડાથી ખેંચાઈને જળમાંથી લાકડાનો
ભાર આવે તેમ નૃત્યકારિણીએ રાજાની સમીપે નૃત્ય કર્યું. તેમણે અંગમરોડ, મલકાટ,
અવલોકન, ભવાં સંકોચવા, મંદ મંદ હસવું, જાંઘ અને હાથ હલાવવા, ધરતીને અડીને
શીઘ્ર પગ ઊંચકવા, રાગને દ્રઢ કરવો ઇત્યાદિ ચેષ્ટારૂપ કામબાણોથી સકળ લોકોને વશ
કર્યાં. સ્વરના ગ્રામ યથાસ્થાને જોડીને તેમ જ વીણા વગાડીને બધાને મોહિત કર્યા. જ્યાં
નર્તકી ઊભી રહેતી ત્યાં આખી સભાની આંખો ઢળતી. રૂપથી બધાના નેત્ર, સ્વરથી
બધાના કાન, ગુણથી બધાનાં મન બાંધી લીધાં. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! જ્યાં
શ્રી રામ-લક્ષ્મણ નૃત્ય કરતા, ગાતા, વગાડતા ત્યાં દેવોનાં મન પણ હરાઈ જતાં તો
મનુષ્યોની તો શી વાત છે? શ્રી ઋષભાદિ ચોવીસ તીર્થંકરોનો યશ ગઈને આખી સભાને
વશ કરી. રાજાને સંગીતથી મુગ્ધ થયેલો જોઈને શ્રૃંગારરસમાંથી વીરરસમાં આવ્યા, આંખ
ફેરવી, ભવાં ફરકાવી, અતિપ્રબળ તેજરૂપ થઈને અતિવીર્યને કહેવા લાગ્યાઃ હે અતિવીર્ય!
તેં આ કેવી દુષ્ટતા કરી છે, તને આવી સલાહ કોણે આપી? તેં તારા નાશ માટે ભરત
સાથે વિરોધ ઊભો કર્યો છે, ઈચ્છા થાય તો અત્યંત વિનયથી તેમને પ્રસન્ન કરી, તેમનો
દાસ થઈને તેમની પાસે જા. મોટા કુળમાં ઉત્પન્ન થયેલી તારી રાણી, જે કામક્રીડાની
ભૂમિ છે, તે વિધવા ન થાય તે વિચાર, તું મૃત્યુ પામીશ તો બધાં આભૂષણ ફેંકી તે
ચંદ્રમા વિના રાત્રિની જેમ શોભારહિત થશે. તારું ચિત્ત અશુભમાં આવ્યું છે તેને બદલી
નાખ અને નમસ્કાર કર. હે નીચ! આ પ્રમાણે નહિ કરે તો અત્યારે જ માર્યો જઈશ.
રાજા અનરણ્યનો પૌત્ર અને દશરથનો પુત્ર જીવિત હોય અને તું કેવી રીતે અયોધ્યાનું
રાજ્ય ચાહે છે? જ્યારે સૂર્યનો પ્રકાશ હોય ત્યારે ચંદ્રમાનો પ્રકાશ કેવી રીતે હોઈ શકે?
જેમ પતંગિયાં દીવા પર પડીને મરવા ઈચ્છે તેમ તું મરણ ચાહે છે. ગરુડ સમાન
બળવાન રાજા ભરત સાથે સર્પ સમાન નિર્બળ તું બરાબરી કરે છે? ભરતની પ્રશંસાનાં
અને પોતાની નિંદાનાં આ વચન નૃત્યકારિણીના મુખથી સાંભળીને આખી સભા સાથે
અતિવીર્ય ક્રોધે ભરાયો અને નેત્ર લાલ કર્યા. જેમ સમુદ્રની લહેરો ઊઠે તેમ સામંતો ઊભા
થયા અને રાજાએ ખડ્ગ હાથમાં લીધું. તે વખતે નૃત્યકારિણીએ ઊછળીને તેના હાથમાંથી
ખડ્ગ પડાવી લીધું અને તેના માથાના વાળ પકડીને બાંધી લીધો. વળી, નૃત્યકારિણી
અતિવીર્યના પક્ષના રાજાઓને કહેવા લાગી કે જીવવાની ઈચ્છા રાખતા હો તો
અતિવીર્યનો પક્ષ છોડી ભરત પાસે જાવ, ભરતની સેવા કરો. તરત જ લોકોના મોઢામાંથી
અવાજ નીકળ્યો, મહાશોભાયમાન, ગુણવાન ભરત મહારાજાનો જય હો, જેનું તેજ સૂર્ય
સમાન છે, ન્યાયરૂપ કિરણોના મંડળથી શોભે છે, દશરથના વંશરૂપ આકાશમાં ચંદ્રમા
સમાન, લોકને આનંદ આપનાર, જેના ઉદયથી લક્ષ્મીરૂપી કુમુદો વિકાસ પામે છે, શત્રુના
આતાપ મટાડે છે એવો પરમ આશ્ચર્યકારી ધ્વનિ ફેલાયો. અહો, આ મહાન આશ્ચર્ય! જે
નૃત્યકારિણીની આટલી શક્તિ કે આવા નૃપતિને પકડી લે તો ભરતની શક્તિનું તો શું કહેવું?
Page 327 of 660
PDF/HTML Page 348 of 681
single page version
અતિવીર્યના મિત્ર રાજાને કહેવા લાગ્યા. શ્રી રામ અતિવીર્યને પકડી, હાથી પર ચઢી,
જિનમંદિર ગયા. પછી હાથી ઉપરથી ઉતરીને મંદિરમાં જઈ ભગવાનની પૂજા કરી અને
વરધર્મા આર્યિકાની વંદના કરી, સ્તુતિ કરી. રામે અતિવીર્યને લક્ષ્મણને સોંપ્યા, લક્ષ્મણે
વાળ પકડીને મજબૂત બાંધ્યો. ત્યારે સીતાએ કહ્યું કે બંધન ઢીલું કરો, પીડા ન ઉપજાવો,
શાંતિ રાખો. કર્મના ઉદયથી મનુષ્ય મતિહીન થઈ જાય છે, આપત્તિ મનુષ્યોને જ આવે
છે, મોટા પુરુષોએ બધાની સર્વથા રક્ષા જ કરવી, સત્પુરુષોએ સામાન્ય પુરુષનો પણ
અનાદર ન કરવો. આ તો હજારો રાજાઓનો શિરોમણિ છે માટે એને છોડી દો. તમે એને
વશ કર્યો, હવે એના પર કૃપા જ કરવી યોગ્ય છે. રાજાનો એ જ ધર્મ છે કે પ્રબળ શત્રુને
પકડીને છોડી દે. આ અનાદિકાળની મર્યાદા છે. જ્યારે સીતાએ આમ કહ્યું ત્યારે લક્ષ્મણ
હાથ જોડી, પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે દેવી! તમારી આજ્ઞા હોય તો છોડવાની જ શી
વાત છે, દેવ પણ એની સેવા કરે એમ કરું. લક્ષ્મણનો ક્રોધ શાંત થયો. ત્યારે અતિવીર્ય
પ્રતિબોધ પામીને શ્રી રામને કહેવા લાગ્યા, હે દેવ! તમે ઘણું સારું કર્યું. મારી આવી
નિર્મળ બુદ્ધિ અત્યાર સુધીમાં ક્યારેય નહોતી થઈ, જે તમારા પ્રતાપે થઈ. રામે તેને
હારમુકુટાદિરહિત જોઈ આશ્વાસનનાં વચન કહ્યાં, હે મિત્ર! દીનતા છોડી દે. પહેલાં
તારામાં જેવું ધૈર્ય હતું તેવું જ ધારણ કર. મહાન પુરુષોને જ સંપત્તિ અને આપત્તિ બન્ને
આવે છે. હવે તને કોઈ આપત્તિ નથી. તારા કુળમાં ચાલ્યું આવતું આ નંદ્યાવર્તપુરનું
રાજ્ય ભરતનો આજ્ઞાકારી થઈને તું કર. ત્યારે અતિવીર્યે કહ્યું કે મને હવે રાજ્યની વાંછા
નથી, હું રાજ્યનું ફળ મેળવી ચૂક્યો છું, હવે હું બીજી જ અવસ્થા ધારણ કરીશ.
સમુદ્રપર્યંતની પૃથ્વીને વશ કરનાર હું મહામાની કેવી રીતે બીજાનો સેવક થઈને રાજ્ય
કરું? એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? અને આ રાજ્ય કેવો પદાર્થ છે? જે પુરુષોએ છ ખંડનું
રાજ્ય કર્યું અને તો પણ તેઓ તૃપ્ત ન થયા તો હું પાંચ ગામનો ધણી, અલ્પ વિભૂતિથી
કેવી રીતે તૃપ્ત થઈશ? જન્માંતરમાં કરેલા કર્મનો પ્રભાવ જુઓ કે જેમ રાહુ ચંદ્રને
કાંતિરહિત કરે તેમ તેણે મને કાંતિરહિત કર્યો. આ દેવોથીય અધિક સારભૂત મનુષ્યદેહ મેં
વૃથા ગુમાવ્યો, હવે નવો જન્મ લેવાને કાયર મને તમે પ્રતિબોધ્યો, હવે હું એવો પ્રયત્ન
કરીશ કે જેથી મુક્તિ મળે. આ પ્રમાણે કહીને શ્રી રામ-લક્ષ્મણને ખમાવીને કેસરી સિંહ
જેવું જેનું પરાક્રમ છે તે રાજા અતિવીર્ય શ્રુતધર નામના મુનિશ્વરની સમીપે જઈ હાથ
જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો હે નાથ! હું દિગંબરી દીક્ષા વાંછું છું. આચાર્યે કહ્યું કે એ
જ વાત યોગ્ય છે, આ દીક્ષાથી અનંતા જીવ સિદ્ધ થયા અને થશે. પછી અતિવીર્ય વસ્ત્ર
છોડી, કેશલોચ કરી મહાવ્રતનો ધારક થયો. આત્માના અર્થમાં મગ્ન, રાગાદિ પરિગ્રહનો
ત્યાગી, વિધિપૂર્વક તપ કરતો, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. જ્યાં મનુષ્યોનો સંચાર ન
હોય ત્યાં રહેતો. સિંહાદિક ક્રૂર જીવોથી યુક્ત ગહન વન અથવા ગિરિશિખર, ગુફાદિમાં
નિર્ભયપણે નિવાસ કરતો, આવા અતિવીર્ય સ્વામીને નમસ્કાર હો. જેણે સમસ્ત
પરિગ્રહોની આશા ત્યાગી છે, જેણે
Page 328 of 660
PDF/HTML Page 349 of 681
single page version
ચારિત્રનો ભાર અંગીકાર કર્યો છે, મહાશીલના ધારક, નાના પ્રકારના તપથી શરીરનું
શોષણ કરનાર, પ્રશંસાયોગ્ય મહામુનિ, સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્રરૂપ સુંદર આભૂષણના
ધારક અને સમસ્ત દિશાઓ જેનાં વસ્ત્ર છે, સાધુઓના મૂળગુણ ઉત્તરગુણ જ જેમની
સંપત્તિ છે, કર્મ હરવાના ઉદ્યમી સંયમી, મુક્તિના વર યોગીન્દ્રને નમસ્કાર હો. આ
અતિવીર્ય મુનિનું ચરિત્ર જે સુબુદ્ધિ વાંચશે, સાંભળશે તે ગુણોની વૃદ્ધિ કરશે અને સૂર્ય
સમાન તેજસ્વી થઈને સંસારના કષ્ટથી નિવૃત્ત થશે.
કરનાર સાડત્રીસમું પર્વ પૂર્ણ થયું.
આપ્યું અને તેણે પોતાની બહેન રત્નમાલા લક્ષ્મણને આપવાનું જણાવ્યું તે તેમણે માન્ય
રાખ્યું. તેનું રૂપ જોઈ લક્ષ્મણ હર્ષ પામ્યા જાણે સાક્ષાત્ લક્ષ્મી જ હતી. પછી શ્રી રામ-
લક્ષ્મણ જિનેન્દ્રની પૂજા કરી પૃથ્વીધરના વિજયપુર નગરમાં પાછા આવ્યા. ભરતે સાંભળ્યું
કે અતિવીર્યને એક નૃત્યકારિણીએ પકડયો તેથી તેણે વિરક્ત થઈ દીક્ષા લીધી ત્યારે
શત્રુઘ્ન હસવા લાગ્યો. ભરતે તેને રોકીને કહ્યું કે હે ભાઈ! રાજા અતિવીર્યને અત્યંત
ધન્યવાદ છે. જે મહાદુઃખરૂપ વિષયોને છોડીને, શાંતભાવ પામ્યા, તે અત્યંત સ્તુતિયોગ્ય
છે. એમની મશ્કરી કેમ કરાય? તપનો પ્રભાવ જુઓ કે દુશ્મન પણ પ્રણામયોગ્ય ગુરુ
બની જાય છે. આ તપ દેવોનેય દુર્લભ છે. આ પ્રમાણે ભરત અતિવીર્યની સ્તુતિ કરે છે
તે જ સમયે અતિવીર્યનો પુત્ર વિજયરથ આવ્યો. તેની સાથે અનેક સામંતો હતા. તે
ભરતને નમસ્કાર કરીને બેઠો. થોડી વાર બીજી વાતો કરીને જે રત્નમાલા લક્ષ્મણને આપી
હતી તેની મોટી બહેન વિજયસુંદરી ભરતને પરણાવી અને ઘણું દ્રવ્ય આપ્યું. ભરત તેની
બહેનને પરણીને ખૂબ પ્રસન્ન થયા, વિજયરથને ખૂબ સ્નેહ કર્યો. મોટાઓની આ જ રીત
હોય છે. અત્યંત હર્ષથી જેનું મન ભરેલું છે એવા ભરત તેજ તુરંગ પર બેસીને અતિવીર્ય
મુનિનાં દર્શન માટે ચાલ્યા. જે ગિરિ પર મુનિ વિરાજતા હતા, ત્યાં પહેલાં જે માણસો
ગયા હતા તેમને તે પૂછતા હતા કે મહામુનિ ક્યાં છે? તેમણે કહ્યું કે આગળ વિરાજે છે.
જે ગિરિ પર મુનિ હતા ત્યાં તે જઈ પહોંચ્યા. તે પર્વત, વિષમ પાષાણોથી અગમ્ય, નાના
પ્રકારનાં વૃક્ષોથી પૂર્ણ, પુષ્પોની સુગંધથી અત્યંત સુગંધિત અને સિંહાદિ ક્રૂર જીવોથી ભરેલો
Page 329 of 660
PDF/HTML Page 350 of 681
single page version
રહિત છે, તેમની ઇન્દ્રિયો શાંત થઈ ગઈ છે, શિલા પર બિરાજમાન છે નિર્ભય, એકાંકી,
મહાતપસ્વી, ધ્યાની, મુનિપદની શોભા સંયુક્ત અતિવીર્ય મુનિન્દ્રને જોઈને ભરત આશ્ચર્ય
પામ્યા. તેમની આંખો ખીલી ઊઠી, તેમને રોમાંચ થઈ ગયા. તે હાથ જોડી, નમસ્કાર કરી,
સાધુની પૂજાથી અત્યંત નમ્રીભૂત થઈ, મુનિભક્તિમાં જેને પ્રેમ છે તે સ્તુતિ કરવા લાગ્યાઃ
હે નાથ! પરમતત્ત્વના વેત્તા તમે જ આ જગતમાં શૂરવીર છો કે જેમણે મહાદુર્દ્ધર આ
જૈનેન્દ્રી દીક્ષા અંગીકાર કરી છે. જે મહાન પુરુષો વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયા છે તેમનો એ
જ પ્રયત્ન હોય છે, આ મનુષ્યપણું પામીને જે ફળ મોટા પુરુષો વાંછે છે તે આપે પ્રાપ્ત કર્યું
છે. અમે આ જગતની માયાથી અત્યંત દુઃખી છીએ. હે પ્રભો! અમારો અપરાધ ક્ષમા કરો,
આપ કૃતાર્થ છો, પૂજ્ય પદ પામ્યા છો, આપને વારંવાર નમસ્કાર કરું છું. આમ કહીને ત્રણ
પ્રદક્ષિણા ફરી, હાથ જોડી નમસ્કાર કરી મુનિ સંબંધી કથા કરતા થકા પર્વત ઉપરથી ઊતરી
અશ્વ પર બેસી હજારો સુભટો સાથે અયોધ્યા આવ્યા. તેમણે સમસ્ત રાજાઓની પાસે
સભામાં કહ્યું કે સમસ્ત લોકોને મોહિત કરનારી પોતાના જીવિત વિષે પણ નિર્લોભ, પ્રબળ
રાજાઓને જીતનારી પેલી નૃત્યકારિણી ક્યાં ગઈ? આશ્ચર્યની વાત તો જુઓ! અતિવીર્યની
પાસે તેણે મારી સ્તુતિ કરી અને તેને જ પકડયો. સ્ત્રીઓમાં આવી શક્તિ ક્યાંથી હોય?
લાગે છે કે જિનશાસનની દેવીએ જ આ કામ કર્યું છે. આમ વિચાર કરતો પ્રસન્ન થયો.
શત્રુઘ્ન નાના પ્રકારનાં ધાન્યથી મંડિત ધરતીને જોવા ગયો. પછી પરમ પ્રતાપ ધરતો તે
અયોધ્યા આવ્યો. રાજા ભરત અતિવીર્યની પુત્રી વિજયસુંદરી સાથે સુખ ભોગવતો જેમ
સુલોચના સહિત મેઘેશ્વર સુખ ભોગવતો. તેમ-સમય નિર્ગમન કરવા લાગ્યો. આ કથા
અહીં પૂરી થઈ. હવે શ્રી રામ-લક્ષ્મણનું વર્ણન કરે છે. સર્વ જનોને આનંદનું કારણ એવા
રામ-લક્ષ્મણ કેટલાક દિવસ પૃથ્વીધરના પુરમાં રહ્યા. પછી જાનકી સાથે મંત્રણા કરીને
આગળ જવાને તૈયાર થયા. ત્યારે સુંદર લક્ષણોવાળી વનમાલા સજળ નયને કહેવા લાગી,
હેનાથ! મંદભાગી મને આપ ત્યજીને જાવ છો તો પહેલાં મરણમાંથી શા માટે બચાવી?
લક્ષ્મણે જવાબ આપ્યોઃ હે પ્રિયે! તું વિષાદ ન કર, થોડા દિવસોમાં તને લેવા આવીશ. હે
સુંદર વદની! જો તને લેવા શીઘ્ર ન આવું તો સમ્યગ્દર્શન રહિત મિથ્યાદ્રષ્ટિની જે ગતિ
થાય તે ગતિ મારી થાય. હે વલ્લભે! જો શીઘ્ર તારી પાસે ન આવું તો જે ગતિ
મહાઅભિમાનથી દગ્ધને સાધુની નિંદા કરવાથી થાય તે ગતિ મારી થજો. હે ગજગામિની!
અમે પિતાનું વચન પાળવા માટે દક્ષિણ સમુદ્રને તીર નિઃસંદેહ જઈએ છીએ. મલયાચળની
નજીક કોઈ સારું સ્થાન મળતાં તને લેવા આવીશું. હે શુભમતે! તું ધીરજ રાખ. આ
પ્રમાણે કહીને, અનેક સોગંદ આપી, દિલાસો આપી સુમિત્રાનંદન લક્ષ્મણ શ્રી રામ સાથે
જવા તૈયાર થયા. લોકોને સૂતેલા જોઈ રાત્રે સીતા સહિત છાનામાના નીકળી ગયા.
સવારમાં તેમને ન જોતાં નગરના લોકો ખૂબ દુઃખી થયા. રાજાને ખૂબ શોક થયો,
વનમાલાને લક્ષ્મણ વિના ઘર સૂનું લાગવા માંડયું. પોતાનું ચિત્ત જિનશાસનમાં
Page 330 of 660
PDF/HTML Page 351 of 681
single page version
ચોંટાડીને ધર્માનુરાગરૂપ રહેવા લાગી. રામ-લક્ષ્મણ પૃથ્વી પર વિહાર કરતા, નરનારીઓને
મુગ્ધ કરતા, પરાક્રમથી પૃથ્વીને આશ્ચર્ય ઊપજાવતા ધીરે ધીરે આનંદથી વિચરે છે.
જગતનાં મન અને નેત્રોને અનુરાગ ઊપજાવતા રમે છે. એમને જોઈને લોકો વિચારે છે
કે આ પુરુષોત્તમ કયા પવિત્ર ગોત્રમાં ઊપજ્યા છે. ધન્ય છે તે માતાને, જેની કુક્ષિમાં આ
જન્મ્યા અને ધન્ય છે તે સ્ત્રીને જેમને આ પરણ્યા. આવું રૂપ દેવોને પણ દુર્લભ છે. આ
રૂપાળા પુરુષો ક્યાંથી આવ્યા, ક્યાં જાય છે, એમને કઈ ઇચ્છા છે? આમ સ્ત્રીઓ પરસ્પર
વાતો કરે છેઃ હે સખી! જો, કમળ જેવા નેત્રવાળા અને ચંદ્ર જેવા વદનવાળા બે ભાઈ
અને નાગકુમારી સમાન એક અદ્ભુત નારીને જુઓ. ખબર નથી પડતી કે એ દેવ છે કે
મનુષ્ય છે? હે મુગ્ધે! મહાન પુણ્ય વિના તેમના દર્શન થાય નહિ. હવે તો એ દૂર ચાલ્યા
ગયા, પાછા ફરો, એ નેત્ર અને મનના ચોર જગતનાં મન હરતા ફરે છે ઇત્યાદિ
નરનારીઓની વાતો સાંભળતાં, સૌને મોહિત કરતાં તે સ્વેચ્છાચારી, શુદ્ધ ચિત્તવાળાં, જુદા
જુદા દેશોમાં વિહાર કરતાં ક્ષેમાંજલિ નામના નગરમાં આવ્યાં. તેની પાસે કાળી ઘટા
સમાન સઘન વનમાં સુખપૂર્વક રહ્યાં, જેમ સૌમનસ વનમાં દેવ રહ્યા હોય. ત્યાં લક્ષ્મણે
અત્યંત સુંદર ભોજન અને અનેક શાક તૈયાર કર્યા. દ્રાક્ષનો રસ તૈયાર કર્યો. શ્રી રામ,
સીતા અને લક્ષ્મણે ભોજન કર્યું.
ભરેલી નદી, નાના પ્રકારના ક્રીડાપર્વતો અનેક ધાતુથી ભરેલાં, ઊંચા ઊંચાં જિનમંદિરો,
મનોહર જળના ફુવારા અને જાતજાતના લોકોને જોતાં જોતાં તેમણે નગરમાં પ્રવેશ કર્યો.
નગરમાં જુદી જુદી જાતના વ્યાપાર ચાલતા હતા, નગરના લોકો એમનું અદ્ભુત રૂપ
જોઈને પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમણે એ લોકોની વાત સાંભળી કે નગરના રાજાને
જિતપદ્મા નામની પુત્રી છે તેને એ પુરુષ પરણી શકે, જે રાજાના હાથની શક્તિની ચોટ
ખાવા છતાં જીવતો રહે. સ્વર્ગનું રાજ્ય કોઈ આપે તો પણ આ વાત કોઈ સ્વીકારતું નહિ.
શક્તિની ચોટથી પ્રાણ જ ચાલ્યા જાય પછી કન્યા શા કામની? જગતમાં જીવન બધાને
બધા કરતાં પ્રિય હોય છે માટે કન્યાને માટે પ્રાણ કોણ દે? આ વાત સાંભળીને અત્યંત
કૌતુક પામેલા લક્ષ્મણ કોઈને પૂછવા લાગ્યા હે ભદ્ર! આ જિતપદ્મા કોણ છે? ત્યારે તે
કહેવા લાગ્યો કે એ કાળકન્યા, પંડિત-માનિની આખા દેશમાં પ્રસિદ્ધ છે. શું તમે એના
વિષે નથી સાંભળ્યું? આ નગરના રાજા શત્રુદમન અને રાણી કનકપ્રભાની જિતપદ્મા
પુત્રી છે. તે રૂપાળી અને ગુણવાન છે. તેનું મુખ કમળને જીતે છે અને ગાત્રની શોભા
કમલિનીને જીતે છે તેથી તે જિતપદ્મા કહેવાય છે. નવયૌવનથી મંડિત, સર્વ કળાઓથી
પૂર્ણ, અદ્ભુત આભૂષણ પહેરનારી તેને પુરુષ નામ ગમતું નથી, દેવોનું દર્શન પણ અપ્રિય
છે તો મનુષ્યોની શી વાત? તેની સામે કોઈ પુલિંગ શબ્દનું પણ ઉચ્ચારણ કરી શકતું
નથી. આ કૈલાસના શિખર સમાન ઉજ્જવળ મહેલમાં કન્યા રહે છે, સેંકડો સહેલીઓ તેની
Page 331 of 660
PDF/HTML Page 352 of 681
single page version
પરણે. આ વાત સાંભળીને લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા અને તેમને ગુસ્સો આવ્યો. તેમણે
મનમાં વિચાર્યું કે અભિમાની, દુષ્ટ ચેષ્ટાવાળી તે કન્યાને જોવી. આમ વિચારીને મુખ્ય
માર્ગે ચાલતા, વિમાન સમાન સુંદર ઘરો જોતાં અને મદોન્મત્ત કાળી ઘટા સમાન હાથીઓ
તથા ચંચળ અશ્વોને અવલોકતા, નૃત્યશાળા જોતા તે રાજમહેલમાં પહોંચ્યા. રાજમહેલ
અનેક પ્રકારના ઝરૂખાઓ અને ધ્વજોથી શોભે છે, શરદના વાદળ સમાન તે ઉજ્જવળ છે.
ત્યાં કન્યા રહે છે. મનોહર રચનાસંયુક્ત, ઊંચા કોટથી ઘેરાયેલ મહેલના દ્વારા પર જઈને
લક્ષ્મણ ઊભા રહ્યા. ત્યાં ઇન્દ્રના ધનુષ સમાન અનેક વર્ણનાં તોરણો છે. અનેક દેશમાંથી
સુભટો જાતજાતની ભેટો લઈને આવ્યા છે, કોઈ બહાર નીકળે છે, કોઈ અંદર જાય છે.
સામંતોની ભીડ વધી રહી છે. લક્ષ્મણને દ્વારમાં પ્રવેશ કરતા જોઈ દ્વારપાળે સૌમ્ય વાણીથી
પૂછયું તમે કોણ છો? કોની આજ્ઞાથી આવ્યા છો? શા કારણે રાજમહેલમાં જવું છે?
કુમારે જવાબ આપ્યો. રાજાને મળવા ઇચ્છું છું. તું જઈને રાજાને પૂછ. પછી દ્વારપાળ
પોતાની જગ્યાએ બીજા માણસને મૂકીને પોતે રાજા પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે
હે મહારાજ! આપના દર્શન કરવા એક અત્યંત રૂપાળો પુરુષ આવ્યો છે, તે બારણે ઊભો
છે, તેનો વર્ણ નીલકમળ જેવો છે, આંખો કમળ જેવી છે, સૌમ્ય શુભમૂર્તિ છે. રાજાને તેના
તરફ જોઈને આવવાની આજ્ઞા આપી ત્યારે દ્વારપાળ લક્ષ્મણને રાજાની સમીપ લઈ ગયો.
આખી સભા અતિસુંદર, તેને જોઈને જેમ ચંદ્રમાને જોઈ સમુદ્રની શોભા વૃદ્ધિ પામે તેમ
હર્ષની વૃદ્ધિ પામી. રાજા તેને દેદીપ્યમાન, વિકટ સ્વરૂપ તથા પ્રણામ કર્યા વિના આવી
ઊભેલો જોઈ કાંઈક ગુસ્સે થઈને પૂછવા લાગ્યો તું કોણ છે? ક્યાંથી આવ્યો? અહીં
આવવાનો હેતું શો છે? લક્ષ્મણે વર્ષાકાળના મેઘ સમાન ગર્જના કરી. હું રાજા ભરતનો
સેવક છું, પૃથ્વીને જોવાની અભિલાષાથી પર્યટન કરું છું. તારી પુત્રીનો વૃત્તાંત સાંભળીને
અહીં આવ્યો છું. આ તારી પુત્રી મહાદુષ્ટ, મારકણી ગાય છે. તેનાં માનરૂપી શિંગડાં
તૂટયાં નથી, તે સર્વ લોકોને દુઃખદાયક વર્તન કરે છે. ત્યારે રાજા શત્રુદમને કહ્યું કે મારી
શક્તિને જે સહી શકે તે જિતપદ્માને વરે. ત્યારે લક્ષ્મણે કહ્યું કે તારી એક શક્તિથી મને
શું થાય? તું તારા પૂરેપૂરા બળથી મને પાંચ શક્તિ માર. આ પ્રમાણે રાજા અને લક્ષ્મણ
વચ્ચે વાર્તાલાપ થયો. તે સમયે ઝરૂખામાંથી જિતપદ્મા લક્ષ્મણને જોઈને મોહિત થઈ ગઈ.
અને હાથ જોડી, ઇશારો કરી તેને રોકાવા લાગી કે શક્તિનો પ્રહાર ન ખાવ. ત્યારે તેમણે
સંજ્ઞા કરી કે તું ડર નહિ. આમ ધૈર્ય આપી રાજાને કહ્યું કે શા માટે કાયર થઈ ગયો?
શક્તિ ચલાવ, તારી શક્તિ મને દેખાડ. રાજાએ કહ્યું કે તું મરવા ઇચ્છે છે તો લે, સહન
કર. એમ બોલી અત્યંત કોપથી પ્રજ્વલિત અગ્નિ સમાન એક શક્તિ ચલાવી તે લક્ષ્મણે
ગરુડ સર્પને પકડે તે જમણા હાથથી પકડી લીધી. બીજી શક્તિ ડાબા હાથથી પકડી લીધી.
ત્રીજી-ચોથી કાંખમાં પકડી લીધી. તે ચાર શક્તિને પકડેલો લક્ષ્મણ ગર્જતા હાથીની જેમ
શોભતો હતો. ત્યારે રાજાએ પાંચમી
Page 332 of 660
PDF/HTML Page 353 of 681
single page version
શક્તિ ચલાવી તે લક્ષ્મણે જેમ સિંહ હરણીને પકડે તેમ દાંતમાં પકડી લીધી. પછી દેવો
આનંદિત થઈ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને દુંદુભિ વાજાં વગાડવા લાગ્યા. લક્ષ્મણે કહ્યું કે
હવે બીજી છે. હોય તો બીજી પણ ચલાવ. ત્યારે બધા લોકો ભયથી ધ્રૂજવા લાગ્યા. રાજા
લક્ષ્મણનું અખંડ બળ જાઈને આશ્ચર્ય પામ્યો. લજ્જાથી નીચું જોઈ ગયો. જિતપદ્મા
લક્ષ્મણના રૂપ અને ચરિત્રથી આકર્ષાઈને આવીને ઊભી રહી. તે સુંદર વદની, મૃગનયની
કન્યા લક્ષ્મણની સમીપે ઇન્દ્રની સમીપે શચિ શોભે તેવી શોભતી હતી. જીતપદ્માને જોઈ
લક્ષ્મણનું હૃદય પ્રસન્ન થયું. મહાસંગ્રામમાં જેનું ચિત્ત સ્થિર ન થાય તે આના સ્નેહથી
વશીભૂત થઈ ગયું. લક્ષ્મણે તત્કાળ વિનયથી નમ્ર બની રાજાને કહ્યું કે, હે તાત! અમે
તમારા બાળક છીએ. અમારો અપરાધ માફ કરો, તમારા જેવા ગંભીર નર બાળકોની
અજ્ઞાન ચેષ્ટાથી કે કુવચનથી વિકાર પામતા નથી. શત્રુદમને અત્યંત હર્ષિક થઈ હાથીની
સૂંઢ સમાન પોતાની ભુજાઓથી કુમારને આલિંગન આપ્યું અને કહ્યું કે હે ધીર!
મહાયુદ્ધમાં મત્ત હાથીને ક્ષણમાત્રમાં જીતનારા મને તમે જીતી લીધો અને વનના પર્વત
સમાન હાથીઓના મદનું મર્દન કરનાર પાસે ગર્વ તમે ગાળી નાખ્યો. ધન્ય છે તમારા
પરાક્રમને! ધન્ય તમારું રૂપ, ધન્ય તમારી નિર્માનતા! અત્યંત વિનયવાન, અદ્ભૂત
ચારિત્રના ધારક તમે જ છો. આ પ્રમાણે રાજાએ સભામાં લક્ષ્મણના ગુણોનું વર્ણન કર્યું.
ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચે મુખ ઢાળી ગયા.
પુરુષોત્તમ! તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. લક્ષ્મણે કહ્યું કે મારા મોટ ભાઈ અને
ભાભી નગરની પાસે બેઠાં છે, તેમને પૂછો. તેમની જે આજ્ઞા હોય તે પ્રમાણે મારે અને
તમારે કરવું યોગ્ય છે. તે બધી રીત જાણે છે. પછી રાજા પુત્રીને અને લક્ષ્મણને રથમાં
બેસાડી, આખા કુટુંબ સાથે રઘુવીર પાસે આવ્યા. ખળભળતા સમુદ્રની ગર્જના જેવો તેની
સેનાનો અવાજ સાંભળીને અને ધૂળના ગોટા ઊડતા જોઈને સીતા ભયભીત થઈને કહેવા
લાગ્યાં, હે નાથ! લક્ષ્મણે કાંઈક ઉદ્ધત ચેષ્ટા કરી હશે તેથી આ દિશામાંથી ઉપદ્રવ આવતો
હોય તેમ જણાય છે, માટે સાવધાન થઈ જે કરવું હોય તે કરો. ત્યારે રામે જાનકીને
છાતીએ ચાંપીને કહ્યું, હે દેવી! ભય ન પામો. આમ કહીને ઊઠયા, ધનુષ ઉપર દ્રષ્ટિ કરી.
તે જ વખતે મનુષ્યોના સમૂહની આગળ સ્ત્રીઓને ગીત ગાતી સાંભળી, તે સુંદર
અંગવાળી સ્ત્રીઓ નજીક આવી. સ્ત્રીઓને ગાતી અને નાચતી જોઈને શ્રી રામને શાંતિ
થઈ. સ્ત્રીઓ આભૂષણમંડિત, હાથમાં મંગળ દ્રવ્યો લઈને, હર્ષભર્યા નેત્રે રથમાંથી
ઊતરીને આવી. રાજા શત્રુદમન પણ પોતાના પરિવાર સહિત શ્રી રામનાં ચરણારવિંદને
નમસ્કાર કરી, વિનયપૂર્વક બેઠો. લક્ષ્મણ અને જિતપદ્મા એક રથમાં બેઠાં હતાં. વિનયવાન
લક્ષ્મણ રથમાંથી ઊતરીને શ્રી રામચંદ્ર અને જાનકીને શિર નમાવી, પ્રણામ કરી દૂર બેઠો.
શ્રી રામે રાજા શત્રુદમનને કુશળ સમાચાર પૂછયા. રામના આગમનથી રાજાએ આનંદથી
નૃત્ય કર્યું, અત્યંત
Page 333 of 660
PDF/HTML Page 354 of 681
single page version
બિરાજ્યાં. ખૂબ ઉત્સાહથી રાજાના મહેલમાં પધાર્યા. જાણે કે રાજમહેલ સરોવર જ હોય
ને! સ્ત્રીરૂપ કમળોથી ભરેલું, જેમાં લાવણ્યરૂપ જળ હતું, રણકાર કરતાં આભૂષણો તે જ
ત્યાં પક્ષી હતાં. આ બન્ને વીર નવયૌવન શોભાથી પૂર્ણ, કેટલાક દિવસ સુખમાં
બિરાજ્યા. રાજા શત્રુદમન તેમની સેવા કરતા.
હતું તેમ જિતપદ્માને પણ ધીરજ રાખવાનું સમજાવી શ્રી રામ સાથે પ્રયાણ કર્યું. નગરના
સર્વ જનો તથા રાજાને એમના ચાલ્યા જવાથી અત્યંત ચિંતા થઈ. ધૈર્ય ન રહ્યું. શ્રી
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધાધિપતિ! તે બન્ને ભાઈ, જન્માંતરના
ઉપાર્જેલા પુણ્યથી બધા જીવોને પ્રિય લાગતા, જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં રાજા, પ્રજા સૌ
તેમની સેવા કરતા અને ઇચ્છતા કે એમને છોડીને ન જાય તો સારું. ઇન્દ્રિયોનાં બધાં
સુખ અને મિષ્ટ અન્ન-પાનાદિ વિના પ્રયત્ને જ એમને સર્વત્ર સુલભ બનતાં, પૃથ્વી પર
દુર્લભ ગણાતી વસ્તુઓ તેમને પ્રાપ્ત થતી. જોકે ભાગ્યવાન ભવ્ય જીવ સદા ભોગોથી
ઉદાસ હોય છે. જ્ઞાનને અને વિષયને વેર છે. જ્ઞાની આમ વિચારે છે કે આ ભોગોથી
પ્રયોજન સિદ્ધ થતું નથી, એ દુષ્ટ નાશવંત છે. આ પ્રમાણે જોકે ભોગોની સદા નિંદા જ
કરે છે, ભોગોથી વિરક્ત છે જ, જેમણે પોતાની દીપ્તિથી સૂર્યને પણ ઝાંખો પાડયો છે
એવા એમને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી પહાડના શિખર પર નિવાસ કરે છે તો ત્યાં
પણ નાના પ્રકારની સામગ્રીનો સંયોગ થાય છે. જ્યાં સુધી મુનિપદ આવતું નથી ત્યાં
સુધી તે દેવ સમાન સુખ ભોગવે છે.
આડત્રીસમું પર્વ પૂર્ણ થયું.
રમતાં રમતા ત્યાં આવ્યા. બન્નેને સમસ્ત દેવોપુનિત સામગ્રીથી શરીર બંધાયું હતું. ક્યાંક
લીલા રત્ન સમાન રંગવાળાં કૂંપળોમાંથી શ્રી રામ જાનકીના કર્ણાભરણ બનાવે છે, ક્યાંક
નાના વૃક્ષ પર લાગેલી વેલનો હિંડોળો બનાવી બન્ને ભાઈ જાનકીને તેના પર ઝુલાવે છે
અને આનંદની વાતો કરીને
Page 334 of 660
PDF/HTML Page 355 of 681
single page version
કેવા મનોજ્ઞ લાગે છે! સીતાના શરીરની સુગંધથી ભમરા આવી પહોંચે છે તેમને બેય
ભાઈ ઉડાડી મૂકે છે. આ પ્રમાણે નાના પ્રકારનાં વનોમાં ધીરે ધીરે વિહાર કરતા બન્ને
ભાઈ જેમ સ્વર્ગના વનમાં દેવો રમતા હોય તેમ રમે છે. તેઓ અનેક દેશો જોતાં જોતાં
અનુક્રમે વંશસ્થળ નગરમાં આવ્યા. તે બન્ને પુણ્યના અધિકારી છે, પણ સીતાના કારણે
તેમને થોડું અંતર વટાવતાં પણ ઘણા દિવસો લાગે છે. તે દીર્ધકાળ તેમને દુઃખ કે કલેશ
આપતો નથી, સદાય સુખ જ આપે છે. તેમણે નગરની પાસે એક વંશધર નામનો પર્વત
જોયો, જાણે કે તે પૃથ્વી ભેદીને નીકળ્યો છે. ત્યાં વાંસવૃક્ષોનાં ઝૂંડ હોવાથી માર્ગ વિષમ છે,
ઊંચાં શિખરોની છાયાથી જાણે સદા સંધ્યા પથરાયેલી રહે છે, ઝરણાઓથી જાણે પર્વત્
હસે છે. તે નગરમાંથી રાજા અને પ્રજાને બહાર નીકળતા જોઈને શ્રી રામચંદ્ર પૂછવા
લાગ્યા. અરે કયા ભયથી નગર ત્યજી જાવ છો? ત્યારે કોઈ બોલ્યું કે આજે ત્રીજો દિવસ
છે, ત્રણ દિવસથી રાત્રે આ પહાડના શિખર ઉપર એવો ધ્વનિ થાય છે કે અત્યાર સુધી
કદી સાંભળવામાં આવ્યો નથી, પૃથ્વી કંપે છે અને દશે દિશામાં અવાજ ગૂંજે છે, વૃક્ષોનાં
મૂળ ઊખડી જાય છે, સરોવરોનાં જળ ચલાયમાન થાય છે, તે ભયાનક અવાજથી સર્વ
લોકોના કાનમાં પીડા થાય છે. જાણે કે લોઢાના ઘણથી કોઈ મારતું હોય. કોઈ દુષ્ટ
દેવજગતનો વેરી અમને મારવા તૈયારી કરી, આ ગિરિ ઉપર ક્રીડા કરે છે. તેના ભયથી
સંધ્યા સમયે લોકો ભાગે છે, સવારમાં પાછા આવે છે, પાંચ કોસ દૂર જઈને રહે છે, ત્યાં
તેનો અવાજ સંભળાતો નથી. આ વાત સાંભળી સીતાએ રામ-લક્ષ્મણને કહ્યું કે જ્યાં આ
બધા માણસો જાય છે ત્યાં આપણે પણ જઈએ. જે નીતિશાસ્ત્ર જાણે છે અને દેશકાળ
જાણીને પુરુષાર્થ કરે છે તે કદી પણ આપદા પામતા નથી. ત્યારે ધીરભાઈઓ હસીને
કહેવા લાગ્યા કે તું બહુ બીકણ છે માટે આ લોકો જ્યાં જાય છે ત્યાં તું પણ જા, સવારે
બધા આવે ત્યારે તું પણ આવજે. અમે તો આજે આ પર્વત પર રહીશું. આ અતિભયંકર
કોનો અવાજ છે તે જોઈશું એ નક્ક્ી વાત છે. આ લોકો દીન છે, ભયથી પશુ અને
બાળકોને લઈને ભાગે છે, અમને કોઈનો ભય નથી. ત્યારે સીતા કહેવા લાગી કે તમારી
હઠ છોડાવવા કોણ સમર્થ છે? તમારો આગ્રહ દુર્નિવાર છે. આમ કહીને તે પતિની પાછળ
ચાલી. તેનાં ચરણો ખેદખિન્ન હતાં. પહાડના શિખર પર તે નિર્મળ ચંદ્રકાંતિ જેવી શોભતી
હતી. શ્રી રામની પાછળ અને લક્ષ્મણની આગળ સીતા ચંદ્રકાંત અને ઇન્દ્રનીલમણિની
વચ્ચે પુષ્પરાગમણિ જેવી શોભતી હતી. તે પર્વતનું આભૂષણ બની ગઈ. રામ-લક્ષ્મણને
એવી બીક હતી કે ક્યાંક પર્વત ઉપરથી પડી ન જાય. તેથી એનો હાથ પકડીને ચાલતા
હતા. તે નિર્ભય પુરુષોત્તમ વિષમ પાષાણવાળો પર્વત ઓળંગીને સીતા સહિત શિખર પર
જઈ પહોંચ્યા. ત્યાં દેશભૂષણ અને કુળભૂષણ નામના બે મુનિ ધ્યાનારુઢ બન્ને હાથ
લંબાવી, કાયોત્સર્ગ આસનમાં ખડા હતા. તે પરમ તેજથી યુક્ત, સમુદ્ર સરખા ગંભીર,
પર્વત સમાન સ્થિર, શરીર અને આત્માને ભિન્ન ભિન્ન જાણનારા,
Page 335 of 660
PDF/HTML Page 356 of 681
single page version
આકૃતિવાળા, જિનભાષિત ધર્મના આરાધક હતા. શ્રી રામ-લક્ષ્મણે તેમને જોઈને હાથ
જોડી નમસ્કાર કર્યા અને ખૂબ આશ્ચર્ય પામ્યા. મનમાં વિચારવા લાગ્યા કે સંસારનાં સર્વ
કાર્યો અસાર છે, દુઃખનાં કારણ છે. મિત્ર, દ્રવ્ય, સ્ત્રી, કુટુંબ એ ઇન્દ્રિયજનિત સુખ એ
બધું દુઃખ જ છે, એક ધર્મ જ સુખનું કારણ છે. અત્યંત ભક્તિવાળા બન્ને ભાઈ ખૂબ હર્ષ
પામી, વિનયથી નમ્ર શરીરે મુનિઓની સમીપે બેઠા. તે જ સમયે અસુરના આગમનથી
અત્યંત ભયંકર અવાજ થયો. માયામયી સર્પ, વીંછીથી બન્ને મુનિઓનું શરીર વીંટળાઈ
ગયું, સર્પો ભયંકર ફૂંફાડા મારતા હતા, કાજળ જેવા કાળા હતા, મોઢામાંથી જીભ બહાર
લબકારા મારતી હતી અને અનેક વર્ણના અતિસ્થૂળ વીંછીઓથી મુનિનું અંગ ઢંકાયેલું
જોઈને રામ-લક્ષ્મણ અસુર પર કોપ્યા. સીતા ભયથી પતિના અંગે વીંટળાઈ ગઈ. ત્યારે
તેમણે કહ્યું કે તું ડર નહિ. એને ધૈર્ય આપી, બન્ને સુભટોએ પાસે જઈ મુનિઓનાં શરીર
ઉપરથી સાપ, વીંછી દૂર કર્યા, ચરણારવિંદની પૂજા કરી અને યોગીશ્વરોની ભક્તિ, વંદના
કરી. શ્રી રામ વીણા લઈ વગાડવા લાગ્યા અને મધુર અવાજે ગાવા લાગ્યા. લક્ષ્મણ
ગાવા લાગ્યા. ગાનના શબ્દો આ પ્રમાણે હતાઃ મહાયોગીશ્વર ધીરવીર છે, મનવચનકાયથી
વંદ્ય છે, તેમની ચેષ્ટા મનોજ્ઞ છે, દેવોથી પણ પૂજ્ય છે, મહાભાગ્યવંત છે, તેમણે
અરહંતનો ધર્મ પ્રાપ્ત કર્યો છે, ઉપમારહિત છે, અખંડ, ઉત્તમ, ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ,
જિનધર્મના ધુરંધર, ધ્યાનરૂપ વજ્રદંડથી મોહરૂપ શિલાના ચૂરા કરી નાખ્યા છે, ધર્મરહિત
પ્રાણીઓને અવિવેકી જાણીને દયાથી વિવેકના માર્ગે લાવે છે. પરમદયાળુ પોતે તરે અને
બીજાઓને તારે છે. આ પ્રમાણે સ્તુતિ કરી બન્ને ભાઈઓએ એવું ગાયું કે વનના
તિર્યંચોનાં મન પણ મોહિત થયાં. ભક્તિથી પ્રેરાઈને સીતા નાચ કરવા લાગી, જેમ સુમેરુ
ઉપર શચિ નૃત્ય કરે છે. જેણે સમસ્ત સંગીતશાસ્ત્ર જાણ્યું હતું, સુંદર લક્ષણ ધરનારી,
અમૂલ્ય હાર-માળાદિ પહેરેલી, પરમલીલા સહિત જેણે અદ્ભુત નૃત્યકળા પ્રગટ કરી છે,
હાવભાવમાં પ્રવીણ, મંદમંદ ચરણ ધરતી, ગીત અનુસાર ભાવ બતાવતી સીતા અદ્ભુત
નૃત્ય કરતી ખૂબ શોભાયમાન જણાતી હતી. અસુરકૃત ઉપદ્રવ જાણે કે સૂર્ય જોઈ ન
શક્યો, અસ્ત પામ્યો. સંધ્યા પ્રગટ થઈને જતી રહી. આકાશમાં નક્ષત્રોનો પ્રકાશ થયો.
દશે દિશામાં અંધકાર ફેલાઈ ગયો. તે સમયે અસુરની માયાથી અત્યંત રૌદ્ર ભૂતોનું ટોળું
ખડખડ હસવા લાગ્યું, જેમનાં મુખ ભયંકર હતાં, તે કર્કશ અવાજ કરતા હતા, માયામયી
શિયાળણી મુખમાંથી ભયાનક અગ્નિની જ્વાળા કાઢતી હતી, સેંકડો મડદાં ભય ઉપજાવે
તેવું નૃત્ય કરતાં હતાં, તેમનાં મસ્તક, ભૂજા, જાંઘાદિમાંથી અગ્નિીની વૃષ્ટિ થતી હતી,
દુર્ગંધયુક્ત ઘટ્ટ લોહીનાં ટીપાં વરસતાં હતાં, નગ્નસ્વરૂપ ડાકણો હાડકાંનાં આભૂષણો પહેરી
આવતી, જેનાં શરીર ક્રૂર હતાં, તેનાં સ્તન ઊછળતાં હતાં, હાથમાં ખડ્ગ હતાં, તે નજરે
પડવા લાગી. તે ઉપરાંત સિંહ, વાઘાદિનાં મુખવાળા, તપેલા લોઢા જેવી આંખોવાળા,
હાથમાં ત્રિશૂળ લઈ હોઠ કરડતા, કુટિલ ભ્રમરવાળા, કઠોર અવાજ કરતા અનેક પિશાચો
નાચવા લાગ્યા.
Page 336 of 660
PDF/HTML Page 357 of 681
single page version
શુક્લધ્યાનમાં મગ્ન હતા, તેમને કાંઈ ખબર પડી નહિ. આ ચેષ્ટા જોઈને જાનકી ભય
પામી, પતિના શરીરે વળગી પડી. ત્યારે શ્રી રામે કહ્યું, હે દેવી! ભય ન કરો. સર્વ
વિઘ્નોના નાશક મુનિનાં ચરણોનું શરણ લે. આમ કહીને સીતાને મુનિના પગ પાસે
મૂકીને પોતે લક્ષ્મણ સહિત ધનુષ હાથમાં લઈ, મહાબળવાન મેઘ સમાન ગર્જ્યા, વજ્રપાત
જેવો ધનુષ ચડાવવાનો અવાજ થયો ત્યારે તે અગ્નિપ્રભ નામનો અસુર આ બન્ને વીરોને
બળભદ્ર નારાયણ જાણીને ભાગી ગયો, તેની બધી ચેષ્ટા વિલય પામી. શ્રી રામ-લક્ષ્મણે
મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. તે જ સમયે દેશભૂષણ અને કુળભૂષણ મુનિને કેવળજ્ઞાન
ઉત્પન્ન થયું. ચતુર્નિકાયના દેવ તેમનાં દર્શન કરવા આવ્યા, વિધિપૂર્વક નમસ્કાર કરી
સ્થાને યથાયોગ્ય બેઠા. કેવળજ્ઞાનના પ્રતાપથી કેવળીની નિકટ રાતદિવસનો તફાવત ન
રહ્યો, ભૂમિગોચરી અને વિદ્યાધર કેવળીની પૂજા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. સુર, નર,
વિદ્યાધર બધા જ ધર્મનો ઉપદેશ સાંભળવા લાગ્યા. રામ-લક્ષ્મણ આનંદભર્યા ચિત્તે સીતા
સાથે કેવળીની પૂજા કરીને હાથ જોડી, નમસ્કાર કરી પૂછવા લાગ્યા, કે ભગવાન! અસુરે
આપના ઉપર કયા કારણે ઉપસર્ગ કર્યો? અને તમારા બન્નેમાં પરસ્પર અત્યંત સ્નેહ શા
કારણે થયો? ત્યારે કેવળીની દિવ્ય ધ્વનિ થઈ. પદ્મિની નામના નગરમાં રાજા વિજયપર્વત
રાજ્ય કરતો. તે ગુણરૂપ ધાન્યની ઉત્પત્તિનું ઉત્તમ ક્ષેત્ર હતો. તેની સ્ત્રીનું નામ ધારણી.
તેનો અમૃતસુર નામનો દૂત સર્વ શાસ્ત્રોમાં નિપુણ, લોકરીતિનો જાણનાર અને ગુણોનો
ચાહક હતો. તેની ઉપભોગા નામની સ્ત્રીને ઉદિત અને મુદિત નામના બે પુત્ર હતા, જે
વ્યવહારમાં પ્રવીણ હતા. રાજાએ અમૃતસુરને કાર્ય નિમિત્તે રાજ્યની બહાર મોકલ્યો. તે
સ્વામીભક્ત વસુભૂતિ નામના મિત્ર સાથે ગયો. વસુભૂતિ પાપી, દુષ્ટ વિચારનો અને
અમૃતસુરની સ્ત્રી પ્રત્યે આસક્ત હતો. તેણે રાતના સમયે અમૃતસુરને ખડ્ગથી મારી
નાખ્યો અને નગરમાં પાછો આવતો રહ્યો. તેણે લોકોને કહ્યું કે મને પાછો મોકલી દીધો
છે અને અમૃતસુરની પત્ની ઉપભોગાને યથાર્થ વૃત્તાંત કહ્યો ત્યારે તે કહેવા લાગી કે મારા
બેય પુત્રને પણ મારી નાખ, જેથી આપણે બન્ને નિશ્ચિંતપણે રહી શકીએ. આ વાત
ઉદિતની પત્નીએ સાંભળી અને બધો વૃત્તાંત ઉદિતને કહી સંભળાવ્યો. આ વહુ સાસુનું
ચરિત્ર પહેલાંથી જ જાણતી હતી, કેમ કે વસુભૂતિની સ્ત્રીએ તેને આ બધી વાત કરી
હતી. તે પોતાના પતિ પ્રત્યે તેના પરદારાસેવનના કાર્યથી વિરક્ત હતી. ઉદિતે બધી
વાતથી સાવધાન થઈ મુદિતને પણ સાવધાન કર્યો અને વસુભૂતિનું ખડ્ગ જોઈને પિતાના
મરણનો નિશ્ચય કરી, ઉદિતે વસુભૂતિને મારી નાખ્યો. તે પાપી મરીને મ્લેચ્છની યોનિમાં
જન્મ્યો. જે બ્રાહ્મણ હતો તે કુશીલ અને હિંસાના દોષથી ચાંડાળને ત્યાં જન્મ્યો. એક
વખત મુનિઓમાં મહાતેજસ્વી મતિવર્ધન નામના આચાર્ય પદ્મિની નગરીમાં આવ્યા અને
વસંતતિલક નામના ઉદ્યાનમાં સંઘ સહિત બિરાજ્યા. અનુરાધા નામની આર્યિકાઓની
ગુરુણી આર્યિકાઓના સંઘ સહિત નગરની સમીપના ઉપવનમાં રહી. જે વનમાં મુનિ
બિરાજ્યા હતા તે વનના અધિકારીએ
Page 337 of 660
PDF/HTML Page 358 of 681
single page version
કહો. રાજાએ પૂછયું કે શી બાબત છે? તેણે કહ્યું કે ઉદ્યાનમાં મુનિ આવ્યા છે. જો તેમને
રોકીએ તો ડર લાગે છે અને જો ન રોકીએ તો તમે ગુસ્સે થાવ; એ રીતે અમે મોટા
સંકટમાં છીએ. સ્વર્ગના ઉદ્યાન સમાન આ વન છે. અત્યાર સુધી કોઈને આમાં આવવા
દીધા નથી, પરંતુ મુનિઓને શું કરીએ? તે દિગંબર મુનિ દેવોથી પણ રોકાય નહિ તો
અમારા જેવા તેમને કેવી રીતે રોકી શકે? રાજાએ કહ્યું કે તમે એમને રોકો નહિ. જ્યાં
સાધુ બિરાજે છે તે સ્થાન પવિત્ર બને છે. પછી રાજા ખૂબ ઠાઠમાઠપૂર્વક મુનિનાં દર્શન
કરવા ગયો. તે મહાભાગ્ય ઉદ્યાનમાં બિરાજતા હતા, વનની ધૂળથી તેમનાં અંગ મલિન
હતાં, મુનિને યોગ્ય ક્રિયા સહિત હતા, તેમનાં હૃદય શાંત હતાં કેટલાક કાયોત્સર્ગ કરી
બન્ને હાથ લંબાવી ઊભા છે, કેટલાક પદ્માસનમાં બિરાજે છે, બેલા, તેલા, ચોલા, પાંચ
ઉપવાસ, દશ ઉપવાસ, પક્ષ-માસાદિ અનેક ઉપવાસોથી જેમનાં શરીર શોષાયાં છે,
પઠનપાઠનમાં સાવધાન છે, તેમનાં શબ્દો ભ્રમર સમાન મધુર છે, તેમણે પોતાનું ચિત્ત શુદ્ધ
સ્વરૂપમાં જોડયું છે તે રાજા આવા મુનિઓને દૂરથી જોઈ ગર્વરહિત થઈ, હાથી પરથી
ઊતરીને સાવધાન થઈ, સર્વ મુનિઓને નમસ્કાર કરી, આચાર્યની નિકટ જઈ, ત્રણ
પ્રદક્ષિણા કરી પૂછવા લાગ્યા હે નાથ! આપના શરીરમાં જેવી કાંતિ છે તેવા ભોગ નથી.
ત્યારે આચાર્યે કહ્યું કે આ તારી બુદ્ધિ કેવી છે? તું શૂરવીર આ શરીરને સ્થિર માને છે એ
તારી બુદ્ધિ સંસારને વધારનારી છે. જેમ હાથીના કાન ચપળ છે તેવું જ જીવન ચંચળ છે.
આ દેહ કદલીસ્તંભ સમાન અસાર છે અને ઐશ્વર્ય સ્વપ્નતુલ્ય છે. ઘર, કુટુંબ, પુત્ર,
કલત્ર, બાંધવ બધું અસાર છે. આમ જાણીને આ સંસારની માયામાં પ્રીતિ કેવી રીતે
થાય? આ સંસાર દુઃખદાયક છે. આ પ્રાણી અનેક વાર ગર્ભવાસનાં સંકટ ભોગવે છે.
ગર્ભવાસ નરકતુલ્ય મહાભયાનક, દુર્ગંધ કૃમિજાળથી પૂર્ણ, રક્ત, શ્લેષ્મ આદિનું સરોવર,
અત્યંત અશુચિ કર્દમથી ભરેલ છે. આ પ્રાણી મોહરૂપ અંધકારથી અંધ થઈ ગર્ભવાસથી
ડરતો નથી. ધિક્કર છે આ અત્યંત અપવિત્ર દેહને! તે સર્વ અશુભનું સ્થાન, ક્ષણભંગુર
ને અશરણ છે. જીભ દેહને પોષે છે, તે આને જ દુઃખ આપીને કૃતઘ્ન
ઉપજાવતું એવું શરીર તેમાં જે પ્રાણી સ્નેહ કરે છે તે જ્ઞાનરહિત, અવિવેકી છે. તેમનું
કલ્યાણ ક્યાંથી થાય? અને આ શરીરમાં ઇન્દ્રિય ચોર વસે છે. તે બળાત્કારે ધર્મરૂપ ધન
હરી જાય છે. આ જીવરૂપ રાજા કુબુદ્ધિરૂપ સ્ત્રી સાથે રમે છે, અને મૃત્યુ એને અચાનક
ઉપાડી જાય છે. મનરૂપ મત્ત હાથી વિષયરૂપ વનમાં ક્રીડા કરે છે. જ્ઞાનરૂપ અંકુશથી એને
વશ કરીને વૈરાગ્યરૂપ થાંભલા સાથે વિવેકી બાંધે છે. આ ઇન્દ્રિયરૂપ તુરંગ મોહરૂપ ધજા
ધારણ કરીને, પરસ્ત્રીરૂપ લીલા ઘાસમાં લોલુપતા રાખતા શરીરરૂપ રથને કુમાર્ગમાં પાડે
છે. ચિત્તની પ્રેરણાથી જીવ ચંચળ બને છે તેથી ચિત્તને વશ કરવું યોગ્ય છે. તમે સંસાર,
શરીર, ભોગથી વિરક્ત થઈ, ભક્તિથી જિનરાજને નમસ્કાર કરી, નિરંતર તેમનું સ્મરણ
કરો કે જેથી અવશ્ય
Page 338 of 660
PDF/HTML Page 359 of 681
single page version
સંસારસમુદ્રને તરાય. તપ-સંયમરૂપ બાણોથી મોહરૂપ શત્રુને હણી લોકના શિખર પર
અવિનાશીપુરનું અખંડ રાજ્ય કરો, નિર્ભય નિજપુરમાં નિવાસ કરો. મુનિના મુખથી આ
વચન સાંભળીને સુબુદ્ધિ રાજા વિજયપર્વત રાજ્ય છોડીને મુનિ થયા. પેલા દૂતના પુત્ર
ઉદિત અને મુદિત નામના બન્ને ભાઈ જિનવાણી સાંભળીને મુનિ થઈ પૃથ્વી પર
વિચરવા લાગ્યા. તે સમ્મેદશિખરની યાત્રાએ જતા હતા ત્યાં કોઈ પ્રકારે માર્ગ ભૂલીને
વનમાં જઈ ચડયા. તે વસુભૂતિ વિપ્રનો જીવ મહારૌદ્ર ભીલ થયો હતો તેણે મુનિને જોયા.
તે અતિક્રોધાયમાન થઈ કુહાડા જેવાં કઠોર વચન બોલ્યો, એમને ઊભા રાખીને મારવા
તૈયાર થયો. ત્યારે મોટો ભાઈ ઉદિત મુદિતને કહેવા લાગ્યો કે હે ભાઈ! ભય ન પામ,
ક્ષમારૂપ ઢાલને અંગીકાર કર. આ મારવા તૈયાર થયો છે, પણ આપણે ઘણા દિવસ તપથી
ક્ષમાનો અભ્યાસ કર્યો છે માટે અત્યારે દ્રઢતા રાખવી, આ વચન સાંભળી મુદિત બોલ્યો
કે આપણે તો જિનમાર્ગના શ્રદ્ધાળુ છીએ, આપણને ભય શાનો હોય? દેહ તો વિનશ્વર જ
છે અને આ વસુભૂતિનો જીવ છે જેને પિતાના વેરથી આપણે માર્યો હતો. આમ બન્ને
મુનિ પરસ્પર વાત કરીને, શરીરનું મમત્વ છોડી, કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા. તે
મ્લેચ્છ એટલે કે ભીલ મારવા આવ્યો; પણ તેના રાજાએ તેને રોક્યો અને બન્ને મુનિને
બચાવ્યા. આ કથા સાંભળીને રામે કેવળીને પ્રશ્ન કર્યો કે હે દેવ! પેલાએ બચાવ્યા તો તેને
તેમના ઉપર શા કારણે પ્રીતિ થઈ હતી? ત્યારે કેવળીના દિવ્ય ધ્વનિમાં ઉત્તર મળ્યો કે
એક યક્ષસ્થાન નામનું ગામ હતું. તેમાં સુરપ અને કર્ષક નામના બે ભાઈ રહેતા. કોઈ
પારધી એક પક્ષીને જીવતું પકડી તે ગામમાં લાવ્યો. આ બન્ને ભાઈઓએ દ્રવ્ય આપીને
તેને છોડાવ્યું હતું તે પક્ષી મરીને મ્લેચ્છપતિ થયું અને પેલા સુરપ, કર્ષક મરીને ઉદિત-
મુદિત થયા. તે પરોપકારથી તેણે આમને બચાવ્યા. જે કોઈ જેટલી નેકી કરે છે તે પણ
તેની નેકી કરે છે અને જે કોઈનું બૂરું કરે છે તો તે પણ તેનું બૂરું કરે છે. આ સંસારી
જીવોની રીત છે. માટે બધાનો ઉપકાર જ કરવો. કોઈ પ્રાણી પ્રત્યે વેર ન રાખવું એક
જીવદયા જ મોક્ષનો માર્ગ છે. દયા વિના ગ્રંથો ભણી જવાથી શો લાભ? એક સુકૃત જ
સુખનું કારણ છે તે કરવું. તે ઉદિત-મુદિત મુનિ ઉપસર્ગથી છૂટી સમ્મેદશિખરની યાત્રાએ
ગયા અને બીજાં પણ અનેક તીર્થોની યાત્રા કરી. રત્નત્રયનું આરાધન કરી સમાધિથી
પ્રાણ ત્યજી સ્વર્ગમાં ગયા. પેલો વસુમતિનો જીવ, જે મ્લેચ્છ થયો હતો, તે અનેક
કુયોનિઓમાં ભ્રમણ કરી, મનુષ્યદેહ પામી, તાપસનાં વ્રત કરી અજ્ઞાન તપથી મરીને
જ્યોતિષી દેવોમાં અગ્નિકેતુ નામનો ક્રૂર દેવ થયો. ભરતક્ષેત્રના વિષમ અરિષ્ટપુર નગરમાં
રાજા પ્રિયવ્રત અત્યંત ભોગી હતો. તેને કનકપ્રભા અને પદ્માવતી નામની બે રાણીઓ
હતી. પેલા ઉદિત-મુદિતના જીવ સ્વર્ગમાંથી ચ્યવીને પદ્માવતી રાણીની કૂખે રત્નરથ અને
વિચિત્રરથ નામના પુત્ર તરીકે જન્મ્યા. પેલો જ્યોતિષી દેવ ચ્યવીને કનકપ્રભાની કૂખે
અનુધર નામના પુત્ર તરીકે જન્મ્યો. રાજા પ્રિયવ્રત પુત્રને રાજ્ય આપી ભગવાનના
ચૈત્યાલયમાં છ દિવસોનું અનશન કરી, દેહત્યાગ કરી સ્વર્ગે ગયા.
Page 339 of 660
PDF/HTML Page 360 of 681
single page version
અહીં નવું વેર થયું. તેથી અનુધર રત્નરથની પૃથ્વી ઉજ્જડ કરવા લાગ્યો. ત્યારે રત્નરથ
અને વિચિત્રરથ બન્ને ભાઈઓએ અનુધરને યુદ્ધમાં જીતી દેશ નિકાલ કર્યો. તે દેશનિકાલ
થવાથી અને પૂર્વના વેરથી અત્યંત ગુસ્સે થઈ જટા અને વલ્કલધારી તાપસી થયો.
તેનામાં વિષવૃક્ષ સમાન વિષય કષાય ભર્યા હતા. રત્નરથ અને વિચિત્રરથ અત્યંત
તેજસ્વી હતા. તે ચિરકાળ રાજ્ય ભોગવી, મુનિ થઈ, તપ કરી સ્વર્ગમાં દેવ થયા. ત્યાં
મહાસુખ ભોગવી, આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધાર્થનગરના રાજા ક્ષેમંકરની રાણી વિમળાના પેટે
દેશભૂષણ, કુલભૂષણ નામના પુત્ર જન્મ્યા. તે વિદ્યા મેળવવા માટે ઘરમાં ઉચિત ક્રીડા
કરતા રહ્યા. તે વખતે સાગરઘોષ નામના પંડિત અનેક દેશોમાં ભ્રમણ કરતાં કરતાં ત્યાં
આવ્યા. રાજાએ પંડિતને ખૂબ આદર આપ્યો અને બેય પુત્રોને ભણવા તેમની પાસે
મૂક્યા. વિનયી એવા તેમણે બધી કળા શીખી લીધી. તેઓ માત્ર એક વિદ્યાગુરુને જાણતા
અને વિદ્યાને જાણતા. બીજા કોઈ કુટુંબીને જાણતા નહિ. તેમને વિદ્યાભ્યાસ કરવો એ એક
જ કાર્ય હતું. વિદ્યાગુરુ પાસેથી તે અનેક વિદ્યા શીખ્યા. સર્વ કળાના પારગામી થઈ પિતા
પાસે આવ્યા. પિતા તેમને મહાવિદ્વાન અને સર્વ કળામાં નિપુણ જોઈને પ્રસન્ન થયા.
પંડિતને મનવાંછિત દાન આપ્યું. એ દેશભૂષણ-કુળભૂષણ અમે છીએ. કુમાર અવસ્થામાં
અમે સાંભળ્યું કે પિતાજીએ અમારા વિવાહ માટે રાજકન્યાનું માગું કર્યું છે. આ વાત
સાંભળી તેની શોભા જોવા અમે નગરબહાર જવા તૈયાર થયા. અમારી બહેન કમલોત્સવા
કન્યા ઝરૂખામાં બેસી નગરની શોભા જોતી હતી. અમે તો વિદ્યાનો અભ્યાસ જ કર્યો
હતો, અમે તો કોઈને દેખ્યા, જોયા નહોતા. આ અમારી બહેન છે એ અમે જાણતા
નહોતા. એ અમારી માગણીની કન્યા છે એમ માનીને અમારું ચિત્ત વિકારરૂપ થયું. બન્ને
ભાઈઓનાં ચિત્ત ચળ્યાં હતાં. બન્ને પરસ્પર વિચારવા લાગ્યા કે તેને હું પરણીશ. બીજો
ભાઈ તેને પરણવા ઇચ્છશે તો તેને મારીશ. તેથી બન્નેના ચિત્તમાં વિકારભાવ અને
નિર્દયભાવ થયો. તે જ વખતે બંદીજનોનાં મુખમાંથી એવો અવાજ સંભળાયો કે રાજા
ક્ષેમંકર વિમળારાણી સહિત જયવંત હો. જેમના બે પુત્રો દેવ સમાન છે અને આ
ઝરૂખામાં બેઠેલી તેમની બહેન કમલોત્સવા છે. બન્ને વીર મહાગુણવાન છે અને બહેન
મહાન ગુણવંતી છે. આવાં સંતાન પુણ્યાધિકારીને જ હોય છે. આ શબ્દો અમે સાંભળ્યા
અને વિચાર આવ્યો કે અહો, જુઓ મોહકર્મની દુષ્ટતા!! અમને અમારી બહેન પ્રત્યે
અભિલાષા જાગી. આ સંસાર અસાર અને દુઃખથી ભરેલો છે, અરેરે! અહીં એવા ભાવ
ઉપજે છે કે પાપના યોગથી મરીને પ્રાણી નરકમાં જાય અને અત્યંત દુઃખ ભોગવે છે.
આમ વિચારતાં અમને જ્ઞાન પ્રગટ થયું અને વૈરાગ્યના ઉદ્યમી થયા. માતાપિતા સ્નેહથી
વ્યાકુળ થયા. પરંતુ અમે બધા પ્રત્યેની મમતા છોડીને દિગંબરી દીક્ષા અંગીકાર કરી.
અમને આકાશગામિની રિદ્ધિ પ્રાપ્ત થઈ. અમે નાના પ્રકારનાં જિનતીર્થોમાં વિહાર કર્યો,
તપ જ અમારું ધન હતું. અમારા પિતા રાજા ક્ષેમંકર, જે