Page 300 of 660
PDF/HTML Page 321 of 681
single page version
શરીરને રૂપ અને લાવણ્ય વિનાનું કર્યું છે, તમારી પાસે ધન નથી, વિષયસામગ્રી નથી,
વસ્ત્રાભરણ નથી, કોઈ સહાયક નથી, સ્નાન, સુગંધ, લેપનરહિત છો, પારકા ઘરે ભોજન
કરીને જીવન પૂરું કરો છો. તમારા જેવા મનુષ્ય શું આત્મહિત કરે? તેને કામભોગમાં
અત્યંત આસક્ત જોઈને તે સંયમી બોલ્યા, શું તેં મહાઘોર નરકભૂમિની વાત સાંભળી
નથી કે તું ઉદ્યમ કરીને પાપની પ્રીતિ કરે છે? નરકની મહાભયાનક સાત ભૂમિ છે, તે
અત્યંત દુઃખમય, જોઈ પણ શકાય તેવી નથી, સ્પર્શી કે સાંભળી ન જાય તેવી છે. અત્યંત
તીક્ષ્ણ લોઢાના કાંટાથી ભરેલી છે, ત્યાં નારકીઓને ઘાણીમાં પીલે છે, અનેક વેદના-ત્રાસ
થાય છે, છરીથી તલ તલ જેવડા કકડા કરે છે ઉપલી નરકની ભૂમિ તપાયેલા લોઢા
સમાન ગરમ અને નીચેની નરકની ભૂમિ અત્યંત શીતળ હોય છે. તેનાથી મહાપીડા
ઊપજે છે. ત્યાં ભયંકર અંધકાર, ભયાનક રૌરવાદિ ગર્ત, અસિપત્રનું વન, દુર્ગંધમય
વૈતરણી નદી હોય છે. જે પાપી મત્ત હાથીની જેમ નિરંકુશ છે તે નરકમાં હજારો પ્રકારનાં
દુઃખ દેખે છે. હું તને પૂછું છું કે તારા જેવો પાપારંભી, વિષયાતુર કયું આત્મહિત કરે છે?
આ ઇન્દ્રાયણનાં ફળ સમાન ઇન્દ્રિયનાં સુખો તું નિરંતર સેવીને સુખ માને છે, પણ એમાં
હિત નથી, એ દુર્ગતિનાં કારણ છે. જેનું ચિત્ત નિર્મળ છે, જે જીવોની દયા પાળે છે.
મુનિનાં વ્રત પાળે છે અથવા શ્રાવકનાં વ્રત પાળે છે તે જ આત્માનું હિત કરે છે. જે
મહાવ્રત કે અણુવ્રત આચરતા નથી તે મિથ્યાત્વ, અવ્રતના યોગથી સમસ્ત દુઃખના ભાજન
થાય છે. તેં પૂર્વજન્મમાં કોઈ સુકૃત કર્યું હતું તેનાથી તને મનુષ્યનો દેહ મળ્યો છે, હવે
પાપ કરીશ તો દુર્ગતિમાં જઈશ. આ બિચારા નિર્બળ, નિરપરાધ મૃગાદિ પશુઓ અનાથ
છે, ભૂમિ જ એની શય્યા છે. એની ચંચળ આંખો સદા ભયથી ભરેલી છે, વનમાં તૃણ
અને જળથી જીવે છે, પૂર્વનાં પાપથી અનેક દુઃખથી દુઃખી છે, રાત્રે પણ સૂતાં નથી,
ભયથી અત્યંત કાયર છે, આવા રાંકને ભલા માણસ શા માટે હણે છે? માટે જો તું તારું
હિત ઇચ્છતો હો તો મન-વચન-કાયાથી હિંસાનો ત્યાગ કર, જીવદયા અંગીકાર કર.
મુનિનાં આવાં શ્રેષ્ઠ વચન સાંભળીને વજ્રકર્ણ પ્રતિબોધ પામ્યો, જેમ ફળોથી વૃક્ષ નીચું
નમે તેમ તે સાધુનાં ચરણારવિંદમાં નમી પડયો, અશ્વ ઉપરથી ઊતરીને સાધુની પાસે
ગયો, હાથ જોડી પ્રણામ કરી, અત્યંત વિનયપૂર્વક ચિત્તમાં સાધુની પ્રશંસા કરવા લાગ્યો.
ધન્ય છે આ પરિગ્રહત્યાગી મુનિ, જેમનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વનના પક્ષી
અને મૃગાદિ પશુઓ પ્રશંસાયોગ્ય છે, જે આ સમાધિરૂપ સાધુના દર્શન કરે છે, અને હું
પણ ધન્ય છું કે મને આ જ સાધુના દર્શન થયા. એ ત્રણે જગતથી વંદ્ય છે, હવે હું
પાપકર્મથી છૂટયો છું. આ પ્રભુ જ્ઞાનસ્વરૂપે નખ વડે બંધુના સ્નેહમય સંસારરૂપ પિંજરાને
છેદીને સિંહની જેમ નીકળ્યા છે તે સાધુને જુઓ, મનરૂપ વેરીને વશ કરી, નગ્ન મુદ્રા
ધારીને શીલ પાળે છે. મારો અતૃપ્ત આત્મા હજી પૂર્ણ વૈરાગ્ય પામ્યો નથી તેથી શ્રાવકનાં
અણુવ્રત આચરું. આમ વિચાર કરીને તેણે સાધુની સમીપે શ્રાવકનાં વ્રત લીધાં અને
પોતાનું મન શાંતરસરૂપ જળથી ધોયું. તેણે એવો નિયમ લીધો કે દેવાધિદેવ પરમેશ્વર
પરમાત્મા જિનેન્દ્ર
Page 301 of 660
PDF/HTML Page 322 of 681
single page version
કોઈને નમસ્કાર નહિ કરું. પ્રીતિવર્ધન નામના મુનિની પાસે વજ્રકર્ણે અણુવ્રત લીધાં અને
ઉપવાસ કર્યા. મુનિએ એને વિસ્તારથી ધર્મનું વ્યાખ્યાન કહ્યું કે જેની શ્રદ્ધાથી ભવ્ય જીવો
સંસારપાશથી છૂટે. એક શ્રાવકનો ધર્મ છે, એક યતિનો ધર્મ છે. એમાં શ્રાવકનો ધર્મ
ગૃહાવલંબન સંયુક્ત અને યતિનો ધર્મ નિરાલંબ નિરપેક્ષ છે. બન્ને ધર્મનું મૂળ
સમ્યક્ત્વની નિર્મળતા છે. તપ અને જ્ઞાનથી યુક્ત અત્યંત શ્રેષ્ઠ જે પ્રથમાનુયોગ,
કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગમાં જિનશાસન પ્રસિદ્ધ છે. તેને યતિનો ધર્મ
અતિકઠિન લાગ્યો અને અણુવ્રતમાં બુદ્ધિ સ્થિર કરી, તથા મહાવ્રતનો મહિમા હૃદયમાં
રાખ્યો. જેમ દરિદ્રીના હાથમાં નિધિ આવે અને તે હર્ષ પામે તેમ ધર્મધ્યાન ધરતો તે
આનંદ પામ્યો. અત્યંત ક્રૂર ધર્મ કરનાર તે એકસાથે જ શાંત દશા પામ્યો હતો તે વાતથી
મુનિ પણ પ્રસન્ન થયા. રાજાએ તે દિવસે તો ઉપવાસ કર્યો, બીજે દિવસે પારણું કરી
દિગંબર મુનિનાં ચરણારવિંદમાં પ્રણામ કરી પોતાના સ્થાનકે ગયો. ગુરુનાં ચરણારવિંદને
હૃદયમાં ધારતો તે નિઃસંદેહ થયો. તેણે અણુવ્રતનું આરાધન કર્યું. મનમાં એ વિચાર
આવ્યો કે ઉજ્જયિનીના રાજા સિંહોદરનો હું સેવક છું તેનો વિનય કર્યા વિના હું રાજ્ય
કેવી રીતે કરી શકીશ? પછી વિચાર કરી એક વીંટી બનાવી. તેમાં મુનિસુવ્રતનાથની
પ્રતિમા જડાવી, જમણા હાથમાં પહેરી, જ્યારે તે સિંહોદરની પાસે જતો ત્યારે મુદ્રિકામાં
રહેલી પ્રતિમાને વારંવાર નમસ્કાર કરતો. તેનો કોઈ વેરી હતો તેણે આ નબળાઈની વાત
સિંહોદરને કરી કે એ તમને નમસ્કાર નથી કરતો, પણ જિનપ્રતિમાને કરે છે. પાપી
સિંહોદર ક્રોધે ભરાયો અને કપટ કરી વજ્રકર્ણને દશાંગનગરથી બોલાવ્યો, અને સંપત્તિથી
ઉન્મત્ત થયેલો તેને મારવાને તૈયાર થયો. વજ્રકર્ણ સરળ ચિત્તવાળો હતો તે ઘોડા પર
બેસી ઉજ્જયિની જવા તૈયાર થયો, તે વખતે એક પુષ્ટ યુવાન, જેના હાથમાં દંડ હતો તે
આવીને તેને કહેવા લાગ્યો કે હે રાજા! જો તું શરીર ને રાજ્યભોગ ગુમાવવા ઇચ્છતો હો
તો ઉજ્જયિની જા. સિંહોદર ખૂબ ગુસ્સે થયો છે, તું નમસ્કાર નથી કરતો તેથી તને
મારવા ઇચ્છે છે, તને જે સારું લાગે તે કર. આ વાત સાંભળી વજ્રકર્ણે વિચાર્યું કે કોઈ
શત્રુ મારા અને રાજા વચ્ચે ભેદ પડાવવા ઇચ્છે છે તેણે મંત્રણા કરીને આ માણસને
મોકલ્યો લાગે છે, માટે ખૂબ વિચાર કરીને આનું રહસ્ય મેળવવું. પછી તે એકાંતમાં તેને
પૂછવા લાગ્યો કે તું કોણ છે, તારું નામ શું છે અને તું ક્યાંથી આવ્યો છે, આ છૂપી
વાતની તને કેમ ખબર પડી? તે કહેવા લાગ્યો કે કુંદનનગરમાં એક સમુદ્રસંગમ નામના
ધનવાન શેઠ છે. તેમની સ્ત્રી યમુનાના પેટે વર્ષાકાળમાં વીજળીના ચમકારાના સમયે મારો
જન્મ થયો હતો તેથી મારું નામ વિદ્યુદંગ પાડવામાં આવ્યું છે. અનુક્રમે હું યુવાન થયો.
વ્યાપાર અર્થે ઉજ્જયિની ગયો હતો ત્યાં કામલતા વેશ્યાને જોઈ અનુરાગથી વ્યાકુળ થયો.
એક રાત તેની સાથે સમાગમ કર્યો, તેણે પ્રીતિના બંધનથી બાંધી લીધો, જેમ પારધી
મૃગને બાંધી લે તેમ. મારા પિતાએ ઘણાં વર્ષો પછી જે ધન ઉપાર્જ્યું હતું તે કુપુત એવા
મેં વેશ્યાના સંગમાં છ મહિનામાં બધું ખોઈ નાખ્યું.
Page 302 of 660
PDF/HTML Page 323 of 681
single page version
જેમ કમળમાં ભ્રમર આસક્ત થાય તેમ તેમાં હું આસક્ત થયો હતો. એક દિવસ તે
નગરનાયિકા પોતાની સખી પાસે પોતાનાં કુંડળની નિંદા કરતી હતી તે મેં સાંભળી. મેં
તેને પૂછયું ત્યારે તેણે કહ્યું કે સૌભાગ્યવતી રાણી શ્રીધરાને ધન્ય છે, તેના કાનમાં જેવાં
કુંડળ છે તેવા કોઈની પાસે નથી. ત્યારે મેં વિચાર્યું કે જો હું રાણીનાં કુંડળ લાવીને આની
આશા પૂર્ણ ન કરું તો મારા જીવવાથી શું લાભ? પછી હું કુંડળ લઈ આવવા માટે અંધારી
રાત્રે રાજમહેલમાં ગયો. ત્યાં રાજા સિંહોદર ગુસ્સે થયો હતો અને રાણી શ્રીધરા પાસે
બેઠી હતી. રાણીએ તેને પૂછયું કે હે દેવ! આજે ઊંઘ કેમ નથી આવતી? રાજાએ જવાબ
આપ્યો કે હે રાણી! મેં વજ્રકર્ણને નાનપણથી મોટો કર્યો અને તે મને મસ્તક નમાવતો
નથી એટલે જ્યાં સુધી હું એને નહિ મારું ત્યાં સુધી આકુળતાના કારણે ઊંઘ ક્યાંથી
આવે? આટલા મનુષ્યોથી નિંદ્રા દૂર રહે છે. અપમાનથી દગ્ધ, જેના કુટુંબી નિર્ધન હોય,
શત્રુએ હુમલો કર્યો હોય અને પોતે જીતવા શક્તિમાન ન હોય, જેના ચિત્તમાં શલ્ય હોય,
કાયર હોય, સંસારથી જે વિરક્ત હોય, એ બધાથી નિદ્રા દૂર જ રહે છે. આ વાત રાજા
રાણીને કહી રહ્યો છે. આ વાત સાંભળીને મને એવું થઈ ગયું કે કોઈએ મારા હૃદયમાં
વજ્રનો પ્રહાર કર્યો હોય. તેથી કુંડળ ચોરવાનો વિચાર છોડીને, આ રહસ્ય લઈને તમારી
પાસે આવ્યો. માટે હવે તમે ત્યાં ન જાવ. તમે જિનધર્મમાં ઉદ્યમવાન છો અને સાધુની
નિરંતર સેવા કરો છો. અંજનગિરિ પર્વત જેવા મદઝરતા હાથી પર ચડી બખ્તર પહેરેલા
યોદ્ધા અને તેજસ્વી ઘોડેસ્વાર તથા પગે ચાલતા ક્રૂર સામંતો તમને મારવા માટે રાજાની
આજ્ઞાથી માર્ગ રોકીને ઊભા છે માટે તમે કૃપા કરીને અત્યારે ત્યાં ન જાવ, હું તમારા
પગે પડું છું. મારું વચન માનો અને તમારા મનમાં પ્રતીતિ ન આવતી હોય તો જુઓ
પેલી ફોજ આવી. ધૂળના ગોટા ઊડે છે, ઘોર અવાજ થાય છે. વિદ્યુદંગનાં આ વચન
સાંભળીને વજ્રકર્ણ દુશ્મનોને આવતા જોઈને તેને પરમ મિત્ર જાણી, સાથે લઈ પોતાના
કિલ્લામાં ભરાઈ ગયો. તે ગઢને અજિત જાણીને સૈન્યના માણસોએ એને મારવાના
હેતુથી તત્કાળ ગઢ લેવાની ઇચ્છા ન કરી, પણ ગઢની સમીપમાં પડાવ નાખીને વજ્રકર્ણની
સમીપે દૂત મોકલ્યો. તેણે અત્યંત કઠોર વચન કહ્યાં. તું જિનશાસનના ગર્વથી મારા
ઐશ્વર્યનો કંટક થયો. ભટકતા યતિએ તને બહેકાવ્યો છે, તું ન્યાયરહિત થયો છે. મારું
આપેલું રાજ્ય ભોગવે છે અને મસ્તક અરહંતને નમાવે છે, તું માયાચારી છો માટે શીઘ્ર
મારી સમીપે આવી મને પ્રણામ કર, નહિતર માર્યો જઈશ. આવી વાત દૂતે વજ્રકર્ણને
કહી ત્યારે વજ્રકર્ણે જે જવાબ આપ્યો તે દૂતે જઈને સિંહોદરને કહ્યો કે હે નાથ!
વજ્રકર્ણની એવી વિનંતી છે કે દેશ, નગર, ભંડાર, હાથી, ઘોડા બધું તમારું છે તે લઈ
લ્યો, મને સ્ત્રી સહિત સહીસલામત જવા દો. મારો તમારા તરફ અવિનય નથી, પણ મેં
એવી પ્રતિજ્ઞા કરી છે કે જિનેન્દ્ર, મુનિ અને જિનવાણી સિવાય બીજાને નમસ્કાર નહિ
કરું, તો મારા પ્રાણ જાય તો પણ હું પ્રતિજ્ઞાભંગ કરીશ નહિ. તમે મારા દ્રવ્યના સ્વામી
છો, આત્માના સ્વામી નથી. આ વાત સાંભળીને સિંહોદર ખૂબ ગુસ્સે થયો, નગરને ચારે
તરફથી ઘેરી લીધું.
Page 303 of 660
PDF/HTML Page 324 of 681
single page version
થવાનું કારણ મેં તમને કહ્યું, હવે હું જાઉં છું. અહીંથી નજીક મારું ગામ છે તે ગામ
સિંહોદરના સેવકોએ બાળી નાખ્યું છે, લોકોનાં વિમાન જેવાં ઘર હતાં તે ભસ્મ થઈ ગયાં
છે. મારી ઘાસફૂસની બનાવેલી ઝૂંપડી હતી તે પણ ભસ્ત થઈ ગઈ હશે. મારા ઘરમાં એક
છાજલી, એક માટીનો ઘડો અને એક હાંડી એટલો પરિગ્રહ હતો તે લાવું છું. મારી ખોટા
અભિપ્રાયવાળી સ્ત્રીએ મને ક્રૂર વચનો કહીને મોકલ્યો છે અને તે વારંવાર એમ કહે છે કે
સૂના ગામમાં ઘરનાં ઉપકરણ ઘણાં મળશે તે જઈને લઈ આવો તેથી હું જાઉં છું. મારા
મહાન ભાગ્ય કે મને આપના દર્શન થયા. સ્ત્રીએ મારા ઉપર ઉપકાર કર્યો કે મને
મોકલ્યો. આ વચન સાંભળી શ્રી રામે દયાથી મુસાફરને દુઃખી જોઈ અમૂલ્ય રત્નોનો હાર
આપ્યો. મુસાફર પ્રસન્ન થઈ ચરણારવિંદમાં નમસ્કાર કરી, હાર લઈ પોતાને ઘેર ગયો,
દ્રવ્યથી રાજા સમાન બની ગયો.
તો તેને પાણી પાઈએ અને આહારની વિધિ પણ શીઘ્ર કરીએ. આમ કહીને આગળ
ગમન કર્યું. તે દશાંગનગરની સમીપે, જ્યાં શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું ઉત્તમ ચૈત્યાલય છે
ત્યાં આવ્યા અને શ્રી ભગવાનને પ્રણામ કરી સુખપૂર્વક રહ્યાં. આહારની સામગ્રી લેવા
લક્ષ્મણ ગયા. તેમણે સિંહોદરના સૈન્યમાં પ્રવેશ કર્યો. સૈન્યના રક્ષકોએ તેમને મના કરી.
ત્યારે લક્ષ્મણે વિચાર્યું કે આ ગરીબ અને હલકા કુળના માણસો સાથે હું શું વિવાદ કરું?
આમ વિચારી નગર તરફ આવ્યા ત્યાં નગરના દરવાજા પાસે અનેક યોદ્ધા બેઠા હતા
અને દરવાજાની ઉપર વજ્રકર્ણ રહેતો હતો, તે ખૂબ સાવધાન હતો. લક્ષ્મણને જોઈ
લોકોએ પૂછયું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો, તથા આવવાનું કારણ શું છે?
લક્ષ્મણે જવાબ આપ્યો કે દૂરથી અમે આવ્યા છીએ અને ભોજન માટે નગરમાં આવ્યા
છીએ. વજ્રકર્ણ એમને અતિસુંદર જોઈ આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યો કે હે નરોત્તમ!
અંદર આવો. તેથી તે આનંદિત થઈને કિલ્લામાં ગયો. વજ્રકર્ણ તેમને ખૂબ આદરથી
મળ્યો અને કહ્યું કે ભોજન તૈયાર છે માટે આપ કૃપા કરી અહીં જ ભોજન કરો. ત્યારે
લક્ષ્મણે કહ્યું કે મારા વડીલ મોટા ભાઈ અને ભાભી શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના ચૈત્યાલયમાં
બેઠાં છે તેમને પહેલાં ભોજન કરાવીને પછી હું ભોજન કરીશ. વજ્રકર્ણે કહ્યું કે બહુ સારી
વાત છે, ત્યાં લઈ જાવ, તેમને યોગ્ય બધી સામગ્રી છે તે લઈ જાવ. પોતાના સેવક સાથે
તેણે જાણજાતની સામગ્રી મોકલી, તે લક્ષ્મણ લેવડાવીને આવ્યા. શ્રી રામ, લક્ષ્મણ અને
સીતા ભોજન કરીને પ્રસન્ન થયાં. શ્રીરામે કહ્યુંઃ હે લક્ષ્મણ! જુઓ, વજ્રકર્ણની મોટાઈ.
આવું ભોજન કોઈ પોતાના જમાઈને પણ ન જમાડે તે વિના પરિચયે આપણને જમાડયા,
પીવાની વસ્તુઓ મનોહર, શાક વગેરે અતિ મિષ્ટ અને અમૃતતુલ્ય ભોજન. જેનાથી
માર્ગનો ખેદ મટી ગયો, જેઠ મહિનાના આતાપની ગરમી શાંત થઈ. ચાંદની સમાન
ઉજ્જવળ દૂધ, જેની સુગંધના કારણે ભમરા
Page 304 of 660
PDF/HTML Page 325 of 681
single page version
આજુબાજુ ગુંજારવ કરે છે, સુંદર ઘી, સુંદર દહીં, જાણે કે કામધેનુના સ્તનમાંથી મેળવ્યું
હોય એવું દૂધ, તેમાં બનાવેલી આવી વસ્તુઓ, આવા રસ બીજે ઠેકાણે દુર્લભ છે. તે
મુસાફરે પહેલાં આપણને કહ્યું હતું કે અણુવ્રતધારી શ્રાવક છે અને જિનેન્દ્ર, મુનિન્દ્ર તથા
જિનસૂત્ર સિવાય બીજા કોઈને નમસ્કાર કરતો નથી તે આવો ધર્માત્મા, વ્રતશીલનો ધારક
આપણી સામે શત્રુઓથી પિડાયા કરે તો આપણો પુરુષાર્થ શા કામનો? આપણો એ જ
ધર્મ છે કે દુઃખીનું દુઃખ મટાડવું, સાધર્મીનું તો અવશ્ય મટાડવું. આ નિરપરાધ મનુષ્ય,
સાધુસેવામાં સાવધાન, જિનધર્મી, જેની પ્રજા જિનધર્મી એવા જીવને પીડા શાની ઉપજે?
આ સિંહોદર એવો બળવાન છે કે એના ઉપદ્રવથી વજ્રકર્ણને ભરત પણ બચાવી શકે તેમ
નથી. માટે હે લક્ષ્મણ! તમે એને શીઘ્ર મદદ કરો, સિંહોદર ઉપર ચડાઈ કરો અને
વજ્રકર્ણનો ઉપદ્રવ મટે તેમ કરો. હું તમને શું શીખવું? તમે મહાબુદ્ધિશાળી છો જેમ
મહામણિ પ્રભા સહિત પ્રગટ થાય છે તેમ તમે મહાબુદ્ધિ અને પરાક્રમના સ્થાનરૂપ પ્રગટ
થયા છો. આ પ્રમાણે શ્રી રામે ભાઈનાં વખાણ કર્યાં ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચું મુખ
કરી ગયા. પછી નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો! આપ જે આજ્ઞા કરો છો તે પ્રમાણે
થશે. મહાવિનયી લક્ષ્મણે રામની આજ્ઞા માનીને ધનુષબાણ લઈ, ધરતીને ધ્રુજાવતાં તરત
જ સિંહોદર પર ચડાઈ કરી. સિંહોદરના સૈન્યના રક્ષકે પૂછયું કે તમે કોણ છો? લક્ષ્મણે
જવાબ આપ્યો કે હું રાજા ભરતનો દૂત છું એટલે સૈન્યમાં પ્રવેશવા દીધા, અનેક તંબુ
વટાવીને તે રાજદ્વારે પહોંચ્યા. દ્વારપાળે રાજાની સાથે મેળાપ કરાવ્યો. મહાબળવાન લક્ષ્મણે
સિંહોદરને તૃણ સમાન ગણતાં કહ્યું કે હે સિંહોદર! અયોધ્યાના અધપતિ ભરતે તને એવી
આજ્ઞા કરી છે કે નકામો વિરોધ કરવાથી શો ફાયદો છે? તું વજ્રકર્ણ સાથે મૈત્રી કરી લે.
ત્યારે સિંહોદરે કહ્યું કે હે દૂત! તું રાજા ભરતને આ પ્રમાણે કહેજે કે જે પોતાનો સેવક
વિનયમાર્ગ ચૂકી જતો હોય તેને સ્વામી સમજાવીને સેવામાં લાવે એમાં વિરોધ ક્યાં
આવ્યો? આ વજ્રકર્ણ દુષ્ટ, માયાચારી, કૃતઘ્ન, મિત્રોનો નિંદક, ચાકરીને ભૂલી જનારો,
આળસુ, મૂઢ, વિનયાચારરહિત, ખોટી અભિલાષા સેવનારો, મહાક્ષુદ્ર, સજ્જનતારહિત છે.
એટલે એના દોષ ત્યારે મટશે, જ્યારે એ મરણ પામશે અથવા એ રાજ્યરહિત થશે, માટે
તમે કાંઈ કહેશો નહિ. એ મારો સેવક છે, હું જે ઇચ્છીશ તે કરીશ. ત્યારે લક્ષ્મણે કહ્યું કે
ઘણું બોલવાથી શો લાભ? એ તારો હિતચિંતક છે, આ સેવકનો અપરાધ તું ક્ષમા કર. તે
વખતે સિંહોદરે ક્રોધથી પોતાના ઘણા સામંતોને જોઈને ગર્વ ધારણ કરીને મોટા અવાજે
કહ્યું કે આ વજ્રકર્ણ તો અભિમાની છે જ અને તું એના કાર્ય માટે આવ્યો છે તેથી તું
પણ અભિમાની છે. તારું તન અને મન જાણે પથ્થરથી બન્યું હોય તેમ તારામાં રંચમાત્ર
નમ્રતા નથી. તું ભરતનો મૂઢ સેવક છે. એમ લાગે છે કે ભરતના દેશમાં તારા જેવા જ
મનુષ્યો રહેતા હશે. જેમ રાંધવા મૂકેલી હાંડીમાંથી એક દાણો કાઢીને નરમ કે કઠોરની
પરીક્ષા કરીએ છીએ તેમ એક તને જોતાં બધાની વાનગીઓ ખ્યાલ આવે છે. ત્યારે
લક્ષ્મણ ક્રોધ કરીને કહેવા લાગ્યા કે હું તારી અને એની વચ્ચે સંધિ કરાવવા આવ્યો છું,
તને નમસ્કાર કરવા આવ્યો
Page 305 of 660
PDF/HTML Page 326 of 681
single page version
જઈશ. આ વચન સાંભળીને આખી સભાના માણસો ગુસ્સે થયા. તેઓ જાતજાતનાં
કુવચનો બોલવા લાગ્યા અને જાતજાતની ક્રોધભરી ચેષ્ટા કરવા લાગ્યા. કેટલાક છરી
લઈને, કેટલા કટારી, ભાલા, તલવાર લઈને તેને મારવા તૈયાર થયા. હુંકાર કરતા અનેક
સામંતો લક્ષ્મણને વીંટળાઈ વળ્યા. જેમ પર્વતને મચ્છર રોકે તેમ રોકવા લાગ્યા. આ ધીર,
વીર, યુદ્ધક્રિયામાં પંડિત હતા તેમણે શીઘ્ર લાતોના પ્રહારથી તેમને દૂર કરી દીધા. કેટલાકને
ઘૂંટણોથી, કેટલાકને કોણીથી પછાડયા, કેટલાકને મુષ્ટિપ્રહારથી ચૂરા કરી નાખ્યા, કેટલાકના
વાળ પકડી પૃથ્વી પર પછાડ્યા, કેટલાકનાં પરસ્પર માથાં ભટકાડી માર્યા, આ પ્રમાણે
મહાબળવાન એકલા લક્ષ્મણે અનેક યોદ્ધાઓનો નાશ કર્યો. ત્યારપછી બીજા ઘણા સામંતો
હાથી-ઘોડા પર બેસીને બખ્તર પહેરીને લક્ષ્મણની ચારેતરફ ફરી વળ્યા. તેમની પાસે
જાતજાતનાં
સાથે લડવા તૈયાર થયો. મેઘ સમાન અનેક યોદ્ધા લક્ષ્મણરૂપ ચંદ્રમાને ઘેરી વળ્યા. લક્ષ્મણે
તેમને જેમ પવન આકડાના ફૂલને ઉડાડી મૂકે તેમ ભગાડી મૂક્યા. તે વખતે સ્ત્રીઓ
મહાન યોદ્ધાઓની વાતો કરતી હતી કે જુઓ, આ એક મહાસુભટ અનેક યોદ્ધાઓથી
ઘેરાયેલો છે, પરંતુ એ બધાને જીતે છે. કોઈ એને હંફાવવાને સમર્થ નથી. ધન્ય છે એને
અને ધન્ય છે એનાં માતાપિતાને, ઇત્યાદિ અનેક વાતો સુભટોની સ્ત્રીઓ કરે છે. લક્ષ્મણે
સિંહોદરને સૈન્ય સાથે આવતો જોઈને હાથીને બાંધવાનો થાંભલો ઉપાડયો અને સૈન્યની
સામે ગયો. જેમ અગ્નિ વનને ભસ્મીભૂત કરી નાખે તેમ તેણે સૈન્યના ઘણા સુભટોનો
નાશ કર્યો. તે વખતે દશાંગનગરના જે યોદ્ધા નગરના દરવાજા ઉપર વજ્રકર્ણની પાસે બેઠા
હતા તેમનાં મુખ આનંદથી ખીલી ઊઠયાં અને પોતાના સ્વામીને કહેવા લાગ્યા કે હે
નાથ! જુઓ, આ એક પુરુષ સિંહોદરના આખા સૈન્ય સાથે લડે છે. તેણે ધજા, રથ, ચક્ર
ભાંગી નાખ્યાં છે. તે પરમજ્યોતિના ધારક છે, ખડ્ગ સમાન તેની કાંતિ છે, આખી
સેનાને વ્યાકુળતારૂપ ભુલાવામાં નાખી દીધી છે, સેના ચારે તરફ નાસી જાય છે, જેમ
સિંહથી મૃગનાં ટોળાં નાસે તેમ. અને ભાગતા સુભટો પરસ્પર કહેતા જાય છે કે બખ્તર
ઉતારી નાખો, હાથી-ઘોડા છોડી દો, ગદાને ખાડામાં નાખી દો. ઊંચો અવાજ કરશો નહિ,
ઊંચો અવાજ સાંભળીને તથા શસ્ત્રો ધારણ કરેલા જોઈને આ ભયંકર પુરુષ આવીને
મારશે. અરે ભાઈ! અહીંથી હાથી લઈ જાવ, વચ્ચે ક્યાં રોકી રાખ્યો છે, માર્ગ આપો.
અરે દુષ્ટ સારથિ! રથને ક્યાં રોક્યો છે? અરે, ઘોડા આગળ કર. આ આવ્યો, આ
આવ્યો, આ પ્રમાણે વાર્તાલાપ કરતા અત્યંત કષ્ટ પામ્યાં. સુભટો સંગ્રામ છોડીને આગળ
ભાગી જાય છે, નપુંસક જેવા થઈ ગયા છે. આ યુદ્ધક્રીડા કરનારો શું કોઈ દેવ છે,
વિદ્યાધર છે, કાળ છે કે વાયુ છે? એ મહાપ્રચંડ આખી સેનાને જીતીને સિંહોદરને હાથીથી
ઉતારી, ગળામાં વસ્ત્ર નાખીને બાંધીને લઈ જાય છે, જેમ બળદને બાંધીને ઘણી પોતાને ઘેર
Page 306 of 660
PDF/HTML Page 327 of 681
single page version
લઈ જતો હોય. વજ્રકર્ણના યોદ્ધા વજ્રકર્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા. ત્યારે તેણે કહ્યું કે
હે સુભટો! હુ ચિંતા કરવાથી શો ફાયદો છે? ધર્મના પ્રસાદથી બધે શાંતિ થશે.
દશાંગનગરની સ્ત્રીઓ મહેલમાં બેઠી બેઠી પરસ્પર વાતો કરે છે કે હે સખી! આ સુભટની
અદ્ભુત ચેષ્ટા જુઓ. એકલો આ પુરુષ રાજાને બાંધીને લઈ જાય છે. અહો, ધન્ય છે
આનું રૂપ! ધન્ય છે આની કાંતિ, ધન્ય છે આની શક્તિ, આ કોઈ અતિશયધારક
પુરુષોત્તમ છે. જે સ્ત્રીનો આ જગદીશ્વર પતિ થયો હશે કે થવાનો હશે તે તે સ્ત્રીને ધન્ય
છે. સિંહોદરની પટરાણી બાળકો અને વૃદ્ધો સહિત રોતી રોતી લક્ષ્મણના પગમાં પડી અને
કહેવા લાગી કે હે દેવ! આને છોડી દો, અમને પતિની ભીખ આપો. હવે તમે જે આજ્ઞા
કરશો તે પ્રમાણે કરશે. ત્યારે તેમણે કહ્યું કે આ સામે મોટું વૃક્ષ છે તેની સાથે બાંધીને
આને લટકાવીશ. ત્યારે તેની રાણી હાથ જોડીને ખૂબ વિનંતી કરવા લાગી કે હે પ્રભો!
આપને ગુસ્સો આવ્યો હોય તો અમને મારો, એને છોડી દો, કૃપા કરો, પ્રીતમનું દુઃખ
અમને ન બતાવો. તમારા જેવા પુરુષોત્તમ સ્ત્રી, બાળકો અને વૃદ્ધો પર દયા જ કરે છે.
ત્યારે તેમણે દયા કરીને કહ્યુંઃ તમે ચિંતા ન કરો, આગળ ભગવાનનું ચૈત્યાલય છે, ત્યાં
એને છોડીશ. એમ કહીને પોતે ચૈત્યાલયમાં ગયા, જઈને શ્રી રામને કહ્યું કે હે દેવ! આ
સિંહોદર આવ્યો છે, આપ કહો તેમ કરીએ. ત્યારે સિંહોદર હાથ જોડી, ધ્રૂજતો શ્રી રામના
પગમાં પડયો અને કહેવા લાગ્યો કે હે દેવ! મહાકાંતિના ધારક પરમ તેજસ્વી છો, સુમેરુ
સરખા અચળ પુરૂષોત્તમ છો, હું આપનો આજ્ઞાંકિત છું, આ રાજ્ય તમારું છે, તમે ઇચ્છો
તેને આપો. હું તમારાં ચરણારવિંદની નિરંતર સેવા કરીશ. રાણી નમસ્કાર કરીને પતિની
ભીખ માગવા લાગી, સતી સીતાના પગે ચડી અને કહેવા લાગી કે હે દેવી! હે શોભને!
તમે સ્ત્રીઓમાં શિરોમણિ છો, અમારા ઉપર દયા કરો. પછી શ્રીરામે સિંહોદરને કહ્યું, જાણે
કે મેઘગર્જના થઈ, હે સિંહોદર! વજ્રકર્ણ તને જેમ કહે તેમ કર. આ રીતે તારું જીવન
રહેશે, બીજી રીતે નહિ રહે, આ પ્રમાણે રામે સિંહોદરને આજ્ઞા કરી. તે જ સમયે જે
વજ્રકર્ણના હિતકારી હતા તેમને મોકલીને વજ્રકર્ણને બોલાવ્યો, તે પરિવાર સહિત
ચૈત્યાલયમાં આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, ભગવાનને નમસ્કાર કરી, ચંદ્રપ્રભ સ્વામીની
અત્યંત ભક્તિથી રોમાંચિત થઈ ગયો. પછી તે વિનયપૂર્વક બન્ને ભાઈઓ પાસે આવી,
તેમની સ્તુતિ કરી, શરીરના આરોગ્યની પૂછપરછ કરી, તેમ જ સીતાની કુશળતા પૂછી.
શ્રીરામે અત્યંત મધુર અવાજે વજ્રકર્ણને કહ્યું કે હે ભવ્ય! તારી કુશળતાથી અમને કુશળ
છે. આ પ્રમાણે વજ્રકર્ણ અને શ્રી રામ વચ્ચે વાત થાય છે ત્યાં જ સુંદર વેષ ધારણ કરીને
વિદ્યુદંગ આવ્યો. તેણે શ્રી રામ-લક્ષ્મણની સ્તુતિ કરી, વજ્રકર્ણની પાસે આવ્યો. આખી
સભામાં વિદ્યુદંગની પ્રશંસા થઈ કે એ વજ્રકર્ણનો પરમ મિત્ર છે. વળી શ્રી રામચંદ્ર
પ્રસન્ન થઇને વજ્રકર્ણને કહેવા લાગ્યા કે તારી શ્રદ્ધા પ્રશંસાયોગ્ય છે. કુબુદ્ધિઓના
ઉત્પાતથી તારી બુદ્ધિ જરા પણ ડગી નથી, જેમ પવનના સમૂહથી સુમેરુની ચૂલિકા ન
ડગી તેમ. મને જોઈને તારું મસ્તક નમ્યું નહિ તે તારી સમ્યક્ત્વની દ્રઢતાને ધન્ય છે. જે
શુદ્ધ તત્ત્વના
Page 307 of 660
PDF/HTML Page 328 of 681
single page version
કોને નમાવે? પુષ્પરસનો આસ્વાદ લેનાર ભમરો ગધેડાના પૂંછડા પાછળ શાનો ગુંજારવ
કરે? તું બુદ્ધિમાન છે, નિકટ ભવ્ય છે, ધન્ય છે, તારી ચંદ્રમાથી પણ ઉજ્જવળ કીર્તિ પૃથ્વી
પર ફેલાણી છેઃ આ પ્રમાણે વજ્રકર્ણના સાચા ગુણોનું વર્ણન શ્રી રામચંદ્રે કર્યું ત્યારે તે
લજ્જિત થઈને નીચું મુખ કરીને રહ્યો. શ્રી રઘુનાથને કહેવા લાગ્યો હે નાથ! મારા ઉપર
આપદા તો ઘણી આવી હતી, પણ તમારા જેવા સજ્જન, જગતના હિતચિંતક મારા
સહાયક થયા. મારા ભાગ્યથી પુરુષોત્તમસ્વરૂપ તમે પધાર્યા. વજ્રકર્ણે આમ કહ્યું ત્યારે
લક્ષ્મણે કહ્યું કે તારી જે ઇચ્છા હોય તે પ્રમાણે કરીએ વજ્રકર્ણે કહ્યું કે તમારા જેવા
ઉપકારી પુરુષ મળવાથી મને આ જગતમાં કાંઈ દુર્લભ નથી. મારી એ જ વિનંતી છે, હું
જિનધર્મી છું, મને તૃણમાત્ર જેટલી બીજાને પીડા કરવાની અભિલાષા નથી અને આ
સિંહોદર તો મારા સ્વામી છે માટે એમને છોડી મૂકો. વજ્રકર્ણના આ વચનથી બધાનાં
મુખમાંથી ધન્ય ધન્ય એવો અવાજ નીકળી ગયો. તે કહેવા લાગ્યા, જુઓ, આ ઉત્તમ
પુરુષ છે, દ્વેષ કરવા છતાં પણ તેમનું (દ્વેષ કરનારનું) એ હિત ઇચ્છે છે. જે સજ્જન
પુરુષ છે તે દુર્જનોનો પણ ઉપકાર કરે અને જે પોતાના ઉપર ઉપકાર કરે તેનો તો કરે જ
કરે. લક્ષ્મણે વજ્રકર્ણને કહ્યું કે તમે જેમ કહેશો તેમ જ થશે. સિંહોદરને પછી છોડવામાં
આવ્યો અને વજ્રકર્ણ તથા સિંહોદરને પરસ્પર હાથ પકડાવી પરમ મિત્રો બનાવ્યા.
વજ્રકર્ણને સિંહોદરનું અડધું રાજ્ય અપાવ્યું અને તેનો જે માલ લૂંટવામાં આવ્યો હતો તે
પણ પાછો અપાવ્યો. દેશ, ધન, સેના બધાનો અડધોઅડધ ભાગ કરી દીધો. વજ્રકર્ણના
પ્રસાદથી વિદ્યુદંગ સેનાપતિ થયો. વજ્રકર્ણે રામ-લક્ષ્મણની ખૂબ સ્તુતિ કરીને પોતાની
આઠ પુત્રીઓની લક્ષ્મણ સાથે સગાઈ કરી. તે કન્યાઓ વિનયી, સુંદર, આભૂષણથી મંડિત
હતી. રાજા સિંહોદરાદિ રાજાઓની ત્રણસો કન્યા લક્ષ્મણને આપવામાં આવી. સિંહોદર
અને વજ્રકર્ણે લક્ષ્મણને કહ્યું કે આ કન્યા આપ અંગીકાર કરો. લક્ષ્મણે કહ્યું કે જ્યારે હું
મારા બાહુબળથી રાજ્ય મેળવીશ ત્યારે વિવાહ કરીશ. શ્રી રામે તેમને કહ્યું કે અત્યારે
અમારી પાસે રાજ્ય નથી. પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું છે તેથી ચંદનગિરિ સમીપે
તથા દક્ષિણ સમુદ્રની સમીપે સ્થાન મેળવીશું. પછી અમારી બેય માતાઓને લેવા માટે હું
આવીશ અથવા લક્ષ્મણ આવશે. તે સમયે તમારી પુત્રીઓને પરણીને લઈ આવશું.
અત્યારે અમારી પાસે રહેવાનું સ્થાન નથી તો કેવી રીતે લગ્ન કરીએ? આ પ્રમાણે જ્યારે
વાત કરી ત્યારે તે બધી રાજકન્યા હિમમાં કમળોનું વન કરમાઈ જાય તેવી થઈ ગઈ. તે
મનમાં વિચારવા લાગી કે પ્રીતમના સંગમરૂપ રસાયણની પ્રાપ્તિ થવાનો તે દિવસ ક્યારે
આવશે? કદાચ જો પ્રાણનાથનો વિરહ થશે તો અમે પ્રાણત્યાગ જ કરીશું. આમ એ
કન્યાઓનાં મન વિરહરૂપ અગ્નિમાં બળવા લાગ્યાં. તે વિચારતી હતી કે એક તરફ ઊંડી
ખાઈ છે અને બીજી તરફ મહાભયંકર સિંહ છે. હવે શું કરવું ? ક્યાં જવું? વિરહરૂપ
વાઘને પતિના સંગમની આશાથી વશીભૂત થઈ પ્રાણ ટકાવશું એમ ચિંતવન કરતી
પોતાના પિતાની સાથે
Page 308 of 660
PDF/HTML Page 329 of 681
single page version
પોતાના સ્થાનકે ગઈ. સિંહોદર, વજ્રકર્ણ આદિ બધા રાજા રઘુપતિની આજ્ઞા લઈ ઘેર
ગયા. તે રાજકન્યાઓ, ઉત્તમ ચેષ્ટાવાળી, જેમના માટે માતા, પિતા, કુટુંબને ઘણું સન્માન
છે એવી, તેમ જ પતિમાં ચિત્ત રાખનારી, નાના પ્રકારના વિનોદ કરતી પિતાના ઘરમાં
રહેવા લાગી. વિદ્યુદંગે પોતાના માતાપિતાને કુટુંબ સહિત બહુ જ વૈભવથી બોલાવ્યા,
તેમના મેળાપનો મોટો ઉત્સવ કર્યો. વજ્રકર્ણ તથા સિંહોદરની વચ્ચે પ્રીતિ ખૂબ વધી. શ્રી
રામચંદ્ર અને લક્ષ્મણ અડધી રાત્રિએ ચૈત્યાલયમાંથી ચાલી નીકળ્યા. તે ધીરે ધીરે પોતાની
ઇચ્છા પ્રમાણે ગમન કરતા હતા. પ્રભાતના સમયે લોકો ચૈત્યાલયમાં આવ્યા ત્યારે શ્રી
રામચંદ્રને ન જોવાથી શૂન્ય હૃદય બનીને અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
ચાલતાં નલકુંવર નામનું નગર આવ્યું. જાતજાતના રત્નોથી મંડિત ઊંચાં શિખરોવાળાં
મંદિરો અને સુંદર ઉપવનો તથા ઊંચા મહેલોવાળું તે નગર સ્વર્ગ સમાન નિરંતર
ઉત્સવોથી ભરેલું હતું, લક્ષ્મીનું નિવાસસ્થાન હતું.
ઉપકારનું વર્ણન કરતું તેત્રીસમું પર્વ પૂર્ણ થયું.
ત્યાં લક્ષ્મણ જળ નિમિત્તે ગયા. તે જ સરોવર પર ક્રીડા નિમિત્તે કલ્યાણમાલા નામની
એક રાજપુત્રી રાજકુમારનો વેષ લઈને આવી હતી. એ રાજકુમાર રૂપાળા નેત્રવાળો,
સર્વને પ્રિય, વિનયી, કાંતિરૂપ ઝરણાંનો પર્વત, શ્રેષ્ઠ હાથી પર આરૂઢ, સુંદર પાયદળ
સાથે, નગરનો રાજા સરોવરના તીર પર લક્ષ્મણને જોઈને મોહિત થયો. લક્ષ્મણ
નીલકમળ સમાન શ્યામ, સુંદર લક્ષણોના ધારક છે. રાજકુમારે એક માણસને આજ્ઞા કરી
કે એને લઈ આવો. તે માણસ આવીને હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે ધીર!
આ રાજપુત્ર આપને મળવા ઇચ્છે છે તો પધારો. લક્ષ્મણ રાજકુમારની સમીપે ગયા.
રાજકુમાર હાથી પરથી નીચે ઊતરીને પોતાના કમળતુલ્ય હાથથી લક્ષ્મણનો હાથ પકડીને
કપડાના તંબૂમાં લઈ ગયો. બન્ને એક આસન પર બેઠા. રાજકુમારે પૂછયું, આપ કોણ છો
અને ક્યાંથી આવો છો? ત્યારે લક્ષ્મણે કહ્યું કે મારા મોટા ભાઈ મારા
Page 309 of 660
PDF/HTML Page 330 of 681
single page version
તેમની આજ્ઞા લઈને પછી તમારી પાસે આવીશ ને બધી વાત કરીશ. આ વાત સાંભળીને
રાજકુમારે કહ્યું કે અહીં રસોઈ તૈયાર જ છે તો અહીંથી જ તમે અને તે ભોજન કરો.
પછી લક્ષ્મણની આજ્ઞા લઈને સુંદર ભાત, દાળ, જાતજાતનાં શાક, તાજું ઘી, કર્પૂરાદી
સુગંધી દ્રવ્યો સહિત દહીં, દૂધ, જાતજાતનાં પીણાં, મિશ્રીના સ્વાદવાળા લાડુ, પુરી, સાંકળી
ઇત્યાદિ નાના પ્રકારની ભોજનની સામગ્રી અને વસ્ત્ર, આભૂષણ, માળા ઇત્યાદિ તૈયાર
કર્યું. પછી પોતાની પાસે જે દ્વારપાળ હતો તેને મોકલ્યો એટલે તે સીતા સહિત રામને
પ્રમાણ કરીને કહેવા લાગ્યો હે દેવ! આ વસ્ત્રભવનમાં આપના ભાઈ બેઠા છે અને આ
નગરના રાજાએ બહુ જ આદરથી આપને વિનંતી કરી છે કે ત્યાં શીતળ છાંયો છે અને
સ્થાન મનોહર છે તો આપ કૃપા કરીને પધારો, જેથી માર્ગનો ખેદ મટે. પછી પોતે સીતા
સહિત પધાર્યા, જાણે ચાંદની સહિત ચંદ્રે પ્રકાશ કર્યો. મસ્ત હાથી સમાન ચાલથી તેમને
દૂરથી આવતા જોઈને નગરના રાજા અને લક્ષ્મણ ઊઠીને સામે આવ્યા. સીતા સહિત રામ
સિંહાસન પર બિરાજ્યા. રાજાએ આરતી ઉતારીને અર્ધ્ય આપ્યો, અત્યંત સન્માન કર્યું.
પોતે પ્રસન્ન થઈ, સ્નાન કરીને ભોજન કર્યું, સુગંધી પદાર્થનો લેપ કર્યો. પછી રાજાએ
બધાને વિદાય કર્યા. હવે ત્યાં એક રાજા અને આ ત્રણ એમ ચાર જણ જ રહ્યાં. બધાને
કહ્યું કે મારા પિતા પાસેથી આમની સાથે સમાચાર આવ્યા છે, ખાનગી છે માટે કોઈને
અંદર આવવાનું નથી, કોઈ આવશે તો તેને હું મારી નાખીશ. દ્વાર પર મોટા મોટા
સામંતોને ઊભા રાખ્યા. એકાંતમાં તેણે લજ્જા છોડીને રાજાનો વેશ છોડી પોતાનું સ્ત્રી
સ્વરૂપ પ્રગટ કર્યું. કન્યા લજ્જિત મુખવાળી, જાણે સ્વર્ગની દેવાંગના અથવા નાગકુમારી
હોય તેવી હતી. કાંતિથી આખો ખંડ પ્રકાશરૂપ થઈ ગયો, જાણે કે ચંદ્ર ઊગ્યો. તેનું મુખ
લજ્જા અને મંદ હાસ્યથી મંડિત છે, જાણે કે રાજકન્યા સાક્ષાત્ લક્ષ્મી જ છે અને
કમળવનમાં આવીને બેઠી છે, પોતાની લાવણ્યતાના સાગરમાં તેણે જાણે કે તંબૂને ડુબાડી
દીધો. તેના પ્રકાશ આગળ રત્ન અને કંચન દ્યુતિરહિત ભાસતાં હતાં. તેનાં સ્તનયુગલથી
કાંતિરૂપ જળના તરંગ સમાન ત્રિવલી શોભતી હતી અને જેમ મેઘપટલને ભેદી ચંદ્ર
નીકળી આવે તેમ વસ્ત્રને ભેદી શરીરનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. અત્યંત ચીકણા,
સુગંધી, પાતળા, લાંબા વાળથી શોભતું તેજસ્વી મુખ કાળી ઘટામાં વીજળી સમાન ચમકતું
હતું, અત્યંત સૂક્ષ્મ, સ્નિગ્ધ રોમાવલિથી શોભતી નીલમણિમંડિત સુવર્ણની મૂર્તિ જ લાગતી
હતી. તત્કાળ નરરૂપ છોડી નારીનું મનોહર રૂપ ધરનારી તે સીતાના પગ પાસે જઈને
બેઠી જાણે લક્ષ્મી રતિની નિકટ જઈને બેઠી. એનું રૂપ જોઈને લક્ષ્મણ કામથી વીંધાઈ
ગયા, તેની જુદી જ અવસ્થા થઈ ગઈ, નેત્ર ચલાયમાન થયાં. શ્રી રામચંદ્રે કન્યાને પૂછયું
કે તું કોની પુત્રી છો અને પુરુષનો વેશ શા માટે લીધો છે? ત્યારે તે મધુરભાષી કન્યા
પોતાનું અંગ વસ્ત્રથી ઢાંકતી કહેવા લાગી કે હે દેવ! મારો વૃત્તાંત સાંભળો. આ નગરના
રાજા વાલિખિલ્ય બુદ્ધિમાન, સદાચારી, શ્રાવકનાં વ્રતધારી, અત્યંત દયાળું અને
જિનધર્મીઓ પર વાત્સલ્ય રાખનાર હતા.
Page 310 of 660
PDF/HTML Page 331 of 681
single page version
તેમની રાણી પૃથ્વીને ગર્ભ રહ્યો અને હું ગર્ભમાં આવી. મારા પિતાને મ્લેચ્છોના અધિપતિ
સાથે સંગ્રામ થયો. તેમાં મારા પિતા પકડાઈ ગયા. મારા પિતા સિંહોદરના સેવક હતા.
સિંહોદરે એવી આજ્ઞા કરી છે કે વાલિખિલ્યને જો પુત્ર થાય તો તે રાજ્ય કરે, પણ હું
પાપિણી પુત્રી થઈ. પછી અમારા મંત્રી સુબુદ્ધિએ રાજ્યને ખાતર મને પુત્ર ઠરાવ્યો.
સિંહોદરને વિનંતી કરી. મારું નામ કલ્યાણમલ રાખ્યું. મોટો ઉત્સવ કર્યો. આ રહસ્ય મારી
માતા અને મંત્રી જાણે છે. બાકીના બધા મને કુમાર જ જાણે છે. આટલા દિવસો તો મેં
આમ જ વ્યતીત કર્યા. હવે પુણ્યના પ્રભાવથી આપના દર્શન થયા. મારા પિતા મ્લેચ્છના
બંદી છે અને ખૂબ દુઃખી છે, સિંહોદર પણ તેમને છોડાવવાને સમર્થ નથી. દેશમાં જે
આવક થાય છે તે બધી મ્લેચ્છ લઈ જાય છે. મારી માતા વિયોગરૂપ અગ્નિથી બળે છે,
બીજના ચંદ્રની મૂર્તિ જેવી ક્ષીણ થઈ ગઈ છે. આમ કહીને દુઃખના ભારથી પીડિત
અંગવાળી, ઝાંખી પડી ગઈ અને રુદન કરવા લાગી. શ્રી રામચંદ્રે તેને મધુર વચનથી ધૈર્ય
આપ્યું અને સીતાએ તેને ગોદમાં લીધી. તેણે મુખ ધોયું. લક્ષ્મણે તેને કહ્યું કે હે સુંદરી! તું
શોક છોડી દે. તું હમણાં પુરુષના વેશમાં રાજ્ય કર. થોડા જ દિવસોમાં મ્લેચ્છને પકડાયેલો
અને તારા પિતાને છૂટયા જ જાણ. આમ કહીને તેને આનંદિત કરી. એમનાં વચનથી
કન્યાને લાગ્યું કે હવે પિતા છૂટયા જ છે. શ્રી રામ-લક્ષ્મણ દેવની પેઠે ત્યાં ખૂબ
આદરપૂર્વક રહ્યા. પછી રાત્રે સીતા સહિત ઉપવનમાંથી છાનામાના ચાલ્યા ગયા. સવાર
થતાં કન્યા જાગી અને તેમને ન જોતાં વ્યાકુળ થઇ અને કહેવા લાગી કે તે મહાપુરુષ મારું
મન હરી ગયા, મને ઊંઘ આવી ગઈ અને તે છાનામાના ચાલ્યા ગયા. આમ વિલાપ
કરતી, મનને રોકી, હાથી ઉપર બેસી પુરુષના વેશમાં નગરમાં આવી. કલ્યાણમાલાના
વિનયથી જેમનું ચિત્ત હરાયું હતું તે રામ-લક્ષ્મણ અનુક્રમે મેકલા નામની નદી પાસે
પહોંચ્યા. નદી ઊતરી ક્રીડા કરતા અનેક દેશને ઓળંગી વિંધ્યાટવીમાં આવ્યા. રસ્તે જતાં
એક ગવાલણીએ મનાઈ કરી કે આ અટવી ભયાનક છે, તમારે જવા યોગ્ય નથી. ત્યારે
પોતે તેમની વાત ન માની, ચાલ્યા જ ગયા. અટવી લતાથી વીંટળાયેલા શાલવૃક્ષાદિકથી
શોભિત છે. જાતજાતનાં સુગંધી વૃક્ષોથી ભરેલી છે, ક્યાંક દાવાનળથી બળી ગયેલાં વૃક્ષોથી
શોભારહિત પણ છે, જેમ કુપુત્રોથી કલંકિત ગોત્ર ન શોભે તેમ.
એક મુહૂર્ત થોભો, બીજા મુહૂર્તમાં ચાલીએ, આગળ કલહના અંતે જીત છે, મારા મનમાં
આમ ભાસે છે. ત્યારે થોડી વાર બેય ભાઈઓ રોકાયા, પછી ચાલ્યા. આગળ મ્લેચ્છોની
સેના નજરે પડી ત્યારે તે બન્ને ભાઈ નિર્ભયપણે ધનુષબાણ લઇને મ્લેચ્છોની સેના પર
ધસી ગયા. એ સેના જુદી જુદી દિશામાં ભાગી ગઈ. પોતાની સેનાનો ભંગ થયેલો જોઈને
બીજી મ્લેચ્છોની સેના શસ્ત્ર ધારણ કરી, બખ્તર પહેરીને આવી તેને પણ રમતમાત્રમાં
જીતી લીધી. ત્યારે તે બધા
Page 311 of 660
PDF/HTML Page 332 of 681
single page version
કહેવા લાગ્યા. તે બધા મ્લેચ્છો અત્યંત ગુસ્સે થઈને ધનુષબાણ લઈને અત્યંત ક્રૂર મોટી
સેના સાથે આવ્યા. શસ્ત્રો સાથે તે કાકોનદ જાતિના મ્લેચ્છો પૃથ્વી પર પ્રસિદ્ધ, માંસભક્ષી,
રાજાઓથી પણ દુર્જય, કાળી ઘટા સમાન ઊભરાઈ આવ્યા. ત્યારે લક્ષ્મણે ધનુષ્યનો ટંકાર
કર્યો, બધા મ્લેચ્છો ડરી ગયા, વનમાં દશે દિશામાં આંધીની જેમ વિખરાઈ ગયા અને
અત્યંત ભયભીત મ્લેચ્છોનો અધિપતિ રથમાંથી ઊતરી, હાથ જોડી પ્રણામ કરી પગે પડયો
અને પોતાનો બધો વૃત્તાંત બન્ને ભાઈઓને કહેવા લાગ્યો. હે પ્રભો! કૌશાંબી નામની
એક નગરી છે. ત્યાં એક વિશ્વાનલ નામનો અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને
પ્રતિસંધ્યા નામની સ્ત્રી હતી. હું તેનો રૌદ્રભૂત નામનો પુત્ર છું. હું જુગારમાં પ્રવીણ અને
બાલ્યાવસ્થાથી જ ક્રૂર કર્મ કરતો. એક દિવસ ચોરી કરતાં પકડાઈ ગયો અને મને શૂળીએ
ચડાવવા તૈયારી થતી હતી ત્યારે એક દયાળુ પુરુષે મને છોડાવ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો હું
દેશ છોડીને અહીં આવ્યો અહીં કર્માનુયોગથી કાકોનદ જાતિના મ્લેચ્છોનો અધિપતિ થયો.
હું મહાભ્રષ્ટ, પશુ સમાન, વ્રતક્રિયાથી રહિત રહું છું. અત્યાર સુધીમાં મોટી મોટી સેનાના
નાયકો, મોટા રાજાઓ પણ મારી સામે યુદ્ધ કરવાને સમર્થ ન હતા, પરંતુ હું આપના
દર્શનમાત્રથી જ વશીભૂત થયો છું. ધન્ય ભાગ્ય મારાં કે મેં આપ જેવા પુરુષોત્તમને જોયા.
હવે મને જે આજ્ઞા કરશો તેમ કરીશ. હું આપનો નોકર છું, આપનાં ચરણારવિંદની ચાકરી
શિર પર ધરું છું. આ વિંધ્યાચળ પર્વત અને સ્થાન ભંડારોથી ભરેલાં છે, ઘણા ધનથી
પૂર્ણ છે. આપ અહીં રાજ્ય કરો, હું તમારો દાસ છું, એમ કહીને મ્લેચ્છ મૂર્ચ્છા ખાઈને
પગમાં પડયો, જેમ વૃક્ષ નિર્મૂળ થઈને પડે તેમ. તેને વિહ્વળ જોઈને શ્રી રામચંદ્ર દયાથી
પૂર્ણ કલ્પવૃક્ષ સમાન કહેવા લાગ્યાઃ ઊઠ, ઊભો થા, ડર નહિ, વાલિખિલ્યને મુક્ત કર.
તત્કાળ એને હાજર કર અને તેનો આજ્ઞાકારી મંત્રી થઈને રહે. મ્લેચ્છોની ક્રિયા છોડ,
પાપકાર્યથી નિવૃત્ત થા, દેશની રક્ષા કર; આમ કરવામાં તારી કુશળતા છે. ત્યારે એણે કહ્યું
કે હે પ્રભો! એમ જ કરીશ. આમ વિનતિ કરીને તે ગયો અને મહારથના પુત્ર
વાલિખિલ્યને છોડયો. બહુ જ વિનયથી તૈલાદિ મર્દન કરી, સ્નાન-ભોજન કરાવી,
આભૂષણ પહેરાવી, રથમાં બેસાડી શ્રી રામચંદ્ર સમીપે લઈ જવા તૈયાર કર્યો. ત્યારે
વાલિખિલ્ય ખૂબ નવાઈ પામ્યો અને વિચારવા લાગ્યો કે ક્યાં આ મ્લેચ્છ, કુકર્મી, અત્યંત
નિર્દયી મહાશત્રુ અને ક્યાં અત્યારનો એનો વિનય! એમ લાગે છે કે આજે મને એ
કોઈને ભેટ કરી દેશે, હવે મારું જીવન રહેશે નહિ. આમ વિચારીને વાલિખિલ્ય ચિંતાથી
ચાલ્યો. સામે રામ-લક્ષ્મણને જોઈને અત્યંત હર્ષ પામ્યો. રથમાંથી ઊતરીને નમસ્કાર કર્યા
અને કહેવા લાગ્યો કે હે નાથ! મારા પુણ્યના યોગથી આપ પધાર્યા અને મને બંધનમાંથી
છોડાવ્યો. આપ ઇન્દ્રતુલ્ય મુનુષ્ય છો, પુરુષોત્તમ પુરુષ છો. રામે તેને આજ્ઞા કરી કે તું
તારા સ્થાને જા, કુટુંબને મળ. પછી વાલિખિલ્ય રામને પ્રણામ કરી, રૌદ્રભૂત સાથે પોતાના
નગરમાં ગયો. શ્રી રામ વાલિખિલ્યને છોડાવી રૌદ્રભૂતને દાસ બનાવી ત્યાંથી આગળ
ચાલ્યા. વાલિખિલ્યને આવેલો
Page 312 of 660
PDF/HTML Page 333 of 681
single page version
સાંભળીને કલ્યાણમાલા મહાન વિભૂતિ સાથે સામે આવી અને નગરમાં મોટો ઉત્સવ
થયો. રાજા રાજકુમારને હૃદયે ચાંપી પોતાના વાહનમાં બેસાડી નગરમાં પ્રવેશ્યા. રાણી
પૃથિવીને હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. પતિના આવવાથી પહેલાં જેવું શરીર હતું તેવું
સુંદર થઈ ગયું. સિંહોદર વગેરે વાલિખિલ્યના હિતચિંતકો બધા રાજી થયા. કલ્યાણમાલા
પુત્રીએ આટલા દિવસ પુરુષનો વેશ પહેરીને રાજ્ય ટકાવી રાખ્યું હતું તે વાતથી બધાને
આશ્ચર્ય થયું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે નરાધિપ! પરદ્રવ્યનો હરનાર,
દેશનો કંટક એવો રૌદ્રભૂત શ્રી રામના પ્રતાપે વાલિખિલ્યનો આજ્ઞાકારી સેવક થયો. જ્યારે
રૌદ્રભૂત વશ થયો અને મ્લેચ્છોની વિષમ ભૂમિમાં વાલિખિલ્યની આજ્ઞા પ્રવર્તી ત્યારે
સિંહોદર પણ ભય પામવા લાગ્યો અને અતિસ્નેહથી સન્માન કરવા લાગ્યો. વાલિખિલ્ય
રઘુપતિના પ્રસાદથી પરમ વિભૂતિ પામીને શરદ ઋતુમાં સૂર્ય પ્રકાશે તેમ પૃથ્વી પર પ્રકાશ
ફેલાવવા લાગ્યો. પોતાની રાણી સહિત દેવોની જેમ સુખ ભોગવવા લાગ્યો.
ચોત્રીસમું પર્વ પૂર્ણ થયું.
જાતજાતનાં પક્ષીઓના અવાજો આવતા હતા. તે નિર્જન વનમાં સીતાને તરસ લાગી. તેણે
પતિને કહ્યું કે હે નાથ! તરસથી મારો કંઠ શોષાય છે. જેમ અનંતભવના ભ્રમણથી
ખેદખિન્ન થયેલો ભવ્ય જીવ સમ્યગ્દર્શનની ઇચ્છા કરે તેમ તરસથી વ્યાકુળ હું શીતળ જળ
વાંછું છું. આમ કહી તે એક વૃક્ષ નીચે બેસી ગયાં. ત્યારે રામે કહ્યું, હે દેવી! હે શુભે! તું
વિષાદ ન કર. પાસે જ એક ગામ છે ત્યાં સુંદર મકાનો છે. ઊઠ, આગળ ચાલ, એ
ગામમાં તને શીતળ જળ મળશે. પછી સીતા ઊઠીને ચાલવા લાગ્યાં. ધીમે ધીમે ચાલતાં
તેની સાથે બન્ને ભાઈ અરુણ નામના ગામમાં આવ્યા. ત્યાં ધનવાન ખેડૂતો રહેતા હતા.
ત્યાં એક કપિલ નામના પ્રસિદ્ધ અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘેર ઊતર્યા. તે અગ્નિહોત્રીની
શાળામાં થોડી વાર બેસી થાક ઉતાર્યો. કપિલની સ્ત્રી પાણી લાવી તે સીતાએ પીધું.
બ્રાહ્મણ વનમાંથી બિલી, ખીજડો વગેરે લાકડાનો ભારો બાંધીને લાવ્યો. દાવાનળ સમાન
પ્રજ્વલિત મનવાળો, મહાક્રોધી કાળકૂટ વિષ સમાન વચન બોલવા લાગ્યો. ઘૂવડ જેવું જેનું
મુખ હતું, હાથમાં કમંડળ, ચોટલીને ગાંઠ વાળેલી, લાંબી દાઢી, જનોઈ પહેરેલી એવો એ
ખેતરમાંથી અનાજ કાપી લીધા પછી ખેતરમાં પડી રહેલા દાણા વીણીને લાવતો અને
Page 313 of 660
PDF/HTML Page 334 of 681
single page version
અપશબ્દ કહેવા લાગ્યો કે પાપિણી! તેં આમને ઘરમાં શા માટે આવવા દીધા? હું આજ
તને ગાયના વાડામાં બાંધીશ. જો! આ નિર્લજ્જ ધીઢ પુરુષે ધૂળથી મારું અગ્નિહોત્રનું
સ્થાન મલિન કર્યું છે. આ વચન સાંભળી સીતા રામને કહેવા લાગ્યાઃ હે પ્રભો! આ
ક્રોધીના ઘરમાં નથી રહેવું. વનમાં ચાલો. ત્યાં જાતજાતનાં ફળફૂલોથી લચી પડતાં વૃક્ષો
શોભે છે. નિર્મળ જળનાં સરોવરોમાં કમળો ખીલે છે, મૃગો પોતાની ઇચ્છા મુજબ ક્રીડા
કરે છે. ત્યાં આવા દુષ્ટ પુરુષનાં કઠોર વચન સાંભળવા પડતાં નથી. જોકે આ દેશ ધનથી
પૂર્ણ છે અને સ્વર્ગ જેવો સુંદર છે, પણ લોકો અત્યંત કઠોર છે અને ગ્રામ્યજનો વિશેષ
કઠોર હોય છે. વિપ્રનાં રુક્ષ વચનો સાંભળીને ગામના બધા લોકો આવ્યા. આ બન્ને
ભાઈઓનું દેવ સમાન રૂપ જોઈ મોહિત થયા. બ્રાહ્મણને એકાંતમાં લઈ જઈ લોકો
સમજાવવા લાગ્યા કે આ એક રાત અહીં રહેવાના છે, તારું શું ઊજડી જવાનું છે. આ
ગુણવાન, વિનયવાન, રૂપવાન પુરુષોત્તમ છે. ત્યારે બ્રાહ્મણ સૌની સાથે ઝઘડયો અને
બધાને કહ્યું કે તમે મારા ઘેર શા માટે આવ્યા? દૂર જાવ. પછી એ મૂર્ખે આમના ઉપર
ક્રોધ કરીને કહ્યું, હે અપવિત્ર! મારા ઘરમાંથી બહાર નીકળો. તેનાં કુવચન સાંભળી
લક્ષ્મણ ગુસ્સે થયા. તે દુષ્ટના પગ ઊંચા કરીને અને માથું નીચે કરીને ઘુમાવીને પૃથ્વી
પર પટકવા જતા હતા ત્યાં પરમદયાળુ રામે તેમને રોક્યાઃ હે ભાઈ! આ શું? આવા
દીનને મારવાથી શો લાભ? એને છોડી દો. એને મારવામાં ખૂબ અપકીર્તિ થશે.
જિનશાસનમાં કહ્યું છે કે શૂરવીરે આટલાને ન મારવા-યતિ, બ્રાહ્મણ, ગાય, પશુ, સ્ત્રી,
બાળક અને વૃદ્ધ. આ દોષિત હોય તો પણ હણવાયોગ્ય નથી. આમ રામે ભાઈને
સમજાવ્યા અને બ્રાહ્મણને છોડાવ્યો. પોતે લક્ષ્મણને આગળ કરી સીતા સહિત ઝૂંપડીમાંથી
બહાર નીકળી ગયા. પોતે જાનકીને કહેવા લાગ્યાઃ હે પ્રિયે! ધિક્કર છે નીચની સંગતિને,
કે જેનાથી મનમાં વિકારનું કારણ, મહાપુરુષો માટે ત્યાજ્ય એવાં ક્રૂર વચન સાંભળવાં પડે
છે! મહાવિષમ વનમાં વૃક્ષોની નીચે રહેવું સારું છે અને આહારાદિ વિના પ્રાણ જાય તો
પણ ભલું છે, પરંતુ દુર્જનના ઘેર એક ક્ષણ માટે પણ રહેવું યોગ્ય નથી. નદીના કિનારે,
પર્વતોની ગુફામાં રહીશું, પણ આવા દુષ્ટને ઘેર નહિ આવીએ. આ પ્રમાણે દુષ્ટના સંગની
નિંદા કરતાં ગામમાંથી નીકળી રામ વનમાં ગયા. તે વખતે વર્ષાઋતુ આવી. સમસ્ત
આકાશને શ્યામ કરતા, પોતાની ગર્જનાથી પર્વતોની ગુફામાં પડઘા પાડતા, ગ્રહ-નક્ષત્ર-
તારાના સમૂહને ઢાંકી વીજળીના ચમકારાથી જાણે કે આકાશને હસાવતા મેઘપટલ
ગ્રીષ્મનો તાપ દૂર કરીને મુસાફરોને વીજળીરૂપ આંગળીથી ડરાવતા ગાજી રહ્યા છે. શ્યામ
મેઘ આકાશમાં અંધકાર કરતાં જળની ધારાથી જાણે કે તેમને સ્નાન કરાવે છે, જેમ ગજ
લક્ષ્મીને સ્નાન કરાવે છે. તે બન્ને વીરો વનમાં એક મોટા વડની બખોલ પાસે આવ્યા. તે
ઘર જેવી લાગતી હતી. એક દંભકર્ણ નામનો યક્ષ તે વડમાં રહેતો હતો. આમને તેજસ્વી
જોઈને તેણે પોતાના સ્વામીને નમસ્કાર કરીને કહ્યુંઃ હે નાથ! કોઈ સ્વર્ગમાંથી આવ્યું છે,
મારા સ્થાનમાં બેઠા છે. જેણે પોતાના
Page 314 of 660
PDF/HTML Page 335 of 681
single page version
તેજથી મને સ્થાનમાંથી દૂર કર્યો છે, ત્યાં હું જઈ શકતો નથી. યક્ષનાં વચન સાંભળીને
યક્ષાધિપતિ પોતાના દેવો સાથે રામ-લક્ષ્મણ જ્યાં બેઠા હતા તે વડના વૃક્ષ પાસે આવ્યો.
તે વૈભવસંયુક્ત, વનક્રીડામાં આસક્ત હતો. તેનું નામ નૂતન હતું. તેણે દૂરથી જ રૂપાળા
બન્ને ભાઈઓને જોઇને અવધિથી જાણી લીધું કે આ બળભદ્ર અને નારાયણ છે. તેમના
પ્રભાવથી તેને અત્યંત વાત્સલ્ય થયું. ક્ષણમાત્રમાં તેણે મનોજ્ઞ નગરીનું નિર્માણ કર્યું. તેઓ
સુખપૂર્વક સૂઈ રહ્યા હતા. સવારે સુંદર ગીતોના શબ્દોથી જાગ્યા. રત્નજડિત શય્યા પર
પોતાને જોયા, અત્યંત મનોહર મહેલ હતો, બધી સામગ્રીથી ભરપૂર હતો, સેવકો તેમનો
ખૂબ આદર કરતા. નગર કોટ-દરવાજાથી શોભિત હતું. તે પુરુષોત્તમ મહાનુભાવનું ચિત્ત
આવું નગર તત્કાળ બનેલું જોઈને પણ આશ્ચર્ય ન પામ્યું. અપૂર્વ વસ્તુ જોઈને આશ્ચર્ય
પામવું એ ક્ષુદ્ર પુરુષની ચેષ્ટા છે. બધી સામગ્રીથી ભરપૂર તે નગરમાં તે સુંદર ચેષ્ટાના
ધારક રહેવા લાગ્યા, જાણે કે એ દેવ જ હોયને. યક્ષાધિપતિએ રામને માટે નગરી રચી
તેથી તે પૃથ્વી પર રામપુરી કહેવાઈ. તે નગરીમાં સુભટ, મંત્રી, દ્વારપાળ, નગરના માણસો
અયોધ્યા સમાન હતા. રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે, હે પ્રભો! એ તે દેવકૃત
નગરમાં રહ્યા અને બ્રાહ્મણની શી સ્થિતિ થઈ તે કહો. ત્યારે ગણધરે કહ્યું કે બ્રાહ્મણ
બીજે દિવસે દાતરડું હાથમાં લઈને વનમાં ગયો, લાકડાં શોધતાં તેની આંખો ઊંચી થઈ.
તેણે નિકટમાં સુંદર નગર જોયું અને તે આશ્ચર્ય પામ્યો. તેણે જાતજાતની રંગીન
ધજાઓથી શોભિત શરદના મેઘ સમાન સુંદર મહેલ જોયા. વળી, કૈલાસનું બાળક હોય
એવો અતિઉજ્જવળ એક રાજમહેલ જોયો. આ જોઈને તે મનમાં વિચારવા લાગ્યો કે
પશુઓથી ભરેલી આ અટવીમાં હું લાકડાં લેવા નિરંતર આવું છું. તેમાં આ રત્નાચળ
સમાન સુંદર મહેલોથી સંયુક્ત આ નગરી ક્યાંથી બની ગઈ? અહીં સરોવર જળથી
ભરેલાં અને કમળોથી શોભી રહ્યાં છે એ મેં કદી જોયાં નહોતાં. મનોહર ઉદ્યાન છે જેમાં
ચતુર જન ક્રીડા કરે છે, ધ્વજાસંયુક્ત દેવાલયો
નીકળી છે. કોઈ મહાભાગ્યના નિમિત્તે આ એક સ્વપ્ન લાગે છે, એક દેવમાયા છે, એક
ગંધર્વોનું નગર છે અને હું પિત્તથી વ્યાકુળ થયો છું. આની પાસે મારા મૃત્યુનાં ચિહ્ન
લાગે છે કે શું? આમ વિચારીને તે વિષાદ પામ્યો. ત્યાં તેણે જાતજાતનાં આભૂષણ
પહેરેલી એક સ્ત્રીને જોઈ. તેની પાસે જઈને તેણે પૂછયુંઃ હે ભદ્રે! આ કોની નગરી છે?
તેણીએ કહ્યું કે આ રામની નગરી છે, શું તમે સાંભળ્યું નથી? જ્યાં રાજા રામ છે, તેમના
ભાઈ લક્ષ્મણ છે અને સીતા તેમની પત્ની છે. નગરની વચ્ચે આ મોટો મહેલ છે, શરદના
મેઘ સમાન ઉજ્જવળ, તેમાં તે પુરુષોત્તમ બિરાજે છે. લોકોમાં તેમનું દર્શન દુર્લભ છે.
તેમણે બધા ગરીબોને મનવાંછિત ધન આપીને રાજા સમાન બનાવી દીધા છે. ત્યારે
બ્રાહ્મણે કહ્યું કે હે સુંદરી! હું કયા ઉપાયથી તેમના દર્શન કરી શકું તે કહે. આમ કહી
લાકડાનો ભારો નીચે ફેંકી, હાથ જોડીને તેના પગમાં પડયો. ત્યારે તે સુમાયા નામની
યક્ષિણીએ કૃપા કરીને
Page 315 of 660
PDF/HTML Page 336 of 681
single page version
મોટા મોટા યોદ્ધા રક્ષકો તરીકે બેઠા છે, રાત્રે પણ જાગે છે. તેમનાં મુખ સિંહ, વાઘ, હાથી
સમાન છે તેનાથી મનુષ્યો ભય પામે છે. આ પૂર્વદ્વાર છે જેની પાસે ભગવાનનાં મોટાં
મોટાં મંદિરો છે. મણિનાં તોરણોથી મનોજ્ઞ બન્યાં છે. તેમાં ઇન્દ્રોના વંદ્ય અરહંતના બિંબ
બિરાજે છે. ત્યાં ભવ્ય જીવો સામાયિક, સ્તવન આદિ કરે છે. જે ભાવ સહિત નમોકાર
મંત્ર ભણે છે તે અંદર પ્રવેશ કરી શકે છે. જે પુરુષ અણુવ્રતના ધારી હોય, ગુણીશીલથી
શોભિત હોય તેને રામ પરમ પ્રીતિથી વાંછે છે. યક્ષિણીનાં અમૃતતુલ્ય વચનો સાંભળી
બ્રાહ્મણ અત્યંત હર્ષ પામ્યો. ધનપ્રાપ્તિનો ઉપાય મળવાથી તેણે યક્ષિણીની ખૂબ સ્તુતિ
કરી, તેના સર્વ અંગે રોમાંચ થઈ આવ્યાં. તે ચારિત્રશૂર નામના મુનિની પાસે જઈ હાથ
જોડી નમસ્કાર કરી શ્રાવકની ક્રિયાના ભેદ પૂછવા લાગ્યો. ત્યારે મુનિએ તેને શ્રાવકનો
ધર્મ સંભળાવ્યો અને ચારે અનુયોગોનું રહસ્ય બતાવ્યું. બ્રાહ્મણ ધર્મનું રહસ્ય જાણી
મુનિની સ્તુતિ કરવા લાગ્યો કે હે નાથ! તમારા ઉપદેશથી મને જ્ઞાનદ્રષ્ટિ પ્રગટ થઈ છે.
જેમ તૃષાતુરને શીતળ જળ મળે અને ગ્રીષ્મના તાપથી સંતાપિત પથિકને છાંયો મળે,
ભૂખ્યાને મિષ્ટાન્ન ભોજન અને રોગીને ઔષધ મળે તેમ કુમાર્ગમાં લાગેલા મને તમારા
ઉપદેશનું રસાયણ મળ્યું છે, જાણે કે સમુદ્રમાં ડૂબતા માણસને જહાજ મળ્યું છે. સર્વ
દુઃખોનો નાશ કરનાર આ જૈનનો માર્ગ મને આપની કૃપાથી મળ્યો છે. તે અવિવેકીને
માટે દુર્લભ છે. ત્રણ લોકમાં આપના જેવા મારા કોઈ હિતેચ્છુ નથી. આપનાથી મને
આવો જિનધર્મ મળ્યો છે. આમ કહીને મુનિનાં ચરણારવિંદમાં નમસ્કાર કરી બ્રાહ્મણ
પોતાને ઘેર ગયો. હર્ષથી જેનાં નેત્ર ખીલી ઊઠયાં છે એવો તે સ્ત્રીને કહેવા લાગ્યોઃ હે
પ્રિયે! મેં આજે ગુરુની પાસે અદ્ભુત જિનધર્મ સાંભળ્યો છે જે તારા બાપે, મારા બાપે
અથવા બાપના બાપે પણ સાંભળ્યો નહોતો અને હે બ્રાહ્મણી! મેં એક અદ્ભૂત વન જોયું,
તેમાં એક મહામનોજ્ઞ નગરી જોઈ, જેને જોઈને અચરજ ઉપજે. પરંતુ મારા ગુરુના
ઉપદેશથી અચરજ થતું નથી. ત્યારે બાહ્મણીએ કહું કે હે વિપ્ર! તેં શું જોયું અને શું શું
સાંભળ્યું તે કહે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે પ્રિયે! હું હર્ષને કારણે કહેવાને સમર્થ નથી. પછી
બ્રાહ્મણીએ ઘણો આદર કરી વારંવાર પૂછયું તેથી બ્રાહ્મણે કહ્યું કે હે પ્રિયે! હું લાકડાં લેવા
વનમાં ગયો હતો. તે વનમાં એક રામપુરી નામની નગરી જોઈ. તે નગરીની સમીપે
ઉદ્યાનમાં એક સુંદર સ્ત્રીને જોઈ. તે અતિમિષ્ટભાષી કોઈ દેવી હશે. મેં પૂછયું કે આ
નગરી કોની છે? ત્યારે તેણે જવાબ આપ્યોઃ આ રામપુરી છે, અહીં રાજા રામ શ્રાવકોને
મનવાંછિત ધન આપે છે. પછી હું મુનિ પાસે ગયો અને મેં જિનનાં વચનો સાંભળ્યાં
અને મારો આત્મા ખૂબ તૃપ્તિ પામ્યો. મિથ્યાદ્રષ્ટિના કારણે અત્યાર સુધી મારો આત્મા
આતાપયુક્ત હતો તે આતાપ ગયો જિનધર્મ પામીને મુનિરાજ મુક્તિની અભિલાષાથી સર્વ
પરિગ્રહ ત્યજીને મહાન તપ કરે છે, તે અરિહંતનો ધર્મ ત્રણ લોકમાં એક મહાન નિધિ છે
તે મેં પ્રાપ્ત કર્યો. આ બહિર્મુખ જીવો વૃથા કલેશ કરે છે. પછી તેણે મુનિ પાસેથી
જિનધર્મનું જેવું સ્વરૂપ સાંભળ્યું હતું તેવું બ્રાહ્મણીને
Page 316 of 660
PDF/HTML Page 337 of 681
single page version
કહ્યું. જૈન ધર્મનું સ્વરૂપ ઉજ્જવળ છે. બ્રાહ્મણનું ચિત્ત નિર્મળ થયું છે. પછી બ્રાહ્મણી
સાંભળીને કહેવા લાગી કે હું પણ તારા પ્રસાદથી જિનધર્મની રુચિ કરું છું. જેમ કોઈ
વિષફળનો અર્થી મહાન નિધિ પામે તેવી જ રીતે કાષ્ટાદિના અર્થી અને ધર્મની
ઇચ્છારહિત એવા તેં શ્રી અરિહંતના ધર્મનું રસાયણ મેળવ્યું છે, અત્યાર સુધી તેં ધર્મ
જાણ્યો નહોતો. આપણા આંગણે આવેલા સત્પુરુષોનો અનાદર કર્યો હતો, ઉપવાસાદિથી
ખેદખિન્ન દિગંબરોને કદી પણ આહાર આપ્યો નહોતો, ઇન્દ્રાદિથી વંદ્ય અરિહંતદેવને
છોડીને જ્યોતિષી, વ્યંતરાદિકોને પ્રણામ કર્યા. જીવદયારૂપ જિનધર્મનું અમૃત છોડીને
અજ્ઞાનના યોગથી પાપરૂપ વિષનું સેવન કર્યું હતું. મનુષ્ય દેહરૂપ રત્નદીપ પામીને
સાધુઓએ ઓળખેલું ધર્મરૂપ રત્ન ત્યજીને વિષયરૂપ કાચનો ટુકડો લીધો હતો. સર્વભક્ષી,
દિવસે અને રાત્રે આહાર કરનાર, અવ્રતી, કુશીલવાનોની સેવા કરી. ભોજનના સમયે
અતિથિ આવે અને જે બુદ્ધિહીન પોતાના વૈભવના પ્રમાણમાં અન્નપાનાદિ ન દે, તેમને
ધર્મ હોતો નથી. અતિથિપદનો અર્થ એમ કે તિથિ એટલે કે ઉત્સવના દિવસે ઉત્સવનો
ત્યાગ કરે તે. અથવા જેને તિથિ એટલે કે વિચાર નથી તે સર્વથા નિઃસ્પૃહ ધનરહિત
સાધુ. જેમની પાસે પાત્ર નથી, હાથ જ જેમનું પાત્ર છે તે નિર્ગ્રંથ પોતે તરે અને બીજાને
તારે. પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, કોઈ વસ્તુમાં જેમને લોભ નથી, તે નિષ્પરિગ્રહી
મુક્તિ માટે દશલક્ષણધર્મ આચરે છે. આ પ્રમાણે બ્રાહ્મણે બ્રાહ્મણીને ધર્મનું સ્વરૂપ કહ્યું. તે
સુશર્મા નામની બ્રાહ્મણી ધર્મ સાંભળીને મિથ્યાત્વરહિત થઈ. જેમ ચંદ્રમાને રોહિણી શોભે,
બુધને ભરણી શોભે તેમ કપિલને સુશર્મા શોભતી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણીને તે જ ગુરુની
પાસે લઈ ગયો કે જેની પાસે પોતે વ્રત લીધાં હતાં. તેણે સ્ત્રીને પણ શ્રાવિકાનાં વ્રત
અપાવ્યાં. કપિલને જૈનધર્મ પ્રત્યે અનુરાગી થયેલો જાણીને બીજા અનેક બ્રાહ્મણો પણ
સમભાવ ધારણ કરવા લાગ્યા. મુનિસુવ્રતનાથનો મત પામીને અનેક સુબુદ્ધિ જીવો
શ્રાવક-શ્રાવિકા થયા. વળી જે કર્મના ભારથી સંયુક્ત, માનથી ઊંચું મસ્તક રાખનારા,
પ્રમાદી જીવો થોડા જ કાળમાં પાપ કરીને ઘોર નરકમાં જાય છે. કેટલાક ઉત્તમ બ્રાહ્મણો
સર્વ સંગનો પરિત્યાગ કરી મુનિ થયા. વૈરાગ્યથી ભરેલા તે મનમાં આમ વિચારતા કે આ
જિનેન્દ્રનો માર્ગ અત્યાર સુધી અન્ય જન્મમાં પ્રાપ્ત થયો નહોતો, હવે અત્યંત નિર્મળ
ધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપ સામગ્રી ભાવધૃત સહિત હોમીશું. જેમને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પ્રગટયો
હોય તે મુનિ જ થયા અને કપિલ બ્રાહ્મણ શ્રાવક થયો. એક દિવસ તે બ્રાહ્મણીને ધર્મની
અભિલાષી જાણીને કહેવા લાગ્યો, હે પ્રિયે! શ્રીરામનાં દર્શન માટે રામપુરી કેમ ન જવું?
રામ મહાપરાક્રમી, નિર્મળ ચેષ્ટાવાળા, કમળનયન, સર્વ જીવો પ્રત્યે દયાળું, ભવ્ય જીવો પર
વાત્સલ્ય રાખનારા છે, આશાવાન પ્રાણીઓની આશા પૂરી કરનાર, દરિદ્રી અને પેટ
ભરવાને અસમર્થ જીવોને દારિધ્રના સમુદ્રમાંથી પાર ઉતારનાર અને સંપદા પ્રાપ્ત
કરાવનાર છે. આવી તેમની કીર્તિ પૃથ્વી પર ફેલાયેલી છે માટે હે પ્રિયે! ઊઠ, ભેટ લઈને
જઈએ. હું નાના બાળકને મારા ખભા ઉપર લઈ લઈશ. બ્રાહ્મણીને આમ કહીને અને તેમ
કરીને બેય આનંદથી ભરેલા, ઉજ્જવળ વેશથી શોભતા
Page 317 of 660
PDF/HTML Page 338 of 681
single page version
અટ્ટહાસ્ય કરતા વ્યંતરો દેખાયા. આ પ્રકારનું ભયાનક રૂપ જોઈને એ બન્ને નિષ્કંપ હૃદયે
આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાઃ હે જિનેશ્વર! આપને અમારા નિરંતર મન-
વચન-કાયાથી નમસ્કાર હો. આપ ત્રિલોકવંદ્ય છો, સંસારના કીચડમાંથી પાર ઉતારો છોઃ
પરમ કલ્યાણ આપો છો, આમ સ્તુતિ કરતાં બન્ને ચાલ્યા જાય છે. એમને જિનભક્ત
જાણીને યક્ષ શાંત થઈ ગયા. એ બન્ને જિનાલયમાં ગયા. જિનમંદિરને નમસ્કાર હો’
એમ બોલી, બેય હાથ જોડી, ચૈત્યાલયની પ્રદક્ષિણા કરી, અંદર જઈને સ્તુતિ કરવા
લાગ્યાઃ હે નાથ! કુગતિને આપનાર મિથ્યામાર્ગ ત્યજીને ઘણા દિવસે આપનું શરણ લીધું
છે. હું અતીતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકરોને વંદન કરું છું.
પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહક્ષેત્ર, આ પંદર કર્મભૂમિમાં જે તીર્થંકરો થઈ
ગયા, અત્યારે છે અને હવે થશે તે બધાને અમારા નમસ્કાર હો. જે સંસારસમુદ્રથી તરે
અને બીજાને તારે એવા શ્રી મુનિસુવ્રતનાથને નમસ્કાર હો, તેમનો યશ ત્રણ લોકમાં
પ્રકાશી રહ્યો છે. આ પ્રમાણે સ્તુતિ કરી, અષ્ટાંગ દંડવત્ કરી, બ્રાહ્મણ પત્ની સાથે
શ્રીરામના દર્શને ગયો. માર્ગમાં મોટા મોટા મહેલો બ્રાહ્મણીને બતાવ્યા અને કહ્યુંઃ આ
કુંદનના પુષ્પ સમાન ઉજ્જવળ, સર્વ કામના પૂર્ણ કરનાર નગરીના મધ્યમાં રામના મહેલ
છે, જેનાથી આ નગરી સ્વર્ગ સમાન શોભે છે. આ પ્રમાણે વાત કરતો બ્રાહ્મણ
રાજમહેલમાં ગયો. તે દૂરથી લક્ષ્મણને જોઈને વ્યાકુળ બન્યો, મનમાં વિચારવા લાગ્યો કે
મેં અજ્ઞાનીએ આ નીલકમળ સમાન પ્રભાવાળા શ્યામસુંદરને દુષ્ટ વચનોથી દુઃખ આપ્યું
હતું, ત્રાસ આપ્યો હતો, પાપી જીભે કાનને કર્કશ લાગે એવાં વચન કહ્યાં હતાં. હવે શું
કરું? ક્યાં જાઉં? પૃથ્વીના છિદ્રમાં પેસી જાઉં. હવે મને કોનું શરણ છે? જો હું જાણતો
હોત કે આ અહીં નગર વસાવીને રહ્યા છે તો હું દેશત્યાગ કરીને ઉત્તર દિશામાં ચાલ્યો
જાત. આમ વિકલ્પ કરતો બ્રાહ્મણ બ્રાહ્મણીને છોડીને ભાગ્યો. લક્ષ્મણે તેને જોઈ લીધો
હતો. પછી હસતાં હસતાં રામને કહ્યું કે પેલો બ્રાહ્મણ આવ્યો છે અને મને જોઈને મૃગની
જેમ વ્યાકુળ બનીને ભાગે છે. રામે કહ્યું કે તેને વિશ્વાસ ઉપજાવીને અહીં તરત લઈ
આવો. પછી થોડાક માણસો દોડયા. તેને દિલાસો આપી તેડી લાવ્યા. ધ્રૂજતો ધ્રૂજતો તે
પાસે આવ્યો, પછી ભય ત્યજીને બેય ભાઈઓ આગળ ભેટ મૂકીને ‘સ્વસ્તિ’ શબ્દ
બોલીને સ્તુતિ કરવા લાગ્યો. રામે પૂછયું કે હે દ્વિજ! તેં અમારું અપમાન કરીને તારા
ઘરમાંથી અમને કાઢી મૂક્યા હતા અને હવે શા માટે પૂજા કરે છે? વિપ્રે જવાબ આપ્યોઃ
હે દેવ! તમે પ્રચ્છનરૂપે મહેશ્વર છો, જેમ ભસ્મથી દબાયેલ અગ્નિ ન ઓળખાય તેમ મેં
અજ્ઞાનથી આપને ઓળખ્યા નહોતા તેથી આપનો અનાદર કર્યો હતો. હે જગન્નાથ! આ
લોકની એવી જ રીત છે કે સૌ ધનવાનને પૂજે છે. સૂર્ય શીતઋતુમાં તાપરહિત હોય છે
તેથી તેનાથી કોઈ ભય પામતું નથી. હવે મને ખબર પડી કે તમે પુરુષોત્તમ છો. હે
પદ્મલોચન! આ લોક દ્રવ્યને પૂજે છે, પુરુષને નહિ. જે અર્થસંયુક્ત હોય તેને જ
લૌકિકજનો માન આપે છે. કોઈ પરમ સજ્જન હોય અને
Page 318 of 660
PDF/HTML Page 339 of 681
single page version
ધનરહિત હોય તો તેને નિષ્પ્રયોજન જાણીને લોકો માન આપતા નથી. ત્યારે રામ બોલ્યાઃ
હે વિપ્ર! જેની પાસે અર્થ હોય તેને મિત્ર હોય, જેની પાસે અર્થ હોય તેને ભાઈ હોય,
જેની પાસે અર્થ હોય તે જ પંડિત. અર્થ વિના ન મિત્ર કે ન સહોદર; જે અર્થસંયુક્ત,
હોય તેને પારકા પણ પોતાના થઈ જાય છે અને ધન તે છે જે ધર્મ સહિત હોય અને ધર્મ
તે જ છે જે દયાસહિત હોય, અને દયા તે જ જ્યાં માંસભોજનનો ત્યાગ હોય. જ્યારે
બધા જીવોના માંસનો ત્યાગ કરવામાં આવે ત્યારે અભક્ષ્યનો ત્યાગ કહેવાય, તેને બીજા
ત્યાગ સહેજે થઈ જાય, માંસના ત્યાગ વિના બીજા ત્યાગ શોભતા નથી. રામના આ
વચન સાંભળીને વિપ્ર પ્રસન્ન થયો અને કહેવા લાગ્યોઃ હે દેવ! તમારા જેવા પુરુષ પણ
જેમને પૂજે છે તેમનો પણ મૂઢ લોકો અનાદર કરે છે. અગાઉ સનત્કુમાર ચક્રવર્તી થઈ
ગયા. તે ખૂબ રૂપાળા અને મહાન ઋદ્ધિના ધારક હતા. તેમનું રૂપ જોવા દેવ પણ આવ્યા
હતા. તે મુનિ થઈને આહાર માટે ગ્રામાદિમાં ગયા. તે આચારમાં પ્રવીણ હતા, તેમને
નિરંતરાય ભિક્ષા ન મળી. એક દિવસે વિજયપુર નામના નગરમાં એક નિર્ધન મનુષ્યે
તેમને આહાર આપ્યો. એને ઘેર પંચાશ્ચર્ય થયા. હે પ્રભો! મંદ ભાગ્યવાળા મેં તમારા જેવા
પુરુષનો આદર ન કર્યો. હવે મારું મન પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બળે છે. અત્યંત રૂપવાન
આપને જોઈને મહાક્રોધીનો ક્રોધ પણ જતો રહે અને આશ્ચર્ય પામે એમ છે. આમ કહીને
કપિલ રુદન કરવા લાગ્યો. શ્રી રામે તેને શુભ વચનથી સંતોષ્યો અને સુશર્મા બ્રાહ્મણીને
જાનકીએ સંતોષ આપ્યો. પછી રાઘવની આજ્ઞાથી સેવકોએ સ્વર્ણ કળશોથી બ્રાહ્મણ અને
બ્રાહ્મણીને સ્નાન કરાવ્યું તથા આદરથી ભોજન કરાવ્યું. જાતજાતનાં વસ્ત્રો અને રત્નોનાં
આભૂષણો આપ્યાં. ઉપરાંત ખૂબ ધન આપ્યું. તે લઈને કપિલ પોતાને ઘેર આવ્યો. લોકોને
વિસ્મય થાય એટલું ધન એની પાસે થયું. જોકે એના ઘરમાં સુખની સામગ્રી અપૂર્વ છે,
પણ હવે એનાં પરિણામ વિરક્ત છે, ઘરમાં આસક્તિ નથી. તે મનમાં વિચારતો કે પહેલાં
હું લાકડાનાં ભારા લાવનારો દરિદ્રી હતો તેને શ્રી રામે તૃપ્ત કર્યો છે. આ જ ગામમાં હું
ક્ષીણ શરીરવાળો હતો તેને રામે કુબેર સમાન બનાવ્યો, ચિંતા અને દુઃખ દૂર કર્યાં. મારું
ઘર જીર્ણ ઘાસનું હતું, જેમાં છિદ્રો હતાં, પક્ષીઓના ચરકથી મેલું હતું, હવે શ્રી રામના
પ્રસાદથી અનેક ખંડોવાળો મહેલ બની ગયો છે. ગાયો, ધન, કોઈ વસ્તુની ખામી નથી.
અરેરે! મેં દુર્બદ્ધિએ શું કર્યું? ચંદ્ર સમાન મુખવાળા તે બન્ને ભાઈ મારે ઘેર આવ્યા હતા,
ગ્રીષ્મના તાપથી તપ્ત સીતાજી સાથે હતાં, મેં તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં. મારા હૃદયમાં
આ વાત શૂળની જેમ ભોંકય છે, જ્યાં સુધી ઘરમાં રહું છું ત્યાં સુધી ખેદ મટતો નથી
માટે ગૃહારંભનો ત્યાગ કરીને જિનદીક્ષા લઉં. તેને વૈરાગ્યરૂપ જાણીને કુટુંબના બધા
માણસો અને સુશર્મા બ્રાહ્મણી રુદન કરવા લાગી. કપિલે બધાને શોકસાગરમાં મગ્ન
જોઈને નિર્મમત્વ બુદ્ધિથી કહ્યું, હે પ્રાણીઓ! પરિવારના સ્નેહથી અને નાના પ્રકારના
મનોરથોથી આ મૂઢ જીવ ભવાતાપથી બળી રહ્યો છે, શું તમે એ જાણતા નથી? આમ
કહીને અત્યંત વિરક્ત થઈ દુઃખથી મૂર્ચ્છિત બનેલી સ્ત્રી તથા કુટુંબને છોડી, અઢાર
Page 319 of 660
PDF/HTML Page 340 of 681
single page version
ત્યાગ કરી દિગંબર મુનિ થયા, સ્વામી આનંદમતિના શિષ્ય થયા. આનંદમતિ જગતમાં
પ્રસિદ્ધ, તપોનિધિ, ગુણ અને શીલના સાગર છે. આ કપિલ મુનિ ગુરુની આજ્ઞા પ્રમાણે
ઉગ્ર તપ કરવા લાગ્યા. સુંદર ચારિત્રનો ભાર ધારણ કરી, જેનું મન પરમાર્થમાં લીન છે
અને વૈરાગ્યની વિભૂતિથી જેનું શરીર સાધુપદ શોભાવે છે. જે વિવેકી આ કપિલની કથા
વાંચે, સાંભળે છે તેને અનેક ઉપવાસનું ફળ મળે છે, સૂર્ય સમાન તેની પ્રભા ફેલાય છે.
કપિલ બ્રાહ્મણના વૈરાગ્યનું વર્ણન કરનાર પાંત્રીસમું પર્વ પૂર્ણ થયું.
પ્રગટ થઈ. દશે દિશા ઉજ્જવળ થઈ. અહીંથી ચાલવાનું જેમને મન છે એવા શ્રી રામને તે
યક્ષાધિપતિએ કહ્યું કે હે દેવ! અમારી સેવામાં કાંઈ ખામી રહી હોય તો ક્ષમા કરજો.
તમારા જેવા પુરુષની સેવા કરવાને કોણ સમર્થ છે? રામે કહ્યું કે હે યક્ષાધિપતે! તમે સર્વ
બાબતોમાં યોગ્ય છો અને તમે પરાધીન થઈને અમારી સેવા કરી તો અમને ક્ષમા કરજો.
યક્ષ શ્રી રામના ઉત્તમ ભાવ જોઈને અત્યંત હર્ષ પામ્યો. તેમને નમસ્કાર કરી સ્વયંપ્રભ
નામનો હાર ભેટ આપ્યો, લક્ષ્મણને અદ્ભુત મણિકુંડળ સૂર્યચંદ્ર જેવા ભેટ આપ્યાં અને
સીતાને કલ્યાણ નામનો અત્યંત દેદીપ્યમાન ચૂડામણિ આપ્યો, તેમ જ અત્યંત મનોહર
મનવાંછિત નાદ કરનારી દેવોપુનિત વીણા આપી. તેઓ પોતાની ઇચ્છાથી ચાલ્યા. યક્ષરાજે
પુરી સંકોચી લીધી અને એમના જવાથી ખૂબ દુઃખી થયો. શ્રી રામચંદ્ર યક્ષની સેવાથી
અત્યંત પ્રસન્ન થઈને આગળ ચાલ્યા. દેવોની જેમ આનંદ કરતાં, નાના પ્રકારની કથામાં
આસક્ત, જાતજાતનાં ફળોના રસ પીતાં, પોતાની ઇચ્છાનુસાર પૃથ્વી પર ભ્રમણ કરતાં,
મૃગરાજ અને ગજરાજથી ભરેલા મહાભયાનક વનને પાર કરી તેઓ વિજયપુર નામના
નગરમાં પહોંચ્યા. તે સમયે સૂર્યાસ્ત થયો હતો, અંધકાર ફેલાયો હતો, આકાશમાં નક્ષત્રો
પ્રગટયાં હતાં. ત્યારે તેઓ નગરની ઉત્તર દિશામાં આવેલા ન બહુ દૂર કે ન અતિ નિકટ,
કાયર લોકોને ભયાનક જણાતા ઉદ્યાનમાં બિરાજ્યા.