Page -18 of 256
PDF/HTML Page 22 of 296
single page version
कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः ।
श्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
અર્થઃ — કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ
र्बाह्येपि संव्यञ्जयितुं यतीशः ।
चचार मन्ये चतुरंगुलं सः ।।
Page -17 of 256
PDF/HTML Page 23 of 296
single page version
અર્થઃ — યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજઃસ્થાનને -ભૂમિતળને-
છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી ( પોતાનું ) અત્યંત
અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા ( – અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ
અર્થઃ — (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી
ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત ?
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે
ભક્તિથી નમસ્કાર કરું છું.
Page -15 of 256
PDF/HTML Page 25 of 296
single page version
શ્રુતપ્રવાહ ચાલ્યો, તેને ઝીલીને — તદ્રૂપ પરિણમીને પરમ પાવન
પારમેશ્વરી વિદ્યાનાં અનુપમ રત્ન સમાન શ્રી સમયસારાદિ સર્વોત્તમ
પરમાગમોમાં સંગૃહીત કર્યો.
અંતર્ચક્ષુથી નિહાળનાર, વીતરાગ-સર્વજ્ઞપ્રણીત મોક્ષમાર્ગના યથાર્થ જ્ઞાતા, અમોઘ
ઉપદેષ્ટા, મહાન સમર્થક અને પ્રચારક, પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ સભા સમક્ષ સંસારતાપવિનાશક, ઉપશાંતરસપૂર્ણ, અપૂર્વ
પ્રવચનો દ્વારા આ પરમાગમોનાં અંર્ત ઊંડાં રહસ્યો ખોલવા માંડ્યાં.
Page -14 of 256
PDF/HTML Page 26 of 296
single page version
પંચાસ્તિકાયસંગ્રહની સંસ્કૃત ટીકાનું ઘણું ઊંડું અવગાહન કરી, આચાર્યદેવના
હાર્દ સુધી પહોંચી, પૂર્વાપર યથાર્થ સંબંધ વિચારી, અત્યંત સાવધાની ને અતિ
પરિશ્રમ પૂર્વક આપે સાંગોપાંગ સુંદર, સરળ અને પૂરેપૂરો ભાવવાહી અનુવાદ
ગુર્જર ગિરામાં કર્યો, અને અધ્યાત્મજિજ્ઞાસુ સમાજને અધ્યાત્મનિધાનની
અણમોલ ભેટ આપી. આવી પ્રવચનભક્તિવત્સલતા અને અનુપમ
અધ્યાત્મસાહિત્યસેવા ભારતના ધાર્મિક ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. તે
દ્વારા જૈનસાહિત્યસૃષ્ટિમાં આપે સોનગઢને ઉજ્જ્વળ બનાવ્યું છે. જૈનશાસનની
આવી મહાન સેવા માટે આપને અનેક કોટિ ધન્યવાદ ઘટે છે.
સમવસરણ-સ્તુતિ તથા અન્ય કેટલાંક અધ્યાત્મ કાવ્યોની પણ આપે રચના કરી
છે. શાસ્ત્રના ગંભીર અર્થો ઉકેલવાની વિલક્ષણ કુશાગ્રબુદ્ધિ, શાસ્ત્રોક્ત સૂક્ષ્મ
અધ્યાત્મ વિષયોને શબ્દ-ભાવગંભીરતા જાળવીને, સરસ અને સુગ્રાહ્યપણે
અનુવાદમાં રજૂ કરવાની વિશિષ્ટ કળા, વાંચતાં જ અધ્યાત્મ પ્રત્યે રુચિ જાગૃત
કરે એવી અધ્યાત્મરસભરી લેખનશૈલી, કાવ્યમાં પણ અધ્યાત્મ ઉતારવાની
ખાસ શક્તિ વગેરે વિશેષતાઓ આપની અધ્યાત્મરસિકતા પ્રસિદ્ધ કરે છે.
તથા વિશિષ્ટ ક્ષયોપશમવંત પ્રતિભાસંપન્ન વિદ્વાન છો. વળી આપે જૈનશાસ્ત્રોનું
ઊંડું ચિંતન-મનન-અવધારણ કર્યું છે. આમ છતાં આપની આત્મજ્ઞાન-
Page -13 of 256
PDF/HTML Page 27 of 296
single page version
પરાયણતાની સાથે આત્મહિતસાધના પણ આપ કરી રહ્યા છો તે અત્યંત
પ્રશંસનીય અને અનુકરણીય છે.
આશ્રય તળે આ ગહન શાસ્ત્રોનો અનુવાદ આપે પરમાગમ પ્રત્યેની ભક્તિથી
અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં
કર્યો છે. આવું અજોડ કાર્ય કરવા છતાં આપે કોઈ પણ જાતના બદલાની
આશા રાખી નથી, એટલું જ નહિ પણ અત્યાગ્રહ કરવા છતાં કાંઈ પણ
બદલો સ્વીકારવાની કે અભિનંદનપત્ર લેવાની પણ આપે અનિચ્છા જ દર્શાવી
છે. તેથી અમારે આપનો ઉપકાર માનીને જ સંતોષ કરવો પડે છે. આપની
શ્રુતભક્તિ નિસ્પૃહતાને લીધે વિશેષ શોભી ઊઠે છે.
‘રત્નચતુષ્ટય’ના અનુવાદના ફળમાં આપને ‘અનંત ચતુષ્ટય’ની પ્રાપ્તિ
Page -12 of 256
PDF/HTML Page 28 of 296
single page version
પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના વડીલ બંધુ, પ્રવચનસાર પરમાગમના સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા પંડિતરત્ન શ્રી હિંમતભાઇએ—કે જેમને ભગવત્કુંદકુંદાચાર્યપ્રણીત પરમાગમોના ગુજરાતી અનુવાદ તથા તેના ઉપોદ્ઘાતથી વ્યક્ત થતા તેમના અધ્યાત્મરસભીના ઊંડા આત્માર્થથી પ્રભાવિત થઇને પરમકૃપાળુ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અતિ પ્રસન્નતાથી ‘નિકટ મોક્ષગામી’ તરીકે બિરુદાવ્યા છે અને પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભવવિભૂષિત નિર્મળ જ્ઞાનમાં જેમના વિષે ‘નિકટ ભવ્ય’તાનો તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ‘વિશિષ્ટ પુરુષ’પણાનો તથા જાતિસ્મરણજ્ઞાનમાં ‘જૈનંદ’ અથવા ‘જયંદ’ નામના ધાર્મિક ગુણોવાળા ભાઇ તરીકે સમ્યક્ પ્રતિભાસ અંતરથી આવ્યો છે એવા આ પૂર્વના સંસ્કારી, અસાધારણ વ્યક્તિત્વના ધારક, ઊંડા આત્માર્થીએ—નિજ આત્માના પ્રયોજન અર્થે ભગવત્કુંદકુંદાચાર્યનાં પંચપરમાગમોનો—મૂળ પ્રાકૃત ગાથાઓનો ગુજરાતી હરિગીત છંદમાં તથા સંસ્કૃત ટીકાઓનો ગુજરાતી ભાષામાં—સીધો, સરળ અને ભાવવાહી અનુવાદ કરીને સમગ્ર મુમુક્ષુ સમાજ ઉપર મહાન મહાન ઉપકાર કર્યો છે. તે અનુવાદોની શરુઆત પહેલાં તેમણે જે ‘ઉપોદ્ઘાત’ લખ્યા છે તે ઘણા જ તત્ત્વગંભીર, અધ્યાત્મરસભરપૂર, પરમાગમોના હાર્દને સ્પષ્ટપણે પ્રકાશનાર, ઊંડા અને આત્માર્થપ્રેરક છે. તેમના જીવનમાં પરમાગમો સહજપણે વણાઇ ગયા હોવાથી તેઓ વારંવાર કહે છે કે—‘આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો રસ્તો પ્રાપ્ત કરવો હોય તો પ્રવચનસાર, સમયસાર આદિ પંચપરમાગમનો—મૂળ શાસ્ત્રનો —ઊંડાણથી અભ્યાસ કરવો જોઇએ.’—એ એમનું હૃદય છે.
કુંદકુંદભારતીના પનોતા પુત્ર શ્રી હિંમતભાઇ અધ્યાત્મરસિક, વિદ્વાન અને ઊંડા આદર્શ આત્માર્થી હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત, ઊંડા તત્ત્વચિંતક અને વિવેકી સજ્જન છે, તથા કવિ પણ છે. તેમણે પંચપરમાગમોના ગુજરાતી અનુવાદ ઉપરાંત પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું જીવનચરિત્ર, સમયસાર-સ્તુતિ, સીમંધરજિન-સ્તુતિ, જિનવાણી- સ્તુતિ, સમવસરણ-સ્તુતિ, સદ્ગુરુદેવ-સ્તુતિ, માનસ્તંભ-સ્તુતિ, પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેન વિષે અધ્યાત્મ તેમ જ તત્ત્વરસથી તરબોળ સુમધુર કાવ્યો વગેરે ગદ્યપદ્યાત્મક અનેક રચનાઓ કરી છે. આવાં અનેક અધ્યાત્મરસપૂર્ણ કાવ્યો રચવાની
Page -11 of 256
PDF/HTML Page 29 of 296
single page version
આશ્ચર્યકારી કવિત્વશક્તિ તેમનામાં સહજ રહેલી છે. આ ભવ્ય રચનાઓ દ્વારા સમગ્ર મુમુક્ષુ જગત ખૂબ ખૂબ ઉપકૃત થયેલ છે. આ માટે શ્રી હિંમતભાઇનો જેટલો ઉપકૃતભાવભીનો આભાર માનવામાં આવે તેટલો ઓછો છે. પંચપરમાગમ જેવાં પવિત્ર શાસ્ત્રોનો અનુવાદ તેમણે સંપૂર્ણ નિઃસ્પૃહભાવે નિજકલ્યાણ અર્થે કર્યો છે. આ મહાન લોકોત્તર કાર્ય કરવાનું પરમ સૌભાગ્ય મળ્યું તે માટે તેઓ ખરેખર ઘણા જ અભિનંદનીય છે.
જેમની અંતઃપરિણતિ નિરંતર શુદ્ધાત્મ-અભિમુખ પ્રગતિ કરી રહી છે એવા આ, પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના મહાન કૃપાપાત્ર, ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો—પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી બહેનશ્રીની ઉપકારછાયાતળે—આપણને અમૂલ્ય સત્સમાગમ પ્રાપ્ત થયો છે તે આપણું મહાન પરમ સૌભાગ્ય છે. વર્તમાન જેમની અંતરંગ દશા આત્મસાક્ષાત્કારના પુરુષાર્થ તરફ સતત ઢળી રહી છે એવા આ ‘નિકટ મોક્ષગામી’ અને ‘નિકટ ભવી’ને આપણા સૌનાં શત શત હાર્દિક અભિવાદન.
આવા અનેક સદ્ગુણોના ધારક, આપણા આદરણીય પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ પ્રત્યે ઉપકૃતભાવભીનો અહોભાવ વ્યક્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. માગશર વદ ૮, વિ. સં. ૨૦૫૮,
ભગવત્કુંદકુંદ-‘આચાર્યપદારોહણ’ દિન
Page -10 of 256
PDF/HTML Page 30 of 296
single page version
વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ — જો એમ છે, તો જિનમાર્ગમાં બંને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે — એ કેવી રીતે?
ઉત્તરઃ — જિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો ‘સત્યાર્થ આમ જ છે’ એમ જાણવું; તથા ક્યાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને ‘આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પરંતુ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આમ પણ છે અને આમ પણ છે’ એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બંને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી.
પ્રશ્નઃ — જો વ્યવહારનય અસત્યાર્થ છે, તો તેનો ઉપદેશ જિનમાર્ગમાં શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
અર્થઃ — જેમ અનાર્યને – મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી આ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે — ‘व्यवहारनयो नानुसर्तव्यः’ અર્થાત્ નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
પ્રશ્નઃ — (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય — એ કેવી રીતે? તથા (૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો — એ કેવી રીતે?
Page -9 of 256
PDF/HTML Page 31 of 296
single page version
ઉત્તરઃ — (૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ. તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક- પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે ‘મનુષ્ય જીવ છે’, ‘નારકી જીવ છે’ ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણ- પર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે ‘જાણનારો જીવ છે’, ‘દેખનારો જીવ છે’ ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ; તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી તત્ત્વાર્થશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલ- સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું.
(૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જ જીવ કહ્યો. તેથી કાંઈ તે પર્યાયને જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ જીવ કહ્યાં તે કહેવામાત્ર જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ માનવી. સંજ્ઞા-સંખ્યાદિ ભેદ કહ્યા તે કહેવામાત્ર જ છે; પરમાર્થે તેઓ જુદા જુદા છે નહિ. આવું જ શ્રદ્ધાન કરવું. વળી, પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાંઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવા; કારણ કે પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે નહિ. આત્મા તો પોતાના ભાવ જે રાગાદિક છે તેમને છોડી વીતરાગી થાય છે, માટે નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અને વ્રતાદિકને કદાચિત્ કાર્યકારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા પણ તે કહેવામાત્ર જ છે. પરમાર્થે બાહ્યક્રિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું.
પ્રશ્નઃ — વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે?
Page -8 of 256
PDF/HTML Page 32 of 296
single page version
વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં પોતાને પણ વ્યવહારનય કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો તે કાર્યકારી થાય, અને જો નિશ્ચયની માફક વ્યવહાર પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે’ એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. એ જ પુરુષાર્થસિદ્ધ્યુપાયમાં કહ્યું છેઃ —
અર્થઃ — મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશે છે. જે કેવળ વ્યવહારને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે જે સાચા સિંહને ન સમજે તેને તો બિલાડું જ સિંહ છે, તેવી રીતે જે નિશ્ચયને ન સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે.
Page -7 of 256
PDF/HTML Page 33 of 296
single page version
નિશ્ચયવ્યવહારાભાસ-અવલંબીઓનું નિરૂપણ
હવે, નિશ્ચય-વ્યવહાર બન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએઃ —
કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે તે બન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળનિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે તો તેઓ નિશ્ચયનો અંગીકાર કરે છે અને જે પ્રમાણે કેવળવ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું? બન્ને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડ્યો પણ જતો નથી, તેથી ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
પરંતુ જિન-આજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર- મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
વળી તેઓ નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે. તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે...
Page 0 of 256
PDF/HTML Page 40 of 296
single page version
भव्यजीवमनःप्रतिबोधकारकं, पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं
शास्त्रं श्रीपंचास्तिकायसंग्रहनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधर-
देवास्तेषां वचनानुसारमासाद्य आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेव-
विरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु