Page 129 of 540
PDF/HTML Page 138 of 549
single page version
- પર્યાય (જે છે) એનું અસ્તિત્વ એક જ છે. દ્રવ્યનું અસ્તિત્વ જુદું અને ગુણ, પર્યાયનું અસ્તિત્વ જુદું
એમ નથી.
ઉત્પાદ, વ્યય ને ધ્રુવ. ઉત્પાદ - વ્યયમાં પર્યાય આવી, ધ્રુવમાં ગુણ આવ્યા. તેવી રીતે “દ્રવ્યનું અને
ઉત્પાદ વ્યય– ધ્રૌવ્યનું એક જ અસ્તિત્વ છે. “એમ સુવર્ણના દ્રષ્ટાંત પૂર્વક સમજાવવામાં આવે છે”.
અધિકરણરૂપે” આહા... હા..! સોનાની જે કુંડળ (આદિ) અવસ્થા થાય અને ગુણ રહે, એ તો કર્તા
દ્રવ્ય છે. સોનામાંથી (જે) ઉત્પાદ- વ્યય પર્યાય થાય, ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્ય કહ્યું છે પણ અહીંયા
ગુણ, પર્યાયની વાત છે. અસ્તિત્વમાં ગુણ, પર્યાય આવ્યા. સોનામાંથી જે દાગીનાની પર્યાય થાય, તેના
ઉત્પાદક સુવર્ણ સોનું છે. સોની નહીં આહા... હા! (શ્રોતાઃ) હથોડા-એરણ વિના કંઈ થાય?
(ઉત્તરઃ) હથોડો - એરણ કામ નથી કરતા અંદર! હથોડાની પર્યાય છે એનું કર્તા એનું દ્રવ્ય છે
હથોડા આમથી આમ થાય છે. એ પર્યાયનું કર્તા એનું દ્રવ્ય છે. આહા..! “કુંડળાદિ –ઉત્પાદોના,
બાજુબંધ આદિ વ્યયોના અને પીળાશ આદિ ધ્રૌવ્યોના” બાજુબંધ આદિનો વ્યય અને કુંડળ આદિનો
ઉત્પાદ, અને પીળાશ આદિ ધ્રુવ એ
જે કુંડળ (આદિ) થાય, બાજુ બંધ પર્યાય પહેલી એનો વ્યય થાય, અને પીળાશપણે ધ્રૌવ્ય રહે. એના
કર્તા-કરણ-સાધન (અધિકરણ) એ સોનું છે.
ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહેવું - એનો કર્તા- કરણ સુવર્ણ છે. એ સુવર્ણનો સ્વભાવ છે. ઝીણી વાત બહુ
બાપુ! આહા.. હા!
તેની પર્યાયનું કર્તા-કરણ - અધિકરણ છે.
જુદાં નહિ
Page 130 of 540
PDF/HTML Page 139 of 549
single page version
વ્યયો અને ધ્રૌવ્યોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી” એ સોનું જ તેને ધારણ કરે છે,
ત્રણેયને આહા... હા! “દ્રવ્યના અસ્તિત્વથી જ ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય
ન હોય તો ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે). ભાષા
તો જરી સાદી, પણ હવે તેને (સમજવું પડશે ને...!) આહા... હા!
સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા કુંડળાદિ – ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને
પીળાશઆદિ ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે – એવા સુવર્ણનું” જેની નિષ્પત્તિ છે (એટલે)
દ્રવ્યની-સુવર્ણની “એવા સુવર્ણનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ
છે; તેમ દ્રવ્યે ક્ષેત્રે, કાળે કે ભાવે ઉત્પાદ, –વ્યય–ધ્રૌવ્યોથી જે પૃથક જોવામાં આવતું નથી”. આહા...
હા.. હા! કર્તા - કરણ - અધિકરણ (રૂપે)’ .
છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવનો દ્રવ્ય કર્તા (છે). (અહીંયાં કહે છે કે) આ ઉત્પાદ, વ્યય, ને ધ્રુવ એ દ્રવ્યનો
કર્તા છે. આહા.... હા! જો ઉત્પાદની પર્યાય બહાર ન હોય, તો તો દ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. વાત
સમજાય છે આમાં? (મર્મ છે.) દ્રવ્યની એક - એક પર્યાય, અનાદિ- અનંત છે. એમાં વર્તમાન
પર્યાય પ્રગટ ન હોય, તો તો એનું કર્તા - કરણ (અધિકરણ) પણું દ્રવ્યમાં છે એ રહેતું નથી,.
સમજાય છે કાંઈ? એવી રીતે વાત સિદ્ધ કરી છે. કે જે ભૂતની ને ભવિષ્યની પર્યાયો તે દ્રવ્યમાં
શક્તિરૂપે રહી, પણ વર્તમાન પર્યાય છે એ જો દ્રવ્યમાં ભળી જાય, તો પર્યાય, દ્રવ્યનું કર્તા છે એ પણ
રહેતું નથી. આહા...! સમજાણું કાંઈ? જે અહીં પર્યાય થાય છે. પરમાણુ-સોનું (દ્રવ્યની) કુંડળ, એ
પર્યાય જો પ્રગટ ન હોય, તો સોનાની કર્તા તો એ પર્યાય છે, તો પર્યાય કર્તા ન રહે તો દ્રવ્ય જ સિદ્ધ
થતું નથી. આહા... હા! છે?
સ્વરૂપને ધારણ કરીને વસ્તુ છે તેનો ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એ ત્રણેય દ્રવ્યના કર્તા છે. આહા... હા...
હા! દ્રવ્યની ‘સિદ્ધિ’ એ ઉત્પાદ - વ્યય - ધ્રુવથી થાય છે. આહા... હા! ઘણો સિદ્ધાંત! જો પ્રગટ
પર્યાય ન હોય, અને વર્તમાન પર્યાય પણ અંદર ભળી જાય, તો દ્રવ્યની ઉત્પાદપર્યાય (વિના) કર્તા-
કરણ -સાધન દ્રવ્યને (સિદ્ધ) કરવા રહેતું નથી. તો દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. સમજાય છે કાંઈ?
(મર્મની વાત છે) આખું દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. કેમકે ઉત્પાદ છે જે છે - પ્રગટ પર્યાય જે છે એ
દ્રવ્યની કર્તા છે, પ્રગટપર્યાય છે એ દ્રવ્યનું કરણ-સાધન છે, પ્રગટપર્યાય છે એ દ્રવ્યનું અધિકરણ છે.
(એટલે) આધાર છે. ત્રણ કરણ લીધા છે (અહીં) આહા... હા... હા! ભાષા જરી ઓલી છે, પણ
સમજાય તેવી છે. (શ્રોતાઃ) મૂળ સાધન કહ્યું એ...! (ઉત્તરઃ) મૂળસાધન છે ઈ. (અહીંયાં)
મૂળસાધનપણે શબ્દ વાપર્યો છે. ઓલામાં (પહેલાં) બીજી રીતે વાપર્યો છે. દ્રવ્ય એનું કારણ
Page 131 of 540
PDF/HTML Page 140 of 549
single page version
શબ્દ વાપર્યો છે. ભાઈ! દ્રવ્ય, ઉત્પાદ-વ્યય-ધ્રુવનું (કર્તા-કરણ) સાધન છે. એમાં તો સાધારણ વાત
લીધી છે. આહા... હા! (વાત) ઝીણી છે, ધીરેથી - સમજવું! પ્રભુ, આ તો મારગ! વસ્તુ, જે છે, એ
ઉત્પાદ - વ્યય ને ધ્રુવની કર્તા છે, એ સાધારણ વાત કરી, અહીંયાં તો દ્રવ્ય, જે છે, એમાં ઉત્પાદ-
વ્યય-ધ્રુવ ન હોય, તો એ ઉત્પાદ - વ્યયને ધ્રુવ તો દ્રવ્યના કર્તા (કરણ-અધિકરણ) છે. (એ વિના)
દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા... હા... હા!
છે. ઈ તો ઓલામાં. ‘ચિદ્દવિલાસમાં’ આવ્યું છે ને..! ‘અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે.’
જે છે (એ પર્યાય બહાર ન હોય તો) દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા... હા! સમજાય છે કાંઈ....?
વેદાંત પર્યાયને માનતા નથી પ્રગટ. એકલું દ્રવ્ય (માને) આહા... હા... એ ધ્રુવ છે એને સિદ્ધ કરનાર
કોણ...? ધ્રુવ (ધ્રુવને) સિદ્ધ કરે..? એની જે પર્યાય છે. ઉત્પાદ- વ્યયની પર્યાય જે છે - એ તેને
સિદ્ધ કરે છે. “આ દ્રવ્ય” છે એને ઉત્પાદ- વ્યય સિદ્ધ કરે છે. પ્રગટપર્યાય જે છે એ દ્રવ્યને સિદ્ધ-
સાબિત કરે છે. બીજી રીતે લઈએ તો, આ તો અસ્તિત્વગુણની વ્યાખ્યા લીધી છે.
તેનો નિર્ણય થાય છે. અહીંયાં તો એ આત્માને કે પ્રત્યેક પદાર્થને (જો) ઉત્પાદ- વ્યય-ધ્રુવ ન હોય
તો એ ઉત્પાદ- વ્યવ-ધ્રુવ (તો) દ્રવ્યને સિદ્ધ કરે છે. (જો એ ન હોય તો દ્રવ્ય સિદ્ધ થતું નથી.) તો
ઉત્પાદ પર્યાય ન હોય, વ્યયપર્યાય ન હોય, ધ્રુવ ન હોય તો દ્રવ્ય સિદ્ધ કરનારું (કોઈ) રહેતું નથી.
આહા... હા... વેદાંત સર્વવ્યાપક માનીને પર્યાયને ઉડાવી દ્યે છે. પ્રગટ પર્યાય છે (નહીં), પ્રગટ
પરિણમન છે જ નહીં એમ માને છે. સમજાણું કાંઈ...? આહા... હા...!
હોય, તો એ પર્યાય (જ) દ્રવ્યને સિદ્ધ કરે છે. એ તો રહેતું નથી. આહા... હા...! ભાઈ, આવી વાતું
છે. નીચે છે જુઓ, (ફૂટનોટમાં) ઉત્પાદ- વ્યય- ધ્રૌવ્યો જ દ્રવ્યનાં કર્તા છે, (કરણ અને અધિકરણ
છે; તેથી ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યો જ દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે.) છે..? નીચે. આહા.. હા! અરે
ઉત્પાદ- વ્યયની પર્યાય ન હોયતો દ્રવ્યને સિદ્ધ ન કરે (ઉપરાંત) અરે, પૂર્વની પર્યાય વ્યય ન થાય
તો દ્રવ્યને સિદ્ધ ન કરે (એટલે વ્યય વિના દ્રવ્ય સિદ્ધ ન થાય.) અને એમાં કાયમ રહેનારું ધ્રૌવ્ય છે
એ ન હોય તો (પણ) દ્રવ્ય સિદ્ધ ન થાય. ધ્રૌવ્ય સત્ત્વ છે (સત્ત્વ વિના સત્ સિદ્ધ ન થાય). આ
ધ્રૌવ્ય દ્રવ્યને સિદ્ધ કરે છે. ધ્રૌવ્ય - ધ્રુવપણું એ કર્તા છે
Page 132 of 540
PDF/HTML Page 141 of 549
single page version
આવી વાતું છે હવે, કો ‘ભાઈ...! આવું ઝીણું છે. લોકોને સમજવામાં (અઘરું લાગે...!) (વેદાંત)
નિશ્ચયાભાસી થઈ ગ્યા છે. પ્રગટપર્યાય છે એને એણે માની નથી. સમજાય છે કાંઈ..? શ્રીમદે (શ્રીમદ
રાજચંદ્રે) કહ્યું છે. ‘પર્યાયને એણે માની નથી માટે વેદાંતી નિશ્ચયાભાસી છે. શ્રીમદમાં છે. (હાથનોંધ
૧. પૃ. ૧૭૩)
સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના, બંધમોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો
છે, તેમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી.”)
ચારિત્રની પર્યાય પ્રગટ પરિણમનમાં બહાર ઉત્પાદપણે ન હોય, તો એ (આત્મા) દ્રવ્ય જ સિદ્ધ થતું
નથી. અને પૂર્વની પર્યાયનો વ્યય ન થાય, તો (પણ) દ્રવ્ય સિદ્ધ થતું નથી. અને ધ્રુવપણું ન હોય તો
પણ દ્રવ્ય સિદ્ધ થતું નથી. આહા... હા... હા! ગજબ વાત છે...! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા
છે..!! થોડામાં પણ એટલું બધું સમાડી દીધું છે. આહા... હા.. કેટલું સમાડયું છે. એવી વાત હવે
(શ્વેતાંબરમાં ય નથી.) બત્રીસ સૂત્ર જેના ૩૧ હજાર શ્લોક..! વરસો - વરસ વાંચતા બે મહિના...!
એમાં પણ કંઈ (તત્ત્વ) નહી, પણ આ (તત્ત્વ) નહીં બાપા..! આ તો અંર્તપૂરણપરમાત્માસ્વરૂપ,
અખંડ એની પર્યાય ન હોય તો એને સિદ્ધ કરવાનું સાધન રહ્યું નહીં. તો તો દ્રવ્ય જ સિદ્ધ નહીં થાય.
આહા... હા.. હા...! દ્રવ્યગુણ ન હોય તો એ ઉત્પાદ- વ્યય-ધ્રુવની સિદ્ધિ થતી નથી. એ પહેલી વાત
આવી ગઈ. હવે અહીંયાં ઉત્પાદ- વ્યય-ધ્રુવ ન હોય, તો દ્રવ્ય સિદ્ધ થતું નથી. સમજાય છે કાંઈ
આમાં...? ભાષા તો સાદી છે હવે (ભાવભાસન કઠણ છે). એમ ભૂત ને ભવિષ્યની પર્યાય
વર્તમાનમાં (પ્રગટ) નથી. પણ વર્તમાનની પર્યાય, વર્તમાન પ્રગટ ન હોય ને અંદર હોય, તો એ દ્રવ્ય
જ સિદ્ધ થતું નથી. (એ પર્યાયને માને) એ નિશ્ચયાભાસી, મિથ્યાદ્રષ્ટિ છે. એવી વાત છે ભાઈ...!
સમજાય છે કાંઈ...? ઝીણી વાત બહુ ભાઈ...! આહા... હા... હા!
કરણ-સાધન ને અધિકરણ એમ ધ્રૌવ્ય પણ કર્તા-કરણ-સાધન ને અધિકરણ (છે). કોનું? કેઃ દ્રવ્યનું.
આહા... હા... હા!
(જાણવામાં) ન આવે તો (આ) ‘દ્રવ્ય છે’ એમ સિદ્ધ ક્યાંથી થયું? ‘દ્રવ્ય છે’ એમ આવ્યું ક્યાંથી?
આહા.. હા! ધી.. મેથી સમજવું. પર્યાય (એટલે) જે પ્રગટ પરિણમન (એ) ન હોય. તો ‘આ દ્રવ્ય
છે. એવું જાણ્યું કોણે? દ્રવ્ય તો
Page 133 of 540
PDF/HTML Page 142 of 549
single page version
દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા... હા...! આ પરિણમન તો વેદાંતે માન્યું નહીં. પ્રગટ. એ તો ધ્રુવ છે.
(કૂટસ્થ) એકલું જાવ. (રખડવા!) અહીંયા એ કહે છે. ઝીણી વાત છે ભાઈ!
પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. ભલે (એ પર્યાય) વ્યય થઈ પણ તે ‘સત્’ હતું ને...! “ઉત્પાદવ્યય–
ધ્રૌવ્યયુક્તં સત્” છે ને..! “વ્યય” પણ સત્ છે. એ પૂર્વની અવસ્થા “વ્યય” થઈ એ પણ દ્રવ્યને
સિદ્ધ કરે છે. “વ્યય” કર્તા-કરણ - સાધન ને અધિકરણથી દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા! એમ
પણ ઉત્પાદની પર્યાય કર્તા થઈને, સાધન થઈને, અધિકરણ થઈ ને દ્રવ્યને સિદ્ધ કરે છે. તેમ પ્રગટ
પર્યાય ગઈ (દ્રવ્યમાં) એ “વ્યય’ ની પર્યાય પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા! એ વ્યય કર્તા,
‘વ્યય’ સાધન, ‘વ્યય’ અધિકરણ (એટલે) આધાર એ પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. ત્રણ બોલ કર્તા-
કરણ - અધિકરણ, છ કારકમાં (અહીંયાં એ) ત્રણ લીધા છે, (અને) અહીંયાં કર્મકારક, સંપ્રદાનકારક
અને અપાદાનકારક નથી લીધા. બાકી અહીંયા તો ઓલા - પર્યાયોથી દ્રવ્યને સિદ્ધ કરવાની વાત છે
ને...! નહિતર તો પર્યાય જે છે એ ષટ્કારકપણે પરિણમતી ઉત્પન્ન થાય છે. પણ અહીંયાં તો પર્યાયથી
‘દ્રવ્ય’ સિદ્ધ કરવું છે. આહા... હા... હા..!
અધિકરણ છે. એમાં એક ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરી જાય. સમજાય છે કાંઈ?
છે.’ આહા... હા! ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તમ્ સત્’ એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યની સિદ્ધિ થાય છે.
દ્રવ્ય ત્યારે તેના લક્ષમાં આવે છે. અહીંયાં આત્મા ઉપર ઉતાર્યુ છે એટલા માટે (કહ્યું લક્ષમાં આવે છે)
બીજામાં (એટલે) બીજા દ્રવ્યોને કાંઈ લક્ષમાં આવે, એવું નથી. (આત્મદ્રવ્ય સિવાય) બીજા અન્ય
પાંચ દ્રવ્યમાં તો તેની પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રુવ તેમ સિદ્ધ કરે એટલું બસ. પણ (એ પર્યાયો) દ્રવ્યને
સિદ્ધ કરે છે એ જાણનાર છે આત્મા. શું કહ્યું એ? કેઃ બીજા અનંતા દ્રવ્યો જે જડ છે, એના ઉત્પાદ-
વ્યય ને ધ્રૌવ્ય (જે કર્તા - કરણ - સાધન - અધિકરણ દ્રવ્યના છે) એ કાંઈ એ (જડ) દ્રવ્ય જાણે
છે? એનું દ્રવ્ય જાણે છે? એ જડ (પર્યાય) જાણે છે? એ જાણનાર તો ભગવાન જ્ઞાન છે. એ જ્ઞાન
એમ જાણે છે કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય, કર્તા-કરણ ને અધિકરણ એ દ્રવ્યનું છે. એમ જ્ઞાન જાણે છે.
એમ પોતાનું જ્ઞાન પણ વર્તમાનપર્યાય જે પ્રગટ છે સમકિતની - જ્ઞાનની શાંતિની વગેરે, એ પર્યાય
ઉત્પાદ છે એ કર્તા- સાધન - કરણ અને અધિકરણ દ્રવ્યનું છે. આહા.. હા! હા! (શ્રોતાઃ)
મિથ્યાત્વના વ્યયથી દ્રવ્ય સિદ્ધ થાય ને...! (ઉત્તરઃ) ઉત્પાદ- વ્યય ને ધ્રુવથી દ્રવ્ય સિદ્ધ થાય છે.
મિથ્યાત્વનો વ્યય થાય છે, સમકિતની ઉત્પત્તિ અને દ્રવ્ય ધ્રુવપણે રહ્યું. એ ત્રણેય દ્રવ્યને સિદ્ધ કરે છે.
ઠીક પૂછયું એણે. એમ કે વ્યય મિથ્યાત્વને છે ને...! મિથ્યાત્વનો વ્યય, સમકિતની ઉત્પત્તિ, પ્રગટ
પર્યાયની ઉત્પત્તિ અને પ્રગટ પર્યાય હતી તેનો વ્યય, ધ્રુવનું ધ્રુવપણું એનો ભાવ
Page 134 of 540
PDF/HTML Page 143 of 549
single page version
આડે નવરાશ ન મળે! (તત્ત્વ સમજવાની) એ ભાઈ! (શ્રોતાઃ) એનાથી દ્રવ્ય સિદ્ધ થાય છે,
ઉત્પાદ-વ્યય - ધ્રુવથી દ્રવ્ય સિદ્ધ થાય છે. (ઉત્તરઃ) હા... હા! .. હા! એ દ્રવ્ય સિદ્ધ થાય છે. ઉત્પાદ-
વ્યય-ધ્રુવ (પણ) સિદ્ધ થાય છે. દ્રવ્યથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ સિદ્ધ થાય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવથી દ્રવ્ય
સિદ્ધ થાય છે. પહેલો અધિકાર ચાલ્યો ને...! (એમાં) દ્રવ્યથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ સિદ્ધ થાય છે એમ
કીધું. પછી અહીંયાં આ ટીકામાં હવે કહે છેઃ ઉત્પાદ - વ્યય - ધ્રુવથી, ઉત્પાદ - વ્યય - ધ્રુવ - કર્તા
- કરણ અધિકરણ (રૂપે) દ્રવ્ય સિદ્ધ થાય છે, કર્તાનું કાર્ય દેખાય છે ભલે કરણ લીધું નથી પણ એ
કર્તા દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા! બહુ ઝીણી વાત છે!
છે. આહા... હા! જેને ઉત્પાદનો પર્યાય પ્રગટ નથી તેને દ્રવ્ય સિદ્ધ નથી, એમ કહે છે. સમજાણું કાંઈ?
વેદાંત જેવી માન્યતા થઈ ગઈ. જેને પ્રગટ પર્યાય થઈ, એક સમયની પર્યાય પ્રગટ છે, એ (જે)
પર્યાય પ્રગટ છે એ સિદ્ધ કરે છે, જો પર્યાય પ્રગટ ન હોય તો દ્રવ્યને સિદ્ધ કરે કોણ? આહા... હા!
સમજાણું કાંઈ?
કર્યું. ધ્રૌવ્યથી દ્રવ્યના ધ્રુવસ્વરૂપને ધારણ કર્યું. આહા... હા...! અંતરની વાતું ઝીણી બાપુ બહુ...!
આહા... હા...! કેટલી... અમૃતચંદ્રાચાર્ય...! ગાથામાંથી ટીકા આવી કાઢી. આહા... હા.. હા...! કે
કુંદકુંદાચાર્યને આમ કહેવું છે. અને ભગવાન પાસેથી આ સાંભળ્યું છે...! ભગવાન પાસે આ સાંભળ્યું
છે. (વળી) કુંદકુંદાચાર્યના શ્લોકમાં આ છે. આ એની ટીકા કરીને દ્રવ્ય દુહે છે આ એનો ભાવ છે.
આહા... હા..
‘દ્રવ્ય છે’ એમ જાણ્યું કોણે...? આત્મામાં છે એમ એને જાણવાનું નથી. બીજાનું તો અસ્તિત્વ છે જ
એ ઉત્પાદ એનો કર્તા ને દ્રવ્ય એનું કાર્ય. એવું આ જ્ઞાન જાણે. એટલે કહે છે કે આ જે પર્યાય ઉત્પન્ન
થાય છે, એ પર્યાય એના પરમાણુને સિદ્ધ કરે છે. એને જ્ઞાન જાણે છે. શું કીધું સમજાણું...? આ ભાષા
બોલાય છે. એ ભાષાની પર્યાય છે, એ ઉત્પાદ છે. પૂર્વની વર્ગણાનો વ્યય છે. ગુણ ધ્રુવ છે. એ
ભાષાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ પરમાણુદ્રવ્યને સિદ્ધ કરે છે. એમ જાણે છે કોણ...? “જ્ઞાન” એ
શબ્દ-ભાષાને તો ખબરે ય નથી) કે અમે શું છીએ..?) વસ્તુનું સ્વરૂપ આમ છે. પણ એનું જ્ઞાન
કોને છે...? જ્ઞાન જાણે... આહા... હા..! એટલે આ પર્યાય જે ઉત્પન્ન થાય છે. એ પર્યાય એના
પરમાણુ (દ્રવ્ય) ને સિદ્ધ કરે છે. એને જ્ઞાન જાણે છે. આહા... હા... આ વ્રત કરોને... ભક્તિ કરોને...
પૂજા કરો... ને ઉપવાસ કરોને...!! વખત (એળે ગાળ્યો).
‘છે’ વિકૃત થઈ જાય, વિભાવ થઈ જાય...? છે ને? પહેલાં (ટીકામાં) આવી ગ્યું છે ને...! ક્યાં
આવ્યું છે. જુઓ,
Page 135 of 540
PDF/HTML Page 144 of 549
single page version
નિરપેક્ષ હોવાને લીધે અનાદિ – અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને
લીધે ‘વિભાવધર્મ’ થી વિલક્ષણ હોવાથી.” અસ્તિત્વ છે. છે’ એમાં વિભાવ શું આવે...?
અસ્તિત્વમાં વિભાવ આવે તો વિપરીત થઈ જાય, તો અસ્તિત્વ વિપરીત થઈ જાય..? એટલે
અસ્તિત્વ ‘નથી’ એમ થઈ જાય...? શું કીધું ઈ...? અસ્તિત્વ નામનો જે ગુણ છે, એ વિભાવ રૂપે
થતો નથી. ‘છે’ એને વિભાવરૂપે થવું એટલે શું...? ‘છે’ એને વિપરીતરૂપે થવાય...? ‘છે’ નું
‘નથી’ થઈ જાય...? આહા... હા...! બીજા ગુણો હીણી (અવસ્થા) રૂપે પરિણમે, પણ આ અસ્તિત્વ
નામનો ગુણ છે એ ‘છે’ એ વિભાવ કે ‘નથી’ એમ થાય...? વિભાવનો અર્થ તો એ થ્યો કે ‘છે’
એ ઘટી ગ્યું. ‘છે’ એમાં ઘટે શું.... ને વધે શું...? આહા... હા!
કરવા ખાતર આવું થાય..! આહા... હા... હા! હજી એમ કહે કે વ્યવહારથી નિશ્ચય છે એમ માનતા
નથી, નિમિત્તને બિલકુલ કર્તા માનતા નથી, એમ કહે છે એ વાત બરાબર છે. નિમિત્ત છે એમ માને
પણ નિમિત્ત (કંઈ કરે નહીં) તો નિમિત્ત નકામું ગ્યું. તો નિમિત્ત કહે છે શું કરવા...? પણ એતો
વસ્તુ છે બીજી. બીજી ચીજ છે એ બીજી ચીજ અહીં કાંઈ કરે છે, એના ઉત્પાદને (પણ) એ ઉત્પાદ
તો (એનું) દ્રવ્ય કરે છે. અને એના ઉત્પાદથી તો દ્રવ્યની સિદ્ધિ છે. નિમિત્તના ઉત્પાદથી દ્રવ્યની સિદ્ધિ
છે...? (કદી ન હોય.) આહા... હા.. આવું છે. ભાષા તો સાદી છે, પ્રભુ..! ધીમે ધીમે સમજાય એવું
છે. ન સમજાય એવું નથી. એ ભાઈ...! બાને ઠીક છે હમણાં, આ મહિનો થ્યો,... વૈશાખ સુદ
અગિયારસે આવ્યા છે ને...! મહિનો થ્યો. આહા..હા! ઓલાને બાર મહિના થ્યા, નાઈરોબીમાં, મંદિરનું
મુહૂર્ત...! જેઠ શુદ-૧૧ થ્યું છે ત્યાં. પંદર લાખ (ખર્ચીને) દિગંબર મંદિર (બને છે) આફ્રિકામાં
દિગંબર જૈન મંદિર કોઈ દી’ બે હજાર વરસ થયાં ન હોતું.
બધા દેશમાં હતું પણ અત્યારે તો આ સ્થિતિ છે. અનાર્ય જેવો દેશ થઈ ગ્યો... આહા... હા...!
મૂળસાધન તરીકે નહોતું. કારણ કે તેમાં દ્રવ્યનું અસ્તિત્વ તો છે ઉત્પાદ- વ્યય - ધ્રુવપણે કરે છે. (ત્યાં
ટીકામાં આમ છે
કારણ કે સાધન આ છે. ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યથી દ્રવ્ય છે એ સાધન છે. (મૂળસાધનપણે’ ઓલામાં શબ્દ
નહોતો. દ્રવ્ય જે છે ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યપણે થાય (ત્યાં) મૂળસાધનપણે એમ નહોતું. ન્યાય
સમજાય છે આમાં? આંહી એ સાધન કહ્યું
Page 136 of 540
PDF/HTML Page 145 of 549
single page version
આ... હા... એ વાત થઈ ચૂકેલી છે વંચાઈ ગ્યુ ત્યારે “મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે
અસ્તિત્વ છે.” વસ્તુ છે તેનું હોવાપણું એનું મૂળસાધન ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય છે. આહા... હા... હા
એનાથી સિદ્ધ થાય છે તે દ્રવ્ય! ‘મૂળસાધન’ તો એ છે. હવે એ પર્યાયને ન માને (એને) મૂળસાધન
તો રહે નહિ! હેં! આહા... હા... હા...! દ્રવ્યને સિદ્ધ કરવા (એટલે) દ્રવ્યનો અનુભવ કરવા માટે પર્યાય
પ્રગટ છે. એ નથી તો તો એ રહ્યું નહીં એ લોકો તો (વેદાંત) એમ કહે છે ને... આત્માનો અનુભવ એ
શું વળી, તો તો દ્વૈત થઈ ગયું! આત્માનો અનુભવ શું? આત્મા છે બસ! પણ અહીંયાં તો કહે છે કે
‘છે’ એનો જે અનુભવ થાય પર્યાયમાં ત્યારે ‘છે’ એવું ખ્યાલમાં આવે. કારણ પરમાત્મા છે આહા...
હા..! (કોણ?) ભગવાન ત્રિકાળી આનંદનો નાથ, સચ્દિાનંદ પ્રભુ! સનાતન સત્ય ધ્રુવ છે. એનું એ
તરફ ધ્યાન ગયા વિના, તે તરફ શ્રદ્ધા ગયા વિના આ કારણ પરમાત્મા નિત્ય ધ્રુવ છે એ કોણ નક્કી
કરે? (એ જ્ઞાન-શ્રદ્ધા-ધ્યાનની પર્યાય નકકી કરે છે)
કહ્યું છે ને....! (છપદના પત્રમાં)... ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળજ્ઞાન થયુ છે;
ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્ત્તે છે... શ્રદ્ધા થતાં કેવળજ્ઞાન થયું
એટલે કેવળજ્ઞાન તો હતું જ્ પણ શ્રદ્ધા થઈ ત્યારે ‘કેવળજ્ઞાન છે’ એમ આસ્થા આવી. આહા... હા...!
“એવા દ્રવ્યનું –મૂળસાધનપણે” એમાં (ટીકામાં ત્રણ બોલમાં) કરણમાં (એટલે) સાધન તો આવ્યું’
તું. શું કીધુ? કાંઈ સમજાણું.? કર્તા-કરણ-અધિકરણ કહ્યું તેમાં સાધન તો આવ્યું તું. છતાં વિશેષ આ
સાધન કે જે દ્રવ્ય છે ઉત્પાદ - વ્યય- ધ્રૌવ્યનું કર્તા - કરણ ને સાધન ને અધિકરણ છે, એ કરતાં
(વિશેષ) ઉત્પાદ- વ્યય - ને ધ્રૌવ્ય એ દ્રવ્યનું સાધન છેે મૂળસાધન છે. આહા... હા!
વ્રત કરો. ભગવાનની પૂજા કરો. રથ કાઢો... પંચ કલ્યાણક કરો. અરે કાઈ એમાં, કરો... કરો તો
મિથ્યાત્વ છે સાંભળને. કરવાની બુદ્ધિ એ જ મિથ્યાત્વ છે. અર... ર...! ત્યારે તો...! ગજબ વાત
બાપુ! ભાવ હોય શુભ! કે આવું હોય ઈ. પણ એ શુભભાવ વિકૃત છે. એનાથી આત્માની સિદ્ધિ ન
થાય. આ ‘આત્મા આવો છે’ એમ એ વિકૃત (અવસ્થાથી) ન થાય. એનો અવિકૃતસ્વભાવ જે નિર્મળ
(છે) એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ આદિની જે નિર્મળપર્યાય, તેનાથી દ્રવ્યનું ભાન થાય, તેથી તેને
‘મૂળસાધન’ ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્યને કીધું. આહા... હા...હા... હા.! ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્ય તે દ્રવ્ય છે
ત્યાં તેને મૂળસાધન ન કહ્યું ભાઈ! શું કહ્યું? કે દ્રવ્ય - વસ્તુ છે એ ગુણ, પર્યાયનાં કર્તા- કરણ-
અધિકરણ-સાધન છે એમ (પહેલા) આવી ગયું છે ને...! પણ ‘મૂળસાધન’ ત્યાં શબ્દ વાપર્યો નથી.
(શ્રોતાઃ) ત્યાં કરણ કહ્યું છે પણ ‘મૂળસાધન’ કહ્યું નથી... (ઉત્તર;) હા... સાધન-કરણ તો આવી ગયું છે
Page 137 of 540
PDF/HTML Page 146 of 549
single page version
સ્વરૂપ ધારણ કરે છે. દ્રવ્યનાં સ્વરૂપને જણાવે છે એ આથી ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યથી જણાવે છે. તેથી તે
‘મૂળસાધન’ છે. આહા... હા... હા... હા...!
પૂરણ સ્વરૂપ બિરાજે છે, અનંત - અનંત ગુણના પૂર્ણ (પિંડ) રૂપે દ્રવ્ય પ્રભુ બિરાજે છે, જેને કારણ
પરમાત્મા કહો, પંચમભાવ કહો, જ્ઞાયક કહો, ભૂતાર્થ કહો, (સંદેશ અસ્તિત્વ કહો.) (એકાર્થ છે.)
આહા... હા...! એને - દ્રવ્યને, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય (સિદ્ધ કરે છે) (કોને...?) આત્મા ને, આપણે
આત્મામાં ઉતારવું છે. હો! બીજા જડ-અનંતા દ્રવ્યો છે. પણ એ બીજા કાંઈ જાણે છે? ‘મૂળસાધન’
આ દ્રવ્યનું છે, એ બીજા જડ- દ્રવ્યો (કાંઈ) જાણે છે? જો કે જડને માટે સાધન તો આ જ છે.
ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય તે દ્રવ્યની સિદ્ધિ કરવાનું સાધન છે. પણ એને (જડને) ક્યાં ખબર છે? ખબર
કરનાર તો ભગવાન આત્મા છે. આહા...! (આત્મા જાણે છે કે) મારું દ્રવ્ય તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી
છે અને બીજાના દ્રવ્ય એના ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યથી છે. આહા... હા...! હવે આવી વાતું હોય
સોનગઢની (લોકો કહે છે) એકાંત છે ને આ છે, બિચારા કહે...! ખબર ન મળે તત્ત્વની, આહા..!
જિંદગી ચાલી જાય છે બાપા! આહા! અરે! અનાદિ - અનંત કાળમાં- વચ્ચમાં આવ્યો એક
(મનુષ્યનો) ભવ (પણ) ભવના અભાવ કરવા માટેનો આ ભવ છે. આ તો. આહા... હા... હા...
હા..!! (શ્રોતાઃ) તોજ ભવ સફળ થયો કાંઈ કહેવાય...? (ઉત્તર;) ત્યારે તેને મનુષ્ય કહેવાય.
‘જ્ઞાયક ઈતિ મનુષ્ય;’ મનુષ્ય એને કહીયે કે જે જાણવાનું. કાર્ય કરે. આહ... હા..! આ કોને જાણવાનું
કાર્ય કરે? કે (આત્મ) દ્રવ્યને (બીજાને નહિ) અને તે ઉત્પન્ન થઈ જે જ્ઞાન, દર્શન શાંતિ આદિની
પર્યાય, એ ‘મૂળસાધન’ (આત્મ) દ્રવ્યને સિદ્ધ કરવાનું (સાધન) છે, આહા.... હા... હા...! આમાં
કાંઈક’ ય ફેર પડે તો આખા તત્ત્વનો ગોટો ઊઠે. (એટલે કે આત્મા ન જણાય.) સમજાણું કાંઈ.?
ધ્રૌવ્યોનું અસ્તિત્વ છે, ધ્રુવનું નહીં ધ્રુવપણું છે તે દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા... હા...! ‘ધ્રુવપણું’
છે તે દ્રવ્ય ને સિદ્ધ કરે છે, આહા... હા... આવી વાત...!
અને ધ્રૌવ્યોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે.” આહા... હા... હા... હા! શું પણ થોડા
શબ્દોમાં..! (તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ..!) સંતોએ જગતને, દ્રવ્યની પ્રસિદ્ધિ, ‘મૂળસાધન’ તરીકે કહી (છે)
આહા... હા..! એમ આત્મામાં પણ ગુણો સમ્યગ્દર્શન, જ્ઞાન આદિની પર્યાય અને મિથ્યાત્વની
(પર્યાય) નો વ્યય, એ એની (પર્યાય જે) ઉત્પન્ન થઈ એ (આત્મ) દ્રવ્યનાં ‘મૂળસાધન’ તરીકે
પ્રસિદ્ધિ કરે છે. ‘છે’ એની પ્રાપ્તિ, ‘છે’ એનો નિર્ણય (‘છે’ એની સિદ્ધિ) એ કરે છે. ‘છે’ એનો
નિર્ણય, ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય કરે. આહા... હા...! સમજાણું કાંઈ? થોડુ
Page 138 of 540
PDF/HTML Page 147 of 549
single page version
લીટી) “નિરપેક્ષ હોવાને લીધે અનાદિ– અનંત હોવાથી” છે ને...! “તથા અહેતુક” અનાદિ-અનંત
છે તેને હેતુ કોણ...? આહા.... હા... હા... વળી એને ઉત્પાદ- વ્યય ને ધ્રૌવ્ય સાધન (હેતુ) કહ્યું! પણ
એ તો ‘મૂળસાધન’ પણે છે’ આહા... હા... હા...! કેટલું લોજીક નાખ્યું છે. ન્યાયથી (કહ્યું છે પણ)
માણસો મધ્યસ્થ થઈને (સમજતા નથી કે) શાસ્ત્રનો આશય શું છે! એ કાઢે! સમજે નહી ને
આડાઅવળા ગોટા કરીને અર્થ ઊભા કરે. આહા... હા...! એ સોનગઢનો સિદ્ધાંત એકાંત છે. એકાંતે,
એકાંત છે એમ કહેવાનું જૈનધર્મમાં બહુ સહેલું થઈ ગયું! અરે ભગવાન બાપુ. તારુ એકાંત તું કહેવા
જઈશ? નિર્મળ પર્યાય તે દ્રવ્યને પહોચે! એ તો આપણે આવી ગયું ને...! નિર્મળ પર્યાય તેને -
દ્રવ્યને પકડે છે. રાગ ત્યાં છે માટે તે સાધન નથી. એમ આવી ગયું છે પહેલાં આમાં. ભગવાન
મહાપ્રભુ! એક સમયના પરમાત્મસ્વરૂપે જ પ્રભુ છે. પરમાત્મ સ્વભાવ એનો હીણો ઓછો અધિક છે
નહિં. એનું સિદ્ધપણું-તેની સમ્યગ્દર્શનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં જે અનાદિ અનંત છે એમ (દ્રવ્ય)
સિદ્ધ થાય છે. અહીંયાં તો અસ્તિત્વગુણની વાત કરી છે પણ આ તો આત્મા ઉપર (ઉતાર્યુ છે) “અહેતુક
એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે” જોયું? પરિણતિએ પરિણમતું હોવાને લીધે (એટલે
પર્યાય) એમ પણ ધ્રુવદ્રવ્ય એમ નહીં”
પરિણમે છે, પર્યાયમાં પણ અંશરૂપે (છે) પણ એ દ્રવ્ય, ગુણ ને પર્યાય એક જ છે બધું આહા... હા..
હા... હા...! ભાઈ, અમારે ધરમ કરવો જોઈએ; આ વાતને શું? બાપુ, ધરમ કરવો હોય ત્યારે (તો
સમજવું પડશે કે) ધરમ કરનાર કોણ? એ પર્યાય છે કે દ્રવ્ય? અને કયા દ્રવ્યને આશ્રયે એ પર્યાય
થાય? એની ખબર ય નહીં ને ધરમ થાય ક્યાંથી તને?
સમ્યગ્દર્શન (પર્યાય) દ્રવ્યને સિદ્ધ કરે છે, કે આ અંશ છે એ આખા દ્રવ્યનો છે. આહા... હા... હા...
હા!!
‘નથી’ એમ થાય તો વિભાવ થાય. પણ ‘નથી’ એમ થાય ક્યાંથી એમાં? આહા.... હા... હા...
અસ્તિત્વગુણ પણ વિભાવધર્મથી ભિન્ન પ્રકારનો’ છે.
ગુણ પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. શું કીધુ
Page 139 of 540
PDF/HTML Page 148 of 549
single page version
થાય છે. એક વાત. અને દ્રવ્ય ગુણ-પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. બીજી વાત સંયુક્ત કર્યુ! સંયુક્ત જ
છે.
નીપજે છે.” અને “દ્રવ્ય ઉત્પાદ વ્યય – ધ્રૌવ્યોથી નીપજે છે. આહા... હા... હા..! તત્ત્વજ્ઞાન ઝીણું!
વીતરાગનું તત્ત્વજ્ઞાન બાપુ ઝીણું બહુ! સર્વજ્ઞ પરમેશ્વરે જેવું જોયું છે (ને) જેવું સ્વરૂપ છે તેવું કહ્યું
છે. એણે કર્યુ નથી કાંઈ કોઈ બીજા દ્રવ્યનું (જેને) કહ્યું છે એનું ય કર્યુ નથી. આહા.... હા... હા..!
એમ ભાષા પણ એણે કરી નથી. આહા... હા...! છતાં એમ કહેવાય કે એમણે જેવું જાણ્યું એવું કહ્યું
કહેનારની ભાષાની પર્યાય, તો જડને (પરમાણુ દ્રવ્યને) સિદ્ધ કરે છે. એ કાંઈ ભગવાનને સિદ્ધ નથી
કરતી કે આ ભગવાનની ભાષા છે...! ભાષાના ગુણ પર્યાય, ભાષાના પરમાણુને સિદ્ધ કરે છે.
ભાષાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય, ભાષાના પરમાણુ ને સિદ્ધ કરે છે. આહા... હા... આવું છે!
વસ્તુ છે એમ નકકી કર્યુ.
Page 140 of 540
PDF/HTML Page 149 of 549
single page version
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।। ९७।।
उपदिशता खलु धर्म जिनवरवृषभेण प्रज्ञप्तम् ।। ९७।।
–એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
(સર્વ દ્રવ્યો), લક્ષિત થતાં હોવા છતાં સર્વ દ્રવ્યોનું, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં
પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું, ‘સત્’ એવું જે સર્વગત સામાન્ય
લક્ષણ - ભૂત સાદ્રશ્ય - અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું. એ રીતે ‘સત્’ એવું કથન અને ‘સત્’
એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન
હોય) તો કોઈક પદાર્થ સત્ (હયાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો
જોઈએ, કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો વિરુદ્ધ
જ છે. અને આ (‘સત્’ એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે,
વૃક્ષની જેમ.
----------------------------------------------------------------------
૨. સર્વગત=સર્વમાં વ્યાપનારું.
૩. વ્યાવૃત્ત=જુદું; છુટું; ભિન્ન.
૪. પરામર્શ=સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.
Page 141 of 540
PDF/HTML Page 150 of 549
single page version
કરે છે, તેમ ઘણાં બહુવિધ દ્રવ્યોને પોતપોતાના વિશેષલક્ષણભૂત સ્વરૂપ- અસ્તિત્વના અવલંબનથી
ઊભું થતું જે અનેકત્વ તેને સામાન્ય લક્ષણભૂત સાદ્રશ્યદર્શક ‘સત્’ પણા વડે (‘સત્’ એવા ભાવ
વડે, હોવાપણા વડે, ‘છે’ પણા વડે) ઊભું થતું એકત્વ તિરોહિત કરે છે. વળી જેમ તે વૃક્ષોની
બાબતમાં, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક વૃક્ષપણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં
(પોતપોતાના) વિશેષલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે
પ્રકાશમાન રહે છે - (આબાદ રહે છે, નષ્ટ થતુ નથી), તેમ સર્વ દ્રવ્યોની બાબતમાં પણ,
સામાન્યલક્ષણભૂત્ સાદ્રશ્યદર્શક ‘સત્’ પણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં
(પોતપોતાના) વિશેષલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે
પ્રકાશમાન રહે છે. (ઘણાં (અર્થાત્ સંખ્યાથી અનેક) અને બહુવિધ (અર્થાત્ આમ્રવૃક્ષ, અશોકવૃક્ષ
ઇત્યાદિ અનેક પ્રકારનાં) વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ-અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ-અસ્તિત્વની
અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે. પરંતુ વૃક્ષપણું કે જે સર્વ વૃક્ષોનું સામાન્ય લક્ષણ છે અને જે
સર્વવૃક્ષોમાં સાદ્રશ્ય (સમાનપણું) બતાવે છે તેની અપેક્ષાએ સર્વ વૃક્ષોમાં એકપણું છે; આ એકપણા ને
મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે; તેવી રીતે ઘણાં (અર્થાત્ અનંત) અને બહુવિધ (અર્થાત્
છ પ્રકારનાં) દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ- અસ્તિત્વ ભિન્ન-ભિન્ન હોવાથી સ્વરૂપ-અસ્તિત્વની અપેક્ષાએ
તેમનામાં અનેકપણું છે, પરંતુ સત્પણું (-હોવાપણું, ‘છે’ એવો ભાવ) કે જે સર્વ દ્રવ્યોનું સામાન્ય
લક્ષણ છે અને જે સર્વ દ્રવ્યોમાં સાદ્રશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે. આ
એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે. વળી આ પ્રમાણે જયારે સામાન્ય સત્પણાને
લક્ષમાં લેતાં સર્વ દ્રવ્યોના એકત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થાય છે, ત્યારે પણ તે (સમસ્ત
દ્રવ્યોનું સ્વરૂપ - અસ્તિત્વ સંબંધી) અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે.) (આ પ્રમાણે સાદ્રશ્ય
- અસ્તિત્વનું નિરૂપણ થયું) ૯૭.
----------------------------------------------------------------------