Pravachansar Pravachano (Gujarati). Date: 18-06-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 22 of 44

 

Page 266 of 540
PDF/HTML Page 275 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૬
પ્રવચનઃ તા. ૧૮–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૦ ગાથા. ટીકા ફરીને.
ટીકાઃ– “ખરેખર સર્ગ સંહાર વિના હોતો નથી.” દરેક દ્રવ્યમાં પર્યાયની ઉત્પત્તિ વિના સંહાર
હોતો નથી. સર્ગ (અર્થાત્) ઉત્પત્તિ સંહાર વિના હોતી નથી. સમકિતની ઉત્પત્તિ મિથ્યાત્વના નાશ
વિના હોતી નથી. આહા... હા! સર્ગ એટલે ઉત્ગત્તિ, સમકિત (પર્યાયની) ઉત્પત્તિ સંહાર વિના
(એટલે) મિથ્યાત્વ (પર્યાય) ના નાશ વિના હોતી નથી. આ તો દ્રષ્ટાંત (થયું.) બધા સિદ્ધાંત (માં
લાગુ પડે છે.) “અને સંહાર સર્ગ વિના હોતો નથી.” સંહાર પણ ઉત્પત્તિ ન હોય ને સંહાર હોય
એમ બને નહીં. (સર્ગ હોયને) સંહાર ન હોય એમ બને નહીં. ઉત્પત્તિ હોય (છે તેથી) “સંહાર સર્ગ
વિના હોતો નથી.”
નાશ થાય એ ઉત્પત્તિ હોય તો નાશ થાય. એટલે ઉત્પત્તિ સંહાર વિના નહી ને
સંહાર ઉત્પત્તિ વિના નહી. મિથ્યાત્વનો નાશ, સર્ગ વિના નામ સમકિતની ઉત્પત્તિ વિના હોતો નથી.
આહા... હા! “સુષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી.” સમકિતની ઉત્પત્તિ એ સૃષ્ટિ, અને
સંહાર (એટલે) પૂર્વે (નો) મિથ્યાત્વનો નાશ, એ વિના (અર્થાત્) સુષ્ટિને સંહાર સ્થિતિ વિના હોતાં
નથી. (વળી) સુષ્ટિ ને સંહાર સ્થિતિ વિના હોતાં નથી. એટલે? સમકિતથી ઉત્પત્તિ, મિથ્યા ત્વનો
નાશ, (એ) ધ્રુવ વિનાં હોતા નથી. સ્થિતિ, સર્ગને સંહાર વિના હોતી નથી. અને ધ્રુવ જે છે - ટકવું
જે છે તે પણ ઉત્પાદ ને વ્યય વિના હોતા નથી. આહા... હા! બહુ સિદ્ધાંત!! એમાં તો મહાસિદ્ધાંત
કીધા!!
(કહે છે કેઃ) જે કંઈ દ્રવ્ય છે. તે સમયમાં તેની જે પર્યાય ઉત્પન્ન થાય, એ પરને લઈને નહીં.
(એટલે કે) સંહાર વિના ન થાય. પણ પરને લઈને (તો) નહીં. (અર્થાત્) પૂર્વની પર્યાયના વ્યય
વિના-ઉપાદાનકારણના ક્ષય વિના, ઉપાદેયપર્યાય - નવી (પર્યાય) થાય નહીં. મિથ્યાત્વ છે તે ઉપાદાન
છે, એના ક્ષય વિના-સંહાર વિના, સમકિતની ઉત્પત્તિ હોય નહીં. તો સમકિતની ઉત્પતિ પરથી હોય,
એ વાત હોય નહીં. આહા... હા! દેશના - નિસર્ગજ, અધિગમજસમકિત કહે છે ને...! અધિગમ જ
સમકિત! અહીંયાં કહે છે કે ઈ પર્યાય પોતાથી થઈ છે બીજાથી-ગુરુથી નથી થઈ. ભલે બે પડયા
(સમકિતના) નિસર્ગજ અને (અધિગમજા). પણ જે પર્યાય થઈ છે સમ્યગ્દર્શનની એ... પર વિના
થઈ છે. પર વિના (જા થઈ છે. આહા.. હા! ક્ષાયિક સમકિતની પર્યાય થાય છે. ત્યારે કહ્યું કે
નિમિતને કાળે (ઈ) થાય છે. અહીંયા કહે છે કે ઈ નિમિત્ત વિના ઈ પર્યાય થાય છે. ક્ષાયિક સમકિત
સમોસરણમાં થાય, કે શ્રુતકેવળીની સમીપે (થાય.) ભલે (એ) સંપન્ન છતાં એનાથી ન થાય. ક્ષાયિક
સમકિત શ્રુતકેવળી તે તીર્થંકરના સમીપથી ન થાય. આહા... હા! (સમકિતના ભેદ) અધિગમજ ને
નિસર્ગજ કીધાં તો અધિગમથી ન થાય એમ કીધું. અહીંયાં તો ઈ તો એક નિમિત્તનું જ્ઞાન કરાવ્યું.
બાકી થાય છે ઈ પોતાને કારણે ઈ પર્યાય ઉત્પન્ન થાય છે (સમકિતની) આહા... હા! આ ફરીને લીધું

Page 267 of 540
PDF/HTML Page 276 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૭
છે! (ગાથા સોની ટીકા.) હવે નીચે (ટીકાના બીજો પેરેગ્રાફ).
(અહીંયા કહે છે કેઃ) “જે સર્ગ છે તે જ સંહાર છે” જે ઉત્પત્તિ છે તે જ સમયે સંહાર હોય
છે. એટલે તે જ સંહાર છે એમ કીધું. સમકિતની ઉત્પત્તિ છે તે જ મિથ્યાત્વનો સંહાર છે. તે જ સમયે
(બન્ને) છે. આહા... હા! ધરમની ઉત્પત્તિ છે તે જ સમયે અધરમનો વ્યય નામ નાશ છે. આહા... હા!
“જે સંહાર છે તે જ સર્ગ છે.” જે સંહાર છે, જે મિથ્યાત્વનો નાશ છે તે જ ઉત્પત્તિ-સમકિતની ઉત્પત્તિ
તે જ સમયે છે. તે જ સમયે છે માટે તે જ છે. આહા... હા! “જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે”
સમ્યગ્દર્શન નામ સર્ગ-ઉત્પત્તિ અને મિથ્યાત્વનો સંહાર એ જ સ્થિતિ છે. એ વખતે જ એનું ધ્રુવપણું
હોય છે. આહા...હા! દરેક દ્રવ્યની વાત છે આ તો સમકિતની વાત (દ્રષ્ટાંત તરીકે) કરીએ છીએ.
આહા...હા!
(શું કહે છે? કેઃ) “પર વિના કાંઈ થાય નહીં” એમ જે અત્યારે (લોકોનો) પોકાર છે.
(વળી તેઓ કહે છે) નિમિત્ત કારણ હોય ત્યારે કાર્ય થાય. એમ જે (લોકો) કહે છે એનો આ
(ગાથાનો બોધ) વિરોધ કરે છે. એની પર્યાય જે થાય છે, ચાહે તો શરીરની હો કે વાણીની હો કે
(ચાહે) કર્મની હો (અરે,) રાગની હો, રાગની ઉત્પત્તિ પણ આત્માનો સ્વભાવ છે. (એમ દરેક પર્યાય
પોતાના સ્વભાવથી થાય છે). કેમ કે દ્રવ્ય સદાય પોતાના સ્વભાવમાં રહે છે. અને સ્વભાવ તે
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. તો ઉત્પાદમાં રાગ ને મિથ્યાત્વ પણ આવી ગ્યું. આહા... હા!
મિથ્યાત્વનો ઉત્પાદ (છે એ) પહેલી મિથ્યાત્વની પર્યાયના સંહાર વિના, મિથ્યાત્વની ઉત્પત્તિ નહીં. એ
મિથ્યાત્વની ઉત્પત્તિ, પહેલા મિથ્યાત્વનો સંહાર (એ બન્ને) ધ્રુવ વિના નહીં. ત્રણેય એ ત્રણેય થઈને
દ્રવ્યનો સ્વભાવ છે, એમ કહે છે. કોઈ કહે કે’ ભઈ મિથ્યાત્વ ને રાગ દ્વેષ જીવનો સ્વભાવ નથી, ઈ
તો કઈ અપેક્ષાએ? ઈ તો (આત્મદ્રવ્ય-ધ્રુવ) શુદ્ધ છે અને (આ પર્યાય) અશુદ્ધ છે એટલું, બાકી
અશુદ્ધ છે પણ એનો સ્વભાવ છે. એનાથી થયેલો એનો સ્વભાવ છે. આહા... હા! આવું ઝીણું
(વસ્તુસ્વરૂપ) છે!!
(અહીંયા કહે છે કેઃ) “જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે.” અને જે સ્થિતિ છે તે જ સર્ગ
ને સંહાર છે. ધ્રુવ છે તે જ સમયે સમકિતની નવી પર્યાય ઉત્પન્ન થઈ, મિથ્યાત્વ (પર્યાય) નો નાશ
થયો, ધ્રુવતત્ત્વ -ટકતું તત્ત્વ ભગવાન (આત્મદ્રવ્ય) રહ્યું. આહા... હા!
“તે આ પ્રમાણે”. હવે એને
વિસ્તારથી સમજાવે છે (તે આ પ્રમાણે કહીને.) “જે કુંભનો સર્ગ છે.” જે ઘડાની ઉત્પત્તિની પર્યાય
થાય છે (વળી) ઘડાની ઉત્પત્તિની પર્યાય થાય છે “તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે.” ઈ મૃતિકા જે
હતી પિંડ (રૂપે) પિંડ, (ઈ) પિંડનો સંહાર થાય છે, (તેથી) ઘટની પર્યાયનો ઉત્પાદ થાય છે. ઘટની
પર્યાયની ઉત્પત્તિમાં, પૂર્વની ઉપાદાનની પર્યાયનો ક્ષય, એ કારણ છે. આહા.. હા! સમજાણું?
સમકિતની ઉત્પત્તિમાં, પૂર્વનું ઉપાદાન મિથ્યાત્વ છે, એનો ક્ષય તે કારણ છે. મિથ્યાત્વ (ની પર્યાય જે)
છે તે એનું કારણ નથી, એનો ક્ષય-સંહાર’ (એટલે) મિથ્યાત્વનો સંહાર તે (સમકિતની)

Page 268 of 540
PDF/HTML Page 277 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૮
ઉત્પત્તિનું કારણ છે. કેમકે ઉપાદાનકારણ એ છે પૂર્વે હતું ઈ. એનો ક્ષય થાય છે ત્યારે નવી પર્યાય
થાય છે. આહા... હા! આ તો બીજી વાર હાલે છે. (ગાથા-સોમી).
(કહે છે) કુંભની ઉત્પત્તિ છે તે મૃત્તિકાપિંડનો સંહાર છે. “કારણ કે ભાવનું ભાવાન્તરના
અભાવસ્વભાવે.” એટલે કે ઘડાની ઉત્પત્તિ એવો જે ભાવ’, એનાથી ભાવાંતર (અથવા) અનેરો
ભાવ તેના અભાવસ્વભાવે “અવભાસન છે.” આહા.. હા! એટલા જ શબ્દોમાં!! (પૂર્ણ સ્વરૂપસ્થિતિ
છે.) ‘ભાવ’ એટલે ઘડાની પર્યાય જે ઉત્પન્ન થઈ. અથવા ‘ભાવ’ એટલે સમકિતની પર્યાય ઉત્પન્ન
થઈ. ભાવનું ભાવાંતરના અભાવસ્વભાવે (એટલે કે) એ ‘ભાવ’ જે સમકિત છે એનાથી અનેરો
ભાવ મિથ્યાત્વ, એના અભાવસ્વભાવે અવભાસન છે. (અથવા) સમકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વના
અભાવસ્વભાવે પ્રકાશે છે. કો’ સમજાણું આમાં? આ તો દ્રષ્ટાંત (કહ્યું). બધા તત્ત્વોનું એ રીત. લઈ
લેવું ઓહો... હો... હો!! સો ગાથા એ (અલૌકિક છે).
(કહે છે કેઃ) દરેક દ્રવ્યની જે સમયે- તે અવસરે થવાની, તે અવસરે તેનો હોય તે જ સમયે
(તે) પર્યાય થાય. તે પર્યાયનું કારણ સંહાર (કીધું) કારણ કે પર્યાય ‘ભાવ’ છે તેનાથી ભાવાંતર
સંહાર છે. (સંહાર એટલે) પૂર્વની પર્યાય. એના અભાવસ્વભાવે (ઉત્પાદનું) અવભાસન છે.
(અર્થાત્) ‘ભાવ’ અન્યભાવના અભાવરૂપસ્વભાવે પ્રકાશે છે-દેખાય છે- આહા... હા! સમજાણું?!
આહા... હા! કેવળજ્ઞાનની પર્યાય, એવો જે ‘ભાવ’ એનાથી ભાવાંતર -પૂર્વની પર્યાય ઈ
ભાવાંતર- એના અભાવસ્વભાવે કેવળજ્ઞાન પ્રકાશે છે. -કર્મ-ક્ષયથી કેવળજ્ઞાન પ્રકાશે છે આ... રે
આવું ‘તત્ત્વાર્થસૂત્ર’ માં તો એમ આવે કે ચાર (ઘાતી) કર્મ... ક્ષય... થાય કેવળજ્ઞાન થાય. અહીંયા
કહે છે કે એમ નથી. એ તો નિમિત્તનું કથન કર્યું’તું. બાકી એ તો કેવળજ્ઞાન થાય. ઈ ‘ભાવ’ છે,
એનાથી અનેરો ભાવ-પૂર્વની પર્યાય એનો અનેરો ભાવ છે- એના અભાવ થવાથી કે કેવળજ્ઞાનની
ઉત્પત્તિ થાય છે. આહા.. હા! કેવળજ્ઞાન પહેલાં, જે અપૂર્ણ જ્ઞાનદશા હતી, ચારજ્ઞાન આદિ (મતિ,
શ્રુત, અવધિ, મનઃપર્યય) એ કેવળજ્ઞાનના ‘ભાવ’ ની અપેક્ષાએ અનેરોભાવ છે. એ અનેરા ભાવના
અભાવ વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ હોઈ શકે નહીં. આહા... હા! હવે અહીંયા તો (અજ્ઞાનીઓ કહે)
મનુષ્યપણું હોય તો કેવળજ્ઞાન થાય. વજ્રનારાચસંહનન હોય તો કેવળજ્ઞાન થાય, એ વાત તો રહેતી
નથી. (એ વાત તો અજ્ઞાનીઓની છે.) આહા... હા... હા! અને દેશના ગુરુની મળે તો સમકિત થાય,
તે વાતે ય રહેતી નથી. આહા...! કુગુરુ ઊંધી શ્રદ્ધાની પ્રરૂપણા કરે, અને ઓલો માને. તે આનાથી
(ઓલે) માન્યું છે એમ નથી. એની પર્યાયની ઉત્પત્તિ મિથ્યાત્વની ત્યાં, પૂર્વના મિથ્યાત્વની પર્યાયનો
સંહાર થઈ, અને એ નવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થઈ છે. આહા... હા! કોઈ કહે ‘કે અમને કુગુરુ
મળ્‌યા તો આ થ્યું એમ ના પાડે છે અહીંયાં એમ ના પડે છે. આહા... હા... હા! તેમ વળી અમને ગુરુ
મળ્‌યા માટે આ (સમકિત) થયું, એ ય ના પાડે છે. આહાહાહા! કેમકે દરેક દ્રવ્ય, પોતાના સ્વભાવમાં

Page 269 of 540
PDF/HTML Page 278 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૯
સદા(ય) વર્તે છે. અને તે સ્વભાવ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય એક સમયમાં છે. તેમાં તે દ્રવ્ય વર્તે છે.
આહા... હા! આ ચોપડામાં તમારે નહીં આવ્યું ક્યાં’ ય! લોઢામાં-ઓલામાં આવે એવી વાત ન્યાં?
આહા... હા! ઈ લોઢાના કળશા થાય છે, વાસણ થાય છે એ વાસણની જે પર્યાય થઈ ઈ પૂર્વ
પર્યાય (રૂપ) ઉપાદાન હતું, તેનો અભાવ થઈને થઈ છે. તમારા સંચા વડે થઈ નથી. સંચાના
કારીગરો વડે થઈ નથી, એમ કહે છે. આહા... હા! (એમ) કેમ? “અર્થાત્ ભાવ અન્યભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે–દેખાય છે.”
‘ભાવ’ એટલે સમકિતની પર્યાય અથવા ઘટની પર્યાય,
એનાથી ભાવાંતર એટલે અનેરોભાવ-ભાવાંતર એટલે ‘ભાવ’ અનેરો (જે છે) એના અભાવસ્વભાવે
અવભાસન છે. અર્થાત્ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે–દેખાય છે. કેટલી વાત કરી!
સિદ્ધાંત!
આહા... હા! હવે તકરાર કરે પંડિતો! (પણ) આ પરમ સત્ય, પદાર્થની વ્યવસ્થા આ રીતે છે,
એને, એની વ્યવસ્થામાં બીજા પદાર્થના અવલંબનની જરૂર નથી. જે પદાર્થ છે, તેની જે વ્યવસ્થા થાય
છે તેમાં બીજા પદાર્થની બિલકુલ જરૂર નથી. (વ્યવસ્થિત વ્યવસ્થામાં, વ્યવસ્થાપકની જરૂર નથી.) તે
વ્યવસ્થા થાય છે, એ તેના ‘ભાવ’ થી ભાવાંતર-અનેરો પૂર્વપર્યાય તેના અભાવથી થાય છે. આહા..
હા! આ તો બધું વકીલાત જેવું... લાગે. વેપારીને... (આ વળી સમજવું!)
(અહીંયાં કહે છે કેઃ) “વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે.” માટીના પિંડનો સંહાર છે.
આહા...! “તે જ કુંભનો સર્ગ છે.” કેમકે સંહારકાળે જ ઘટની ઉત્પત્તિ છે.’ સંહાર-વ્યય એટલે
(માટીના પિંડનો) ઉપાદાનકારણનો ક્ષય તે જ સમયે ઘડાની ઉત્પત્તિ છે. આહા... હા! હવે, વાણીયા ને
વેપારીનેઆવું બધું યાદ રાખવું! ધ્યાન દેવું કે! વસ્તુસ્થિતિ છે ‘આ’ મૂળમાં વાંધા છે એટલે તકરાર
લે છે. (અને બૂમો પાડે છે કે) સોનગઢવાળા એકાંત કહે છે કે નિમિત્તથી થાય નહીં. તો આશું કહે છે
આ. દરેક દ્રવ્યની ઉત્પત્તિનો પર્યાય, તેના અનેરા-ભાવાન્તરના અભાવ વિના થાય નહીં. પણ નિમિત્ત
વિના ન થાય એમ નહીં. આહા... હા! તે મૃત્તિકાપિંડનો સંહાર છે (તે જ) ઘડાની ઉત્પત્તિની ઉત્પત્તિ
છે. “કારણ કે અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે.” જે સંહાર છે તે ‘અભાવ’ છે. એ અભાવનું
ભાવાન્તર એટલે અનેરો ભાવ ઉત્પત્તિનો એવા ભાવ સ્વભાવે
“અવભાસન છે.” આહા... હા! છે?
પહેલા (બોલ) માં ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (એમ કહ્યું હતું) આમાં
(અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે અવભાસન (કહ્યું છે તો આમાં) અભાવનું ભાવાંતર એટલે
અનેરોભાવ એના ભાવસ્વભાવે અવભાસન છે. (અર્થાત્) નાશ અન્યભાવના ઉત્પાદરૂપે સ્વભાવે
પ્રકાશે છે. જ્યાં મિથ્યાત્વનો વ્યય થયો ત્યાં સમકિતપર્યાય પ્રકાશે છે. અને સમકિતપર્યાય પ્રકાશે છે
(એમાં) મિથ્યાત્વનો સંહાર (એટલે) સમકિતથી અનેરો એ ભાવ

Page 270 of 540
PDF/HTML Page 279 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૦
એનો અભાવ થ્યો. આહા... હા! આ કાલ તો આવી ગ્યું છે આ તો. ભાઈ રામજીભાઈએ કહ્યું
(ફરીને લેવાનું.)
(શ્રોતાઃ) વિશેષ આવે... (ઉત્તરઃ) ઈ પછી ઈ નું ઈ કાંઈ આવે! ફેર ને ભાષા
આવે! “અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે.”
(અહીંયાં કહે છે કેઃ) બે. “વળી જે કુંભીનો સર્ગ.” ઉત્પત્તિ છે ઘડાની કે સમકિતની ઉત્પત્તિ
છે. “અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે.” (એટલે કે) ઘડાની ઉત્પત્તિની અપેક્ષાએ
પિંડનો સંહાર, સમકિતની ઉત્પત્તિની અપેક્ષાએ મિથ્યાત્વનો સંહાર-તે જ મૃતિકાની સ્થિતિ છે માટીનું
ધ્રુવપણું ત્યાં જ છે. સંહાર અને ઉત્પત્તિમાં જ ધ્રુવતા છે. ધ્રુવ-અન્વય, વ્યતિરેક વિના હોઈ શકે નહીં.
ઉત્પાદ-વ્યય વ્યતિરેક એટલે ભિન્ન-ભિન્ન ચીજ છે. ઉત્પાદ, વ્યય ઉત્પાદ, વ્યય ભિન્ન ખરા ને...! ઉત્પાદ
‘ભાવ’ રૂપ છે, ઓલો (વ્યય) અભાવ રૂપ છે. ઉત્પાદ ભાવરૂપ સંહાર અભાવરૂપ છે. (એ) ભાવ ને
અભાવ ધ્રુવની-સ્થિતિ વિના હોઈ શકે નહીં આહા.. હા! જે ઉત્પન્ન પર્યાય થઈ, એ પૂર્વના પર્યાયના
અભાવથી થઈ છે. અને સંહાર થયો એનાથી અનેરોભાવ (જે) ઉત્પત્તિ, એનાથી થયો, ઉત્પત્તિ થઈ
ત્યાં સંહાર થ્યો! ઈ સંહાર (ને) ઉત્પત્તિનો આધાર (અન્વય છે.) વ્યતિરેક અન્વય વિના ન હોય,
વ્યતિરેકો બે જુદી જુદી ચીજ છે એ એકરૂપ ધ્રુવ વિના ન હોય. આહા... હા! આવી વાત હવે
(તત્ત્વની)! વાણિયાને નવરાશ ન મળે! ‘સત્ય’ તો આ છે. પરમાત્મા જિનેશ્વરદેવ! ત્રિલોકનાથ!
(નું કહેલું તત્ત્વ છે) સંતો સાદી ભાષામાં પ્રકાશે છે!
પ્રભુ! તું કોણ છો? ક્યાં છો? અને તું બીજા દ્રવ્યોને પણ કઈ રીતેજુએ છે? તને અને
બીજાને (કઈ રીતે જુએ છે!) તને પણ એમ જો કે ઉત્પત્તિની પર્યાય સંહાર વિના ન હોય, એ
ઉત્પત્તિની પર્યાય સંહાર વિના ન હોય, સંહાર ઉત્પત્તિ વિના ન હોય અને (સંહાર કે) ઉત્પત્તિ વિના
અન્વય ન હોય, ધ્રુવ ન હોય. એ રીતે બીજાને પણ તું જો. આહા... હા! કુંભનો જે સર્ગ- ઉત્પત્તિ,
પિંડનો સંહાર તે જ માટીનું ટકવું છે. કારણ કે વ્યતિરેકો એટલે કે ઉત્પાદ ને વ્યય, ભિન્ન ભિન્ન છે.
ભિન્ન ભિન્ન છે ને? (એટલે) વ્યતિરેકો અન્વયને છોડતા નથી. એ ઉત્પાદ ને વ્યય, અન્વય એવું જે
ધ્રુવ તેને છોડતા નથી. ધ્રુવ વિના તે વ્યતિરેકો હોય નહીં. વ્યતિરેકો વિના તે ધ્રુવ હોય નહીં. આહા...
હા... હા!
(શ્રોતાઃ) બન્નેના સ્વરૂપ જુદા જુદા પણ પરસ્પર અવિનાભાવ છે...! (ઉત્તરઃ) ઈ હારે
છે જ તે. એકસમયમાં સિદ્ધ કરવું છે ને...! આ તો એક સમય પદાર્થની વ્યવસ્થા એકસમયમાં ઉત્પાદ-
વ્યયને ધ્રુવ એકસમયમાં છે. અને તે પણ જે સમયે ઉત્પન્ન થવાનો તે સમયે જ ઉત્પન્ન થાય. જે સમય
વ્યય થવાનો તે સમયે જ વ્યય થાય. ધ્રુવ તો છે જ. આહા...! આહા... હા! ગુલાબચંદજી સમજાય
છે? આવી વાત છે ત્યાં લાડનૂમાં નથી ક્યાં’ય કલકતામાં ય નથી. એકલા આવ્યા છે એકલા (કે
સાથે) બૈરાં છે? એકલા આવ્યા છે?
(શ્રોતાઃ) કોઈ નથી (સાથે). એકલા છે (સાથે) નોકર છે.
(ઉત્તરઃ) આ ફેરે રહ્યા પણ ઠીક (સમય)! આ વાત બાપુ! મહેરામણ છે! દ્રવ્યનો મહેરામણ

Page 271 of 540
PDF/HTML Page 280 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૧
ઊછળ્‌યો છે!! આહા... હા!
(કહે છે કેઃ) જે કંઈ જે ક્ષણે જે દ્રવ્યની પર્યાય- તે ક્ષણે જ પાછી એમ- તે તે અવસરે જ-
આઘી, પાછી નહી, તે તે અવસરે હોવા છતાં એ ભાવથી ભાવાંતર સંહાર છે એના અભાવ વિના એ
ભાવ રહે નહીં, ઉત્પન્ન થાય નહીં. અને સંહાર છે એનાથી જ અનેરો ભાવ (ઉત્પન્ન) એ વિના સંહાર
હોઈ શકે નહીં. અને સંહાર ને ઉત્પત્તિ એટલે વ્યતિરેકો ઈ અન્વય વિના-ધ્રુવ વિના હોઈ શકે નહીં.
છેછેછેછેછેછેછે એવું જ અન્વય છે. આ તો- ઉત્પાદવ્યય વ્યતિરેકો ભિન્નભિન્ન છે. ‘છે’. ધ્રુવ ‘છે’ ...
એ ધ્રુવ વ્યતિરેકો વિના હોઈ શકે નહીં. આ બીજીવાર લીધું છે હોં? (ગાથા-સો)
(અહીંયા કહે છે કેઃ) “વળી જે મૃત્તિકાની સ્થિતિ છે.” માટીની જે ધ્રુવતા છે. આહા...!
આત્માની જે ધ્રુવતા છે સમકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ એમાં આત્માની ધ્રુવતા છે. આહા...
હા! “તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે.” મૃત્તિકાની જે સ્થિતિ છે તે કુંભની ઉત્પત્તિ, પિંડનો
અભાવ. એમ આત્મામાં ધ્રુવ આત્મા છે તેમાં સમકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ, એને આધારે
છે. આહા... હા! કાયદા છે જુદી જાતના ચીમનભાઈ! આ તો કહે છે કે ભગવાનની ભક્તિ કરો થઈ
જશે કલ્યાણ! અહીંયા ના પાડે છે, મંદિર બનાવો, કલ્યાણ થઈ જશે લ્યો! ગુરુની ભક્તિ ખૂબ કરો.
કલ્યાણ થઈ જશે. તો કહે છે (અહીંયા) ઉત્પત્તિ પર્યાયની સમકિતની (થશે) ના. ના. (એની) ના
પડે છે. આહા...હા...હા! એ ગોવિંદરામજી! “કારણ કે વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા,
છોડતા) નથી.”
કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે. શું કીધું? વ્યતિરેકો અન્વયને છોડતા
નથી એમ કીધું અને. આ કીધું’ તું વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે. વાત બીજી. બબ્બે વાત લેવી
છે ને...! આહા...હા!
(કહે છે) સમકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ, એમાં ધ્રુવ સ્થિતિ છે તે જ સમકિતની
ઉત્પત્તિનો સમય ને તે જ મિથ્યાત્વનો નાશનો (સમય). કારણ વ્યતિરેકો દ્વારા જ (એટલે)
મિથ્યાત્વનો નાશ (ને) સમકિતની ઉત્પત્તિ દ્વારા જ અન્વય-ધ્રુવ પ્રકાશે છે. આહા...હા...હા!
મિથ્યાત્વનો નાશ ને સમકિતની ઉત્પત્તિ એ દ્વારા જ ધ્રુવ જણાય છે કહે છે. આહા...હા! માળા’ ઈ
પણ આવ્યું પાછું આવ્યું ન્યાં ને ન્યાં ધ્રુવ પર ફરીને પાછું આત્મામાં હો! બધામાં એમ છે પણ આ તો
આત્મા જાણે છે ને...! (બધા દ્રવ્યોને). આહા... હા!
(અહીંયા કહે છે કેઃ) “અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમ જા ન માનવામાં આવે તો
‘અન્ય સર્ગ છે.’ એટલે કે ઉત્પત્તિનો સમય જુદો છે. “અન્ય સંહાર છે.” અને સંહારનો સમય જુદો
છે.
“અન્ય સ્થિતિ છે.” અને સ્થિતિનો સમય જુદો છે. “એવું આવે છે.” (અર્થાત્ એ ત્રણે જુદાં છે
એવું માનવાનો પ્રસંગ આવે છે.” એમ થતાં “શા દોષો આવે તે

Page 272 of 540
PDF/HTML Page 281 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૨
સમજાવવામાં આવે છે)ઃ આહા... હા...! “કેવળ માર્ગ શોધનાર” કેવળ ઉત્પત્તિ શોધનાર, ઘડાની
ઉત્પત્તિ શોધનાર, કે સમકિતની ઉત્પત્તિ એકલો શોધનાર, “(–વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ
કરવા જનાર ઘડાની) ઉત્પાદનકારણના અભાવને લીધે.”
એટલે? સમકિતને અને મિથ્યાત્વ
ઉપાદાન (કારણ) છે. ગજબ વાત છે ને...! ઉપાદાનપણાનો ક્ષય- ઉપાદાનનો ક્ષય, એમાં માટીનો પિંડ
જે છે ઘડાની (પર્યાય) પહેલાં એ પૂર્વનું ઉપાદાનકારણ છે. (પણ) એના ક્ષયથી (ઘડો) ઉત્પન્ન થાય.
ઈ ને ઈ ઉપાદાનથી થતો નથી. એના અભાવથી થાય છે. ગજબ વાત છે!! મિથ્યાત્વ ઉપાદાન,
સમકિત ઉપાદેય પણ એ ઉપાદાનનો વ્યય- ક્ષય તે (ઉપાદેયનું) કારણ છે. આવી ચીજ છે! આ
તમારા સુધરેલ-સુધરેલમાં આવતું નથી ક્યાં’ ય! ક્યાંય નથી. વીતરાગ, વીતરાગ, વીતરાગ!! કેવી
વાત!! દિગંબર સંતો! કેવળજ્ઞાનના કેડાયતો! કેવળજ્ઞાને ઊભું (ધ્રુવ) રાખ્યું છે! આહા... હા! જ્યાં
નજર કર ત્યાં પ્રભુ! (પ્રભુ ને પ્રભુ). આહા...!
(કહે છે કેઃ) એ પાણી જે ઊનું થયું છે. એ ઊનાની પર્યાયની ઉત્પત્તિ, ઠંડીપર્યાયના વ્યયથી
થઈ છે. અગ્નિથી નહીં. આહા... હા! ઊનું પાણી જે થયું છે એ ઠંડા પાણીનો સંહાર થઈને થયું છે. એ
ઉપાદાનકારણ ઠંડીપર્યાય એની છે. અહા.. હા! એના અભાવથી ગરમ અવસ્થા થઈ છે. અગ્નિથી નહીં.
જુઓ, જુઓ! ચીમનભાઈ! આવું કોણ માને આવું? ગાંડા જ કહે. અહા...! ઓલો એક પંડિત નહોતો
આવ્યો જયપુરથી પંડિત! (એ કહેતો’ તો) અગ્નિ વિના પાણી ઊનું થાય? આવ્યો’ તો ને ક્યાં’ક નો
હોતો ઈ ઘણાં વરસ પહેલાં. આહા... હા!
(શ્રોતાઃ) જુગલકિશોર મુખ્તાર? (ઉત્તરઃ) એ મુખ્તાર
નહીં. આ તો આમ બીજેથી હતો. પંડિત એક આવ્યો’ તો ને બાયડી લઈને...! (શ્રોતાઃ)
ઘાસીલાલજી...! (ઉત્તરઃ) હા, ઈ, ઈ. મનુષ્યપણા વિના કેવળ (જ્ઞાન) થાય, વજ્રવૃષભનારાચ
સંહનન વિના આમ થાય નહીં. આ બધા પંડિતો! આહા... હા! અહીંયા કહે છે કે કેવળજ્ઞાનની
પર્યાયની ઉત્પત્તિ, એકલો શોધવા જાય તો વ્યય અને ધ્રૌવ્ય વિના- (ઉત્પત્તિ જ ન થાય અથવા તો
અસત્તો જ ઉત્પાદ થાય.) એકલી સમકિતની પર્યાયનો ઉત્પાદ શોધવા જાય તો ઉપાદાન જે મિથ્યાત્વ
છે તેના કારણના અભાવને લીધે
“ઉત્પતિ જ ન થાય.” કેમ કે પૂર્વનું કારણ (ઉપાદાનકારણ) એમને
એમ રહે અને સમકિતની ઉત્પત્તિ થાય-માટીનો પિંડ એમને એમ રહે ને ઘડાની ઉત્પત્તિ થાય, એમ
બને નહી. માટીનાં પિંડનો અભાવ થાય તે ઘડાની ઉત્પત્તિ થાય. (એમ મિથ્યાત્વનો અભાવ થાય તે
સમકિતની ઉત્પત્તિ થાય.) આહા.. હા! આવી વાતું છે! આહા...! તત્ત્વજ્ઞાન વીતરાગનું (અજોડ છે!)
બહુ, બહુ અત્યારે તો ગોટા હાલ્યા બધા. વ્રત ને.. તપ ને.. ભક્તિ ને... પૂજા (એ શુભભાવથી ધરમ
માને છે પણ કહે છે) એની ઉત્પત્તિ છે, ઈ રાગ છે. એ બંધનું કારણ છે. અને. તે રાગ પણ પૂર્વની
પર્યાયના વ્યયથી થયો છે. આહા... હા! મારે તો બીજું પાછું કહેવું છે!
કે ભગવાનના દર્શન કર્યા માટે શુભભાવ થયો, એમ નથી. એ શુભ ભાવ-દર્શન (હતાં) પણ
શુભ ભાવ પૂર્વના ભાવનો-ભલે પૂર્વે અશુભે ય હોય-એના અભાવને કારણે

Page 273 of 540
PDF/HTML Page 282 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૩
ભાવાંતર થયું છે (એટલે કે) શુભથી ભાવાંતર જે પૂર્વની પર્યાય એના અભાવે શુભભાવ થાય.
ભગવાનના દર્શનથી શુભભાવ થાય (એમ છે) નહીં. એઇ... ચીમનભાઈ! આવી વાતું છે. વળી પાછા
મંદિરોને ચીમનભાઈની હયાતીમાં સાત-સાત લાખ રૂપિયાને...! પુસ્તકો પાંત્રીસ.. ને કેટલું કર્યું છે!
અત્યાર લગી થ્યું નથી એવું ચીમનભાઈએ ન્યાં, થ્યું છે. આહા... હા! એ થાય છે આહા...! અરે, શું
આ (કોઈથી થાય છે?) આ તો સત્યના મંત્રો છે. જેમ (કોઈને) સર્પ કરડે ને સર્પનું ઝેર ચડે,
મંત્રથી ઊતારે ને...! એકાંત પરથી થાય એમ માનનારાઓ (ને) ઝેર ચડી ગયા છે (મિથ્યાત્વનાં)
એના મંત્રો છે આ તો (ઝેર ઊતારવાના મંત્રો છે.) આહા... હા! બે કારણે કાર્ય થાય એમ આવે, એ
તો નિમિત્તનું જ્ઞાન કરાવવા (શાસ્ત્રમાં આવે.) કે (કાર્ય થાય ત્યારે) બીજી ચીજ-એને ઉચિત બીજી
ચીજ છે. એને ઉચિત યોગ (કીધું) એ ઉચિતયોગ છે માટે અહીં પર્યાય થઈ છે એમ નથી. આહા...
હા!
એક વાણિયો હતો તે વાંઢો હતો. વડોદ. ઉમરાળા પાસે (છે.) રોટલી કરે તે આવડે નહીં તે
ગોળ ચક્કર ન આવડે. આડી-આવળી થઈ જાય. ખૂણા નીકળે, અમે ગ્યા’ તા તો વહોરવા ગ્યા ને તો
એવી રોટલી હતી. એણે બિચારે કરી’ તી આવડે તો નહીં. આમ ખૂણા નીકળે બાયડીયું કરે તો આમ
સરખી ગોળ (થાય.) પણ ઇ પર્યાય (રોટલીની) ઇ રીતે ત્યાં થવાની હતી જ. આહા... હા! અને એ
પર્યાયનું પૂર્વ કારણ જે લોટના (પિંડનો) વ્યય છે તે પર્યાયનો- તે સંહાર કારણ છે. એ રોટલીની
ઉત્પત્તિનું કારણ ઇ વેલણને આદમી કારણ નહી. આહા... હા! (શ્રોતાઃ) સૂર્યાસ્ત થયો ને રાત્રિ
આવી...
(ઉત્તરઃ) રાત આવે જ નહીં. (શ્રોતાઃ) દી’ આથમ્યો ને રાત્રિ આવી? (ઉત્તરઃ) ઇ એના
કારણે નથી. એ રાતની પર્યાય એને (પોતાને) કારણે (છેઃ) અંધારાની પર્યાયની ઉત્પત્તિ, પૂર્વની
પર્યાયના ભાવાંતર અજવાળાનીય પર્યાય તેના (અભાવસ્વભાવે) તે પર્યાય ઉત્પન્ન થઈ છે. અભાવથી
થઈ છે (અર્થાત્) રાતના અંધારાની પર્યાય અજવાળાના અભાવથી થઈ છે. શું કીધું ઈ? અંધારાની
ઉત્પત્તિ જે પુદ્ગલમાં થાય તે ‘ભાવ’ છે, એનાથી ભાવાંતર-પૂર્વે જે અંધારું નો’ તું એ પર્યાયનો
અભાવ થઈને આ થ્યું છે. આહા... હા! આવો મારગ! બેસવો કઠણ પડે! વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ જ
આવું છે!
(કહે છે કેઃ) છ એ દ્રવ્યમાં, પ્રત્યેક દ્રવ્ય સદા (ય) પોતાના સ્વભાવમાં વર્તે છે. એથી તેને
વર્તે છે તે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય છે. માટે આત્મા એ ઉત્પાદ વ્યયને ધ્રુવ (પણે) વર્તે છે. માટે તેને
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે. આહા... હા! પરમાં તો ક્યાં (જોવાનું છે?) વસ્તુ સ્થિતિ પકડવા ત્યાં
જાવું છે. આહા... હા! સર્ગ એકલો જ ઉત્પત્તિ શોધનાર. ઘડાની એકલી ઉત્પન્ન વ્યય જોનાર. એમાં
પિંડનો વ્યય ને માટીની ધ્રુવતા (વિના) એકલો ઉત્પાદ જોનાર (ને) ઉત્પાદન કારણના અભાવને
લીધે - એ માટીના પિંડના અભાવના કારણને લીધે
“ઉત્પત્તિ જ ન થાય.” માટીનો પિંડ છે તેનો
અભાવ ન થાય તો ઘડાની ઉત્પત્તિ જ ન થાય. આહા... હા! કુંભાર નથી માટે ઉત્પત્તિ ન થાય. એમ
નહી.

Page 274 of 540
PDF/HTML Page 283 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૪
આહા... હા... હા! કો’ મીઠાલાલજી! આવી વાતું છે!
(કહે છે) આ દુકાને હું બેઠો ને પછી પાંચ-પચીસ લાખ ભેગાં થ્યાને... આ ધૂળ થઈ... ને.
આ થ્યું. બધી (માન્યતા) ગપ્પે-ગપ્પ છે! આહાહા... હા! (શ્રોતાઃ) દુકાન છે તો બેઠો છે નહીંતો ઘેર
બેસતને... (ઉત્તરઃ) હેં! ઘેર જ બેઠો છે મફતનો કલપના કરે છે. પરને તો અડે છે જ કેદી’? શરીરને
અડયો નથી, વાણીને અડયો નથી, ધૂળ (પૈસા) આ તમારા કારખાનાને (આત્મા) અડયો નથી.
આહા... હા! (શ્રોતાઃ) ધ્યાન ન રાખવું? (ઉત્તરઃ) ધ્યાન રાખે તો પોતામાં ધ્યાન છે ન્યાં ક્યાં
ધ્યાન રાખ્યું છે? ધ્યાનની પર્યાય તો અહીંયા (પોતાની) છે. એ પર્યાયની ઉત્પત્તિ તો પોતાના
પૂર્વપર્યાયના અભાવથી થઈ છે. સામી ચીજ છે માટે ઉત્પત્તિ થઈ છે? આહા... હા!
(શ્રોતાઃ) તો તો
કોઈ ધંધો કરી શકે નહીં...! (ઉત્તરઃ) ધંધો તો ધંધાને કારણે થાય છે. આહાહાહા! એ લોઢાનો કળશો
વ્યાપ્યો. તો ઈ લોઢાના કળશાની ઉત્પત્તિ ઈ લોઢાને કારણે થઈ છે. પૂર્વનો એ લોઢાનો જે ભાવ હતો
એના અભાવથી આ (ઉત્પત્તિ) થઈ છે. પાછા અભાવથી થઈ બે (ઉત્પન્નસંહાર) એ અન્વય વિના
હોય નહીં. વ્યતિરેકો વિના એ લોઢું કાયમ રહે- (ધ્રુવ રહે) એ વિના હોય નહીં. લોઢું અન્વય,
વ્યતિરેક વિના હોય નહીં. (ઉત્પાદ-વ્યય) વ્યતિરેક વિના લોઢું (અન્વય) ન હોય અને લોઢું
(અન્વય) વિના વ્યતિરેક ન હોય. કાયમ -ટકવું એ વ્યતિરેક વિના ન હોય અને વ્યતિરેક ધ્રુવ વિના
ન હોય. આહા... હા.. હા! આવી વાત! આ સોનગઢનું છે ‘આ’?
(શ્રોતાઃ) (પંડિતોને)
અભિમાનના ઝેર ચડી ગયાં છે..! (ઉત્તરઃ) આહા...! આ મારગ એવો બાપા!!
(અહીંયા કહે છે કેઃ) “અથવા તો અસત્તો જ ઉત્પાદ થાય.” જોયું? એકલો ઉત્પાદ શોધવા
જાય, અને પૂર્વના (ઉત્પાદન) કારણનો નાશ ન હોય. અને એની ઉત્પત્તિનું મૂળકારણ ધ્રુવ ન હોય
તો ઉત્પત્તિ જ ન થાય એક વાત. બીજી વાત અસત્નો જ ઉત્પાદ થાય. સંહાર વિના સર્ગ (ઉત્પત્તિ)
ન થાય અને ધ્રુવ વિના અસત્નો (જા ઉત્પાદ થાય. ધ્રુવ છે તો ઉત્પન્ન થાય. ઉત્પન્ને એકલો ગોતે ધ્રુવ
વિના તો અસત્નો ઉત્પાદ થાય. આહા... હા... હા! સમજાય છે કે નહીં? આહા...! આવા ધરમ કરો
ને કોણ ન્યાં સામું જુએ! ‘ઈચ્છામિ, પડિકમ્મામિ, ઇરિયા વહિયા, તસ્સ ઉત્તરી કરણેણં’ થઈ ગ્યો
લોગ્ગસ્સને...! ‘કરમ્ ઈદમ્ નમોત્થુણમ્’ એ સામાયિક! ધૂળેય નથી એ બધી (ક્રિયાકાંડની ક્રિયા)
મિથ્યાત્વ છે. ‘આ હું કરું છું’ આને હું પૂજું છું.’ આ મેં પથરણું પાથર્યું ને....! (સામાયિક કરી ને
લોગ્ગસ્સ કર્યો!) આ...હા...હા...હા! એક એક પર્યાયની ઉત્પત્તિ એના ધ્રુવથી અને સંહારથી (એટલે)
પૂર્વના પર્યાયના વ્યયથી થાય છે. આહા.. હા! (આ વીતરાગી તત્ત્વજ્ઞાન તો) પાણી ઊતારી નાખે
એવું છે અહીંયા તો અભિમાનના
(શ્રોતાઃ) કર્તૃત્વના અભિમાન ઉતરી જાય..! (ઉત્તરઃ) હેં! હા.
ભગવાન સર્વજ્ઞદેવ, ત્રિલોકનાથ! એણે જે પદાર્થની સ્થિતિ જોઈ, તો ઈ પ્રભુ એમ કહે છે “દરેક
પદાર્થ પોતાના સ્વભાવમાં સદાય વર્તે છે પ્રભુ! અને તે સ્વભાવ તેનો ઉત્પાદ વ્યય ને ધ્રુવ છે.”
બીજામાં વર્તે છે અને બીજાથી ઉત્પાદ-વ્યય થાય છે એમ નથી કહ્યું. આહા... હા!

Page 275 of 540
PDF/HTML Page 284 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭પ
(કહે છે કેઃ) દરેક પદાર્થ પોતાના સ્વભાવમાં વર્તે છે અને એ સ્વભાવ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ
છે. તેમાં જ તે વર્તે છે. પર પદાર્થમાં વર્તે છે કે પર પદાર્થથી વર્તે છે એમ નથી. કારણ કે દ્રવ્યનો
સ્વભાવ જ આવો છે. આહા... હા... હા!
(પ્રશ્ન) આવું કહેશો તો પછી કોઈ પુસ્તક નહીં બનાવે
(છપાવે.) મંદિર નહીં બનાવે. (ઉત્તરઃ) કે’દી બનાવે છે? બનાવે છે (તો) નહીં બનાવે (પણ કે’
દી બનાવે છે!) આહા... હા! ભગવાનની પૂજા વખતે’ સ્વાહા’ (ઉચ્ચારે છે) એ ‘સ્વાહા’ ની પર્યાય
જડમાં (પુદ્ગલમાં) ઉત્પન્ન થઈ છે. અને પૂર્વે (આ) ‘સ્વાહા’ ની પર્યાય નો’ તી. પૂર્વે બીજી પર્યાય
(હતી) એ પર્યાયનો સંહાર થઈને ‘સ્વાહા’ ની (પર્યાયની) ઉત્પત્તિ થઈ છે. અને એ સ્વાહાની
ઉત્પત્તિ ને પૂર્વની પર્યાયનો વ્યય, ધ્રુવને અન્વયને અવલંબે છે. વ્યતિરેકો, અન્વય વિના-ધ્રુવ વિના
હોતા નથી. ધ્રુવ, વ્યતિરેકો વિના હોતા નથી. અને આ (માને કે) ‘સ્વાહા’ મારા વિના હોતું નથી.
(જોરથી બોલે કે) ‘સ્વાહા’ આહા...હા! આવી વાતું! (દુનિયાથી ઊંધી) કો’ વીરચંદભાઈ! આ
નાઈરોબીમાં આવું હાલશે?! આહા...હા!
(કહે છે) (શ્રોતાઃ) ઉત્પાદ-વ્યય-ધ્રુવ સમજાવો છો કે ભેદજ્ઞાન સમજાવો છો? (ઉત્તરઃ)
ઉત્પાદ-વ્યય-ધ્રુવ છે એનો અર્થઃ કે એક એક તત્ત્વ સ્વતંત્ર છે. બીજાથી ત ન જુદું છે. આહા.. હા! એ
ભેદજ્ઞાન છે. ભેદ (જ્ઞાન) માં તો હજી પરથી જુદો એટલી અપેક્ષા છે, અહીંયા તો છે જ આવું. આ.
હા. હા. હા. હા. હા...! આહા.. હા! ઈ તો ભેદજ્ઞાનને અભેદ કીધું છે (એક ઠેકાણે) વિકલ્પ પણ કહ્યું
છે, (‘સમયસાર નાટકમાં’ ને ‘કળશ ટીકા’ સમયસાર) જયસેન આચાર્યની ટીકામાં ભેદજ્ઞાન અભેદ
પણ કીધું છે. અહીંથી જુદું પડયું એટલે અભેદ થ્યું ન્યાં એમ (અભેદ). અપેક્ષા જુદી જુદી. ‘અહીંયાં
તો આ જ વસ્તુ છે’
તે પરથી જુદો એ વાતે ય નહીં. કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે છે
ઈ તો પહેલાં આવ્યું. ગાથા-૯૯ ભાવાર્થમાં આવ્યું’ તું. (જુઓ!) ૯૯ ગાથાનો ભાવાર્થ.
“દરેક દ્રવ્ય
સદાય સ્વભાવમાં રહે છે તેથી ‘સત્’ છે. તે સ્વભાવ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ પરિણામ છે.” છે
ભાવાર્થ (માં)? દરેક દ્રવ્ય એટલે આત્મા, નિગોદજીનો જીવ, સિદ્ધનો જીવ, પરમાણું કે કંઈ (ધર્માસ્તિ,
અધર્માસ્તિ, આકાશ ને કાળ.) દરેક દ્રવ્ય સ્વભાવમાં રહે છે તેથી ‘સત્’ છે અને તે સ્વભાવ
ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપપરિણામ છે. આહા.. હા!
(કહે છે કેઃ) બીજાનું બીજામાં ને બીજાનું બીજામાં એમ સૌને -કોઈને કાંઈ લેવા દેવાનું ન
મળે કહે છે. આ કહે છે કે બાયડી-છોકરાં સાચવીએ, ધ્યાન રાખીને સાચવીએ (તો) રાજી થાય. બધી
(માન્યતા) ગપ્પે-ગપ્પ છે, મિથ્યાત્વ છે.
(અહીંયા કહે છે કેઃ) “અથવા તો અસત્નો જ ઉત્પાદ થાય” એક વાત આવી. (હવે બીજી
વાત) “ત્યાં, જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય.” એ સિદ્ધાંત લીધો
બધાનો. (શું કહે છે?) જ્યારે કુંભની ઉત્પત્તિ, વ્યયને ધ્રુવથી જુદી ન થાય તો બધા

Page 276 of 540
PDF/HTML Page 285 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૬
દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિ જ ન થાય. આહા.. હા! એકલી ઉત્પત્તિ જોવા જતાં, ભલે તે સમયે જ તે
પર્યાય ઉત્પન્ન થઈ, છતાં તે વ્યય અને ધ્રુવ વિના જોઈ હોય તો તે ઉત્પત્તિ સિદ્ધ થતી નથી. (એ)
ઉત્પત્તિ સિદ્ધ થતી નથી તો બધા દ્રવ્યોની (પર્યાય) ની ઉત્પત્તિ સિદ્ધ થશે નહીં. આહા... હા... હા!
“જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન
થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો.
(એટલે) પર્યાયનો, પર્યાયની જ વાત છે ને
અહીંયા પર્યાયનો “
ઉત્પાદ જ ન થાય એ દોષ આવે.” પર્યાયનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે
(છે.) “અથવા જો અસત્ નો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” એમ કે ધ્રુવ
વિના જો ઉત્પાદવ્યય થાય એમ. (કહે છે.) ધ્રુવ ન હોય અને ઉત્પાદ-વ્યય થાય, તો અસત્નો ઉત્પાદ
થાય (તો તો) વ્યોમપુષ્પ! આહા! આકાશના ફૂલ! વગેરેનો પણ ઉત્પાદ થાય. ધ્રુવ વિના જો ઉત્પાદ
(વ્યય) થાય- અન્વય વિના જો વ્યતિરેક થાય, તો આકાશમાં ફૂલ પણ થાય, સસલાના શીંગડાં પણ
થાય. આહા.. હા! આવી વાતું છે! એ શ્વેતાંબરમાં આવી વાત સ્પષ્ટ છે નહીં ક્યાં’ ય! અને આ આમ
ઊંધી પડે એટલે રસ્તે ચડી ગ્યા, બીજે રસ્તે ચડી ગયા. મૂળ ચીજ છે. પોતે મૂળચીજ છે પરમાણું.
(કહે છે) (એ) પરમાણુમાં પણ જે સ્પર્શગુણની પર્યાયનો ઉત્પાદ, અને પૂર્વે પર્યાયમાં જે
સ્પર્શગુણની થોડી પર્યાય હતી એનો અભાવ અને ધ્રુવ (પરમાણું દ્રવ્ય). વ્યતિરેકો ધ્રુવ વિના હોય
નહીં અને અન્વય વિના વ્યતિરેકો હોય નહીં. (હવે) પરમાણુ માં કોઈ એમ કહે કે એક પરમાણુમાં
ચાર ગુણ છે અને બીજા પરમાણુમાં છ ગુણ છે (તો બન્નેનો સ્કંધ થયો) અને (ચાર ગુણવાળો
પરમાણુ) છ ગુણ આને લઈને થયો એ અહીંયા ના પાડે છે. આહા... હા! એક પરમાણુમાં ચાર ગુણ
ચીકાશ છે. બે ગુણ અધિક છે એવો પાઠ શાસ્ત્રમાં આવે છે. બીજામાં છ ગુણ (ચીકાશ) છે. હવે આ
પણ છ ગુણ ચીકાશ થાય તો છ (ગુણ ચીકાશ) થવાનો કાળ છે તો તે એનાથી થયો, ચાર (ગુણ
ચીકાશની) પર્યાય એની જે હતી એનો સંહાર થયો તેથી છ (ગુણ ચીકાશ) પર્યાયની ઉત્પત્તિ થઈ.
આહા... હા! એ પેલા’ શાંતિભાઈ હતા ને..! જેતપુરવાળા પેલા એક ફેરે કહેેે કે વર્ણીજી આમ કહે છે
જુઓ, અંદરમાં થાય? ઉત્પાદ એના વિના થાય! શું એ કીધું? હેં! કંઈક વાત હતી. ઊનું પાણી એમ
ને એમ થઈ જાય? અથવા પરમાણુંનું કહેતા’ તા. શાંતિભાઈ! કે એક પરમાણુમાં ચાર ગુણ ચીકાશ
પર્યાયરૂપે છે અને છ ગુણ ચીકાશ બીજા પરમાણુમાં છે (સ્કંધ) થાય ત્યારે છ ગુણ ચીકાશ થાય. માટે
પરથી કાંઈ ન થાય તો આ વાત ખોટી પડે છે એમ કહેતાં’ તા. પણ અહીંયાં કહે છે કે ઈ ચાર
ગુણની (ચીકાશની) પર્યાયવાળો, ઉત્પન્ન જે થયો, તેને એની (પૂર્વની) પર્યાયનો વ્યય થઈ અને છ
(ગુણ ચીકાશ) પર્યાય થઈ એને પરની અપેક્ષા છે જ નહીં આહા... હા.. હા! એક પરમાણુમાં
અનંતગુણની પર્યાય ઉત્પન્ન થાય, એ પૂર્વની પર્યાયના સંહારથી-પણ અનંત-ગુણવાળો પરમાણુ જોડે
મળ્‌યો માટે થાય છે- એમ વસ્તુમાં નથી. વસ્તુની સ્થિતિ આવી છે. પ્રભુનો પોકાર છે. આહા.. હા!
સમજાણું કાંઈ?

Page 277 of 540
PDF/HTML Page 286 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૭
(કહે છે) માણસ મોટરમાં બેઠો છે. અને મોટર હાલે છે. એની પણ પર્યાય જે સમયે જે
ઉત્પન્ન છે, તે ઉત્પાદ અને પૂર્વની પર્યાયનો સંહાર-અભાવ, એ ઉપાદાન (કારણ) છે. એ બે લઈને
(એટલે ઉત્પાદ-વ્યય) વ્યતિરેકો ધ્રુવને લઈને છે. ધ્રુવ એટલે અન્વય. અન્વયને લઈને એ છે. એમાં
(મોટરમાં) બેઠેલો માણસ (માને કે) આને લઈને હું હાલું છું એમ ના પાડે છે અહીંયા. એ મોટરમાં
બેઠો છે ને મોટર હાલે છે માટે હું આમ-આમ હાલું છું એમ નથી. એના પરમાણુની પર્યાયનો એ
જાતનો ઉત્પાદ, પૂર્વનો વ્યય થઈને ઉત્પાદ થાય ને ધ્રુવને અવલંબે ઈ એનું સ્વતંત્રપણું છે. એ મોટરને
(લઈને માણસ આગળ ગતિ કરે છે એમ નથી). એક જણો તો કહેતો’ તો મશ્કરીમાં કે આપણે
જઈએ છીએ મોટરમાં પણ મોટરને લઈને નહીં એમ સોનગઢવાળા કહે છે. કોઈ બ્રહ્મચારી હતો. એ
વાત આવી હતી (અમારી પાસે). સોનગઢની મોટર પેટ્રોલ વિના હાલે, અને એની મોટર પેટ્રોલથી
હાલે! અરે! ભગવાન! શું કરે છે! (મરી જઈશ મિથ્યાત્વમાં) મોટરના પરમાણુ (ઓ) માં પણ જે
પરમાણુઓની પર્યાય આમ ગતિ થવાની છે તે ઉત્પાદની પર્યાય, તે પૂર્વની પર્યાયનો સંહાર થઈ અને
ધ્રુવના અવલંબનથી એ (ગતિની પર્યાય) નો ઉત્પાદ થાય છે. આહા... હા! ગજબ વાતો છે! (આ
વાત અભિપ્રાયમાં બેસે તો)
“આખો સંસાર ફેરવી નાખે.”
(અહીંયા કહે છે કેઃ) આવ્યું! “ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા
તો અસત્નો જ ઉત્પાદ થાય. (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો્ર બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય
(અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો ઉત્પાદ જ ન
થાય એ દોષ આવે; અથવા (૨) જો અસત્નો ઉત્પાદ થાય તો.”
સંહાર વિના થાય, તો ઉત્પાદ થાય
નહીં ને કાં ધ્રુવ કાંઈ નો’ તું ને અધ્ધરથી થ્યું આકાશના ફૂલ થ્યાં. જો અસત્નો ઉત્પાદ થાય તો
“વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” અર્થાત્ શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ
આવે.”
અસત્ને પર્યાયની ઉત્પત્તિને વખતે ધ્રુવપણું ન હોય તો શૂન્યમાંથી પણ ઉત્પન્ન થાય. આહા...
હા! એક જણો અમારે કહેતો’ તો મોતીલાલ વાણિયો (હતો) વિલાસપુરનો નહીં...! લાકડાનો ધંધો
બોટાદ. ‘શૂન્યમાંથી ધૂન ને ધૂનમાંથી આ બધું થ્યું’ આહા... હા! પહેલું હતું શૂન્ય એમાં ઊઠી ધૂન્ય,
ધૂનમાંથી થઈ આખી સૃષ્ટિ આ સ્થાનકવાસી હતો. કાંઈ ખબર ન મળે! લાતી હતી લાકડાનો (ધંધો.)
મોતીલાલ! (કહેતો’ તો) શૂન્યમાંથી ધૂન થઈ છે, ધૂનમાંથી આ જગત થ્યું છે! અરે... રે! આ તો કહે
છે અનાદિથી જે જે પરમાણુ ને આત્મા (છ એ દ્રવ્યોની) જે સમય જે પર્યાય ઉત્પન્ન થાય ઈ તેના
(પૂર્વ પર્યાયના) સંહારથી ને ધ્રુવથી થાય. પરથી થાય એમ વાત બિલકુલ છે નહીં. આહા... હા!
(લોકો કહે છે ને કે) હાથ જોડીને બેસી રહો, રોટલી, દાળ-ભાત એની મેળાએ થઈ જશે.
(શ્રોતાઃ) હાથ જુદો પદાર્થ છે તેની પર્યાય જે થવાની હોય તે થાય (ઉત્તરઃ) હાથને પણ કોણ કરી
શકે છે. આમ રહેવું કે ન રહેવું ઈ હાથની પર્યાય છે. ખાલી બેસી રહો એની મેળે દાળ-ભાત થઈ

Page 278 of 540
PDF/HTML Page 287 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૮
જશે એમ માળા મશ્કરી કરે છે. અરે બાપુ! એમ રહેવા દે ભાઈ! ઇ દાળ-ભાત-શાક એ પર્યાય એનો
જે પર્યાય જે સમય ઉત્પન્ન થવાનો, એ પૂર્વની પર્યાયનો સંહાર થઈ, ધ્રુવના આધારે ઇ થાય છે.
આહા...હા! એવી મશ્કરી કરે... સોનગઢને નામે, કરો બાપુ! મશ્કરી તો પોતાની થાય છે! આહા...હા!
શું થઈ ગ્યો? (સમય.) (શ્રોતાઃ) બે મિનિટ બાકી છે. (ઉત્તરઃ) આમાં કેમ ફેર છે? આમાં
ફેર નથી. કીધુંઃ આમ કેમ થ્યું? (શ્રોતાઃ) બંધ થઈ ગઈ છે. (ઉત્તરઃ) આ હાલતું નથી ખરાબ થઈ
ગઈ છે કેટલો (સમય) બાકી છે? (શ્રોતાઃ) બે મિનિટ! આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “વળી કેવળ સંહાર આરંભનાર”. એકલો નાશ પર્યાયનો થાય, માને
એમાં આ મૃત્તિકાપિંડનો ઉત્પાદ અને ધ્રૌવ્યરહિત એકલો નાશ તો એકલો-એકલો નાશ મૃત્તિકાપિંડનો,
સંહાર કર્યા વિના ઉત્પાદ રહે, સંહારનું કારણ પણ છે ઉત્પાદ, ઉત્પાદનું કારણ સંહાર છે.

વિશેષ કહેશે....