PDF/HTML Page 21 of 33
single page version
મુનિઓ તે સાંભળે છે....આચાર્યદેવની મુદ્રા વીતરાગી દિગંબર દશાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. ઉપદેશ મુદ્રા અતિશય
વૈરાગ્યથી છવાયેલી છે, એ પરમ વીતરાગી મુદ્રા ઉપર રત્નત્રયની ઝલક ઝલકી રહી છે,–જાણે કે હમણાં બોલશે!
એવી અદ્ભુત ભાવવાહી મુદ્રા છે....જેને જોતાં જ દિગંબર મુનિમાર્ગ પ્રતીતમાં આવી જાય છે ને મુમુક્ષુનું હૃદય
સહેજે સહેજે એ મુનિરાજના ચરણોમાં નમી પડે છે.
થયો...સૌએ ભાવપૂર્વક અર્ઘ ચડાવીને એ મુનિ ભગવાનનું પૂજન કર્યું.
થાય છે કે અહા! આવા ભવ્ય લાખો પ્રતિમા જ્યારે નિર્માણ થયા હશે તે કાળ દિગંબર જૈન ધર્મની કેવી મોટી
જાહોજલાલીનો હશે! વિશેષ અન્વેષણ કરવામાં આવે તો જૈનધર્મની મહત્તાસૂચક ઘણી ઐતિહાસિક વિગતો
અહીંથી મળી આવે તેમ છે.
હતા, તેનું વર્ણન શીખરજીની યાત્રાના વર્ણનમાં છે.)
સવારમાં જિનેન્દ્રદર્શન બાદ લલિતપુરથી બારાં તરફ પ્રસ્થાન કર્યું....વિદર્ભના વનવગડા જેવા પ્રદેશોમાં
નાના ગામોમાં પણ ગુરુદેવના દર્શન માટે અનેક લોકો રસ્તા ઉપર ભેગા થયા હતા. આખો દિવસ મુસાફરી
કરીને સાંજે પાંચ વાગે બારાં પહોંચ્યા. જૈનસમાજે તેમજ ગુજરાતી ભાઈઓએ પ્રેમથી સ્વાગત કરીને સંઘને
જમાડયો. ગામ બહાર મંદિરમાં જ ઉતારો હતો. આખા દિવસના પ્રવાસથી થાકેલા યાત્રિકો વિશાળ ભગવંતોને
દેખીને પ્રફૂલ્લ થયા....થાકયાના વિસામા ભગવાન પાસે જઈને બે ઘડી બેઠા. ગામથી બહાર એકાંત સ્થળે રમણીય
મંદિરમાં લગભગ ૧૨ ફૂટ ઊંચા શાંતિનાથપ્રભુ (ખડ્ગાસને) તથા છ ફૂટ ઊંચા નેમિનાથપ્રભુ (પદ્માસને) ૮૦૦
વર્ષ પ્રાચીન બિરાજે છે. આ ઉપરાંત કુંદમુનિના પ્રાચીન ચરણકમળ છે, પરંતુ આ કુંદમુનિ કયા તે બાબતમાં કોઈ
પ્રમાણભૂત હકીકત મળતી નથી. ચોકમાં પણ ચબુતરા ઉપર પ્રાચીન ચરણપાદુકા છે. ગામમાં પણ એક મંદિર છે.
અહીં જિનમંદિરના દર્શનાદિ કરીને સાંજે સાત વાગે યાત્રિકો ખરબચડા રસ્તે ધીમે ધીમે રસ્તો શોધતા શોધતા
રાતે ૧૦ વાગે ચાંદખેડી પહોંચ્યા. પૂ. બેનશ્રીબેનની ‘સત્સેવિની’ મોટર પણ સાથે જ હતી. અઘોર જંગલો,
અંધારી રાત, ડાકુઓના ભયવાળા સ્થાન અને ખરાબ રસ્તા, વળી વચ્ચે ક્યારેક મોટર અટકી જાય કે રસ્તો
ભૂલાઈ જાય–આ રીતે મુસાફરી કરીને રાતે દસ વાગે ચાંદખેડી પહોંચ્યા. સવારના ૪થી રાતના ૧૦ વાગ્યા સુધી
અઢાર કલાકના પ્રવાસ બાદ, ચાંદખેડીના ભોંયરામાં બિરાજમાન અતિ વિશાળ અને ખૂબ જ મનોજ્ઞ શ્રી
આદિનાથપ્રભુના દર્શનથી ભક્તોને શાંતિ અને પ્રસન્નતા થઈ. ઊંડી ઊંડી ગૂફા જેવા ભોંયરામાં ઊતરીને
જિનનાથને નીહાળતાં સંસારભ્રમણનો થાક ઉતરી જાય છે ને ચિત્ત પ્રશાંત થાય છે.
સવારમાં પૂ. ગુરુદેવ પધારતાં સ્વાગત અને મંગલ પ્રવચન થયું. ત્યારબાદ જિનમંદિરોમાં સમૂહપૂજન
કુંદકુંદાચાર્યદેવ વિદેહક્ષેત્રમાં સીમંધરપ્રભુના દર્શન કરી રહ્યા છે. તે દ્રશ્ય છે. તથા મંદિરની નીચે લગભગ ૨પ ફૂટ
ઊંડે વિશાળ ભોયરું છે, તેમાં આદિનાથ પ્રભુના ૬ા ફૂટ ઊંચા અતિમનોજ્ઞ મુદ્રાવાળા પ્રતિમા પદ્માસને બિરાજે
છે. આવી ભાવવાહી મુદ્રાવાળા પ્રતિમા બહુ વિરલ જોવામાં આવે છે. તે સિવાય મહાવીર ભગવાનના પણ અતિ
PDF/HTML Page 22 of 33
single page version
PDF/HTML Page 23 of 33
single page version
જિનાલયના દર્શન કર્યા. શાંતિનાથ પ્રભુને નીહાળતાં જ ભક્તો હર્ષથી પ્રફુલ્લિત થયા, ને થોડીવાર તો શાંતિનાથ
પ્રભુના શરણે શાંતિથી બેસી ગયા. લગભગ ૧૨ ફૂટ ઊંચા ભાવવાહી ભગવાન છે, ને ૧૧૦૦ વર્ષ જેટલા પ્રાચીન
છે. મંદિરના દરવાજે હાથી જેવડા મોટા બે સફેદ હાથી છે; ફરતા વિશાળ ચોગાનમાં અનેક વેદીઓ જિનબિંબોથી
શોભે છે. એક જિનમંદિરની વેદી ચાંદીની કળામય છે ને બંને બાજુ દર્પણથી અદ્ભુત શોભે છે–જાણે કે અકૃત્રિમ
જિનાલયોની હારમાળા હોય! તેના દર્શન કરતાં ભક્તોને ઘણો આનંદ થાય છે. પૂ. બેનશ્રીબેન આ વિશાળ
મંદિર નીહાળીને બહુ પ્રસન્ન થયા. ટાઈમ હોત તો આ મંદિરમાં ભક્તિ–પૂજન કરવાની સૌની ભાવના હતી.
દર્શન બાદ અકૃત્રિમ ચૈત્યાલયોને યાદ કરીને પૂ બેનશ્રીબેન જય જયકાર કરાવતા હતા. આ મંદિરના દર્શનથી
જાણે એક તીર્થની યાત્રા કરી હોય એવો સૌને આનંદ થયો. મંદિરનું કળામય શિખર ૧૦૦ ફૂટ જેટલું ઊંચુ છે, ને
ઉપર ૨૧ જેટલા સુવર્ણ કલશોથી શોભી રહ્યું છે.
અહીં બીજા પણ બે મંદિરો છે. ગુરુદેવ રાત્રે અહીં રહ્યા હતા.
સવારમાં ગુરુદેવ પધારતાં હજારોની સંખ્યામાં જનતાએ ભાવભીનું સ્વાગત કર્યું. સ્વાગત જુલુસમાં
દ્વારા પૂ. ગુરુદેવનું તથા સંઘનું સ્વાગત કર્યું. શેઠ પુનમચંદજી, બાબુ જ્ઞાનચંદજી વગેરે તરફથી સંઘના
ભોજનાદિની સુંદર વ્યવસ્થા હતી. બાબુ જંબુકુમારજીએ ખૂબ પ્રેમપૂર્વક બધી વ્યવસ્થા સંભાળી હતી.
આદિનાથપ્રભુના બે વિશાળ (પાંચ ફૂટના) ભાવવાહી જિનબિંબો છે,– આ મંદિરમાં બીજે દિવસે સમૂહપૂજન
થયું હતું. બીજા મંદિરમાં ધાતુના સપ્તર્ષિ ભગવંતો તેમજ ધાતુની નંદીશ્વર રચના છે. એક મંદિરમાં
શાંતિનાથપ્રભુના પ્રાચીન ખડ્ગાસન પ્રતિમા લગભગ ૧૦ ફૂટ ઊંચા છે; બીજા અનેક મંદિરો પુરાણી હાલતમાં
છે. અહીં બપોરે પ્રવચન વખતે દેહની ક્ષણભંગુરતાનો એક પ્રંસગ બન્યો....રાત્રે મોટા જિનમંદિરમાં પાર્શ્વપ્રભુ
સન્મુખ ખૂબ રંગભરી ભક્તિ થઈ હતી.
બાબુ જ્ઞાનચંદજી અને પં. જુગલકિશોરજીના ઉપોદ્ઘાત બાદ, બાબુ જંબુકુમારજીએ અભિનંદનપત્ર વાંચ્યું હતું ને
શેઠ પુનમચંદજીએ અર્પણ કર્યું હતું. રાત્રે તત્ત્વચર્ચા હતી. કોટાના જૈન સમાજે પ્રવચનોમાં તેમજ તત્ત્વચર્ચામાં
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુના, અશોકનગર, બુંદી વગેરે અનેક ગામથી ઘણા માણસો લાભ લેવા આવ્યા
હતા. રાત્રે ચર્ચા પછી પૂ. બેનશ્રીબેન (ચંપાબેન તથા શાંતાબેન) ને મહિલા સમાજ તરફથી અભિનંદનપત્ર
આપવામાં આવ્યું હતું. અભિનંદન–સમારોહમાં અનેક બહેનોએ ભાવભીના હૃદયે ઘણો ભક્તિભાવ વ્યક્ત કર્યો
હતો અને ભાવના ભાવતાં કહ્યું હતું કે–હમારા જીવન ભી પૂ. બહિનશ્રી–બહિન કી તરહ આધ્યાત્મિક ઉન્નતિમેં
લગે રહે–યહી હમારી ભાવના હૈ, ઉનકે જ્ઞાનવિરાગકી બાત હમ કયા કહે? ઔર ઉનકી ભક્તિ તો અનુપમ હૈ–
વૈસી ભક્તિ હમને કહીં નહીં દેખી. રાજ કુમારી ન્યાયતીર્થે અભિનંદનપત્ર વાંચ્યું હતું ને શેઠાણીજી દ્વારા તે પૂ.
બેનશ્રીબેનને અર્પણ થયું હતું. આ વખતે મહિલાસભામાં હજાર ઉપરાંત બહેનોની ઉપસ્થિતિ હતી. અભિનંદન
બાદ મહિલાસભાની ખાસ માંગણીથી પૂ. બેનશ્રીબેને અતિ ગંભીર અને વૈરાગ્યઝરતી વાણીમાં દસેક મિનિટ
બોલ્યા હતા....તેઓશ્રીના સન્દેશનો આપણે અહીં પણ થોડેક રસાસ્વાદ કરીએ.
PDF/HTML Page 24 of 33
single page version
કિયા. સબ કુછ બહારમેં કિયા, આત્મા મેં હી સુખ હૈ, આત્મા હી સુખકા સમુદ્ર હૈ, લેકિન ઉસમેં દ્રષ્ટિ નહીં કી,
બહાર દ્રષ્ટિ કી, બહાર સે મુઝે જ્ઞાન ઔર સુખ મિલેગા–ઐસા માનકર બહારમેં હીં દેખા. આત્મામેં સે હી
આત્માકા જ્ઞાન–સુખ મિલતા હૈ–ઐસા વિચાર ભી જીવને નહીં કિયા.
તો ઉસકા ઉપાય મિલતા હી હૈ. જો ખરી (–સચ્ચી) જિજ્ઞાસા કરતા હૈ ઉસકો ઉસકા ઉપાય મિલ હી જાતા હૈ.
આત્માકા વિચાર ભી નહીં કરે ઔર બાહ્યમેં ત્યાગ કરે, તો ઐસે ત્યાગ કરનેસે વો પ્રાપ્ત નહીં હોતા. પહેલે
જિજ્ઞાસા ઔર રુચિ બઢાની ચાહિએ કિ મૈં કોન હું, મેરા આત્માકા કયા સ્વરૂપ હૈ! ત્યાગ પીછે હોતા હૈ ઉસકે
પહેલે આત્માકી શ્રદ્ધા હોતી હૈ, પરંતુ અનંતકાલસે ઉસકા વિચાર હી નહીં કિયા હૈ.
સિદ્ધસમાન હૈ. નારિયલમેં ટોપરાકા ગોલા કી તરહ મેરા આત્મા દેહસે ભિન્ન, રાગસે ભિન્ન ચૈતન્યમૂર્તિ હૈ; એસે
આત્માકા વિચાર કરકે શ્રદ્ધા કરના વહી કલ્યાણકા માર્ગ હૈ.”
પ્રતાપસે, હમારા જીવન પલટતા હૈ–વહ ઉસીકે પ્રતાપસે; ઊસીકે પ્રતાપસે યહ સબ પ્રભાવના હો રહી હૈ,
સ્વામીજીકે સ્વાગતમેં આપ સબને અચ્છા ઉત્સાહ દિખાયા હૈ; વાસ્તવમેં તો સ્વામીજી જો કહેતે હૈ ઈસકા સ્વીકાર
કરના વહી ઉનકા સ્વાગત હૈ. યથાર્થ માર્ગમેં વિચાર કરનેસે આત્માકા પત્તા ચલતા હૈ. આત્માકા જો સ્વાભાવિક
અંશ પ્રગટતે હૈ વહી ધર્મ હૈ. આત્માકે સ્વાભાવિક જ્ઞાન–દર્શન–સુખમેં હી ધર્મ હૈ. ગુરુદેવકા પરિચય કરકે
આત્માકા કલ્યાણ કરના યહી હૈ તો મનુષ્ય જન્મકા કાર્ય હૈ, ઈસી કાર્ય કરનેકે લિયે યહ મનુષ્ય અવતાર મિલા
હૈ. ઈસલિયે ઈસ મનુષ્ય જન્મમેં સચ્ચે દેવ–ગુરુકી ભક્તિ બઢાકર, આત્માકા વિચાર કર. આત્માકા કલ્યાણ
કરના યહી કર્તવ્ય હૈ.
યાત્રા દરમિયાન આજે લાંબા કાળે પૂ. બેનશ્રીબેનનો ઉપદેશ સાંભળવા મળ્યો તેથી યાત્રિકોને પણ ઘણો હર્ષ
થયો હતો. ત્યારબાદ જયજયકારપૂર્વક મહિલાસભા સમાપ્ત થઈ હતી. અને કોટા શહેરનો બે દિવસનો કાર્યક્રમ
પૂરો થયો હતો.
સવારમાં કોટાથી સંઘે પ્રસ્થાન કર્યું. ભક્તોએ ભાવભીની વિદાય આપી. ગુરુદેવ કોટાથી બુંદી પધાર્યા
આવ્યા હતા. નીમચના ભાઈઓ ગુરુદેવનું સ્વાગત કરવા અને પ્રવચન સાંભળવા ખૂબ જ ઈંતેજાર હતા
અને આસપાસના ગામોથી પણ ઘણા માણસો આવ્યા હતા, પરંતુ ગુરુદેવ નહિ પધારવાથી તેઓ થોડા
હતાશ થયા હતા. તેમણે યાત્રિકોનું વાત્સલ્યપૂર્વક સન્માન કર્યું હતું. બપોરે શાંતિનાથ પ્રભુના દરબારમાં પૂ.
બેનશ્રીબેને સરસ ભાવભીની ભક્તિ કરાવી હતી. જિનમંદિરમાં સુંદર ચિત્રો છે; એક ચિત્રમાં, મૃત્યુસમયે
જીવ શરીરને કહે છે કે ‘તારા માટે મેં ઘણું કર્યું છે માટે તું મારી સાથે ચાલ!’ ત્યારે શરીર જવાબ આપે છે કે
‘અમારો સ્વભાવ જ એવો છે કે તારી સાથે ન આવવું;’ એવા ભાવનું દ્રશ્ય છે. જિનમંદિરમાં પૂજન ભક્તિ
બાદ સંઘ ચિત્તોડ આવ્યો ને કલેકટરની નવી બંધાતી કચેરીમાં ઉતર્યો. ચિત્તોડ તરફ આવતાં દૂરદૂરથી કિલ્લા
ઉપર બે ઊંચા સ્તંભો ધ્યાન ખેંચે છે–એક તો છે રાણા માનસીંહનો જયસ્તંભ, અને બીજો છે જૈન ધર્મનો
કીર્તિસ્તંભ અર્થાત્ માનસ્તંભ.
PDF/HTML Page 25 of 33
single page version
સવારે ૮ાા વાગે ગુરુદેવ ચિત્તોડ પધાર્યા ને સીધા કિલ્લો જોવા માટે ગયા.....યાત્રિકો પણ કિલ્લો જોવા
જિનાલયમાં મલ્લિનાથ પ્રભુના દર્શન થાય છે. આ ઐતિહાસિક કિલ્લા ઉપર ૧૨૨ ફૂટ ઊંચો જયસ્તંભ છે. તથા
૭ મંજિલવાળો ૮૦ ફૂટ ઊંચો જૈન કીર્તિસ્તંભ (–માનસ્તંભ) છે. એક દિગંબર જિનમંદિરની સન્મુખ આ
માનસ્તંભ છે, માનસ્તંભ ઘણો સુંદર કળામય છે; ચારેબાજુ આદિનાથપ્રભુના પાંચ ફૂટ ઊંચા ખડ્ગાસન પ્રતિમા
માનસ્તંભમાં જ કોતરેલા છે...અંદરના ભાગમાં સીડી છે, તેનાથી ઠેઠ માનસ્તંભ ઉપર જવાય છે....ત્યાં ચારે
બાજુ કળામય કમાનોમાં પાંચ પાંચ જિનબિંબો કોતરેલા છે, ને ૧૦–૧પ માણસો બેસી શકે એવી મંડપ જેવી
વિશાળ જગ્યા છે. માનસ્તંભ ઉપર સંસારથી અલિપ્ત શાંત વાતાવરણમાં બેસીને સિદ્ધોના ગુણ વગેરેનું સ્મરણ
કરતાં મુમુક્ષુ હૃદય આહ્લાદિત થાય છે. માનસ્તંભની બાજુના મંદિરનો જિર્ણોદ્ધાર થઈ ગયો છે ને તેમાં
મલ્લિનાથપ્રભુની પ્રતિષ્ઠા થવાની છે. તોપખાના પાસેના એક વૃક્ષ નીચે પ્રાચીન અવશેષોમાં ઘણા દિ.
જિનપ્રતિમાઓ છે. કિલ્લાના ગઢમાં પણ ક્યાંય ક્યાંય જિનપ્રતિમા નજરે પડે છે.
જાહોજલાલી અને કીર્તિની પ્રસિદ્ધિ કરી રહ્યા છે. આ ઉપરાંત કિલ્લા ઉપર બીજા કેટલાક જોવાલાયક સ્થળો છે.
સાત સાત ગઢવાળો પ્રાચીન કિલ્લો જોતી વખતે તેના બંધાવનારની હાલતનું સ્મરણ થતાં, જાણે કિલ્લો પોતે જ
કરુણસ્વરે પોકારી પોકારીને કહેતો હોય કે આટલો મજબૂત કિલ્લો બંધાવનારા ને તેમાં રહેનારા પણ મૃત્યુથી
પોતાની રક્ષા ન કરી શકયા; જગતમાં એક જૈનધર્મ જ રક્ષક છે.–એમ કિલ્લા ઉપર ઊભેલો જૈનધર્મનો સ્તંભ
પ્રસિદ્ધ કરી રહ્યો છે. ચિત્તોડ ગામમાં એક નાનું જિનાલય છે, ત્યાં દર્શન–પૂજન કર્યા હતા. ભોજન અને પ્રવચન
બાદ ચિત્તોડથી પ્રસ્થાન કરીને યાત્રિકો ઉદયપુર પહોંચ્યા.
સવારમાં પૂ. ગુરુદેવ ઉદયપુર પધાર્યા ને ત્રણેક હજાર માણસોએ ઉત્સાહથી ભવ્ય સ્વાગત કર્યું...સ્વાગત
ચૌધરીએ સ્વાગતપ્રવચન કર્યું. આસપાસના ગામોથી સેંકડો માણસો ગુરુદેવનો લાભ લેવા આવ્યા હતા, અહીં ૯
જેટલા જિનમંદિરો છે. ઉદયપુર પ્રાકૃતિક સૌંંદર્યવાળું શહેર છે, ત્યાં અનેક જોવાલાયક સ્થળો છે. સરોવર વચ્ચેનો
મહેલ નૌકામાં બેસીને જોવા જવાય છે. એક સરોવરનું નામ ‘સ્વરૂપ સાગર’ છે. મ્યુઝીયમમાં અનેક પ્રાચીન
જિનબિંબો છે. રાત્રે ઉદાસીન આશ્રમના જિનાલયમાં ભક્તિનો કાર્યક્રમ હતો; પૂ. બેનશ્રીબેને ભક્તિ ગવડાવ્યા
બાદ, એક બાલિકાએ નૃત્યભજન સહિત જિનેન્દ્રદર્શન કરીને સિદ્ધપદની ભાવનાનું દ્રશ્ય (ચલો મન...અપને
દેશ...) બતાવ્યું હતું. બીજે દિવસે સવારમાં જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું. બપોેરે પ્રવચન બાદ અભિનંદનપત્ર
અપાયું હતું અને રાત્રે મુંબઈના પ્રતિષ્ઠામહોત્સવની ફિલ્મનું પ્રદર્શન થયું હતું. ગુરુદેવના અને સંઘના સ્વાગત
સન્માનમાં ઉદયપુરના સમાજે ઘણો ઉલ્લાસ અને વાત્સલ્ય બતાવ્યું હતું. બે દિવસનો કાર્યક્રમ પૂરો થતાં ચૈત્ર વદ
૧૩ની સવારમાં ઉદયપુરથી પ્રસ્થાન કરીને ગુરુદેવ સંઘસહિત કેસરીઆજી પધાર્યા હતા.
ગુરુદેવ પધારતાં સ્વાગત થયું; વચ્ચે બે જિનાલયોના દર્શન બાદ કેસરીઆજી–મંદિરમાં આવ્યા. ગામનું
એક વિશાળ પ્રાચીન કારીગરીવાળું મંદિર છે, તેમાં આદિનાથપ્રભુના પ્રતિમા બિરાજે છે, શ્વેતાંબરભાઈઓ પણ
આ પ્રતિમાને પૂજતા હોવાથી લગભગ આખો દિવસ કેસર આચ્છાદિત રહે છે. પાછળના ભાગમાં આદિનાથ
પ્રભુની એક બીજી પ્રતિમા છે, ત્યાં સમૂહપૂજન થયું હતું. આ ઉપરાંત ફરતી દેરીઓમાં પણ અનેક જિનબિંબો
બિરાજે છે. અહીં દર્શન પૂજન બાદ ભોજન કરીએ સંઘે ઈડર તરફ પ્રસ્થાન કર્યું.
PDF/HTML Page 26 of 33
single page version
ઈડર પ્રાચીનકાળમાં વૈભવવંતુ શહેર હતું. ‘ઈડરીઓ ગઢ’ કહેવતમાં પ્રસિદ્ધ છે. અહીં ગામમાં ત્રણ
જાગી રે શાંતિ અપૂર્વ
દસ વરસે રે ધારા ઉલ્લસી
મિટયો ઉદય–કર્મનો ગર્વ રે. ધન્ય રે.....
ઓગણીસસેં ને એકતાલીસે
આવ્યો અપૂર્વ અનુસાર....
ઓગણીસસેં ને બેંતાલીસે
અદ્ભૂત વૈરાગ્ય ધાર રે.....ધન્ય રે......
ઓગણીસસે ને સુડતાલીસે
સમકિત
નિજ સ્વરૂપ અવભાસ્યું રે......ધન્ય રે....
ચૈત્ર વદ અમાસે પૂ. ગુરુદેવ પધારતાં સોનાસણના સમાજે તેમજ આસપાસના અનેક ગામોના ગુજરાતી
PDF/HTML Page 27 of 33
single page version
શોભે છે. અહીંથી યાત્રાસંઘની બસમાં બેસીને યાત્રિકોએ ફત્તેપુર તરફ પ્રસ્થાન કર્યું.
સંઘમાં ૪ બસો છે. મોટરબસોમાં યાત્રાસંઘનો આજે છેલ્લો પ્રવાસ છે. આ પ્રવાસ પછી હવે યાત્રિકો એક
બીજાથી છૂટા પડશે–એ વિચારે સૌનું ચિત્ત ભાવભીનું થઈ રહ્યું છે. કોઈ યાત્રિકો જાત્રાના પ્રસંગોને યાદ કરી
જાત્રાના અનેક મીઠા સંભારણા ભર્યા છે. સાંજે ૬ાા વાગતાં બસો ફતેપુર પહોંચી ગઈ ને યાત્રાસંઘનો પ્રવાસ
અહીં પૂરો થતાં દિલ્હીથી આવેલી બસો ખાલી થઈને દિલ્હી તરફ પાછી ફરી....યાત્રિકોને છોડીને ખાલી બસ
મુકામે તેઓ ગુરુદેવના દર્શન કરવા ઊતર્યા હતા, અને યાત્રાસંઘ તરફથી તેઓને ઈનામ આપવામાં આવ્યું હતું...
ફતેહપુરથી કેટલાક યાત્રિકો રાત્રે સોનાસણ ભક્તિમાં ગયા હતા....અને ભક્તિ કરીને પાછા ફતેપુર પહોંચી ગયા
સ્વાગત કર્યું.
ગુરુદેવનો ૭૦મો જન્મોત્સવ અહીં ઊજવાતો હોવાથી ફત્તેપુર અને ગુજરાતના જૈન સમાજને ઘણો
માણસોને રહેવા–જમવાની, નાવા–ધોવાની તેમજ પ્રવચન વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી....માત્ર
ફત્તેપુરના જ નહિ પણ ગુજરાતના અનેક ગામોના ભાઈઓએ આનંદથી સહકારપૂર્વક ભાગ લઈને ગુરુદેવનો
અન્યત્ર આપવામાં આવ્યા છે.)
પોતપોતાને વતન પાછા ફર્યા......હવે ગુરુદેવ સાથે ગુજરાતના પ્રવાસમાં ખાસ કરીને સોનગઢનું ભક્તમંડળ હતું
સવારમાં ગુરુદેવ પધારતાં સુંદર સ્વાગત થયું......અહીંનું નૂતન જિનમંદિર સુશોભિત અને ભવ્ય
છે. જિનમંદિરમાં વેદી વગેરેની કેટલીક રચના સોનગઢના જિનમંદિરને મળતી છે. મૂળનાયક આદિનાથ ભગવાન
છે, ઉપરના માળે મહાવીરપ્રભુના સુંદર પ્રતિમા ખડ્ગાસને બિરાજે છે, નીચેના ભોંયરામાં ત્યાગીઓને રહેવાનું
શાંત સ્થાન છે. પ્રવચન માટે ખાસ મંડપ હતો, ગુરુદેવે પ્રવચનમાં ‘
રખિયાલ પધાર્યા હતા.
સ્વાગત બાદ નિયમસારના આઠમા કળશ ઉપર ગુરુદેવે મંગલપ્રવચન કર્યું. અહીં સ્ટેશન પાસે ઘર–
ગુરુદેવ પધારતાં જૈનસમાજે ઉલ્લાસભર્યું સ્વાગત કર્યું. સ્વાગતમાં અને પ્રવચનમાં મોટી સંખ્યામાં
PDF/HTML Page 28 of 33
single page version
થઈ હતી; તે વખતે દેહગામની બહેનોએ પણ રાસપૂર્વક મોરલીના ભજન ગાઈને ભક્તિ કરી હતી. અહીં
ઘરચૈત્યમાં સીમંધરપ્રભુના પ્રતિમા બિરાજે છે તથા અહીં જિનમંદિરને માટે મહાવીરપ્રભુના પ્રતિમાજી પ્રતિષ્ઠિત
થઈને હાલ તલોદ જિનમંદિરમાં બિરાજે છે. અહીંના ભક્તોને જિનમંદિર બંધાવવાની ભાવના છે.
બીજી વૈ. સુદ છઠ્ઠે ગુરુદેવ પધારતાં કલોલના જૈનસમાજે ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું. અહીં સુંદર
સ્વાધ્યાય તથા બીજે દિવસે જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું. અહીંથી બપોરે અમદાવાદ આવ્યા હતા.
તરફ ગયા હતા...વૈશાખ સુદ ૯ ની સવારમાં સોનગઢ પહોંચીને સૌ યાત્રિકો આનંદથી ગાતા ગાતા જિનમંદિરે
ગયા હતા...બાકી રહેલા ભક્તો સહિત ગુરુદેવ વૈશાખ સુદ નોમે અમદાવાદથી પોલારપુર પધાર્યા હતા....ત્યાં
કરતાં કરતાં સોનગઢ પધાર્યા..... સોનગઢ આવતાં જાણે રસ્તાના આંબાઓ પણ પ્રફૂલ્લિત થઈને સ્વાગત કરતા
હતા.
આનંદગીત ગાતાં ગાતાં પૂ. બેનશ્રીબેન વહાલા વિદેહીનાથના દર્શને આવ્યા....દૂર દૂરથી દિવ્યતેજે ઝળહળી રહેલા
સીમંધરનાથને દેખતાં જ ઘડીભર સ્તબ્ધ બનીને તેઓ થંભી ગયા... અતિ ભક્તિ, આશ્ચર્ય અને પ્રમોદથી
સન્મુખ હૈયાં ખોલીને આનંદથી ભક્તિ કરી, જાણે આખી યાત્રાનો ભેગો થયેલો અપાર હર્ષ અહીં સીમંધરનાથ
પાસે એક સાથે વ્યક્ત કર્યો.
સીમંધર પ્રભુના દર્શન કરતાં આનંદમંગળ આજ જી
સીમંધરપ્રભુના પરમ પ્રતાપે યાત્રા અપૂર્વ થાયજી
સીમંધરનાથને નયને નીરખતાં આત્મા ઉલ્લસી જાય જી
શિહોરથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ ભાવનગર પધારતાં જૈન સમાજે નગરીને શણગારીને ભાવભીનું
અહીંના અનેક ભાવભીનાં સ્મરણો ભક્તોને હૃદયમાં જાગતા હતા. બીજે દિવસે રાત્રે ભગવાનજી શેઠના બંગલે
ભગવાનને પધરાવીને ભક્તિ થઈ હતી. જિનમંદિરમાં ખડ્ગાસને ચંદ્રપ્રભુ ભગવાન વગેરેના દર્શનથી ભક્તોને
જિનમંદિરના દર્શને પધાર્યા. ઘોઘા પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું વૈભવવંતું બંદર હતું; હાલ ત્યાં બે પ્રાચીન દિ.
જિનમંદિરો અનેક પ્રાચીન જિનબિંબો સહિત બિરાજે છે. તેમાં મૂળનાયક આદિનાથ પ્રભુની પ્રતિમા ઘણી પ્રાચીન
PDF/HTML Page 29 of 33
single page version
ભારતના તીર્થોને યાદ કરીને ભક્તિ કરાવી હતી...ત્યાર બાદ ઘોઘામાં ચા–નાસ્તો કરીને યાત્રિકો ભાવનગર
પાછા આવ્યા હતા. બીજે દિવસે ભાવનગરથી સોનગઢ તરફ પ્રસ્થાન કર્યું હતું.
દીવડાની જ્યોતિવડે ગુરુદેવનું સન્માન કરતા હતા...રસ્તાઓ અનેક સુસજ્જિત મંડપો–કમાનો અને ધ્વજ
તોરણથી શોભતા હતા...ગામેગામના સેંકડો ભક્તો અને સુવર્ણપુરીના અનેક નગરજનો ગુરુદેવના સ્વાગત માટે
ખૂબ જ હોંસપૂર્વક આતુર હતા...બેન્ડવાજાં મંગલનાદ કરીકરીને જાણે કે ‘મંગલવર્દ્ધિનીને બોલાવી રહ્યા હતા......
હતા.....થોડીવારમાં ‘મંગલવર્દ્ધિની’ સોનગઢ આવી પહોંચી અને સા...રે...ગ....મ.ના મંગલસૂરવડે જેવી ગુરુદેવ
પધાર્યાની વધામણી આપી કે તરત જ સેંકડો ભક્તજનોએ અતિ ઉમળકાપૂર્વક જયજયકારથી ગુરુદેવનું સ્વાગત
કર્યું.
ચડાવીને ભગવાનની પૂજા કરી...ને ત્યાંથી સ્વાધ્યાયમંદિરમાં આવીને બિરાજ્યા...ત્યાં ઘણા ભાવપૂર્વક અનેક
તીર્થધામોનું સ્મરણ કરીને શાંતરસઝરતું મંગલપ્રવચન કર્યું. બપોરે પ્રવચનમાં “સમયસાર”ની મંગલ શરૂઆત
થઈ......ત્યારબાદ જિનમંદિરમાં ભક્તિ પ્રસંગે આ મંગલકારી તીર્થયાત્રા મહોત્સવની પૂર્ણતા પ્રસંગનું ખૂબ જ
ભાવવાહી સ્તવન પૂ. બેનશ્રીબેને ગવડાવ્યું......ગુરુદેવની સાથે ને સાથે આવી મહાન તીર્થયાત્રા થઈ તેની અપાર
પ્રસન્નતા સ્તવનના શબ્દે શબ્દમાંથી ઝરતી હતી....સૌ યાત્રિકોના હૃદય ભક્તિ અને હર્ષથી ગદગદ હતા.....ભક્તિ
પછી જિનેન્દ્રભગવંતોના ને સંતોના જયજયકારપૂર્વક આ મંગલયાત્રા સમાપ્ત થઈ....ભારતના અનેક
તીર્થધામોની ગુરુદેવ સાથેની આ મહાન મંગલવર્દ્ધિની યાત્રા ભવ્ય જીવોને મંગલની વૃદ્ધિ કરો.
શકેલા ભક્તોને પણ તીર્થયાત્રાનો કાંઈક ખ્યાલ આવે તે માટે યાત્રાનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યો છે. આ
તીર્થયાત્રાના મંગલ પ્રસંગ દરમિયાન કોઈપણ પૂજ્ય તીર્થ પ્રત્યે કે તીર્થસ્વરૂપ સંતો પ્રત્યે, પૂ. ગુરુદેવ પ્રત્યે કે પૂ.
બેનશ્રી–બેન પ્રત્યે કોઈ પ્રકારે અવિનયાદિ થઈ ગયા હોય તો અંતઃકરણની ભક્તિપૂર્વક નમ્રભાવે હું ક્ષમા માંગું
છું. યાત્રા દરમિયાન પરિચયમાં આવેલા દેશોદેશના સાધર્મી–ભાઈ–બેનો પ્રત્યે પણ મારાથી જે કાંઈ દોષ થઈ
ગયા હોય તે બદલ વાત્સલ્યપૂર્વક સૌ સાધર્મી ભાઈ–બેનો પ્રત્યે ક્ષમા માંગુ છું.
સમજાવી રહ્યા છે....આ રીતે સમ્યક્તીર્થની અપૂર્વયાત્રા કરાવીને મુક્તિપુરી સિદ્ધિધામ પ્રત્યે લઈ જનાર
પરમપૂજ્ય જીવનાધાર ગુરુદેવના પુનિત ચરણોમાં પરમ ભક્તિભાવે નમસ્કાર કરું છું.
PDF/HTML Page 30 of 33
single page version
PDF/HTML Page 31 of 33
single page version
તરફથી
સ્વર્ગીય લાલા વીરકુમારજી
ચંદુલાલ વ્રજપાળ, શિવલાલ ત્રિભુવનદાસ,
નેમચંદ કસ્તુરચંદ, વ્રજલાલ જગજીવન, બ્ર.
સુભન્દ્ર, ચંચળબેન પુંજીરામ, કાકુભાઈ
ડગલી, માણેકચંદ વેલશી, નાથાલાલ
અમૃતલાલ, કાળીદાસ મગનલાલ, સોમચંદ
બબાલાલ, મહેતા પદમશી ફતેચંદ,
ઊજમશી તલકશી, સવિતાબેન ગાંઘી,
કાંતાબેન ખેરાગઢ, એક ગૃહસ્થ હા.
કાંતિલાલભાઈ)
(વૈશાખ વદ છઠ્ઠ સુધી) તા. ૨૭–પ–પ૯
PDF/HTML Page 32 of 33
single page version
આકસ્મિક સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ઉમર લગભગ
અવારનવાર સોનગઢ આવીને તેઓ ઘણો લાભ લેતા,
અને ગુરુદેવ પાસેથી સાંભળેલા તત્ત્વનો વિચાર કરવાનો
ધર્મપ્રેમથી રંગતા ગયા છે, એટલું જ નહિ, તેમની બે
પુત્રીઓ બાલબ્રહ્મચારી છે તે સોનગઢ–આશ્રમમાં જ રહે
આગેવાન હતા અને જિનમંદિર વગેરે અનેક કાર્યોમાં
ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેઓ આખા મંડળને પ્રેરણા
કર્યો ત્યાં સુધી તેઓ સોનગઢમાં જ હતા, અને ગુરુદેવનો
સહવાસ છોડવો તેમને ગમતો ન હતો. પોષ શુદ છઠ્ઠે
જ દિવસે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. સ્વર્ગવાસ પૂર્વે
કલાક પહેલાં હજી તો તેઓ સ્વાધ્યાય–ચિંતન કરતા
તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ કહેતા કે ગુરુદેવનો
વિરહ ન થયો હોત તો સારૂં હતું. આ રીતે તેઓ
ગયા છે; તેઓ સરલ જિજ્ઞાસુ અને વાત્સલ્યવાળા હતા;
તત્ત્વપ્રેમમાં આગળ વધીને તેમનો આત્મ શીઘ્ર
જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧પ૦૦ રૂા.
સોનગઢ સંસ્થાઓને અર્પણ કરવામાં આવ્યા હતા.
સમાચાર અગાઉ “મુંબઈ–સમાચાર” ના લખાણની
સાથે ગુમ થઈ જવાથી, તથા યાત્રાપ્રવાસમાં હોવાને
છીએ.
PDF/HTML Page 33 of 33
single page version
વળતાં પૂ. ગુરુદેવ વૈશાખ સુદ એકમના રોજ ફતેપુરનગરમાં પધાર્યા, ને
ગુજરાતી જનતાએ ઉમંગભર્યું ભવ્ય સ્વાગત કર્યું....વૈશાખ સુદ બીજે
જન્મોત્સવની વધામણીના મંગલ વાજાં વાગ્યા...ઠેર ઠેર ઘંટરાવ
થયા...ત્યારબાદ જિનમંદિરમાં શીતલનાથ વગેરે ભગવંતોનું સમૂહપૂજન
ને ગુરુદેવ પ્રવચનમંડપમાં પધાર્યાં. માત્ર ૨૦૦ ઘરની વસતીવાળા આ ફતેપુર
ગામમાં બેથી ત્રણ હજાર માણસો ગુરુદેવનો જન્મોત્સવ ઊજવવા એકત્ર થયા
શોરબકોરથી નાનકડું ફતેપુર આજે મોટું શહેર બની ગયું હતું.... ફતેપુરની
જનતાનો ઉત્સાહ અજબ હતો, માત્ર ફતેપુર નહીં પણ ગુજરાતના અનેક
આજનું પ્રવચન પણ ઘણું ભાવભીનું હતું...પ્રવચન બાદ અનેક ભક્તોએ
ગુરુદેવના જન્મોત્સવ સંબંધી ભાષણ કરીને ગુરુદેવને અભિનંદન આપ્યા
આવ્યો હતો. ગુજરાતની જનતા તરફથી ઘણો હર્ષ વ્યક્ત કરતાં ઉત્સાહી
કાર્યકર ભાઈ શ્રી બાબુલાલભાઈએ ઉલ્લાસપૂર્વક કહ્યું હતું કે ધન્ય છે...ધન્ય
ગુરુદેવનો જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે....આજે અમારે રાંકને ત્યાં રત્ન
સાંપડયું છે....તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ દેનાર મહાપુરુષ આજે
ત્યાં આવ્યું હોય–એવો અમને આનંદ થાય છે.......
સંદેશાઓ વાંચવામાં આવ્યા હતા તથા ૭૦મી જન્મજયંતિ નિમિત્તે ૭૦ની
રકમનું ફંડ થયું હતું–જેમાં લગભગ ૧૦૦ રકમો ભરાઈ હતી. ત્યારબાદ અનેક
ભક્તિ રાખવામાં આવી હતી. આ રીતે ઘણા ઉલ્લાસપૂર્વક ગુરુદેવનો
જન્મોત્સવ ઊજવાયો હતો.
પ્રભાવના ભારતના ભવ્યજીવોનું કલ્યાણ કરો...