Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 5

PDF/HTML Page 61 of 81
single page version

background image
: ૫૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
‘જ્યારથી આત્મધર્મમાં બાલવિભાગની શરૂઆત કરી છે ત્યારથી હું ધર્મમાં વધુ
રસ લઈ રહ્યો છું.’–તમને ધન્યવાદ! અને હજી ઉત્સાહથી ખૂબ આગળ વધો.
ખેડબ્રહ્માના ગુણવંતલાલ જૈન પણ પોતાનો આનંદને ઉત્સાહ વ્યક્ત કરે છે;
અને લખે છે કે અમારા ગામમાં દિ. જિનમંદિર નથી તોપણ રોજ ભગવાનને
યાદ કરીને દર્શન કરીએ છીએ. ભાઈ, તમારા ગામમાં જિનમંદિર વેલુંવેલું થાય–એવી
ભાવના ભાવીએ. ભગવાનના વિરહમાં રોજ ભગવાનને યાદ કરો છો તે બહુ સારું છે.
કૈલાસ એમ જૈન જામનગર (સભ્ય નં. : ૬૬)
તમે લખી મોકલેલી પ્રાર્થના અહીં છાપી છે–
સર્વજ્ઞ પ્રભુ દેવાધિદેવ છો,
સાધકના આધાર પ્રભુ તમે છે;
ભવસાગરમાં નાવ અમારી
પાપ–પુણ્યમાં ડગમગ ડોલે...
નાવીક થઈ તમે પાર ઉતારો.....સાધકના૦
તમે છો ત્યાગી, તમે વિરાગી,
અરજ સૂણજો હે વીતરાગી,
જનમ–મરણ ફેરાને ટાળો....સાધકના૦
જો તુમ પધારો અમ અંતરમાં,
તો અમે જઈએ મુક્તિનગરમાં,
આનંદ માણીએ અમ સ્વરૂપમાં....સાધકના૦
નરેશ જે. જૈન (સભ્ય નં. ૩૦૦)
સમ્યગ્દ્રષ્ટિ વંદનાનું કવિ દીપચંદજીનું જે પદ તમે ‘રત્નસંગ્રહ’ માંથી ઉતારીને
લખી મોકલ્યું તે પદ સારૂં છે; લગભગ આસો માસમાં છાપીશું. પરંતુ ભાઈશ્રી, આવું
પદ જ્યાંથી ઉતાર્યું હોય તેનું નામ લખવું જોઈએ, તથા તેમાં ફેરફાર કરીને પોતાનું નામ
ઘૂસાડી દેવું ન જોઈએ. સાહિત્યની નીતિનો આ નિયમ સૌએ ધ્યાનમાં રાખવા જેવો છે.
તમારો પ્રશ્ન–શ્રીકૃષ્ણ અત્યારે ક્્યાં છે ને શું કરે છે?

PDF/HTML Page 62 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૫ :
ઉત્તર:– શ્રીકૃષ્ણ આપણા નેમિનાથતીર્થંકરના પીતરાઈ ભાઈ હતા; તેઓ
અત્યારે ચોથા ગુણસ્થાનમાં છે, ને સમ્યગ્દર્શનવડે આત્માની આરાધના કરી રહ્યા છે
ને હવે પછીના ભવમાં તેઓ ભરતક્ષેત્રમાં તીર્થંકર થઈને મોક્ષમાં પધારશે–તે
ભાવિતીર્થંકરને નમસ્કાર હો.
દીપક જૈન દિલ્હી (સભ્ય નં. ૧૧૭)
પ્રશ્ન:– આપણે નમસ્કારમંત્રમાં પહેલાં અરિહંત ભગવાનને કેમ નમસ્કાર
કરીએ છીએ? સિદ્ધભગવાનને પહેલાં કેમ નથી કરતા?
ઉત્તર:– અરિહંતદેવ હજી સદેહે મનુષ્યપણે બિરાજમાન છે અને દિવ્યધ્વનિ
વગેરે દ્વારા વિશેષ ઉપકાર કરે છે, તેથી તેમને નમસ્કારમંત્રમાં પ્રથમ નમસ્કાર કર્યા
છે. આમ છતાં બધે ઠેકાણે આવો જ ક્રમ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી.
સમયસારમાં કુંદકુંદસ્વામીએ સિદ્ધભગવાનને નમસ્કાર કરીને શરૂઆત કરી છે.
षट्खंडागम પુસ્તક ૮ માં વીરસેનસ્વામીએ પહેલાં સાધુને, પછી ઉપાધ્યાયને, પછી
આચાર્યને, પછી અરિહંતને અને પછી સિદ્ધને–એ રીતે નમસ્કાર કર્યા છે.
પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી વગેરે ગમે તે ક્રમથી પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરી
શકાય છે, તેમાં કોઈ દોષ નથી.
લલિત જૈન (સ. નં. ૧૬૯) જોરાવરનગરથી લખે છે કે–
આત્મધર્મ હું હંમેશ વાંચું છું, શૈલી અલૌકિક છે, વાંચતાં જાણે એમ લાગે છે
કે પૂ. ગુરુદેવનું પ્રવચન પ્રત્યક્ષ સાંભળીએ છીએ.
પ્રશ્ન:– વાચ્ય–વાચક તથા દ્યોત્ય–દ્યોતક સંબંધ તે બંનેમાં શું તફાવત?
ઉત્તર:– સામાન્યપણે બંને સમાન અર્થમાં વપરાય છે. (બાલવિભાગના
નાનકડા સભ્યોને આવા પ્રશ્નો અઘરા લાગે, બધા બાળકોને આનંદથી સમજાય–
તેવા પ્રશ્નો ઉપર વિશેષ લક્ષ આપીશું.)
દામોદર હંસરાજ જૈન (અમદાવાદ) લખે છે કે બાલવિભાગ વાંચી ઘણો
આનંદ થયો છે. આપે આત્મધર્મમાં બાલવિભાગ ખોલ્યો તેથી બાળકો ખૂબ જ
સારી

PDF/HTML Page 63 of 81
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
રીતે રસ લેશે ને આગળ વધશે....એ જૈનધર્મની પ્રભાવનાનું કારણ છે....બાળકો
દિન પ્રતિદિન ધર્મમાં આગળ વધે એવી હાર્દિક ભાવના છે.
વિશેષમાં તેઓ લખે છે કે–સમ્યગ્દર્શન પામવા માટેની સરળ ચાવી
લખી મોકલશો. ભાઈશ્રી! એવી ચાવી ગુરુદેવ હંમેશા પોતાના પ્રવચનમાં
દેખાડી જ રહ્યા છે. આપણે તે ચાલી લાગુ કરીને તાળું ખોલી નાંખીએ–એટલી
જ વાર છે!
નરસિંહદાસ પી. જૈન
આપના વિચારો વ્યક્ત કરતો લેખ ‘બાલવિભાગ’ માટે આપે લખી
મોકલ્યો; પરંતુ બાળકોને માટે આ શૈલિ અનુકૂળ ન આવે, તેમજ ‘આત્મધર્મ’ ની
શૈલિને પણ અનુરૂપ નથી. ‘બાલવિભાગ’ માં બાળકોના હૃદયના તરંગો વ્યક્ત
થાય તે વધુ ઈચ્છનીય છે.
“દર્શનકથા” નું ભેટપુસ્તક ન મળવા સંબંધમાં અનેક બાળકોના પત્ર
આવેલ છે. બંધુઓ, તમારી વાત સાચી છે, અમે ચૈત્ર સુદ બીજ સુધીમાં પુસ્તકો
મોકલી દેવાની જાહેરાત કરી હતી. પરંતુ તે પુસ્તકો અમે મોકલી શક્્યા ન હતા,
તેથી તમારી ફરિયાદ આવે તે બરાબર છે. અમારી વ્યવસ્થાની આ ભૂલ હતી, તે
બદલ દિલગીર છીએ. હવે તમામ સભ્યોને દર્શનકથા પુસ્તક મોકલાઈ ગયું છે;
અને વૈશાખ સુદ બીજ સુધી જેટલા સભ્યોનાં નામ આવ્યા હશે તે બધાયને
દર્શનકથા પુસ્તક મોકલવામાં આવશે. આ લખાણ તમે વાંચો ત્યાંસુધીમાં જો
તમને ભેટપુસ્તક ન મળ્‌યું હોય તો પહેલી તારીખ પછી ફરીને અમને લખવા
વિનંતિ છે. આપણા બાલવિભાગનું સોનગઢનું સરનામું તો હવે તમને મોઢે જ
હશે. (તમારો સભ્ય નંબર અને પૂરું સરનામું જરૂર લખજો. અધૂરા સરનામાને
કારણે ઘણાના પુસ્તકો પાછા આવ્યા છે.)
વાડીલાલ આર. શાહ વઢવાણ
પ્રશ્ન:– ઈન્દ્રો મેરૂપર્વત ઉપર તીર્થંકર ભગવાનનો જન્માભિષેક ક્ષીરસમુદ્રના
જળથી કરે છે, તે જળ સચેત હશે કે અચેત?

PDF/HTML Page 64 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૭ :
ઉત્તર:– ક્ષીરસમુદ્રનું જળ ત્રસ જીવોથી રહિત હોય છે; તેમાં જલકાયિક એકેન્દ્રિય
જીવો હોય છે.
દીપક જૈન દિલ્હી (સભ્ય નં. ૧૧૭)
તમે એક વાત લખી તે અમને બહુ ગમી; તમે લખો છો કે–‘ભગવાનના
કલ્યાણક દિવસે બહુ આનંદ થાય છે, તે દિવસે તે ભગવાનની પૂજા અને આરતિ કરું છું.
તેમજ સવારે તે ભગવાનનું નામ લઈને મારા પૂ. બા મને જગાડે છે.”–તમને આવા
બા મળ્‌યા તે બદલ તમે ભાગ્યશાળી છો. ભારતની બધી માતાઓ પોતાનાં બાળકોને
આવા મજાના સંસ્કાર આપે તો કેવું સારૂં!
તમે માટી, ઘડો ને કુંભારનો પ્રશ્ન પૂછયો, પરંતુ–ભાઈશ્રી, માટી માંથી ઘડો બને
કે ન બને તેનું આપણે કામ નથી, આપણે તો આત્મામાંથી પરમાત્મા બનવાનું કામ છે.
આત્મામાંથી પરમાત્મા કેમ થવાય ને તેમાં કેવા દેવ–ગુરુ નિમિત્ત હોય તે આપણે
જાણવાનું છે. દિલ્હીમાં મહાવીરજયંતિ ધામધૂમથી ઉજવાય છે તે સમાચાર તથા તે
દિવસની તમારી ભાવના જાણી.–ધન્યવાદ!
અશોક જૈન (જામનગર) ઉત્સાહ વ્યક્ત કરતાં લખે છે કે:–
આવા સરસ વિચારો હું ‘આત્મધર્મ’ માં વાંચી ઘણો ખુશી થયો.....તમે બાળકોને
આગળ વધારવા કેટલી તમન્નાથી કામ કરો છો! આ જોઈ અમને બધાને ખૂબજ આનંદ
થયો છે. ને આત્મધર્મમાં આટલા બધા બાળકોનો ઉત્સાહ જોઈને હું પણ બાલવિભાગમાં
નામ લખાવું છું. (ભાઈશ્રી, તમે વાર્તા મોકલવા જણાવ્યું તો બે ત્રણ મહિના પછી
મોકલો તો સારૂં; હમણાં તો બાલવિભાગમાં બહારનું લેવાનો ખાસ અવકાશ નથી.)
જામનગરના એક ભાઈ લખે છે–
“હું બાલવિભાગમાં ‘ભરતી’ થાઉં છું......મારું નામ ‘આત્મધર્મ’ માં ભરતી
કરશે” ભાઈશ્રી, આપણો બાલવિભાગ એ કાંઈ લશ્કર નથી કે તેમાં ભરતી કરવાનું
હોય. હમણાં તમારા ગામને લશ્કરી ઉથલપાથલનો અનુભવ થઈ ગયો તેથી લશ્કરની
જેમ તમે પણ ‘ભરતી’ થવાની ભાષા વાપરી લાગે છે! આત્મધર્મના બાલવિભાગના
સભ્યોમાં આપનું નામ દાખલ કર્યું છે.
ભરત એચ. જૈન–મુંબઈથી લખે છે કે–

PDF/HTML Page 65 of 81
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
અમે કોલેજમાં હોવા છતાં બાલવિભાગના પ્રશ્નોતરમાં ખૂબ રસ પડે છે.” ભાઈશ્રી,
આપની જેવા કોલેજિયન બંધુઓ જૈન–તત્ત્વજ્ઞાનમાં રસ લ્યે ને બાલવિભાગના સભ્ય
થાય તેને અમે ખુબ જ પ્રેમથી આવકારીએ છીએ. તમારા બધા કોલેજમિત્રોનેય સભ્ય
બનાવી દો.
દીપક અને રાજેન્દ્ર જૈન વડોદરા
તમે લખો છો કે મારે ભગવાન થવું છે ને રોજ સવારમાં ભગવાનના દર્શન
કરીને પછી બીજા કામ કરશું. તથા સોનગઢમાં અમને ઘણી જ મજા પડી ભૈયા! તમારી
ભાવના બદલ ધન્યવાદ! સોનગઢમાં તો કોને મઝા ન પડે? સૌને મજા આવે; –કેમકે
“જ્યાં જ્ઞાની વસે ત્યાં સૌને ગમે.”
પ્રશ્ન:– રાવણનું નામ ‘દશાનન’ તથા ‘રાવણ’ શાથી પડ્યું?
ઉત્તર:– ‘દશાનન’ એટલે દશ મસ્તકવાળો; રાવણ નવ મણિવાળો એવો ઉતમ
હાર પહેરતો કે તેમાં તેના મુખના નવ પ્રતિબિંબ દેખાતા, તથા દશમું મૂળ મસ્તક, એ
રીતે દશ મસ્તક દેખાવાને કારણે તેને ‘દશાનન’ કહ્યો. રાવણને માથું તો એક જ હતું,
પણ તે મહાન વિદ્યાધર હોવાથી દશ માથા કરવા હોય તો કરી શકે ખરા; અને એનું
નામ ‘રાવણ’ પડવા સંબંધમાં ‘પદ્મપુરાણ’ માં એમ આવે છે કે–એકવાર તે
કૈલાસપર્વત ઉપરથી પસાર થયો હતો ત્યાં વાલી મુનિરાજના પ્રભાવથી તેનું વિમાન
થંભી ગયું; તેથી ક્રોધિત થઈને તેણે વિદ્યાબળે તે મુનિ સહિત આખો કૈલાસપર્વત
ઉખેડીને દરિયામાં ફેંકી દેવાની ચેષ્ટા કરી. પર્વત નીચે જઈને પર્વતને ડગાવવા લાગ્યો
ત્યાં કૈલાસ પર ભરત ચક્રવર્તીએ બંધાવેલા રત્નમય જિનમંદિરોની રક્ષાના વિકલ્પથી
વાલી મુનિએ અંગુઠા વડે પર્વતને દબાવ્યો, ત્યાં પર્વત નીચે રાવણ પણ દબાયો ને રુદન
કરવા લાગ્યો તેથી તેનું નામ રાવણ પડ્યું! પછી પોતાની ભૂલના પશ્ચાત્તાપથી રાવણે
ક્ષમા માંગી ને કૈલાસ ઉપરના જિનાલયમાં જિનેન્દ્રદેવની ઘણી જ ભક્તિ કરી.
પ્રશ્ન:– રાવણ સીતાજીને હરી ગયો ત્યારે સીતાજીની શક્તિ ક્્યાં ગઈ?
ઉત્તર:– રાવણે સીતાજીનું હરણ કર્યું તે પ્રસંગનું વર્ણન પણ જુદી જુદી શૈલિથી
જોવામાં આવે છે. મહાપુરાણમાં એમ આવે છે કે રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે
તેણે રામનું રૂપ ધારણ કર્યું હતું, એટલે સીતાને ખબર ન હતી કે આ રામ નથી પણ રાવણ
છે. વળી રાવણ પ્રતિવાસુદેવ (અર્ધચક્રવર્તી) હતો એટલે લક્ષ્મણ–વાસુદેવ સિવાય બીજું
કોઈ તેને જીતી ન શકે. રાવણનું મૃત્યુ લક્ષ્મણના હાથે થયું હતું, રામના હાથે નહિ.

PDF/HTML Page 66 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૯ :
તમારા પ્રશ્નોના ઉત્તરમાં બીજી ઘણી વાતો લખી શકાય તેમ છે, પરંતુ આ
વિભાગમાં વધુ વિસ્તાર થઈ શકે તેમ નથી. વધુ વિસ્તારથી લખવા બેસીએ તો આખું
પુરાણ લખવું પડે. હા, રાવણ સંબંધમાં એક વાત જાણવી જરૂરી છે કે તેણે એક
મુનિરાજ પાસે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે કોઈ પણ સ્ત્રી ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ
બળાત્કાર કરવો નહિ. અને, સીતાનું હરણ કર્યા પછી પણ રાવણ મહારાજાએ પોતાની
એ પ્રતિજ્ઞાનું દ્રઢપણે પાલન કર્યું હતું.
નીલાબેન, તરુણબેન અમદાવાદ, તમે મોકલેલ ધર્મનો કક્કો તથા ૧૧ થી ૨૦
ના અંક અને કાવ્ય મળેલ છે. તેમાંથી સારૂં લાગશે એટલું લઈશું.
એક ભાઈ–આપનો નામ વગરનો પત્ર મળ્‌યો. પત્રકારત્વના નિયમ અનુસાર
કોઈપણ પત્રમાં કે લેખમાં લેખકે પોતાનું નામ જણાવવું જરૂરી છે. પછી,–ભલે તે પ્રસિદ્ધ
ન કરવું હોય. બાલવિભાગ પ્રત્યે મમતા બતાવીને આપે લખ્યું કે બાળકોને તેનાથી
ખૂબજ પ્રેરણા મળે છે અને સભ્યોની સંખ્યા જોતાં બાળકોનું ખાસ પત્ર નીકળે એવો
પ્રસંગ આવશે. ભાઈ, આવા અધ્યાત્મ જૈનધર્મમાં હજારો બાળકો નાનપણથી જ
રસપૂર્વક ભાગ લ્યે, તેમના ધાર્મિક સંસ્કારો દ્રઢ થાય ને ખાસ બાળકો માટે જ ધાર્મિક
પત્રો કાઢવા પડે–એવી જાગૃતિ જૈનસમાજમાં આવે એ તો આપણી ભાવના છે; એવો
પ્રસંગ આવે એના જેવું ઉત્તમ શું?
આત્મધર્મ પાક્ષિક બને તો વધુ જાગૃતિનું કારણ થાય–એમ આપે જણાવ્યું; આ
ભાવના ઘણા જિજ્ઞાસુઓની છે. અત્યારે જૈનસમાજના મુખ્ય–મુખ્ય બધા પ્રત્રો
સાપ્તાહિક છે. એ દ્રષ્ટિએ આત્મધર્મનું માસિક પ્રકાશન ઘણું લાંબું પડે છે, પાક્ષિક થાય
તો જરૂર વિશેષ પ્રચારનું કારણ થાય. આ બાબત માનનીય પ્રમુખશ્રીની પણ ભાવના
હતી. આ સંબંધમાં જિજ્ઞાસુઓએ પ્રમુખશ્રી, જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢને
લખવું જોઈએ તેમનો આદેશ થતાં તુરત આત્મધર્મનું પાક્ષિક–પ્રકાશન થઈ શકે.
તમે શરીરને દુષ્ટ કહીને એનાથી ચેતવાનું લખ્યું પરંતુ ભાઈશ્રી, એ તો બિચારું
જડ છે; તેના અંગે આત્મા દુષ્ટ પરિણામ કરે તો તેમાં એનો શો વાંક? અને તેમાં જ
રહીને આત્મા જો મોક્ષનું સાધન કરે તો પણ તે કયા ના પાડે છે? એ તો જે મોહ
પરિણામ કરે તેને મોહ પરિણામમાં નિમિત્ત થાય ને જે મોક્ષનું સાધન કરે તેને મોક્ષ
સાધનમાંય નિમિત્ત થાય. શરીરમાં રહીને જીવે શું કરવું તે તો પોતાને આધીન છે.

PDF/HTML Page 67 of 81
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
શૈલાબેન (આકોલા) લખે છે કે અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ, માંગીતુંગી તીર્થં
મહારાષ્ટ્રમાં આવેલું છે ને ત્યાંથી શ્રી રામ–હનુમાન વગેરે મોક્ષ પામ્યા છે તે જાણીને
ખુશી થયા છીએ. મહારાષ્ટ્રમાં માંગીતુંગી ક્્યાં આવેલું છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે
તો જણાવશો.
ઉત્તર:– બોમ્બે–નાગપુર રેલ્વે લાઈન પર મનમાડ સ્ટેશનથી બસદ્વારા સટાણા
થઈને તારાબાગ ઉતરવું; ત્યાંથી છ માઈલ બેલગાડી દ્વારા માંગીતુંગી જવાય છે.
સૌરાષ્ટ્રમાંથી જવા માટે સુરત થઈ નવાપુર સ્ટેશન ઉતરી, ત્યાંથી બસદ્વારા શાકરી–
પીપરનેર થઈને દશવેલ ઉતરવું; દશવેલથી બેલગાડીદ્વારા ચાર માઈલ માંગીતુંગી જવાય
છે. મુંબઈથી જવા માટે નાશીકથી બસ મારફત તારાબાગ અથવા દશવેલ જવું ત્યાંથી
બેલગાડી દ્વારા જવાય છે. નંદરબાર અમલનેર ટ્રેઈનમાં ધૂલીયાથી બસમાં દશવેલ
ઉતરવું. વિશેષ માહિતી જે સ્ટેશનથી પ્રવાસ કરવાનો હોય ત્યાંથી મેળવી લેવી.
માંગીતૂંગી પહાડ સુંદર છે, તેનું ચઢાણ જરા કપરું છે. તેની યાત્રાનું વિશેષ વર્ણન મંગલ
તીર્થયાત્રા પુસ્તકમાંથી વાંચતા પ્રસન્નતા થશે.
બીજા એક કોલેજિયન બંધુ લખે છે–
(આત્મધર્મના ગતાંકમાં આપણા બાલવિભાગના સભ્ય નંબર ૬ નો પત્ર પ્રગટ
થયો હતો. એવા જ બીજા એક ઉત્સાહી કોલેજીયન બંધુ તરફથી અમને લખાણ મળ્‌યું છે.
તે ફત્તેપુરવાળા ચેતનકુમાર છોટાલાલ મહેતા તેઓ અમદાવાદની કોલેજમાં ફર્સ્ટ બી.
ફાર્મમાં અભ્યાસ કરે છે. વીતરાગમાર્ગની પ્રભાવના માટે તેમને તમન્ના છે. તેમના
લખાણમાંથી કેટલુંક અહીં આપ્યું છે–જે અમારા બીજા કોલેજિયનબંધુઓને પણ
પ્રેરણાકારી થશે. –સં
ક હે વ તો................
જુની.......... અને.......... નવી
(૧) મન હોય તો માળવે જવાય......
મુમુક્ષુતા હોય તો મોક્ષે જવાય
(૨) નાચવું ન હોય એટલે કહે કે આંગણું વાંકુ.....
પુરુષાર્થ કરવો નથી એટલે પાંચમ આરાનું બહાનું કાઢે છે.
(૩) પ્રસૂતિની પીડા વંધ્યા ક્્યાંથી જાણે?
આત્મિક આનંદના વેદનને અજ્ઞાની ક્્યાંથી જાણે?

PDF/HTML Page 68 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૧ :
(૪) દાળ બગડી તેનો દિવસ બગડયો.....
ભાવ બગડયા તેનો ભવ બગડયો.
(પ) અરીસામાં તો જેવું હોય તેવું ઝળકે....
જ્ઞાનમાં તો જ્ઞેયપદાર્થો જેવા હોય તેવા જણાય.
(૬) પડી પટોળે ભાત.....ફાટે પણ ફીટે નહિ.....
લાગ્યો આત્મિક રંગ.....મરે પણ મીટે નહિં.
(૭) કમળો થયો હોય તે પીળું દેખે.....
ઊંધી દ્રષ્ટિવાળો પરને પોતાનું માને.
* * *
નાપાસ થયો ત્યારે........!
સ્વનું તત્ત્વજ્ઞાન ભૂલી, પરમાં રચ્યા પચ્યા રહી, દુઃખનું વેદન કરતાં,
ઉપયોગી છે તે નહિ ભણતાં, જે રસ કેળવવા જેવો છે તેની કેળવણી ન લેતાં,
આકુળતાથી ઊજાગરા કરી કરીને નહિ ભણવાનું ભણતાં, અથક પ્રયત્ને પણ જ્યારે
પુણ્યની કચાશને કારણે પરીક્ષામાં નિષ્ફળતા મળી ત્યારે મને મારી ભૂલ
સમજાઈ......જેટલો પ્રયત્ન આમાં કર્યો એટલો પ્રયત્ન સમ્યગ્જ્ઞાનવિદ્યા વડે આત્માને
જાણવા માટે ક્્ર્યો હોત તો?
મિત્રો, એટલું તો ચોક્કસ છે કે આત્મિક જ્ઞાનના અભ્યાસ વગરનું જે જીવન
જાય છે તે જ રીતે જો જીવન પસાર થઈ જાય તો જીવન નિષ્ફળ છે. જીવનની સફળતા
આત્મિક જ્ઞાનની વિદ્યા વડે જ છે. જીવનની જેટલી ક્ષણ આત્મવિદ્યાના અભ્યાસ માટે
સત્સંગમાં વીતે તે ક્ષણ સફળ છે. એના સિવાયનું બીજું બધું તો ‘ચેતન’ અનંતવાર કરી
ચૂક્્યો છે.
લોહચૂંબકથી લોઢું આકર્ષાય છે, સોનું નહિ; તેમ ભૌતિકસિદ્ધિથી સામાન્ય
મનુષ્યો આકર્ષાય છે, શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ નહિ.

PDF/HTML Page 69 of 81
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
બાલ બંધુઓ, નિશાળની પરીક્ષાઓ પૂરી થઈ ને રજા પડી.....રજામાં મજા આવશે–
પણ રજાનો થોડોક ઉપયોગ ધાર્મિક વાંચનમાં પણ જરૂર કરજો. અહીં નવા પ્રશ્નો પૂછયા છે.
જવાબ પોતાના જ હસ્તાક્ષરમાં લખજો; સભ્ય નંબર લખજો.
પ્ર (૧) મોક્ષ પામવા માટે આપણી પાસે
ક્યા ક્યા ત્રણ રત્નો હોવા જોઈએ?
પ્ર (૨) નીચેની વસ્તુઓમાંથી કઈ કઈ
વસ્તુઓ જીવમાં હોય? ને કઈ અજીવમાં
હોય? તે જુદી પાડો–જ્ઞાન, સુખ, રાગ,
દુઃખ, શબ્દ, રોગ શરીર અસ્તિત્વગુણ.
પ્ર (૩) નમસ્કાર–મંત્રમાં દેવ કેટલા ને
ગુરુ કેટલા?
પ્ર (૪) નીચેના ત્રણ વાક્્યોમાં ખાલી
જગ્યા છે ત્યાં ફકત એક અક્ષર લખવાનો
છે.–
૧ ધર્મવડે–ર્મનો નાશ થાય છે.
૨ પરમાત્મામાં પરમા–નથી.
૩ મો–ના નાશવડે મોક્ષ પમાય છે.
આ અંકનો કોયડો:
જૈનશાસનમાં વીરપ્રભુ પછી થયેલા એક
મહાન સંતને શોધી કાઢો–જેનું ચાર
અક્ષરનું નામ છે; જેમણે મોટા મોટા
શાસ્ત્રો રચ્યાં છે;
એમના નામના છેલ્લા ત્રણ અક્ષર
સિદ્ધપ્રભુમાં નથી; પણ એના નામના ચારે
અક્ષરનો અર્થ સિદ્ધપ્રભુ થાય છે; બીજો
અને ચોથો અક્ષર સરખા છે. છેલ્લા બે
અક્ષર લંકામાં છે.
અક્ષયત્રીજની વાર્તા
અક્ષયત્રીજ એ વર્ષીતપના પારણા
તરીકે પ્રસિદ્ધ છે; બંધુઓ, તેના
ઈતિહાસની તમને ખબર હશે. ભગવાન
ઋષભદેવ મુનિ થયા ત્યાર પહેલાં આપણા
આ ભરતક્ષેત્રમાં લાખો કરોડો–અસંખ્યાત
વર્ષો સુધી કોઈ મુનિ ન હતા, ને મુનિને
આહારદાન કેવી વિધિથી દેવાય તેની
કોઈને ખબર ન હતી.
ઋષભમુનિરાજે છ મહિના સુધી તો
ઉપવાસ કરીને આત્મચિંતન કર્યું;
ત્યારપછી આહાર માટે ગામમાં પધારતા,
પણ વિધિપૂર્વક આહારનો યોગ ન બનતો,
તેથી પાછા વનમાં જઈ આત્મધ્યાન કરતા.
એમ કરતાં

PDF/HTML Page 70 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૩ :
કરતાં વર્ષ ઉપરાન્ત થઈ ગયું–ભગવાનને
વર્ષીતપ થઈ ગયો.
વૈશાખ સુદ ત્રીજ આવી. આગલી
રાત્રે (એટલે કે આપણા પૂ. ગુરુદેવના
જન્મ દિવસની રાત્રે) શ્રેયાંસરાજાને
મંગલસ્વપ્નો આવ્યાં કે મારા આંગણે
કલ્પવૃક્ષ ફળ્‌યું છે ને દેવો વાજાં વગાડે છે–વગેરે;
સવારમાં ઋષભમુનિરાજ આહારનિમિત્તે તે
હસ્તિનાપુરીમાં પધાર્યા, ને તેમને જોતાં જ
પરમ ભક્તિથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણ
જ્ઞાન થયું, પૂર્વે આઠમા ભવે ઋષભદેવની
સાથે પોતે (વજ્રજંઘ અને શ્રીમતીપણે)
મુનિઓને આહારદાન
દીધેલ તે યાદ આવ્યું ને મુનિને આહારદાન
કઈ રીતે દેવાય તેની ખબર પડી. એટલે
અત્યંત આનંદપૂર્વક શેરડીના રસથી
ઋષભમુનિરાજને ‘હાથમાં’ પારણું કરાવ્યું.
પછી શ્રેયાંસકુમાર પણ મુનિ થઈને
ભગવાનના ગણધર થયા ને કેવળજ્ઞાન
પ્રગટ કરીને અક્ષય પદ (મોક્ષ) પામ્યા;
‘ઈક્ષુ’ રસથી પારણું કરાવ્યું અને તે જ
ભવમાં તેઓ ‘અક્ષય’ પદને પામ્યા તેથી
તે દિવસ અક્ષયત્રીજ તરીકે પ્રસિદ્ધ થયો.
અહા, ધન્ય તે મુનિદશા! ને ધન્ય તેમના
આહારદાનનો પ્રસંગ!–આપણે એ બંનેની
ભાવના ભાવીએ.
* * * * * *
ભેટપુસ્તક
સંબંધી ખુલાસો
આત્મધર્મના ગ્રાહકોને “અધ્યાત્મસન્દેશ” નામનું જે ભેટપુસ્તક અપાયું છે તે
હજી સુધી નથી મળ્‌યું એવી અનેક ગ્રાહકો તરફથી સૂચના આવી છે. આ સંબંધમાં
જણાવવાનું કે મોટા શહેરોમાં જ્યાં વિશેષ ગ્રાહકો છે ત્યાં તો મુમુક્ષુમંડળ મારફત ભેટ
પુસ્તકો મોકલાયા હતા; પરંતુ પરચુરણ ગામોમાં ભેટપુસ્તક મોકલવા માટે પોસ્ટખર્ચની
વ્યવસ્થા થઈ ન હતી તેથી હજી સુધી મોકલાયા ન હતા; હવે પુસ્તકનું પોસ્ટખર્ચ સંસ્થા
તરફથી આપવાનું નક્કી થયું છે એટલે બાકીના ગ્રાહકોને ભેટપુસ્તક પોસ્ટથી મોકલાઈ
જશે, અથવા તો તેમને શિક્ષણવર્ગ દરમિયાન સોનગઢમાં રૂબરૂ આપવામાં આવશે.
બીજું ‘દર્શનકથા’ નામનું ભેટપુસ્તક આત્મધર્મના માત્ર બાલવિભાગના
સભ્યોને જ મોકલવામાં આવ્યું છે, આત્મધર્મના બધા ગ્રાહકોને નહિ,–તેની નોંધ લેવા
વિનંતિ છે.

PDF/HTML Page 71 of 81
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
અમે બાલવિભાગનાં સભ્ય–અમે જિનવરનાં સંતાન
(બાલવિભાગના સભ્યો ખૂબ ઉત્સાહપૂર્વક વધી રહ્યા છે. બસો સભ્યો
ધારેલા તેને બદલે છસો ઉપર થઈ ગયા છે. બંધુઓ, તમે સૌ ઉત્સાહથી ભાગ
લેજો. કોઈનું નામ રહી ગયું હોય તો અમને જણાવજો. ગતાંકમાં નં. પ૦૯ થી
પ૧૩ સુધીનાં નામો ડબલ હોવાથી તે રદ કરીને છાપેલ છે તે સાચા સમજવા.)
પ૦૯ સુબોધચંદ્ર વૃજલાલ જૈન કલોલ પ૩૬ મધુબેન ભોગીલાલ જૈન પોશીના
પ૧૦ હસમુખલાલ વૃજલાલ જૈન પ૩૭ વીરેન્દ્ર પી. જૈન બોરીવલી
પ૧૧ વિનોદચંદ્ર વૃજલાલ જૈન પ૩૮ જયેશ પી. જૈન
પ૧૨ નલીનકુમાર વૃજલાલ જૈન પ૩૯ અશોક ખીમચંદ જૈન જામનગર
પ૧૩ રમણલાલ સુખલાલ જૈન ઘોડનદી પ૪૦ મધુબેન કે. જૈન બોરસદ
પ૧૪ સુલોચના ચંદુલાલ જૈન ફતેપુર મોટા પ૪૧ ભદ્રેશકુમાર ફકીરચંદ મદ્રાસ
પ૧પ મીનાબેન છોટાલાલ જૈન લાઠી પ૪૨ રજનીકાન્ત જગજીવન જૈન ઉમરાળા
પ૧૬ માલાબેન ચંદુલાલ જૈન પ૪૩ રાજેશ્રી નગીનદાસ જૈન ધ્રાંગધ્રા
પ૧૭ मीनाक्षीबेन जैन खंडवा પ૪૪ દક્ષા એન. ઝોબાલીઆ
પ૧૮ प्रवीणकुमार जैन BIENNE (સ્વીટ્ઝરલેન્ડ)
પ૧૯ सुभाषकुमार जैन પ૪પ જિતેન્દ્ર પ્રભુદાસ જૈન વડોદરા
પ૨૦ विश्वश्री जैन પ૪૬ અશોક પ્રભુદાસ જૈન
પ૨૧ जयश्री जैन પ૪૭ નિખિલ પ્રભુદાસ જૈન
પ૨૨ જયેન્દ્ર શાંતિલાલ જૈન અમદાવાદ પ૪૮ મુકેશ જૈન લાઠી
પ૨૩ શૈલેષ કાંતિલાલ જૈન રાજકોટ પ૪૯ દિપ્તીબેન જૈન મુટેડી
પ૨૪ રાજેશ કાંતિલાલ જૈન પપ૦ નગીનચંદ્ર જગજીવન જૈન સોનગઢ
પ૨પ કંચનબેન સોમચંદ જૈન તલોદ પપ૧ પ્રફુલ્લા શાંતિલાલ જૈન મુંબઈ–૨૨
પ૨૬ વિજયકુમાર નગીનદાસ જૈન જામનગર પપ૨ પ્રતિભા એસ. જૈન
પ૨૭ મુકેશબાબુ હસમુખલાલ જૈન રાજકોટ પપ૩ ગીતા. એસ જૈન
પ૨૮ નૈનાબેન એચ. જૈન પપ૪ ભાવના એસ. જૈન
પ૨૯ દીપ્તિબેન એચ. જૈન પપપ દીના એસ. જૈન
પ૩૦ ભાવનાબેન એચ. જૈન પપ૬ દીપકભાઈ કાન્તિલાલ જૈન ચોટીલા
પ૩૧ શૈલેષ ડાહ્યાલાલ જૈન અમદાવાદ પપ૭ દીપિકાબેન કાન્તિલાલ જૈન
પ૩૨ ચંદ્રકાંત ડાહ્યાલાલ જૈન પપ૮ ઉરેશ જયંતિલાલ જૈન અંકલેશ્વર
પ૩૩ પ્રકાશકુમાર એમ. જૈન વીંછીયા પપ૯ નિલેશ જયંતિલાલ જૈન અંકલેશ્વર
પ૩૪ જશવંતકુમાર એમ. જૈન વીંછીયા પ૬૦ સૂર્યકાન્ત જૈન પાટી
પ૩પ પ્રવીણચંદ્ર ગુલાબચંદ જૈન મુંબઈ–૨ પ૬૧ કાંતિ એમ. જૈન દામનગર

PDF/HTML Page 72 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૫ :
પ૬૨ રેખાબેન વૃજલાલ જૈન મુંબઈ–૨૨ પ૯૪ જયશ્રી મુકુન્દરાય જૈન સોનગઢ
પ૬૩ રસ્મિકા વૃજલાલ જૈન પ૯પ ઉષાબેન વાસુદેવ જૈન
પ૬૪ અરૂલતા વૃજલાલ જૈન પ૯૬ જ્યોત્સના વાસુદેવ જૈન
પ૬પ સુરેશ રતિલાલ જૈન જોરાવરનગર પ૯૭ યશવીર વાસુદેવ જૈન
પ૬૬ વીણા રતીલાલ જૈન પ૯૮ રવિન્દ્ર હિંમતલાલ જૈન મોરબી
પ૬૭ પ્રવીણા જૈન અમદાવાદ પ૯૯ નિરંજનકુમાર શાંતિલાલ જૈન મોશી(આફ્રિકા)
પ૬૮ હસમુખ જૈન ૬૦૦ કિરિટ કાંતિલાલ જૈન થાન
પ૬૯ દીલીપ જૈન ૬૦૧ જયશ્રી એન. જૈન વીંછીયા
પ૭૦ ઉમેશ જૈન ૬૦૨ આશા એન. જૈન
પ૭૧ પ્રફુલ્લા જૈન ૬૦૩ ચારૂલત્તા નરોતમદાસ જૈન
પ૭૨ કિરણ જૈન ૬૦૪ કમલેશ એન. જૈન
પ૭૩ પારસ જૈન ૬૦પ રાજેશ એન. જૈન
પ૭૪ મહેશકુમાર ભોગીલાલ જૈન વીંછીયા ૬૦૬ ભરત કાંતિલાલ જૈન જામનગર
પ૭પ યશવંત જયંતિલાલ જૈન ૬૦૭ દર્શના કાંતિલાલ જૈન
પ૭૬ બિપિનચંદ્ર જગજીવન જૈન ૬૦૮ રજનીકાન્ત પારસમલ જૈન રાજકોટ
પ૭૭ પ્રમોદ ભોગીલાલ જૈન ૬૦૯ વિનોદ જૈન ભાવનગર
પ૭૮ વિદ્યુત જૈન રાજકોટ ૬૧૦ પ્રમોદ જૈન
પ૭૯ દિવ્યા જૈન ૬૧૧ સુમન જૈન
પ૮૦ હર્ષા મણિલાલ જૈન પોરબંદર ૬૧૨ નલીની જૈન રાજકોટ
પ૮૧ સાધના મણિલાલ જૈન ૬૧૩ દિલીપ જૈન
પ૮૨ ભરત હિંમતલાલ જૈન મુંબઈ ૬૧૪ ભદ્રેશ જૈન
પ૮૩ નિરંજન હિંમતલાલ જૈન ૬૧પ સોનલ રમણીકલાલ જૈન અમરાપુર
પ૮૪ કિરિટ ચીમનલાલ જૈન મુંબઈ ૬૧૬ ગીતા રમણીકલાલ જૈન
પ૮પ અરૂણા ચીમનલાલ જૈન ૬૧૭ ચેતન રમણીકલાલ જૈન ઘાટકોપર
પ૮૬ બળદેવ કનૈયાલાલ જૈન અમદાવાદ ૬૧૮ કુમકુમ રમણીકલાલ જૈન
પ૮૭ પ્રકાશ કનૈયાલાલ જૈન ૬૧૯ અતૂલ રમણીકલાલ જૈન
પ૮૮ ચેતન કનૈયાલાલ જૈન ૬૨૦ ગીરીશ ચુનીલાલ જૈન પ્રાંતીજ
પ૮૯ કિરણબેન ચુનીલાલ જૈન ૬૨૧ સરોજ છોટાલાલ જૈન ફત્તેપુર–મોટા
પ૯૦ અશોક ચીમનલાલ જૈન સોનગઢ ૬૨૨ શૈલેશ કાન્તિલાલ જૈન રાજકોટ
પ૯૧ સુખદેવ ચુનીલાલ જૈન ૬૨૩ રાજેશ કાંતિલાલ જૈન
પ૯૨ રેખાબેન મુકુન્દરાય જૈન ૬૨૪ દીલીપ નૌતમલાલ જૈન
પ૯૩ યોગેન્દ્ર મુકુન્દરાય જૈન

PDF/HTML Page 73 of 81
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
૬૨પ પંકજ નૌતમલાલ જૈન રાજકોટ ૬૪૮ तुप्ति जैन
૬૨૬ નરેન્દ્ર ત્રિકમદાસ જૈન વઢવાણ ૬૪૯ હસમુખલાલ અમૃતલાલ જૈન લીંબડી
૬૨૭ વંદના પ્રવીણચંદ્ર જૈન કેશોદ ૬પ૦ પ્રફુલ્લ પી. જૈન મુંબઈ–૨
૬૨૮ રાજુલ પ્રવીણચંદ્ર જૈન ૬પ૧ ધૈર્યબાળા પી. જૈન મુંબઈ–૪
૬૨૯ વિનોદકુમાર દેવસી જૈન જામનગર ૬પ૨ ભરત પી. જૈન
૬૩૦ દીપકકુમાર હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર ૬પ૩ દીલીપ વેલજી જૈન કાકાભાઈ–સિંહણ
૬૩૧ મુકેશકુમાર મણીલાલ જૈન મદ્રાસ ૬પ૪ અજય નંદલાલ જૈન અમદાવાદ
૬૩૨ કમલેશ નાગરદાસ જૈન કલકત્તા ૬પપ બીપીન નંદલાલ જૈન
૬૩૩ શીલાબેન સુરેશચંદ્ર ઝવેરી ૬પ૬ હસમુખ રમણીકલાલ જૈન જામનગર
૬૩૪ જયોત્સ્ના કેશવલાલ જૈન જામનગર ૬પ૭ વિજય શશીકાન્ત જૈન ભાવનગર
૬૩પ નિરંજન કાન્તિલાલ જૈન મુંબઈ–૨ ૬પ૮ ઈલા શશીકાન્ત જૈન
૬૩૬ દીપક કાન્તિલાલ જૈન ૬પ૯ દર્શના શશીકાન્ત જૈન
૬૩૭ ચેતના કાન્તિલાલ જૈન ૬૬૦ જયેશકુમાર બળવંતરાય જૈન સુરત
૬૩૮ દીપકલાલ ભોગીલાલ જૈન વડોદરા ૬૬૧ વિજયકુમાર બળવંતરાય જૈન
૬૩૯ રાજેન્દ્ર ભોગીલાલ જૈન ૬૬૨ દીપક ભોગીલાલ જૈન વડોદરા
૬૪૦ ભરત છોટાલાલ જૈન લાઠી ૬૬૩ રાજેન્દ્ર ભોગીલાલ જૈન
૬૪૧ દુષ્યંત જૈન જલગાંવ ૬૬૪ સુભાષ વજુભાઈ જૈન રાજકોટ
૬૪૨ કૌશિક જૈન ૬૬પ જ્યોતીન્દ્ર નંદલાલ જૈન વઢવાણ
૬૪૩ કલ્પના દલસુખરાય જૈન સાવરકુંડલા ૬૬૬ જયશ્રીબેન નરોતમદાસ જૈન વીંછીયા
૬૪૪ ભરત દલસુખરાય જૈન ૬૬૭ યશવંત જયંતિલાલ જૈન
૬૪પ મીતા દલસુખરાય જૈન ૬૬૮ હાર્દિકા ચીમનલાલ જૈન
૬૪૬ विशाल जैन खंडवा ૬૬૯ મીના ચીમનલાલ જૈન
૬૪૭ कल्पना जैन ૬૭૦ રાજુ ચીમનલાલ જૈન
આત્મધર્મના વિકાસ માટે તથા બાલવિભાગ માટે આવેલ રકમોની સાભાર યાદી.
૨પ–૦૦ દામોદરદાસ હંસરાજ મોદી અમદાવાદ ૨પ–૦૦ સ્વ. જયાબેન હા. છોટાલાલ અમદાવાદ
૨પ–૦૦ રવિચંદ વિકમચંદ સંઘવી મોહનલાલ કામદાર કલકત્તા
હા. શ્રી નવલચંદભાઈ કલકત્તા ૨પ–૦૦ મંજુલાબેન ભાઈલાલભાઈ બોટાદ
પ૧–૦૦ બાબુભાઈ માણેકલાલ શાહ મુંબઈ ૨પ–૦૦ કાળીદાસ હકમચંદ કામદાર મોરબી
૩૧–૦૦ મરઘાબેન મણીલાલ શાહ તથા ૧–૦૦ એક મુમુક્ષુ લાઠી
અમૃતલાલ દામોદરદાસ શાહ પ૧–૦૦ ત્રંબકલાલ મુળજીભાઈ ભાયાણી
ધ્રાંગધ્રાવાળા મુંબઈ ૩પ–૦૦ શ્રી વૃજલાલ મગનલાલ શાહ જલગાંવ
પ૧–૦૦ હેમકુંવરબેન કામાણી જમશેદપુર હા. અનંતરાય વૃજલાલ શાહ
(વિશેષ આવતા અંકે)
આ ઉપરાંત આત્મધર્મના બાલવિભાગના સભ્યોને રૂા. ૩૭પ) ની કિંમતના
દર્શનકથાના પુસ્તકો મુંબઈના ભાઈશ્રી જગદીશચંદ્ર ચીમનલાલ મોદી તરફથી તેમની
સ્વર્ગસ્થ પુત્રીની સ્મૃતિમાં ભેટ આપવામાં આવ્યા છે તે બદલ તેમને ધન્યવાદ.

PDF/HTML Page 74 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૭ :
પરદેશનો પત્ર
આફ્રિકા–મોમ્બાસાથી ભાઈશ્રી ભગવાનજીભાઈ–જેઓ ત્યાંના મુમુક્ષુમંડળના
ઉત્સાહી પ્રમુખ છે, તેઓ આત્મધર્મ પ્રત્યે પ્રમોદ વ્યક્ત કરતાં લખે છે કે–“આત્મધર્મમાં
હાલમાં નવા નવા વિષયો ઉમેરીને જે રસમય બનાવી રહ્યા છો તે વાંચતાં ઘણો જ
આનંદ આવે છે. અમો અહીં હજારો માઈલ દૂર બેઠા ગુરુદેવના તાજા પ્રવચનોનો સાર
વાંચીને સાક્ષાત્ રૂબરૂ જ સાંભળતા હોઈએ તેવા ભાવ ઊછળે છે; તે ઉપરાંત
બાલવિભાગ અને ખાસ કરીને પ્રશ્નોતરના રહસ્ય નવીન જ લાગે છે. જાણે કે ગુરુદેવના
અંતરંગસ્વભાવના ભાવોનું ઘોલન કરીને પી રહ્યા હોય, એવા લખાણ વાંચતા તૃપ્તિ જ
થતી નથી. તમે ભાગ્યશાળી છો કે આવા રહસ્યોનું ઘોલન કરીને સત્યપુરુષની વાણીનું
અમૃત પી રહ્યા છો. અમને જલદી દેશમાં આવીને ગુરુદેવના સત્સમાગમનો લાભ
લેવાની તીવ્ર ઝંખના રહ્યા કરે છે.”
(લેખ મોકલનાર બંધુઓને–)
બહારથી કેટલાક ભાઈઓના લેખો–કાવ્યો વગેરે મળ્‌યા છે, ને બીજા કેટલાક હજી
લખીને મોકલવાનું જણાવે છે. આવેલા લખાણોમાંથી જે ઉપયોગી હતું તે લીધું છે;
બાકીનું આત્મધર્મની શૈલીને અનુરૂપ ન હોવાથી છોડી દીધું છે. લખાણ મોકલનારા
બંધુઓની આત્મધર્મ પ્રત્યેની લાગણી બદલ આભાર.
ભુપેન્દ્ર અમુલખ જૈન (જોરાવરનગર)
આપનો પત્ર મળ્‌યો; આપે લખેલ “પત્ર યોજના” લક્ષમાં છે; પરંતુ બાળવિભાગ
સંપૂર્ણ વ્યવસ્થિત થઈ જાય ત્યાર પછી જ નવી યોજના હાથમાં લઈ શકાય.
બાલવિભાગની હજી તો શરૂઆત જ ગણાય. ગુરુદેવના જન્મોત્સવ સંબંધી આપે
ભક્તિ–ભાવના વ્યક્ત કરી તે યોગ્ય છે. જન્મોત્સવ આનંદથી ઉજવાઈ રહ્યો છે.
(સૂચના: કેટલા ભાઈઓ પત્રના જવાબ માટે સાથે ટિકિટ બીડે છે; તે
મોકલવાની જરૂર નથી. જવાબ લખવા જેવા દરેક પત્રનો જવાબ (પોસ્ટે જ મોકલ્યા
વગર પણ) લખાય જ છે.
જ્યોતીન્દ્ર જૈન (વઢવાણ)
તમારા ગાયનનો રાગ આત્મધર્મમાં ન ચાલે.
“એકડેએક....” વિભાગ હવે પછી આપશું.
ભીમસેન સોનગઢમાં આવ્યા હશે?
જી હા; કેમકે તેઓ મુનિ થયા પછી શત્રુંજય ઉપર પધાર્યા હતા ત્યારે તેમના
પુનિત પગલાંથી અમારા સોનગઢનું ક્ષેત્ર પણ પાવન થયું હશે; શત્રુંજય જવાનો રસ્તો
સોનગઢથી જ પસાર થાય છે; એટલે પાંચ પાંડવ મુનિવરોના પુનિત પગલા સોનગઢની
ભૂમિમાં થયા હશે.–તે ભીમ વગેરે પાંચે ભગવંતોને નમસ્કાર.

PDF/HTML Page 75 of 81
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨

આ લખાય છે ત્યારે સોનગઢમાં પૂ. ગુરુદેવની ૭૭મી જન્મજયંતિના
ઉત્સવની અનેકવિધ ઉલ્લાસકારી તૈયારીઓ ચાલી રહી છે. આ જન્મોત્સવના
ઉલ્લાસપ્રસંગે પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાન્તાબેન તરફથી
સિદ્ધચક્રમંડલવિધાન ઘણા ભક્તિભાવથી રાખવામાં આવેલ, તે ચૈત્ર વદ ૮ થી શરૂ
કરીને અમાસે આનંદપૂર્વક પૂર્ણ થયું. સોનગઢમાં આ ચોથી વખત સિદ્ધચક્રવિધાન થયું.
સિદ્ધચક્રવિધાનનું પૂજન કરતી વખતે સિદ્ધભગવંતોના ગુણોની હારમાળાથી સાધકોનું
હૃદય એવું પ્રસન્ન થતું હતું કે જાણે સિદ્ધભગવંતોની વચ્ચે જ બેઠાં હોય.....ને સિધ્ધોને
નજરે નીહાળતાં હોય?
ચૈત્ર સુદ દસમે માનસ્તંભની પ્રતિષ્ઠાનો વાર્ષિક દિવસ ઉજવાયો હતો; તથા
ચૈત્ર સુદ તેરસે મહાવીર જયંતિનો કલ્યાણકદિવસ પણ આનંદથી ઊજવાયો હતો. તે
દિવસનું પ્રવચન શ્રી હીરાભાઈના મકાનમાં હતું–જ્યાં ગુરુદેવ પહેલા રહેતા અને સં.
૧૯૯૧ માં ચૈત્ર સુદ તેરસે જ્યાં પરિવર્તન કરીને શુદ્ધ દિગંબર જૈન આમ્નાય પ્રસિદ્ધ કરી
હતી.
સોનગઢમાં જન્મજયંતિ બાદ–વૈશાખ સુદ ૪ તા. ૨૪–૪–૬૬ ને રવિવારના
રોજ પૂ. ગુરુદેવ રાજકોટ પધારશે. ત્યાં તા. ૧–પ–૬૬ ના રોજ માનસ્તંભ અને
સમવસરણ મંદિરનો વાર્ષિક–પ્રતિષ્ઠા દિન છે. રાજકોટ ૧પ દિવસ રહી તા. ૯–પ–૬૬ ને
સોમવારે ગુરુદેવ સોનગઢ પધારશે.
વીંછીયા (સૌરાષ્ટ્ર) માં ફાગણ સુદ સાતમે જિનમંદિરની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ
ઉત્સાહ– પૂર્વક ઉજવાઈ હતી. તથા અષ્ટાહ્નિકામાં સિદ્ધચક્રવિધાન આનંદપૂર્વક થયું હતું.
આ ઉપરાંત રાજકોટમાં ફાગણ સુદ ૧૨, મોરબીમાં ચૈત્ર સુદ ૨ અને વાંકાનેરમાં ચૈત્ર
સુદ ૧૩ વગેરે સ્થળે જિનમંદિરની વર્ષગાંઠના દિવસો આનંદપૂર્વક ઉજવાયા હતા.

PDF/HTML Page 76 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૯ :
(ગતાંકના વૈરાગ્ય સમાચારમાં મુરબ્બીશ્રી વીરજીભાઈની ઉમર ૯પ (પંચાણુ)
વર્ષને બદલે ભૂલથી પ૯ છપાઈ ગયેલ છે તે સુધારીને વાંચવા વિનંતિ છે.)
અમદાવાદના ભાઈશ્રી છોટાલાલ મોહનલાલ કામદારના ધર્મપત્ની શ્રી
જયાબહેન વીરમગામ મુકામે ચૈત્ર સુદ એકમના રોજ એકાએક સ્વર્ગવાસ પામ્યા છે. આ
દિવસે જ તેમનો જન્મદિવસ હતો; ને સ્વાધ્યાય કરતાં કરતાં હૃદયરોગનો હૂમલા થતાં
તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ ભદ્રપરિણામી હતા ને સત્સંગની તેમને ભાવના હતી.
લાઠીના ભાઈશ્રી ત્રંબકલાલ મૂળજીભાઈ ભાયાણી તા. ૧૨–૩––૬૬ ના રોજ
ભાવનગર મુકામે ૪૬ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે.
ચંગા (જામનગર) ના ભાઈશ્રી રાજપાલ લખમશી નાઈરોબી–આફ્રિકામાં તા.
૧૨–૩–૬૬ ના રોજ હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા છે. આફ્રિકામાં પણ તેઓ દર્શન–
સ્વાધ્યાયમાં નિયમિત ભાગ લેતા. દેશમાં આવીને સત્સંગની તેમને અભિલાષા હતી.
ગારીયાધારના ભાઈશ્રી મણિલાલ પોપટલાલના ધર્મપત્ની શ્રી શાંતાબેન
સોનગઢમાં ફાગણ વદ ૧૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સોનગઢ રહીને
સત્સંગનો લાભ લેતા હતા, ને તત્ત્વ સમજવાનો ઉત્સાહ બતાવતા હતા.
વીંછીયાના ભાઈશ્રી પાનાચંદ છગનલાલ ડગલી ચૈત્ર સુદ ત્રીજના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. થોડા જ સમય પહેલાં આટકોટમાં ગુરુદેવના દર્શનથી તેઓને
ઉલ્લાસ થયો હતો.
સ્વર્ગસ્થ આત્માઓ ધર્મપ્રેમમાં આગળ વધીને આત્મહિત સાધો.
* * *
(અશુદ્ધી) આત્મધર્મ અંક ૨૭૦ પાનું ૧૮ બીજી કોલમ બીજી લાઈનમાં
“અનુભવી” છપાયું છે ત્યાં “અનુજીવી” વાંચવું.
પાનું ૧૯ પહેલી કોલમ લાઈન ૯ અને ૧૧માં ‘અભયત્વ’ ને બદલે
‘અભવ્યત્વ’ વાંચવું.

PDF/HTML Page 77 of 81
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ (સેન્ટ્રલ રૂલ્સ ૧૯પ૬ અન્વયે) “આત્મધર્મ”
સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિ સ્થળ : શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક અંગ્રેજી મહિનાની વીસમી તારીખ
૩. મુદ્રકનું નામ : અનંતરાય હરિલાલ શેઠ
કયા દેશના : ભારતીય
ઠેકાણું : આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.
૪. પ્રકાશકનું નામ : શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી
જગજીવન બાવચંદ દોશી
કયા દેશના : ભારતીય
ઠેકાણું : સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ. તંત્રી : જગજીવન બાવચંદ દોશી
કયા દેશના : ભારતીય
ઠેકાણું : સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ.
૬. સામાયિકના
માલિકનું નામ : શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
આથી અમો જાહેર કરીએ છીએ કે ઉપર આવેલી વિગતો અમારી
જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧–૪–૬૬
જગજીવન બાવચંદ દોશી
શ્રી દિ. સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી

PDF/HTML Page 78 of 81
single page version

background image
પૂ. ગુરુદેવના ૭૭મા
જન્મોત્સવ–પ્રસંગે
આત્મધર્મનો
૭૭ પાનાનો આ અંક
પ્રસિદ્ધ કરતા આનંદ થાય છે:–
૬૬ પાનાં નંબરવાળા
(નં. પ થી ૭૦)
૮ પાનાં શરૂમાં નંબર વગરના
(ટાઈટલ વગેરે)
૨ આર્ટ–રંગીન
એમ પાનાં ૭૬ આપે જોયા.....ને હવે
૭૭મું પાનું પાછળ જુઓ

PDF/HTML Page 79 of 81
single page version

background image
જુગ જુગ જીવો કહાન હમારા
દિલ ભવિજનનું હિત ધરનારા.....જુગ જુગ જીવો કહાન હમારા....
જડ ચેતન ભિન્ન બતાવનારા....જુગ જુગ જીવો કહાન હમારા.....
મુમુક્ષુને મોક્ષમાર્ગ દેખાડી, દિનરાતની તેં પરવાહ ન કરી;
નિજ સ્વરૂપના સાધનહારા, જુગ જુગ જીવો કહાન હમારા...
વૈશાખ સુદ બીજ મંગલ આવી, ગુરુ–જન્મોત્સવ વધામણા લાવી;
દિવ્ય દુદુંભી વાજાં વાગ્યા.... જુગ જુગ જીવો કહાન હમારા....
પંચમકાળમાં ભૂલા પડેલા....ભવિજનને માર્ગદર્શન મળીયા;
ભવઅંત પામશું તમને ભજતાં....જુગ જુગ જીવો કહાન હમારા...
મોતીચંદભાઈના કૂળદીપક છો, ઉજમબાના લાડીલા નંદ છો;
અમ સેવકના જીવન–આધારા, જુગ જુગ જીવો કહાન હમારા....
(જયશ્રીબેન જૈન: વીંછીયા)

PDF/HTML Page 80 of 81
single page version

background image
(વૈ. સુદ બીજ ૭૬મા જન્મોત્સવ પ્રસંગે રાજકોટમાં
ભજવાયેલ નાટકમાંથી)
૧. શિવરમણી રમનાર તું, તૂંહી દેવનો દેવ;
પરમ બ્રહ્મ પરમાતમા; કરે સર્વ તુજ સેવ.
૨ દિવ્યસ્વરૂપ ઘટમાં વસે, આનંદનું એ ધામ;
જગમાં સૌથી શ્રેષ્ઠ છે, ચેતન એનું નામ.
૩ જ્ઞાન–સુખનો પિંડ છે, અંતર આતમરામ;
એક જ અનુભવ એહનો, બીજું છે નહિ કામ.
૪ સિદ્ધ બુદ્ધ અરહંત છે, પરમેષ્ઠી સુખકાર;
યોગી એને અનુભવે, પામે ભવનો પાર.
પ આતમને જે અનુભવે વાહ, વાહ, એ સંત!
એવા સંતને સેવતાં ભવના આવે અંત.
૬. આત્મ સ્વરૂપને સાધવા મારો આ અવતાર;
પદ ત્રિલોકી પામીને કરું જગત ઉદ્ધાર.


––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: અનંતરાય હરિલાલ શેઠ: આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર