Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
શુદ્ધ–બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહિએ કેટલું? કર વિચાર તો પામ.
ભાઈ! સુખનું ધામ તો આત્મા છે. આ શરીર તો જડનું ખેતર છે; તે જડના
ખેતરમાં કે રાગના ખેતરમાં સુખ પાકતું નથી, સુખ તો આત્માના ચૈતન્ય–ખેતરમાં પાકે
છે, તેમાં સુખ ભર્યું છે. આવો આત્મા ધર્મીએ અનુભવમાં લીધો છે. નાના બાળકોને
પણ આ શીખવવા જેવું છે, કેમકે આત્માના હિત માટે આ જ સાચી વિદ્યા છે.
આત્માની આંખ તો જ્ઞાન છે. તે જ્ઞાન બધુંય જાણે, પણ બીજાનું કામ કાંઈ ન
કરે. જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાને પણ સ્વાનુભવથી પ્રત્યક્ષ જાણે છે. આવું જ્ઞાન
કરવું તે મોક્ષનો એટલે કે સુખનો પંથ છે. (ઈતિ સાબલી–પ્રવચન)
ગુરુદેવના દર્શન માટે આસપાસના ગામોથી કેટલાક લોકો ચાલીને આવ્યા હતા.
પ્રવચનમાં પણ ગ્રામ્યજનતાએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પ્રવચન પછી
બાળકોએ ઉત્સાહપૂર્વક જૈનપાઠશાળાનાં દ્રશ્યો ફરીને રજુ કરીને ગામોગામ આવી
પાઠશાળા માટે પ્રેરણા આપી હતી. જૈનોનાં જ્યાં દશા ઘર પણ માંડ છે એવા નાના
ગામડામાંય આવી વ્યવસ્થિત પાઠશાળા ચાલે છે તો બીજે પણ જો જૈનસમાજ જાગૃત
હોય તો પાઠશાળા ચાલુ થતાં શી વાર? રાત્રે તત્ત્વચર્ચા થઈ હતી. બીજે દિવસે સવારમાં
જિનમંદિરમાં ગુરુદેવે ‘તુમસે લગની લાગી જિનવર તુમસે લગની લાગી.....તુજને ભેટું
આવી પ્રભુજી.....પગલે પગલે તારા..... ’ એ સ્તવન ભાવભીની ભક્તિથી ગવડાવ્યું
હતું, અને પછી સાબલીથી પ્રસ્થાન કરીને અમદાવાદ પધાર્યા હતા; ત્યાં બપોરે સ. ગા.
૧પ ઉપર પ્રવચન કરીને “જિનશાસન” એટલે શું તે સમજાવ્યું હતું. અને માગશર સુદ
૧૪ ના રોજ પુન: સોનગઢ પધાર્યા છે.
–જય જિનેન્દ્ર
હું જ જ્ઞાન ને આનંદસ્વરૂપ છું–એવો
નિર્ણય કરવાની જેને ધૂન લાગી, તેના પ્રયત્નનો
ઝુકાવ પોતાના અંતરમાં વળ્‌યા કરે છે; રાગ
તરફ તેનો ઝુકાવ રહેતો નથી. રાગથી પાછી
ખસીને તેની પરિણતિ અંતરમાં વળે છે.

PDF/HTML Page 42 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
વાંચકો સાથે વાતચીત.......
પ્રશ્ન:– ઘણા લોકો પૂછે છે કે–તમે વ્યવહારને માનો છો?
ઉત્તર:– ગુરુદેવ કહે છે : હા, વ્યવહાર જેમ છે તેમ તેને જાણવો તે સત્ય છે.
વ્યવહારને વ્યવહાર તરીકે જેમ છે તેમ સ્વીકારીએ છીએ, પણ તેના આશ્રયથી
સમ્યગ્દર્શનાદિ ધર્મ થવાનું માનતા નથી.
પ્રશ્ન:– વ્યવહારને અસત્ય કહો છો ને?
ઉત્તર:– જે વ્યવહાર છે તે પરમાર્થનું કારણ ખરેખર નથી; તે કારણ ન હોવા
છતાં તેને કારણ કહેવું–તે અસત્ય છે. તે સત્ય કારણ ન હોવા છતાં તેને કારણ કહ્યું તે
ઉપચાર છે; ઉપચાર છે માટે તે સત્ય નથી.
રાગને રાગ તરીકે જાણવો તે કાંઈ અસત્ય નથી; તેમજ દેવ–ગુરુ વગેરે
નિમિત્તોને નિમિત્ત તરીકે જાણવા તે કાંઈ અસત્ય નથી, રાગ રાગ તરીકે સત્ય જ છે, ને
નિમિત્ત નિમિત્ત તરીકે તો સત્ય જ છે. પણ તેને કારણે ધર્મ થવાનું કહેવું તે ઉપચાર છે,
તે સત્ય નથી. આ અપેક્ષાએ ઉપચારરૂપ વ્યવહારને અસત્ય કહેવામાં આવે છે. રાગ કે
નિમિત્ત તે મોક્ષનું ખરૂં કારણ ન હોવા છતાં વ્યવહારનય તેનામાં કારણપણાનો ઉપચાર
કરીને તેને કારણ કહે છે, તે સાચું કારણ નથી. સાચું કારણ તો નિશ્ચયસ્વભાવના
આશ્રયે છે; માટે નિશ્ચયને સત્ય કહ્યો છે.
દ્રવ્ય–પર્યાયનો ભેદ પાડીને, ત્રિકાળી દ્રવ્યને આત્મા કહેવો તે નિશ્ચય ને પર્યાયને
આત્મા કહેવો તે વ્યવહાર; પણ પર્યાયને પર્યાયરૂપે જાણવી તે કાંઈ વ્યવહાર નથી.
એ ઉત્સાહી યુવાનોએ કોલેજનું ભણતર કેમ છોડ્યું?
કોલેજશિક્ષણમાં દાકતરી લાઈનના કોર્સમાં દેડકા કાપવાનું વગેરે જે કૂ્રરહિંસાકાર્ય
આવે છે તે બાબતમાં કેટલાક જૈન યુવાન બંધુઓએ માર્ગદર્શન માંગેલ, તેથી આ
સંબંધમાં આપણા બાલવિભાગના ઉત્સાહી કોલેજિયન સભ્યો પાસેથી તેમના
જાતઅનુભવની માહિતી મેળવીને જણાવવાનું કે–કોઈ પણ જૈને એ પ્રકારનો સીધી
પંચેન્દ્રિય જીવની હિંસાવાળો કોર્સ લેવો જોઈએ નહીં. ફત્તેપુરમાં ચેતનભાઈ–કે જેઓ
શિક્ષણમાં ઊંચો નંબર મેળવતા, તેઓ કોલેજ ભણતરના પોતાના કોર્સમાં આવી
જીવહિંસા દેખી ન શક્્યા ને તેમણે એ ભણતરને તિલાંજલિ આપી દીધી. ને એ રીતે
બીજા યુવાનોને પણ સાચું

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
માર્ગદર્શન આપ્યું. દેડકાનાં ચાર પગમાં ખીલી મારીને તેને પ્રયોગના પાટીયા સાથે
ચોંટાડી દીધા હોય ને આપણા જેવું જ એ પંચેન્દ્રિયપ્રાણી જીવવા માટે તરફડતું હોય –
એવું દ્રશ્ય કોણ દેખી શકે? માત્ર દેખવાનું નહીં પણ પોતાના ક્રૂરહસ્તે એવું કાર્ય કરવાનું
ક્્યો જૈન સ્વીકારી શકે? જૈન તો શું–પણ અહિંસા ધર્મમાં માનનાર કોઈ સજ્જન તે કરી
શકે નહીં. શાસ્ત્રોએ સંકલ્પી–હિંસાનો સર્વથા નિષેધ કર્યો છે, –એટલે મોટા પ્રાણીની તો
શી વાત–પણ કીડી વગેરે જેવા સૂક્ષ્મજંતુને પણ સંકલ્પપૂર્વક કોઈ જૈન હણે નહીં. બીજા
પણ અનેક યુવાનના ઉદાહરણ બાલવિભાગ પાસે આવેલા છે કે જેમણે ત્રસજીવની
હિંસાના મહાપાપથી દૂર રહેવા માટે કોલેજના ભણતરમાંથી તે પ્રકારની લાઈન છોડી
દીધી હોય. અરે! ક્્યાં આપણું વીતરાગ–વિજ્ઞાનનું આત્મહિતકારી ભણતર! ને ક્્યાં એ
પાપવર્દ્ધક અનાર્યવિદ્યા!
* ‘ભગવાન પારસનાથ’ પુસ્તક સંબંધમાં અમદાવાદના એક સુશિક્ષિત
મુમુક્ષુબેન ચંદનાબેન, તેમજ નવનીતભાઈ લખે છે કે–પુસ્તક તરત વાંચી લીધું; ખૂબ જ
સરસ છે, જૈનધર્મનું રહસ્ય તેમાં ગૂંથી લીધેલ છે તથા નિજાનંદમાં ઝૂલતા નિર્ગ્રંથ
મુનિરાજનું વર્ણન અવારનવાર આવે છે તે વાંચીને હૃદય આનંદ અનુભવે છે. સાથે
સાથે બાર વૈરાગ્યભાવના, અને નવતત્ત્વની ચર્ચા પણ સરસ છે. કમઠને ક્રોધસ્વભાવથી
કેટલું દુઃખ વેઠવું પડ્યું તે વાત બાળકને પણ સમજાય તેવી છે. અને ભગવાન
પારસનાથના પંચકલ્યાણકનું વર્ણન વાંચતા તો જાણે નજર સામે જ પંચકલ્યાણક
ઉજવાઈ રહ્યા હોય એવું લાગે છે. વળી આડીઅવળી લાંબી વાત વગર કથાનાયકને જ
ફકત લક્ષમાં રાખીને સરળભાષામાં લખાયેલ હોવાથી બાળકો પણ હોશથી વાંચી શકે
તેવું છે, અવારનવાર આવતા ચિત્રોને લીધે વાંચવાનો રસ અને ઈન્તેજારી રહ્યા કરે છે.
–આ રીતે પુસ્તક ખરેખર સુંદર બન્યું છે.
* શ્રી ચંદ્રપ્રભુ–જૈનવિદ્યાલય (જૈન નવયુવક સંઘ) ના મંત્રીજી તરફથી
માનનીય પ્રમુખશ્રી ઉપર આવેલ ધન્યવાદ–પ્રસ્તાવમાં લખે છે કે– ‘આપકી
જૈનબાલપોથી ભાગ–૨ વીર પત્રદ્વારા પ્રાપ્ત હુઈ–જિસકો પઢકર સંઘકે પ્રત્યેક સદસ્ય વ
પદાધિકારીને બહુત હી પ્રશંસા કી, ઔર વિદ્યાલયકે બચ્ચોંકો શિક્ષાહેતુ યહ પુસ્તક દિયા,
–જિસકો, પઢકર અધ્યાપક મહોદયને ભી પસન્દ કિયા! હમારી યહ શિક્ષાસંસ્થા
ભગવાન ચંદ્રપ્રભુસે પ્રાર્થના કરતી હૈ કિ આપકી ઈસ ધાર્મિકપ્રવૃત્તિમેં ચાર ચાંદ લગેં,
ઔર ઈસપ્રકારકી સ્વાધ્યાયહેતુ ગ્રંથ પ્રકાશિત હોતે રહે! ’

PDF/HTML Page 44 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૧ :
વીતરાગી–ભેદજ્ઞાન
* ચૈતન્યશક્તિના ચમકારા *
,
સુખસત્ત્વ–એમ અનંત ગુણનું સત્ત્વ છે, અનંત ગુણનો બાદશાહ આત્મા, તે રાગનો
ભીખારી થઈને ભટકે–એ તો કાંઈ શોભે છે?
પરમાં; એનો ભેદ પડીને તારામાં ન આવે, તારામાંથી ભેદ પડીને પરમાં ન જાય,
વસ્તુમાં ગુણ–પર્યાયના ભેદ પડે તો તે ભેદ પડીને પણ તેનામાં જ રહે, બીજામાં ન જાય.
અભેદવસ્તુમાં ભેદ કહેવો તે વ્યવહાર છે, પણ તે ભેદ તેનામાં જ રહે છે. આત્મામાં
એના અનંતજ્ઞાનાદિ ગુણઅપેક્ષાએ ભેદ પડે છે, છતાં વસ્તુરૂપે આત્મા એક છે. આવું
અનેકાન્તસ્વરૂપ છે. આત્માના નિર્મળ ગુણ–પર્યાયરૂપ સત્ત્વમાં રાગાદિ પરભાવોનો
અભાવ છે. –આવું અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તપણું પણ સ્વયમેવ પ્રકાશમાન છે.
* આત્માને પરની સાથે કાર્ય–કારણપણું નથી, તો આત્મા પરને જાણે છે કે
નહીં? તથા આત્મા પરને જ્ઞેય થાય છે કે નહીં? –તો કહે છે કે હા; આત્મા પરને જાણે
છે, પણ તેથી કાંઈ તે પરનો કર્તા થઈ જતો નથી; અને પરના જ્ઞાનમાં આત્મા પ્રમેય
થાય છે પણ તેથી કાંઈ તે પરનું કાર્ય થઈ જતો નથી. પોતે પ્રમાણરૂપ થઈને પરને જાણે,
અને પોતે પ્રમેયરૂપ થઈને બીજાને જણાય–એવો તો આત્માનો સ્વભાવ છે; એટલે
જ્ઞાતા જ્ઞેયપણાનો સંબંધ છે, પણ તેથી વિશેષ બીજો કોઈ સંબંધ નથી.
* કોઈ કહે કે બીજા આત્માને જાણી શકાય નહિ; –તો કહે છે કે એમ નથી; બીજા
આત્માને પણ જાણવાની આત્માની તાકાત છે. આત્મા પોતે પોતાને પણ પ્રત્યક્ષ જાણે
છે એ વાત પ્રકાશશક્તિમાં બતાવી; અને આત્મા પરને પણ જાણે –એ વાત અહીં લીધી.
તેમજ આ આત્માને બીજા આત્મા પણ (–જેનામાં તે પ્રકારનું જ્ઞાન હોય તેઓ) જાણી
શકે છે. –એમ પણ આમાં આવ્યું. ઈન્દ્રિયોવડે બીજા આત્માઓ આ આત્માને જાણી શકે
નહીં; પણ અતીન્દ્રિય–જ્ઞાનથી તો આત્મા જરૂર જણાય. આત્મા એવો નથી કે કોઈને
જણાય જ નહીં.
* આત્મા પરને જાણે પણ પરને ગ્રહે કે છોડે નહીં. આત્મા પરના જ્ઞાનમાં
જણાય પણ પોતે પરમાં ન જાય. અહો! વીતરાગી ભેદવિજ્ઞાન કોઈ અલૌકિક છે.
(૪૭ શક્તિના પ્રવચનમાંથી વીર સં. ૨૪૯૭)

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
આત્મા જણાય એવો તેનો સ્વભાવ છે
–ઈન્દ્રિયજ્ઞાનથી નહીં,
અતીન્દ્રિયજ્ઞાનથી જ જણાય
* આત્મા એટલે સર્વજ્ઞપદ.....
* સર્વજ્ઞસ્વભાવી આત્મામાં જેમ પરને જાણવાનો સ્વભાવ છે તેમ પોતે પરના
પ્રમાણજ્ઞાનમાં જ્ઞેય થાય એવો પણ તેનો સ્વભાવ છે. બીજાના જ્ઞાનમાં પોતે નિમિત્ત થાય,
ને બીજા જ્ઞેયોને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે–આવો જ્ઞેય–જ્ઞાયકપણાનો સંબંધ છે.
પ્રશ્ન:– આત્માનો જ્ઞેય થવાનો સ્વભાવ છે તો તે ઈન્દ્રિયજ્ઞાનમાં કેમ નથી જણાતો?
ઉત્તર:– પ્રમેય થવાનો આત્માનો સ્વભાવ છે પણ તે અતીન્દ્રિય જ્ઞાનમાં જ પ્રમેય થયા
તેવો છે, ઈંદ્રિયજ્ઞાન તેને પ્રમેય કરી શકે નહીં. સ્વસંવેદન જ્ઞાનપૂર્વક પ્રમેય
થાય એવો આત્માનો સ્વભાવ છે, –પણ કોઈ અજ્ઞાની જીવો તેને ન જાણે તેથી
કાંઈ આનો પ્રમેયસ્વભાવ મટી જતો નથી. વસ્તુ તો પ્રત્યક્ષ થાય એવી છે,
પણ ઈંદ્રિયજ્ઞાનવાળો આંધળો તેને ન જુએ તેથી શું? જ્ઞાનને આત્મા તરફ
વાળે તો આત્મા જણાય, પણ જ્ઞાનને ઈન્દ્રિય તરફ વાળીને તે જ્ઞાનથી આત્મા
જણાય નહીં. ઈંદ્રિયજ્ઞાન આત્માને જાણવા માટે તો આંધળું છે, ઈંદ્રિયજ્ઞાન
અતીન્દ્રિય આત્માને પ્રમેય કરી શકે નહીં. ઈંદ્રિયજ્ઞાનનો વિષય પર તરફ
ઝુકવાનો છે, અતીન્દ્રિય આત્માનું સંવેદન તેમાં થઈ શકે નહીં. જે જ્ઞાન એટલું
નબળું અને પરાધીન છે કે ઈંદ્રિયોના અવલંબન વગર સ્થૂળ પદાર્થોને
જાણવાનું કાર્ય પણ કરી શકતું નથી, તે પરાધીન ઈંદ્રિયજ્ઞાન અતીન્દ્રિય એવા
મહાન આત્મપદાર્થને કેમ જાણી શકે? અતીન્દ્રિય–ચેતનાસ્વરૂપ આત્મા છે તે
અતીન્દ્રિય–ચેતનાવડે જ જણાય છે. –એવો તેનો અચિંત્ય પ્રમેયસ્વભાવ છે, તે
પોતાથી જ છે, બીજાના કારણે નથી. તેમજ સામે પરચીજ જ્ઞેય છે માટે તેનું
જ્ઞાન તેને કારણે થાય છે એમ નથી; જ્ઞેયોને જાણવાનો આત્માનો પોતાનો
સ્વયંસિદ્ધ ચેતકસ્વભાવ છે, તે પરને લીધે નથી.
* જુઓ, આવા આત્માને પોતે પોતાના સ્વસંવેદનથી પ્રમેય કર્યો ત્યાં
અનંતગુણની જે નિર્મળપર્યાય પ્રગટી તે નિશ્ચયધર્મ છે, ને તે પર્યાયના
પરિણમનમાં રાગા–

PDF/HTML Page 46 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૩ :
દિનો અભાવ છે એટલે નિશ્ચયમાં વ્યવહારનો અભાવ છે; –આવો અનેકાન્ત
સ્વયમેવ પ્રકાશે છે. એટલે રાગાદિવડે નિશ્ચયધર્મ પ્રગટે એ વાત રહેતી નથી.
બધી શક્તિના નિર્મળ પરિણમનમાં રાગાદિ અશુદ્ધતાનો અભાવ જ છે. –એવો
જ આત્માનો સ્વભાવ છે, ને આવા સ્વભાવપણે જે પરિણમ્યો તે જ સાચો
આત્મા છે.
* શુદ્ધનય અનુસાર જ્યાં આત્માની અનુભૂતિ થઈ ત્યાં જ્ઞાન અને રાગ જુદા પડી
ગયા. જ્ઞાન કહેતાં અનંતધર્મનો અભેદ પિંડ આત્મા, તેની નિર્મળપરિણતિ
આત્મામાં અભેદ થઈ અને તે જ સમયે રાગથી તે જુદી પડી ગઈ. –આવા ગુણ–
પર્યાયના સમૂહ જેટલો આત્મા છે. દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક ગુણ, અને એક
સમયની વ્યાપક નિર્મળપર્યાય, એ બે થઈને આખો આત્મા છે. તેના ધર્મોનું આ
વર્ણન છે.
* અનંત ધર્મોમાંથી જાણવાનું કામ જ્ઞાનમાં જ છે. બીજા ધર્મો (શ્રદ્ધા–આનંદ
વગેરે) ને પણ જ્ઞાન જ જાણે છે. આનંદ વગેરે બધા ધર્મોને જ્ઞાને જાણ્યા,
જ્ઞાનમાં જેવું જાણ્યું તેવું વર્ણન વાણીમાં આવ્યું. આ રીતે જ્ઞાનનો સ્વ–પરપ્રકાશી
સ્વભાવ છે.
* જ્ઞાનમાં એક રાગના કણિયાથી પણ લાભ માને તો તેણે આખા આત્માને
જ્ઞાનસ્વભાવી ન માનતાં, આખા આત્માને વિકારરૂપ જ માની લીધો છે. રાગનું
કર્તાપણું કરવા જઈશ તો શુદ્ધગુણરૂપ આત્મા તારી દ્રષ્ટિમાં નહીં આવે. રાગવડે
ગુણની પ્રાપ્તિ માને તેણે આખા આત્માને રાગરૂપ જ માન્યો, ગુણરૂપ આત્મા
તેણે ન માન્યો. –આ મિથ્યાત્વ છે, તેનું ફળ મોટું દુઃખ છે. અને રાગથી ભિન્ન
અનંતગુણસ્વરૂપ જે મહાન આત્મા–તેની ઓળખાણનું ફળ પણ મોટું એટલે
અનંત જ્ઞાન–આનંદથી ભરપૂર એવું સિદ્ધપદ, તે આત્માને જાણવાનું ફળ છે.
જાણવું તે અનુભવસહિત જ્ઞાનની વાત છે, શ્રદ્ધા પણ ભેગી જ છે.
એક રે દિવસ એવો આવશે...
આત્મા પરમ સુખ પામશે...
દેહ છોડી મોક્ષમાં મ્હાલશે...

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
જિનશાસન એટલે શુદ્ધઆત્માનો અનુભવ
*
(ગુજરાતના વિહારમાંથી પાછા ફરતાં છેલ્લે માગશર સુદ ૧૨ ના
રોજ અમદાવાદ મુકામે સમયસારની ૧પ મી ગાથા પર પ્રવચન થયું.
ખાડિયા જિનમંદિરમાં અત્યંત ભવ્ય–વિશાળ આદિનાથપ્રભુ બિરાજી
રહ્યા છે, સામે ધર્મસભામાં જૈનશાસનનું સ્વરૂપ પૂ. શ્રી કહાનગુરુ
સમજાવી રહ્યા છે. એકકોર સેંકડો વાહનોની અવરજવરનો ધમધમાટ
ચાલી રહ્યો છે, બીજીકોર ચૈતન્યસ્વરૂપના પરમ શાંતરસનો પ્રવાહ
ચાલી રહ્યો છે. શહેરનો ઘોંઘાટ બાજુમાં જ હોવા છતાં, તેનાથી દૂર દૂર
કોઈ અગમ્ય પ્રદેશમાં લઈ જઈને બહારના ઘોંઘાટ વગરનું પરમ શાંત
ચૈતન્ય તત્ત્વ ગુરુદેવ બતાવી રહ્યા છે.)
* * * * * *
જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છે તેના સ્વભાવને જુઓ તો કર્મનું બંધન તેમાં નથી.
જ્ઞાનવડે અંતરમાં આવા શુદ્ધઆત્માને અનુભવવો તે ખરેખર જિનશાસનનો અનુભવ
છે, જિનેન્દ્રભગવાનના ઉપદેશનો સાર તેમાં સમાય છે; આવો અનુભવ તે સમ્યગ્દર્શન
છે, તે ભાવશ્રુત છે, તે જ્ઞાનની અનુભૂતિ છે; તેને જ સામાન્યનો આવિર્ભાવ કહેવાય છે,
ને તે ભૂતાર્થધર્મ છે, ત્રિકાળી દ્રવ્યસ્વભાવને ભૂતાર્થ કહેવાય છે, તેના ત્રિકાળી ગુણો
ભૂતાર્થ છે, ને તેના આશ્રયે એકાગ્ર થયેલી નિર્મળપર્યાય તે પણ ભૂતાર્થધર્મ છે. આ રીતે
આત્મામાં શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય તેને ભૂતાર્થધર્મ કહ્યો. આવા શુદ્ધઆત્માને દેખે તેણે
જૈનશાસનનું ખરૂં સ્વરૂપ જોયું. પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ ભૂતાર્થ ધર્મ પ્રગટ્યો ત્યારે તેમાં
ત્રિકાળ ભૂતાર્થસ્વભાવ હું છું એમ જાણ્યું. ભૂતાર્થ ભાવ વડે જ ભૂતાર્થ–સત્ય આત્મા
પ્રત્યક્ષ થાય છે, રાગવડે તે પ્રત્યક્ષ થતો નથી. રાગ તો અભૂતાર્થ છે. શુદ્ધ દ્રવ્ય–ગુણ ને
તેના તરફ વળેલી પર્યાય તે ત્રણેમાં રાગનું અસત્પણું છે એટલે રાગાદિભાવો અભૂતાર્થ
છે; શુદ્ધાત્માની અનુભૂતિમાં તે ભાવો પ્રવેશી શકતા નથી, બહાર જ રહે છે. –આ રીતે
શુદ્ધાત્માને ભૂતાર્થ કહ્યો ને રાગાદિને અભૂતાર્થ

PDF/HTML Page 48 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૫ :
પર્યાયમાં દેવ–મનુષ્ય વગેરે ભિન્ન ભિન્ન પર્યાયોરૂપ અન્ય–અન્યપણું છે;
અશુદ્ધપર્યાયથી જોતાં આત્મામાં હીનાધિકપણું થયા કરે છે, તે દરિયાના તરંગની
પર્યાયના ભેદથી જોતાં આત્મા અનેક ગુણના ભેદરૂપ દેખાય છે, જ્ઞાન–દર્શન–
જેમ પાણીનો સ્વભાવ શીતળ છે, અગ્નિના સંગે જે ઊનાપણું વર્તે છે તે તેનો
ભગવાન આત્મા દ્રવ્યમાં અને પર્યાયમાં પોતાના શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવપણે જ
પ્રકાશે છે. પર્યાય અંતરમાં વળીને સામાન્યસ્વભાવમાં એકાગ્ર થઈ–ત્યાં શુદ્ધાત્માની
અભેદ અનુભૂતિમાં ‘સામાન્યનો અવિર્ભાવ’ કહ્યો છે. આવા અનુભવને જિનશાસન
અને ધર્મ કહેવાય છે. આવા આત્મામાં જવું તે ભગવાનનો માર્ગ છે. ભગવાને આ રીતે
મોક્ષને સાધ્યો, ને આવો જ માર્ગ બતાવ્યો; એ જિનશાસન છે.

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
જવાબ શોધો.......ને ઈનામ મેળવો
(૧) આખા લોકના પ્રદેશ÷એક જીવના પ્રદેશ =(ભાગાકાર કરી આપો)
(૨) અત્યારે જેટલા સિદ્ધભગવંતો છે તેમને, અત્યારના બધા મનુષ્યો વચ્ચે વહેંચી
દઈએ તો દરેક મનુષ્યના ભાગે કેટલા સિદ્ધભગવાન આવશે?
(૩) એક જીવ એવો છે કે, આખા લોકના બધા પ્રદેશે તે જીવનો એકેક પ્રદેશ રહેલો છે,
તો તે જીવને તે વખતે પાંચમાંથી કેટલા જ્ઞાન હશે? –અને તે જીવ કેટલા વખતમાં મોક્ષ
પામશે?
* શરીરને જાણનારો શરીરથી જુદો છે.
* રાગને જાણનારો રાગથી જુદો છે.
* જ્ઞાનને જાણનારો જ્ઞાનથી........
(૭) આપણને નજીક કોણ? –સૂરજ કે ચંદ્ર?
બાલવિભાગના જે સભ્યો આ પ્રશ્નોના સાચા જવાબ લખી મોકલશે તેમને એક
પુસ્તક તથા ફોટો ભેટ મોકલાશે. બ્ર–હરિલાલ જૈન.
બાલવિભાગનું ભેટપુસ્તક ‘ભગવાન પારસનાથ’ બધા સભ્યોને મોકલવામાં
આવ્યું છે; દશ તારીખ સુધીમાં સૌને મળી જશે. ત્યાં સુધીમાં ન મળે તો તમારો

PDF/HTML Page 50 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૭ :
સભ્યનંબર તથા પૂરું સરનામું લખીને (તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં) સંપાદક
પર લખી મોકલશો, તેથી આપને પુસ્તક મોકલી આપવામાં આવશે. કેટલાક
સભ્યોનાં (ખાસ કરીને મુંબઈ વિભાગના) સરનામાં અધૂરા છે, તેઓ પૂરું
સરનામું લખે. (આ પુસ્તક આત્મધર્મના ગ્રાહકોને નહીં–પણ બાલવિભાગના
સભ્યોને ભેટ આપવામાં આવેલ છે તેની નોંધ લેશો) બાલવિભાગના સભ્યોને
આ ભેટપુસ્તક લીંબડીના શ્રી કાન્તાબેન ફૂલચંદ સંઘવી તરફથી તેમના સ્વર્ગસ્થ
પુત્ર હેમાંશુકુમારની સ્મૃતિમાં, તેમજ ગોધરાના ભાઈશ્રી રમણલાલ ગીરધરલાલ
દોશી તરફથી તેમના સ્વર્ગસ્થ પુત્ર ઈન્દ્રવદનની સ્મૃતિમાં આપવામાં આવેલ છે.
તે ઉપરાંત શ્રીપાલ–આનંદીની યાદીમાં બાલચંદભાઈ અને હરિભાઈ તરફથી,
ડીમ્પલકુમારની યાદીમાં નવનીતભાઈ કે. શાહ તરફથી, અને ઉષાકુમારી બેનની
યાદીમાં વૃજલાલ મગનલાલ શાહ તરફથી પણ કેટલાક પુસ્તકો આપવામાં
આવ્યા છે. –આ રીતે બાળકોને ધર્મસંસ્કારોમાં ઉત્તેજન આપવા માટે તે સૌને
ધન્યવાદ!
“ભગવાન પારસનાથ” ના આ પુસ્તકમાં પારસપ્રભુના દશ ભવનું સુંદર
વર્ણન છે. સાથે પચીસ જેટલા ચિત્રો અને સુંદર ત્રિરંગી પૂઠું છે. કિંમત એક
રૂપિયો. (પોસ્ટેજ ફ્રી)
(બાલવિભાગનાં નવા સભ્યોનાં નામ આવતા અંકમાં આપશું.)
મુમુક્ષુને
ભલે અગ્નિના મેહ વરસતા હોય, પ્રતિકૂળતાના ગંજ
ખડકાતા હોય, અપમાનના ઘા પડતા હોય, તોપણ જ્યાં
આત્માનું હિત થતું હોય ત્યાં જવું.
ભલે સોનાના મેહ વરસતા હોય,
અનુકૂળતાના ઢગલા થતા હોય, માનનો
પાર ન હોય તોપણ જ્યાં આત્મહિત ન
જળવાતું હોય ત્યાં ન જવું.

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
વૈરાગ્ય સમાચાર
* રાજકોટના ભાઈશ્રી ડુંગરદાસ ગુલાબચંદ મોદી (વર્ષ ૮૧) તા. ૪–૧૨–૭૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
* રાજકોટવાળા ભાઈશ્રી રસિકલાલ ફૂલચન્દના માતુશ્રી ઝબકબેન (વર્ષ ૮૮) માગશર
સુદ બીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* અમરેલીવાળા શ્રી ઉજમબા માણેકચંદ કામદાર (તેઓ બ્ર. કાન્તાબેનના માતુશ્રી)
મુંબઈ–બોરીવલી મુકામે માગશર સુદ ત્રીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્ર
હતા ને સોનગઢ રહીને સત્સંગનો લાભ લીધો હતો. કેટલાક વખતથી લકવાની
બિમારી, છતાં પ્રેમથી ધર્મચર્ચા સાંભળતા હતા. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમજ પૂ.
બેનશ્રીબેન પ્રત્યે તેમને ખૂબ ભક્તિભાવ હતો.
* અમરાપુરના ભાઈશ્રી ભુપતલાલ જેચંદભાઈ દોશી (તેઓ બ્ર. તારાબેનના પિતાજી
ઉ. વ. ૭૧) તા. ૧૭–૧૨–૭૦ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. કોઈ કોઈ પ્રસંગે તેઓ
સોનગઢ આવતા.
* રાજકોટના શ્રી જયાકુંવરબેન (લીલાધરભાઈ પારેખના ધર્મપત્ની ઉ. વ. ૭પ) તા.
૮–૧૨–૭૦ ના રોજ સોનગઢ મુકામે એકાએક હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ ભદ્ર અને વાત્સલ્યવંત હતા. અનેક વર્ષોથી સોનગઢ રહીને પ્રવચનાદિનો લાભ
લેતા હતા. શરીરની ઘણી તકલીફ છતાં તેઓ હંમેશાં જિનમંદિરમાં દર્શન–પૂજન
કરતા, તેમજ પ્રવચનનો નિયમિત લાભ લેતા હતા; ઘરે પણ સ્વાધ્યાયાદિ કરતા.
છેલ્લે દિવસે પણ સ્વર્ગવાસના થોડા વખત પહેલાંં તો સાધર્મી બેનો સાથે તેમણે
ચર્ચા–વાંચન કરેલ, ને ત્યારબાદ સૂતાંસૂતાં જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
* રાજકોટના શ્રી મંછાબેન મગનલાલ ઉદાણી (ઉ. વ. ૬૨) તા. ૧૬–૧૨–૭૦ ના રોજ
મુંબઈ મુકામે બ્રેઈન હેમરેજની ટૂંકી બિમારીથી સ્વર્ગવાસ પામ્યા છે.
* શ્રી મણિબેન (વીંછીયાવાળા ત્રિભોવનદાસ ફૂલચંદ ખારાનાં ધર્મપત્ની ઉ. વ. ૮પ)
તા. ૮–૧૨–૭૦ ના રોજ વીંછીયામુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
* ગોંડલવાળા સમરતબેનના ભાઈ હિંમતલાલ ખોડીદાસ દોશી તા. ૨૧–૧૨–૭૦ ના
રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
* મૂળીવાળા ચીમનલાલ મલુકચંદના માતુશ્રી ઝબકબેન (ઉ. વ. ૭૮) ભાવનગર
મુકામે તા. ૧૬–૧૨–૭૦ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્ર અને પ્રેમાળ હતા.
ચાલીસેક વર્ષ પહેલાંં જ્યારે તેઓ કરાંચીમાં રહેતા ત્યારથી પૂ. શ્રી ચંપાબેન પ્રત્યે
તેઓ માતા જેવું ખૂબ વાત્સલ્ય રાખતા હતા. ગત વર્ષે પંચકલ્યાણક–મહોત્સવપ્રસંગે
પણ તેમણે હોંશથી ભાગ લીધો હતો.

PDF/HTML Page 52 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૯ :
* સુરેન્દ્રનગરના ભાઈશ્રી હરગોવિંદદાસ ગફલભાઈ દોશી (ઉ. વ. ૮૦)
તા. ૨૧–૧૧–૭૦ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સુરેન્દ્રનગર મુમુક્ષુમંડળમાં એક
વડીલસમાન હતા; છેવટ સુધી ગુરુદેવને યાદ કરીને દર્શનની ભાવના ભાવતા હતા.
* રાજકોટનિવાસી (હાલ મુંબઈ) ભાઈશ્રી નાનાલાલ રાઘવજી સંઘરાજકા તા. ૨૨–
૧૧–૭૦ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે, અવારનવાર તેઓ સોનગઢ આવતા હતા.
* ઊખરેલી (સંતરામપુર) ના મુમુક્ષુ ભાઈ લાખાભાઈ મોતીભાઈ તા. ૨પ–૧૧–૭૦
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* બોટાદના ભાઈશ્રી શિવલાલ મૂળચંદ ગોપાણી તા. ૧૭–૧૨–૭૦ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ લાંબા વખતથી ગુરુદેવના પરિચયમાં હતા ને બોટાદસંઘમાં એક
વડીલસમાન હતા. માહમાસમાં ગુરુદેવનું બોટાદ પધારવાનું નક્કી થતાં તેમને ઘણો
ઉલ્લાસ થયો હતો.
* મેરઠ નિવાસી શ્રી કૈલાસચંદ્રજી જૈન (ઉ. વ. પ૬) તા. ૨૦–૯–૭૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
–અનિત્યસંસારમાં જન્મ–મરણનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે; તેમાં વીતરાગી દેવ–
ગુરુ–ધર્મનું શરણ પામીને જેઓ જન્મ–મરણના ચક્રથી છૂટવાના ઉપાયનો ઉદ્યમ કરે છે તેઓ
ધન્ય છે. સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે જન્મ–મરણથી છૂટવાનો માર્ગ
પામો!
* આત્મધર્મ દર મહિનાની પહેલી તારીખે સોનગઢથી નિયમિત પોસ્ટ થાય છે–જે
અંદાજ પાંચમી તારીખ સુધીમાં આપને મળી જવું જોઈએ.
* કારતકથી આસો સુધીનું વર્ષ ગણાય છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા ગમે
ત્યારે ભરી શકાય છે. પાછલા અંકો સીલકમાં હોય તો અપાય છે.
* અંક ન મળ્‌યો હોય તો, તરતમાં જણાવવાથી ફરી મોકલવામાં આવે છે.
* આપે હજી સુધી લવાજમ ન ભર્યું હોય તો વેલાસર ભરી દેવું જોઈએ–જેથી
અગત્યના અંકોથી વંચિત રહેવું ન પડે.
* પુસ્તક વીતરાગવિજ્ઞાન (છહઢાળા પ્રવચન) ભાગ ત્રીજો તૈયાર થાય છે.
આપના ઘરમાં જૈનસંસ્કારોની ઉત્તમ સુગંધ ફેલાવવા માટે આત્મધર્મ મંગાવો.
લવાજમ મોકલવાનું સરનામું–
આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
આત્મધર્મ વાંચ્યું ને એમનું જૈનત્વ જાગી ઊઠયું
જૈનકુળમાં જન્મવા છતાં જૈનધર્મના સંસ્કાર ભૂલી ગયેલા એક ભાઈ (આગ્રાના શ્રી
વી. કે. જૈન) લખે છે કે–હું આત્મધર્મનો નવો સભ્ય આ વર્ષે જ થયો છું: મેં આત્મધર્મના
સાત અંક વાંચ્યા, તે પ્રવચનોમાં ચૈતન્યઆત્માના જ્ઞાનની અનોખી સુઝનું દિગ્દર્શન મળ્‌યું્ર;
નિશ્ચયમાર્ગમાં ભલા પ્રકારે દેખાડેલું જીવ અને કર્મના વિભાગનું જ્ઞાન, તથા
પરમાત્મસ્વરૂપમાં લીન થઈને શાશ્વત નિર્વાણસ્થાન–મોક્ષ થવાનું બતાવ્યું.
હું ત્રીસ ૩૦ વર્ષથી દિગંબર જૈનપરિવારનો સભ્ય છું; પરંતુ મારા સંસ્કાર અને દોસ્તી
અન્યવર્ગના લોકો સાથે અધિક હોવાથી તે અન્ય મતનું સાહિત્ય મેં વાંચ્યું પરિણામે
જૈનધર્મના સિદ્ધાંતથી અનભિજ્ઞ રહ્યો. પરંતુ આત્મધર્મ દ્વારા સ્વ–પરનું ભેદજ્ઞાન અને જીવની
દશાઓનું (બહિરાત્મા–અંતરાત્મા–પરમાત્માનું) સ્વરૂપ વાંચવાથી વાસ્તવિકતાનું કંઈક લક્ષ
જાગૃત થયું.
આ આત્મા કોઈ પરમાત્મામાં સમાઈ જાય છે, અને તેનું પોતાનું નિજ અસ્તિત્વ કાંઈ
રહેતું નથી–એવા સંસ્કાર હતા; તેનાથી વિપરીત આત્મધર્મમાં વાંચતા એ સિદ્ધ થયું કે પ્રત્યેક
આત્મામાં સ્વયં નિજસત્તાના આધારે પરમાત્મા બનવાની પૂર્ણ તાકાત વિદ્યમાન છે; એકેક
આત્મા (બીજામાં ભળ્‌યા વગર) સ્વયં પોતે જ પરમાત્મા થાય છે, ને પોતાની ભિન્ન સત્તા
રાખે છે–એમ પરમપૂજ્ય કાનજીસ્વામીના પ્રવચનથી સમજાયું, સચ બાત તો યહ હૈ કિ
આત્મધર્મને મેરે દિલ–દિમાગમેં એક નવીન પ્રકારકી હલચલ પેદા કરી દી હૈ. પૂજ્ય
કાનજીસ્વામીકા પ્રવચન પઢનેકા મેરા પહલા અવસર રહા હૈં, ઉનકે પ્રવચનોંકો પઢકર ઐસા
મહસુસ હોતા હૈ કિ મૈં હૃદયમેં એવં અપની આત્મામેં ઈનકો ઉતાર લું. ‘भावना है ऐसी मेरी
सदा पाता रहूं ज्ञान तुम्हारा
(આજે ‘જેન લખાવો’ માટેનું જે જોસદાર આંદોલન ઊપડયું છે, તેનાથી પણ ઘણું
વધુ જોસદાર આંદોલન “જૈનોને તેમનું જૈનત્વ સમજાવવા” માટે કરવાની જરૂર છે; કેમકે
જૈનો પોતે જ પોતાના જૈનત્વને અને જૈન સિદ્ધાંતોને ભૂલી જશે–તો જૈનસમાજની ઉન્નત્તિ
કોના બળથી થશે? માટે જૈન સમાજનો એકએક બચ્ચો જૈનસિદ્ધાંતની વિશેષતાને જાણતો
થાય, ને જૈન સમાજના એકએક બાળકને પહેલેથી જ જૈનસિદ્ધાન્તનું જ્ઞાન મળે–તે માટે
જૈનસમાજે જાગૃત થવાની જરૂર છે. જૈનબંધુઓ ! ચાલો....પરસ્પરના ઝઘડા છોડો.....ને
જૈનસિદ્ધાંતના પ્રચારમાં લાગી જાઓ. –જૈનોને જૈનત્વનાં ઉત્તમ સંસ્કાર આપો......ને
મહાવીરશાસનને શોભાવો. * – બ્ર. હ. જૈન
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦