PDF/HTML Page 21 of 53
single page version
આનંદ ફેલાઈ ગયો.....સ્વર્ગમાં પણ એની મેળે વાજાં વાગવા માંડયા. ઈન્દ્રે જાણ્યું કે
ભરતક્ષેત્રના ત્રેવીસમા તીર્થંકરનો અવતાર થયો છે, એટલે તરત ઈંદ્રાસન પરથી
નીચે ઊતરીને ભક્તિપૂર્વક એ બાલતીર્થંકરને નમસ્કાર કર્યા; ને ઐરાવત હાથી ઉપર
બેસીને જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા; સાથે કેટલાય દેવોનાં વિમાન આવ્યા.
કોઈ દેવ વાજાં વગાડે છે, તો કોઈ ફૂલ વરસાવે છે; પછી નાનકડા ભગવાનને ઉપર
બેસાડયા.....હાથી આકાશમાં ઊડયો–ને ભગવાનની સવારી મેરૂપર્વત ઉપર પહોંચી.
આ સૂર્ય–ચંદ્ર દેખાય છે તેનાથી પણ ઘણે ઊંચે મેરૂપર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક
કર્યો. એ વખતે પ્રભુનો દિવ્ય મહિમા દેખીને ઘણાય દેવોને સમ્યગ્દર્શન થયું. પ્રભુજી
તો સદાય દેહથી ભિન્ન આત્માને દેખનારા હતા, ને તેમનાં દર્શનથી બીજા ઘણાય
જીવોએ પણ દેહથી ભિન્ન આત્માને ઓળખી લીધો. અહા પ્રભુ! આપ તો
જન્મરહિત થઈ ગયા, ને આપની ભક્તિથી અમારો જન્મ પણ સફળ થયો; એમ
સ્તુતિ કરતા કરતા ઈંદ્ર–ઈંદ્રાણી પણ આનંદથી નાચી ઊઠ્યા; અને પ્રભુનું નામ
‘પાર્શ્વકુમાર’ રાખ્યું.
એમ થયું કે–અહા, આ ભગવાનનું જ્ઞાન તો મારા કરતાંય વિશાળ છે! –એટલે નમ્રીભૂત
થઈને તે આકાશ પુષ્પદ્વારા પ્રભુની પૂજા કરતું હતું. વળી જેમ હું નિરાલંબી છું તેમ આ
ભગવાનનું જ્ઞાન પણ નિરાલંબી છે–એમ નિરાલંબીપણાના આનંદથી ઉલ્લસિત થઈને
પુષ્પવૃષ્ટિ વડે તે આકાશ પ્રભુના જન્મોત્સવને ઉજવતું હતું.
મધ્યભાગમાં પ્રદક્ષિણા કરી રહેલા સૂર્ય–ચંદ્ર–તારાગણો જાણે કે પ્રભુનાં ચરણોને સેવવા
આવ્યા હતા ને શાશ્વત–દીપકો વડે પ્રભુની આરતિ કરતા હતા.
અમે અમારાં જ પાપોને ધોઈ નાંખ્યા છે. ઈન્દ્રાણી કહે છે : પ્રભો! આપને તેડતાં
જાણે હું મોક્ષને જ મારી ગોદમાં લેતી હોઉં એમ મારો આત્મા ઉલ્લસી જાય
PDF/HTML Page 22 of 53
single page version
આત્માને જ અલંકૃત કરતી હોઉં–એવો આનંદ થાય છે. –એમ કહીને ઈંદ્રાણીએ
બાલતીર્થંકરને સ્વર્ગનાં વસ્ત્ર–આભૂષણ પહેરાવ્યા તથા રત્નનું તિલક કર્યું. એ પ્રમાણે
પારસકુમારનો અભિષેક કરીને અને દેવલોકના દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવીને સૌ
બનારસનગરમાં આવ્યા. અને બ્રહ્મદત્તા (વામાદેવી) માતાજીને એનો લાડીલો પુત્ર
પાછો સોંપતાં કહ્યું : હે માતા! આપ ધન્ય છો........આપ જગતના માતા છો. આપે આ
જગતને જ્ઞાનપ્રકાશક દીવડો આપ્યો છે....હે માતા! તારો પુત્ર એ ત્રણ જગતનો નાથ
છે.
કેવળજ્ઞાન પામીને ધર્મોપદેશ આપશે ને ધર્મવૃદ્ધિ કરશે, ત્યારની તો શી વાત! પણ
તેમનો જન્મ થતાં જ જીવોમાં સ્વયમેવ ધર્મની વૃદ્ધિ થવા લાગી. જેમ સૂર્ય ઊગે ને કમળ
ખીલવા માંડે તેમ તીર્થંકરસૂર્ય ઊગ્યો ને ભવ્યજીવોરૂપી કમળ ખીલવા માંડયા.
જન્મોત્સવની ખુશાલીમાં માતાપિતાની સન્મુખ દેવોએ સુંદર નાટક કરીને ભગવાનના
પૂર્વના નવ ભવો દેખાડયા; તેમાં હાથીના ભવમાં મુનિના ઉપદેશથી સમ્યગ્દર્શન
પામવાનું દ્રશ્ય દેખીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા; પછી તે જીવે મુનિદશા ધારણ કરીને
ઉત્તમ ક્ષમાનું કેવું પાલન કર્યું તે પણ બતાવ્યું. એ રીતે પારસકુમારનો જન્મોત્સવ
ઊજવીને, તથા માતા–પિતાને ઉત્તમ વસ્તુઓ ભેટ આપીને તે ઈન્દ્રો પાછા પોતાના
સ્વર્ગમાં ગયા. એ વખતે તો સ્વર્ગ કરતાંય વારાણસીનગરનો વૈભવ વધી ગયો હતો,
કેમકે તીર્થંકર જેવા પુણ્યાત્મા ત્યાં બિરાજતા હતા. અહા! તીર્થંકર જેવા મહાત્માના
સમાગમથી કયું કલ્યાણ પ્રાપ્ત ન થાય!!
કરાવતી ને શણગાર પહેરાવતી. એમને દેખી–દેખીને માતાની નજર ઠરતી, એનું હૈયું તૃપ્ત
થતું.....ને ઉમળકાથી તે મંગળગીત ગાતી હતી. કુંવરને પણ માતા પ્રત્યે પરમ સ્નેહ હતો.
રોજેરોજ હજારો નગરજનો એમનાં દર્શન કરવા આવતા હતા ને એમનું દિવ્ય રૂપ
દેખીને આશ્ચર્ય પામતા હતા. સ્વર્ગના દેવો પણ નાના બાળકોનું રૂપ ધારણ કરીને
પારસકુમારની સાથે રમવા આવતા હતા. અહા! તીર્થંકરનો સહવાસ કોને ન ગમે! તે
દેવકુમારો સાથે ભગવાન પારસકુમાર અવનવી રમત રમતા, અને
PDF/HTML Page 23 of 53
single page version
તો સો વર્ષનું જ છે. અલ્પકાળમાં જ સંયમ ધારણ કરીને મારે મારી આત્મસાધના પૂરી
કરવાની છે; તેથી મારે સંસારના બંધનમાં પડવું તે ઉચિત નથી.
PDF/HTML Page 24 of 53
single page version
કર્યું.......તેઓ પણ સૂજ્ઞ હતા.....તેમણે વિચાર્યું કે પારસકુમાર તો તીર્થંકર થવા અવતર્યા
છે....સંસારના ભોગ ખાતર કાંઈ એનો અવતાર નથી, એનો અવતાર તો આત્માના
નિર્મોહી થઈને જગતના ઘણા જીવોને મોક્ષનો માર્ગ બતાવશે અને અમારે પણ એ જ
માર્ગે જવાનું છે. આમ તેઓ પણ ધર્મભાવના સહિત ઉત્તમ જીવન વીતાવતા હતા.
પારસકુમાર રાજવૈભવ વચ્ચે રહ્યા હોવા છતાં અલિપ્ત રહીને પરમ વૈરાગ્યમય
આદર્શજીવન જીવતા હતા.
PDF/HTML Page 25 of 53
single page version
ઢંકાઈ ગયો છે એમ કહ્યું છે. તેનો કાંઈ અભાવ નથી થઈ ગયો પણ અજ્ઞાનીની દ્રષ્ટિમાં
તે દેખાતો નથી, તેને તો અશુદ્ધતા જ દેખાય છે. સહજ એક જ્ઞાયકભાવને દેખવા માટે
તો શુદ્ધનયની દ્રષ્ટિ જોઈએ. શુદ્ધનયમાં જ એવી તાકાત છે કે સર્વે અશુદ્ધ–
PDF/HTML Page 26 of 53
single page version
ભૂતાર્થ આત્મસ્વભાવમાં અભેદ થઈને તેને અનુભવે છે, તેથી તેને ભૂતાર્થ કહ્યો છે.
આવો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે, તેમાં આત્માનો આનંદ ઝરે છે. એની દ્રષ્ટિમાં
ભગવાન આત્મા જેવો છે તેવો શુદ્ધપણે ખુલ્લો થયો; પહેલાંં તિરોભૂત હતો તે હવે
શુદ્ધનયવડે પ્રગટ થયો. આમાં ભૂતાર્થ આત્માનું જ્ઞાન, અને સમ્યગ્દર્શન બંને એકસાથે
છે.
અનુભવે છે. વ્યવહારનય આવા અશુદ્ધ આત્માને દેખે છે તેથી તે અભૂતાર્થ છે–
અસત્યાર્થ છે, આત્માના સત્ય–ભૂતાર્થસ્વભાવને વ્યવહારનય નથી દેખતો; આત્માને
દેખવા માટે તો અતીન્દ્રિયદ્રષ્ટિરૂપ શુદ્ધનય જોઈએ.
જીવન જીવવાની રીત તને સંતો બતાવે છે. પહેલાંં તો ચેતનથી અન્ય જે પરભાવો તે
બધાયને શુદ્ધનય વડે તારાથી જુદા કર; અને સર્વ પરભાવથી રહિત એક ભૂતાર્થ
શુદ્ધાત્માને દેખ. શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ રાખીને જે નિર્મળ જ્ઞાન આનંદધામમાં પવિત્ર
જીવન છે તે આત્માનું સાચું જીવન છે. તે જીવનમાં અનંત ગુણોની શુદ્ધતા પ્રગટ
અનુભવાય છે.
અત્યારે બહાર આવ્યું છે ને હજારો જીવો જિજ્ઞાસાથી તે સાંભળે છે. આવા સત્યનો પક્ષ
કરવા જેવો છે. આત્માના સ્વભાવની આ સત્ય વાત લક્ષમાં લઈને તેનો પક્ષ કરવા
જેવો છે, ને પછી વારંવાર તેના અભ્યાસ વડે તેમાં દક્ષ થઈને અનુભવવડે પ્રત્યક્ષ કરવા
જેવું છે. તદ્ન સહેલી શૈલિથી સૌને સમજાય તેવું આ
PDF/HTML Page 27 of 53
single page version
આવું સત્ય મળે તે માટે સહેલું અને સસ્તું સાહિત્ય ખૂબ પ્રચાર કરવા જેવું છે. બીજે
ઠેકાણે મોટા ખર્ચા કરવા કરતાં આવા પરમ સત્યનો પ્રચાર થાય તેવું સાહિત્ય
‘સહેલું અને સસ્તું’ ખૂબ બહાર આવે તે કરવા જેવું છે. જો કે સોનગઢથી ઘણું
બહાર પડી ગયાં છે, છતાં હજી ઘણું સાહિત્ય સૌને સમજાય તેવી સહેલી ભાષામાં
ને સસ્તી કિંમતમાં વધુ ને વધુ બહાર આવે ને સાચા જ્ઞાનનો પ્રચાર થાય તેવું
કરવા જેવું છે. અત્યારે તત્ત્વના જિજ્ઞાસુ ઘણા લોકો તૈયાર થયા છે, ને આત્માના
સ્વભાવની આવી ઊંચી વાત પ્રેમથી સાંભળે છે. જિજ્ઞાસુ લોકોના ભાગ્યે આવું
વીતરાગી સત્ય બહાર આવ્યું છે.
જણાઈ જાય છે; પણ અંતરમાં ઉપયોગને જોડીને શુદ્ધઆત્માને જે અનુભવે છે તેને
લક્ષ પણ નથી. વ્યવહારના કાળે વ્યવહારનું જ્ઞાન હોય છે, તેથી તે કાળે તે
વ્યવહારનું જ્ઞાન પ્રયોજનવાન છે. પણ શુદ્ધઆત્માની અનુભૂતિના નિર્વિકલ્પ આનંદ
ટાણે તો વ્યવહારનું કાંઈ પ્રયોજન નથી, તેમાં તો અભેદનો જ સાક્ષાત્ અનુભવ છે.
પર્યાયમાં ભલે રાગાદિ હો, પણ શુદ્ધનયવડે જોતાં રાગ એકકોર રહી જાય છે ને
શુદ્ધઆત્મા પરમભાવરૂપે અનુભવાય છે. આવો અનુભવ તે આત્માનું જીવન છે, તે
સમ્યગ્દર્શન છે. જેમ સોની સોનું અને લાખને ભેગાં ગણીને કિંમત નથી ગણતો,
પણ લાખને જુદી પાડીને એકલા સોનાની કિંમત ગણે છે, તેમ શુદ્ધનયવાળા જ્ઞાની,
આત્માને અને રાગને ભેળસેળ ગણીને આત્માની કિંમત નથી ગણતા, પણ રાગને
આત્માને અનુભવે છે; તે જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે; તે જ મુમુક્ષુ જીવનું
જીવન છે.
પર્યાયના ભેદો પણ વ્યવહારનયના વિષયમાં છે, શુદ્ધઆત્માની અનુભૂતિમાં તે
ભેદો નથી, માટે તે અભૂતાર્થ છે. વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે ભેદરૂપ
વ્યવહારનો ઉપદેશ તો ઘણો
PDF/HTML Page 28 of 53
single page version
દ્રષ્ટિપૂર્વક પર્યાયનું પણ જ્ઞાન ધર્મી કરે છે તે વ્યવહાર છે. પોતાની શુદ્ધપર્યાયને ભેદ
પાડીને જાણવી તે પણ વ્યવહાર છે; અને તે ભૂમિકામાં જિનેન્દ્રભગવાનની ભક્તિનો
ભાવ, ગુરુના બહુમાનનો ભાવ, શાસ્ત્રરચના વગેરેનો ભાવ, ગૃહસ્થને જિનપૂજા,
આહારદાન વગેરેનો ભાવ–એવા ભાવોને તે–તે કાળે ધર્મી જાણે છે તે વ્યવહાર છે.
જ્ઞાનમાં જ્ઞેયપણે તે તે પ્રકારનો વ્યવહાર જણાય છે. વ્યવહારમાં તન્મય થયા વગર
સાધક તેને જાણે છે. શુદ્ધ દ્રવ્યના જ્ઞાન સાથે પોતાની પર્યાયનું પણ જ્ઞાન હોય છે, અને
તે જ્ઞાન સાધકને તે–તે કાળે પ્રયોજનવાન છે. તે કાળે એટલે જ્યારે વિકલ્પ છે, પર્યાય
ઉપર લક્ષ જાય છે ત્યારે તે પર્યાયનું જ્ઞાન કરે છે. જેને શુદ્ધાત્માના અનુભવમાં લીનતા
જ છે, તેને તો વિકલ્પ જ નથી, પર્યાયના ભેદનું લક્ષ જ નથી, એટલે તેને તે વ્યવહારને
જાણવાનું પ્રયોજન રહ્યું નથી, તે તો સાક્ષાત્ પરમાર્થ શુદ્ધાત્માને જ અનુભવે છે.
તે બધા મધ્યમભાવ છે. હવે વ્યવહારનય તો પરદ્રવ્યના સંબંધથી અશુદ્ધભાવને કહેનારો
છે, એટલે પર્યાયની અશુદ્ધતાને તે દેખાડે છે. પરમાર્થમાં શુદ્ધ આત્માનો જ અનુભવ છે.
સાધકને આવા આત્માનો અનુભવ પણ થયો છે એટલે પર્યાયમાં કેટલીક શુદ્ધતા પ્રગટી
છે, અને હજી પર્યાયમાં કેટલીક અશુદ્ધતા પણ છે, સવિકલ્પદશામાં રાગાદિ ભાવો થાય
છે. –આમ બંને પ્રકાર સાધકને એક સાથે વર્તે છે. તેમાં જ્યારે પરમ શુદ્ધ સ્વભાવના
અનુભવમાં સ્થિર નથી ને વિકલ્પદશામાં છે ત્યારે પર્યાયની શુદ્ધતા–અશુદ્ધતા વગેરે
પ્રકારોરૂપ વ્યવહારને પણ તે જાણે છે, –વ્યવહારમાં ઉત્સુકતા ન હોવા છતાં વ્યવહારના
પ્રકારો તેના જ્ઞાનમાં જ્ઞેયપણે જણાઈ જાય છે. –આવું સ્વ–પર પ્રકાશકજ્ઞાન પ્રયોજનવાન
છે; રાગનો કે વ્યવહારનો આશ્રય કરવા જેવો છે–એવો આનો અર્થ નથી; પણ જ્ઞાનમાં
જણાયેલો તે વ્યવહાર પ્રયોજનવાન છે. ‘તે કાળે પ્રયોજનવાન’ –એમ
PDF/HTML Page 29 of 53
single page version
PDF/HTML Page 30 of 53
single page version
આરાધનાના નાયક છે........મોક્ષમાર્ગી જીવોના તેઓ નેતા છે.
છે. વ્યવહારથી પંચપરમેષ્ઠીનું ધ્યાન અને નિશ્ચયથી પોતાના શુદ્ધઆત્માનું ધ્યાન, તે
મંગલ છે.
આત્માને ધ્યાવ....સ્વદ્રવ્યને ગ્રહણ કરીને ધ્યાવ, ને પરદ્રવ્યનું ગ્રહણ તથા પરદ્રવ્યનું
ધ્યાન ત્વરાથી છોડ.
તેના જેવો પોતાને અનુભવે તો સાચું ધ્યાન કહેવાય. પંચપરમેષ્ઠી જેવા જ પોતાના
શુદ્ધસ્વરૂપને અનુભવતાં આત્મામાં પરમ અતીન્દ્રિય આનંદ થાય છે, તે મંગલ છે, તે
શરણ છે, ને જગતમાં તે ઉત્તમ છે.
નથી. મુનિપદ શુદ્ધઆત્મામાં સમાય છે, નગ્ન શરીરમાં કે પંચમહાવ્રતના રાગમાં કાંઈ
પરમેષ્ઠીપદ સમાતું નથી. સાધુપદ તે તો પરમેષ્ઠીપદ છે. રાગ કાંઈ ઈષ્ટ નથી; ને શરીર તો
જડ છે. આ રીતે રાગથી પાર ને જડથી ભિન્ન પોતાના શુદ્ધસ્વરૂપમાં ચેતનાને લઈ
PDF/HTML Page 31 of 53
single page version
ડાઘીયો કૂતરો પાછળ દોડતો હોય ત્યાં તેનાથી બચવા નાનો છોકરો તરત પોતાના
પિતા વગેરે મોટાના આશરે દોડી જાય છે, તેમ સંસારના પરભાવરૂપી ડાઘીયા કૂતરા,
PDF/HTML Page 32 of 53
single page version
શરણરૂપ એવા તારા ચિદાનંદ સ્વભાવના શરણે જા. તેના શરણે સર્વ દુઃખોનો નાશ, ને
આનંદની ઉત્પત્તિરૂપ મંગળ થાય છે. અંતર્મુખ થઈને આત્માની આવી આરાધના કરવી
તે જ સાચી વીરતા છે. પંચપરમેષ્ઠી ભગવંતો આત્માને સાધવામાં શૂરવીર છે; અને
આત્માની આરાધનારૂપ જે મોક્ષમાર્ગ તેમાં તે પંચપરમેષ્ઠી ભગવંતો નાયક છે. આમ
ઓળખીને હે જીવ! તું પંચપરમેષ્ઠી પરમગુરુને તેમ જ તેમના જેવા પોતાના
શુદ્ધઆત્મસ્વરૂપને અંતરમાં ધ્યાવ–એમ ભગવાનનો ઉપદેશ છે. ભાવશુદ્ધિનો ઉપદેશ
આપતાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! ધર્મની આરાધનાના પંથમાં અગ્રેસર થઈને જેઓ
મોક્ષમાર્ગે આગળ ગયા એવા પંચપરમેષ્ઠીનું તું ધ્યાન કર. તેઓ ધર્મની આરાધનાના
નાયકો છે, ધર્મના પંથમાં આગળ ચાલનારા છે; તેમના શુદ્ધસ્વરૂપને જાણીને તેનું ધ્યાન
કર. તેમના જેવા શુદ્ધસ્વરૂપનું ધ્યાન કર.
વધેલા ધર્માત્માઓની આરાધનાનું વર્ણન સાંભળીને આરાધના પ્રત્યે ઉત્સાહિત થાય છે;
પ્રેમથી–આદરથી તે આરાધક–ધર્માત્માની વાત સાંભળે છે. ભગવંત પંચપરમેષ્ઠીમાંથી
અર્હંત અને સિદ્ધ તો આરાધના પૂર્ણ કરીને સ્વયં આરાધ્ય થઈ ગયા છે, ને આચાર્યાદિક
આરાધનાના પંથમાં અગ્રેસર છે. આવા પંચપરમેષ્ઠીના સ્વરૂપનું ચિંતન કરતાં
ભાવશુદ્ધિ થાય છે. અહા! અરિહંતો–સિદ્ધો અને સાધુઓ મોક્ષમાર્ગમાં અગ્રેસરપણે
આગળ આગળ ચાલ્યા જાય છે, અને જગતના જીવોને તે મુક્તિના માર્ગે દોરી રહ્યા છે;
તેમના સ્વરૂપના ધ્યાનથી સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર વગેરેનું સ્વરૂપ બરાબર
સમજાય છે, એટલે ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ પ્રગટે છે. જગતમાં મંગલરૂપ તો આવા
પરમેષ્ઠીપદ છે. તે જ ઉત્તમ છે. આરાધનાના નાયક આ પંચપરમેષ્ઠી ભગવંતો વીર છે,
વીરતાવડે તેઓ કર્મને જીતનારા છે. શુદ્ધસ્વભાવ તરફ વળીને જ શુદ્ધઆત્માનું ધ્યાન
થાય છે. જેમ કેવળી ભગવાનની સ્તુતિ જ્ઞાયકસ્વભાવના અનુભવથી થાય છે, તેમ
પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ શુદ્ધાત્માની સન્મુખતાથી જ થાય છે.–આવા ધ્યાનવડે
સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, માટે તેનો ઉપદેશ છે. આ રીતે જેણે સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ
પ્રગટ કરી તેઓ જ કલ્યાણ–સુખની પરંપરાને પામે છે. માટે હે જીવ! તું ઉદ્યમવડે આવી
ભાવશુદ્ધિ પ્રગટ કર.
PDF/HTML Page 33 of 53
single page version
ચારિત્રથી જે શુદ્ધ છે, અને માયાચાર જેમને નષ્ટ થઈ ગયો છે એવા શુદ્ધભાવસહિત
શ્રમણો ધન્ય છે. નિત્યે ત્રિવિધે તેમને નમસ્કાર હો. વાહ! આવા ભાવશુદ્ધિવંત સંતો તે
ધર્મના સ્થંભ છે, તે મોક્ષના પંથી છે, તે પ્રશંસનીય છે, તે આદરણીય છે. કુંદકુંદઆચાર્ય
હો.
ભાવશુદ્ધિ દેખીને તેમના પ્રત્યે ધર્મીને પ્રમોદ આવે છે. ધર્મની જિજ્ઞાસાવાળાને ધર્માત્મા
પ્રત્યે આવો પ્રમોદ આવે છે, ભક્તિ આવે છે. ખરેખર, મોક્ષના આરાધક જીવોનો
અવતાર ધન્ય છે–ધન્ય છે. જેને મોક્ષમાર્ગનો અનુરાગ હોય તેને મોક્ષમાર્ગમાં અધિક
એવા સાધર્મી જીવોને દેખીને તેમના પ્રત્યે જરૂર પ્રમોદ આવે છે અને ભક્તિ–બહુમાનથી
નમસ્કારાદિ કરે છે.
તેમાં મિથ્યાદ્રષ્ટિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ જીવો સંખ્યાતગુણા છે.
કોઈવાર એક સમયમાં ૧૦૮ જીવો એક સાથે ક્ષપકશ્રેણી ચઢે છે;
એક સમયમાં ૧૦૮ જીવો કેવળજ્ઞાની થાય છે;
ને એક સમયમાં ૧૦૮ જીવો મોક્ષ પામીને સિદ્ધ થાય છે.
PDF/HTML Page 34 of 53
single page version
અંતરમાં જીવનું યથાર્થ સ્વરૂપ જાણ અને તેની શ્રદ્ધા કર. જીવને રાજાની ઉપમા
PDF/HTML Page 35 of 53
single page version
કેવો છે? તેની ઓળખાણ પહેલાંં કરવી જોઈએ. આત્માની ઓળખાણ વગર વ્રતાદિ
શુભરાગ કરવા છતાં જીવ લેશપણ સુખ ન પામ્યો, પણ દુઃખ જ પામ્યો. એનો અર્થ એ
થયો કે શુભરાગ તે સુખનું કારણ નથી, એટલે કે તે ધર્મ નથી, તે મોક્ષનું કારણ નથી.
રાગમાં તો દુઃખ છે. મોક્ષનું કારણ રાગથી જુદું છે.
તે જીવ પહેલાંં તો શ્રીગુરુએ જેવો આત્મા કહ્યો તેવા પોતાના આત્માને જાણે છે કે
આવો જ્ઞાનસ્વરૂપે અનુભવાતો આત્મા જ હું છું; સર્વે પરભાવોથી ભિન્ન એક
જ્ઞાનમયભાવ હું છું–એમ આત્માને જાણે છે અને જ્ઞાનપૂર્વક તેની શ્રદ્ધા કરે છે કે આ જ
હું છું. આવા શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેના અનુભવમાં એકાગ્રતા તે ચારિત્ર છે.
છે એટલે કે અશુદ્ધઆત્માને જ અનુભવે છે, અને તે જ સંસારનું મૂળ છે. પરભાવોથી
અસંયુક્ત એવા શુદ્ધઆત્માનો અનુભવ તે મોક્ષનું મૂળ છે. પુરુષાર્થ સિદ્ધિ–ઉપાયમાં પણ
અમૃતચંદ્રાચાર્યે એ વાત ૧૪ મી ગાથામાં સ્પષ્ટ કરી છે–
प्रतिभाति बालिशानां प्रतिभास; स खलु भवबीजम्।।
ખરેખર ભવનું બીજ છે. અરે, પોતાને રાગાદિવાળો અશુદ્ધ જ અનુભવે તે ભવથી કેમ
છૂટે? રાગથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ તે મોક્ષનું બીજ છે.
હોય તેટલો અપરાધ છે. સમ્યગ્દ્રષ્ટિને જ તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, પણ તેનું કારણ
કાંઈ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ નથી, તેનું કારણ તો રાગ છે, એટલે રાગનો તે
અપરાધ છે.
PDF/HTML Page 36 of 53
single page version
મોક્ષનું કારણ નથી. અને મોક્ષના કારણરૂપ જે શુદ્ધ રત્નત્રયભાવ છે તે બંધનું
કારણ થતું નથી. જેનાથી મોક્ષનું કાર્ય થાય તેનાથી બંધનું કાર્ય ન થાય; અને
જેનાથી બંધનું કાર્ય થાય તેનાથી મોક્ષનું કાર્ય ન થાય. આ રીતે બંધ અને મોક્ષના
કારણને ભિન્ન ભિન્ન ઓળખવા જોઈએ. –એનું વર્ણન પુરુષાર્થસિદ્ધિઉપાય ગાથા
૨૧૮ તથા ૨૨૦ વગેરેમાં કર્યું છે. તેમાં તીર્થંકરપ્રકૃતિના બંધના હેતુભૂત યોગ–
કષાય કહ્યા છે, ને જેનાથી પુણ્યનો આસ્રવ થાય છે એવા શુભોપયોગને અપરાધ
કહ્યો છે. ધર્મીજીવના શુભોપયોગને પણ અપરાધ કહ્યો છે, ત્યાં બીજાની શી વાત!
અજ્ઞાનીઓ તે અપરાધના સેવનવડે મોક્ષને સાધવા મથે છે, –એને મોક્ષ ક્્યાંથી
સધાય? સમયસારે તો રાગથી અત્યંત ભેદજ્ઞાન કરાવીને મોક્ષનો માર્ગ ખુલ્લો
કર્યો છે.
વાણીના શ્રવણ વડે જણાય નહીં, રાગવડે જણાય નહીં, પણ સ્વભાવ તરફ ઝૂકેલા
અતીન્દ્રિય જ્ઞાનવડે જ જણાય છે. સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આંનદનો પ્યાલો
ધર્મીએ પીધો છે, અને પછી મુનિને તો અતીન્દ્રિય આનંદનો ઘણો જ અનુભવ
હોય છે. ઈંદ્રિય તરફના ભાવવડે અતીન્દ્રિય આનંદની ભરતી આત્મામાં આવશે
નહીં. અંતરની એકાગ્રતા વડે આત્મા–ચૈતન્યસમુદ્ર પોતે સ્વભાવથી ઉલ્લસીને
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આવા અનુભવને માટે પહેલાંં ભગવાન
આત્માને જાણીને નિઃશંક શ્રદ્ધા કરવી જોઈએ કે આવા જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ જ
હું છું. રાગની અનુભૂતિને આત્મા કહેતા નથી, જ્ઞાનની અનુભૂતિ તે જ આત્મા છે.
જેટલું જ્ઞાનપણે અનુભવમાં આવે છે તેટલો જ હું છું, જ્ઞાનથી ભિન્ન કોઈ
પરભાવો હું નથી. –આવો અનુભવ કરે ત્યારે જ જીવને શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે,
બીજી કોઈ રીતે શુદ્ધાત્માની સિદ્ધિ થતી નથી.
ભાગ લેવા ગુજરાતના હજારો માણસો ઉપરાંત મુંબઈ, અમદાવાદ, દિલ્હી,
ભોપાલ,
PDF/HTML Page 37 of 53
single page version
જિનમંદિરની બાજુમાં જ સીમંધર ભગવાનના સમવસરણની રચના માટે ઉલ્લાસ અને
ઉમંગ ભરેલા વાતાવરણ વચ્ચે, પૂ. ગુરુદેવની મંગલછાયામાં સોનગઢના શેઠ શ્રી
ખીમચંદભાઈ તથા તેમના પરિવારે, અને જયપુરના શેઠ શ્રી કમલચંદજી ગોધાએ
ભાઈઓએ પણ ઉલ્લાસથી ભાગ લીધો હતો, તેમજ પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે પણ
મંગલ વિધિ થઈ હતી. માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈએ પણ વિધિમાં ભાગ લીધો
હતો. સવાર–બપોરે ગુરુદેવના સુંદર પ્રવચનો ચાલતા હતા ને આઠે દિવસના પ્રવચનમાં
ગુજરાતના જિજ્ઞાસુઓએ ખૂબ પ્રેમથી લાભ લીધો હતો. ગુજરાતના ભાઈઓની
સાધર્મી–વાત્સલ્યની લાગણી પણ પ્રશંસનીય છે. આ મંગલકાર્ય માટે ફત્તેપુરના દિ.
જૈનસંઘને વધાઈ!
સારી ચાલતી હતી. પાઠશાળાના બાળકોએ મહારાણી ચેલણાનું સુંદર નાટક ભજવ્યું
હતું. ગુરુદેવ ફત્તેપુરથી સાબલી પધાર્યા હતા.
ગણતરી કરશે......તે વસ્તીપત્રકના દશમા ખાનામાં આપણો ધર્મ ક્્યો તે
આપણે લખાવવાનું હોય છે. આપણો ધર્મ ક્્યો? –જૈન...... જૈન.....જૈન!
તો વસ્તીપત્રકમાં તમે શું લખાવશો?– “જૈન”
જો આમાં તમે ભૂલ કરશો ને જૈન નહીં લખાવો તો, માત્ર બે અક્ષરની તે
ભૂલને કારણે તમે દસવર્ષ સુધી સરકારી નોંધમાં જૈન તરીકે નહીં ગણાઓ.
(આત્મધર્મના એક પણ વાંચક આવી ભૂલ નહીં જ કરે તેની તો ખાત્રી
છે; પણ એટલું બસ નથી; –નાના ગામડાઓમાં આ વાત પહોંચાડવાની
ખાસ જરૂર છે; એટલે જેટલા નાનાં ગામડાં સાથે તમારે સંબંધ હોય ત્યાં
દરેક ગામડે જરૂર આ વાત પહોંચાડો. –સંપાદક)
PDF/HTML Page 38 of 53
single page version
આ સાબલી ગામ સેંકડો વર્ષ પહેલાંં કેવી સમૃદ્ધિ ધરાવતું હતું ને જૈનધર્મ કેવો
વૈભવસંપન્ન હતો તે અહીંના પ્રાચીન મંદિરનું અવલોકન કરતાં ખ્યાલમાં આવે છે.
અહીં બે વિશાળ જિનમંદિર છે, તેમાંનું એક ઘણું મોટું બાવન દેરીથી શોભે છે, તેમાં
મુખ્ય પ્રતિમા નેમનાથ ભગવાનના છે. ૨૪ વર્ષ પહેલાંં ઈંદોરના શ્રી હુકમીચંદજી શેઠ
પ્રસંગવશાત્ આ નાનકડા ગામમાં કેટલાક દિવસ રહ્યા હતા. ગામની આસપાસ
પહાડીમાં ક્્યારેક ક્્યારેક વાઘ પણ દેખાય છે. હાલ આ સાબલી ગામની કુલ વસ્તી
પાંચસો ઘર જેટલી છે; તેમાં જૈનોના ઘર દસેક છે. આટલા ઓછા ઘર હોવા છતાં તેમનો
ધાર્મિક પ્રેમ અને બાળકોમાં ધર્મસંસ્કાર આપવાનો ઉત્સાહ એટલો છે કે જૈન
પાઠશાળાના ઉદ્ઘાટન નિમિત્તે ગુરુદેવ અહીં પધાર્યા. નગરજનોએ ઉમંગભર્યું સ્વાગત
કર્યું. મંગલપ્રવચન બાદ તરત જૈનપાઠશાળાનું ઉદ્ઘાટન પૂ. ગુરુદેવના મંગલ
આશીષપૂર્વક બેનશ્રી–બેનના સુહસ્તે થયું. સાબલીના બાળકો વિશેષ ભાગ્યશાળી કે
તેમની પાઠશાળાનું ઉદ્ઘાટન આવા પવિત્ર આત્માઓના મંગલ હસ્તે થયું. બપોરે
ગુરુદેવ સાથે પ્રાચીન મંદિરના દર્શન કરવા ગયા હતા, ત્યાં પૂ. બેનશ્રી–બેને ભક્તિ
કરાવી હતી, તે વખતે તીર્થયાત્રાના પ્રસંગ જેવું વાતાવરણ હતું. રાત્રે અહીંના બાળકોએ
‘જૈન પાઠશાળા’ કેવી રીતે ચાલે તેનાં સુંદર દ્રશ્યો રજુ કર્યાં હતા; દેવ–ગુરુનું સ્વરૂપ,
અને જીવ–અજીવના ભેદવિજ્ઞાનની ચર્ચા નાના બાળકોના મુખે સાંભળતાં સભા ઘણી
પ્રસન્ન થઈ હતી. સૌ કહેતા કે ખરેખર! બાળકોમાં આવા સંસ્કારની ખરી જરૂર છે.
આવા પ્રસંગે સાબલીની પાઠશાળાના બાળકો અને સંચાલકો પ્રત્યે ધન્યવાદના ઉદ્ગાર
સૌના મુખમાંથી નીકળતા હતા. જ્યાં જૈનોનાં માત્ર દસ ઘર છે અને જ્યાં હજી વીજળી
બત્તી પણ આવી નથી એવા નાનકડા ગામમાં પણ આવી
PDF/HTML Page 39 of 53
single page version
દેખીને આનંદિત થાય. તેમ આત્માનો અનુભવ થતાં મુમુક્ષુ જીવ કહે છે કે અરે! હું પોતે
જ ચૈતન્યપરમેશ્વર છું, જ્ઞાન–આનંદના પરમ ઐશ્વર્યવાળો મારો આત્મા જ છે, –પણ
મારું સ્વરૂપ હું ભૂલ્યો હતો, તે શ્રી વીતરાગમાર્ગી ગુરુઓએ મને મારામાં બતાવ્યું.
અહા, મારા પરમ ભાગ્ય છે કે મને આવા ગુરુ મળ્યા ને આવું આત્મસ્વરૂપ સમજાવ્યું.
શ્રીગુરુએ શું સમજાવ્યું? તારો આત્મા જ પોતાનો પરમેશ્વર છે, જ્ઞાનદર્શન–સુખસ્વભાવ
તારામાં જ ભર્યો છે. –એમ આત્માનું સ્વરૂપ ‘નિરંતર’ સમજાવ્યું. જો કે શ્રીગુરુ કાંઈ
નિરંતર કહેતા ન હોય, તેઓ તો અમુક કાળ ઉપદેશ આપે; પણ–
PDF/HTML Page 40 of 53
single page version
પોતે સમજવા માટે નિરંતર ઉદ્યમી છે તેથી નિમિત્તરૂપ શ્રીગુરુ પણ નિરંતર સમજાવે છે
એમ કહ્યું, જુઓ, આ આત્માની સમજણની રીત! આવી સમજણ કરવા જેવી છે.
અંતરંગવૃત્તિના પ્રયત્ન વડે મારું જેવું સ્વરૂપ છે તેવું મેં અનુભવ્યું. કેવું અનુભવ્યું?
ચૈતન્યમાત્ર આત્મા હું મારા આત્માથી જ પ્રત્યક્ષ છું; બીજા કોઈની અપેક્ષા વગર
(ઈન્દ્રિય કે રાગની અપેક્ષા વગર) પોતે પોતાના અનુભવથી જ હું મને પ્રત્યક્ષ જાણું છું.
જેમ ભોળો છોકરો ખોવાઈ ન જાય તે માટે તેની માતાએ દોરો બાંધી દીધો હતો, તેમ
અહીં શ્રીગુરુએ શુદ્ધાત્માના લક્ષણરૂપ દોરો બાંધ્યો કે‘જ્ઞાન તે આત્મા છે. ’ –આવા
લક્ષણથી આત્માને લક્ષગત કર્યો ત્યાં અપૂર્વ ભેદજ્ઞાન થયું, તે જીવ
સમજણ પોતે કરે ત્યારે થાય છે. જેમ, જેને ભૂખ લાગી હોય તે પોતે ખાય ત્યારે પેટ
ભરાય, પણ બીજો ખાય તેથી કાંઈ આનું પેટ ન ભરાય, તેમ જેને આત્મા સમજવાની
ભૂખ લાગી હોય તે પોતે અંતરની ધગશ વડે આત્માની સમજણ કરે તો થાય છે; પણ
બીજા જ્ઞાનીની સામે જોયા કરે ને પોતામાં અંતર્મુખ ન થાય તો સાચું જ્ઞાન થતું નથી.
જ્ઞાની તો કહે છે કે તું તારામાં જો. તારો પરમેશ્વર–આત્મા તારામાં જ છે; તે જ તારું
નિજપદ છે. આવા આત્માને જાણીને ધર્મીજીવ આત્મારામ થયો, આત્મા જ તેના
વિશ્રામનું ધામ છે, તેને અનુભવમાં લઈને તેમાં એકાગ્ર થયો. જેમ અજવાળામાં પડેલી
સોય અંધારામાં શોધે તો મળે નહીં, જ્યાં હોય ત્યાં શોધે તો મળે, ન હોય ત્યાં શોધે તો
ક્્યાંથી મળે? તેમ આત્માને અજ્ઞાનીજીવો રાગમાં ને દેહમાં શોધે છે. આત્મા તો જ્ઞાનના
અજવાળામાં છે; તે અજવાળામાં શોધવાને બદલે રાગના અંધારામાં કે જડના
અંધારામાં શોધે તો આત્મા ક્્યાંથી મળે? આત્મા જ્યાં હોય ત્યાં શોધે તો મળે; પણ
જ્યાં આત્મા નથી ત્યાં શોધે તો તે ક્્યાંથી મળે?