Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
ખરૂં રહસ્ય સમજાય છે.
૧૧. કોના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે?
ભૂતાર્થસ્વભાવના આશ્રયે જીવ
સમ્યગ્દ્રષ્ટિ થાય છે.
૧૨. મુનિવરો કઈ રીતે મોક્ષને સાધે છે?
નિશ્ચયનયના આશ્રયે મુનિવરો
મોક્ષને સાધે છે.
૧૩. હજારો શાસ્ત્રોનો ભંડાર શેમાં ભર્યો
છે? સમયસારમાં.
૧૪. નિશ્ચય વગરના એકલા વ્યવહારને
કારણ કહેવાય?
૧પ. આવો મોક્ષમાર્ગ જાણીને શું કરવું?
તેની આરાધનામાં આત્માને જોડવો.
૧૬. મુનવરોએ આત્મહિતનો ઉપાય શું
કહ્યો? ‘સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રાણિ મોક્ષમાર્ગ’
૧૭. પુણ્ય તરફના વલણમાં સુખ છે કે
દુઃખ? તેમાં પણ આકુળતા છે
એટલે દુઃખ છે.
૧૮. તો સુખ શેમાં છે? આત્માના
શાંત–નિરાકુળ–ચેતનરસના
અનુભવમાં સુખ છે.
૧૯. મોક્ષમાર્ગમાંથી કોને કાઢી નાંખ્યા?
પાપ અને પુણ્ય બંનેને
મોક્ષમાર્ગમાંથી કાઢી નાંખ્યા.
૨૦. પૂર્ણ સુખરૂપ મોક્ષનો માર્ગ કેવો
હોય? તે માર્ગ પણ રાગ વગરનો
નીરાકુળ જ હોય.
૨૧. રાગસહિત વ્યવહારરત્નત્રય કેવા
છે? તે સત્યાર્થ મોક્ષમાર્ગ નથી.
૨૨. સત્યાર્થ મોક્ષમાર્ગ કેવો છે? રાગ
વગરના નિશ્ચય રત્નત્રયરૂપ.
૨૩. મોક્ષને માટે નિયમથી કરવા જેવું
કાર્ય શું છે? રાગ વગરનાં
શુદ્ધરત્નત્રય તે નિયમથી કર્તવ્ય છે.
૨૪. સુખ માટે જીવે શેમાં લાગવું
જોઈએ? નિશ્ચય રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગમાં નિરંતર લાગ્યા રહેવું.
૨પ. સુખ શું છે?
આત્માનો સ્વભાવ.
૨૬. રાગ શું છે? તે કાંઈ આત્માનો
સ્વભાવ નથી.
૨૭. કોને જાણતાં સુખ થાય છે?
સુખસ્વભાવી આત્માને જાણતાં
સુખ થાય છે.
૨૮. સુખ રાગમાં હોય? કે વીતરાગતામાં?
વીતરાગતામાં જ સુખ છે; રાગમાં
સુખ નથી.
૨૯. રાગમાં અને પુણ્યમાં સુખ માને
તો? તો તેને રાગ અને પુણ્ય
વગરના મોક્ષની શ્રદ્ધા નથી.
૩૦. આત્માના અતીન્દ્રિય સુખને કોણ
જાણે છે? ધર્મી જ તે સુખને જાણે છે.

PDF/HTML Page 42 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
૩૧. તે સુખ કેમ અનુભવાય?
વીતરાગવિજ્ઞાનવડે જ તે સુખ
અનુભવાય છે
૩૨. પુણ્ય બાંધવાના ભાવમાં શું છે?
આકુળતા અને દુઃખ
૩૩. પુણ્યફળના ભોગવટામાં શું છે?
આકુળતા અને દુઃખ.
૩૪. સુખ ક્્યાં છે? આત્મા સ્વયં
સુખસ્વરૂપ છે, તેની સન્મુખતા તે
સુખ છે.
૩પ. શેના વગર સુખ ન થાય?
વીતરાગ–વિજ્ઞાન વગર કોઈને
સુખ ન થાય.
૩૬. ધર્મી જીવ શેમાં રાજી છે?
ધર્મી જીવ ઈન્દ્રપદના વૈભવમાંય
રાજી નથી, ચૈતન્યના આનંદમાં જ તે
રાજી છે.
૩૭. જીવ હેરાન કેમ થઈ રહ્યો છે?
આત્મામાં સુખ છે–તેને ભૂલ્યો છે
તેથી.
૩૮. બાહ્ય વિષયોમાંથી સુખ કેમ નથી
મળતું? ત્યાં સુખ છે જ નહિ–પછી
ક્્યાંથી મળે?
૩૯. ધનવાન સુખી, દરિદ્ર, દુઃખી–એ
સાચું? ના; નિર્મોહી સુખી ને મોહી
દુઃખી.
૪૦. જડ વૈભવમાં સુખ છે? ના; સુખ તે
તો આત્માનો વૈભવ છે.
૪૧. ભગવાન સિદ્ધો અને અરિહંતો શું
કરે છે? બ્રાહ્ય સાધન વગર જ
આત્માના આનંદને અનુભવે છે.
૪૨. મોક્ષના અર્થીએ શું કરવું જોઈએ?
મોક્ષના માર્ગે ચાલવું જોઈએ.
૪૩. મોક્ષનો માર્ગ શું છૈ? વીતરાગ
રત્નત્રય સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર.
૪૪. તે મોક્ષના માર્ગમાં રાગ આવે? ના;
રાગ તો બંધમાર્ગ છે, તે મોક્ષમાર્ગ
નથી.
૪પ. સાચો–સત્યાર્થ મોક્ષમાર્ગ ક્્યો છે? જે
નિશ્ચયમોક્ષમાર્ગ છે તે જ
સત્યાર્થસાચો છે.
૪૬. વ્યવહારમોક્ષમાર્ગ કેવો છે? તે
ઉપચારથી નિશ્ચયનું કારણ છે.
૪૭. તેને ઉપચારથી કારણ કેમ કહ્યું? તે
મોક્ષમાર્ગનો સહકારી છે તેથી; (તે
પોતે ખરો મોક્ષમાર્ગ નથી પણ
મોક્ષમાર્ગમાં સાથે રહેલ છે.)
૪૮. સાચું કારણ કેવું હોય? સાચાં કારણ–
કાર્ય એક જાતનાં હોય; એટલે
શુદ્ધતાનું કારણ શુદ્ધતા જ હોય,
શુદ્ધતાનું કારણ રાગ ન હોય.
૪૯. સાચો મોક્ષમાર્ગ કેવો છે? શુદ્ધ
સ્વદ્રવ્યને આશ્રિત છે.
પ૦. ઉપચાર મોક્ષમાર્ગ કેવો છે? પરદ્રવ્યને
આશ્રિત છે.
પ૧. સાચો મોક્ષમાર્ગ જાણીને શું કરવું?
તેમાં લાગ્યા રહેવું. (
शिवमग लाग्यो
चहिए )

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
પ૨. નિશ્ચય–વ્યવહાર બંનેને ક્્યારે
જાણ્યા કહેવાય?
નિશ્ચયને એકને આદરે ત્યારે.
પ૩. નિશ્ચય માર્ગ કેવો છે? તે પોતાના
શુદ્ધ ઉપાદાનથી પ્રગટેલો છે.
પ૪. વ્યવહાર માર્ગ કેવો છે? તે પરાશ્રયે
થયેલો છે.
પપ. સાચા મોક્ષમાર્ગ કેટલા છે?
એક જ છે.
પ૬. મોક્ષમાર્ગનાં બીજાં નામો ક્્યા છે?
આનંદમાર્ગ,
મોક્ષની ક્રિયા,
આરાધના, ધર્મ, મોક્ષનો પુરુષાર્થ,
શુદ્ધપરિણતિ, મોક્ષનું સાધન,
અંતર્મુખભાવ,
વીતરાગતા,
વીતરાગ–વિજ્ઞાન, તીર્થંકરોનો
માર્ગ વગેરે.
પ૭. નય શું છે?
તે સાચા જ્ઞાનનો પ્રકાર છે.
પ૮. અજ્ઞાનીને એકકેય નય હોય?
ના.
પ૯. સાચા નય કોને હોય?
આત્માના સ્વાનુભવથી સમ્યગ્જ્ઞાન
કરે તેને.
૬૦. નિશ્ચય વગરનો વ્યવહાર કેવો છે?
મિથ્યા છે.
૬૧. સમ્યગ્દર્શન સાથે શું થાય છે?
જ્ઞાન–ચારિત્ર–આનંદ
વગેરે
અનંતગુણનો અંશ ખુલે છે.
૬૨. ક્્યા સમુદ્રમાં ડુબકી લગાવતાં આનંદ
થાય?
ચૈતન્યસમુદ્રમાં ડુબકી લગાવતાં
આનંદ થાય.
૬૩. ચૈતન્યનો પહાડ ખોદતાં તેમાંથી શું
નીકળશે?
સમ્યગ્દર્શનાદિ અનતં આનંદમય
રત્નો નીકળશે.
૬૪. ત્રણ કિંમતી રત્નો કયા?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર.
૬પ. અનંતા રત્નોની ખાણ કોણ છે?
ચૈતન્યપ્રભુ આત્મા પોતે.
૬૬. મેરૂથી પણ મોટો ચૈતન્યરત્નનો પહાડ
અજ્ઞાનીને કેમ દેખાતો નથી?
તેની દ્રષ્ટિ આડે મિથ્યાત્વનું તરણું
પડ્યું છે–તેથી.
૬૭. અરિહંતના આત્માને ખરેખર ઓળખે
તો શું થાય?
પોતાના આત્માનું સાચું સ્વરૂપ
ઓળખાય, એટલે દર્શનમોહનો નાશ
થઈને સમ્યગ્દર્શન પ્રગટે.
૬૮. અરિહંત પ્રભુના દ્રવ્ય–ગુણ–પર્યાય
કેવાં છે? એ ત્રણે ચેતનમય છે.
૬૯. તેમાં ક્્યાંય જરાય રાગ છે? .....ના
૭૦. એમ ઓળખતાં શું થાય?
પોતામાં ચેતન અને રાગની જુદાઈનો
અનુભવ થાય.

PDF/HTML Page 44 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
નાના બાળકોની કલમે.અને.વિવિધ સમાચાર
[આ પત્રો નથી,–આ તો બાળકોના હદયથી ઉર્મિઓ છે. આત્મધર્મ વાંચીને
નાના બાળકોના હદયમાં પણ ધર્મની કેવી ઉર્મિઓ ઊછળે છે! તે જોઈને
મુમુક્ષુઓને આનંદ થશે.
]
‘એકગામ’થી કમલેશકુમાર લખે છે કે આ ભાદરવા માસનો અંક
અમારા હાથમાં આવતાં જ પહેલાંં પાને અમારા ગામમાં જ જન્મેલ મહાન ધર્માત્માનો
ફોટો જોયો અને અમને ઘણો જ આનંદ થયો..... તેઓ પણ ધર્મની વૃદ્ધિ કરનારા છે.
અને સાથે જ ત્રીજો કોયડો પણ અમારા ગામમાં વિચરેલા ને ધર્મની વૃદ્ધિ કરનારા
ભગવાનનો પૂછયો....તે ભગવાનના નામ ઉપરથી તો અમારા ગામનું નામ પડ્યું
છે...તેથી તે ભગવાન પ્રત્યે અમને ખૂબ જ બહુમાન ઊભરાય છે. (પત્ર લખનાર
બાળક કથા ગામના છે એ તો પત્ર ઉપરથી શોધી લેવાય તેવું છે.)
રાજકોટથી જિનેશ જૈન લખે છે કે ‘અમે નાનકડા સિદ્ધ’ નું નાટક અમને
બહુ ગમ્યું.
મોરબીથી હર્ષદ જે. દોશી લખે છે : નિશાળેથી છૂટતાં તરત જ આત્મધર્મ
જોયું–વાંચ્યું, ઘણો જ આનંદ થયો. આત્માને મોક્ષમાં જવા માટે સત્યમાર્ગ બતાવનારું
પુસ્તક વાંચીને કોને આનંદ ન થાય? વળી કોયડા પૂછયા તેથી ઘણો આનંદ થયો છે.
અહીં પર્યુષણમાં ખૂબ જ આનંદ આવ્યો. ભગવાનની રથયાત્રા વગેરેમાં ખૂબ ઉત્સાહથી
ભાગ લીધો. અહીં પાઠશાળામાં પણ ઉત્સાહ આવે છે. કંઈ પણ થાય ત્યારે શરીરથી
જુદો આત્મા યાદ આવે છે. હું તો આનંદનો પિંડ છું.....મારું કામ તો જ્ઞાન–દર્શન–
ચારિત્ર છે.
खैरागढ (. प्र.) થી પર્યુષણના ઉત્સાહભર્યા સમાચારમાં લખે છે કે
પર્યુષણમેં ઈસ વકત જુલૂસ બહુત જોરદાર નીકલા થા જિસમેં એકહજાર લોગોંને ભાગ
લિયા, શાસ્ત્રપ્રવચન–પૂજન–ધાર્મિક કલાસ આદિકા ભરચક કાર્યક્રમ રહતા થા.
સુરેન્દ્રનગરથી હર્ષદ જૈન લખે છે કે–અમે આત્મધર્મની વરસાદની જેમ
રાહ જોઈએ છીએ, અને તેમાં આવતી ધાર્મિક વાર્તાઓ બહુ જ ગમે છે. મને એમ થાય
છે કે માસીકને બદલે પંદર દિવસે આત્મધર્મ વાંચવા મળે તો કેવી મજા આવે.

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
(બહુ મજા આવે હો, હર્ષદભાઈ! તમારી જેમ બીજા હજારો જિજ્ઞાસુઓ પણ એ જ
ભાવના ભાવે છે.) તમને સોનગઢ આવવાની ખૂબ જ ઈચ્છા છે,–તો તમારા
સુરેન્દ્રનગરથી તો સોનગઢ ક્્યાં આઘું છે? દીવાળીની રજામાં સોનગઢમાં જ મજા
કરોને! ગાડીમાં બેઠા કે સીધા સોનગઢ! –આવજો ત્યારે!
કોલેજિયન ભાઈ–બહેન N. N. Jani અને B. N. Jani લીંબડીથી લખે
છે કે આ અંકના કોયડા ઉકેલતાં આનંદ થયો. આત્મધર્મ ખૂબ જ ગમે છે, તેમાં પણ
બાલવિભાગ તો ખૂબ જ ગમે છે.
વિજય ચીમનલાલ ઠા. મોદી લખે છે કે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
અમને નાના બાળકોને મજા આવે અને ધર્મની રુચિ થાય તેવી પ્રસાદી આત્મધર્મમાં
આપતા રહેજો. અંક ૩૪૭ વાંચી બહુ આનંદ થયો છે.
વડોદરાથી રેખાબેન ડગલી લખે છે કે આત્મધર્મ નિયમિત વાંચીએ
છીએ; અને તે વાંચવાથી ઘણો જ આનંદ થાય છે. પૂ. ગુરુદેવની અમૃતવાણીનો લાભ
અમને ઘેર બેઠા મળે છે.
આત્મધર્મના એકેક અંક વાંચતા અમારા હદયમાં પુલકિત થાય છે. કંઈ
મારા આત્મામાં છૂપાયેલ નિધિ જાણવા મળે છે. આ કાળમાં પ્રાપ્ત સદ્ગુરુદેવના
પુણ્યપ્રતાપે મને મારા આત્માની વિભૂત જાણવા મળે છે, તેથી હું મારાં પરમ ભાગ્ય
માનું છું.
(લી. પ્રવીણ કે. દોશી (મુંબઈ)
ઘાટકોપર મુમુક્ષુમંડળ તરફથી પર્યુષણપર્વ આનંદથી ઉજવાયાના
સમાચાર છે. ૩૮ બહેનો સુંગંઘદશમી વિધાન કરી રહી છે. પર્યુષણ દરમિયાન પ્રવચન–
ભક્તિ પૂજાનાદિ ભરચક કાર્યક્રમમાં સૌ ઉત્સાહથી ભાગ લેતા હતા. ઘાટકોપર
મુમુક્ષુમંડળના પ્રમુખ તરીકે હાલમાં શ્રી ભોગીલાલ ચત્રભુજ દોશી ચૂંટાયા છે. તા. ૧–
૧૦–૭૨ ના રોજ દિગંબર જિનમંદિરોના સમૂહદર્શનનો કાર્યક્રમ હતો, તેમાં ૪૦૦
ઉપરાંત મુમુક્ષુઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો ને ઘાટકોપર ઉપરાંત દાદર, મલાડ,
મુંબઈના જિનંમદિરમાં આનંદથી દર્શન કર્યાં હતા.
એ જ રીતે મલાડ મુમુક્ષુમંડળ તરફથી પણ પર્યુષણ પર્વ આનંદથી
ઉજવાયાના સમાચાર છે.

PDF/HTML Page 46 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
ભોપાલથી વીતરાગવિજ્ઞાન પાઠશાળાના મંત્રી શ્રી રાજમલજી જૈન લખે
છે કે પર્યુષણ દરમિયાન ‘મહારાણી ચેલણા’ નું ધાર્મિક નાટક કુમારી મંજુબેન
સોગાનીના નિર્દેશનપૂર્વક પાઠશાળાના બાળકોએ અનુપમ ઢંગથી રજુ કર્યું. સમાજના
પ્રતિષ્ઠિત આગેવાનો સહિત સમસ્ત સમાજે નાટકના ગંભીર ભાવો, તત્ત્વચર્ચા અને
ધાર્મિક દ્રઢતા દેખીને ભૂરી ભૂરી પ્રશંસા કરી. જૈનધર્મમાં કેટલી સાર્થકતા અને ગંભીરતા
ભરેલી છે તે આ નાટક દ્ધારા પ્રસ્તુત થયું.
વીંછીયામાં પર્યુષણ પર્વ આનંદથી ઊજવાયા હતા. જૈન પાઠશાળા પણ
ચાલે છે; અને પાઠશાળાના બાળકોએ સુંદર ધાર્મિક સંવાદ (બીજ ઊગી, પૂનમ હોગી)
કરેલ હતો.
આફ્રિકા–નૈરોબીના સમાચાર છે કે–દશલક્ષણી પર્વ ખૂબ જ આનંદપૂર્વક
ઉજવેલ છે. સવારમાં જિનેન્દ્રદેવનો અભિષેક, સમૂહપૂજન તથા એક કલાક
શાસ્ત્રવાંચન રાખવામાં આવેલ, તેમાં સૌને બહુ જ ઉત્સાહ આવે છે. બપોરે ૩ાા થી ૪ાા
તથા સાંજે ૬ાા થી ૯ા સુધી ધાર્મિક કાર્યક્રમો રાખેલ હતા. સંખ્યા ઘણી થતી અને
બધાને બહુ જ આનંદ આવતો હતો; વાંચન અને ભક્તિમાં સૌ ઉત્સાહથી રસ લેતા.
દરરોજ પ્રભાવના થતી. (આફ્રિકાના ઉત્સાહી મુમુક્ષુ ભાઈ–બહેનો દૂર દૂર દેશમાં પણ
જે જિજ્ઞાસા અને ધાર્મિક પ્રવૃત્તિનો ઉત્સાહ ધરાવે છે તે પ્રશંસનીય છે...આફ્રિકાના
બાલબંધુઓ! તમે પણ આત્મધર્મના બાલવિભાગમાં ભાગ લ્યો, ને કોયડા વગેરેના
જવાબો લખી મોકલો. તમારા જવાબો વેલામોડા આવશે તોપણ સ્વીકારીશું....ને
ઈનામ પણ મોકલીશું. તો હવે ભૂલતા નહીં હો!)
* અમે તો વીરતણાં સંતાન, અમારે ભણવા જૈનસિદ્ધાંત *
સોનગઢમાં જૈન પાઠશાળા ખૂબ ઉત્સાહપૂર્વક ચાલે છે; બાળકો માંદા હોય તોપણ
પાઠશાળાએ ભણવા જવાની રઢ ચુકતા નથી. નાનકડા બાલૂડાં ભેગાં થઈને અમે તો
વીરતણાં સંતાન અમારે ભણવાં જૈન સિદ્ધાંત વગેરે ધર્મગીતોથી આસપાસનું વાતાવરણ
ગજાવી રહ્યા હોય, અને ‘મારે જોવો આત્મદેવ કેવો હશે’ ની ભાવના ભાવી રહ્યા હોય–
તે દશ્યો દેખીને આનંદ થાય છે. ઠેરઠેર પાઠશાળા ચાલુ થાય ને બાળકોને ઉત્તમ સંસ્કાર
મળે તે અત્યંત જરૂરી છે.

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
બાળકો–યુવાનો–વડીલો! જ્યારે વીરનાથભગવાનના મોક્ષનો અઢીહજારમો
મહાન ઉત્સવ ઝડપથી નજીક આવી રહ્યો છે ત્યારે નીચેની ચાર વાતનું પાલન અને
પ્રચાર વધુમાં વધુ કરવું જરૂરી છે–જેથી ઉત્તમ સંસ્કારોવડે જીવન શોભી ઊઠે–
(૧) હંમેશા ભગવાનનાં દર્શન કરવા. (મંદિર ન હોય ત્યાં ભાવથી યાદ કરીને
ભગવાનના દર્શન કરવા.)
(૨) હંમેશાંં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો, શાસ્ત્રવાંચન કરવું.
(૩) રાત્રિભોજન કરવું નહીં, કેમકે તેમાં ત્રસહિંસાનો વિશેષ દોષ છે.
(૪) સીનેમા જોવી નહીં; લૌકિક સીનેમા જોવાથી વિષય–કષાયના કુસંસ્કાર પડે
છે.
આવો, આપણે સૌ એકતાલથી હરેક પ્રકારે વીરશાસનની સેવા કરવા કટિબદ્ધ
બનીએ...ને ઊંચા ધર્મસંસ્કારવડે આત્માને મહાવીર પ્રભુના ઉન્નત માર્ગે લઈ જઈએ.
કલકત્તામાં–શનિ–રવિના દિવસે બાળકોની પાઠશાળા ચાલે છે તેમાં
પચાસ ઉપરાંત બાળકો ઉત્સાહથી ભાગ લ્યે છે. પાઠશાળાનું સંચાલન પણ બાળકો જ
કરે છે, ને વડીલો તરફથી તેમને પ્રોત્સાહન મળે છે. કલકત્તા જેવા શહેરમાં બાળકો
દ્ધારા પાઠશાળાનું સંચાલન થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. બાળકો ધાર્મિક ઉત્સાહમાં
આગળ વધે એવી શુભેચ્છા.
ફત્તેપુરની પાઠશાળાના બાળકો ખૂબ ઉત્સાહથી લખે છે કે આનંદની
અદ્ભૂત વાતો આત્મધર્મ દ્ધારા મળતાં આનંદ થાય છે. અમે પાઠશાળા કેટલાક
બાળકોએ નક્કી કર્યું છે કે દીવાળીમાં ફટાકડા ફોડશું નહીં. બીજા બાળકો પણ
તેનુંઅનુકરણ કરજો. કેમકે દીવાળી એ તો આપણા મહાવીરભગવાનના મોક્ષનો મહાન
દિવસ છે; તે દિવસે તો મોક્ષની ભાવના હોય–કે ફટાકડા ફોડવાનું હોય?
જયપુર દ્ધારા સંચાલિત વીતરાગ–વિજ્ઞાનપાઠશાળઓના પાઠ ક્રમમાં
અગઉના નિર્ણય મુજબ જૈનબાળપોથી ભાગ ૧ અને ૨ પણ દાખલ કરવામાં આવેલ
છે. દરેક પાઠશાળાઓમાં તે ચાલશે અને તેની પરીક્ષાઓ જયપુરના પરીક્ષાબોર્ડદ્ધારા
આ વર્ષથી લેવામાં આવશે. (આ જૈનબાળપોથીની એક લાખ કરતાં વધુ પ્રતો ચાર
ભાષામાં છપાઈ ચુકી છે.)

PDF/HTML Page 48 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૫ :
* ત્રણ ભગવન *
ગતાંકમાં જે ત્રણ ભગવાન શોધવાનો પ્રશ્ન પૂછેલ, તેના જવાબ નીચે મુજબ છે :–
(૧) અરિહંત :– તેઓ ચાર અક્ષરના ભગવાન છે, ‘નમો અરિહંતાણં’ માં
આપણે તેમને રોજ યાદ કરીએ છીએ. તેમના પહેલા બે અક્ષર ‘અરિ’ એટલે શત્રુ, પણ
છેલ્લા બે અક્ષર ‘હંત’ તે મોહશત્રુને હણી નાંખે છે. મોહને હણનારા હોવા છતાં
ભગવાન અરિહંતદેવ પરમ અહિંસક છે.
(૨) સિદ્ધ :– બે અક્ષરના આ ભગવાન કદી ખાતા નથી, કદી બોલતા નથી,
કદી ચાલતા નથી; તેમને શરીર પણ નથી; તે ચૈતન્યબિંબ સિદ્ધભગવાન આપણને
આંખેથી દેખાતા નથી, છતાં ‘નમો સિદ્ધાણં’ કહીને આપણે નમસ્કારમંત્રમાં તેમને રોજ
યાદ કરીએ છીએ.
(૩) વર્દ્ધમાન : ચાર અક્ષરના આ ભગવાન ધર્મની વૃદ્ધિ કરનારા છે; છેલ્લા બે
અક્ષર એટલે માન, તે તેમની પાસે નથી, ભગવાન તો નિર્માન છે. પહેલો અક્ષર ‘વ’
છેલ્લો અક્ષર ‘ન’–એવા વનમાં તેઓ મુનિદશા વખતે રહેતા હતા. છેલ્લો અક્ષર ‘ન’
અને પહેલો અક્ષર ‘વ’ એટલે ‘નવ’ ૯; તેમાં ૧પ ઉમેરતાં ૨૪ થયા; તે ચોવીસમાં
તીર્થંકર વર્દ્ધમાન સ્વામીને નમસ્કાર હો. (વર્દ્ધમાન શબ્દમાં જોડીયા અક્ષર છે –પણ
કોયડાની સગવડતા ખાતર તેમાં ચાર અક્ષર ગણ્યા હતા.)
આ ધાર્મિક પ્રશ્નમાં એકંદર ૬૦૦ ઉપરાંત બાળકોએ ખૂબ જ ઉમંગથી ભાગ
લીધો છે, ને ફરીફરીને આવા ધાર્મિક પ્રશ્નોત્તર આપવા માંગણી કરી છે. જવાબ
મોકલનારા બાળકોને ભેટપુસ્તકો મોકલાઈ ગયા છે. આ પુસ્તકો પોરબંદરના કોઠારી
બ્રધર્સ તફરથી, (તેમના માતુશ્રી કસુંબાબેન ભૂરાલાલના સ્મરણાર્થે), તથા બોટાદના
મંજુલાબેન શિવલાલ ગાંધીના સ્મરણાર્થે હીરાબેન તરફથી આપવામાં આવ્યા છે.
બંધુઓ, આ વખતે માત્ર એક જ નવો પ્રશ્ન પુછવાનો છે...
સાડાપાંચ અક્ષરની એક વસ્તુ; ઘણી સરસ; એને જોતાં જ તમને આનંદ
થાય...... એના સાડાપાંચ અક્ષરમાંથી પહેલાંં બે અક્ષર તો તમારી પાસે પણ છે.... ત્રીજો
અક્ષર જીવનમાં સૌથી પહેલો છે.....અને છેલ્લા અઢી અક્ષર જેની પાસે હોય તે
સૌભાગ્યવાન ગણાય છે–એ વસ્તુ માત્ર અમારા સોનગઢમાં જ છે, બીજે ક્્યાંય નથી.....
એ વસ્તુનું ચિત્ર તમારા ઘરમાં પણ જરૂર હશે..... કહો જોઈએ–કઈ છે તે સુંદર વસ્તુ?

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
તમને શોધતાં જરાક વાર લાગશે.....પણ શોધ્યા પછી તમને એમ થશે કે–
વાહ ભાઈ! ભારે સરસ મજાની વસ્તુ છે!
(આ જવાબની સાથે તમે જો એકેક નવો કોયડો બનાવીને મોકલશો તો અમને
આનંદ થશે; ને તેમાંથી જે પસંદ પડશે તે આત્મધર્મમાં છાપીશું; અને તેનું ઈનામ પણ
આપીશું.)
વાંકાનેરના શ્રી મણીબેન જગજીવનદાસ શાહ (તેઓ ભાઈશ્રી
નવલભાઈ વગેરેના માતુશ્રી ઉ. વ. ૮૬) સોનગઢ મુકામે ભાદરવા વદ પાંચમના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્રપરિણામી હતા અને ધર્મ સાંભળવાની જિજ્ઞાસા પ્રગટ
કરતા હતા. કેટલાક વર્ષથી તેઓ પથારીવશ હતા, ને સોનગઢ રહેતા હતા.
સ્વર્ગવાસના બે દિવસ પહેલાંં જ પૂ. ગુરુદેવે તેમજ પૂજય બેનશ્રી–બેને પધારીને
વૈરાગ્યમય બોધવચનો સંભળાવ્યા હતા. ગુરુદેવે તેમને સંબોધીને કહેલું કે ‘આત્મા
આનંદસ્વરૂપ છે.’ ત્યારબાદ બે દિવસે તેઓ શાંતિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા.
વાંકાનેરનિવાસી (હાલ મુંબઈ) શ્રી શાંતિલાલ સૌભાગ્યચંદ શેઠ (ઉ. વ.
૪૭) તા. ૪–૧૦–૭૨ ના રોજ મુંબઈ મુકામે હદયરોગના હુમલાથી એકાએક સ્વર્ગવાસ
પામ્યા છે. મુંબઈમાં પોતાના આંગણે તેઓ ગુરુદેવના ચરણસ્પર્શ કરી રહ્યા છે–એવો
ફોટો મચ્છુકાંઠાના સમાજ–ઉત્કર્ષમાં છપાયેલ છે. તેઓ જૈનસમાજના એક કાર્યકર હતા.
ઉમરાળાના ભાઈશ્રી અમીચંદ વિઠ્ઠલદાસ (ઉ. વર્ષ ૯૦ લગભગ) તેઓ
આસો સુદ ૮ ના રોજ આકોલા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
મોરબીના ભાઈશ્રી અમરચંદ નાનચંદ સંઘવી તા. ૩–૧૦–૭૨ ના રોજ
રાજકોટ મુકામે એકાએક હદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓ મોરબી
જિનમંદિરના હિસાબ વગેરેનું કામ સંભાળતા હતા.
શાયન–મુંબઈ મુકામે મહેતા છેલશંકર મકનજી (ઉ. વ. ૬૦) આસો સુદ
૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
––સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મશાંતિ પામો.

PDF/HTML Page 50 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૭ :
वंदित्तु सव्वसिद्धे
I પરમાગમનું પવિત્ર મંગલાચરણ I
સમયસારે દેખાડેલો શુદ્ધાત્મા જયવંત છે
સોનગઢમાં શ્રી કુંદકુંદાચાર્યભગવાનરચિત વીતરાગી પરમાગમો
આરસમાં કોતરાવવા માટે જે ભવ્ય પરમાગમમંદિર બંધાઈ રહ્યું છે, તેમાં
લગાડવાના આરસમાં સમયસારની પહેલી ગાથા કોતરવાની શરૂઆતનું
મંગલ–મૂહૂર્ત આસો સુદ પુનમે, કુંદશાસનના મહાન પ્રભાવક પૂ. શ્રી
કહાનગુરુના મંગલ હસ્તે થયું.
અહા, બે હજાર વર્ષ પહેલાંંના પાવન દશ્યો આજે તાજાં થતા
હતાં....જ્યારે કુંદકુંદભગવાને સ્વાનુભૂતિના નિજવૈભવમાંથી કાઢી–કાઢીને
ચૈતન્યના મહામંત્રો સમયસાર પરમાગમરૂપે ટંકોત્કીર્ણ કર્યાં.... તેમણે
જ્યારે સર્વે સિદ્ધોને નમસ્કાર કરતાં वंदित्तु सव्वसिद्धे...લખવાનો પ્રારંભ
કર્યો હશે ત્યારે કુદરતનું વાતાવરણ આનંદથી કેવું નાચી ઊઠયું હશે!
આજે પણ ફરીને એવું જ વાતાવરણ લાગતું હતું. કહાનગુરુદેવે
સમયસારના અચિંત્ય ભાવો ખોલી–ખોલીને મુમુક્ષુહૃદયોમાં તો ટંકોત્કીર્ણ
કર્યાં જ છે..... ને આજે તેઓશ્રીના પાવન સુહસ્તે वंदित्तु सव्वसिद्धे.....
નો પહેલો અક્ષર આરસમાં ટંકોત્કીર્ણ થતો દેખીને મુમુક્ષુ હૈયાં આનંદથી
ઊછળતા હતા. ગુરુદેવ સવારથી મનમાં ને મનમાં ભગવાન
કુંદકુંદચાર્યદેવને યાદ કરી–કરીને, હૈયામાં બોલાવી–બોલાવીને, તેમના
મંગલ આર્શીવાદ ઝીલતા હતા.....પોતાના ‘સમયસાર’ નો આ મહોત્સવ
જોવા જાણે કુંદકુંદપ્રભુજી સાક્ષાત્ પધાર્યા હોય.....એવું લાગતું હતું.
પ્રવચનમાં નિયમસાર કળશ ૧૭૦ વાંચતાં ગુરુદેવે મહા
પ્રમોદપૂર્વક કહ્યું કે–
અહા, સતોના હદયમાં તો અનંત–અનંત જ્ઞાન–આનંદવાળું સહજ
પરમ ચૈતન્યતત્ત્વ જયવંત વર્તે છે....આ જ મહાન મંગળ છે. અહા,
ચૈતન્યતેજ સહિત

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
પરમાત્મતત્ત્વ વીતરાગી સંતોના હૃદયમાં પ્રગટ્યું, તેમાંથી નીકળેલી આ
વાણી (સમયસાર–નિયમસાર વગેરે) છે, તે પરમગામ છે. તે
પરમાગમ એમ પ્રકાશે છે કે અહો! આનંદના દરિયામાં મગ્ન આ સહજ
પરમાત્મતત્ત્વ છે તે સંતોના જ્ઞાનમાં જયવંતપણે વર્તી રહ્યું છે. અહા,
આવું આનંદમય તત્ત્વ છે, તે વિષયસુખોમાં લીન જીવોને મહા દુર્લભ
છે....બાહ્યદ્રષ્ટિ વડે તે પ્રાપ્ત થાય તેવું નથી; વિષયોથી પાર અતીન્દ્રિય
આનંદમય તત્ત્વ છે તે તો અંર્તદ્રષ્ટિ વડે જ્ઞાનીઓને જ સુલભ છે.
જ્ઞાનીના જ્ઞાનમાં આ ચૈતન્યતત્ત્વ કોતરાઈ ગયું છે. જ્ઞાનીના હદયમાં
પોતાની પર્યાયમાં જયવંત પણે પ્રગટ્યું તે અપૂર્વ મંગળ છે.
પ્રવચન પછી ગુરુદેવે મંગલ હસ્તમાં ચાંદીનું ટાંકણું લઈને
वंदित्तु सव्वसिद्धे નો પહેલો મંગલઅક્ષર કોતર્યો ત્યારે એવા જોરદાર
હર્ષનાદથી સ્વાધ્યાયમંદિર ગાજી ઊઠયું કે કુંદકુંદપ્રભુએ પણ તે સાંભળ્‌યા
હશે....ગુરુદેવના રોમરોમમાં પરમાગમ પ્રત્યેની ભક્તિ–ઉર્મિઓ
ઊછળતી હતી. આ પ્રસંગે પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલ હસ્તે પણ
કોતરવાનું મુહુર્ત થયું હતું. (ભાઈશ્રી ચંદ્રકાંત હરિલાલ દોશી ચાંદીના
હથોડી–ટાંકણું કરાવી ગયા હતા....ને ગુંરુદેવના સુહસ્તે જ્યારે આ
મંગલપ્રસંગ થાય તે વખતે પોતાના તરફથી રૂા. પાંચહજાર એક
આપવાનું જાહેર કરી ગયા હતા. આ પ્રસંગની ખુશાલીમાં મુમુક્ષુઓ
તરફથી બીજી પણ અનેક રકમો ઉત્સાહથી જાહેર કરવામાં આવી હતી.)
આજનો પ્રસંગ આનંદનો પ્રસંગ હતો.....પરમાગમનો પરમહિમા
સર્વત્ર પ્રસિદ્ધ થઈ રહ્યો હતો. ગુરુદેવદ્ધારા આવા વીતરાગી
પરમાગમની પ્રાપ્તિથી મુમુક્ષુઓ પોતાને ધન્ય માનતા હતા. અહા,
આપણા કોઈ સાતિશય પરમ મહાભાગ્યે પ્રાપ્ત થયેલ સમયસારાદિ
પરમઆગમ, તેનું હાર્દ ખોલીખોલીને ગુરુદેવે આપણને શુદ્ધાત્મા
દેખાડયો છે, તો પરમાગમોને આરસમાં કોતરવાના આ મંગલપ્રસંગે,
આપણે પણ હદયના પવિત્ર આરસમાં એ પરમાગમના હાર્દરૂપ શુદ્ધ
આત્માને ટંકોત્કીર્ણ કરીએ.....ને પરમાગમના ફળરૂપ મહા આનંદમય
મોક્ષધામને પામીએ....એવા શ્રીગુરુઓનાં આર્શીવાદ છે. સમયસારમાં
અંતમંગળમાં આશીર્વાદ આપતાં પ્રભુજી પોતે કહે છે કે–
આ સમયપ્રાભૃત પઠન કરીને, અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આત્મા જે સૌખ્ય, ઉત્તમ તે થશે.

PDF/HTML Page 52 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૯ :
“આત્મધર્મ અમારું છે”
એક મુમુક્ષુ લખે છે : “આત્મધર્મનાં વીતરાગીઅમૃત પીવાનું અમને બહુ ગમે છે.
આત્મધર્મ અમને જિનવાણી જેટલું વહાલું છે. આ કાળમાં આત્મધર્મ જિનવાણીનો સાર
ઘરેઘરે પહોંચાડી રહ્યું છે. તે માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”
––દર વર્ષે જિજ્ઞાસુઓ તરફથી આવા હજારો પ્રશંસા–પત્રો આવે છે, ને તેના
દ્ધારા આત્મધર્મ પ્રત્યે તથા ગુરુદેવપ્રત્યે મુમુક્ષુઓ પોતાના અંતરની ઉર્મિ હૈયાનાં હેત
ભરીભરીને ઠાલવે છે...બંધુઓ! આપની એ ધાર્મિકલાગણી દેખીને અમને હર્ષ તો થાય
છે....–પણ અમારે એથી વિશેષ કંઈક કહેવાનું છે.
આત્મધર્મ અમારું અને તમે તેનો આભાર માનો–એવા ભેદ અમને નથી ગમતા,
કેમકે આત્મધર્મ અમારી જેમ તમારું પણ છે. ‘આત્મધર્મ’ તમારું છે, તેમાં જે
શુદ્ધચૈતન્યવસ્તુ પીરસાય છે તે વસ્તુ પણ તમારી છે, એટલે આત્મધર્મ દ્ધારા એ
સ્વવસ્તુને લક્ષગત કરીને ‘આત્મધર્મ’ ને (આત્માના ધર્મને) તમે તમારો જ બનાવી
દો....ત્યારે તમે આનંદથી કહેશો કે ‘વાહ! આ આત્મધર્મ તો અમારું જ છે, તેમાં જે કાંઈ
આવે છે તે અમારું જ છે.’ –આમ ‘આત્મધર્મ’ને તમે પોતાનું બનાવી દો–તે અમને તો
ગમે. અને એ જ ‘આત્મધર્મ ’ ની ખરી કિંમત છે.
અમારું અને તમારું–આપણા સૌનું પ્રિય આ ‘આત્મધર્મ’ માસિક આજે ૨૯ મું
વર્ષ પૂરું કરે છે, આવતાં અંકે ૩૦ માં વર્ષમાં કરશે. આ વર્ષમાં ગ્રાહક સંખ્યા ત્રણહજાર
સુધી પહોંચાડવાનું લક્ષ બાંધેલું તે પાર પડયું છે. જિજ્ઞાસુઓ વધુ ને વધુ રસ લઈ રહ્યા
છે. હવે આપણે આપણા સંબંધી–મિત્રો–જિજ્ઞાસુઓ સૌને જો ‘આત્મધર્મ’ મોકલવા
માંડીએ તો તેમને પણ જરૂર લાભ થશે, –અને સાથેસાથે થોડા વખતમાં આપણું
ગ્રાહકમંડળ પાંચહજાર સુધી પહોંચી જશે.–આપને આ વિચાર સારો લાગ્યો?–હા, તો
આપણા સગાસંબંધીનું અત્યારથી જ લવાજમ ભરીને દિવાળીની બોણીમાં જ તેમને
આત્મધર્મની ભેટ કેમ ન આપીએ? સાથેસાથે સમ્યક્ત્વની પ્રેરણાથી ભરપૂર એવું
વીતરાગવિજ્ઞાન પુસ્તક (ત્રીજું) પણ ભેટ મળશે.
આત્મધર્મનું વાર્ષિક લવાજમ ચાર રૂા. છે. આપનું લવાજમ આપે ભરી દીધું હશે.
દીવાળી પહેલાંં લવાજમ ભરવાથી સંસ્થાને ખર્ચમાં અને વ્યવસ્થામાં બંનેમાં ઘણી રાહત
રહે છે. તો નીચેના સરનામે વેલાસર લવાજમ મોકલવા સૂચના છે.
“ આત્મધર્મ કાર્યલય,” સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
Q મોક્ષના ઢંઢેરા Q
જ્ઞાનીના ધર્મના ઢંઢેરા અંદર સમાય છે.
અહો, જ્ઞાની તો ગુપ્તપણે અંતરમાં પોતાના અચિંત્ય
ચૈતન્યનિધિને ભોગવે છે.....એ બહારમાં ઢંઢેરા પીટવા નથી જતા. તેમ
હે મુમુક્ષુ.....હે જિજ્ઞાસુ! જ્ઞાની પાસેથી તારી અપાર ચૈતન્યનિધિને
સાંભળીને તું અંદર ઊતરજે.....બહાર ઢંઢેરા પીટવા ન જઈશ, પણ
અંદર ઊતરીને તારી પર્યાયમાં તારા ચૈતન્યપ્રભુને પ્રસિદ્ધ
કરજે....ધર્મના ઢંઢેરા બહાર નથી પીટાતા, એ તો અંતરમાં સમાય છે.
પરિણતિ જ્યાં અંતર્મુખ થઈ ત્યાં આત્મામાં મોક્ષના ડંકા વાગ્યા.....
સ્વાનુભૂતિમાં જ્ઞાનીને મોક્ષના ઢંઢેરા પીટાઈ ગયા છે. તે ઢંઢેરો અંદર
સમાય છે. ધર્માત્મા પાસેથી ચૈતન્યનિધાન પામીને મુમુક્ષુને તેના ઢંઢેરા
બહાર પીટવાનો વેગ નથી આવતો, એને તો પરમ ગંભીરતાથી
અંતરમાં ઊતરીને સ્વકાર્ય સાધી લેવાની ધગશ જાગે છે.–
તે જિજ્ઞાસુ જીવને થાયે સદ્ગુરુ–બોધ;
તો પામે સમકિત તે વર્તે અંતરશોધ.
––આમાં શ્રીમદ્રાજચંદ્રજીએ જિજ્ઞાસુને બહારમાં ઢંઢેરા પીટવાનું
નથી કહ્યું, અંતરશોધમાં વર્તવાનું કહ્યું છે.
શ્રી કુંદકુંદપ્રભુ પણ એ જ વિધિથી સહજ તત્ત્વની આરાધના
કરવાનું કહે છે–
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે;
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.
લોકના સંગને તો ધ્યાનમાં વિધ્નનું કારણ સમજીને ધર્મી છોડે
છે. તેમ હે મિત્ર! તું પણ આ રીતે સહજતત્ત્વની આરાધના કરીને
તારા અંતરમાં મોક્ષના ઢંઢેરા પ્રસિદ્ધ કર.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૧૦૦
મુદ્રક :– મગનલાલ જૈન, અજિતમુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : આસો (૩૪૮)