Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 53
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
એક જ અંદરમાં સુખનું ધામ છે. તેમાં જ અમારું ચિત્ત લાગ્યું છે. વિષયોમાં કે રાગમાં
ક્્યાંય અમારો આત્મા અમને દેખાતો નથી, અમારો આત્મા તો તે વિષયો અને રાગથી
પાર, અમારા અંતર્મુખ જ્ઞાન–દર્શન–આનંદમાં જ બિરાજે છે, તેને અમે અનુભવીએ
છીએ. આ રીતે ધર્મપર્યાયરૂપે પરિણમેલો અખંડ આત્મા જ ધર્મીને સર્વત્ર ઉપાદેય છે.
અનુપમ રત્નોંકા સગ્રહ ઔર આત્મગંગામે સ્નાન
દિગંબર જૈન ઉદાસીન આશ્રમ, ઈન્દોરથી બ્ર. સ્વરૂપાનંદજી પ્રમોદથી લખે
છે કે–આપકા ‘રત્નસંગ્રહ’ દ્વિતીય ભાગ પ્રાપ્ત હુઆ. ભઈયા, ઈસ મહાન
ચિન્મુર્તિ આત્માકા વૈભવ વ ભેદજ્ઞાનકી પ્રાપ્તિ હેતુ યહ રત્નોકાં સંગ્રહ કિતના
અનુપમ અનૂઠા હૈ–જોકિ અંદરમેં એક ઐસી ઝંઝનાટ પૈદા કર દેતા હૈ કિ ઉસ
પરમ તેજમેં પહુંચકર આનંદરસ ઉસી સમય ઉમડ પડતા હૈ
અબકી વાર ભેટ
ફતેપુરમેં હુઈ થી
વિશેષમાં “આત્મગંગામાં સ્નાન” નું વર્ણન કરતાં તેઓ લખે છે કે–
જ્ઞાતા–દ્રષ્ટા આત્મા હું કોણ છું? આ શરીર શું છે? આ ક્રોધાદિભાવો કેવા
છે? તે વાતો પર વિચાર કરતાં ભેદવિજ્ઞાન એમ બતાવે છે કે આ
આત્મારામ સાક્ષાત્ પરમાત્મા છે, જ્ઞાતાદ્રષ્ટા છે, શુદ્ધ વીતરાગ છે, અશરીરી–
અર્મુત છે, પરમઆનંદમય છે, પોતાની સ્વભાવદશાનો જ કર્તા છે અને
પોતાના સ્વાભાવિક આનંદનો ભોકતા છે, પરમ કૃતકૃત્ય છે, સર્વ વિશ્વના
પદાર્થોના ગુણ–પર્યાયોને એક સમયમાં જ જાણનાર છે. કર્મોથી રચાયેલો
કાર્મણદેહ પુદ્ગલમય છે, તે આત્માના સ્વભાવથી સર્વથા ભિન્ન છે. સ્થૂળ
દ્રશ્યમાન શરીર પણ પુદ્ગલમય છે; રાગ–દ્વેષાદિભાવો ઉપાધિભાવો છે, તે
આત્માના ચેતનસ્વભાવથી સર્વથા દૂર છે. આવું ભેદજ્ઞાન પોતાના
પરમાત્માને અંદર અનાત્માથી જુદો બતાવે છે, તેમજ બધા જીવો પણ અંદર
અનાત્માથી ભિન્ન પરમાત્મસ્વભાવી છે–એમ દેખાડે છે. ભેદજ્ઞાનના
પ્રતાપથી ગુરુ–શિષ્ય, શત્રુ–મિત્ર વગેરે ભેદભાવ દેખાતા નથી, અને તેથી
પરમ સમતાભાવરૂપી શાંત ગંગાજળનો પ્રવાહ આત્માની અંદર વહેલા લાગે
છે. જ્ઞાનીજનો આ જ આત્મગંગાના પવિત્ર જળમાં સ્નાન કરે છે, તેનું જ
પાન કરે છે, તેમાં જ કિલ્લોલ કરે છે, ને તેમાં જ મગ્ન થઈને જે
પરમઆનંદને પ્રાપ્ત કરે છે તે વચનથી અગોચર છે. તે સંતો ધન્ય છે કે
જેઓ આ અપૂર્વ રસપાન કદીને સદા સુખી રહે છે.
–जय जिनेन्द्र

PDF/HTML Page 22 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૯ :
* આસન્નભવ્યસમુદ્રષ્ટિને પરમસ્વભાવ સફળ થયો છે *
જગતમાં સૌથી મોટો કોણ? કે આ મારો પરમ સ્વભાવ
એક જ સૌથી મોટો છે. કેવળજ્ઞાનાદિ પણ આનાજ આશ્રયે થાય
છે. આવા પરમ સ્વભાવને અહીં ખુલ્લો કર્યો છે. અહો, આ તો
કુંદકુંદઆચાર્યદેવનાં શાસ્ત્રો! એની શી વાત! ભગવાન
તીર્થંકરદેવે દિવ્યધ્વનિમાં જે અર્થરૂપે કહ્યું, ગણધર ભગવાને જે
ઝીલીને શ્રુતરૂપે શાસ્ત્રમાં ગંથ્યું, અને તેમની પરંપરામાં
વીતરાગી સંતોએ અનુભવીને જે કહ્યું–તે આ પરમ તત્ત્વ છે.
આવું તત્ત્વ કોઈ મહાન ભાગ્યથી સાંભળવા મળે છે.....
અનુભવમાં લ્યે એની તો શી વાત!
[સોનગઢમાં બ્ર. ઈંદુબેન તથા જગદીશચંદ્ર નવલચંદ લોદરીયાના મકાનના
વાસ્તુપ્રસંગે સંત–સાન્નિધ્યમાં પૂ. ગુરુદેવનું મંગલ પ્રવચન : આસો સુદ ૧૦ નિયમસાર
ગાથા ૧૧૦
]
આત્માનો પરમસ્વભાવ શું છે–કે જેનો આશ્રય કરતાં વીતરાગી સમભાવ પ્રગટે,
અને કર્મનું વિષવૃક્ષ છેદાઈ જાય,–તેનું આ અલૌકિક વર્ણન છે:–
છે કર્મતરુમૂલ છેદનું સામર્થ્ય જે પરિણામમાં,
સ્વાધીન તે સમભાવ–નિજપરિણામ આલુંછન કહ્યા. (૧૧૦)
સંસારથી તરવા માટે અત્યંત આસન્નભવ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના આત્માને
કેવો ભાવે છે તેનું આ વર્ણન છે. અહો, ઊંચામાં ઊંચા ચૈતન્યતત્ત્વની આ વાત છે.
પ્રભુ! તારા પરમસ્વભાવની વાત સાંભળ તો ખરો! લક્ષમાં તો લે! એને લક્ષમાં લેતાં
તને એમ થશે કે અહો, આવું અદ્ભૂત મારું પરમ તત્ત્વ! આ તત્ત્વની સફળતા છે.
ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને પરિણમ્યો ત્યાં કર્મનું મૂળ છેદાઈ ગયું, સંસાર
મૂળમાંથી છેદાઈ ગયો, ને આત્મા પોતાના પરમ ચૈતન્યનિધિથી ભરેલા સ્વઘરમાં
વસ્યો, તેણે ‘સત્’ એવા પોતાના સ્વભાવનું ‘સાનિધ્ય’ કર્યું, ને વિભાવથી તે દૂર થયો.
‘આ’ મારો પરમભાવ છે–એમ સ્વસંવેદન પ્રત્યક્ષથી ધર્મીજીવે લક્ષમાં લીધું.

PDF/HTML Page 23 of 53
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
છે, તે અત્યંતિ આસન્નભવ્ય છે. અંદર સત્ વસ્તુ છે, છતી વસ્તુ છે–તે જ્ઞાનમાં ન આવે
ત્યાં સુધી તેને માટે તે ‘છતી છતાં અછતી’ છે. વસ્તુ જેવી છે તેવી જ્ઞાનમાં આવી એટલે
પર્યાયમાં વ્યક્ત થઈ, ત્યારે છતી–વસ્તુનું સત્પણું તેને પ્રગટ્યું એટલે સત્નો
પરમસ્વભાવ તેને સફળ થયો.–આનું નામ સમભાવરૂપ આલોચના છે, અને તેના વડે
સમસ્તકર્મ મૂળમાંથી છેદાઈ જાય છે.
ધર્મી જાણે છે કે આ મારો આત્મા સદાય પરમ સ્વભાવપણે વિદ્યમાન છે; તેમાં
અંતર્મુખ થતાં સ્વકીય–સ્વાધીન–સમભાવરૂપ જે પરિણામ પ્રગટ્યા તે સમસ્ત સંસારને
મૂળથી છેદી નાંખવા સમર્થ છે. અહો, આવો મારો પરમ સ્વભાવ મારામાં સદાય હતો
જ, પણ તેનું ભાન ન હોવાથી તે પ્રગટ્યો ન હતો; હવે તેનું ભાન થતાં મારી પર્યાયમાં
તે સફળ થયો છે. પરમસ્વભાવને કારણ બનાવતાં પર્યાયમાં શુદ્ધ કાર્ય પ્રગટ્યું છે, તેથી
મારો પરમસ્વભાવ મને સફળ થયો છે.
પરમસ્વભાવપણે આત્મા ત્રિકાળ સત્ છે. પણ આનંદની અનુભુતિપૂર્વક
પર્યાયમાં ધર્મીને તે વ્યક્ત થઈને પરિણમ્યો ત્યારે ભાન થયું કે ‘આવો હું છું.’ વ્યક્ત
પરિણમ્યા વગર શક્તિરૂપ પરમભાવનું ભાન થતું નથી. માટે કહે છે કે અહો!
ભવ્યજીવને આ પરમપંચમભાવ સફળ થયો છે–સમ્યગ્દર્શનાદિ ઉત્તમ ફળ તેને પાક્્યાં
છે. જેમ મેરુ નીચેનું સોનું શું કામનું? ફળ વગરનું ઝાડવું શું કામનું? તેમ પર્યાયમાં
આનંદના વ્યક્ત અનુભવરૂપ ફળ વગર અજ્ઞાનીને તે પરમભાવ શું કામનો? અર્થાત્
વિદ્યમાન હોવા છતાં તેન અજ્ઞાનમાં તો તે અવિદ્યમાન જેવો જ છે.
અહા, ચૈતન્યના પરમ ભાવનો કોઈ અદ્ભૂત મહિમા છે, તે અજ્ઞાનીઓને ગમ્ય
નથી. અતીન્દ્રિય જ્ઞાનગોચર પરમભાવ છે તેને અનુભવમાં લેવો તે પરમ વીતરાગવિધા
છે. પરમ આનંદસ્વરૂપ આત્મા અંદર હૈયાત હોવા છતાં, જે તેને દેખતો નથી, તેના
આનંદને અનુભવતો નથી, ને દુઃખને જ અનુભવે છે–તેના મિથ્યા શ્રદ્ધા–જ્ઞાનમાં તો તે
પરમભાવ અવધિમાન જ છે. સૂરજ ઝગઝગાટ કરતો ઊગ્યો પણ આંધળાને શું? એને
તો તે અવિદ્યમાન જ છે. તેમ અંદર ચૈતન્યના પરમ તેજથી ભરેલો મહા ચૈતન્યસૂર્ય
ઝળકી જ રહ્યો છે–પણ જેને અંતર્મુખ દ્રષ્ટિ નથી, જ્ઞાનચક્ષુ ઊઘડયા નથી તેને તે
ચૈતન્યસૂર્ય દેખાતો નથી, તેનો તો તે અગમ્ય હોવાથી અવિદ્યમાન જેવો જ છે.
અરે, વિકલ્પમાં તે કાંઈ પંચમ–પરમભાવ આવે? ચાર ભાવો સંબંધીં વિકલ્પો
વડે પાંચમ ભાવ અગોચર છે; તે અંતર્મુખ ઉપશમાદિ ભાવો વડે અનુભવમાં આવે છે.
નિકટભવ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો તેન અંતરમાં અવલોકે છે, તેથી તેમને તે પરમ ભાવ સફળ

PDF/HTML Page 24 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
થયો છે–સમ્યકત્ત્વાદિરૂપ પ્રગટ પરિણમ્યો છે. અહા, અતીન્દ્રિયભાવ વગર જેનું અસ્તિત્વ
જણાય નહીં એવો મહાન પરમસ્વભાવ હું છું–એમ ધર્મી જાણે છે, તેણે અંતરના
અચિંત્યનિધાન નજરે જોયા છે, એની પર્યાયમાં પરમાત્મા પ્રસિદ્ધ થયા છે.
અહો, લક્ષ કરવા જેવી સુંદર વસ્તુ તો અંદર મારો પરમ સ્વભાવ છે, તેની સાથે
લક્ષનો દોર મેં બાંધ્યો છે, ત્યાં હવે બીજે ક્્યાંય લક્ષ ઠરતું નથી. પર્યાયે–પર્યાયે પરમાત્મા
સાથેનો દોર સાંધીને તેની લગની લાગી ત્યાં ધર્મીના આંનદની શી વાત? એના
પરમશાંત પરિણામમાં સર્વે સંસારનું મૂળ છેદાઈ ગયું છે. આત્માનો પરમભાવ જેના
લક્ષમાં આવ્યો નથી તેને સંસારનું મૂળ કોઈ રીતે છેદાતું નથી.
એક પરમભાવને દેખો ત્યાં બધા પરભાવો છેદાઈ ગયા. આવો પરમ સ્વભાવ
બધાય જીવોમાં સદાય વિદ્યમાન હોવા છતાં, સમ્યગ્દ્રષ્ટિજીવોને જ તે અનુભવગોચર
છે. તે જ તેના આશ્રયે સમ્યક્ત્વાદિ કાર્ય પ્રગટ કરીને મોક્ષને સાધે છે. કાર્ય પ્રગટ્યું
તેણે કારણને પ્રસિદ્ધ કર્યું કે આવા પરમ સ્વભાવને અવલંબીને આ કાર્ય થયું છે.
શબ્દોથી ને વિકલ્પોથી કાંઈ કાર્ય થાય તેમ નથી, પરમ સ્વભાવની સન્મુખ થયે જ
મોક્ષમાર્ગરૂપ કાર્ય થાય છે. જેણે એમ કર્યું તેને જ કાર્યની સિદ્ધિ થઈ, તેને જ પરમ
ભાવ સફળ થયો.
ચૈતન્યભગવાનનો જે પરમ સ્વભાવ, તેમાંથી તો અમૃત ઝરે, તેમાંથી તો
સમ્યગ્દર્શનાદિ આનંદરૂપ કાર્ય થાય; તેમાંથી કાંઈ કર્મના અંકૂરા ન ફૂટે, કર્મના ઝાડને તો
તે મૂળમાંથી છેદી નાખનારો છે. અરે જીવ! તારામાં વિદ્યમાન આવા અમૃત આનંદ–
ચિંતામણિને છોડીને તું બહારમાં ઝેરનાં ઝાડમાં ક્્યાં ભટક્્યો? અરે, ચૈતન્યના
અસ્તિત્વમાં તો કર્મ કે વિકાર ન રહે, પણ જ્યાં આવા ચૈતન્યસ્વભાવનો આશ્રય લીધો
ત્યાં તે કર્મો કર્મોના અસ્તિત્વપણે પણ ન રહી શકે. હે જીવ! તારા આવા પ્રભુનો આદર
તું કેમ નથી કરતો? અંદર ભરેલા અમૃતનો સ્વાદ છોડીને બહારમાં ઝેરનો સ્વાદ લેવા
તું કેમ દોડે છે? આ અમૃતનો સ્વાદ એકવાર તું ચાખ તો ખરો! અનાદિનું સંસારનું
તારું ઝેર ઊતરી જશે ને કોઈ મહા અચિંત્ય અપૂર્વ અતીન્દ્રિય શાંતિનો સ્વાદ તને
આવશે.
અહા, પરમસ્વભાવ તો બધાય જીવોને વસ્તુનિષ્ટ છે, વસ્તુનો આવો સ્વભાવ જ
છે–કે જેનો આશ્રય કરતાં સ્વાધીન સ્વકીય સમતાપરિણામ પ્રગટે છે. આવા પરિણામને
જ સ્વકીય કહ્યા છે, રાગાદિભાવો તો પરમસ્વભાવથી બાહ્ય છે, તેને ધર્મી સ્વકીયપણે
નથી અનુભવતા. જેની સન્મુખતાથી આવા સમભાવ–પરિણામ પ્રગટે છે.

PDF/HTML Page 25 of 53
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
એવો પરમસ્વભાવ પંચમભાવે આત્મામાં સદાય બિરાજમાન છે,–તે નિકટભવ્યજીવને
શ્રદ્ધા–જ્ઞાનમાં સાક્ષાત્ વર્તે છે, તેથી તેને પરમસ્વભાવ વિદ્યમાન છે, તેને તે સફળ થયો
છે,–પર્યાયમાં અનુભવરૂપ થયો છે. અજ્ઞાનીને પણ તે સ્વભાવ તો વિદ્યમાન છે,–પણ
શ્રદ્ધા–જ્ઞાન વગર તેને ભાસતો નથી, એટલે વિદ્યમાન છતાં તેને માટે અવિધમાન જેવો છે.
જેમ, અહીં એમ કહ્યું કે ‘પરમભાવ વિદ્યમાન હોવા છતાં’ મિથ્યાદ્રષ્ટિને તો તે
અવિધમાન જેવો જ છે... કેમકે તેને તે દેખતો નથી......
તેમ, ધર્માત્મા કે જે પોતાને પરમભાવરૂપે વિદ્યમાન દેખે છે, તેને ‘પરભાવો
વિદ્યમાન હોવા છતાં’ અવિદ્યમાન જેવા જ છે, કેમકે પરમભાવના
અસ્તિત્વમાં તે પરભાવને દેખતો નથી. જુઓ, સામસામી બે વાત–
(૧) શુદ્ધસ્વભાવમાં દ્રષ્ટિ પડી ત્યાં પર્યાય તેમાં તન્મય થઈને રાગાદિથી જુદી
શુદ્ધભાવરૂપે પરિણમી એટલે પરમભાવનું વિદ્યમાનપણું પર્યાયમાં પણ તેને સફળ થયું;
પછી જે અલ્પ રાગાદિ પરભાવ રહ્યા તે પરમભાવથી જુદાપણે જ રહ્યા હોવાથી, ધર્મી
તેને સ્વભાવમાં ખતવતો નથી, એટલે મારામાં તો તે અવિધમાન જ છે એમ ધર્મી
પોતાને પરભાવોથી જુદા પરમભાવરૂપે જ અનુભવે છે.
(આ રીતે પરમભાવ હોવા છતાં તેને તે અવિધમાન છે.)
(૨) હવે શુદ્ધસ્વભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો નથી, ને રાગમાં જ તન્મય થઈને
અજ્ઞાનરૂપે પરિણમે છે, તેને તો રાગરૂપે જ પોતાનું વિધમાનપણું ભાસે છે, રાગથી જુદો
પરમસ્વભાવ તો તેને દેખાતો નથી; તેથી તેને તે, વિદ્યમાન હોવા છતાં, સફળ થતો
નથી–પર્યાયમાં પ્રગટતો નથી, એટલે અવિધમાન જેવો જ છે. રાગથી જુદું કાંઈ સત્
અજ્ઞાનીને પોતામાં દેખાતું નથી.
(આ રીતે પરમભાવ વિદ્યમાન હોવા છતાં તેને તે અવિધમાન છે.)
અહા, જુઓ તો ખરા દ્રષ્ટિની તાકાત!
અંતર્મુખ થયેલી દ્રષ્ટિએ પરમસ્વભાવના જોરે બધાય પરભાવોને અસત્ કરી નાંખ્યા.
બહિર્મુખ દ્રષ્ટિમાં અજ્ઞાનીએ પરભાવોની મિથ્યારુચિના જોરે પોતાના મહાન પરમ
સ્વભાવનો અસ્વીકાર કરી નાંખ્યો.
કળશ ૨૭માં કહ્યું હતું કે બહુ વિભાવ હોવા છતાં પણ, શુદ્ધદ્રષ્ટિવાળો પુરુષ
પરમતત્ત્વમાં પ્રવીણ બુદ્ધિવડે, તે બધા વિભાવોથી રહિત શુદ્ધ પરમસ્વભાવરૂપે પોતાને

PDF/HTML Page 26 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
અનુભવતો થકો મુક્તિના મહા આનંદને પ્રાપ્ત કરે છે.
ધર્માત્મા કહે છે કે વિભાવો અસ્ત હોવાથી તેની અમને ચિંતા નથી, કેમકે
અમારી પરિણતિ તેનાથી છુટી પડીને પરમસ્વભાવ તરફ ઢળી ગઈ છે. પરમભાવની
અનુભૂતિમાં તો વિભાવ અસત્ જ છે. આ રીતે પરમભાવ હોવા છતાં અંતદ્રષ્ટિવાળો
સમ્યગ્દ્રષ્ટિજીવ પોતાને એક પરમ શુદ્ધ જ્ઞાનવસ્તુપણે જ ભજે છે; એટલે પોતાનો
પરમભાવ તેને સફળ થયો છે, તે આસન્નભવ્ય છે.
ઘરમાં મોટી અખૂટ મૂડી ભરી હોય પણ ભોગવે નહિ તો શા કામની? તેમ
સ્વભાવમાં શક્તિ હોવા છતાં, તેની સન્મુખ થઈને પર્યાયમાં પ્રગટ ન કરે તો તે શા
કામની? એક નગરશેઠ–જેને ત્યાં અત્યંત કિંમતી મહા રત્નોના ઢગલા પડ્યા હતા, પણ
અનંતા લોભવશ એક લાકડું લેવા પાણીમાં તણાતો હતો, તેમ નગરશેઠની જેમ આ
આત્મા તો દુનિયાનો શેઠ, જગતમાં શ્રેષ્ઠ–જેના ઘરમાં અનંત ગુણના મહા રત્નોનો
ઢગલો છે, પણ એને ભૂલીને રાગમાં–દેહમાં મૂર્છાયેલો અજ્ઞાની, અચિંત્ય નિજનિધાનને
ભોગવી શકતો નથી. અહા, મારો પરમસ્વભાવ મારામાં સદા વિદ્યમાન છે–નિત્ય છે, તે
નિત્યતાનો નિર્ણય કરતાં નિર્વિકલ્પતા થઈ જાય છે. વિકલ્પમાં ઊભો રહીને
નિત્યસ્વભાવનો નિર્ણય થઈ શકતો નથી. ઉદયાદિ ચાર ભાવો–તેમના લક્ષે પંચમ
પરમભાવ પ્રતીતમાં આવી શકતો નથી. પરમસ્વભાવને પ્રતીતમાં લેનારો ભાવ પોતે
ઉપશમ–ક્ષયોપશમ કે ક્ષાયકરૂપ છે; પણ તે વિશેષભાવોના ભેદ ઉપર તેનું લક્ષ નથી,
પર્યાયના ભેદના આશ્રયે પંચમભાવ અગોચર છે; અંર્તસ્વભાવમાં પર્યાય વળી ત્યારે તે
સ્વાધીન પરિણામવડે પંચમભાવ અનુભવગોચર થયો. ભવ્ય જીવોને આવા અનુભવવડે
પરમભાવની સફળતા થઈ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ફળ તેને પાક્્યાં
ઝેરીફળવાળું કર્મવૃક્ષ તેને છેદાઈ ગયું, અને સમ્યક્ત્વાદિ અમૃતફળવાળું ચૈતન્યવૃક્ષ તેને
સફળ થયું. –આનું નામ આલોચના છે, આ મોક્ષનો માર્ગ છે, આ આનંદમય સ્વઘરમાં
સાદિ–અનંત વાસ્તુ છે.
જગતમાં સૌથી મોટો કોણ? કે મારો પરમસ્વભાવ એક જ સૌથી મોટો છે.–
કેવળજ્ઞાનાદિ પણ તેના જ આશ્રયે થાય છે. આવા પરમસ્વભાવને અહીં ખુલ્લો કર્યો છે
અહો, આ તો કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો! એની શી વાત! તીર્થંકરભગવંતોએ
દિવ્યધ્વનિમાં જે અર્થરૂપે કહ્યું, ગણધર ભગવાને જે ઝીલીને શ્રુતરૂપે શાસ્ત્રમાં ગૂથ્યું,
અને તેમની પરંપરામાં વીતરાગી સંતોએ અનુભવીને જે કહ્યું–તે આ પરમ તત્ત્વ છે.
આવું તત્ત્વ કોઈ મહા ભાગ્યે સાંભળવા મળે છે. ‘અહો, આવા પરમભાવ

PDF/HTML Page 27 of 53
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
રૂપ મારો આત્મા છે–’ એમ સ્વસન્મુખ થઈને જેણે વિશ્વાસમાં લીધું જ્ઞાનમાં લીધું–
અનુભવમાં લીધું તે જીવ અત્યંત આસન્નભવ્ય ધર્માત્મા છે, પરમસ્વભાવનું
વિદ્યમાનપણું તેને સફળ થયું છે.–જૈનશાસનનું તાત્પર્ય વીતરાગભાવ છે, તે પણ આવા
પરમભાવના આશ્રયે જ પ્રગટે છે. એવા પરમસ્વભાવનો જ્યાં રંગ લાગ્યો ત્યાં
પર્યાયમાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાનની ભાત પડે છે. રાગની ને વિકારની ભાત્યું
પડે એને તે ચૈતન્યનો રંગ કેમ કહેવાય?
પરમસ્વભાવ તો આનંદનું ઝાડ છે, તેમાં સંસાર ન પાકે, સંસારને તો તે
મૂળમાંથી છેદી નાંખનારો છે. પરમભાવના આશ્રયે તો આનંદ જ પાકે, તેના આશ્રયે
શુભાશુભકર્મ–સંસાર ન પાકે. શુભાશુભકર્મનો પ્રેમ તે તો ચારગતિનાં કડવાં ફળ દેનારું
ઝેરીવૃક્ષ છે. અહા, આનંદ–આનંદ અનંતકાળ સુધી પાકે એવું કલ્પવૃક્ષ તું પોતે છો, તારો
પરમસ્વભાવ પોતે આનંદનું કલ્પવૃક્ષ છે; એક ક્ષણ પણ એને દેખતાં, તેના આશ્રયે
સંસાર છેદાઈ જશે ને આનંદના ફળસહિત અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટી જશે.
નવા વર્ષનું ભેટપુસ્તક–
વીતરાગવિજ્ઞાન (છહઢાળાપ્રવચન) ભાગ ત્રીજો.
આત્મધર્મના ત્રીસમાવર્ષના ગ્રાહકોને એટલે કે વીર સં. ૨૪૯૯ ના ગ્રાહકોને
ઉપરોકત પુસ્તક દીવાળીપ્રસંગે ભેટ આપવામાં આવશે. જેનું લવાજમ ભરાયું હશે તેમને
આ પુસ્તક ભેટ મળશે. માત્ર ‘ત્રણહજાર’ પુસ્તકો ભેટ દેવાના છે, ત્યારપછી ગ્રાહક
થનારને પુસ્તક ભેટ મળી કશે નહિ.
આ પુસ્તકમાં સમ્યગ્દર્શનસંબંધી સુંદર વર્ણન છે; સમ્યક્ત્વના આઠઅંગનું પણ
ભાવભીનું વર્ણન વાંચતા દરેક જિજ્ઞાસુને આનંદ થશે; અને છેવટ સમ્યક્ત્વ–પ્રાપ્તિની
સુંદર પ્રેરણાનો ઉપદેશ તો આત્માર્થીના હદયમાં ઝણઝણાટ જગાડે તેવો છે. આ
પુસ્તકના પરિશિષ્ટમાં આપેલ વીતરાગ–વિજ્ઞાન–પ્રશ્નોત્તરીનો નમૂનો આપ આ અંકમાં
વાંચશો. દીવાળી ઉપર આપ સોનગઢ પધારો તો આપનું અને આપના ગામના બીજા
ગ્રાહકોનું ભેટપુસ્તક રૂબરૂ લઈ જશો..... કારતક સુદ પૂર્ણિમા બાદ પોસ્ટથી મોકલાશે.
આત્મધર્મનું વાર્ષિક લવાજમ રૂા. ચાર સોનગઢના સરનામે વેલાસર મોકલીને
સંસ્થાની વ્યવસ્થામાં સહકાર આપો. બધા લવાજમ ટાઈમસર આવી જાય તો
ટપાલખર્ચમાં ઘણો ફાયદો થાય છે. માત્ર આપનું નહિ, આપના સંબંધીઓનું પણ
લવાજમ ભરીને તેમનેય ચૈતન્યરસનો થોડોક સ્વાદ ચખાડો.
(હવે નવા વર્ષનો પ્રથમ અંક દીવાળી પછી તરત તા. દશમીએ પ્રગટ થશે.)

PDF/HTML Page 28 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
સમ્યગ્દર્શન : તે સંબંધી મુમુક્ષુઓનું ઘોલન
*
[આત્મધર્મની ‘સમ્યક્ત્વ સંબંધી નિબંધયોજનામાં’ ૯૬ નિબંધો
આવેલા; ઘણા ખરા નિબંધો સમ્યક્ત્વભાવનાના ઘોલનપૂર્વક ઉત્તમ રીતે
લખાયેલા છે. આ નિબંધોમાંથી આઠ શ્રેષ્ઠ નિબંધોને પસંદ કરવામાં
આવ્યા છે, ને તેમાંથી બે નિબંધ સંશોધનપૂર્વક અહીં આપવામાં આવ્યા
છે. સમ્યક્ત્વની ભાવનાથી ભરપુર આ નિબંધો વાંચતાં દરેક જિજ્ઞાસુને
પ્રસન્નતા થશે. આમાંથી પ્રથમ નિબંધના લેખિકા બેન છે––મુંબઈ
(મલાડ) ના કુમારી ધર્મિષ્ઠાબેન ધીરજલાલ જૈન
B. Sc. ને બીજો
નિબંધ લખનાર છે–ચોરીવાડના ભાઈશ્રી મગનલાલ હીરાચંદ શાહ.]
• સમ્યગ્દશન લખમળ : લખ ન : ૧ •

આત્મસન્મુખ જીવની નિર્વિકલ્પદશા ન થઈ હોય ત્યારે તે પોતાની
ચૈતન્યવસ્તુના ઊંડા–ઊંડા ચિંતનદ્ધારા નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
એક ચિદાનંદ, વિજ્ઞાનઘન સ્વભાવનું ઘોલન તે તેનું ધ્યેય રહે છે.
પ્રથમ જ્ઞાયકસ્વભાવના લક્ષે વિચારધારામાં તે જીવ સ્વરૂપધ્યાનમાં સ્થિત
રહેવાનો ઉદ્યમી થાય છે. પ્રથમ તે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માને લક્ષમાં લઈને, સ્વ–પરનું ભેદવિજ્ઞાન કરે છે.
પ્રથમ તો વિજ્ઞાનઘન સ્વભાવને લક્ષમાં લઈ, નોકર્મ એટલે જડ શરીર, બાહ્યના
સંયોગો, સ્ત્રી, પુરુષ, મિલ્કત આદિને જે પોતાના માનતો હતો તેમાંથી દ્રષ્ટિ ઉઠાવી લે
છે. સંયોગો તેને તુચ્છ લાગવા લાગે છે. અને તે સંયોગો તે હું નહિ તેમ તેને ભાસવા
લાગે છે; તેનાથી ભિન્ન હું કંઈક જુદી ચીજ છું અને ત્યાંજ સાચી શાંતિ છે. તેમ લાગ્યા
કરે છે. તેને આત્માની જ ધૂન લાગે છે.
દ્રવ્યકર્મ તે જડ છે; તે–જ્ઞાનાવરણીય–દર્શનાવરણીય આદિ આઠ કર્મોને તે

PDF/HTML Page 29 of 53
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
પોતાનાં માનતો નથી, તેનું લક્ષ ત્યાંથી ખસી જાય છે અને ચેતનારૂપ આત્માનું લક્ષ કરે
છે. કર્મ જે જડરૂપ છે તે મારાં કેમ હોઈ શકે? હું તો ચેતન છું–એમ તે નિર્ણય કરે છે.
છેવટે ભાવકર્મ પુણ્ય–પાપ આદિના ભાવો જે જીવે અજ્ઞાનથી પોતાના માન્યા
હતા તેને પણ ચૈતન્યથી જુદા સમજે છે,–અને વિકારરહિત આત્મતત્ત્વ પકડવાની તેને
ધૂન લાગે છે. વિકલ્પ હોવા છતાં તેનો નિષેધ કરીને, જ્ઞાનમાં ચૈતન્યજ્ઞાયક આત્માને
લક્ષમાં લઈ તેના અનુભવનો ઉદ્યમ કરે છે.....હું વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા, વિકલ્પરહિત
કેવો છું–તે તરફ જ્ઞાનને સન્મુખ કરવા ઉદ્યમ કરે છે.
હું તો ચૈતન્યચમત્કારરૂપ છું, એટલે કે સ્વપરને જાણનારો છુ; હું મને પોતાને
જાણતાં પરને જાણી લઉં તેવો ચમત્કારિક છું;–આમ અંદર ને અંદર ઊતરતો જાય છે
અને વિકલ્પરહિત આત્માનાં જ વિચારમાં લીન રહે છે... તેમ તેમ ચૈતન્યની શાંતિની
તેને ઝાંખી થતી જાય છે ને વિશ્વાસ આવે છે કે શાંતિનો કોઈ અગાધસમુદ્ર મારામાં
જ ભર્યો છે.
જે જીવ પહેલાંં પરવસ્તુમાં અહંબુદ્ધિ કરતો હતો તે હવે વિચાર દ્ધારા પોતાના
ચૈતન્યપુંજમાં અહંબુદ્ધિ કરે છે. હું ચિંદાનંદ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, આનંદની ખાણ છું,
ચૈતન્યનું નૂર છું–તેવા નિર્મળ વિચારો આવ્યા કરે છે. જડનો કે અચેતન વિકલ્પોનો
મારી શુદ્ધ અનુભૂતિમાં પ્રવેશ નથી, તે તો ચૈતન્યની જાતથી જુદા છે.
આત્મસન્મુખ જીવને નિર્વિકલ્પ દશા થયા પહેલાંં, આત્માની એવી ધૂન ચડે છે કે
સૂક્ષ્મ વિકલ્પો પણ એને ભારરૂપ લાગ્યા કરે છે, ને ચેતનાને તેનાથી પણ જુદી કરીને
અંદર લઈ જવા મથે છે; તેમાં જ તેને સુખ દેખાય છે. મુમુક્ષુને વિકલ્પથી થાક લાગે ને
ચૈતન્યની કંઈક શાંતિ દેખાય ત્યારે જ તે નિર્વિકલ્પ થઈને અંદર જવાનો પ્રયત્ન કરેને?
સમ્યક્દર્શન પ્રગટ કરનાર જીવ પહેલાંં તો જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે
છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય તે વિકલ્પવડે નહિ પરંતુ જ્ઞાનવડે જ કરે છે. તે
આત્માર્થની સિદ્ધિમાં બાધક તેવા પરિણામોને ઉગ્રપણે છોડે છે. તેને બસ! એક
આત્માનો રસ પીવાની જ ધગશ લાગી છે. તેને આત્મસ્વરૂપ કેવું છે? તે સમજવાની જ
લગન લાગી છે. તેને એમ થાય છે કે અહા, જ્ઞાનીઓ જેનાં આટલા વખાણ કરે છે તે
આત્મદ્રવ્ય કેવું છે? તે ફરી ફરીને અંદર મંથન કરી કરીને પોતાના આત્મા

PDF/HTML Page 30 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
સંબંધીનો નિર્ણય પાકો કરે છે–અને ગમે તેવા સંકટ આવે તોપણ તેનો સતનો નિર્ણય
અફર રહે છે. તે આત્માર્થીનું કાર્ય અને ધ્યેય બસ, આત્માને સાધવો તે જ રહે છે. તે
આત્માનાં કાર્યથી ડગતો નથી. તે પોતાની બધી શક્તિને, જ્ઞાનને, ઉત્સાહને, પોતાના
સર્વસ્વને આત્મામાં જોડીને જરૂર આત્માર્થને સાધવામાં તત્પર થાય છે. તે સાચા
જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કરે છે; ને તે સાચા જ્ઞાની જે ભેદજ્ઞાનથી કહેવાણા તેના
જેવું ભેદજ્ઞાન લક્ષમાં લઈને તેનો પ્રયત્ન કરે છે. તે તેવા સાચા જ્ઞાની પાસેથી આત્માના
અનુભવનું વર્ણન અત્યંત પ્રીતિપૂર્વક સાંભળે છે, ને તેમાંથી પોતાના પ્રયોજનભૂત
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે.
તે આત્માનો સાધક જીવ, જેઓ સાચી વસ્તુ બતાવે ને સત્સ્વરૂપ આત્માનો
નિર્ણય કરાવે–તેવા જ દેવ–ગુરુ–શાસ્ત્રને માને છે. સત્ વસ્તુનો નિર્ણય ન કરાવે તેવા
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને આત્માર્થી માને નહિ. આ રીતે નિર્ણય કરીને તે પોતાના
ઉપયોગને શુદ્ધસ્વભાવ તરફ ઢાળતો જાય છે.
તે એમ માને છે કે હું બધાથી ભિન્ન, એક ત્રિકાળ જ્ઞાનસ્વભાવમાત્ર જ છું, અને
તે જ મારી ચીજ છે; તેને જ્ઞાનના ઘોલનમાં તે ભાસવા લાગે છે. ‘હું શુદ્ધ ચિદ્રુપ છું’–
તેવી તેને ધૂન ચડે છે; આત્માના ચિંતનમાં તેને સહજ જ આનંદતરંગ ઊઠે છે, ને
રોમાંચ ઉલ્લસિત થાય છે. આમ હજી સવિકલ્પદશા હોવા છતાં તેને સ્વભાવના
મહિમાનું લક્ષ વધતું જાય છે. ને તે જીવ શુદ્ધઆત્માના લક્ષના જોરે આત્મા તરફ
આગળ ને આગળ વધે છે. તેને હવે એક જ ખ્યાલ ઘૂમ્યા કરે છે કે હું આવો અદ્ભૂત
જ્ઞાનસ્વભાવી આત્મા છું. મારું જ્ઞાનતત્ત્વ વિકલ્પરૂપ નથી, અને જ્ઞેયઆશ્રિત મારું જ્ઞાન
નથી, જ્ઞાનસ્વરૂપ હું પોતે છું. આમ પોતાના પરિણામમાં જ્ઞાનસ્વભાવને સર્વતરફથી
નક્કી કરીને, તે બીજા બધાથી ભેદજ્ઞાન કરે છે ને અંદર ઢળે છે.
અંદર ને અંદર જ્ઞાનસ્વભાવનું ઘોલન કરતાં કરતાં, તેને જે શુદ્ધસ્વભાવના
રાગમિશ્રિત વિચારો આવતા હતા તે પણ છૂટી જાય છે, અને પોતાનું સ્વરૂપ કેવળ
ચિન્માત્ર ભાસવા લાગે છે....ત્યારે સર્વ પરિણામ તે સ્વરૂપવિષે એકાગ્ર થઈ પ્રવર્તે છે;
ત્યારે તેને દર્શન–જ્ઞાનાદિકના, કે નય–પ્રમાણ આદિના વિકલ્પો વિલય થઈ જાય છે અને
અભેદ–અખંડ ચૈતન્યરસમય નિજસ્વરૂપનું લક્ષ થાય છે....કોઈ પરમ શાંતિના વેદન
સહિત પોતાનું સ્વરૂપ તેને જણાય છે અને શ્રદ્ધાય છે : અહા! આનંદધામ મારા આ
આત્મામાં કોઈ વિકલ્પની આકુળતા નથી. આવો સાક્ષાત્કાર થતાં, શુદ્ધ પરિણતિ

PDF/HTML Page 31 of 53
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
સમ્યગ્દ્રષ્ટિ જીવ પરિણામમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ બન્ને ભાવે પરિણમે છે.
સવિકલ્પ દશા વખતેય તેને આત્માનાં સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન તો રહે જ છે. સમ્યક્દ્રષ્ટિ
આત્માને શુભાશુભ ભાવો વર્તે છે તોપણ તેને અંદર તો શ્રદ્ધાન હોય જ છે કે ‘આ કાર્ય
મારાં નથી, પર વસ્તુનો હું કર્તા નથી; ને રાગ સાથે મારી ચેતનવસ્તુ એકમેક નથી. ’ તે
પોતાના જ્ઞાનને રાગ સાથે એકમેક નથી કરતો; સદાય બંનેને ભિન્ન જ જાણે છે. તે
રાગાદિને જુદા જાણતો થકો તેનો કર્તા થતો નથી પણ તેનો જ્ઞાતા જ રહે છે.
સમ્યગ્દ્રષ્ટિને અનુભવમાં બહુ જ આનંદ આવે છે. તે શ્રુતજ્ઞાન દ્ધારા કેવળજ્ઞાન
સાથે કેલિ કરે છે–તેમ કહ્યું છે. તેના જ્ઞાને રાગ સાથે મિત્રતા (એકત્વ) છોડીને
કેવળજ્ઞાનસ્વભાવ સાથે મિત્રતા કરી છે ને કેવળજ્ઞાનને સાદ પાડીને બોલાવ્યું છે.
જ્ઞાનને આત્મસન્મુખ કરતાં, નિજરસથી ભરેલો, પરની અપેક્ષાએ અરસ,
આત્મા તેને સાચા સ્વરૂપે વેદાય છે. તે આત્મા કોઈ નયપક્ષ વડે ખંડિત થતો નથી;
જ્ઞાનીનું જ્ઞાન હંમેશા વિકલ્પોથી ને સંયોગોથી જુદું જ રહે છે. વિકલ્પ હોવા છતાં
વિકલ્પોથી ભિન્ન પરિણમતું આ જ્ઞાન એવું છે કે વિકલ્પાતીત થઈને જીવને ઠેઠ મોક્ષ
સુધી પહોંચાડે જ છે.
ભેદજ્ઞાન થતાં આ જીવ સકળ વિકારનાં કર્તૃત્વરહિત થઈ જ્ઞાકયપણે શોભે છે.

PDF/HTML Page 32 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
ભેદજ્ઞાન થતાં જીવ આસ્રવોથી પાછો વળે છે, બંધ ભાવથી છૂટી મોક્ષમાર્ગ તરફ
વળતોજાય છે. સમ્યક્જ્ઞાની અસાર અને અશરણ એવા સંસારથી પાછો વળે છે, ને
પરમસારભૂત શરણરૂપ એવા પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકે છે. ભેદજ્ઞાન થતાં
ચૈતન્યપરમેશ્વર પુરાણપુરુષ પ્રકાશમાન થાય છે, અને અતીન્દ્રિય શાંતિસહિત જ્ઞાનજ્યોતિ
ઝળહળી ઊઠે છે. આવું સમ્યગ્દર્શન છે–તે આત્મા જ છે. આ સમ્યગ્દર્શન થતાં વિકલ્પ
તૂટીને ઉપયોગ સ્વતરફ વળે છે, એટલે ભેદજ્ઞાન થઈ પ્રમાણજ્ઞાન થઈ ગયું છે, પછી હવે
તેનો ઉપયોગ પર તરફ જાય ત્યારે પણ તે ભેદજ્ઞાન–પ્રમાણ તો સાથે ને સાથે જ વર્તે છે.
વિકલ્પથી છૂટું પડીને ચેતન્યમાં તન્મય થયેલું જ્ઞાન ફરીને કદી વિકલ્પમાં એકમેક થતું
નથી, છુટું ને છુટું રહે છે તેથી તેને મુક્ત કહ્યું છે:
स हि मुक्त एव.’
આ તો ધર્મીની અંતરની વાતો થઈ; પરંતુ બાહ્યના કષાયો પણ ઘણા નરમ પડી
ગયા હોય છે, સાત વ્યસનનો ત્યાગ હોય છે, બાહ્ય સંયોગોથી તેવું ચિત્ત ઉદાસ રહે છે,
ચૈતન્યની પરમશાંતિ પાસે પુણ્ય–પાપના ભાવો તેને ભઠ્ઠી જેવા લાગે છે. સમ્યક્દ્રષ્ટિને
ઓળખાણપુર્વક જેવું બહુમાન સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપર હોય તેવું મિથ્યાદ્રષ્ટિને હોતું
નથી. સમ્યગ્દ્રષ્ટિના વ્યવહારપરિણામ પણ ચારે પડખેથી મેળવાળા હોય છે.
સમ્યક્દર્શનની સાથે તેનામાં નિઃશંકતા, નિઃકાંક્ષા, સાધર્મીપ્રેમ, ધર્મપ્રભાવના
વગેરે આઠ અંગો પણ અપૂર્વ હોય છે. તેને આત્માના સ્વભાવમાં નિઃશંકતાને લીધે
મૃત્યુ વગેરે સંબંધી સાત ભય હોતા નથી. જ્ઞાનચેતનારૂપ થયેલો હોવાથી તે કર્મોને તેમ
જ કર્મનાં ફળને પોતાથી અત્યંત ભિન્ન જાણે છે.
આવા અપૂર્વ મહિમાવંત સમ્યગ્દર્શનની જેને શરૂઆત થઈ તે ઈષત્સિદ્ધ છે અને
તે પુર્ણતાની એટલે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરાવે છે.
`આવું સમ્યક્દર્શન પામેલ સર્વે આરાધકોને કોટી–કોટી વંદન.
આતમદેવ સુંદરી છે,
સુંદર ને વળી સુખી છે;
મિત્રો માની લેજો સર્વે,
કે વ ળી ની વા ત છે .
આ કેવળીનાં કહેણ છે,
જેમાં અમૃત વહેણ છે;
સ્વીકારી તું આજ લે,
તો મુક્તિ તારી કાલ છે.

PDF/HTML Page 33 of 53
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
• સમ્યગ્દર્શન – લેખમાળા : લેખ નં : ૨ •

સમ્યગ્દર્શન થતાં પહેલાંં આત્મસન્મુખ જીવની રહેણીકરણી તથા વિચારધારા
પોતાના આત્મહિતને પોષણ આપે તે પ્રકારની હોય છે. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે
તેવી તૈયારીવાળા જીવે સૌથી પ્રથમ પોતાના જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં લેવો
જોઈએ. હું એક આત્મદ્રવ્ય છું, મારામાં જ્ઞાન છે, ને મારા જ જ્ઞાનવડે હું મારા આત્માનું
ભાન કરી શકું છું, –તેવા પ્રકારની ભાવનાથી, પ્રથમ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે
વિચારે છે. તે માટે કોઈ જ્ઞાની પાસે રહીને અગર તો ગુરુગમઅનુસાર પોતે
સત્શાસ્ત્રોનો જેમ બને તેમ જિજ્ઞાસુ થઈને અભ્યાસ કરે છે, એટલે કે તત્ત્વોનો બરાબર
અભ્યાસ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનમ્’ તેથી જીવાદિ સાત
તત્ત્વોને જેમ છે તેમ જાણવા એટલે કે જીવને જીવ તરીકે, અજીવને અજીવ તરીકે, પુણ્ય–
પાપ–આસ્ત્રવને આસ્ત્રવ તરીકે–એમ સાતે તત્ત્વોને બરાબર જાણી શ્રદ્ધા કરવી.
સમ્યગ્દર્શન થવામાં પ્રથમ આ સાત તત્ત્વની ઓળખાણ ખાસ જોઈએ. આસાત તત્ત્વનું
સ્વરૂપ વિચારતાં સમુચ્ચયપણે વિકલ્પનો રસ તૂટે છે ને ચૈતન્યનો રસ ઘૂંટાય છે, એટલે
આત્માની પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય છે. તે વખતે પોતાના વિચારો એટલે
આત્માનું મનન કરતાં હું એક આત્મા છું, જ્ઞાયક છું, સિદ્ધ છું, બુદ્ધ છું–ઈત્યાદિ વિચાર
હોય; અગર તો અતીન્દ્રિય છું, સર્વથી ભિન્ન છું, જ્ઞાન મારો સ્વભાવ છે, રાગ મારો
સ્વભાવ નથી,–એવા સ્વ અને પરની ભિન્નતાના વિચાર હોય; અગર તો આત્માની
અનંતી શક્તિઓના વિચાર હોય. એવી રીતે અનેક પ્રકારથી આત્માના મહિમાના અને
સ્વ–પરના ભેદજ્ઞાનના વિચારો હોય છે. એમ કોઈ પણ પ્રકારે પોતાના સ્વભાવ તરફ
ઝુકવાના વિચાર હોય છે. આવી રીતે જ્યારે અંતરની કોઈ અદ્ભૂત ઉગ્ર ધારા સ્વભાવ
તરફની ઊપડે છે તે વખતે પછી બધા પ્રકારના વિકલ્પો શાંત થવા માંડે છે, ને
ચૈતન્યરસ ઘૂંટતો જાય છે. તે વખતે વિશુદ્ધતાના અતિ સૂક્ષ્મ પરિણામોની ધારાવડે
અંતરમાં ત્રણ કરણ થઈ જાય છે; એ ત્રણકરણના કાળે જીવના પરિણામ સ્વરૂપના
ચિંતનમાં વધુને વધુ મગ્ન થતા જાય છે. આ રીતે આત્માના સ્વરૂપમાં મગ્ન થતાં
નિર્વિકલ્પદશા થઈને પરમશાંત અનુભૂતિવડે જીવ પોતે પોતાને સાક્ષાત્ અનુભવે છે...
આનું નામ સમ્યગ્દર્શન.
આવું સમ્યગ્દર્શન થતાં પહેલાંં જીવની રહેણીકરણી વિષયોથી વિરકત, સંસારી
કાર્યોથી ઉદાસીન, સ્વભાવ તરફના ઢોળાવવાળી, સાધુ–સંતો–જ્ઞાનીઓના સંગમાં રહેવાની

PDF/HTML Page 34 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
અગર તો વિશેષતા કરી એકાંતમાં આત્મચિતન કરવાની હોય છે. આવી બહારની
પણ તેથી પ્રવૃત્તિ હોય છે અને અંતરમાં સ્વભાવના રસનું ઘોલન હોય છે. આવા
જીવને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય છે, પછી ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વ થાય
છે. પછી અલ્પકાળમાં તે સંસારપરિભ્રમણથી છૂટીને સમ્યક્ત્વના પ્રતાપે અપૂર્વ
મોક્ષસુખ પામે છે. માટે મોક્ષાર્થીએ આવા સમ્યક્ત્વની ભાવના ભાવવી, અને સર્વ
ઉધમથી તે પ્રગટ કરવું.
• • •
હવે, શ્રાવકોએ પહેલાંં તો સુનિર્મલ સમ્યક્ત્વ પ્રગટ કરવું. અત્યંત નિર્મળ અને
મેરૂસમાન નિષ્કંપ એવું સમ્યગ્દર્શન પ્રગટ કરીને તેનું નિરંતર ધ્યાન કરવું. ચલ મલ
અને અગાઢ દોષરહિત એવું અચલ નિર્મળ અને દ્રઢ સમ્યગ્દર્શન પ્રગટ કરીને દુઃખના
ક્ષય માટે તેને જ ધ્યાનમાં ધ્યાવવું. જેમ મહા સંવર્તક વાયરાથી પણ મેરૂપર્વત ડગતો
નથી તેમ જગતની ગમે તેવી પ્રતિકૂળતાથી પણ સમ્યગ્દ્રષ્ટિનું શ્રદ્ધાન ડગે નહિ; દેવો
પરીક્ષા કરવા આવે તોપણ સમ્યક્ત્વથી ડગે નહિ. શ્રાવકે આવું દ્રઢ સમ્યક્ત્વ ગ્રહણ
કરી નિર્વિકલ્પ આનંદનો ફરીફરી અનુભવ કરવો,–જેથી દુઃખનો ક્ષય થાય. દુઃખનો ક્ષય
કરવા અચલપણે દ્રઢપણે સમ્યક્ત્વને નિરંતર ધ્યાવો–એટલે કે શુદ્ધ આત્માને ધ્યાવો.
ગૃહસ્થપણામાં જે ક્ષોભ–કલેશ–દુઃખ હોય તે આવા સમ્યક્ત્વના પરિણમનવડે નાશી
જાય છે. જુઓ, આ દુઃખના નાશનો ઉપાય! આવું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી ધર્મ થાય
છે, ને આત્મામાં નિર્મળતા વધતી જાય છે. ગમે તેવા ઉપસર્ગો આવી પડે પણ આવા
સમ્યક્ત્વથી અંદર શુદ્ધાત્મા ઉપર જ્યાં નજર કરે ત્યાં ધર્માત્મા આખા સંસારને ભૂલી
જાય છે. આવું સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તેણે પણ સર્વજ્ઞઅનુસાર સર્વે વસ્તુનું સ્વરૂપ
યથાર્થ જાણ્યું છે, તેથી હવે બહારનાં કોઈ પણ કાર્યો બગડે કે સુધરે પણ તે પોતાના
સમ્યક્ત્વથી ડગતો નથી. આવી સમ્યક્ત્વની નિષ્કંપતાવડે નિશંકપણે યથાર્થ
વસ્તુસ્વરૂપ ચિંતવે છે કે સર્વજ્ઞદેવે વસ્તુનું સ્વરૂપ જે રીતે જાણ્યું છે તે જ રીતે તેનું
પરિણમન થાય છે; કોઈ તેને ફેરવવા સમર્થ નથી. માટે તેના પરિણમનમાં ઈષ્ટ–
અનિષ્ટપણું માનીને રાગ–દ્ધેષી થવું તે નિરર્થક છે. પરનું પરિણમન પરને આધારે છે,
તેમાં મને કંઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી, એટલે તેમાં ક્્યાંય રાગ–દ્ધેષ કરવાનું મારું કામ
નથી, હું તો માત્ર જ્ઞાનસ્વભાવી છું. આવી વસ્તુના સ્વરૂપની ભાવનાથી દુઃખ મટે છે,–
તે પ્રત્યક્ષ અનુભવગોચર છે. માટે શ્રાવકે દુઃખના ક્ષયના અર્થે સમ્યક્ત્વ ગ્રહણ કરીને
મેરૂ જેવી દ્રઢતાથી તેને નિરંતર ભાવવું, ધ્યાવવું. ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકે પણ
ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન કરવું–જેથી

PDF/HTML Page 35 of 53
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
નિર્મળપણે મેરૂસમાન અકંપપણું આવે છે ગમેતેવી પ્રતિકૂળતામાં પણ તેની શ્રદ્ધા ડગતી
નથી. આવું સમ્યક્ત્વરૂપે પરિણમન કરી રહેલ જીવનાં દુષ્ટ અષ્ટ કર્મોનો ક્ષય થાય છે.
જુઓ, આ સમ્યક્ત્વનું સામર્થ્ય! સમ્યક્ત્વ થતાં અનંતાકર્મો ખરવા માંડે છે, ગુણશ્રેણી
નિર્જરા શરૂ થાય છે. મોક્ષને માટે તેને આત્માનું જ અવલંબન રહ્યું. મિથ્યાત્વનું મૂળ
કપાઈ ગયું. મોક્ષનું બીજ રોપાયું ને અંકૂરા ફૂટયા. કર્મો તરફનું વલણ ન રહ્યું એટલે
કર્મો નિર્જરતાં જાય છે. આવી રીતે મિથ્યાત્વરૂપી બીજ નાશ થયું ત્યાં કર્મનું વિષવૃક્ષ
અલ્પકાળમાં સુકાઈ જાય છે. અનંતાનુબંધીના કષાયો તો નષ્ટ થયા, બાકીનાં કષાયો
પણ ઘણા મંદ થઈ ગયા. તેને ક્રમે–ક્રમે શુદ્ધતા વધતી જાય છે, ને અનુક્રમે ચારિત્ર તથા
શુક્લધ્યાનનો સહકાર મળતાં સર્વે કર્મો નષ્ટ થઈ, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રગટે છે. આ
બધો સમ્યગ્દર્શનનો મહિમા છે. જેને સમ્યગ્દર્શન થયું તેના મોક્ષના દરવાજા ખુલી ગયા.
જે ઉત્તમપુરુષો પૂર્વે મહિમા છે છે. જેને સમ્યગ્દર્શન થયું તેના મોક્ષના દરવાજા ખુલ્લી
ગયા. જે ઉત્તમપુરુષો પૂર્વે સિદ્ધિ પામ્યા છે, અત્યારે પામે છે, અને ભવિષ્યમાં પામશે તે
બધું આ સમ્યક્ત્વનું જ માહાત્મય જાણી, સમ્યક્ત્વને જ સિદ્ધિનું મૂળકારણ જાણી, તેને
પ્રાપ્ત કરી, તેમાં જ એકાગ્રતા કરવી. આ સમ્યગ્દર્શન ધર્મનું બીજ છે, કલ્પવૃક્ષ છે,
ચિન્તામણિ છે. કામધેનું છે. છ ખંડના રાજવૈભવ વચ્ચે રહેલા ચક્રવર્તી પણ આવા
સમ્યગ્દર્શનની આરાધના કરે છે. સમ્યક્ત્વી જાણે છે કે અહો, મારી ઋદ્ધિ–સિદ્ધિ મારા
ચૈતન્યમાં છે. જગતની ઋદ્ધિમાં મારી ઋદ્ધિ નથી. જગતથી નિરપેક્ષપણે મારામાં જ મારી
સર્વે રિદ્ધિ–સિદ્ધિ ભરેલી છે.
રિદ્ધિ–સિદ્ધિ–વૃદ્ધિ દીસે ઘટમે પ્રગટ સદા,
અંતરકી લક્ષ્મી સો અજાચી લક્ષપતી હૈ;
દાસ ભગવંતકો ઉદાસ રહે જગત સો.
સુખીઆ સદૈવ ઐસે જીવ સમકિતી હૈ:
સમકિતી ધર્માત્મા ગૃહસ્થપણામાં રહ્યા છતાં પોતાના આત્માને અનુભવે છે.
મારી ચૈતન્યરિદ્ધિ–સિદ્ધિ સદાય મારા અંતરમાં વૃદ્ધિગત છે. મારા અંતરની
ચૈતન્યલક્ષ્મીનો હું સ્વામી છું. જગત પાસેથી કાંઈ લેવું નથી. તે જિન ભગવાનનો દાસ
છે. અને જગતથી ઉદાસ છે. સમ્યગ્દર્શન જ ધર્મના સર્વે અંગોને સફળ કરે છે. ક્ષમા–
જ્ઞાન–આચરણ વિગેરે સમ્યગ્દર્શન વગર ધર્મ નામ પામતાં નથી. સમ્યગ્દર્શન વગરનું
જ્ઞાન તે અજ્ઞાન છે, આચરણ તે મિથ્યાચારિત્ર છે, અને ક્ષમા તે અનંતાનુબંધી
ક્રોધસહિત છે;–માટે સમ્યગ્દર્શનથી જ ક્ષમા–જ્ઞાન–ચારિત્ર વગેરેની સફળતા છે.

PDF/HTML Page 36 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
ધર્માત્માને સ્વપ્નામાં પણ ચૈતન્ય અને આનંદનો મહિમા ભાસે છે. સમ્યક્ત્વમાં
કોઈપણ દોષ સ્વપ્ને પણ આવવા ન દે. આવા સમકિતી ધર્માત્માને જગતમાં ધન્ય છે, તે
જ સુકુતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત અને મનુષ્ય છે. ભલે શાસ્ત્રો ભણ્યો ન
હોય, વાંચતાં કે બોલતાં ન આવડતું હોય છતાં તે મોટો પંડિત છે; બારઅંગનો સાર તેણે
જાણી લીધો છે; કરવા યોગ્ય ઉત્તમકાર્ય તેણે કર્યું છે તેથી તે સુકુતાર્થ છે; યુદ્ધમાં હજારો
યોદ્ધાઓને જીતનારો લોકમાં શૂરવીર કહેવાય છે, પણ હજારો યોદ્ધાઓને જીતવા છતાં
અંતરમાં મિથ્યાત્વને જે જીતી શક્્યો નથી તે ખરેખર શૂરવીર નથી. જેણે મિથ્યાત્વને
જીતી લીધું તે સમકિતી જ ખરા શૂરવીર છે. સમ્યગ્દર્શન વગરના મનુષ્યોને પશુ સમાન
કહ્યા છે, અને સમ્યગ્દર્શન સહિતના પશુઓને દેવસમાન કહ્યા છે. લાખો કરોડો રૂપીઆ
ખરચવાથી કે અનેક પ્રકારના પુણ્યના શુભભાવ કરવાથી પણ જે સમ્યગ્દર્શન પ્રાપ્ત ન
થાય તેવું દુર્લભ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી તેને અચલપણે સાચવી રાખવું એ જ કાર્ય કરવા
જેવું છે. આવા સમ્યગ્દ્રષ્ટિને મરણ વગેરે સાત પ્રકારનાં ભય હોતાં નથી. આત્માની
આરાધનામાં તે નિઃશંક છે, એટલે પરલોકમાં મારી ગતિ કેવી થશે?–મારે નરકનાં દુઃખ
ભોગવવાં પડશે, અગર તો બીજાં શું–શું દુઃખ ભોગવવાં પડશે?–તેવો ભય તેને હોતો
નથી. જ્યાં જઈશ ત્યાં સમ્યક્ત્વના પ્રતાપે મારા ચૈતન્યના સુખને જ ભોગવીશ,
એનાથી જુદો બીજો કોઈ ભોગવટો મારા જ્ઞાનમાં નથી.–એમ તેને વિશ્વાસ છે. તે બધી
કર્મકૃત ઉપાધિને પોતાથી જુદી અનુભવે છે, તેથી કર્મકૃત સંસારી સુખ–દુઃખને તે પોતાનાં
ગણતો નથી. વળી જન્મ–મરણનો ભય તેને નથી કારણકે આત્મા તો અજર અમર છે,
તેને જન્મ કે મરણ નથી; આવા જન્મ–મરણ વગરના અવિનાશી આતમરામને
અનુભવ્યો પછી જન્મ–મરણ કેવા? ને જન્મ–મરણનો ભય કેવો? વળી મારી
ચૈતન્યલક્ષ્મી મારા આત્મામાં એવી અભેદ છે કે કોઈ તેને લૂંટી શકે નહિ; આત્મા સ્વયં
પોતે પોતામાં ગુપ્ત છે–પોતે સ્વયં રક્ષિત છે, કોઈ તેનો નાશ કરી શકે નહિ, તેને હરી
શકે નહીં.–આમ સમ્યગ્દ્રષ્ટિ નિજસ્વરૂપમાં સર્વપ્રકારે નિઃશંક છે. તેમજ ચૈતન્યની અપાર
મહત્તા પાસે બીજા કોઈની મહત્તા તેને ભાસતી નથી તેથી તેને શરીરાદિ સંબંધી મદ
હોતાં નથી. આ રીતે આઠગુણસહિત, ને આઠમદ વગેરે સર્વ દોષરહિત શુદ્ધ સમ્યક્ત્વવડે
પોતાના આત્માની સાધનામાં આગળ વધતાં વધતાં તે ધર્માત્મા પોતાના ધારેલા
અનંતસુખમય મોક્ષધામને અલ્પકાળમાં પામે છે. તેને અમારા નમસ્કાર હો.

PDF/HTML Page 37 of 53
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
– આપને ધન્ય છે.
સમ્યગ્દર્શન સંબંધી નિબંધની એક યોજના અમદાવાદના મુમુક્ષુ
ભાઈશ્રી જેઠાલાલ મોતીચંદ (નિવૃત્ત ડે. કલેકટર) તરફથી આત્મધર્મ
દ્ધારા રજુ કરવામાં આવેલ, તેમાં ૯૬ જેટલા જિજ્ઞાસુ ભાઈ–બહેનોને
તત્ત્વરસપૂર્વક ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે, અને પોતપોતાની ઉત્તમ
વિચારધારાનું દોહન આ નિબંધો દ્ધારા વ્યક્ત કયૂૃં છે. લેખ
મોકલનારાઓમાં નાના બાળકો પણ છે ને મોટા કોલેજિયનો–ડોકટરો–
વકીલો પણ છે. ક્ષત્રિય, પટેલ ને હરિજનોએ પણ હોંશથી ભાગ લીધો
છે. જિજ્ઞાસુઓમાં, અને તેમાં પણ વિશેષપણે યુવાનવર્ગમાં સમ્યક્ત્વ
પ્રત્યેનો જે રંગ જાગ્યો છે તે દેખીને ઘણી પ્રસન્નતા થાય છે. લેખ
મોકલનારા સૌને ધન્યવાદપૂર્વક અહીં તેમનાં નામ રજૂ થાય છે–
(૧૦૦ થી ૯૧ સુધી માર્કવાળા ૮ શ્રેષ્ઠ
નિબંધો)
૧. ધર્મિષ્ઠાબેન ધીરજલાલ જૈન બી. એસસી. મલાડ
૨. શાહ મગનલાલ હીરાચંદ
ચોરીવાડ
૩. અમૃતલાલ જે. શાહ પ્રાતીજ
૪. કોકિલાબેન સોમચંદ જૈન બી.એ. ?
પ. શા. જેઠાલાલ હીરાચંદ ચોરીવાડ
૬. શૈલેષકુમાર અનંતરાય ગાંધી વડોદરા
૭. જયશ્રીબેન દોશી રાજકોટ
૮. કુમુચંદ્ર કે. દોશી અમદાવાદ
(૯૦ થી ૭૦ સુધીના માર્કવાળા ૪૧
નિબંધો)
૧. જયંતિલાલ જેઠાલાલ વાંકાનેર
૨. વીરચંદ કરમચંદ દોશી જુનાગઢ
૩. અજિતકુમાર વી. ખારા કલકત્તા
૪. પ્રવીણચંદ ચંપકલાલ જૈન બોટાદ
પ. વાસંતી ભરતકુમાર જૈન ઘાટકોપર
૬. ભાનુમતીબને વી. પારેખ રાજકોટ
૭. શારદાબેન ગુલાબચંદ જૈન જામનગર
૮. ઈંદુલાલ રતિલાલ સંઘવી મોરબી
૯. હરિભાઈ લખાભાઈ પટેલ ચોરીવાડ
૧૦. ચંદ્રિકાબેન વૃજલાલ જૈન
રાજકોટ
૧૧. કાંતિલાલ હરિલાલ શાહ મુંબઈ
૧૨. યોગેશ દામોદરદાસ જૈન અમદાવાદ
૧૩. ફકીરચંદ અનુપચંદ ભરૂચ
૧૪. શેઠ ચમનલાલ તુલસીદાસ વઢવાણ
૧પ. સમરતબેન ચુનીલાલ
નાકોડા
૧૬. શાંતિલાલ હરજીવન જૈન અમદાવાદ
૧૭. મહેન્દ્રલાલ કનૈયાલાલ જૈન દાહોદ
૧૮. માયાબેન વૃજલાલ જૈન
રાજકોટ

PDF/HTML Page 38 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩૫:
૧૯. જસવંતલાલ જમનાદાસ કામદાર મલાડ
૨૦. જ્યોતિબાળા નિરંજનકુમાર જૈન સુરત
૨૧. તરુણાબેન દામોદરદાસ જૈન અમદાવાદ
૨૨. હરેશ જૈન
તળાજા
૨૩. માલતીબેન હિંમતલાલ જૈન સોનગઢ
૨૪. કોકિલાબેન નાથાલાલ શાહ જલુંદરા–નાના
૨પ. શાહ દયાળચંદ ગુલાબચંદ
થાનગઢ
૨૬. કિરીટ અને મહેન્દ્ર મીઠાલાલ જલુંદરા–નાના
૨૭. વકીલ કેશવલાલ ડી. શાહ
ધ્રાગ્રંધા
૨૮. ચંદુલાલ ગુલાબચંદ શાહ નિકોડા
૨૯. ચીમનલાલ શકરચંદ શાહ અમદાવાદ
૩૦. રવજીભાઈ ગોવિંદભાઈ પટેલ મુંબઈ
૩૧. કાન્તાબેન મગનલાલ જૈન વાંકાનેર
૩૨. અરવિંદ જયંતિલાલ માવાણી ગોંડલ
૩૩. વલ્લભદાસ રવિદાસ ગોંડલિયા રાજકોટ
૩૪. કંચનબેન હિંમતલાલ શેઠ લીંબડી
૩પ. સરોજબેન તલકશી શાહ
બોટાદ
૩૬. મગનલાલ ન્યાયચંદ શાહ વાંકાનેર
૩૭. સભ્ય નં ૮૨૨ (નામ–સરનામું મોકલાવું)
૩૮. મહેતા વસંતલાલ જેઠાલાલ વાંકાનેર
૩૯. શોભનાબેન લાલચંદ મોદી રાજકોટ
૪૦. એક જિજ્ઞાસુ (નામ–સરનામું મોકલવું)
૪૧. વાસંતી ગુણવંતરાય ભાયાણી દાદર
(૭૦ ની અંદરના માર્કવાળા સુંદર ૪૭
નિબંધો)
૧. સુભાષ વૃજલાલ જૈન રાજકોટ
૨. ડો. દેવેન્દ્ર એમ. દોશી
સુરેન્દ્રનગર
૩. એક જિજ્ઞાસુ (નામ–સરનામું મોકલવું.)
૪. કે. આર. કામદાર. બી. એ. (સરનામું મોકલવું)
પ. લીલાબેન છબીલદાસ
રાણપુર
૬. લાભુભાઈ સી. મહેતા વડોદરા
૭. વીરચંદ જેઠાભાઈ માલદે સોનગઢ
૮. દરબાર હરિસીંગ ભાવસીંગ સરવાળ
૯. મંગળદાસ એમ. શાહ એડવોકેટ અમદાવાદ
૧૦. રતિલાલ એસ. કામદાર
જોરાવરનગર
૧૧. શેઠ મોહનલાલ હરખચંદ ધ્રાફા
૧૨. સવિતાબેન કેશવલાલ કોટડિયા હિંમતનગર
૧૩. મીનાક્ષીબેન અનિલકુમાર (સરનામું મોકલવું.)
૧૪. રંજનબેન વાડીલાલ જૈન
વઢવાણ
૧પ. અમરચંદ ન્યાયચંદ જૈન વાંકાનેર
૧૬. રતિલાલ માણેકચંદ શાહ નાડિયાદ
૧૭. સુરેશકુમાર ભૂરાલાલ કામદાર સુરત
૧૮. શાહ રજનીકાન્ત મગનલાલ (સરનામું લખો.)
૧૯. એક જિજ્ઞાસુ (નામ સરનામું મોકલો)
૨૦. બ્ર. ચેતન જૈન
સોનગઢ
૨૧. અમૃતલાલ વલ્લભદાસ શાહ યવતમાલ
૨૨. નવીનચંદ્ર
રાજકોટ
૨૩. કોકિલાબેન ચીમનલાલ જૈન વઢવાણ
૨૪. પટેલ મોહન ભીમજી
કાનાતળાવ
૨પ. નગીનદાસ મોતીચંદ અમરાપુર
૨૬. રેવાબેન તારાચંદ રાજકોટ
૨૭. નીલેશ નટવરલાલ દલાલ મુંબઈ
२८. बाबुलाल जैन ‘जनता’ राधोैगढ
२९. मिसरीलाल बालचंद जैन राधोैगढ
૩૦. શાહ અનિલકુમાર મણીલાલ સાબલી

PDF/HTML Page 39 of 53
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
૩૧. સુશીલાબેન મગનલાલ (સરનામું મોકલવું.)
૩૨. મુકેશચંદ્ર કેશવલાલ જૈન
વઢવાણ
૩૩. પટેલ દેવજી વાલા કાનાતળાવ
૩૪. ચંપાબેન નેમચંદ જૈન સાબલી
૩પ. શાંતિલાલ કે. શાહ કલકત્તા
૩૬. સવિતાબેન ભોગીલાલ જૈન અમદાવાદ
૩૭. ખુમાભાઈ સાંજાભાઈ પટેલ ચોરીવાડ
૩૮. રૂમાલભાઈ લાલજીભાઈ
લીમડી–ડોળી
૩૯. કલ્પાબેન દિનકર પારેખ ઘાટકોપર
૪૦. મહેતા દુર્લભજી કાશીદાસ મોરબી
૪૧. ભદ્રાબેન અને અનિલભાઈ (સરનામું લખો)
૪૨. પ્રતાપરાય વનમાળીદાસ શાહ ઘાટકોપર
४३. चान्दमल किसनलालजी जैन पूना
४४. धोडीराम खुशालचंद जैन घोडीनदी
૪પ. રૂક્ષ્મીણીબેન ગોપાલજી રાજકોટ
૪૬. હુકમચંદ રાજહંસ–ભારતી ધ્રાંગધ્રા
૪૭. સી. એન. દેસાઈ અમદાવાદ
[શ્રેષ્ઠ નિબંધો માટેના ઈનામમાં પ્રથમ ઈનામ રૂા. ૧૦૧) કુમારી ધર્મિષ્ઠાબેન
ધીરજલાલ જૈન B.Sc. મલાડને પ્રાપ્ત થાય છે; ત્યાર પછીના બીજા સાત નિબંધોને
દરેકને પચ્ચીસ રૂપિયાનાં ઈનામો પ્રાપ્ત થાય છે. તદુપરાંત નિબંધ લખનારા બધાયને
સમ્યગ્દર્શન–પુસ્તક પાંચમું છપાશે ત્યારે ભેટ મોકલવામાં આવશે. આ ઈનામો ભાઈશ્રી
જેઠાલાલ મોતીચંદભાઈ અમદાવાદ તથા ભાઈશ્રી ચીમનભાઈ મોદી પાલનપુરવાળા
તરફથી આપવામાં આવ્યા છે. આવેલા લેખોમાંથી ઘણાં લખાણો ‘આત્મધર્મ’માંથી
લેવાયેલા છે, આત્મધર્મ દ્ધારા હજારો મુમુક્ષુઓના હદયમાં સમ્યક્ત્વના મહિમાના કેટલા
ઊંડા સંસ્કારો સીંચાયા છે–તેની આ નિબંધો સાક્ષી પૂરે છે. નિબંધ લખનારી ઉપરાંત
બીજા હજારો જિજ્ઞાસુઓ પણ સમ્યક્ત્વની ભાવના ભાવી રહ્યા છે.... તે પ્રશંસનીય છે.]
ધન્ય છે તેમને....જેઓ જિનમાર્ગ–અનુસાર સમ્યક્ત્વની ચર્ચા પણ કરે છે. બ્ર. હ. જૈન
આત્મધર્મ–પ્રચાર તથા બાલવિભાગ ખાતે આવેલ રકમોની યાદી
પ૧) રમેશકુમાર મનહરલાલ બેંગલોર
૧૦૧) છોટાલાલ ડામરશી શાહ ધ્રાંગધ્રા
૨પ) ખેમરાજ દુલીચંદ જૈન ખૈરાગઢ
૧પ૧) પૂષ્પાબેન અમુલખ મોદી રાજકોટ
પ૧) હરિલાલ રેવાશંકર
કલકત્તા
પ૧) શ્રી ઘુડીબેન જૈન દેશનાક
૫૧) હેમકુંવરબેન નરભેરામ કામાણી જમશેદપુર
૩૧) સુગનચંદજી જૈન
ફૂલેરા
૧૦૧) કસુંબાબેન બાલુભાઈ વોરા કલકત્તા
પ૧) નાગરદાસ રામજીભાઈ
મુંબઈ
પ૧) શાહ નવલચંદ જગજીવન સોનગઢ
૧૦૧) જીવીબેન ચીમનલાલ શાહ મુંબઈ
પ૦) મોદી પુનમચંદ સોજાજી
સાયલા
(ગતાંકમાં આ વિભાગમાં છપાયેલા બાબુલાલ
માણેકલાલ તલાટીને બદલે બાબુલાલ માણેકલાલ
શાહ વાંચવું)

PDF/HTML Page 40 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
વીતરાગ – વિજ્ઞાન – પ્રશ્નોત્તરી (ત્રીજો ભાગ)
છહઢાળાના પ્રવચનોનું ત્રીજું પુસ્તક (વીતરાગવિજ્ઞાન
ભાગ ૩) આવતી સાલના આત્મધર્મના ગ્રાહકોને ભેટ મળવાનું
છે; તેના પરિશિષ્ટમાં જે ટૂંકા પ્રશ્નોત્તર આપેલ છે તેનો થોડોક
ભાગ અહીં આપ્યો છે, તે જિજ્ઞાસુઓને ગમશે.
પ્રશ્ન:– બીજી ઢાળના અંતમાં શું ભલામણ
કરી છે?
ઉત્તર:– હે જીવ! હવે તું આત્મહિતના
પંથમાં લાગ. ’
૧. જીવના હિતનો પંથ શું છે?
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર.
૨. જીવને દુઃખનું કારણ શું છે?
મિથ્યાદર્શન–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્ર.
૩. સુખ કોને કહેવાય?
જેમાં આકુળતા ન હોય તેને.
૪. એવું સુંખ ક્્યાં હોય?
જીવની મોક્ષદશામાં પૂરું સુખ હોય.
પ. સુખી થવા માટે જીવે શું કરવું જોઈએ?
જીવે મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ.
૬. સત્યાર્થરૂપ મોક્ષમાર્ગ ક્્યો છે?
નિશ્ચયમોક્ષમાર્ગ તે જ સત્યાર્થરૂપ છે.
૭. વ્યવહારમોક્ષમાર્ગ કેવો છે?
તે કારણરૂપ એટલે નિમિત્તરૂપ છે,
સત્યાર્થરૂપ નથી.
૮. મોક્ષના સત્યાર્થ માર્ગ કેટલા છે?
સાચો મોક્ષમાર્ગ એક જ છે, બે નથી.
૯. નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચા
મોક્ષમાર્ગ માને તો?
–તો પં. ટોડરમલજીએ તેનેમિથ્યાબુદ્ધિ
કહેલ છે.
૧૦. જૈનસિદ્ધાંતનું ખરૂં રહસ્ય કઈ રીતે
સમજાય?
નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય
તેને તો સત્યાર્થ એમ જ માની તેની
શ્રદ્ધા કરવી; અને વ્યવહારનય વડે
જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ
માની (ખરેખર એમ નથી એમ
સમજી) તેની શ્રદ્ધા છોડવી. આ રીતે
જૈનસિદ્ધાતનું