Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૫
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
મહા........નિર્વાણનું અઢીહજારમું મંગલ વર્ષ




૫ધારો વીરપ્રભુ! પધારો જિનવાણીમાતા!
પધારો કુંદકુંદપ્રભુ! જગતના સર્વોત્કૃષ્ટ રત્ન એવા
આપ ત્રણેના પધારવાથી અમારું જ્ઞાનમંદિર તેમજ
પરમાગમમંદિર બંને અતિશયપણે શોભી ઊઠયા છે.
આપનું ચિંતન કરતાં શાંતરસના શીતળફૂવારાથી
ચૈતન્યબગીચો ખીલી રહ્યો છે. અહો, આવો
વીતરાગી ત્રિવેણીસંગમ કહાનગુરુના પ્રતાપે પ્રાપ્ત
થયો છે, તે ભવ્યજીવોને મુક્તિમાર્ગ બતાવે
છે.....આવો રે આવો! અહીં મુક્તિમારગ ખૂલ્લા છે!
તંત્રી: પુરુષોતમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ ફાગણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૧: અંક નં. ૫

PDF/HTML Page 3 of 53
single page version

background image
ઈષ્ટ – સિદ્ધિના પંથે –
જેનાથી ઈષ્ટની સિદ્ધિ થાય એવો ‘ઈષ્ટઉપદેશ’ આપીને
ભગવાન વીરનાથે આપણને ઈષ્ટસિદ્ધિનો પંથ બતાવ્યો છે. આ
પંથતો જગતના બધા જીવોને માટે છે, પણ બધા જીવો આ પંથમાં
નથી આવતા...નીકટમુક્તિગામી કોઈક વિરલા જીવો જ આ પાવન
પંથમાં આવે છે...ને આ પંથમાં આવે છે તે જીવ પરમઈષ્ટ એવી
ચૈતન્યશાંતિને પામીને ન્યાલ થઈ જાય છે.
અહા, માર્ગ આજે કહાનગુરુના પ્રતાપે આપગને પ્રાપ્ત થયો
છે....કહાનગુરુએ આપણને આ ઈષ્ટમાર્ગમાં લીધા છે. જીવને
આવા ઈષ્ટમાર્ગની પ્રાપ્તિ એ જ કલ્યાણનો સૌથી મોટો ઉત્સવ છે.
તીર્થંકરોના પંચકલ્યાણક હો કે તીર્થંકરોનો ઉપદેશ હો, –તે પણ
આવા આત્મકલ્યાણ અર્થે જ ઉપકારી છે.
સાધર્મી બંધુઓ, કલ્યાણના આવા મહાન અવસરને
પામીને, હવે એકક્ષણ પણ ગુમાવ્યા વગર ઈષ્ટસિદ્ધિના પંથે પગલા
માંડવાનું શરૂ કરી દેવું–તે મુમુક્ષુનું કામ છે. ઘણું જીવન વીત્યું...ઘણાં
વરસ વીત્યા...ઘણાં ભવ વીતી ગયા...ગઈ સો ગઈ...પણ હવે
સુખનો ખજાનો ને શાંતિનો સમુદ્ર હાથમાં આવ્યા પછી દુઃખમાં ને
અશાંતિમાં એકક્ષણ પણ કોણ રહે? અહા! દેખો તો સહી,
ચૈતન્યત્ત્વની મધુરતા કેવી અદ્ભુત છે! કેવું નિસ્પૃહ, શાંતને
એકત્વથી તે શોભી રહ્યું છે! દૂર નથી, ઢાંકેલું નથી...પોતે જ
પોતાનો સાક્ષાત્કાર કરનારું સત્ સ્વધમાન તત્ત્વ છે. તે સત્માં
સર્વસ્વ છે. સ્વાનુભવમાં તેની સિદ્ધિ છે. સ્વાનુભૂતિરૂપ જૈનશાસન
જયવંત છે.
તે શાસનના પ્રણેતા તીર્થંકરભગવંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 4 of 53
single page version

background image
શ્રી પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ – વિશેષાંક
વાર્ષિક વીર સં. ૨૫૦૦
લવાજમ ફાગણ
ચાર રૂપિયા MAR.1974
અહો, વીતરાગી દેશ–શાસ્ત્ર–ગુરુના મંગલમય
સન્દેશને જગતમાં ફેલાવનાર, રત્નત્રય જેવા ત્રણ
શિખરોથી શોભતું આ પરમાગમ–મંદિર આજે ખુલ્લું થયું છે.
ભવ્યજીવો! આવો....આવો! આનંદથી આવો.... ને
પરમાગમમાં ભરેલો વીતરાગી શાંત ચૈતન્યરસ પીઓ....
ખૂબ ખૂબ પીઓ.
ગુરુદેવ કહે છે કે અહો! ‘વિમલાચલ’ ઉપરથી
વીરનાથ ભગવાને જે વિમલ સન્દેશો આપ્યો તે જ સન્દેશ
કુન્દકુન્દાચાર્યદેવે પરમાગમદ્વારા જગતને આપ્યો છે. અહો,
આત્માનો આનંદ જેનાથી પમાય એવો વીરનાથનો માર્ગ
જયવંત છે.
જ્યાં વીરપ્રભુનાં વહેણ છે, કુંદકુંદપ્રભુનાં કહેણ છે;
મીઠાં અમૃત વેણ છે, શ્રી જિનાગમ જયવંત છે.

PDF/HTML Page 5 of 53
single page version

background image
:૨: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ધર્મવૃદ્ધિકર વર્દ્ધમાનદેવ
.
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી વર્દ્ધમાને
જેમના નિર્વાણ–મહોત્સવનું રપ૦૦ મું વર્ષ ચાલી રહ્યું
છે એવા શ્રી મહાવીર ભગવાન (ઊંચાઈ ૬૩ ઈંચ) સોનગઢ
પરમાગમમંદિરમાં બિરાજી રહ્યા છે, ને પ્રભુનાં પંચકલ્યાણકનો
મંગલ–ઉત્સવ આનંદથી પૂર્ણ થયો છે.
नमः श्री वर्द्धमानय निर्द्धूत कलिलात्मने।
सालोकानां त्रिलोकानां यत्विद्यादर्पणायते।।
આ સ્તુતિમાં શ્રી સમન્તભદ્રસ્વામી કહે છે કે જેમણે
આત્માના કલંકને ધોઈ નાખ્યા છે અને જેમની
કેવળજ્ઞાનવિદ્યામાં ત્રણેલોક તેમજ અલોક દર્પણવત્ પ્રતિભાસે
છે, એવા શ્રી વર્દ્ધમાનસ્વામીને નમસ્કાર હો.
હે ભગવાન! સમ્યગ્દ્રષ્ટિ જ આપને સાચા સ્વરૂપે
ઓળખીને પૂજે છે. મિથ્યાદ્રષ્ટિ આપને ઓળખતો નથી.
ઓળખવા જાય તો મિથ્યાત્વ રહેતું નથી; એક જ ચિત્તમાં
આપને અને મિથ્યાત્વને સાથે રહેવામાં વિરોધ છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩:
પરમાગમના પ્રણેતા પ્રભુ! પધારો. પધારો!
અહો, શુદ્ધોપયોગી સંત પ્રભુ કુંદકુંદસ્વામી!
જેમ પ્રવચનસાર–પરમાગમમાં, મોક્ષલક્ષ્મીના
સ્વયંવર–મંડપમાં શુદ્ધોપયોગના બળે પંચપરમેષ્ઠી
ભગવંતોનો સાક્ષાત્કાર કરીને આપે તેમને અદ્વૈત નમસ્કાર
કર્યાં છે ને એ રીતે અપૂર્વ મંગલાચરણ કર્યું છે, તેમ–
–આ પરમાગમમંદિરના મંગલ મહોત્સવમાં આપ
સાક્ષાત્ પધાર્યા છો, ને પરમાગમમંદિરમાં બિરાજ્યાં છો;
પ્રભો! આપશ્રીએ આપેલી શુદ્ધાત્મપ્રસાદી વડે આપનો
સાક્ષાત્કાર કરીને કહાનગુરુ અને અમે સૌ ભક્તજનો
આપનું મંગલ સ્વાગત કરીએ છીએ....
“પધારો.... જિનરાજ.... પધારો ”
આપના શાસનની કહાનગુરુદ્વારા મહાન પ્રભાવના થઈ રહી છે.

PDF/HTML Page 7 of 53
single page version

background image
:૪: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
મહાવીર ભગવાનના રપ૦૦ મા નિર્વાણમહોત્સવના વર્ષમાં તૈયાર થયેલ
સોનગઢનું પરમાગમ – મંદિર
“મગલ – ઉત્સવ અજ જ શરૂ કર”
ભારતમાં અજોડ એવું ભવ્ય પરમાગમ મંદિર સોનગઢ માં
બંધાયું છે; તેનો મંગલ ઉત્સવ આનંદથી ઉજવાઈ ગયો છે. આ
મંદિરમાં કોણ બિરાજે છે?
અઢીહજાર વર્ષ પહેલાંં જેમના શ્રીમુખથી વીતરાગી
પરમાગમ ઝર્યા એવા મહાવીરભગવાન આ પરમાગમમંદિરમાં
બિરાજે છે. અહા! કેવી અદ્ભુત શાંત ગંભીર એમની મુદ્રા છે?
આનંદમય આત્માની ઝલક ત્યાં દેખાય છે.
શ્રી જિનવાણી સાક્ષાત્ ઝીલીને, અને તેને સમયસારાદિ
પરમાગમમાં ગૂંથીને તેના દ્વારા જેમણે ભવ્યજીવોને પરમ આનંદની
ભેટ આપી છે, એવા કુંદકુંદાચાર્ય ભગવાન પરમાગમ મંદિરમાં
બિરાજે છે: સાથે અમૃતચંદ્રાચાર્ય અને પદ્મપ્રભમુનિરાજ પણ
બિરાજે છે.

PDF/HTML Page 8 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૫:
જૈનશાસનના અમૂલ્ય ઘરેણાં જેવા સમયસારાદિ પંચ
પરમાગમ આરસના સિંહાસનમાં બિરાજે છે.
કુંદકુંદસ્વામીના પવિત્ર ચરણચિહ્ન બિરાજમાન છે.
આરસની સુંદર ૪પ૦ શિલાઓમાં યુરોપના મશીનથી કોતરેલા
પાંચ પરમાગમ વીતરાગીઝલક વડે પરમાગમમંદિરને શોભાવી
રહ્યા છે ને જગતને વીતરાગમાર્ગનો સંદેશ આપી રહ્યા છે.
અનેક ગાથાઓ સુવર્ણ–અંકિત છે.
તીર્થંકરોના પૂર્વભવોના તેમજ અનેક વીતરાગી સંતોના
વૈરાગ્યરસભરેલા પચાસ ઉપરાંત ચિત્રો આત્મિક આરાધનાની
પ્રેરણા આપી રહ્યા છે.
ચારે બાજુ આરસની સુંદર બાંધણીવાળું મંદિર, સોનેરી
શિખરો ઉપર જૈનધર્મનો વિજયધ્વજ ફરકાવી રહ્યું છે. કુલ
૧૯ કળશ છે.
જૈનધર્મના દેવ–ગુરુ–શાસ્ત્રનો આવો ત્રિવેણીસંગમ જોઈને
મુમુક્ષુ આત્માને પ્રસન્નતા થાય છે ને રત્નત્રયમાર્ગમાં ઉત્સાહ
જાગે છે. પૂ. શ્રી કાનજીસ્વામીના શ્રીમુખથી રત્નત્રયમાર્ગનું
સ્વરૂપ સાંભળતાં મુમુક્ષુજીવો આનંદથી ચૈતન્યની આરાધના
કરે છે.
શ્રીગુરુમુખથી પરમાગમનો વીતરાગી સંદેશ સાંભળવા આપ
પણ સોનગઢ આવો, ને જીવનમાં અમૂલ્ય લાભ લ્યો.
બંધુઓ, સર્વે સતોએ કહેલી વાત, જે વારંવાર ગુરુદેવ પણ કહી
રહ્યા છે, તે મહત્ત્વની વાતને બરાબર ધ્યાનમાં રાખજો કે
વીતરાગભાવે શુદ્ધાત્મતત્ત્વની ઉપાસના કરવી તે સર્વે
જિનાગમનો સાર છે.... તે જ સાચો ધાર્મિકઉત્સવ છે.... તે જ
દેવ–ગુરુની આજ્ઞા છે ને તે જ મુમુક્ષુનું જીવન છે. આત્મામાં
આવી આરાધનાનો મંગલ–મહોત્સવ ‘આજે જ’ શરૂ કરો.
“આરાધના એ જ મોક્ષનો મહોત્સવ છે.”

PDF/HTML Page 9 of 53
single page version

background image
:૬: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
“મંગલ આત્મા ગુરુદેવ”
અહો ગુરુદેવ! વીરનાથપ્રભુનાં માર્ગમાં કુંદકુંદપ્રભુના
શાસનની અજોડ પ્રભાવના કરીને આપ અમારા ઉપર જે
મહાન ઉપકાર કરી રહ્યા છો, તે દેખીને વિદેહના સમવસરણની
વાતું યાદ આવે છે. આપશ્રી જેવા ‘મંગલ’ આત્માના સેવનથી
અમને પણ મંગલની પ્રાપ્તિ થઈ છે.
અહો, મહાવીર ભગવાનના મોક્ષગમનના આ
અઢીહજારમા વર્ષમાં તેમના મંગલ પંચકલ્યાણક ઉજવવાનું
સૌભાગ્ય આપના પ્રતાપે અમને પ્રાપ્ત થયું છે. પ્રભુનો માર્ગ
આપે અમને આપ્યો છે, ને જિનવાણી નું અમૃત આપ અમને
દરરોજ પીવડાવી રહ્યા છો. અત્યારે આપની છાયામાં
‘સ્થાપના–નિક્ષેપે’ પંચકલ્યાણક નજરે જોઈએ છીએ; થોડા
વખત પછી આપની છાયામાં ‘ભાવનિક્ષેપે’ પંચકલ્યાણક નજરે
જોઈશું. અહા, ધન્ય હશે એ અવસર!
આત્મહિતકારી પંચકલ્યાણક જયવંત વર્તો.

PDF/HTML Page 10 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૭:
૧ કુમારિકા બહેનોએ લીધેલી બ્રહ્મચર્યની દીક્ષા
ફાગણ સુદ ૧૩ નાં રોજ સોનગઢમાં પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
સમક્ષ નીચેના કુમારિકા બહેનોએ આત્મહિત ના લક્ષે
આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે: –
૧. ઉષાબેન (વૃજલાલ જીવણલાલ શેઠની સુપુત્રી S.S.C. ઉ. વ. ૩૦) અમદાવાદ
ર. મધુબેન (મનસુખલાલ છોટાલાલની સુપુત્રી B. A. ઉ. વ. ૩૦) મુંબઈ
૩. સુમિત્રાબેન (ભાઈલાલ ઘેલાભાઈની સુપુત્રી S.S.C. ઉ. વ. ૩૦) મદ્રાસ
૪. જિનમતીબેન (છોટાલાલ રાયચંદની સુપુત્રી B. A. ઉ. વ. ર૮) ચુડા
પ. ગુણવંતીબેન (પાનાચંદ ગોવિંદજીની સુપુત્રી S.S.C. ઉ. વ. ર૭) અડતાલા
૬. લતાબેન (પોપટલાલ છગનલાલની સુપુત્રી S.S.C. ઉ. વ. ર૭) લીંબડી
૭. નીલાબેન (ત્રંબકલાલ હિંમતલાલની સુપુત્રી S.S.C. ઉ. વ. ર૭) સુરેન્દ્રનગર
૮. વિમલાબેન (રીખવદાસ કપુરચંદની સુપુત્રી S.S.C. ઉ. વ. ર૬) મુંબઈ
૯. સુલોચનાબેન (શાંતિલાલ ગીરધરલાલની સુપુત્રી S.S.C. ઉ. વ. રપ) સોનગઢ
૧૦. માલતીબેન (હિંમતલાલ હરગોવિંદદાસની સુપુત્રી B.A. ઉ. વ. ર૪) ભાવનગર
૧૧. પુષ્પલતાબેન (ફૂલચંદજી ઝાંઝરીની સુપુત્રી B. A. ઉ. વ. ર૧) ઉજજૈન
– આ બધા સુશિક્ષિત બહેનો જૈનધર્મનાં ઉત્તમ સંસ્કાર ધરાવે છે;
અનેક વર્ષોથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે; ગુરુદેવના પ્રવચનમાં
અધ્યાત્મરસની જે શાંતધારા વહે છે–તેની મીઠાસ પાસે સંસારના
વિષયો અત્યંત નીરસ છે–એમ સમજીને, ચૈતન્યરસની સાધના માટે
જીવન વીતાવવાની ભાવના તેઓને જાગી છે; પવિત્રાત્મા

PDF/HTML Page 11 of 53
single page version

background image
:૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
પૂ. બેનશ્રી–બેનની મંગલછાયામાં અનેક વર્ષોથી રહીને આત્મહિતની
પ્રેરણાઓ મેળવી છે; અને વૈરાગ્યપૂર્વક, જીવનમાં નિવૃત્તિથી આત્મહિત
સાધીએ–એવી ભાવનાથી તે બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
મુમુક્ષુના જીવનનું જે સત્ય ધ્યેય છે તે ધ્યેયના માર્ગે આગળ વધીને
અમારી આ બ્ર. બહેનો પોતાનું આત્મહિત શીઘ્ર સાધો–એવી શુભેચ્છા
સાથે તે બહેનોને ધન્યવાદ!
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરાવતાં ગુરુદેવે કહ્યું કે આજે આ ૧૧
બહેનો બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લ્યે છે. પ૧ બહેનો પહેલાંંનાં છે ને ૧૧ બહેનો
આજે થાય છે;–કુલ ૬ર બ્ર. બહેનો થયાં છે. આ બધો પ્રતાપ ચંપાબેનનો
છે–એમ કહીને પૂ. બેનશ્રી ચંપાબેનની અંતરંગ આત્મદશાનો મહિમા
પ્રસિદ્ધ કર્યો હતો;–જે સાંભળતાં સર્વે સભાજનોને ઘણી પ્રસન્નતા થઈ
હતી વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે સમાજવતી બ્ર. બહેનોને
અભિનંદન આપ્યા હતાં. બહેનો! આપણું ધ્યેય ઘણું મહાન છે.... પ્રભુ
શ્રી વીરનાથના વીતરાગ માર્ગે આપણે જવાનું છે.... એટલે રાગ–દ્વેષના
કોઈ પ્રસંગમાં ક્્યાંય અટક્યા વગર, સંતોએ આપણને જે પવિત્ર
ચૈતન્યતત્ત્વ બતાવ્યું છે તે પરમબ્રહ્મ ચૈતન્યતત્ત્વના ધ્યેયે આનંદમય
આત્મજીવન પ્રાપ્ત કરજો.
–બ્ર. હરિલાલ જૈન
(૧૧ બ્ર. બહેનોનો ફોટો આ છપાતાં સુધીમાં મળી શક્્યો નથી;
મળશે એટલે આત્મધર્મમાં છાપીશું)
દિવ્યધ્વનિના વાજાં વડે મોક્ષપુરીના મંગલ દરવાજા
ખોલનાર, ને ભવ્ય જીવોનાં અંતરમાં
ભાવશ્રુતના દીવડા પ્રગટાવનાર
ત્રિકાલવર્તી તીર્થંકર ભગવંતો!
અમ આંગણે
પધારો.... પધારો.... પધારો.

PDF/HTML Page 12 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૯:
પરમાગમાં શ્રીમહાવીરપ્રભુએ આપેલ ઈષ્ટઉપદેશ
દેવગુરુધર્મની છાયામાં આનંદથી ઉજવાયેલો શાંતિનો મહાન ઉત્સવ.
મોક્ષનો મંગલ માર્ગ બધાં જીવોને માટે ખુલ્લો છે.
(ફાગણ સુદ ૩ નું મંગલપ્રવચન)
પચીસ હજાર જેટલા શ્રોતાજનોની સભાને
ચૈતન્યરસના ઝુલે ગુરુદેવ ઝુલાવી રહ્યા છે; શ્રોતાજનો
સ્તબ્ધ થઈને ગુરુમુખે ઝરતો જિનવાણીનો રસ પી રહ્યા છે.
વાહ! કેવો મધુર ચૈતન્યરસ ભર્યો છે આ જિનવાણીમાં!
આવા જિનવાણી માતાજી આજે પરમાગમ મંદિરમાં પધાર્યા
છે, ને ભક્તોના હૈયા હર્ષવિભોર બની રહ્યા છે. ગુરુદેવના
પ્રવચનનો ઉમળકો આજ કોઈ અનેરા ભાવથી ઉલ્લસી રહ્યો
છે. ગુરુદેવ કહે છે કે: ભગવાન મહાવીરનાં ઉપદેશમાં આ
આવ્યું હતું, ને સીમંધર પરમાત્મા પણ આવો જ ઉપદેશ
અત્યારે દઈ રહ્યા છે કે આત્માના ઉપયોગમાં જ્ઞાનક્રિયા તે
અહિંસા છે, ને રાગક્રિયા તે હિંસા છે. –આવો ઉપદેશ તે જ
વીતરાગતાનો ઉપદેશ છે, ને વીતરાગતાનો ઉપદેશ તે જ ઈષ્ટ
ઉપદેશ છે.
અહો, જગતને ચૈતન્યહિતનો પરમ ઈષ્ટ સન્દેશ દેનારા એવા
જિનેન્દ્રભગવંતોનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સ્વ આનંદ–ઉલ્લાસથી આપણે સૌએ
ઉજવ્યો. પ્રભુના પંચકલ્યાણકનો મહોત્સવ એટલે સર્વે જીવોને માટે શાંતિનો મહોત્સવ.
શાંતિનો આ મહોત્સવ ખરેખર અનેરી શાંતિપૂર્વક ઉજવાયો. જગત જ્યારે ભડકે બળતું
હતું ત્યારે વીતરાગ દેવની છાયામાં આવેલા ભવ્યજીવો સુવર્ણપુરીમાં અનેરી ઠંડક
અનુભવતા હતાં.
આપણા જિનેન્દ્રભગવંતો તો ચૈતન્યની અતીન્દ્રિયની શાંતિરૂપે પરિણમેલા છે.
જેમ ઠંડકના પિંડરૂપ બરફની નજીક પણ ઠંડક લાગે છે તેમ અતીન્દ્રિય શાંતિના પિંડલા

PDF/HTML Page 13 of 53
single page version

background image
:૧૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
એવા દેવ–ગુરુની નીકટતામાં આપણે પણ એવી ઠંડક અનુભવીએ છીએ. અહો,
મહાન ભાગ્ય છે આપણા કે જગતમાં શ્રેષ્ઠ એવા જિન ભગવાન આપણને મળ્‌યા, ને એ
ભગવાનનો માર્ગ શ્રી ગુરુદેવે આપણા માટે ખુલ્લો કર્યો. આવો રે આવો. ! જગતના
બધા જીવોને માટે આ મંગલમાર્ગ ખુલ્લો છે.
આજે ભગવાનની પ્રતિષ્ઠાનો, ને પરમાગમની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ છે;
જેનાથી જન્મ–મરણનો અંત આવે એવી વાત પરમાગમોમાં કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ
કરી છે.
ભગવાને અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો છે, પણ તેનું
સાચું સ્વરૂપ શું છે? તે અહીં આ જ્ઞાનક્રિયામાં આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવ્યું છે.
ભગવાને વિપુલાચલ પર્વત ઉપર રાજીગૃહી નગરીમાં દિવ્ય–ધ્વનિમાં જે ઉપદેશ
આપ્યો ને ગૌતમ ગણધરે તે ઝીલીને બાર અંગમાં સૂત્રરૂપે ગૂંથ્યો, તેના ‘જ્ઞાનપ્રવાદ’
માંથી આવેલો જ્ઞાનપ્રવાહ કુંદકુંદાચાર્યદેવે આ સમયસાર વગેરે પરમાગમોમાં સંઘર્યો છે.
તેમાં વીતરાગી સંતોએ વીતરાગતાનો ઉપદેશ આપ્યો છે. ચૈતન્યનો આનંદ જગતના
જીવો કેમ પામે, સર્વે જીવો આત્માના આનંદના રસિક થાય ને ધર્મ પામે–એવી ભાવના
તીર્થંકરોએ પૂર્વભવમાં ભાવી હતી, તેનાં ફળમાં જે દિવ્યવાણી નીકળી તે પણ જગતનાં
જીવોને આત્માના આનંદનું નિમિત્ત છે. મહાવીર ભગવાને અર્થરૂપે જે ઉપદેશ દિવ્ય–
ધ્વનિમાં દીધો, તે જ ઉપદેશ વીતરાગી સંતોએ સૂત્રરૂપે ગૂંથ્યો છે, તે સૂત્રોની સ્થાપનાનો
આ મહોત્સવ છે.
તે પરમાગમ સૂત્રોમાં ભગવાને શું કહ્યું છે? ભગવાને એમ કહ્યું છે કે આત્મા
ઉપયોગસ્વરૂપ છે; ઉપયોગને અને ક્રોધને ભિન્નતા છે: ઉપયોગની ક્રિયામાં રાગ નથી.
રાગ વગરની જે શુદ્ધોપયોગ દશા તે જ ભગવાને કહેલો પરમ અહિંસા ધર્મ છે. અને
રાગાદિભાવોની ઉત્પત્તિ તે હિંસા છે.
શુદ્ધોપયોગરૂપ જે પરમ અહિંસા છે તે વીતરાગભાવ છે, તેથી તેમાં
અપરિગ્રહપણું છે. આવી વીતરાગ શુદ્ધોપયોગદશા તે જ જીવનું જીવન છે, –આવું જીવન
ભગવાન જીવે છે, અને બીજાને પણ એવું જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે.
શુદ્ધોપયોગમાં ચૈતન્યના આનંદ–શાંતિ–શ્રદ્ધા વગેરે અનંત ગુણોનું વેદન એક સાથે છે.
તેમાં રાગનો અભાવ છે, તે જ અનેકાન્ત ધર્મ છે.
શ્રી શાંતિપ્રસાદજી શાહ પૂછે છે કે પહેલાંં શું કરવું તે વાત કહો. આત્માનો

PDF/HTML Page 14 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૧૧:
અનુભવ કેમ થાય? તે સમઝના ચાહતે હૈં!
ગુરુદેવ તેના ઉત્તરમાં કહે છે કે આત્મા ઉપયોગસ્વરૂપ છે, તેના ઉપયોગને
ક્રોધાદિથી ભિન્નતા છે–આવી ઓળખાણ અને ભેદજ્ઞાન કરવું તે જ પહેલાંં કરવાનું છે.
તેમાં જ અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહ સમાય છે. આ જ જન્મ–મરણ મટાડવાનું
મહાન ઔષધ છે.
આત્મભ્રાંતિ સમ રોગ નહિ....
સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ,
ઔષધ વિચાર ધ્યાન.
ભાઈ, આ વાત સમજ્યાં વગર સંસારનાં જન્મ–મરણનાં દુઃખ મટે તેમ નથી.
અઘરૂં લાગે કે સહેલું લાગે–પણ આ સમજયે છૂટકો છે, આનંદસ્વરૂપ આત્માની વાત
દુર્લભ છે, પણ અશક્્ય નથી. સંતોએ જે રીતે સમજાવ્યું છે તે રીતે સમજે તો તે સુલભ
છે. ભેદજ્ઞાનની અપૂર્વ વાત આચાર્યદેવે આ સંવર–અધિકારમાં સમજાવી છે.
ઉપયોગમાં ઉપયોગ છે, એટલે કે જ્ઞાનપરિણતિરૂપ જે ઉપયોગ તે આત્માનું
સ્વરૂપ છે, ક્રોધાદિમાં ઉપયોગ નથી, એટલે તે ક્રોધાદિ આત્માનું સ્વરૂપ નથી.
બંનેની જાત સર્વથા જુદી છે. બંનેના વેદનનો સ્વાદ તદ્ન જુદો છે,–ઉપયોગનાં
સ્વાદમાં શાંતિ છે, ને રાગાદિના સ્વાદમાં અશાંતિ છે.–આવું ભેદજ્ઞાન કરીને તેના
સંસ્કાર એવા દ્રઢ પાડવા જોઈએ કે સ્વપ્નમાં પણ તેના ભણકાર આવે કે હું
જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છું.
પચીસ હજાર જેટલા શ્રોતાજનોની સભાને ચૈતન્યરસના ઝુલે ગુરુદેવ ઝુલાવી
રહ્યાં છે; શ્રોતાજનો સ્તબ્ધ થઈને ગુરુમુખે ઝરતો જિનવાણીનો રસ પી રહ્યા છે. વાહ!
કેવો મધુર ચૈતન્યરસ ભર્યો છે આ જિનવાણીમાં! આવા જિનવાણી માતાજી આજે
પરમાગમ મંદિરમાં પધાર્યા છે, ને ભક્તોના હૈયા હર્ષવિભોર બની રહ્યાં છે. ગુરુદેવના
પ્રવચનનો ઉમળકો આજ કોઈ અનેરા ભાવથી ઉલ્લસી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે:
ભગવાન મહાવીરના ઉપદેશમાં આ આવ્યું હતું, ને સીમંધર પરમાત્મા પણ આવો જ
ઉપદેશ અત્યારે દઈ રહ્યાં છે કે આત્માના ઉપયોગમાં જ્ઞાનક્રિયા તે અહિંસા છે, ને
રાગક્રિયા તે હિંસા છે, –આવો ઉપદેશ તે જ વીતરાગતાનો ઉપદેશ છે. ને વીતરાગતાનો
ઉપદેશ તે જ ઈષ્ટઉપદેશ છે.
‘રાગ આગ દહે સદા તાતેં સમામૃત સેવિયે’ ભેદજ્ઞાન તે સમામૃત છે, રાગ–

PDF/HTML Page 15 of 53
single page version

background image
:૧૨: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
અશુભ હો કે શુભ, તેમાં સમામૃત નથી, ચૈતન્યની શાંતિ તેમાં નથી. ચૈતન્યની શાંતિ તો
ઉપયોગસ્વરૂપ આત્માના વેદનમાં જ છે. આવી જ્ઞાનક્રિયા તે અલૌકિક ક્રિયા છે; અહો,
આવી જ્ઞાનક્રિયા બતાવનારા પાંચ પરમાગમોની આજે મંદિરમાં પ્રતિષ્ઠા થાય છે; ને
તેમાં કહેલું ભેદજ્ઞાન કરવું તે આત્મામાં ભાવશ્રુતની પ્રતિષ્ઠા છે. જેણે આવી ભાવશ્રુતની
પ્રતિષ્ઠા કરી તેણે કેવળજ્ઞાનને આત્મામાં બોલાવી લીધું. ભાવશ્રુત થયું ત્યાં હવે
અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ્યે જ છૂટકો.
અહો, જાણે કેવળજ્ઞાનની આ વાતને દેવો વધાવતા હોય એમ એકાએક
આકાશમાં જોરદાર ધમધમાટ થવા લાગ્યો, ચારેકોર આનંદ ફેલાઈ ગયો.... શેનો છે આ
અવાજ! અરે, એ તો આ મંગલપ્રસંગે સુવર્ણધામમાં પુષ્પવૃષ્ટિ કરવા હેલિકોપ્ટર–
વિમાન આવી પહોંચ્યું હતું. પણ આ શાંત ચૈતન્યરસની ધોધમાર વર્ષા વચ્ચે એ
ધમધમાટવાળા વિમાન સામે જોવાની કોને ફૂરસદ હતી?
ચૈતન્યની સ્વભાવક્રિયા તો ઉપયોગરૂપ છે, તેમાં રાગનો કોઈ અંશ સમાય નહિ.
જેને ઉપયોગસ્વરૂપ આત્માની રુચિ હોય તેને રાગની રુચિ રહે નહિ. અને તેને જ સાચો
વીતરાગી અહિંસા ધર્મ હોય છે. સાધકનાં ભાવમાં જ્ઞાનધારા જુદી છે ને રાગધારા જુદી
છે, જ્ઞાનધારા તો આનંદરૂપ છે, રાગધારા દુઃખરૂપ છે; આનંદરૂપ જ્ઞાનધારા તે જ
અહિંસા ધર્મ છે, તે અનેકાન્ત છે ને તે જ રાગરહિત અપરિગ્રહપણું છે; જે દુઃખરૂપ
રાગધારા છે તે અહિંસા નથી, જેટલો રાગ છે તેટલી ચૈતન્યપ્રાણની હિંસા છે, તેટલો
પરિગ્રહ છે. અહો, આવું ભેદજ્ઞાન કરે તો જ સારભૂત આત્મા પ્રાપ્ત થાય. અરે, જેમાંથી
સારભૂત આત્મા ન નીકળે, તેનાથી સ્વર્ગ મળે તો પણ આત્માને શું લાભ? આજે
સમજો કે કાલે સમજો–પણ આત્માનું આ સ્વરૂપ સમજયે જ ભવનો અંત આવે તેમ છે.
ભગવાન મહાવીરે વિમલાચલ ઉપર આપેલો આ વિમલ ઉપદેશ છે; જે પરની ઉપેક્ષા
કરાવીને સ્વમાં સન્મુખતા કરાવે છે; નિશ્ચયનો આશ્રય કરાવીને વ્યવહારનો આશ્રય
છોડાવે છે.
અહો, આવું ભેદવિજ્ઞાન બતાવનારા પરમાગમો આપીને કુંદકકુંદાચાર્યદેવે ભરત
ક્ષેત્રના જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે; ને આજે ગુરુકહાન તે પરમાગમોનું રહસ્ય
સમજાવીને આપણા ઉપર મહાન ઉપકાર કરી રહ્યાં છે.
જય મહાવીર

PDF/HTML Page 16 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૧૩:
• શ્રી જિનવાણી – સમાચાર •
અહો, સમયસાર! તમે તો સાધક જીવના હૃદયના
પ્રાણ છો, અને આત્માને દેખવા માટેની આંખ છો.
૧૭ મી વખત સમયસારની સમાપ્તિ
ફાગણ સુદ તેરસના રોજ સોનગઢમાં પરમાગમ–મંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા
મહોત્સવ આનંદથી પુર્ણ થયો; બીજે દિવસે ફાગણ સુદ ૧૪ નાં રોજ પરમાગમભક્તિના
આનંદમય વાતાવરણ વચ્ચે, પ્રવચનમાં સમયસાર–પરમાગમનું ૧૭ મી વખતનું વાંચન
પૂરું થયું.... ગુરુગમે આ સમયસારના અભ્યાસનું ફળ આત્માના પરમઆનંદનો
અનુભવ છે એવા આશીર્વાદપૂર્વક સમયસાર સમાપ્ત કર્યું–
આ સમયપ્રાભૃત પઠન કરીને અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે સૌખ્ય ઉત્તમ તે થશે.
અહો, પરમાગમના અભ્યાસનું કેવું ઉત્તમ ફળ આચાર્યદેવે બતાવ્યું છે! અનેક
ભવ્ય જીવો એવા ઉત્તમ ફળને પામ્યા છે, પામે છે ને પામશે. આવા પરમાગમ–
જિનાગમ જગતમાં જયવંત વર્તો.... “ધન્ય દિવ્યવાણી “કારને રે.... જેણે પ્રગટ કર્યો
આત્મદેવ.... જિનવાણી જયવંત ત્રણલોકમાં રે....”
પરમાગમ–મંદિરનો પ્રતિષ્ઠા–મહોત્સવ ૧૭આની ઉલ્લાસથી પૂરો થયો ને તેની
સાથે જ સમયસાર–પરમાગમ ઉપર ૧૭ મી વખત પ્રવચનો પણ પૂરા થયા.... અહો,
‘સમયસાર!’ તમે તો સાધક જીવના હૃદયનાં પ્રાણ છો. આત્માને દેખવા માટેની તમે
આંખ છો.... તમારા ભાવનું ભાસન થતાં અમને તો કુંદકુંદસ્વામીનો ને સીમંધરાદિ
જિનેશ્વરોનો જ સાક્ષાત્ ભેટો થયો છે. આ પંચકાળમાં તમે જિનશાસનનો ભંડાર છો....
ભવ્યજીવોને ઉત્તમ આત્મમુખના દાતાર સમયસાર જયવંત વર્તો.
સમયસાર પૂરુ થતાં, બીજે દિવસે (ફાગણ સુદ ૧પ થી) ‘કળશ–ટીકા’ ઉપર
પ્રવચનો શરૂ થયા. કળશ–ટીકા એ પણ ‘સમયસાર’ નું જ દોહન છે. અધ્યાત્મરસના
ઘોલનપૂર્વક ગુરુદેવના અદ્ભુત પ્રવચન ચાલી રહ્યાં છે.

PDF/HTML Page 17 of 53
single page version

background image
:૧૪: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
પૂ. ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યાં છે. બધાં જ કાર્યક્રમો વ્યવસ્થિત
નિયમિત–શાંતિપૂર્વક આનંદમય વાતાવરણમાં ચાલી રહ્યાં છે. જ્યાં અધ્યાત્મની ચર્ચા
અને ચૈતન્યરસનું ઘોલન છે ત્યાં તો નિરંતર ધર્મનો મહોત્સવ જ ચાલી રહ્યો છે; એટલે
આપણે તો હજી દિન–રાત નિરંતર મહોત્સવ ચાલુ જ છે, ને ઠેઠ મોક્ષપ્રાપ્તિ સુધી
સાધકભાવનો આનંદોત્સવ અખંડપણે ચાલ્યા કરશે. અહો, શ્રી જિનેન્દ્રશાસન જયવંત
વર્તો–કે જેનાં સેવનથી આનંદમય મોક્ષમાર્ગ પમાય છે.
જિનભગવાને કહેલું શુદ્ધ સ્વદ્રવ્ય
જેના આશ્રયે મોક્ષસુખ સધાય છે
કર્મરહિત, અનુપમ, નિત્ય જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મા તે સ્વદ્રવ્ય છે.
(ફાગણ સુદ ૧પ પ્રવચન: મોક્ષપ્રાભૃત ગાથા–૧૮)
સ્વદ્રવ્યના આશ્રયે સુગતિ છે, ને પરદ્રવ્યના આશ્રયે દુર્ગતિ છે.
–એ ભગવાન મહાવીરપ્રભુએ કહેલા સિદ્ધાંતનો સાર છે.
સુગતિ એટલે મોક્ષ; શુદ્ધ પરિણમન.
દુર્ગતિ એટલે સંસાર; વિકાર પરિણમન.
સ્વદ્રવ્ય એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા;
જ્ઞાનસ્વરૂપથી ભિન્ન તે બધુંય પરદ્રવ્ય.
શુદ્ધ સ્વદ્રવ્યમાં લીનતા છોડીને જેટલો પરદ્રવ્યનો આશ્રય છે તેટલો રાગ છે.
જેટલો રાગ છે તેટલું દુઃખ છે; ને દુઃખ નું નામ જ દુર્ગતિ છે.
જેટલો સ્વદ્રવ્યનો આશ્રય છે તેટલું સુખ છે, સુગતિ છે, તેમાં રાગ કે દઃુખ નથી.
ભગવાને સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષસુખ કહ્યું છે.
મોક્ષમાર્ગ સ્વદ્રવ્યના આશ્રયે છે.
સમ્યગ્દર્શન પણ સ્વદ્રવ્યના જ આશ્રયે છે.

PDF/HTML Page 18 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૧૫:
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. (સમયસાર ર૭ર)
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચિય હોય છે. (સમયસાર ૧૧)
આ રીતે ભગવાને સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ કહ્યો છે.
તો હવે ભગવાને સ્વદ્રવ્ય કોને કહ્યું છે? તે જાણવાની જિજ્ઞાસા થતાં શ્રી
કુંદકુંદસ્વામી તેનો ઉત્તર કહે છે:–
दुठ्ठठ्ठकम्मरहियं अणोवमं णाणविग्गहं णिच्चं।
सुद्धं निणेहिं कहियं अप्पाणं हवदि सदव्वं।। १८।।
જે નિત્ય જ્ઞાનસ્વરૂપ છે, દુષ્ટાષ્ટ–કર્મવિહીન છે;
જિનવરકથિત અનુપમ અહો! સ્વદ્રવ્ય તે શુદ્ધાત્મ છે. (૧૮)
સદાય ઉપયોગસ્વરૂપ આત્મા છે, તે અનુપમ છે, તે સ્વતત્ત્વ છે, તેની
સન્મુખતાથી વીતરાગભાવ થાય છે, ને વિકાર તથા આઠ કર્મનો નાશ થઈ જાય છે.
માટે સ્વદ્રવ્ય ને જાણીને તેનો આશ્રય કરવો તે જ મુમુક્ષુ નું કર્તવ્ય છે, ને તે જ
પરમાગમનું ફરમાન છે.
પરમાગમના સારરૂપ જે ઉપયોગમય શુદ્ધઆત્મા, તેને જાણીને, શ્રદ્ધાજ્ઞાનપૂર્વક
તેમાં જે ઠર્યો તે જીવે પોતાના ચૈતન્યમંદિરમાં આનંદથી ભાવશ્રુતની પ્રતિષ્ઠા કરી. જેને
કલ્યાણ કરવું હોય તેને માટે ભગવાનનો આ સન્દેશ કુંદકુંદાચાર્યદેવે પરમાગમ દ્વારા
આપ્યો છે; હે ભવ્ય જીવો! રાગથી પાર એવું જે શુદ્ધ–અનુપમ–ચૈતન્યતત્ત્વ તે તમારું
સ્વદ્રવ્ય છે ને તેનો જ તમે આશ્રય કરો; એ સિવાય સમસ્ત પરદ્રવ્યો કે પરભાવોને
સ્વથી ભિન્ન જાણો. આ કાર્ય શીઘ્ર કરો. આ જ ઈષ્ટ–ઉપદેશ છે.
અહો, આ આત્મા જ એવું સારભૂત તત્ત્વ છે કે જેને જાણતાં જાણનારને સુખ
થાય છે. આત્મામાં સુખ છે, ને તેને જાણતાં સુખનો અનુભવ થાય છે; અચેતનમાં કે
રાગાદિ અશુદ્ધભાવોમાં સુખ નથી, ને તેનાં આશ્રયે સુખ થતું નથી. જે શુદ્ધ આત્માને
સ્વદ્રવ્યપણે જાણે છે તેને જ શુદ્ધતા થાય છે; જે અશુદ્ધસ્વરૂપે આત્માને જાણે છે તેને
અશુદ્ધતા થાય છે. સ્વદ્રવ્યનું સાચું સ્વરૂપ જીવે કદી જાણ્યું નથી. માટે કહે છે કે સ્વદ્રવ્યને
ત્વરાથી જાણીને તેની રક્ષા કરો.

PDF/HTML Page 19 of 53
single page version

background image
:૧૬: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
તીર્થધામ સોનગઢમાં આનંદથી ઉજવાયેલ
પરમાગમ – મંદિર – પ્રતિષ્ઠા મહોત્સવ
ચૈતન્યતત્ત્વના અનંત મહિમાને જગતમાં પ્રસિદ્ધ કરનાર
શ્રી જિનેન્દ્રદેવના પંચકલ્યાણક જયવંત વર્તો.... પરમ
શાંતિરૂપ જૈનધર્મ જયવંત વર્તો.
શ્રી જિનેન્દ્ર ભગવાનના
પંચકલ્યાણકનો મહોત્સવ એ
આત્મહિતનો મંગલ અવસર
છે. તીર્થંકરપ્રભુના કલ્યાણક
પ્રસંગે જગતના ઘણા જીવો ધર્મ
પામે છે. એવો અવસર નજરે
નીહાળવો તે મહાભાગ્ય છે.
મહોત્સવના મંગલ–
આર્શીવાદરૂપે ગુરુદેવ કહે છે કે
આ તો જ્ઞાનનો ને શાંતિનો
મહોત્સવ છે. વચ્ચે શુભરાગ
હો, પણ આત્માનું સાચું જ્ઞાન
ને શાંતિ તે જ ધર્મનો મોટો
મહોત્સવ છે.
[પંચકલ્યાણક મહોત્સવનો આંખે દેખ્યો અહેવાલ: લે. બ્ર. હરિલાલ જૈન]
શ્રી મહાવીર ભગવાનના મોક્ષગમનના આ રપ૦૦ મા વર્ષમાં સોનગઢના
પરમાગમ મંદિરમાં મહાવીરભગવાનની પ્રતિષ્ઠા થઈ અને પંચકલ્યાણકનો મહાન
ઉત્સવ ઉજવાયો. ભારતભરનાં મુમુક્ષુઓ અત્યંત આતુરતાથી જેની વાટ જોતા હતા તે
મંગલ ઉત્સવ ફાગણ સુદ પાંચમથી તેરસ સુધી આનંદથી ઉજવાઈ ગયો; વીસહજારથી
વધુ ભક્તજનોએ ઉત્સાહથી તેમાં ભાગ લીધો. મહોત્વના મંગલ પ્રારંભમાં ગુરુદેવે કહ્યું
કે
આ તો જ્ઞાનનો મહોત્સવ છે; શાંતિનો ને જ્ઞાનનો આ મહોત્સવ છે. વચ્ચે
શુભરાગ હો, પણ ખરૂં પ્રયોજનરૂપ તો સાચું જ્ઞાન છે. આત્માનું સાચું જ્ઞાનને
શાંતિ તે જ ધર્મનો મોટો મહોત્સવ છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૧૭:
શ્રી પરમાગમ મંદિરમાં મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ
નજીક આવી રહ્યો હતો તેમ તેમ ભક્તજનો અંતરની હોંશ થી અવનવી તૈયારીઓ કરી
રહ્યા હતાં. ઘરઘર મંગલગીત ગવાતા હતા, તોરણ–મંડપ બંધાતા હતા, વિવિધ
શણગાર થતા હતા, ગુરુદેવ રોજ–રોજ પરમાગમનો મહિમા પ્રસિદ્ધ કરીને મુમુક્ષુઓના
ઉલ્લાસને ઉત્તેજીત કરતા હતા. અરે, આવો અવસર ક્્યાંથી આવે! ઉત્સવની પૂર્વ
તૈયારી વખતના ધમધોકાર વિચિત્ર વાતાવરણમાં એ ધર્મકાળનું ને તે ધર્મકાળમાંય
૭૦૦ મુનિઓ ઉપરના ઘોર ઉપસર્ગનું આજે સ્મરણ થાય છે. અરે, ચોથા આરા જેવા
ધર્મકાળમાંય ધર્મ ઉપર ઉપસર્ગ થયો! પણ ઉપસર્ગ તો જ્યાં ધર્મ હોય ત્યાં જ હોય ને!
અધર્મ ઉપર ઉપસર્ગ શો? જ્યાં ધર્મ નથી ત્યાં ઉપસર્ગ કોને? પણ ધર્મ ઉપરનો
ઉપસર્ગ લાંબોકાળ ટકી શકે નહિ. રાષ્ટ્રનું અને તેમાંય ગુજરાતનું રાજકીય–સામાજિક
વાતાવરણ જ્યારે એકદમ ક્ષુબ્ધ થઈ ગયું હતું, જેની ચિંતાજનક અસર સોનગઢ સુધી
પણ પહોંચી ગઈ હતી, અરે, બે–ત્રણ દિવસ તો ગંભીર ચિંતાના ઘેરા વચ્ચે કાર્યકરોએ
ખાધું ન હતું ને ઊંઘ પણ લીધી ન હતી;.... ઉત્સવનું શું થશે! એની પળેપળે ચિંતામાં
હજારો ભક્તજનો ઉદાસ હતા.... પણ.... આ તો જૈનશાસનનો મહોત્સવ! જૈનધર્મની
વીતરાગી શાંતિ પાસે અશાંતિ કેમ ટકી શકે! વાહ રે વાહ! જૈનધર્મ, તારો પ્રભાવ!
વીરનાથ પ્રભુ પધારવાની તૈયારી થઈ ને વિપત્તિના વાદળ વીંખાઈ ગયા, સુવર્ણપુરી
ફરીને આનંદથી ખીલી ઉઠી.... ઉત્સવમાં મંગલ વાજાં ગાજી ઊઠયાં.... ભક્તોનાં હૃદય
પ્રભુભક્તિથી પ્રફુલ્લિત થયા....
આવ્યા જિણંદ ઉર જાગ્યા ઉમંગ પૂર. દીઠાં વિભવ જિનજીનાં
– : ઉત્સવપ્રસંગે મંગલભાવના: –
(મુરબ્બી શ્રી રામજીભાઈનો સંદેશ)
આ મહોત્સવ છે તે પરમ શાંતિનો મહોત્સવ છે, ને તે આખા
જગતને પરમ શાંતિનું તથા કલ્યાણનું કારણ છે; કેમકે મહાવીર
ભગવાનના નિર્વાણ–મહોત્સવનાં અઢી હજારમા વર્ષના અનુસંધાનમાં
આ ઉત્સવ ઉજવાય છે, અને તેમની જે દિવ્યધ્વનિ પ્રગટ થયેલી તેને
અનુસરીને ભગવાન કુંદકુંદદેવે મહાન વીતરાગી પરમાગમો રચ્યા,
અને તેના દ્વારા આ જગતને કલ્યાણ માટે ભગવાનનો સંદેશ આપ્યો;
અને તે પરમાગમોનું રહસ્ય ખોલીને પૂ. ગુરુદેવ આજ આપણને
સમજાવી રહ્યાં છે, તે પરમાગમના બહુમાન માટેનો આ મહોત્સવ છે;
તે સર્વે જીવોનું કલ્યાણ કરો.