Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 53
single page version

background image
:૧૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને
પધાર્યા વીરપ્રભુ ભગવાન
વધાવ્યા હોંશે સૌ ગુણવાન
(ફાગણ સુદ એકમ શનિવાર તા. ર૩–ર–૭૪)
અહો, ધર્મવૃદ્ધિકરા વર્દ્ધમાન ભગવાન! પધારો પધારો પધારો. પ્રભો!
સમ્યગ્દ્રષ્ટિના જ ચિત્તના વિષયભૂત એવા આપને દેખતાં અપાર હર્ષ થાય છે.
આપ અમારી સુવર્ણપુરીમાં પધાર્યા છો–એટલું જ નહિ–અમારા ચિત્તમંદિરમાં પણ
આપ પધાર્યા છો. સુવર્ણપુરીનું આજનું પ્રભાત કોઈ અનેરું ભાસે છે. મોહના
વાદળાં વીખાઈ ગયા છે ને આનંદમય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અહા, આજે પ્રભુ
મહાવીર પધાર્યા છે. સોનગઢમાં દેશભરના ભક્તજનો ભવ્ય સ્વાગત કરી રહ્યાં
છે, નગરજનો પણ ઉમંગથી સ્વાગતમાં ભાગ લઈ રહ્યાં છે.
ખુલ્લી પ્રશાંત મુદ્રામાં ચૈતન્યતેજથી ચમકી રહેલી પ્રતિમા દેખીદેખીને
ભક્તજનો આનંદથી થાય છે કે ‘પ્રભુજી! તારા મુખડા ઉપર જાઉં વારી–વારી રે ’
વાહ! આ પ્રતિમાની મુદ્રા દેખતાં કેવળીપ્રભુની મુદ્રા યાદ આવે છે, એટલે
પરમાર્થે પોતાનો સર્વજ્ઞસ્વભાવ યાદ આવે છે! – એ જ મહોત્સવનું મહા
મંગળાચરણ છે.
ગુરુદેવ પણ હોંશે હોંશે સ્વાગતમાં પધાર્યા છે, ને પ્રસન્નતાથી કહે છે કે –
‘આજે ભગવાન પધાર્યા; મુદ્રા બહુત અચ્છી હૈ; જાણે સાક્ષાત્ ભગવાન પધાર્યા
હોય! ધર્મીનો પ્રેમ આવા ભગવાન પ્રત્યે ઝુકે છે.

PDF/HTML Page 22 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૧૯:
પૂ. બેનશ્રી–બેન પણ હૃદયના ઉમંગથી મંગલ ભક્તિવડે પ્રભુનું સ્વાગત કરીને
વધાવતા હતાં. નગરમાં સર્વત્ર આજે આનંદનું વાતાવરણ હતું. જાણે પ્રભુજી ધીમે ધીમે
ગગનવિહાર કરીને પરમાગમમંદિરમાં પધારી રહ્યાં હોય–એવો મજાનો સ્વાગતનો
દેખાવ હતો. શાંતરસથી નીતરી રહેલી પ્રભુજીની ભવ્યમુદ્રા આનંદમય આત્મતત્ત્વનો
ઉપદેશ દેખી હતી કે અહો ભવ્ય જીવો! કષાય વગરના આવા આનંદમય ચૈતન્ય તત્ત્વને
સાધીને અમે પરમાત્મા થયા, ને તમે પણ આવા વીરમાર્ગમાં આવો....
વાહ પ્રભો! સમ્યદ્રષ્ટિ તો આપને દેખે જ છે, ને મિથ્યાદ્રષ્ટિ–ભવ્ય પણ જ્યાં
આપને દેખવા જાય છે ત્યાં તેની અતીન્દ્રિય–આંખ ઊઘડી જાય છે ને મિથ્યાત્વ દૂર થઈ
જાય છે. અહો, આવા ભગવાનનું સ્વાગત કરતાં મુમુક્ષુઓને જે આનંદ થાય તેની શી
વાત! શું કાગળ અને કલમથી એનું માપ થઈ શકે? .... ના જી.
–‘તો એનું માપ કઈ રીતે થાય?’ તે વાત ગુરુદેવ આપણને પ્રવચનમાં સમજાવે
છે.... કે ઈન્દ્રિયોથી પાર એવા જ્ઞાનસ્વભાવની સન્મુખ થા, તો સર્વજ્ઞની સાચી
ઓળખાણ થાય, અને તને સર્વજ્ઞ જેવા આનંદનો સ્વાદ આવે.
• નિર્વિધ્ન મંગલ – મહોત્સવ •
[માહ વદ અમાસ: ફાગણ સુદ એકમ]
ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલતી હતી.... ભગવાનની પ્રતિમા પણ જયપુરથી
રવાના થઈને સોનગઢની નજીક આવી રહી હતી.... પણ....
વચ્ચે ઉપદ્રવ આવ્યો.... બે ત્રણ દિવસ તો સહુ ચિંતામાં રહ્યા; સૌના હૃદયમાં
ઊંડેઊંડે પણ વિશ્વાસ હતો કે આવા મંગલ ઉત્સવ પ્રસંગે ધર્મ ઉપરનો ઉપદ્રવ ટકી
શકે જ નહિ. બધાયના હૃદય મુંગામુંગા પણ દિનરાત જિનદેવની પ્રાર્થના કરતા
હતા.... તેમાંય જ્યારે વીરનાથ ભગવાન સોનગઢની નજીક આવી ગયા.... ત્યારે તો
જાણે શાસનનું ધર્મચક્ર જ દોડયું આવતું હોય તેમ વાતાવરણમાં એકાએક પરિવર્તન
થવા માંડ્યું.... વિરોધીઓના હૃદય પલટવા લાગ્યા.... ને માહ વદ અમાસની બપોરે
દોઢ વાગ્યે તો બધું વાતાવરણ સાફ થઈ ગયું; ગુરુદેવના પ્રસન્નચિત્તભર્યા ઉદ્ગારો
સાંભળીને સર્વત્ર હર્ષભર્યા જયજયકાર થવા લાગ્યા. જો આ ઉપદ્રવ સોનગઢના
ઈતિહાસમાં અજોડ હતો.... તો એનું નિવારણ થતાં સૌના હૈયામાં જે હર્ષ છવાયો તે
પણ અજોડ હતો. ગામના આગેવાનો પણ ઉત્સવ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત
કરતા હતાં.

PDF/HTML Page 23 of 53
single page version

background image
:૨૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ફરી ઉત્સવની આનંદભરી તૈયારીઓથી આખું સોનગઢ ગાજવા લાગ્યું.... ફાગણ
સુદ એકમે અદ્ભુત આનંદભર્યા હર્ષોલ્લાસથી ભગવાન વર્દ્ધમાનદેવનું સ્વાગત કરતાં
મુમુક્ષુજનોનાં તો હૈયા ઉલ્લસતા હતા; અને ગામનાં લોકો પણ હરખનાં હીલોળે ચડયા
હતા. અહો પ્રભુ મહાવીર! અતીન્દ્રિય શાંતિના પિંડ એવા આપ જ્યાં પધારો ત્યાં સર્વત્ર
શાંતિ પ્રસરે એમાં શું આશ્ચર્ય છે!
આજનું ગુરુદેવનું બપોરનું પ્રવચન પણ શાંતરસભરેલું, વૈરાગ્યભાવક્ષી નીતરતું
ને ચૈતન્યપ્રત્યે ઉલ્લાસપ્રેરક હતું, અહો, જ્ઞાનસ્વરૂપે તો બધા આત્મા સમાનધર્મી છે–
સાધર્મી છે, તેમાં કોઈ પ્રત્યે વેરવિરોધ ક્્યાં રહે છે! અરે, આવા આત્માની આરાધના
કરવી એ ધર્મીનું કામ છે. આવી આરાધના તે ધર્મનો મંગલ મહોત્સવ છે, ને તે નિર્વિધ્ન
છે. ચૈતન્યના આરાધકને બહારના કોઈ વિધ્ન નડતા નથી.
• મંગલ – આશીર્વાદ •
(સમયસાર કળશ: ર૭૬)
બપોરે શાંતરસગંભીર પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે ચૈતન્યચમત્કારને જયવંત
કહીને તેનું સર્વોત્કૃષ્ટપણું બતાવ્યું તે મંગળ છે. અચલ ચેતનારૂપ થયેલો આત્મા જયવંત
હો–એમ કહીને છેલ્લે આશીર્વાદ સહિત આચાર્યદેવ સમયસાર પૂરું કરે છે. આ
‘આત્મખ્યાતિ’ દ્વારા આત્મામાં ચૈતન્યભાવરૂપ જે જ્ઞાનજ્યોતિ પ્રકાશિત થઈ તે સર્વ
પ્રકારે સદા જાજવલ્યમાન રહો. –અહો, આવી ચૈતન્યજયોત પ્રગટી તેમાં ઉપદ્રવ કેવો?
આનંદમય ચૈતન્યજયોતમાં ધર્મીને કોઈ ઉપદ્રવ નથી. અહો, ચૈતન્ય રત્નનો દીવડો, એને
પવનના વાવાઝોડાં ડગાવી શકે નહિ; તેમ જગતમાં સંયોગના વાવાઝોડાં ચૈતન્યના
સાધકને ડગાવી શકે નહીં.
અહો, આવો ચૈતન્યઆત્મા એકલા અનુમાનથી કોઈના જાણવામાં આવે–
એવો નથી; એ તો અતીન્દ્રિયસ્વસંવેદન–પ્રત્યક્ષ છે. ને આવા આત્માનું સ્વસંવેદન
તે આ સમયસારનો સાર છે. અહો, અમૃતચંદ્રઆચાર્ય આવા સ્વસંવેદનરૂપે
પરિણમેલા સાધક આત્માને મંગલ આશીર્વાદ આપે છે કે હે આત્મા! હવે તું આવા
સ્વસંવેદનના ચૈતન્યપ્રકાશથી નિરંતર સર્વ તરફથી ઝળહળતો રહેજે....
અપ્રતિહતભાવે કેવળજ્ઞાન લેજે.
વાહ રે વાહ! જુઓ આ સમયસારનું ફળ! સમયસારમાં તો વીતરાગીસંતોની
વાણી છે; જેના હૃદયમાં એની ચોટ લાગી તે તો ન્યાલ થઈ ગયા.

PDF/HTML Page 24 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૧:
• ધર્માત્માનો પ્રેમ ભગવાન પ્રત્યે ઝુકે છે •
(ફાગણ સુદ એકમે મહાવીરપ્રભુ પધાર્યા પછીનું પ્રવચન)
મહાવીર ભગવાનનું સ્વાગત કરતાં પ્રમોદભાવથી ગુરુદેવ કહે છે કે ભગવાન
મહાવીર પરમાત્મા પૂર્ણાનંદને પ્રાપ્ત કરીને મોક્ષ પધાર્યા છે, તેમની અહીં સ્થાપના
થવાની છે; તેમના પ્રતિમા આજે અહીં પધાર્યા છે સમ્યગ્દ્રષ્ટિ જ ભાવનિક્ષેપના
જ્ઞાનપૂર્વક સ્થાપના કરે છે. સમ્યગ્જ્ઞાનપૂર્વક ભગવાનને જેણે પોતાના જ્ઞાનમાં
સ્થાપ્યા તે જીવ ભગવાનના માર્ગ માં આવ્યો.
નય તે સમ્યગ્જ્ઞાનનો ભેદ છે; ને નયનો વિષય તે નિક્ષેપ છે; તેમાં
પ્રતિમાજીમાં ભગવાનની સ્થાપનાનો સાચો નિક્ષેપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. પં.
બનારસીદાસજી કહે છે કે જેના અંતરમાં સુદ્રષ્ટિની લહેરો ઊઠી છે, મિથ્યાત્વનો
જેને નાશ થયો છે, અને જેની ભવસ્થિ્તિ થોડીક જ બાકી છે એવો જીવ
‘જિનપ્રતિમા પ્રમાણે જિનસારખી’ . અહો, જિનેન્દ્રદેવની મૂર્તિ સાક્ષાત્
જિનેન્દ્રદેવસમાન શોભે છે.
‘ભગત’ એટલે ભગવાનનો ભક્ત, સમ્યગ્દ્રષ્ટિ; તેને પોતાના પૂર્ણ
પરમાત્મસ્વરૂપને અનુભવતાં સમ્યગ્દર્શન થયું, તેણે પરમાત્માને સાચા સ્વરૂપે
ઓળખ્યા, ને તે જ તેની સાચી સ્થાપના કરી શકે છે. ગુરુદેવ પ્રમોદથી કહે છે કે
વાહ! જે મુદ્રા જોતાં કેવળીપ્રભુનું સ્વરૂપ યાદ આવે છે, એટલે પરમાર્થે પોતાનો
સર્વજ્ઞસ્વભાવ યાદ આવે છે–એ મહોત્સવનું મંગલાચરણ છે. આવા
સર્વજ્ઞસ્વભાવને પ્રતીતમાં લેતાં સમ્યગ્દર્શનરૂપી બીજ ઉગી, તે વધીને હવે
કેવળજ્ઞાનરૂપ પૂનમ થશે જ.
સમંતભદ્રમહારાજ કહે છે કે પ્રભો! આપની સર્વજ્ઞતાનું એવું અદ્ભુત
બહુમાન આવે છે કે મને તેની ભક્તિનું વ્યસન થઈ ગયું છે.... આપની સર્વજ્ઞતા
દેખતાં જ મારી ભક્તિ ઊછળી જાય છે. આપને ઓળખનાર સમ્યગ્દ્રષ્ટિ જ આપની
સાચી સ્તુતિ કરે છે.
સભાજનોના અત્યંત હર્ષોલ્લાસ વચ્ચે, જિનમુદ્રાના મહિમાપૂર્વક ગુરુદેવ કહે
છે: અહો, આજે ભગવાન પધાર્યા; મુદ્રા બહુત અચ્છી હૈ,.... જાણે સાક્ષાત્ ભગવાન
બિરાજતા હોય! ધર્મીનો પ્રેમ આવા વીતરાગ ભગવાન પ્રત્યે ઝુકે છે.
જેમ ભગવાનની પ્રતિમા પૂજય છે, તેમ તે ભગવાનની વાણી પણ પૂજય છે.
તે વાણી સર્વજ્ઞતાને અનુસરનારી છે. અહીં પરમાગમમંદિરમાં એવી જિનવાણીની

PDF/HTML Page 25 of 53
single page version

background image
:૨૨: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
સ્થાપનાનો આ મહોત્સવ છે. વીતરાગી જિનપ્રતિમાને અને જિનવાણીને દેખતાં
ધર્મીજીવને આહ્લાદ થાય છે, ને તેનાં પરિણામ ઉજળા થાય છે.
ભાવપ્રાભૃતની ૯૭ મી ગાથાના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે પરથી ભિન્ન
ચિદાનંદસ્વરૂપ આત્મા પોતાના એકત્વમાં શોભે છે. ‘આતમરામ અવિનાશી આવ્યો
એકલો....’ ચિદાનંદી આત્મા શાશ્વત એકલો છે, તે નવે તત્ત્વોમાં શ્રેષ્ઠ છે, ને તે જ
આનંદની ઉત્પત્તિનું ધામ છે; તેને હે ભવ્ય! તું અંતર્મુખ થઈને ભાવ.
આવા આત્માની ભાવના કરનાર જીવ જ્ઞાયકભાવમાં ભડવીર છે, આત્માને
સાધવામાં તે ‘બહાદુર’ છે–શૂરવીર છે, તે વીરના માર્ગે ચાલનારો છે, અહો, મહાભાગ્યે
ભગવાનના ઘરની આ વાત અહીં સોનગઢના પાદરમાં આવી છે. આ તો આત્માના
અધ્યાત્મધર્મની વાત છે, આવા આત્માને જાણીને તેની ભાવના કરવી તે મંગલ
મહોત્સવ છે.
• • •
(ફા. સુ. ૧) પ્રવચન પછી મહાવીરપ્રભુ પરમાગમમંદિરમાં પધાર્યા. પગથિયા
ઉપર પગ મુકયા વગર પ્રભુજી પરમાગમમંદિરમાં પ્રવેશ્યા તે દ્રશ્ય દેખીને પ્રભુના
ગગનવિહારનું દ્રશ્ય યાદ આવતું હતું, ને આનંદ થતો હતો ભક્તમંડળની ભક્તિના
ઉલ્લાસથી પરમાગમમંદિર ઉભરાઈ રહ્યું હતું. (સવા પાંચ ફૂટના જિનપ્રતિમા લગભગ
૧૧ર મણ વજનના હોવાથી વિશેષ હેરફેરની તકલીફ ન પડે તે માટે પરમાગમમંદિરમાં
જ બિરાજમાન કર્યા હતા, ને તે પ્રતિમા ઉપરની વિધિ ત્યાં જ થઈ હતી. બાકીનાં
સમસ્ત વિધિવિધાન પ્રતિષ્ઠા મંડપમાં થયા હતા. ભવ્ય પ્રતિષ્ઠામંડપ મુખ્ય રસ્તા ઉપર,
બોર્ડિંગને અડીને જ આવેલ હતો એનું નામ હતું વર્દ્ધમાનનગર.
• ઉત્સવનાં મંગલ સંભારણાં આનંદથી વાંચો •
આ મંગલ–ઉત્સવનાં આઠ દિવસ દરમિયાન દરરોજની પત્રિકા
પ્રગટ થયેલી; તેમાં પૂ. ગુરુદેવના પ્રવચનની પ્રસાદી, તથા ઉત્સવના
ઉમંગભર્યા પ્રસંગોનો આંખે દેખ્યો અહેવાલ આપવામાં આવેલ છે.
બહારગામ આપના સંબંધીઓને પણ પત્રિકા મોકલવાની વ્યવસ્થા છે.
સૌને વાંચતાં આનંદ થાય, ને દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિની ઉર્મિ
જાગે તેવું લખાણ છે. કેટલાંક સુંદર ચિત્રો પણ છે. પાનાં ૧૦૦ કિંમત
સવારૂપિયો. (પોસ્ટેજ ફ્રી)
સંપાદક: આત્મધર્મ, સોનગઢ

PDF/HTML Page 26 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૩:
પધાર્યા સીમંધર ભગવાન. છવાયા હર્ષાનંદ મહાન.
(ફાગણસુદ બીજ : જિનમંદિરની ૩૪ મી વર્ષગાંઠ)
સોનગઢ તો જાણે સીમંધરભગવાનું ધામ!
આ કાળે સીમંધરપરમાત્માની ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધિ સોનગઢથી જ થઈ છે.
આવા સોનગઢમાં આવડો મોટો ધર્મોત્સવ થતો હોય ત્યારે સીમંધરપ્રભુજી
પધાર્યા વગર કેમ રહે! ઉત્સવ તો ફાગણ સુદ પાંચમે શરૂ થતો હતો, પણ ભક્તોના
વહાલા પ્રભુજી તો ત્યારપહેલાંં ફાગણ સુદ બીજે જ પધારીને સુવર્ણપુરીમાં બિરાજયા.
સં. ૧૯૯૭ના ફાગણ સુદ બીજે સોનગઢ–જિનમંદિરમાં સીમંધરપ્રભુની પ્રતિષ્ઠા
થઈ.... તેને આ ફાગણ સુદ બીજે ૩૩ વર્ષ પુરા થઈને ૩૪ મું વર્ષ બેઠું છે. અહા, પ્રભુજી
પધાર્યા પછી કેવી અદ્ભુત ધર્મપ્રભાવના થઈ રહી છે! વિદેહીનાથની વાણી સોનગઢના
સંતોના જીવનમાં ગુંથાયેલી છે.... તેનાં પ્રતાપે આજે ભરતક્ષેત્રમાં આનંદમંગળ વર્તી
રહ્યા છે, ને અનેક જીવો ધર્મ પામી રહ્યાં છે.
ભુતકાળના તીર્થંકર મહાવીર ભગવાન,
વર્તમાન તીર્થંકર સીમંધર ભગવાન,
ને ‘સૂર્ય’ જેવા તેજસ્વી ભાવી તીર્થંકર ભગવાન.
અહો, ત્રિકાળવર્તી તીર્થંકરોનો મંગળ મેળો.... આજે આપણે નજરે જોઈ રહ્યાં
છીએ.... ને તેમની મંગળ છાયામાં કલ્યાણ કરી રહ્યા છીએ.
(ફા. સુ. ર) પ્રવચનમાં મોક્ષપ્રાભૃતની ગાથા વાંચતાં ગુરુદેવે જિનમાર્ગના
મહાપ્રમોદથી કહ્યું કે અહો! ભગવાનના શાસનમાં સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષ કહ્યો છે ને
પરદ્રવ્યના આશ્રયે બંધન કહ્યું છે. માટે પરદ્રવ્યથી ને રાગાદિથી વિરકત થઈને
ચૈતન્યમય સ્વદ્રવ્યમાં રત થવું તે જિનાગમનો સાર છે.
સ્વદ્રવ્યરત મુકાય ને પરદ્રવ્યરત બંધાય છે,
આ જિનતણા ઉપદેશમાં બંધ–મોક્ષનો સંક્ષેપ છે. (૧૩)

PDF/HTML Page 27 of 53
single page version

background image
:૨૪: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ભગવાનના ઉપદેશનો આવો સંદેશ, શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહમાં જઈને લાવ્યા
છે, ને તે જ ઉપદેશ આ પરમાગમોમાં ભર્યો છે. તેના બહુમાનનો આ ઉત્સવ છે.
પ્રવચન પછી ભગવાન સીમંધરનાથના અને મહાવીરપ્રભુના મંગલ વિહાર જેવી
ભવ્ય રથયાત્રા નીકળી હતી; પાંચ હાથી ઉપર પાંચ પરમાગમ, તેમજ અજમેરનો રથ–
હાથી, સોનગઢનો રથ, વગેરેથી શોભતી આવી રથયાત્રા આ પહેલી જ હતી. સર્વત્ર
જિનેન્દ્રશાસનના જયજયકાર દેખીને આનંદ થતો હતો.
ફાગણ સુદ પાંચમથી પ્રવચનમાં સવારે સંવર અધિકારનો મંગલ પ્રારંભ થયો
તેનો મંગળ શ્લોક (૧રપ) બરાબર સવાસો નંબરનો સવાયું કામ સૂચવે છે, – તેમાં
ભેદજ્ઞાનના મહિમાથી આચાર્યદેવ કહે છે કે–
અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત–ગર્વિત
થયો છે એવો જે આસ્રવ, તેનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યો છે–એવા
સંવરને ઉત્પન્ન કરતી, પરરૂપથી જુદી (–પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા
ભાવોથી જુદી) પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચલપણે પ્રકાશતી, ચિન્મય, ઉજજવળ,
અને નિજરસ (ચૈતન્યરસ) ના ભારવાળી–અતિશયતાવાળી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ
થાય છે, ફેલાય છે. –તે મંગળ છે.
બપોરે પદ્મનંદીમુનિરાજરચિત ઋષભજિનસ્તોત્ર વંચાતું હતું. –તેના શરૂઆતના
પાંચ શ્લોક–
जय ऋषभ नाभिनन्दन त्रिभुवननिलय एक दीप तीर्थंकर।
जय सकल क्वववत्सल, निर्मलगुण – रत्ननिधे नाथ।।
(૧) શ્રીમાન નાભિરાજાના નન્દન, તથા ત્રિભુવનરૂપી ઘરના એક દીપક,
અને ધર્મતીર્થની પ્રવૃત્તિ કરનારા એવા હે ઋષભદેવ તીર્થંકર! આપ આ લોકમાં જયવંત
રહો. વળી સમસ્ત જીવો ઉપર વાત્સલ્ય ધારણ કરનારા અને નિર્મળગુણરત્નોના
નિધાન એવા હે નાથ! આપ આ લોકમાં સદાય જયવંત રહો.
(ર) સમસ્ત સુર–અસુરના ચિત્ર–વિચિત્ર મણિઓથી સહિત મુગટનાં કિરણો
વડે જેમનું સિંહાસન ચિત્ર–વિચિત્ર છે એવા હે જિનનાથ! જે મનુષ્ય આપને દેખે છે,
આપની સ્તુતિ કરે છે તથા આપના જપ અને ધ્યાન કરે છે તે મનુષ્ય ધન્ય છે.

PDF/HTML Page 28 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૫:
(૩) હે જિનેન્દ્ર, હે ભગવાન! અમે આપને ચર્મચક્ષુથી પણ દેખીએ તોપણ
અમને એવો ભારે હર્ષ થાય છે કે તે હર્ષ ત્રણલોકમાં સમાતો નથી; તો પછી જો અમે
જ્ઞાનરૂપી નેત્રથી આપને દેખીએ તો અમને કેટલો આનંદ થાય! તે અમે જાણી શકતા
નથી.
(૪) હે જિનેન્દ્ર! જેણે સમસ્ત વસ્તુઓના વિસ્તારને વિષય કરી લીધો છે,
એવા અનંત જ્ઞાનસ્વરૂપ આપની જે પુરુષ સ્તુતિ કરે છે તે, કુવાનું દેડકું સમુદ્રના
વિસ્તારનું વર્ણન કરે–તેના જેવું છે.
(પ) હે જિનેશ, હે પ્રભો! આપના નામના કીર્તનમાત્રથી પણ અમારા જેવા
મનુષ્યોની પાસે આજ્ઞાંકિત મનોવાંછિત લક્ષ્મી ચાલી આવે છે.
ઋષભદેવ ભગવાન ‘સર્વાર્થસિદ્ધિ’ માંથી આ પૃથ્વી પર આવતાં, સર્વાર્થસિદ્ધિ–
વિમાનની શોભા ઘટી ગઈ ને આ ભરતક્ષેત્રની શોભા વધી ગઈ. આચાર્યદેવ
અલંકારથી એમ કહે છે કે હે નાથ! આપની ચૈતન્યશોભા પાસે સર્વાર્થસિદ્ધિ વિમાન પણ
અમને ઝાંખું લાગે છે. સર્વાર્થસિદ્ધિની શોભા આપને લીધે હતી. આપના વગરનું
સર્વાર્થસિદ્ધિ વિમાન શોભતું નથી. આમ કહીને પુણ્યના ફળ કરતાં ચૈતન્યનો મહિમા
બતાવ્યો છે.
દેવ–શાસ્ત્ર–ગુરુના ઉત્સવનો મંગલપ્રારંભ ફાગણ સુદ પાંચમથી થયો. વહેલી
સવારમાં પ્રતિષ્ઠામંડપમાં સીમંધરપ્રભુ તથા મહાવીરપ્રભુજી પધાર્યા. ભગવાનના
માર્ગની વીતરાગી શાંતિનો સંદેશ આપતો જૈનધર્મ ધ્વજ ગગનમાં લહેરી ઉઠયો....
હજારો ભક્તજનો પ્રભુનો મંગલ ઉત્સવ ઉજવવા આવી પહોંચ્યા ને જિનવાણીના શ્રવણ
પછી પંચપરમેષ્ઠી ભગવંતોનું પૂજન થયું.
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધ ભાવથી;
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.
શ્રી પરમાગમ મંદિરમાં બિરાજમાન મહાવીર
ભગવાનની ભવ્યપ્રતિમાનું દર્શન સાધકના
અંતરમાં અનેરી આહ્લાદ–ઉર્મિઓ જગાડે છે.

PDF/HTML Page 29 of 53
single page version

background image
:૨૬: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
શ્રીમંડપમાં ભગવંતોની પધરામણી
અને ધર્મધ્વજનું આરોહણ
ફાગણ સુદ પાંચમનું આનંદમય પ્રભાત ઊગ્યું; ચારેકોર જૈનધર્મનો પ્રકાશ ખીલી
રહ્યો; મંગલ શરણાઈઓ, મધુર વાજાંઓ ને જોરદાર નોબતો વાગી રહી; જિનેન્દ્ર
ભગવંતો આજે પ્રતિષ્ઠા–મંડપમાં પધારી રહ્યાં છે. ઠેર ઠેર હજારો સાધર્મીજનો દેવગુરુના
ગુણગાન વડે ધર્મનું મધુર વાતાવરણ ફેલાવી રહ્યા છે. અહા, ઝેર જેવા સંસારસમુદ્ર
વચ્ચે જૈનધર્મની આ મીઠી અમૃત–વીરડી દેખીને હૃદય આનંદની લાગણીઓ અનુભવે
છે. ગુરુદેવનો આ મહાન ઉપકાર છે કે જેમણે આપણને જિનેન્દ્ર ભગવંતોનો માર્ગ
આપ્યો છે. જયવંત વર્તો આ માર્ગ.... ને આ માર્ગના પ્રણેતા તીર્થંકરો! આવો સુંદરમાર્ગ
પામીને આત્મહિત સાધવાનો આ મંગલ–ઉત્સવ છે.
સવારના સવા છ વાગ્યા છે; ચારેકોર સીમંધરભગવાન અને
મહાવીરભગવાનના જય–જયકારપૂર્વક ભગવંતોનું જુલૂસ જિનમંદિરેથી પ્રતિષ્ઠા–
મંડપમાં જઈ રહ્યું છે; શરૂઆતમાં પંચપરમેષ્ઠીના માર્ગસૂચક પચરંગી ધર્મધ્વજ લહેરાઈ
રહ્યો છે, પાંચ હાથી ઉપર પાંચ પરમાગમ બિરાજી રહ્યાં છે, અજમેરના રથમાં
મહાવીરભગવાન અને સોનગઢના રથમાં સીમંધરભગવાન શોભી રહ્યાં છે. પ્રભુજી
પ્રતિષ્ઠામંડપમાં પધાર્યા. દેશભરમાંથી ઉમટી રહેલા સાતેક હજાર ભક્તજનો પ્રભુજીના
માંડવે આવીને પોતાને ધન્ય માનવા લાગ્યા, ને કહાનગુરુના મંગલ હસ્તે ધર્મધ્વજ
આકાશમાં લહેરાઈ ઉઠયો. પ્રભુ પધાર્યા ને મંડપની શોભા વધી ગઈ. (ધર્મધ્વજ
ફરકાવવાનો લાભ હિંમતનગરનાં ભાઈ શ્રી તારાચંદ પોપટલાલ કોટડિયાએ લીધો
હતો. તથા પ્રભુજીને મંડપમાં પધરાવવાનો લાભ તલોદના ભાઈ શ્રી ચંદુલાલ
કાળીદાસે લીધો હતો.)
મંડપની ભવ્ય સુસજિજત વેદીમાં બિરાજમાન સીમંધર ભગવાન અને વર્દ્ધમાન
ભગવાન વગેરે ભગવંતોના દર્શન–પૂજન કરીને સૌ પ્રભુના મંડપમાં જિનવાણી
સાંભળવા બેઠા. અધ્યાત્મનું ગંભીર વાતાવરણ ચૈતન્યની વિચરાગી શાંતિને બોલાવી
રહ્યું હતું. શાંતરસથી ભરેલી મધુર વાણી શ્રી ગુરુમુખથી વહેવા લાગી. આપ પણ એનો
નમુનો ચાખો.

PDF/HTML Page 30 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૭:
• મોક્ષના કારણરૂપ ભેદવિજ્ઞાને અભિનંદન •
• ભેદજ્ઞાન મંગળરૂપ છે. •
ચૈતન્યના કોઈ અદ્ભુત ઉલ્લાસપૂર્વક પ્રવચન શરૂ કરતાં ગંભીરધ્વનિથી ગુરુદેવે
કહ્યું:– આજે મંગલ મહોત્સવ શરૂ થાય છે. ભગવાન સીમંધર પરમાત્મા
મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે; ત્યાં કુંદકુંદાચાર્યદેવ પધાર્યા હતાં. તેમને શુદ્ધાત્માના
આનંદનું પ્રચુર સ્વસંવેદન હતું. આનંદનું વેદન તો સમ્યગ્દ્રષ્ટિનેય હોય છે, પણ
મુનિવરોને તો આત્મામાં લીનતાપૂર્વક ઘણું સ્વસંવેદન હોય છે. આવા આચાર્યભગવાને
સમયસાર વગેરે પરમાગમો રચીને જગતના જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે, તેમાંથી
મહામંગળરૂપ સમયસારનો સંવર અધિકાર વંચાય છે. રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ
કેમ કરવો તે આચાર્યદેવ બતાવે છે:–
उवओगे उवओगो कोहादिसु णस्थि को वि उवओगो।
कोहो कोहे चेव हि उवओगे णस्थि खलु कोहो।।१८१।।
ઉપયોગસ્વરૂપ આત્મા ક્રોધાદિ પરભાવોથી તદ્ન જુદો છે. ભગવાન આત્મા
આનંદસ્વરૂપ છે, ક્રોધાદિભાવો દુઃખરૂપ છે;–આમ બંનેની અત્યંત ભિન્નતા જાણીને
શુદ્ધાત્માનો અનુભવ કર્યો તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું. આવા આત્માને
જાણીને ભેદજ્ઞાન કરવું તે પરમાગમનો સાર છે, તે મંગળરૂપ છે. આચાર્યદેવ કહે છે કે
અહો! સવંકર્મના ક્ષયના ઉપાયભૂત આ ભેદવિજ્ઞાન અભિનંદનીય છે.
જુઓ, માંગળિકમાં ભેદજ્ઞાનની અપૂર્વ વાત આવી છે. ઉપયોગસ્વરૂપ આત્માને
પોતાના શુદ્ધ ઉપયોગ સાથે તન્મયપણું છે, પણ ક્રોધાદિ સાથે તન્મયપણું નથી. જેમ જડ
અને ચેતનનું સ્વરૂપ અત્યંત ભિન્ન છે, તેમ ક્રોધાદિ અને ચૈતન્યનું સ્વરૂપ પણ અત્યંત
ભિન્ન છે.
હિંદી–ગુજરાતી–મરાઠી વગેરે અનેક ભાષા–ભાષી હજારો શ્રોતાજનોથી ભરચક
સભા અનેક ત્યાગીઓ, વિદ્ધાનો ને નેતાગણોથી શોભી રહી છે, ચૈતન્યના શાંતરસનું
પાન કરવા સૌ આતુર છે... ગુરુદેવ ચૈતન્યરસ પીવડાવતાં કહે છે કે: વિદેહીનાથ
સીમંધર ભગવાન, તથા ભરતક્ષેત્રના મહાવીરભગવાન, તે સર્વજ્ઞ પરમાત્માએ
દિવ્યધ્વનિમાં જે કહ્યું તે જ સંદેશ કુંદકુંદાચાર્યદેવ જગતને સંભળાવી રહ્યા છે. (અને
આપણે પણ

PDF/HTML Page 31 of 53
single page version

background image
:૨૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
શ્રી ગુરુ મુખેથી એ સંદેશ સાંભળીને ચૈતન્યરસનું પાન કરીએ છીએ.) અહો,
સંતોએ મારગડા સહેલા કરી દીધા છે.
ગુરુદેવ પ્રવચનમાં સમયસારની સાથે ઘડીકમાં પ્રવચનસાર, ઘડીકમાં નિયમસાર,
પંચાસ્તિકાય વગેરે વિવિધ પરમાગમોનો આધાર આપે છે; ને કુંદકુંદપ્રભુની સાથે સાથે
સમંદતદ્રસ્વામી, ધનસેનસ્વામી, પૂજયપાદસ્વામી, અમૃતચંદ્રસ્વામી વગેરે દિગંબર
મુનિભગવંતોને પણ પદેપદે પરમ ભક્તિથી યાદ કરતા જાય છે. અહો, આ તો
આત્મરંજનની રીત છે; આત્મા કેમ રાજી થાય ને આત્મા કેમ આનંદિત થાય–એવો
માર્ગ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યો છે. ભગવાન! શાંત થઈને તું સમજ!
સીમંધરનાથ અમ મંદિરે બિરાજિયા, દિવ્યધ્વનિના નાદ કુંદકુંદ લાવિયા;
એના રહસ્ય કહાનગુરુ એ ખોલિયા, ચૈતન્યરસના સ્વાદ ચખાડીયા.
આગમના મંદિરિયે વીરનાથ પધારિયા, સૌ ભક્તજનોએ હરખે વધાવિયા;
કુંદકુંદદેવ જિનવૈભવ લાવિયા, પદ્મ–અમૃતદેવે અમૃત પીવડાવિયા.
H શ્રી જિનેન્દ્ર – ભગવાની સ્તુતિ H
(પદ્મનન્દીપચ્ચીસીમાંથી શ્રી ઋષભજિનસ્તોત્ર ઉપર પ્રવચન: ફાગણ સુદ ૬)
ભગવાનની સ્તુતિ કરતાં સૌથી પહેલાંં પદ્મનન્દીસ્વામી કહે છે કે જય
ઋષભનાભિનન્દન
.... નાભિરાજાના નંદન ભગવાન ઋષભદેવનો જય હો. અથવા ધર્મથી જે શોભે
છે એવા (વૃષ–ભ) તીર્થંકર ભગવંતોનો જય હો.
આવા જયકારપૂર્વક ભગવાનની સ્તુતિનો પ્રારંભ કરે છે. અહો, સર્વજ્ઞ
ભગવાનના જ્ઞાનની પ્રતીત જેને અંતરના અનુભવથી આવી, તેને જ્ઞાનની બીજ ઊગી.
પ્રવચનસાર ગાથા ૮૦ માં આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે, અરિહંત ભગવાનના
આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને જે ઓળખે છે. તે જીવ આત્માના શુદ્ધસ્વરૂપને
ઓળખે છે, ને તેનો દર્શનમોહ નાશ થઈને તે જરૂર સમ્યગ્દર્શન પામે છે. ને પછી
શુદ્ધોપયોગવડે રાગાદિને પણ હણીને કેવળજ્ઞાની થાય છે. અનંત તીર્થંકરો આવા
ઉપાયથી કેવળજ્ઞાન પામીને મુક્ત થયા, ને જગતના જીવોને પણ મોહક્ષય માટે તે જ
ઉપાય ઉપદેશ્યો. અહો! આવા તીર્થંકર ભગવંતોને અને તેમના માર્ગને નમસ્કાર હો.

PDF/HTML Page 32 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૯:
દિવ્યધ્વનિમાં તીર્થંકર ભગવંતોએ, એમ ફરમાવ્યું છે કે હે જીવ! અમારા શુદ્ધ
ચૈતન્યરૂપ દ્રવ્ય–ગુણ–પર્યાયની સાથે તું તારા આત્માની મેળવણી કરીશ તો તને જ્ઞાન
અને રાગનું ભેદજ્ઞાન થઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જરૂર હોગી... હોગી ને હોગી!
સમંતભદ્રસ્વામી પણ સર્વજ્ઞપરમાત્માની સ્તુતિ કરતાં કહે છે કે અહો પ્રભો!
અમને આપની સ્તુતિની ટેવ પડી ગઈ છે (વ્યસન થઈ ગયું છે), એટલે સર્વજ્ઞતા
દેખતાં જ તેનાં પ્રત્યે બહુમાનનો ભાવ ઉલ્લસી જાય છે.
જુઓ, ધર્મી જીવને અંતરમાં આત્માના અનુભવથી રાગ વગરની શાંતિનું વેદન
વર્તેં છે, ને વચ્ચે શુભરાગ આવે છે તે રાગમાં આકુળતાનું વેદન પણ છે; તે રાગને
દુઃુખરૂપ જાણે છે. શુભરાગ તે પણ કાંઈ શાંતિની જાત નથી, પણ ધર્મીને રાગનું વેદન
હોય જ નહિ એવું નથી.
અહો, આ તો સર્વજ્ઞપરમાત્માને ઓળખીને તેમના ગુણના બહુમાનરૂપ ભક્તિની
વાત છે. નિશ્ચય–વ્યવહારની સંધિ સહિતની આવી અપૂર્વ ભક્તિ ધર્માત્માને જ હોય છે.
ધર્માત્મા જ સર્વજ્ઞપરમાત્માને સાચા સ્વરૂપે ઓળખે છે.
સમ્યગ્દ્રષ્ટિ અંતરની અભેદ અનુભૂતિમાં એમ અનુભવે છે કે જ્ઞેય–જ્ઞાતાસ્વરૂપ હું
એક છું. ! અહા! જેની આંખ ખુલ્લી છે તેને તો પરમાત્મા અંદર હાજરાહજૂર ખડા છે.
સર્વજ્ઞભગવાન પોતાના વીતરાગરસમાં લીન છે; ત્યાં ભક્ત કહે છે કે હે પ્રભો!
આપ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યવંત છો. કોઈ પ્રત્યે આપને રાગ–દ્વેષનો ભાવ નથી. આવું
જે રાગ–દ્વેષ વગરનું વીતરાગપણું તે જ જગતપ્રત્યેનું પરમાર્થ વાત્સલ્ય છે. હે ભગવાન!
અમારા અનંત ગુણ–રત્નોને પ્રગટ કરવા માટે આપ ખજાના છો. ચૈતન્યના અદ્ભુત
ખજાના આપે અમને બતાવ્યા છે.
(અહા, ઋષભ તીર્થંકર થયા તેને તો અસંખ્ય વર્ષ વીતી ગયા; પણ અત્યારે
તેઓ નજર સામે હાજરાહજુર બિરાજમાન હોય–એવા ભાવથી શ્રી કાનજીસ્વામી તેમની
પરમ ભક્તિ વર્ણવી રહ્યાં છે, ને દશેક હજાર જેટલા શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને
ભક્તિરસમાં ઝૂલી રહ્યા છે. ખરેખર, જિનેન્દ્રભક્તિનો ને આત્મકલ્યાણનો આ કોઈ
અનેરો સોનેરી અવસર આવ્યો છે.)
ઉપયોગસ્વરૂપ, સર્વજ્ઞસ્વભાવી આત્મા, અને તેની પૂર્ણતાને પામેલા સર્વજ્ઞદેવ,
તેનું સ્વરૂપ ધર્મી જીવ ઓળખે છે. ઈંદ્રિયજ્ઞાનથી કે રાગથી તે ઓળખાય તેવો નથી.
પ્રવચનસારમાં અલિંગ ગ્રહણના ર૦ બોલમાં તેનું અદ્ભુત વર્ણન છે.

PDF/HTML Page 33 of 53
single page version

background image
:૩૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• ઋષભજિન – સ્તોત્રની ગાથાઓના અર્થ •
(૬) હે સર્વજ્ઞ, હે જિનેશ! જ્યારે આપ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં હતા ત્યારે તે
વિમાનની જેવી શોભા હતી, તે શોભા આપ આ પૃથ્વીતલ પર પધારતાં આપનાં
વિયોગથી ઉત્પન્ન થયેલ દુઃખને લીધે નષ્ટ થઈ ગઈ, એમ હું શંકા (અનુમાન) કરું છું.
(૭) હે જિનેશ્વર! આપ જ્યારે આપ પૃથ્વીતલ ઉપર અવતર્યા ત્યારે
નાભિરાજાના ઘરમાં ઘણા કાળ સુધી આકાશમાંથી વસુની ધારા અર્થાત્ ધનની વર્ષા
થઈ, તેને લીધે આ પૃથ્વી ‘વસુમતી’ થઈ.
(૮) હે પ્રભો, હે જિનેન્દ્ર! આપ મરૂદેવી માતાના ગર્ભમાં સ્થિત થયા તેથી
તે મરૂદેવી માતાના ચરણ ઈન્દ્રાણી અને દેવો દ્વારા નમસ્કૃત થયા, અને જેટલી
પુત્રવતી સ્ત્રીઓ હતી તે બધાયમાં મરૂદેવીનું જ પદ સૌથી પ્રથમ થયું. (હે
વીરનાથ! આપ ત્રિશલામાતાના ગર્ભમાં પધાર્યા, તેથી ત્રિશલામાતા પણ જગતમાં
પૂજય બન્યા.)
(૯) હે જિનેન્દ્ર, હે પ્રભો! જે વખતે આપને લઈને ઈન્દ્ર મેરૂપર્વત તરફ ચાલ્યા
અને આપને ગોદમાં બેઠેલા તેણે દેખ્યા, તે વખતે તેનાં નેત્રોનું અનિમેષપણું
(ટમકારરહિતપણું) તેમ જ અનેકપણું સફળ થયું. (હે ચૈતન્યદેવ! બહારનાં હજાર
નેત્રોવડે પણ તારું રૂપ દેખી શકાતું નથી; તારું રૂપ તો ચૈતન્યના અતીન્દ્રિયચક્ષુવડે જ
દેખી શકાય છે;–આવું અદ્ભુત તારું રૂપ ધર્મી જીવો જ દેખે છે.)
(૧૦) હે પ્રભો, હે જિનેન્દ્ર! મેરૂપર્વત ઉપર જ્યારે આપનો જન્માભિષેક થયો
ત્યારે તે અભિષેકના જળના સંબંધથી મેરુને તીર્થપણું પ્રાપ્ત થયું, અને તેથી જ સૂર્ય–ચન્દ્ર
વગેરે સદાય તે મેરૂપર્વતની પ્રદક્ષિણા કર્યાં કરે છે. (પ્રભુ! હાલતાં–ચાલતાં અમે તો
સર્વત્ર આપનો જ મહિમા દેખીએ છીએ.... હરતાં ફરતાં પ્રગટ હરિ દેખું રે....)
સોનગઢ–દિગંબર જૈન પરમાગમ–મંદિરમાં મહાવીરપ્રભુની, કુંદકુંદસ્વામીના
ચરણની અને પંચ–પરમાગમ ભગવંતોની સ્થાપનાના ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવના પ્રારંભમાં, ફાગણ સુદ પાંચમે આનંદસૂચક એવું ‘નાંદી–વિધાન’ થયું
હતું; ‘મંગલ–કુંભ’ ભગવાનના માતા–પિતાને ત્યાંથી વાજતે ગાજતે લાવીને,
પ્રતિષ્ઠા મંડપમાં સ્થાપન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌધર્મ વગેરે ૧૬ ઈંદ્રો,
કુબેર તથા માતા–પિતાની સ્થાપના થઈ હતી. આ સ્થાપનાનો લાભ નીચેના
મુમુક્ષુઓને મળ્‌યો હતો–

PDF/HTML Page 34 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૧:
પિતા–માતા: ભાઈશ્રી લાલચંદભાઈ તથા નવલબેન... રાજકોટ
ઈંદ્રસભામાં મહાવીરના જીવ ઈંદ્ર તરીકે: જતીશભાઈ ... સતાવદ
(૧) સૌધર્મ ઈન્દ્ર: શેઠ પૂરણચંદજી ગોદીકા ... ... જયપુર
(ર) ઈશાન ઈન્દ્ર: શેઠ મનહરલાલ ધીરજલાલ
... સુરત
(૩) ત્રીજા ઈન્દ્ર: મીઠાલાલ મગનલાલ દોશી ... હિંમતનગર
(૪) શાંતિલાલ ચીમનલાલ વેલચંદ ઝવેરી ... ... પાલનપુર
(પ) માણેકચંદજી હીરાલાલજી પાટોદી
... ... લોહારદા
(૬) હીરાલાલજી કાલા ... ... ... ... ભાવનગર
(૭) જવાહરલાલજી મુન્નાલાલજી ... ... ... વિદિશા
(૮) ગાંધી મીઠાલાલ મગનલાલ ... ... ... પ્રાંતિજ
(૯) માણેકલાલજી કાલા કુચામન ... ... ... ભાવનગર
(૧૦) સકરાલાલ જગજીવનદાસ ગાંધી
... ... સોનાસન
(૧૧) નૌતમલાલ હરિલાલ દોશી ... ... ... મુંબઈ
(૧ર) કાંતિલાલ મફતલાલ ગાંધી ... ... ... તલોદ સ્ટેશન
(૧૩) શેઠ લક્ષ્મીચંદ કેશવજી ... ... ... ... નાઈરોબી
(૧૪) શેઠ લક્ષ્મીચંદ ભગવાનદાસ ... ... ... મુમ્બાસા
(૧પ) શેઠ ઝવેરચંદ પૂનમચંદ ... ... ... ...
નાઈરોબી
(૧૬) શેઠ રાયચંદ ડી. શાહ ... ... ... ... નાઈરોબી
કુબેર: શેઠ ધીરજલાલ ફૂલચંદ તંબોળી ... ... ... જામનગર
અહા, તીર્થંકરના મંગળ કલ્યાણકનો આવો ધન્ય અવસર પ્રાપ્ત થવાથી માતા–
પિતા તથા સર્વે ઈન્દ્ર–ઈન્દ્રાણીઓના ચિત્તમાં પ્રસન્નતા હતી. પ્રતિષ્ઠાચાર્ય
સાગરના પં. શ્રી મુન્નાલાલજી સમગોરયા હતા. તેઓ પણ આવી મહાન
ધર્મપ્રભાવના દેખીને ઉત્સાહથી બધી વિધિ કરાવતા હતા; ને ગુરુદેવની
પ્રસન્નતા તો મુમુક્ષુઓને અનેરો ઉલ્લાસ પૂરતી હતી. આચાર્ય–અનુજ્ઞા પછી
ગુરુદેવે ઉત્સવની સફળતાના મંગળ આશીષ આપ્યા. બસ, ઈન્દ્રો આવી ગયા ને
મંગળ ઉત્સવ શરૂ થઈ ગયો, ઉત્સવના પ્રારંભમાં ઈન્દ્રોએ પહેલું કામ જિનવાણી
સાંભળવાનું કર્યું.

PDF/HTML Page 35 of 53
single page version

background image
:૩૨: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ઈન્દ્રોએ જિનવાણીમાં જે સાંભળ્‌યું તે આપણે શ્રીગુરુમુખેથી સાંભળીએ–
(પ્રવચન: સમયસાર સંવર – અધિકાર)
ઉપયોગસ્વરૂપ આત્મા છે, તે ઉપયોગમાં જ છે, તે ક્રોધાદિમાં નથી.
ઉપયોગને અને ક્રોધાદિને અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતાનું ભાન કરવું તે
સંવર–ધર્મની રીત છે.
ઉત્સવ વખતે પ્રવચનમાં સંવર–અધિકાર વંચાયો; જોગાનુજોગ,
પરમાગમમંદિરમાં સ્થાપિત થયેલા કુંદકુંદાચાર્યદેવના ભવ્ય ચિત્રમાં આરસમાં તેઓશ્રી
સમયસાર લખી રહ્યા છે તેનું જે દ્રશ્ય છે તેમાં પણ તેઓશ્રી ‘સંવર–અધિકાર’ જ લખી
રહ્યા છે... જાણે અત્યારે તેઓશ્રી સંવર–અધિકાર સંભળાવીને ઉત્સવમાં આવેલ
ભવ્યજીવોને ભેદવિજ્ઞાન કરાવી રહ્યા હોય! એવો ભાવ તે ચિત્રપટમાંથી નીતરી રહ્યો
છે. તેના ભાવો ખોલતાં ગુરુકહાન કહે છે કે –
પ્રભો! તારો આત્મા કેવો છે? તેની આ વાત છે. તારી ચૈતન્યસત્તા પરથી તો
જુદી છે, ને તારી ચૈતન્યસત્તા ક્રોધાદિ થી પણ જુદી છે. જો ચૈતન્યસત્તા રાગથી જુદી ન
હોય ને બંને એક હોય તો આત્માને રાગથી ભિન્ન અનુભવી શકાય જ નહિ. પણ
રાગની સત્તાથી જુદી ચૈતન્યસત્તારૂપે આત્મા અનુભવમાં તો આવે છે. આ રીતે બંનેની
સત્તા ભિન્ન છે.
અહો, તારી આવી ચૈતન્યસત્તાને જાણતાં તને મહાન આનંદ થશે. માટે તેનો પ્રેમ
કર, આચાર્યદેવ કહે છે કે –
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
હે જીવ! તું જ્ઞાનસ્વરૂપ આત્મા.... તારી જ્ઞાનદશામાં તન્મય છો, રાગમાં તું
તન્મય નથી. રાગને અને જ્ઞાનને એકસત્તાની સિદ્ધિ નથી. કુંદકુંદાચાર્ય મહારાજ ફરમાવે
છે કે અરે જીવ! આવું ભેદજ્ઞાન કરીને એકવાર ચૈતન્યનો સ્વાદ લે. ચૈતન્યસ્વભાવમાં
ઉપયોગના ઝુકાવથી સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પછી સાથે જે રાગ હોય તે
જ્ઞાનમાં જણાય છે, પણ જ્ઞાન સાથે તેની તન્મયતા નથી. અરે, કેવળજ્ઞાન લેવાની
તાકાત જેનામાં છે, અખંડ પ્રતાપથી શોભતી જેની પ્રભુશક્તિ છે, તેને રાગથી ભિન્નતાનું
ભેદજ્ઞાન કરવાનું કઠણ પડે – એ વાત કેમ શોભે? ચૈતન્યની શૂર–

PDF/HTML Page 36 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૩:
વીરતાના એક ટંકારે સમ્યગ્દર્શન થાય છે–એવી તાકાત છે, તેને સંભાળ! પ્રભો! તારી
ચૈતન્યવસ્તુને અત્યારે નહિ સમજ તો ક્્યારે સમજીશ!
દસ હજાર માણસોની સભા સ્થિરચિત્તે ચૈતન્યની સમજણની વાત રસપૂર્વક
સાંભળી રહી છે. એ દ્રશ્ય જોતાં એમ થાય છે કે વાહ! મારા આટલા બધા
સાધર્મીજનોને ચૈતન્યનો કેવો રસ છે! વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ હજારો માઈલ દૂરથી
આ ચૈતન્યરસ પીવા તેઓ અહીં આવ્યા છે. નાના ગામડામાં સવગડ–અગવડના
વિચારને એકકોર મુકીને જૈનશાસનના મહોત્સવને શોભાવવા અને આત્માના શાંત
રસનું પાન કરવા આ સાધર્મીજનોનો મેળો ભરાયો છે... અત્યારના કાળમાં
જિનભક્તોનું આવું દ્રશ્ય જોવા મળવું તે લહાવો છે... ખરેખર! જૈનધર્મપ્રભાવ દેખીને
ધર્મી જીવોનું હૈયું હર્ષથી નાચી ઊઠે છે.
ગુરુદેવ ચૈતન્યના અત્યંત પ્રમોદપૂર્વક શ્રોતાજનોને વારંવાર ‘ભગવાન....
ભગવાન’ કહીને બોલાવે છે. ભગવાન! તું તો તારી ચૈતન્યસત્તામાં છો; તારી ચૈતન્ય–
સત્તાનું એકત્વ–વિભક્ત સ્વરૂપ આ સમયસારમાં અમે નિજવૈભવથી દેખાડીએ છીએ, તે
તું અંદરના તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. જુઓ ભાઈ, ઉત્સવમાં પણ ખરૂં કરવાનું
તો આ જ છે. રાગના સ્થાને રાગ હો, પણ આ સમ્યગ્દર્શન અને ભેદવિજ્ઞાન કર્યાં વગર
મોક્ષનો માર્ગ હાથમાં આવે તેમ નથી. સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનવડે મોક્ષમાર્ગ પ્રગટે છે,
તે જ મોટો મંગલ મહોત્સવ છે.
મહોત્સવના મંગલ–વિધાનમાં પંચપરમેષ્ઠી ભગવંતોને બોલાવીને તેમનું
ભાવભીનું પૂજન થયું. આ પૂજનમાં પંચપરમેષ્ઠીનાં ગુણો (૪૬+૮+૩૬+રપ+ર૮ કુલ
૧૪૩ ગુણો) પ્રત્યે બહુમાનથી અર્ઘ ચડાવવામાં આવે છે.
પ્રભુ વીરનાં જ્યાં વહેણ છે, કુંદકુંદપ્રભુનાં કહેણ છે,
મીઠાં અમૃત વેણ છે, શ્રી જિનાગમ જયવંત છે.
વિદેહીનાથની વાણી છે, એમાં ચૈતનરસની લાણી છે,
શ્રી કહાનગુરુએ જાણી છે, સૌ ભવ્યોને વ્હાલી છે.

PDF/HTML Page 37 of 53
single page version

background image
:૩૪: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• મંગલ મહોત્સવનાં મીઠાં સંભારણાં •
સોનગઢમાં ફાગણ સુદ પાંચમથી તેરસ સુધી ઉજવાયેલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવનું આનંદકારી વર્ણન આપ વાંચી રહ્યા છો. ફાગણ સુદ પાંચમે બપોરના
પ્રવચન પછી પંચપરમેષ્ઠી–મંગલવિધાન પૂરું થયું. હવે પ્રભુના કલ્યાણક જોવા હજારો
ભક્તજનો આતુર બન્યા. ઉત્સવના શરૂઆતના જ દિવસે દેશભરમાંથી તેરહજાર જેટલા
ભક્તજનો આવી પહોંચ્યા હતાં; પછી તે સંખ્યા રોજરોજ વધતાં–વધતાં પંદર હજાર,
વીસહજાર ને છેવટે લગભગ પચીસ હજાર સુધી પહોંચી ગઈ હતી. વાહનવ્યવહારની
મોટી તકલીફો વચ્ચે પણ યાત્રિકોનાં ટોળેટોળા કોણ જાણે કઈ રીતે સોનગઢમાં ઉભરાઈ
રહ્યાં હતાં! જેમ જગતની ગમે તેવી પ્રતિકૂળતાઓની વચ્ચે પણ સમવસરણમાં પ્રવેશ્યા
પછી કોઈ પ્રતિકુળતા સતાવી શકતી નથી. તેમ ગમે તેવિ પ્રતિકૂળતા વચ્ચે પણ
સુવર્ણપુરીની ધર્મસભામાં પ્રવેશ્યા પછી કોઈ પ્રતિકૂળતા લક્ષમાં રહેતી ન હતી;
મુમુક્ષુઓને બસ એક જ લક્ષ રહેતું કે આપણા જૈનશાસનમાં વીરનાથ ભગવાને
બતાવેલું ચૈતન્યતત્ત્વ કેવું મજાનું છે! –તે સમજી લઈએ... ને વીરપ્રભુના પંથે ચાલીને
ભવથી પાર થઈએ, –આવી ભાવનાથી, કોઈપણ તકલીફની સામે જોયા વગર ઉત્સવમાં
ખૂબ આનંદથી સૌ ભાગ લઈ રહ્યાં હતા; ને ગુરુદેવના પ્રવચનો પણ આનંદકારી
આવતા હતા. જૈનધર્મની મંગલપ્રભાવનાનો એક ધન્ય અવસર આનંદથી ઉજવાતો
હતો.
ઉત્સવપ્રસંગે પ્રતિષ્ઠામંડપમાં પ્રદર્શનવિભાગમાં મોરબીના ભાઈઓ તરફથી બે
સુંદર રચનાઓ રજુ કરવામાં આવી હતી. એક રચનામાં સુંદર કળામય ‘મહાવીર ઝુલા’
નું દ્રશ્ય હતું, તેમાં ત્રિશલામાતા નાનકડા વર્ધમાન કુંવરને પરમ હેતથી પારણે ઝુલાવી
રહ્યાં છે, ને માતા–પુત્ર આનંદકારી વાતચીત કરે છે–તે દ્રશ્ય દેખીને સૌને પ્રસન્નતા થતી
હતી. બીજી રચનામાં કુંદકુંદસ્વામીનું પાવન દ્રશ્ય હતું; તેઓશ્રી સમયસાર શાસ્ત્ર લખી
રહ્યા છે, અને તેમના મંગલચરણનો સ્પર્શ કરતાં ભક્તોને તેઓ આશીર્વાદપૂર્વક શાસ્ત્ર
સંભળાવે છે–એ દ્રશ્યની રચના ઘણી ભક્તિપ્રેરક હતી. પૂ. ગુરુદેવ પણ આ રચનાઓ
જોવા પધાર્યા હતા, ને કુંદકુંદસ્વામીના સોનેરી ચરણોનો સ્પર્શ કરીને તેનું ઉદ્ઘાટન કર્યું
હતું. સોનેરી ચરણોને સ્પર્શ કરતાં જ કુંદકુંદપ્રભુના શ્રીમુખથી સમયસાર ૩૧ મી ગાથા
(જે ગુરુદેવને અત્યંત પ્રિય છે તે) સંભળાણી હતી. –જાણે કુંદકુંદપ્રભુના સર્વાંગેથી
(હોઠહાલ્યા વગર) દિવ્યધ્વનિ છ છૂટતી હતી. ત્યારપછી, ત્રિશલામાતા વીરકુંવરને
પારણિયે ઝુલાવી રહ્યાં છે–તે દ્રશ્ય પણ ગુરુદેવે નીહાળ્‌યું હતું. રોજ હજારો પ્રેક્ષકોની

PDF/HTML Page 38 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૫:
ભીડ આ દ્રશ્યો જોવા ઉમટતી હતી, ને પ્રભુનું હાલતું–ચાલતું–બોલતું દ્રશ્ય
નીહાળીને સૌને પ્રસન્નતા થતી હતી. પૂ. બેનશ્રીબેને પણ બંને રચનાઓ પ્રસન્નચિત્તે
નીહાળી હતી. શેઠ શાંતિપ્રસાદજી શાહુ, મુ. શ્રી રામજીભાઈ, પ્રમુખ શ્રી નવનીતભાઈ
વગેરેએ પણ આ રચના દેખીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ફાગણ સુદ છઠ્ઠે વહેલી સવારથી મંગલ વાજિંત્રનાદથી સુવર્ણપુરી ગાજી રહી
હતી. જિનમંદિરમાં સીમંધરપ્રભુના દર્શનની તો ભીડ લાગી હતી.... ભીડ છતાં શાંતિ
હતી. સમવસરણમાં કરોડો–અબજો જીવો આવે છે છતાં કેવી અદ્ભુત શાંતિ હોય છે! તો
અહીં પણ એનો જ નમુનો છે ને!
ફાગણસુદ પાંચમની રાત્રે સોનગઢના જૈનવિદ્યાર્થીગૃહ દ્વારા, તથા છઠ્ઠની રાત્રે
ઘાટકોપરની ભજનમંડળી દ્વારા કુંદકુંદાચાર્યદેવના મહિમા સંબંધી નાટક થયું હતું, બંને
દિવસના ભાવવાહી નાટકો દ્વારા કુંદકુંદસ્વામીનો મહિમા, વૈરાગ્યભાવનાઓ, તથા
પરમાગમનો મહિમા વગેરે દ્રશ્યો જોઈને ગુરુદેવ અને હજારો ભક્તજનો ગદગદિત થઈ
ગયા હતાં. રાત્રે વિદ્ધાનો દ્વારા શાસ્ત્રસભા થઈ હતી.
ફાગણસુદ સાતમ: આજથી પંચકલ્યાણકવિધિ શરૂ થતી હોવાથી જાણે કે કુદરત
પણ ઉત્સવમાં સાથ પૂરાવવા આવતી હોય તેમ અષ્ટાહનિકાનું શાશ્વતપર્વ આવી
પહોચ્યું. અષ્ટાહનિકાના દિવસો મંગળ ગણાય છે. સવારે દર્શન–પૂજન અને પ્રવચન
પછી યાગમંડલવિધાન દ્વારા પંચપરમેષ્ઠીભગવંતો તેમજ જિનધર્મ, જિનવાણી,
જિનચૈત્કય અને જિનાલય–એ નવદેવોનું ઈન્દ્રોએ પૂજન કર્યું હતું. બપોરે પ્રવચન પછી
જલયાત્રાનું જુલુસ નીકળ્‌યું હતું.
રાત્રે મહાવીર–તીર્થંકરના ગર્ભકલ્યાણક પહેલાંંની ઈન્દ્રસભાનું દ્રશ્ય થયું હતું;
તીર્થંકર ભગવાનના મહિમા સંબંધી ધર્મચર્ચા થઈ હતી... ઈન્દ્રોની એ સભામાં
મહાવીરપ્રભુનો જીવ પણ દેવપર્યાયમાં વિરાજમાન હતો; ને તેમની સાથે પણ દેવો
તત્ત્વચર્ચા કરતા હતા. ઈન્દ્રોની આ ચર્ચા કેવી મજાની હતી! તે આપ આવતા અંકમાં
વાંચશો.
ઈન્દ્રસભા પછી હવે આપણે મધ્યલોકમાં વીરપ્રભુની જન્મનગરીમાં શું થઈ રહ્યું
છે તે જોઈએ. અહો, અહીં સિદ્ધાર્થ મહારાજાની રાજસભાનું દ્રશ્ય શોભી રહ્યું છે.
ત્રિશલાદેવી પણ રાજસભાને શોભાવી રહ્યાં છે; વીસ હજાર જેટલા સભાજનો
રાજસભાની આનંદકારી ચર્ચા સાંભળી રહ્યાં છે. (રાજસભાની આ ચર્ચા આપ આવતા
અંકમાં વાંચશો.)

PDF/HTML Page 39 of 53
single page version

background image
:૩૬: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• મહવરજન્મન મગલ વધઈ •
ફાગણ સુદ નોમ આવી... ને પ્રભુના જન્મની મંગલ
વધાઈ લાવી. અહા, આજે આપણી નગરીમાં તીર્થંકરનો
જન્મ થયો છે. જગતની સર્વોત્કૃષ્ટ વધામણી આજે
આપણને મળી છે. તે વધામણી સ્વીકારીને આત્માના
અસંખ્યપ્રદેશની ચૈતન્યનગરીમાં સમ્યક્ત્વાદિ ભાવરૂપ
આનંદનો મહાન મંગળ ઉત્સવ ઉજવીએ. –આવી ભાવનાથી
વીરપ્રભુનો જન્મકલ્યાણક ઉત્સવ ઉજવાયો હતો.
વહેલી સવારથી ચારેકોર મંગલનાદથી સુવર્ણપુરી ગાજી ઉઠી.... ચારેકોર
ખળભળાટ મચી રહ્યો.... શેનો છે આટલો બધો ખળભળાટ! હજારો માણસો હોંશેહોંશે
ક્્યાં દોડયા જાય છે! અહો! અહો! અહીં તો મહાવીર તીર્થંકરનો અવતાર થયો છે....
તેમના જન્મોત્સવ માટે દેવો આવ્યા છે, ને મધ્યલોક આખોય પ્રભુના જન્મોત્સવના
હર્ષાનંદથી ખળભળી ઊઠ્યો છે. !
વાહ! જેના જન્મે હર્ષનો આટલો ખળભળાટ! તે ભગવાન કેવા? હજી
પરમાત્મપદ પામ્યા પહેલાંં જે આત્માનો આટલો પ્રભાવ! તેના પરમાત્મપદના
મહિમાની તો શી વાત! આમ આનંદોત્સવપૂર્વક હજારો ભવ્યજીવો પ્રભુના
જન્મોત્સવમાં ભાગ લઈ રહ્યાં છે. પ્રભુના જન્મોત્સવની ખબર પડતાં વીસહજારથી
વધુ ભવ્યજીવો સુવર્ણપુરીમાં ઉમટી રહ્યાં છે. નાની નગરીમાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે.
સ્વર્ગે થી ઈન્દ્રો ઊતરી પડ્યા છે. પાંચ હાથી, પંચપરમેષ્ઠીની ભક્તિની મસ્તીથી ડોલી
રહ્યાં છે; “ભગવાનની સવારી મારા ઉપર ” એવા મહાન ગૌરવથી પેલો હાથી એવો
મસ્તાન બની ગયો છે.... કે બસ! મારા ઉપર તીર્થંકર ભગવાન બેઠા એટલે હું પણ
જરૂર મોક્ષ પામીશ! બે રથ અને ઐરાવત કહે છે કે અમે ભલે અચેતન છીએ તો પણ
ભગવાનના માર્ગમાં ચાલી રહ્યા છીએ ને ભગવાનના માર્ગની શોભા વધારીએ છીએ.
અરે, અચેતનરથને પણ જિનમાર્ગનું આવું ગૌરવ! તો પછી ચેતનવંતા ભવ્યજીવની
તો શી વાત?
જન્મોત્સવની ખુશાલીમાં ગુરુદેવ પણ કહે છે કે અરે જીવ! પરમાત્માના ઘરનાં
આ કહેણ આવ્યા છે–તો તે સ્વીકારી લે, ને આત્માના આનંદ સાથે તારી સગાઈ કર.
પ્રભો! તારો આત્મા રાગથી ભિન્ન છે, પણ તારી જ્ઞાન–આનંદમય દશાથી તારો

PDF/HTML Page 40 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૭:
આત્મા ભિન્ન નથી. ઉપયોગસ્વરૂપ આત્મા પોતાના શુદ્ધ ઉપયોગમાં જ છે;
‘આમાં આ છે’ એવો ભેદ પણ અનુભૂતિમાં નથી રહેતો. આધાર–આધેયના ભેદ પણ
અનુભૂતિમાં રહેતા નથી.
અહો, આત્માની આવી અનુભૂતિવાળા ઈન્દ્રો પણ તીર્થંકરદેવ પ્રત્યેની અત્યંત
ભક્તિપૂર્વક આવી પહોંચ્યા છે. સિદ્ધાર્થરાજાની રાજસભામાં ને સારી નગરીમાં આનંદ–
આનંદ છવાઈ ગયો છે. શચીદેવી તો બાલ–તીર્થંકરને તેડીને ખુશખુશાલ છે.... વાહ
પ્રભુ! તમને ગોદમાં લેવાથી તો મને મોક્ષનો સિક્કો મલી ગયો. ઈંદ્રમહારાજ પણ
બાલતીર્થંકરને દેખીને એવા આનંદિત થયા કે એકસાથે હજાર નેત્રથી પ્રભુને નીહાળવા
લાગ્યા... તોય તૃપ્તિ ન થઈ એટલે થાકીને ભગવાનને કહ્યું: હે દેવ! આ હજાર નેત્રોથી
આપનું સાચું રૂપ નહીં દેખાય, આપનું સાચું રૂપ તો અતીન્દ્રિયજ્ઞાનચક્ષુ વડે જ દેખાય
તેવું છે.
–આવા ભગવાનને ઐરાવત હાથી ઉપર તેડીને ઈન્દ્રોની મહાન સવારી દૂર–દૂર
ઊંચે–ઊંચે ચાલી જાય છે..... ક્્યાં જાય છે! ને શું કરે છે! તેનું આનંદકારી વર્ણન આપ
હવેના અંકમાં વાંચશો.
મહોત્સવના વિશેષ સમાચારો અને પ્રવચનો આવતા અંકમાં વાંચશોજી
ધન્ય ધન્ય છો હે માતા! તું જિનેશ્વરની માતા,
નંદન તારા જયવંત છે ત્રણલોકમાં.
જે પુત્ર તારો થાશે, તે મુનિ થઈ વિચરશે,
કેવળ પામી, એ ભવ્યજીવોને તારશે.
તારા ઉરમાં રત્ન બિરાજે, શ્રી તીર્થંકરપ્રભુ રાજે,
મોક્ષગામી! માતાજી જયવંત લોકમાં.
તારો પુત્ર મોટો થાશે, એ પરમાત્મા બની જશે,
જેને દેખી, સમકિત જીવો પામશે.