Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
:૩૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• સાચું અહિંસા – જીવન જીવાની રીત •
ભગવાન મહાવીરે કહેલા ‘પરમ અહિંસાધર્મ’ ને
જાણવા માટે, અને તેવું જીવન જીવવા માટે, મુમુક્ષુ જીવે પ્રથમ
તો ચૈતન્યઉપયોગ અને રાગ એ બંનેનું અત્યંત ભિન્નપણું
જાણવું જોઈએ. ભિન્નપણું જાણે તો જ રાગ વગરના
શુદ્ધઉપયોગરૂપ અહિંસક જીવન જીવી શકાય.
એવું ભિન્નપણું કયા પ્રકારે જાણવું? એમ અંતરમાં જિજ્ઞાસા જાગે તો, –
ભગવાન મહાવીરે અને તેમના શાસનમાં થયેલા સંતોએ તેવું ભિન્નપણું પોતાના
આત્મામાં સાક્ષાત્ અનુભવીને આગમમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે; તે અહીં કહીએ છીએ:–
સર્વજ્ઞ–જ્ઞાનવિશે સદા ઉપયોગલક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે? ર૪.
શરીરથી ને રાગાદિભાવોથી ભિન્ન, ચૈતન્યમય આત્મતત્ત્વને જે જાણતો નથી
અને રાગાદિ–સંયુક્ત જીવને જ અનુભવે છે એવા અપ્રતિબુદ્ધ–જિજ્ઞાસુને, આચાર્યદેવ
સર્વજ્ઞ–જ્ઞાનની સાક્ષીથી અને પોતાના સ્વાનુભવથી પ્રતિબોધે છે કે: હે ભાઈ! ‘જે નિત્ય
ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે’ એમ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, આગમમાં
પણ ભગવાને સ્પષ્ટ એમ પ્રકાશ્યું છે, ને અનુભવમાં પણ જીવ સદા જ્ઞાનસ્વરૂપે જ
અનુભવાય છે. પોતાનું ઉપયોગપણું છોડીને જીવ કદી પુદ્ગલરૂપ તો થઈ જતો નથી;
જેમ અંધકારને અને પ્રકાશને એકપણું નથી પણ જુદાપણું જ છે, તેમ ચેતનપ્રકાશ
વગરના એવા રાગાદિભાવોને અને ચેતનપ્રકાશરૂપ ઉપયોગને કદી એકપણું નથી પણ
સદા જુદાપણું જ છે. આમ તારા ઉપયોગલક્ષણ વડે તારા જીવને તું સમસ્ત જડથી ને
રાગથી જુદો જાણ, ને ઉપયોગસ્વરૂપે જ પોતાને અનુભવમાં લઈને હે જીવ! તું અત્યંત
પ્રસન્ન થા.... ને અહિંસકજીવન જીવ.
ઉપયોગસ્વરૂપની અનુભૂતિ રાગાદિથી અત્યંત ભિન્ન હોવાથી તે પરમ
અહિંસારૂપ છે, એટલે ઉપયોગસ્વરૂપનો અનુભવ (શુદ્ધઉપયોગ) તે જ પરમ
અહિંસાધર્મ છે, તે સાચું જીવન છે.
સર્વમાન્ય મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમાસ્વામી કહે છે કે:– ‘उपयोगी लक्षणम्’

PDF/HTML Page 42 of 53
single page version

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૯:
ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જીવને પોતાના ઉપયોગસ્વરૂપમાં સદા
તન્મયપણું છે, રાગાદિમાં કે શરીરાદિમાં તેને તન્મયપણું નથી. તે ઉપયોગ કોઈથી
રચાયેલો નથી, પોતાનું સત્પણું ટકાવવા તે કોઈ ઈંદ્રિયોની કે રાગની અપેક્ષા રાખતો
નથી, ઈંદ્રિયો કે રાગ વગર તે સ્વયંસિદ્ધ જીવનું સ્વરૂપ છે.
ઉપયોગ કહો કે ચેતના કહો–
તે ચેતનાનું રાગરહિત નિર્મળ પરિણમન, એટલે કે શુદ્ધચેતના તે અહિંસા છે, તે
ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. અને તે ચેતનામાં રાગાદિ અશુદ્ધપરિણમન તે હિંસા છે, તે
સંસારનું કારણ છે.
જીવના પાંચ ભાવમાં ઉતારીએ તો–
આ રીતે ઉપયોગને અને રાગને ભાવથી ભિન્નતા છે.
નવ તત્ત્વમાં લઈએ તો–
ઉપયોગ તે જીવ અને સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વમાં આવે છે.
રાગાદિભાવો આસ્રવ અને બંધતત્ત્વમાં આવે છે.
ન્યાય–યુક્તિથી જોઈએ તો–
* ઉપયોગ સાથે આત્માની સમવ્યાપ્તિ છે. * રાગાદિ સાથે આત્માની સમવ્યાપ્તિ નથી.
અનુભવથી જોતાં પણ–રાગાદિ વગરના ઉપયોગસ્વરૂપે જીવ અનુભવમાં આવે
છે. પણ ઉપયોગ વગરનો જીવ કદી અનુભવમાં આવતો નથી.
આ રીતે ઉપયોગ અને રાગ એ બંને તત્ત્વો ભિન્ન છે.
ગઢડા જિનમંદિરમાં વેદીપ્રતિષ્ઠાનું મૂરત વૈશાખ વદ બીજનું નક્કી થયું છે.
ત્યારપહેલાંં ચૈત્ર સુદ પુનમે સોનગઢથી પ્રસ્થાન કરીને ગુરુદેવ મુંબઈ પધારશે,
ને વૈશાખ સુદ બીજની જન્મજયંતિ મુંબઈ ઉજવાશે, –એમ હાલના કાર્યક્રમ
મુજબ વિચારવામાં આવ્યું છે. વિશેષ માહિતી આપ હવે પછીના અંકમાં
વાંચશો.

PDF/HTML Page 43 of 53
single page version

background image
:૪૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
કલ્યાણક – પ્રસંગની મંગલભાવના
મંગલ–ઉત્સવપ્રસંગના સંદેશમાં વિદ્ધાન ભાઈશ્રી ખીમચંદભાઈ જે. શેઠ લખે
છે કે –
વીરતાના દિવ્ય સંદેશા આપનાર વીરલઘુનંદન પરમ કૃપાળુ પૂજય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીની પાવન છત્રછાયા હેઠળ ઉલ્લસિત ભાવપૂર્વક ઉજવાતા ભગવાન
શ્રીમહાવીર પ્રભુના પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પસંગે આપણે સૌ નિજ ત્રિકાળ
જ્ઞાયકસ્વભાવી ચૈતન્ય મહાપ્રભુના આશ્રયે મોહ–રાગ–દ્વેષનો નાશ કરીએ, તથા
વ્યવહારરત્નત્રયના રાગની પણ ઉપેક્ષા કરીને સ્વરૂપની રચના કરવાનું મહાવીર્ય
આપણા અંતરમાં પ્રગટ કરીએ એ જ પરમાર્થ કલ્યાણક છે. ને એવા ઉત્તમ લક્ષે આપણે
આનંદથી આ ઉત્સવ ઉજવીએ.
– જય મહાવીર!
`
આત્મધર્મ માસિક – પત્ર સંબંધી માહિતી
પ્રકાશન સ્થાન – શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશન તારીખ – દરેક માસની દસમી તારીખ.
પ્રકાશક – શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.
મુદ્રક – મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ.
સંપાદક – બ્ર. હરિલાલ જૈન સોનગઢ.
તંત્રી – પુરુષોત્તમ શિવલાલ કામદાર ભાવનગર.
રાષ્ટ્રીયતા – ભારતીય.
માલિક – શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.
આથી હું જાહેર કરું છું કે ઉપરોકત વિવરણ મારી જાણકારી અને વિશ્વાસ
અનુસાર સત્ય છે.
વ્યવસ્થાપક – (મેનેજર)
તા. રર–૩–૭૪ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.

PDF/HTML Page 44 of 53
single page version

background image
આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ વીર સં. રપ૦૦ (૪૧)
• ઉપયોગ એ જ આત્માનું જીવન છે. •
ઉપયોગસ્વરૂપની અનુભૂતિ એ જ સાચું જીવન છે.
પ્રશ્ન:– આત્મા આયુકર્મ વગર જીવી શકે?
ઉત્તર:– હા સાચું જીવન આયુકર્મ વગર જ જીવી શકાય છે. અનંત સિદ્ધભગવંતો
આયુ વગર એવું જીવન જીવે છે. જીવના પ્રાણ ચૈતન્ય છે. [आत्मद्रव्यहेतुभूत
चैतन्यमात्र भावधारणलक्षणा जीवत्वशक्तिः।] ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરીને સદા
જીવે એવી) આત્માની જીવત્વશક્તિ છે, એટલે જીવ સદા ચૈતન્ય–જીવનથી જીવનારો છે,
આયુકર્મથી નહિ.
જો આયુકર્મથી જીવ જીવતો હોત તો બધા સિદ્ધભગવંતો મરી જાત.
આયુના અભાવમાં કાંઈ જીવનો અભાવ થતો નથી.
આવા ચૈતન્યજીવનને ઓળખે તેને દેહબુદ્ધિ રહે નહિ, ને મરણનો ભય મટી જાય.
જેને આયુકર્મનો અભાવ થયો તેનું મૃત્યુ કદી થઈ શકતું નથી.
શું આયુકર્મથી જીવ જીવે છે? – ના. જેને આયુકર્મ નથી તે સદાય જીવે છે, તેને
કદી મરણ થતું નથી. જેને આયુકર્મ છે તે તો મરે છે. હે જીવ! આયુકર્મને આધીન રહીશ
તો તું મરીશ. આયુકર્મથી છૂટો પડી જા તો તું સદા જીવીશ. આયુકર્મ વગર, સ્વાધીન
ઉપયોગવડે તું જીવનાર છો. અરે, તને તારા આત્માનું સ્વાધીન જીવન જીવતાંય ન
આવડયું, ને આયુકર્મને આધીન રહીને અનંતવાર તુ મર્યો, દુઃખી થયો. હવે, દેહ અને
કર્મથી પાર તારા સ્વાધીન ચૈતન્યથી જીવતાં શીખ, તો કદી મરણ નહિ થાય, ને
સદાકાળનું સુખી જીવન રહેશે.
સિદ્ધભગવંતો અમર છે; તેમને મરણ કેમ નથી?
આયુકર્મનો સર્વથા અભાવ હોવાથી તેમને કદી મરણ નથી.
જો આયુથી જીવ જીવતો હોત તો તે આયુના અભાવમાં જીવનોય અભાવ થઈ
જાત. જીવ તો આયુ વગર પોતાના ચૈતન્યપ્રાણથી જ જીવે છે–એવી તેની જીવત્વશક્તિ
છે. જ્યાં ચૈતન્યભાવ પૂરો ખીલી ગયો છે ત્યાં અમર જીવન પ્રગટે છે.
આ રીતે ચૈતન્યમય વીતરાગભાવ તે આત્માનું જીવન છે.
માટે હે ભવ્ય જીવો! જિન–સિદ્ધાંત અનુસાર ઉપયોગસ્વરૂપ આત્માને જાણીને
સાચું જીવન જીવો.
(“અહિંસા પરમો ધર્મ:” પુસ્તકમાંથી)

PDF/HTML Page 45 of 53
single page version

background image
(૪ર) આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાક: ફાગણ વીર સં. રપ૦૦
• ચાલો બાળકો આનંદ કરીએ – •
(ગતાંકના જવાબો)
સોનગઢમાં આનંદનો મહોત્સવ હમણાં પૂરો થયો.
ઉત્સવપ્રસંગે તમને ૧ર ઉખાણા પૂછેલા; લગભગ ૪૦૦ જેટલા
વાંચકોએ હોંશથી જવાબ લખી મોકલ્યા છે–તે સૌને ધન્યવાદ!
તે ઉખાણા અને તેના જવાબ અહીં આપ્યા છે.
(૧)
અક્ષર સાડાપાંચ છે. પ્રસિદ્ધ ભારતમાંય,
ત્રીજે–બીજે ઈષ્ટદેવ, એક–બેથી સંભળાય.
છેલ્લો–બીજો જળમાં વસે, ભારતના છે સન્ત.
એનું કહ્યું જો જાણશો તો લેશો ભવનો અન્ત.
(કાનજીસ્વામી)
(ર)
પહેલ–બીજે હેમ છે, ચાર અક્ષરનું ધામ;
ત્રીજે–ચોથે દૂર્ગ છે, કહોજી કયું તે ગામ?
(સોનગઢ)
(૩)
પ્રગટી વાણી વીરની, પંચાક્ષરી એ નામ;
ગૌતમ જ્યાં ગણધર થયા, કહોજી કયું તે ધામ?
(વિપુલાચલ)
(૪)
ઘાતીકર્મનો ક્ષય કરી, પ્રગટ્યું જ્ઞાન અનંત;
દેહ છતાં પરમાતમા.... કહોજી કયા ભગવંત?
(અરિહંત)
(પ)
ઉપયોગ લક્ષણ જેહનું, જાણે સૌને જેહ;
પણ ઈન્દ્રિથી જણાય ના, ઓળખી કાઢો તેહ.
(આત્મા)
(૬)
સત્સંગના સેવન થકી જેની પ્રાપ્તિ થાય,
એની પ્રાપ્તિ થયા પછી જરૂર મુક્તિ થાય.
એની પ્રાપ્તિ થતાં અહો! આનંદ ઉરમાં ન માય.
કરી લ્યે પ્રાપ્તિ એહની તે ધન્ય ધન્ય જગમાંય.
(સમ્યગ્દર્શન)
(૭)
જીવને જીવ જાણ્યો નહિ, ગણ્યું શરીરને જીવ;
જેથી બહુ દુઃખી થયો, કહો કેવી એ ટેવ?
દુશ્મન છઠ્ઠા ઊત્તરનો, જગતમાં એ દૂષ્ટ,
એને જો હણી નાંખશો તો થશો અહિંસક પુષ્ટ.
(મિથ્યાત્વ)
(૮)
જો આત્માને જાણશું, થઈશું એમાં લીન;
એનું ફળ શું્ર પામશું? શોધી લેજો પ્રવીણ.
(મોક્ષસુખ)

PDF/HTML Page 46 of 53
single page version

background image
આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦ (૪૩)
(૯)
આત્માને નહિ જાણશો, કરશો કદી પુણ્યરાગ;
એનું ફળ શું પામશો? શોચો જરા દિમાગ.
(ભવ–દુઃખ)
(૧૦)
સૌથી મોટા દેવ છે, વિચરે અવનિમાંય,
ભરતમાં આવે નહિ છતાં કર્યો પરમ ઉપકાર.
ભક્ત એના ભરતે વસે, સાંભળી એની વાણ.
સંત–હૃદય બિરાજતા કહોજી કયા ભગવાન?
(સીમંધરભગવાન)
(૧૧)
પ્રથમ બેમાં બાવન વસે, અક્ષર જેના પાંચ;
આપે સમ્યક્ જ્ઞાનને, જો તું ભાવથી વાંચ.
કુંદકુંદદેવનું હૃદય છે, ને વીરપ્રભુની વાણ,
કહાનગુરુને વાહલા ને ભારતના છે ભાણ.
જેનો ઉત્સવ અતિઘણો, મંદિર પણ છે મહાન,
વર્દ્ધમાન જિન શોભતા.... કહોજી એનું નામ!
(પરમાગમ)
(૧ર)
વર્ષ હજાર અઢી વીતીયા.... પણ વર્તે શાસન આજ.
એને જો ઓળખો તમે તો લઈ લ્યો મુક્તિરાજ.
કરતા વૃદ્ધિ ધર્મની ને પોતે ધર્મ–સ્વરૂપ,
સુવર્ણમાં પધારીયા, છે મહોત્સવ આનંદરૂપ.
ત્રણ શિખર એક મંદિરે, ને કળશા છે ઓગણીશ,
બિરાજે ભગવંત જે..... તેને નમાવું શીષ.
(મહાવીર ભગવાન)
ચૈત્ર સુદ તેરસ નિમિત્તે કે અન્ય પ્રસંગે પાઠશાળાઓમાં પ્રભાવના કરવા માટે
આપ નીચેના પુસ્તકો મંગાવો –
સમ્યક્ત્વ–કથા: (આઠ અંગના આઠ ચિત્રો, કથાઓ તથા પ્રવચનો સહિત)
કિંમત એક રૂપિયો.
બે સખી: (સતી અંજના તથા હનુમાન જન્મની વૈરાગ્યપ્રેરક કથા)
ચિત્રો સહિત–કિંમત પચાસ પૈસા.
ખાસ સૂચના: ઉપરના બંનેપુસ્તકોની જેટલી પ્રત આપ વૈશાખ સુદ બીજ
સુધીમાં મંગાવશો, તેટલી જ બીજી પ્રત આપને ભેટ તરીકે
આપવામાં આવશે. (પોસ્ટેજ ફ્રી)
– બ્ર. હરિલાલ જૈન
સંપાદક આત્મધર્મ: સોનગઢ ()

PDF/HTML Page 47 of 53
single page version

background image
(૪૪) આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ વીર સં. રપ૦૦
આવી રહી છે–ચૈત્ર સુદ તેરસ જન્મયા વીરપ્રભુ ભગવાન!
“જન્મ તુમારો રે... જગતને આનંદ કરનારો...”
મહાવીર ભગવાનના વિજયડંકા ફરીને ભારતમાં વાગી રહ્યાં છે...
જાણે આજે વીરનાથ ભગવાન ફરીને આ ભરતક્ષેત્રમાં વિહાર કરી રહ્યા
હોય એવું વાતાવરણ આજે વર્તી રહ્યું છે. થોડા દિવસમાં ચૈત્ર સુદ ૧૩
આવી રહી છે. આનંદથી આપણે સૌ પ્રભુને સાક્ષાત્રૂપ કરીને
જન્મકલ્યાણક ઊજવીશું. હમણાં સોનગઢમાં આપણે વીરનાથપ્રભુના
પંચકલ્યાણક નીહાળ્‌યા. તેમાં ‘મહાવીરઝૂલા’ નું અત્યંત આનંદકારી દ્રશ્ય
આપે જોયું હશે, ને ત્રિશલામાતા સાથે નાનકડા વીરકુંવર કેવી મજાની
મીઠી ચર્ચા કરે છે તે પણ આપે સાંભળ્‌યું હશે માતા–પુત્રની તે
આનંદકારી ચર્ચા મધુર સંગીત સહિત જેણો સાંભળી હશે–તેના કાનમાં
હજી તેના મધુરનાદ ગુંજતા હશે. અહીં સામે પાને તે માતા–પુત્રની ચર્ચા
છપાય છે. આપને તે વાંચીને આનંદ થશે.
બીજું ચૈત્ર સુદ તેરસે ઠેરઠેર પ્રભાવના કરવા માટે નીચેના બે
પુસ્તકો આપને ખૂબ જ ઉપયોગી થશે–
પરમાગમ – મહોત્સવપત્રિકા
વીરપ્રભુના પંચકલ્યાણકનું અત્યંત
આનંદકારી સુંદર વર્ણન તેમજ તે પ્રંસંગના
પ્રવચનોની મધુરી પ્રસાદી, ૧૦૦ પાનાં
ભરીને વાંચતાં આપનું હૈયું પ્રસન્નતાથી
ઝૂલી ઊઠશે. વીરકુંવરની ને
ત્રિશલામાતાની મીઠી વાતો પણ તેમાં જ
આપ વાંચશો.
(કિંમત સવા રૂપિયો)
અહિંસા પરમો ધર્મ:
મહાવીર ભગવાનના રપ૦૦ મા
નિર્વાણ મહોત્સવ નિમિત્તે પ્રકાશિત
થયેલ આ પુસ્તક રંગબેરંગી પ્રીન્ટિંગ
તેમજ ચિત્રો સહિત, આકર્ષક શૈલીમાં
વીરશાસનના જૈનસિદ્ધાંતને રજુ કરે છે,
ને અહિંસા ધર્મનું અદ્ભૂત સ્વરૂપ દ્રષ્ટાંત
સહિત સમજાવે છે. હિંદી તેમજ ગુજરાતી
બંને ભાષામાં છે.
(કિંમત ચાલીસ પૈસા)
ઈંગ્લીશ જૈન બાળપોથી:: સાહિત્યપ્રચારમાં એક નવું જ કદમ.
યુવાનોમાં વહેંચવા માટે ખાસ ઉપયોગી: (કિંમત પ૦ પૈસા)

PDF/HTML Page 48 of 53
single page version

background image
આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦ (૪૫)
નાનકડા બાલતીર્થંકર વર્દ્ધમાનકુંવર અંતરમાં
તો ચૈતન્યના આનંદઝૂલે ઝૂલી રહ્યાં છે; ને બહારમાં
ત્રિશલામાતા એમને દિવ્ય પારણે ઝુલાવી રહ્યાં છે.
બાલતીર્થંકર પોતાના બાલમિત્રો સાથે આનંદથી
ખેલે છે, ને માતાજી સાથે પણ અવનવી વાતું કરીને
માતાને આનંદ પમાડે છે. એકવાર ફાગણ સુદ તેરસે
માતા–પુત્ર કેવી મજાની ચર્ચા કરે છે, તે આપણે પણ
સાંભળીએ –
(મંગલ વાજાં)
માં... ઓ... માં!
હાં, બેટા વર્દ્ધમાન! બોલિયે.
મા, શુદ્ધાત્મતત્ત્વનો મહિમા કેવો અગાધ છે!
તેની તને ખબર છે?
હા, બેટા! જયારથી તું ગર્ભમાં આવ્યો
ત્યારથી શુદ્ધાત્મતત્ત્વનો અગાધ મહિમા મેં
જાણી લીધો.
આત્માનો કેવો મહિમા જાણ્યો! મા, મને
કહો. બેટા, જયારથી અહીં આકાશમાંથી
વૃષ્ટિ થવા માંડી, જયારથી મેં દિવ્ય ૧૬
સ્વપ્નો દેખ્યા, ને તે સ્વપનનાં અદ્ભૂત
ફળ જાણ્યા ત્યારથી મને એમ થયું કે–
અહા, જેના પુણ્યનો આવો આશ્ચર્યકારી
પ્રભાવ... તે આત્માની પવિત્રતાની શી
વાત! એવો આરાધક આત્મા મારા
ઉદરમાં બિરાજી રહ્યો છે. –એમ અદ્ભૂત
મહિમાથી આત્માના

PDF/HTML Page 49 of 53
single page version

background image
(૪૬) આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ વીર સં. રપ૦૦
આરાધકભાવનો વિચાર કરતાં કોઈ
અચિંત્ય આનંદસહિત શુદ્ધાત્મતત્ત્વ મને
ભાસ્યું. બેટા મહાવીર! એ બધો તારો જ
પ્રતાપ છે.
અહો માતા! તીર્થંકરની માતા થવાનું
મહાભાગ્ય તને મળ્‌યું; તું જગતની માતા
કહેવાણી. ચૈતન્યના અદ્ભુત મહિમાને
જાણનારી હે માતા! તું પણ જરૂર મોક્ષગામી
છો.
બેટા, વર્દ્ધમાન! તારી વાત સત્ય છે.
સ્વર્ગેથી તારું આગમન થયું ત્યારથી અંતર
અને બાહ્ય વૈભવ વૃદ્ધિગત થવા લાગ્યો છે...
મારા અંતરમાં આનંદની અપૂર્વ સ્ફુરણા થવા
લાગી છે.... મને તારા આત્માનો સ્પર્શ થયો
ત્યારથી આરાધક ભાવ શરૂ થઈ ગયો છે, ને
એક ભવે હું પણ તારી જેમ મોક્ષને સાધીશ.
અહો, ધન્ય માતા! મારી માતા તો
આવી જ શોભે. માતા, તારી વાત સાંભળીને
મને આનંદ થાય છે. હું આ ભવમાં જ મોક્ષને
સાધવા અવતર્યો છું, તો મારી માતા પણ
મોક્ષને સાધનારી જ હોય ને!
બેટા, તું તો આખા જગતને
મોક્ષમાર્ગ દેખાડનાર છો; તારા પ્રતાપે તો
જગતના ભવ્ય જીવો આત્માને જાણશે, ને
મોક્ષમાર્ગને પામશે. –તો હું તારી માતા, કેમ
બાકી રહું? હું પણ જરૂર મોક્ષમાર્ગે આવીશ.
બેટા, તું ભલે આખા જગતનો નાથ...
પણ મારો તો પુત્ર! તને આર્શીવાદ આપવાનો
તો મારો હક્ક છે.
વાહ માતા! તારું હેત અપાર છે.... માતા તરીકે તું
પૂજય છો.... તારું વાત્સલ્ય જગતમાં અજોડ છે.
(સુવર્ણપુરી સ્વાધ્યાય સુમંદિર: એ રાગ)
માતા મારી મોક્ષસાધિકા ધન્ય ધન્ય છે તુજને...
તુજ હૈયાની મીઠી આશીષ વહાલી લાગે મુજને..
માતા! દરશન તારા રે... જગતને આનંદ કરનારા..
બેટા, તારો અદ્ભુત મહિમા સમ્યક્ હીરલે શોભે..
તારા દર્શન કરતાં ભવ્યો, મોહનાં બંધન તોડે...
બેટા! જન્મ તુમારો રે જગતને આનંદ દેનારો...
માતા! તારી વાણી મીઠી, જાણે, ફૂલડાં ખરતાં...
તારા હઈડે હેત–ફૂવારા ઝરમર–ઝરમર ઝરતાં...
માતા! દરશન તારા રે...જગતને આનંદ કરનારા..
(વાહ બેટા! તારી વાણી તો અદ્ભુત છે ને
ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડનાર છે.)
તારી વાણી સુણતાં ભવ્યો, મુક્તિપંથે દોડે...
ચેતનરસનો સ્વાદ ચાખે ત્યાં રાજપાટ સબ છોડે...
બેટા, જન્મ તુમારો રે, જગતને મંગલકારી રે...
જાગે ભાવના માતા મુજને ક્્યારે બનું વીરાગી...
બંધન તોડી રાગતણાં સૌ બાનું પરિગ્રહત્યાગી...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા,
બેટા, તું તો બે જ વરસનો પણ ગંભીરતા ભારી...
ગૃહવાસી પણ તું તો ઉદાસી, દશા મોહથી ન્યારી...
બેટા, જન્મ તુમારો રે જગતને આનંદ દેનારો.

PDF/HTML Page 50 of 53
single page version

background image
આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦ (૪૭)
માતા! તું તો છેલ્લી માતા માત બીજી નહિ થાશે,
રત્નત્રયથી કેવળ લેતાં જન્મ–મરણ દૂર જાશે...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા....
બેટા, તું તો જગમાં ઉત્તમ આત્મ–જીવન જીવનારો...
દિવ્યધ્વનિનો સંદેશ દઈને મુક્તિમાર્ગ ખોલનારો...
બેટા... ધર્મ તુમારો રે જગતનું મંગલ કરનારો...
માતા! મુક્તિમારગ ખુલ્લો ભવ્યો ચાલ્યા આવે...
ભરતક્ષેત્રમાં જયવંત શાસન આનંદમંગલ આપે...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા.
બેટા, તું તો વર્દ્ધમાન સાચો, ધર્મવૃદ્ધિ કરનારો,
મહાવીર પણ સાચો તું છો, મોહમલ્લ જીતનારો...
બેટા, ધર્મ તુમ્હારો રે... જગતનું મંગલ કરનારો...
માતા, કરું વીતરાગી વૃદ્ધિ નિજ પરમ પદ પામું,
જીવ બધા જિનધર્મને પામો... એવી ભાવના ભાવું...
માતા! દરશન તારા રે જગતને આનંદ દેનારા...
બેટા, જગમાં ધર્મની વૃદ્ધિ થાશે તારા પ્રતાપે,
જે ચાલે તુજ પગલે પગલે મોક્ષપુરીમાં આવે...
બેટા, ધર્મ તમારો રે. જગતને આનંદ દેનારો...
માતા! અનુભૂતિ ચેતનની અતિશય મુજને વહાલી,
અનુભૂતિમાં આનંદ ઉલ્લસે એની જાત જ ન્યારી...
માતા... દરશન તારા રે જગતને આનંદ દેનારા...
બેટા, તું તો સ્વાનુભૂતિની મસ્તીમાં નિત મ્હાલે...
હીંચોળું હીરલાની દોરે, ઉરનાં વહાલે–વહાલે...
બેટા, જન્મ તમારો રે જગતને આનંદ દેનારો...
(અહો, ત્રિશલામાતા અને બાલ–તીર્થંકર વર્દ્ધમાનકુંવરની
આ ચર્ચા અદ્ભૂત આનંદકારી છે. આજે પણ આવી માતા અને
આવા બાળકો ઉત્તમ સંસ્કાર વડે જૈનશાસનને શોભાવી રહ્યાં
છે. એવો ધર્મયુગ પૂ. ગુરુદેવના પ્રતાપે આવી રહ્યો છે. વીરનાથ
ભગવાનના અઢીહજારમા નિર્વાણમહોત્સવનું આ મહાન વર્ષ
જગતના જીવોને મંગળરૂપ હો.) –બ્ર. હરિલાલ જૈન
જય મહાવીર
h O h

PDF/HTML Page 51 of 53
single page version

background image
(૪૮) આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦
• કંકોતરી •
(રાગ: એક અદ્ભુત આત્મા...)
આનંદકારી ઉત્સવની આ મંગલ કંકોતરી ફરીને પણ વાંચતા આપને પ્રસન્નતા
થશે, ને ચેતનરસનું પાન કરવા સોનગઢ આવવાનું મન થશે. (સં.)
શ્રી વીરપ્રભુના મંડપમાં વળી કુંદગુરુના મંડપમાં,
પરમાગમના મંડપમાં........ તમે.... આવજો.... પધારજો... તમે......
વિદેહીનાથ પધારજો વળી સાધકસંતો આવજો,
અઢીદ્વીપનાં સૌ સાધર્મી.... તમે આવજો.... પધારજો... તમે.......... શ્રીવીર.
જ્યાં સમકિતનાં તો તોરણ છે, સુજ્ઞાન–મંગલદ્વાર છે,
જ્યાં ચારિત્ર–શિખર શોભે છે.... તમે આવજો....પધારજો.... તમે...શ્રીવીર.
પચ્ચીસો વરસે આવ્યા છે શ્રીવીર પ્રભુજી પધાર્યા છે,
દર્શન આનંદકાર છે.... તમે આવજો.... પધારજો.... તમે................શ્રીવીર.
શ્રીગુરુ કહાન બોલાવે છે સૌ ભક્તો સ્વાગત આપે છે,
સુવર્ણે વાજાં વાગે છે..... તમે આવજો.... પધારજો.... તમે.............શ્રીવીર.
જ્યાં આનંદ અપરંપાર છે, જ્યાં ચૈતન્યનાં રસપાન છે,
જ્યાં રત્નત્રયનાં દ્વાર છે.... તમે આવજો.... પધારજો.... તમે.........શ્રીવીર.
જ્યાં વીરપ્રભુનાં વહેણ છે, જ્યાં કુંદપ્રભુનાં કહેણ છે,
જ્યાં ખુલ્લા મુક્તિ મારગ છે.... તમે આવજો.... પધારજો.... તમે...શ્રીવીર.
ઉત્સવ આનંદકાર છે, વીરના જયજયકાર છે;
ભવથી બેડા પાર છે, તમે આવજો.......... પધારજો........ તમે.......શ્રીવીર.
વિદેહીનાથ બિરાજે છે પ્રભુચેતનરસ પીવડાવે છે;
એ ચેતન રસને ચાખવા..... તમે આવજો.... પધારજો...... તમે.....શ્રીવીર.

PDF/HTML Page 52 of 53
single page version

background image
વિદેહીનાથ પધારજો.સૌ સાધક – સંતો આજો
ઉત્સવની મંગલકંકોતરી લખાણી તે વખતનાં દ્રશ્યો
ચેતનરસને ચાખવા.તમે આવજો.પધારજો.

PDF/HTML Page 53 of 53
single page version

background image
શ્રી મહાવીરપ્રભુના અઢીહજારમા નિર્વાણ મહોત્સવના વર્ષમાં
અમે આટલુ કરીશું––
જૈનમાર્ગનું જ પરમ ભક્તિથી સેવન કરીશ.

૧ રાત્રે કદી ખાઈશ નહીં.
૨ અણગળ પાણી પીશ નહીં.
૩ લૌકિક સિનેમા જોઈશ નહીં.

બંધુઓ–બહેનો! ઉપર લખેલી ત્રણવાત કરવાનું, અને
ત્રણવાત ન કરવાનું સૌને માટે સહેલું છે. ઘણું કરીને તો તમે તેનું
પાલન કરતા જ હશો; ન કરતા હો તો હવે બરાબર પાલન
કરજો; ને આ દિવાળી તથા આવતા વર્ષની દિવાળી (એટલે વીર
સં. ૨૫૦૦ તથા ૨૫૦૧) સુુુધી તેનું પાલન જરૂર કરજો.
સ્વીકૃતિપત્ર નીચે મુજબ (પોસ્ટકાર્ડમાં જ) લખી મોકલશો.
દિવાળી પહેલાં ઓછામાં ઓછા અઢી હજાર સ્વીકૃતિપત્ર આવી
જશે એવી આશા રાખીએ છીએ.
“મહાવીરપ્રભુના અઢીહજારમા નિર્વાણ–મહોત્સવના
વર્ષમાં આપે આત્મધર્મમાં સૂચવેલી છ બાબતોનું હું પાલન
કરીશ, ને વીરપ્રભુના માર્ગમાં આત્મહિત સાધીશ.”
લી. (પૂરું નામ : ઉંમર :) નાના કે મોટા, ભાઈ કે બેન,
બાળક કે વૃધ્ધ સૌ કોઈને આમાં ભાગ લેવા નિમંત્રણ છે.
સંપાદક : આત્મધર્મ : સોનગઢ (364250)
પ્રકાશક : શ્રી દિગંબર જૈન, સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : ફાગણ :: ૩૬૫::