Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૮૦
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
આત્મા સ્વયં છે જ્ઞાનરૂપ, રે! જ્ઞાન વિણ તે શું કરે?
પરભાવને આત્મા કરે–એ મોહ છે વ્યવહારીનો.
આચાર્યદેવ કહે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે
જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? અરે
પ્રાણીઓ! તમારો જ્ઞાનસ્વરૂપ આત્મા જડની ક્રિયાનો કે
રાગનો કર્તા નથી એમ તમે સમજો.
જ્ઞાનસ્વરૂપ આત્માને ભૂલીને જે એમ માને છે કે
અમે દેહની ક્રિયાના કર્તા અને અમે રાગના કર્તા; તેને
માટે આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! ‘આત્મા
પરભાવનો કર્તા છે’ –એ તો વ્યવહારી જીવનો મોહ છે!
આત્મા ખરેખર પરભાવનો કર્તા તો છે નહીં; છતાં પરનો
કર્તા માને છે તેને અહીં સમજાવે છે કે અરે જીવ! તારો એ
મોહ છોડ! તારો આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, એમ તું
સમજ! જ્ઞાન સાથે તન્મય એવા વીતરાગી શાંતિ–શ્રદ્ધા
વગેરે ભાવો તારું સ્વકાર્ય છે, કે જે તારા આત્મસ્વભાવથી
અભિન્ન છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 45
single page version

background image
• •
[સંપાદકીય]
દુનિયામાં માતા–પુત્ર, અથવા ભાઈ–બેનનો સંબંધ નિર્દોષ ને ઉત્તમ
છે, પણ સાધર્મીનો સંબંધ તો એના કરતાંય ઘણું ઊંચું સ્થાન ધરાવે છે,
–એટલે તો પ્રસિદ્ધ છે કે ‘સાચું સગપણ સાધર્મીતણું. ’ એની તુલનામાં આવે
એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે–ગુરુ અને શિષ્યનો; –પરંતુ ગુરુ–
શિષ્યનો આ સંબંધ પણ અંતે તો સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે
એક જ ધર્મને માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે
‘સાચું સગપણ સાધર્મીતણું’ –એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
એક રાષ્ટ્રમાં રહેનારા વિધર્મીઓ પણ રાષ્ટ્રીયભાવના વડે
એકબીજાને ભાઈ–ભાઈ સમજવામાં ગૌરવ અનુભવે છે, તો એક
જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ–ગુરુ–ધર્મને
ઉપાસનારાઓમાં ધાર્મિકભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ વાત્સલ્ય
વર્તતું હોય છે, અને ‘આ મારો સાધર્મી ભાઈ કે બહેન’ એવું કહેતાં એના
અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક ગૌરવ વર્તે છે–તેની તુલના
જગતનો એક્કેય સંબંધ કરી શકે તેમ નથી.
આપણો ધર્મ તો વીતરાગધર્મ! તેમાં સાધર્મી–સાધર્મીના સંબંધની
ઉત્કૃષ્ટતાનું બીજું કારણ એ છે કે તેમાં એકબીજાના સંબંધથી માત્ર
ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે અભિલાષા હોતી નથી.
મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા સાધર્મી ને વહાલો લાગ્યો,
એટલે તેણે મારી ધર્મભાવનાને પુષ્ટ કરી...ને એની ધર્મભાવનાને હું પુષ્ટ
કરું. –આમ અરસપરસ ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મવાત્સલ્ય
જગતમાં જયવંત હો.
આપણે સૌ એક જ ઉત્તમપથના પથિક છીએ; આ કડવા સંસારમાં
સાધર્મીના સંગની મીઠાશ દેખીને, ને આત્મિકચર્ચાના બે શબ્દો સાંભળીને
મુમુક્ષુને અસાર સંસારનો થાક ઊતરી જાય છે, ને ધાર્મિકઉત્સાહમાં અનેરું
બળ મળે છે. બસ, સાધર્મીના સ્નેહ પાસે બીજી લાખ વાતોને પણ ભૂલી
જાઓ....સાધર્મી પ્રત્યે વાત્સલ્ય એ મુમુક્ષુનું આભૂષણ છે.
વીરનાથપ્રભુના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવના આ વર્ષમાં
સર્વે સાધર્મીજનો વાત્સલ્યના પવિત્ર ઝરણામાં પાવન થાઓ.....ને
આત્મહિત વડે વીરશાસનને શોભાવો.....

PDF/HTML Page 4 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપય : જઠ :
વષ ૩૨ ઈ. સ. 1975
અક ૮ JUNE
૫ધારો વીરશાસન–શણગાર
વીરશાસનના વીતરાગી–ધર્મધ્વજને જેઓ ઊંચેઊંચે
ફરકાવી રહ્યા છે, જેમના પ્રતાપે વીરપ્રભુનું અને તેમના
ઉપદેશનું સાચું રહસ્ય આપણને સમજાય છે, અને જેમના
મંગલપ્રભાવે જિનશાસનના ધર્મચક્રનો પ્રભાવ સર્વત્ર
ગાજી રહ્યો છે–એવા પૂ. શ્રી કહાનગુરુદેવ દ્વારા થતી
જિનશાસનની મંગલ–પ્રભાવના જયવંત વર્તો.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ર : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
ચાલો ર્ચા કરીએ • [સાધર્મી – સાધર્મી વચ્ચે વાતચીત]
બે સાધર્મી મળે એટલે એકબીજાને દેખીને સહેજે આનંદ થાય; અને
તેમાંય ધર્મની અવનવી વાતચીત થતાં વિશેષ આનંદ થાય...અને વધુ
આગળ વધતાં જો અનુભૂતિની ઊંડીઊંડી ચર્ચાઓ થાય તો તો કેવી મજા
પડે! આ વિભાગ સાધર્મીઓની એવી ચર્ચાઓ રજુ કરીને સૌને આનંદ
આપશે આપ પણ આ વિભાગમાં ભાગ લઈને આનંદના ભાગીદાર બનો.
* ચારિત્ર અને સમ્યક્ત્વ *
એક મુમુક્ષુ: ચારિત્રદશા ધારણ કર્યે જ મોક્ષ પમાય છે.
બીજો મુમુક્ષુ: એ વાત તદ્ન સત્ય છે
[પરંતુ ચારિત્રદશા સમ્યગ્દર્શન પૂર્વક જ હોય છે.
સમ્યગ્દર્શન વગરના આચરણની મોક્ષમાર્ગમાં કાંઈ જ ગણતરી નથી; માટે પ્રથમ
સમ્યગ્દર્શન કરજે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગમાં પ્રવેશવાની ટિકિટ છે એના વગર
મોક્ષમાં દાખલ થવા જઈશ તો ગુનેગાર બનીશ.)
* સુખ....જ્ઞાનથી મળે, રાગથી નહીં *
એક મુમુક્ષુ: ભૈયા, અનેકવિધ શુભભાવ કરવા છતાં જીવને જરાય સુખ કેમ નહીં
મળતું હોય?
બીજો મુમુક્ષુ: અરે ભાઈ! સુખ તે કાંઈ રાગથી મળે?–ના; સુખ તો જ્ઞાનથી જ મળે.
પંચમહાવ્રતનો શુભરાગ પણ અજ્ઞાનીને જરાય સુખનું કારણ નથી થતો;–
ક્્યાંથી થાય? એ તો રાગ છે, રાગ તે કાંઈ સુખનું કારણ હોય? રાગના ફળમાં
બહારનો સંયોગ મળે, ને અંદર આકુળતા થાય, પણ કાંઈ ચૈતન્યની શાંતિ
રાગથી ન મળે. આત્માના અતીન્દ્રિય સ્વરૂપને જાણનારું સમ્યગ્જ્ઞાન તે જ
સુખનું કારણ છે. ચૈતન્યના જ્ઞાનથી જ શાંતિનું વેદન થાય છે. (‘જ્ઞાનસમાન ન
આન જગતમેં સુખકો કારણ’)
* પીંછી અને મોક્ષ *
એક મુમુક્ષુ: પીંછી લીધા વગર મોક્ષ થવાનો નથી.
બીજો મુમુક્ષુ: હા, અને પીંછી છોડયા વગર પણ મોક્ષ થવાનો નથી.
[માટે પીંછી મોક્ષનું
કારણ નથી; મોક્ષનું કારણ બીજું જ છે, તેને તું આત્મામાં શોધ.)

PDF/HTML Page 6 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
* વીરતા– * (ક્ષણમાં બધું છોડ્યું)
એક મુમુક્ષુ: વીરતા શેમાં છે?–ભેગું કરવામાં કે છોડવામાં?
બીજો મુમુક્ષુ: ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓનો ને છખંડનો પરિગ્રહ ભેગો કરતાં
(દિગ્વિજયમાં) કેટલાય વર્ષો વીતી જાય છે, –એક ક્ષણમાં એ બધો પરિગ્રહ
ભેગો નથી થતો; જ્યારે તે ૯૬૦૦૦ રાણીઓ ને છખંડ વગેરે બધોય પરિગ્રહ
છોડવામાં તો એક ક્ષણ જ લાગે છે; તેમાં વર્ષો નથી લાગતા. જ્યાં ચૈતન્યમાં
વિરક્તદશા જાગી કે એક ક્ષણમાં બધું છોડીને સંસારથી દૂર ભાગ્યા. બસ,
ભોગોમાં એવી વીરતા નથી કે જેવી ત્યાગમાં વીરતા છે.
* ભેદજ્ઞાનથી સિદ્ધિ *
બંધ્યા અરે જે જીવ તે સૌ ભેદજ્ઞાન–અભાવથી.
ભેદજ્ઞાન જ મુક્તિસુખ પામવાનો ઉપાય છે; –આમ જાણીને હે જીવ! તું અતૂટ ધારાએ
ભેદજ્ઞાનને ભાવ; રાગાદિથી ભિન્ન શુદ્ધાત્માને જાણીને તેને જ નિરંતર ભાવ.
એક મુમુક્ષુ: કેવળજ્ઞાની તો વીતરાગ છે એટલે કેવળજ્ઞાનમાં તો રાગનું કર્તૃત્વ ન હોય;
પરંતુ સાધકનું જ્ઞાન અધૂરું છે તેમાં તો રાગનું કર્તૃત્વ હોય ને?
બીજો મુમુક્ષુ: સાંભળ ભાઈ! જેમ સોનાનો મોટો કટકો લોઢાથી જુદો છે, તેમ સોનાની
નાની કટકી પણ લોઢાથી જુદી છે; મોટું સોનું કે નાનું સોનું–બંને એક જાત છે;
તેવી રીતે મોટું જ્ઞાન કે નાનું જ્ઞાન બંને એક જાત છે, એટલે જેમ કેવળજ્ઞાન
રાગથી જુદું છે તેમ સાધકનું નાનું જ્ઞાન પણ રાગથી જુદું જ છે. એક જ પિતાના
બે પુત્રોની જેમ કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંને જ્ઞાનની જ જાત છે, એક જ્ઞાનનું
જ પરિણમન છે, જેમ કેવળજ્ઞાનમાં રાગનું કર્તૃત્વ નથી તેમ સમ્યગ્દ્રષ્ટિના મતિ–
શ્રુતજ્ઞાનમાં પણ જ્ઞાનથી ભિન્ન રાગાદિનું કર્તૃત્વ નથી. જ્ઞાનસ્વભાવમાં જ
તન્મય પરિણમતું તેનું જ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ રાગનું ને પરનું જ્ઞાતા છે,
તેનાથી જુદું રહીને તેને જાણે છે. આવું જ્ઞાન અતીન્દ્રિયસુખને સાથે લેતું પ્રગટે
છે, ને પછી વધતું–વધતું કેવળજ્ઞાનરૂપ થઈને મહાન સર્વોત્કૃષ્ટ સુખને સાધે છે.
અહો, એ જ્ઞાન અને એ સુખના મહિમાની શી વાત! આવા જ્ઞાનસ્વભાવને
ઓળખીને તેનું સેવન કરો.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
* ગણધરની જેમ........સર્વજ્ઞના પુત્ર છીએ *
એક મુમુક્ષુ: મોક્ષના સાધક સમ્યગ્દ્રષ્ટિને કેવી નિઃશંકતા હોય છે?
બીજો મુમુક્ષુ: અહા, એની શી વાત! મતિશ્રુતજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે અમે પણ
સર્વજ્ઞપદને સાધનારા સર્વજ્ઞદેવના પુત્ર છીએ. એક જ પિતાના બે પુત્રોની જેમ
કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંનેની જાત એક જ છે. ગણધરો–મુનિવરો તે મોટા
પુત્રો છે, ને અમે અવિરત–સમકિતી નાના પુત્ર છીએ, –નાના પણ સર્વજ્ઞના
પુત્ર છીએ, એટલે રાગથી જુદા પડ્યા છીએ ને મોક્ષને સાધી રહ્યા છીએ. જ્ઞાન
અને રાગની ભિન્નતાના ભેદજ્ઞાનવડે રાગ સાથેનું સગપણ તોડીને સર્વજ્ઞપદ
સાથે સગપણ બાંધ્યું છે–તેથી અમારું ચિત્ત પરમ શાંત થયું છે, ને ગણધરાદિની
જેમ અમે પણ આનંદથી પ્રભુના મોક્ષમાર્ગમાં ચાલી રહ્યા છીએ. શ્રી
ગૌતમગણધરને ‘सर्वज्ञपुत्र’ કહ્યા છે; (‘साक्षात् सर्वज्ञपुत्र.... ’ આદિપુરાણ
૨–૫૪) પં. બનારસીદાસજીએ સમ્યગ્દ્રષ્ટિને ‘જિનેશ્વર કે લઘુનન્દન’ કહ્યા છે.
મુનિઓ તે બડા પુત્ર છે ને સમ્યગ્દ્રષ્ટિ–ચોથા ગુણસ્થાની તે છોટાપુત્ર છે,
–ભલેનાના...પણ છે સર્વજ્ઞના પુત્ર, સર્વજ્ઞની જાતના. જેમ નાનું પણ સિંહનું
બચ્ચું–તે મોટા હાથીનેય ભગાડે, તેમ સમ્યગ્દ્રષ્ટિ ભલે નાનો પણ સર્વજ્ઞનો પુત્ર,
તેનું જ્ઞાન ભલે થોડું પણ સર્વજ્ઞની જાતનું સમ્યગ્જ્ઞાન, તે સર્વે મોહરૂપી હાથીને
ભગાડી મુકે ને સિદ્ધપદને સાધે એવી તાકાતવાળું છે.
* મહિલાવર્ષની ઉજવણી *
એક મુમુક્ષુબેન: બહેન! સાંભળ્‌યું છે કે હમણાં આખી દુનિયામાં ‘મહિલાવર્ષ’ ઊજવાઈ
રહ્યું છે. તો આપણે બહેનોએ પણ તેમાં ભાગ ન લેવો જોઈએ?
બીજી મુમુક્ષુબેન: હા બહેન, જરૂર ભાગ લેવો જોઈએ. પણ તે માટે આપણે શું કરીશું?
‘આત્મધર્મ’ માં તેની સલાહ પુછાવીએ તો!
‘ના રે બેન! તારે પૂછાવવાનીયે જરૂર નહિ પડે. જો, આ જ અંકમાં છઠ્ઠા પાને
તેની વિગત આપી છે, તે ધ્યાનથી વાંચી લે...તેમાં બહુ સરસ વાત છે. ’
૦ ૦ ૦
* “આત્મધર્મ મેરા ઐસા પરમ મિત્ર હૈ જો પગપગ પર આનેવાલે પ્રતિકૂલ
પ્રસંગોં પર મેરે પરિણામોંકી સંભાલ કરતા હૈ ઔર મુઝે તીવ્ર કષાયરૂપી અગ્નિમેં
જલનેસે બચાતા હૈ
ઉસકે બિના મુઝે ચૈન નહીં પડતી હૈં।” –એક મુમુક્ષુ.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
* એક જૈનબંધુ (જિસને અપના પત્તા નહીં લિખા) લિખતે હૈ કિ–હમને ઈસ
માહકા આત્મધર્મ આજ પહલીવાર પઢા; જિસકો પઢકર ઐસા લગા કિ ધર્મ ભી કુછ
ચીજ હૈ, તથા સંસાર નશ્વર હૈ
હમ સુન રહે થે કિ સોનગઢ જાકર આત્માકો કિતની
શાન્તિ મિલતી હૈ! વહાં પર યદિ હવા ભી ચલતી હૈ ઔર પશુ–પક્ષી ભી બોલતે હૈ તો
ઐસા લગતા હૈ જૈસે સબ મુક્તિકા માર્ગ બોલ રહે હૈં; જગહ જગહ ધર્મચર્ચા હો રહી હૈ
–યહ ધર્મચર્ચા સુનકર આત્માકો શાંતિ મિલતી હૈ(લેખક મહોદયને ઈસકે બાદ
મહિલાસમાજકી ઉન્નતિકે લિયે કોઈ સૂચના માંગી હૈ, સો ઈસ સંબંધમેં એક લેખ આપ
ઈસ અંકમેં હી પઢેંગે
–સં.)
* દિલ્હીસે મહેન્દ્ર મહેતા શુભેચ્છાકે સાથ લિખતે હૈ કિ– “આત્મધર્મ” પત્રિકા
પ્રાપ્ત કર અજીબોગજબ પ્રસન્નતાકા અનુભવ કર રહા હૂંસમ્પાદન કે વક્ત વર્તમાન
તથ્યમૂલકો દ્રષ્ટિગત રખ–સાથ હી અનુકૂલ ચિત્રોં કે સમાવેશને પત્રિકામેં ઔર ભી જાન
ડાલ દી હૈ
।”
* પૂ. ગુરુદેવ જિનેન્દ્રભગવંતોની મંગલપ્રતિષ્ઠા, બાહુબલીયાત્રા તથા અનેકવિધ
ધર્મપ્રભાવના કરીને જેઠ સુદ સાતમના રોજ પુનઃસોનગઢ પધાર્યા છે...સોનગઢ
પુનઃવાજતું–ગાજતું બન્યું છે, જિનવાણી પર પ્રવચનો ચાલી રહ્યા છે: સવારે
પ્રવચનસાર ગાથા. ૧૨૬ તથા બપોરે સમાધિશતક ગાથા ૫૦ વંચાય છે.
* કોટા શહેરમાં પૂ. ગુરુદેવ આઠદિવસ પધારતાં અધ્યાત્મ શિક્ષણશિબિર તેમજ
પ્રવચનોમાં હજારો જિજ્ઞાસુઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ જયપુર–મુંબઈ
અને ભાવનગર થઈને ગુરુદેવ લાઠી શહેર ચારદિવસ પધાર્યા હતા.
શ્રુતપંચમીના મંગલદિવસે લાઠી શહેરના જિનમંદિરને પચીસવર્ષ પૂરા થતાં
ઉત્સવ મનાયો હતો. ત્યારબાદ જેઠ સુદ સાતમે પૂ. ગુરુદેવ સોનગઢ પધાર્યા છે
ને સુખશાંતિમાં બિરાજી રહ્યા છે.
* शाहदरा–दिल्ही મુમુક્ષુ મંડળ તરફથી વૈશાખ સુદ બીજે ગુરુદેવની જન્મજયંતી
આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી હતી, ને ગુરુદેવના મહાન ઉપકારને
પ્રસિદ્ધ કર્યો હતો.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
• મહિલા–વર્ષની ઉજવણીમાં મુમુક્ષુબેનોનું કર્તવ્ય •
મુમુક્ષુ બહેનો, ઘણું કરીને તમે જાણતા હશો કે અત્યારે આખી દુનિયામાં આ વર્ષ
‘મહિલાવર્ષ’ તરીકે ઊજવાઈ રહ્યું છે. જો કે તમારું આ વર્ષ કોણ ઉજવે છે ને તેની શી
યોજના છે–તે સંબંધી વિશેષ માહિતી નથી, પરંતુ એટલું તો નક્કી છે કે મહિલાઓની
ઉન્નતિ માટે જ આ યોજના થઈ છે; એટલે આ ‘મહિલાવર્ષ’ માં તમારી ઉન્નતિ માટે
તમારે કયા પ્રકારે ભાગ લેવો જોઈએ! તે વિચારીએ.
મહિલાવર્ષમાં ભાગ લઈને આત્માની ઉન્નતિ કરવા માટે, પ્રથમ તો તમારે એવા
સર્વોત્કૃષ્ટ મહિલારત્નને શોધી કાઢવા જોઈએ કે જેઓ આત્મિકવિકાસવડે ઉન્નત્તિના
શિખરે પહોંચ્યા હોય! તેમનો આદર્શ લઈને તમે પણ આ મહિલાવર્ષમાં તેમના જેવા
થવાનો સજ્જડ પ્રયત્ન કરો....ને એ રીતે મહિલાવર્ષની ઉજવણીનો સાચો લાભ લ્યો.
આ વિભાગમાં રસ લેનારા આપણા બેનો એ મુમુક્ષુ બહેનો છે; એટલે એમને
કોઈ રાજકિય આકાંક્ષાઓ તો હોતી નથી. રાજકીયદ્રષ્ટિએ સર્વોચ્ચ શિખરે પહોંચેલા
મહિલા શ્રીમતી ઈન્દિરાબેન ગાંધી, –વડાપ્રધાનની તેમની પદવી પણ મુમુક્ષુબેનને
આકર્ષી નથી શકતી. મુમુક્ષુનું આકર્ષણ તો ક્્યાંક બીજે જ છે: ચૈતન્યની અનુભૂતિની જ
તેને આકાંક્ષા છે. અને એવી આત્મઅનુભૂતિની સફળતાને વરેલા સર્વોત્કૃષ્ટ મહિલારત્ન
અત્યારે ભારતમાં પૂજ્ય શ્રી ચંપાબેન છે. એમને ઓળખી, એમની આત્મઅનુભૂતિને
ઓળખી, અને એ અનુભૂતિનો ઉપાય જાણીને, આ વર્ષમાં જ સજ્જડ પ્રયત્ન વડે તેવી
અનુભૂતિ પ્રાપ્ત કરી લેવી–એ જ મહિલાવર્ષની સર્વોત્તમ ઉજવણી છે, એમાં જ મહાન
લાભ છે.
[એકકોર મહાવીરપ્રભુના મોક્ષના અઢીહજારવર્ષીય મહોત્સવનું વર્ષ અને
બીજીકોર મહિલાઓના ઉત્કર્ષનું વર્ષ? –વાહ, કેવો સુમેળ છે!! ] મુમુક્ષુબહેનો, જાગો!
આ વર્ષ તમારી ઉન્નત્તિનું વર્ષ છે! સર્વોત્કૃષ્ટ મહિલારત્ન તમને મળી ચુકયા છે, તો
વીરનિર્વાણના આ વર્ષમાં એવા આનંદથી મહિલાવર્ષ ઊજવી લ્યો કે તમારી આત્મિક
ઉન્નત્તિ દેખીને દુનિયા દંગ બની જાય! ને વીરશાસન શોભી ઊઠે. બીજે ક્્યાંય રોકાશો
નહિ; તમારા આ વર્ષને તમારી આત્મિક–ઉન્નત્તિનું જ વર્ષ બનાવી દેજો.
બહેનો! આપણે મહિલાવર્ષને બદલે એક ‘મહિલા સપ્તાહ’ ઉજવીએ. ક્્યારે
ઉજવીશું? વાત્સલ્યવંતી શ્રાવણ સુદ પૂનમથી શરૂ કરીને શ્રાવણ માસના ત્રીજા
સપ્તાહને ‘મુમુક્ષુ–મહિલા સપ્તાહ’ તરીકે ઉજવીએ, –કેમકે ભારતના સર્વોત્કૃષ્ટ

PDF/HTML Page 10 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
મહિલારત્ન આપણને એ સપ્તાહમાં મળ્‌યા છે. અહો! ધર્મના આવા રત્નને પામીને
જાગૃત બનો, ને
‘મહિલા સપ્તાહમાં મુમુક્ષુતાની અપૂર્વ જાગૃતિ’ વડે આત્મલાભ
પામીને દુનિયામાં જૈનશાસનના ડંકો વગાડો. જય મહાવીર (–સં.)
• વીરનિર્વાણમહોત્સવમાં વીરબાળકોનો ઉત્સાહ •
અઢીહજારવર્ષીય વીરનિર્વાણમહોત્સવમાં વીર બાળકો તરફથી જે અઢીહજાર
પૈસા (પચ્ચીસ રૂપિયા) બાલવિભાગમાં આવેલ છે. તેની યાદી–
૫૮૮ યોગેશચન્દ્ર, રાજેશચન્દ્ર જૈન અલીગંજ ૬૦૧ શાશી જૈન સુપુત્રી પદ્યાવતીબેન ઈમ્ફાલ
૫૮૯ અજીતકુમાર ચીમનલાલ જૈન પાદરા ૬૦૨ સુવર્ણાબેન લાલચંદ મહેતા મલાડ
૫૯૦ રસિકલાલ નાગરદાસ મોદી મુંબઈ ૬૦૩ એક બેન તરફથી વાંકાનેર
૫૯૧ લીલાવતીબેન વૃજલાલ મોદી મુંબઈ ૬૦૪ કલ્પનાબેન કીશોરચંદ્ર જૈન સુરેન્દ્રનગર
૫૯૨ રશ્મીકાંત વૃજલાલ મોદી મુંબઈ ૬૦૫ કીર્તિ વસંતલાલ જોબાલીયા મુંબઈ
૫૯૩ પૂર્ણિમાબેન રશ્મીકાંત મોદી મુંબઈ ૬૦૬ ધીરજલાલ મંગજીભાઈ ચોવટીયા કલકત્તા
૫૯૪ ઈન્દિરાબેન જમનાદાસ શાહ મુંબઈ ૬૦૭ કંચનબેન ધીરજલાલ જૈન કલકત્તા
૫૯૫ પ્રેમચંદ મગનલાલ શેઠ રાણપુર ૬૦૮ રજનીકાંત ધીરજલાલ જૈન કલકત્તા
૫૯૬ હસમુખલાલ કેશરીમલ જૈન શિવગંજ ૬૦૯ ભારતીબેન રજનીકાંત જૈન કલકત્તા
૫૯૭ બાલચંદ ખેમચંદ જૈન બાહુબલી ૬૧૦ ભાવેશકુમાર રજનીકાંત જૈન કલકત્તા
૫૯૮ ચંદ્રેશ જૈન દિલ્હી ૬૧૧ બીનાબેન રજનીકાંત જૈન કલકત્તા
૫૯૯ રાજમલ જૈન ઉદેપુર ૬૧૨ પુનિતાબેન રજનીકાંત જૈન કલકત્તા
૬૦૦ બી. કે. કામદાર મુંબઈ
[આ ઉપરાંત રૂા. ૧૦૧/– અંબેશકુમાર રમણિકલાલ જૈન મુંબઈવાળા તરફથી,
તથા રૂા. ૧૦૧/–પુષ્પરાજ ચોપડા સંબલપુરવાળા તરફથી આત્મધર્મ પ્રચારાર્થે આવ્યા
છે.
] તા. ૧૨–૬–૭૫ સુધી
* અમદાવાદમાં વૈશાખ સુદ બીજ પછી ગુરુદેવ સુરેન્દ્રનગર તથા રાજકોટ પધાર્યા
હતા. ત્યાં હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો. સંવર અધિકાર ઉપરનાં
પ્રવચનમાં ગુરુદેવે ભેદજ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું હતું. ત્યારબાદ ગુરુદેવ જામનગર
પધાર્યા હતા. અહીં સ્વાધ્યાય મંદિર થયું છે અને તેમાં સમયસારની ગાથાઓ
આરસમાં કોતરેલી છે, તેનું ઉદ્ઘાટન ગુરુદેવની મંગલ છાયામાં ભાઈશ્રી
ગુલાબચંદ ભારમલના હસ્તે થયું હતું. બાલિકાઓએ ‘અંજના–સતી’ નું
વૈરાગ્યપ્રેરક નાટક કર્યું હતું.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
માતા સે પ્યાર
(જિનવાણી સ્તવન)
મુઝકો અપને આગમકી વાણીસે અનુપમ પ્યાર હૈ,
ઈસ વાણીકો જન્મ દિયા થા, ત્રિશલાનન્દન ‘વીર’ ને,
ઈસ વાણીકી મહિમા ગાઈ, કુંદ કુંદ આચાર્યને.
ઈસ આગમકે આગે મસ્તક ઝુકતા બારંબાર હૈ,
મુઝકો અપને આગમકી વાણીસે અનુપમ પ્યાર હૈ.
ઈસ વાણીકી અનુપમ ગાથા, ગાઈ ‘અમૃતચંદ્ર’ને;
ઈસ વાણીકો ધારો ભૈયા, ચલ દો સમયસારમેં.
સીમંધરકી દિવ્યધ્વનિકી છાઈ ઈસમેં બહાર હૈ;
મુઝકો અપને આગમકી વાણીસે અનુપમ પ્યાર હૈ.
અપને અપને અંદર દેખો, નિજ આતમ ભગવાન હૈ,
ઈસ વાણીસે અનુભવ કરલો, હો જાયે કલ્યાણ હૈ.
ઈસ અનુભવકો પાઓ હર ક્ષણ ચેતન–ચમત્કાર હૈ;
મુઝકો અપને આગમકી વાણીસે અનુપમ પ્યાર હૈ.
[સંતોષકુમાર જૈન, બીના]
આપના ઘરમાં નિધાન
આપના ઘરમાં ઉત્તમ ધર્મસાહિત્ય અને ‘આત્મધર્મ’ વસાવો.
તે સાહિત્ય આપના વંશ–પરિવારને માટે એકવાર ઉત્તમ નિધાન થઈ પડશે.
સોના–ઝવેરાત કરતાંય ઉત્તમ–વીતરાગી સાહિત્યવડે આપનું ઘર વધુ શોભી ઉઠશે.
વાર્ષિક લવાજમ રૂા. ૬/– : આત્મધર્મ કાર્યાલય, સોનગઢ ()
* સમ્યગ્દર્શન પુસ્તક છઠ્ઠું
નવીન પ્રકાશન કિંમત રૂા. ત્રણ
* પંચ પરમાગમની પ્રસાદી નવીન પ્રકાશન કિંમત રૂા. અઢી

PDF/HTML Page 12 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
અધ્યાત્મ રસ – ઘોલન
નવીન સ્વાધ્યાય
[પાહુડ દોહાનો અનુવાદ: લેખાંક [૬]
૧૯૭. હે જીવ! તું જિનવરને ધ્યાવ, ને વિષય–કષાયોને છોડ. હે વત્સ! એમ કરવાથી
દુઃખ તને કદી નહિ દેખાય, અને તું અજર–અમર પદને પામીશ.
૧૯૮. હે વત્સ! વિષય કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર, એમ કરવાથી
ચારગતિના ચૂરા કરીને તું અતૂલ પરમાત્મપદને પામીશ.
૧૯૯. હે મન! ઈન્દ્રિયોના ફેલાવને તું રોક અને પરમાર્થને જાણ. જ્ઞાનમય આત્માને
છોડીને બીજા જે કોઈ શાસ્ત્ર છે તે તો વિડંબના છે.
૨૦૦. હે જીવ! તું વિષયોનું ચિંતન ન કર; વિષયો કદી ભલા નથી હોતા; હે વત્સ!
સેવતાં તો તે વિષયો મધુર લાગે છે પણ પછી તે દુઃખ દ્યે છે.
૨૦૧. જે જીવ વિષય–કષાયોમાં રંજિત થઈને આત્મામાં ચિત્ત નથી જોડતો, તે દુષ્કૃત
કર્મોને બાંધીને દીર્ઘ સંસારમાં રખડે છે.
૨૦૨. હે વત્સ! ઈન્દ્રિયવિષયોને છોડ; મોહને પણ છોડ; પ્રતિદિન પરમપદને ધ્યાવ કે
જેથી તને એવો વ્યવસાય થશે, –અર્થાત્ તું પણ પરમાત્મા બની જઈશ.
૨૦૩. નિર્જિતશ્વાસ, નિસ્પંદ લોચન અને સકલ વ્યાપારથી મુક્ત, –આવી અવસ્થાની
પ્રાપ્તિ તે યોગ છે, –એમાં સંદેહ નથી.
૨૦૪. મનનો વેપાર અટકી જાય, રાગ–દ્વેષના ભાવો છૂટી જાય અને આત્મા
પરમપદમાં પરિસ્થિત થાય, –ત્યારે નિર્વાણ થાય છે.
૨૦૫. હે જીવ! તું આત્મસ્વભાવને છોડીને વિષયોને સેવે છે, તો તે વ્યવસાય એવો છે
કે તું દુર્ગતિમાં જઈશ.
૨૦૬. જેમાં નથી કોઈ મંત્ર કે નથી તંત્ર, નથી ધ્યેય કે નથી ધારણા, શ્વાસોશ્વાસ પણ
નથી, –એ કોઈને કારણ બનાવ્યા વગરનું જે પરમસુખ છે તેમાં મુનિ સુએ છે–
લીન થાય છે,–ત્યાં આ કોઈ ગરબડનો કલબલાટ તેમને રૂચતો નથી.
૨૦૭. વિશેષ ઉપવાસ કરવાથી (–પરમાત્મામાં વસવાથી) ઘણો સંવર થાય છે. વધુ

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
વિસ્તાર શા માટે પૂછે છે? –હવે કોઈને ન પૂછ.
૨૦૮. હે જીવ! જિનવરે કહેલ સુપ્રસિદ્ધ તપ કર, દશવિધ ધર્મ કર; એ રીતે કર્મની
નિર્જરા કર. –આ મેં તને સ્પષ્ટ માર્ગ બતાવ્યો.
૨૦૯. અહો જીવ! જિનવરભાષિત દશવિધ ધર્મને તથા સારભૂત અહિંસા ધર્મને તું
એકાગ્રમનથી એવી રીતે ભાવ, –કે જેથી તું સંસારને તોડી નાંખ.
૨૧૦. ભવભવમાં મારું સમ્યગ્દર્શન નિર્મળ રહો, ભવભવમાં હું સમાધિ કરું,
ભવભવમાં ઋષિ–મુનિ મારા ગુરુ હો, અને મનમાં ઉત્પન્ન થતા વ્યાધિનો
નિગ્રહ હો.
૨૧૧. હે જીવ! રામસિંહમુનિ એમ કહે છે કે તું બાર અનુપ્રેક્ષાને એકાગ્રમનથી એવી
રીતે ભાવ કે જેથી શિવપુરીને પામ.
૨૧૨. જે શૂન્ય છે તે સર્વથા શૂન્ય નથી; ત્રણભુવનથી શૂન્ય (ખાલી) હોવાથી તે
(આત્મા) શૂન્ય દેખાય છે (–પણ સ્વભાવથી તો તે પૂર્ણ છે). આવા શૂન્ય–
સદ્ભાવમાં પ્રવેશેલો આત્મા પુણ્ય–પાપને પરિહરે છે.
૨૧૩. રે અજાણ્યા! બે પંથમાં ગમન નથી થઈ શકતું, બે મુખવાળી સોયથી ગોદડી
નથી સીવાતી; તેમ ઈંદ્રિયસુખ અને મોક્ષ–એ બે વાત પણ એકસાથે હોતી નથી.
૨૧૪. ઉપવાસવડે પ્રતપન થતાં દેહ સંતપ્ત થાય છે, ને તે સંતાપથી ઈંદ્રિયોનું ઘર બળી
જાય છે. –એ જ મોક્ષનું કારણ છે.
૨૧૫. અરે, તે ઘરમાં ભોજન રહેવા દો કે જ્યાં સિદ્ધનું અપવર્ણન થતું હોય. એવા
(સિદ્ધનો અવર્ણવાદ કરનારા) જીવો સાથે જયકાર કરવાથી અર્થાત્ તેની પ્રશંસા
કરવાથી પણ સમ્યક્ત્વ મલિન થાય છે.
૨૧૬. હે. યોગી! પૃથ્વી પર ભ્રમણ કરતાં જો માણેક મલી જાય, તો તે પોતાના
કપડામાં બાંધી લેજે, અને એકાન્તમાં બેસીને દેખજે. (સંસારભ્રમણમાં
સમ્યક્ત્વરત્ન પામીને એકાંતમાં ફરીફરીને તેની સ્વાનુભૂતિ કરજે. લોકનો સંગ
કરીશ મા.)
૨૧૭. જે વાદવિવાદ કરે છે, જેની ભ્રાંતિ મટી નથી, જે પોતાની બડાઈમાં ને
મહાપાપમાં રક્ત છે, તે ભ્રાંત થઈને ભમ્યા કરે છે.
૨૧૮. આહાર છે તે કાયાની રક્ષા અર્થે છે; કાયા જ્ઞાનના સંપાદન માટે છે; જ્ઞાન કર્મના
નાશને માટે છે; અને કર્મના નાશથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
૨૧૯. કાળ, પવન, સૂર્ય અને ચંદ્ર એ ચારે એકઠા રહ્યા છે. હે જોગી! હું તને પૂછું છું કે
તેમાંથી પહેલાંં કોનો વિનાશ થશે?
૨૨૦. ચંદ્ર પોષણ કરે છે, સૂર્ય પ્રજ્વલિત કરે છે, પવન હીલોળા ખવડાવે છે, અને કાળ
સાત રાજુના અંધકારને પીલીને કર્મને ખાઈ જાય છે.
૨૨૧. મુખ અને નાસિકાની મધ્યમાં જે સદા પ્રાણોનો સંચાર કરે છે, અને જે સદા
આકાશમાં વિચરે છે તે જીવ છે, તેનાથી આત્મા જીવે છે. (અથવા જે મુખ અને
નાસિકાની વચ્ચે પ્રાણવાયુનો સંચાર કરે છે અને આકાશમાં સદા વિચરણ કરે છે
તે પ્રાણવાયુ વડે સંસારીજીવો જીવે છે.)
૨૨૨. જે જીવ આપદાથી મૂર્છિત થયેલો છે તે તો પાણીની એક અંજલિ છાંટવાથી પણ
જીવંત થઈ જાય છે; પણ જે ગતજીવ છે–મૃત્યુ પામ્યો છે તેને તો હજારો ઘડા
પાણી રેડવાથી પણ શું? (–તેમ જે જીવમાં મુમુક્ષુપણું છે તે તો થોડાક ઉપદેશ
વડે પણ જાગૃત થઈ જાય છે, પણ જેનામાં મુમુક્ષુપણું નથી તેને તો હજારો
શાસ્ત્રોનો ઉપદેશ પણ નિષ્ફળ છે.)
ઈતિ પ્રાભૃત–દોહા સમાપ્ત
[શ્રી યોગીન્દુદેવરચિત, (અથવા તો શ્રી મુનિ–રામસિંહરચિત) અપભ્રંશ–
ભાષાકાવ્ય ‘પાહુડ દોહા’ ના ૨૨૨ દોહરાઓનો હિંદી અનુવાદ સ્વ. પ્રોફેસર હીરાલાલ
જૈને કરેલ; તેના ઉપરથી, સંશોધનપૂર્વક આ ગુજરાતી અનુવાદ કરેલ છે. આગામી
અંકથી કોઈ બીજું શાસ્ત્ર શરૂ કરીશું. –બ્ર. હ. જૈન
]
।। जैन जयतु शासनम्।।
જન્મીને શું કર્યું?
ભાઈ! આ તો સર્વજ્ઞનો નિર્ગ્રંથમાર્ગ છે. જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની
ગાંઠ ન તોડ તો નિર્ગ્રંથમાર્ગમાં કઈ રીતે આવ્યો? જન્મ–મરણની ગાંઠને જો ન તોડી
તો જૈનકુળમાં જન્મીને તેં શું કર્યું? ભાઈ, આવો અવસર મળ્‌યો તો એવો ઉદ્યમ કર કે
જેથી આ જન્મ–મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં મુક્તિ થાય. તને પોતાને એવો
સંતોષ થાય કે જૈનકુળમાં જન્મીને આત્માના હિત માટે કરવા જેવું કામ મેં કરી લીધું
છે...હું કૃતકૃત્ય છું.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
સમ્યક્ત્વની અપૂર્વ ક્ષણ
[સમ્યક્ત્વજીવન–લેખમાળા: લેખાંક ૧૫]
–અને પછી તો એક એવી ક્ષણ આવે છે કે આત્મા કષાયોથી
છૂટીને ચૈતન્યના પરમ ગંભીર શાંતરસમાં ઠરી જાય છે...પોતાનું
અત્યંત સુંદર મહાન અસ્તિત્વ આખેઆખું સ્વ–સંવેદનપૂર્વક
પ્રતીતમાં આવી જાય છે. –એ જ છે સમ્યગ્દર્શન! એ જ છે મંગલ
ચૈતન્યપ્રભાત! અને એ જ છે મહાવીરનો માર્ગ!
અહા, એ અપૂર્વદશાની શી વાત! વહાલા સાધર્મીઓ!
આનંદથી પ્રભુના આ માર્ગમાં આવો....ને મોક્ષની મજા ચાખો.
આ જીવ સંસારમાં અનાદિથી રખડયો છે–તે માત્ર એક આત્માના ભાન વિના.
જીવે અનંતવાર પુણ્ય–પાપના પરિણામ કર્યાં છે, તેમાં કંઈ આશ્ચર્ય કે નવાઈ પામવા
જેવું લાગતું નથી. અને તે પુણ્ય–પાપની વાત પણ તેને વારંવાર સાંભળવા મળે છે,
એટલે તેની કંઈ જ મહત્તા નથી, તેમાં કંઈ હિત નથી.
હવે કોઈ મહાન પુણ્યોદયે જીવને પોતાના શુદ્ધસ્વરૂપની, એટલે કે પુણ્ય–પાપથી
પાર ચૈતન્યસ્વરૂપ આત્માની વાત સાંભળવા મળી.
જ્ઞાની–ગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળતાં અપૂર્વ ભાવ જાગ્યો કે–અહો!
આવું મારું સ્વરૂપ છે! આવો મહાન સુખ–શાંતિ–આનંદ–પ્રભુતાનો ચૈતન્યખજાનો મારા
પોતામાં જ ભર્યો છે–એમ જાણીને તેને બહુ જ આશ્ચર્ય થાય છે, આત્માનો અપૂર્વ પ્રેમ
જાગે છે, ને આવું મજાનું અદ્ભુત સ્વરૂપ બતાવનારા દેવ–ગુરુનો તે અપાર ઉપકાર
માને છે. તેને આત્માની ધૂન લાગે છે કે–બસ, મારું આવું આત્મસ્વરૂપ છે તેને હવે કોઈ
પણ પ્રકારે હું જાણું ને અનુભવમાં લઉં. એ સિવાય મને બીજે ક્્યાંય શાંતિ થવાની નથી.
અત્યારસુધી હું પોતે પોતાને ભૂલીને હેરાન થઈ ગયો. પણ હવે ભવકટ્ટી કરીને મોક્ષને
સાધવાનો અવસર આવ્યો છે.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
–આમ આત્માની ખરી જિજ્ઞાસાપૂર્વક તે જીવ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. હું
કોણ? પર કોણ? હિત શું? અહિત શું? એમ તે ભેદ કરતાં શીખે છે; આત્માને દેહાદિથી
ભિન્ન લક્ષમાં લઈને પોતાના પરિણામને વારંવાર આત્મસન્મુખ વાળવા પ્રયત્ન કરે છે.
આમ સમ્યગ્દર્શન પામવા માટે તે મુમુક્ષુની રહેણી–કરણી તથા વિચારધારા સતત એક
આત્મવસ્તુ તરફ જ કેન્દ્રિત થવા માંડે છે; એટલે તેની રહેણી–કરણી બીજા જીવો કરતાં
જુદી જાતની હોય છે. તેને આત્મા સિવાય બીજે બધેય નિરસતા લાગે છે; તેને તો બસ
એક આત્મસન્મુખ જ થવાનું ગમે છે, તેના પરિણામમાં એક પ્રકારનો ફેરફાર થઈ જાય
છે; તે ભગવાનના દર્શન–પૂજન, સ્વાધ્યાય–ચિંતન, મુનિસેવા–દાન વગેરે કાર્યોમાં પ્રવર્તે
છે, પણ તેમાંય આત્મા કેમ સમજાય–તે ધ્યેય મુખ્ય રાખે છે, એટલે સતત આત્મજાગૃતિ
વડે તે તરફ તે આગળ વધે છે. કોઈ કોઈ વાર આત્મામાં નવીન ભાવોની સ્ફુરણા થતાં
તેને અંતરનો ઉમળકો ઊછળી જાય છે, તેમાંથી ચૈતન્ય–ચિનગારી ઝબકી ઊઠે છે.
અનાદિથી નહિ જાણેલા આત્માને જાણતાં તેને પરમ ઉલ્લાસ અને અપૂર્વ તૃપ્તિ
થાય છે કે અહો! મારું આવું અદ્ભુત નિજપદ મને પ્રાપ્ત થયું.
આત્માનો સાચો જિજ્ઞાસુ થઈને તેને માટે જે ઉદ્યમ કરે છે તેનો ઉદ્યમ જરૂર
સફળ થાય છે, ને તેને આત્માની પ્રાપ્તિ થાય છે, મહાન સુખ થાય છે. માટે–જેમ ધનનો
અભિલાષી રાજાને ઓળખીને શ્રદ્ધાપૂર્વક તેની સેવા કરે છે તેમ મુમુક્ષુએ જ્ઞાનસ્વરૂપ
આત્માને ઓળખીને શ્રદ્ધાપૂર્વક સર્વ ઉદ્યમથી તેનું સેવન કરવું. –એના વડે આત્મા જરૂર
સધાય છે.
સૌથી પહેલાંં તો તે પદ પ્રાપ્ત કરવા માટે તેનો અપાર મહિમા ભાસે છે; પૂર્વે નહિ
થયેલો એવો અપૂર્વ આનંદ અનુભવવા માટેની તેને ખુમારી જાગે છે. જ્ઞાનીની અદ્ભુત
આત્મખુમારીને જ્ઞાની જ જાણે છે, જેને એનો સ્વાનુભવ થાય તેને જ તેની ખબર પડે.
બાકી તો વાણીથી, બાહ્યચિહ્નોથી કે રાગથી તેની ઓળખાણ થતી નથી. જ્ઞાનીની
સ્વાનુભૂતિના પંથ જગતથી ન્યારા છે, એની ગંભીરતા તો એના અંતરમાં જ સમાય છે.
તે એકલો–એકલો અંતરમાં આનંદ કરતો–કરતો મોક્ષપંથે જઈ રહ્યો છે; તેને જગતની
દરકાર રહેતી નથી, ધર્મના પ્રસંગે કે ધર્માત્માના સંગે તેને અનેરો ઉલ્લાસ આવે છે
જિનમાર્ગના પ્રતાપે મને મારું સ્વરૂપ પ્રાપ્ત થયું, આત્મામાં અપૂર્વ ભાવો જાગ્યા; હવે આ
સ્વરૂપને પૂર્ણ પ્રગટ કરીને અલ્પકાળમાં જ હું પરમાત્મા થઈશ, ને આ સંસારચક્રથી
છૂટીને મોક્ષપુરીમાં જઈશ અને સદાને માટે સિદ્ધાલયમાં અનંત સિદ્ધોની સાથે
બિરાજીશ! વાહ..ધન્ય એ દશા! તેનો મંગલપ્રારંભ થઈ ચુક્્યો છે!

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
અફર મુમુક્ષુ દશા
–તે પ્રગટ કરો ને મહાવીરના માર્ગમાં આવી જાઓ.
[સમ્યક્ત્વ–જીવન લેખમાળા : લેખાંક–૧૬]
અહા, મુમુક્ષુની વિચારધારા એવા કોઈ અપૂર્વ ભાવે ઊપડી
છે કે તેમાં રાગનો રસ તૂટતો જાય છે. પૂર્વે ૧૧ અંગ ભણ્યો ને તે
નિષ્ફળ ગયું તેના કરતાં આનું જ્ઞાન કોઈક જુદી જાતનું કામ કરે છે,
ને આ જ્ઞાનના સંસ્કાર નિષ્ફળ જવાના નથી; તે તો રાગથી જુદું
પડીને ચૈતન્યનું સ્વસંવેદન કરશે જ; –અને તે પણ અલ્પકાળમાં જ!
વાહ, આ મુમુક્ષુદશા પણ ધન્ય છે! તે એવી અફર છે કે આગળ
વધીને સમ્યક્ત્વ લેશે જ, સાધર્મીઓ! વીરનિર્વાણના આ ૨૫૦૦
વર્ષીય મહાન ઉત્સવમાં આવી મંગલમય જ્ઞાનદશા શીઘ્ર પ્રગટ કરો
ને મહાવીરપ્રભુના માર્ગમાં આવી જાઓ. (બ્ર. હ. જૈન)

સમ્યક્ત્વસન્મુખ જીવની ભાવના એવી ઉત્કૃષ્ટ હોય છે કે મારે જ્ઞાની ગુરુ પાસે
જવું છે, મારે એવા સંતોના ધામમાં રહેવું છે કે જ્યાં મને મારા આત્માનું જ્ઞાન થાય, ને
હું ભવદુઃખથી છૂટું. –આમ પોતાના હિત માટે આત્મા વિષે નવું નવું જાણવાની ઉત્કંઠા
રહે છે. અને ગુરુનો ઉપદેશ ઝીલતાં તેને અંતર્વિચારનાં દ્વાર ખુલી જાય છે. તેને ખ્યાલ
આવે છે કે આત્મઅનુભૂતિ માટે મારે હવે મારા અંતરમાં શું કરવાનું છે! આવું લક્ષ
થયા પછી તો અનુભૂતિ માટે તે એવો ઝંખતો હોય છે કે જેવો ખેડૂત વરસાદ માટે ઝંખે,
ને બાળક પોતાની વહાલી માને ઝંખે. આવી ઝંખનાને લીધે તેના વિચાર–વિવેક વધતા
જાય, આત્માનો રસ વધતો જાય, ને આત્મામાં ઊંડો....ઊંડો ઊતરતો જાય. બસ, હવે
હમણાં આત્માનું સમ્યગ્દર્શન પામું–એ જ કામ મારે કરવાનું છે. આવી તેની વિચારધારા
હોય છે.

PDF/HTML Page 18 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
–તેને ભેદજ્ઞાનના વિચારના બળથી અંતરમાં શાંતિ આવતી જાય છે,–કે જે શાંતિ
રાગમાંથી આવેલી નથી, અંતરના કોઈક ઊંડાણમાંથી આવેલી છે.–આમ પોતાના
વેદનથી તેને અંતરનો માર્ગ ઊઘડતો જાય છે; તે માર્ગ જેમ જેમ વધુને વધુ સ્પષ્ટ થતો
જાય છે તેમ તેમ તેનો ઉત્સાહ પણ વધતો જાય છે.–હવે તેને માર્ગમાં સન્દેહ નથી પડતો,
કે પંથ અજાણ્યો નથી લાગતો.
અને પછી તો એક એવી ક્ષણ આવે છે કે આત્મા કષાયોથી છૂટીને ચૈતન્યના
પરમ ગંભીર શાંતરસમાં ઠરી જાય છે...પોતાનું અત્યંત સુંદર મહાન અસ્તિત્વ
આખેઆખું સ્વસંવેદનપૂર્વક પ્રતીતમાં આવી જાય છે.–એ જ સમ્યગ્દર્શન! એ જ છે
સાધ્યની સિદ્ધિ! એ જ છે મંગલ ચૈતન્યપ્રભાત! અને એ જ છે મહાવીરનો માર્ગ!
અહો, એ અપૂર્વ દશાની શાંતિની શી વાત! વહાલા સાધર્મી ભાઈ–બહેનો!
વિચારો તો ખરા, કે જૈનશાસનના સર્વે સંતોએ જેની ખૂબખૂબ પ્રશંસા કરી છે–તે
અનુભૂતિ કેવી હશે! એ વસ્તુનો મહિમા લક્ષમાં લઈને તેનો નિર્ણય કરો. એના
નિર્ણયથી તમને અપાર આત્મબળ મળશે ને શીઘ્ર તમારું કાર્ય સિદ્ધ થશે. બસ, બંધુઓ?–
* શીઘ્ર આત્મનિર્ણય કરો...... *
* આનંદમય અનુભૂતિ કરો...... *
* અપૂર્વ શાંતિનું વેદન કરો...... *
* ને મોક્ષના માર્ગમાં આવી જાઓ. *
–આ ભગવાન મહાવીરનો સન્દેશ છે;
ને આ જ તેમના નિર્વાણમહોત્સવની સાચી અંજલિ છે.
જય મહાવીર
[સ્વાનુભવરસઝરતી સમ્યક્ત્વ–લેખમાળામાં બીજા આઠ લેખો સમાપ્ત થયા.]
કેવો છોકરો!
અહા, આઠ વરસનો એક છોકરો કેવળજ્ઞાનીપણે આકાશમાં વિચરતો હશે...
ને દિવ્યધ્વનિવડે લાખોકરોડો જીવોને પ્રતિબોધતો હશે...એનો દિવ્યદેદાર કેવો હશે!!
ઈન્દ્ર–ચક્રવર્તીઓ એના ચરણોને પૂજતા હશે!!
વાહ રે વાહ, આત્મા! તારી તાકાતની શી વાત!!

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
[લેખાંક : છઠ્ઠો]

ભગવાન મહાવીરે આત્માની સહજ શાંતિ પામવાનો જે
સ્વાધીનમાર્ગ, બતાવ્યો, અને સંતોએ જેને પ્રવાહિત રાખીને અહીં
આપણા સુધી પહોંચાડયો, તે માર્ગને મહાભાગ્યથી શ્રીગુરુપ્રતાપે પ્રાપ્ત
કરીને, તેના દ્વારા અપૂર્વ આત્મશાંતિનો લાભ લ્યો.

અગ્રાહ્ય એવા ક્રોધાદિ વિકારીભાવોને પોતાના સ્વરૂપમાં જે ગ્રહતો નથી, અને
ગૃહીત એવા પોતાના અનંત જ્ઞાનાદિસ્વરૂપને જે કદી છોડતો નથી, જે સર્વથા સર્વને
જાણે છે–એવો સ્વસંવેદ્ય હું છું–એમ ધર્મી જાણે છે. જેઓ આત્માની અપૂર્વ શાંતિને
ચાહતા હોય તેઓ આવા આત્માને સ્વસંવેદનથી જાણો.
સમકિતી પોતાના આત્માને શરીરરૂપ કે રાગાદિરૂપ નથી માનતો, પણ
જ્ઞાયકસ્વરૂપ જ માને છે. અનાદિથી જ આત્મા જ્ઞાનાદિસ્વરૂપ છે, તે સ્વરૂપથી આત્મા
કદી છૂટતો નથી; અને ક્રોધાદિસ્વરૂપ કદી થઈ જતો નથી. ક્ષણિક પર્યાયમાં ક્રોધાદિ છે
પણ તે પર્યાય જેટલો જ આત્મા સમકિતી માનતો નથી. તે ક્રોધાદિને પોતાના સ્વરૂપથી
બાહ્ય જાણે છે, ને જ્ઞાનાનંદમય સ્વભાવને જ તે પોતાના અંર્તસ્વરૂપે ગ્રહણ કરે છે. આ
રીતે સ્વસંવેદનમાં ઉપયોગસ્વરૂપ આત્માને ક્રોધાદિથી જુદો અનુભવવો તે પરમાત્મા
થવાનો ઉપાય છે, તે જ સાચી શાંતિની રીત છે.
મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે તે ઉપયોગમાં જ છે, ને ક્રોધાદિમાં નથી; તથા
ક્રોધાદિભાવો મારા ઉપયોગમાં નથી; આવું ભેદજ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે અંતરાત્મા
ક્રોધાદિ પરભાવોમાં એકતાપણે કદી પરિણમતો નથી, ક્રોધાદિને આત્માના સ્વરૂપપણે
ગ્રહતો નથી, અને ‘હું તો જ્ઞાયક છું’ –એમ શ્રદ્ધા–જ્ઞાનમાં ગ્રહણ કર્યું છે તેને કદી છોડતો
નથી, પોતાના આત્માને જ્ઞાયકસ્વરૂપે જ સ્વીકારે છે. –અને તે જ્ઞાનભાવ શાંતિરૂપ જ
છે. ક્રોધ તે અશાંતિ છે, જ્ઞાન તે શાંતિ છે.

PDF/HTML Page 20 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
જેમ કોઈ પુરુષ રાત્રે અંધારામાં કોઈ માણસને મળવા ગયો હોય, ત્યાં ઝાડના
ઠૂંઠાને દેખીને ભ્રમણાથી એમ માની લ્યે કે આ માણસ છે, એમ માનીને તેને બોલાવે,–
‘ભાઈ બોલોને! કેમ બોલતા નથી? મારાથી કેમ રીસાણા છો?’ પણ ઠૂંઠું તો કાંઈ બોલે
નહિ, એટલે ખીજાઈને બાથ ભરવા જાય, ત્યાં ખબર પડે કે અરે! આ તો ઝાડનું ઠૂંઠું! મેં
તેને માણસ માનીને અત્યાર સુધી વ્યર્થ ચેષ્ટાઓ કરી. તેમ અજ્ઞાની જીવ આ દેહને જ
આત્મા માની રહ્યો છે, દેહ તો ઝાડના ઠૂંઠા જેવો જડ છે છતાં તેને જ જીવ માનીને ‘હું
બોલું, હું ખાઉં’ એમ અજ્ઞાની વ્યર્થ ચેષ્ટાઓ કરે છે. ધર્મી જાણે છે કે અરે, મેં પણ પહેલાંં
અજ્ઞાનદશામાં શરીરને આત્મા માનીને ઉન્મત્તવત્ વ્યર્થ ચેષ્ટાઓ કરી; હવે ભાન થયું કે
અહો, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ જ છું, આ દેહ તો જડ અચેતન છે; દેહથી હું અત્યંત જુદો જ
છું, પૂર્વે પણ જુદો જ હતો પણ ભ્રમથી તેને મારો માનીને મેં વ્યર્થ ચેષ્ટાઓ કરી હતી.
આ શરીર તો ઝાડના ઠૂંઠાની જેમ સદાય જડ મૃતકકલેવર છે, પણ અજ્ઞાની જીવ
મોહથી આ શરીર તે જ હું છું એમ માનીને તેની સાથે વ્યર્થ ચેષ્ટાઓ કરે છે, અજ્ઞાની
જીવ આ જડ દેહરૂપી મડદાને જીવતું માનીને (એટલે કે તેને જ આત્મા માનીને)
અનંતકાળથી તેને સાથે ફેરવી રહ્યો છે; મૃતકકલેવરમાં ચૈતન્ય ભગવાન મૂર્છાઈ ગયો
છે. દેહની ચેષ્ટાઓથી જે પોતાને સુખી–દુઃખી માને છે, દેહની ક્રિયા હું કરું એમ માને છે,
દેહની ક્રિયા ધર્મનું સાધન થાય એમ માને છે તે બધાય ઝાડના ઠૂંઠાને માણસ માનનારા
જેવા, શરીરને જ આત્મા માનનારા છે. અરે! અજ્ઞાનદશામાં ચૈતન્યતત્ત્વને ચૂકીને
ભ્રમથી જીવ કેવી કેવી વ્યર્થ ચેષ્ટાઓ કરી રહ્યો છે તેની તેને પોતાને ખબર નથી. જ્યારે
જીવ પોતે જ્ઞાની થયો ત્યારે તેને ખબર પડી કે અરે! પૂર્વે અજ્ઞાનદશામાં મેં કેવી નકામી
ચેષ્ટાઓ કરી!
જેમ ઝાડના ઠૂંઠાને પુરુષ માનીને વ્યર્થ ચેષ્ટા કરનાર તે મનુષ્યને જ્યારે ખબર
પડે કે અરે, આ તો પુરુષ નથી પણ ઝાડનું ઠૂંઠુ છે, –ત્યારે તેની સાથે ઉપકાર–વાતચીત
વગેરેની ચેષ્ટા છોડી દે છે; તેમ જ્ઞાની વિચારે છે કે મેં અજ્ઞાનદશામાં તો દેહને જ આત્મા
માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી, ને હું દુઃખી થયો, પણ હવે મને ભાન થયું કે અરે, આ દેહ
તો જડ છે, તે મારો ઉપકારી કે અપકારી નથી, તે મારાથી ભિન્ન છે; હું તો અરૂપી
ચિદાનંદ આત્મા છું–આવું ભાન થતાં શરીરની ચેષ્ટાઓ પ્રત્યે હવે મને ઉદાસીનતા થઈ
ગઈ છે, અર્થાત્ શરીરની ચેષ્ટા મારી છે–એમ હવે મને જરાપણ ભાસતું નથી, શરીરની
ચેષ્ટાવડે મારું કાંઈ સુધરે કે બગડે–એવી ભ્રમણા હવે છૂટી ગઈ છે. મારી ચેષ્ટા