Chha Dhala (Gujarati). Gatha: 7-10 (poorvardh) (Dhal 2),10 (uttarardh) (Dhal 2),11 (poorvardh) (Dhal 2),11 (uttarardh) (Dhal 2),12 (Dhal 2),13 (Dhal 2),14 (Dhal 2),15 (Dhal 2),1 (Dhal 3),2 (Dhal 3); Biji Dhalano Saransh; Biji Dhalano Bhed-sangrah; Biji Dhalano Lakshan-sangrah; Antar-pradarshan; Biji Dhalani Prashnavali; Triji Dhal.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 12

 

Page 39 of 205
PDF/HTML Page 61 of 227
single page version

background image
નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને
અગૃહીત મિથ્યાજ્ઞાન
રોકે ન ચાહ નિજશક્તિ ખોય, શિવરૂપ નિરાકુલતા ન જોય;
યાહી પ્રતીતિજુત કછુક જ્ઞાન, સો દુઃખદાયક અજ્ઞાન જાન. ૭.
બીજી ઢાળ ][ ૩૯
અન્વયાર્થ[મિથ્યાદ્રષ્ટિ પ્રાણી] (નિજશક્તિ) પોતાના
આત્માની શક્તિ (ખોય) ખોઈને (ચાહ) ઇચ્છાને (ન રોકે) રોકતો
નથી, અને (નિરાકુલતા) આકુલતાના અભાવને (શિવરૂપ) મોક્ષનું
સ્વરૂપ (ન જોય) માનતો નથી. (યાહી) આ (પ્રતીતિજુત) ખોટી
માન્યતા સહિત (કછુક જ્ઞાન) જે કાંઈ જ્ઞાન છે (સો) તે
(દુખદાયક) કષ્ટને આપનારું (અજ્ઞાન) અગૃહીત મિથ્યાજ્ઞાન છે;
એમ (જાન) સમજવું.
ભાવાર્થ(૧) નિર્જરા તત્ત્વમાં ભૂલઆત્મામાં
આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ થવી તેને સંવરપૂર્વક
નિર્જરા કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યગ્દર્શનપૂર્વક જ હોઈ
શકે છે. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભ-અશુભ ઇચ્છાનો
નિરોધ થાય તે તપ છે. તપ બે પ્રકારના છેઃ (૧) બાળતપ,
(૨) સમ્યક્તપ. અજ્ઞાનદશામાં જે તપ કરવામાં આવે છે તે

Page 40 of 205
PDF/HTML Page 62 of 227
single page version

background image
બાળતપ છે, તેનાથી કદી સાચી નિર્જરા થતી નથી, પણ
આત્મસ્વરૂપમાં સમ્યક્ પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ-
અશુભ ઇચ્છાનો અભાવ થાય છે તે સાચી નિર્જરા છે
સમ્યક્તપ
છે. પણ મિથ્યાદ્રષ્ટિ જીવ એમ માનતો નથી. પોતાની અનંત
જ્ઞાનાદિ શક્તિને ભૂલે છે, પરાશ્રયમાં સુખ માને છે, શુભાશુભ
ઇચ્છા અને પાંચ ઇન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો નથી. આ
નિર્જરાતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.
૨. મોક્ષ તત્ત્વની ભૂલપૂર્ણ નિરાકુળ આત્મિક સુખની
પ્રાપ્તિ અર્થાત્ જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે, અને
તે જ ખરું સુખ છે, પણ અજ્ઞાની તેમ માનતો નથી.
મોક્ષ થતાં તેજમાં તેજ મળી જાય અથવા ત્યાં શરીર,
ઇન્દ્રિયો અને તેનાં વિષયો વિના સુખ કેમ હોઈ શકે ? ત્યાંથી
ફરી અવતાર લેવો પડે વગેરે. એમ મોક્ષદશામાં નિરાકુળપણું
માનતો નથી તે મોક્ષતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.
૩. અજ્ઞાનઅગૃહીત મિથ્યાદર્શન હોય ત્યાં જે કંઈ જ્ઞાન
હોય તેને અગૃહીત મિથ્યાજ્ઞાન કહે છે, તે મહાન દુઃખદાતા છે.
તે ઉપદેશાદિ બાહ્ય નિમિત્તોના આલંબન વડે નવું ગ્રહ્યું નથી
અનાદિનું છે, તેથી તેને અગૃહીત (સ્વાભાવિક-નિસર્ગજ)
મિથ્યાજ્ઞાન કહે છે. ૭.
અગૃહીત મિથ્યાચારિત્ર(કુચારિત્ર)નું લક્ષણ
ઇન જુત વિષયનિમેં જો પ્રવૃત્ત, તાકો જાનો મિથ્યાચરિત્ત;
યોં મિથ્યાત્વાદિ નિસર્ગ જેહ, અબ જે ગૃહીત સુનિયે સુ તેહ. ૮.
૪૦ ][ છ ઢાળા

Page 41 of 205
PDF/HTML Page 63 of 227
single page version

background image
બીજી ઢાળ ][ ૪૧
અન્વયાર્થ(જો) જે (વિષયનિમેં) પાંચ ઇન્દ્રિયોના
વિષયોમાં (ઇન જુત) અગૃહીત મિથ્યાદર્શન અને અગૃહીત
મિથ્યાજ્ઞાન સહિત (પ્રવૃત્ત) પ્રવૃત્તિ કરે છે (તાકો) તેને
(મિથ્યાચરિત્ત) અગૃહીત મિથ્યાચારિત્ર (જાનો) સમજો. (યોં) આ
પ્રમાણે (નિસર્ગ) અગૃહીત (મિથ્યાત્વાદિ) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન
અને મિથ્યાચારિત્રનું [વર્ણન કરવામાં આવ્યું.] (અબ) હવે (જે)
જે (ગૃહીત) ગૃહીત [મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર] છે (તેહ) તેને
(સુનિયે) સાંભળો.
ભાવાર્થઅગૃહીત મિથ્યાદર્શન અને અગૃહીત મિથ્યા-
જ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ કરવી તેને
અગૃહીત મિથ્યાચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેયને દુઃખના
કારણ જાણી તત્ત્વજ્ઞાન વડે તેનો ત્યાગ કરવો જોઈએ. ૮.
ગૃહીત-મિથ્યાદર્શન અને કુગુરુનાં લક્ષણ
જો કુગુરુ કુદેવ કુધર્મ સેવ, પોષૈ ચિર દર્શનમોહ એવ;
અંતર રાગાદિક ધરૈં જેહ, બાહર ધન-અંબરતૈં સનેહ. ૯.
ગાથા ૧૦ (પૂર્વાર્ધા)
ધારૈં કુલિંગ લહિ મહતભાવ, તે કુગુરુ જન્મજલ-ઉપલનાવ;
અન્વયાર્થ(જો) જે (કુગુરુ) ખોટા ગુરુની (કુદેવ) ખોટા
દેવની અને (કુધર્મ) ખોટા ધર્મની (સેવ) સેવા કરે છે તે (ચિર)
ઘણાં લાંબા સમય સુધી (દર્શનમોહ) મિથ્યાદર્શન (એવ) જ (પોષૈ)
પોષે છે. (જેહ) જે (અંતર) અંતરમાં (રાગાદિક) મિથ્યાત્વ-રાગ-
દ્વેષ આદિ (ધરૈં) ધારણ કરે છે અને (બાહર) બહારથી (ધન

Page 42 of 205
PDF/HTML Page 64 of 227
single page version

background image
અંબરતૈં) ધન અને કપડાં વગેરે ઉપર (સનેહ) પ્રેમ રાખે છે, અને
(મહતભાવ) મહાત્માપણાનો ભાવ (લહિ) ગ્રહણ કરીને (કુલિંગ)
ખોટા વેષોને (ધારૈં) ધારણ કરે છે તે (કુગુરુ) કુગુરુ [કહેવાય
છે અને તે કુગુરુ] (જન્મજલ) સંસારરૂપી સમુદ્રમાં (ઉપલનાવ)
પથ્થરની નૌકા સમાન છે.
ભાવાર્થકુગુરુ, કુદેવ અને કુધર્મની સેવા કરવાથી ઘણાં
કાળ સુધી મિથ્યાત્વનું જ પોષણ થાય છે એટલે કે કુગુરુ, કુદેવ
અને કુધર્મનું સેવન જ ગૃહીત મિથ્યાદર્શન કહેવાય છે.
પરિગ્રહ બે પ્રકારના છે, એક અંતરંગ અને બીજો બહિરંગ;
મિથ્યાત્વ, રાગ, દ્વેષ વગેરે અંતરંગ પરિગ્રહ છે અને વસ્ત્ર, પાત્ર,
ધન, મકાન વગેરે બહિરંગ પરિગ્રહ છે. વસ્ત્રાદિ સહિત હોવા
છતાં પોતાને જિનલિંગધારક માને છે તે કુગુરુ છે. ‘‘જિનમાર્ગમાં
ત્રણ લિંગ તો શ્રદ્ધાપૂર્વક છે. એક તો જિનસ્વરૂપ-નિર્ગ્રંથ દિગંબર
મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટ શ્રાવકરૂપ ૧૦ મી
૧૧ મી પ્રતિમાધારક
શ્રાવકલિંગ અને ત્રીજું આર્યિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ,
એ ત્રણ સિવાય કોઈ ચોથું લિંગ સમ્યગ્દર્શનસ્વરૂપ નથી. માટે એ
ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તેને જિનમતની શ્રદ્ધા
નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે.’’ (દર્શનપાહુડ ગાથા ૧૮) માટે જે
કુલિંગના ધારક છે, મિથ્યાત્વાદિ અંતરંગ તથા વસ્ત્રાદિ બહિરંગ
પરિગ્રહ સહિત છે, પોતાને મુનિ માને છે, મનાવે છે તે કુગુરુ
છે. જેવી રીતે પત્થરની નાવ પોતે ડૂબે છે તથા તેમાં બેસનારા
પણ ડૂબે છે; એ રીતે કુગુરુ પણ પોતે સંસારસમુદ્રમાં ડૂબે છે અને
તેને વંદન, સેવા, ભક્તિ કરનારાઓ પણ અનંત સંસારમાં ડૂબે
૪૨ ][ છ ઢાળા

Page 43 of 205
PDF/HTML Page 65 of 227
single page version

background image
છે અર્થાત્ કુગુરુની શ્રદ્ધા, ભક્તિ, પૂજા, વિનય તથા અનુમોદના
કરવાથી ગૃહીત મિથ્યાત્વનું સેવન થાય છે અને તેથી જીવ
અનંતકાળ ભવભ્રમણ કરે છે. ૯.
ગાથા ૧૦ (ઉત્તરાર્ધા)
કુદેવ(મિથ્યાદેવ)નું સ્વરુપ
જો રાગદ્વેષ મલકરિ મલીન, વનિતા ગદાદિજુત ચિહ્ન ચીન. ૧૦.
ગાથા ૧૧ (પૂર્વાર્ધા)
તે હૈં કુદેવ તિનકી જુ સેવ, શઠ કરત ન તિન ભવભ્રમણ છેવ;
અન્વયાર્થ(જે) જે (રાગદ્વેષ) રાગ અને દ્વેષરૂપી
(મલકરિ) મેલથી (મલીન) મલિન છે અને (વનિતા) સ્ત્રી તથા
(ગદાદિજુત) ગદા વગેરે (ચિહ્ન) ચિહ્નોથી (ચીન) ઓળખાય છે
(તે) તે (કુદેવ) ખોટા દેવ છે; (તિનકી) તે કુદેવની (જુ) જે (શઠ)
મૂર્ખ (સેવ) સેવા (કરત) કરે છે, (તિન) તેનું (ભવભ્રમણ)
સંસારમાં ભટકવું (ન છેવ) મટતું નથી.
ભાવાર્થજે રાગ અને દ્વેષરૂપી મેલથી મેલાં (રાગીદ્વેષી)
છે અને સ્ત્રી, ગદા, આભૂષણ વગેરેથી જેને ઓળખી શકાય છે
તે ‘કુદેવ’
કહેવાય છે. જે અજ્ઞાની આવા કુદેવોની સેવા, (પૂજા,
બીજી ઢાળ ][ ૪૩
સુદેવ=અરિહંત પરમેષ્ઠી; દેવ-ભવનવાસી વગેરે દેવ.
કુદેવ=હરિ, હર આદિ; અદેવ-પીપળો, તુલસી, લકડબાબા વગેરે
કલ્પિત દેવ, જે કોઈ સરાગી દેવ અથવા દેવ છે તે વંદન-પૂજનને
યોગ્ય નથી.

Page 44 of 205
PDF/HTML Page 66 of 227
single page version

background image
ભક્તિ અને વિનય) કરે છે તે આ સંસારનો અંત કરી શકતા
નથી એટલે કે તેને અનંતકાળ સુધી ભવભ્રમણ મટતું નથી.
ગાથા ૧૧ (ઉત્તરાર્ધ)
કુધાર્મ અને ગૃહીત-મિથ્યાદર્શનનું સંક્ષિપ્ત લક્ષણ
રાગાદિ ભાવહિંસા સમેત, દર્વિત ત્રસ થાવર મરણ ખેત. ૧૧.
જે ક્રિયા તિન્હૈં જાનહુ કુધર્મ, તિન સરધૈ જીવ લહૈ અશર્મ;
યાકૂં ગૃહીત મિથ્યાત્વ જાન, અબ સુન ગૃહીત જો હૈ અજ્ઞાન. ૧૨.
૪૪ ][ છ ઢાળા
અન્વયાર્થ(રાગાદિ) રાગ અને દ્વેષ વગેરે (ભાવહિંસા)
ભાવહિંસા (સમેત) સાથે [તથા] (ત્રસ) ત્રસ અને (થાવર)
સ્થાવરના (મરણ) ઘાતનું (ખેત) સ્થાન (દર્વિત) દ્રવ્યહિંસા
(સમેત) સહિત (જે) જે (ક્રિયા) ક્રિયાઓ [છે] (તિન્હેં) તેને
(કુધર્મ) મિથ્યાધર્મ (જાનહુ) જાણવો જોઈએ. (તિન) તેને (સરધૈ)
શ્રદ્ધવાથી (જીવ) પ્રાણી (અશર્મ) દુઃખ (લહૈ) પામે છે. (યાકૂં)
આ કુગુરુ, કુદેવ અને કુધર્મને શ્રદ્ધવા તેને (ગૃહીત મિથ્યાત્વ)
ગૃહીતમિથ્યાદર્શન જાણવું. (અબ) હવે (ગૃહીત) ગૃહીત (અજ્ઞાન)

Page 45 of 205
PDF/HTML Page 67 of 227
single page version

background image
મિથ્યાજ્ઞાન (જો હૈ) જેને કહેવામાં આવે છે તેનું વર્ણન (સુન)
સાંભળો.
ભાવાર્થજે ધર્મમાં મિથ્યાત્વ તથા રાગાદિરૂપ ભાવહિંસા
તથા ત્રસ અને સ્થાવર જીવોના ઘાતરૂપ દ્રવ્યહિંસાને ધર્મ
માનવામાં આવે છે તેને કુધર્મ કહેવામાં આવે છે. જે પ્રાણી આ
કુધર્મની શ્રદ્ધા કરે છે તે દુઃખ પામે છે. આ ખોટા ગુરુ, દેવ અને
ધર્મની શ્રદ્ધા કરવી તેને ‘‘ગૃહીત મિથ્યાદર્શન’’ કહે છે. આ
પરોપદેશ વગેરે બાહ્ય કારણના આશ્રયથી ગ્રહણ કરવામાં આવે
છે તેથી ‘‘ગૃહીત’’ કહેવાય છે. હવે ગૃહીત મિથ્યાજ્ઞાનનું વર્ણન
કરવામાં આવે છે.
ગૃહીત મિથ્યાજ્ઞાનનું લક્ષણ
એકાન્તવાદ-દૂષિત સમસ્ત, વિષયાદિક પોષક અપ્રશસ્ત;
કપિલાદિ-રચિત શ્રુતકો અભ્યાસ, સો હૈ કુબોધ બહુ દેન ત્રાસ. ૧૩
બીજી ઢાળ ][ ૪૫
અન્વયાર્થ(એકાન્તવાદ) એકાન્તરૂપ કથનથી (દૂષિત)
ખોટાં (અને) (વિષયાદિક) પાંચ ઇન્દ્રિયોના વિષય વગેરેની
(પોષક) પુષ્ટિ કરવાવાળાં (કપિલાદિ-રચિત) કપિલાદિ દ્વારા
રચિત (અપ્રશસ્ત) ખોટાં (સમસ્ત) બધાં (શ્રુતકો) શાસ્ત્રોને

Page 46 of 205
PDF/HTML Page 68 of 227
single page version

background image
(અભ્યાસ) ભણવાં, ભણાવવાં, સાંભળવાં અને સંભળાવવાં (સો)
તે (કુબોધ) મિથ્યાજ્ઞાન [છે; તે] (બહુ) ઘણાં (ત્રાસ) દુઃખને
(દેન) આપવાવાળું છે.
ભાવાર્થ૧. વસ્તુ અનેકધર્માત્મક છે; તેમાંથી કોઈ પણ
એક જ ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી દૂષિત (મિથ્યા)
તથા વિષય-કષાય આદિને પુષ્ટ કરવાવાળાં કુગુરુઓનાં બનાવેલાં
સર્વ પ્રકારનાં ખોટાં શાસ્ત્રોને ધર્મબુદ્ધિથી લખવાં-લખાવવાં,
ભણવાં-ભણાવવાં, સાંભળવાં અને સંભળાવવાં તેને ગૃહીત
મિથ્યાજ્ઞાન કહે છે.
૨. જે શાસ્ત્ર જગતમાં સર્વથા નિત્ય, એક અદ્વૈત અને
સર્વવ્યાપક બ્રહ્મમાત્ર વસ્તુ છે, અન્ય કોઈ પદાર્થ નથી, એમ વર્ણન
કરે છે તે શાસ્ત્ર એકાન્તવાદથી દૂષિત હોવાથી કુશાસ્ત્ર છે.
૩. વસ્તુને સર્વથા ક્ષણિક-અનિત્ય, અથવા (૪) ગુણ-ગુણી
સર્વથા જુદા છે, કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન કરે,
અથવા (૫) જગતનો કોઈ કર્તા, હર્તા અને નિયંતા છે એમ વર્ણન
કરે, અથવા (૬) દયા, દાન, મહાવ્રતાદિના શુભભાવ જે
પુણ્યાસ્રવ છે પરાશ્રયરૂપ છે તેનાથી તથા મુનિને આહાર દેવાના
શુભભાવથી સંસાર પરિત (ટૂંકો, મર્યાદિત) થવો; તથા ઉપદેશ
દેવાના શુભ ભાવથી પરમાર્થે ધર્મ થાય વગેરે અન્ય ધર્મિયોના
ગ્રન્થોમાં જે વિપરીત કથન છે, તે એકાન્ત અને અપ્રશસ્ત હોવાથી
કુશાસ્ત્ર છે. કેમકે તેમાં પ્રયોજનભૂત સાત તત્ત્વનું યથાર્થપણું નથી.
જ્યાં એક તત્ત્વની ભૂલ હોય ત્યાં સાતે તત્ત્વોની ભૂલ હોય જ,
એમ સમજવું.
૪૬ ][ છ ઢાળા

Page 47 of 205
PDF/HTML Page 69 of 227
single page version

background image
ગૃહીત મિથ્યાચારિત્રનું લક્ષણ
જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ, ધરિ કરન વિવિધ વિધ દેહદાહ;
આતમ-અનાત્મકે જ્ઞાનહીન, જે જે કરની તન કરન છીન. ૧૪.
અન્વયાર્થ(જો) જે (ખ્યાતિ) પ્રસિદ્ધતા (લાભ) ફાયદો
અને (પૂજાદિ) માન્યતા અને આદર વગેરેની (ચાહ ધરિ) ઇચ્છા
કરીને (દેહદાહ કરન) શરીરને પીડા કરવાવાળાં (આતમ અનાત્મ
કે) આત્મા અને પરવસ્તુઓના (જ્ઞાનહીન) ભેદજ્ઞાનથી રહિત
(તન) શરીરને (છીન) ક્ષીણ (કરન) કરવાવાળી (વિવિધ વિધિ)
અનેક પ્રકારની (જે જે કરની) જે જે ક્રિયાઓ છે તે બધી
(મિથ્યાચારિત્ર) મિથ્યાચારિત્ર કહેવાય છે.
ભાવાર્થશરીર અને આત્માનું ભેદવિજ્ઞાન નહિ હોવાથી
યશ, ધન, દોલત, આદર-સત્કાર વગેરેની ઇચ્છાથી માન આદિ
કષાયને વશીભૂત થઈને શરીરને ક્ષીણ કરવાવાળી અનેક પ્રકારની
ક્રિયા કરે છે તેને ‘ગૃહીત મિથ્યાચારિત્ર’ કહે છે.
મિથ્યાચારિત્રના ત્યાગનો અને આત્મહિતમાં લાગવાનો
ઉપદેશ
તે સબ મિથ્યાચારિત્ર ત્યાગ, અબ આતમ કે હિતપંથ લાગ;
જગજાલ-ભ્રમણકો દેહુ ત્યાગ, અબ દૌલત
! નિજ આતમ સુપાગ.
અન્વયાર્થ(તે) તે (સબ) બધાં (મિથ્યાચારિત્ર) મિથ્યા-
ચારિત્રને (ત્યાગ) છોડીને (અબ) હવે (આતમકે) આત્માના
(હિત) કલ્યાણના (પંથ) માર્ગે (લાગ) લાગી જાઓ, (જગજાલ)
સંસારની જાળમાં (ભ્રમણકો) ભટકવાનો (ત્યાગ દેહુ) ત્યાગ કરો.
બીજી ઢાળ ][ ૪૭

Page 48 of 205
PDF/HTML Page 70 of 227
single page version

background image
(દૌલત) હે દૌલતરામ! (નિજઆતમ) પોતાના આત્મામાં (અબ)
હવે (સુપાગ) સારી રીતે લીન થાઓ.
ભાવાર્થઆત્મહિતૈષી જીવે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્ર ગ્રહણ કરીને, ગૃહીત મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર તથા
અગૃહીત મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રનો ત્યાગ કરીને,
આત્મકલ્યાણના માર્ગમાં લાગવું જોઈએ. પંડિત શ્રી દૌલતરામજી
પોતાના આત્માને સંબોધી કહે છે કે, હે આત્મન્
! પરાશ્રયરૂપ
સંસાર અર્થાત્ પુણ્ય-પાપમાં ભટકવું છોડી દઈને સાવધાનીથી
આત્મસ્વરૂપમાં લીન થા.
૪૮ ][ છ ઢાળા

Page 49 of 205
PDF/HTML Page 71 of 227
single page version

background image
બીજી ઢાળનો સારાંશ
(૧) આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને
વશ થઈને ચાર ગતિમાં વારંવાર પરિભ્રમણ કરીને પ્રત્યેક સમયે
અનંત દુઃખો ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન
પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદિનો અભાવ ન કરે
ત્યાં સુધી સુખ, શાંતિ અને આત્માનો ઉદ્ધાર થઈ શકતો નથી.
(૨) આત્મહિત માટે (સુખી થવા માટે) પ્રથમ (૧) સાચા
દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ પ્રતીતિ, (૨) જીવાદિ સાત તત્ત્વની
યથાર્થ પ્રતીતિ, (૩) સ્વ-પરના સ્વરૂપની શ્રદ્ધા, (૪) નિજ
શુદ્ધાત્માના પ્રતિભાસરૂપ આત્માની શ્રદ્ધા,
આ ચાર લક્ષણોના
અવિનાભાવ સહિતની સત્ય શ્રદ્ધા (નિશ્ચય-સમ્યગ્દર્શન) જ્યાં
સુધી જીવ પ્રગટ ન કરે ત્યાં સુધી જીવ (આત્મા)નો ઉદ્ધાર થઈ
શકે નહિ અર્થાત
્ ધર્મની શરૂઆત પણ થઈ શકે નહિ, અને ત્યાં
સુધી આત્માને અંશમાત્ર સુખ પ્રગટે નહિ.
(૩) સાત તત્ત્વની ખોટી શ્રદ્ધા કરવી તેને મિથ્યાદર્શન અને
તેના કારણે આત્માના સ્વરૂપ વિષે વિપરીત શ્રદ્ધા કરીને
જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ તથા પુણ્યપાપ-
રાગાદિ મલિનભાવમાં એકતાબુદ્ધિ
કર્તાબુદ્ધિ છે; અને તેથી શુભ
રાગ અને પુણ્ય હિતકર છે, શરીરાદિ પરપદાર્થની અવસ્થા
(ક્રિયા) હું કરી શકું છું, પર મને લાભ-નુકસાન કરી શકે છે,
અને હું પરનું કાંઈ કરી શકું છું, આમ માનતો હોવાથી તેને સત
્-
અસત્નો યથાર્થ વિવેક હોતો જ નથી. સાચું સુખ તથા હિતરૂપ
બીજી ઢાળ ][ ૪૯

Page 50 of 205
PDF/HTML Page 72 of 227
single page version

background image
શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર પોતાના આત્માના જ આશ્રયે હોય છે તેની
તેને ખબર હોતી નથી.
(૪) વળી કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર અને કુધર્મની શ્રદ્ધા, પૂજા,
સેવા અને વિનય કરવાની જે જે પ્રવૃત્તિ છે તે પોતાના
મિથ્યાત્વાદિના મહાન દોષોની પોષણ કરનારી હોવાથી દુઃખદાયક
છે, અનંત સંસારભ્રમણનું કારણ છે. જે જીવ તેનું સેવન કરે છે,
કર્તવ્ય સમજે છે તે દુર્લભ મનુષ્યજીવનને નષ્ટ કરે છે.
(૫) અગૃહીત મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને અનાદિ
કાળથી હોય છે, વળી તે મનુષ્ય થયા પછી કુશાસ્ત્રનો અભ્યાસ
કરી, અથવા કુગુરુનો ઉપદેશ સ્વીકારી, ગૃહીત મિથ્યાજ્ઞાન-
મિથ્યાશ્રદ્ધા ધારણ કરે છે. તથા તે કુમતને અનુસરી મિથ્યાક્રિયા
કરે છે તે ગૃહીત મિથ્યાચારિત્ર છે. માટે જીવે સારી રીતે સાવધાન
થઈને ગૃહીત અને અગૃહીત બન્ને પ્રકારના મિથ્યાભાવો છોડવા
યોગ્ય છે અને એનો યથાર્થ નિર્ણય કરી, નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ
કરવું જોઈએ. મિથ્યાભાવોનું સેવન કરી કરીને, સંસારમાં ભટકી,
અનંત જન્મ ધારણ કરી અનંતકાળ ગુમાવ્યો, હવે તો સાવધાન
થઈને આત્મોદ્ધાર કરવો જોઈએ.
બીજી ઢાળનો ભેદ-સંગ્રહ
ઇન્દ્રિયવિષયસ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ.
તત્ત્વજીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ.
દ્રવ્યજીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
મિથ્યાદર્શનગૃહીત, અગૃહીત.
૫૦ ][ છ ઢાળા

Page 51 of 205
PDF/HTML Page 73 of 227
single page version

background image
મિથ્યાજ્ઞાનગૃહીત (બાહ્ય કારણ પ્રાપ્ત); અગૃહીત (નિસર્ગજ).
મિથ્યાચારિત્રગૃહીત અને અગૃહીત (નિસર્ગજ).
મહાદુઃખસ્વરૂપની અણસમજણ; મિથ્યાત્વ.
વિમાનવાસીકલ્પોપપન્ન અને કલ્પાતીત.
બીજી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અનેકાન્તપ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ (સાબિતી)
કરવાવાળી અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ પરસ્પર
વિરુદ્ધ બે શક્તિઓનું એકસાથે પ્રકાશિત થવું તે
(આત્મા સદાય સ્વરૂપે છે-પરરૂપે નથી એવી જે
દ્રષ્ટિ તે અનેકાન્તદ્રષ્ટિ છે.)
અમૂર્તિકરૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાની વસ્તુ.
આત્માજાણવું અને દેખવું અથવા જ્ઞાન-દર્શન શક્તિવાળી
વસ્તુને આત્મા કહેવામાં આવે છે; જે સદાય જાણે
અને જાણવારૂપે પરિણમે તેને જીવ અથવા આત્મા
કહે છે.
ઉપયોગજીવની જ્ઞાન-દર્શન અથવા જાણવા-દેખવાની
શક્તિનો વ્યાપાર.
એકાન્તવાદઅનેક ધર્મોની સત્તાની અપેક્ષા નહિ કરતાં,
વસ્તુને એક જ રૂપથી નિરૂપણ કરવી.
બીજી ઢાળ ][ ૫૧

Page 52 of 205
PDF/HTML Page 74 of 227
single page version

background image
દર્શનમોહઆત્માના સ્વરૂપની વિપરીત શ્રદ્ધા.
દ્રવ્યહિંસાત્રસ અને સ્થાવર પ્રાણીઓનો ઘાત કરવો.
ભાવહિંસામિથ્યાત્વ, રાગ અને દ્વેષ વગેરે વિકારોની
ઉત્પત્તિ.
મિથ્યાદર્શનજીવાદિ તત્ત્વની વિપરીત શ્રદ્ધા.
મૂર્તિકરૂપ, રસ, ગંધ અને સ્પર્શ સહિત વસ્તુ.
અન્તર-પ્રદર્શન
(૧) આત્મા અને જીવમાં કાંઈ અન્તર નથી, પર્યાયવાચક શબ્દ
છે.
(૨) અગૃહીત (નિસર્ગજ) તો ઉપદેશાદિના નિમિત્ત વિના થાય
છે, પરંતુ ગૃહીતમાં ઉપદેશાદિ નિમિત્ત હોય છે.
(૩) મિથ્યાત્વ અને મિથ્યાદર્શનમાં કાંઈ તફાવત નથી, માત્ર
બન્ને પર્યાયવાચક શબ્દો છે.
(૪) સુગુરુમાં મિથ્યાત્વાદિ દોષ હોતા નથી પરંતુ કુગુરુમાં હોય
છે. વિદ્યાગુરુ તે સુગુરુ અને કુગુરુથી જુદી વ્યક્તિ છે.
મોક્ષમાર્ગના પ્રસંગમાં મુક્તિમાર્ગના પ્રદર્શક સુગુરુથી
તાત્પર્ય છે.
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति
तेषामेवोत्पत्तिर्हिंसेति जिनागमस्य संक्षेपः ।।४४।। (पु०सि०)
અર્થખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે
રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે---એવું જૈનશાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે.
૫૨ ][ છ ઢાળા

Page 53 of 205
PDF/HTML Page 75 of 227
single page version

background image
બીજી ઢાળની પ્રશ્નાવલી
(૧) અગૃહીત મિથ્યાચારિત્ર, અગૃહીત મિથ્યાજ્ઞાન, અગૃહીત
મિથ્યાદર્શન, કુગુરુ, કુધર્મ, ગૃહીત મિથ્યાદર્શન, ગૃહીત
મિથ્યાજ્ઞાન, ગૃહીત મિથ્યાચારિત્ર, છ દ્રવ્યો અને મિથ્યા-
દ્રષ્ટિની અપેક્ષાએ જીવાદિ એ બધાંનું લક્ષણ બતાવો.
(૨) મિથ્યાત્વ અને મિથ્યાદર્શનમાં, અગૃહીત (નિસર્ગજ) અને
ગૃહીત (બાહ્ય કારણોથી નવું ગ્રહેલ) તેમાં, આત્મા અને
જીવમાં; સુગુરુ, કુગુરુ અને વિદ્યાગુરુમાં શો તફાવત છે તે
દર્શાવો.
(૩) અગૃહીતનું નામાન્તર, આત્મહિતનો માર્ગ, એકેન્દ્રિયને
જ્ઞાન ન માનવાથી નુકશાન, કુદેવ વગેરેની સેવાથી હાનિ,
બીજી ઢાળમાં કહેવાયેલી હકીકત, મરણ વખતે જીવને
નીકળતા નહીં દેખવાનું કારણ, મિથ્યાદ્રષ્ટિની રુચિ,
મિથ્યાદ્રષ્ટિની અરુચિ, મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રની સત્તાનો
કાળ, મિથ્યાદ્રષ્ટિને દુઃખ આપનારી વસ્તુ, મિથ્યા-ધાર્મિક
કાર્યો કરવાથી હાનિ, અને સાત તત્ત્વોની વિપરીત શ્રદ્ધાના
પ્રકાર વગેરેનું સ્પષ્ટ વર્ણન કરો.
(૪) આત્મહિત, આત્મશક્તિનું વિસ્મરણ, ગૃહીતમિથ્યાત્વ,
જીવતત્ત્વની ઓળખાણ ન થવામાં કોનો દોષ, તત્ત્વનું
પ્રયોજન, દુઃખ, મોક્ષસુખની અપ્રાપ્તિ અને
સંસારપરિભ્રમણના કારણો દર્શાવો.
(૫) મિથ્યાદ્રષ્ટિનો આત્મા, જન્મ અને મરણ, કષ્ટદાયક વસ્તુ
બીજી ઢાળ ][ ૫૩

Page 54 of 205
PDF/HTML Page 76 of 227
single page version

background image
વગેરેના વિચાર દેખાડો.
(૬) કુગુરુ, કુદેવ અને મિથ્યાચારિત્ર વગેરેના દ્રષ્ટાંત આપો.
ધર્મ માટે પ્રથમ વ્યવહાર કે નિશ્ચય?
(૭) કુગુરુ-સેવન, કુધર્મ-સેવન અને રાગાદિક ભાવો વગેરેનું
ફળ બતાવો, મિથ્યાત્વ ઉપર એક લેખ લખો. અનેકાન્ત
શું છે
? રાગ તો બાધક જ છે છતાં વ્યવહારમોક્ષમાર્ગને
(શુભરાગને) નિશ્ચયનો હેતુ કેમ કહ્યો?
(૮) અમુક શબ્દ, ચરણ અથવા છન્દના અર્થ અને ભાવાર્થ
બતાવો. બીજી ઢાળનો સારાંશ કહો.
૫૪ ][ છ ઢાળા

Page 55 of 205
PDF/HTML Page 77 of 227
single page version

background image
ત્રીજી ઢાળ
સાચું સુખ, બે પ્રકારે મોક્ષમાર્ગનું કથન
અને સમ્યગ્દર્શનનો મહિમા
(નરેન્દ્ર છંદઃ જોગીરાસા)
આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા-બિન કહિયે,
આકુલતા શિવમાંહિ ન તાતૈં, શિવમગ લાગ્યો ચહિયે;
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરન શિવ,-મગ સો દ્વિવિધ વિચારો,
જો સત્યારથરૂપ સો નિશ્ચય, કારણ સો વ્યવહારો. ૧.

Page 56 of 205
PDF/HTML Page 78 of 227
single page version

background image
અન્વયાર્થ(આતમકો) આત્માનું (હિત) કલ્યાણ (હૈ) છે
(સુખ) સુખની પ્રાપ્તિ, (સો સુખ) તે સુખ (આકુલતા બિન)
આકુળતા વગરનું (કહિયે) કહેવાય છે. (આકુલતા) આકુળતા
(શિવમાં) મોક્ષમાં (ન) નથી (તાતૈં) તેથી (શિવમગ) મોક્ષમાર્ગમાં
(લાગ્યો) લાગવું (ચહિયે) જોઈએ. (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરન)
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની એકતા તે (શિવમગ) મોક્ષનો
માર્ગ છે, (સો) તે મોક્ષમાર્ગનો (દ્વિવિધ) બે પ્રકારથી (વિચારો)
વિચાર કરવો કે, (જો) જે (સત્યારથરૂપ) વાસ્તવિક સ્વરૂપ છે
(સો) તે (નિશ્ચય) નિશ્ચય મોક્ષમાર્ગ છે અને (કારણ) જે નિશ્ચય
મોક્ષમાર્ગનું નિમિત્ત કારણ છે (સો) તેને (વ્યવહારો) વ્યવહાર
મોક્ષમાર્ગ કહે છે.
ભાવાર્થ૧. સમ્યક્ચારિત્ર, નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-
પૂર્વક જ હોય છે. જીવને નિશ્ચય સમ્યગ્દર્શન સાથે જ સમ્યગ્-
ભાવશ્રુતજ્ઞાન થાય છે. અને નિશ્ચયનય તથા વ્યવહારનય એ
બન્ને સમ્યક્ શ્રુતજ્ઞાનના અવયવો (અંશો) છે, તેથી મિથ્યાદ્રષ્ટિને
નિશ્ચય કે વ્યવહારનય હોઈ શકે જ નહીં, માટે ‘વ્યવહારનય
પ્રથમ હોય અને નિશ્ચયનય પછી પ્રગટે’ એમ માનનારને નયોના
સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી.
૨. વળી નય નિરપેક્ષ હોતા નથી, નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ
થયા પહેલાં જો વ્યવહારનય હોય તો નિશ્ચયનયની અપેક્ષા
વિનાનો નિરપેક્ષનય થયો; વળી પ્રથમ એકલો વ્યવહારનય હોય
તો અજ્ઞાનદશામાં સમ્યગ્નય માનવો પડે, પણ
‘‘निरपेक्षा नयाः
मिथ्या सापेक्षा वस्तु तेऽर्थकृत्’’ (આપ્તમીમાંસા શ્લોક ૧૦૮) એવું
૫૬ ][ છ ઢાળા

Page 57 of 205
PDF/HTML Page 79 of 227
single page version

background image
આગમનું વચન છે. માટે અજ્ઞાનદશામાં કોઈ જીવને વ્યવહારનય
હોઈ શકે નહિ, પણ વ્યવહારાભાસ કે નિશ્ચયાભાસરૂપ મિથ્યાનય
હોઈ શકે.
૩. જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય વડે નિશ્ચયરત્નત્રય
(મોક્ષમાર્ગ) પ્રગટ કરે ત્યારે સર્વજ્ઞ કથિત નવ તત્ત્વો, સાચા દેવ-
ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા સંબંધી રાગમિશ્રિત વિચારો અને મંદ કષાયરૂપ
શુભ ભાવ તે જીવને જે પૂર્વે હતો તેને ભૂતનૈગમનયથી
વ્યવહારકારણ કહેવામાં આવે છે, (પરમાત્મપ્રકાશ અ. ૨, ગાથા
૧૪ની ટીકા). વળી તે જ જીવને નિશ્ચય સમ્યગ્દર્શનની ભૂમિકામાં
શુભરાગ અને નિમિત્તો કેવા પ્રકારના હોય, તેનું સહચરપણું
બતાવવા વર્તમાન શુભ રાગને વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો; તેમ
કહેવાનું કારણ એ છે કે તેથી જુદા પ્રકારના (વિરુદ્ધ) નિમિત્તો
તે દશામાં કોઈને હોઈ શકે નહિ; એ પ્રકારે નિમિત્ત-વ્યવહાર હોય
છે તો પણ તે ખરું કારણ નથી.
૪. આત્મા પોતે જ સુખસ્વરૂપ છે તેથી આત્માના આશ્રયે
જ સુખ પ્રગટ થઈ શકે છે, પણ કોઈ નિમિત્ત કે વ્યવહારના
આશ્રયે સુખ પ્રગટ થઈ શકે નહિ.
૫. મોક્ષમાર્ગ તો એક જ છે. તે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રની એકતારૂપે છે. (પ્રવચનસાર ગાથા ૮૨-૧૯૯ તથા
મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૩૧૫).
૬. ‘‘હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું
નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ
નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે; તથા જ્યાં જે
ત્રીજી ઢાળ ][ ૫૭

Page 58 of 205
PDF/HTML Page 80 of 227
single page version

background image
મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી
છે ત્યાં તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ
છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે
અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે
વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ
જાણવો. પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર-
મોક્ષમાર્ગ છે
એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. (મોક્ષમાર્ગ
પ્રકાશક ગુ. પા. ૨૫૩-૫૪)
નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરુપ
પરદ્રવ્યનતૈં ભિન્ન આપમેં રુચિ, સમ્યક્ત્વ ભલા હૈ,
આપરૂપકો જાનપનોં સો, સમ્યગ્જ્ઞાન કલા હૈ;
આપરૂપમેં લીન રહે થિર, સમ્યક્ચારિત સોઈ,
અબ વ્યવહાર મોખમગ સુનિયે, હેતુ નિયતકો હોઈ.
૨.
અન્વયાર્થ(આપમેં) આત્મામાં (પરદ્રવ્યનતૈં) પર-
વસ્તુઓથી (ભિન્ન) ભિન્નપણાની (રુચિ) શ્રદ્ધા કરવી તે (ભલા)
નિશ્ચય (સમ્યક્ત્વ) સમ્યગ્દર્શન છે; (આપરૂપ કો) આત્માના
સ્વરૂપને (પરદ્રવ્યનતૈં ભિન્ન) પરથી જુદું (જાનપનોં) જાણવું
૫૮ ][ છ ઢાળા