Page 59 of 205
PDF/HTML Page 81 of 227
single page version
(પરદ્રવ્યનતૈં ભિન્ન) પરદ્રવ્યોથી ભિન્ન એવા (આપરૂપ મેં)
આત્મસ્વરૂપમાં (થિર) સ્થિરતાપૂર્વક (લીન રહે) લીન થવું તે
(સમ્યક્ચારિત) નિશ્ચય સમ્યક્ચારિત્ર (સોઈ) છે. (અબ) હવે
(વ્યવહાર મોખમગ) વ્યવહાર મોક્ષમાર્ગ (સુનિયે) સાંભળો [કે જે
વ્યવહાર મોક્ષમાર્ગ] (નિયતકો) નિશ્ચય મોક્ષમાર્ગનું (હેતુ)
નિમિત્તકારણ (હોઈ) છે.
આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો (જ્ઞાન કરવું) તે નિશ્ચય
સમ્યગ્જ્ઞાન કહેવાય છે. તથા પરદ્રવ્યોનું આલંબન છોડીને
આત્મસ્વરૂપમાં એકાગ્રતાથી મગ્ન થવું તે નિશ્ચય સમ્યક્ચારિત્ર
(યથાર્થ આચરણ) કહેવાય છે. હવે આગળ વ્યવહારમોક્ષમાર્ગનું
કથન કહેવામાં આવે છે. કેમ કે નિશ્ચયમોક્ષમાર્ગ હોય ત્યારે
વ્યવહારમોક્ષમાર્ગ નિમિત્તમાં કેવો હોય તે જાણવું જોઈએ.
નિર્જર મોક્ષ કહે જિન તિનકો, જ્યોં કા ત્યોં સરધાનો;
હૈ સોઈ સમકિત વ્યવહારી, અબ ઇન રૂપ બખાનો,
તિનકો સુન સામાન્ય-વિશેષૈં, દિઢ પ્રતીત ઉર આનો. ૩.
Page 60 of 205
PDF/HTML Page 82 of 227
single page version
નિર્જરા, (અરુ) અને (મોક્ષ) મોક્ષ, (તત્ત્વ) એ સાત તત્ત્વો, (કહે)
કહ્યાં છે; (તિનકોં) તે બધાને (જ્યોં કા ત્યોં) જેમ કહ્યાં છે તેમ
યથાર્થ (સરધાનો) શ્રદ્ધા કરો. (સોઈ) એવી રીતે શ્રદ્ધા કરવી તે
(વ્યવહારી) વ્યવહારથી સમ્યગ્દર્શન છે. હવે (ઇન રૂપ) એ સાત
તત્ત્વોને (સામાન્ય વિશેષૈં) સંક્ષેપથી અને વિસ્તારથી (સુન)
સાંભળીને (ઉર) મનમાં-ચિત્તમાં (દ્રિઢ) અટલ (પ્રતીત) શ્રદ્ધા
(આનો) કરવી જોઈએ.
નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તેને વ્યવહારસમ્યગ્દર્શન પણ હોઈ શકે
નહિ, નિશ્ચય શ્રદ્ધાસહિત સાત તત્ત્વની વિકલ્પ-રાગ સહિતની
શ્રદ્ધાને વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
પુરુષાર્થસિદ્ધ્યુપાય ગા. ૨૨) અહીં જે સાત તત્ત્વની શ્રદ્ધા કહી
Page 61 of 205
PDF/HTML Page 83 of 227
single page version
ગાથા કહી છે. પણ તેનો એવો અર્થ નથી કે નિશ્ચયસમકિત વિના
કોઈને પણ વ્યવહારસમકિત હોઈ શકે.
દેહ-જીવકો એક ગિનેં બહિરાતમ તત્ત્વમુધા હૈ;
ઉત્તમ મધ્યમ જઘન ત્રિવિધકે અન્તર-આતમ જ્ઞાની,
દ્વિવિધ સંગ બિન શુધ-ઉપયોગી, મુનિ ઉત્તમ નિજધ્યાની.
જીવ (ત્રિધા) ત્રણ પ્રકારના (હૈ) છે, (તેમાં) (દેહ જીવકો) શરીર
અને આત્માને (એક ગિનૈ) એક માને છે (સો) તે (બહિરાતમ)
બહિરાત્મા છે [અને તે બહિરાત્મા] (તત્ત્વમુધા) સાચાં તત્ત્વોનો
અજાણ અર્થાત
આતમ) અન્તરાત્મા [કહેવાય છે, તે] (ઉત્તમ) ઉત્તમ (મધ્યમ)
મધ્યમ અને (જઘન) જઘન્ય એમ (ત્રિવિધ) ત્રણ પ્રકારના છે,
[તેમાં] (દ્વિવિધ) અંતરંગ અને બહિરંગ એ બે પ્રકારનાં
(સંગ બિન) પરિગ્રહ રહિત (શુધ-ઉપયોગી) શુદ્ધ-ઉપયોગી
(નિજધ્યાની) આત્મધ્યાની (મુનિ) દિગમ્બર મુનિ (ઉત્તમ) ઉત્તમ
અન્તરાત્મા છે.
Page 62 of 205
PDF/HTML Page 84 of 227
single page version
અને આત્માને એક માને તેને બહિરાત્મા કહે છે, તેને અવિવેકી
અથવા મિથ્યાદ્રષ્ટિ પણ કહે છે. જે શરીર અને આત્માને પોતાના
ભેદવિજ્ઞાનથી જુદા જુદા માને છે તે અંતરાત્મા અર્થાત
અંતરંગ અને બહિરંગ એ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત
સાતમાથી બારમા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધઉપયોગી અને
આત્મધ્યાની દિગમ્બર મુનિ ઉત્તમ અંતરાત્મા છે.
Page 63 of 205
PDF/HTML Page 85 of 227
single page version
જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી;
સકલ નિકલ પરમાતમ દ્વૈવિધ, તિનમેં ઘાતિનિવારી,
શ્રી અરિહન્ત સકલ પરમાતમ, લોકાલોક નિહારી.
મધ્યમ અંતરાત્મા છે તથા (દેશવ્રતી) બે કષાયના અભાવ સહિત
એવા પંચમ ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક (મધ્યમ) મધ્યમ
(અંતર-આતમ) અંતરાત્મા (હૈ) છે અને (અવિરત) વ્રત રહિત
(સમદ્રષ્ટિ) સમ્યગ્દ્રષ્ટિ જીવ (જઘન) જઘન્ય અંતરાત્મા (કહે)
કહેવાય છે. (તીનોં) એ ત્રણે (શિવમગચારી) મોક્ષમાર્ગ પર
ચાલવાવાળા છે. (સકલ નિકલ) સકલ અને નિકલના ભેદથી
(પરમાતમ) પરમાત્મા (દ્વૈવિધ) બે પ્રકારના છે, (તિનમેં) તેમાં
(ઘાતિ) ચાર ઘાતિકર્મોને (નિવારી) નાશ કરવાવાળા (લોકાલોક)
લોક અને અલોકને (નિહારી) જાણવા-દેખવાવાળા (શ્રી અરિહંત)
અરિહંત પરમેષ્ઠી (સકલ) શરીરસહિત (પરમાત્મા) પરમાત્મા છે.
તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, કોઈને ઇષ્ટ-
અનિષ્ટ માની રાગ-દ્વેષ કરતા નથી, હિંસાદિરૂપ અશુભોપયોગનું
તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગદશા સહિત બાહ્ય
Page 64 of 205
PDF/HTML Page 86 of 227
single page version
ગુણસ્થાનકના કાળે ૨૮ મૂળગુણને અખંડિત પાળે છે, તેઓ તથા
જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય બે કષાયના અભાવ સહિત
સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક છે તે મધ્યમઅંતરાત્મા છે. અર્થાત
પરમાત્મા બે પ્રકારે છેઃ
સિદ્ધ પરમાત્મા તે નિકલ (અશરીરી) પરમાત્મા છે. તેઓ બન્ને
સર્વજ્ઞ હોવાથી લોક અને અલોક સહિત સર્વ પદાર્થોનું
ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત
થાય છે કે
થતી નથી, એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ માને છે, તથા એવી માન્યતા
Page 65 of 205
PDF/HTML Page 87 of 227
single page version
શુભાશુભ વિકાર અને પરદ્રવ્ય સાથે કર્તાબુદ્ધિ, એકતાબુદ્ધિ,
હોય જ છે તેથી તે જીવ બહિરાત્મા જ હોય છે.
બહિરાતમતા હેય જાનિ તજિ, અન્તર-આતમ હૂજૈ,
પરમાતમકો ધ્યાય નિરંતર, જો નિત આનંદ પૂજૈ.
શરીર વગેરે નોકર્મ, એ ત્રણ પ્રકારના (કર્મમલ) કર્મરૂપી મૈલથી
(વર્જિત) રહિત, (અમલ) નિર્મળ અને (મહંતા) મહાન (સિદ્ધ)
સિદ્ધ પરમેષ્ઠી (નિકલ) નિકલ (પરમાતમ) પરમાત્મા છે, તે
(અનંતા) અપરિમિત (શર્મ) સુખને (ભોગૈં) ભોગવે છે. આ
ત્રણમાં (બહિરાતમતા) બહિરાત્મપણાને (હેય) છોડવાયોગ્ય
(જાનિ) જાણીને અને (તજી) તેને તજીને (અન્તર-આતમ)
અન્તરાત્મા (હૂજૈ) થવું જોઈએ અને (નિરંતર) સદા
(પરમાતમકો) [નિજ] પરમાત્મપદનું (ધ્યાય) ધ્યાન કરવું જોઈએ.
(જો) જે વડે (નિત) નિત્ય અર્થાત
Page 66 of 205
PDF/HTML Page 88 of 227
single page version
‘નિકલ’ પરમાત્મા કહેવાય છે. તે અક્ષય અનંત કાલ સુધી
અનંત સુખનો અનુભવ કર્યા કરે છે. આ ત્રણમાં બહિરાત્માપણું
મિથ્યાત્વ સહિત હોવાથી હેય (છોડવા લાયક) છે, તેથી
આત્મહિતેચ્છુએ તેને છોડીને અન્તરાત્મા (સમ્યગ્દ્રષ્ટિ) બનીને
પરમાત્માપણું પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે તેથી હંમેશાં સંપૂર્ણ
અને અનંત આનંદ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે.
પુદ્ગલ પંચ વરન-રસ, ગંધ-દો, ફરસ વસુ જાકે હૈં;
જિય-પુદ્ગલકો ચલન-સહાઈ, ધર્મદ્રવ્ય અનરૂપી,
તિષ્ઠત હોય અધર્મ સહાઈ, જિન બિન-મૂર્તિ નિરૂપી. ૭.
ભેદ છે (જાકે પંચ વરન-રસ) જેના પાંચ વર્ણ અને પાંચ
રસ, (ગંધ-દો) બે ગંધ અને (વસુ) આઠ (ફરસ) સ્પર્શ (હૈં)
હોય છે તે પુદ્ગલ દ્રવ્ય છે. જીવને [અને] (પુદ્ગલકો)
પુદ્ગલને (ચલન સહાઈ) ચાલવામાં નિમિત્ત [અને]
(અનરૂપી) અમૂર્તિક છે તે (ધર્મ) ધર્મ દ્રવ્ય છે તથા (તિષ્ઠત)
ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત [જીવ અને પુદ્ગલને]
(સહાઈ) નિમિત્ત (હોય) હોય છે તે (અધર્મ) અધર્મ દ્રવ્ય છે.
(જિન) જિનેન્દ્ર ભગવાને આ અધર્મ દ્રવ્યને (બિન-મૂર્તિ)
Page 68 of 205
PDF/HTML Page 90 of 227
single page version
અજીવના પાંચ ભેદ છે
પુદ્ગલદ્રવ્ય કહે છે. જે સ્વયં ચાલે છે એવા જીવ અને
પુદ્ગલને ચાલવામાં નિમિત્તકારણ હોય છે તે ધર્મદ્રવ્ય છે અને
સ્વયં (પોતાની મેળે) ગતિપૂર્વક સ્થિર રહેલાં જીવ અને
પુદ્ગલને સ્થિર રહેવામાં જે નિમિત્તકારણ છે તે અધર્મદ્રવ્ય છે.
જિનેન્દ્ર ભગવાને આ ધર્મ, અધર્મ દ્રવ્યને તથા હવે પછી
કહેવામાં આવશે તે આકાશ અને કાળ દ્રવ્યને અમૂર્તિક
(ઇન્દ્રિય અગોચર) કહ્યાં છે. ૭.
નિયત વર્તના, નિશિ-દિન સો, વ્યવહારકાલ પરિમાનો;
યોં અજીવ, અબ આસ્રવ સુનિયે, મન-વચ-કાય ત્રિયોગા,
મિથ્યા અવિરત અરુ કષાય, પરમાદ સહિત ઉપયોગા.
છ દ્રવ્યોમાં આવતા તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામનાં
બે અજીવ દ્રવ્યો જાણવાં.
Page 69 of 205
PDF/HTML Page 91 of 227
single page version
તે (નિયત) નિશ્ચયકાળ દ્રવ્ય છે અને (નિશિ-દિન) રાત્રિ-દિવસ
વગેરે વ્યવહારકાળ (પરિમાનો) જાણો. (યોં) આ પ્રકારે (અજીવ)
અજીવ તત્ત્વનું વર્ણન થયું. (અબ) હવે (આસ્રવ) આસ્રવ તત્ત્વ
(સુનિયે) સાંભળો. (મન-વચ-કાય) મન, વચન, અને કાયાના
આલંબનથી આત્માના પ્રદેશો ચંચળ થવારૂપ (ત્રિયોગા) ત્રણ
પ્રકારના યોગ તથા મિથ્યાત્વ, અવિરત, કષાય (અરુ) અને
(પરમાદ) પ્રમાદ (સહિત) સહિત (ઉપયોગા) આત્માની પ્રવૃત્તિ તે
(આસ્રવ) આસ્રવ તત્ત્વ કહેવાય છે.
નાખવામાં આવે તો તે સમાઈ જાય છે, પછી તેમાં ખાંડ નાખવામાં
આવે તો તે પણ સમાઈ જાય છે; પછી તેમાં સોયો નાખવામાં આવે
તો તે પણ સમાઈ જાય છે; એવી રીતે આકાશમાં પણ ખાસ
અવગાહનશક્તિ છે. તેથી તેમાં સર્વ દ્રવ્યો એકી સાથે રહી શકે છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને રોકતું નથી.
Page 70 of 205
PDF/HTML Page 92 of 227
single page version
થયું. હવે આસ્રવ તત્ત્વનું વર્ણન કરે છે. તેના મિથ્યાત્વ,
અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ ભેદ છે. [આસ્રવ
અને બંધ બન્નેમાં ભેદ
તે ભાવબંધ છે.]
જીવ પ્રદેશ બંધૈ વિધિસોં સો, બંધન કબહું ન સજિયે;
શમ-દમતૈં જો કર્મ ન આવૈ, સો સંવર આદરિયે,
તપ-બલતૈં વિધિ-ઝરન નિરજરા, તાહિ સદા આચરિયે.
ચાકને ફરવામાં લોઢાની ખીલી, કાળ દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે.
લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ કાળદ્રવ્ય (કાલાણુઓ) છે, દિવસ,
ઘડી, કલાક, મહિના તેને વ્યવહારકાળ કહે છે.
Page 71 of 205
PDF/HTML Page 93 of 227
single page version
(ઇનકો) આ મિથ્યાત્વાદિને (તજિયે) છોડી દેવું જોઈએ.
(જીવપ્રદેશ) આત્માના પ્રદેશનું (વિધિસૌં) કર્મોથી (બંધૈ) બંધાવું
તે (બંધન) બંધ [કહેવાય છે,] (સો) આ [બંધ] (કબહું) ક્યારે
પણ (ન સજિયે) ન કરવો જોઈએ (શમ) કષાયોનો અભાવ
[અને] (દમતૈં) ઇન્દ્રિયો તથા મનને જીતવાથી (કર્મ) કર્મ
(ન આવે) ન આવે તે (સંવર) સંવર તત્ત્વ છે; (તાહિ) તે
સંવરને (આદરિયે) ગ્રહણ કરવો જોઈએ. (તપ
(નિરજરા) નિર્જરા કહેવાય છે. (તાહિ) તે નિર્જરાને (સદા)
હંમેશા (આચરિયે) પ્રાપ્ત કરવી જોઈએ.
દોષરૂપ મિથ્યાભાવોનો અભાવ કરવો જોઈએ. સ્પર્શો સાથે
પુદ્ગલોનો બંધ, રાગાદિક સાથે જીવનો બંધ અને અન્યોન્ય-
અવગાહ તે પુદ્ગલ-જીવાત્મક બંધ કહેલ છે. (પ્રવચનસાર ગાથા
૧૭૭). રાગ-પરિણામમાત્ર એવો જે ભાવબંધ તે દ્રવ્યબંધનો હેતુ
Page 72 of 205
PDF/HTML Page 94 of 227
single page version
અભાવ તેને શમ કહેવાય છે. અને દમ એટલે જે જ્ઞેય જ્ઞાયક
સંકર દોષ ટાળી ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્ય
દ્રવ્યથી અધિક (જુદો, પરિપૂર્ણ) આત્માને જાણે છે તેને
જાણવું તેનું નામ ઇન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. પરંતુ
આહારાદિ તથા પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ બાહ્ય વસ્તુના
ત્યાગરૂપ જે મંદ કષાય છે તેનાથી ખરેખર ઇન્દ્રિયદમન થતું
નથી, કેમ કે તે તો શુભરાગ છે, પુણ્ય છે, માટે બંધનું કારણ
છે એમ સમજવું.
આલંબન અનુસાર સંવર-નિર્જરા શરૂ થાય છે. ક્રમે ક્રમે જેટલા
અંશે રાગનો અભાવ, તેટલે અંશે સંવર-નિર્જરારૂપ ધર્મ થાય છે.
સ્વસન્મુખતાના બળથી શુભાશુભ ઇચ્છાનો નિરોધ તે તપ છે. તે
તપથી નિર્જરા થાય છે.
Page 73 of 205
PDF/HTML Page 95 of 227
single page version
નવા કર્મોનું આવવું સ્વયં-સ્વતઃ રોકાઈ જાય તે દ્રવ્ય-સંવર
છે.
નિર્જરા છે અને તે સમયે ખરવાયોગ્ય કર્મોનું અંશે છૂટી જવું
તે દ્રવ્ય-નિર્જરા છે. (લઘુ જૈન સિ. પ્ર. પા. ૬૮-૬૯
પ્રશ્ન ૧૨૧)
માનવો, બંધને ઓળખી તેને અહિતરૂપ માનવો, સંવરને ઓળખી
તેને ઉપાદેયરૂપ માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ
માનવું.
કર્મ આવવા લાગે છે તે.
ભેગા રહે છે) તે.
Page 74 of 205
PDF/HTML Page 96 of 227
single page version
કર્મોનું આવવું રોકાઈ જાય છે તે.
કર્મ આત્માથી અલગ થઈ જાય છે તે.
કર્મો જુદાં પડી જવાથી આત્માની પૂરેપૂરી શુદ્ધ હાલત (મોક્ષદશા)
પ્રગટ થાય છે એટલે કે તે આત્મા મુક્ત થઈ જાય છે. ૯.
Page 75 of 205
PDF/HTML Page 97 of 227
single page version
હાલત-પર્યાય તે (શિવ) મોક્ષ કહેવાય છે, (ઇહિવિધ) આ પ્રકારે
(જો) જે (તત્ત્વનકી) સાત તત્ત્વોના ભેદ સહિત (સરધા) શ્રદ્ધા
કરવી તે (વ્યવહારી) વ્યવહાર (સમકિત) સમ્યગ્દર્શન છે.
(જિનેન્દ્ર) વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી (દેવ) સાચા દેવ
(પરિગ્રહ બિન) ૨૪ પરિગ્રહથી રહિત (ગુરુ) વીતરાગ ગુરુ
[તથા] (સારો) સારભૂત (દયાજુત) અહિંસામય (ધર્મ) જૈનધર્મ
(યેહુ) આ બધાને (સમકિતકો) સમ્યગ્દર્શનનું (કારણ) નિમિત્ત-
કારણ (માન) જાણવું જોઈએ. સમ્યગ્દર્શનને તેનાં (અષ્ટ) આઠ
(અંગ-જુત) અંગો સહિત (ધારો) ધારણ કરવું જોઈએ.
શુદ્ધ અવસ્થા (પર્યાય) પ્રગટ થાય છે તેને મોક્ષ કહે છે. આ
અવસ્થા અવિનાશી અને અનંત સુખમય છે, આ પ્રકારે સામાન્ય
અને વિશેષરૂપથી સાત તત્ત્વોની અચળ શ્રદ્ધા કરવી તેને
વ્યવહાર-સમ્યક્ત્વ (સમ્યગ્દર્શન) કહે છે. જિનેન્દ્રદેવ, વીતરાગી
(દિગમ્બર જૈન) ગુરુ અને જિનેન્દ્રપ્રણીત અહિંસામય ધર્મ પણ
આ વ્યવહાર સમ્યગ્દર્શનના કારણ છે એટલે કે એ ત્રણનું યથાર્થ
શ્રદ્ધાન પણ વ્યવહારસમ્યગ્દર્શન કહેવાય છે. તેને નીચે જણાવેલા
આઠ અંગો સહિત ધારણ કરવું જોઈએ. વ્યવહાર સમકિતનું
સ્વરૂપ આગળ ગાથા ૨-૩ના ભાવાર્થમાં સમજાવ્યું છે.
નિશ્ચયસમકિત વિના એકલા વ્યવહારને વ્યવહારસમકિત
કહેવાતું નથી. ૧૦.
Page 76 of 205
PDF/HTML Page 98 of 227
single page version
શંકાદિક વસુ દોષ વિના, સંવેગાદિક ચિત પાગો;
અષ્ટ અંગ અરુ દોષ પચીસોં, તિન સંક્ષેપૈ કહિયે,
બિન જાનેતૈં દોષગુનન કો, કૈસે તજિયે ગહિયે.
Page 77 of 205
PDF/HTML Page 99 of 227
single page version
(ષટ્) છ (અનાયતન)
રહિત થઈને (સંવેગાદિક) સંવેગ, અનુકંપા, આસ્તિકય અને
પ્રશમમાં (ચિત) મનને (પાગો) લગાવવું જોઈએ. હવે સમકિતના
(અષ્ટ) આઠ (અંગ) અંગ (અરુ) અને (પચીસોં દોષ) પચીસ
દોષોને (સંક્ષેપૈ) સંક્ષેપમાં (કહિયે) કહેવામાં આવે છે, કારણ કે
(બિન જાનેતૈં) તે જાણ્યા વિના (દોષ) દોષોને (કૈસે) કેવી રીતે
(તજિયે) છોડીએ, અને (ગુનનકો) ગુણોને કેવી રીતે (ગહિયે)
ગ્રહણ કરીએ?
સમ્યક્ત્વના અભિલાષી જીવે આ સમકિતના પચીસ દોષોનો
ત્યાગ કરીને, તે ભાવનાઓમાં મન લગાવવું જોઈએ. હવે
સમ્યક્ત્વના આઠ ગુણો (અંગો) અને ૨૫ દોષોનું સંક્ષેપમાં વર્ણન
કરવામાં આવે છે; કારણ કે જાણ્યા વગર તથા સમજ્યા વગર
દોષોને કેવી રીતે છોડી શકાય અને ગુણોને કેવી રીતે ગ્રહણ કરી
શકાય
Page 78 of 205
PDF/HTML Page 100 of 227
single page version
મુનિ-તન મલિન ન દેખ ઘિનાવૈ, તત્ત્વ - કુતત્ત્વ પિછાનૈં;
નિજ ગુણ અરુ પર ઔગુણ ઢાંકે, વા નિજધર્મ બઢાવૈ,
કામાદિક કર વૃષતૈં ચિગતે, નિજ-પરકો સુ દિઢાવૈ.
ઇન ગુણતૈં વિપરીત દોષ વસુ, તિનકોં સતત ખિપાવૈ;