Moksha Shastra (Gujarati). Introduction; Edition Information; Thanks & Our Request; Version History; Shree KanjiSwami; Arpan; Publisher's Note; About Translator; Method of understanding shastras; Prastavna (gujarati tika); Prastavna (3rd edition-gujarati); Moksh Shastra.

Next Page >


Combined PDF/HTML Page 1 of 36

 

Page -54 of 655
PDF/HTML Page 1 of 710
single page version

श्रीमद्भगवत्कुंदकुंदाचार्यदेवाय नमः
ભગવાન્ શ્રી ઉમાસ્વામી આચાર્યવિરચિત
મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થસૂત્ર
(ગુજરાતી ટીકા)
ઃટીકા સંગ્રાહકઃ
રામજી માણેકચંદ દોશી
(એડવોકેટ)

ઃ પ્રકાશકઃ

પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ
લામ રોડ દેવલાલી (મહારાષ્ટ્ર)

Page -53 of 655
PDF/HTML Page 2 of 710
single page version

પ્રાપ્તિસ્થાનઃ (૧) પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ,

લામ રોડ, દેવલાલી (૨) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ

સોનગઢ-૩૬૪૨પ૦ (૩) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,

પ, પંચનાથ પ્લોટ, રાજકોટ ૩૬૦૦૦૧ (૪) શ્રી સીમંધર જિનાલય,

૧૭૩/ ૧૭પ મુંબાદેવી રોડ, મુંબઈ-૨
વીર સંવત ૨પ૧૭ પાંચમી આવૃત્તિ
વિક્રમ સંવત ૨૦૪૭પ્રતઃ ૨૦૦૦
ભાદરવા સુદ પ

Page -52 of 655
PDF/HTML Page 3 of 710
single page version

background image
Thanks & Our Request
This shastra has been kindly donated by Dr Vinod B Shah,
Blackburn, UK, who has paid for it to be "electronised" and made
available on the internet as a token of respect and affection for
Dr Arvindbhai D Shah, Bhogilalbhai D Shah and Shardaben B Shah.

Our request to you:

1) We have taken great care to ensure this electronic version of Moksh
Shastra is a faithful copy of the paper version. However if you find any
corrections have been made you can replace your copy with the
corrected one.

Page -51 of 655
PDF/HTML Page 4 of 710
single page version

Version History

Version NumberDateChanges

00116 Sept 2002First electronic version.

Page -50 of 655
PDF/HTML Page 5 of 710
single page version

background image
પરમ પૂજ્ય શ્રી કાનજીસ્વામી

Page -49 of 655
PDF/HTML Page 6 of 710
single page version

અર્પણ

कल्याणमूर्तिश्रीसद्गुरुदेवने
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેઓ
સ્વયં મોક્ષમાર્ગે વિચરી રહ્યા છે અને પોતાની
દિવ્ય-શ્રુતધારા વડે ભરતભૂમિના જીવોને સતત્પણે
મોક્ષમાર્ગ દર્શાવી રહ્યા છે, જેમની પવિત્ર
સમ્યગ્દર્શનનું માહાત્મ્ય નિરંતર વરસી રહ્યું
છે, અને જેમની પરમ કૃપાવડે આ ગ્રંથ
તૈયાર થયો છે એવા, કલ્યાણમૂર્તિ
સમ્ગ્દર્શનનું સ્વરૂપ સમજાવનાર,
કલ્યાણમૂર્તિ શ્રી સદ્ગુરુદેવને
આ ગં્રથ અત્યંત ભક્તિભાવે
અર્પણ કરીએ છીએ.
પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી
–ટ્રસ્ટીગણ–

Page -48 of 655
PDF/HTML Page 7 of 710
single page version

ચોથી આવૃત્તિ સંબંધમાં
પ્રકાશકીય નિવેદન

આ શાસ્ત્રની ગુજરાતી ટીકાની છેલ્લી અને બીજી આવૃત્તિ આજથી બાવીશ વર્ષ પૂર્વે શ્રી દિ. જૈન સ્વ. મંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી સંવત ૨૦૧૯ એટલે કે ઈ. સ. ૧૯૬૩ માં છપાએલ. ત્યારબાદ તેની માંગ હોવા છતાં આ પુસ્તક ઈ. સ. ૧૯૭૩ થી લગભગ અલભ્ય હતું. ફંડના અભાવે તેમ જ અન્ય પ્રકાશનોની વધારે લાભદાયક જરૂરીઆત હોવાના અંગે આ શાસ્ત્રનો ગુજરાતી ટીકા સંગ્રહ શ્રી રામજીભાઈ રચિત આજ સુધી પુનર્જન્મ ન પામી શકયો.

આપણા સારા નસીબે શ્રી રામજીભાઈની જન્મશતાબ્દી ઉજવણી વખતે જુદી- જુદી સંસ્થાઓ તરફથી ભંડોળ ઉભુ કરવામાં આવેલ અને તેમાંથી “મોક્ષશાસ્ત્ર” નું પ્રકાશન તુરત જ કરવું તેમ નક્કી થયેલ છતાં ત્યારબાદ ત્રણ વર્ષ પ્રસાર થઈ ગયા. પરંતુ કોઈ ને કોઈ કાણોસર “મોક્ષશાસ્ત્ર” પ્રકાશિત થઈ શકયું નહીં.

દિન પ્રતિદિન તત્ત્વ સમજવાની રુચિવાળો દરેક ફિરકાનો આબાલવૃદ્ધ વર્ગ વધતો જ જાય છે અને તેમને ખરેખર જૈનસિદ્ધાંત સુગમતાથી સમજવા માટે માતૃભાષા (ગુજરાતી) માં આવો ગ્રંથ ઉપલબ્ધ હોય તો ઘરમાં વસાવી પોતાને ત્યાં પોતાના પરિવારને લાભનું કારણ સમજે.

આ ધ્યેયને લક્ષમાં રાખી નીચેના નવા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને જેમનું પ્રથમ કાર્ય ભગવાન શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર) નું રામજીભાઈ માણેકચંદ દોશીની ગુજરાતી ટીકા સહિત પ્રકાશન કરવું એમ નક્કી કરેલ છે અને ત્યારબાદ પણ બીજા અપ્રાપ્ય પુસ્તકો અનુક્રમે પ્રસિદ્ધ કરવા.

શ્રી સુમતિ પ્રિન્ટિંગ પ્રેસે આ શાસ્ત્ર સાવધાની પૂર્વક શીધ્ર છાપી આપેલ છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.

શ્રી રામજીભાઈ વકીલ શતાબ્દી સત્–સાહિત્ય ટ્રસ્ટ વતી
ચીમનલાલ કસળચંદ માવાણી
સુમનભાઈ રામજીભાઈ દોશી
મથુરભાઈ ગોકુલદાસ સંઘવી
-ટ્રસ્ટીઓ

Page -47 of 655
PDF/HTML Page 8 of 710
single page version

પાંચમી આવૃત્તિ સબંધમાં
પ્રકાશકીય નિવેદન

આ શાસ્ત્રની ગુજરાતી ટીકાની ચોથી આવૃત્તિ ૧૨૦૦ પ્રત લગભગ છ વર્ષ પહેલાં શ્રી રામજીભાઈ વકીલ શતાબ્દી સત્-સાહિત્ય ટ્રસ્ટ તરફથી છપાયેલ જે થોડા જ વખતમાં ખલાસ થઈ ગઈ. જૈન ધર્મના ચારેય ફીરકાઓ ને માન્ય એવું આ “ તત્ત્વાર્થ સુત્રની ટીકા” પુસ્તક ની એક પણ પ્રત ઉપલબ્ધ ન હોવાથી અને ધણી જ માંગ હોવાથી પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલીના ટ્રસ્ટીઓએ આ પુસ્તક છપાવવાનું નક્કી કર્યું અને મુ. શ્રી નેમચંદકાકા તથા શ્રી રમેશ ભાઈએ સભામાં આ પુસ્તકની ઉપયોગીતા વિષેની વાત કરી અને લોકોએ એ જ વખતે પૂસ્તકની કિંમત ઘટાડવા માટે સુંદર પ્રતિસાદ આપ્યો. ડાૉ. ભારીલ્લ જેઓ તે વખતે દેવલાલી હતા તેમણે સુચન કર્યું કે જયપુર છપાવશો તો ધણું સસ્તુ પડશે. તેથી આ પુસ્તકની છપાવવાની જવાબદારી ભાઈશ્રી અખીલ બંસલને સોંપી અને તેમણે સહર્ષ સ્વીકારી આ પૂસ્તક થોડા સમયમાં છપાવી આપ્યું તે બદલ સંસ્થા તેમની આભારી છે જે જે ભાઈ-બહેનોએ આ પુસ્તકની કિમત ઘટાડવા માટે આર્થિક સહયોગ કર્યો છે. તેમનો સંસ્થા અત્યંત આભાર માને છે. તેમના સહયોગ વગર આટલું જલ્દી કામ થાત નહિ. શ્રી રામજીભાઈ વકિલ શતાબ્દી સત્ સાહિત્ય ટ્રસ્ટનો પણ પુરો સહકાર મળ્‌યો છે જે બદલ ટ્રસ્ટ તેમનો પણ આભાર માને છે. જયપુરના પ્રેસે જલ્દીથી કામ સુંદરરીતે કરી આપ્યું તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ

લી. ટ્રસ્ટીગણ
પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી

Page -46 of 655
PDF/HTML Page 9 of 710
single page version

મુરબ્બી શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી વકીલનું સંક્ષિપ્ત
જીવન–વૃત્તાંત

આપણે તેમને “બાપુજી” તરીખે ઓળખીયે છીએ. પૂ. ગુરુદેવની બાપુજી પ્રત્યે અમીભરી કૃપાદ્રષ્ટિ હતી.

પૂ. ગુરુદેવ બાપુજીને વાત્સલ્ય ઝરતાં મધુર શબ્દોમાં “ભાઈ” તરીકે સંબોધતા.

બાપુજીનું સાંસારિક જીવન પ્રતિભાશાળી, ઉત્તમનીતિવાળું, પ્રમાણિક અને નીડર હતું. એ બ્રીટીશ જમાનાના અંગ્રેજી ન્યાયાધીશોને “ધોળે દિવસે તારા” દેખાડનારા વકીલ તરીકે પ્રખ્યાત હતા.

તેમનું ધાર્મિક જીવન સત્ધર્મ પ્રત્યે અતિરુચિવંત અને અસીમ ગુરુભક્તિવાળું છે. સોનગઢની સર્વ પ્રવૃત્તિઓના જન્મદાતા, પોષક અને વર્ધક પિતા તરીકે બાપુજીનું નામ સુવર્ણપુરીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

પૂ. બાપુજી અનેક વર્ષોથી સર્વાર્પણપણે ગુરુભક્તિથી સૂક્ષ્મપણે શાસ્ત્રઅવગાહન કરીને અને સહૃદયપણે નિઃસ્વાર્થ સેવા પૂ. ગુરુદેવની તપોભૂમિ સોનગઢમાં આપી રહ્યા છે. તેઓએ નીતિમત્તા, ઉદારતા, સાદાઈ, નીડરતા, સજ્જનતા, આત્માર્થિતા, ઉદ્યમ પરાયણતા, ધર્મશ્રદ્ધા, વિદ્વતા, ગુરુચરણ ઉપાસના, પિતાતુલ્ય વાત્સલ્યતા એવા અનેક ગુણોેથી મુમુક્ષુજનોનાં હૃદયો જીતી લીધાંછે.

આજે તેઓ ૧૦૩ માં જન્મ દિવસમાં પ્રવેશ કરે છે. તેમણે “મોક્ષશાસ્ત્ર” અથાગ મહેનત લઈને ઘણા વરસો પહેલાં બનાવેલું, તેની ચોથી આવૃત્તિનું પ્રકાશન આજે કરતાં અમને અતિ આનંદ થાયછે. પૂ. બાપુજી આપણી વચ્ચે ઘણા વરસો સુધી રહે અને ધાર્મિક ઉન્નત્તિના ઉત્તમ ઉદાહરણ તરીકે આપણને સૌને પ્રોત્સાહન આપતા રહે તે જ અમારી પ્રાર્થના છે.

શ્રી રામજીભાઈ વકીલ શતાબ્દી સત્–સાહિત્ય ટ્રસ્ટ વતી
-ટ્રસ્ટીઓ

Page -45 of 655
PDF/HTML Page 10 of 710
single page version

જૈનશાસ્ત્રની કથનપદ્ધતિ સમજીને
સાચી શ્રદ્ધા કરવાની રીત

નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. શ્રી સમયસાર કલશ ૧૭૩ માં પણ એ જ કહ્યું છે કે-‘જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધાય છોડવા એવું શ્રી જિનદેવે કહ્યું છે, તેથી હું (-આચાર્યદેવ) એમ માનું છું કે-જે પરાશ્રિત વ્યવહાર તે સઘળોય છોડાવ્યો છે; તો સત્પુરુષ એક નિશ્ચયને જ ભલા પ્રકારે નિશ્ચયપણે અંગીકાર કરી શુદ્ધજ્ઞાનઘનરૂપ પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી? (ભાવાર્થ-) અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે, માટે નિશ્ચયને અંગીકાર કરી નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી અષ્ટપ્રાભૃતમાં મોક્ષપ્રાભૃતની ૩૧ મી ગાથામાં કહ્યું છે કે ‘જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે, માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.

પ્રશ્નઃ– જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ? ઉત્તરઃ– જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યાં નથી.


Page -44 of 655
PDF/HTML Page 11 of 710
single page version

મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા
પ્રસ્તાવના
(૧) શાસ્ત્રના કર્તા તથા શાસ્ત્રની ટીકાઓ

આ મોક્ષશાસ્ત્રના કર્તા ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના તેઓ મુખ્ય શિષ્ય હતા અને તેઓ ‘શ્રી ઉમાસ્વાતિ’ નામથી પણ ઓળખાય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પછી તેઓશ્રી આચાર્યપદે બિરાજમાન થયા હતા. તેઓશ્રી વિક્રમ સંવતના બીજા સૈકામાં થઈ ગયા છે.

જૈન સમાજમાં આ શાસ્ત્ર અત્યંત પ્રસિદ્ધ છે. આની એક એ વિશેષતા છે કે જૈન આગમોમાં સંસ્કૃત ભાષામાં સર્વ પ્રથમ આ શાસ્ત્ર રચાયું છે; આ શાસ્ત્ર ઉપર શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી અકલંકસ્વામી અને શ્રી વિદ્યાનંદીસ્વામી જેવા સમર્થ આચાર્યદેવોએ વિસ્તૃત ટીકાની રચના કરી છે. શ્રી સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક, અર્થપ્રકાશિકા આદિ ગ્રંથો આ શાસ્ત્ર ઉપરની જ ટીકાઓ છે. બાળકથી માંડીને મહાપંડિત એ સર્વેને આ શાસ્ત્ર ઉપયોગી છે. આ શાસ્ત્રની રચના ઘણી જ આકર્ષક છે, ઘણા અલ્પ શબ્દોમાં દરેક સૂત્રની રચના છે અને તે સૂત્રો સહેલાઈથી યાદ રાખી શકાય તેવાં છે. ઘણા જૈનો તેના સૂત્રો મોઢે કરે છે. જૈન પાઠશાળાઓના પાઠય-પુસ્તકોમાં આ એક મુખ્ય છે. હિંદીમાં આ શાસ્ત્રની ઘણી આવૃત્તિઓ છપાઈ ગઈ છે.

(૨) શાસ્ત્રના નામની સાર્થક્તા

આ શાસ્ત્રમાં પ્રયોજનભૂત તત્ત્વોનું વર્ણન ઘણી જ ખૂબીથી આચાર્યભગવાને ભરી દીધું છે. પથભ્રાન્ત સંસારી જીવોને આચાર્યદેવે મોક્ષનો માર્ગ દર્શાવ્યો છે; શરૂઆતમાં જ ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે’ એમ જણાવીને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું વર્ણન કર્યું છે. એ રીતે મોક્ષમાર્ગનું પ્રરૂપણ હોવાથી આ શાસ્ત્ર ‘મોક્ષશાસ્ત્ર’ નામથી ઓળખાય છે. તેમ જ આમાં જીવ-અજીવાદિ સાત તત્ત્વોનું વર્ણન હોવાથી તત્ત્વાર્થસૂત્ર નામથી પણ આ શાસ્ત્ર પ્રસિદ્ધ છે.

(૩) શાસ્ત્રના વિષયો

આ શાસ્ત્ર કુલ ૧૦ અધ્યાયોમાં વિભક્ત છે અને તેમાં કુલ ૩પ૭ સૂત્રો છે. પહેલા અધ્યાયમાં ૩૩ સૂત્રો છે; તેમાં પહેલા જ સૂત્રમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર


Page -43 of 655
PDF/HTML Page 12 of 710
single page version

[૧૦]

એ ત્રણેની એકતાને મોક્ષમાર્ગ તરીકે જણાવીને પછી સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું વિવેચન કર્યું છે. બીજા અધ્યાયમાં પ૩ સૂત્રો છે, તેમાં જીવતત્ત્વનું વર્ણન છે. જીવના પાંચ અસાધારણ ભાવો, જીવનું લક્ષણ તથા ઇન્દ્રિય, યોનિ, જન્મ, શરીરાદિ સાથેના સંબંધનું વિવેચન કર્યું છે. ત્રીજા અધ્યાયમાં ૩૯ સૂત્રો છે તથા ચોથા અધ્યાયમાં ૪૨ સૂત્રો છે. આ બન્ને અધ્યાયોમાં સંસારી જીવને રહેવાનાં સ્થાનરૂપ અધો, મધ્ય અને ઊર્ધ્વ એ ત્રણ લોકનું વર્ણન છે અને નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ એ ચાર ગતિઓનું વિવેચન છે. પાંચમા અધ્યાયમાં ૪૨ સૂત્રો છે અને તેમાં અજીવતત્ત્વનું વર્ણન છે; તેથી પુદ્ગલાદિ અજીવદ્રવ્યોનું વર્ણન કર્યું છે; એ ઉપરાંત દ્રવ્ય, ગુણ, પર્યાયના લક્ષણનું વર્ણન ઘણું ટૂંકામાં વિશિષ્ટ રીતે જણાવ્યું છે-એ આ અધ્યાયની ખાસ વિશેષતા છે. છઠ્ઠા અધ્યાયમાં ૨૭ તથા સાતમા અધ્યાયમાં ૩૯ સૂત્રો છે; આ બન્ને અધ્યાયોમાં આસ્રવતત્ત્વનું વર્ણન છે. છઠ્ઠા અધ્યાયમાં પ્રથમ આસ્રવનું સ્વરૂપ વર્ણવીને પછી આઠે કર્મોના આસ્રવનાં કારણો જણાવ્યાં છે. સાતમા અધ્યાયમાં શુભાસ્રવનું વર્ણન છે, તેમાં બાર વ્રતોનું વર્ણન કરીને તેના આસ્રવના કારણમાં સમાવેશ કર્યો છે, આ અધ્યાયમાં શ્રાવકાચારના વર્ણનનો સમાવેશ થઈ જાય છે. આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્રો છે અને તેમાં બંધતત્ત્વનુ વર્ણન છે. બંધના કારણોનું તથા તેના ભેદોનું અને સ્થિતિનું વર્ણન કર્યું છે. નવમા અધ્યાયમાં ૪૭ સૂત્રો છે અને તેમાં સંવર તથા નિર્જરા એ બે તત્ત્વોનું ઘણું સુંદર વિવેચન છે; તથા નિર્ગ્રંથ મુનિઓનું સ્વરૂપ પણ જણાવ્યું છે. એટલે આ અધ્યાયમાં સમ્યક્ચારિત્રના વર્ણનનો સમાવેશ થઈ જાય છે. પહેલા અધ્યાયમાં સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનનું વર્ણન કર્યું હતું અને આ નવમા અધ્યાયમાં સમ્યક્ચારિત્રનું (-સંવર, નિર્જરાનું) વર્ણન કર્યું. એ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વર્ણન પૂરું થતાં છેલ્લે દશમા અધ્યાયમાં નવસૂત્રો દ્વારા મોક્ષતત્ત્વનું વર્ણન કરીને શ્રી આચાર્યદેવે આ શાસ્ત્ર પૂર્ણ કર્યું છે.

સંક્ષેપથી જોતાં આ શાસ્ત્રમાં સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગ, પ્રમાણ-નય-નિક્ષેપ, જીવ-અજીવાદિ સાત તત્ત્વો, ઊર્ધ્વ મધ્ય-અધો-એ ત્રણ લોક, ચાર ગતિઓ, છ દ્રવ્યો અને દ્રવ્ય-ગુણ-પર્યાય-એ બધાનું સ્વરૂપ આવી જાય છે. એ રીતે આચાર્યભગવાને આ શાસ્ત્રમાં તત્ત્વજ્ઞાનનો ભંડાર ઘણી ખૂબીથી ભરી દીધો છે.

(૪) શાસ્ત્રના કથનનો પ્રકાર

આ શાસ્ત્રમાં પર્યાયાર્થિકનયની મુખ્યતાથી વસ્તુસ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે, તેથી તેમાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે સંબંધ પણ જણાવ્યો છે, પરંતુ વર્તમાન જૈન સમાજમાં ‘નય’-સંબંધીના યથાર્થજ્ઞાનની પ્રાયઃ શૂન્યતા દેખાય છે, તેથી


Page -42 of 655
PDF/HTML Page 13 of 710
single page version

[૧૧]

સમાજનો મોટો ભાગ આ શાસ્ત્રના સાચા મર્મથી અજ્ઞાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ-એવું વસ્તુસ્વરૂપ છે, તેથી જ્યાં જ્યાં એક દ્રવ્યને બીજા દ્રવ્યની સાથે સંબંધ જણાવવામાં આવે ત્યાં ત્યાં એમ સમજવું કે તે સંબંધ માત્ર નિમિત્ત- નૈમિત્તિકપણાનો છે, પણ જુદાં દ્રવ્યોને કર્તાકર્મસંબંધ જરા પણ હોઈ શક્તો નથી. જ્યાં પર્યાયનું અને તેના નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યાં ઘણી વાર નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. પણ નિમિત્તથી કોઈ કાર્ય થતું નથી. આ શાસ્ત્રમાં પણ ઘણી જગ્યાએ નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. સાધક દશાની ભૂમિકાનુસાર અમુક પ્રકારનો જ રાગ અને નિમિત્ત-નૈમિત્તિકનો મેળ હોય છે. એનાથી વિરુદ્ધ હોય નહીં એમ જ્ઞાન કરાવવા માટે વ્યવહારનય અને તેનો વિષય જાણવા માટે તેનું કથન હોય છે. અને તેવા સૂત્રોની ટીકામાં તે કથનના ભાવોને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેના અભ્યાસથી ધર્મ જિજ્ઞાસુઓને સત્યસ્વરૂપ સમજવું સુગમ થશે.

(પ) આ શાસ્ત્રની ગુજરાતી ટીકાના આધારભૂત શાસ્ત્રો

આ ટીકાનો સંગ્રહ મુખ્યપણે શ્રી સર્વાર્થસિદ્ધિ, શ્રી તત્ત્વાર્થરાજવાર્તિક; શ્રી શ્લોકવાર્તિક, શ્રી અર્થપ્રકાશિકા, શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી નિયમસાર, શ્રી ધવલાશાસ્ત્ર, તથા શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક વગેરે અનેક સત્શાસ્ત્રોના આધારે કરવામાં આવેલ છે.

(૬) પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાનું ફળ

પરમપૂજ્ય સત્પુરુષ અધ્યાત્મયોગી પરમસત્ય જૈનધર્મના મર્મના પારગામી અને અદ્વિતીય ઉપદેશક શ્રી કાનજીસ્વામીને, આ ગ્રંથનું લખાણ તૈયાર કર્યા પછી વાંચી જવા માટે મેં વિનંતિ કરતાં તેઓશ્રીએ તે સ્વીકારવા કૃપા કરી; તેના ફળરૂપે તેઓશ્રીએ જે જે સુધારાઓ સૂચવ્યા તે દાખલ કરી આ ગ્રંથનું લખાણ પ્રેસમાં મોકલવામાં આવ્યું હતું. એ રીતે આ ગ્રંથ તેઓશ્રીની કૃપાનું ફળ છે-એમ જણાવવા રજા લઉં છું. તેઓશ્રીની આ કૃપા માટે તેઓશ્રીનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે એમ કહેવાની ભાગ્યે જ જરૂર છે.

(૭) મુમુક્ષુ વાંચકોને ભલામણ

મુમુક્ષુઓએ આ ગ્રંથનો સૂક્ષ્મદ્રષ્ટિથી અને મધ્યસ્થપણે અભ્યાસ કરવો. સત્શાસ્ત્રનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ કરવો તે સમ્યગ્દર્શનનું કારણ છે, આ ઉપરાંત શાસ્ત્રાભ્યાસમાં નીચેની બાબતો ખાસ લક્ષમાં રાખવીઃ-


Page -41 of 655
PDF/HTML Page 14 of 710
single page version

[૧૨]

૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૨. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ પણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ, કેમ કે તે ક્રિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે.

૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, પણ અજ્ઞાની જીવ એમ માને છે કે-તેનાથી ધર્મ થશે. પણ જ્ઞાનીઓને તે હેયબૃદ્ધિએ હોવાથી, તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી.

૪. આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ; પણ તે શુભભાવને ધર્મ માનવો નહિ, તેમ જ તેનાથી ક્રમેક્રમે ધર્મ થશે એમ માનવું નહિ; કેમ કે તે વિકાર હોવાથી અનંત વીતરાગદેવોએ તેને બંધનું કારણ કહ્યું છે.

પ. દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ. અસર-મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકશાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખ-દુઃખ આપી શકે નહિ-એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.

૬. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે, માટે યથાર્થ શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.

૭. પહેલા ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સત્શાસ્ત્રનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે પરંતુ પહેલા ગુણસ્થાને સાચાં વ્રત-તપ વગેરે હોતાં નથી.

આ શાસ્ત્ર તૈયાર કરવામાં ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ, તથા બ્રહ્મચારી ગુલાબચંદભાઈ વગેરે ભાઈઓએ અનેક પ્રકારની મદદ આપી છે તે બદલ તે સર્વેનો આભાર માનવાની રજા લઉં છું.

રામજી માણેકચંદ દોશી
વીર નિર્વાણ સં. ૨૪૭પ-પ્રમુખ-
અષાઢ સુદ-૨શ્રી દિ
જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ

Page -40 of 655
PDF/HTML Page 15 of 710
single page version

મોક્ષશાસ્ત્ર ગુજરાતી ત્રીજી આવૃત્તિની
પ્રસ્તાવના

આ શાસ્ત્રમાં આવેલા વિષયો અને તેની સાથે સંબંધ રાખતા બીજા વિષયોની સ્પષ્ટતાની જરૂરિયાત હોવાથી આ પ્રસ્તાવના લખવામાં આવી છે.

તત્ત્વાર્થોની યથાર્થ શ્રદ્ધા કરવા માટે કેટલાક વિષયો ઉપર પ્રકાશ ૧. અ. ૧ સૂત્ર ૧. “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” આ સૂત્રના સંબંધમાં

શ્રી નિયમસારશાસ્ત્ર ગા. રની ટીકામાં શ્રી પદ્મપ્રભમલધારીદેવે કહ્યું છે કે
‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ’ એવું વચન હોવાથી માર્ગ તો શુદ્ધ
રત્નત્રય છે. નિજપરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રય
માર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે... તેથી આ સૂત્રમાં શુદ્ધરત્નત્રય
અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગની વ્યાખ્યા છે, વ્યવહારમોક્ષમાર્ગની આ વ્યાખ્યા નથી.

ર. સૂત્ર ર. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્’ સમ્યગ્દર્શનમ્’ અહીં સમ્યગ્દર્શન શબ્દ છે તે

નિશ્ચયસમ્યગ્દર્શન છે. અને તે જ પહેલા સૂત્ર સાથે સુસંગત અર્થવાળો છે.
શાસ્ત્રોમાં જ્યારે સાત તત્ત્વોને ભેદરૂપ દેખાડવાનું પ્રયોજન હોય છે ત્યારે પણ
તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્’ આવા શબ્દો લખેલા હોય છે, ત્યાં તેનો અર્થ ‘વ્યવહાર
સમ્યગ્દર્શન’ કરવો જોઈએ.
આ સૂત્રમાં તો ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ શબ્દ સાત તત્ત્વોને અભેદરૂપ દેખાડવાને માટે

છે તેથી સૂત્ર ર માં નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે.

આ સૂત્રમાં ‘નિશ્ચય સમ્યગ્દર્શન’ની વ્યાખ્યા કરી છે, તેનાં કારણો આ શાસ્ત્રમાં

પાના ૬ થી ૧ર સુધીમાં સ્પષ્ટપણે જણાવ્યાં છે. તે જિજ્ઞાસુઓને સાવધાની પૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. ૩. પ્રશ્નઃ– વસ્તુસ્વરૂપ અનેકાન્તાત્મક છે અને જૈન શાસ્ત્રો અનેકાન્ત વિદ્યાનું

પ્રતિપાદન કરે છે, તો સૂત્ર ૧માં કહેલ નિશ્ચયમોક્ષમાર્ગ અર્થાત્ શુદ્ધ રત્નત્રય
અને બીજા સૂત્રમાં કહેલ નિશ્ચય સમ્યગ્દર્શનને અનેકાન્ત કઈ રીતે ઘટે છે?
ઉત્તરઃ– (૧) નિશ્ચય મોક્ષમાર્ગ જ ખરો મોક્ષમાર્ગ છે અને વ્યવહાર મોક્ષમાર્ગ
સાચો મોક્ષમાર્ગ નથી; અને નિશ્ચય સમ્યગ્દર્શન તે જ સાચું
સમ્યગ્દર્શન છે, વ્યવહાર સમ્યગ્દર્શન સાચું સમ્યગ્દર્શન નથી. આવું
અનેકાન્ત છે.

Page -39 of 655
PDF/HTML Page 16 of 710
single page version

[૧૪]
(ર) તે સ્વાશ્રયે જ પ્રગટી શકે છે, અને પરાશ્રયે કદી પ્રગટી શકતું
નથી એવું અનેકાન્ત છે;
(૩) મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે અર્થાત્ તેને પરની અપેક્ષા નથી અને
તે ત્રણે કાળે પોતાની અપેક્ષાથી જ પ્રગટ થઈ શકે છે, આ
અનેકાન્ત છે.
(૪) તેથી તે પ્રગટ થવામાં આંશિક સ્વાશ્રયપણું અને આંશિક પરાશ્રયપણું
છે- (એટલે તેને નિમિત્ત, વ્યવહાર, ભેદ વગેરેનો આશ્રય છે) એમ
માનવું તે સાચું અનેકાન્ત નથી પણ મિથ્યા-અનેકાન્ત છે, એ
પ્રમાણે નિઃસંદેહ નિર્ણય કરવો તે જ અનેકાન્ત વિદ્યા છે.
(પ) નિશ્ચય મોક્ષમાર્ગ સ્વાશ્રયે પણ પ્રગટે અને પરાશ્રયે પણ પ્રગટે,
એમ માનવામાં આવે તો નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ (કે જે
પરસ્પર વિરુદ્ધતા લક્ષણ સહિત છે તે તેવું ન રહીને) એકમેક થઈ
જાય અને તેથી નિશ્ચય અને વ્યવહાર બન્નેનો નાશ થઈ જાય.
(૬) અ. ૧. સૂ. ૭ ૮માં નિશ્ચય સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવાના અમુખ્ય-
(ગૌણ) ઉપાયોનું વર્ણન કર્યું છે. તેવા ઉપાયો અમુખ્ય અર્થાત્ ભેદ
અને નિમિત્તમાત્ર છે. જો તેમના આશ્રયથી અંશ માત્ર પણ નિશ્ચય
ધર્મ પ્રગટ થઈ શકે છે એમ માનવામાં આવે તો તે ઉપાયો
અમુખ્ય ન રહીને, મુખ્ય (નિશ્ચય) થઈ જાય એમ સમજવું,
અમુખ્ય એટલે ગૌણ અને ગૌણ (ઉપાય) ને હેય=છોડવાયોગ્ય
કહેલ છે (જુઓ, પ્રવચનસાર ગાથા પ૩ ની ટીકા.)

જે જીવે સ્વસન્મુખ થઈને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કર્યું હોય તેવા જીવને નિમિત્ત-જે અમુખ્ય ઉપાય છે તે કેવાં કેવાં હોય છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. નિમિત્ત પરપદાર્થ છે તેને જીવ મેળવી શકે નહીં; લાવી શકે કે ગ્રહણ કરી શકે નહીં.

उपादान निश्चय जहाँ, तहँ निमित्त पर होय
(बनारसीदासजी)

વળી આ વિષયમાં મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું ર૯૯ (આવૃત્તિ સાત) એમ કહ્યું છે કે “માટે જે જીવ પુરુષાર્થ કરીને મોક્ષનો ઉપાય કરે છે, તેને તો સર્વ કારણો મળે છે, અને તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ નક્કી કરવું.”

શ્રી પ્રવચનસાર ગા. ૧૬ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પણ કહે છે કે- “નિશ્ચયથી પર (દ્રવ્ય) સાથે આત્માને કારકતાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધન) ગોતવાની વ્યગ્રતાથી જીવ (વ્યર્થ) પરતંત્ર થાય છે.”


Page -38 of 655
PDF/HTML Page 17 of 710
single page version

[૧પ]

(૭) આ શાસ્ત્રના આઠમા પાનામાં નિયમસારશાસ્ત્રનો આધાર આપીને નિશ્ચય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરમનિરપેક્ષ છે એમ દર્શાવ્યું છે તેથી તેનું એક અંગ જે નિશ્ચયસમ્યગ્દર્શન છે તે પણ પરમનિરપેક્ષ છે એટલે કે તે સ્વાત્માના આશ્રયે જ અને પરથી નિરપેક્ષ જ થાય છે એમ સમજવું. ‘જ’ શબ્દ વસ્તુસ્થિતિની મર્યાદારૂપ સાચો નિયમ બતાવવાને માટે છે.

અ. ૧ સૂત્ર ૩૩, નૈગમનયના ત્રણભેદ તેમાં ભૂતનૈગમનયની મુખ્યતા.
નૈગમનય

આ શાસ્ત્રમાં નયો સાત કહેવામાં આવ્યા છે તેમાં પહેલો નય નૈગમનય છે. એ નૈગમનય ત્રણ પ્રકારનો છે. ભૂતનૈગમ, વર્તમાનનૈગમ અને ભાવીનૈગમ. આ નયોનાં દ્રષ્ટાંતો નીચે મુજબ છે.

ભૂતનૈગમનય

૧. શ્રી નિયમસાર ગા. ૧૯ની ટીકામાં કહ્યું છે કે “અહીં ભૂતનૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમકે પૂર્વ કાળે તે ભગવંતો સંસારી હતા એવો વ્યવહાર છે.

જુઓ, સિદ્ધ ભગવંતો વર્તમાનમાં સંસારી નથી પણ સિદ્ધ છે છતાં તેમને ભૂતનૈગમનય લાગુ પાડી તેઓ વર્તમાનમાં સંસારી છે એમ કહેવામાં આવે છે. તેનું પ્રયોજન એ બતાવવાનું છે કે તેઓ ભૂતકાળમાં સંસારી હતા અને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રની એકતા કરી, મોક્ષમાર્ગ પ્રગટ કરી મોક્ષ પામ્યા. માટે ભવ્ય જીવોએ તે નિશ્ચયમોક્ષમાર્ગ અંગીકાર કરવો જોઈએ. ર. શ્રી પરમાત્મપ્રકાશ અ. ર ગા. ૧૪ની ટીકા પૃ. ૧ર૯ ત્રીજી આવૃત્તિમાં કહ્યું છે કેઃ-

“××× અથવા સાધક વ્યવહાર મોક્ષમાર્ગ, સાધ્ય નિશ્ચય મોક્ષમાર્ગ. અહીં શિષ્ય કહે છે કે નિશ્ચયમોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે, તે કાળે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી. નથી તે સાધક કેવી રીતે થાય? ત્યાં તેનો પરિહાર એ છે કે ભૂતનૈગમનયે પરંપરાએ છે.”

જુઓ, આ સ્વરૂપ બરાબર ધ્યાનમાં રાખવા જેવું છે. શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી શાસ્ત્ર અ. ૭ ગા. પ માં કહ્યું છે કે હે આત્મન્! આ વ્યવહારમાર્ગ ચિંતા, કલેશ, કષાય અને શોકથી જટિલ (મુંઝવણ ભરેલો) છે. દેહાદિ દ્વારા સાધ્ય હોવાથી પરાધીન છે, કર્મોને લાવવાનું કારણ છે, અત્યંત વિકટમય તેમ જ આશાથી વ્યાપ્ત છે અને વ્યામોહ કરવાવાળો છે, પરંતુ શુદ્ધનિશ્ચયનયરૂપ માર્ગમાં એવી કોઈ વિપત્તિ નથી. તેથી તું વ્યવહારનયનો ત્યાગ કરી શુદ્ધનિશ્ચયનયરૂપ માર્ગનું અવલંબન કર,


Page -37 of 655
PDF/HTML Page 18 of 710
single page version

[૧૬]

કેમકે આ લોકની તો શું વાત! પરલોકમાં પણ તે સુખનો દેવાવાળો છે. અને સમસ્ત દોષોથી રહિત નિર્દોષ છે.

ભાવાર્થઃ– વ્યવહારનયરૂપ માર્ગમાં ગમન કરવાથી નાના પ્રકારની ચિંતાઓનો જુદી જુદી જાતનાં કલેશ-કષાય-શોકોનો સામનો કરવો પડે છે. તેમાં દેહ ઇંદ્રિયમન આદિની આવશ્યકતા પડે છે તેથી તે પરાધીન છે. શુભ–અશુભ બન્ને પ્રકારના કર્મ પણ વ્યવહારનયના અવલંબનમાં આવે છે, અત્યંત વિષમ છે, તેને અનુસરનારા પુરુષોને અનેક પ્રકારના ભય અને આશાઓથી ઉત્પન્ન થતું દુઃખ ભોગવવું પડે છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયરૂપ માર્ગમાં ગમન કરતાં તે સ્વાધીન છે. તેમાં શરીરાદિકની આવશ્યકતા પડતી નથી. તેના અવલંબનમાં કોઈ પણ પ્રકારનાં કર્મોનો પણ આસ્રવ થતો નથી. તેમાં વિકટ અને ભય તથા આશાજન્ય દુઃખ પણ ભોગવવાનું હોતું નથી. તે વ્યામોહ પણ ઉત્પન્ન કરતો નથી, તે બન્ને લોકમાં સુખ દેવાવાળો અને નિર્દોષ છે. માટે એવા ભયંકર વ્યવહાર માર્ગને છોડી સર્વોત્તમ નિશ્ચય મોક્ષમાર્ગમાં ગમન કરવું જોઈએ. પ.”

૩. એ બરાબર ખ્યાલમાં રાખવું જોઈએ કે સમ્યગ્દ્રષ્ટિ જીવને આંશિક શુદ્ધ પરિણતિ સહિત ઉપર કહ્યો તેવો વ્યવહાર મોક્ષમાર્ગ ગુણસ્થાનક્રમમાં જબરદસ્તીથી પોતાની ભૂમિકા અનુસાર આવ્યા વિના રહેતો નથી તે પ્રત્યે તેને હેયબુદ્ધિ હોય છે- વિયોગબુદ્ધિએ અતન્મયપણે હોય છે. તેને તે દૂરથી ઓળંગી જઈને, નિર્વિકલ્પ દશા પ્રગટ કરે છે; બીજા શબ્દોમાં કહીએ તો તેનો તે પરિહાર કરે છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગા. પ નીચેની બન્ને આચાર્યોની ટીકા)

૪. તે સમ્યગ્દ્રષ્ટિ જીવ, વ્યવહારનું આલંબન પુરુષાર્થ વધારી છોડે છે અને નિર્વિકલ્પ દશા પ્રગટ કરે છે, ત્યારે તેને તે શાસ્ત્રના નય અધિકારની ગા. ૧૬-૧૭ લાગુ પડે છે.

તે ગાથાઓનો અર્થ નીચે પ્રમાણે છે- પ. “જે મહાનુભાવ મોક્ષરૂપી સંપત્તિને પ્રાપ્ત થયા-પ્રાપ્ત કરે છે અને કરશે તે સહુએ પ્રથમ વ્યવહારનયનું આલંબન કર્યું હતું; કેમકે વિના કારણ, કાર્ય કદાપિ થઈ શકતું નથી. વ્યવહારનય કારણ છે અને નિશ્ચયનય કાર્ય છે તેથી વિના વ્યવહાર, નિશ્ચય પણ કદાપિ હોઈ શકતો નથી. ।। ૧૬-૧૭।।

૬. અહીં જે જીવોને હેયબુદ્ધિએ, જે વ્યવહાર માર્ગરૂપ સરાગ ચારિત્ર હતું તેનો તેમણે અભાવ કર્યો ત્યારે વ્યવહારને ભૂતનૈગમનયે કારણ કહ્યું. જેઓ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ માને છે તે તો વ્યવહારનો ત્યાગ કરી શકે નહીં,


Page -36 of 655
PDF/HTML Page 19 of 710
single page version

[૧૭]

તે તો વ્યવહારને દૂર ઓળંગી જવા માગતા નથી, તે તો પરાધીનતામાં રહેતાં રહેતાં, સ્વાધીનતા પ્રગટશે એમ માને છે-એ માન્યતા વિપરીત હોવાથી, તેમને નિર્વિકલ્પ દશારૂપ નિશ્ચય ચારિત્ર કદી થાય નહીં. -તે કદી પ્રગટે જ નહીં. મિથ્યા માન્યતા સાથે યથાર્થ વ્યવહાર કદી હોતો નથી; તેથી તેને વ્યવહારનો અભાવ થાય નહીં. તેથી તેવો વ્યવહાર કારણ છે તે ભૂતનૈગમનયનું કથન છે. તે ભૂતનૈગમનયનું કથન હોવાથી, વ્યવહારનો અભાવ તે કારણ છે અને તેનો અભાવ થાય ત્યારે વ્યવહારને બહિરંગ કારણ કહેવાય છે. (જુઓ, શ્રી પંચાસ્તિકાય ગા. ૧૬૦, શ્રી જયસેન આચાર્યકૃત ટીકા)

૭. આ ગાથાઓ પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ કહે છે. ત્યાં વ્યવહારનો અભાવ થતાં થતાં નિશ્ચય થાય છે એમ સમજવું. જેમ પ્રથમ બાળકપણું, પછી યુવાનપણું-તેમાં જે જીવ બાળકપણામાં ગુજરી ન જાય તેને યુવાનપણું થતાં બાળકપણાનો અભાવ થાય છે-તેથી બાળકપણું કારણ અને યુવાનપણું કાર્ય-તેની માફક ભૂતનૈગમનયે પરંપરાએ વ્યવહાર (અભાવ થતાં) કારણ અને નિશ્ચય કાર્ય એમ સમજવું.

ઉપરના કથનનો સાર
(૧) સમ્યગ્દ્રષ્ટિ જીવોને અંશે નિશ્ચય દશા અને અંશે વ્યવહાર દશા એકી

સાથે હોય છે.

(ર) તેમાંથી ક્રમે ક્રમે વ્યવહાર દશાનો અભાવ અને નિશ્ચયદશાની વૃદ્ધિ પોત

પોતાના ગુણસ્થાન અનુસાર થયા કરે છે; એ પ્રમાણે પૂર્ણ વીતરાગરૂપ નિશ્ચયદશા બારમા ગુણસ્થાનમાં હોય છે, ત્યાં વ્યવહાર ચારિત્રનો અભાવ હોય છે; બીજા વ્યવહાર હોય છે તે જુદી વાત છે.

(૩) તેમાં જે દશાનો અભાવ થયો તે વર્તમાન અંશ છે એમ ગણી તેને

ભૂતનૈગમનયે વ્યવહારસાધન, કારણસાધન-બહિરંગસાધક-નિમિત્તકારણ કહેવામાં આવે છે.

(૪) વ્યવહારદશાનો અંશે પણ અભાવ ન થાય તો નિશ્ચયદશામાં વૃદ્ધિ ન

થાય તેથી વ્યવહાર વિના નિશ્ચય ન થાય એમ કહેવામાં આવે છે પણ ખરેખર તો વ્યવહારના અભાવથી જ નિશ્ચયદશામાં વૃદ્ધિ થાય છે.

(પ) ભૂતનૈગમનયનું જ્ઞાન કરાવવાનું એક પ્રયોજન એ પણ છે કે અનેક
સંપ્રદાયો સાધકદશાની ભૂમિકાથી વિરુદ્ધ-અનેક પ્રકારના વ્યવહારો કહે
છે તે યથાર્થ નથી. પણ ભગવાન સર્વજ્ઞનાં જ્ઞાનમાં આવ્યા પ્રમાણેનો
જ વ્યવહાર (નિમિત્તપણે-

Page -35 of 655
PDF/HTML Page 20 of 710
single page version

[૧૮]

સહચરહેતુપણે) હોવો જોઈએ અને આ જાતના વ્યવહારનો અભાવ કરી નિશ્ચયદશાની વૃદ્ધિ થાય છે.

(૬) વ્યવહાર પંચાચારરૂપ સહકારી કારણથી ઉત્પન્ન નિશ્ચય પંચાચાર

કહેવામાં આવે છે તે ભૂતનૈગમનયનું કથન છે. નિમિત્ત કારણો બતાવતાં વર્તમાન કારણો બતાવે તે તો ઋજુસૂત્રનયનો વિષય છે તથા ભૂતકાળમાં વ્યવહાર હતો તેનો વર્તમાનમાં અભાવ થયો તેને બતાવે તે ભૂતનૈગમનયનો વિષય છે એમ બે નયના વિષયનું જ્ઞાન કરાવવામાં આવે તો જ નિમિત્તકારણ (વ્યવહાર) ના વિષયનું પૂરું જ્ઞાન (-પ્રમાણજ્ઞાન) થાય છે.

(૭) સમ્યક્મતિજ્ઞાનપૂર્વક સમ્યક્શ્રુતજ્ઞાન થાય છે તે ભૂતનૈગમનયનું કથન છે.
ભૂતનૈગમનય સંબંધી વિશેષ

શ્રી તત્ત્વાર્થસૂત્ર અ. ૧૦ માં મોક્ષ અધિકારનું વર્ણન છે, તેના નવમા સૂત્રમાં સિદ્ધ ભગવંતોને લગતું અલ્પબહુત્વ, ક્ષેત્ર-કાળ આદિ બાર પ્રકારે સાધ્ય કરવાનું કહ્યું છે. તેની સંસ્કૃત ટીકામાં ભૂતનૈગમનય જુદા જુદા બોલ સંબંધી ૧૦ પ્રકારે લાગુ પાડેલ છે તે મૂળ ટીકામાંથી તથા પં. શ્રી જયચંદ્રજીકૃત સર્વાર્થસિદ્ધિ વચનિકામાંથી જોઈ લેવા. અહીં તેના વિસ્તારની જરૂર નથી.

વર્તમાન નૈગમ અને ભાવીનૈગમનયની ચર્ચા જરૂરી નથી પરંતુ ભાવી નૈગમનું સ્વરૂપ જાણવા માટે પ્રવચનસાર ચરણાનુયોગ અધિકાર ગા. ૭, સીરીઅલ ગાથા નં. ર૦૭ ની શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા વાંચી લેવી.

નિશ્ચય–વ્યવહાર મોક્ષમાર્ગના સ્વરૂપમાં કેવો નિર્ણય કરવો જોઈએ
(૮) “નિશ્ચયે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે, વીતરાગભાવો અને વ્રતાદિકમાં
કથંચિત્ કાર્ય-કારણપણું છે* માટે વ્રતાદિકને મોક્ષમાર્ગ કહે છે. પણ તે
કહેવામાત્ર જ છે.”
(મોક્ષમાર્ગ-પ્રકાશક પૃ. ર૪૭)

ધર્મપરિણત જીવને વીતરાગ ભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહાર-દર્શન-જ્ઞાન-ચારિત્ર) હોય છે તેને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો છે. જોકે તે રાગભાવ હોવાથી બંધમાર્ગ જ છે એવો નિર્ણય કરવો જોઈએ.

(૯) વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર બાધક હોવા છતાં પણ તેનું નિમિત્તપણું _________________________________________________________________

*નૈમિત્તિક (કાર્ય), નિમિત્ત (કારણ)