Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 36

 

Page -34 of 655
PDF/HTML Page 21 of 710
single page version

[૧૯]

બતાવવાને માટે તેને વ્યવહારનયથી સાધક કહ્યું છે. આ કથન ઉપરથી કેટલાક (જીવો) એમ માને છે કે-નિશ્ચય મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષમાર્ગ વિપરીત (વિરુદ્ધ) નથી પણ બન્ને હિતકારી છે, તો તેઓની આ માન્યતા જૂઠી છે. આ સંબંધમાં મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું ર૪૩ માં કહ્યું છે કે-

“મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ છે, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે, એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.

‘વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે.’ શ્રી સમયસાર (ગાથા ૧૧માં) પણ એમ કહ્યું છે કે-

‘ववहारोऽभूयत्थो, भूयत्थो देसिदो दु सुद्धणओ’

અર્થઃ– વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા શુદ્ધનય છે તે નિશ્ચય છે, ભૂતાર્થ છે. કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે; એ પ્રમાણે એ બન્નેનું (બે નયોનું) સ્વરૂપ તો વિરુદ્ધતા સહિત છે. (મો માર્ગ પ્ર. પાનું ર૪૩) બે નયો સમકક્ષ નથી પણ “પ્રતિપક્ષ છે” (સમયસાર ગા. ૧૪ ભાવાર્થ).

પ્રવચનસાર ગાથા ર૭૩-ર૭૪માં તથા ટીકામાં પણ કહ્યું છે કે‘મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ ‘શુદ્ધ જ છે’ અને તે જ ચારે અનુયોગોનો સાર છે.

(૧૦) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો મિથ્યા દર્શનજ્ઞાન-ચારિત્ર વિરુદ્ધ છે જ, પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રનું સ્વરૂપ તથા ફળ પણ પરસ્પર વિરુદ્ધ છે. આનો નિર્ણય કરવાને માટે કેટલાક આધારો નીચે આપવામાં આવે છે-

૧. શ્રી નિયમસારજી (ગુજરાતી) પાનું ૧૪૯ નિશ્ચય પ્રતિક્રમણ અધિકારની
ગાથા ૭૭ થી ૮૧ ની ભૂમિકા,
ર. નિયમસાર ગાથા ૯૧ પાનું ૧૭૩ કળશ ૧રર
૩. નિયમસાર ગાથા ૯ર પાનું ૧૭પ ટીકા

Page -33 of 655
PDF/HTML Page 22 of 710
single page version

[૨૦]
૪. નિયમસાર ગાથા ૧૦૯ પાનું ર૧પ કલશ ૧પપ નીચેની ટીકા,
પ.
” ૧ર૧ ” ર૪૪ ટીકા,
૬. ” ૧ર૩ ” ર૪૯ ”
૭. ” ૧ર૮ ” ૧પ૯, ૬૦ ટીકા તથા ફૂટનોટ,
૮. ” ૧૪૧ ” ર૮ર ગાથા ૧૪૧ની ભૂમિકા,
શ્રી પ્રવચનસાર
૯. ગાથા ૧૧ ટીકા, ૧૦. ગાથા ૪-પ ૧૧. ગાથા ૧૩ ની ભૂમિકા તથા ટીકા,

૧ર. ગાથા ૭૮ ટીકા, ૧૩. ગાથા ૯ર ટીકા.

૧૪. ગાથા ૧પ૯ તથા ટીકા પાનું ર૭૧ (તથા શ્રી રાયચંદ્ર જૈનશાસ્ત્રમાળાના

આ ગ્રંથની આ ગાથામાં નીચે પં. શ્રી હેમરાજજીની ટીકા પાનું નં. રર૦)

૧પ. ગાથા ર૪૮ તથા ટીકા (તથા શ્રી રા. શાસ્ત્રમાળાના આ ગ્રંથની તે

ગાથામાં નીચે પં. હેમરાજજીની ટીકા)

૧૬. ગાથા ર૪પ તથા ટીકા,
૧૭. ગાથા ૧પ૬ તથા ટીકા,

શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કળશ ઉપર શ્રી રાજમલ્લજીની ટીકા (સૂરતથી પ્રકાશિત) પુણ્ય-પાપ અધિકાર કળશ ૪ પાનું ૧૦૩-૧૦૪ કળશ, પ પાનું ૧૦૪-૧૦પ. કળશ, ૬ પાનું ૧૦૬ (આમાં ધર્મીના શુભ ભાવને બન્ધમાર્ગ કહ્યો છે.) કળશ, ૮ પાનું ૧૦૮ કળશ, ૯ પાનું ૧૦૯ કળશ, ૧૧ પાનું ૧૧ર-૧૧૩ આ બધા કળશો શ્રી સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં છે, તે વાંચવાની વાંચકોને ભલામણ કરવામાં આવે છે.

૧૮. યોગેન્દ્રદેવકૃત યોગસાર દોહા નં. ૭૧માં (પુણ્યને પણ નિશ્ચયથી પાપ

કહ્યું છે)

૧૯. યોગેન્દ્રદેવકૃત યોગસાર દોહા નં. ૩ર, ૩૩, ૩૪, ૩૭,
ર૦. શ્રી કુન્દકુન્દાચાર્યકૃત મોક્ષપાહુડ ગાથા ૩૧
ર૧. સમાધિ શતક ગાથા ૧૯
રર. પુરુષાર્થ સિદ્ધિઉપાયગાથા રર૦

Page -32 of 655
PDF/HTML Page 23 of 710
single page version

[૨૧]
ર૩. પંચાસ્તિકાય ગાથા ૧૬પ, ૧૬૬-૬૭-૬૮-૬૯,
ર૪. શ્રી સમયસારજી કળશ ઉપર પં. બનારસી નાટકમાં પુણ્ય-પાપ અધિકાર

કળશ, ૧ર પૃ. ૧૩૧, ૩ર કળશ ૭ પાનું રર૬-૨૭ કળશ ૮ પાનું રર૭-ર૮

રપ. શ્રી સમયસારજી મૂળ ગાથા ટીકા ગાથા ૬૯-૭૦-૭૧-૭ર-૭૪-૯ર

ગાથા ૩૮ તથા ટીકા, ગાથા ર૧૦, ર૧૪, ર૭૬, ર૭૭-ર૯૭ ગાથા ટીકા સહિત વાંચવી.

ર૬. ગાથા ૧૪પ થી ૧પ૧. ૧૮૧ થી ૧૮૩ પાનું ર૯પ (પરસ્પર અત્યન્ત

સ્વરૂપવિપરીતતા હોવાથી...)

ર૭. ગાથા ૩૦૬-૭, (શુભભાવ વ્યવહારચારિત્ર નિશ્ચયથી વિષકુંભ), ર૯૭

ગાથામાં શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ સ્પષ્ટ ખુલાસો છે,

ર૮. શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક (ગુજરાતી) પાનું નં. ૩, ર૭-ર૮-૩૦-૩૧-૩ર-
૩૩-૩પ-૩૬-૩૭-૩૮, ર૪૦, ર૪૩ થી ર૪૭ (ર૪૭ થી રપ૧ સુધી
ખાસ વાત છે) ર૬૩, ર૬૯, ર૯૯, ૩૦૮-૩૦૯.
વ્યવહાર નયના સ્વરૂપની મર્યાદા

(૧૧) સમયસાર ગાથા ૮ ની ટીકામાં કહ્યું છે કે “વ્યવહારનય મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાથી પરમાર્થને કહેનાર છે માટે, વ્યવહારનય સ્થાપિત કરવા યોગ્ય છે પરંતુ તે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.” પછી ગા. ૧૧ ની ટીકામાં કહ્યું કે વ્યવહારનય બધોય અભૂતાર્થ છે માટે તે અવિદ્યમાન, અસત્ય અર્થને, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધ નય એક જ ભૂતાર્થ હોવાથી સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. પછી કહ્યું કે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરવાથી સમ્યગ્દ્રષ્ટિ છે, અન્ય સમ્યગ્દ્રષ્ટિ નથી માટે કર્મોથી ભિન્ન આત્માને દેખનારાઓ માટે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.”

૧૧મી ગાથાના ભાવાર્થમાં પં. જયચંદ્રજીએ કહ્યું છે કે- પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. અને જિનવાણીમાં વ્યવહાર નયનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબન (સહાયક) જાણી બહુ કર્યો છે; પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે, શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તેનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો


Page -31 of 655
PDF/HTML Page 24 of 710
single page version

[૨૨]

છે, કે–“શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી (જીવ) સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે છે; એને જાણ્યા વગર જ્યાંસુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાંસુધી આત્માનું જ્ઞાન–શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દ્રર્શન થઈ શકતું નથી.” એવો આશય સમજવો જોઈએ.

(૧ર) અમુક જીવો એમ માને છે કે પહેલાં વ્યવહારનય પ્રગટ થાય છે, પછી વ્યવહારનયના આશ્રયે નિશ્ચયનય પ્રગટ થાય છે; અથવા તો પ્રથમ વ્યવહારધર્મ કરતાં નિશ્ચયધર્મ પ્રગટ થાય છે. તો તે માન્યતા ઠીક નથી, કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. (જુઓ, મો. મા. પ્ર. પાનું ર૪૩).

(૧) નિશ્ચય સમ્યગ્જ્ઞાન વગર આ જીવે અનંતવાર મુનિવ્રતોનું પાલન કર્યું પરંતુ તે મુનિવ્રતના પાલનને નિમિત્ત કારણ પણ કહેવામાં આવતું નથી કારણ કે સત્યાર્થ કાર્ય પ્રગટ થયા વગર સાધક (નિમિત્ત) કોને કહેવું?

પ્રશ્નઃ– દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદ્રિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો, છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી?

તેનું સમાધાનઃ– અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તે શાસ્ત્રમાં શુભબંધ કહ્યું છે, અને આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે સિદ્ધ થાય? એ જ તો ભ્રમ છે (મો. મા. પ્ર. પાનું ર૯૯)

(ર) મિથ્યાત્વની અવસ્થામાં કોઈ પણ જીવને કદી ‘સમ્યગ્ શ્રુતજ્ઞાન’ હોતું નથી, જેને ‘સમ્યગ્ શ્રુતજ્ઞાન’ પ્રગટ થયું હોય તેને જ ‘નય’ હોય છે, કારણ કે ‘નય’ જ્ઞાન તે સમ્યક્ શ્રુતજ્ઞાનનો એક અંશ છે; અંશી વિના અંશ કેવો? “સમ્યક્ શ્રુતજ્ઞાન” (ભાવશ્રુતજ્ઞાન) થતાં જ બન્ને નયો એકી સાથે હોય છે. પ્રથમ અને પછી નહીં એમ સાચા જૈનીઓ માને છે.

(૩) વસ્તુસ્વરૂપ તો એમ છે કે ચોથા ગુણસ્થાનથી જ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે જ સમયે સમ્યક્ શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક્ શ્રુતજ્ઞાનમાં બન્ને નયોના અંશનો સદ્ભાવ એકી સાથે છે, આગળપાછળ નહીં. નિજ આત્માના આશ્રયે જ્યારે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું ત્યારે પોતાનો જ્ઞાયકસ્વભાવ તથા ઉત્પન્ન થયેલ જે શુદ્ધ દશા તે આત્મા સાથે અભેદ રૂપ છે તેથી તે નિશ્ચયનયનો વિષય છે, અને પોતાની પર્યાયમાં જે અશુદ્ધતા અને અલ્પતા બાકી છે તે વ્યવહાર નયનો વિષય છે. એ પ્રમાણે બન્ને નયો જીવને એકી સાથે હોય છે તેથી પ્રથમ વ્યવહાર-


Page -30 of 655
PDF/HTML Page 25 of 710
single page version

[૨૩]

નય અથવા વ્યવહારધર્મ અને તે પછી નિશ્ચયનય અથવા નિશ્ચયધર્મ આમ વસ્તુસ્વરૂપ નથી.

(૧૩) પ્રશ્નઃ– નિશ્ચયનય અને વ્યવહારનય સમકક્ષી છે એમ માનવું બરાબર છે? ઉત્તરઃ– નહીં, સમયસાર ગા. ૧૧ માં એ વાત સ્પષ્ટ કરેલ છે; ગા. ૧૪ ના ભાવાર્થમાં બે નયોને પ્રતિપક્ષી કહેલ છે. બન્ને નયોને સમકક્ષી માનનાર એક બીજો સમ્પ્રદાય* છે, તેઓ બન્નેને સમકક્ષી અને બન્ને નયોના આશ્રયથી ધર્મ થાય છે એમ નિરૂપણ કરે છે. પરંતુ શ્રી કુંદકુંદાચાર્યદેવ તો સ્પષ્ટપણે ફરમાવે છે કે ભૂતાર્થના (નિશ્ચયના) આશ્રયે જ હમેશાં ધર્મ થાય છે પરાશ્રયે (વ્યવહારથી) કદી અંશમાત્ર પણ સત્યધર્મ-હિતરૂપધર્મ થતો નથી. હા, બન્ને નયોનું તથા તેમના વિષયોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ. ગુણસ્થાન અનુસાર કેવા ભેદ આવે છે તે જાણવું પ્રયોજનવાન છે. પરંતુ બન્ને (નયો) સમાન છે-સમકક્ષી છે એમ કદી નથી, કારણ કે બન્ને નયોના વિષયમાં અને ફળમાં પરસ્પર વિરોધ છે માટે વ્યવહારનયના આશ્રયે કદી પણ ધર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ અને ટકવું બનતું જ નથી એવો દ્રઢ નિર્ણય કરવો જોઈએ. ભગવાન કુંદકુંદાચાર્યકૃત સમયસારની ગાથા ૧૧ મીને સાચા જૈન ધર્મના પ્રાણ કહેલ છે માટે તે ગાથા અને ટીકાનું મનન કરવું જોઈએ તે ગાથા નિમ્નોક્ત છેઃ-

“વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ
સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ।। ૧૧।।

_________________________________________________________________

*તે સમ્પ્રદાયની વ્યવહારનયના સંબંધમાં કેવી માન્યતા છે? જુઓ (૧) શ્રી મેઘવિજયજી ગણી કૃત યુક્તિપ્રબોધ નાટક (આ ગણીજી કવિવર શ્રી બનારસીદાસજીના સમકાલીન હતા.) તેમણે વ્યવહારનયના આલંબન વડે આત્મહિત થાય છે એમ કહીને શ્રી સમયસાર નાટક તથા શ્રી દિગંબર જૈનમતના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે, (જેઓ લગભગ ૧૬મી શતીમાં થયા) વળી શ્રી યશોવિજ્યજી મહામહ ઉપાધ્યાયે ‘ગુર્જર સાહિત્ય સંગ્રહ’માં પાનું ર૦૭, ર૧૯, રરર, પ૮૪, પ૮પમાં દિ. જૈન ધર્મના ખાસ સિદ્ધાંતોનું ઉગ્ર (કડક) ભાષા વડે ખંડન કર્યું છે, તેઓ મોટા ગ્રંથકાર-વિદ્વાન હતા; તેમણે દિગંબર આચાર્યોનો મત આ પ્રમાણે બતાવ્યો છે કેઃ-

(૧) નિશ્ચયનય થયા પછી જ વ્યવહારનય હોઈ શકે છે વ્યવહારનય પ્રથમ હોઈ શકતો નથી.
(ર) પ્રથમ વ્યવહારનય તથા વ્યવહારધર્મ અને પછી નિશ્ચયનય તથા નિશ્ચયધર્મ-એમ નથી.
(૩) નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને સમકક્ષી નથી-પરસ્પર વિરુદ્ધ છે, તેમના વિષય

અને ફળમાં વિપરીતતા છે.

(૪) નિમિત્તનો પ્રભાવ પડતો નથી. ઉપર મુજબ દિગંબર આચાર્યોનો મત છે. આ મૂળ સિદ્ધાંતોનું તે સમ્પ્રદાયે ઉગ્રતાથી, જોરથી ખંડન કર્યું છે-માટે ધર્મ જિજ્ઞાસુઓને વિનંતિ કરવામાં આવે છે કે તેમાં ક્યો મત સાચો છે, તેનો નિર્ણય સાચા શ્રદ્ધાનને માટે કરો, કે જે પ્રયોજનવાન છે, જરૂરી છે.


Page -29 of 655
PDF/HTML Page 26 of 710
single page version

[૨૪]

(૧૪) પ્રશ્નઃ– વ્યવહાર મોક્ષમાર્ગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે તો ત્યાં શું પ્રયોજન છે?

સમાધાનઃ– (૧) સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધાત્મદ્રવ્યના અવલંબન વડે પોતાની શુદ્ધતા વધારીને જેમ જેમ શુદ્ધતા વડે ગુણસ્થાનમાં આગળ વધશે તેમ તેમ અશુદ્ધતાનો (શુભાશુભનો) અભાવ થશે અને ક્રમે ક્રમે શુભભાવનો અભાવ કરીને શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પ્રગટ કરશે એમ બતાવવાને માટે વ્યવહાર મોક્ષમાર્ગને પરંપરા (નિમિત્ત) કારણ કહેલ છે. અહીં નિમિત્તને દેખાડવાનું પ્રયોજન હોવાથી વ્યવહાર નયનું કથન છે.

(ર) જ્ઞાનીનો શુભભાવ પણ આસ્રવ (બંધનું કારણ) હોવાથી તે નિશ્ચય નય પરંપરાએ પણ મોક્ષનું કારણ થઈ શકતો નથી. શ્રી કુંદકુંદાચાર્ય દેવકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગાથા પ૯ માં કહ્યું છે કે કર્મોનો આસ્રવ કરવાવાળી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણ પ્રાપ્ત થઈ શકતો નથી તેથી સંસારપરિભ્રમણના કારણરૂપ આસ્રવને નિંદ્ય જાણો ।। પ૯।।

(૩) પંચાસ્તિકાય ગાથા ૧૬૭ માં શ્રી જયસેન આચાર્યે કહ્યું છે કે- “શ્રી અર્હંતાદિમાં પણ જે રાગ થાય છે તે રાગ પણ છોડવા યોગ્ય છે.” પછી ગાથા ૧૬૮ માં કહ્યું છે કે, ધર્મી જીવનો રાગ પણ (નિશ્ચયનયથી) સર્વ અનર્થનું પરંપરા કારણ છે.

(૪) આ વિષયમાં સ્પષ્ટીકરણઃ- શ્રી નિયમસારની ગાથા ૬૦ (ગુજરાતી) પાનું ૧૧૭ ફૂટનોટ નં. ૩માં કહ્યું છે કે “શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરાહેતુ કહેલ છે, ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મ દ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે. અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરાહેતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ પ્રગટયો જ નથી-વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો?

(પ) અને પંચાસ્તિકાય ગાથા-૧પ૯ (ગુજ. અનુ.) પાનું ર૩૩-૩૪ માં ફૂટનોટ નં. ૪માં કહ્યું છે કે- “જિન ભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારનય


Page -28 of 655
PDF/HTML Page 27 of 710
single page version

[૨પ]

દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે.

પ્રશ્નઃ– સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં આવે છે!

ઉત્તરઃ– જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવા યોગ્ય છે કે-જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ નિરૂપણ માની વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.

[અહીં એક ઉદાહરણ લેવામાં આવે છેઃ-

સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે’-એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે ‘જે શુદ્ધિના સદ્ભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.’ આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે,’ તો એ ઉપચરિત નિરૂપણ છે, આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.’)

(૬) પરંપરા કારણનો અર્થ નિમિત્ત કારણ છે, વ્યવહારમોક્ષમાર્ગને નિશ્ચય મોક્ષમાર્ગને માટે ભિન્ન સાધ્યસાધનરૂપથી કહેલ છે. તેનો અર્થ પણ નિમિત્ત માત્ર છે જો નિમિત્તનું જ્ઞાન ન કરીએ તો પ્રમાણ જ્ઞાન થતું નથી, માટે જ્યાંજ્યાં તેને સાધક, સાધન, કારણ, ઉપાય, માર્ગ સહકારી કારણ, બહિરંગહેતુ કહેલ છે તે સર્વ


Page -27 of 655
PDF/HTML Page 28 of 710
single page version

[૨૬]

તે તે ભૂમિકાના સંબંધમાં જાણવા યોગ્ય નિમિત્તકારણ કેવું હોય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાવવાને માટે છે.

જે કોઈ જીવ ગુણસ્થાન અનુસાર યથાયોગ્ય સાધક ભાવ, બાધકભાવ અને નિમિત્તોને યથાર્થ ન જાણે તેનું જ્ઞાન મિથ્યા છે, કારણ કે તે સંબંધમાં સાચા જ્ઞાનના અભાવમાં અજ્ઞાની એમ કહે છે કે ભાવલિંગી મુનિપણું નગ્ન દિગંબર દશામાં જ હોવું જોઈએ એવું એકાન્ત નથી અર્થાત્ વસ્ત્ર સહિત મુનિપદ હોય તો બાધા નથી પણ તેની એ વાત મિથ્યા જ છે, કારણ કે ભાવલિંગી મુનિને તે ભૂમિકામાં પ્રથમના ત્રણ જાતિના કષાયોનો અભાવ હોય છે. અને સર્વ સાવધયોગ (-પાપક્રિયા) ના ત્યાગ સહિત ર૮ મૂલગુણોનું પાલન હોય છે તેથી તેને વસ્ત્રના સંબંધવાળો રાગ અથવા તે પ્રકારનો શરીરનો રાગ કદી હોતો જ નથી એવો નિરપવાદ નિયમ છે. વસ્ત્ર રાખીને પોતાને જૈનમુનિ માનનારને શાસ્ત્રમાં નિગોદ્રગામી કહ્યા છે. એ પ્રમાણે ગુણસ્થાનાનુસાર ઉપાદાન નિમિત્ત બન્નેનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સાધક જીવનું જ્ઞાન એવું જ હોય છે કે જે તે તે ભેદને જાણતું થકું પ્રગટ થાય છે. સમયસાર શાસ્ત્રમાં ગા. ૧રમાં માત્ર આ હેતુથી વ્યવહારનયને તે કાળે જાણવાને માટે પ્રયોજનવાન છે એમ બતાવ્યું છે. એ રીતે બન્ને નયો જ્ઞાન કરવા માટે ઉપાદેય છે, પણ આશ્રય લેવા માટે નિશ્ચયનય ઉપાદેય અને વ્યવહારનય હેય છે.

સ્વ. શ્રી દીપચંદજીકૃત જ્ઞાનદર્પણમાં પૃ. ર૯-૩૦, માં કહ્યું છે કે-
યાહી જગમાંહી જ્ઞેય ભાવકો લખૈયા જ્ઞાન,
તાકૌ ધરિ ધ્યાન આન કાહે પર હેરૈ હે
પરકે સંયોગ તૈં અનાદિ દુઃખ પાએ અબ,
દેખિ તૂં સંભારિ જો અખંડ નિધિ તેરૈં હૈ
વાણી ભગવાનકી કૌ સકલ નિચૌર યહૈ,
સમૈસાર આપ પુન્ય પાપ નાહી નેરૈ હૈ
યાતૈં યહ ગ્રન્થ શિવ પંથ કો સધૈયા મહા,
અરથ વિચારિ ગુરુદેવ યૌ પરે રહૈં
।। ૮પ।।
વ્રત તપ શીલ સંયમાદિ ઉપવાસ ક્રિયા,
દ્રવ્ય ભાવરૂપ દોઉ બંધકો કરતુ હૈા
કરમ જનિત તાતૈં કરમકો હેતુ મહા,
બંધ હી કો કરે મોક્ષ પંથકૌ હરતુ હૈા
આપ જૈસો કોઈ તાકૌં આપકૈ સમાન કરૈ,
બંધ હી કૌ મૂલ યાતૈં બંધકૌ ભરતુ હૈા

Page -26 of 655
PDF/HTML Page 29 of 710
single page version

[૨૭]
યાકૌ પરંપરા અતિ માનિ કરતૂતિ કરૈ,
તેઈ મહા મૂઢ ભવસિંધુમૈં પરતુ હૈં ।। ૮૬।।
કારણ સમાન કાજ સબ હી બખાનતુ હૈ,
યાતૈં પરક્રિયા માંહિ પરકી ધરણિ હૈ
યાહિ તૈં અનાદિ દ્રવ્ય ક્રિયા તો અનેક કરી,
કછુ નાહિં સિદ્ધિ ભઈ જ્ઞાનકી પરણિ હૈ
કરમકો વંસ જામૈ જ્ઞાનકો ન અંશ કોઉ,
બઢૈ ભવવાસ મોક્ષપંથકી હરણિ હૈ
યાતૈં પરક્રિયા તો ઉપાદેય ન કહી જાય,
તાતૈં સદા કાલ એક બંધ કી ઢરણિ હૈ
।। ૮૭।।
પરાધીન બાધાયુત બંધકી કરૈયા મહા,
સદા વિનાસીક જાકૌ એસો હી સુભાવ હૈ
બંધ, ઉદૈ, રસ, ફલ જીમૈ ચાર્યૌં એકરૂપ,
શુભ વા અશુભ ક્રિયા એક હી લખાવ હૈા
કરમકી ચેતનામેં કૈસૈં મોક્ષપંથ સધૈ,
માને તેઈ મૂઢ હીએ જિનકે વિભાવ હૈ
જૈસો બીજ હોય તાકૌ તૈસો ફલ લાગૈ જહાં,
યહ જગ માંહિ જિન આગમ કહાવ હૈ
।। ૮૮।।
શુભોપયોગના સંબંધમાં સમ્યગ્દ્રષ્ટિની કેવી માન્યતા હોય છે?

(૧પ)-શ્રી પ્રવચનસાર ગાથા ૧૧ તથા ટીકામાં ધર્મ પરિણત જીવના શુભોપયોગને શુદ્ધોપયોગથી વિરુદ્ધ શક્તિ સહિત હોવાથી સ્વકાર્ય (ચારિત્રનું કાર્ય) કરવાને માટે અસમર્થ કહેલ છે, હેય કહેલ છે. આથી એમ સિદ્ધ થાય છે કે-જ્ઞાની (ધર્મી) ના શુભ ભાવમાં પણ, કિંચિત્ માત્ર પણ શુદ્ધિનો અંશ નથી, નિશ્ચયનયે તે વીતરાગ ભાવરૂપ મોક્ષમાર્ગ નથી-બંધમાર્ગ જ છે, પણ જ્ઞાનીને (ધર્મીને) શુભભાવ હેયબુદ્ધિએ હોવાથી તેને વ્યવહારનયે વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.

પ્રશ્નઃ– કઈ અપેક્ષાએ તે કથન કર્યું છે? ઉત્તરઃ– વ્યવહાર ચારિત્રની સાથે નિશ્ચય ચારિત્ર હોય તો તે (શુભભાવ) નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવાની અપેક્ષાએ તે કથન છે. _________________________________________________________________ ૧ કરતૂતિ = શુભરાગની ક્રિયા


Page -25 of 655
PDF/HTML Page 30 of 710
single page version

[૨૮]

પ્રશ્નઃ– તેવું કથન પણ કંઇક હેતુથી કરવામાં આવે છે, તો અહીં તે હેતુ કયો છે? ઉત્તરઃ– નિશ્ચય ચારિત્રના ધારક જીવને છઠ્ઠા ગુણસ્થાનમાં તેવો જ શુભરાગ હોય છે પરંતુ એવા વ્યવહારથી વિરુદ્ધ પ્રકારનો રાગ કદી પણ હોતો જ નથી, કારણ કે તે ભૂમિકામાં ત્રણ પ્રકારની કષાયશક્તિના અભાવ સહિત મહામંદ પ્રશસ્ત રાગ હોય છે, તેને મહામુનિ છૂટતો નથી એમ જાણીને તેનો ત્યાગ કરતા નથી, ભાવલિંગી મુનિઓને કદાચિત્ મંદરાગના ઉદયથી વ્યવહાર-ચારિત્રનો ભાવ થાય છે, પરંતુ તે શુભભાવને પણ હેય જાણીને દૂર કરવા માગે છે, અને તે તે કાળે એવો જ રાગ થવો ઘટે છે. પુરુષાર્થની મંદતાથી એવો રાગ આવે છે, આવ્યા વિના રહેતો નથી, પરંતુ મુનિ તેને દૂરથી ઓળંગી જાય છે. એ હેતુથી આ કથન કર્યું છે એમ સમજવું. કોઈ જડકર્મના ઉદયથી કોઈ પરદ્રવ્ય-પરક્ષેત્ર-કાળ અને પરભાવ વડે જીવને રાગ-દ્વેષ, સુખ-દુઃખ જ્ઞાન-અજ્ઞાન કદી થતું જ નથી. આ પ્રમાણે સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધાન હોય છે.

આ સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ર૪૯ માં કહ્યું છે કે-નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ- શુભોપયોગને હેય જાણી, તેના ત્યાગનો ઉપાય કરવો. અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણે કે-શુભોપયોગથી અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે.

વળી શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પણ દ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે. કારણ કે-અશુદ્ધોપયોગને અને પર દ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે, તેથી પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય એવી ક્રમ પરિપાટી છે. પરંતુ કોઈ એમ માને કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે. જેમ અશુભ છૂટીને શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટીને શુદ્ધોપયોગ થાય છે. એમ જ કારણ કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે. (તો એમ નથી) દ્રવ્યલિંગીને શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી પરમાર્થથી એ બન્નેમાં કારણ–કાર્યપણું નથી. જેમ અલ્પરોગ નીરોગ થવાનું કારણ નથી, અને ભલો પણ નથી, તેમ શુભોપયોગ પણ રોગ સમાન છે, ભલો નથી. (મોક્ષમાર્ગ-પ્રકાશક પૃ. રપ૦)


Page -24 of 655
PDF/HTML Page 31 of 710
single page version

[૨૯]

સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને એવું જ શ્રદ્ધાન હોય છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે તેઓ વ્યવહાર ધર્મને મિથ્યાત્વ સમજે છે; અને એમ પણ નથી કે તેઓ તેને સાચો મોક્ષમાર્ગ સમજતા હશે.

(૧૬) પ્રશ્નઃ– શાસ્ત્રમાં પ્રથમના ત્રણ ગુણસ્થાનોમાં અશુભોપયોગ અને ૪- પ-૬ ગુણસ્થાનોમાં એકલો શુભોપયોગ કહ્યો છે તે તારતમ્યતાની અપેક્ષાથી છે કે મુખ્યતાની અપેક્ષાથી છે?

ઉત્તરઃ– તે કથન તારતમ્યતાની અપેક્ષાએ નથી પરંતુ મુખ્યતાની અપેક્ષાથી કહ્યું છે (મોક્ષમાર્ગ પ્ર. પાનું ર૬૯) આ સંબંધમાં વિસ્તારથી જાણવું હોય તો જુઓ પ્રવચનસાર (રાયચંદ્ર ગ્રંથમાલા) અ. ૩ ગા. ૪૮ શ્રી જયસેનાચાર્યની ટીકા પાનું ૩૪ર.

(૧૭) પ્રશ્નઃ– શાસ્ત્રમાં કોઈ જગ્યાએ “શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો ક્ષય થાય છે” એવું કથન છે, હવે શુભભાવ તો ઔદયિકભાવ છે, બંધનું કારણ છે એમ હોવા છતાં શુભભાવથી કર્મોનો ક્ષય બતાવવાનું શું પ્રયોજન છે?

ઉત્તરઃ– ૧-શુભ પરિણામ-રાગભાવ-(મલિન ભાવ) હોવાથી તે ગમે તે જીવના હો-સમ્યગ્દ્રષ્ટિના હો કે મિથ્યાદ્રષ્ટિના હો-તે મોહયુક્ત ઉદયભાવ હોવાથી બંધનું જ કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી અને એ વાત સત્ય જ છે. આ વાતને આ જ શાસ્ત્રમાં પૃ. ૪૪૧ થી ૪૪૭ માં અનેક શાસ્ત્રોના પ્રમાણ વડે સિદ્ધ કરી બતાવી છે.

ર. શાસ્ત્રના કોઈ પણ કથનનો અર્થ યથાર્થ સમજવો હોય તો સર્વ પ્રથમ એ નિર્ણય કરવો જોઈએ કે તે કયા નયનું કથન છે? આમ વિચાર કરતાં-સમ્યગ્દ્રષ્ટિના શુભભાવથી કર્મોનો ક્ષય થાય છે- એ કથન વ્યવહારનયનું છે, તેથી આનો અર્થ એમ થાય છે કે- એમ નથી પણ નિમિત્તની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે. એટલે ખરેખર તો શુભભાવ કર્મબંધનનું જ કારણ છે પરંતુ સમ્યગ્દ્રષ્ટિને નીચલી ભૂમિકામાં -૪ થી ૧૦ ગુણસ્થાન સુધી શુદ્ધ પરિણામની સાથે તે તે ભૂમિકાને યોગ્ય -શુભભાવ નિમિત્તરૂપ હોય છે, તેનું જ્ઞાન કરાવવું તે આ કથનનું પ્રયોજન છે એમ સમજવું.

૩. એકીસાથે શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો ક્ષય જ્યાં કહ્યો હોય ત્યાં ઉપાદાન અને નિમિત્ત બન્ને તે તે ગુણસ્થાનના સમયમાં હોય છે અને આ પ્રકારના જ હોય છે– વિરુદ્ધ નહીં એમ બતાવીને તેમાં જીવના શુદ્ધ ભાવ તો ઉપાદાન કારણ છે અને શુભભાવ નિમિત્તકારણ છે એમ આ બન્ને કારણોનું જ્ઞાન કરાવ્યું છે, તેમાં નિમિત્તકારણ અભૂતાર્થ કારણ છે– સાચું કારણ નથી માટે શુભ પરિણામથી કર્મોનો ક્ષય કહેવો તે ઉપચારકથન છે એમ સમજવું.


Page -23 of 655
PDF/HTML Page 32 of 710
single page version

[૩૦]

૪- પ્રવચનસાર (પાટની ગ્રંથમાલા) ગાથા ર૪પની ટીકા પાનું ૩૦૧ માં જ્ઞાનીના શુભોપયોગરૂપ વ્યવહારને “આસ્રવ જ” કહેલ છે, માટે તેનાથી સંવર અંશમાત્ર પણ નથી.

શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૮ માં પણ કહ્યું છે કે “તેનાથી આસ્રવનો નિરોધ થઈ શકતો નથી,” અને ગાથા ૧૬૬માં પણ કહ્યું છે કે “વ્યવહાર મોક્ષમાર્ગ સૂક્ષ્મ પરસમય છે અને તે બંધનો હેતુ હોવાથી તેનું મોક્ષમાર્ગપણું નિરસ્ત કરવામાં આવ્યું છે. ગાથા ૧પ૭ તથા તેની ટીકામાં “શુભાશુભ પરચારિત્ર છે, બંધમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી.”

પ- આ સંબંધમાં ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય વાત એ છે કે પુરુષાર્થસિદ્ધિઉપાય શાસ્ત્રની ગાથા ૧૧૧ નો અર્થ ઘણા લાંબા વખતથી કેટલાક અસંગત (અયથાર્થ) કરે છે, તેની સ્પષ્ટતાને માટે જુઓ આ શાસ્ત્રમાં પાનું ૪૩૮.

ઉપરોકત સર્વ કથનનો અભિપ્રાય સમજીને એમ શ્રદ્ધાન કરવું જોઈએ કે- ધર્મી જીવ પ્રથમથી જ શુભ રાગનો પણ નિષેધ કરે છે. માટે ધર્મપરિણત જીવનો શુભોપયોગ પણ હેય છે, ત્યાજ્ય છે, નિષેધ્ય છે; કારણ કે તે બંધનનું જ કારણ છે. જે જીવો પ્રથમથી જ એવું શ્રદ્ધાન નથી કરતા તેમને આસ્રવ અને બંધ તત્ત્વની સાચી શ્રદ્ધા થઈ શકતી નથી, અને એવા જીવો આસ્રવને જ સંવરરૂપ માને છે, શુભભાવને હિતકર માને છે, માટે તેઓ બધા જૂઠી માન્યતાવાળા છે. આ વિષયને વિશેષ સમજવાને માટે જુઓ આ શાસ્ત્રમાં પૃ. ૪૪૦ થી ૪૪૭.

વ્યવહાર મોક્ષમાર્ગથી લાભ નથી એવી શ્રદ્ધા કરવી યોગ્ય છે

(૧૮) કેટલાક લોકો એમ માની રહ્યા છે કે શુભોપયોગથી અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગથી આત્માને ખરેખર લાભ થાય છે, તો તે વાત મિથ્યા છે; કારણ કે તેઓ વ્યવહાર મોક્ષમાર્ગને વાસ્તવમાં બહિરંગ નિમિત્તકારણ નથી માનતા પરંતુ ઉપાદાન કારણ માને છે. જુઓ, શ્રી રાયચંદ્ર ગ્રંથમાલા પંચાસ્તિકાય ગાથા ૮૬ માં જયસેનાચાર્યની ટીકા-

ત્યાં ધર્માસ્તિકાયનું નિમિત્તકારણપણું કેમ છે તે વાત સિદ્ધ કરવાને માટે કહ્યું છે કે शुद्धात्मस्वरुपे या स्थितिस्तस्य निश्चयेन वीतराग निर्विकल्प स्वसवेदन कारणं, व्यवहारेण पुनरर्हत्सिद्धादि परमेष्ठि गुणस्मरणं च यथा, तथा जीव पुद्गलानां निश्चयेन स्वकीय स्वरुपमेव स्थितेरुपादान कारणं, व्यवहारेण पुनरधर्मद्रव्यं चेति सूत्रार्थः।

અર્થઃ– અથવા જેમ શુદ્ધાત્મસ્વરૂપમાં ઠરવાને માટે નિશ્ચયનયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કારણ છે તથા વ્યવહારનયથી અર્હંત-સિદ્ધાદિ પંચ-


Page -22 of 655
PDF/HTML Page 33 of 710
single page version

[૩૧]

પરમેષ્ઠિઓના ગુણોનું સ્મરણ છે તેમ જીવ અને પુદ્ગલોનાં સ્થિર રહેવામાં નિશ્ચયનયથી તેમના સ્વભાવ જ ઉપાદાન કારણ છે અને વ્યવહારનયથી અધર્મદ્રવ્ય- એવો આ સુત્રનો અર્થ છે.”

આ કથનથી એમ સિદ્ધ થાય છે કે ધર્મપરિણત જીવને શુભોપયોગનું નિમિત્તપણું અને ગતિપૂર્વક સ્થિર થનારને માટે અધર્માસ્તિકાયનું નિમિત્તપણું સમાન છે. નિમિત્તથી ખરેખર લાભ (હિત) માનવાવાળાઓ નિમિત્તને ઉપાદાન જ માને છે, વ્યવહારને નિશ્ચય જ માને છે અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગથી વાસ્તવમાં (ખરેખર) લાભ માને છે તેથી તેઓ બધા મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું રપર માં પણ કહ્યું છે કે-“આ જીવ નિશ્ચયાભાસને જાણે-માને છે, પરંતુ વ્યવહાર સાધનને ભલાં જાણે છે... વ્રતાદિ શુભોપયોગરૂપ પ્રવર્તે છે, તેથી અંતિમ ગ્રૈવેયક સુધીનાં પદ પામે છે, પરંતુ સંસારનો જ ભોકતા રહે છે.’

કેવળજ્ઞાન, –ક્રમબદ્ધ–ક્રમવર્તી

(૧૯) કેવળજ્ઞાન સંબંધી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ ચાલી રહી છે, માટે તેનું સાચું સ્વરૂપ શું છે તે આ શાસ્ત્રમાં પાનાં ૧પ૯ થી ૧૭૦ સુધીમાં દર્શાવ્યું છે. આ મૂળ વાત તરફ આપનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

૧- કેવળી ભગવાન આત્મજ્ઞ છે. પરજ્ઞ નથી-એવી પણ એક જૂઠી માન્યતા ચાલી રહી છે, પરંતુ શ્રી પ્રવચનસારની ગા. ૧૩ થી પ૪ સુધીની ટીકામાં તેનું સ્પષ્ટ સમાધાન કર્યું છે. તેમાં ગાથા ૪૮ માં કહ્યું છે કે “જે એકી સાથે ત્રૈકાલિક ત્રિભુવનસ્થ પદાર્થોને નથી જાણતો તેને પર્યાયસહિત એક દ્રવ્યને પણ જાણવું શક્ય નથી,” એથી સિદ્ધ થાય છે કે જે સર્વને નથી જાણતો તે પોતાને (આત્માને) નથી જાણતો.” પ્રવચનસાર ગા. ૪૯ માં પણ ઘણી સ્પષ્ટતાથી કહેલ છે. ગાથા ઉપર ટીકાની સાથે જે કળશ છે તે ખાસ સૂક્ષ્મતાથી વાંચવા યોગ્ય છે.

શુદ્ધોપયોગનું ફળ કેવળજ્ઞાન છે તેથી કેવળજ્ઞાન પ્રગટ કરવાને માટે શુદ્ધોપયોગ અધિકાર શરૂ કરતાં આચાર્યદેવે પ્રવચનસાર ગાથા ૧૩ ની ભૂમિકામાં કહ્યું છે કે “એ પ્રમાણે આ (ભગવાન કુન્દકુન્દાચાર્યદેવ), સમસ્ત શુભાશુભોપયોગવૃત્તિને અપાસ્ત કરીને, (હેય માનીને, તિરસ્કાર કરીને, દૂર કરીને) શુદ્ધોપયોગ વૃત્તિને આત્મસાત્ (પોતાપણે) કરતા થકા શુદ્ધોપયોગ અધિકારનો પ્રારંભ કરે છે. તેમાં (શરૂઆતમાં) શુદ્ધોપયોગના ફળની આત્માના પ્રોત્સાહનને માટે પ્રશંસા કરે છે,” કારણ કે શુદ્ધોપયોગનું ફળ જ કેવળજ્ઞાન છે.

તે કેવળજ્ઞાનના સંબંધમાં વિસ્તારથી સ્પષ્ટ આધાર સહિત સમજવાને માટે જુઓ આ શાસ્ત્રમાં પાનાં ૧૬૦ થી ૧૭૦ સુધી.


Page -21 of 655
PDF/HTML Page 34 of 710
single page version

[૩૨]

ર- પ્રવચનસાર ગાથા ૪૭ ની ટીકામાં સર્વજ્ઞના જ્ઞાનસ્વભાવનું વર્ણન કરતાં કહે છે કે “અતિ વિસ્તારથી બસ થાઓ, જેનો અનિવારિત પ્રસાર (ફેલાવ) છે, ક્ષાયિકજ્ઞાન એવું પ્રકાશમાન હોવાથી અવશ્યમેવ સર્વદા, સર્વત્ર, સર્વથા સર્વને જાણે છે.” આથી જ સાબિત થાય છે કે સર્વ જ્ઞેયોનું સંપૂર્ણ સ્વરૂપ-પ્રત્યેક સમયમાં કેવળજ્ઞાન પ્રત્યે સુનિશ્ચિત હોવાથી અનાદિ અનંત ક્રમબદ્ધક્રમવર્તી પર્યાયો કેવળજ્ઞાનીના જ્ઞાનમાં સ્પષ્ટ પ્રતિભાસિત છે અને તે સુનિશ્ચિત હોવાથી બધાં દ્રવ્યોની બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે; આઘીપાછી, અગમ્ય અથવા અનિશ્ચિત થતી નથી.

૩- પર્યાયને ક્રમવર્તી પણ કહેવામાં આવે છે તેનો અર્થ શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૮ ની ટીકામાં એવો કરેલ છે કે- “કારણ કે તે (પર્યાયો) ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે” પછી ગાથા ર૧ ની ટીકામાં કહ્યું છે કે “જ્યારે જીવ, દ્રવ્યની ગૌણતાથી તથા પર્યાયની મુખ્યતાથી વિવક્ષિત થાય છે ત્યારે તે (૧) ઊપજે છે, (ર) વિણસે છે, (૩) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્ (વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરે છે અને (૪) જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે (આવ્યો) છે એવા અસત્ને (અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરે છે.

૪- પંચાધ્યાયી ભાગ ૧ ગાથા ૧૬૭-૬૮માં કહેલ છે કે “ક્રમ ધાતુ છે તે પાદવિક્ષેપ અર્થમાં પ્રસિદ્ધ છે.” ગમન કરતી વખતે પગ ડાબો-જમણો ક્રમસર જ ચાલે છે, ઊલટા ક્રમથી નથી ચાલતો. એ પ્રમાણે દ્રવ્યોની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે, જે પોતપોતાના કાળમાં પ્રગટ થાય છે, તેમાં કોઈ કાળે પહેલાંની પછી અને પછી થવાવાળી પ્રથમ-એમ થતી નથી, માટે પ્રત્યેક પર્યાય પોતાના સમયમાં જ ક્રમાનુસાર પ્રગટ થતી રહે છે.

પ- પર્યાયને ક્રમભાવી પણ કહેવામાં આવે છે. શ્રી પ્રમેયકમલમાર્તણ્ડ ન્યાયશાસ્ત્રમાં (૩, પરોક્ષ પરિ. સૂ. ૩ ગા. ૧૭-૧૮ની ટીકામાં) કહ્યું છે કે-

पूर्वोत्तर चारिणोः कृतिकाशकटोदयादिस्वरुपयोः कार्यकारणयोश्चाग्निधूमादि स्वरुपयो इतिः।

નક્ષત્રોના દ્રષ્ટાન્તથી પણ સિદ્ધ થાય છે કે જેમ નક્ષત્રોના ગમનનું ક્રમભાવીપણું કદી પણ નિશ્ચિત ક્રમને છોડીને આડું અવળું થતું નથી, તેમ જ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયનો ઉત્પાદ-વ્યયરૂપ પ્રવાહનો ક્રમ પોતાના નિશ્ચિત ક્રમને છોડીને કદી પણ આડોઅવળો થતો નથી પરંતુ તેનો નિશ્ચિત સ્વસમયમાં ઉત્પાદ થતો રહે છે.

૬- કેવળી-સર્વજ્ઞના જ્ઞાનપ્રતિ સર્વજ્ઞેયો-સર્વ દ્રવ્યોની ત્રિકાલવર્તી સર્વ પર્યાયો જ્ઞેયપણે નિશ્ચિત જ છે અને ક્રમબદ્ધ છે, તેની સિદ્ધિ કરવાને માટે પ્રવચનસાર


Page -20 of 655
PDF/HTML Page 35 of 710
single page version

[૩૩]

ગાથા ૯૯ ની ટીકામાં ઘણું સ્પષ્ટ કથન છે. વિશેષ જુઓ, પાટની ગ્રંથમાલા દ્વારા પ્રકાશિત પ્ર૦ સાર ગાથા-

ગાથા૧૦પાનું૧રટીકા અનેભાવાર્થ
ર૩ર૭-ર૮
૩૭૪૪
૩૮૪પ
૩૯૪૬
૪૧૪૮
૪૮-૪૯પપ-પ૮
પ૧પ૯
૯૯૧ર૪-ર૬
૧૧૩૧૪૭-૪૮
ર૦૦ર૪૩

૭- શ્રી સમયસારજી શાસ્ત્રના કળશોની શ્રી રાજમલ્લજી કૃત ટીકા (સૂરતથી પ્રકાશિત) માં પાના ૧૦ માં કહેલ છે કે “આ જીવ આટલો કાળ વીતી ગયા પછી મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.”

૮- અવધિજ્ઞાની, મનઃપર્યયજ્ઞાનીઓ પણ ભવિષ્યની પર્યાયોને નિશ્ચિતરૂપથી સ્પષ્ટ જાણે જ છે. અને નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર તથા તારાઓની ગતિ, ઉદય-અસ્ત, ગ્રહણકાળ વગેરેને નિશ્ચિતરૂપથી અલ્પજ્ઞ જીવો પણ જાણી શકે છે તો સર્વજ્ઞ વીતરાગ પૂર્ણજ્ઞાની હોવાથી સર્વ દ્રવ્યોની સર્વ પર્યાયોને નિશ્ચિતરૂપથી (તેના ક્રમમાં નિયત) કેમ નથી જાણી શકતા? -ચોક્કસ જાણે જ છે.

૯- આ કથનનું પ્રયોજન-સ્વતંત્ર વસ્તુસ્વરૂપના જ્ઞાન વડે કેવળજ્ઞાનસ્વભાવી પોતાના આત્માનું જે પૂર્ણ સ્વરૂપ છે તેનો નિશ્ચય કરીને, સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોનું વાસ્તવિક શ્રદ્ધાન કરીને મિથ્યાશ્રદ્ધાન છોડવું જોઈએ. ક્રમબદ્ધના સાચા શ્રદ્ધાનમાં કર્તાપણાનો અને પર્યાયનો આશ્રય છૂટીને પોતાના ત્રિકાળી જ્ઞાતાસ્વભાવની દ્રષ્ટિ અને આશ્રય થાય છે, તેમાં સ્વસન્મુખ જ્ઞાતાપણાનો સાચો પુરુષાર્થ, સ્વભાવ, કાળલબ્ધિ નિયતિ અને કર્મના ઉપશમાદિ પાંચે સમવાયો એકી સાથે હોય છે, આ નિયમ છે. એવો વસ્તુનો અનેકાન્ત છે એમ શ્રદ્ધાન કરવું, કારણ કે તેની શ્રદ્ધા કર્યા વગર સાચી મધ્યસ્થતા આવી શકતી નથી.

(ર૦)- તત્ત્વજ્ઞાની સ્વ. શ્રી પં. બનારસીદાસજીએ ‘પરમાર્થ વચનિકામાં’ જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજવાને માટે કહ્યું છે કેઃ-


Page -19 of 655
PDF/HTML Page 36 of 710
single page version

[૩૪] ૧–“હવે મૂઢ તથા જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો.”

જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે, પરંતુ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળો-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે તેથી તે આગમ અંગને એકાંતપણે સાધીને તેને મોક્ષમાર્ગ બતાવે છે. અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એવો મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે, તેને (મૂઢને) આ પ્રમાણે સૂજે જ ક્યાંથી? કારણ કે- આગમ અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પરંતુ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહીં, કારણ-અંતર્દ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ; માટે મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગને સાધવાને અસમર્થ છે.”

ર. હવે સમ્યગ્દ્રષ્ટિનો વિચાર સાંભળો

“સમ્યગ્દ્રષ્ટિ કોણ કહેવાય તે સાંભળોઃ- સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી તે સમ્યગ્દ્રષ્ટિ. સંશય, વિમોહ અને વિભ્રમ શું છે તેનું સ્વરૂપ દ્રષ્ટાન્તથી બતાવીએ છીએ તે સાંભળો, જેમ કોઈ સ્થાનમાં ચાર માણસો ઊભા હતા. તે બધાયની સામે બીજા એક માણસે સીપનો કટકો લાવી બતાવ્યો. પછી દરેકને પૂછયું કે આ શું છે? સીપ છે કે રૂપું છે? ત્યાં એકે-જેના મનમાં સંશય હતો તેણે કહ્યું મને તો કાંઈ ખબર પડતી નથી કે આ સીપ છે કે રૂપું? મારી દ્રષ્ટિમાં તો એનો કશો નિર્ણય થતો નથી. ત્યારે બીજો વિમોહવાળો બોલ્યો કે મને તો એ જ નથી સમજાતું કે તમે સીપ કોને કહો છો અને રૂપું કોને કહો છો? મારી દ્રષ્ટિમાં તો કશું જ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહેવા માગો છો! અથવા તે ચૂપ રહે, ઘેલછાથી બોલે નહીં. હવે ત્રીજો વિભ્રમવાળો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષ પ્રમાણ રૂપું છે, આને સીપ કોણ કહી શકે? મારી દ્રષ્ટિમાં તો આ રૂપું જ દેખાય છે માટે સર્વ પ્રકારે આ રૂપું છે. પરંતુ તે ત્રણેય પુરુષોએ તો સીપના સ્વરૂપને જાણ્યું નહીં. તેથી તે ત્રણેય મિથ્યાવાદી છે. હવે ચોથો પુરુષ બોલ્યો કે-આ તો પ્રત્યક્ષ પ્રમાણ સીપનો કટકો છે તેમાં સંશય શો? સીપ, સીપ, સીપ, ચોક્કસ સીપ છે. જો કોઈ આને અન્ય _________________________________________________________________

૧. આગમ પદ્ધતિ બે પ્રકારે છે - (૧) ભાવરૂપ-પુદ્ગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપ અર્થાંત્ અવ્રતાદિના અશુભ પરિણામ તથા દયા, દાન, પૂજા, અનુકંપા, અણુવ્રત- મહાવ્રત, મુનિના ર૮ મૂલગુણોનું પાલનાદિ શુભભાવરૂપ જીવના મલિન પરિણામ અને (ર) દ્રવ્યરૂપ પુદ્ગલપરિણામ.

ર. અંતર્દ્રષ્ટિ વડે મોક્ષમાર્ગને સાધવો તે અધ્યાત્મ અંગનો વ્યવહાર છે. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય.


Page -18 of 655
PDF/HTML Page 37 of 710
single page version

[૩પ]

વસ્તુ કહે તો તે પ્રત્યક્ષપ્રમાણભ્રમિત અથવા અંધ છે. તેમ સમ્યગ્દ્રષ્ટિને સ્વ-પરના સ્વરૂપ વિષે ન તો સંશય છે, ન વિમોહ છે, ન તો વિભ્રમ છે, યથાર્થ દ્રષ્ટિ છે; માટે સમ્યગ્દ્રષ્ટિ જીવ અન્તદ્રષ્ટિ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માનેઃ બાહ્ય નિમિત્ત તો અનેક છે, એક નથી, તેથી અંર્તદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગને સાધે છે. સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય. એ પ્રમાણે નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ જાણે નહીં અને માને પણ નહીં.

મૂઢ જીવ બંધપદ્ધતિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે છે પરંતુ તે વાત જ્ઞાતા માનતો નથી; કેમકે, બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ સધાય નહીં. જ્યારે જ્ઞાતા કદાચિત્ બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે એમ જાણે છે કે આ બંધપદ્ધતિથી મારું દ્રવ્યઅનાદિ કાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે. હવે એ પદ્ધતિનો મોહ તોડી વર્તં! _________________________________________________________________

૧. વ્યવહારનય અશુદ્ધ દ્રવ્યને કહેવાવાળો હોવાથી જેટલા અલગ અલગ, એક એક ભાવસ્વરૂપ અનેક ભાવ બતાવવામાં આવ્યા છે તે બધા અનેક વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી, જાણવામાં આવતા હોવાથી તે કાળે પ્રયોજનવાન છે, પરંતુ ઉપાદેયરૂપથી પ્રયોજનવાન નથી એવા જ્ઞાન સહિત સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાની ચારિત્રગુણની પર્યાયમાં આંશિક શુદ્ધતાની સાથે જે શુભ અંશ છે તેને બાહ્ય ભાવ અને બાહ્ય નિમિત્તરૂપથી જાણે છે. શાસ્ત્રમાં કોઈ કોઈ ઠેકાણે તે શુભભાવને શુદ્ધપર્યાયનો વ્યવહારનયથી સાધક પણ કહેલ છે, તેનો અર્થ એ છે કે તે (શુભભાવ) બાહ્ય નિમિત્ત માત્ર છે-હેય છે. આશ્રય કરવા યોગ્ય અથવા હિતકર નથી પણ બાધક જ છે એમ જ્ઞાની માને છે.

ર. પાટની ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત શ્રી પ્રવચનસાર ગાથા ૯૪માં “ અવિચલિત ચેતનામાત્ર આત્મવ્યવહાર છે” એમ ટીકામાં પાનાં ૧૧૧-૧રમાં કહ્યું છે, તેને અહીં મોક્ષમાર્ગને સાધવો તે વ્યવહાર એમ નિરૂપણ કર્યું છે.

૩. ત્રિકાળી એકરૂપ રહેવાવાળો આત્માનો જે ધ્રુવ જ્ઞાયકભાવ છે તે ભૂતાર્થ અને નિશ્ચયનયનો વિષય હોવાથી તેને ‘શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ’ કહ્યું છે, તેને પરમ પારિણામિકભાવ પણ કહેવામાં આવે છે અને તે નિત્ય સામાન્ય દ્રવ્યરૂપ હોવાથી નિષ્ક્રિય છે અને ક્રિયા છે તે પર્યાય છે તેથી તે વ્યવહારનયનો વિષય છે.

૪. અહીં સમ્યગ્દ્રષ્ટિ જીવને તેની ભૂમિકાનુસાર થવાવાળા શુભભાવને પણ બંધપદ્ધતિમાં ગણેલ છે. બંધમાર્ગ, બંધનનું કારણ, બંધનનો ઉપાય અને બંધપદ્ધતિ સમાન અર્થવાચક છે.

પ. સમકિતી જીવો શુભભાવને બંધપદ્ધતિમાં ગણે છે તેથી તેઓ તેનાથી લાભ અથવા કિંચિત્માત્ર પણ હિત માનતા નથી, અને તેનો અભાવ કરવાનો પુરુષાર્થ કરે છે માટે આ બંધ પદ્ધતિનો મોહ તોડીને સ્વસન્મુખ થવાનો ઉદ્યમ કરીને શુદ્ધતાની વૃદ્ધિ કરવાની ભલામણ કરી છે.


Page -17 of 655
PDF/HTML Page 38 of 710
single page version

[૩૬]

આ બંધપદ્ધતિનો રાગ પહેલાંની જેમ હે નર! તું શા માટે કરે છે?” જ્ઞાતા ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિમાં મગ્ન થાય નહીં. તે પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધાભક્તિ, તપ, ક્રિયા વગેરે પોતાના શુદ્ધ સ્વરૂપસન્મુખ થઈને કરે એ જ્ઞાતાનો આચાર છે. એનું નામ મિશ્ર વ્યવહાર છે.

(૩) હવે, હેય જ્ઞેય ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર-“હેય-ત્યાગવાયોગ્ય તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, જ્ઞેય વિચારરૂપ અન્ય છ દ્રવ્યનું સ્વરૂપ, અને ઉપાદેય આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. તેનું વિવેચન-ગુણસ્થાન પ્રમાણે હેય જ્ઞેય ઉપાદેયરૂપ શક્તિ જ્ઞાતાની હોય. જ્ઞાતાની હેય જ્ઞેય ઉપાદેયરૂપ શક્તિ જેમ જેમ વર્ધમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહેલ છે. તેને ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન અનુસાર ક્રિયા હોય છે. તેમાં પણ આટલી વિશેષતા છે કે એક ગુણસ્થાનવર્તી અનેક જીવો હોય તો તે દરેકનું જ્ઞાન અનેકરૂપે હોય છે તેમ જ ક્રિયા પણ અનેકરૂપ હોય છે. દરેકની ભિન્ન ભિન્ન સત્તા હોવાને લીધે એકતા-સમાનતા હોય નહીં. દરેક જીવદ્રવ્યના ઔદયિક ભાવ જુદા જુદા હોય છે, તે ઔદયિક ભાવ અનુસાર જ્ઞાનની પણ ભિન્નતા જાણવી. પરંતુ તેમાં વિશેષતા એ છે કે કોઈપણ જ્ઞાનીનું કોઈપણ જાતનું જ્ઞાન એવું ન હોય કે જ્ઞાન પરસત્તાવલંબનશીલ થઇને સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય એમ કહે, કેમકે અવસ્થાના પ્રમાણમાં પરસત્તાવલંબન છે, પણ પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા (મોક્ષમાર્ગ) કહેતો નથી. જે જ્ઞાન સ્વસત્તાવલંબનશીલ હોય તે જ ખરું જ્ઞાન છે. તે જ્ઞાનને સહકારભૂત-નિમિત્તરૂપ અનેક પ્રકારના ઔદયિક ભાવ હોય છે. તે ઔદયિક ભાવોને જ્ઞાની તમાશો જોનારની જેમ સાક્ષીપણે જાણે છે. પરંતુ તેનો કર્તા, ભોકતા કે અવલંબી નથી. માટે કોઈ એમ કહે કે “ આ પ્રકારના જ ઔદયિકભાવ હોય તો (તે જીવને) અમુક ગુણસ્થાન છે” તો તે વાત ખોટી છે. તેણે દ્રવ્યના સ્વરૂપને બિલકુલ જાણ્યું નથી, કેમકે અન્ય ગુણસ્થાનની તો વાત શું કરવી? કેવળી ભગવાનના ઔદયિક ભાવોની પણ ભિન્નતા (અનેકતા) છે.

કેવળીઓના પણ ઔદયિક ભાવ એકસરખા ન હોય. કોઈ કેવળીને દંડ-કબાટરૂપ ક્રિયાનો ઉદય હોય, તો કોઈ અન્ય કેવળીને તે ન પણ હોય. એ પ્રમાણે કેવળીઓના ઉદયભાવોની પણ જ્યારે ભિન્નતા છે તો પછી બીજા ગુણસ્થાનોની શું વાત કરીએ? માટે ઔદયિક* ભાવોના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વ-પરપ્રકાશક _________________________________________________________________ *અહીંયા સમ્યગ્દ્રષ્ટિના શુભોપયોગને ઔદયિક ભાવ કહેલ છે અને તે ઔદયિક ભાવથી સંવર નિર્જરા નથી પરંતુ બંધ થાય છે.


Page -16 of 655
PDF/HTML Page 39 of 710
single page version

[૩૭]

જ્ઞાનશક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન તથા યથાનુભવપ્રમાણ સ્વરૂપાચરણ ચારિત્ર, એ જ્ઞાતાનું સામર્થ્ય છે.”

“ આ વાર્તાનો વિસ્તાર ક્યાં સુધી લખીએ-ક્યાં સુધી કહીએ? આ તો વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે, માટે આ વિચારને વધારે શું લખીએ. જે જ્ઞાતા હશે તે તો થોડું લખ્યું ઘણું સમજશે અને જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહીં. આ વચનિકા યથાયોગ્ય સુમતિ પ્રમાણે કેવળીના વચનાનુસાર છે. જે કોઈ આને સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેનું કલ્યાણ થશે અને તે જ ખરેખર ભાગ્યશાળી છે. ઇતિ પરમાર્થ વચનિકા.”

(ર૧) સમાજમાં આત્મજ્ઞાન વિષયમાં અપૂર્વ જિજ્ઞાસા અને જાગૃતિ

૧. જેને સત્યની તરફ રુચિ થઈ રહી છે, જે સત્યતત્ત્વને સમજવાનો અને નિર્ણય કરવાનો ઇચ્છક છે તેવો સમાજ મધ્યસ્થતાથી શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીને નયાર્થ, અનેકાન્ત, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર બન્ને નયોની સાચી વ્યાખ્યા અને પ્રયોજન તથા મોક્ષમાર્ગનું બે પ્રકારથી નિરૂપણ, હેય-ઉપાદેય અને પ્રત્યેક દ્રવ્યના પર્યાયોની પણ સ્વતંત્રતા, કેવળજ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય વગેરે પ્રયોજનભૂત વિષયોમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહ્યો છે અને તત્ત્વનિર્ણયના વિષયમાં સમાજમાં ખાસ વિચારોની પ્રવાહધારા ચાલી રહી છે એમ નીચેના આધાર ઉપરથી પણ સિદ્ધ થાય છે.

ર. શ્રી ભારત. દિ. જૈન સંઘ (મથુરા) તરફથી ઇ. સ. ૧૯૪૪માં પ્રકાશિત મોક્ષમાર્ગ પ્રકાશક (પં. ટોડરમલ્લજી) ની પ્રસ્તાવના પા. ૯માં શાસ્ત્રીજીએ કહ્યું છે કે-

“આજ સુધી શાસ્ત્ર-સ્વાધ્યાય અને પારસ્પરિક ચર્ચાઓમાં એકાન્ત નિશ્ચયી અને એકાન્ત વ્યવહારીને જ મિથ્યાદ્રષ્ટિ કહેતા સાંભળતાં આવ્યા છીએ, પરંતુ બન્ને નયોનું અવલંબન કરનાર પણ મિથ્યાદ્રષ્ટિ હોઈ શકે છે. આ આપની (સ્વ. પં. ટોડરમલ્લજીની) નવી અને વિશેષ ચર્ચા છે. એવા મિથ્યાદ્રષ્ટિઓના સૂક્ષ્મ ભાવોનું વિશ્લેષણ કરતાં આપે અનેક અપૂર્વ વાતો જણાવી છે. ઉદાહરણ માટે-આપે એ વાતનું ખંડન કર્યું છે કે મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારનો છે. ત્યાં તેઓ લખે છે કે આ માન્યતા નિશ્ચય-વ્યવહારાવલંબી મિથ્યાદ્રષ્ટિઓની છે. વાસ્તવમાં પાઠક જોઈ શકશે કે જે લોકો નિશ્ચયસમ્યગ્દર્શન, વ્યવહારસમ્યગ્દર્શન, નિશ્ચયરત્નત્રય, વ્યવહારરત્નત્રય, નિશ્ચયમોક્ષમાર્ગ, વ્યવહારમોક્ષમાર્ગ વગેરે ભેદોની રાત-દિવસ ચર્ચાઓ કરે છે તેમની માન્યતાથી પંડિતજીની માન્યતા કેટલી ભિન્ન છે? એ જ પ્રમાણે આગળ તેઓએ લખ્યું છે કે “નિશ્ચય અને વ્યવહાર બન્નેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ છે, કારણ કે બન્ને નયોનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. માટે બન્ને નયોનું ઉપાદેયપણું બનતું નથી.” અત્યાર સુધી તો અમારી એ જ ધારણા


Page -15 of 655
PDF/HTML Page 40 of 710
single page version

[૩૮]

હતી કે એકલો નિશ્ચય પણ ઉપાદેય નથી અને એકલો વ્યવહાર પણ ઉપાદેય નથી; પરંતુ બન્નેય ઉપાદેય છે. “પરંતુ પંડિતજીએ એને મિથ્યાદ્રષ્ટિઓની પ્રવૃત્તિ કહી છે.”

આગળ પૃ. ૩૦ માં પણ લખ્યું છે કે ‘જે એમ માને છે કે શ્રદ્ધાન તો નિશ્ચયનું કરવું જોઈએ અને પ્રવૃત્તિ વ્યવહારની રાખવી જોઈએ’ તેને પણ મિથ્યાદ્રષ્ટિ જ કહ્યા છે.

આ આવૃત્તિ આત્માર્થી વિદ્વાનભાઈ શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠની દેખરેખ નીચે તૈયાર થઈ છે તથા બ્ર. ગુલાબચંદભાઈએ તેને લગતું તમામ કાર્ય કર્યું છે તે માટે બન્નેનો આભાર માનું છું.

વીર સં. ર૪૮૯. વિ. સં. ર૦૧૯
શ્રાવણ સુદી ૮- રામજી માણેકચંદ દોશી