Pravachan Ratnakar (Gujarati). Part 6; Introduction; Samaysaar Stuti; Gurudev Stuti; Contents List; Punya-Paap Adhikar Contents; Aasrav Adhikar Contents; Sanvaar Adhikar Contents.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 73 of 210

 

PDF/HTML Page 1441 of 4199
single page version

વ્યવહારથી નિશ્ચય થાય એવું જે શાસ્ત્રમાં કથન આવે છે એ તો આરોપથી ત્યાં વાત કરેલી છે; ખરેખર એમ છે નહિ. ક્ષુલ્લક શ્રી ધર્મદાસજીએ હાથીના દાંતનું દ્રષ્ટાંત આપ્યું છે કે હાથીને ચાવવાના દાંત જુદા હોય છે અને બહારના દેખાડવાના દાંત જુદા હોય છે. તેમ વ્યવહારનાં કથન શાસ્ત્રમાં આવે તેથી શું? એ તો આરોપનાં ઉપચારકથન છે, એ કાંઈ વસ્તુસ્વરૂપ નથી.

ભગવાન આત્માની સન્મુખ થઈને જેને જ્ઞાન, શ્રદ્ધાન અને શાન્તિની ક્રિયાનું પરિણમન થયું છે તેને રાગની ક્રિયાનો હું કર્તા છું એમ નથી; એમ નથી માટે એને કરોતિ ક્રિયાનું કર્તાપણું ભાસતું નથી. જુઓ, ભરતચક્રવર્તીને છ ખંડનું રાજ્ય, છન્નુ હજાર રાણીઓ, છન્નુ ક્રોડ પાયદળ ઇત્યાદિ મહા વૈભવ બહારમાં હતો, છતાં તેમને અંતરમાં જ્ઞાતાપણાનું પરિણમન થઈ રહ્યું હતું. ‘ભરત ઘરમેં વૈરાગી’ એમ કહેવાય છે ને! મતલબ કે આવા સમૃદ્ધ વૈભવના સંયોગ વચ્ચે પણ તેઓ અંદરમાં ઉદાસ ઉદાસ હતા. જ્ઞાનીનું અંતર તો જ્ઞાનપરિણમનથી સમૃદ્ધ હોય છે. જેમ નાળિયેરમાં અંદર કાચલીથી ગોળો છૂટો પડી જાય તેમ જ્ઞાનીને અંદર ચૈતન્યગોળો રાગથી છૂટો પડી ગયો હોય છે અને તેથી તેને જાણવા-દેખવાની ક્રિયા હોય છે પણ તેમાં રાગના કર્તાપણાની ક્રિયા હોતી નથી; અને હોતી નથી માટે ભાસતી નથી.

પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી?

ઉત્તરઃ– ના, એમ નથી. જ્ઞાનીને રાગ થાય છે પણ તે રાગની ક્રિયા મારી છે એમ તેને ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત છે. પુરુષાર્થની કચાશને લઈને અલ્પ રાગની રચના થાય છે પણ તે ક્રિયા મારી છે, હું તેનો કરનારો છું એમ સમ્યગ્દ્રષ્ટિ માનતો નથી. જ્ઞાનીને જ્ઞાનની રચના થાય છે એમાં રાગની રચના ભાસતી નથી. મતલબ કે જે રાગ થાય છે તેનો ધર્મી સ્વામી નથી. ‘ભાસતી નથી’ એનો અર્થ એમ છે કે જે અલ્પ રાગ થાય છે એનો જ્ઞાની સ્વામી નથી. જેમ જાણવાના પરિણમનનો સ્વામી છે તેમ તે રાગની ક્રિયાનો સ્વામી નથી. આત્મામાં એક સ્વ-સ્વામિત્વ નામની શક્તિ છે. પોતાનાં દ્રવ્ય-ગુણ અને શુદ્ધ પર્યાય તે સ્વ; અને જ્ઞાની તેનો સ્વામી છે. અશુદ્ધતાનો સ્વામી જ્ઞાની નથી.

અરે ભાઈ! આત્મામાં એવો એકેય ગુણ નથી કે તેને અશુદ્ધતા થાય. પરવશપણે પરના લક્ષે પર્યાયમાં અશુદ્ધતા થાય છે. પર કરાવે છે એમ નહિ, પણ પરનો-નિમિત્તનો પોતે આશ્રય કરે છે માટે પર્યાયમાં અશુદ્ધતા થાય છે. (અશુદ્ધતા પણ પર્યાયનો ધર્મ છે), પરંતુ જ્ઞાની તેનો સ્વામી થતો નથી.

ધર્મીને જે રાગની ક્રિયા થાય છે તેનું જ્ઞાન થાય છે; કેમકે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જે પ્રકારે ત્યાં રાગદ્વેષ, વિષયવાસના આદિ ભાવ ઉત્પન્ન થાય તે કાળે તેનું જ્ઞાન


PDF/HTML Page 1442 of 4199
single page version

અહીં પોતાથી જ ઉત્પન્ન થાય. રાગને લઈને તેનું જ્ઞાન થાય એમ નહિ; પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે જ્ઞાનીને સ્વપરપ્રકાશક પરિણતિ પ્રગટ થાય છે. માટે કહે છે કે જ્ઞાનની ક્રિયામાં અશુદ્ધતાની ક્રિયા ભાસતી નથી. હવે કહે છે-

‘ततः ज्ञप्तिः करोतिः च विभिन्ने’ માટે જ્ઞપ્તિક્રિયા અને ‘કરોતિ’ ક્રિયા બન્ને ભિન્ન છે; ‘च ततः इति स्थितं’ અને તેથી એમ ઠર્યું કે ‘ज्ञाता कर्ता न’ જે જ્ઞાતા છે તે કર્તા નથી.

શું કહે છે? કે ‘કરોતિ’ એટલે રાગની કરવારૂપ ક્રિયા અને જ્ઞપ્તિ એટલે જાણનારને જાણવારૂપ ક્રિયા-એ બન્ને ભિન્ન છે. અજ્ઞાનીને રાગની ક્રિયા છે, તેને જ્ઞાનની ક્રિયા નથી અને જ્ઞાનીને જ્ઞાનની ક્રિયા છે, તેને રાગની ક્રિયા નથી. અહાહા...! બન્ને ભિન્ન છે તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કર્તા નથી. સમકિતી ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ જ્ઞાતાસ્વભાવનો જાણનાર છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં તે વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. તેથી તે બન્ને ક્રિયા ભિન્ન છે અર્થાત્ બંને એકસાથે હોતી નથી. ચોથા ગુણસ્થાને જ્ઞાનીને અશુદ્ધ ક્રિયા હોવા છતાં તેનો તે સ્વામી નથી માટે તે જ્ઞાતા જ છે. કળશ ૧૧૦ માં આવે છે કે- જ્ઞાનધારા જ્ઞાનપણે પ્રવહે છે અને રાગધારા રાગપણે પ્રવહે છે. બંને સાથે છે પણ બન્ને એકમેક નથી. એમ ત્યાં સિદ્ધ કર્યું છે. જ્ઞાનધારા છે તે ધર્મ છે, સંવર નિર્જરાનું કારણ છે અને રાગધારા તે કર્મધારા છે અને તે બંધનું કારણ છે.

અહીં તો જ્ઞાનીને એકલી જ્ઞાનધારા છે એમ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કર્તા નથી ને? જે સમયે રાગાદિ ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. કાળ એક જ છે પણ બન્નેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું છે એમ નથી. રાગના કાળે જ સ્વપરને જાણવાની જ્ઞાનક્રિયા સ્વતઃ પોતાથી જ ઉત્પન્ન થાય છે. આ વાત ગાથા ૭પ માં આવી ગઈ છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ કહ્યું છે; રાગને જ્ઞાન નિમિત્ત છે એમ ત્યાં કહ્યું નથી.

સમયસાર ગાથા ૧૦૦માં કહ્યું છે કે પરદ્રવ્યની ક્રિયા એના કાળે એનાથી થાય છે. તેમાં નિમિત્ત કોણ છે? કે જે જીવ જોગ અને રાગનો કર્તા થાય છે એવા અજ્ઞાનીના જોગ અને રાગ તે કાળે તેમાં નિમિત્ત છે અને તેને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની તો જોગ અને રાગનો કર્તા નથી. તેથી તેના સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં રાગ અને જોગ નિમિત્ત છે, ઉપાદાન તો ત્યાં પોતાનું છે. રાગનું જે જ્ઞાન થાય છે તે રાગથી થાય છે એમ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય સ્વયં પોતાના સામર્થ્યથી તે કાળે ઉત્પન્ન થાય છે. જાણવા-દેખવાનો જે સ્વભાવ છે તે જાણવા-દેખવારૂપે પરિણમે છે તેમાં જ્ઞાનીને રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે. માટે જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, કર્તા નથી.


PDF/HTML Page 1443 of 4199
single page version

જ્ઞાતાને જ્ઞાનરૂપ પરિણમન થાય તે કાળે તેને રાગાદિ હોય છે. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સિવાયનો બીજો રાગ હોય છે, પાંચમે બે કષાયનો રાગ હોય છે. પરંતુ જ્ઞાનીને જ્ઞાનના પરિણમનમાં તે રાગ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત એટલે નિમિત્તકર્તા નહિ. જ્ઞાની રાગમાં તન્મય નથી અને રાગ જ્ઞાનમાં તન્મય નથી. જ્ઞાની રાગનો કર્તા નથી અને રાગ જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયનો કર્તા નથી. આવું જ સહજ વસ્તુસ્વરૂપ છે.

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે. નિમિત્ત છે એનો અર્થ શું? શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ના, એમ છે નહિ. લોકાલોકનું જ્ઞાન પોતાની પર્યાયના કાળે પોતાની ઉપાદાન યોગ્યતાથી સ્વતઃ થાય છે અને તેમાં લોકાલોક નિમિત્ત હોય છે. વળી લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, તો શું કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે? એમ બિલકુલ નથી. લોકાલોક તો અનાદિસ્થિત છે અને કેવળજ્ઞાન તો નવું ઉત્પન્ન થાય છે. ભાઈ, નિમિત્તનો અર્થ એ છે કે લોકાલોક અને કેવળજ્ઞાન બંને પરસ્પરમાં કાંઈ કરતાં નથી; માત્ર છે, બસ એટલું જ.

બીજી ચીજ નિમિત્ત હો; પણ બીજી ચીજ કર્તા છે એવી માન્યતામાં મોટો ફેર છે, બે વચ્ચે પૂર્વ-પશ્ચિમનો ફેર છે.

અહીં કહે છે-જે જ્ઞાતા છે તે કર્તા નથી. અહાહા...! એક કળશમાં તો આચાર્યદેવે કેટલું ગંભીર અને ગૂઢ રહસ્ય ભર્યું છે! ધર્મી રાગનો જ્ઞાતા છે એમ કહેવું એ પણ વ્યવહાર છે કેમકે રાગમાં જ્ઞાની તન્મય નથી. જ્ઞાની તો રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં તન્મય છે અને તે જ્ઞાનનો તે જાણનાર છે.

લોકાલોકને કેવળી જાણે છે એ પણ અસદ્ભૂત વ્યવહારનય છે; કારણ કે લોકાલોક પરદ્રવ્ય છે, ભગવાન કેવળી લોકાલોકમાં તન્મય થઈને જાણતા નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે જ નહિ. ભગવાનને કેવળજ્ઞાનની પર્યાય વર્તમાન પોતાના સામર્થ્યથી જ પ્રગટ થઈ છે, લોકાલોકને કારણે નહિ. આવું જ સ્વરૂપ છે. તેથી જે જ્ઞાતા છે તે કર્તા નથી.

* કળશ ૯૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘હું પરદ્રવ્યને કરું છું’ એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ ‘કરોતિ’ ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે ‘હું પરદ્રવ્યને જાણું છું’ એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.

નિશ્ચયથી રાગ પરદ્રવ્ય છે. તેનો હું કર્તા છું એમ જ્યારે પરિણમે છે ત્યારે કર્તાભાવરૂપ પરિણમનની ક્રિયા કરતો હોવાથી તે જીવ કર્તા જ છે. ‘કરોતિ’ ક્રિયા


PDF/HTML Page 1444 of 4199
single page version

કરતો હોવાથી તે કર્તા જ છે. રાગનો કરનારો અને રાગનો રચનારો જ તે છે.

પરંતુ જ્યારે પરદ્રવ્યને હું જાણું જ છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમે છે. એટલે કે તે જીવ જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયના પરિણમનમાં સ્વને જાણતાં પરને પણ, પરની હયાતીને પણ પોતાના જ્ઞાનની પર્યાયના સામર્થ્યથી જાણે જ છે. આ જ્ઞાતાભાવરૂપ પરિણમનની જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી તે જ્ઞાતા જ છે.

‘અહીં કોઈ પૂછે છે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્યાંસુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ?’

જુઓ, આ શીષ્યનો પ્રશ્ન છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને ચારિત્રમોહના ઉદયથી રાગ તો છે, અને તમે તેને જ્ઞાતા જ કહો છો. તો તે કેવી રીતે છે? જો રાગ છે તો તે રાગનો કર્તા કહેવાય કે નહિ? જ્ઞાનીને હજુ રાગ-દ્વેષના પરિણામ થાય છે. ધમસાણ યુદ્ધ ચાલતું હોય ત્યાં જ્ઞાની ઊભો હોય છે, તો તે સંબંધીના રાગનો તે કર્તા છે કે નહિ?

ભરત અને બાહુબલીજી વચ્ચે યુદ્ધ થયું. બન્ને ક્ષાયિક સમકિતી અને તદ્ભવમોક્ષગામી હતા. બન્ને સામસામા જળયુદ્ધ, મલ્લયુદ્ધ, દ્રષ્ટિયુદ્ધમાં ઉતર્યાં. તો તે જાતના રાગદ્વેષના પરિણામના તે કર્તા ખરા કે નહિ? કોઈને વિષયવાસનાના પરિણામ થાય છે. ભરત ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ સાથે ભોગના પરિણામ હતા. ચારિત્ર ન હોય ત્યારે ભોગના પરિણામ હોય છે, તો તેનો તે કર્તા કહેવાય કે નહિ? આમ શિષ્યનો પ્રશ્ન છે.

તેનું સમાધાનઃ– ‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી.’

સમ્યગ્દ્રષ્ટિ વગેરે એટલે ચોથા, પાંચમા, છઠ્ઠાગુણસ્થાનવાળાની વાત છે. અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગને કરું એવો અભિપ્રાય નથી. રાગનું પરિણમન છે પણ તે કરવા લાયક છે, કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી.

પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં કહ્યું છે કે જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેનો તે પોતે કર્તા છે એમ ર્ક્તૃનયથી જાણે છે. અહીં એ વાત નથી. અહીં તો દ્રષ્ટિપ્રધાન વાત છે. દ્રષ્ટિની પ્રધાનતામાં નિશ્ચયથી જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. જે અપેક્ષાથી વાત હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.

સમયસારના ત્રીજા કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે-મોહ નામના કર્મના ઉદયરૂપ વિપાકને લીધે જે રાગાદિ પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી મારી પરિણતિ કલ્માષિત (મેલી) છે. તે આ સમયસારની વ્યાખ્યાથી જ મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ


PDF/HTML Page 1445 of 4199
single page version

થાઓ. દ્રવ્યે તો હું શુદ્ધ છું, પણ પર્યાયમાં કલુષિતપણું છે એટલું દુઃખ છે. તેનો આ ટીકા કરવાના કાળમાં નાશ થાઓ. સ્વભાવની દ્રષ્ટિનું અમને જોર છે, તે જોરના કારણે ટીકા કરવાના કાળમાં અશુદ્ધતાનો નાશ થશે એમ અર્થ છે. જ્ઞાનીને રાગની રુચિ નથી, સ્વભાવની જ રુચિ છે.

જ્ઞાની ચારિત્રમોહના ઉદયે કષાયરૂપે પરિણમે છે, માટે તેનો કર્તા કહેવાય કે નહિ તેનું સમાધાન કરે છે-

૧. સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી; ૨. કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; ૩. તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી.

પ્રશ્નઃ– કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. તો શું જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે?

ઉત્તરઃ– ના, એમ નથી. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ કરવાનો તેને અભિપ્રાય નથી. છતાં રાગ થાય છે. રાગ થાય છે તે તે કાળનો પર્યાયધર્મ છે અને તે તેની પુરુષાર્થની કમજોરી સૂચવે છે, પણ પરને લઈને વા પરની (કર્મની) જોરાવરીને લઈને રાગ થાય છે એમ છે જ નહિ. દ્રષ્ટિની પ્રધાનતામાં રાગને પુદ્ગલના પરિણામ કહે છે અને તેને અહીં ઉદયની બળજોરીથી થાય છે એમ કહ્યું છે.

રાગ તો સ્વતંત્રપણે પોતાથી થાય છે. તેમાં નિમિત્તની બળજોરી કેવી? પણ જ્ઞાનીને રાગની રુચિ નથી, તેને રાગના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી. છતાં થાય છે તો નિમિત્તની બળજોરીથી થાય છે એમ આરોપ કરીને કથન કર્યું છે. ખરેખર ત્યાં ઉદયની બળજોરી છે એમ અર્થ નથી. દ્રષ્ટિપ્રધાન કથનમાં રાગનું પરિણમન ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે.

જેમ કોઈને રોગ થાય અને તેની દવા કરે, પણ તેને તેની રુચિ હોતી નથી. તેમ જ્ઞાનીને રાગનું પોષણ નથી, રુચિ નથી. નબળાઈને લઈને થાય છે તેનો તે જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી.

જ્ઞાનીને અસ્થિરતાનું પરિણમન છે. પરિણમનની અપેક્ષાએ એટલું તેને કર્તાપણું છે. પ્રવચનસારમાં ૪૭ નય અધિકારમાં આ વાત આવે છે. અસ્થિરતાના પરિણામનો જ્ઞાની કર્તા પણ છે અને ભોક્તા પણ છે. પરંતુ દ્રષ્ટિની અપેક્ષાએ તેને શુદ્ધતારૂપ જ પરિણમન છે એમ કહેવાય છે, કેમકે અશુદ્ધતાના પરિણામની એને રુચિ નથી. જ્ઞાન જાણે છે કે પોતાની


PDF/HTML Page 1446 of 4199
single page version

નબળાઈથી રાગ પરિણામ થાય છે અને રાગને ભોગવે પણ છે; પણ તે કર્તવ્ય છે અને ભોગવવા લાયક છે એમ માનતા નથી. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી.

હવે કહે છે-‘નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું.’

નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે. કર્મનાં તીવ્ર સ્થિતિ કે રસ પડતાં નથી; અલ્પ સ્થિતિ અને રસ હોય છે. તે અલ્પ રાગ અનંત સંસારનું કારણ નથી. એકાદ બે ભવ હોય તે જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞેય છે. ભવ અને ભવનો ભાવ જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞેય છે.

કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ કે દુઃખ છે જ નહિ તો ભાઈ! એમ નથી. દ્રવ્ય-દ્રષ્ટિ પ્રકાશમાં શ્રી ન્યાલચંદભાઈએ કહ્યું છે કે જ્ઞાનીને શુભરાગ ધધકતી ભટ્ઠી જેવો લાગે છે. વાત બરાબર છે. ચોથે, પાંચમે, છટ્ઠે ગુણસ્થાને જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખરૂપ ભાવ છે, દુઃખના વેદનરૂપ છે. અંદર અકષાય આનંદનું વેદન છે, સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન પણ છે-એમ જ્ઞાન યથાર્થ જાણે છે. દુઃખનું બિલકુલ વેદન ન હોય તો સર્વજ્ઞ વીતરાગ હોય.

કેવળી ભગવાનને એકલું પરિપૂર્ણ આનંદનું વેદન છે, મિથ્યાદ્રષ્ટિને એકલું દુઃખનું વેદન છે અને સમકિતી સાધકને આનંદ અને સાથે કંઈક દુઃખનું પણ વેદન છે. તથાપિ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહેવાય છે. માટે જ્યાં જેમ છે ત્યાં તેમ યથાર્થ સમજવું.

* * *

ફરીને એ જ વાતને દ્રઢ કરે છેઃ-

* કળશઃ ૯૮ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कर्ता कर्मणि नास्ति, कर्म तत् अपि नियतं कर्तरि नास्ति’ કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી.

શું કહે છે? જે વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વભાવે પરિણમેલો જીવ કર્તા છે. તે કર્તા જડ કર્મની (જ્ઞાનાવરણાદિની) પર્યાયમાં નથી. કર્તાની જડકર્મમાં નાસ્તિ છે અર્થાત્ મિથ્યાત્વભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કર્તા નથી. વળી જડ કર્મ છે તે પણ કર્તામાં નથી. મતલબ કે જડ કર્મ છે તે મિથ્યાત્વભાવે પરિણમેલા જીવનું કર્મ નથી. જડ કર્મની કર્તામાં નાસ્તિ છે.


PDF/HTML Page 1447 of 4199
single page version

‘यदि द्वन्द्वं विप्रतिषिध्यते’ જો એમ બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે ‘तदा कर्तृकर्मस्थितिः का’ તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોઈ શકે.)

આત્મા પોતાના અશુદ્ધ પરિણામને કરે પણ જડ કર્મને ન કરે; અને જડ કર્મ જડની પર્યાયને કરે પણ જીવના મિથ્યાત્વના પરિણામને ન કરે. આમ સ્થિતિ છે પછી એ બંને વચ્ચે કર્તાકર્મપણું કયાં રહ્યું?

આત્મા કર્તા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહિ. તથા જડ કર્મની પર્યાય કર્તા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. બન્નેનો એકબીજામાં અભાવ છે. ભાઈ! શરીર, મન, વાણીની ક્રિયાનો કર્તા આત્મા અજ્ઞાનભાવે પણ નથી, કેમકે પરસ્પર દ્વન્દ્વ છે, ભિન્નતા છે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તાકર્મની મર્યાદા કેવી? આત્મા અજ્ઞાનભાવે મિથ્યાત્વના પરિણામને કરે અને જડ કર્મની પર્યાયને પણ કરે એમ છે નહિ. તેવી રીતે જડ કર્મ જડ કર્મની પર્યાયને કરે અને જીવના મિથ્યાત્વના પરિણામને પણ કરે એમ છે નહિ; કારણ કે જીવ- પુદ્ગલને પરસ્પર દ્વન્દ્વ છે, ભિન્નતા છે. તેથી જીવ અને પુદ્ગલને પરસ્પર કર્તાકર્મપણું ન હોઈ શકે. બે ચીજ જ્યાં ભિન્ન છે ત્યાં કર્તાકર્મપણું કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.

પરનાં કાર્ય પોતાનાથી (જીવથી) થાય એમ લોકો માને છે પણ એ ભ્રમ છે. તન, મન, વચન, ધન ઇત્યાદિ બધું પુદ્ગલ છે. આત્મા એનાથી અત્યંત ભિન્ન છે. માટે જડ પુદ્ગલની અવસ્થાનો આત્મા કર્તા નથી. લક્ષ્મીને લાવે, લક્ષ્મી આપે-એ કાર્ય આત્માનું નથી. અજ્ઞાનભાવે રાગદ્વેષ અને મિથ્યાત્વના જે ભાવ થાય તે આત્માનું કાર્ય છે, પણ જડ પુદ્ગલનું કાર્ય આત્મા કદીય શકતો નથી.

બાપુ! તારું તો એકલું ચૈતન્યઘનસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દ્રષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદઘનસ્વરૂપ છે. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ-રાગ છે તે ઉપદ્રવ છે, દુઃખ છે, આકુળતા છે, પરદ્રવ્ય છે. એનાથી રહિત ચિત્સ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ રૂનું ધોકડું હોય છે તેમ ભગવાન આત્મા એકલું જ્ઞાન અને આનંદનું ધોકડું છે. આવા નિજ સ્વરૂપમાં અંતર્દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ પંથ છે? ના; એ તો વસ્તુધર્મ-આત્મધર્મ છે.

પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના લોકોને એમ લાગે છે કે આ બધાં પરનાં કાર્ય અમે કરીએ છીએ. પણ ભાઈ! એ તો તારી ભ્રમણા જ છે કેમકે પરનું કાર્ય આત્મા કરી શકતો જ નથી. પર સાથે આત્માને કર્તાકર્મભાવ છે જ નહિ. આ તો હજુ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત છે. મુનિદશા એ તો એનાથી આગળની કોઈ અલૌકિક દશા છે.


PDF/HTML Page 1448 of 4199
single page version

અહાહા...! અંતરમાં જેને ત્રણકષાયના અભાવપૂર્વક વીતરાગી શાંતિ પ્રગટ હોય અને બહારમાં દેહની જેને નગ્ન દિગંબર અવસ્થા હોય, વસ્ત્રનો એક ધાગો પણ રાખવાની જેને વૃત્તિ ઉઠતી નથી, પોતા માટે બનાવેલ આહાર જે પ્રાણ જાય તોપણ લેતા નથી અને જેઓ જંગલવાસી થયા છે-આવી જેની દશા થઈ છે તે ભાવલિંગી સંતને સાચી મુનિદશા છે. અહો! મુનિદશા કોઈ અલૌકિક આનંદની દશા છે! અહીં તો પ્રથમ ભૂમિકાની સમ્યગ્દર્શનની વાત છે. કહે છે-

પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને ભૂલીને, અજ્ઞાનવશ આત્મા રાગનો કર્તા થાય અને રાગ એનું કાર્ય થાય પણ જડકર્મની અવસ્થાને આત્મા કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. તેવી રીતે જડકર્મ જડકર્મની અવસ્થાને કરે પણ જીવના રાગાદિના પરિણામને કરે એ ત્રણકાળમાં સત્યાર્થ નથી. કહ્યું ને કે કર્તા કર્મમાં નથી અને કર્મ કર્તામાં નથી. એટલે કે જીવ મિથ્યાત્વનો કર્તા છે પણ જડ કર્મનો કર્તા નથી અને જડકર્મ છે તે જીવના મિથ્યાત્વભાવનો કર્તા નથી. પરસ્પર અભાવ છે ને? તેથી પરસ્પર કર્તાકર્મભાવ નથી.

હવે કહે છે-‘ज्ञाता ज्ञातरि, कर्म सदा कर्मणि’ આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે ‘इति वस्तुस्थितिः व्यक्ता’ એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે.

શું કહ્યું? જ્યારે પરના કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે ત્યારે હું જ્ઞાયક છું -એમ જ્ઞાતાપણાની દ્રષ્ટિ ખીલી જાય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે પરદ્રવ્યની પર્યાય ઉપરથી લક્ષ છૂટી જતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે. અર્થાત્ પરદ્રવ્યનો હું કર્તા નથી એમ જ્યાં અંદર નિર્ણય કર્યો ત્યાં એકદમ સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે અને સ્વદ્રવ્યનું લક્ષ થતાં રાગનું પણ કર્તાપણું છૂટી જાય છે. આમ જ્ઞાતા જ્ઞાતામાં જ છે અને કર્મ કર્મમાં જ છે એવું સહજ ભાન થાય છે. ભાઈ! આ સમજવાનો અત્યારે અવસર છે.

જુઓને! આ શરીર તો ધૂળ, માટી છે. આયુ પૂરું થતાં એક ક્ષણમાં છૂટી જશે. સ્થિતિ પૂરી થયે ક્રોડ ઉપાય કરીને પણ કોઈ રાખવા સમર્થ નથી. માટે દેહની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી આવું તત્ત્વ સમજી લે, ભાઈ! દુનિયા માને કે ન માને. એનાથી તને શું સંબંધ છે? અહાહા...! આ તો ચીજ જ જુદી છે; બસ જ્ઞાતા છે. શુભાશુભ વિકલ્પ સહિત આખા જગતથી ભગવાન જગદીશ ભિન્ન જ્ઞાતા છે એમ જિનેશ્વર પ્રભુ કહે છે.

શુભરાગ હો ભલે, પણ તે જડ અચેતન છે. તે શુદ્ધ ચૈતન્યમય આત્માની ચીજ નથી. ગમે તેવો મંદ હોય તોપણ રાગ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન કરાવે એવી એનામાં તાકાત નથી. તેમ વ્યવહાર છે તે નિશ્ચયને પમાડે એવી વ્યવહારમાં તાકાત નથી. જેનો વસ્તુમાં અભાવ છે તે વસ્તુને કેમ પમાડે? અરે! ભગવાનના વિરહ પડયા! અવધિજ્ઞાની અને મનઃપર્યયજ્ઞાની પણ રહ્યા નહિ! ભાવશ્રુતજ્ઞાનના આધારે પોતાને સમજવાનું અને બીજાને સમજાવવાનું રહ્યું!


PDF/HTML Page 1449 of 4199
single page version

બીજાને સમજાવવાના પરિણામ કે દયા, દાનના પરિણામ એ કાંઈ ધર્મ નથી. ક્રોડ રૂપિયા દાનમાં આપે ત્યાં રાગના મંદ પરિણામ હોય તો પુણ્ય થાય, ધર્મ ન થાય. જન્મ-મરણ રહિત થવાનો રાગ કાંઈ ઉપાય નથી. અહીં કહે છે-આત્મા જ્ઞાતા છે તે જ્ઞાતામાં જ છે. રાગમાંય તે નથી અને જડ કર્મમાંય તે નથી. ભાઈ! આવી અંતર્દ્રષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. એ સિવાય બીજું ધૂળધાણી છે.

ભાઈ! તું કોણ છો! જડની પર્યાય અને પરની પર્યાય થાય તેનો તું કર્તા નથી. ભગવાન! તું તો જ્ઞાતા છો. સ્ત્રી, પુરુષ કે નપુંસકના લિંગ તારામાં નથી. મનુષ્ય, તિર્યંચ, દેવ આદિ ગતિ તારા સ્વરૂપમાં નથી. તે ગતિના કારણરૂપ જે શુભાશુભભાવ છે તે પણ તારા સ્વરૂપમાં નથી. આવો ભગવાન જ્ઞાતા તું જ્ઞાતામાં જ છે. તું કદીય રાગમાં કે પરમાં આવ્યો નથી. હું રાગી છું. રાગ મારું કર્તવ્ય છે એમ માન્યું ભલે હોય, પણ રાગમાં તું કદીય આવ્યો નથી.

પ્રવચનસાર ગાથા ૨૦૦ માં કહ્યું છે કે જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. સદા શુદ્ધ ચિદ્રૂપ, એકરૂપ, શાશ્વત વસ્તુ હું છું એમ જ્યાં અંતરમાં અનુભવ થયો ત્યાં ભાન થયું કે જ્ઞાતા તો ત્રિકાળ જ્ઞાતાપણે જ રહ્યો છે. તે કદીય રાગમાં કે વ્યવહારમાં આવ્યો નથી. વ્યવહાર તો મનનો ધર્મ છે, ચિંતા છે, વિકલ્પ છે. જ્યારે ભગવાન આત્મા તન, મન, વચન અને વિકલ્પથી રહિત વસ્તુ છે. માટે હે ભાઈ! બહારથી દ્રષ્ટિ ખસેડીને શુદ્ધ દ્રવ્યમાં દ્રષ્ટિ લગાવ. વ્યવહારના વિકલ્પથી ખસીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્દ્રષ્ટિ કર.

પ્રભુ! આ તારા હિતની વાત છે. વ્યવહારના વિકલ્પથી આત્મા જણાય એમ નથી કેમકે રાગ છે તે અચેતન છે, અંધકાર છે. જેમ સૂર્ય પ્રકાશ અને અંધકાર એ બેમાં ફેર છે તેમ ચૈતન્યસ્વભાવ અને રાગમાં ફેર છે. આત્મા ચૈતન્યમય ઝળહળ જ્યોતિ જ્ઞાતા પ્રભુ-સદા જ્ઞાતા જ છે. અહાહા...! એક શબ્દમાં તો કેટલું ભર્યું છે! જાણનાર જાણનારમાં જ છે. જાણનાર પરને જાણે એમ પણ નહિ. જાણનાર પોતાને જાણે એવો એ પોતે છે. જાણનાર સદા જાણનાર જ છે. માટે વિકલ્પથી ખસી જા અને જ્યાં પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક છે ત્યાં દ્રષ્ટિ દે. જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે અને કર્મ સદા કર્મમાં જ છે; રાગ સદા રાગમાં જ છે.

પ્રથમ જડ કર્મમાં આત્મા નથી અને આત્માના અશુદ્ધ પરિણામમાં જડ કર્મ નથી એટલું સિદ્ધ કરીને પછી વાત ફેરવીને કહ્યું કે ભગવાન આત્મા ચિદ્રૂપ, જ્ઞાનરૂપ, આનંદસ્વરૂપ, ઇશ્વર અપરિમિત સ્વભાવરૂપ છે. તેના સ્વભાવની શક્તિ બેહદ-અપરિમિત્ત છે. એવો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. તેની અંતર્દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, એ ધર્મની પ્રથમ દશા છે.

બાપુ! ચારિત્ર તો કોઈ અલૌકિક દશા છે! અહાહા...! ધન્ય અવતાર! ધન્ય એ મુનિદશા!! જ્યાં અતીન્દ્રિય આનંદની છોળો ઉછળે છે એ મુનિદશા ધન્ય છે. જાણે


PDF/HTML Page 1450 of 4199
single page version

ચાલતા સિદ્ધ! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ કે દયા પાળવાનો વિકલ્પ અંતરની શાંતિને ખલેલ કરનારા ભાસે છે તે મુનિદશા કોઈ અપૂર્વ ચીજ છે. અહાહા...! જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, કર્મ સદા કર્મમાં જ છે અને રાગ રાગમાં જ છે આવી વસ્તુસ્થિતિ જેમાં પ્રગટ ભાસે છે તે મુનિદશાની શી વાત!

સમ્યગ્દર્શન પામવામાં પરની અપેક્ષા નથી, વ્યવહારની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની મર્યાદા પ્રગટ છે. ‘तथापि बत’ તોપણ અરે! ‘नेपथ्ये एषः मोहः किम् रभसा नानटीति’ નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)

અહા! અજ્ઞાનીને જ્યાં ત્યાં મોહ નાચી રહ્યો છે. મેં દાન કર્યાં, મેં દયા પાળી, મેં વ્રત કર્યાં, મેં પુણ્ય કર્યાં-એલો અજ્ઞાનીને પરના અને રાગના કર્તાપણાનો મોહ નાચી રહ્યો છે. શરીર, મન, વાણીની ક્રિયાનો હું કર્તા તથા વીતરાગ સ્વભાવથી વિરુદ્ધ એવા વિકારના પરિણામને કરે ત્યારે તે જાતના કર્મનો જે બંધ થાય તે કર્મનો હું કર્તા-એવો મોહ ભગવાન! તને કેમ નાચે છે? આચાર્યદેવ ખેદ અને આશ્ચર્ય પ્રગટ કરે છે કે-પ્રભુ! આ તને શું થયું? તું ભગવાન સ્વરૂપ છો ને! તું પામરતામાં કેમ નાચી રહ્યો છે? તારી અખંડ પ્રભુતાને છોડી તું દયા, દાનના વિકલ્પની પામરતામાં કેમ ભરાઈ ગયો છે?

ભાઈ! જગતમાં ચાલતા પ્રવાહથી આ તદ્ન જુદી વાત છે. બાપુ! આ તો અનાદિનો માર્ગ છે. અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે. ભાઈ! તું ચૈતન્ય-ચૈતન્ય પરમાત્મરૂપ પરમસ્વરૂપ છે. જ્ઞાનપરમસ્વરૂપ, આનંદપરમસ્વરૂપ, સુખપરમસ્વરૂપ, વીર્યપરમસ્વરૂપ, વીતરાગતા પરમસ્વરૂપ -એમ અનંત અનંત પરમસ્વરૂપનો મહાસાગર તું છો. તેમાં આ રાગ અને મોહ કેમ નાચે છે? તારા પરમસ્વરૂપમાં નથી, છતાં અરેરે! પર્યાયમાં આ મોહ કેમ નાચે છે? એમ આચાર્યદેવને ખેદ અને આશ્ચર્ય થાય છે.

* કળશ ૯૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે?’

આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કર્તા અને જીવના વિકારના પરિણામ એનું કાર્ય એમ કેમ હોઈ શકે? (ન હોઈ શકે.) ઘણાનો મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે નહિ. નિમિત્તથી વિકાર થાય એમ કથન શાસ્ત્રમાં આવે તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય


PDF/HTML Page 1451 of 4199
single page version

એમ નથી પણ નિમિત્તના આશ્રયથી વિકાર થાય એમ એનો અર્થ છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે જીવ પુદ્ગલમાં નથી, પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તા-કર્મભાવ કેમ હોઈ શકે? હવે કહે છે.

‘માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે-આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’’ એવો અજ્ઞાનીઓનો આ મોહ (- અજ્ઞાન) કેમ નાચે છે?’

જુઓ, જડકર્મની પર્યાયનો અને પરદ્રવ્યનો આત્મા કર્તા નથી એમ આચાર્યદેવ અહીં સિદ્ધ કરે છે. ત્યારે કોઈ વળી એમ કહે છે કે પરદ્રવ્યનો આત્માને કર્તા ન માને તે દિગંબર નથી. અરે ભાઈ! આ તું શું કહે છે? ભગવાન! તને શું થયું છે? જરા વિચાર કર. આત્મા અને પુદ્ગલને કર્તાકર્મભાવ ત્રણકાળમાં નથી.

સંપ્રદાયમાં સ્ત્રીને મુક્તિ માને, વસ્ત્રસહિત સાધુપણું માને, કેવળી ભગવાનને આહાર માને એ બધી જૂઠી માન્યતાઓ છે, કલ્પિત છે. વળી ભગવાન કેવળીને એક સમયે કેવળદર્શન અને કેવળજ્ઞાન બંને હોય છે. એવી જ એ અવસ્થાની અદ્ભુતતા છે; છતાં એક સમયમાં જ્ઞાન અને બીજા સમયમાં દર્શન કેવળીને હોય એવું જે માને તે યથાર્થ નથી, વસ્તુસ્વરૂપ નથી. કેવળીના કેડાયતો દિગંબર સંતો એમ કહે છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન ભગવાન કેવળીને એક સમયમાં હોય છે. અરે! ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે અને તે કેમ પ્રગટ થાય એની લોકોને ખબર નથી, દરકાર પણ નથી.

માંદગીનો ખાટલો બાર મહિના રહે તો એને મુંઝવણ થાય; પરંતુ અનંતકાળથી જન્મ- મરણ કરતો આવે છે એની એને મૂંઝવણ થતી નથી! અરે ભાઈ! આત્માના સુખના તને વિરહા પડયા છે. તું સુખના વિરહે દુઃખના વેદનમાં પડયો છું તેની તને કેમ દરકાર નથી, કેમ મૂંઝવણ નથી? તારું સ્વરૂપ તો સદા જ્ઞાતારૂપ છે. ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. તું પરના કર્તાપણાના મોહની જાળમાં ફસાયો છે ત્યાંથી નીકળી જા.

અજ્ઞાની હું પરદ્રવ્યનાં કાર્ય કરું છું એવી ભ્રમણાની ભૂલ-ભૂલામણીમાં ભરાઈ ગયો છે. તેને જ્ઞાનીઓ અહીં માર્ગ બતાવે છે કે-જીવ જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી, અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યદેવે ખેદપૂર્વક કહ્યું છે કે-આ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીનો આ મોહ કેમ નાચે છે?

* * *

PDF/HTML Page 1452 of 4199
single page version

અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે- એમ હવે કહે છેઃ-

* કળશ ૯૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अचलं’ અચળ, ‘व्यक्तं’ વ્યક્ત અને ‘चित्–शक्तीनां निकरभरतः अत्यन्त गम्भीरम्’ ચિત્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગ પરિચ્છેદાના) સમૂહના ભારથી અત્યંત ગંભીર ‘एतत् ज्ञानज्योतिः’ આ જ્ઞાનજ્યોતિ ‘अन्तः’ અંતરંગમાં ‘उच्चैः’ ઉગ્રપણે ‘तथा ज्वलितम्’ એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે-

અહાહા...! શું કહે છે? કે આત્મા ચિત્શક્તિઓના સમૂહનો ભર છે, મોટો જ્ઞાનનો ઢગલો છે. જેમ ગાડામાં ઠાંસીને ઘાસ ભરે એને ભર ભર્યો કહેવાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનશક્તિઓનો ભર કહેતાં ભંડાર છે. વળી તે અચળ નામ ચળે નહિ તેવો નિત્ય ધાતુમય છે, વ્યક્ત અર્થાત્ પ્રગટ છે. ચૈતન્યધાતુમય ભગવાન આત્મા પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે પણ વસ્તુ અપેક્ષાએ તો એ સદા વ્યક્ત છે, પ્રગટ છે.

પર્યાય છે તે દ્રવ્યની ઉપર ને ઉપર તરે છે, દ્રવ્યમાં પ્રવેશતી નથી. શું કહ્યું? આ શરીર, મન, વાણી અને દયા, દાન આદિ વિકલ્પો વસ્તુમાં પ્રવેશતા નથી એ તો છે, પણ દયા, દાન આદિ વિકલ્પને જાણનારી જ્ઞાનની જે પર્યાય છે તે પણ દ્રવ્યમાં પ્રવેશતી નથી. ચીજ બહુ સૂક્ષ્મ, ભાઈ! આત્મા આવો ચિત્શક્તિઓના એટલે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી અત્યંત ગંભીર જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે.

અહાહા...! આત્માના જ્ઞાન અને આનંદના ગંભીર સ્વભાવનું શું કહેવું? એની શક્તિના સત્ત્વની મર્યાદા શું હોય? અહાહા...! અનંત અનંત અનંત એવું જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા-અહાહા...! આવી અનંત ચિત્શક્તિના સમૂહથી ભરેલો અત્યંત ગંભીર ભગવાન આત્મા છે. ચિત્શક્તિ કહો કે ગુણ કહો; જ્ઞાનગુણ એવા અનંત ગુણોનો સમૂહ પ્રભુ આત્મા છે. અત્યંત ગંભીર છે અર્થાત્ એની શક્તિની ઉંડપનો પાર નથી, અપરિમિત શક્તિના સમૂહથી ભરેલો છે. સંખ્યાએ શક્તિઓ અનંત છે અને એકેક શક્તિનો સ્વભાવ પણ અનંત છે.

આવા અનંત સ્વભાવથી ભરેલા અનંત મહિમાવંત પોતાના આત્માને જાણે નહિ અને પરની દયા કરે તે આત્મા અને દાન આપે તે આત્મા એમ ખોટી માન્યતા કરી કરીને પ્રભુ! તું અનંતકાળથી સંસારમાં આથડે છે. અહીં કહે છે-ભગવાન! જેનો દેખવા-જાણવાનો બેહદ સ્વભાવ છે એવા દેખનારાને દેખ અને જાણનારાને જાણ. તેથી તારું અવિચળ કલ્યાણ થશે.


PDF/HTML Page 1453 of 4199
single page version

ભગવાનની ભક્તિમાં ભક્તો કહે છે ને-કે ભગવાન! આપ સિદ્ધ છો, મને સિદ્ધપદ દેખાડો. ત્યાં સામેથી પડઘો પડે છે કે-આપ સિદ્ધ છો, તું તારામાં સિદ્ધપદ જો. અહાહા...! આવો આત્મા સ્વભાવે સિદ્ધસ્વરૂપ છે, કેવળજ્ઞાનસ્વરૂપ છે. તેમાં અંતર્નિમગ્ન થઈ સ્થિત થતાં પર્યાયમાં વ્યક્ત સિદ્ધસ્વરૂપ થઈ જાય છે.

ભગવાન! તને આત્માના સામર્થ્યની ખબર નથી. આત્મા ચિત્શક્તિઓના અર્થાત્ જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી ભરેલી ગંભીર જ્ઞાનજ્યોતિસ્વરૂપ વસ્તુ છે. જેના બે વિભાગ ન થાય તેવા આખરી સૂક્ષ્મ અંશને અવિભાગ પરિચ્છેદ કહે છે. એવા અનંત અનંત અવિભાગ અંશનો પિંડ તે જ્ઞાન છે. એવા ચિત્શક્તિના સમૂહના ભારથી ભરેલી જ્ઞાનની જ્યોત પ્રભુ આત્મા છે. અહીં કહે છે-તે જ્ઞાનજ્યોતિ ‘अन्तः उच्चैः तथा ज्वलितम्’ અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે ‘यथा कर्ता कर्ता न भवति’ આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી; ‘यथा ज्ञानं ज्ञानं भवति च’ વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને ‘पुद्गलः पुद्गलः अपि’ પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.

અજ્ઞાનમાં પહેલાં રાગનો અને પરનો કર્તા માનતો હતો તે હવે જ્યાં પોતાના જ્ઞાનસ્વરૂપ થયો ત્યાં કર્તા થતો નથી. વળી રાગના નિમિત્તે જે પુદ્ગલ કર્મરૂપે થતું હતું તે હવે અજ્ઞાન મટતાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. અહીં પોતે રાગનો કર્તા થતો નથી, અને ત્યાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, અને પુદ્ગલરૂપ જ રહે છે. ભગવાન ચિદ્ઘન ચિદ્ઘન જ રહે છે. બે જુદાં જાણ્યાં તેનું નામ ભેદજ્ઞાન છે અને તેનું ફળ કેવળજ્ઞાન છે, સિદ્ધપદ છે.

* કળશ ૯૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિક ભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે.’

અજ્ઞાનઅવસ્થાને લઈને વિકાર થતો હતો અને તેના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપે બંધાતું હતું. વળી કર્મનો ઉદય આવતાં તેના નિમિત્તે વિકારરૂપ પરિણમતો હતો અને નવાં કર્મ બંધાતાં હતાં. પરંતુ હવે જ્ઞાનભાવ પ્રગટ થતાં એવી જાતનો નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી.

ટીકાઃ– ‘આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.’

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જીવ અને અજીવ બન્ને કર્તાકર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં


PDF/HTML Page 1454 of 4199
single page version

દાખલ થયા હતા. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજરૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીં પણ જાણવું.

જ્યાં આત્માનું ભાન થયું, સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપે રહી ગયું અને પુદ્ગલકર્મ પુદ્ગલરૂપ જ થઈ જાય છે અને કર્તાકર્મપણું છૂટી જાય છે.

‘‘જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણૈ કરતા સો,
તાકરિ બંધન આન તણૂં ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો;
જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલૈ પરપાસો,
આતમમાંહિ સદા સુવિલાસ કરૈ સિવ પાય રહૈ નિતિ થાસો.’’

જીવ અનાદિથી પોતાના ચૈતન્યસ્વરૂપના અજ્ઞાનને કારણે રાગ-દ્વેષરૂપ વિકાર ઉપજાવીને કર્તા થતો હતો, તેથી બંધન થતું હતું અને તેને લઈને ચોરાસીના ચક્કરમાં ભવવાસ કરતો સુખદુઃખ ભોગવતો હતો. હવે જ્યારે આત્માનું ભાન થયું ત્યારે કર્તા થતો નથી, માત્ર જાણનાર જ રહે છે. તેથી બંધન થતું નથી, પરનો પાસ (બંધન) છૂટી જાય છે, અને પોતાના આનંદમાં સદા વિલાસ કરે છે, અને મોક્ષ જાય છે. મોક્ષ પ્રગટ થયા પછી અનંતકાળ સુધી નિત્ય અનંતસુખરૂપ રહે છે.

આમ આ સમયસારશાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો બીજો કર્તાકર્મ અધિકાર સમાપ્ત થયો.

* * *
[પ્રવચન નં. ૧૯૯ ચાલુ થી ૨૦૬ * દિનાંક ૧૨-૧૦-૭૬ થી ૧૯-૧૦-૭૬]


PDF/HTML Page 1455 of 4199
single page version


પ્રવચન રત્નાકર
[ભાગ-૬]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં
શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
ઃ પ્રકાશકઃ
શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
મુંબઈ


PDF/HTML Page 1456 of 4199
single page version

background image
We are extremely grateful to
www.AtmaDharma.comfrom where we have
source the present shashtra of “Pravachan
Ratnakar Part- 1”.
Since we have sourced the shashtra of
“Pravachan Ratnakar Part- 1” from
“www.AtmaDharma.com” for which they have
taken enough care to reproduced the paper
version of the original script. Incase if you find
any inconsistency or error then please address

PDF/HTML Page 1457 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.

PDF/HTML Page 1458 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
-રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!

PDF/HTML Page 1459 of 4199
single page version

-૦-

ક્રમ ગાથા / કળશ પ્રવચન નંબર પૃષ્ઠાંક ૧ કળશ-૧૦૦ ૨૦૮ થી ૨૧૦ ૨ કળશ-૧૦૧ ’’ ૩ ગાથા-૧૪પ ’’ ૪ કળશ-૧૦૨ ’’ પ ગાથા-૧૪૬ ૨૧૦ ૪૦ ૬ ગાથા-૧૪૭ ૨૧૧ ૪પ ૭ ગાથા ૧૪૮-૧૪૯ ૨૧૨ પ૬ ૮ ગાથા-૧પ૦ ૨૧૨ થી ૨૧૪ ૬૨ ૯ કળશ-૧૦૩ ’’ ૬૨ ૧૦ કળશ-૧૦૪ ’’ ૬૩ ૧૧ ગાથા-૧પ૧ ૨૧૪-૨૧પ ૮૩ ૧૨ ગાથા-૧પ૨ ૨૧પ ૯૨ ૧૩ ગાથા-૧પ૩ ૨૧૬ ૯પ ૧૪ કળશ-૧૦પ ૨૧૬ ૯૬ ૧પ ગાથા-૧પ૪ ૨૧૭ ૧૦પ ૧૬ ગાથા-૧પપ ૨૧૮-૨૧૯ ૧૧૪ ૧૭ ગાથા-૧પ૬ ૨૧૯ થી ૨૨૧ ૧૨૮ ૧૮ કળશ ૧૦૬ થી ૧૦૮ ’’ ૧૨૯ ૧૯ ગાથા ૧પ૭ થી ૧પ૯ ૨૨૧ ૧૪૬ ૨૦ ગાથા-૧૬૦ ૨૨૨ ૧પપ ૨૧ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૨૨૩ થી ૨૨૮ ૧૬૬ ૨૨ કળશ-૧૦૯ ’’ ૧૬૭ ૨૩ કળશ-૧૧૦ ’’ ૧૬૮ ૨૪ કળશ-૧૧૧ ’’ ૧૬૯ ૨પ કળશ-૧૧૨ ’’ ૧૭૦


PDF/HTML Page 1460 of 4199
single page version

ક્રમ ગાથા / કળશ પ્રવચન નંબર પૃષ્ઠાંક ૨૬ કળશ-૧૧૩ ૨૨૮-૨૨૯ ૨૧૮ ૨૭ ગાથા ૧૬૪-૧૬પ ’’ ૨૧૯ ૨૮ ગાથા-૧૬૬ ૨૩૦ ૨૩૩ ૨૯ ગાથા-૧૬૭ ૨૩૧ ૨૪૩ ૩૦ ગાથા-૧૬૮ ૨૩૨ ૨પ૦ ૩૧ કળશ-૧૧૪ ’’ ૨પ૧ ૩૨ ગાથા-૧૬૯ ૨૩૩ ૨પ૯ ૩૩ કળશ-૧૨પ ૨૩૩ ૨૬૦ ૩૪ ગાથા-૧૭૦ ૨૩૪ ૨૬૭ ૩પ ગાથા-૧૭૧ ૨૩૪ ૨૭૦ ૩૬ ગાથા-૧૭૨ ૨૩પ-૨૩૬ ૨૭૪ ૩૭ કળશ-૧૧૬ ’’ ૨૭પ ૩૮ કળશ-૧૧૭ ’’ ૨૭૬ ૩૯ ગાથા ૧૭૩-૧૭૬ ૨૩૭ થી ૨૪૦ ૨૯૨ ૪૦ કળશ-૧૧૮ ’’ ૨૯૪ ૪૧ કળશ-૧૧૯ ’’ ૨૯પ ૪૨ ગાથા ૧૭૭-૧૭૮ ૨૪૦ થી ૨૪૩ ૩૧૪ ૪૩ કળશ-૧૨૦ ’’ ૩૧પ ૪૪ કળશ-૧૨૧ ’’ ૩૧૬ ૪પ ગાથા ૧૭૯-૧૮૦ ૨૪૪ થી ૨૪૭ ૩૩૬ ૪૬ કળશ ૧૨૨-૧૩૩ ’’ ૩૩૭ ૪૭ કળશ-૧૨૪ ’’ ૩૩૮

સંવર અધિકાર

૪૮ કળશ-૧૨પ ૨પ૨ થી ૨પ૪ ૩૬૦ ૪૯ ગાથા-૧૮૧ થી ૧૮૩ ’’ ૩૬૧ પ૦ કળશ-૧૨૬ ’’ ૩૬૩