PDF/HTML Page 1461 of 4199
single page version
ક્રમ ગાથા / કળશ પ્રવચન નંબર પૃષ્ઠાંક પ૧ ગાથા ૧૮૪-૧૮પ ૨પપ થી ૨પ૭ ૩૯૪ પ૨ ગાથા-૧૮૬ ૨પ૭ ૪૦પ પ૩ કળશ-૧૨૭ ’’ ૪૦૬ પ૪ ગાથા ૧૮૭ થી ૧૮૯ ૨પ૮ ૪૧૪ પપ કળશ-૧૨૮ ’’ ૪૧૬ પ૬ ગાથા ૧૯૦ થી ૧૯૨ ૨પ૯ થી ૨૬૩ ૪૨૨ પ૭ કળશ ૧૨૯ થી ૧૩૦ ’’ ૪૨૪ પ૮ કળશ ૧૩૧ થી ૧૩૨ ’’ ૪૨પ
PDF/HTML Page 1462 of 4199
single page version
अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति–
द्वितयतां गतमैक्यमुपानयन्।
ग्लपितनिर्भरमोहरजा अयं
स्वयमुदेत्यवबोधसुधापॢवः।। १०० ।।
શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે.’
PDF/HTML Page 1463 of 4199
single page version
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव।
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण।। १०१ ।।
જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય- પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ-
ગાથાર્થઃ– [अथ] હવે (કર્તાકર્મ અધિકાર પછી), [शुभ–अशुभ–भेदतः] શુભ અને અશુભના ભેદને લીધે [द्वितयतां गतम् तत् कर्म] બે-પણાને પામેલા તે કર્મને [ऐक्यम् उपानयन्] એકરૂપ કરતો, [ग्लपित–निर्भर–मोहरजा] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો [अयं अवबोध–सुधाप्लवः] આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમાં) [स्वयम्] સ્વયં [उदेति] ઉદય પામે છે.
ભાવાર્થઃ– અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દ્રષ્ટાંતરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [एकः] એક તો [ब्राह्मणत्व–अभिमानात्] ‘હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [मदिरां] મદિરાને [दूरात्] દૂરથી જ [त्यजति] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [अन्यः] બીજો [अहम् स्वयम् शूद्रः इति] ‘હું પોતે શૂદ્ર છું’ એમ માનીને [तया एव] મદિરાથી જ [नित्यं] નિત્ય [स्नाति] સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. [एतौ द्वौ अपि] આ બન્ને પુત્રો [शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ] શૂદ્રાણીના ઉદયથી એકીસાથે જન્મ્યા છે તેથી [साक्षात् शूद्रौ] (પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, [अपि च]
PDF/HTML Page 1464 of 4199
single page version
कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।। १४५ ।।
कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति।। १४५।।
તોપણ [जातिभेद–भ्रमेण] જાતિભેદના ભ્રમ સહિત [चरतः] તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું.)
ભાવાર્થઃ– પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. વ્યવહારદ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છેઃ-
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪પ.
ગાથાર્થઃ– [अशुभं कर्म] અશુભ કર્મ [कुशीलं] કુશીલ છે (-ખરાબ છે) [अपि च] અને [शुभकर्म] શુભ કર્મ [सुशीलम्] સુશીલ છે (-સારું છે) એમ [जानीथ] તમે જાણો છો! [तत्] તે [सुशीलं] સુશીલ [कथं] કેમ [भवति] હોય [यत्] કે જે [संसारं] (જીવને) સંસારમાં [प्रवेशयति] પ્રવેશ કરાવે છે?
ટીકાઃ– કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ-તફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે); કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે-જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છેઃ-
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદગલ-
PDF/HTML Page 1465 of 4199
single page version
પરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળપુદગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.
ભાવાર્થઃ– કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્જ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પુજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે-) માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરેમાં-) માં ભેદ છે; -આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગનેઆશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય- એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છેઃ-જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે.
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો;
PDF/HTML Page 1466 of 4199
single page version
सदाप्यभेदान्न हि कर्मभेदः।
तद्बन्धमार्गाश्रितमेकमिष्टं
स्वयं समस्तं खलु बन्धहेतुः।। १०२।।
કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવેતો કર્મ એક જ છે-બે નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [हेतु–स्वभाव–अनुभव–आश्रयाणां] હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) [सदा अपि] સદાય [अभेदात्] અભેદ હોવાથી [न हि कर्मभेदः] કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; [तद् समस्तं स्वयं] માટે સમસ્ત કર્મ પોતે [खलु] નિશ્ચયથી [बन्धमार्ग–आश्रितम्] બંધમાર્ગને આશ્રિત હોવાથી અને [बन्धहेतुः] બંધનું કારણ હોવાથી, [एकम् इष्टं] કર્મ એક જ માનવામાં આવ્યું છે-એક જ માનવું યોગ્ય છે. ૧૦ર.
જુઓ, શ્રી જયચંદ પંડિત આ દોહામાં સ્પષ્ટ કહે છે કે પુણ્ય અને પાપ બન્ને ભાવકર્મ છે, અને એ બંધરૂપ છે. ત્યારે કેટલાક (પંડિતો) અત્યારે એમ કહે છે કે એ તો પુણ્ય-પાપરૂપ કર્મની (પુદ્ગલકર્મની) વાત છે. એમાં શુભાશુભ ભાવની કયાં વાત કરી છે? પુણ્યકર્મનો (પુદ્ગલકર્મનો) નિષેધ કર્યો છે, એમાં શુભભાવનો નિષેધ કર્યો નથી-એવો અર્થ તેઓ કરે છે; પણ તે બરાબર નથી. આગળ ટીકાકાર આચાર્ય આનો ચાર બોલથી ખુલાસો કરશે.
જુઓ, અહીં કર્મ શબ્દ પડયો છે ને! એનો અર્થ એમ છે કે પુણ્ય-પાપ બન્ને કર્મ એટલે કાર્ય-પરિણામ છે, અશુદ્ધતા છે. એ ભાવ બંધરૂપ છે એમ જાણી જેણે એ પુણ્ય-પાપના (ભાવ) બંધને છેદીને અંદરમાં શુદ્ધાત્મા ગ્રહણ કર્યો-નમું
PDF/HTML Page 1467 of 4199
single page version
ચરણ હિત જાણી-તેના ચરણકમળમાં મારું હિત જાણી નમસ્કાર કરું છું -આમ શ્રી જયચંદજીએ મંગલાચરણ કર્યું છે.
પ્રથમ ટીકાકાર કહે છે કે-‘હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે.’
‘જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે.’ શું કહ્યું? આ નાચવાનો અખાડો હોય છે ને! નાટક-નાટક, જેને લોકો નાટક કહે છે તેમાં એક જ પુરુષ ઇન્દ્રનો વેશ લે અને વળી પછી ભરથરીનો વેશ પણ લઈને આવે. પરંતુ તેને જે યથાર્થ ઓળખે છે તે તો એને એક જ જાણે છે.
‘તેવી રીતે જોકે કર્મ તો એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.’
જુઓ, કર્મ તો અનાદિથી એક જ છે. પુણ્ય અને પાપ કર્મપણે એક જ વસ્તુ છે. તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનું રૂપ (પુણ્યનું રૂપ અને પાપનું રૂપ) લઈને પ્રગટ થાય ત્યારે અજ્ઞાની તેને (કર્મને) બે જુદા જુદા રૂપે માને છે. પુણ્ય ભલું અને પાપ બુરું એમ અજ્ઞાની જાણે છે. પરંતુ જ્ઞાની સમકિતી જેનું જ્ઞાન યથાર્થ પરિણમ્યું છે તે બન્ને કર્મ (પુણ્ય અને પાપ) એક જ છે એમ જાણી લે છે. અહાહા...! ભલા-બુરાના ભેદરહિત સમ્યક્ જ્ઞાની બન્ને એક જ છે એમ જાણે છે કેમકે બન્નેમાંથી એકેમાંય આત્મા નથી. ચાહે પુણ્યભાવ હો કે ચાહે પાપભાવ હો, બન્નેય ભાવ રાગ છે, એકેય વીતરાગ પરિણામ નથી.
પુણ્યના ફળમાં કોઈ પાંચ-પચાસ કરોડની સંપત્તિનો સ્વામી મોટો શેઠ હોય, કે પાપના ફળમાં કોઈ સો વાર માગે તોય માંડ એક કોળિયો મળે એવો દરિદ્રી હોય, બન્નેય સરખા છે, કેમકે બન્નેય ભિખારી છે, બન્નેય માગણ છે, દુઃખી છે. એક, બીજા પાસે આશા કરતો દુઃખી છે તો બીજો, પુણ્યની આશા ધરતો દુઃખી છે. અર્થાત્ એક અન્ય પાસે માગે છે કે તું મને દે તો બીજો પુણ્યના પરિણામથી મને સુખ થાય એમ માની પુણ્યની આશા કરે છે. (સુખી તો એકેય નથી). જ્યારે જ્ઞાની તો કર્મ અને કર્મના ફળ બન્નેને એક જ જાણે છે.
જેમ એકનો એક પુરુષ પહેલાં પીંગળાનો વેશ લઈને આવે અને પાછો તે ફરી ભરથરીનો વેશ લઈને આવે તેમ એકનું એક કર્મ કોઈ વાર પુણ્યરૂપે આવે અને વળી કોઈ વાર પાપરૂપે (વેશ લઈને) આવે તેને સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. ચાહે તો પુણ્યના ફળરૂપે સ્વર્ગનો વેશ હોય કે પાપના ફળરૂપે નરકનો વેશ હોય, જ્ઞાની બેયને એકસરખા માને છે. કહ્યું છે ને કે-
PDF/HTML Page 1468 of 4199
single page version
અહાહા...! શું કહે છે? સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ પુણ્યના ગમે તેવાં ઊંચાં ફળોને પણ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. પોતાની ચૈતન્યનિધિનું ભાન નથી તેથી લોકોને આકરું લાગે છે, પણ શું થાય? અહીં તો કહે છે બેય કર્મ (પુણ્ય અને પાપ) સમાન એક જ છે એમ સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન યથાર્થપણે જાણી લે છે. હવે-
તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ-
‘अथ’-હવે એટલે કે કર્તા-કર્મ અધિકાર પછી, ‘शुभ–अशुभ–भेदतः’ શુભ અને અશુભના ભેદને લીધે ‘द्वितयतां गतम् तत् कर्म’ બેપણાને પામેલા તે કર્મને ‘ऐक्यम् उपानयन्’ એકરૂપ કરતો-
શું કહે છે આ? જે ભાવ વડે તીર્થંકર-નામકર્મ બંધાય એવો શુભભાવ હો કે હિંસાદિનો અશુભભાવ હો, બન્ને ભાવ બંધનરૂપ છે એમ જાણતો જ્ઞાની બન્નેને એકરૂપ માને છે.
શુભ અને અશુભના ભેદને લીધે બેપણાને પામેલા કર્મને પ્રમાણે એકરૂપ કરતે, ‘ग्लपित–निर्भर–मोहरजा’ જેણે અત્યંત મોહરજને દૂર કરી છે-અહીં મોહરજ શબ્દ પડયો છે એનો અર્થ મોહનો ભાવ, મિથ્યાત્વનો ભાવ-એમ થાય છે. જેણે મિથ્યાત્વનો ભાવ દૂર કર્યો છે એમ અર્થ છે. ગાથા ૧૬૦ માં ‘રજ’ શબ્દનો અર્થ કર્યો છે. ત્યાં ગાથામાં એમ આવે છે કે ભગવાન આત્મા સ્વરૂપથી તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે. અહાહા...! સર્વજ્ઞતા અને સર્વદર્શિતા એ આત્માનો સહજ ભાવ છે, ગુણ છે, શક્તિ છે, સામર્થ્ય છે, સ્વભાવ છે. એમ હોવા છતાં આત્મદ્રવ્ય ‘કર્મરજ’ વડે એટલે કે ‘પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ........’ આમ ‘રજ’ શબ્દનો અર્થ ત્યાં પોતાના પુરુષાર્થનો અપરાધરૂપ (મલિન) ભાવ કર્યો છે.
અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાનપણાને ઉત્પન્ન કરી પુણ્ય અને પાપ બેમાં ભેદ માને છે. પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ તે માને છે પણ એ રીતે બન્નેમાં ભેદ પાડવો યોગ્ય નથી; કેમકે કોઈ જીવ નગ્ન દિગંબર (દ્રવ્યલિંગી) સાધુ થઈને પુણ્યના ફળ તરીકે નવમી ગ્રૈવેયક જાય અને ત્યાં પણ મિથ્યાદ્રષ્ટિ રહે છે (અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ રહી ચારગતિમાં પરિભ્રમણ કરે છે.) અને કોઈ જીવ પાપના ફળમાં સાતમી નરકે જાય અને ત્યાં સમકિત પામે છે. (અર્થાત્ સમકિત પામીને
PDF/HTML Page 1469 of 4199
single page version
અલ્પકાળમાં મોક્ષ જાય છે.) આવી ઝીણી વાત, ભાઈ! પુણ્યની રુચિવાળાને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે.
આ રીતે જેણે અત્યંત મોહરજને દૂર કરી છે અર્થાત્ મોહભાવને દૂર કર્યો છે એવો ‘अयं अवबोध–सुधाप्लवः’ આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાનસુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમાં) ‘स्वयं’ સ્વયં ‘उदेति’ ઉદય પામે છે.
જુઓ! અહીં ચૈતન્યસ્વભાવને શીતળ-શીતળ-શીતળ એવા ચંદ્રની ઉપમા આપી છે. વીતરાગસ્વભાવરૂપ શાંતિથી ભરેલો ભગવાન મોહને દૂર કરીને કોઈની અપેક્ષા વિના સ્વયં ઉદય પામે છે અર્થાત્ સ્વયં પ્રત્યક્ષ અનુભવ-ગોચર થાય છે. જે જ્ઞાન રાગને વેદતું હતું તે જ્ઞાન પુણ્ય-પાપના ભાવને એકરૂપ-બંધરૂપ જાણી, મોહથી હઠીને અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું થકું આત્માને પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. અહાહા...! કહે છે કે જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે. ભગવાન આત્મા વસ્તુપણે સહજ જ્ઞાનસુધાંશુ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલ સમ્યગ્જ્ઞાન પણ જ્ઞાનસુધાંશુ (પર્યાયરૂપ) છે. જુઓ, સમ્યગ્જ્ઞાનને પણ ચંદ્રમાની ઉપમા આપી છે કેમકે સમ્યગ્જ્ઞાન છે તે શીતળતા અને શાંતિમય છે જ્યારે પુણ્ય- પાપના બન્નેય ભાવ પરિતાપ અને અશાંતિમય છે.
અહાહા...! જેનો સર્વજ્ઞ-સર્વદર્શીપણાનો સ્વભાવ છે એવો જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે. ‘स्वयं उदेति’ એમ ભાષા છે ને! મતલબ કે વ્યવહારરત્નત્રય છે તો જ્ઞાનસુધાંશુ પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય હો ભલે, પણ એને લઈને અહીં નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય તો નિમિત્તમાત્ર છે. જેમ કોઈ દ્રવ્યના કાર્યકાળે બાહ્ય અન્ય નિમિત્ત હોય છે પણ તે નિમિત્ત કાંઈ કરતું નથી તેમ વ્યવહારરત્નત્રય બાહ્ય નિમિત્ત છે પણ એ કાંઈ (-નિશ્ચયરત્નત્રય) કરતું નથી. અહો! કલશ દીઠ અને ગાથા દીઠ આવી વાત છે! આચાર્ય ભગવંતોએ જગતને ન્યાલ કરી દીધું છે!
ભાઈ! ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે આ છે. જરા મધ્યસ્થ થઈને સત્યને શોધવું હોય તેને કહીએ છીએ કે-પહેલાં પક્ષ (નિશ્ચય) તો કર કે માર્ગ આ છે, વસ્તુ આ છે; તો એનું લક્ષ થઈને દક્ષ થશે. પણ જ્યાં પક્ષ (નિશ્ચય) જ નથી, રસ્તો જ ઊંધો પકડયો છે એને માર્ગની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભગવાન! આ તારા હિતની વાત છે હોં. ભાઈ! વ્યવહાર-પુણ્યના પરિણામને લઈને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય એવું એનું સ્વરૂપ જ નથી. ‘स्वयं उदेति’-શીતળ ચંદ્રમાની જેમ જ્ઞાનસુધાંશુ વ્યવહારરત્નત્રયની કે અન્યની અપેક્ષા કર્યા વિના સ્વયં સમ્યગ્જ્ઞાનરૂપે ઉદય પામે છે.
PDF/HTML Page 1470 of 4199
single page version
અહા! એક કલશમાં પણ કેવો ગજબનો ખુલાસો કર્યો છે! અહો! સંતોની જગત પર અપાર કરુણા છે. કહે છે-ભાઈ! પુણ્ય-પાપમાં ઠીક-અઠીકપણું માનીને તું દુઃખના ડુંગર તળે દટાઈ ગયો છે, પ્રભુ! પુણ્ય-પાપના ભાવ બન્નેય દુઃખરૂપ છે, બન્નેય આકુળતામય છે કેમકે બન્નેય સ્વભાવથી વિરુદ્ધભાવ છે. આવા વિરુદ્ધભાવોને જે (કર્મપણે) એકસરખા માને છે તેને આત્મા પોતાથી પ્રત્યક્ષ થઈને સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમાપણે સ્વયં ઉદય પામે છે. જુઓ, સ્વયં ઉદય પામે છે એમ કહ્યું એમાં એને વ્યવહારની અપેક્ષા નથી એમ આવી ગયું કે નહિ? અરે પ્રભુ! તારું બળ એટલું છે કે સ્વરૂપનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતામાં પરની કે વ્યવહારની કોઈ અપેક્ષા છે જ નહિ. ભગવાન! તારી વસ્તુ જ એવી છે કે તેની (શુદ્ધાત્માની) ઉપલબ્ધિ થવામાં વ્યવહારરત્નત્રયના શુભરાગનો સહારો કે મદદ છે જ નહિ.
શુભરાગ છે એ રોગ છે. વ્યવહાર છે એ સંસાર છે. આગળ ગાથા ૧૪પ માં આવશે કે જે સંસારમાં દાખલ કરે એ પુણ્યને ભલું કેમ કહેવાય? જુઓ, પાંચ પાંડવો મુનિ અવસ્થામાં શત્રુંજય ઉપર ધ્યાનસ્થ ઊભેલા હતા. ત્યારે તેમને ઉપસર્ગ થયો. તેમને ધગધગતાં લોઢાનાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં. તેમનામાંથી ત્રણ (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન) તો ધ્યાનમાં અવિચલ રહી અંદર આત્માના આનંદમાં એવો નિમગ્ન થઈ ગયા કે કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષે ગયા. પરંતુ બે (સહદેવ અને નકુળ)ને એવો વિકલ્પ આવ્યો કે-અરે! મોટાભાઈ કે જેઓ સાધર્મી હતા તેમને કેમ હશે! આવા એક શુભ વિકલ્પના કારણે તેમને ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું, મતલબ કે એટલું કેવળજ્ઞાન દૂર ગયું. સ્વર્ગમાં હમણાં તે બન્નેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ છે, પરંતુ એમ જ ૩૩ સાગર સુધી ત્યાં રહેવું પડશે. ત્યાંથી (સ્વર્ગમાંથી) મનુષ્યપણે માતાના પેટમાં આવવું પડશે અને સવાનવ મહિના માતાના પેટમાં ઊંધા મસ્તકે રહેવું પડશે. જુઓ, આ શુભભાવનું ફળ! અરે ભાઈ! જેમ અશુભ બંધનું કારણ છે તેમ શુભ પણ બંધનું જ કારણ છે. બંધનની અપેક્ષાએ અહીં બન્નેનેય સરખા ગણ્યા છે.
અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ પ્રચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તે એકને દ્રષ્ટિમાં લઈ તેનો અનુભવ કરવો તે ધર્મ છે. ભગવાન આનંદના નાથની પ્રાપ્તિમાં રાગની મંદતાની કે વ્યવહારરત્નત્રયના રાગની કોઈ અપેક્ષા છે નહિ.
ત્યારે કોઈ કહે કે-‘निरपेक्षा नया मिथ्या’ અર્થાત્ બે નય ન માને અને એક જ નય માને તો તે મિથ્યાત્વ છે.
સમાધાનઃ– બાપુ! આમાં (કળશમાં) આવી ગયું ને કે-‘ગ્લપિત-નિર્ભર-
PDF/HTML Page 1471 of 4199
single page version
મોહરજા’-જેણે અંતરમાંથી મોહભાવ અર્થાત્ મિથ્યાત્વભાવને દૂર કર્યો છે એટલે કે રાગનો અને પરનો પક્ષ છોડી દીધો છે-જુઓ, આટલી પરની અપેક્ષા આવી કે નહિ? નિશ્ચયમાં આવ્યો છે ત્યારે વ્યવહારની ઉપેક્ષા કરી એટલી અપેક્ષા એમાં આવી કે નહિ? (અર્થાત્ વ્યવહારની એટલે કે પરની ને રાગની ઉપેક્ષા કરી, એમાં જ વ્યવહારનયની અપેક્ષા આવી ગઈ માટે એકાંત નથી.) પંડિત શ્રી ફૂલચંદજીએ ‘જૈન તત્ત્વ-મીમાંસા’માં આનો સરસ ખુલાસો કર્યો છે. અહીં તો સ્વયં ઉદય પામે છે ‘स्वयं उदेति’ એના પર જોર (વજન) છે.
‘અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.’ શું કહ્યું! જેમ નાટકમાં એક જ પુરુષ બે પાઠ ભજવે ત્યાં બન્ને વેશમાં પુરુષ તો એક જ છે. તેમ કર્મ પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય, બેય કર્મ તો એક જ જાત છે, બન્નેય દુઃખરૂપ છે, બન્નેય બંધનું કારણ છે.
ત્યારે કોઈ કહે છે-બન્નેના ફળમાં ફેર છે ને!
સમાધાનઃ– ભાઈ! બન્નેનું ફળ પણ એક જ છે. બન્નેય સંયોગ આપે છે. પુણ્ય સ્વર્ગાદિનું ફળ આપે અને પાપ નરકાદિ આપે પણ એ બધી ગતિ દુઃખરૂપ સંસાર જ છે.
અહીં કહે છે કે અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું. ભાઈ! પુણ્ય હો કે પાપ હો, શુભભાવ હો કે અશુભભાવ હો, બન્નેનો એક જ પ્રકાર છે. બન્ને બંધનનું કારણ છે. બેમાંથી એકેય ધર્મનું કે મોક્ષનું કારણ નથી. અજ્ઞાનથી ઠીક-અઠીકપણે કર્મ બે પ્રકારનું દેખાતું હતું તે શુદ્ધ ચૈતન્યસ્વભાવના જ્ઞાનદ્વારા એકપણે દેખાડવામાં આવ્યું. એટલે કે જ્ઞાન થતાં બન્નેય કર્મ બંધસ્વરૂપ એકરૂપ છે એમ ભાસવા માંડયું.
હવે કહે છે-‘જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું.’
આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છે. તેની દશામાં અનાદિથી મોહરૂપી રજ લાગી હતી અર્થાત્ મિથ્યાત્વનો ભાવ થઈ રહ્યો હતો. એ મિથ્યાત્વની દશામાં કર્મ (પુણ્ય- પાપરૂપ) બે પ્રકારે દેખાતું હતું. પરંતુ નિજ સ્વરૂપની સન્મુખતા દ્વારા મોહભાવ દૂર કરવામાં આવ્યો ત્યારે યથાર્થ જ્ઞાન થયું. ઠીક-અઠીક એમ બે-પણારૂપે દેખાતું કર્મ હવે બંધપણે એકરૂપ ભાસવા માંડયું.
‘જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ
PDF/HTML Page 1472 of 4199
single page version
જાણવું.’ મતલબ કે ભગવાન આત્મામાં (પર્યાયમાં) જે પુણ્ય-પાપના ભાવ થાય તેથી બંધન થાય છે. તે બંધન વાદળાંની જેમ આવરણરૂપ છે. આ પુણ્ય-પાપના ભાવ આત્માને આવરણનું કારણ છે. એને દૂર કરીને એટલે કે શુભાશુભભાવને દૂર કરીને જ્ઞાનની નિર્મળ પર્યાયદ્વારા આત્માનો જ્ઞાનપ્રકાશ થવાથી આત્મા ચંદ્રની પેઠે શીતળ શાંત-શાંત-શાંત અત્યંત શાન્ત ઉજ્જ્વળ પ્રકાશે છે.
જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ અશાંત છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો રાગ અશાંત છે, આકુળતામય છે. આવી વાત આકરી લાગે લોકોને, પણ શું થાય? પુણ્ય-પાપથી રહિત શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને નિર્મળ ચૈતન્યની પરિણતિ દ્વારા ગ્રહણ કરીને તે એકનો જ અનુભવ કરવો તે ધર્મ છે, તે જ વીતરાગી શાન્તિ છે. આવી વાત છે.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દ્રષ્ટાંતરૂપ કાવ્ય કહે છેઃ-
(શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો) ‘एकः’ એક તો ‘ब्राह्मणत्व–अभिमानात्’ હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે ‘मदिरां’ મદિરાને ‘दूरात् त्यजति’ દૂરથી જ છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી. જુઓ, છે તો ચંડાલણીનો દીકરો; પણ બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે એને એમ થયું કે-અમે બ્રાહ્મણ છીએ, અમને મદિરા ખપે નહિ, આવા ગૌરવથી તે મદિરાને સ્પર્શતો પણ નથી.
‘अन्यः’ બીજો ‘अहम् स्वयं शूद्रः इति’ હું પોતે શૂદ્ર છું એમ માની ‘तया एव’ મદિરાથી જ ‘नित्यम् स्नाति’ નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. શું કહ્યું? એના હાથ નિત્ય મદિરાથી ખરડાયેલા રહે તોપણ તેને વાંધો નથી. હું શૂદ્ર છું, મને તો મદિરા ખપે એમ માની તે નિત્ય મદિરાનું સેવન કરે છે.
‘एतौ द्वौ अपि’ આ બન્ને પુત્રો ‘शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ’ શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી ‘साक्षात् शूद्रौ’ (પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, ‘अपि च’ તોપણ ‘जातिभेद–भ्रमेण’ જાતિભેદના ભ્રમ સહિત ‘चरतः’ તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. જે બ્રાહ્મણને ત્યાં ઊછર્યો છે તે પણ છે તો શૂદ્રાણીનો જ પુત્ર અને તેથી શૂદ્ર જ છે. તોપણ બન્ને જાતિભેદના ભ્રમ સહિત આચરણ કરે છે. આ દ્રષ્ટાંત છે. આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું. આનો કળશટીકામાં પંડિત શ્રી રાજમલજીએ ખૂબ સરસ ખુલાસો કર્યો છે.
ત્યાં (કળશટીકા કળશ ૧૦૧માં) કહ્યું છે કે-‘‘કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મબંધ પણ થાય છે, કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં
PDF/HTML Page 1473 of 4199
single page version
મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે, તે બન્ને પોત પોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દ્રષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું; તેથી આવા બન્ને મિથ્યાદ્રષ્ટિ છે, બન્ને જીવો કર્મબંધકરણશીલ છે.’’
જુઓ, શુભરાગને ભલો જાણનારા કોઈ જીવો અમને વિષય-કષાય ખપે નહિ, અમને હિંસા-જૂઠ-ચોરી-કુશીલ આદિ ખપે નહિ, અમે તો દયાના પાળનારા, વ્રત પાળનારા છીએ એમ માનીને પરના ત્યાગપણાનું મિથ્યા અભિમાન કરે છે. પરંતુ ભાઈ! એ દયા, દાન, વ્રત, બ્રહ્મચર્ય આદિ પરિણામ પણ વિભાવપરિણામ છે, અશુદ્ધ પરિણામ છે. એને ભલા (ધર્મરૂપ) જાણવા અને માનવા તે મિથ્યાદર્શન છે.
ત્યાં આગળ કહ્યું છે કે-‘‘ભાવાર્થ આમ છે કે-શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, ‘હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે’ એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકો-યતિક્રિયામાં મગ્ન થતો થકો-શુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયામાત્ર મગ્ન છે, તે જીવ એમ માને છે કે ‘હું તો મુનીશ્વર, અમને વિષય-કષાય-સામગ્રી નિષિદ્ધ છે’ એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડે છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી.’’
શું કહ્યું આ? આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે. તેના લક્ષે પ્રગટ થતો ચૈતન્યનો જે નિર્મળ ઉપયોગ-શુદ્ધોપયોગ તેને તો જાણતો નથી અને માત્ર દયા, દાન, વ્રત, તપ આદિ બાહ્ય યતિક્રિયામાં એટલે ૨૮ મૂલગુણ આદિના પાલનમાં કોઈ મગ્ન છે અને તે વડે પોતાને મોક્ષમાર્ગી માને છે પણ ખરેખર તે મિથ્યાદ્રષ્ટિ છે, તે કર્મબંધને જ કરે છે. તેને કિંચિત્ પણ ધર્મ થતો નથી, કેમકે એ બધોય જે શુભોપયોગ છે તે ચંડાલણીના પુત્રની જેમ વિભાવથી ઉત્પન્ન થયેલી દશા છે. (સ્વભાવજનિત દશા નથી.)
આવી વાત અત્યારે જગતના લોકોને આકરી પડે છે. તેઓ કહે છે-જુઓ, અમે કાંઈ હિંસાદિ કરતા નથી, વિષય-કષાયનું સેવન કરતા નથી. અમે તો સ્ત્રી, કુટુંબ-પરિવાર, સંપત્તિ આદિ બધુંય છોડી દીધું. (માટે અમે મોક્ષમાર્ગી છીએ).
સમાધાનઃ– અરે ભાઈ! ખરેખર તો પરવસ્તુનો ત્યાગ આત્મામાં છે જ નહિ. ‘અનુભવપ્રકાશ’માં કહ્યું છે કે જો આત્મામાં પરવસ્તુનું ગ્રહણ-ત્યાગ હોય તો ગ્રહણ-ત્યાગ નિરંતર થયા જ કરે, કોઈ દિવસ છૂટે નહિ.
સમયસારમાં ૪૭ શક્તિઓના વર્ણનમાં આવે છે કે-આત્મામાં ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ શક્તિ છે. એટલે કે આત્મા પરવસ્તુના ત્યાગ અને પરવસ્તુના ગ્રહણથી શૂન્ય
PDF/HTML Page 1474 of 4199
single page version
એટલે રહિત છે. આને બદલે કોઈ એમ માને કે મેં આ છોડયું, મેં તે છોડયું તો તેનો એ મિથ્યા અભિપ્રાય છે. તે કર્મબંધને જ કરે છે. ભાઈ! સ્વરૂપથી જ આત્મા પરના ગ્રહણ-ત્યાગ રહિત છે. એણે કોઈ દિ પરને ગ્રહ્યો જ નથી અને કોઈ દિ પરને છોડતોય નથી. અહા! એણે પર્યાયમાં ઊંધી માન્યતાથી એટલે કે અજ્ઞાનભાવે રાગને ગ્રહ્યો છે અને જ્ઞાનભાવે તેને તે છોડે છે. પોતે નિજ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરી તેમાં એકાગ્ર થઈને રહે છે ત્યારે તેને રાગાદિ ઉત્પન્ન જ થતા નથી એટલે રાગને છોડે છે એમ કહેવામાં આવે છે. આવો જન્મ-મરણ રહિત થવાનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ!
કેટલાક લોકો એમ કહે છે કે હમણાં તો શુભભાવ કરો અને વ્રતાદિ વ્યવહાર પાળો, પછી હળવે હળવે નિશ્ચય પ્રગટ થશે. પરંતુ એમ નથી, ભાઈ! અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે શુભભાવથી બંધ જ થશે. નિશ્ચયસ્વરૂપની પ્રાપ્તિ તો શુભાશુભભાવ રહિત જે પોતાનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તેમાં પોતાનો ઉપયોગ વાળીને થંભાવતાં થશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. અહાહા...! વસ્તુ સ્વયં શુદ્ધ ચૈતન્યઘન છે. ઉપયોગ એમાં જ રમે અને જામે તો તે શુદ્ધ છે. બાકી પરદ્રવ્યના લક્ષે જેટલા કોઈ પરિણામ થાય તે બધા શુભાશુભભાવરૂપ મલિન પરિણામ છે અને તે બંધનરૂપ અને બંધનના કારણરૂપ છે. સમજાણું કાંઈ...! ભાઈ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત અહીં કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે.
વ્યવહારની અપેક્ષાએ શુભ-અશુભમાં ફેર છે. (બેમાં અંદર-અંદર વિચારતાં ફેર છે). પણ બંધની અપેક્ષાએ નિશ્ચયથી બન્નેય એક જ જાત છે, બંધનની અપેક્ષાએ બેમાં કોઈ ફરક નથી. કળશટીકા, કળશ ૧૦૦ માં કહ્યું છે કે- દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભક્રિયા અને શુભક્રિયાને અનુસાર છે તે-રૂપ જે શુભોપયોગરૂપ પરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે-એમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે, કર્મમાં તો ભલું કોઈ નથી એમ જ યથાર્થ સમજે છે. હવે આવી વાત માણસને આકરી લાગે કેમકે અત્યારે તો વ્રત કરો, ને તપ કરો ને ત્યાગ કરો એમ ક્રિયાકાંડમાં જ ધર્મ માનીને લોકો મગ્ન થઈ રહ્યા છે. પરંતુ શુભમાં વિકારના પરિણામમાં શુદ્ધોપયોગ માનીને અભિમાનથી આચરણ કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે એમ અહીં કહે છે.
ભાઈ! વ્રત, દયા, તપ, શીલ, સંયમ ઇત્યાદિ બધી શુભ ક્રિયા શુભપરિણામરૂપ છે. એનાથી પુણ્યબંધન છે, મોક્ષમાર્ગ નહિ; અને એનું ફળ સ્વર્ગાદિ ગતિ છે (મુક્તિ નહિ). અરે! અનાદિથી જીવ ૮૪ના અવતાર કરી ચારગતિમાં રખડી રહ્યો છે! એ પરિભ્રમણ વડે મહા દુઃખી છે. પુણ્યના ફળમાં મોટો દેવ થાય કે બહારમાં
PDF/HTML Page 1475 of 4199
single page version
મોટો કરોડપતિ કે અબજોપતિ શેઠ થાય અને શરીર રૂપાળું સુંદર હોય પરંતુ એ બધી જડની સામગ્રી છે ભાઈ! મસાણમાં જેમ હાડકાં હોય અને તેમાં ભડકા થાય તે ફોસ્ફરસના છે તેમ આ બધાં મહેલ, સંપત્તિ અને શરીરની સુંદરતા એ બધી ચમક અને દમક મસાણના હાડકાના ફોસ્ફરસ જેવી છે (બળીને રાખ થવા યોગ્ય છે). એ વિષય-કષાયની સર્વ સામગ્રી (અનુકૂળ હોય તોપણ) હેય છે. હેય છે એટલે ત્યાગવા યોગ્ય છે એમ નહિ, એનો તો ત્યાગ જ છે, પણ એના તરફનું જે લક્ષ છે તે ત્યાગવા યોગ્ય છે, તથા એનાથી મને સુખ છે એ અભિપ્રાય ત્યાગવા યોગ્ય છે. આવી વાત છે.
‘પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે.’
લ્યો, આ શું કહે છે? ચાહે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ કે પૂજાના ભાવ હો કે ચાહે હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગની વાસનાના પરિણામ હો; બન્નેય વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. લોકોને આ આકરું લાગે છે એટલે આ સોનગઢથી નીકળ્યું છે એમ કહી ટાળે છે પણ ભાઈ! આ કયાં સોનગઢનું છે? આ તો પંડિત શ્રી જયચંદજીએ જે કહ્યું છે (જે અંદર છે) એનો ખુલાસો થાય છે.
કહે છે-પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી નીપજેલા ભાવો છે. અહાહા...! અંદર આનંદકંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ ત્રિકાળ વિરાજે છે તેની એ પરિણતિ નથી. એ શુભાશુભભાવરૂપ વિકારની દશા ઉદયજનિત છે, વિભાવભાવરૂપ મલિન છે અને બંધરૂપ છે.
ત્યારે હમણાં હમણાં કોઈ પંડિતો સામયિકોમાં લેખ લખવા માંડયા છે કે શુભકર્મ કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં અર્થાત્ શાસ્ત્રનું વ્યવહારું જ્ઞાન કરતાં કરતાં અને બાહ્ય વ્રત-નિયમ પાળતાં પાળતાં નિશ્ચયધર્મ થશે, શુદ્ધ રત્નત્રય થશે. પરંતુ એમ નથી, ભાઈ! અગાઉના શ્લોકમાં-કળશમાં (કળશ ૧૦૦ માં) ન આવ્યું કે-આ જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમા) સ્વયં ઉદય પામે છે. ‘स्वयं उदेति’–એનો અધ્યાત્મતરંગિણીમાં અર્થ કર્યો છે કે સમ્યગ્દર્શન થવામાં, શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ થવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહિ. ‘કર્મનિરપેક્ષ’ એમ ત્યાં સંસ્કૃતમાં શબ્દ પડયો છે. સ્વયંનો અર્થ એમ છે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે; કોઈ વ્યવહાર છે તો પ્રગટે છે એમ છે નહિ.
બાપુ! તું આ શુભના વલણ વડે અનાદિથી રખડી-રખડીને દુઃખી થઈ રહ્યો છો. છહઢાલામાં આવે છે કે-
PDF/HTML Page 1476 of 4199
single page version
પ્રભુ! એણે પંચમહાવ્રત નિરતિચાર પાળ્યાં, પ્રાણ જાય તોપણ પોતાના માટે ચોકા કરી બનાવેલાં ભોજન ન લીધાં, ચામડી ઉતારીને ખાર છાંટયા તોપણ ક્રોધ ન કર્યો-આવી આવી તો જેણે વ્યવહારક્રિયા અનંતવાર પાળી અને અનંતવાર નવમી ગ્રૈવેયક સુધી ગયો. પણ શુભનો પક્ષ અંતરંગમાં છૂટયો નહિ તેથી આત્મજ્ઞાન વિના એને લેશ પણ સુખ ન થયું અર્થાત્ પરિભ્રમણનું દુઃખ જ થયું.
ભાઈ! તારે ધર્મ કરવો છે ને! તો શુભાશુભભાવથી રહિત અંદર નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે તેમાં તારા ઉપયોગને જડી દે. તેથી તને શુદ્ધોપયોગરૂપ ધર્મ થશે. બાકી તો અશુભોપયોગની જેમ શુભોપયોગની દશા પણ વિભાવની જ વિપરીત દશા છે; એના વડે ધર્મ નહિ થાય.
દયા, વ્રત, શીલ, સંયમ ઇત્યાદિ મુનિધર્મ જે વ્યવહારધર્મ કહેવાય છે તે બધોય માત્ર શુભભાવ છે. એ કાંઈ આત્મરૂપ ધર્મ નથી. પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૭ મા બોલમાં આવે છે કે-‘લિંગોનું એટલે કે ધર્મચિન્હોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.’ જુઓ, આ બધો વ્યવહારધર્મ આત્માના સ્વરૂપમાં નથી. પરમાત્મપ્રકાશમાં તો એથીય વિશેષ વાત છે કે-ભાવલિંગ જે નિર્વિકલ્પ મુનિદશા અર્થાત્ આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી શુદ્ધરત્નત્રયની વીતરાગી ચારિત્રદશા એ પણ આત્માનું સ્વરૂપ નથી. પર્યાય છે ને! મોક્ષનો સાચો માર્ગ એ પણ પર્યાયધર્મ છે, એ કાંઈ આત્મદ્રવ્યનું અંતરંગ સ્વરૂપ નથી. હવે આવી વાત છે ત્યાં યતિનું દ્રવ્યલિંગ-વ્યવહારધર્મની ક્રિયા તો આત્મસ્વરૂપથી કયાંય બહાર રહી ગઈ.
ભાઈ! તારે આત્મકલ્યાણ કરવું છે કે નહિ! બાપુ! અનંતકાળમાં તું પ્રતિક્ષણ ભાવમરણે મરી રહ્યો છે! અહા! અંતરમાં ચૈતન્યનાં પરમ નિધાન પડયાં છે પણ અંતરમાં તેં કદીય નજર કરી નથી. અહાહા...! પ્રભુ! તું અંદર અનંત શક્તિઓનો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ ગુપ્ત ભંડાર છો. એને જ્ઞાનની પરિણતિ વડે ખોલ, એ શુભરાગની પરિણતિ વડે નહિ ખુલે; શુભરાગની પરિણતિ વડે ત્યાં તાળુ પડશે કેમકે શુભરાગ સ્વયં બંધરૂપ જ છે. હવે કહે છે-
‘વ્યવહારદ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ- એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે.’
PDF/HTML Page 1477 of 4199
single page version
કષાયનું સેવન કરતો હોય, જ્યારે બીજો રાજપાટ છોડીને નગ્ન થઈને ત્યાગી થઈ બેઠો હોય. આ પ્રમાણે બહારની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી અંદરમાં કાંઈક ફેર હશે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. પરંતુ બાપુ! જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ નથી, દ્રષ્ટિમાં ચૈતન્યનાં નિધાન આવ્યાં નથી, આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી પ્રભુ નજરમાં આવ્યો નથી ત્યાં કાંઈ ફેર પડયો નથી. શુભાશુભ બન્ને ભાવ તો એકલા બંધના જ કારણરૂપ છે. સારું અને ખરાબ-એમ તેઓ દેખાય છે પણ એ તો ભ્રમ છે. શુભાશુભ પ્રવૃત્તિના ભેદે તેઓ ઠીક-અઠીક જણાય છે પણ વાસ્તવમાં બેય બંધરૂપ છે, બેય સંસાર છે, તેમાં મુક્તિનું કારણ તો એકેય નથી.
સમયસાર નાટક, મોક્ષદ્વારના ૪૦ મા છંદમાં તો ત્યાંસુધી કહ્યું છે કે સાચા ભાવલિંગી મુનિવરને જેને પ્રચુર સ્વસંવેદન સહિત પર્યાયમાં આનંદની છોળો ઉડે છે તેને પણ છઠ્ઠા ગુણસ્થાને પ્રમત્તદશામાં જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે.
સાચા મુનિને પણ જે વિકલ્પ છે એટલો સંસાર છે અને સાતમે ગુણસ્થાને અપ્રમત્તદશામાં અંતર આનંદમાં રમે છે તે શિવમાર્ગ છે.
હવે આવી વાત છે ત્યાં કોઈ એકલાં બાહ્ય વ્રત, તપ કરે અને ધર્મ માને એ તો મિથ્યાદર્શન છે, ભાઈ! વળી જેની એવી પ્રરૂપણા છે કે વ્રત કરો, તપ કરો-એથી ધર્મ છે એ તો જૈન સાધુ જ નથી. ભાઈ! આ તો જે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે કહ્યું તે જ કુંદકુંદાચાર્યે સમયસારમાં કહ્યું છે, અને તે જ અમૃતચંદ્રાચાર્યે ટીકામાં કહ્યું અને બનારસીદાસે પણ એ જ સમયસાર નાટકમાં કહ્યું છે.
એ જ વાત અહીં જયચંદજી કહે છે કે-પુણ્ય સારું અને પાપ ખરાબ એમ ભ્રમને લીધે દેખાય છે, પણ પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે.
સમયસાર કળશટીકા, કળશ ૧૦૮ માં રાજમલજી કહે છે કે-‘‘અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ ને આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવા યોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’’ જેમ વિષય-કષાયનો નિષેધ છે તેમ શુભક્રિયારૂપ ચારિત્રનો પણ નિષેધ જ છે. જ્ઞાન અને આનંદનું નિધાન ભગવાન આત્મા પોતાની અંતર્મુખ જ્ઞાનની પરિણતિથી સ્વસંવેદનજ્ઞાન દ્વારા વેદનમાં પ્રત્યક્ષ જણાય તેમ છે. પણ આત્મવસ્તુ કાંઈ
PDF/HTML Page 1478 of 4199
single page version
ઇન્દ્રિયજ્ઞાનમાં જણાય તેમ નથી. સ્વસંવેદનજ્ઞાનમાં એની પ્રત્યક્ષની ભાવના (અનુભવ) કરતાં કરતાં પ્રત્યક્ષ કેવળજ્ઞાન થઈ જાય છે. પરંતુ વ્યવહારની ક્રિયા કરતાં કરતાં એ કેવળજ્ઞાનનો પ્રકાશ થઈ જાય એમ કદીય નથી. આવું જ સ્વરૂપ છે.
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છેઃ-
‘તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે’-આ શુભકર્મ છે તે સંસારમાં દાખલ કરનાર છે એમ કહે છે. ત્યારે કેટલાક કહે છે કે શુભકર્મ એટલે પુણ્યબંધરૂપ જડ પુદ્ગલકર્મની આ વાત છે. પણ ભાઈ! અહીં તો ટીકામાં શુભકર્મનું કારણ જે શુભભાવ તે સંસારમાં દાખલ કરનાર છે એની વાત છે. અહા! શું થાય? અધ્યાત્મશાસ્ત્ર જે સત્ને સિદ્ધ કરે છે તેનો માણસોને જિજ્ઞાસાપૂર્વક સ્વાધ્યાય નહિ, અભ્યાસ નહિ એટલે અત્યારે મોટા ગોટા ઊઠયા છે.
જુઓ, અજ્ઞાનીઓનો આ પક્ષ છે કેઃ-
૧. ‘કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ-તફાવત છે.’ પુણ્ય ભલું છે એમ જેનો પક્ષ છે એવો અજ્ઞાની એમ કહે છે કે જે શુભકર્મ બંધાય છે તેને પુણ્યભાવનું નિમિત્ત છે અને જે અશુભકર્મ બંધાય છે તેને પાપભાવનું નિમિત્ત છે. અર્થાત્ પુણ્યબંધનમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે અને પાપબંધનમાં જીવના અશુભપરિણામ -સંકલેશપરિણામ નિમિત્ત છે. આમ બન્નેનાં કારણ જુદાં જુદાં છે માટે બન્નેમાં ફેર છે. આ અજ્ઞાનીની દલીલ છે. એક વાત.
૨. એની બીજી દલીલ એમ છે કે- ‘કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે.’ એક કર્મ તો શાતાવેદનીય આદિરૂપ બંધાય છે અને બીજું અશાતા-વેદનીય આદિરૂપ બંધાય છે. આ પ્રમાણે શુભાશુભરૂપ કર્મના સ્વભાવમાં પણ ફેર છે. બંને જડકર્મના સ્વભાવમાં ફેર છે. એમ વ્યવહારના પક્ષવાળાનો અભિમત છે.
૩. વળી એની ત્રીજી દલીલ એમ છે કે-‘કોઈ કર્મનો શુભફળરૂપે અને કોઈ કર્મનો અશુભફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે.’
PDF/HTML Page 1479 of 4199
single page version
પુણ્યકર્મના ફળરૂપે સ્વર્ગાદિ ગતિ મળે, ઉચ્ચ આયુ બંધાય, ઉચ્ચ ગોત્ર બંધાય આદિ અને પાપકર્મના અશુભફળરૂપે નરકાદિને પ્રાપ્ત થાય. આમ બન્નેના ફળમાં ફેર છે કે નહિ? આ તો અહીં અજ્ઞાનીનો પક્ષ રજુ કર્યો છે. પુણ્યના ફળમાં કરોડોની સંપત્તિનો સ્વામી મોટો શેઠ થાય અને પાપના ફળમાં સાવ દરિદ્રી થાય. આમ બન્નેના ફળમાં ફેર છે. ધૂળેય ફેર નથી, સાંભળને? બન્નેય એક જ જાત છે. શેઠ કે દરિદ્રી કે દિ હતો આત્મા? આ તો અજ્ઞાનીની-મૂઢ જીવની દલીલની અહીં વાત કરી છે.
પ્રશ્નઃ– પણ પુણ્યના ફળમાં જીવ ધન-પૈસા કમાય છે એ તો બરાબર છે ને?
ઉત્તરઃ– શું કમાય? શું ધૂળ કમાય? ભાઈ! પૈસા તો જડ માટી છે, ધૂળ છે, અજીવ પુદ્ગલ છે, રૂપી છે. એ ચૈતન્યમય આત્માના કેવી રીતે થાય? જડ પૈસાનો-ધનનો જે સ્વામી થાય એ તો મહા મૂઢ જીવ છે. અરે! પુણ્યભાવ પણ જ્યાં આત્માનો નથી ત્યાં તેના નિમિત્તે બંધાયેલા કર્મના ફળમાં પ્રાપ્ત પૈસા-ધન આત્માનાં કયાંથી થાય? બાપુ! આ તો વીતરાગનો માર્ગ, બહુ સૂક્ષ્મ છે ભાઈ! જે સમયે પૈસાની-ધનની (-પરમાણુઓની) જે અવસ્થા થવા યોગ્ય હોય તે સમયે તે જ થાય કેમકે તે એની જન્મક્ષણ છે. પણ તે અવસ્થાને અન્ય કરે એ વાત એક દોકડોય સત્ય નથી, સમજાણું કાંઈ...? (પુણ્યના ફળમાં પૈસા કમાય છે તે પણ વ્યવહારનયનું કથન છે.) આ પ્રમાણે અજ્ઞાનીના પક્ષના ત્રણ બોલ થયા.
૪. અજ્ઞાનીની ચોથી દલીલ એમ છે કે-‘કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે.’ કોઈ કર્મ એટલે કે શુભકર્મ જેને સારો એવો મોક્ષમાર્ગ પ્રગટ થયો હોય તે ભૂમિકામાં બંધાય છે એટલે સારું છે અને કોઈ કર્મ એટલે અશુભકર્મ ખરાબ એવા બંધમાર્ગની (-સંસારમાર્ગની) ભૂમિકામાં બંધાય છે માટે ખરાબ છે. આમ બેના આશ્રયમાં ફેર છે. આ પ્રમાણે ચાર પ્રકારે કર્મમાં ભેદ-ફેર હોવાથી કોઈ કર્મ શુભ-સારું છે અને કોઈ કર્મ અશુભ- ખરાબ છે એવો અજ્ઞાની જીવનો પક્ષ છે. હવે કહે છે-
‘માટે-જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારનો નિષેધ કરનાર નિશ્ચય-પક્ષ આ પ્રમાણે છે’ઃ-
૧. ‘શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.’ શું કહે છે? કે તેં (-અજ્ઞાનીએ) કીધું કે કોઈ કર્મને (-પુણ્યબંધનમાં) જીવના શુભ પરિણામ નિમિત્ત છે અને કોઈ કર્મને (-પાપબંધનમાં) જીવના અશુભ પરિણામ નિમિત્ત છે,
PDF/HTML Page 1480 of 4199
single page version
માટે બન્ને કર્મના કારણમાં ફેર છે અર્થાત્ બન્ને પરિણામમાં ફેર છે. તો અમે કહીએ છીએ કે શુભાશુભપરિણામ બન્નેય કેવળ અજ્ઞાનમય હોવાથી કર્મ એક જ પ્રકારનું છે. અજ્ઞાનમય એટલે મિથ્યાજ્ઞાનમય એમ નહિ, પણ અજ્ઞાનમય એટલે જ્ઞાનના-ચૈતન્યના અભાવમય છે. શુભ અને અશુભ ભાવ બન્નેય અજ્ઞાનમય છે એટલે કે બેમાંય ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. જુઓ, ભગવાન આત્મા કેવળ ચૈતન્યનો સૂર્ય છે; પણ શુભાશુભ ભાવમાં ચૈતન્યનો અંશ નથી તેથી તે ભાવો બન્નેય અજ્ઞાનમય છે. ગાથા ૭૨ માં આવી ગયું કે-શુભાશુભ ભાવ અશુચિ છે, જડ છે, દુઃખનું કારણ છે. શુભાશુભ કર્મ અજ્ઞાનમય છે એટલે કે તેઓ જડ આંધળા છે કેમકે તેમાં ચૈતન્યની જાગૃતિનો અભાવ છે.
હવે આવી વાત સાધારણ માણસને બિચારાને અભ્યાસ હોય નહિ અને માંડ નવરો થતો હોય-આખો દિ’ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં બળદની જેમ એકલી પાપની મજૂરી કરવામાં કાઢતો હોય ત્યાં કેમ સમજાય? હું કોણ છું? અને આ શું થઈ રહ્યું છે- એ વિચારવાનો એને કયાં વખત છે? પણ ભાઈ! આ તો જીવન (અમૂલ્ય અવસર) વીતી જાય છે હોં.
અહીં કહે છે-આ વૃત્તિઓ જે ઊઠે છે તે ચાહે તો પંચમહાવ્રતની હોય કે દયા, દાન કે ભક્તિની હોય-એ બધીય શુભરાગરૂપ છે અને શુભરાગ છે તે અજ્ઞાનમય છે; અજ્ઞાનમય છે એટલે એમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. સમજાણું કાંઈ...? ભાષા તો જુઓ. ‘અજ્ઞાનમય હોવાથી’-એમ કહ્યું છે. એકલું અજ્ઞાન એમ નહિ, પણ ‘અજ્ઞાનમય’ એમ કહ્યું છે. શુભાશુભભાવ બન્નેય જડ છે, અજીવ છે. જીવ-અજીવ અધિકારમાં એને અજીવ કહ્યા છે, અહીં એને અજ્ઞાનમય એટલે જડ કહ્યા છે, કેમકે એમાં ચૈતન્યના વિલાસનો અભાવ છે, એમાં ચૈતન્યની જાગૃતિનો પ્રકાશ નથી. શું કહ્યું આ? જેમ અશુભ તેમ શુભભાવ પણ આંધળો છે.
ચાહે તો વ્રતનો શુભરાગ હો કે અવ્રતનો અશુભ રાગ હો-બન્નેય કેવળ અજ્ઞાનમય હોવાથી એક જ જાત છે. હવે આવી વાત આકરી પડે પણ શું થાય? પ્રભુ! આ સમજ્યા વિના તું અનંતકાળથી જન્મ-મરણના ધોકા ખાઈ-ખાઈને અધમુઓ થઈ ગયો છે. બાપુ! તને ખબર નથી. નરકમાં ઠંડીની એટલી પીડા હોય છે કે ત્યાંની ઠંડીનો એક કણ પણ અહીં આવી જાય તો એનાથી દશ યોજનના મનુષ્યો એ ઠંડીમાં મરી જાય. ભાઈ! આવા નરકના સંજોગમાં તું અનંતવાર ગયો અને રહ્યો, પણ તું તે ભૂલી ગયો છે બાપુ! અત્યારે માંડ જરી શરીર ઠીક મળ્યું હોય, કુટુંબ-પરિવાર અનુકૂળ હોય અને મકાન મોટા હજીરા હોય એટલે એમ માને કે હું સુખી છું. પણ ધૂળેય સુખી નથી, ભાઈ! આ બધી સામગ્રી તો મસાણના હાડકાના ફોસ્ફરસની ચમક છે. એ શુભનાં ફળ બધાં ઝેર છે ભાઈ! કર્મની ૧૪૮ પ્રકૃતિ છે એ બધાંય ઝેરનાં ફળ છે એમ કહ્યું છે.