Page -29 of 513
PDF/HTML Page 2 of 544
single page version
Page -28 of 513
PDF/HTML Page 3 of 544
single page version
Page -26 of 513
PDF/HTML Page 5 of 544
single page version
Page -25 of 513
PDF/HTML Page 6 of 544
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
અને જ્ઞપ્તિમાંહી દરવ -ગુણ -પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
વાણી ચિન્મૂર્તિ
ખોયેલું રત્ન પામું,
Page -24 of 513
PDF/HTML Page 7 of 544
single page version
ચાતુર્માસ દરમિયાન તેના ભાવો વ્યાખ્યાન દ્વારા પ્રગટ કર્યા હતા. તે વખતે એમ જણાયું હતું કે
સંસ્કૃત ટીકાના પૂરેપૂરા ભાવો આવી શક્યા નથી, તેથી જો આ મહાન શાસ્ત્રનો અક્ષરશઃ અનુવાદ
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય તો જિજ્ઞાસુઓને મહા લાભનું કારણ થાય. આથી, આ ગ્રંથનું ગુજરાતી
ભાષામાં પ્રકાશન કરવાનો આ સંસ્થાએ નિર્ણય કર્યો હતો. આમ, સમયસારની જેમ આ પ્રવચનસાર
પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે; નિરંતર અધ્યાત્મશાસ્ત્રોનું રહસ્ય સમજાવીને તેઓશ્રી
આપણા ઉપર જે મહાન ઉપકાર કરી રહ્યા છે તે ઉપકારને વાણી દ્વારા વ્યક્ત કરવાને આ સંસ્થા
સર્વથા અસમર્થ છે.
અને તેમણે ઘણા હર્ષથી અનુવાદ કરવાનું સ્વીકાર્યું. તેના ફળરૂપે આ અનુવાદ પ્રસિદ્ધ થવા પામ્યો
છે. હવે મુમુક્ષુ જીવો આ શાસ્ત્રનો પૂરો લાભ લઈ શકશે
આપણા ઉપર મહાન ઉપકાર વર્તે છે.
ટીકાનો અક્ષરશઃ અનુવાદ હિંદની કોઈ દેશભાષામાં આજ સુધી થયો ન હતો, અને સંસ્કૃતભાષાના
અભ્યાસીઓ ઘણા થોડા જ હોય છે તેથી, મુમુક્ષુ જીવોને આ શાસ્ત્રના અભ્યાસનો તથા તેના ભાવો
સમજવાનો પૂરો લાભ મળતો નહિ; આ અક્ષરશઃ ગુજરાતી અનુવાદ તે ખોટને દૂર કરે છે.
ઉચ્ચ અને ગંભીર ભાવો ઉતાર્યા છે તે ભાવો બરાબર જળવાઈ રહે તેવી રીતે તેને સ્પર્શીને અનુવાદ
થાય તો જ પ્રકાશન સંપૂર્ણપણે સમાજને લાભદાયક નીવડી શકે. આ અનુવાદમાં શ્રી આચાર્યદેવના
મૂળ ભાવોની ગંભીરતા સંપૂર્ણપણે જળવાઈ રહી છે, અને અનુવાદમાં અનેક જગ્યાએ ફૂટનોટ દ્વારા
તેના અર્થો અને ખુલાસાઓ કરીને ઘણી સ્પષ્ટતા કરવામાં આવી છે. એ ઉપરાંત મૂળ ગાથાઓનો
Page -23 of 513
PDF/HTML Page 8 of 544
single page version
આ શાસ્ત્ર મુમુક્ષુઓને સંપૂર્ણપણે ઉપયોગી થાય તેવું સુંદર બન્યું છે. આ રીતે આ અનુવાદકાર્ય ભાઈશ્રી
હિંમતલાલભાઈએ સર્વાંગે પાર ઉતાર્યું છે, એ જણાવતાં ટ્રસ્ટને ઘણો જ આનંદ થાય છે.
ગુજરાતી અનુવાદ પણ તેમણે જ કર્યો છે અને હવે નિયમસારનો અનુવાદ પણ તેઓ જ કરવાના
છે. આ રીતે શ્રી કુંદકુંદભગવાનનાં સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર જેવાં સર્વોત્કૃષ્ટ પરમાગમ
શાસ્ત્રોનો અનુવાદ કરવાનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે, તેથી તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે
ખર્ચવામાં આવે તોપણ બીજાથી આવું સુંદર કાર્ય થઈ શકત નહિ
જિનવાણીમાતા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આ કાર્ય કરી આપ્યું છે. આ કાર્ય માટે સંસ્થા તેમની
ૠણી છે. આ અનુવાદમાં અને હરિગીત ગાથાઓમાં તેમણે પોતાના આત્માનો સંપૂર્ણ રસ રેડી દીધો
છે. તેમણે લખેલા ઉપોદ્ઘાતમાં તેમના અંતરનું પ્રતિબિંબ દેખાઈ આવે છે. તેઓ લખે છે કે ‘આ
અનુવાદ મેં પ્રવચનસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવશ્રીની પ્રેરણાથી પ્રેરાઈને નિજ કલ્યાણ અર્થે,
ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે.’
લઉં છું. અને બીજા પણ જે જે ભાઈઓએ આ કાર્યમાં મદદ આપી છે તે સર્વનો આભાર માનવાની
રજા લઉં છું.
વીર સં. ૨૪૭૪
વિ. સં. ૨૦૦૪
Page -22 of 513
PDF/HTML Page 9 of 544
single page version
છે તે બદલ તેમનો ટ્રસ્ટ આભાર માને છે.
આધારે સુધારી આપી છે.
તેથી તેમને હાર્દિક ઉપકૃતભાવભીની વંદના કરીએ છીએ.
ભાવીએ છીએ.
પૂ. બહેનશ્રી ચંપાબેનની
૭૫મી સમ્યક્ત્વ -જયંતી,
વિ. સં. ૨૦૬૩, ઇ. સ. ૨૦૦૭
Page -21 of 513
PDF/HTML Page 10 of 544
single page version
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જેમાં સાર -સમય શિરતાજ રે,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીનો ૐકારનાદ રે,
વંદું એ ૐકારનાદ રે,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
વાજો મને દિનરાત રે,
Page -20 of 513
PDF/HTML Page 11 of 544
single page version
પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી
થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના
પ્રરૂપણથી નિશ્ચયવ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યાર પછી કાળદોષથી ક્રમે ક્રમે
અંગોના જ્ઞાનની વ્યુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ
પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા
જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો
પ્રવાહ વહેતો રાખ્યો.
ષટ્ખંડાગમ, તથા તેની ધવલા -ટીકા, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં.
આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના
સંસારપર્યાયનું
નિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
Page -19 of 513
PDF/HTML Page 12 of 544
single page version
મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે
પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય
શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ
સ્વરૂપનું વર્ણન છે.
ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર
જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન
કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત
પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં
શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં
તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો
છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં
(કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને
કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ
કહેવામાં આવ્યા છેઃ ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય
પૂર્વવિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે
જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના
આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે રચેલા આ ષટ્પ્રાભૃત ગ્રંથમાં.........
સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આમ ષટ્પ્રાભૃતની શ્રી
શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા
અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે;
Page -18 of 513
PDF/HTML Page 13 of 544
single page version
હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં સમયસાર, પંચાસ્તિકાય અને
પ્રવચનસાર નામનાં ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રાભૃતત્રય’ કહેવાય છે. આ ત્રણ પરમાગમોમાં
હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં
આ ત્રણ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયસાર
આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી નિરૂપણ કરી જીવનું
શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી
તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે. જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન
નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે.
ઝંખે છે પણ જ્યાં સુધી એ દશાને પહોંચાતું નથી ત્યાં સુધી અંતર -અનુભવથી છૂટી વારંવાર
બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં જે અમૂલ્ય વચનમૌક્તિકોની માળા ગુંથાઈ તે આ
પ્રવચનસાર પરમાગમ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી
રહ્યો છે.
મારામાં જ છે’ એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસન્મુખ વૃત્તિ કદી
ટળતી નથી. એવા દીન દુઃખી જીવો પર આચાર્યભગવાને પરમ કરુણા કરી આ અધિકારમાં
જીવનો જ્ઞાનાનંદસ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ
માટેની ધોધમાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે. ‘ક્ષાયિક જ્ઞાન જ ઉપાદેય છે, ક્ષાયોપશમિક
જ્ઞાનવાળા તો કર્મભારને જ ભોગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તો
અત્યંત આકુળ છે, કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઇન્દ્રિયજનિત સુખ તો દુઃખ જ
છે, સિદ્ધભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને
પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (દૂરભવ્ય) છે’ એમ અનેક અનેક પ્રકારે
આચાર્યભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પોકાર કર્યો છે. કેવળીનાં જ્ઞાન
અને આનંદ માટે આચાર્યભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ
લાગી જાય છે કે વિદેહવાસી સીમંધરભગવાન પાસેથી અને કેવળીભગવંતોનાં ટોળાં પાસેથી
ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્યભગવાને આ અધિકાર રચી પોતાની હૃદયોર્મિઓ
વ્યક્ત કરી હોય. આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં
Page -17 of 513
PDF/HTML Page 14 of 544
single page version
છેલ્લી ગાથાઓમાં મોહરાગદ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે.
જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીયે કાંઈ જ સંબંધ
નથી’ એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી થઈ નથી. તેથી હજારો મિથ્યા ઉપાયો કરવા છતાં તે
દુઃખમુક્ત થતો નથી. આ શ્રુતસ્કંધમાં આચાર્યભગવાને દુઃખનું મૂળ છેદવાનું સાધન
સમજાવવામાં આવ્યો છે. ત્યાં દ્રવ્યસામાન્યનું સ્વરૂપ જે અલૌકિક શૈલીથી સિદ્ધ કર્યું છે તેનો ખ્યાલ
વાચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવવો અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું
આ દ્રવ્યસામાન્યનિરૂપણ અત્યંત અબાધ્ય અને પરમ પ્રતીતિકર છે. એ રીતે દ્રવ્યસામાન્યના
જ્ઞાનરૂપી સુદ્રઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ
દેહાદિકનો કર્તા -કારયિતા -અનુમંતા નથી એ હકીકત, જીવને પુદ્ગલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું
સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસંચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષયો અતિ સ્પષ્ટ
રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામાં સ્વ -પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા
અધિકારમાં વીતરાગપ્રણીત દ્રવ્યાનુયોગનું સત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક
સિદ્ધાંતોને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. એનો
ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને ‘જૈનદર્શન જ વસ્તુદર્શન છે’ એમ લાગ્યા વિના
રહેતું નથી. વિષયનું પ્રતિપાદન એટલું પ્રૌઢ, અગાધ ઊંડપવાળું, મર્મસ્પર્શી અને ચમત્કૃતિમય છે
કે તે મુમુક્ષુના ઉપયોગને તીક્ષ્ણ બનાવી શ્રુતરત્નાકરના ગંભીર ઊંડાણમાં લઈ જાય છે, કોઈ ઉચ્ચ
કોટિના મુમુક્ષુને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કોઈ સામાન્ય મુમુક્ષુ ત્યાં સુધી ન
પહોંચી શકે તો તેના હૃદયમાં પણ ‘શ્રુતરત્નાકર અદ્ભુત અને અપાર છે’ એવો મહિમા તો જરૂર
ઘર કરી જાય છે. ગ્રંથકાર શ્રી કુંદકુંદાચાર્યદેવ અને ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના હૃદયમાંથી
વહેલી શ્રુતગંગાએ તીર્થંકરના અને શ્રુતકેવળીઓના વિરહને ભુલાવ્યા છે.
સ્વયં વર્તતી હોય છે તે આમાં જિનેન્દ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ
કરવાની જિનોક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિરંગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ,
Page -16 of 513
PDF/HTML Page 15 of 544
single page version
મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષયો આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા
છે. ગ્રંથકાર અને ટીકાકાર આચાર્યયુગલે ચરણાનુયોગ જેવા વિષયનું પણ, આત્મદ્રવ્યને મુખ્ય
રાખીને, શુદ્ધદ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભ ભાવોનો સંબંધ દર્શાવતાં
દર્શાવતાં, નિશ્ચય -વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા
અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે
છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુક્તિક, આવું પ્રમાણભૂત, સાદ્યંત
શાંતરસનિર્ઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલા
અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે
જે જે વિષયને તે સ્પર્શે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ, સુધાસ્યંદી બનાવી દે છે.
આ શાસ્ત્રમાં રહેલાં છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે, દિવ્યધ્વનિ દ્વારા
નીકળેલા અનેક પ્રયોજનભૂત સિદ્ધાંતોનું દોહન છે. ગુરુદેવ અનેક વાર કહે છેઃ ‘શ્રી સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં
એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ
સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ આચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે.
પરમ અદ્ભુત સાતિશય અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી
તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને
ઝૂલતા મહામુનિના આત્મ -અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ
મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ
આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી
આચાર્યભગવાને રચેલાં સમયસાર, પ્રવચનસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના ૐકારધ્વનિમાંથી જ
નીકળેલો ઉપદેશ છે.’
જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે.
તેમણે સમયસારની તથા પંચાસ્તિકાયની ટીકા પણ લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય
આદિ સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. તેમની ટીકાઓ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની
લખાયેલી નથી. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા,
વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિનશાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-
વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી
Page -15 of 513
PDF/HTML Page 16 of 544
single page version
કરે છે. તેમની દૈવી ટીકાઓ શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રકારનાં શાસ્ત્રો અનુભવ-
યુક્તિ આદિ સમસ્ત સમૃદ્ધિથી સમૃદ્ધ છે તેમ ટીકાકારની ટીકાઓ પણ તે તે સર્વ સમૃદ્ધિથી
વિભૂષિત છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું
કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા
હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે રચેલાં કાવ્યો પણ અધ્યાત્મરસથી અને આત્મ -અનુભવની મસ્તીથી ભરપૂર
છે. શ્રી સમયસારની ટીકામાં આવતાં કાવ્યોએ (
અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું
સ્થાન અદ્વિતીય છે.
લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ તત્ત્વદીપિકાનો ભાવાર્થ હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું
નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. વિ. સં. ૧૯૬૯માં શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા
પ્રકાશિત હિંદી પ્રવચનસારમાં મૂળ ગાથાઓ, બન્ને સંસ્કૃત ટીકાઓ અને શ્રી હેમરાજજીકૃત હિંદી
બાલાવબોધભાષાટીકા પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી પ્રવચનસારમાં મૂળ
ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત તત્ત્વદીપિકા ટીકા, અને તે ગાથા -ટીકાનો અક્ષરશઃ
ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં
કૌંસમાં અથવા ‘ભાવાર્થ’માં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતા કરવામાં ઘણાં ઘણાં
સ્થળોએ શ્રી જયસેનાચાર્યદેવકૃત ‘તાત્પર્યવૃત્તિ’ અતિશય ઉપયોગી થઈ છે અને કોઈક સ્થળે શ્રી
હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકાનો આધાર પણ લીધો છે. શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા
પ્રકાશિત પ્રવચનસારમાં છપાયેલી સંસ્કૃત ટીકાને હસ્તલિખિત પ્રતો સાથે મેળવતાં તેમાં ક્યાંક અલ્પ
અશુદ્ધિઓ રહી ગયેલી જણાઈ તે આમાં સુધારી લેવામાં આવી છે.
શક્તિ મને પૂજ્યપાદ સદ્ગુરુદેવ પાસેથી જ મળી છે. પરમોપકારી સદ્ગુરુદેવના પવિત્ર જીવનના
પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ
પણ ભક્તિ કે શ્રદ્ધા ક્યાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ
મહિમા ક્યાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ -ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે
અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની
અમૃતવાણીનો ધોધ જ
Page -14 of 513
PDF/HTML Page 17 of 544
single page version
મેં સાહસ ખેડ્યું હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ને પાર પડ્યો છે તે પરમ પૂજ્ય પરમોપકારી
સદ્ગુરુદેવ(શ્રી કાનજીસ્વામી)નાં ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
પ્રવચનસાર પ્રત્યે, પ્રવચનસારના મહાન કર્તા પ્રત્યે અને પ્રવચનસારમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન
પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય બહેનશ્રીનાં ચરણકમળમાં
આ હૃદય નમે છે.
અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાનીમોટી
મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ
શેઠ પણ આખો અનુવાદ ચીવટથી તપાસી ગયા છે અને પોતાના સંસ્કૃત ભાષાના તેમ જ શાસ્ત્રોના
જ્ઞાનના આધારે ઉપયોગી સૂચનાઓ કરી છે. બ્રહ્મચારી ભાઈ શ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ
હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, અનુવાદનો કેટલોક ભાગ તપાસી
આપ્યો છે, શુદ્ધિપત્રક, અનુક્રમણિકા અને ગાથાસૂચિ તૈયાર કર્યાં છે, તેમ જ પ્રૂફ તપાસ્યાં છે
સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. આ સિવાય જે જે
ભાઈઓની આમાં મદદ છે તે સર્વનો હું ૠણી છું.
ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે
તેમાં કાંઈ પણ આશયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી
કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ અને મુમુક્ષુ વાચકોની અંતરના ઊંડાણમાંથી
ક્ષમા યાચું છું.
થવારૂપ શાશ્વત સુખનો પંથ દર્શાવો, એ મારી અંતરની ભાવના છે. ‘પરમાનંદરૂપી સુધારસના
પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે’ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ મહાશાસ્ત્રની વ્યાખ્યા લખી છે.
જે જીવો એમાં કહેલા પરમ કલ્યાણકર ભાવોને હૃદયગત કરશે તેઓ અવશ્ય પરમાનંદરૂપી
સુધારસનાં ભાજન થશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં સુધી નિશદિન એ જ
ભાવના, એ જ વિચાર, એ જ મંથન, એ જ પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ પરમાનંદપ્રાપ્તિનો
Page -13 of 513
PDF/HTML Page 18 of 544
single page version
ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ ‘‘આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કૈવલ્યસરિતામાં જે નિમગ્ન
છે, જગતને જોવાને સમર્થ એવી મહાજ્ઞાનલક્ષ્મી જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું
જે સ્પષ્ટ અને જે ઇષ્ટ છે
નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે?
છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે’
જ્ઞાન હોય તો એ વિશેષો જેના વિના હોતા નથી એવા સામાન્યનું જ્ઞાન હોવું
જ જોઈએ. દ્રવ્યસામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોઈ શકે જ નહિ.
માટે ઉપરોક્ત નિશ્ચયનયમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે.
જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં આત્મા એકલો જ
છે એમ યથાર્થપણે (દ્રવ્યસામાન્યની અપેક્ષા સહિત) જાણે છે, તે જીવ પરદ્રવ્ય
વડે સંપૃક્ત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર પર્યાયોને ડુબાડી દઈને સુવિશુદ્ધ
હોય છે. આ રીતે પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી
અને દ્રવ્ય -પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યના આલંબનરૂપ અભિપ્રાય
અપેક્ષિત હોવાથી ઉપરોક્ત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે.
Page -11 of 513
PDF/HTML Page 20 of 544
single page version
कुन्द -प्रभा -प्रणयि -कीर्ति -विभूषिताशः
श्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम्
કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી?
र्बाह्येपि संव्यञ्जयितुं यतीशः
चचार मन्ये चतुरङ्गुलं सः