Page 195 of 540
PDF/HTML Page 204 of 549
single page version
આહા... હા! “આ પ્રમાણે સ્વભાવથી.” શું કહે છે? છએ દ્રવ્યની વાત છે હોં! “આ પ્રમાણે
સ્વભાવથી જ” “ત્રિલક્ષણ પરિણામ” . ત્રણેય લક્ષણવાળું પરિણામ. (એટલે) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય
એની “પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) આહા.. હા..! “વર્તુવું દ્રવ્ય”. ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્યની
પરંપરામાં વર્તતું દ્રવ્ય, દરેક (દ્રવ્યની વાત છે પણ) અત્યારે આત્માની વાત મગજમાં છે.
“પરિણામોની પરંપરામાં” આહા...હા...! એક તો ત્રિલક્ષણ (બીજું) પરિણામની પદ્ધતિ પરંપરા-
એમાં વર્તુતું દ્રવ્ય. “સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી.” એ ભગવાન આત્મા (દ્રવ્ય) ત્રિલક્ષણ
પરિણામની પરંપરામાં વર્તુતું, સ્વભાવને નહિ છોડતું ‘સત્ત્વને.” સત્ત્વ એટલે દ્રવ્ય. દ્રવ્ય-વસ્તુને
“ત્રિલક્ષણ જ અનુમોદવું” અનુ-મોદવું. એવી ત્રિલક્ષણ - ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યમાં વર્તુતું દ્રવ્ય,
(ત્રિલક્ષણ) તેનો સ્વભાવ છે. (તે) સ્વભાવમાં વર્તુતું (એવા) દ્રવ્યને ત્રિલક્ષણ જ અનુમોદવું. એવું
જ્યાં ત્રણલક્ષણમાં વર્તુતું દ્રવ્ય, એ દ્રવ્ય ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં તેને અનુમોદન થાય છે.
(અનુમોદન) એટલે અનુસરીને મોદન થાય (છે) આનંદ આવે (છે). ‘અનુમોદવું’ - પ્રમોદ આવે
(છે.) આહા... હા...! ભાષા તો જુઓ!!
સ્વભાવ છે એ દ્રવ્યનો. એમાં દ્રવ્ય વર્તુતું તે સત્ત્વને - તે દ્રવ્યને “ત્રિલક્ષણ જ અનુમોદવું” એ
ઉત્પાદ - વ્યય ને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે, એમાં (દ્રવ્ય) વર્તે છે. એની દ્રવ્યની પર્યાય થવા કાળે
થાય છે. (તેમ જાણ્યું) તેથી તેની દ્રષ્ટિ જાય છે દ્રવ્ય ઉપર, કેમકે એ ત્રણ્યમાં વર્તુતું ‘દ્રવ્ય’ છે.
આહા... હા..! એ દ્રવ્ય તેમાં વર્તુતું આ ત્રણ્યપણું - એમ દ્રષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ
થાય, કહે છે. આહા...! અનુ-મોદવું, મોદન. એને (દ્રવ્યને) અનુસરીને આનંદ આવે. આહા... હા!
ભગવાન આત્મા (આત્મદ્રવ્ય), અતીન્દ્રિ આનંદ અમૃતનું પૂર છે. એવા આત્માને - ત્રણ લક્ષણ
પદ્ધતિમાં વર્તુતું (આત્મ) દ્રવ્ય. એમ જ્યાં નિર્ણય કરવા જાય છે. આહા..! ત્યાં તેને અનુમોદન, એટલે
દ્રવ્યને અનુસરીને ત્યાં આગળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે કહે છે. આહા... હા..!
દ્રષ્ટિ (તેના પર) જાય છે ત્યાં આનંદ આવે છે. આહા... હા! અને એ આનંદને વધારવા.
રાજકુમારોને પણ જ્યાં આનો આનંદ- આનંદ આવે છે. ક્યાં’ ય પછી (બીજે) એની રુચિ જામતી
નથી. સંસારને... જાણી લીધો એણે (એમ) કહે છે. આહા.. હા! એની રુચિ આનંદમાં
Page 196 of 540
PDF/HTML Page 205 of 549
single page version
પણ આવું (ક્રમબદ્ધ) થાય તો એમાં પુરુષાર્થ ક્યાં રહયો? પણ પ્રભુ સાંભળ તો ખરો ભાઈ! એ
ત્રણ્ય લક્ષણે પ્રવર્તુતું દ્રવ્ય એમ જ્યાં એનો નિર્ણય કરવા જાય છે - એ જ પુરુષાર્થ છે ને એમાં
અતીન્દ્રિય આનંદ આવે છે. આહા...હા...! અને એ અતીન્દ્રિય આનંદ વધારવા - રાજકુમારો,
ચક્રવર્તીના પુત્રો, આઠ - આઠ વરસના (જંગલમાં ચાલી નીકળે છે.) કંઈ પડી નથી એને દુનિયાની!
આહા... હા! આઠ વરસના રાજકુમાર એક મોરપીંછી ને કમંડળ (લઈને) એવા વાઘ ને વરૂ, વાઘ
અને વીંછીના ઢગલા હોય જંગલમાં (એવા જંગલમાં) હાલી નીકળે છે. આહા... હા! અતીન્દ્રિય
આનંદ આવવો (એક જ લક્ષ છે.) બહારની કોઈપણ, અરે! એક વિકલ્પ ઊઠે તે ઘોરસંસારનું કારણ
છે, શુભ વિકલ્પ ઊઠે એ પણ (દુઃખ છે) આગમે (જે) પ્રરૂપ્યું છે ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં વર્તતું
આ દ્રવ્ય, એ દ્રવ્ય ઉપર જ્યાં પર્યાય જાય છે ત્યાં અનુમોદન - (એટલે) અનુસરીને આનંદ આવે છે.
આહા... હા! એ આનંદના વધારવા (મુનિ દીક્ષા લેવી) કરવાનું તો આ છે. આહા.. હા! જંગલમાં
આઠ વરસના રાજકુમારો વાઘ ને વરૂ ને નાગના (સંયોગમાં) ચાલ્યા જાય છે એ તો, એક મોરપીંછીં ને
નાનું કમંડળ હાથમાં (અહો! મુનિરાજ!) જેને અતીન્દ્રિય આનંદના વધારવામાં - પ્રેમમાં, જેને ક્યાંય
પ્રતિકૂળતા દેખાતી નથી, તેમ બહારની કોઈ અનુકૂળતા પણ જણાતી નથી. આહા...હા!
આબરુને.... પુણ્ય કરે.. તો લોકો માન આપે, દુનિયામાં ગણાઉં ને ગણતરીમાં આવું ને... આહા...!
(નિજાનંદ પ્રગટ થતાં) ગણતરીમાં તો લઈ લીધો પ્રભુએ! આહા... હા! ઈ તો આનંદધનજીમાં આવ્યું
નહોતું ઈ. “વે ગુન ગનન પ્રવીના, અબધૂ કયા માગું ગુન હીના.” વે ગુન - (આત્મામાં) ગુણ
એટલા છે કે ગણતાં પાર ન આવે! ઈ અનંતાગુણનો સ્વાદ (આવે.) એકલા આનંદનો સ્વાદ નહીં.
અનંતગુણનો સ્વાદ (આવે.) આહા... હા! જેન આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો, ઇન્દ્રાણીઓ જે એની
અનુકૂળતાના ભોગ પણ સડેલા કૂતરા જેવું લાગે. એવો ભગવાન આત્મા, પોતાના સ્વભાવને પ્રાપ્ત
થયો (પર્યાયમાં) સ્વ-સ્વભાવ તો આનંદ (સ્વરૂપ પૂર્ણ) હતો. એ કોઈ એમ કહે છે કે તમે આમ
“ક્રમબદ્ધનું” નક્કી કરવાનું કહો છો તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? (પુરુષાર્થ ઊડી જાય છે.) પ્રભુ તું
એમ કહેવું રહેવા દે ભાઈ! ઈ ક્રમબદ્ધના પરિણામ - પરિણામ કાળે થાય ને વ્યય થાય ને ધ્રૌવ્ય રહે.
એમાં વર્તુતું દ્રવ્ય છે એવો તેનો નિર્ણય કરવા (જાય તો) જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય. ગમે તે પ્રસંગમાં
ઊભો હોય (જ્ઞાની). પણ એ નહીં. પોતાના અવસરે ઉત્પાદ થાય એ આવ્યું ને એમાં
એમ જ્યાં અંતરદ્રષ્ટિ કરવા જાય છે, ત્યારે અંતર આનંદથી અનુમોદન- એ અતીન્દ્રિય આનંદનો
Page 197 of 540
PDF/HTML Page 206 of 549
single page version
છે. “જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે.” આટલો આ લાંબો હાર છે. “એવા લટકતા
મોતીના હારને વિષે.” જુઓ, આ લટકતો હાર છે. એ લટકતા હારને વિષે, આમ પડેલો એમ નહીં.
લટકતા. આહા...!
આંહી છે, આ આંહી છે, આ આંહી છે. (એમ) જ્યાં જ્યાં એનું સ્થાન છે ત્યાં જ એ મોતી છે.
આહા... હા! ‘પોતપોતાના સ્થાનોમાં’ પાછું ભાષા શું છે. એ સ્વયં પોતપોતાનું સ્થાન છે તે મોતીનું.
જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં પોતપોતાનું તે મોતીનું સ્થાન છે.
એમ (ગણતાં) નહીં પણ પછી પછીનાં (મોતીઓ) “પછીપછીનાં સ્થાનોએ પછીપછીનાં મોતીઓ
પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંના મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી.” પહેલાં સ્થાનમાં જે
મોતીઓ છે ઈ પછીનાં સ્થાનમાં ઈ (મોતી) આવતાં નથી. પછીનાં સ્થાનમાં છે તે પહેલાંનાં સ્થાનમાં
નથી ને પહેલાંનાં સ્થાનમાં છે તે પછીનાં સ્થાનમાં નથી. આ દ્રષ્ટાંત છે પછી પરિણામમાં ઊતારશે.
આહા... હા! જ્યાં જ્યાં (જે જે) મોતીનું સ્થાન છે આમ લંબાઈમાં હો, આમ લટકતા (હારમાં) ત્યાં
ત્યાં તે સ્થાનમાં તે તે મોતી છે. જ્યાં જ્યાં પોતે છે ત્યાં (જ પોતે છે). પછીપછીનાં સ્થાનમાં બીજું
(મોતી છે.) એના પછીના સ્થાનમાં ત્રીજું એમ એના પછીપછીના જે જે મોતી છે તે તેના સ્થાનમાં
છે. “સમસ્ત મોતીઓમાં પછીપછીનાં સ્થાનોએ પછીપછીનાં મોતીઓ પ્રગટ થતાં.” જેમ કે આ
એક (મોતી) છે વચમાં. એના પછી આ (મોતી) એના પછી આ, એના પછી આ એમ પછી - પછી
પ્રગટ થાય એ (મોતી). આહા... હા!
કહેવાય છે, પણ એના પહેલાંના ગ્યા એ (મોતી) નહિ પ્રગટ થતાં. આહા... હા! આવો મારગ!
સંતોએ જગતને ન્યાલ કરવાની રીત (વિધિ) આપી છે. પૈસાદાર ન્યાલ કહેવાય પણ એ તો ધૂળના
શેના ન્યાલ! આ તો ભગવાન (થવાનું ન્યાલ એની વિધિ સંતો કહે છે.) (મોતી) જે જે સ્થાનમાં
છે. એના પછીપછીમાં થવાનું. એ ત્યાં (સ્થાનમાં) અને એના પહેલાં થઈ ગ્યાં છે એ ત્યાં
(સ્થાનમાં). પહેલાં થઈ ગયા તે હવે થાય નહીં અને તે પછી - પછીનાં થાય તે તેના સ્થાનમાં છે.
આહા... હા! આવું બાલકને ય સમજાય આઠ વરસના (દ્રષ્ટાંત એટલું સરળ છે.)
હારે (ધ્યાન રાખવા) છોકરાંવે ત્યાં રમે છે એકસો આઠ. ત્યાં એક માણસ નીકળ્યો. એણે કહ્યું કે
Page 198 of 540
PDF/HTML Page 207 of 549
single page version
ધણીએ દીક્ષા લીધી. સાંભળતાં વેંત જ (એ રાજકુમારો) કહે છે કે હાલો, આપણે આમ જઈએ, આમ
જઈએ. ભગવાન પાસે જઈએ એ કહેવા જાય તો (માણસ કહે) માતાની રજા નથીને... (ન જવાય
રજા વિના). આહા..! એ સોનાનો દડો ને રતનની ગેડીએ (રમનારા રાજકુમારો) એ જ્યાં સાંભળે
છે ચૈતન્યરતનનું - જયકુમારે ભગવાન પાસે દીક્ષા લીધી. આહા... હા..! માતાને પૂછવા પણ જાવું
નથી. હવે! કે (માતા) અમને રજા આપ હવે. આહા...! (રાજકુમાર વિચારે છે કે) અમારો નાથ
અતીન્દ્રિય આનંદનું દળ પ્રભુ (આત્મા). વિકાર એમાં નથી, ઝેર - જડ વિકાર એમાં નથી. પુણ્ય -
પાપના પરિણામ બે ય ઝેર છે. આહા... હા..! એ પ્રભુમાં નથી. એને સાધવા જયકુમારે સાધુપણું
લીધું! અમે પણ ભગવાન પાસે જવા માગીએ છીએ. (એમ વિચારે છે) એમ કહેતો’ તો ઓલો
(સાથેનો માણસ) કહે કે તમને રમવા માટે મને જોવા (ધ્યાન રાખવા) ગોઠવ્યો છે ને તમે જાવ
દીક્ષા લેવા. તમારી મા ને શું કહે? તેથી (રાજકુમારો કહે છે) ભાઈ આમ હાલો, થોડુંક આમ (એમ
કરતાં-કરતાં) ભગવાન પાસે (પહોંચી) જાય છે.
ને હવે સાંભળ્યું કે (જયકુમારે) દીક્ષા લીધી સ્વાદ વધારવા. અતીન્દ્રિય આનંદને પુષ્ટ કરવા. ભગવાન
પાસે દીક્ષા લીધી છે. અતીન્દ્રિય આનંદને સાધવા- વધારવા. આહા.. હા! એ સમયે પર્યાય ત્યાં
થવાની (જ) જ્યાં એવો નિર્ણય કરે છે ત્યાં. તેમાં વર્તતા દ્રવ્યો નો જ નિર્ણય થઈ જાય છે. આહા...
હા.! સમજાય છે કાંઈ? કહ્યું ને ઈ....
નામ દ્રવ્યને
દ્રવ્ય. એમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. આહા...! “ક્રમબદ્ધમાં” લોકોને આકરું પડે છે. આહા... હા! એક
પછી એક પર્યાય થાય પણ એક પછી “આ જ થાય’ એમ નહીં એ (વર્ણીજીએ) કહ્યું. (હવે જુઓ,)
એક પછી એક -એક પછી એક હાર આમ છે. આ હાર છે આમાં જુઓને ઈ હારમાં (મોતી) આડું-
અવળું છે? જ્યાં જે સ્થાનમાં (મોતી) છે ત્યાં તે સ્થાનમાં છે. પહેલાંના સ્થાનમાં પહેલાંના પછીનાં
સ્થાનમાં પછીનાં (છે.)
હા! પછીપછીનાં ઉત્પન્ન થાય, એ ઉત્પાદ. પહેલાં પહેલાંના વ્યય થાય, એ વ્યય.
Page 199 of 540
PDF/HTML Page 208 of 549
single page version
દોરો. આહા.. હા...! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કીધું છતાં બધામાં સળંગ રહેનારો દોરો (ધ્રુવ છે.) આહા... હા...!
આવો જે ભગવાન આત્મા દરેક પર્યાયમાં વર્તતો દોરાની જેમ. આહા... હા! છે? “અવસ્થિત હોવાથી” એ
દોરો અવસ્થિત છે. દોરો ત્યાં બધે છેછેછેછેછે બધે છે. ભલે મોતી પછીપછીનાં કે પહેલાં પહેલાંના (કે છેછેછે
એમ ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્યપણે છે.) પણ દોરો તો બધામાં સળંગ છે.) (ધ્રુવ છે.) આહા.. હા! આવી
વ્યાખ્યા હવે!
ત્રિકાળ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ આહા! જેમણે નિત્ય ટકવું ગ્રહણ કર્યું છે. “એવા રચાતા (પરિણમતા) ” -
એવા પરિણમતા “દ્રવ્યને વિષે” આહા... હા! ટકવાપણું જેણે ગ્રહણ કર્યું છે એવા પરિણમતા દ્રવ્યને
વિષે. અમૃત ધોળ્યાં છે. અમૃતચંદ્ર આચાર્યેર્.
. દ્રવ્યની જ્યાં જ્યાં જે જે સમયની અવસ્થા ત્યાં ત્યાં તે તે પર્યાય પ્રકાશતી. આહ... હા! ધરમ કરવો
હોય એને આટલું બધું સમજવું પડતું હશે?! બાપુ, ધરમની પર્યાય કેમ થાય? જે સમય જે પરિણામ
થવાના પોતપોતાના અવસરોમાં છે? પોતાના દ્રવ્યમાં પોતાના કાળામાં જે તે પર્યાય થાય છે. આહા...
હા! આઘી - પાછી નહીં. આહા... હા! લખાણ શાસ્ત્રમાં એમ આવે - સાધર્મી જીવને અલ્પકાળમાં
કેવળજ્ઞાન થશે. અત્યારે (લખાણ) આવે છે ને...! પણ એ પણ ક્રમબદ્ધમાં જ છે. એટલે જેણે
આત્માનો આનંદ અનુભવ્યો અને આનંદની રમણતા જામી, એને કેવળજ્ઞાન લેવાનો કાળ જ અલ્પ છે.
આહા... હા! આવી વાત છે.
પ્રગટ થતા. આહા... હા.. હા! ચિંતામાત્ર છોડી દીધી. ભાઈ! ભાઈએ કહ્યું’ તું ને રાત્રે. જેના જે
સમય જે પરિણામ થાય છે - સમસ્ત પરિણામ હોં બધા - (પોત પોતાના અવસરોમાં પ્રગટે છે.)
પોતપોતાના અવસરોમાં એટલે કાળમાં, ઓલું (દ્રષ્ટાંતમાં) ક્ષેત્ર હતું. પોતપોતાના પરિણામમાં -
અવસરમાં પ્રગટ સમસ્ત પરિણામ
અને વીતી ગયા, થઈને ગયા એ વ્યયમાં ગયા. અને થવાના એ થાશે ઉત્પાદમાં. વર્તમાનમાં જે ઉત્પાદ
છે એ ધ્રૌવ્ય તરીકે પાછું દરેકમાં છેછેછેછે. આહા... હા! આવી
Page 200 of 540
PDF/HTML Page 209 of 549
single page version
કાળલબ્ધિ પાકી ગઈ. પોતપોતાના અવસરે પરિણામ થાય. આહા... હા... હા... હા! એ પછીપછીના તે
તે કાળ તે થાય, તે પહેલાંના અવસરમાં તે તે કાળે થઈ ગ્યાં. બધા પરિણામમાં પ્રકાશતાં
સમપરિણામમાં
પછીપછીના થશે અને એમાં બેયમાં- પછીપછી થશે તે ઉત્પાદમાં ગયું, અને થઈ ગયાં તે વ્યયમાં ગયું.
અને
પરિણામના કાળમાં સળંગ આત્મા છે. આહા... હા! ઝીણો મારગ બહુ ભાઈ આ!
નથી ને.. તારણ સ્વામીવાળા. અને તમે એક કહો કે તારણસ્વામી એ માનતા નહોતા. તો તો પછી
એનો અર્થ થ્યો કે એ મિથ્યાદ્રષ્ટિ હતા. તમે એનો અવર્ણવાદ કરો છો. જિનબિંબ ને જિનપ્રતિમા,
ભવન અનાદિના છે. ચોપડી આવી છે અહીં. વાત સાચી. અસંખ્ય જિનપ્રતિમાઓ સ્વર્ગમાં છે. આંહી
અસંખ્ય દ્વીપસમુદ્રમાં છે. અકૃત્રિમ. કૃત્રિમ સંખ્યાત છે. અઢી દ્વીપમાં છે એ તો. બધું છે. પ્રતિમા નથી
એમ નહીં. અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવે. જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મનો
નાશ થાય. આવે છે ને...! ‘ધવલમાં’ . આહા... હા! એણે એક અક્ષરને એક પદ કેમ ફેરફાર થાય?
શાસ્ત્રનો એક પણ અક્ષર ને એક પદથી ભ્રષ્ટ થાય, મિથ્યાદ્રષ્ટિ છે. આવું આકરું પડે. એને તમે એમ
માનતા હો કે - જાણે એ (લોકો તારણસ્વામીવાળા) મૂર્તિને નથી માનતા. તો તો પછી સૂત્રને
ઊથાપ્યાં છે, તો મિથ્યાદ્રષ્ટિ ઠરો તમે. (એવું લખાણ છે એમાં). (જિનપ્રતિમાઆદિ) એનું લક્ષ જતાં
છે. શુભઉપયોગ, ધરમ નથી પણ વસ્તુ છે. એ પણ પોતપોતાના અવસરે ત્યાં પ્રતિમા છે, મંદિર છે,
જિનબિંબ છે. આહા... હા! એ કોઈ પક્ષની વાત નથી, એ પંથ નથી કંઈ ભગવાનનો કહેલો મારગ છે
તે છે. સમજાય છે?
એ તો મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા..! ભલે છે એ શુભભાવનું નિમિત્ત, પણ છે કે નહીં? (છે) ભાઈ!
એ છે માટે ધરમ છે એમાં, એમ નહીં પણ છે ખરું, જ્ઞાનીને પણ એના વંદન, પૂજા, (ભક્તિ) એનો
ભાવ એને કાળે આવે છે. ભલે એ પુણ્યબંધનું કારણ (હોય) પણ આવે છે. ને તે સમયના તે તે
પરિણામ પૂજાના, ભક્તિના આવે છે ભાઈ! અને તે તે સમયની ચીજ (નિમિત્ત) સામે છે. મંદિર,
પ્રતિમા આદિ તેને તે સિદ્ધ કરે છે. આહા..! મંદિરને. જિનબિંબ.. ને નથી (એમ માનવું એ તો)
સૂત્રના વચનો, સિદ્ધાંતના વીતરાગનાં વચનો ઊથાપી નાખ્યાં. આહા... હા!
Page 201 of 540
PDF/HTML Page 210 of 549
single page version
ભગવાનભાઈ શેઠે કહ્યું મારા’ જ બેઠા છે! માણસને પક્ષ થઈ જાય છે. પછી સૂઝ પડતી નથી. (એ
વિરોધ કરે) અને પાછું એનાથી જુદું જિનબિંબ ને જિનપ્રતિમાથી ધરમ થાય એમ પાછા માને. એ ય
પણ (પક્ષ લઈને બેઠા છે) આવો મારગ બાપા! બહુ! અલૌકિક મારગ છે! (એકકોર એવું આવે)
ભગવાનની ભક્તિ કરીને પાપ બાંધે, એવું આવ્યું છે ને...! (અને એકકોર કહે) અને જિનબિંબના
દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મનો (અભાવ થાય.) એ તો એવો શુભભાવ છે તીવ્ર. સમ્યગ્દ્રષ્ટિ
(ની) દ્રષ્ટિ સહિતની વાત છે હોં. (દ્રષ્ટિ) છે એટલે એને આંહી કર્મનો રસ નથી - ઘટી જાય છે
નિદ્ધત ને નિકાચિત હોય એમાં ય પણ આહા... હા! સમ્યગ્દર્શન સહિતની વાત છે હોં! એકલાં દર્શન
- ભક્તિ કરે ઈ કાંઈ.... આહા... હા!
બાપુ! આ તો અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ, મુનિઓ, સંતો જે પંથે ગયા એ પંથ છે આ. આમાં
કોઈ પક્ષ નથી. (કોઈ કહે) કે મૂર્તિને સ્થાપે તો એણે ત્યાં જડ સ્થાપ્પા. પણ બાપુ, ઈ જડ તો છે.
(છતાં શુભના નિમિત્ત છે.) એને જ્ઞાનીઓએ પણ સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી (અશુભ
વંચનાર્થ) સ્વઅવસર છે ને...! એ સમયે એ (ભાવ) આવે એને ભાઈ! તે તે સમયે એ આવે, છતાં
તેની દ્રષ્ટિનું જોર ત્યાં નથી. એ પરિણામમાં વર્તુતું જે દ્રવ્ય છે ત્યાં દ્રષ્ટિ છે. આહા...હા...હા! આડ-
ફાટ!! કટકા થઈ જાય બે! રાગ અને ભગવાન (આત્મા) બે ભિન્ન!! આહા..હા...હા!
એને આનંદ આવે છે. તે તે સમય થાય માટે એને પુરુષાર્થ નથી એમ નથી, પ્રભુ! આહા.. હા! તે તે
સમય પરિણામ થાય
તે કેવળજ્ઞાન પણ પામે. આહા.. હા! કેમ કે અંદર આત્મપત્તો છે ને...! અને પત્તામાં -અસ્તિત્વમાં -
મૌજુદગીમાં અનંત - અનંત ધ્રુવસ્વરૂપ છે... ને...! ભલે ઈ ઉત્પાદ - વ્યય- ધ્રૌવ્ય ત્રણ લક્ષણમાં વર્તે,
છતાં એ કાયમ રહેનારું દ્રવ્ય એમાં વર્તે છે ઈ દ્રવ્ય છે ને...! આહા... હા! એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં
દ્રષ્ટિ જાય જ તે. અહીંયાં તો ત્રણલક્ષણ પદ્ધતિમાં પ્રવર્તતું દ્રવ્ય એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં એની
દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય’. આહા...હા...હા! આવું છે.
Page 202 of 540
PDF/HTML Page 211 of 549
single page version
કહ્યું કેઃ ‘સોનગઢનું સાહિત્ય ડૂબાવી દઈશ.” અરે, પ્રભુ! મારગ તો આવો છે, ભાઈ! આહા.... હા!
આવા ટાણા મળ્યા બાપા! પણ કોઈ કંઈ શું કહે. એ તારે શું કામ છે! આહા... હા!!
થાય છે અને અતીન્દ્રિય આનંદ આવે છે. એ પુરુષાર્થને બધું આવ્યું ત્યાં. અકર્તાપણું આવ્યું, પુરુષાર્થ
આવ્યો, આનંદ આવ્યો, અરે! અનંતા ગુણોની અસંખ્યાનો પાર નહીં એ અનંતાગુણો, એ વ્યક્તપણે
બધાનો અંશ આવ્યો. સવારે નહોતું આવ્યું. જોગમાં પણ અંશનો ક્ષય થયો છે. આહા... હા! શું કહે છે
આ? સમ્યગ્દર્શન થતાં દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થતાં, એને લાયક અવિરતિ - કેમકે ચારિત્રગુણ છે તેનો
અંશ પ્રગટ થાય છે ભાઈ! આહા... હા! અરે... રે! અને યોગ જે અનંતગુણમાં એ અજોગ નામનો
ગુણ છે. આહા! એ પોતપોતાના અવસરે પરિણામ થ્યાં એમાં વર્તુતું દ્રવ્ય છે તેમાં એક અજોગ
નામનો ગુણ છે. એ પણ અંશે, ચોથે ગુણસ્થાને અંશે પ્રગટ થાય છે. આહા... હા! અરે (કોઈ કહે)
અજોગ તો ચૌદમે આવે ને ભાઈ! અજોગપણાનો અંશ પ્રગટ થાય પ્રભુ! આહા... હા! ભગવંત તું
કેવડો મોટો આહા... હા તને જ્યાં (તારો) સ્વીકાર થાં અજોગ (ગુણનો) અંશ પણ પ્રગટ થાય.
આહા... હા! હેં! વસ્તુસ્થિતિ આ છે. આમાં કોઈ વાદ-વિવાદને (સ્થાન નથી) એવી સ્થિતિ છે.
આઘું - પાછું? આ પર્યાય અહીંયાં થવાની (તે) અહીં થશે. અને ન્યાંની અહીં થશે? શું એની
વ્યાખ્યા? આહા...! બાપુ! સ્વકાળે થાય છે તે થાય છે એમાં આઘી - પાછી પ્રશ્ન ક્યાં છે? આહ...
હા! “દુનિયા માને ન માને સત્ તો આ જ છે.” ઓલા વળી કહે કે ઢૂંઢિયામાંથી તમે આવ્યા ને
તમારી વાત સાચી ને અમારી ખોટી? પ્રભુ! અમે ગમે ત્યાંથી આવ્યા હોય તારી વાત ખોટી છે.
અહીંયાં વળી દિગંબરના પંડિતો (બોલે કે) અમારી વાત ખોટી? સ્થાનકવાસીની ખોટી, શ્વેતાંબરની
ખોટી પણ દિગંબરની ય ખોટી! પણ દિગંબરનું શું કહેવું છે એ બાપુ, જાણ્યું! (દિગંબરમાં) જન્મ્યા
માટે દિગંબર થઈ ગ્યા? આહા...!
વ્રતધારી. પણ શલ્ય રહી જાય છે મિથ્યાત્વનું. આહા... ઇન્દ્રલાલ જયપુરનો છે...! ઈ કહે કે દિગંબરમાં
જન્મ્યા ઈ સમકિતી તો છે બધાય. ત્યારે અમારે મૂળચંદજી એમ કહેતા કે સ્થાનકવાસીમાં જન્મે ઈ
સમકિતી તો બધાય છે ઈ એમ કહેતા વળી. બાપુ! એમ અહીં વસ્તુમાં ક્યાં સ્થાનકવાસી ને શ્વેતાંબર
ક્યાં! એ તો વસ્તુનું સ્વરૂપ છે. દિગંબર છે એ તો જેવી વસ્તુની સ્થિતિ છે એવું વર્ણન
Page 203 of 540
PDF/HTML Page 212 of 549
single page version
માને.. આહા... હા!
પછી એક (છતાં) સળંગ “અવસ્થિત (–ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.” ભગવાન
આત્મા ને દરેક પરમાણુ (માં ત્રિલક્ષણપણું છે) દરેકમાં છે પણ તેનું જાણપણું તો જ્ઞાનમાં થાય છે.
તેના ત્રણ લક્ષણ પરમાણુના પણ છે તેની તે સમયની પર્યાય છે. પછીપછીનું ને પહેલાંપહેલાંનું પણ
એ જ્ઞાન કોને છે? જડને છે? (ના. જીવને છે.) બધેયથી પરસ્પર અનુસ્યૂત રચનારો પ્રવાહ-
પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ એમ (પરિણામોનો) પ્રવાહ! પ્રવાહ ક્રમ વિસ્તાર ક્રમનો - તો
દ્રષ્ટાંત દીધો’ તો પ્રવાહક્રમઃ પણ પરિણામ એક પછી એક, એક પછી એક, એક પછી એક જે થવાના
તે થવાના ગ્યા તે ગ્યા એ પણ એમાં અવસ્થિત. આખો પ્રવાહ ગણો તો તે ટકતો હોવાથી -
પ્રવાહપણે પણ દરેક પરિણામને ટકતું દેખીને ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે. ઉત્પાદ પણ છે, વ્યય પણ
છે, ધ્રૌવ્ય પણ છે. એક પરિણામમાં ત્રણપણું છે. આહા... હા..! સમજાણું કાંઈ? આવી વાત બહુ
આકરી પડે માણસને. લોકોમાં તો સામાયિક કરો. પોષા કરો... પડિમા લઈ લ્યો, સાધુ થાવ. આ
છોડો, રસ છોડો (કહે છે ને) રસ છોડયા સાધુ સાધુએ અરે પણ પહેલું મિથ્યાત્વ છોડયું નથી ને રસ
ક્યાંથી છોડયો! આત્માનો રસ આવ્યા વિના, રાગનો રસ છૂટે નહીં. આહા... હા! અને એ આત્માનો
રસ ત્યારે આવે કે તે તે સમયના પરિણામ ત્યાં ત્યાં થાય, થઈ ગ્યા તે હવે ન થાય, નથી થ્યા તે તે
સમયે થાય. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના તે તે ગુણનાં પરિણામોનો છેછેછેછેછે પ્રવાહ એ દ્રવ્ય. એક જ
પર્યાયમાં ત્રણ્ય લાગુ કર્યાં. એ તો પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય - ‘સમયસાર’ (ગાથા-૭૬, ૭૭, ૭૮
૭૯) માં કહ્યું છે ને...! આ ‘પ્રવચનસાર’ માં (આ કહ્યું) જે સમયના જે પરિણામ થાય તે પ્રાપ્ય
છે. અને પૂર્વની અપેક્ષાએ અને બદલીને થ્યું માટે વિકાર્ય છે તો એનું એ. અને ઊપજયું તે અપેક્ષાએ
નિર્વર્ત્ય તેને કહ્યું આહા... હા! ગજબ વાત છે!! સત્યનું જાહેરપણું - પ્રસિદ્ધિપણું ઓહોહોહો!! અહીંયાં
પણ એ કહ્યું
દ્રવ્ય એ દ્રવ્યની દ્રષ્ટિ થતાં તેને તે લક્ષણપણાનો નિર્ણય સાચો થાય છે. આહા.. હા! આવું છે.
આહા! તે સત્ દ્રવ્ય
Page 204 of 540
PDF/HTML Page 213 of 549
single page version
ધ્રૌવ્ય નામનો ગુણ છે. (ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ–વ્યય–
ધ્રુવત્વશક્તિ – ૧૭) કે જેથી તેને તે તે સમયના તે પર્યાય ઉત્પન્ન થાય. એ ગુણને લઈને ગણનો
ધરનાર દ્રવ્ય એની દ્રષ્ટિ થઈ તેને થાય. એ ઉત્પાદ કરવા પડે નહીં. આહા... હા! આવી વાત છે. “તે
સ્વભાવ ઉત્પાદ વ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” એ પરિણામ છે હોં ઈ. “જેમ દ્રવ્યના વિસ્તારનો
નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે.” ઓલી વાત જુદી હતી ભાઈ! સમાનજાતીય, અસમાનજાતીય (ની
હતી) આ બીજી વાત છે. ત્યાં તો દ્રવ્યની સીધી પર્યાય ન બતાવતાં વિભાવપર્યાય સમાનજાતીયમાં
પરમાણુ - પરમાણુ અને અસમાનજાતીયમાં જીવ ને જડની. ઈ પણ પર્યાયના પ્રકાર બતાવ્યા
દ્રવ્યપર્યાયના. અને પછી ગુણપર્યાયના બે ભેદ સ્વભાવ, વિભાવ (કહ્યા હતા) એ જુદી શૈલી છે. આ
જુદી વાત છે. અહીંયાં તો અંતર જે સમયે જે પરિણામ થાય તે પરિણામ તેનો ઉત્પાદનો કાળ હતો.
અને પછી પણ જે પરિણામ થાય તે તે તેના ઉત્પાદના કાળે થાય. અને (પરિણામ) ગયા તે તેના
ઉત્પાદના કાળે હતા તે ગયા. એ એ અપેક્ષાએ એક એક પરિણામને પૂર્વની અપેક્ષાએ વિનિષ્ટ,
પોતાની અપેક્ષાએ ઉત્પન્ન અને છેછેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય. આહા... હા! વીતરાગ મારગ!! જેના
ફળ બાપા ભવના અંત! આહા... હા! એ ચોરાશીના ભવનો અંત ભાઈ! ભવના અંત જેમાં છે. એ
ત્રણલક્ષણ પદ્ધતિમાં વર્તુતું દ્રવ્ય, એનો સ્વીકાર થતાં ત્યાં ભવનો અંત આવે છે. આહા... હા! મોક્ષની
પર્યાય શરૂ થાય છે એટલે ઈ પણ સમ્યગ્દર્શન પણ મુક્તની પર્યાય છે. મુક્તવસ્તુ છે ભગવાન પ્રભુ!
મુક્તસ્વરૂપ એની એ પર્યાય છે. આહા.. હા! પૂરણ મુક્ત તો કેવળજ્ઞાન થઈ જાય. પણ અહીંયાં
(આત્મા) મુક્તસ્વરૂપ છે તો મુક્તની પર્યાય થાય છે. આહા... હા! જ્યાં અજોગગુણનો અંશ પણ
મુક્ત થાય છે. તો ભગવાન તો અજોગગુણે મુક્ત છે. તો એનો પણ અંશ વ્યક્તમાં મુક્ત થાય જ તે.
ત્યારે તેણે મુક્તને જાણ્યું ને માણ્યું કહેવાય. જાણ્યું- માણ્યું ક્યારે કહેવાય? કે મુક્તસ્વરૂપ જ છે પણ
મુક્તની પર્યાય પ્રગટી ત્યારે કહેવાય.
પરિણામ - પ્રવાહક્રમ (છે.) “દરેક પરિણામ સ્વ–કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” આ આકરું પડે છે
ને..!