Page 182 of 540
PDF/HTML Page 191 of 549
single page version
અસંખ્ય (પરમાણુ ને કાલાણુ ને એક (પ્રદેશ છે. એ પ્રદેશો પોતાના સ્થાનમાં ઉત્પન્ન “સ્વ–રૂપથી
ઉત્પન્ન” ઉત્પન્ન એટલે (એ પ્રદેશ ઉપર) લક્ષ કરતાં એ સ્વરૂપથી છે. અને “પૂર્વ રૂપથી વિનષ્ટ”
પૂર્વથી (પૂર્વના પ્રદેશથી) તે અભાવરૂપ છે. (અર્થાત્) બીજો જે પ્રદેશ છે એનાથી આ પ્રદેશ અભાવ
(સ્વરૂપ) છે. ઝીણું આવ્યું થોડુ’ ક, હજી વધારે ઝીણું આવશે. “પૂર્વરૂપથી વિનિષ્ટ હોવાથી તથા
સર્વત્ર (બધેય) પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલાં.” છે, છે, છે, છે એમ અસંખ્યપ્રદેશ આત્મામાં (છે).
એ બધેય છે. પૂર્વની અપેક્ષાએ પોતામાં ‘વિનષ્ટ’ કીધું, પોતાની અપેક્ષાએ ‘ઉત્પન્ન’ કીધું અને સર્વત્ર
છેછેછેછે એને ઉત્પન્ન નહીં, વિનષ્ટ નહીં એ ધ્રૌવ્ય છેછેછેછે (કીધું.) આહા... હા... હા! આવી વાત
ભાઈ, ભાઈ! આવ્યા છે, ઠીક ગાથા આવી. આહા... હા..!
બીજો પ્રદેશ એમાં નથી અને પોતાની અપેક્ષાએ (એ પ્રદેશને) ઉત્પન્ન કહીએ, પણ છેછેછેછે ની
અપેક્ષાએ ઉત્પન્ન-વિનષ્ટ નહીં (ધ્રૌવ્ય કહીએ.) (શ્રોતાઃ) ભાઈ આવ્યા છે તો પહેલેથી લઈએ તો...
(ઉત્તરઃ) આ પહેલેથી જ છે ને..! અહીંયાં આ પહેલેથી છે. આ કહીએ છીએ તે પહેલેથી છે. આ તો
કાલે લીધું’ તું ફરીને લઈએ. આહા...હા!
સમયે થાય
વિષય) પછી આવશે, પર્યાયની, ત્યારે કહેશું.
Page 183 of 540
PDF/HTML Page 192 of 549
single page version
(એમ) કહે છે. આહા... હા! આવી વાતું! હજી ઝીણું આવશે થોડું’ ક, આ તો અહીંયાથી લીધું.
(‘પરિણામો’) બહુવચન છે ને..! “પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન.” તે તે સમયે
જડ ને ચેતનની જે પરિણતિ-પર્યાય થવાની તેથી તેને ઉત્પન્ન કહીએ આહા.. હા! છે? “તે પરિણામો
પોતાના સ્વ–રૂપથી ઉત્પન્ન.” આહા... હા! એને ઠેકાણે અમે આ બધા-મંદિર બનાવીએ, આગમ મંદિર
બનાવીએ, પુસ્તક બનાવીએ (એમ માને.) (શ્રોતાઃ) અહીં બંધાઈ ગયું છે! (ઉત્તરઃ) હેં, બંધાઈ
ગ્યું! બંધાઈ ગ્યા છે એને કારણે. રામજીભાઈને કારણે એ બન્યું નથી અને વીરજીભાઈને કારણે બંધાયું
નથી. આહા... હા! આ મકાનની જે પર્યાય, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાની હતી તે પૂર્વની
અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ, ઉત્પન્નની (પોતાની અપેક્ષાએ) ઉત્પન્ન કહીએ. એનું પરિણામ છે છે, છે,
છે, છે (એને ધ્રૌવ્ય કહીએ.) તો એક જ પરિણામને ત્રણ લાગુ પડે. ઉત્પન્ન, વ્યય ને ધ્રૌવ્ય. આહા...
હા..! (શ્રોતાઃ) આમાં (આવું સમજવામાં) અમને લાભ શું?
જ્ઞાતા-દ્રષ્ટા થાય, ત્યારે એને સમ્યગ્દર્શન થાય. આહા... હા! આવી વાત બાપુ! ઝીણી, ક્યાં’ય
સંપ્રદાયમાં તો છે નહીં. જૈન સંપ્રદાય દિગંબરમાં છે નહીં, ક્યાં ઠેકાણાં છે? આ બધા શેઠિયાઓ એના
રહ્યા! ક્યાં એણે સાંભળ્યું છે કોઈ દી’. આહા..! ભાઈ! વસ્તુસ્થિતિ એવી છે. કોઈને એમ લાગે કે
જયારે જે અવસરે પરિણામ થાય ત્યારે થશે, મારે શું? પણ એ અવસરે પરિણામ થાય, એ પરિણામને
ત્રણ લાગુ પડે. પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ - અભાવ, પોતાની અપેક્ષાએ ઉત્પન્ન અને છેછેછેછે તે
ધ્રૌવ્ય - એવી જેની દ્રષ્ટિ થાય તે આત્મા ઉપર જાય. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે કર્તા નથી (એવી પ્રતીતિ
થાય.) એ નિર્મળપર્યાય થાય તેનો ય કર્તા (આત્મા) નથી. એ ન્યાં થવાની છે તે થઈ (છે.)
આહા... હા! આવી વાતું છે. ધીમેથી (વિચારવું) હજી એનાથી હવે ઝીણી આવશે. ચાલે છે વાત
ઝીણી, એનાથી ઝીણી હવે આવશે. આહા.. હા!
નહીં, વિચારે નહીં. બાપુ, શું છે ભાઈ! આહા... હા..! હેં શું કીધું
Page 184 of 540
PDF/HTML Page 193 of 549
single page version
(એમાંનો) એક પ્રદેશ છે. તેને છેવટનો કહીએ અથવા નાનો કહીએ. એ અંશ-એ પ્રદેશ પૂર્વની
અપેક્ષાએ વિનષ્ટસ્વરૂપ છે. “પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ) ત્યાર પછીના પ્રદેશના
ઉત્પાદ સ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુભયસ્વરૂપ છે.”
(શું કહે છે?) એ નાનો અંશ (છેવટનો અંશ) - એ પ્રદેશ પૂર્વની અપેક્ષાએ વિનષ્ટસ્વરૂપ છે. અને
તે જ અંશ ‘ત્યારપછીના’ એટલે વિનષ્ટસ્વરૂપ છે (જે અંશની અપેક્ષાએ તે અંશ પછીનો અંશ
ઉત્પાદસ્વરૂપ છે.) જુઓ, જે પ્રદેશ છે અહીંયાં અસંખ્યપ્રદેશ (આત્માના) તેમાં જે એક પ્રદેશ ઉપર
લક્ષ કરે તો તે પ્રદેશ પૂર્વના (પહેલાના પ્રદેશની) અપેક્ષાએ તે વિનષ્ટ છે અને તે જ પ્રદેશ પછીની
અપેક્ષાએ ઉત્પન્ન - પછી એટલે જેને (જે પ્રદેશની) અપેક્ષાએ જેને (જે પ્રદેશને) વિનષ્ટ કહ્યો હતો
એની અપેક્ષાએ આને ઉત્પન્ન કહ્યો. આહા.. હા...! આ ઝીણું છે આ.
લક્ષ થાય તે (એક) પ્રદેશ પૂર્વની અપેક્ષાએ - બીજા પ્રદેશની અપેક્ષાએ અભાવવ્યયસ્વરૂપ છે. અને
એ (એક) પ્રદેશ પોતાની અપેક્ષાએ ઉત્પન્ન સ્વરૂપ છે. અને તે છેછે (તે પ્રદેશ છે) એ ધ્રૌવ્યસ્વરૂપ
છે. પણ હવે અહીંયાં તો કઈ અપેક્ષા પાછી લીધી, કેઃ જે પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ છે એ ત્યાર પછીની
અપેક્ષાએ ઉત્પન્ન છે. ‘ત્યારપછી’ એટલે ઓલો (જે પ્રદેશ) વિનષ્ટ કહ્યો - જે પૂર્વના (પ્રદેશની)
અપેક્ષાએ, એના પછીની અપેક્ષાએ તે ઉત્પન્ન છે. આહા... હા..! સમજાણું કાંઈ? ફરીને લઈએ એમાં
કાંઈ (પુનરાવૃત્તિ દોષ અધ્યાત્મમાં નથી.) અમારે ભાઈ આવ્યા છે ને..! આવી ઝીણી વાત સાંભળવા
આવ્યા (છે.) આહા... હા...!
- કોઈપણ એકપ્રદેશ ઉપર લક્ષ જાય, અથવા લક્ષમાં લીધો. તે પ્રદેશ પૂર્વ (ના પ્રદેશની) અપેક્ષાએ
અભાવસ્વરૂપ છે - વિનિષ્ટસ્વરૂપ છે. (તે પ્રદેશ) પોતાની અપેક્ષાએ ઉત્પન્ન છે અને છેછે અપેક્ષાએ
ધ્રૌવ્ય છે. હવે અહીંયાં (ટીકામાં) પાછું એમ કહે છે કે
(લક્ષમાં લીધેલ) જે વર્તમાન પ્રદેશને પૂર્વના (પ્રદેશની અપેક્ષા) વિનષ્ટ કહ્યું હતું એ પૂર્વના પ્રદેશ
‘ત્યાર પછીના’ પ્રદેશને ઉત્પન્નસ્વરૂપ કહે છે. (અર્થાત્) ત્યારપછીના એટલે કે જે વિનષ્ટ સ્વરૂપ ને
કહ્યું હતું (જે પ્રદેશને) એટલે કે જે વર્તમાન (લક્ષમાં લીધેલ) પ્રદેશને પૂર્વના પ્રદેશની અપેક્ષા
વિનષ્ટસ્વરૂપ, પોતાને વિનષ્ટ સ્વરૂપ કહ્યું’ તું. ઓલું તો (વિનિષ્ટ તો) છે જ પણ એના (વિનષ્ટ)
પછીના (પ્રદેશને) ઉત્પન્ન જે વિનષ્ટ જેની અપેક્ષાએ આત્માના જે પ્રદેશને વિનષ્ટ કહીએ - પહેલા
Page 185 of 540
PDF/HTML Page 194 of 549
single page version
અપેક્ષા વિનષ્ટ કહ્યો એના પછીના એટલે (ત્યાર પછીના) તે ઉત્પન્ન, પહેલાની અપેક્ષાએ ઉત્પન્ન,
સમજાણું કાંઈ? ‘ત્યારપછીના’ એટલે ઉત્પન્ન છે એની પછીનો એમ નહીં, એ પોતે જ છે. (વિનિષ્ટ
ને ઉત્પન્ન એ પોતે જ છે અપેક્ષા જુદી-જુદી છે.) આહા...હા...!
અપેક્ષાએ લક્ષમાં લીધેલો પહેલો મણકો) વિનષ્ટ છે. અને તે વિનષ્ટ છે (જે મણકાની અપેક્ષાએ તે
મણકા) પછીનો - ત્યારપછીનો છે તેથી તે ઉત્પન્ન. જેમ એ (લક્ષમાં લીધેલ) પ્રદેશ, બીજા પ્રદેશની
અપેક્ષાએ વિનષ્ટ હતો. ત્યારપછીના એટલે જે પ્રદેશથી અભાવરૂપ કહ્યો હતો એના પછીનો એટલે આ
ઈ જ એને ઉત્પન્ન કહીએ. સમજાણું કાંઈ? (શ્રોતાઃ) સમજાતું નથી કાંઈ...! (ઉત્તરઃ) પ્રદેશ જે એક-
એક છે એ એકને ગમે તે એક લ્યો એમાંથી (લક્ષમાં). જુઓ, (પુસ્તક છે એનાં પાનાં પ્રદેશ છે) આ
(પાનું) આ પ્રદેશ છે અહીંયાં. (૧૦૮ નંબરનો પ્રદેશ અહીંયાં છે) હવે અહીંયા આની (૧૦૭)
નંબરના પ્રદેશ પાનાંની અપેક્ષાએ આ (૧૦૮) વિનષ્ટ છે. અને એના પછી એટલે આના પછી
(૧૦૮) પછી, એટલે ઉત્પન્ન થવાનો છે એના પછી એમ નહીં (પણ) જેની અપેક્ષાએ (એટલે ૧૦૭
પ્રદેશ-પાનાં) ની અપેક્ષાએ વિનષ્ટ કહ્યો હતો એ વિનષ્ટની અપેક્ષાએ - પહેલાની અપેક્ષાએ (૧૦૭
પાનાંની) અપેક્ષાએ (૧૦૮ પ્રદેશ-પાનાં) ઉત્પન્ન છે. સમજાય છે કાંઈ? જુઓ આ આંગળીઓ ચાર
છે. આ (તર્જની) આંગળી એની આગળની (લાંબી) આંગળીની અપેક્ષાએ વિનષ્ટ છે અને એ
(લાંબી આંગળી) પછીની અપેક્ષાએ તે (તર્જની) ઉત્પન્ન છે. (લાંબી આંગળી છે) એના પછીની
અપેક્ષાએ તે (તર્જની) ઉત્પન્ન છે. સમજાય છે? હવે આંગળી ઉપરથી તો લીધું હવે. આ (સૌથી
લાંબી આંગળીની અપેક્ષાએ તર્જની) તે વિનષ્ટ છે. અને આના પછીની (એટલે કે સૌથી લાંબી
આંગળી છે તેના) પછીની અપેક્ષાએ તે (તર્જની) ઉત્પન્ન છે. સમજાય છે કાંઈ? (શ્રોતા) એક ને
એક ઉત્પન્ન ને વિનષ્ટ?
લાંબી આંગળી છે જે છે તર્જની પહેલાં) એની અપેક્ષાએ તે (તર્જની) વિનષ્ટસ્વરૂપ છે. અને ત્યાર
પછીના એટલે (સૌથી લાંબી આંગળી પછીની) આ (તર્જની) એને ઉત્પન્ન કહીએ. આહા... હા!
સમજાય છે કાંઈ? એમ દરેક પ્રદેશને પૂર્વની અપેક્ષાએ વ્યય, અને એની પછીની અપેક્ષાએ ઉત્પન્ન અને
છેછેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય (કહેવાય છે.) આહા... હા.! શું શાસ્ત્રની શૈલી! રાત્રે જરા કહ્યું’ તું ને..!
પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય. ‘સમયસાર’ માં આવે છે. દરેક પદાર્થને જે સમયે જે પર્યાય થવાની છે
(તેમાં આ ત્રણેય લાગુ પડે). આ પ્રદેશનું કહ્યું હવે આપણે પરિણામમાં લઈએ છીએ.
Page 186 of 540
PDF/HTML Page 195 of 549
single page version
અનુસ્યૂતિથી રચાયેલા.” પણ કોઈની અપેક્ષા નથી (ધ્રૌવ્યને) છેછેછેછેછેછેછે “એક પ્રવાહપણા વડે
અનુભયસ્વરૂપ છે.” અનુભયસ્વરૂપ (છે) બેમાંથી એકેય સંબંધ નથી. (ઉત્પન્ન કે વિનષ્ટ.) એ દ્રષ્ટાંત
થયો પ્રદેશનો. હવે પરિણામની વાત કરે છે. આહા...હા...!
વિનષ્ટ કહેવાય, અને પૂર્વના પરિણામની અપેક્ષાએ તેને ત્યારપછીનો (અંશ) કહેવાય. ઉત્પન્ન કહેવાય.
અને તેને જ આ છે, આ છે, આ છે તેને ધ્રૌવ્ય કહેવાય. (શ્રોતાઃ) એકના ત્રણ નામ? (ઉત્તરઃ)
એકના ત્રણ. (નામ). (‘સમયસાર’ ગાથા) ૭૬ માં એકના ત્રણ આવ્યા ને...! પ્રાપ્ય, વિકાર્ય,
નિર્વિર્ત્ય... ભાઈ! જે પર્યાય પ્રગટ થઈ અને ધ્રૌવ્ય છે ઈ ધ્રૌવ્ય છે. ધ્રૌવ્ય (એટલે) થવાની છે તે
કાળે તે થઈ તે ધ્રૌવ્ય. એ અપેક્ષા તેને પ્રાપ્ય કહ્યું. અને પૂર્વની અપેક્ષાએ તેને... ક્યાં ગયા’તા?
ખરેખર ગયું આજ તો. ખરું હતું ને ગયું! આહા.. હા! તદ્ન નવું છે. સમજાણું કાંઈ? પ્રદેશનું તો ગયું
હવે. હવે પરિણામ ઉપર લઈએ છીએ. કે પરિણામ છે જીવના, જે સમયે જે થવાના તે. તે પરિણામ
પૂર્વના પરિણામની અપેક્ષાએ વિનષ્ટ, અને ત્યારપછીની અપેક્ષાએ ઉત્પન્ન ત્યારપછી એટલે પૂર્વની
અપેક્ષા જે વિનષ્ટ કહ્યું’ તું એ પૂર્વની અપેક્ષા પછીનું એ ઉત્પન્ન. આહા...હા..! (પંડિતજી!) આવું
ઝીણું છે. ધીમે-ધીમે (વ્યાખ્યા) થાય છે બાપા! આહા...! આકરો. વીતરાગ મારગ છે. આહા...હા!
અપેક્ષાએ ઉત્પન્ન. ત્યારપછીના એટલે? એ જે પૂર્વનો પ્રદેશ હતો, તેના પછીની અપેક્ષાએ તે ઉત્પન્ન છે
(એટલે ત્યારપછીના કહ્યું છે) અને છે, છે, છે, છે, છે, છે, છે, છે, છે, છે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે.
આહા... હા!
‘પ્રાપ્ય’, એક અવસ્થાથી બીજી અવસ્થા જે બદલવાપણું આવ્યું’ તે ‘વિકાર્ય’, અને નવી અવસ્થાનું
જે નીપજવું થાય તે નિર્વર્ત્ય. - સમયસાર પ્રવચનો ભાગ-૪ પાનું- ૧૦૦
પર્યાય થવાની છે - દ્રવ્યની કે આત્માની કે બીજા દ્રવ્યોની. તે પયાય ધ્રૌવ્ય છે. ધ્રૌવ્ય એટલે
Page 187 of 540
PDF/HTML Page 196 of 549
single page version
વિકાર્ય કહ્યું. પૂર્વનો અભાવ છે. તે જ અપેક્ષાએ તે પર્યાયને વિકાર્ય કહ્યો. પહેલું પ્રાપ્ય કીધું’ તું તે જ
પરિણામને પૂર્વની અપેક્ષાએ એને વિકાર્ય એટલે બદલીને થયું એમ કહ્યું અને નિર્વર્ત્ય-ઊપજયું છે. ઈ
ને ઈ પર્યાયને ઊપજયું છે તે અપેક્ષાએ તેને નિર્વર્ત્ય કહીએ. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય. આ... રે!
આવી વાતું હવે (પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્યનું પૂરું સ્વરૂપ ગાથા) ૭૬-૭૭-૭૮-૭૯ ચારમાં આવે છે.
આહા... હા!
પરિણામને કહેવાય છે). આહા... હા..! એ પરિણામ એ સમયે ત્યાં ‘છે’ એની અપેક્ષાએ પ્રાપ્ય -
ધ્રૌવ્ય કહીએ. અને પૂર્વની અપેક્ષાએ બદલીને થ્યું માટે એને વિકાર્ય કહીએ અને ઊપજયું છે એ
અપેક્ષાએ પરની અપેક્ષા જ્યાં ન આવી (ઊપજવામાં) - એ ઊપજયું છે તે (અપેક્ષાએ) તેને નિર્વર્ત્ય
કહીએ. આહા... હા..! એ ભાઈ! મુંબઈમાં, મુંબઈમાં કાંઈ ન મળે, બધે થોથાં, પૈસા મળે, બે-અઢી
હજારનો પગાર મળે. (આ તત્ત્વ ન મળે.) આહા.. હા! એમ એ પરિણામ જે આત્મામાં થવાના એ
થવાના તે તેનો અવસર જ છે. એ આઘે - પાછળ નહીં. પણ તે પરિણામની ત્રણ અપેક્ષા (છે.) પૂર્વ
પરિણામની અપેક્ષાએ વ્યય વિનષ્ટ કહીએ. તેને જ પૂર્વની અપેક્ષા કહીને ત્યાર પછીનો કહીને ઉત્પન્ન
કહીએ. (અર્થાત્) ત્યારપછીનો કહીને (ઉત્પાદ) ઉત્પન્ન કહીએ. અને તેને જ પૂર્વની અપેક્ષા અને
ત્યાર પછીની બે અપેક્ષા છોડી દઈએ ‘છે’ તો એને ધ્રૌવ્ય કહીએ. આહા... હા! સમજાણું? (શ્રોતાઃ)
એકમાં ત્રણ.
વર્તમાન પરિણામ ઉત્પન્ન થાય, તે તે જ સમયે થાય, આગળ-પાછળ નહીં “ક્રમબદ્ધ” “આ એક જો
સમજે “ક્રમબદ્ધ” નું તો બધો ફેંસલો ઊડી (થઈ) જાય.”
ત્યારપછી એટલે પૂર્વની અપેક્ષા કીધી ત્યાર પછીની એમ. અને તે કાળે ‘છે’ પરને લઈને અભાવ
(વિનષ્ટ) પોતાને લઈને ઉત્પન્ન (ઉત્પાદ) એવી કોઈ અપેક્ષા નથી ‘છે’ એ ધ્રૌવ્ય
Page 188 of 540
PDF/HTML Page 197 of 549
single page version
(જે થવાની હોય તે થાય છે.) ભગવાનની પ્રતિમા - પણ જે સમયે જ્યાં પર્યાય થવાની છે -પ્રતિષ્ઠા
-એ પર્યાય તે સમયે થઈ એ પૂર્વેર્ ન હતી એ અપેક્ષાએ વિનષ્ટ કહીએ અને વર્તમાન જે પર્યાય થઈ
તેને ઉત્પન્ન કહીએ. વિનષ્ટ પછીની પર્યાય થઈ તે ઉત્પન્ન કીધી. અને તેને પૂર્વની અને ઉત્પન્નની એવી
અપેક્ષાઓ ન લ્યો તો ‘છે’ એ ધ્રૌવ્ય છે. સમજાય છે કાંઈ? ભાઈ! આવું બધું કલકતામાં ય નથી ને
ક્યાં’ ય નથી! બધું થોથે-થોથાં. પૈસા મળે ને દેખે. ઈ. એની (પણ) અહીંયાં તો ના પાડે છે.
પૈસાની પર્યાય જે સમયે અહીંયાં આવવાની એ પણ એનો અવસર છે. પૂર્વની અપેક્ષાએ એ પર્યાયને
વિનષ્ટ કહી વ્યય કહીએ. અને એના પછીની અપેક્ષાએ તેને ઉત્પન્ન કહીએ અને તે ‘છે’ ‘છે’ ‘છે’
‘છે’ ‘છે’ એ અપેક્ષાએ ધ્રૌવ્ય કહીએ. ભાઈ! આવું છે, પ્રભુ! શું થાય? આ કંઈ ભગવાને કરેલું
નથી. ભગવાન તો એમ કહે છે કેઃ ભાષાની પર્યાય- દિવ્યધ્વનિની જે થઈ તે વખતે તે પર્યાયનો
અવસર હતો તે થઈ. ભાષાની (પર્યાય) આત્માએ કરી નથી. એ (દિવ્યધ્વનિ પર્યાયને, પૂર્વની
અપેક્ષાએ - વર્ગણાની અપેક્ષા લઈએ, હજી ભાષા થઈ નહોતી - તે અપેક્ષાએ તેને વિનિષ્ટ કહીએ.
અને વર્ગણા પછીની (ત્યાર પછીની) પલટીને જે ભાષા થઈ તેને ઉત્પન્ન કહીએ અને તે, તે, તે
પર્યાય છે, છે, છે એમ ‘છે’ ની અપેક્ષાએ ભાષાવર્ગણાની પર્યાય છે, છે, છે તેને ધ્રૌવ્ય કહીએ. ભાઈ!
આવું છે. હળવે-હળવે તો કહેવાય છે.
કહી, અને એના પછીની (વ્યય પછીની) અપેક્ષાએ એ પર્યાયને ઉત્પાદ કહી, પણ તે ‘છે’ ની
અપેક્ષાએ તેને ધ્રૌવ્ય કહી. આહા... હા! તે કાળની તે જ પર્યાય છે આહા... હા! (ગાથા) ૭૬, ૭૭,
૭૮ માં એ જ કહ્યું છે. ‘સમયસાર’ આવી વાત! દિગંબર સંતો! ઘણી સાદી ભાષામાં મૂકે છે, પણ
સમજવું તો પડે ને...! બાપુ! આહા...! એ ઈ તમે કીધું’ તું ને....! આ વાંચવાનું બાકી છે ઈ આવ્યું
આજ. આહા... હા! સમજાય છે કાંઈ?
શ્રીમુખથી નીકળેલી દિવ્યધ્વનિ (છે.)!
પર્યાય (છે, છે, છે) પુદ્ગલમાં કોઈ સમયે પર્યાય નથી એમ તો ન હોય. એમ દરેકમાં છે, છે, છે, છે,
ની અપેક્ષાએ તે ધ્રૌવ્ય છે. એમ દરેકમાં સમજી લેવું. તેથી એક-એક પર્યાયમાં ત્રણ-પણું લાગુ પડે
Page 189 of 540
PDF/HTML Page 198 of 549
single page version
એ વિનષ્ટ (તથા) છે, છે, છે, છે, છે તે ધ્રૌવ્ય, એનો નિર્ણય પ્રભુ! આહા... હા! એનો અકર્તાપણાનો
આહા.. હા! પોતાની (પર્યાય) હો! પરની તો વાતે ય શી કરવી? પરની દશા પાળવી, પૈસા દેવા,
પૈસા લેવા, એ પર્યાય તો તારી કર્તાપણાની નથી.’ એમાં તારો કાંઈ અધિકાર નથી.’ (જ્યાં પોતાની
પર્યાયનો પણ કર્તા નથી.) આહા... હા! મુનિરાજ! સાચા સંતો! એમને આહાર દેવા વખતે શરીરની
ક્રિયા- જે આહાર (દેવાની) પર્યાય (થાય છે.) એ એમ તે વખતે ઉત્પન્ન થવાની હતી તે થઈ (છે.)
પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ, થવાની અપેક્ષાએ - ત્યાર પછીની અપેક્ષાએ તેને ઉત્પન્ન કહીએ
છેછેછેછેછે તેને ધ્રૌવ્ય કહીએ. એમાં આહાર દેનારો કહે કે ‘મેં આહાર-પાણી આપ્યાં’ એ વાત એમાં
રહેતી નથી. આહા... હા! (શ્રોતાઃ) બધાને લોલાં (પાંગળા) બનાવી દીધાં...! (ઉત્તરઃ) બધાને
પુરુષાર્થવાળા બનાવી દીધાં. આહા...હા..! વીર્યવાળા બનાવ્યા ઈ. હું મારી પર્યાયનો પણ કર્તા નથી
એવું મારું વીર્ય છે. આહા...હા! સમજાણું કાંઈ? જ્ઞાતા છઊં તે મહાવીર્ય છે. એ મહાપુરુષાર્થ છે.
સમજાય છે કાંઈ? આવી વાતું હવે!! આમાં વાદ - વિવાદ કરે તો ઈ ક્યાં પાર પડે! આહાહા!
વસ્તુસ્થિતિ!! બધા તો એમ કહે કે કાનજીસ્વામી અહીં આવ્યા ત્યારે આ બધું થયું. એ વાત -એ
કહેતા’ તા ઓલા
એમ નથી બાપુ!
ઉત્પન્ન બેની અપેક્ષા જ્યાં છે જ નહીં છેછેછે તે કાળે તે પર્યાય, તે કાળે તે પર્યાય, તે કાળે તે પર્યાય
છે. આહા... હા..! ‘છે’ ની અપેક્ષાએ એક - એક પર્યાયમાં ત્રણપણું લાગુ પડે બાપુ! આહા... હા..!
એ તો (‘સમયસાર’) ૩૨૦ માં આવ્યું ને ભાઈ! સર્વવિશુદ્ધ અધિકાર.
પણ તે કાળે થવાની હતી. અને તે કાળે થવાની હતી (તે થઈ) તે ઉત્પાદ છે. પહેલાની અપેક્ષાએ
વ્યય છે. અને છેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. પણ જ્ઞાનમાં ‘જાણવાની’ વાત (છે.) એ જ્ઞાનની
પર્યાય ફેરવું એ નહીં પાછું આહા...હા...! આ...રે!
એ સંતોએ શાસ્ત્ર રચીને સમજાવ્યું (છે.) (આપે સ્પષ્ટીકરણ કરીને સહેલું બનાવી દીધું.) આહા...
હા..! આવું
Page 190 of 540
PDF/HTML Page 199 of 549
single page version
વાત.
પર્યાય થાય (તે પ્રવાહ છે.) એ એક પછી એક એટલે જે થવાની છે તે એક પછી એક હોં! એમ
નહીં કે એક પછી એક માં (ક્રમસરમાં) એક પછી બીજી કંઈક પણ થઈ જાય એમ નહીં. વર્ણીજી હારે
(આ વાતના) વાંધા હતા ને.....! હવે દિગંબરના અગ્રેસર એની હારે આ વાંધા મેળ કોની હારે
કરવો? એ... ય.!!
નહીં.) તો અહીંયાં તો કહે છે પૂર્વની જે સમયની જે (પર્યાય) હતી, તેના પછીની જે થવાની તે જ
થાય. આહાહાહાહા...!
એક પછી એક, એક પછી એક એનો (પ્રવાહનો) નાનામાં નાનો વર્તમાન (અંશ)
ત્યારપછીના” ત્યાર પછી એટલે જે વિનાશસ્વરૂપ છે. એની પહેલાં જે (પરિણામ) હતું એની
અપેક્ષાએ એને વિનાશસ્વરૂપ કહ્યું. અને જે (પરિણામની અપેક્ષાએ) વિનાશસ્વરૂપ (વર્તમાન)
પરિણામને કહ્યું તો (જે પરિણામની અપેક્ષાની વિનાશ સ્વરૂપ કહ્યું હતું તે પરિણામ) પછી એટલે
ત્યારપછીના પરિણામને ઉત્પન્ન કહ્યું. જેને પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ કહ્યું’ તું તેને જ પૂર્વની પછીની
અપેક્ષાએ તેને ઉત્પન્ન કહીએ. આહા.. હા! સમજાય છે કાંઈ? રાત્રે પ્રશ્ન કરવો. નો’ સમજાય તો.
ઝીણું છે બાપુ, આ તો. આહા.. હા! ક્યાંય બાપદાદાએ ય સાંભળ્યું નહોતું. આહા... હા... હા!
જ હતી, બીજી નહીં. પણ પૂર્વની અપેક્ષાએ તેને વર્તમાન પર્યાયને વ્યય કહીએ. અને એના પછીની તે
પોતે છે વર્તમાન પર્યાય છે માટે તેને ઉત્પન્ન કહીએ અને પછીની અને પહેલાની (વ્યય-ઉત્પન્ન) છોડી
દ્યો તો તેને ધ્રૌવ્ય - અનુભય કહીએ. છે? આમાં તકરારું બધી, વાંધા. બધા ઓલા નાખે
(પત્રિકામાં) સોનગઢનું સાહિત્ય બૂડી (બૂડાડી) દેશે. સંસારમાં ઊડાવી દેશે. ઓલો કરુણાદીપ. વર્ણીજી
કહી ગ્યા છે ને કે નાખ બધેય! ભગવાન બાપુ! આ વાતને.... (સત્ય વાતને...!)
Page 191 of 540
PDF/HTML Page 200 of 549
single page version
હા...! જ્યાં પર્યાય કરવાનું માને એ પણ મિથ્યાત્વ માને. અને એની પોતાની પણ રાગની પર્યાય
કરવાનું માને તે મિથ્યાત્વ માને, અરે! નિર્મળપર્યાય પણ કરું (તેને પણ મિથ્યાત્વ માને.) પર્યાય જે
થવાની છે પ્રભુ સ્વયં તે સમય થવાની છે. એને ઠેકાણે કરું એ ક્યાં રહ્યું? જે થવાની છે તે થવાની
જ તે. સમજાય છે કાંઈ? આવી વાત છે ઝીણી શું થાય. આહા.... હા..! ‘સત્ આ જ છે ભાઈ...!’
ભગવાનનું કહેલું અને વસ્તુનું સ્વરૂપ સત્ આમ જ છે. એમાં ક્યાં’ ય સંદેહને સ્થાન નથી. આઘી -
પાછી પર્યાય થાય એ પણ સંદેહને સ્થાન નથી. આઘી - પાછીની વ્યાખ્યા શું? પ્રભુ! કે આ ઠેકાણે
આ પર્યાય થવાની હતી તે ન થઈ એટલે શું? અને આ પર્યાય પચ્ચીસમે સમયે થઈ એટલે શું?
પચ્ચીસમે સમયે (જે) પર્યાય થવાની હતી તે ન થઈ એટલે શું? મેળ ક્યાં? જુવાનોને આકરું પડે
એવું છે થોડું! અમારા આ (પંડિતજી) ને એ બધા તો અભ્યાસી છે. એને આ સમજાય એવું છે આ
તો. આહા... હા..!
પૂર્વનું પરિણામ છે તેની અપેક્ષાએ ત્યાર પછી થ્યું છે માટે ત્યાર પછીના પરિણામના ઉત્પાદ સ્વરૂપ છે.
આહા... હા! તથા તે જ પર્યાય પ્રવાહક્રમાં આવી એટલે પર્યાય પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા જે
પોતે સળંગ છે, છે, છે, છે, છે, છે (ધ્રૌવ્ય.) (માળામાં) મોતી જેમ છે છે છે છે ધ્રૌવ્ય દોરો જેમ છે.
મોતી છે છે છે એ દરેકને (પહેલા-પછીના મોતીને) છેછેછે લાગુ પડે છે.
પરમાણુમાં એક પ્રવાહપણે ક્રમસર.... ક્રમસર... ક્રમસર... એક (આખો) પ્રવાહ ક્રમે, ક્રમે, ક્રમથી થયા
જ કરે છે એ અપેક્ષા લઈએ તો તે ઉત્પાદ અને વ્યય ન કહેવાય તે ધ્રૌવ્ય કહેવાય - છે એમ કહેવાય.
(અનુભય છે એમ કહેવાય, અનુભયસ્વરૂપ છે.)
અભ્યાસમાં નથી અને જ્યાં - ત્યાં હું કરું. આ શરીર હાલે તો કહે હું હલાવું છું. બોલું તો પણ હું.
‘સ્વાહા’ ભગવાનની પૂજામાં સ્વાહા-સ્વાહાની ભાષા પણ મારી. અને (અર્ધ્ય ચડાવું તે) આ
આંગળા હાલે છે એ પણ મારા. આવી જ્યાં હોય ત્યાં બુદ્ધિ પડી છે. (શ્રોતાઃ) આંગળા કેના છે?
(ઉત્તરઃ) આંગળા જડના (છે.) અને જડની અવસ્થા થાય ઈ જડના કારણે થાય. અને તે અવસ્થા
તે જ સમય તે જ થવાની હતી. (તે જ થઈ છે.) સમજાણું કાંઈ?
Page 192 of 540
PDF/HTML Page 201 of 549
single page version
નથી એટલે ૧૮૮ પાને જુઓ, અહીંયાં એ હાલે છે. આહા... હા!
મકાન બનાવું ને... એમાં આપણે રહેશું ને.... બાયડી - છોકરાંવને ત્યાં ઠી’ ક પડશે. અરે... રે..
ભ્રમણા, ભ્રમણા ભ્રમણા છે. (એમ અહીંયાં) કહે છે પ્રભુ! (શ્રોતાઃ) બધાય બાવા થઈ જાય તો
આપશે કોણ ખાવા?
પોલીસ એક નીકળેલો, બેઠેલો બહાર. એટલે પૂરું થ્યું પછી કહે મારા’ જ તમે બહુ ત્યાગનું કહો છો.
બધા ત્યાગી થઈ જશે તો એને આહાર-આહાર કોણ આપશે? એવો પ્રશ્ન કર્યો પોલીસે. ૭૮ ની
સાલની વાત છે. કેટલાં થ્યાં સત્તાવન. કીધું બાપું, ઈ કોણ આપશે ઈ પ્રશ્ન ત્યાં છે જ નહીં. એ ટાણે
પર્યાય થવાની હોય તે આપશે જ. આપશે જ (એટલે) થશે જ. મેં તો જવાબ ઈ આપ્યો’ તો કે’
એક માણસ લાખપતિ છે ને પચ્ચીલાખ (પતિ) થવા માંગે છે. તે એમ વિચારે કે આ બધા
પચ્ચીસલાખવાળા થઈ જશે તો ગરીબ-વાસણ ઉટકનારા કોણ રહેશે? મારું રાંધનારું કોણ રહેશે? આ
લાકડા લાવનાર કોણ રહેશે? એમ વિચાર કરે છે કીધું તે દી’. આ તો ૭૮ ની વાત છે ચૂડામાં.
પર્યાય જે છે જે સમય થવાની એ પર્યાયને ત્રણ્ય લાગુ પડે. પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ, વર્તમાન
અપેક્ષાએ, ઉત્પન્ન, છેછે અપેક્ષાએ ધ્રૌવ્ય. એવી જ્યાં પર્યાયનો નિર્ણય કરે ત્યારે તે જ્ઞાતા-દ્રષ્ટા થાય.
ત્યારે તે વર્તમાન થતી પર્યાયનો પણ તે કર્તા ન થાય. કારણ કે એમાં ‘ભાવ’ નામનો (આત્મામાં)
ગુણ છે. અને અનંતગુણમાં ‘ભાવ’ નું રૂપ છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય જ. કરું તો
થાય નહિતર ન થાય એમ’ છે નહીં. આહા... હા! ઠીક! ભાઈ આવી ગયા આજ. આવું બધું વારંવાર
ન આવે ન્યાં. આતો સામે પુસ્તક આવ્યું. હોય એનો અર્થ થાય ને..! આહા...! આ પંડિતો બધા
(અહીંયાં છે ને...!) આ માળા’ પંડિતો લ્યો છે ને પચાસ પંડિતો ભેગા થ્યા’ તા ઈન્દોર. અહીંયાંનો
વિરોધ (કરવા). ‘પરંતુ ન કરે એ દિગંબર નહીં. અર... ર અરે પ્રભુ! પ્રભુ! આ તું શું કરે છે!
પછી એ શું કરે? (સત્નો વિરોધ કરે.) સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો એ વાત (ક્રમબદ્ધની) જ નથી.
એ તો જૈનપણાથી વિરુદ્ધ બધી વાતો એનામાં તો. આહા! આ તો દિગંબરમાં પણ ગોટા ઊઠયા.
Page 193 of 540
PDF/HTML Page 202 of 549
single page version
પડયા છે લખાણ. પ્રસિદ્ધ પડયા છે. આવા. (પ્રવચનસાર, નિયમસાર, સમયસાર આદિ.) (ક્રમબદ્ધ)
એણે એમ કે એમ નહીં. આપણે કરીએ તો થાય ને ન કરીએ તો ન થાય. પરનું પણ આપણે કરીએ
તો થાય નહિ તો ન થાય. અરે, આત્મામાં પણ પર્યાય કરું તો થાય નહિતર ન થાય. એમ છે નહીં
સાંભળ ભાઈ! પ્રભુ, તું તો જ્ઞાનસ્વરૂપ છો ને...! આહા...! જ્ઞાનની પર્યાય પણ થવાની તે કાળે થાય
જ. પણ એની પ્રધાનતા દેતાં બીજી પર્યાયને કરું એમ નહીં તેના કરનાર નહીં પણ તેના જાણનાર છું
ત્યાં એને ઊભો રાખજે કો’ ભાઈ! આવું (સત્ છે.) .
પ્રવાહપણા વડે.” છેછેછે ના એક પ્રવાહ વડે “અનુભયસ્વરૂપ છે.” એ ઉત્પાદ અને વ્યયસ્વરૂપ નથી.
એટલે ધ્રૌવ્યસ્વરૂપ છે. આહા... હા! એ ત્રણ-ચાર લીટીમાં આટલું બધું ભર્યું છે. લ્યો, આ શ્રીમદ્ના
ભગત છે એમણે સાંભળ્યું નહોતું. પણ (પરિણામ) વસ્તુ છે કે નહીં? છે તો તેના ત્રણ અંશ પડે છે
કે નહીં? ત્રણ અંશ પડે છે ઈ ત્રણે - ય પોત - પોતાના, સમયે પોત-પોતાથી છે કે નહીં? એ ‘છે’
એ ધ્રૌવ્ય છે. પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ. અને વિનષ્ટ કહ્યું’ તું (જે પરિણામની અપેક્ષાએ
તે પરિણામ) પછી તે પોતે જ છે તેને ઉત્પન્ન કહીએ. આહા... હા! (એમ એકને ત્રણ લાગુ પડે છે.)
જ. તેને પણ ત્રણ્ય અપેક્ષા લાગુ પાડી. અને તેને (ઉત્પત્તિ-સંહાર) ધ્રૌવ્ય કીધું. આ ‘પ્રવચનસાર’
માં આમ કહ્યું. ‘સમયસાર’ માં પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય કહ્યું. આહા.. હા! એક જ પર્યાયના ત્રણ
(નામ) તેથી અર્થ કર્યો કે પ્રાપ્ય એટલે ધ્રૌવ્ય, એટલે તે સમયે તે (પરિણામ) છે. એમ દરેકમાં
છેછેછેછેછેછેછે એક પ્રવાહરૂપ છેછેછેછેછેછેછે. આહા... હા! આવો નિર્ણય કરવા જાય એને પરનું
કરવાપણું - પરનું કર્તાપણું તો ઊડી જાય પણ પોતાની પર્યાયનું - રાગનું કર્તાપણું ઊડી જાય.
આહાહાહાહાહા!
વાત છે.
ઉત્પાદ- વ્યય ને ધ્રૌવ્ય. છએ દ્રવ્યમાં આહા... હા! આ કાંઈ વાર્તા નથી પ્રભુ!
Page 194 of 540
PDF/HTML Page 203 of 549
single page version
આ રીતે જાણીને (આત્મતત્ત્વ) અનુભવ્યું છે. આહા.. હા! એના સંસારના અંત આવી ગ્યા. એ
અંતનો સમય હતો. પણ જયારે એ હતો એવું જ્ઞાન ને આનંદ પ્રગટયો. એને અલ્પસમયમાં સંસારનો
અંત આવી જાય, એને ભવનો અંત આવી જાય. આહા... હા..! “આ પ્રમાણે સ્વભાવથી જ.”
સ્વભાવથી જ. એક પરિણામમાં ત્રણલક્ષણપણું. એ સ્વભાવથી જ છે. આહાહાહા!
(પરિણામોની પરંપરામાં.) ” પરંપરા પરિણામની આહા... હા! હવે એકવાર મધ્યસ્થી (થઈને)
સાંભળે તો ખરા, બાપુ! શેના વિરોધ કરો છો, ભાઈ! ‘આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામ
પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) “વર્તુતું દ્રવ્ય.” છે? હવે ત્રણ્યમાં વર્તુતું દ્રવ્ય. “સ્વભાવને નહિ
અતિક્રમતું હોવાથી.” એવું જે દ્રવ્ય સ્વભાવથી જ ત્રિલક્ષણ. આવો જે સ્વભાવ ત્રિલક્ષણ પરિણામ
પદ્ધતિની પરંપરામાં વર્તુતું દ્રવ્ય “સ્વભાવ ને નહિ અતિક્રમતું હોવાથી.” આહા...! એ (દ્રવ્ય)
સ્વભાવને ઓળંગતું નથી. સમજાય છે? “સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું.” સત્ત્વ એટલે સત્દ્રવ્ય.
ઓલું હતું પરિણામનું ત્રિલક્ષણ હવે અહીંયાં દ્રવ્યને ત્રિલક્ષણ (કહયું.) દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું
ઓલું પરિણામનું હતું. એથી દ્રવ્યને ત્રિલક્ષણ જ અનુમોદવું. આહા... હા! ‘અનુમોદવું’ નો અર્થ કર્યો
કે આ રીતે જયારે દ્રવ્યસ્વભાવ ત્રિલક્ષણવાળું લઈને જે દ્રવ્યદ્રષ્ટિ થાય એને આનંદથી માન્ય અતીન્દ્રિય
આનંદના વેદનથી એને માન્ય રાખવું. આહા... હા... હા.. હા!