Page 318 of 540
PDF/HTML Page 327 of 549
single page version
ધ્રૌવ્યનો ક્ષણભેદ (નિરસ્ત કરીને) એમાં સમયભેદ નથી. એક દ્રવ્યમાં (જે) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય છે,
તે એકસમયમાં છે. ક્ષણભેદ નથી. જે સમય ઉત્પાદથાય, તે જ સમય પૂર્વનો વ્યય થાય, ધ્રૌવ્યપણે તો
(ટકે છે.)
સમજાવે છે.” ત્રણેય થઈને દ્રવ્ય છે. આ દ્રવ્ય પ્રમાણનું છે. ત્રિકાળી દ્રવ્ય જે સમ્યગ્દર્શનનો આશ્રય છે ઈ
નયનું દ્રવ્ય છે. અને આ દ્રવ્ય છે ઈ પ્રમાણનું દ્રવ્ય છે. આમ આખી યે વસ્તુ છે ધ્રુવ! એ પણ આમાં
ખ્યાલમાં આવે, અને ઉત્પાદ-વ્યય ખ્યાલમાં આવે. બેયનું જ્ઞાન થાય એ પ્રમાણ, પણ જેવું વસ્તુનું
સ્વરૂપ છે તેવું જ્ઞાન જો ન કરે, વિરુદ્ધ (જ્ઞાન) કરે તો મિથ્યાદ્રષ્ટિ થાય. ઈ (ગાથા) અઠાણુમાં કહેવાણું
છે. આહા... હા! આગમમાં જે રીતે, વસ્તુની મર્યાદા કહી છે ને જાણવી છે એ રીતે જો ન માને તો
પરસમય છે. મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! એથી કહે છે.
જૈન છીએ. પણ શું જૈન કહે છે? એ તત્ત્વની (કાંઈ ખબર ન મળે!) અહીંયાં તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની
(વાતથી) શરૂ કર્યું. દરેક પદાર્થને દરેક સમયે અવસરે, જે પર્યાય થાય તે ઉત્પાદ છે, અને તે ક્ષણે
પૂર્વની પર્યાયનો વ્યય થાય, અને તે જ ક્ષણે ધ્રૌવ્યપણે રહે - ઇ પર્યાયના ત્રણ ભેદ છે. અહીં શિષ્ય
શંકા કરશે પછી.
છે. અને અહીં જન્મે છે. સમય એક છે. આહા... હા! જે સમયે દેહ છૂટયો એની પોતાની પર્યાયની
યોગ્યતાથી દેહ છૂટયો છે એ વ્યય થઈને બીજે ઊપજે-જન્મે તે સમય એક છે.
કેવળજ્ઞાન ને પૂર્ણાંનંદ! જતાં આમ રસ્તામાં ન્યાં (સિદ્ધાલયમાં જતાં) એક સમય છે. આહા... હા! એ
ઉત્પાદનો એ સમય છે ને (એ સમયે જા સંસારનો વ્યય છે.) સિદ્ધપણાનો ઉત્પાદ છે ને સંસારની
પર્યાયનો વ્યય છે અને ધ્રુવ તો છે જ.
Page 319 of 540
PDF/HTML Page 328 of 549
single page version
एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।। १०२।।
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
પરમાણુ, એની અવસ્થા જે થાય છે એની જન્મક્ષણ છે. તે જ સમયે, તે ઉત્પત્તિનો કાળ છે. આહા...
હા ઈ આત્માથી કર્યો થાય છે એમે ય નથી. પોતાની પર્યાયની પણ જન્મક્ષણ છે. આહા... હા! જે
સમયે તેને પર્યાય ઉત્પન્ન થવાનો તેને જન્મનો - ઉત્પત્તિનો એનો કાળ છે. હવે આ શિષ્યની શંકા છે
કે જન્મસમય-જન્મક્ષણ હોય-જન્મથી જ વ્યાપ્ત હોવાથી વાત કરી છે કે ઉત્પત્તિની જે ક્ષણ છે તે
ઉત્પત્તિની ક્ષણ સાથે સંબંધ રાખે.
મળે!) આ તો વીતરાગ સર્વજ્ઞદેવ, એણે જોયેલાં છ દ્રવ્યો, અને તેમાં ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય (એ)
ત્રણ પર્યાયો એક એક (દ્રવ્યમાં એકસમયે છે). આહા... હા! ઈ પર્યાયોનો સમુદાય ઈ આખું દ્રવ્ય. એ
અહીંયાં સિદ્ધ કરવું છે. શિષ્ય કહે છે
શિષ્યનો પ્રશ્ન છે. બધી લોજિકથી વાત છે પણ ભઈ (ગળે ઊતારવું એને છે ને...!) અભ્યાસ ન
મળે, એને (આ તત્ત્વસ્વરૂપ) અજાણ્યા જેવું લાગે! શું આ તે કહે છે જૈન ધરમ આવો હશે?
આહા...! જૈન ધરમની ખબર જ ક્યાં છે? વાડા બાંધીને બેઠા! આહા... હા!
ક્ષણે - ક્ષણિક અને ધ્રૌવ્ય, એ સમયે ન હોય શકે. (અર્થાત્) એ જ સમયે ન હોઈ શકે. એમ
શિષ્યનો પ્રશ્ન છે.
થાય, તે પર્યાયનો ક્ષણ અને વ્યયનો ક્ષણ ને ધ્રૌવ્યનો ક્ષણ જુદો હોય, ત્રણની એક (જ) ક્ષણ કેમ
હોય? ત્રણનો એક જ સમય હોય તો ત્રણ કેમ? માટે એની ઉત્પત્તિનો ક્ષણ જુદો, વ્યયનો જુદો ને
ધ્રૌવ્યનો જુદો - એમ શિષ્યનો
Page 320 of 540
PDF/HTML Page 329 of 549
single page version
પરમાણુને ટકવાનો (જે) ક્ષણ હોય, (એટલે) “જે સ્થિતિક્ષણ હોય તે, બન્નેના અંતરાળમાં (અર્થાત્
ઉત્પાદક્ષણ અને નાશક્ષણની વચ્ચે) દ્રઢપણે રહેતી હોવાથી.” સ્થિતિ તો ક્યારે રહે? ઉત્પન્ન ને
નાશની વચ્ચમાં રહે તો (સ્થિતિ રહે.) વચ્ચમાં સ્થિતિ રહે. અભાવ થાય પહેલાં - અભાવ થાય પછી
સ્થિતિ રહે. અને ઉત્પન્ન થાય એના પહેલાં સ્થિતિ રહે. પણ સ્થિતિ તો પછી રહે. પણ તમે કહો છો
એકસમયમાં નાશ, એક સમયમાં ઉત્પત્તિ અને એકસમયમાં સ્થિતિ!! આહા... હા!
બોલ) “અને જે નાશક્ષણ હોય તે,” જે દ્રવ્યમાં નાશનો કાળ છે. કે આત્મામાં કે પરમાણુમાં
અભાવનો કાળ છે, નાશનો (કાળ છે.) ઈ નાશપણાની વચ્ચે દ્રવ્યપણે રહેતી હોવાથી જન્મક્ષણ ને
નાશક્ષણ ન હોય. આહા... હા! નાશક્ષણ દ્રવ્યપણાને રહેતી હોવાથી એ સ્થિતિ. જન્મને નાશપણાની
ક્ષણે વચ્ચે રહેતી સ્થિતિ, એને સ્થિતિ-ટકવું કહેવાય. (પ્રશ્નઃ) ઉત્પત્તિ વખતે ઈ નું ઈ ઉત્પન્ન થાય ને
ઈ નું ઈ ટકે ને ઈ નું ઈ નાશ થાય? આ પ્રશ્ન છે. ઈ નો ઈ ઊપજે, ઈ નો ઈ ક્ષય થાય, ઈ નો ઈ
ટકે!! સમજાય છે કાંઈ? આહા... હા!
શું કીધું? આહા... હા... હા... હા! શિષ્યનો પ્રશ્ન છે. વસ્તુ ઊપજે, અને થોડીવાર ટકે, પછી નાશ થાય.
તમે તો (કહો છો) એક સમયમાં ત્રણ થાય, એક સમયમાં ત્રણ થાય! એટલું તો સમજયોને ઓલો
શિષ્ય! આવો પ્રશ્ન હજી ક્યાં છે? આહા... હા
જાય? અને ઊપજે, ઊપજવું તો ટકવું (તો) રહેતું નથી? ઊપજે તે વખતે નાશ થઈ જાય તો ટકવું
તો રહેતું નથી? અ... હા... હા... હા! આવો ઉપદેશ ભઈ તત્ત્વની વાત છે આ બધી! તત્ત્વનું જ્ઞાન,
મૂળ તત્ત્વનું જ્ઞાન નથી એને કાંઈ ધરમ જ હોતો નથી. એ દયા ને વ્રત ને કરે એ બધું સંસાર -
રાગ! રખડે નરક-નિગોદમાં! આહા... હા! આ એવી વાત છે.
સ્થિર રહે? એ વખતે પાછો નાશ થાય એમ કેમ હોય? અને ટકતું તત્ત્વ છે એને ઊપજે ને વ્યય થાય
તો પણ ટકતું ને ટકતું ઈ એમ કેમ થાય? અ... હા! ઊપજે, ટકે ને નાશ થાય? ઊપજે (પહેલે)
સમયે,
Page 321 of 540
PDF/HTML Page 330 of 549
single page version
તરત જ (એમ કેમ હોય?) આહા... હા! પ્રશ્ન સમજાય છે પહેલો? (શ્રોતાઃ) અહીંયાં ત્રણ ભેદ
બતાવવા... છે.
કાળ જુદો, ટકવું ઈ જુદું, ઈ ઊપજે છે ઈ ટકે ક્યાંથી? ટકવું જુદું ને નાશ પામવું ઈ (ક્ષણ પણ) જુદી.
આહા... હા! આવો પ્રશ્ન! ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (શબ્દ) પણ કેટલાકે તો સાંભળ્યાં ન હોય બિચારાંએ
(કે) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય શું છે? “–આમ દલીલથી વિચારતાં ઉત્પાદનો ક્ષણભેદ હૃદયભૂમિમાં
ઊતરે છે (અર્થાત્ ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્નભિન્ન હોય, એક ન
હોય –એમ વાત હૃદયમાં બેસે છે.” (આ) શિષ્યનો પ્રશ્ન છે. એ અમને બેસે છે. કારણ કે ઊપજે છે
ને ઈ ઊપજયું તે જ વ્યય થયું ઊપજેલું? ઊપજે હજી તો ઊપજે છે તે વખતે સ્થિતિ હોય? એ સ્થિતિ
છે ને ઊપજયું ને તે જ નાશ પામ્યું? ત્રણ ભેદ પડવા જોઈએ ને...! તમે તો એક જ સમયે કહો છો
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય! આહા... હા! હવે એનો ઉત્તર.
ઊપજે, દ્રવ્ય વ્યય થાય ને દ્રવ્ય ટકે એમ હોય તો તો તારી વાત બરાબર છે. પણ અહીંયાં તો (કહે
છે) દ્રવ્યની પર્યાય ઊપજે ને ટકે ને દ્રવ્યની પર્યાય તે સમયે વ્યય થાય ને દ્રવ્યપણું ટકી રહે તે સમયે
એની વાત છે અહીંયાં, દ્રવ્ય ઊપજે ને દ્રવ્ય થાય એમ ક્યાં કીધું છે અહીંયાં. આહા... હા! સમજાણું?
આવું (તત્ત્વ) ધરમની વાતું હવે! વેપારીને નવરાશ ન મળે ને પાપના આડે આખો દિ’ એમાં પાછું
સાંભળવાનું આવું મળે નહીં. હવે એને નિર્ણય શું કરવો? અરે... રે જિંદગીયું હાલી જાય છે! ઢોરની
જેમ. જિંદગી ઢોરની જેવી છે બધી. ભલે લાખ, પાંચ-પચાસ લાખ કરોડ ભેગા કર્યા હોય! આહા...
હા! વીતરગ, સર્વજ્ઞદેવ પરમેશ્વર દ્રવ્યનું-તત્ત્વનું જે સ્વરૂપ કઈ રીતે છે તે રીતે ઈ સમજમાં ન આવે,
તો ઈ રખડી મરશે. આહા...! ભલે ઈ વ્રત ને તપ કરતો હોય તો ય ઈ રખડી મરશે. આહા... હા!
નથી.” એમ કોણે કીધું તને? એમ કહે છે. દ્રવ્ય ઊપજે છે, પદાર્થ (ઊપજે છે), દ્રવ્ય નાશ પામે છે,
દ્રવ્ય ધ્રૌવ્ય રહે છે એમ કોણે કીધું તને? અમે તો એના પર્યાયના ત્રણ પ્રકાર પાડીએ (ને કીધું કે)
એક સમયમાં ત્રણ (છે.)
Page 322 of 540
PDF/HTML Page 331 of 549
single page version
“પર્યાયોના જ ઉત્પાદાદિક છે.” અવસ્થાના જ ઉત્પાદાદિક છે લ્યો! અવસ્થાના જ દ્રવ્યના (નહીં).
દ્રવ્ય જે છે કાયમી ચીજ એની આ ત્રણ અવસ્થાઓ છે. ત્રણ અવસ્થા થઈને આખું દ્રવ્ય છે. એ દ્રવ્ય
પોતે ઊપજે ને ધ્રૌવ્યપણે ટકે ને નાશ પામે એમ કોણે કહ્યું તને એમ કહે છે. એ તો પર્યાયો છે. ત્રણ.
પર્યાય ઊપજે એ વખતે પૂર્વની પર્યાયનો વ્યય થાય, અને ઊપજે છે ને (વ્યય થાય છે) એમાંથી એ
ધ્રૌવ્ય છે. એક સમયમાં ત્રણે ય રહે છે. આહા... હા!
આહા... હા! એમાં પર્યાય આવી જાય. એ પર્યાય ત્રિકાળી જ્ઞાયક ભગવાનનો આશ્રય કરે, ત્યારે
જ્ઞાયકભાવ આવી જાય ને આ ત્રણ પર્યાય આવી જાય. નિર્ણય કરે ત્યારે “હું તો પરમાત્મા નિજ
પરમાત્મ દ્રવ્ય છું’ હું પર્યાય છું એમ નહીં. આહા... હા! ‘હું તો નિજ પરમાત્મ દ્રવ્ય છું’ ત્રિકાળ
નિરાવરણ એવી હું ચીજ છું અંદર. આહા...! અખંડ છું, એક છું, પ્રત્યક્ષપ્રતિભાસમય, જ્ઞાનમાં પ્રત્યક્ષ
થાય તે જ સ્વરૂપ છે એ. અવિનશ્વર છું શુદ્ધ પારિણામિક સહજ સ્વભાવભાવ લક્ષણ તે નિજ
પરમાત્મદ્રવ્ય
આવી ગ્યું! દ્રષ્ટિ પડી ધ્રુવ ઉપર. ઈ ધ્રુવ છે તે હું છું. આહા... હા! આવી વાતું છે! વીતરાગના ઘરની.
પર્યાયમાં પર્યાય પોતે (એટલે) અવસ્થા (ના ઉત્પાદાદિક છે.) વસ્તુની એક અવસ્થા ઉત્પન્ન થાય છે.
વસ્તુ ઉત્પન્ન થતી નથી, વસ્તુ તો અનાદિ છે. એની પર્યાય એક સમયમાં ઉત્પન્ન થાય છે, તે જ સમયે
પૂર્વની પર્યાયનો વ્યય થાય છે, તે જ સમયે ટકતું તત્ત્વ છે. તો એમ કીધું ઉત્પન્ન-વ્યય વચ્ચે ધ્રૌવ્ય છે.
ઊપજે થોડીવાર ટકે પછી વ્યય થાય. એમ કીધું ને...? (શંકાકારે) પ્રશ્ન પણ ઝીણો લ્યો! ઊપજે, થોડી
વાર ટકે કે પાધરું નાશ થાય? પણ પછી નાશ થાય. નાશ ને ઉત્પાદ વચ્ચે ધ્રૌવ્ય હોય. કાળ હો કાળ.
કહે (છે) એમ નથી. અમે તો પર્યાયોના ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય કહ્યા છે. દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય
કહ્યા નથી. આહા... હા! “એમ સ્વીકારવામાં (અને સિદ્ધ કરવામાં આવ્યું)” ત્યાં ક્ષણભેદ ક્યાંથી
હોય? જ્યાં પર્યાયના ત્રણ (ભેદ) સ્વીકારવામાં આવ્યા છે ત્યાં કાળભેદ, ક્ષણભેદ, સમયભેદ ક્યાંથી
હોય? દ્રવ્યના સ્વીકારવામાં આવ્યા હોય તો તે કદાપિ હોય, પણ (અહીંયાં તો પર્યાયના ઉત્પાદાદિક
સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યા છે.) દ્રવ્ય તો કદી પણ ઊપજતું નથી, વ્યય થતું નથી ને દ્રવ્ય
ધ્રૌવ્ય (ટકતું) નથી. ઈ તો એક અંશ ઊપજે છે, એક અંશ
Page 323 of 540
PDF/HTML Page 332 of 549
single page version
વિષય ત્રણ નથી. આહા... હા! આ તો, જ્ઞાન કરાવ્યું છે. (સમકિતનો) વિષય તો ધ્રુવ છે.
પરમપારિણામિક સહજાત્મસ્વરૂપ ભગવાન (આત્મા) સહજાત્મસ્વરૂપ! પરમાત્મસ્વરૂપ! પૂરણઆનંદ
જ્ઞાનાદિથી ભરેલો જ્ઞાનપરમાત્મા, પોતે પરમાત્મા છે ઈ સમ્યગ્દર્શનનો વિષય છે. અને એમાં
સમ્યગ્દર્શન (આદિની) પર્યાય આવી ગઈ. પૂર્વની પર્યાયનો વ્યય આવ્યો, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ
આવી, મિથ્યાત્વનો વ્યય આવ્યો (એટલે કે) સમકિતની ઉત્પત્તિ આવી ને ધ્રૌવ્ય આવ્યું પણ એના
વિષયમાં ઉત્પાદ-વ્યય ન આવે. આહા... આવો કઈ જાતનો ધરમ હશે આ...! સ્થાનકવાસી અપાસરે
જાય તો સામાયિક કરો ને પડિકકમણ કરો ને પોષા કરો ને... સપરમે આમ કરો ને... એ વળી એવું
હોય. દેરાસરમાં (દેરાવાસી) જાય તો ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો ને અને દિગંબરમાં જાય તો
લૂગડાં છોડો ને પડિમા લઈ લ્યો (ધરમ થશે.) પણ બાપા! મૂળ તત્ત્વની દ્રષ્ટિ વિના - ખબર વિના
શું (તત્ત્વ) છે ભાવ ભાસન (તો નથી.) પહેલા જ્ઞાનમાં, આ સ્થિતિ છે (એનું) ભાસન થયા વિના,
તેની પ્રતીતિ કઈ રીતે થશે? જે વસ્તુ જણાણી નથી, એની પ્રતીતિ કેવી રીતે (આવે)? આપણે
આવી ગયું છે. ગધેડાના શિંગડાં નથી દેખાતા નથી તો એની પ્રતીતિ શી રીતે? (‘સમયસાર’ ગાથા
૧૭-૧૮). આહા... હા!
નથી તેને શ્રદ્ધવું? શી રીતે શ્રદ્ધવું? વાડો આમ બાંધીને અનંતકાળથી રખડે છે બિચારાં! આહા... વાડા
બાંધી બેઠા રે... પોતાનું (પેટ ભરવા.) વસ્તુ ભગવાન! જિનેશ્વરદેવ, કેગળજ્ઞાનીએ જે જોયું પદાર્થનું
સ્વરૂપ, તે રીતે ન સમજતાં - સમજ્યાં વિના (આ) ગોટા ઊઠયા ને સામાયિક થઈ ગઈ (ક્રિયાકાંડ
કરીને એમ માને પણ) ધૂળમાં ય નથી. સામાયિકે ય નથી ને પડિકકમણા ય નથી. (વળી) વરસીતપ
કરે છે, મીંડાં કરે છે એકડા વિનાના મીંડા! આહા... હા! (ખોટા અભિપ્રાયથી) મિથ્યાત્વનું પાપ
વધારે છે. પરના ત્યાગ-ગ્રહણ આત્મામાં નથી છતાં મેં છોડયું - આટલું મે મૂકયું! બધું મિથ્યાત્વ છે.
આહા...! આકરી વાત છે.
(એટલે) પૂર્વની પર્યાય એ ઉપાદાન (છે.) ‘સ્વામી કાર્તિકેય’ (અનુપ્રેક્ષા) માં આવ્યું છે.
સમકિતનું મિથ્યાત્વ ઉપાદાન! પણ એનો ક્ષય - ઉપાદાનનો ક્ષય એ (સમકિતની પર્યાયની ઉત્પત્તિનું)
કારણ છે. ભાષા એવી છે. અવ્રતનો ભાવ પછી જે વ્રત (નો ઉત્પાદ છે) સ્થિરતા (ની ઉત્પત્તિ છે)
એનું ઉપાદાન
Page 324 of 540
PDF/HTML Page 333 of 549
single page version
(શ્રોતાઃ) પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદનું કારણ... (ઉત્તરઃ) તે આવે જ તે ઉત્પન્ન થાય તો આગલી
પર્યાયનો વ્યય થાય જ તે. તેથી ત્રણેને ‘સત્’ કહ્યું છે ને...! ભલે ઉત્પાદ એક જ સમયનો છે પર્યાય,
એક જ સમય ઉત્પાદ રહે છે છતાં ઉત્પાદને ને ધ્રૌવ્યને સત્ કહ્યું છે એમ નહીં.
એકલા ઉત્પાદને ય સત્ કહ્યું નથી, એકલા વ્યયને ય સત્ કહ્યું નથી. આહા... હા!
કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં” એ નિમિત્ત છે.
એની હાજરીમાં, (પણ) ઘડો-પર્યાય એનાથી થયો નથી. અને એની હાજરીમાં! આહા... હા! કુંભાર,
દંડ, ચાકડો અને દોરી એ વડે કરવામાં આવતા સંસ્કાર એની હાજરીમાં (એટલે) સંસ્કારની
હાજરીમાં,
આ કાંઈક (મરણ ટાણે) રામનું નામ લ્યે ને... એટલે એને શકોરું બતાવ્યું આનું શું (નામ?) આનું
શું (નામ?) બા આનું નામ શું કે તે (કહે) શકોરું! એને કહેરાવવું’ તું રામ (પાત્ર), એ લોકોમાં
આવે છે. રામ (તો) મોક્ષ પધાર્યા છે. આહા...! પણ ઈ તો કર્તા માને. તો (અંતસમયે) રામનું નામ
(મુખે) આવે તો એનું ઠીક થાય. શકોરું બતાવ્યું કે બા આ શું છે બા? રામપાત્ર છે એમ તો બોલી
નહીં (શકોરું છે એમ બોલી.) આહા... હા!
અને કુંભાર એનાથી ઘડાથી પર્યાય થઈ નથી. પણ (એની) ઉપસ્થિતિ છે. પહેલાં આવી ગયું (ગાથા
- ૯પની ટીકામાં
કીધું. ત્યાં પકડે કે આ જુઓ! એ અહીંયાં વિરોધ આવ્યો! ‘નિમિત્તથી થાય નહીં’ નિમિત્તથી થાય
નહીં એકાંત કરે છે. આહા... હા! ‘કરુણાદીપ’ (પત્રિકા) માં ઈ જ આવે છે ને...! નિમિત્ત હોય છે.
એ (નિમિત્ત) પરને અડતું નથી ને કુંભારથી ઘડો થતો જ નથી, તેમ દંડ, ચક્ર (કે -
Page 325 of 540
PDF/HTML Page 334 of 549
single page version
હા! માટીની પર્યાય છે ઘડો! માટીથી ઘડો થ્યો છે. માટીની પર્યાય છે ઈ (ઘડો), ઈ પર્યાય, દ્રવ્યથી
પર્યાય થઈ છે. કુંભાર (માટી) દ્રવ્ય છે કે એની પર્યાય થાય ઈ (ઘડો.) શું કીધું? સમજાણું? કુંભાર
(પરમાણુ) દ્રવ્ય છે કે એની પર્યાય આ ઘડો છે? આહા... હા!
“તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે.” રામપાત્ર ઊપજયું તે જ ક્ષણમાં માટીના પિંડનો વ્યય હોય.
માટીના પિંડનો વ્યય-નાશ થઈ અને રામપાત્રની પર્યાય થાય. ઈ દંડને ચકકરને ચાકડો (ઘડાની)
રામપાત્રની પર્યાયને ઊપજાવે નહીં. પણ તેની હાજરી હોય. આહા... હા! “અને તે જ બન્ને કોટિમાં
રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે.” જે રામપાત્રની જન્મક્ષણ તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ અને
“તે જ બન્ને કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે.” (નીચે ફૂટનોટમાં જુઓ) કોટિ =
પ્રકાર ઓલો (શિષ્ય) કહેતો’ તો કે ઉત્પાદ ને વ્યય વચ્ચે ધ્રૌવ્ય હોય. ઊપજે, કંઈક ટકે પછી નાશ
થાય ને...! અહીંયાં કહે છે તું વાત કરે છે દ્રવ્યની ને અહીંયાં તો પર્યાયની વાત છે. ત્રણ પર્યાય છે
ઈ. (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય). આહા... હા! ઈ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. વ્યય વિનાનું દ્રવ્ય ન હોય,
ધ્રૌવ્ય વિનાનું દ્રવ્ય ન હોય, (ઉત્પાદ વિનાનું દ્રવ્ય ન હોય) ઈ ત્રણની ક્ષણ ત એક જ છે. આહા...
હા! (લોકો બોલે છે ને...) આમાં ધરમ શું આવ્યો પણ? બાપુ! જેણે આવું (વસ્તુસ્વરૂપ) જાણ્યું
એને આત્માનો ધરમ એટલે સમ્યગ્દર્શનની પર્યાય, સ્વના લક્ષે, ઉત્પન્ન થાય છે (એ) પર્યાય, એ
પર્યાય, પર્યાય સ્વતંત્ર છે! એ પર્યાય ઉત્પન્ન થઈ એ ક્ષણે મિથ્યાત્વનો વ્યય છે, અને તે જ સમયે
આત્માની-ધ્રૌવ્ય-હયાતી છે એમાં લક્ષ થયું એનાથી થ્યું નહીં પણ એના લક્ષે થયું! આહા... હા... હા!
(શ્રોતાઃ) ધ્રુવનું લક્ષ હતું ત્યારે થયું ને? (ઉત્તરઃ) ઈ તો એની જન્મક્ષણ હતી. તેથી ધ્રુવમાંથી થ્યું?
આત્મામાંથી (થ્યું.) ને પૂર્વનો મિથ્યાત્વનો વ્યય થયો. આવું અહીંયાં હાલે! બહારમાં...! આહા... હા!
વાણિયાને નવરાશ ન મળે એકલા પાપ આડે આખો દિ’ ધંધો... ધંધો... ધંધો... ધંધો... એકલા પાપના
પોટલા બાંધે અને નવરો થાય તો બાયડી-છોકરાં હારે... રમતું કરે ને પછી છ-સાત કલાક ઊંઘે. આ
મજુર જેવી દશા છે! આહા... હા! ભગવાન શું કહે છે ને કયું તત્ત્વ છે? એને નિર્ણય કરવાનો વખત
ન મળે! સાંભળવા મળે નહીં ને નિર્ણય ક્યારે કરે! આહા... હા! આ તો દયા પાળો ને... વ્રત કરો
વ્રત કરો, બ્રહ્મચર્ય લઈ લ્યો! પણ બ્રહ્મચર્ય લ્યે ઈ એ ય શુભભાવ છે. ધરમ ક્યાં હતો. કાયાથી
જાવજજીવ બ્રહ્મચર્ય પાળવું એતો શુભભાવ - પુણ્યભાવ છે. એ કાંઈ ધરમ નથી. આહા...! આકરું પડે
જગતને!
Page 326 of 540
PDF/HTML Page 335 of 549
single page version
હા!
અસત્જ્ઞાન થ્યું. જ્ઞાન સાચું હોવા છતાં પ્રયોજન બીજું છે. મેં જાણ્યું, બીજાને (સમજાવું) (લોકો કહે
કે) આને આવડે છે આ. એ એવી યુક્તિથી બીજાને કહે, એ પણ મિથ્યાજ્ઞાન છે. આહા... હા! (આ
જ્ઞાન તો) વીતરાગ! વીતરાગ! વીતરાગ!
હો, પણ એનાથી ઊપજે નહીં. હવે આત્મા ઉપર-દ્રવ્ય ઉપર ઊતારે છે. “તેમ અંતરંગ અને બહિરંગ
સાધનો વડે.” છે? બહિરંગ સાધન...! અહા... હા! એક અંતરંગ સાધન છે એક બહિરંગ સાધન
(એટલે) નિમિત્ત છે એને સાધનનો આરોપ આપ્યો. આહા... હા... હા! અંતરંગ આત્માની સ્થિતિ
(અથવા) દરેક દ્રવ્યની પોતાની અને બહિરંગ-બહારના નિમિત્ત એ સાધનો વડે “કરવામાં આવતા
સંસ્કારની હાજરીમાં.” દેખો!ં સંસ્કારની હાજરી છે ત્યાં. કુંભારને ખ્યાલ હોય છે ને...! ઘડો આમ
કરવો. બીજાને ખ્યાલ હોય કે. આમ-આમ (બીજાનો) સીસપેનને આમ કરવી, હાથને આમ કરવું,
ફલાણું આમ કરવું, મકાન આમ કરવું એવો ખ્યાલ હોય છે, સંસ્કાર હોય છે. (પણ) એ સંસ્કારની
હાજરીમાં કાર્ય થાય છે સ્વતંત્ર. સંસ્કારને લઈને (કાર્ય) નહીં. આહા... હા! આ બીડીના વેપારી,
બીડીમાં હુશિયાર હોય. બટનના વેપારી, બટન (હોય છે ને એ તેમાં હુશિયાર હોય.) એમાં હુશિયારી
છે એ સંસ્કાર છે. પણ ઈ સંસ્કારથી આમાં કાંઈ થાય છે એમ નહીં પણ સંસ્કારની ‘હાજરી’ હોય છે.
આહા... હા! આવું છે! આમાં વાંધા ઊઠાવે...!
અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં” રામપાત્રમાં, આહા... આત્મા રામપાત્ર છે.
આહા... હા! આતમરામ છે. એને નિમિત્તપણે ગુરુઆદિ સંસ્કારવાળા હો, પણ ઉત્પન્ન થવું સમ્યગ્દર્શન
ઈ પોતાથી થાય છે. એ પછી થતું એ આતમરામ
ઈ હરામ કહીએ. આહા...! આવું છે.
(ઉત્તરઃ) હેં! ઈ પ્રશ્ન જ નથી ને...! આંહી તો થાવા કાળ
Page 327 of 540
PDF/HTML Page 336 of 549
single page version
(વાત) આવી ગઈ. જનમક્ષણ છે. એ ત્યારે ત્યાં આવા નિમિત્ત હોય છે. નિમિત્ત એને કહીએ કે અનુકૂળ
હોય એને. અનુકૂળ છે માટે પરને કાંઈ કરે છે એમ નથી. થોડા ફેરે મોટો ફેર છે. આહા... હા!
(પોતાને) લઈને થાય છે. અંતરંગકારણથી. આહા... હા! “અંતરંગ અને બહિરંગ સાધનો વડે.” આ
બધી તકરારો અહીંયાં આવે છે ને...! સોનગઢવાળા બાહ્ય સાધન માનતા નથી, અને બાહ્ય સાધન
વિના કાર્ય થાય નહીં, બે (કારણ-સાધન) વિના કાર્ય થાય નહીં. પણ અંતરંગ સાધન જે છે ઈ
વખતે બાહ્ય સાધન હોય છે. હોય છે પણ તેનાથી અહીંયાં (કાર્ય) થાતું નથી. ઈ તો કૈલાસચંદજીએ
છાપામાં નકકી કર્યું છે. ઈ તો વિરુદ્ધ હતો. તેરની સાલ. હવે નકકી કર્યું કે સોનગઢવાળા નિમિત્ત
માનતા નથી એમ નહીં, નિમિત્ત માને છે પણ નિમિત્તથી કાર્ય થતું નથી એમ માને છે. એમ છાપામાં
આવ્યું છે!
મહારાજ! જે પ્રમાણ, જાવ (રખડવા.) આહા... હા! “અંતરંગ અને બહિરંગ સાધન વડે.”
જોયું?
છે” અને તે જ બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે.” આહા... હા! કેટલું આચાર્યોએ
કરુણા કરીને સહેલી ભાષા સાદી ભાષા. આમ તો સંસ્કૃત બનાવેલું! આ સંસ્કૃત નથી ગુજરાતી છે!
છે. આહા... હા! જેમ રામપાત્ર ઉત્પન્ન થાય, મૃત્તિકાપિંડનો વ્યય થાય, માટીપણું અન્વય - કાયમ રહે.
આમ ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય પૃથકપણે એક એક છૂટાં છૂટાં વર્તતાં હોવા છતાં - જુદા જુદા લક્ષણોથી
વર્તતાં છતાં - એક કાળે જુદી જુદી જાત, ઉત્પાદનું લક્ષણ જુદું, વ્યયનું જુદું ને ધ્રૌવ્યનું લક્ષણ જુદું!
આહા... હા! એક સમયમાં (ત્રણ) જોવામાં આવે છે. માટીના પિંડનો નાશ, ઘડાની ઉત્પત્તિ ને માટીનું
કાયમ રહેવું.
પર્યાયમાં” એટલે ઉત્પન્ન થાય ઈ પર્યાયમાં “પૂર્વ પર્યાયમાં” પૂર્વની વ્યય પર્યાયમાં “અને
દ્રવ્યપણામાં” (ધ્રૌવ્યપણામાં) “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેક પણે (એકેક) વર્તતાં હોવા છતાં”
એક જ સમયમાં ભિન્ન ભિન્ન વર્તતાં હોવા છતાં આહા... હા!
Page 328 of 540
PDF/HTML Page 337 of 549
single page version
પર્યાયો દ્રવ્ય નથી. ઈ ત્રણ પર્યાયો ત્રણ દ્રવ્ય નથી. ત્રણ પર્યાયો દ્રવ્યમાં છે એક દ્રવ્યમાં છે. પર્યાય,
પર્યાયને આશ્રિત કીધી, પછી પર્યાય દ્રવ્યને આશ્રિત કીધી. આહા... હા!
દ્રવ્ય” આહા... હા! ત્રણે સ્વભાવને સ્પર્શનારું દ્રવ્ય. દ્રવ્ય, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવને
ધારે છે. આ સ્વભાવને દ્રવ્ય ધારે છે. આહા... હા! છે? એક આત્મા! સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, વ્યય
મિથ્યાત્વનો, વસ્તુનું ધ્રુવ રહેવું (ધ્રૌવ્ય) ઈ ત્રણ હોવા છતાં - પ્રત્યેકપણે ત્રણ હોવા છતાં એક દ્રવ્યનું
સ્વરૂપ છે. બીજા દ્રવ્યનું સ્વરૂપ એમાં, ઈ એના દ્રવ્યનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આહા... હા!
દ્રવ્ય વર્તે છે. એમ આવી ગયું છે પહેલું! (ગાથા-૯૯) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વભાવ છે અને
સ્વભાવમાં સદાય દ્રવ્ય વર્તે છે. આહા... હા! એમ અહીંયાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય પ્રત્યેક ત્રણ હોવા
છતાં, ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યને પોતે સ્પર્શે છે-અડે છે.
છે. આહા... હા! આવું હવે! ઓલું તો મિચ્છામિ પડિકકમામિ ઇરિયા વહીયા તસ્સ ઉતરીકરણેણં થઈ
ગ્યું લ્યો! પાણકકમણે થઈ ગઈ સામાયિક! ધૂળે ય નથી કાંઈ! ભાષા બોલાય છે ઈ જડ (પરમાણુની
પર્યાય) છે. અંદર વિકલ્પ ઊઠે છે ઈ રાગ છે. ભગવાન (આત્મા) ભાષાને રાગથી ભિન્ન છે. એની
તો ખબર નથી. આહા... હા! એને સામાયિક ક્યાંથી થયો? સમતાનો લાભ સામાયિક એટલે.
સમતાનો લાભ ક્યારે થાય? કે ધ્રુવ, વીતરાગસ્વરૂપ આત્મા છે, અને તેના ઉપર લક્ષ કરીને જે
ઉત્પત્તિ વીતરાગની થાય, ત્યારે તૂટે રાગ (એટલે) રાગ પર્યાયનો વ્યય થાય ને વીતરાગપણાની
ઉત્પત્તિની થાય, પહેલું સમકિત થાય પછી એમાં ઠરે - સ્વરૂપમાં ઠરે ત્યારે સામાયિક થાય. આહા...
હા! આવું છે!
જુદો, અને ધ્રૌવ્યનો સમય જુદો (એમ) તેં કહ્યું’ તું એમ નથી. આહા... હા! દ્રવ્યનું એ ત્રિસ્પર્શી ભાવ
ઈ દ્રવ્ય છે. આહા...! અંતે ત્યાં લઈ ગ્યા પાછા. એટલું બધું કહી-કહીને ત્રિસ્પર્શી દ્રવ્ય છે.
Page 329 of 540
PDF/HTML Page 338 of 549
single page version
આહા... હા... હા! હવે એક કલાક આવું આવે એમાં સાંભળ્યું નો’ હોય કોઈ દિ’ બાપદાદાએ! “એક
સમયમાં ‘જ’ જોવામાં આવે છે.” શેમાં? ત્રિ... સ્વભાવ... સ્પર્શી... દ્રવ્યમાં! ત્રણ સ્વભાવથી સ્પર્શેલું
દ્રવ્ય! આહા... હા!
આહા... હા! એમ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય, અને આત્માનું ધ્રુવપણું એ ત્રણે આત્મા જ
છે. ત્રણેય આત્મા જ છે. લે! (આ શું કીધું!) ૩૮ ગાથામાં (‘નિયમસાર’) એમ કહે કે ત્રિકાળી
આત્મા તે જ ખરો આત્મા છે. ‘શુદ્ધઅધિકાર’ પહેલી ગાથા (‘નિયમસાર’)
ને ધ્રૌવ્ય ત્રિસ્પર્શી દ્રવ્ય જ છે. એમ આ માટીપણામાં વર્તનારાં માટી જ છે. આહા... હા! આમાં યાદ
કેટલું’ ક રાખે! કઈ જાતનો ઉપદેશ? ઓલુ તો કાંઈ સમજાય ખરું! (પણ એનાથી ભવભ્રમણ નહીં
મટે) એને માટે અરે... રે! ભવભ્રમણને ટાળવા, ભવનો અંત લાવવા, (આ સમજીને) ચોરાશીના
અવતાર કરી કરીને મરી ગ્યો! (ભવ કર્યા કેવા-કેવા) કાગડાના...કૂતરાનાં...મિંદડાંના... આહા...હા!
નરકના ભવ કરી-કરીને (દુઃખી દુઃખી થયો) એ ભવના અભાવ એ સમ્યગ્દર્શન વિના નહીં થાય.
અને ઈ સમ્યગ્દર્શન આત્મામાં, દ્રવ્યના આશ્રયે થાય, બીજાને આશ્રયે ન થાય. આહા...હા...હા!
જ નથી. અન્ય વસ્તુથી એ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) થયું નથી આહા... હા!
દ્રવ્યપણામાં વર્તનારાં” (ધ્રૌવ્ય) “ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્ય જ છે.” ઈ ઉત્પન્ન ને વ્યય ને ધ્રૌવ્ય
તે વસ્તુ જ છે. બીજી ચીજની (નિમિત્તની) હાજરી હો, પણ ઈ હાજરી છે, ઈ વસ્તુ આ વસ્તુ છે
એમ નહીં. આહા... હા! ભારે વાત ભાઈ!
Page 330 of 540
PDF/HTML Page 339 of 549
single page version
दव्वस्स तं पि दव्वं णेव पणट्ठं ण उप्पणं ।। १०३।।
द्रव्यस्य तदपि द्रव्यं नैव प्रणष्टं नोत्पन्नम् ।। १०३।।
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન
જ રહે છે. (-ધ્રુવ છે.)
અનુત્પન્ન જ રહે છે, તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે
પરંતુ અસમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અનુત્પન્ન જ રહે છે.
૨. ‘દ્રવ્ય’ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે. (૧) એક તો, સામાન્ય વિશેષના પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ
કે - ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ છે, (૨) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે - ‘દ્રવ્યાર્થિક નય’
અર્થાત્ સામાન્ય અંશગ્રાહી નય, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો.