Pravachansar Pravachano (Gujarati). Date: 28-05-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 44

 

Page 15 of 540
PDF/HTML Page 24 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧પ
પ્રવચનઃ તા. ૨૮–પ–૭૯.
‘પ્રવચનસાર’ જ્ઞેય અધિકાર. પહેલી ગાથા - ૯૩. આહા... હા! ભગવાનના (સર્વજ્ઞના)
જ્ઞાનમાં જે છ દ્રવ્ય જણાણા છે. એમા દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ, અને પર્યાય કોને કહીએ -
એ જ્ઞાનની વિશેષતા જાણવા માટે - સ્વના લક્ષે, તેનું જ્ઞાન કરવામાં આવે છે.
એક ફેરે તો આંહી ‘દ્રવ્યદ્રષ્ટિ તે સમકિત દ્રષ્ટિ’ અંદર (સ્વાધ્યાય મંદિરમાં) એમ લખ્યું હતું
ને...! દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ. થાનના એક ભાઈ આવ્યા હતા. (વાંચીને) કહે કેઃ આ દ્રવ્યદ્રષ્ટિ તે
સમ્યગ્દ્રષ્ટિ જૈનમાં પણ હજી એને ખબર ન હતી કે દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને
કહેવી...? એને ખબર ન મળે. તે કહે કે આ દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ (એટલે કે) અહીંયા પૈસાવાળા
બહુ આવે છે. કરોડપતિઓ (આવે છે) એ દ્રવ્યદ્રષ્ટિ એટલે સમ્યગ્દ્રષ્ટિ...? (એમ કહે પૈસા એટલે દ્રવ્ય
અને એની દ્રષ્ટિ એ સમ્યગ્દ્રષ્ટિ) કીધુંઃ અરે ભાઈ.... એ દ્રવ્ય - પૈસાનું આહીં શું કામ છે..? દ્રવ્ય તો
આત્મા (છે). એને અહીં (દ્રવ્ય) કહ્યું (છે). કોને દ્રવ્ય કહીએ...? કેઃ વિસ્તારસામાન્યસમુદાયનો પિંડ
તેને દ્રવ્ય કહીએ. હવે આ ભાષા! એટલે જે આ દ્રવ્ય વસ્તુ છે આત્મા. એમાં જ્ઞાન, દર્શન એ
અનંતગુણો - આમ એ વિસ્તાર છે. વિસ્તારસામાન્યસમુદાય એને દ્રવ્ય કહીએ. આત્મામાં તીરછા -
આમ - અનંત - ગુણો છે જે અનંત છે. પણ આમ (પહોળાઈ-અપેક્ષાના) છે. પર્યાય એમ નથી.
પર્યાય છે એ એક પછી એક, એક પછી એક એમ (લંબાઈ-અપેક્ષા) કાળ ક્રમે થાય છે. પર્યાય ક્રમે
થાય અને ગુણો અક્રમે છે. આહા...હા...!
એટલે દ્રવ્ય કોને કહીએ...? આત્મદ્રવ્ય પણ કોને કહીએ...? (કેઃ) વિસ્તારસામાન્ય જે અનંત
ગુણો-જ્ઞાન, દર્શન (આદિ) જે ગુણો છે, એ ત્રણેય અનંતગુણોનું સામાન્ય એક રૂપ, તેને દ્રવ્ય કહીએ.
અને બીજી અપેક્ષાએ દ્રવ્ય કોને કહીએ....? કેઃ જે આ દ્રવ્ય છે તેની ત્રણે કાળની પર્યાયો છે એ
આયત (સામાન્ય સમુદાય કહેવાય છે). ગુણો છે તે અક્રમે - સહભાગી - એક સાથે છે. પર્યાયો છે
તે ક્રમભાવી છે. તે ક્રમભાવી અનંત ગુણની પર્યાયો એક સમયે અનંતી. એવા ત્રણે કાળની પર્યાયનો
સમુદાય તે દ્રવ્ય છે. એ બન્ને એક જ વાત છે. અનંત ગુણોનો તીરછો - વિસ્તારસામાન્યસમુદાય તે
દ્રવ્ય (છે). વળી ત્રિકાળી અનાદિ અનંત પર્યાયો છે તેનો (આયત સામાન્ય) સમુદાય તે દ્રવ્ય છે.
બધી એક જ વસ્તુ છે. સમજાય છે કાંઈ....?
આવું (દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ) કોઈ દિવસ સાંભળ્‌યું (પણ) ન હોય. અને સામાયિક કરો
ને પોષહ કરો. ને પડિક્ક્મણા કરે...! મરી ગયો. કરી, કરીને અનંતવાર...! તત્ત્વની ખબર ન મળે
(કેઃ) દ્રવ્ય કોને કહેવાય...? ગુણ કોને કહેવા...? આ પર્યાય કોને કહેવી....? (તત્ત્વનો અભ્યાસ
નહીં). તો આપણે આ દ્રવ્યની વ્યાખ્યા આવી ગઈ. હવે ગુણની વ્યાખ્યા છે.
આહા...હા...! દ્રવ્ય એને કહીએ કેઃ પરમાણુ હો કે આત્મા (કે) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,
આકાશ, કાળ એ છે એ દ્રવ્યમાં કોઈ (પણ) દ્રવ્ય હો- એમ ભગવાને છ દ્રવ્ય જોયાં છે. જાતિએ છ
(દ્રવ્ય) છે. અને સંખ્યાએ અનંત છે. પણ તે અનંત દ્રવ્યનું દ્રવ્ય કેમ કહેવું એને કે એમાં અનંતા
ગુણો તીરછા-આમ (પહોળાઈ - અપેક્ષા) વિસ્તારસામાન્ય (સમુદાય) અને અક્રમે - એક સાથે -
(સહભાવી) રહેલાં છે તેથી તેનો સમુદાય તેને દ્રવ્ય-વસ્તુ કહીએ. અને આયત (સામાન્ય સમુદાય)
પર્યાય, આમ-ત્રણેય કાળની છે - ત્રણેય

Page 16 of 540
PDF/HTML Page 25 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૬
કાળની પર્યાયને એક સમયમાં અનંતી પર્યાય અનંત ગુણની છે. એવી અનાદિ-અનંત જે અનંત
પર્યાય છે (એટલે કે) અવસ્થા- હાલત (છે) તેનો પિંડ તે દ્રવ્ય છે. આહા...હા...! કહો (આમાં)
સમજાણું કાંઈ..?
આવી વાત છે...! આ “જ્ઞેય અધિકાર” છે. ખરેખર તો આ સમકિતનો અધિકાર છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્મની પહેલી શ્રેણીવાળાનો (અધિકાર છે) શ્રાવકનું પાંચમું ગુણસ્થાન હોય એ તો બહુ
જુદી ચીજ છે. એ કાંઈ આ વાડાના (સંપ્રદાયના) શ્રાવક (કહેવાય છે) એ કાંઈ શ્રાવક નથી..!
આહા... હા...! અંતરમાં શ્રાવક થવા પહેલાં (ચોથા ગુણસ્થાને) સમ્યગ્દર્શન થાય. એ સમ્યગ્દર્શનમાં
આ આત્મદ્રવ્ય (આત્મા) કેવો છે તેનું જ્ઞાન એને થાય છે. આહા...હા...!
તે અનંતા જે વિસ્તાર.... સોનામાં જેમ પીળાશ ને ચીકાશ ને વજન ને (અનંત ગુણો) જેમ
એક સાથે છે તેમ આ આત્માની અંદરમાં (જ્ઞાનાદિ અનંત ગુણો) છે. એ આત્માને દ્રવ્ય કેમ કહેવું...?
(કેઃ) તેમાં અનંત જ્ઞાનાદિ ગુણો અનંત...અનંત...અનંત.... છે. પણ બધો વિસ્તાર આમ તીરછા- એક
સાથે (સહભાવી) વિસ્તાર છે. (અને) કાળક્રમે વિસ્તાર છે એ તો પર્યાય છે. આ તો આ વિસ્તાર -
અનંત ગુણનો પિંડ-જે સમુદાય તેને દ્રવ્ય કહીએ. અથવા ત્રણે કાળની અનાદિ - અનંત પર્યાયોનો
પિંડ એને દ્રવ્ય કહીએ. એ તો એકની એક વાત છે. ગુણથી દ્રવ્ય કીધો, પર્યાયથી દ્રવ્ય કીધો. ત્યાં સુધી
તો આવી ગયું છે.
“વિસ્તારસામાન્યસમુદાયાત્મક–વિસ્તારસામાન્યસમુદાયસ્વરૂપઅનેઆયતસામાન્યસમુદાય–
સ્વરૂપ દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય (દ્રવ્યસ્વરૂપ) છે.” - આહા.... હા..! આવા ગુણ ને આવા
પર્યાયથી રચાયેલો હોવાથી
(પ્રશ્નઃ) (કોઈએ) રચ્યો હશે...? (ઉત્તરઃ) અનાદિથી ભગવાને જોયો છે.
દરેક પરમાણુ અને (અનંત) આત્મા પોતાના અનંતા ગુણોનો આમ (એક સાથે) વિસ્તાર અને
પર્યાયના ક્રમ એનાથી રચાયેલા (છે). એટલે હોવાવાળા (અસ્તિત્વ) એને દ્રવ્ય કહેવામાં આવે છે.
એ દ્રવ્યસ્વરૂપ છે (શ્રોતાઃ) આ વળી નવું કહ્યું...! (સમાધાનઃ) ભાષા તો શું થાય...? રચાયેલો
એટલે...? એ રીતે છે. દરેક દ્રવ્ય-વસ્તુ ભગવાને (આ રીતે) દીઠી (છે). એ દ્રવ્યનો કોઈ કર્તા નથી.
ઈશ્વર કે કોઈ કર્તા છે એમ નથી. એ દ્રવ્ય પોતે જ અનંત ગુણોનો સામાન્ય સમુદાય-વિસ્તારનો પિંડ
છે. અને આયતસામાન્ય સમુદાયનો પિંડ એને દ્રવ્ય અથવા વસ્તુ કહેવામાં આવે છે. ભાષા તો સાદી
છે પ્રભુ...! શું થાય? બાપુ...! અત્યારે તો તત્ત્વની વાત સમજ્યા વિના બધી વાતું બહારની ચાલે
છે). બધુ થોથે થોથાં હાલે (અને) ધર્મ થઈ ગયો એમ માને (છે). અરે રે...! જિંદગી ચાલી જાય
છે. ભાઈ...આહા...હા...હા..! લાભુભાઈ અહીંયા બેસતા ને...! અસાદ્ય થઈ ગયા. હેમરેજ થઈ ગયું છે.
હજી સાદ્ય આવી નથી, ડોકટર કહેતા હતા કે હજી છ - સાત દિવસે આવે તો...! આહા.... હા...! આ
દશા જડની! ... જે સમયે જે પર્યાય થવાની તે થવાની જ તે. તે બધી પર્યાયોનો પિંડ તે પરમાણું છે.
(આ શરીર) કંઇ એક ચીજ નથી એ અનંતા પરમાણુનો પિંડ છે એના કટકા (ટુકડા) કરતાં-કરતાં
છેલ્લો પોઇંટ રહે - છેલ્લી ચીજ (રહે) તેને જિનેશ્વર દેવ, પરમાત્મા પરમાણુ કહે છે. પરમાણુ એટલે
પરમ+અણું (એ) વિસ્તારસામાન્યસમુદાય - અનંતગુણનો પિંડ છે અને અનંતી આયત-લંબાઈથી
થયેલી - આમ ક્રમેથી થયેલી પર્યાયોનો પિંડ તે પરમાણુ છે.
(શ્રોતાઃ) બન્ને મળીને છે ને...!
(સમાધાનઃ) બન્ને મળીને એક છે. એક જ વસ્તુ છે. વિસ્તારસામાન્યનો એક દ્રવ્ય છે અને
આયતસામાન્યનો એક દ્રવ્ય છે એમ નહીં. એ દ્રવ્યની સ્થિતિ આ છે. એને વિસ્તારસામાન્યસમુદાયથી
જાણો કે

Page 17 of 540
PDF/HTML Page 26 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૭
આયતસામાન્યસમુદાયથી જાણો, આ (એક દ્રવ્ય છે. આહા... હા....!
(શું કહે છે...?) કેઃ દ્રવ્ય એટલે અહીંયા પૈસો નહી. (શ્રોતાઃ) આમાં લખ્યું તો છે, એ દ્રવ્ય
તો છે...! (સમાધાન) એ આ (કહ્યું તે) દ્રવ્ય છે. પૈસો તો અનંત પરમાણુંનો પિંડ છે, એ એક દ્રવ્ય
નથી. પૈસો, આ નોટ, આ રૂપિયો, સોનું પાઈ (આદિ) એ તો અનંત પરમાણુંનું દળ છે. એમાંનો એક
પરમાણુ જે છે તે અનંતમાં ભાગમાં તે એક એક પરમાણુ અનંતા સામાન્ય ગુણના વિસ્તારથી ભરેલું
તત્ત્વ છે. અને (તેની) પર્યાયો અનાદિ-અનંત છે તેનો (ત્રિકાળી) પિંડ તે પરમાણુ (દ્રવ્ય) છે.
આવી વાત છે!! એ દ્રવ્યની વ્યાખ્યા તો આવી ગઈ. હવે ગુણની વ્યાખ્યા (ચાલે છે).
“વળી દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપગુણોથી રચાયેલાં
(ગુણોનાં બેનલાં) હોવાથી ગુણાત્મક છે.”
આહા...હા...! ‘વળી દ્રવ્યો’ એટલે જે દ્રવ્ય છે. જગતમાં ભગવાને છ દ્રવ્યો જાતિ - અપેક્ષાએ
અને સંખ્યાએ અનંત દ્રવ્યો પરમેશ્વર-કેવળજ્ઞાની-પરમાત્માએ જોયાં (છે). એમાં દ્રવ્યો-એ જ જેનો
આશ્રય છે (એ) ગુણો છે અનંત પણ એનો આશ્રય એ જ (દ્રવ્યો) છે. નીચે (ફૂટનોટમાં) લખ્યું છે.
આહા...હા! અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે. ભગવાન આત્મા - એમાં અનંત ગુણો જ્ઞાન -
દર્શન - (ચારિત્ર) એવા અનંત, અનંત, અનંત, અનંત, અનંત ગુણો છે. જે અનંતની સંખ્યાનો પાર
ન મળે..!! એવા અનંત ગુણો, એક દ્રવ્યના આશ્રયે છે. પહેલી દ્રવ્યની વ્યાખ્યા કરી, હવે આ ગુણની
વ્યાખ્યા છે. ગુણ કહેવા કોને...? કેઃ જે દ્રવ્ય છે ભગવાન આત્મા, એને આશ્રય આ અનંત - અનંત
ગુણો છે, એને ગુણ કહેવા. એમ એક પરમાણુ છે. એક રજકણ-પોઇંટ (તેના આશ્રયે) પણ અનંતા
વર્ણ-રસ-ગંધ સ્પર્શાદિ (અનંત ગુણો છે.) તેનો આશ્રય એક પરમાણુ દ્રવ્ય છે. આહા...હા...!
આ તો, હજી તો દ્રવ્ય-ગુણ-પર્યાય, એકડાના મીંડાની આ વાતું છે. એને (અજ્ઞાનીને) દ્રવ્ય
કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી (તેની) ખબરું ય ન મળે અને ધર્મ થઈ જાય એને
(તે ન બને) અહીંયા પ્રભુ કહે છે કેઃ બાપુ! તું મૂઢ (અજ્ઞાની) થઈને અનાદિથી (પડયો છે) તને)
દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી એની ખબર નથી...! અને તેથી વર્તમાન એક
સમયની પર્યાય, અહીં સજાતીય અને વિજાતીય બધી ભેગી નાખી છે. (તેને જ સ્વરૂપ માને છે.)
આવું છે...! સમજાણું કાંઈ...?
આહા... હા..! “દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તાર વિશેષોસ્વરૂપ” - એવા
વિસ્તારવિશેષસ્વરૂપ ગુણો આમ - પહેલાં આવી ગયું છે ને... આત્મામાં એવા વિસ્તાર વિશેષોસ્વરૂપ
(ગુણો છે). દ્રવ્ય છે તે સામાન્ય છે પણ આ વિસ્તારવિશેષોસ્વરૂપ તે
“ગુણોથી રચાયેલાં – ગુણોનાં
બનેલાં હોવાથી (ગુણાત્મક) – ગુણસ્વરૂપ છે.”
(અહીંયાં) શું કહ્યું..? દ્રવ્યની વ્યાખ્યા કાલ થઈ ગઈ. આ તો ગુણની જ વ્યાખ્યા આવે છે.
ગુણ એટલે દરેક વસ્તુમાં વિસ્તાર - એક સમયમાં અક્રમે સાથે રહેલા ભાવો તેને ગુણ કહે છે. તે ગુણ
અનંત હોવા છતાં તે ગુણોનો આશ્રય તે એક દ્રવ્ય છે. આહા...હા...હા...હા...!! ભગવાન આત્મામાં
અનંતજ્ઞાન,
૧. અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે.

Page 18 of 540
PDF/HTML Page 27 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૮
અનંતદર્શન એવા અનંત અનંત ગુણો છે. વિસ્તાર કીધો ને...! વિસ્તારવિશેષ છે. (વળી) પરમાણુ તે
સામાન્ય છે. આ આ (ગુણો) એના વિસ્તારવિશેષો છે. (દ્રવ્યનું) સ્વરૂપ ગુણોથી એટલે શક્તિઓથી
અને સત્ત્વોથી હોય છે. તેથી તેને ગુણ સ્વરૂપ (પણ) કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...? આવી
(સર્વજ્ઞ ભગવાનની વાતો છે.) જ્ઞેય અધિકાર તે સમકિતનો અધિકાર છે.!
ઓહો....હો...! જેવું દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ છે તેવું પ્રતીત કરે, ઓળખીને (જાણીને પ્રતીત
કરે) તો તેને સમ્યગ્દર્શનનો આ વિષય (થાય) છે. હજુ તો પહેલાં ચોથા ગુણસ્થાન (ની આ વાત
છે). પાંચમું અને છઠ્ઠું (ગુણસ્થાન) એ તો કોઇ અલૌકિક વાતો છે. બાપુ...! દ્રવ્યની વ્યાખ્યા આવી
ગઈ, ગુણની વ્યાખ્યા આવી. હવે પર્યાયો (ની વાત આવે છે).
“વળી પર્યાયો – કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ – જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં
આવ્યા એવાં દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે, તેમાં,
અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છે. (૧) સમાનજાતીય
અને (૨) અસમાનજાતીય.”
(અહીંયાં કે છે કેઃ) દ્રવ્ય... આત્મામાં કે પરમાણુંમા એક પછી એક, એક પછી એક (એમ)
એક સમયમાં અનંતી પર્યાયો, (બીજે સમયે) બીજી અનંતી પર્યાયો) (ત્રીજે સમયે) ત્રીજી અનંતી
પર્યાયો - તે એક પછી એક. એક પછી એક (આમ લંબાઈ - અપેક્ષા) અનંતી અનાદિ - અનંત
પર્યાયો (થાય છે) તેને આયાત (સામાન્ય સમુદાય) કહેવાય (છે). ગુણો આમ લંબાણા નથી, ગુણો
આમ (સહભાવી - અક્રમે - એક સાથે) વિસ્તારમાં છે...! આહા...હા...! પર્યાયના પ્રકાર બે કીધા. બે
પરમાણુ ભેગાં થઈને એકરૂપ) ભેગાં થતાં નથી, સંયોગ છે એને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહીએ.
વળી આત્મા અને મનુષ્યગતિ અંદર (કાર્માણ - પરમાણુ) છે એ બેયના (સંયોગને) અસમાનજાતિ
દ્રવ્યપર્યાય કહીએ. એ વૈભાવિક દ્રવ્યપર્યાય (છે) વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બે નામ શાસ્ત્રમાં છે.
વ્યંજનપર્યાય તે દ્રવ્યપર્યાય (છે). અને અર્થપર્યાય તે દ્રવ્યપર્યાય સિવાયના અનંતા ગુણની પર્યાય
(છે) તે અર્થપર્યાય (કહેવાય છે) આહા...હા...! સમજાણું કાંઈ...?
(અહીંયાં કહે છે કેઃ) પર્યાય, દ્રવ્ય અને ગુણને આશ્રયે થતી હોવાથી તે અનંતી જે પર્યાયો
છે-અવસ્થાઓ છે એનો સમુદાય તે ગુણ છે અને ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે. અહીં તો દ્રવ્ય લેવું છે.
“દ્રવ્યોથી તેમ જ ગુણોથી રચાયેલ હોવાથી” એમ કરીને એમ સિદ્ધ કર્યું કે,ઃ દરેક પરમાણુ અને
દરેક આત્મા, એની વર્તમાનપર્યાય અને ત્રિકાળીપર્યાય એને રચાવેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, એ
દ્રવ્ય પોતે એને રચે છે, એ પર્યાયોને બીજું દ્રવ્ય રચે છે એમ નહીં. આહા...હા...! આ હાથ હલે છે,
આમ જુઓ...! અને ભાષા આમ (મુખમાંથી) નીકળે છે. એ એની (પરમાણુની) પર્યાય છે. એ
એની (જડની) પર્યાય છે. એનો આખો સમુદાય તે દ્રવ્ય છે, પણ એ પર્યાય બીજા (કોઈ) દ્રવ્યે
ઉપજાવી છે (વળી) આત્મા આ શરીરને હલાવે છે (વાણી કરે છે) એમ ત્રણ કાળમાં નથી. કારણ
કેઃ એ પર્યાય એ દ્રવ્યની પર્યાય છે અને એ દ્રવ્ય એ પર્યાયને પામે છે (પહોંચે છે, પ્રાપ્ત થાય છે) એ
ત્રણ વાત આવી ગઈ (છે). વસ્તુ છે તે વર્તમાન અવસ્થાને પામે છે. પહોંચે છે, પ્રાપ્ત થાય છે-
પહોંચાય છે અને પમાય છે (એ વાત આવી ગઈ છે).

Page 19 of 540
PDF/HTML Page 28 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૯
આહા...હા...! આ શરીર આમ હાલે... આ ભાષા નીકળે.... આ હોઠ આમ હાલે એ બધી)
પરમાણુ જડની પર્યાયો છે. એ પર્યાય એના દ્રવ્યથી રચાયેલી છે, અને કાં એના ગુણથી રચાયેલી છે.
અર્થાત્ એના દ્રવ્ય અને ગુણ છે એનાથી (પર્યાય) રચાયેલી છે, બીજા (કોઈ) દ્રવ્ય અને ગુણને
બીજાં પરમાણુથી કે આત્માથી રચાયેલ (નથી). (કહે છે કેઃ) આ આત્માથી આ ભાષાપર્યાય રચાય
છે કે હાથ હલવાની (પર્યાય) છે એમ નહીં, આહા...હા...!! હવે આવું ક્યાં (સમજવાની) નવરાશ
(છે)...? ધંધા આડે નવરાશ ન મળે. વાણિયા ને! એમાં માથે (ઉપરથી) કહે “જે નારાયણ”
(એટલે કે ફુરસદ નથી સમજવાની) એમ કરીને જિંદગી ગાળી અનંત કાળથી...! આહા... હા...!
એ (‘સમયસાર’ ગાથા-૧ની ટીકામાં) આવી ગયું છે ને...! ‘શબ્દબ્રહ્મમૂલક” (“કેવા છે તે
અર્હત્પ્રવચનનો અવયવ...? અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોનો
સમૂહને સાક્ષાત્ કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી... ગણધર દેવોએ કહેલ હોવાથી
પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની જેમ છહ્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી
કે જેથી અપ્રમાણ હોય). તથા પ્રવચનસાર’ ગાથા ૯૨ ની ટીકાઃ– જયવંત વર્તો તે ૧ શબ્દબ્રહ્મમુલક
આત્મતત્ત્વ - ઉપલબ્ધિ - કે જેના પ્રસાદને લીધે, અનાદિ સંસારથી બંધાયેલી મોહગ્રંથિ તુરત જ છૂટી
ગઈ; અને જયવંત વર્તો પરમવીતરાગચારિત્ર સ્વરૂપ શુદ્ધોપયોગ કે જેના પ્રસાદથી આ આત્મા
સ્વયમેવ (પોતે જ) ધર્મ થયો. ૯૨. - આહા...હા...! પરમાત્મા જિનેશ્વર દેવ (ની વાણી)
સમ્યગ્જ્ઞાનમાં - આ ભગવાનની શબ્દબ્રહ્મ (રૂપ) જે વાણી તે મૂળ છે. એ વાણી સિવાય બીજાની
વાણી - અજ્ઞાનીની વાણી - એ (સમ્યગ્દર્શન-જ્ઞાનમાં) નિમિત્ત પણ હોઈ શકે નહીં. એમ કહે છે.
જિનેશ્વર દેવની વાણી, પરમાત્મા ત્રિલોકનાથ (સર્વજ્ઞ) વીતરાગ દેવની વાણી -એને સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાનમાં મૂળ કહ્યું છે. બીજાની (અલ્પજ્ઞાનીની) કે અજ્ઞાનીઓ કે જેણે આત્મા જોયો નથી એની
વાણી નિમિત્ત (પણ) થઈ શકે નહીં. તો એણે પહેલું (સૌ પ્રથમ) સર્વજ્ઞની વાણી કેવી છે? ક્યાં
છે...? એનો નિર્ણય કરવો પડશે વળી સર્વજ્ઞ કોણ છે ને ક્યાં છે...? કેમાં છે અને એની વાણી શામાં
છે એ (બધો) નિર્ણય પહેલાં કરવો પડશે. આહા... હા..! ઝીણી વાત બહુ બાપુ..!
એ સર્વજ્ઞને વાણી એ (તો) સંપ્રદાયમાં છે જ નહીં. સ્થાનકવાસી સંપ્રદાય હો કે શ્વેતાંબર
સંપ્રદાય હો એમાં સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞની વાણી પણ એમાંય નથી (શ્રોતાઃ) કેવળજ્ઞાનને માને
છે..! (સમાધાનઃ) એ કલ્પીને માને છે. કીધું ને...! (તેમાં) કેવળજ્ઞાન માને છે એક સમયમાં જાણે
છે અને પછી બીજા સમયે દેખે છે એમ (કેવળજ્ઞાન) માને છે. અનંત ગુણની પર્યાય એક સમયમાં
સાથે છે એમ એ માનતા નથી. બધો ફેર છે...! પણ એ કોણ વિચારે..! જેમાં (જે સંપ્રદાયમાં) પડયા.
એ “જે નારાયણ” (વિચારવાની દરકાર જ નથી..!) સમજાણું કાંઈ...?
આહા...હા...! એનો શેઠ મોટો પ૦ કરોડ રૂપિયા (છે) નામ શું છે...? કીલાચંદજી વીરચંદ...!
આવ્યા’ તા દર્શન કરવા અમારાં (શ્રોતા) ગામે-ગામ દુકાનો છે...! (ઉત્તરઃ) પચાસ કરોડ રૂપિયા,
ઘણી મોટી દુકાનો
----------------------------------------------------------------------
૧. શબ્દબ્રહ્મમુલક = જેનું મૂળ કારણ છે એવી.

Page 20 of 540
PDF/HTML Page 29 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૦
છે, કોની દુકાનો....? ધૂળ મોટી...! બાપા! એ તો જડની દશા...! એ પરમાણુઓ જે છે તે તેની
પર્યાયને પ્રાપ્ત કરે છે, અને તે પર્યાયો, દ્રવ્ય ને ગુણથી રચાયેલી છે. એના (જડનાં) ગુણ અને એનું
(જડ) દ્રવ્ય એનાથી રચાયેલી એ પર્યાય છે. અરે..! આ તે કેમ બેસે...?! કોઈ દિવસ (આવું)
સાંભળ્‌યું ન હોય. કહે છે કેઃ) આ પગ જે હાલે છે એ (હાલવાની) પર્યાય પગના પરમાણુની છે. એ
પગ આત્માએ હલાવ્યો છે એમ ત્રણ કાળમાં છે નહીં. અરર... ર! આવી (આકરી) વાત...! ક્યાંય
સાંભળી ન હોય...! (કહે છે) આ પગ ચાલ છે ને...! તે પગની પર્યાય આમ ગતિ કરે છે ને...!
આમ અવસ્થા (થાય છે). એ અવસ્થા તે દ્રવ્ય - ગુણથી ઉત્પન્ન થયેલી (છે). એના (દ્રવ્ય) ગુણથી
ઉત્પન્ન થયેલી (તે) પર્યાય છે. આત્માથી નહીં. આત્મા પગને હલાવી શકે નહીં. આહા...! એ કેમ
બેસે..?
(શ્રોતાઃ) પક્ષઘાત થાય ત્યારે બેસે,! (ઉત્તરઃ) ત્યારે તો ખબર પડે ને...! કે હવે હલાવી
શકું નહીં. આહા...! આ બિચારા જુઓને લાભુભાઈ..! પાંત્રીસ વર્ષથી તો બ્રહ્મચર્ય, અમારી પાસે
લીધેલું. સંવત ૨૦૦૦ માં રાજકોટ અમારી પાસેથી જાવજ્જીવનું બ્રહ્મચર્ય (લીધેલું) એમાં (એના) મા
વિરુદ્ધમાં, શ્વેતાંબર હતા ને...! અડસઠ વર્ષની ઉંમર અત્યારે હેમરેજમાં વડોદરા (છે).
અહીં હતા ત્યારે બહુ ઘુંટણ ને મનન ને આ વાત (નો) રસ..! (છતાં) દેહની (આ)
દશા....! જે પર્યાય, જે કાળે જડની (જે) થવાની તે પરમાણુ (દ્રવ્ય) અને ગુણની તેની પર્યાય થઇ
છે..! પરમાણુઓ (પણ) દ્રવ્ય છે, એવા અનંતા આ (શરીરના) પરમાણુઓ છે. આ.. પૈસો, આ
મકાન... આ (ચીજ-વસ્તુઓ) માં અનંત અનંત પરમાણુઓ છે તે બધા જડ છે. તે એક - એક
પરમાણુ, તેની વર્તમાન દશાને, તેના દ્રવ્ય-ગુણથી પર્યાય થાય છે. (શું કહે છે..?) કેઃ કડિયો મકાન
બનાવે છે..? કે’ ના. સઈ (દરજી) કપડું સીવે છે...? કે’ ના. કુંભાર ઘડો કરે છે..? કે’ ના. ત્યારે
(લોકો) કહે છે કે ઘડાની પર્યાય થઈ કેમ...? (તો સર્વજ્ઞ ભગવાન કહે છે કે) તે એના પરમાણુના
અને પરમાણુમાં જે ગુણો છે - એનાથી ઘડાની પર્યાય રચાયેલી છે, કુંભારથી નહીં. સમજાણું કાંઈ...?
અરે...રે! આવી (કઠણ) વાત...! વીતરાગની (છે, તે) કોણ સાંભળે...?! (શ્રોતાઃ) જેને
વીતરાગ થવું હોય તે (સાંભળે) આવી વાત છે..!! વીતરાગનું તત્ત્વ સમજવું (આકરું છે) બાપુ...!
વીતરાગ સર્વજ્ઞ દેવ, જિનેશ્વર દેવ- જેને એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકનું જ્ઞાન (વર્તે છે)
એમણે કહેલાં દ્રવ્યો - તત્ત્વો સમજવામાં ઘણી ધીરજ જોઇએ ભાઈ...! અને એને જે રીતે છે એ
રીતે નહીં સમજે તો મિથ્યાદ્રષ્ટિ છે. અહીંયાં કહે છે કે પર્યાય, જેટલી પરમાણુમાં અને આત્મામાં થાય
- તે પર્યાયની રચના તે દ્રવ્યને ગુણથી થઈ છે. બીજુ તત્ત્વ કરે જો એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
તેને પર્યાયની સ્વતંત્રતાની ખબર નથી. આ ગુણની વ્યાખ્યા આવી. ગુણમાંથી પર્યાય (દ્રવે છે.)
આહા...હા...!
(પ્રશ્નઃ) આ આવું (વસ્તુસ્વરૂપ) ક્યાંથી કાઢયું..? (ઉત્તરઃ) ભગવાને કહ્યું છે.
ભગવાન...! બાપુ...! અનંત તીર્થંકરો અનાદિથી કહેતા આવ્યા છે. પણ તું વાડામાં (પશુની જેમ)
બંધાઈ ગયેલો (છે). અને માથા (ઉપરથી) હો, હા કરી કરીને જિંદગી ગાળી, તત્ત્વથી વિરૂદ્ધ
(વર્ત્યો) આહા...હા...!
પહેલાં એમ આવ્યું હતું કેઃ દ્રવ્ય - ગુણ, પર્યાયની પહોંચે - પ્રાપ્ત કરે એમ આવ્યું હતું ને..!
અહીંયા એમ આવ્યું કેઃ પર્યાયને, દ્રવ્ય અને ગુણ રચે છે, આહા... હા... હા...!! સમજાય છે કાંઈ...?

Page 21 of 540
PDF/HTML Page 30 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૧
(કહે છે) એ રોટલી જે થાય છે એ રોટલીની જે પર્યાય છે. એ (પર્યાય) પરમાણુ અને
પરમાણુના ગુણોથી રચાયેલી છે. (એ રોટલીની પર્યાય થઈ તેમાં) સ્ત્રી કહે છે કે મેં રોટલી
કરી, એ મિથ્યાત્વ છે. અથવા વેલણાથી રોટલી થઈ એમ માને તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. કેમ કે
વેલણાની પર્યાય એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી છે. અને રોટલીની પર્યાય તેના પરમાણુ ને
દ્રવ્ય-ગુણીથી ઉત્પન્ન થયેલી છે, વેલણાના (કે સ્ત્રીના હાથના) દ્રવ્ય-ગુણથી રોટલીની પર્યાય થઈ
નથી. ભાઈ..! જજમાં આવું બધું કાં આવ્યું હતું ક્યાંય...? જજમાં (હતા ત્યારે) તમે બધાય
ગપ્પા મારતા હતા. બધાંને એમ હતું એમ હતું ને....! (એટલે કે કર્તાબુદ્ધિનો ભ્રમ હતો ને...!)
આહા...હા...! આ તો ત્રણલોકનો નાથ...! સર્વજ્ઞ પરમેશ્વર...! પ્રભુ તું સર્વજ્ઞ છો..! એ સવારમાં
(વ્યાખ્યાનમાં) “
सव्ववाणी सव्वदर्शी” આવ્યું હતું ને...! તું પ્રભુ છો..!
આહા...હા...! કોઈની પર્યાયને કરે એ તું નહીં. તું તો સર્વને - વિશ્વને જાણનાર- દેખનાર
સ્વભાવવાળો (છો). તે જાણવા - દેખવાની પર્યાય, તારા દ્રવ્ય ને ગુણથી રચાય છે....! એ જાણવા -
દેખવાની પર્યાય (માં) જ્ઞેય જણાય માટે એનાથી આ (પર્યાય) થાય છે, એમ નથી. આ પુસ્તક
જ્ઞાનમાં જણાય છે માટે આનાથી અહીં જ્ઞાનથી પર્યાય થાય છે એમ નથી. તેમ આ વાણીથી અંદર
જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. વાણીની પર્યાયના જે પરમાણુ જડ છે એના દ્રવ્ય-ગુણથી (એ
પર્યાય) ઉત્પન્ન થયેલી છે. અને જે જ્ઞાનની પર્યાય છે એ એના દ્રવ્ય એટલે આત્મા અને એનો ગુણ
એટલે જ્ઞાનગુણ એનાથી રચાયેલી પર્યાય છે. અરે! આ વેણ એ ક્યારે સાંભળે ને..!! અને (આ
વસ્તુસ્થિતિ) સમજ્યાં વિના, જાણ્યા વિનાની પ્રતીતિ પણ બધી મિથ્યાભ્રમ છે. આહા...હા! સમજાણું?
શું કીધું ઈ? (કેઃ) પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાયો - અવસ્થાઓ - હાલત છ એ દ્રવ્યની (જે
ઉત્પન્ન થાય છે) કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે. કે જે આમ - કાળક્રમે - લંબાઈથી થતી દશાઓ-
વિશેષ છે. તેઓ – જેમનાં લક્ષણો કહેવામાં આવ્યાં” કોનાં? કેઃ દ્રવ્યના અને ગુણના. ‘એવાં દ્રવ્યોથી
તેમ જ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે.”
- જેમના લક્ષણો ઉપર
કહેવામાં આવ્યાં. કોના? દ્રવ્ય ને ગુણનાં. દ્રવ્ય એને કહીએ કે જે વિસ્તારસામાન્યગુણો અને લંબાઈમાં
(આયાતસામાન્ય) પિંડ તેને દ્રવ્ય કહીએ. અને ગુણ એને કહીએ કે તેમાં અનંતા ગુણો વિસ્તારથી
(એક સાથે) રહેલાં, એક દ્રવ્યના આધારે (છે) તેને ગુણ કહીએ. એવું જે દ્રવ્યગુણનું સ્વરૂપ પહેલાં
જે કીધું છે એનાથી ઉત્પન્ન થયેલી તે પર્યાયો છે. આ લખવાની પર્યાય (થાય છે). અજ્ઞાની એમ માને
(છે) કે હું આ કલમને હલાવું છુ. અને અક્ષર લખું છું. તો પ્રભુ (સર્વજ્ઞ પ્રભુ) કહે છે તને વસ્તુ
(સ્થિતિ) ની ખબર નથી. એ કલમનું હલવું (એટલે) જે અવસ્થા છે એ કલમના પરમાણુમાં દ્રવ્ય ને
ગુણ જે ઉપર કહ્યા; દ્રવ્ય-ગુણનું લક્ષણ (જે ઉપર કહ્યું) એનાથી ઉત્પન્ન થયેલી કલમની (પર્યાયથી)
એ હલે છે. તે પર્યાયો છે. (આત્માથી), હાથથી એ કલમ હલે છે એ પણ નહીં (શ્રોતાઃ) કલમથી
અક્ષર તો થાય છે! (ઉત્તરઃ) બિલકુલ નહીં. અડતું પણ નથી ને...! કલમ અક્ષરને અડતી નથી.
અક્ષર કાગળને અડતો નથી. કાગળનો એક રજકણ (પરમાણું) બીજા રજકણને અડતો નથી. આહા...
હા...!! પ્રભુ,, શું છે આ? આવું છે બાપા! આ (વાત) દુનિયાથી જુદી જાત છે! પ્રભુની (વાત)
બાપા..! અને (આ વાત સમજ્યા વિના અજ્ઞાની) આમને આમ, અભિમાનમાં ને અભિમાનમાં મરી
જાય. મેં કર્યું... મેં કર્યું. મેં કર્યું. ... આનું મેં કર્યું. દુકાનની વ્યવસ્થા મેં કરી, નોકરો (મેં)

Page 22 of 540
PDF/HTML Page 31 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૨
સારા રાખ્યા. લક્ષ્મીના મેં દાન આપ્યાં. પૈસા ખર્ચ્યા. પાંચ - દશ - લાખ વીસ લાખ, કોણ આપે
બાપા...! ભાઈ..! એ પૈસાની જે પર્યાય છે એ એના દ્રવ્ય અને ગુણથી રચાયેલી છે. બીજો
(અજ્ઞાની) કહે કેઃ બીજાને પૈસાની પર્યાય દઉં છું. એમ એ મિથ્યાશ્રદ્ધા અને અજ્ઞાન (કરે) છે.
(શ્રોતાઃ) પૈસા કમાય છે, ને...! (ઉત્તરઃ) કોણ કમાય, ધૂળ કમાય...? વકીલાતમાં કમાત’ તા ને તે
દી’ મોટી..! પાંચ કલાક જાતા તો બસો રૂપિયા લેતા. ૩૦ વર્ષ પહેલાં, ૩પ વર્ષ પહેલાં કોર્ટમાં. ઈ
પૈસા ઈ લેતા હશે...? પૈસાની પર્યાય છે. એ પૈસાનાં પરમાણુ અને ગુણથી રચાયેલી છે, એના દ્રવ્ય-
ગુણના લક્ષણો માથે (ઉપર) કહ્યાં. એમ કીધું ને..! “જેમના લક્ષણો ઉપર કહેવામાં આવ્યા.” આહા...
હા..! બાપુ...! આ વીતરાગનાં (વચનો છે). આ કાંઈ કથા નથી...! આ કાંઈ વાર્તા નથી..! પ્રભુ...!
આ તો ત્રણ લોકના નાથના તત્ત્વની દ્રષ્ટિનો વિષય છે...! જેને ચાર જ્ઞાનના (મતિ, શ્રુતિ, અવધિ,
મનઃપર્યય) અને ચૌદ પૂર્વના ધરનાર પણ ગણધરો સાંભળે છે. એ વાત કેવી હશે. બાપા...!! આહા...
હા! જેમાં (તીર્થંકરના સમવસરણમાં) સો ઇન્દ્રો આવે ને..! આ સભામાં વાઘ ને, સિંહ ને, નાગ ને,
દેવેન્દ્ર ને અસુરેન્દ્રો ને વિમાનના (સ્વર્ગોના) ઇન્દ્રો સાંભળે એ ભગવાનની (દિવ્ય) વાણી સાંભળે.
એ વાણી (દિવ્ય ધ્વનિ) કેવી હોય ઈ..?! આહા...હા! (અલૌકિક વાણી હોય). પ્રભુ તો એમ કહે છે
કે જે વાણીની પર્યાય જે થઈ છે તે પરમાણુના દ્રવ્ય-ગુણથી થઈ છે એ વાણીની પર્યાય મારાથી થઈ
નથી (શ્રોતાઃ) તો પછી ભગવાનની દિવ્ય ધ્વનિ એમ કહે છે ને...! (ઉત્તરઃ) દિવ્યધ્વનિ એ તો
નિમિત્તથી કથન છે. “દિવ્યધ્વનિ” જે અવાજ (છે). લ્યો, આ “પ્રવચનસાર” - પ્ર+વચન+સાર.
આનું નામ પ્રવચનસાર. પ્ર=વિશેષે દિવ્ય વચનો છે. પણ એ અક્ષરો ને આ (વાણીની) પર્યાયો, તેને
ઉપર કહ્યા તેવા દ્રવ્ય-ગુણને મેં જે સિદ્ધ કર્યાં છે, તે દ્રવ્ય-ગુણથી આ પર્યાયો રચાયેલી છે...! બીજો,
પુસ્તક લખનારો, રચનારો બનાવનારો (એ પર્યાયો પરમાણુના દ્રવ્ય-ગુણની છે). તેથી કોઇ કહે
(માને) મેં આ પુસ્તક બનાવ્યું તો એ ભ્રમણા-અજ્ઞાન અને મિથ્યાત્વ છે..! આહા...હા...! સમજાણું
કાંઈ...?
એને (અજ્ઞાનીને) દ્રવ્ય - ગુણ અને પર્યાય કોની છે ને.... કોનાથી થઈ છે...? એની એને
ખબર નથી. (શ્રોતાઃ) સકર્ણા કહે છે ને...! (ઉત્તરઃ) સકર્ણા કીધું છે ને...! (શાસ્ત્રમાં કહે છે કેઃ)
હે સકર્ણા...! શ્રદ્ધાહીનને વાંદીશ નહિ. જેને એની વસ્તુની શ્રદ્ધાની ખબરું ન મળે... આહા... એ સાધુ
નામ ધરાવે ને નગ્ન દિગંબર (થયા હોય), પણ જે પરની અવસ્થાને કરી શકીએ (છીએ). દયા,
દાનના પરિણામની અવસ્થા એ મારું સ્વરૂપ છે (એવી માન્યતાવાળા) એ બધા મિથ્યાદ્રષ્ટિ છે. આવું
છે...! આહા...હા! ...
(અહીંયા શું કહે છે) કેઃ પર્યાયની શું વ્યાખ્યા કરી...? દ્રવ્યની શું વ્યાખ્યા કરી...? (ગુણની શું
વ્યાખ્યા કરી...?) કે વિસ્તારસામાન્યસમુદાય અને આયતસામાન્યસમુદાય તે દ્રવ્ય. ગુણ તેને કહીએ કે
અનંત ગુણ હોવા છતાં તે એક દ્રવ્યને આશ્રય રહે તેને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ...? કે જે દ્રવ્ય
અને ગુણના લક્ષણો વર્ણવ્યાં તે દ્રવ્ય અને ગુણથી અવસ્થા થાય તેને પર્યાય કહેવામાં આવે છે.
આહા...હા..! સમજાણું...?
(કહે છે) દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી પર્યાય, દ્રવ્યસ્વરૂપ પણ છે. અને ગુણસ્વરૂપ
પણ છે. આહા... હા...! કેટલી ટીકા..!! થોડા શબ્દોમાં ગજબ કર્યું છે ને...!! આહા...! આ સિદ્ધાંત
કહેવાય.

Page 23 of 540
PDF/HTML Page 32 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૩
હેં...! જેના એક એક શબ્દમાં અનંતી-અનંતી ગર્ભમાં રહસ્ય પડયા છે...! અહીંયાં તો કહે છે, હે નાથ
तद्गुणलब्धये- તમારે જે સ્તુતિ અમે કરીએ છીએ (કેમકે) તમને જેવા ગુણો (પર્યાયમાં)
પ્રગટયા છે તેવા અમને મળે (પ્રગટે). ત્યાં જે ગુણ શબ્દ છે તે કેવળજ્ઞાનાદિ પર્યાય છે. અહીંયાં કહે
છે કે પર્યાય, તું પર દ્રવ્ય અને પર ગુણથી ઉત્પન્ન થતી નથી. તને જે જ્ઞાન-આનંદ-ધર્મની પર્યાય, તે
તે તારા દ્રવ્ય અને ગુણથી ઉત્પન્ન થાય છે. એમ કહીને તો એમ કીધું કેઃ પર્યાયમાં ભલે રાગ હોય,
વિકાર હોય, - તે સમયે પણ તે સમયે જે પર્યાય સમ્યક્ધર્મની છે તે પર્યાય દ્રવ્ય-ગુણથી રચાયેલી છે,
વિકારથી (રચાયેલી) નહીં. એમ આમાં આવ્યું ને...! શું કહ્યું? ફરીને, વિકાર પર્યાયમાં છે અને
નિર્વિકાર પર્યાય થાય છે - એક સમયે બેય (છે) છતાં તે પર્યાય - નિર્વિકારી પર્યાય- ધર્મની
પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય, એ દ્રવ્ય-ગુણથી રચાયેલી છે (પણ) રાગથી રચાયેલી નથી. (તે
સમયે) રાગનો વિકલ્પ હો પણ તેને (જ્ઞાની) જાણે. પણ તેનાથી (રાગથી) સમ્યગ્દર્શનની પર્યાય
રચાતી નથી. આહા... હા! સમજાણું કાંઈ?
(શ્રોતાઃ) અભિમાન ભૂલાવી દ્યે તેવું છે..! (ઉત્તરઃ) (અજ્ઞાની) તો જ્યાં હોય ત્યાં મેં કર્યું... મેં
કર્યાં. ફલાણાને મેં કરી દીધું... દુકાને બેઠો તો કહે કે વ્યવસ્થિત કામ મેં કર્યાં (એમ અભિમાન કરે).
(હવે) શું આમાં કરવું? (કહે છે કેઃ) એક એક પરમાણુ અને એક એક આત્મા - (એવા)
અનંત પરમાણુઓ અને અનંત આત્માઓ છે. તેમાંથી એક એક આત્માને દ્રવ્ય કેમ કહીએ? કેઃ તેના
ગુણો અને તેની પર્યાયોનું (તે) દળ છે માટે તેને દ્રવ્ય કહીએ. અને ગુણ કેમ કહીએ? કેઃ તે અનંત
શક્તિઓ છે તેનો આધાર એક છે એને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ? કેઃ દ્રવ્ય ને ગુણ જે કીધાં
તેનાથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહીએ આહા...હા...!
તો અહીંયાં તો (પ્રયોજન એ છે કે) સમ્યગ્દર્શનની - ધર્મની પર્યાય કેમ (ઉત્પન્ન) થાય?
આહા! એ દ્રવ્ય જે વસ્તુ ભગવાન (આત્મા) છે અને ગુણ જે એ દ્રવ્યના આધારે છે. (એ દ્રવ્ય-
ગુણથી સમકિતની પર્યાય થાય. એ રાગથી ન થાય, એ બીજાથી ન થાય, એ વાણીથી ન થાય, એ
દેવ-ગુરુથી ન થાય, ભગવાન ને મંદિર અને એના દર્શન કરવાથી પણ એ પર્યાય ન થાય, એમ કહે
છે, સમ્યગ્દર્શનની પર્યાય-ધર્મની પહેલી શરૂઆતની પર્યાય એ ક્યાંથી થાય? (તો કહે છે) કેઃ દ્રવ્ય -
ગુણ જે કીધાં તેનાથી એ પર્યાય થાય. આ ગજબ વાત કરી છે ને...!! પહેલો વ્યવહાર - રત્નત્રય -
રાગ (શુભરાગ) તેનાથી ન થાય એમ કીધું (છે). આહા..હા...હા... આ તો (અજ્ઞાની માને)
વ્યવહાર કરીએ, એ કરતાં - કરતાં (થશે). શું કષાય મંદ કરતાં (સમ્યગ્દર્શન) થાય? તો અહીંયાં
ના પાડે છે. (કહે છે) કે એ પર્યાય સમકિતની છે એ દ્રવ્ય - ગુણથી થાય. એનાથી થાય અને બીજું
નહીં. (એટલે અન્યથી ન થાય). સમજાણું કાંઈ?
(શ્રોતાઃ) પ્રયત્ન તો ખૂબ કરીએ છીએ..! (ઉત્તરઃ) પ્રયત્ન એણે કર્યો જ નથી ને...! એણે
પ્રયત્ન કર્યો છે એ તો રાગ થયો તદ્ન. રાગ એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલો છે, વિકૃત અવસ્થા-
વિભાવ અપેક્ષાએ (એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય છે). આગળ પહેલી ટીકામાં આવી ગયું
છે, હો! રૂપ અને જ્ઞાનની ટીકામાં પહેલાં બે આવી ગયાં. ત્યાં સ્વદ્રવ્ય-રૂપ અને ગુણ લીધા છે. સર્વ
દ્રવ્યમાં રૂપ અને વર્ણ-ગંધ વિભાવિક હોય છે. એમ ટીકાના પાઠમાં છે. એ (ગાથા) આવે ત્યારે (તે)
વાત કરશું. હોં!

Page 24 of 540
PDF/HTML Page 33 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૪
અત્યારે (વિષય આ ચાલે છે). (શ્રોતાઃ) દ્રવ્ય-ગુણ તો પહેલાં પણ હતાં પછી પર્યાય કેમ નવીન
થઈ...? (ઉત્તરઃ) પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાય જે છે એ કંઈ અનાદિની નથી. ગુણો અનાદિ છે,
ગુણોનો આશ્રય દ્રવ્ય એ અનાદિનો છે. પર્યાય તો નવી (નવી થાય છે, અનાદિ ભલે થાય છે. ભૂત-
ભવિષ્યની પણ થાય છે. નવી-નવી. એ પર્યાય (ઉત્પન્ન) થવામાં કારણ કોણ છે? વિકારી પર્યાય
થવાંમાં પણ દ્રવ્ય અને ગુણ કારણ (છે) એમ અહીંયાં તો કહે છે. એઈ...! આહા... હા! આત્મામાં
વિકારી અવસ્થા થાય એમાં કર્મ કારણ નહીં. એ (વિકારીપર્યાયે) દ્રવ્ય-ગુણોનો આશ્રય ન લીધો છતાં
એ વિકાર દ્રવ્ય ને ગુણને આશ્રયે થયેલ છે. ‘પંચાસ્તિકાય’ માં ત્યાં આશ્રય કહેલ છે. વિકારનો
આશ્રય એ દ્રવ્ય-ગુણ છે. લ્યો! ઠીક! આશ્રયનો અર્થ કેઃ તેમાં (દ્રવ્યમાં) તેનાથી (દ્રવ્ય-ગુણથી) થાય
છે. એટલું બસ! પરથી નહીં. ગુણો અને દ્રવ્ય પોતે વિકારપણે પરિણમે છે અવસ્થામાં, તેથી એ
વિકારનો આશ્રય દ્રવ્ય અને ગુણ છે. આહા...હા...હા! હવે આવી વાતું!! ક્યાં કોને સાંભળવી (છે)
ને ક્યાં સાંભળવી? ઓલું (પ્રતિક્રમણાદિ) તો સહેલું ને સટ હતું!
‘तस्सुत नमो अरिहंताणं,
तिख्खुतो आयणं पायाणं, इच्छामि पडिक्कमणं लोगस्स” પાઠ બોલ્યા, થઈ ગઈ સામાયિક, ધૂળમાંય
નથી સામાયિક, સાંભળ ને...! એ પાઠ (હું) બોલું છું, એ હું જ બોલું છું. - એ માન્યતા જ
મિથ્યાદ્રષ્ટિની છે. અને અંદર પાઠ બોલવાનો વિકલ્પ ઉઠયો છે તે રાગ છે. એ રાગ તારા દ્રવ્ય-
ગુણના કારણે ઉત્પન્ન થયો છે. એ (જે) વિકાર છે એ પરના કારણે - કર્મના કારણે (ઉત્પન્ન થયો
નથી.) એવું (વસ્તુ) સ્વરૂપ છે. આહા...હા...હા...!
અહીંયાં તો સીધું (ગણિત) છે...! અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શેર, એ કૂંચી છે. પછી
તેને ગમે ત્યાં લગાવો. ૩પ શેરના ૩પ આના. સાડા સાત શેરના સાડા સાત આના (થાય). એમ આ
તો (સર્વજ્ઞના) બધા સિદ્ધાંત છે. એના દાખલા તો એના દ્રષ્ટાંતો છે, લાખ્ખો દ્રષ્ટાંતો ઉત્પન્ન થાય!
આહા...હા..!
“પર્યાયો – કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ– જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં
એવાં દ્રવ્યોથી તેમ જ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે.” – દ્રવ્ય અને
ગુણથી પર્યાય રચાય છે. પરદ્રવ્યને કારણે તે પર્યાય થાય છે, (એમ નથી). વિકારી (પર્યાય) થાય કે
સમકિતપર્યાય થાય - એ દર્શનમોહનો ક્ષમોપશમ થયો માટે એ સમકિત (પર્યાય) થઈ છે એમ નથી.
અને કર્મનો - ચાર ઘાતિ કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એમ નથી. એ કેવળ
જ્ઞાનની પર્યાય તે દ્રવ્ય - ગુણના આશ્રયે થાય છે. આહા... હા..!
આહા...હા!... ભાષા તો સાદી છે, પ્રભુ...! (શ્રોતાઃ) વિષય કઠણ છે...! (ઉત્તરઃ) હા,
વિષય કઠણ છે જરી. “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા” આવ્યું હતું ને ભજન (માં)...! “પ્રભુ...! મેરે
તુમ સબ બાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ. તૂ કઈ બાતે અધૂરા પ્રભુ મેરે તુમ સબ બાતે
પૂરા.” - હા..! નાથ..! વીતરાગ આત્મા..! સર્વ વાતે પૂરો છે. પ્રભુ..! પ્રીતમ શબ્દ (આત્મા માટે
વાપર્યો છે) ‘પર કી આશા કહાં કરે પ્રીતમ...? હે વ્હાલા, આત્મા, હે પ્રભુ...! વ્હાલપ છોડીને તું
પરની આશ (આશા) ક્યાં કરશ...? ક્યાં તું અધૂરો છે..? કોઈ વાતે તું અધૂરો છો...? પ્રભુ તું બધી
વાતે પૂરો છો..! હાય..! આ આમ (પૂર્ણપણે) કેમ બેસે..? જો, દેવથી મળી જશે. જાણે, ગુરુથી મળી
જશે...! મંદિરમાંથી મળી જશે.! ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી મળી જશે...! જાત્રા કરું એમાંથી
મળી જશે..! દયા-દાનથી મળી જશે...! (આવી) બધી

Page 25 of 540
PDF/HTML Page 34 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨પ
મિથ્યા માન્યતા, ભ્રમ છે. આહા...હા! સમજાણું કાંઈ....?
(અહીંયાં કહે છે કેઃ) દયા-દાનના પરિણામ વિકારે છે. અને સમ્યક્ના પરિણામ દ્રવ્ય -
ગુણથી રચાય છે. એ (પરિણામ) વિકારથી રચાય છે. એમ અહીંયાં નથી આવ્યું. (પાઠમાં) છે કે
નહીં...? આ સામે પાઠ છે કે નહીં...? (છે) આ તો ભગવાનની વાણી છે, ગજબ વાત કરી છે..!!
શબ્દો થોડા, પણ રહસ્યનો પાર ન મળે..!! આહા...હા...હા...!!
ખાવાની પર્યાય પણ તારાથી થાય - એમ છે નહીં. (ખાતાં- ખાતાં) આ જીભ હલે, એ હલે
છે એ પર્યાય છે. એ કોનાથી થઈ છે? કે જીભના પરમાણુ અને ગુણ છે. એ. એ દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન
થયેલી એ (જીભની) પર્યાય હલે છે. આત્મા જીભને હલાવે (છે) એમ માનનારે તેણે એક તત્ત્વને
બીજા તત્ત્વની ભેળસેળ કરી છે. મિથ્યા (ત્વ) કર્યું છે. આવું (વસ્તુ) સ્વરૂપ છે. પરની દયા પાળુ શકું
છું, પરની અવસ્થા હું કરી શકું છું. એને જીવતા રાખી શકું છું તો (વસ્તુસ્થિતિ એ છે કે) એ પર્યાય
થઈ છે તે એના દ્રવ્ય-ગુણના કારણે થઈ છે. જીવવું - ટકવું એ એના દ્રવ્ય-ગુણથી રહ્યું છે. આયુષ્ય
(કર્મ) થી પણ નહીં, હોં...! તો એ પરની પર્યાયને હું કરું છું એવી માન્યતા મિથ્યા-ભ્રમ છે..! એ
શરીરમાં જે રહ્યો છે તે પોતાની યોગ્યતાની પર્યાયથી (છે). એ પર્યાયની ઉત્પત્તિનું કારણ (એના)
દ્રવ્ય-ગુણ છે. આયુષ્યના કારણે નહીં, કર્મના કારણે નહીં... આહા... હા... હા...!
(શ્રોતાઃ) ગાંડપણ
ઊતરી જાય તેવું છે...! (ઉત્તરઃ) એવું છે. એ તો બાપા...! અરે..! પ્રભુ...! તું કોણ છો ભાઈ...!
એની તને ખબર નથી ભાઈ..! (વળી) અરે, પરમાણું કેવડો છે, કેમ છે, એની પર્યાયનો કર્તા કોણ
છે...? એની પણ તેને ખબર નથી. ઓલા કહે છે ને...! પાંચ ગુણવાળો પરમાણું, ત્રણ ગુણવાળો
પરમાણુ હોય ને તેને પાંચગુણવાળો કરી દ્યે. બે ગુણ અધિક (કરી દ્યે) પણ પ્રભુ...! એમ ના પાડે છે.
બીજો પરમાણુ એની પર્યાયને કરે (એમ ના પાડે છે). તેની પર્યાય તે તેના દ્રવ્ય - ગુણથી થઈ છે.
સામો પાંચ ગુણવાળો છે માટે ત્યાં પાંચ ગુણવાળી પર્યાય થઈ છે એમ નથી. અરે...! આવું ક્યાં
(સમજવું છે)...? આંધળે - આંધળું અનાદિથી હાલે છે. સમજાણું કાંઈ....?
આહા...હા...! પાઠ બોલોઃ ‘નમો અરિહંતાણમ્” - એ અવાજ નીકળે છે. “નમો
અરિહંતાણમ્” એ ભાષાની પર્યાય છે. એ એના પરમાણુ અને પરમાણુના ગુણથી ઉત્પન્ન થયેલી
ભાષા (પર્યાય) છે. આત્મા નમો અરિહંતાણમ્” ની ભાષા કરી શકે નહીં.
(શ્રોતાઃ) ભાષાસમિતિ
(મુનિને) હોય છે ને..! (ઉત્તરઃ) ભાષાસમિતિ તો અંદર રાગ મંદ કરવો અથવા ન કરવો એ ભાષા
સમિતિ છે. સ્વરૂપમાં સાવધાની પર્યાયને રાખવી, અને એ પર્યાયને, દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન કરી રાખવી
એનું નામ ભાષાસમિતિ છે. (અહીંયાં) વાતું બીજી છે બાપુ..! શું કહીએ...? ક્યાં કહેવું બાપા..!
અત્યારે તો બધે ગોટે - ગોટા ઉઠયા છે સંપ્રદાયમાં તો..! ક્યાંય સત્ વાત સાંભળવી મુશ્કેલ પડે છે..!
બાપુ...! શું કરીએ...? (અહા..! કેવી નિષ્કારણ કરુણા છે).
(અહીંયાં કહે છે) કેઃ દ્રવ્ય કોને કહેવું તે કીધું, ગુણ કોને કહેવો તે કીધું. હવે પર્યાય કોને
કહેવી તે કહે છે. એ પર્યાય-અવસ્થા (હાલત) જે થાય છે પરમાણુમાં અને આત્મામાં, એ પર્યાયની
ઉત્પત્તિનું કારણ તેનાં દ્રવ્ય અને ગુણ છે. એ દ્રવ્ય અને ગુણથી તે પર્યાય રચાય છે. એ પર્યાયને એનું
દ્રવ્ય-ગુણ પહોંચી વળે છે. પ્રાપ્ત કરે છે. (બીજા દ્રવ્યની) તે પર્યાય થાય છે. એ માન્યતા મિથ્યાભ્રમને
અજ્ઞાનીની છે.

Page 26 of 540
PDF/HTML Page 35 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૬
એ મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવ છે. ભલે એ ત્યાગી થયો હોય - સાધુ થયો હોય અને કદાચ પંચમહાવ્રતના
પરિણામ કરતો હોય (તો પણ) તે અજ્ઞાનપણે એમ કરે છે, એ મિથ્યાદ્રષ્ટિ છે. અને એ (શુભ)
રાગના પરિણામ છે માટે મને ચારિત્ર છે એ મિયાદ્રષ્ટિ છે. (ખરેખર) ચારિત્રની પર્યાય છે તે દ્રવ્ય-
ગુણથી ઉત્પન્ન થાય છે. ચારિત્રની પર્યાય એ મહાવ્રતના પરિણામ - (શુભ) રાગ છે. એનાથી ઉત્પન્ન
થતી નથી. કેટલું સમાવ્યું છે...!! આવું છે... પ્રભુ!
આ, ૯૩ મી ગાથા. હજી “જ્ઞેય અધિકાર’ ની પહેલી ગાથા..! “દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક
પણ છે.” - કોણ...? પર્યાય.. પર્યાય એટલે અવસ્થા. દ્રવ્યસ્વરૂપ પણ કહેવામાં આવે અને ગુણસ્વરૂપ
પણ કહેવામાં આવે. (એટલે) દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે.
હવે, “તેમાં, અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે.” - તેમાં
અહીં સંયોગથી વાત કરી છે. અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિનું કારણ દ્રવ્યપર્યાય છે. (વસ્તુસ્થિતિ
જે છે તેનો) જ્ઞાન સ્વીકાર. અનેક દ્રવ્યસ્વરૂપ આત્મા અને પરમાણુ અને પરમાણુ ને પરમાણુ - એ
અનેક દ્રવ્યસ્વરૂપ (છે). અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિ (પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર) એને દ્રવ્યપર્યાય
કહેવાય છે. “તે દ્વિવિધ છે..” (૧) સમાનજાતીય અને (૨) અસમાનજાતીય (એ દ્રવ્યપર્યાય છે)
આહા...હા...! કેટલું’ક યાદ રાખો...! એકે-એક વાતમાં ફેર..! માણસ નથી કહેતા...! “આણંદ કહે
પરમાણંદા, માણસે માણસે, ફેરઃ એક લાખે તો ન મળે, એક તાંબિયાના તેર.” - એમ પરમાત્મા કહે
છે પ્રભુ..! તારી શ્રદ્ધા ને વસ્તુની શ્રદ્ધા- (એમાં) અમે કહીએ છીએ કે વાતે વાતે ફેર છે..! પ્રભુ..!
આહા...હા!
(જુઓ...!) આ પાનું (ગ્રંથનું) જે ઊંચું થાય છે, જુઓ એ એની અવસ્થા છે. તો (સર્વજ્ઞ
ભગવાન) કહે છે એ અવસ્થા આંગળીથી ઊંચી થઈ નથી, આમ ઊંચી થવાની અવસ્થાનું કરનાર
એનાં દ્રવ્ય-ગુણ છે. (પાનાંના) પરમાણુનાં દ્રવ્ય અને એના ગુણોથી એની આમ પર્યાય ઉત્પન્ન થઈ
છે. આંગળીથી નહીં, આત્માથી નહીં... અરે.. રે! આવું બધું (વસ્તુસ્વરૂપ) શું...? એક જણો કહે કે
આવું (વસ્તુસ્વરૂપ) કાઢયું ક્યાંથી...? આવું તો અમે આ પ૦-૬૦ વર્ષમાં સાંભળ્‌યું ય નથી. (તો
કહીએ) આ અત્યારનું છે...? સોનગઢનું છે શું...? અનાદિની આ ભગવાનની વાણી (માં
વસ્તુસ્વરૂપ) અને અનાદિના આ કથન છે. આ તો ભગવાન (તીર્થંકર) ની વાણી છે. આહા...હા...!
એમાં અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના - જાણવું તે દ્રવ્યપર્યાય છે. તે બે પ્રકારે છે, એ
ક્યાં છે બે પ્રકાર,
હવે વિશેષ કહેશે.