Pravachansar Pravachano (Gujarati). Date: 28-06-1979; Gatha: 108.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 32 of 44

 

Page 404 of 540
PDF/HTML Page 413 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૪
પણ દ્રવ્યપણે છે, ગુણપણે છે, પર્યાયપણે છે. એનો સત્તાગુણ કે જે દ્રવ્યપણે નથી, ગુણપણે નથી,
પર્યાયપણે નથી. આહા... હા! તે ગુણ, ગુણપણે છે (સત્તાગુણ) પણ અનેરાગુણપણે નથી. પર્યાયપણે
નથી. એકગુણ ગુણપણે નથી ઈ કઈ અપેક્ષાએ કે બીજા ગુણપણે નથી. એમ દ્રવ્ય, દ્રવ્ય તરીકે નથી તે
બીજા દ્રવ્ય તરીકે નથી. એમ એક પર્યાય બીજી પર્યાયપણે નથી. આહા.. હા!
“–એમ ત્રણ પ્રકારે
વિસ્તારકથનમાં વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.” આહા... હા!
વિશેષ આવશે........
પ્રવચનઃ તા. ૨૮–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૭ ગાથા. ભાવાર્થ. (ગઈ કાલે ચાલ્યો’ તો આજે ફરીને.)
ભાવાર્થઃ– “એક આત્માને” જરી અટપટી (વાત છે.) પરથી તો જુદું બતાવ્યું છે. એક દ્રવ્યને
બીજા દ્રવ્ય હારે કાંઈ નહીં. એક દ્રવ્ય, બીજા દ્રવ્યને અડે નહીં, ને એક દ્રવ્ય, બીજા દ્રવ્યની પર્યાયને કરે
નહીં. એટલે પરની હારે તો કાંઈ સંબંધ છે નહીં. હવે પોતામાં-એમાં ત્રણ પ્રકાર પડે છે. આત્માને
‘એક આત્માને’
“વિસ્તાર કથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, આત્મા વસ્તુ છે વસ્તુ! દ્રવ્ય તરીકે
‘જ્ઞાનાદિગુણ’ તરીકે.” કારણ દ્રવ્ય તે ગુણ નથી. (એ બે વચ્ચે) અતદ્ભાવ છે ને....! તેથી
‘જ્ઞાનાદિગુણ તરીકે’ “અને ‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે,” આંહી સિદ્ધની પર્યાયની વાત લીધી એમ
સમ્યગ્દર્શનપર્યાય, ચારિત્રની પર્યાય લેવી.
“–એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે.” એ જ સર્વ દ્રવ્યો
વિશે સમજવું.” જેમ એક દ્રવ્યમાં ત્રણ પ્રકાર વર્ણવ્યા, -દ્રવ્ય, ગુણ ને પર્યાય ભિન્ન ભિન્ન! આ
અતદ્ભાવ (છે.) ‘તે -ભાવ, તે નહીં, દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં, ગુણભાવ તે (દ્રવ્ય કે) પર્યાય
ભાવ નહીં. આહા... હા! એક જ વસ્તુની અંદર (છે.) પરની સાથેની અહીંયાં વાતનહીં. એ રીતે એક
ગુણને વિસ્તારી શકાય. એમ ‘સર્વ દ્રવ્યો વિશે સમજવું.’
(કહે છે) જેમ પરમાણુ! તો પરમાણુ તરીકે જે છે પરમાણુ- દ્રવ્ય તરીકે પરમાણુ એના વર્ણ,
રસ, સ્પર્શ, ગંધ તે ગુણ, અને એની ભીની, ઊની, કાળી આદિ પર્યાય, એ રીતે એક પરમાણુમાં પણ
અભિન્ન હોવા છતાં- (એ ગુણપર્યાય) પ્રદેશે અભિન્ન હોવા છતાં, આ રીતે વિસ્તાર સમજી શકાયછે.
આવું સ્વરૂપ છે લો! પરની હારે કાંઈ નહીં હવે રહ્યું જ નહીં, હવે (તો) એકમાં -એકમાં અંદર. ચાહે
તો પરમાણુ હોય કે ચાહે આત્મા! ચાર દ્રવ્ય તો છે જ એ તો આહા..! ચાર દ્રવ્યમાં ઈ છે.

Page 405 of 540
PDF/HTML Page 414 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦પ
ધર્માસ્તિકાય કે બીજાની પર્યાય (કરે) હલાવવાની એમ નથી. એમ અધર્માસ્તિકાય બીજાને સ્થિર
કરાવે એમ નથી. તેમ કાળ બીજાને બદલાવે એમ નથી. આહા... હા! ‘નિયમસાર’ માં આવે છે. કાળ
ન હોય તો પરિણમન ન હોય બીજામાં લો! એવું આવે. આહા...! એ તો કાળદ્રવ્યની સિદ્ધિ કરવા
(કથન) છે. ‘કાળદ્રવ્ય ન હોય, તો પરમાં પરિણમન થાય નહીં’ એમ પાઠ છે. એ તો ફક્ત
કાળદ્રવ્યને સિદ્ધ કરવા કહ્યું છે. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને કરે, એ ત્રણકાળમાં બનતું
નથી. આહા... હા... હા! ઝીણું બહુ!
(કહે છે કેઃ) (શ્રોતાઃ) મોટા માણસો તો ઘણાના કાર્ય કરી દ્યે છે...! (ઉત્તરઃ) હેં આ
રામજીભાઈએ ઘણાને જીતાવ્યા’ તા... વકીલ થઈને! (શ્રોતા પોતે) પાપ કર્યું તું શાંતિભાઈએ ઘણા
રૂપિયા ભેગા કર્યા છે. હુકમ કેવા? નાનો ને ઈ બે એ! કોણ કરે ભાઈ! જે એક દ્રવ્ય છે ઈ બીજા
દ્રવ્યને, ક્ષેત્રથી ફેરવી શકે, કાળથી ફેરવી શકે, કાળથી ફેરવી શકે- ઈ કાંઈ બની શકે નહીં. આહા...
હા... હા! એની વાત તો એક બાજુ રહી ગઈ કેઃ આત્મા, શરીરને અડતો નથી. માટે આત્મા શરીરની
પર્યાય કરતો નથી. ગજબ વાત છે!! આ હાથ હાલે ને આ આંગળી હાલે! રોટલી તૂટે તો કહે છે કે
રોટલી તૂટે છે એને હાથ અડતો નથી. તૂટે છે ઈ એની પર્યાય છે, રોટલીની. હાથ (એને) અડતો
નથી. હાથ આત્માને અડતો નથી. આત્મા હાથને અડતો નથી. એવું પરથી તો આ રીતે જ ભિન્ન છે.
બધા દ્રવ્યોમાં! અનંત દ્રવ્યોમાં!! આહા... હા! જ્યાં સિદ્ધભગવાન બિરાજે છે ત્યાં અનંતા નિગોદના
જીવ છે. (ઓહો) જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં. છતાં એક દ્રવ્યને, બીજા દ્રવ્યને-કોઈ (કોઈ)
અડતું નથી. આહા... હા! એમ નિગોદના જીવ અનંતા, એક અંગૂલના અસંખ્યભાગમાં (છે.) બધે
ઠેકાણા ભર્યાં છે આંહી- આખા લોકમાં. પણ એક નિગોદનો જીવ, બીજા નિગોદના જીવને અડતો
નથી, ને એક-એક જીવને- બે-બે શરીર છે. તૈજસ ને કાર્માણ. (એ) તૈજસ- કાર્માણ શરીર (છે)
પણ એને આત્મા અડતો નથી. તૈજસ (શરીરમાં) અનંત પરમાણું છે. તેમાં એક પરમાણું, બીજા
પરમાણું ને અડતો નથી. એ તો જાણે મુખ્ય-મુખ્ય વસ્તુ છે. આહા... હા... હા!
હવે અહીંયા તો એક વસ્તુમાં અતદ્ભાવ કેમ છે એ સિદ્ધ કરે છે. એક તત્ત્વ અને બીજા તત્ત્વ
વચ્ચે અન્યત્વભાવ છે. એની હારે કાંઈ સંબંધ નહીં. પણ એક દ્રવ્યની વચ્ચે-પ્રદેશ ઈ ના ઈ હોવા
છતાં -તેમાં એ ભાવ આ નહીં, દ્રવ્ય ભાવ તે ગુણ (ભાવ) નહીં, ને પર્યાય નહીં, (એવો)
અતદ્ભાવ સિદ્ધ કરે છે. આહા... હા... હા... હા! છે ને? (પાઠમાં)
(અહીંયાં કહે છે કેઃ) “એક આત્માને વિસ્તારકથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, ‘જ્ઞાનાદિગુણ’
તરીકે સત્તાનો- આજ તો બોલ આવ્યો’ તો સવારમાં. સત્તા ય ગુણ છે એમ જ્ઞાનાદિગુણ (તરીકે),
“અને ‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે– એમ નિશ્ચયે, એક આત્મદ્રવ્ય છે ઈ

Page 406 of 540
PDF/HTML Page 415 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૬
દ્રવ્ય તરીકે, એમાં પેટા જે જ્ઞાનાદિગુણ તરીકે, અને એની મિથ્યાદશા છે ઈ પર્યાય તરીકે, (એમ)
પરથી ભિન્ન છે પણ દ્રવ્ય છે ઈ પર્યાય નથી ને પર્યાય છે ઈ દ્રવ્ય નથી (એવો અતદ્ભાવ છે.)
આહા... હા... હા! મિથ્યાત્વ જે છે ઈ પર્યાયમાં, એ દર્શનમોહને લઈને નથી. પણ તે પર્યાય છે, તે
દ્રવ્ય નથી ને દ્રવ્ય છેતે પર્યાય નથી. આહા... હા... હા... હા! - “એમ એક આત્મામાં “ત્રણ પ્રકારે”
ધર્મની પર્યાયનો વિચાર કરે, તો આત્મા ‘દ્રવ્ય’ તરીકે છે, જ્ઞાનાદિ ત્રિકાળ ‘ગુણ’ તરીકે છે, અને
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય ‘પર્યાય’ તરીકે છે. એ પર્યાય ગુણરૂપે નથી, ગુણ દ્રવ્યરૂપે નથી, દ્રવ્ય
પર્યાયરૂપે નથી. આહા.. હા! આવું ઝીણું છે!
(કહે છે) વળી એક આત્માના હયાતીગુણને, અહીંયાં સત્તા લીધી. સત્તા, અસ્તિત્વગુણ છે
ને...? પ્રદેશે તો અભેદ છે. એક આત્માના સત્તાગુણને, સત્તા તે દ્રવ્ય, સત્તાજ્ઞાનાદિગુણ, ને
સત્તાસિદ્ધત્વપર્યાય, એમ “ત્રણ પ્રકારે વિસ્તારવામાં (વર્ણવવામાં) આવે છે. એમ નીચે એક
આત્માને સત્તાદ્રવ્ય તરીકે, સત્તાગુણ તરીકે, છે ને...? બીજા હયાતી (આદિ) જ્ઞાનાદિગુણ તરીકે હોં!
એક ગુણ તો છે (સત્તા) ઈ જ્ઞાનાદિગુણો છે પણ એમાં એકબીજાનો અભાવ છે એમાં. અને ઈ
સત્તાને સમ્યગ્દર્શનની પર્યાય થઈ, ઈ (સત્તા) પર્યાય તરીકે એને વર્ણવવામાં આવે (છે.) સત્તા ગુણ
ને જ્ઞાનની પર્યાય થઈ, દર્શનની પર્યાય થઈ એ હયાતી સાથે છે. એ પર્યાય છે (ઈ) પર્યાયમાં
અસ્તિત્વ છે. તે અસ્તિત્વ ગુણમાં તે અસ્તિત્વ નથી, ગુણનું અસ્તિત્વ છે ઈ દ્રવ્યમાં અસ્તિત્વ નથી.
દ્રવ્યની સત્તા છે. ગુણની સત્તા નથી. ગુણની સત્તા છે ઈ પર્યાયની સત્તામાં નથી. (ત્રણેયની સત્તા
જુદી જુદી છે.) આવું! અહા.. હા! ઝીણું બહુ!! મારગ ઝીણો બહુ!!
(કહે છે કેઃ) વળી, એક આત્માનો, જે સત્તાગુણ છે-હયાતી તે સત્તાગુણ. તે આત્મદ્રવ્ય નથી.
ઈ એક જ જે સત્તાગુણ છે ઈ આત્મદ્રવ્ય નથી, આત્મા તો અનંતગુણ (નો પિંડ) છે. હયાતીગુણ -
સત્તાગુણ સિવાયનો તે, જ્ઞાનાદિગુણ નથી. સત્તાગુણ તરીકે સત્તા છે. પણ સત્તાગુણપણે દ્રવ્ય, તે
સત્તાગુણ નથી. સત્તાગુણ જ્ઞાન-દર્શનાદિ ગુણ નથી. સત્તા, સત્તાથી છે. જ્ઞાનાદિ અનંતગુણ છે ઈ રીતે
સત્તા નથી. આહા. હા! આવો વિષય! ગાથા (બધી) તત્ત્વનો વિષય છે આ તો! એકદમ ભિન્ન ભિન્ન
વસ્તુ બતાવે છે. પરથી તો ભિન્ન પણ એકમાં ય ભિ ન્નદ્રવ્ય, ગુણ, પર્યાય, (ત્રણે ભિન્ન ભિન્ન સ્વરૂપે
છે.) આહા... હા!
(કહે છેઃ) એકમાં પણ જ્યારે સત્તા ને દ્રવ્ય, સત્તાથી બીજા ગુણ આદિ તે ગુણ અને પર્યાય,
એકબીજામાં અભાવ છે. અતદ્ભાવ છે. તો પરની સાથેની શું વાત કરવી? આહા...! ‘ગમે તે
સંયોગમાં ને ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે કાળમાં હોય– પણ પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં
છે.’
નારકીમાં જીવ છે એમ કહેવું ઈ વ્યવહાર છે. દેવમાં જીવ છે એમ

Page 407 of 540
PDF/HTML Page 416 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૭
કહેવું વ્યવહાર છે. દેવના ક્ષેત્રમાં, નારકીના ક્ષેત્રમાં જીવ છે એમ કહેવું ઈ વ્યવહાર છે. આહા... હા!
શ્રેણિક રાજા! નરકમાં છે ઈ કહેવું વ્યવહાર છે, પણ એની ગતિની ‘યોગ્યતા જ’ નારકીની છે. ઈ
પર્યાયમાં એ છે. પણ ઈ ગુણમાં નથી ને ઈ દ્રવ્યમાં નથી. જે પર્યાયમાં છે તે ગુણમાં નથી ને તે
દ્રવ્યમાં નથી. આહા... હા... હા! આવું છે! કાં’ (શાસ્ત્રમાં) એક કહે છે ને...! કે શ્રેણિકરાજા, નરકે
ગયા તે સમકિતી છે- ક્ષાયિક સમકિતી (છે.) તીર્થંકરગોત્ર બાંધ્યું છે. હવે ઈ તો એને પૂર્વનું આયુષ
બંધાઈ ગયું, એને લઈને નરકમાં ગયા! અહીંયાં ના પાડે છે. અહા... હા! આયુષ્યકર્મની પર્યાયમાં
આયુષ્યપર્યાય હતી, આંહી જવાની પર્યાય ત્યાં હતી તે પોતાની પર્યાયથી ત્યાં (જવાની) ગતિ કરે છે.
આયુષ્યકર્મ તો નિમિત્તમાત્ર છે. એ નિમિત્તથી કાંઈ આમાં થતું નથી. આહા... હા... હા! શાસ્ત્રમાં
એવો લેખ આવે. આનૂપૂર્વ્ય નામની એક પ્રકૃતિ છે. નામકર્મની. જેમ બળદને નાથ નાખે. ને ખેંચે એમ
આનુપૂર્વી પ્રકૃતિ નરકમાં લઈ જવા (જીવને) ખેંચે છે. દેવમાં લઈ જવા, મનુષ્યમાં લઈ જવા,
તિર્યંચમાં લઈ જવા ગતિ (કરાવે છે) આનુપૂર્વ્ય અહીંયાં કહે છે કેઃ (એ ગતિ થઈ ત્યારે) હતી ચીજ
આનુપૂર્વ્ય એ બતાવ્યું છે. બાકી તો તે સમયે જે પર્યાય છે ગતિ કરવાની એકતા, એને લઈને ઈ ગતિ
કરે છે. આનુપૂર્વ્ય (પ્રકૃતિ) ને લઈને નહીં. આહા... હા... હા!
ઘણું ભેદ–જ્ઞાન!! પરથી તો ભેદ–
જ્ઞાન! પણ પોતાના પરિણમનમાં (સ્વરૂપમાં) જુદા, જુદા અતદ્ભાવ!! આહા... હા.. હા.. હા!
(કેટલાકે તો) સાંભળ્‌યું ન હોય, (અને માને કે) વાડામાં જન્મ્યા જૈન છીએ. જૈન પરમેશ્વર શું કહે છે
તત્ત્વને ઈ ખબર ન મળે! આહા.. હા! નવરાશ નહીં ને પણ નવરાશ, ધંધા! ધંધો કરવો, બાયડી-
છોકરાં સાચવવાં! વેપાર સાચવવો! કે નો’ સાચવે તો ઓલું થઈ જાય!
(શ્રોતાઃ) પણ દુકાને ન
જાયતો, દુકાનો બધી બંધ થઈ જાય...! (ઉત્તરઃ) કોણ કરે વેપાર? એ તો જડની પર્યાયના સમયે તે
થશે. એ પરમાણુમાં પર્યાય, જે રીતે ગતિ થવાની, તે થશે જ. એ પર્યાય (જે થાય છે ઈ) બીજો જોડે
આ છે, એનાથી પર્યાય ઈ પર્યાય થાય છે, એમ તો છે જ નહીં. પણ એની જે પર્યાય થાય છે જે
પૈસા લેવાની-દેવાની આદિ, (તે) પર્યાય તે દ્રવ્ય નથી ને પર્યાય તે ગુણ નથી. આહા... હા!
(પંડિતજી!) આવી વાતું છે!! (તત્ત્વનો) સૂક્ષ્મપણે વિચાર કરવો જોઈએ ભાઈ! આ તો, પ્રભુનો
મારગ છે! સર્વજ્ઞપરમેશ્વર! ત્રિલોકનાથ! એણે જ્ઞાનમાં જોયું એવું કહ્યું છે. આહા...! છે ઈ? (પાઠમાં)
ત્રીજો પેરેગ્રાફ!
(અહીંયાં કહે છે કેઃ) “વળી એક આત્માના હયાતીગુણને ‘હયાત આત્મદ્રવ્ય”
હયાતજ્ઞાનાદિગુણ’ અને ‘હયાત સિદ્ધત્વાદિપર્યાય’ એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ
પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.”
(અહીંયા કહે છે કેઃ) “વળી એક આત્માનો જે હયાતીગુણ છે.” એક આત્મા નો સત્તાગુણ
જે છે, “તે આત્મદ્રવ્ય નથી.” ઈ એક જ ગુણ આત્મદ્રવ્ય નથી. “(હયાતીગુણ

Page 408 of 540
PDF/HTML Page 417 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૮
સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી.” સત્તા, સત્તાગુણ છે, પણ સત્તા સિવાયના જે જ્ઞાન, આનંદ એ ગુણ
(પણે) સત્તાગુણ નથી. સત્તાગુણથી જ્ઞાન આદિ બધા ગુણ, જુદા છે. આહા... હા... હા! પ્રવચનસાર
વાંચ્યું છે કોઈ ફેરે? નવરાશ ક્યાંથી, નવરાશ? વાંચો તો્ર એ સમજાયને! આહા... હા! (શ્રોતાઃ)
આપની હાજરી વગર બરાબર સમજાય નહીં...
(ઉત્તરઃ) હાજરી તો પોતાની છે, એમાં સમજાય છે.
આહા... હા! (શ્રોતાઃ) તો ય નિશાળે તો બેસવું પડે છે ને... જાવું પડે છે ને...! (ઉત્તરઃ) નિશાળે
જાય છે કોણ? જીવદ્રવ્યની પર્યાય એવી (થવાની) હોય તો જાય. શરીરની પર્યાયની યોગ્યતા હોય, તો
શરીર પર્યાય જાય. આહા... હા... હા... હા! એ માસ્તર પાસે જાવું માટે એને લઈને (એટલે) શરીરને
લઈને ગયો છે અને શરીર આત્માને લઈને ન્યાં ગયું છે એમ નથી. આહા... હા... હા... હા! અમે
(ભણતા’ તા) ત્યારે ધૂળી (નિશાળ) હતી.
(શ્રોતાઃ) નિશાળનો દાખલો એટલા માટે આપ્યો કે
આપના પાસે આવવું પડે ને...! (ઉત્તરઃ) આવવું પડે ને...! અહાહાહાહા! નિમિત્તથી તો કહેવાય
એમ ને? અમારે માસ્તર હતો ધૂળી નિશાળનો, છ વરસની ઉંમર હતી. પહેલી ધૂળી, પછી પહેલી
ચોપડીમાં જતા. પહેલી ધૂળી નિશાળે, ધૂળમાં એકડો કરાવે પહેલો! એને (માસ્તરને) પૈસા ન
આપતા, પણ કંઈ સારું વરસ એવું હોય ત્યારે કે દા’ ડો હોય તો, લગન હોય તો બાપ આપે પીરસણું
એટલે એને હાલે (ગુજરાન) છોકરાં ઘણાં હોય ને એટલે હાલે (ગુજારો) ઈ શીખવતો, એક માસ્તર
હતો જડભરત! હતો સાધારણ ભણેલો ઈ ‘એકડે એક’ ધૂળમાં શીખડાવતો! અહા... હા... હા... હા!
અહીંયા તો કહે છે કેઃ આંગળીને લઈને ધૂળમાં આમ એકડો અંદર થયો નથી. ધૂળને આંગળી
અડી નથી. આવી વાત પ્રભુ! આ શું? આ સત્-સત્ રીતે છે તેને સત્ રીતે જાણવું! જે રીતે સત્ છે
તે રીતે સત્ને સત્પણે જાણવું! સત્ને ગોટા વાળશે, અસત્પણે રખડવું પડશે, મરી જશે!! ચોરાશીના
અવતારમાં આહા... હા! અહીંયાં ખમ્મા! ખમ્મા! થાતું હોય, પાંચ-પચીસ કરોડ રૂપિયા હોય, આહા...
ઈ મરીને ભાઈ ભૂંડને કૂખે જાય. માંસ આદિ ન ખાય દારૂ (ન) પીએ. ભૂંડને કૂખે જાય ને વિષ્ટા
ખાય. આહા...! બાપુ, એવું અનંતવાર થઈ ગયું છે! આહા... હા! વિવેક, વિચાર કર્યો નથી એણે.
દીર્ધસૂત્રી થતો નથી. વર્તમાનમાં એકલો રોકાઈ ગયો બસ! પરદ્રવ્યથી ભિન્ન (હું) એનો નિર્ણય કર્યો
નથી. અને આમ તો, દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે પર્યાય નહીં, એનો નિર્ણય કર્યો નથી. આહા.. હા!
(અહીંયા કહે છે કેઃ) “વળી એક આત્માનો જે હયાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી,
(હયાતીગુણ સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી.” જ્ઞાનાદિગુણ પણ હયાતી (ગુણ) નથી. સત્તાગુણ છે
ઈ જ્ઞાનગુણ નથી, સત્તાગુણ છે ઈ દર્શનગુણ નથી, આહા...! અને સત્તાગુણ છે ઈ સમ્યગ્દર્શનની
પર્યાય આદિ નથી.
“કે સિદ્ધત્વાદિપર્યાય નથી.” આ સિદ્ધત્વની પર્યાય લીધી છે એમાં, (જે)
સત્તાગુણ છે ઈ સમ્યગ્દર્શન કે સમ્યક્ચારિત્રની પર્યાય નથી. આહા... હા.. હા! જ્ઞાનગુણની પર્યાય જે
છે, એ સત્તાગુણની પર્યાય નથી ને સત્તાગુણની પર્યાય ઈ જ્ઞાનગુણની પર્યાય નથી. અહા..! એક

Page 409 of 540
PDF/HTML Page 418 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૯
સાથે સમ્યગ્દર્શન ને જ્ઞાન ઉત્પન્ન થાય, અરે! અનંતા ગુણની એકસાથે અંશવત્ પર્યાય પ્રગટ થાય.
‘સર્વગુણાંશ તે સમકિત’ એ અનંતગુણનો પિંડ! એનો જ્યાં દ્રષ્ટિને અનુભવ થયો, (આત્માના)
જેટલા ગુણોની સંખ્યા એનો એકઅંશ વ્યક્તપણે બધુ પ્રગટ! પૂરણ! પણ તે એકપર્યાય,
બીજીપર્યાયપણે નથી. આહા.. હા! આહા...! હા! (શ્રોતાઃ) છતાં સત્તા, દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણેયમાં
વ્યાપેલી છે...! (ઉત્તરઃ) વ્યાપી છે સત્તા સત્તામાં! દ્રવ્ય સત્, ગુણ સત્, પર્યાય સત્ ઈ તો આવી ગયું
ને... (ટીકામાં) ઈ તો ગાથા ચાલે છે આ
सद्व्वं सच्च गुणो सच्चेव पज्जओ [वित्थारो] સત્દ્રવ્ય
તે ગુણ નહીં ને ગુણ તે સત્દ્રવ્ય નહી ને સત્દ્રવ્ય તે સત્પર્યાય નહીં. આહા.. હા! ઝીણી વાત છે
ભાઈ! ઈ તો અધિકાર જે આવે ઈ (સ્પષ્ટીકરણ થાય.) આહા... હા..!
(અહીંયાં કહે છે કેઃ) “હયાતીગુણ સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય
નથી.” આહા...! સત્તા નામનો ગુણ છે. અને અહીંયા સમકિતપર્યાય થઈ, તો ઈ સત્તાગુણની
પર્યાયથી ઈ સમકિતની પર્યાય નથી (થઈ.) સમકિતની પર્યાય, સમકિતની પર્યાયને લઈને છે.
સત્તાગુણને લઈને નથી. બીજી રીતે કહીએ તો, શ્રદ્ધાગુણ જે છે ત્રિકાળ, આત્મા જે ત્રિકાળ છે એમ
શ્રદ્ધાગુણ ત્રિકાળ છે. તો શ્રદ્ધાગુણ છે ઈ આતમ-દ્રવ્યનો શ્રદ્ધાગુણ, આત્મદ્રવ્ય એ શ્રદ્ધાગુણરૂપે નથી ઈ
આત્મદ્રવ્ય, અને ગુણ તો ત્રિકાળ છે. અને એની પર્યાય છે ઈ શ્રદ્ધાની પર્યાય તરીકે છે. એ બીજા
ગુણને લઈને પર્યાય છે એમ નહીં. એ પર્યાય થઈ ઈ સમકિતદર્શનની પર્યાય છે એ બીજા ગુણથી થઈ
એમ નથી. ગુણને કોઈ ગુણ સહાય નથી. બીજા દ્રવ્યને તો બીજા દ્રવ્યની સહાય નથી (જ), એક દ્રવ્ય
બીજા દ્રવ્યને તો સહાય નથી, પણ આત્મામાં ને પરમાણુમાં જે અનંતગુણ રહ્યા છે, તો ઈ એકગુણ
બીજાગુણને સહાય નથી. આહા... હા... હા! એનું અસ્તિત્વ, સત્તા છે ભિન્ન-ભિન્ન! આહા... હા!
(કહે છે કેઃ) સમકિતની પર્યાય પ્રગટ થઈ. માટે સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, માટે અનંત
આનંદનો સ્વાદ આવ્યો, એ પર્યાય સમ્યગ્દર્શન પર્યાયપણે (પ્રગટ થઈ) માટે આવ્યો એમ નથી. તે
(તે) પર્યાય જુદી છે (તે તે) ગુણ જુદો છે ને ગુણમાં દ્રવ્ય જુદું છે! આહા... હા! આવું લાંબું!
આચાર્યોએ કામ કર્યા છે ને!! આહા... હા... હા! જંગલમાં રહીને, મુનિ! મુનિઓ, તો નગ્ન જ હતા,
દિગમ્બર જ હતા. શ્વેતાંબર તો નીકળ્‌યા, હમણાં બે હજાર વરસ, પછી એમાંથી નીકળ્‌યા. જૈનદર્શનમાં
તો એકલા નગ્ન મુનિ જ હોય અનાદિથી. અનાદિથી અનંતકાળ! (મુનિ નગ્ન ન હોવાના)
વસ્ત્રસહિત તે મુનિપણું નથી.’
(શ્રોતાઃ) એના શાસ્ત્રમાં લખ્યું છે કે અમારામાંથી દિગંબર નીકળ્‌યા
છે..! (ઉત્તરઃ) ઈ ગમે ઈ કહે ને! માણસો ગમે ઈ કહે! અનાદિ સનાતન સત્ય આ છે. એમાંથી
શ્વેતાંબર બે હજાર વરસ પહેલાં નીકળ્‌યાં છે. અને પોતાની દ્રષ્ટિએ શાસ્ત્ર બનાવ્યાં, એમાં આ બધા
ગોટા વાળ્‌યા છે. આહા... હા! ન્યાં તો લૂગડાંના પોટલાનાં પોટલા રાખ્યાં છે. અને અહીંયાં તો કહે કે
એક લૂગડાંનો કટકો (પાસે) રાખે ને મુનિપણું માને તો નિગોદમાં જશે. એને સાધુ માને તો ઈ
નિગોદમાં જશે.

Page 410 of 540
PDF/HTML Page 419 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧૦
આહા... હા! વસ્ત્રસહિત સાધુંપણું માનશે એ નિગોદમાં જવાના છે, અને જે એને માનનારા છે ‘કે
આ સાધુ છે’ એ પણ નિગોદમાં જામી જવાના છે.
આહા... હા! ગજબ કામ બાપુ! આકરું કામ
બહુ!! વસ્તુંનું સ્વરૂપ એમ છે. આ તો અનાદિ ભગવાન ત્રણલોકના નાથ! સર્વજ્ઞદેવે જોયું-જાણ્યું,
એમ કહ્યું છે. ઓલું તો કલ્પિત બધું બનાવ્યું છે. શ્વેતાંબર લોકોએ શાસ્ત્ર કલ્પિત બનાવ્યાં છે બધાં!
એની શ્રદ્ધાને માને તે ગૃહીતમિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! આવું આકરું કામ પડે!! આહા... હા!
(વળી કહે છે કેઃ) સૌને સારું લગાડીને ભેગાં કરવા છે? માણસ ભેગાં થાય જાજાં! કે ભઈ!
આહા... હા! સત્ને સંખ્યાની જરૂર નથી. સત્ તો સત્સ્વરૂપે છે ત્રિકાળ!
અહીંયાં (તો કહે છે) એ પરની હારે કાંઈ સંબંધ નથી. આહા... હા.. હા! વસ્ત્રનો ટુકડો રાખે
ને આંહી ચારિત્ર હોય અંદર. એમ નહીં કહે ઈ તો જાણે ભિન્ન પડી ગયું. પણ ચારિત્રગુણની પર્યાય
છે, એ ચારિત્રગુણ છે ઈ ચારિત્રગુણની પર્યાય છે એમ નથી. એ ચારિત્રગુણ છે ને ચારિત્રનું દ્રવ્ય છે
(એ ચારિત્રની પર્યાય છે) એ બધું ભિન્ન છે. (દ્રવ્ય-ગુણ ને પર્યાય) દ્રવ્યરૂપે ચારિત્ર, ગુણરૂપે
ચારિત્ર, પર્યાયરૂપે ચારિત્ર, - (એ ત્રણેય ભિન્ન છે.) આવી વાત છે! આહા... હા... હા!
(મુનિરાજને) એની દશામાં વિકલ્પ હોય, પંચમહાવ્રતના, પણ એને ઈ (મુનિરાજ) બંધનું કારણ
માને. અને નગ્નદશા હોય ઈ નિમિત્ત તરીકે નગ્નદશા. ઈ મેં કરી નથી ને મારાથી નગ્નદશા થઈ
નથી. આહા... હા... હા! કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને (કાંઈ કરી શકે નહીં) એ લૂગડું છોડી શકે.
લંગોટી છોડી શકે, એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં આહા... હા! આવી વાત છે.
અહીંયાં તો (કહે છે) એક દ્રવ્યમાં પણ ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં કે પર્યાય નહીં.
એવો ત્રણ વચ્ચે ભિન્ન ભાવ (છે) કે આ ભાવ તે આ ભાવ નહીં ને આ ભાવ તે આ ભાવ નહીં.
આહા.. હાં! ગજબ વાતું!! પરમાત્મા સિવાય, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ! કેવળીએ કહેલી વાત, સંતો
કહે છે. એવી વાત, ક્યાં’ ય બીજે છે નહીં. આહા...! આકરું લાગે પણ શું થાય? ભાઈ! બીજાને
દુઃખ લાગે. અમે આ બધું કરીએ ત્યારે ખોટું? ભક્તિ કરીએ, પૂજા કરીએ, સામાયિક કરીએ,
પડિક્કમણા (કરીએ) - બધું મિથ્યાત્વસહિત છે. આહા... હા! દિગંબરમાં રહીને પણ જે સામાયિક
હોય, વિકલ્પ ઊઠે એને સામાયિક માને ‘અમે સામાયિક કરીને બેઠા છીએ’ મિથ્યાત્વ છે ભાઈ!
આહા... હા! આહા...!
(કહે છે કેઃ) એવી રીતે એક આત્માનો હયાતીગુણ છે ઈ આત્માદ્રવ્ય નથી. હયાતીગુણ
સિવાયનો એ ગુણ (આત્મદ્રવ્ય) નથી. અને સિદ્ધત્વાદિપર્યાય (તે આત્મદ્રવ્ય) નથી. આહા... હા!

Page 411 of 540
PDF/HTML Page 420 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧૧
આપણે તો અહીંયાં સમ્યગ્દર્શન ને સમ્યક્ચારિત્ર ઉપર ઊતારવું વધારે. ગોટાં એમાં છે ને..!
સમ્યગ્દર્શનની પર્યાય, સ્વદ્રવ્યના લક્ષે, કર્ત્તાના સ્વતંત્રપણે, ષટ્કારકના પરિણમનથી સમ્યગ્દર્શન થાય,
(અર્થાત્) ષટ્કારકના પરિણમનથી સમ્યગ્દર્શન થાય. એનું લક્ષ ભલે દ્રવ્ય ઉપર છે. પણ છે
સ્વતંત્રપણે ષટ્કારકનું પરિણમન! ઈ સમ્યગ્દર્શનની પર્યાય (જે છે તે) સમ્યક્ત્વ શ્રદ્ધાગુણ જે ત્રિકાળ
છે તે-રૂપે નથી. ત્રિકાળ જે શ્રદ્ધાગુણ છે, એની આ પર્યાય છે ને...? પણ છતાં એ પર્યાય,
શ્રદ્ધાગુણપણે નથી. પર્યાય, પર્યાયપણે છે, ગુણ ગુણપણે છે, દ્રવ્ય દ્રવ્યપણે છે. આહા...! આવું છે.
આહા...! આવું સાંભળવા ય લોકો નવરા ક્યાં છે? જિંદગી ચાલી જાય છે આમ બફમમાં ને
બફમમાં! ઘણા વખતમાં!
(અહીંયાં કહે છે કેઃ) “અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો) જ્ઞાનાદિગુણ છે કે
સિદ્ધત્વાદિપર્યાય છે તે હયાતીગુણ નથી “એમ પરસ્પર તેમને અતદ્ભાવ છે.” “કે જે અતદ્ભાવને
લીધે તેમને અન્યત્વ છે.”
અતદ્ભાવને લઈને અન્યત્વ છે. પૃથક્ પ્રદેશને લઈને અન્યત્વ પરનું છે.
પણ પોતામાં, અસંખ્ય પ્રદેશમાં, પૃથક્ પ્રદેશ નથી. છતાં અતદ્ભાવપણે અન્યત્વ છે. ‘તે-ભાવ નથી’
તે અન્યત્વ છે. ગુણથી પર્યાય અન્યત્વ છે, ગુણથી દ્રવ્ય અન્યત્વ છે, દ્રવ્યથી ગુણ અન્યત્વ છે,
અતદ્ભાવની અપેક્ષાએ તેને અન્યત્વ કહેવામાં આવે છે. એના પ્રદેશો ભિન્ન નહિ હોવા છતાં (અન્યત્વ
કહેવામાં આવે છે) આહા...હા...હા! જેના પ્રદેશો ભિન્ન છે- આ આત્માના પ્રદેશો ને શરીરના પ્રદેશો
ભિન્ન ભિન્ન છે. આહા...! તો આત્મા, શરીરને હલાવી શકતો નથી. હોઠને હલાવી શકતો નથી,
રોટલીના ટુકડા કરી શકતો નથી. દાંતને આમ ખેંચ કરી (દબાવી) શકતો નથી. આહા... હા!
(શ્રોતાઃ) પેટમાં દાંત નથી, તો ચાવવું શી રીતે...? (ઉત્તરઃ) આહા... હા! ઈ દાંત દાંતનું કામ
દાંતની પર્યાયમાં છે. દાંતની પર્યાય જે છે સત્તા એનું ઈ પરમાણુ જે દાંતના છે તેમાંય ઈ સત્તાગુણ છે.
એની શક્તિમાં સત્તાગુણ છે, એનાથી બીજા જે ગુણો છે ઈ-રૂપે સત્તા નથી. તેની એકસમયની
પર્યાયની સત્તાની, સત્તાપણે છે. આહા... હા! આવું સ્વરૂપ છે! કેવું તે આ! આવો વીતરાગનો
મારગ! ઓલું તો કહેઃ છકાયની દયા પાળવીને...!
(શ્રોતાઃ) દયા તો પળેલી જ પોતામાં (ઉત્તરઃ)
આહા...! તું કોણ છો? કેટલી મર્યાદામાં છો? બીજા કોણ છે, કેટલી મર્યાદામાં છે? એનું યથાર્થ જ્ઞાન,
ઈ તારી દયા છે. જેમ છે તેમ જાણવું ઈ તારી દયા છે. અને જેમ છે તેમ ન જાણવું ઈ તારી હિંસા છે.
આહા... હા! આવું છે! આ ગાથાઓ બધી ઝીણી છે!! પણ છતાં સમજાય એવી છે.
(શ્રોતાઃ) આપ
સમજાવો, તો સમજાય! (ઉત્તરઃ) અહા... હા... હા... હા! (મુક્ત હાસ્ય)!
(અહીંયાં કહે છે કેઃ) “એમ પરસ્પર તેમને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવને લીધે તેમને
અન્યત્વ છે.” કે જે અતદ્ભાવને લીધે’ એટલે ‘તે-ભાવ’ નથી એને લીધે તેમને અન્યત્વ છે. દ્રવ્ય તે
ગુણભાવ નથી ને ગુણભાવ તે દ્રવ્યભાવ નથી ને ગુણભાવ (કે દ્રવ્યભાવ) તે પર્યાયભાવ

Page 412 of 540
PDF/HTML Page 421 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧૨
નથી. એ અપેક્ષાએ ત્રણને અતદ્ભાવની અપેક્ષાએ (એટલે કે) ‘તે-ભાવ તે નથી’ એ અપેક્ષાએ
અન્યત્વ છે. તે દ્રવ્ય તે ગુણપણે નથી. તે ગુણ તે પર્યાયપણે નથી, તે બીજાગુણપણે નથી. એ રીતે
અતદ્ભાવને લીધે અન્યત્વ છે. પૃથક પરમાણુ, એક- એક દ્રવ્ય જુદા એની વાત નહીં (એ તો પ્રદેશે
જ જુદાં છે.) ઈ તો પૃથક્ પ્રદેશ છે (તેથી) જુદાં જ છે. આહા... હા! ભારે કામ! એ સીસપેનની
અણી કોઈ કાઢી શકતું નથી એમ કહે છે. કલમથી લખી શકતો નથી. બોલી શકતો નથી, બોલવાની
જડની અવસ્થા છે. તો એ પૃથક્પણાંમાં ગયું! અહીંયાં તો અતદ્ભાવ તરીકે અન્યત્વની વાત હાલે છે,
ઓલાં તો પૃથક્ પ્રદેશ છે માટે અન્યત્વ છે. એની હારે તો અહીંયાં કાંઈ વાત જ નથી. આહા.. હા!
આ તો અતદ્ભાવ (એટલે) ‘તે-ભાવ નથી’ ને “તે-તે ભાવ આ નથી” એવા અતદ્ભાવની
અપેક્ષાએ એકબીજામાં પ્રદેશભેદ ન હોવા છતાં અન્યપણું કહેવામાં આવે છે. આહા... હા... હા... હા! છે
કે નહીં આમાં જુઓ ને? (પાઠમાં) આ સોનગઢનું લખાણ નથી આ (શાસ્ત્રમાં). ઘણાં બોલે, એમ કે
સોનગઢ નું એકાંત છે! એકાંત કહીને કાઢી નાખે. અરે! ભાઈ, સાંભળ તો ખરો! પ્રભુ! આહા... હા!
એકાંત કોને કહેવું? અનેકાંત કોને કહેવું? એની ખબર નથી’! (તને.) આહા.. હા.. હા!
“આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું” જેમ એકગુણનું કહ્યું સ ત્તાનું. કે સત્તા અને દ્રવ્ય
ભિન્ન, સત્તાના ગુણ ભિન્ન, અને સત્તાની પર્યાય, સત્તાથી ભિન્ન! એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે
સમજવું.
“આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને.” સત્તાનું ઉદાહરણ આપ્યું છે. એમ જ્ઞાન-
દર્શન-આનંદ કોઈપણ ગુણ, એ ગુણ ગુણરૂપે, એ ગુણ દ્રવ્યરૂપે, એ ગુણ પર્યાયરૂપે ભિન્ન ભિન્ન છે.
આહા... હા!
“સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો.”
(અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય વિષે પણ યોગ્ય રીતે સમજવું.”
જેમ કેઃ– સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને.” વીર્યગુણ લીધો. (જુઓ!) વીર્ય!
પુરુષાર્થગુણ આત્મામાં એક છે અનાદિ અનંત. (એ) પુરુષાર્થગુણને
‘પુરુષાર્થી આત્મદ્રવ્ય.’
પુરુષાર્થપણે પુરુષાર્થી આત્મદ્રવ્ય. આહા... હા! પુરુષાર્થગુણને અનેરાગુણથી ભિન્નપણું “પુરુષાર્થી
જ્ઞાનાદિગુણ’
છે? (પાઠમાં) એક આત્માના પુરુષાર્થગુણને, પુરુષાર્થી આત્મદ્રવ્ય, પુરુષાર્થી જ્ઞાન આદિ
ગુણ, બીજો ગુણ લો એનાથી. “અને પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય એમ વિસ્તારી શકાય.” આહા...
હા... હા! એમ સમકિતની પર્યાય છે, એનો શ્રદ્ધાગુણ છે. શ્રદ્ધાગુણ છે આત્મામાં. સમકિત પર્યાય છે.
એ શ્રદ્ધાગુણ છે એ આત્મદ્રવ્ય છે, એ શ્રદ્ધાગુણ અને રાગુણરૂપ નથી, અને ઈ શ્રદ્ધાગુણ છે તે એક
સમયની પર્યાય તરીકે નથી. સમકિતની પર્યાય તરીકે શ્રદ્ધાગુણ નથી. શ્રદ્ધાગુણ પર્યાય તરીકે નથી ને
પર્યાય શ્રદ્ધાગુણ તરીકે નથી. અને શ્રદ્ધાગુણ એક દ્રવ્ય તરીકે નથી. આહા... હા.. હા! આવું છે. આ તો
સામે અધિકાર આવ્યો હોય, ત્યારે આવેને...! ખેંચીને ઉપરથી લેવાય તો, બેસે ઝટ! આ તો આમાં
લખાણ છે. અરે.. રે! એણે

Page 413 of 540
PDF/HTML Page 422 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧૩
દરકાર કરી નથી! મારું શું થશે! આહીં આંખ મિંચાઈને હાલ્યો જશે! ચોરાશીના અવતારમાં. સત્યનું
શરણ નહીં લે ને સત્ય છે તે તે એને સત્યને સત્યપણે વસ્તુને વસ્તુપણે રાખ. શ્રીમદ્ કહે છે.
શ્રીમદ્માં એક વાક્ય છે. ‘વસ્તુને વસ્તુપણે રાખ’ તું ફેરફાર કરીશ નહીં કાંઈ! આહા...હા...હા!
(કહે છે) જેવી રીતે દ્રવ્ય છે તેવી રીતે રાખ. જે રીતે ગુણ છે તે રીતે રાખ. જે રીતે પર્યાય છે
તે રીતે રાખ. આહા... હા! અહીંયાં તો એકદ્રવ્ય બીજા દ્રવ્યનું કરે (નહીં) એના જ વાંધા છે,
માનવામાં. ઓલામાં તો ઈ આવે છે ને! સ્થાનકવાસીમાં ‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની
ખાણ.’ ‘અનંતા જીવ મોક્ષે ગયા, દયા તણા’ (એ જ જાણે) - પ્રમાણ’ - ઈ પરની દયા, પરની
દયા ત્રણકાળ માં (આત્મા) કરી શકતો નથી. આહા... હા... હા! હવે એનાથી એને ધરમ માનવો છે
ને મુક્તિ કરવી છે. પરની દયાનો ભાવ છે ઈ રાગ છે. આહા... હા... હા! રાગ છે ઈ આત્માના
સ્વરૂપની હિંસા છે! ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ માં છે. અમૃતચંદ્રાચાર્ય! આ તો વીતરાગના સિદ્ધાંત છે
ભાઈ! કલ્પિત નથી આ કાંઈ, કલ્પિત બનાવેલું! ક્યાં’ ય મેળનો’ ખાય ને..! આ તો ચારે બાજુથી
જુઓ તો સત્નું સત્પણું ઊભું રહે છે. આહા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે
પણ યોગ્ય રીતે સમજવું. જેમ કેઃ– સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને ‘પુરુષાર્થી
આત્મદ્રવ્ય’ .
આહા...! “પુરુષાર્થી જ્ઞાનાદિગુણ” અને ‘પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’ – એમ
વિસ્તારી શકાય છે.”
આહા... હા! એમ એક શ્રદ્ધા નામનો ગુણ છે. જે શ્રદ્ધાદ્રવ્ય તરીકે વર્ણવાય છે.
એ શ્રદ્ધા (ગુણ) અનેરા ગુણ તરીકે નથી. અને એ શ્રદ્ધા (ગુણ) સમકિતની પર્યાય તરીકે નથી.
આહા... હા! સમ્યગ્દર્શનની પર્યાય (ઈ તો એક સમય છે.) શ્રદ્ધાગુણ છે ઈ તો કાયમ છે. પર્યાય તો
એક સમયની અવસ્થા છે. એટલે ઈ શ્રદ્ધાગુણની પર્યાય નથી, પર્યાય પર્યાયની છે (સમકિતની.)
આહા.. હા.. હા!
(હવે કહે છે કેઃ) “અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે.” પણ તે
તે દ્રવ્યના ને ગુણના અને પર્યાયના પ્રદેશો અભિન્ન છે. જેમ એક દ્રવ્યના પ્રદેશથી બીજા દ્રવ્યના પ્રદેશ
ભિન્ન છે, ઈ તો સર્વથા અત્યંત અભાવ છે. (એક-બીજા દ્રવ્યમાં એકબીજા દ્રવ્યનો.) એ રીતે અહીંયાં
નથી. અહીંયાં તો પ્રદેશો અખંડ છે-અભેદ છે બધાના. (દ્રવ્યગુણ પર્યાયના.)
“અભિન્ન પ્રદેશો હોવાને
લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે.” છતાં સંજ્ઞા” દ્રવ્યનું નામ ‘દ્રવ્ય’, ગુણનું નામ ‘ગુણ’,
પર્યાયનું નામ ‘પર્યાય’ ઈ સંજ્ઞા- સંજ્ઞા.
“લક્ષણ” ગુણોનું લક્ષણ દ્રવ્યનો આશ્રય, દ્રવ્યનું લક્ષણ દ્રવ્ય
પોતે સ્વતંત્ર, પર્યાયનું લક્ષણ (એક સમયનું) સ્વતંત્ર. આહા... હા... હા! “પ્રયોજનાદિ” પ્રયોજન-
દ્રવ્યનું પ્રયોજન ગુણોને આશ્રય દેવો, એક ઠેકાણે (ધ્રુવ) રહેવું ઈ.

Page 414 of 540
PDF/HTML Page 423 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧૪
ગુણનું ગુણપણે (ધ્રુવ) રહેવું ઈ. પર્યાયનું પ્રયોજન પર્યાય દ્રવ્યને આશ્રયે રહે તે. એમ પ્રયોજનાદિ “ભેદ
હોવાને લીધે પુરુષાર્થગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ
છે.”
બે ય વચ્ચે અતદ્ભાવ છે. આહા... હા!
(કહે છે કેઃ) જ્ઞાનગુણ છે તે દર્શનગુણ નથી, અને જ્ઞાનની પર્યાય છે તે જ્ઞાન (ગુણ) પણે
નથી. આહા.. હા! જ્ઞાનગુણ છે તે એની પર્યાયપણે નથી. સમકિત-સમકિત-શ્રદ્ધા નામનો ગુણ ત્રિકાળ
છે. ઈ એની વર્તમાન પર્યાય સમકિતપણે નથી. એ સમકિતપર્યાય તે ત્રિકાળીશ્રદ્ધા ગુણપણે નથી. અને
તે દ્રવ્યપણે નથી. આહા.. હા.. હા! આ તો આંખનો મોતિયો ઊતારવો હોય, એની વાત છે. આહા...
આહા! મોતિયો ઊતારવા જવાના છે ને...? બીજી આંખનો આહા.. હા! આંખમાં પડળ વળી ગયા છે
કહે છે. તારી દ્રષ્ટિમાં-જ્ઞાનમાં પડળ વળી ગયા છે અજ્ઞાનના (મિથ્યત્વના.) આહા.. હા! છતાં તે
અજ્ઞાનની પર્યાય, મિથ્યાત્વ-અજ્ઞાનપણે છે. એ ગુણપણે થઈ નથી. દ્રવ્યપણે છે એ ગુણમાં ભૂલ નથી.
અને એ ભૂલ (આત્મ) દ્રવ્યમાં નથી. આહા.. હા! આવું છે! કઈ જાતનો ઉપદેશ આ તે!! અહીંયાં
ક્યાં’ય આવ્યા છ- કાય જીવને સામાયિક કરવી ને પોષા કરવા ને પડિક્કમણા કરવા ચોવિહાર કરવો
ને ઈ તો કાંઈ આવ્યું નહીં આમાં!!
ભાઈ! તું શું કરી શકે છો એ તો પહેલું સમજ! કે તારી મર્યાદા શું છે? તારી કરવાની મર્યાદા
તારી પર્યાયમાં છે. તારી કરવાની મર્યાદામાં એ પરને કાંઈ તું કરી શકે (એમ માન) તો તારી
મર્યાદામાં તું નથી. આહા... હા... હા! (શ્રોતાઃ) બાવો બનાવી દીધો! (ઉત્તરઃ) હેં! બાવો બનાવી
દીધો! અહા.. હા! આહા... હા! દુકાન ઉપર બેસે! હવે દરરોજ આમ હજારોની પેદાશ હોય, અનેત્રપ
પાંચ-પાંચ, દશ-દશ, વીસ હજાર પૈસાનું (રૂપિયાનું) રોકાણ થતું હોય, શું કહેવાય તમારે ઈ?
લાકડાનો ઈ? (શ્રોતાઃ) ગલ્લો. (ઉત્તરઃ) હા, ઈ ભરાય આમ પેટ ભરીને. પહેલાં તો આ... આ
નહોતું ને...! નોટું નો’તી. રૂપિયા રોકડા (ચાંદીના સિક્કા) અમારે નાનો હડફો રાખતા હડફો!
સમજ્યા? શું કીધું ઈ? હડફો! હડફાનું શું કીધું? ગલ્લો! ઈ રાખતા એમાં કોઈ વખતે ઈ આખો
રૂપિયાથી ભરાઈ ગયો’ તો! વેપાર હતો. ઈ તો સીતેર વરસ પહેલાની વાત છે. એકવાર રોકડા
રૂપિયાથી ઈ આખું ભરાઈ જાય, આમ! દાણા ને (માલનું) વેંચાણ થઈ ગયું હોય તો, ત્યારે આ
(જીવ) ખુશી થાય કે ઓહોહોહો! આ જ તો ત્રણસે રૂપિયાનું ભરાણું, ત્રણસેં રોકડા! તે દિ’ ઓલી-
નોટ ક્યાં હતી. આ ભ્રમ છે બધો!
(શ્રોતાઃ) આખો ખોવાઈ જાય છે..! (ઉત્તરઃ) હેં? ખોવાઈ જાય
છે. આહા... હા! ક્યે રસ્તે ચડી જાય છે? અજ્ઞાનને રસ્તે ચડી જાય છે. આહા.. હા! સત્નો રસ્તો
મૂકી દઈને અસત્ને પંથે ચડી જાય છે. ખબર નથી એને. આહા... હા! નગ્ન સાધુ થાય તો ય પણ
‘કુ-પંથે’ ચડી જાય છે. ઈ રાગની ક્રિયા - દયા-દાન છે ઈ ધરમ છે, એ મને ધરમનું કારણ છે. ઈ
મિથ્યાત્વભાવમાં

Page 415 of 540
PDF/HTML Page 424 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧પ
ચડી ગયેલા છે. આહા... હા.. હા! આવી વાત છે.
(અહીંયાં કહે છે કેઃ) “–એમ વિસ્તારી શકાય છે–અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ
વિસ્તાર કરવામાં આવે છે. છતાં સંજ્ઞા–લક્ષણ–પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને અને
આત્મદ્રવ્યને.”
આહા.. હા! એ વીર્યગુણ અને એના આત્મદ્રવ્યને, વીર્યગુણને અને જ્ઞાનાદિ
અનંતગુણને “જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને.” પુરુષાર્થગુણ છે એની જોડે જ્ઞાન-
દર્શન-આનંદ ગુણ છે. છતાં તેને, અન્યગુણને કે સિદ્ધત્વ આદિપર્યાયને (એટલે) એ ગુણની
પર્યાયને “અતદ્ભાવ છે.” ત્રણ વચ્ચે અતદ્ભાવ છે. ‘તે-આ નહીં, તે-આ નહીં, તે-આ નહીં,
આહા.. હા! પર્યાય, તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં ને દ્રવ્ય તે પર્યાય
નહીં આહા... હા... હા!
“અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ.” કે જે ત્રણ્યમાં અતદ્ભાવ કીધો. પર્યાય
તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે અન્ય ગુણ નહીં. એવો જે અતદ્ભાવ કહયો (એ
અતદ્ભાવ)
“તેમનામાં અન્યત્વનું કારણ છે.” એ અતદ્ભાવમાં ભિન્ન-ભિન્ન ચીજ (દ્રવ્ય-ગુણ-
પર્યાય) ભિન્ન છે એ અન્યત્વનું એ કારણ (અતદ્ભાવ) છે. અને અન્યત્વ છે ઈ. પૃથકપ્રદેશ છે ઈ
અન્યત્વ તો તદ્ન જુદું (પ્રદેશ જુદા માટે ચીજ જુદી.) એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને પ્રદેશ જુદા છે
તો અન્યત્વ જુદું. પણ આ રીતે અતદ્ભાવની અપેક્ષાએ તેને અન્યપણું છે. પ્રદેશ પૃથક્ નહિ હોવા
છતાં. આહા... હા... હા! આવો જૈન ધરમ હશે? આવો! જૈનપણું બધું ઊડાડી દીધું લોકોએ તો!
આહા... હા!
કહે છે કેઃ આ એકબીજાનાં ભાવરૂપે ઈ નહીં. તેથી અતદ્ભાવ થયો. એ જ અન્યત્વ છે બસ!
એ અન્યત્વ છે. ઓલું પરનું અન્યત્વ તો પ્રદેશભેદે છે. આ અતદ્ભાવની અપેક્ષાએ (એટલો)
અન્યત્વભાવ છે. આહા... હા! બહું ઝીણું લખાણ આવ્યું.
વિશેષ આવશે......


Page 416 of 540
PDF/HTML Page 425 of 549
single page version

ગાથા – ૧૦૮ પ્રવચનસાર પ્રવચનો ૪૧૬
હવે સર્વથા અભાવ તે અતદ્ભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છેઃ-
जं दव्वं तण्ण गुणो जो गुणो सो तच्चमत्थादो ।
एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दट्ठो
।। १०८।।
यद्रव्यं तन्न गुणो योऽपि गुणः स न तत्त्वमर्थात् ।
एष ह्यद्धावो नैव अभाव इति निर्दिष्टः ।। १०८।।
સ્વરૂપે નથી ને દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહી દ્રવ્ય છે,
–આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮.
ગાથા – ૧૦૮
અન્વયાર્થઃ– [अर्थात्] સ્વરૂપ-અપેક્ષાએ [यद द्रव्यं] જે દ્રવ્ય છે [तत् न गुणः] તે ગુણ
નથી [यः अपि गुणः] અને જે ગુણ છે [सः न तत्त्वं] તે દ્રવ્ય નથી; [एषः हि अतद्भावः]
અતદ્ભાવ છે; [न एव अभावः] સર્વથા અભાવ તે અતદ્ભાવ નથી; [इति निर्दिष्टः] આમ (જિનેન્દ્ર
દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
ટીકાઃ– એક દ્રવ્યમાં, જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી- એ રીતે જે દ્રવ્યનું
ગુણરૂપે અભવન (-નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન તે અતદ્ભાવ છે; કારણ કે આટલાથી
જ અન્યત્વવ્યવહાર (-અન્યત્વવ્યવહાર) સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ
તે દ્રવ્ય - એવા લક્ષણોવાળો અભાવ તે અતદ્ભાવ નથી. જો એમ હોય તો (૧) એક દ્રવ્યને
અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા થાય (અર્થાત્ બન્નનો અભાવ થાય), અથવા (૩) અપોહરૂપતા
થાય. તે સમજાવવામાં આવે છેઃ-
(દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતાં દોષ આ પ્રમાણે આવેઃ)
(૧) જેમ ચેતનદ્રવ્યનો અભાવ તે અચેતનદ્રવ્ય છે, અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે -
એ રીતે તેમને અનેકપણું (બે-પણું) છે, તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય-એ
રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં તેને અનેકપણાનો પ્રસંગ આવે).

Page 417 of 540
PDF/HTML Page 426 of 549
single page version

ગાથા – ૧૦૮ પ્રવચનસાર પ્રવચનો ૪૧૭
(અથવા ઉભયશૂન્યતારૂપ બીજો દોષ આ પ્રમાણે આવેઃ)
(૨) જેમ સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ થતાં
સુવર્ણનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યત્વ (બન્નેનો અભાવ) થાય, તેમ દ્રવ્યનો અભાવ થતાં
ગુણનો અભાવ થાય, ગુણનો અભાવ થતાં દ્રવ્યનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યતા થાય
(અર્થાત્ દ્રવ્ય તેમજ ગુણ બન્નના અભાવનો પ્રસંગ આવે).
(અથવા અપોહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવેઃ)
(૩) જેમ પટ- અભાવમાત્ર જ ઘટ છે, ઘટ-અભાવમાત્ર જ પટ છે (અર્થાત્ વસ્ત્રના કેવળ
અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે) - એ રીતે બન્નને
અપોહરૂપતા છે, તેમ દ્રવ્ય-અભાવમાત્ર જ ગુણ થાય, ગુણ-અભાવમાત્ર જ દ્રવ્ય થાય- એ રીતે આમાં
પણ (દ્રવ્ય-ગુણમાં પણ)
અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે).
માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે યથોક્ત જ (જેવો કહ્યો
તેવો જા અતદ્ભાવ માનવાયોગ્ય છે. ૧૦૮.













----------------------------------------------------------------------
૧. અપોહરૂપતા= સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ નકાર જ હોય તો ‘દ્રવ્ય ગુણવાળું છે’
આ ગુણ આ દ્રવ્યનો છે’ - વગેરે કથનથી સૂચવાતો કોઈ પ્રકારનો સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.)
૨. અનપોહત્વ= અપોહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું ન હોવું તે