Samaysar (Gujarati). First Page; Avrutti; Arpan; Sadgurudev Stuti; Prakashkiy; Jinjini Vani; Samaysar Mahima; Upodghat; Ullekho.

Next Page >


Combined PDF/HTML Page 1 of 34

 


Page -29 of 642
PDF/HTML Page 2 of 673
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ૬૧
नमः परमात्मने ।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા, ગુજરાતી પદ્યાનુવાદ,
શ્રીઅમૃતચંદ્રાચાર્યદેવવિરચિત સંસ્કૃત ‘આત્મખ્યાતિ’
ટીકા અને તેના ગુજરાતી અનુવાદ સહિત
ઃ અનુવાદકઃ
પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ
બી. એસ સી.
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)-

Page -28 of 642
PDF/HTML Page 3 of 673
single page version

background image
એકથી સાત આવૃત્તિઃ કુલ પ્રત ૧૬,૧૦૦
આઠમી આવૃત્તિઃ પ્રત ૨૦૦૦
વીર સં. ૨૫૩૨વિ. સં. ૨૦૬૨
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કંપાઉન્ડ, સોનગઢ-
: (02846) 244081
કિંમતઃ રૂા. ૩૦=૦૦
પરમાગમ શ્રી સમયસાર (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
ડૉ. કાન્તિલાલ જગજીવનદાસ શેઠ - પરિવાર, મુંબઈ
હસ્તેઃ અનસૂયાબેન(પત્ની), વિજયભાઈ(પુત્ર), માલિની(પુત્રવધૂ)
ૠષભ(પૌત્ર), તારિણી(પૌત્રી), મીનળબેન, સોનલબેન, દેવયાનીબેન(પુત્રીઓ).
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૧૩૧=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રુા. ૬૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત
ઘટાડવામાં આવતાં આ ગ્રંથની વેચાણ કિંમત રુા. ૩૦=૦૦ રાખવામાં આવી છે.


Page -26 of 642
PDF/HTML Page 5 of 673
single page version

background image
અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર
કર્યો છે, જેમની પ્રેરણાથી સમયસારનો આ
અનુવાદ તૈયાર થયો છે, જેઓ દ્રવ્યે અને ભાવે
સમયસારની મહા પ્રભાવના કરી રહ્યા છે,
સમયસારમાં પ્રરૂપેલી નિશ્ચય-વ્યવહારની
સંધિપૂર્વક જેમનું જીવન છે, તે પરમપૂજ્ય
પરમ-ઉપકારી સદ્ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને
આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ
કરું છું.
અનુવાદક

Page -25 of 642
PDF/HTML Page 6 of 673
single page version

background image
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ
! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
રચયિતાઃ હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -24 of 642
PDF/HTML Page 7 of 673
single page version

background image
પ્રકાશકીય નિવેદન
[આઠમી આવૃત્તિ પ્રસંગે]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસાર ગુજરાતી ભાષામાં
પ્રથમ સં. ૧૯૯૭માં પ્રકાશિત થયું હતું. તેની દ્વિતીય આવૃત્તિ સં. ૨૦૦૯માં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની
‘આત્મખ્યાતિ’ નામની સંસ્કૃત ટીકા સહિત પ્રગટ થયેલ હતી. ત્રીજી આવૃત્તિમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત
કળશોનો માત્ર સળંગ ગુજરાતી અર્થ ન લખતાં વચમાં કૌંસમાં સંસ્કૃત શબ્દો મૂકીને અર્થ ભરેલ હતો કે જેથી
કયા સંસ્કૃત શબ્દોનો અર્થ છે તે વાચકોના ખ્યાલમાં આવી શકે. ત્યાર બાદ અનુક્રમે ચોથી, પાંચમી, છઠ્ઠી,
સાતમી પછી આ આઠમી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અત્યાનંદ અનુભવાય છે.
શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ તરફથી આ શાસ્ત્ર હિંદી ભાષામાં (સંસ્કૃત ટીકાઓ સહિત) સં. ૧૯૭૫માં
પ્રકાશિત થયું હતું. પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના હસ્તમાં આ પરમાગમ સં. ૧૯૭૮માં આવ્યું.
તેમના કરકમળમાં એ પરમપાવન ચિંતામણિ આવતાં તે કુશળ ઝવેરીએ એને પારખી લીધો અને સમયસારની
કૃપાથી તેઓશ્રીએ નિજ ચૈતન્યમૂર્તિ ભગવાન સમયસારનાં દર્શન કર્યાં. એ પવિત્ર પ્રસંગનો ઉલ્લેખ પૂજ્ય
ગુરુદેવના જીવનચરિત્રમાં આ પ્રમાણે કર્યો છેઃ સં. ૧૯૭૮માં વીરશાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના
મહાન પુણ્યોદયને સૂચવતો એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પળે
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યવિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ મહારાજશ્રીનાં હસ્તકમળમાં આવ્યો.
સમયસાર વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી
સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતર્નયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં
મહારાજશ્રીએ ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી પર અપૂર્વ,
અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. મહારાજશ્રીના અંતર્જીવનમાં
પરમપવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગ-ઝરણાનાં વહેણ અમૃતમય થયાં.
જિનેશ્વરદેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી. પૂજ્ય ગુરુદેવ જેમ જેમ
સમયસારમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ તેમાં કેવળજ્ઞાની પિતાથી વારસામાં આવેલાં અદ્ભુત નિધાનો તેમના
સુપુત્ર ભગવાન કુંદકુંદાચાર્યદેવે ચીવટથી સંઘરી રાખેલાં તેમણે જોયાં. ઘણાં વર્ષો સુધી સમયસારનું ઊંડું મનન
કર્યા પછી, ‘કોઈ પણ રીતે જગતના જીવો સર્વજ્ઞપિતાના આ અણમૂલ વારસાની કિંમત સમજે અને
અનાદિકાળની દીનતાનો અંત લાવે!’
એવી કરુણાબુદ્ધિને લીધે પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર પર અપૂર્વ
પ્રવચનોનો પ્રારંભ કર્યો. જાહેર સભામાં સૌથી પહેલાં સં. ૧૯૯૦માં રાજકોટ ચાતુર્માસ વખતે સમયસારનું
વાંચન શરૂ કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર ઉપર કુલ ઓગણીસ વખત પ્રવચનો આપ્યાં છે. સોનગઢ-
ટ્રસ્ટ તરફથી સમયસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનાં પાંચ પુસ્તકો છપાઈને પ્રસિદ્ધ થઈ ગયાં છે.

Page -23 of 642
PDF/HTML Page 8 of 673
single page version

background image
જેમ જેમ પૂજ્ય ગુરુદેવશ્રી અનુભવવાણી વડે આ શાસ્ત્રના ઊંડાગંભીર ભાવોને ખોલતા ગયા તેમ
તેમ મુમુક્ષુ જીવોને તેનું મહત્ત્વ સમજાતું ગયું, અને તેમનામાં અધ્યાત્મરસિકતાની સાથે સાથે આ શાસ્ત્ર પ્રત્યે
ભક્તિ અને બહુમાન પણ વધતાં ગયાં. સં. ૧૯૯૪ના વૈશાખ વદ આઠમે, સોનગઢમાં શ્રી ‘જૈન
સ્વાધ્યાયમંદિર’ના ઉદ્ઘાટન પ્રસંગે તેમાં પૂજ્ય પ્રશમમૂર્તિ ભગવતી
બહેનશ્રી ચંપાબેનના પવિત્ર હસ્તે શ્રી
સમયસારજી શાસ્ત્રની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આવું મહિમાવંત આ પરમાગમ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો જિજ્ઞાસુઓને મહા લાભનું
કારણ થાય એવી ભાવનાથી શ્રી જૈન અતિથિ સેવા સમિતિએ સં. ૧૯૯૭માં આ પરમાગમનું ગુજરાતી
ભાષામાં પ્રકાશન કર્યું. ત્યાર બાદ તેની દ્વિતીય આવૃત્તિ સં. ૨૦૦૯માં શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ તેની આઠમી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે.
આ રીતે આ પ્રકાશન ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે. અધ્યાત્મનું રહસ્ય
સમજાવીને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે અપાર ઉપકાર કર્યો છેે તેનું વર્ણન વાણીથી વ્યક્ત કરવા આ સંસ્થા
અસમર્થ છે.
શ્રીમાન સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ જનસમાજને અધ્યાત્મ સમજાવ્યું તથા
અધ્યાત્મપ્રચાર અર્થે શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ સ્થાપ્યું; એ રીતે જનસમાજ પરમુખ્યત્વે ગુજરાત
- કાઠિયાવાડ પરતેમનો મહા ઉપકાર વર્તી રહ્યો છે.
હવે ગુજરાતી અનુવાદ વિષેઃ આ ઉચ્ચ કોટિના અધ્યાત્મશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ
સહેલું ન હતું. સૂત્રકાર અને ટીકાકાર આચાર્યભગવંતોના ગંભીર ભાવો યથાર્થપણે જળવાઈ રહે એવી રીતે
તેને સ્પર્શીને અનુવાદ થાય તો જ પ્રકાશન સંપૂર્ણપણે સમાજને લાભદાયક નીવડે એમ હતું. સદ્ભાગ્યે ઊંડા
આદર્શ આત્માર્થી પંડિતરત્ન ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે, પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાભીની પવિત્ર આજ્ઞા
તથા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણા ઝીલીને, તેનો અનુવાદ કરી આપવા સહર્ષ સંમતિ આપીને
તે કામ હાથમાં લીધું, અને તેમણે આ અનુવાદનું કામ રૂડી રીતે સાંગોપાંગ પાર ઉતાર્યું.
આ પવિત્ર શાસ્ત્રના ગુજરાતી અનુવાદનું મહાન કાર્ય કરનાર ભાઈશ્રી હિંમતલાલભાઈ અધ્યાત્મરસિક
વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જન હતા તથા કવિ પણ હતા. તેમણે
સમયસારના અનુવાદ ઉપરાંત તેની મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ પણ હરિગીત છંદમાં કર્યો છે; તે
ઘણો જ મધુર, સ્પષ્ટ તેમ જ સરળ છે અને દરેક ગાથાર્થ પહેલાં છાપવામાં આવ્યો છે. આ રીતે આખોય
અનુવાદ તેમ જ હરિગીત કાવ્યો જિજ્ઞાસુ જીવોને બહુ જ ઉપયોગી અને ઉપકારી થયેલ છે. આ માટે ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહનો જેટલો આભાર માનવામાં આવે તેટલો ઓછો છે. આ સમયસાર જેવા ઉત્તમ
શાસ્ત્રનો અનુવાદ કરવાનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે.
આજથી લગભગ બસો વર્ષ પહેલાં શ્રીમાન પંડિત જયચંદ્રજીએ આ પરમાગમનું હિંદી ભાષાંતર
કરીને જૈનસમાજ પર ઉપકાર કર્યો છે. આ અનુવાદ શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદી
સમયસારના આધારે કરવામાં આવ્યો છે, તે માટે આ સંસ્થા તે મંડળનો આભાર માને છે. [ત્રીજી આવૃત્તિ
પ્રસંગેે સંશોધન, કળશોના ગુજરાતી અર્થની વચ્ચે સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કાર્ય, પ્રૂફરીડિંગ,

Page -22 of 642
PDF/HTML Page 9 of 673
single page version

background image
શુદ્ધિપત્રક, ગાથાસૂચી, કળશસૂચી વગેરે અનેકવિધ કાર્યોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના અંતેવાસી બાળબ્રહ્મચારી
ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ અત્યંત કાળજી, પરિશ્રમ અને ઉલ્લાસપૂર્વક જે સહાય કરી છે તે
માટે આ સંસ્થા તેમની આભારી છે. બ્ર
શ્રી ચંદુભાઈના આ કાર્યમાં સદ્ધર્મવત્સલ પં ભાઈશ્રી
હિંમતલાલભાઈએ અનેકવિધ સહાય કરી છે તેમ જ આખરી પ્રૂફસંશોધન પણ તેમણે જ કરી આપ્યું છે,
તેથી તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે.] ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી
હિંમતલાલભાઈ શાહનો ઉપોદ્ઘાત શબ્દશઃ આ આવૃત્તિમાં લીધેલ છે. અને આ આવૃત્તિનું મુદ્રણસંશોધન
બ્ર
શ્રી ચંદુભાઈ ઝોબાળિયા, બ્ર શ્રી વ્રજલાલભાઈ શાહ (વઢવાણ), શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ
(સોનગઢ) તથા શ્રી અનંતરાય વ્રજલાલ શાહે (જલગાંવ) કરી આપેલ છે તે બદલ તે સર્વ મહાનુભાવોનો
આભાર માનીએ છીએ.
આ આવૃત્તિનું સુંદર મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને તથા તેમના સુપુત્ર
ચિ૦ નિલયે કરી આપેલ છે, તેથી તેમનો પણ આભાર માનીએ છીએ. આ ઉપરાંત જેમની સહાય હોય
તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે.
આ સમયસાર ખરેખર એક ઉત્તમોત્તમ શાસ્ત્ર છે. સાધક જીવોને માટે તેમાં આધ્યાત્મિક મંત્રોનો
ભંડાર ભર્યો છે. કુંદકુંદાચાર્યદેવ પછી રચાયેલાં લગભગ બધાં અધ્યાત્મશાસ્ત્રો ઉપર સમયસારનો પ્રભાવ પડ્યો
છે. સર્વ અધ્યાત્મનાં બીજડાં સમયસારમાં સમાયેલાં છે. સર્વે જિજ્ઞાસુ જીવોએ ગુરુગમપૂર્વક આ પરમાગમનો
અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય છે. પરમ મહિમાવંત એવા નિજ શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવગમ્ય કરવા માટે
આ શાસ્ત્રમાં અદ્વિતીય ઉપદેશ છે, અને એ જ દરેક જિજ્ઞાસુ જીવનું એકમાત્ર પરમ કર્તવ્ય છે. શ્રી પદ્મનંદી
મુનિરાજ કહે છે કે
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।२३।।
( પદ્મનંદિપંચવિંશતિકાએકત્વ અધિકાર)
અર્થજે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ
ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે.
ઉપર પ્રમાણે સુપાત્ર જીવો ગુરુગમે શુદ્ધચૈતન્યતત્ત્વની વાર્તાનું પ્રીતિપૂર્વક શ્રવણ કરો અને આ
પરમાગમની પાંચમી ગાથામાં આચાર્યભગવાનની આજ્ઞા-અનુસાર તે એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માને
સ્વાનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરો.
વૈશાખ સુદ બીજ
પૂજ્ય ગુરુદેવશ્રીનો ૧૧૭મો જન્મ-મહોત્સવ
વિ. સંવત ૨૦૬૨ ઇ.સ. ૨૦૦૬
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ
(સૌરાષ્ટ્ર)–364250

Page -21 of 642
PDF/HTML Page 10 of 673
single page version

background image
જિનજીની વાણી
[રાગ-આશાભર્યા અમે આવિયા]
સીમંધર મુખથી ફૂલડાં ખરે,
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી,
જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
રચયિતાઃ હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -20 of 642
PDF/HTML Page 11 of 673
single page version

background image
[સમયસારનો મહિમા]
मोख चलिवेकौ सौंन करमकौ करै बौन,
जाके रस-भौन बुध लौन ज्यौं घुलत है
गुनकौ गरंथ निरगुनकौं सुगम पंथ,
जाकौ जस क हत सुरेश अकुलत है
याहीके जु पच्छी ते उड़त ज्ञानगगनमें,
याहीके विपच्छी जगजालमें रुलत है
हाटक सौ विमल विराटक सौ विसतार,
नाटक सुनत हीये फाटक खुलत है ।।
पं. बनारसीदासजी
અર્થઃશ્રી સમયસાર મોક્ષ પર ચડવાને સીડી છે (અથવા મોક્ષ
તરફ ચાલવાને શુભ શુકન છે), કર્મનું તે વમન કરે છે અને જેમ જળમાં
લવણ ઓગળી જાય છે તેમ સમયસારના રસમાં બુધપુરુષો લીન થઈ
જાય છે. તે ગુણની ગાંઠ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ છે),
મુક્તિનો સુગમ પંથ છે અને તેનો (અપાર) યશ વર્ણવતાં ઇન્દ્ર પણ
આકુલિત થઈ જાય છે. સમયસારરૂપી પાંખવાળા (અથવા સમયસારના
પક્ષવાળા) જીવો જ્ઞાનગગનમાં ઊડે છે અને સમયસારરૂપી પાંખ વિનાના
(અથવા સમયસારથી વિપક્ષ) જીવો જગજાળમાં રઝળે છે. સમયસારનાટક
(અર્થાત્ શ્રી સમયસાર-પરમાગમ કે જેને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે નાટકની
ઉપમા આપી છે તે) શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે, વિરાટ (બ્રહ્માંડ)
સમાન તેનો વિસ્તાર છે અને તેનું શ્રવણ કરતાં હૃદયનાં કપાટ ખૂલી
જાય છે.

Page -19 of 642
PDF/HTML Page 12 of 673
single page version

background image
नमः सद्गुरवे
ઉપોદ્ઘાત
[પ્રથમ આવૃત્તિ પ્રસંગે]
ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ ‘સમયપ્રાભૃત’ અથવા ‘સમયસાર’ નામનું શાસ્ત્ર ‘દ્વિતીય
શ્રુતસ્કંધ’માંનું સર્વોત્કૃષ્ટ આગમ છે.
‘દ્વિતીય શ્રુતસ્કંધ’ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ
જોઈએ.
આજથી ૨૪૬૬ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગત્પૂજ્ય પરમ ભટ્ટારક ભગવાન
શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ
દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી
ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર- નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યથાર્થ
પ્રવર્તતો રહ્યો. ત્યાર પછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની વ્યુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર
જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ
મુનિઓ થયા
એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની
પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વીર ભગવાનના
ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને અગ્રાયણીપૂર્વના પાંચમાં ‘વસ્તુ’ અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા
પ્રાભૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યાર પછીના આચાર્યો દ્વારા ષટ્ખંડાગમ તથા તેની
ધવલા-ટીકા, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની
ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું
ગુણસ્થાન,
માર્ગણાસ્થાન આદિનુંસંક્ષિપ્ત વર્ણન છે, પર્યાયાર્થિક નયને પ્રધાન કરીને કથન છે. આ નયને
અશુદ્ધદ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનમાંથી
ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન
આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર,
સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં

Page -18 of 642
PDF/HTML Page 13 of 673
single page version

background image
૧ મૂળ શ્લોક માટે ૧૮ મું પાનું જુઓ. ૨ શિલાલેખોના નમૂના માટે ૧૭ મું પાનું જુઓ.
જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં
ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी
मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
આ શ્લોક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગળાચરણરૂપે બોલે છે. આ પરથી
સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી
તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની
પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં
વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને
સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે.
તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન
કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે
અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના
દર્શનસાર નામના ગ્રંથમાં
કહે છે કે ‘‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર સીમંધરસ્વામીના સમવસરણમાં
જઈને શ્રી પદ્મનંદીનાથે (કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો
મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને
કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય
એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ૠદ્ધિ હતી, જેમણે પૂર્વ-
વિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે
ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ
કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે રચેલા આ ષટ્પ્રાભૃતગ્રંથમાં......સૂરીશ્વર શ્રી
શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આમ ષટ્પ્રાભૃતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત
ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો
જૈન સાહિત્યમાં મળી આવે છે;
શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન
જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે.
ભગવાન કુંદકુંદાચાર્યનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં ઉપલબ્ધ છે.
ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો
હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને
સમયસાર નામનાં ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રાભૃતત્રય’ કહેવાય છે. આ ત્રણ પરમાગમોમાં હજારો

Page -17 of 642
PDF/HTML Page 14 of 673
single page version

background image
શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ ત્રણ
પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું
અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારને જ્ઞાન, જ્ઞેય અને ચરણાનુયોગના ત્રણ
અધિકારોમાં વિભાજિત કર્યું છે. સમયસારમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે.
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્યભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા
કરીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંત
કાળથી પરિભ્રમણ કરતા જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું
છે. પરમ કૃપાળુ આચાર્યભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છેઃ
‘કામભોગબંધની કથા
બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ
દુર્લભ છે. તે એકત્વની
પરથી ભિન્ન આત્માનીવાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વિભવથી
(આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ.’ આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ શાસ્ત્રમાં
આત્માનું એકત્વ
પરદ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતાસમજાવે છે. તેઓશ્રી કહે છે કે ‘જે
આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને
દેખે છે.’ વળી તેઓ કહે છે કે ‘આવું નહિ દેખનાર અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય છે.’ આ
રીતે, જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી
ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી
ચૂક્યો હોય. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સમકિતી
જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી પરંતુ એમ અનુભવે છે કે ‘આ, પુદ્ગલકર્મરૂપ રાગના
વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયકભાવ છું.’ અહીં પ્રશ્ન થશે કે
રાગાદિભાવો થતા હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? ઉત્તરમાં સ્ફટિકમણિનું દ્રષ્ટાંત આપવામાં
આવ્યું છે. જેમ સ્ફટિકમણિ લાલ કપડાના સંયોગે લાલ દેખાય છે
થાય છે તોપણ સ્ફટિકમણિના
સ્વભાવની દ્રષ્ટિથી જોતાં સ્ફટિકમણિએ નિર્મળપણું છોડ્યું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના
સંયોગે રાગી દેખાય છે
થાય છે તોપણ શુદ્ધનયની દ્રષ્ટિથી તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદ્રષ્ટિએ
અશુદ્ધતા વર્તતાં છતાં દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય
છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દ્રષ્ટિનું પરિણમન જ ફરી
ગયું હોય છે. તે ગમે તે કાર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના
અને શાકના સ્વાદને જુદા પાડી શકતો નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદાં પાડી શકતો
નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાનો જુદો સ્વાદ લઈ શકે છે તેમ સમ્યગ્દ્રષ્ટિ રાગથી જ્ઞાનને
જુદું અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્
રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય? આચાર્યભગવાન ઉત્તર આપે છે કે,
પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ
વસ્તુના યથાર્થ સ્વરૂપની
ઓળખાણથી જ, અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે

Page -16 of 642
PDF/HTML Page 15 of 673
single page version

background image
પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ સ્વરૂપની
ઓળખાણ કરવાનો પ્રયત્ન સદા કર્તવ્ય છે.
યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદ્દેશને પહોંચી
વળવા આ શાસ્ત્રમાં આચાર્યભગવાને અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. જીવ અને પુદ્ગલને
નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં બન્નેનું તદ્દન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનું અકર્તા-
અભોક્તાપણું, અજ્ઞાનીને રાગદ્વેષનું કર્તા-ભોક્તાપણું, સાંખ્યદર્શનની એકાંતિકતા, ગુણસ્થાન-
આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્તનૈમિત્તિકપણું, વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો
જ દોષ, મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચેતનપણું, પુણ્ય અને પાપ બન્નેનું બંધસ્વરૂપપણું,
મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન
ઇત્યાદિ અનેક વિષયો આ શાસ્ત્રમાં પ્રરૂપ્યા છે. એ બધાનો
હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આ શાસ્ત્રની મહત્તા જોઈને ઉલ્લાસ આવી જતાં
શ્રી જયસેન આચાર્યવર કહે છે કે ‘જયવંત વર્તો તે પદ્મનંદી આચાર્ય અર્થાત્ કુંદકુંદ આચાર્ય કે
જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત
કર્યો છે.’ ખરેખર આ કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુઃષમ કાળમાં
પણ આવું અદ્ભુત અનન્ય-શરણભૂત શાસ્ત્ર
તીર્થંકરદેવના મુખમાંથી નીકળેલું અમૃતવિદ્યમાન
છે તે આપણું મહા સદ્ભાગ્ય છે. નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી
સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો
‘આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન
શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું
છે. એની દરેક ગાથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે.
આ શાસ્ત્રના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના
સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ
સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્યભગવાને
રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવના નિરક્ષર ૐકારધ્વનિમાંથી નીકળેલો જ ઉપદેશ છે.’
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર આત્મખ્યાતિ નામની સંસ્કૃત
ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦મા સૈકામાં થઈ ગયેલા) શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદેવ
છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય
છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમણે પંચાસ્તિકાય
તથા પ્રવચનસારની પણ ટીકા લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો
પણ લખ્યા છે. તેમની એક આ આત્મખ્યાતિ ટીકા વાંચનારને જ તેમની અધ્યાત્મરસિકતા,
આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની તેમની અસાધારણ શક્તિ અને
ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જશે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની તેમની
અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. તેમની આ દૈવી ટીકા શ્રુતકેવળીનાં વચનો જેવી છે.

Page -15 of 642
PDF/HTML Page 16 of 673
single page version

background image
જેમ મૂળ શાસ્ત્રકર્તાએ આ શાસ્ત્ર સમસ્ત નિજ વૈભવથી રચ્યું છે તેમ ટીકાકારે પણ અત્યંત હોંશપૂર્વક
સર્વ નિજ વૈભવથી આ ટીકા રચી છે એમ આ ટીકા વાંચનારને સહેજે લાગ્યા વિના રહેતું નથી.
શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના
ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ ટીકામાં આવતાં
કાવ્યો (
કળશો) અધ્યાત્મરસથી અને આત્માનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી પદ્મપ્રભદેવ જેવા
સમર્થ મુનિવરો પર તે કળશોએ ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી ને અધ્યાત્મ-
રસથી ભરેલા મધુર કળશો, અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે, અધ્યાત્મકવિ
તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અદ્વિતીય છે.
સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૪૧૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે આત્મખ્યાતિ નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા
લખી છે. પંડિત જયચંદ્રજીએ મૂળ ગાથાઓનું અને આત્મખ્યાતિનું હિંદીમાં ભાષાંતર કર્યું અને તેમાં
પોતે થોડો ભાવાર્થ પણ લખ્યો. તે પુસ્તક ‘સમયપ્રાભૃત’ના નામે વિ. સં. ૧૯૬૪માં પ્રકાશિત થયું
હતું. ત્યાર પછી પંડિત મનોહરલાલજીએ તે પુસ્તકને પ્રચલિત હિંદીમાં પરિવર્તિત કર્યું અને શ્રી
પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા ‘સમયસાર’ના નામે વિ. સં. ૧૯૭૫માં પ્રકાશન પામ્યું. તે હિંદી ગ્રંથના
આધારે, તેમ જ સંસ્કૃત ટીકાના શબ્દો તથા આશયને વળગી રહીને, આ ગુજરાતી અનુવાદ તૈયાર
કરવામાં આવ્યો છે.
આ અનુવાદ કરવાનું મહા ભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ
પૂજ્ય સદ્ગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત
શક્તિ મને પૂજ્યપાદ સદ્ગુરુદેવ પાસેથી જ મળી છે. મારી મારફત અનુવાદ થયો તેથી ‘આ
અનુવાદ મેં કર્યો છે’ એમ વ્યવહારથી ભલે કહેવાય, પરંતુ મને મારી અલ્પતાનું પૂરું ભાન હોવાથી
અને અનુવાદની સર્વ શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી હું તો બરાબર સમજું છું કે
સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ
તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જયથાકાળે આ
અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમની હૂંફથી આ અતિ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું
હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ને પાર પડ્યો છે તે પરમ ઉપકારી સદ્ગુરુદેવનાં ચરણારવિંદમાં
અતિ ભક્તિભાવે વંદન કરું છું.
આ અનુવાદમાં અનેક ભાઈઓની મદદ છે. ભાઈશ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયાની
આમાં સૌથી વધારે મદદ છે. તેઓ આખો અનુવાદ અતિ પરિશ્રમ વેઠીને ઘણી જ બારીકાઈથી અને
ઉમંગથી તપાસી ગયા છે, ઘણી અતિ-ઉપયોગી સૂચનાઓ તેમણે કરી છે, સંસ્કૃત ટીકાની હસ્તલિખિત
પ્રતો મેળવીને પાઠાન્તરો શોધી આપ્યા છે, શંકાસ્થાનોનાં સમાધાન પંડિતો પાસેથી મેળવી આપ્યાં છે
ઇત્યાદિ અનેક રીતે તેમણે જે સર્વતોમુખી સહાય કરી છે તે માટે હું તેમનો અત્યંત આભારી છું.
જેઓ પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી, આ અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો નિવેડો કરી

Page -14 of 642
PDF/HTML Page 17 of 673
single page version

background image
આપતા તે મુરબ્બી શ્રી વકીલ રામજીભાઈ માણેકચંદ દોશીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે
જ્યારે ભાષાંતર કરતાં કોઈ અર્થ બરાબર ન બેસતા હોય ત્યારે ત્યારે હું (અમૃતલાલભાઈ મારફત)
પત્ર દ્વારા પં
ગણેશપ્રસાદજી વર્ણી અને પં રામપ્રસાદજી શાસ્ત્રીને તે અર્થો પુછાવતો. તેમણે મને
દરેક વખતે વિનાસંકોચે પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેમની સલાહ મને ભાષાંતરમાં ઘણી ઉપયોગી
થઈ છે. આ રીતે તેમણે કરેલી મદદ માટે હું તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ સિવાય
જે જે ભાઈઓની આ અનુવાદમાં સહાય છે તે સર્વનો હું આભારી છું.
આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મશાંતિનો યથાર્થ માર્ગ બતાવો, એ મારી
અંતરની ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના શબ્દોમાં ‘આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને
પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગતચક્ષુ છે.’ જે કોઈ તેના પરમ ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત
કરશે તેને તે જગતચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત
ન થાય ત્યાં સુધી રાતદિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. શ્રી જયસેનાચાર્યદેવના શબ્દોમાં
સમયસારના અભ્યાસ આદિનું ફળ કહીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ
‘સ્વરૂપરસિક પુરુષોએ
વર્ણવેલા આ પ્રાભૃતનો જે કોઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધિ કરશે,
તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને
અગ્ર પદને વિષે મુક્તિલલનામાં લીન થશે.’
દીપોત્સવી, વિ. સં. ૧૯૯૬ હિંમતલાલ જેઠાલાલ શાહ
[દ્વિતીય આવૃત્તિ પ્રસંગે]
પ્રથમ આવૃત્તિમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવકૃત સંસ્કૃત ટીકા છપાવવામાં આવી નહોતી; આ
દ્વિતીય આવૃત્તિમાં તે ઉમેરવામાં આવી છે. આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૯૭૫માં શ્રી પરમશ્રુતપ્રભાવક
મંડળ દ્વારા પ્રકાશિત સમયસાર પ્રમાણે છપાવવામાં આવી છે; તેમાં (વિ. સં. ૧૯૭૫ની મુદ્રિત
ટીકામાં) ક્યાંક અશુદ્ધિઓ જણાઈ તે ઘણીખરી (હસ્તલિખિત પ્રતોના આધારે) સુધારી લેવામાં આવી
છે, તેમ જ ક્યાંક મુદ્રિત પાઠો કરતાં હસ્તલિખિત પ્રતોના પાઠાંતરો વિશેષ બંધબેસતા લાગ્યા ત્યાં
હસ્તલિખિત પ્રતો પ્રમાણે પાઠ લેવામાં આવ્યા છે.
ગુજરાતી અનુવાદ પ્રથમ આવૃત્તિ પ્રમાણે રાખવામાં આવ્યો છે; માત્ર કોઈક જૂજ સ્થળોએ
અલ્પ ફેરફાર કર્યો છે.
જે જે ભાઈઓએ કામમાં મદદ કરી છે તે સૌનો ૠણી છું.
ફાગણ સુદ ૧૧ હિં. જે. શાહ
વિ. સં. ૨૦૦૯

Page -13 of 642
PDF/HTML Page 18 of 673
single page version

background image
[તૃતીય આવૃત્તિ પ્રસંગે]
પ્રથમની બે આવૃત્તિઓમાં સંસ્કૃત ટીકાના કલશરૂપ શ્લોકોનો સળંગ ગુજરાતી અનુવાદ
છપાવવામાં આવ્યો હતો. આ ત્રીજી આવૃત્તિમાં તે શ્લોકોનાં ગુજરાતી અનુવાદની વચ્ચે વચ્ચે સંસ્કૃત
શબ્દો કૌંસમાં છપાવવામાં આવ્યા છે કે જેથી કયા સંસ્કૃત શબ્દનો કયો ગુજરાતી અર્થ છે તે
સહેલાઈથી વાચકના ખ્યાલમાં આવી શકે. આ રીતે ‘શ્લોકાર્થ’માં સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું
કામ બ્ર
ભાઈશ્રી ચંદુલાલભાઈ ઝોબાળિયાએ પોતાની સ્વયંસ્ફુરિત ભાવનાથી ઘણી ચોકસાઈપૂર્વક
કર્યું છે.
ઉપરોક્ત વિશેષતા સિવાય, (તેમ જ અનુવાદમાં માત્ર ક્યાંક કરાયેલ નજીવા ફેરફાર
સિવાય,) આ તૃતીય આવૃત્તિની સર્વ સામગ્રીસંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધુંદ્વિતીય આવૃત્તિ
પ્રમાણે જ છે.
ફાગણ વદ દશમ હિં. જે. શાહ
વિ. સં. ૨૦૨૫
❑ ❑ ❑


Page -11 of 642
PDF/HTML Page 20 of 673
single page version

background image
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
વિષે
ઉલ્લેખો
वन्द्यो विभुर्भ्भुवि न कै रिह कौण्डकुन्दः
कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः
यश्चारु-चारण-कराम्बुजचञ्चरीक -
श्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम्
।।
[ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ]
અર્થઃકુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત
થઈ છે, જેઓ ચારણોનાંચારણૠદ્ધિધારી મહામુનિઓનાંસુંદર હસ્તકમળોના
ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ
કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી?
................कोण्डकु न्दो यतीन्द्रः ।।
रजोभिरस्पृष्टतमत्वमन्त-
र्बाह्येपि संव्यञ्जयितुं यतीशः
रजःपदं भूमितलं विहाय
चचार मन्ये चतुरङ्गुलं सः
।।
[ વિંધ્યગિરિશિલાલેખ ]
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈