Page 228 of 237
PDF/HTML Page 241 of 250
single page version
આપની વચ્ચે કોઈ અંતરાય રહી શકશે નહિ. હું ઇન્દ્રિયોના કમાડને
તોડીને આપના અતીન્દ્રિય સ્વરુપમાં પ્રવેશ કરી રહ્યો છું. આપને
દેખીને હવે હું આપનામાં એવો લીન થઈ રહ્યો છું કે હવે આપને
દેખવાનો પણ વિકલ્પ નથી રહ્યો. હું – દ્રષ્ટા, મારાથી આપ કોઈ
બીજા નથી – કે જેને હું દેખું. હું જ પોતે મારો દ્રશ્ય અને દ્રષ્ટા છું.
તેના બધાય ગુણો પોતપોતાના સ્વાભાવિક રુપમાં ખીલીને પોતાનું
કાર્ય કરવા લાગે છે; અને અનુભવરસમાં સર્વગુણોનો સ્વાદ
એકસાથે વેદનમાં આવે છે. એ સ્વાદની મીઠાશ એટલી બધી હોય
છે કે અતીન્દ્રિય જ્ઞાનમાં જ તે સમાઈ શકે છે. માનો કે, કદાચ જો
તે સ્થૂલરુપ ધારણ કરે તો આખા લોક – અલોકમાં પણ તેનો
આનંદ ન સમાય. – મારું આત્મતત્ત્વ જ એટલું મોટું છે કે આટલા
મહાન આનંદને એક સાથે પી જઈને પોતામાં સમાવી દે છે.
Page 229 of 237
PDF/HTML Page 242 of 250
single page version
વિકલ્પથી જુદું થઈને મારું જ્ઞાન ચૈતન્યની મહાનતામાં પ્રવેશ કરી
રહ્યું છે. આ રીતે મારું જ્ઞાન ઇન્દ્રિયોથી આઘું ખસીને, અતીન્દ્રિયતા
પામીને પોતે સ્વયં પણ મહાન થવા માંડયું છે.
એકસાથે પોતાનું જ્ઞેય બનાવવાની તાકાત રાખે છે.
લાગ્યા છે
અટકી ગયો, તેથી મને બાહ્ય વિષયો જ દેખાયા, પરંતુ અંતરમાં
મારું મહાન ચૈતન્યતત્ત્વ મને કદી ન દેખાયું.
રાગથી ભિન્ન અતીન્દ્રિય થઈને હું મારા મહાન ચૈતન્યતત્ત્વની સાથે
એવી એકાકાર દોસ્તી બાંધીશ કે અમારા બંનેની વચ્ચે કોઈ ભેદ કે
અંતર નહીં રહે; તથા મારા મહાન તત્ત્વમાં જે અતીન્દ્રિય આનંદ
ભર્યો છે તેને હું ભોગવીશ; – તે આનંદ કોઈ વિષયોમાં કે રાગમાં
મેં કદી નથી જોયો.
Page 230 of 237
PDF/HTML Page 243 of 250
single page version
છે, – સમ્યક્ત્વ નજીકમાં આવતું દેખાય છે, – આવા ઉત્તમ
ભાવોની ઊર્મિઓ જાગે, – તો તમારો પ્રયોગ સત્ય છે. – તેનો
નિર્ણય પોતાની જાતે જ કરવાનો છે.
સ્વાનુભવ – જ્ઞાનમાંથી થઈ છે.
મારું જીવન, મારી પરિણતિ પણ કેવી ગંભીરતા ધારણ કરતી જાય
છે તે મારા અંતરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલાં રાગ – દ્વેષ –
કષાયોરુપ અત્યંત તુચ્છ ભાવોમાં વર્તતું દુઃખી જીવન, તે હવે પરમ
સુખના ધામ તરફ જતાં જતાં અનેરી શાંતિ, તથા અનેરી
વીતરાગતાથી ભરેલા ગંભીરજ્ઞાનરુપ થવા માંડયું છે. અંતર્મુખતા
વડે આત્માની જ પાસેથી લીધેલા ગંભીર અતીન્દ્રિયજ્ઞાન વડે હું
આત્માની ગંભીરતાનો તાગ લઈશ ને તેને પ્રાપ્ત કરીશ.
છે. જેમ વાસુદેવ દ્વારા પ્રતિવાસુદેવનો ઘાત બીજા કોઈ સાધન વડે
થઈ શકતો નથી, માત્ર તેની જ પાસેથી આવેલા ચક્ર વડે તેનો ઘાત
Page 231 of 237
PDF/HTML Page 244 of 250
single page version
આત્માની પ્રાપ્તિ આત્માથી બહારના કોઈ સાધન વડે થતી નથી.
અંદર આત્મામાંથી જ લીધેલા તેના એક અંશરુપ જ્ઞાનચક્ર વડે તેનો
લક્ષ્યવેધ કરતા તે સાક્ષાત્ સ્વાનુભવમાં આવે છે. મહાન
તાકાતવાળા આત્મામાંથી આવેલું જ્ઞાન પણ મહાન તાકાતવાળું છે;
તે રાગની કે ઇન્દ્રિયોની મદદ વગર એકલું જ પોતાનું કાર્ય કરે છે.
આત્મવેદન કરે છે.
હતા....માટે હું જ્યાંથી આવ્યું છું ત્યાં ક્રોધાદિ ભર્યા નથી, પણ
શાંતિ જ ભરી છે. – એમ ક્રોધાદિથી ભિન્નતારુપ પોતાનું
પરિણમન કરતું મારું જ્ઞાન શાંતિને અનુભવે છે.
‘માતૃસ્થાન’ તેને એવું વહાલું છે કે તેના સિવાય બીજે ક્યાંય તેનું
ચિત્ત તન્મય થતું નથી; જ્યાંથી પોતાની ઉત્પત્તિ થઈ ત્યાં જ
(જ્ઞાનસ્વભાવમાં સામાન્યમાં જ) તેને તન્મયતા અનુભવાય છે,
તેની સાથે જરાય જુદાઈ રાખતું નથી.....અને તે સ્વભાવમાં ભરેલા
આનંદ – શાંતિ – પ્રભુતા વગેરે અનંત વૈભવને તે પોતાનો જ
નિજવૈભવ સમજીને અનુભવે છે.
Page 232 of 237
PDF/HTML Page 245 of 250
single page version
વીતરાગરસથી ધોવાયેલું ઉજ્વળ છે, સ્વાધીન છે, મહાન આનંદરુપ
છે, મોક્ષને સાધનારું છે. આત્માનું સર્વરસરુપ – સર્વસ્વ તેણે પ્રાપ્ત
કરી લીધું છે. હવે આનાથી મોટું કોઈ બીજું તત્ત્વ ગોતવાનું બાકી
નથી રહ્યું; જેનાથી ઊંચું બીજું કાંઈ નથી એવું સર્વોત્તમ તત્ત્વ આ
જ્ઞાને અનુભૂતિમાં પ્રાપ્ત કરી લીધું છે; પરમાર્થ તત્ત્વને પામીને –
તેનો આશ્રય કરીને – તેમાં તદ્રુપ થઈને પોતે જ પરમાર્થરુપ બની
ગયું છે.....તે જ્ઞાનચેતનારુપ જ પોતે પોતાને ચેતી રહ્યું છે.
તે પોતે જ સમયસાર છે; તે પોતે જ પ્રભુ – આત્મા છે.
કેવો સુન્દર છે – મારો આ દેશ
દુનિયામાં આવી તો નથી શકતા પરંતુ મારી સામે નજર પણ માંડી
શકતા નથી.
Page 233 of 237
PDF/HTML Page 246 of 250
single page version
આ ચૈતન્યમહેલમાં જવાની કોશિષ કરી રહ્યો છું. ઉપયોગને કહું છું
કે ચાલ, મારી સાથે અંદર ચાલ.....તને ઘણો જ આનંદ થશે.
મને ખેદ થાય છે કે અરે
થાક્યો
તને અત્યાર સુધી ભવચક્રમાં પીલી – પીલીને દુઃખી કર્યો તેનો સંગ
અત્યંતપણે છોડી દે.....ને અંતરમાં સુખ – શ્રદ્ધા – વીતરાગતા વગેરે
તારા સાચા સ્વજનો છે તેનો સંગ કર.....તેની જ સાથે રહે....તે
સ્વજનો તને મહાન સુખ આપશે.....ને ભવચક્રથી છોડાવશે.
સિવાય બીજા બધાની ચિન્તા છોડી દે.....ફરી ફરીને કહીએ છીએ
કે અરે જીવ
Page 234 of 237
PDF/HTML Page 247 of 250
single page version
છે, – ઉપશાંત થઈ જાય છે.
હર્ષની અશાંતવૃત્તિમાં અટકી જતો હતો, તેથી હર્ષથી પાર વીતરાગી
શાંતિ સુધી પહોંચતો ન હતો. હવે ખ્યાલ આવ્યો કે આ
હર્ષોલ્લાસની વૃત્તિ પણ મારી શાંતિમાં પ્રવેશી શકતી નથી, તેથી હવે
ઉપયોગને તેનાથી પણ છૂટો રાખીને, શાંતરસમાં જ રહીને હું મારા
ઉપયોગને અંતરમાં લઈ જઈને શાંતસ્વભાવની સ્વાનુભૂતિ કરું છું.
(ઇતિ અષ્ટમ પ્રયોગ)
સ્વાનુભૂતિ થઈ શકશે. પરંતુ તું તારા સતત પ્રયત્નને વચ્ચેથી તોડીશ
નહિ કે ઢીલો પડવા દઈશ નહીં.
સાદિ – અનંતકાળ સુધી મોક્ષસુખ ભોગવવાનું છે, તેમાં હું પ્રમાદ
કેમ કરું
Page 235 of 237
PDF/HTML Page 248 of 250
single page version
આત્મહિત માટે કાઢી શકું છું. – તો તેમાં આત્મઅનુભવનું કામ
સૌથી પહેલાં કરીને, આત્મશાંતિ પ્રાપ્ત કરી લેવી – તે માટે હું ઘણી
જ સાવધાની રાખીશ. દુનિયાના કોઈ પણ કાર્ય ખાતર મારા આ
મહાન ઇષ્ટકાર્યને હું ગૌણ નહીં કરું; જીવનમાં સર્વત્ર ક્ષણે – ક્ષણે
ને પળે – પળે એની જ મુખ્યતા રાખીશ, અને એને જ હું મારું
જીવન સમજું છું. જો અત્યારે તેમાં પ્રમાદ કરીશ તો સંસારનાં ચાર
ગતિનાં ભયંકર દુઃખો – કે જેની યાદી પણ આંખમાંથી આંસુની
ધાર વહાવે છે – તેનાથી હું કેમ છૂટીશ
હવે મારા દેવ – ગુરુ જેવી શાંતિ ને શાંતિ જ જોઈએ.....તેની શીઘ્ર
પ્રાપ્તિ માટે અતિશય ચૈતન્યરસિક થઈને ફરી ફરીને હું વિશેષ
પ્રયોગ કરું છું. – આમ પોતાના આત્માને ઉત્સાહિત કરવો.
આવે છે અને તોપણ તને એમ નથી થતું કે ચાલો, ઉપયોગ અંદર
નથી જતો તો તેને બહારમાં ક્યાંક ભમાવું
તો ક્યાંય ગમતું નથી, ક્યાંય દિલ લાગતું નથી, એટલે ફરી ફરીને
વારંવાર એમ જ થયા કરે છે કે હું અંદર જાઉં – અંદર જાઉં
છે; – કેમકે બહારના બધા વિષયોથી પાર, જુદી જ જાતની કોઈ
અત્યંત સુંદર, એક અદ્ભુત વસ્તુ મારા અંતરમાં છે – તે મારા
લક્ષમાં આવી ગઈ છે. અંદર જતાં – જતાં મને કંઈક નવું જ
દેખાય છે, ને નવી જ જ્ઞાન – ઊર્મિઓ ઉલ્લસે છે, – જે મારા
Page 236 of 237
PDF/HTML Page 249 of 250
single page version
જાત રાગથી પણ જુદી છે. – આ રીતે વાણીથી તેમજ વિકલ્પોથી
પણ દૂર ઊંડે ઊંડે અંતરમાં ક્યાંય મારો ઉપયોગ પહોંચી રહ્યો છે
– અને આ જ રીતે આગળ વધીને વધુ ઊંડો ઊતરું તો ત્યાં જ
મારા ચૈતન્ય પ્રભુનો સાક્ષાત્કાર થશે.
જાય છે; હવે જોરપૂર્વક હું ખાન – પાન હરવું – ફરવું વગેરે
સર્વપ્રકારના રાગનો રસ તોડતો જાઉં છું. પ્રતિકૂળતાઓને ક્રોધ
વગર સહન કરું છું, અને વીર થઈને મારી સમસ્ત શક્તિને હું
આત્માની સાધનમાં લગાવી દઉં છું. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ
હવે મારી સાધનાને અટકાવી શકે નહિ, કેમકે મારા ચૈતન્યપ્રભુ
પોતે જ હવે પ્રગટ થઈને શુદ્ધ આનંદપરિણતિરુપ થવા ચાહે છે.
અત્યાર સુધી પ્રભુ ઊંઘતા’તા, હવે તો જાગ્યા છે.....એવા જાગ્યા છે
કે મોહ – ચોરને ભગાડીને પોતાના સમ્યક્ત્વાદિ સર્વ નિધાનને
સંભાળી રહ્યા છે.....મને એ નિધાન દેખાડીને આપી રહ્યા છે.....કે
લે
નથી.....બસ, અંદર ને અંદર રહીને હું નિજનિધાનને ભોગવીશ.