Shastra Swadhyay (Gujarati). Introduction; ShAstra swAdhyAy; Avrutti; Pujya sadgurudevshri KanjiswAmi; Nivedan; SamaysAr stuti; Jinajini vANi; Sadgurudev stuti; Bol , ; AnukramaNikA; SamaysAr; Puravrang; 1. jiv-ajiv adhikAr; 2. kartA karm adhikAr.

Next Page >


Combined PDF/HTML Page 1 of 12

 


Page -10 of 214
PDF/HTML Page 2 of 226
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ૧૦૧
शुद्धात्मने नमः
શાસ્ત્ર-સ્વાધયાય
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ,
નિયમસાર ને અષ્ટપ્રાભૃતની મૂળ ગાથાઓના
ગુજરાતી પદ્યાનુવાદ તથા સમાધિાતંત્ર,
£ષ્ટોપદેશ ને યોગસારના ગુજરાતી દોહરા
તથા મૂળ (હિન્દી) ઉપાદાન-નિમિત્તસંવાદ
અને છ ઢાળા સહિત

Page -9 of 214
PDF/HTML Page 3 of 226
single page version

background image
મુદ્રકઃ
સ્મૃતિ ઓફસેટ
સોનગઢ-
કિંમત રૂા. ૨૫=૦૦
છઠ્ઠી આવત્તિાપ્રત : ૨૦૦૦વિ.સં. ૨૦૭૧ઈ.સ. ૨૦૧૫
શાસ્ત્ર સ્વાધ્યાય (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન–પુરસ્કર્તા
સ્વ. જિતેન્દ્રભાઈ કેશવલાલ શાહના સ્મરણાર્થે
હ. શાન્તાબેન કેશવલાલ શાહ, દાદર
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૪૮ = ૦૦ છે. અનેક મુમુક્ષુની
આર્થિક સહાયથી આ શાસ્ત્રની વેચાણ કિંમત રૂા. ૨૫ = ૦૦ રાખવામાં
આવેલ છે.


Page -7 of 214
PDF/HTML Page 5 of 226
single page version

background image
અધ્યાત્મનિધિના સ્વામી પરમકૃપાળુ પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીનો એ મહાન ઉપકાર છે કે તેઓશ્રીના પાવન પ્રતાપે આ યુગમાં
આબાળગોપાળ સર્વ જિજ્ઞાસુઓમાં અધ્યાત્મતત્ત્વના શ્રવણની તેમ જ અભ્યાસની
રુચિ જાગ્રત થઈ છે.
શ્રુતાવતાર ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રુતરત્નો શ્રી સમયસાર,
પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર અને અષ્ટપ્રાભૃતનું અધ્યાત્મઅમૃત,
અનેક વાર તેમનાં ઉપર પ્રવચનો આપીને, અધ્યાત્મશ્રુતલબ્ધિવંત પૂજ્ય ગુરુદેવે
મુમુક્ષુ સમાજને પાયું છે. તેમના જ પુનિત પ્રતાપે ને કલ્યાણી પ્રેરણાથી, મૂળ
ગાથાઓના ભાવો સમજવામાં તેમ જ યાદ રાખવામાં સરળ પડે તે માટે,
પરમાગમોનો ગુજરાતી પદ્યાનુવાદ આદરણીય પંડિત શ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહ દ્વારા થયો છે.
આ મધુર, સરળ, સુગમ ને ભાવવાહી હરિગીત-પદ્યાનુવાદોની તથા
તદુપરાન્ત સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ ને યોગસારના ગુજરાતી દોહરા અને ઉપાદાન-
નિમિત્તના (હિંદી) દોહા તથા છ ઢાળાની સોનગઢમાં દર મહિને સમુદાયરૂપે
અનુક્રમે સ્વાધ્યાય કરવાની પ્રથા પરમપૂજ્ય ગુરુદેવશ્રીની તેમ જ પ્રશમમૂર્તિ પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનની ઉપસ્થિતિરૂપ મંગલ છાયામાં પ્રવર્તતી હતી તે હજુ પણ
પૂર્વવત્ નિયમિત પ્રવર્તમાન છે.
ઉક્ત પ્રયોજન માટે સંસ્થા દ્વારા તે બધાંનો સંગ્રહ કરીને ‘શાસ્ત્ર-સ્વાધ્યાય’
ગ્રંથ પ્રકાશિત થયો છે, જેની પાંચ આવૃત્તિઓ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે; તેની
આ છઠ્ઠી આવૃત્તિ પ્રકાશિત થાય છે.
આ ‘શાસ્ત્ર-સ્વાધ્યાય’નો ઊંડો સ્વાધ્યાય કરીતેમાં દર્શાવેલ અધ્યાત્મ-
ભાવોનું સમ્યક્ અવગાહન કરીભવ્ય આત્માઓ પોતાના અંતરમાં તેનું
યથાયોગ્ય પરિણમન પ્રગટ કરોએ ભાવના.
નિવેદક
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-
શ્રી સીમંધર જિનાલય
હીરક-જયંતી મહોત્સવ
તા. ૨૦-૨-૨૦૧૫

Page -6 of 214
PDF/HTML Page 6 of 226
single page version

background image
ઃ હરિગીતઃ
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
ઃ અનુષ્ટુપઃ
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા;
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
ઃ શિખરિણીઃ
અહો! વાણી તારી પ્રશમરસ ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
ઃ શાર્દૂલવિક્રીડિતઃ
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
ઃ વસંતતિલકાઃ
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
ઃ અનુષ્ટુપઃ
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -5 of 214
PDF/HTML Page 7 of 226
single page version

background image
જિનજીની વાણી
સીમંધર મુખથી ફૂલડાં ખરે,
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી મન લાગે રળી,
જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો,
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે,
જિનેશ્વરદેવની વાણીના વાયરા,
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -4 of 214
PDF/HTML Page 8 of 226
single page version

background image
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં,
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ-સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામુંમનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -3 of 214
PDF/HTML Page 9 of 226
single page version

background image
સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું?
સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો
ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્ત્વજ્ઞાનનો
દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય,
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને
શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના
લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના
સાચા બોધનો
અભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ
કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની
સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર
મુગટમણિ જે
શુદ્ધદ્રવ્ય-સામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે
જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય
જે સ્વાનુભૂતિનો
આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું
આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છે
તેનો દિવ્ય
મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે
નિજ શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનો આશ્રય કરવાથી જ
અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી

Page -2 of 214
PDF/HTML Page 10 of 226
single page version

background image
જીવ પરદ્રવ્યની ક્રિયા તો કરતો નથી, પરંતુ
વિકારકાળે પણ સ્વભાવ-અપેક્ષાએ નિર્વિકાર રહે છે,
અપૂર્ણ દશા વખતે પણ પરિપૂર્ણ રહે છે, સદાશુદ્ધ છે,
કૃતકૃત્ય ભગવાન છે. જેમ રંગિત દશા વખતે
સ્ફટિકમણિના વિદ્યમાન નિર્મળ સ્વભાવનું ભાન થઈ
શકે છે, તેમ વિકારી, અધૂરી દશા વખતે પણ જીવના
વિદ્યમાન નિર્વિકારી, પરિપૂર્ણ સ્વભાવનું ભાન થઈ શકે
છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવ વિના મોક્ષમાર્ગનો
પ્રારંભ પણ થતો નથી, મુનિપણું પણ નરકાદિનાં
દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. ‘હું
કૃતકૃત્ય છું, પરિપૂર્ણ છું, સહજાનંદ છું, મારે કાંઈ
જોઈતું નથી’ એવી પરમ ઉપેક્ષારૂપ, સહજ
ઉદાસીનતારૂપ, સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું
દ્રવ્યસ્વભાવના અનુભવ વિના કદી આવતું નથી.
આવા શુદ્ધદ્રવ્યસ્વભાવના
જ્ઞાયકસ્વભાવના નિર્ણયના
પુરુષાર્થ પ્રત્યે, તેની લગની પ્રત્યે વળવાનો પ્રયાસ
આત્માર્થીઓએ
ભવભ્રમણથી મૂંઝાયેલા મુમુક્ષુઓએ
કરવા જેવો છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી

Page -1 of 214
PDF/HTML Page 11 of 226
single page version

background image
શાસ્ત્ર-સ્વાધ્યાય

Page 0 of 214
PDF/HTML Page 12 of 226
single page version

background image
અનુક્રમણિકા
વિષય
પૃષ્ઠ
૧.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ
૧-૪૦
૨.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ
૪૧-૬૬
૩.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ
૬૭-૮૩
૪.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ
૮૪-૧૦૨
૫.
શ્રી અષ્ટપ્રાભૃત-પદ્યાનુવાદ
૧૦૩-૧૬૪૧
૬.
શ્રી સમાધિતંત્ર-પદ્યાનુવાદ
૧૬૫-૧૭૫
૭.
શ્રી ઇષ્ટોપદેશ-પદ્યાનુવાદ
૧૭૬-૧૮૦
૮.
શ્રી યોગસાર-પદ્યાનુવાદ
૧૮૧-૧૯૦
૯.
શ્રી ઉપાદાન-નિમિત્ત-સંવાદ
૧૯૧-૧૯૫
(ભૈયા ભગવતીદાસજી કૃત)
૧૦. શ્રી ઉપાદાન-નિમિત્ત-દોહા
૧૯૬
(પં. બનારસીદાસજી કૃત)
૧૧. શ્રી છ ઢાળા
૧૯૭-૨૧૩

Page 1 of 214
PDF/HTML Page 13 of 226
single page version

background image
શ્રી
સમયસાર
(પદ્યાનુવાદ)
પૂર્વરંગ
(હરિગીત)
ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી-ભાષિત આ સમયપ્રાભૃત અહો! ૧.
જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨.
એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.
દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. ૫.
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬.
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭.

Page 2 of 214
PDF/HTML Page 14 of 226
single page version

background image
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,
લોકપ્રદીપકરા ૠષિ શ્રુતકેવળી તેને કહે. ૯.
શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨.
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદ્રષ્ટિમાં. ૧૬.
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.

Page 3 of 214
PDF/HTML Page 15 of 226
single page version

background image
નોકર્મ-કર્મે ‘હું’, હુંમાં વળી ‘કર્મ ને નોકર્મ છે’,
એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ,
જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦.
હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં,
વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; ૨૧.
અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે;
ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.
અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે,
‘આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું’ તે કહે. ૨૩.
સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે,
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે? ૨૪.
જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨૫.
જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકર તણી
સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની! ૨૬.
જીવ-દેહ બન્ને એક છેવ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.
જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ;
માને પ્રભુ કેવળી તણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.

Page 4 of 214
PDF/HTML Page 16 of 226
single page version

background image
વર્ણન કર્યે નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું,
એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
૧. જીવ-અજીવ અધિકાર
કો મૂઢ, આત્મ તણા અજાણ, પરાત્મવાદી જીવ જે,
‘છે કર્મ, અધ્યવસાન તે જીવ’ એમ એ નિરૂપણ કરે! ૩૯.

Page 5 of 214
PDF/HTML Page 17 of 226
single page version

background image
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે,
એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.
કો અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને,
કો તીવ્રમંદ-ગુણો સહિત કર્મો તણા અનુભાગને! ૪૧.
કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે,
કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨.
દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે,
તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩.
પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ
સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪.
રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
‘નિર્ગમન આ નૃપનું થયું’નિર્દેશ સૈન્યસમૂહને,
વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭.
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,
નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં; ૫૦.

Page 6 of 214
PDF/HTML Page 18 of 226
single page version

background image
નથી રાગ જીવને દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં,
નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧.
નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં,
અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; ૫૨.
જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં,
નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં; ૫૩.
સ્થિતિબંધસ્થાન ન જીવને, સંક્લેશસ્થાનો પણ નહીં,
સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં; ૫૪.
નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં,
પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫.
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી,
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭.
દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’
બોલે જનો વ્યવહારી પણ નહિ પંથ કો લૂંટાય છે. ૫૮.
ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો,
ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. ૫૯.
એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.
સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.

Page 7 of 214
PDF/HTML Page 19 of 226
single page version

background image
આ ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨.
વર્ણાદિ છે સંસારી જીવનાં એમ જો તુજ મત બને,
સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને; ૬૩.
એ રીત પુદ્ગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે,
ને મોક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને! ૬૪.
જીવ એક-દ્વિ-ત્રિ-ચર્તુ-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને
પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫.
પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે,
રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.
પર્યાપ્ત અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં,
તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮.
૨. કર્તાકર્મ અધિકાર
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્મા તણું
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.

Page 8 of 214
PDF/HTML Page 20 of 226
single page version

background image
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.
આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫.
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.
પુદ્ગલકરમનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮.
એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે;
એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે;
અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧.
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી,
પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨.