Atmadharma magazine - Ank 084
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૭
સળંગ અંક ૦૮૪
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ધર્મનું મૂળ સમ્યક્દર્શન
આસો સંપાદક વર્ષ સાતમું
૨૪૭૬ રામજી માણેકચંદ દોશી અંક બારમો
વકીલ
“શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ”
“શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ” નામની હસ્તલિખિત સચિત્ર
દૈનિક પત્રિકા ભાદરવા સુદ પાંચમથી પ્રકાશિત થાય છે; તેનું માસિક
લવાજમ રૂા. ૬–૦–૦ છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની
અમૃતવાણીનો લાભ પ્રતિદિન મળી શકે તેવી બહારગામ વસતા
ઘણા જિજ્ઞાસુ–ઓની ભાવના હતી, તેથી અનેક ગામના
મુમુક્ષુમંડળોએ મળીને પૂ. ગુરુદેવશ્રીનાં હંમેશનાં પ્રવચનોની
પ્રસાદીરૂપે ઉપર્યુક્ત પત્રિકા કાઢવાની યોજના કરી છે. આ પત્રિકામાં
પૂજ્ય ગુરુદેવશ્રીનાં દરરોજના પ્રવચનોની તાત્ત્વિક નોંધ લગભગ
બે પાનામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, અને તે વાંચકોને મોકલવામાં
આવે છે. માટે જે જિજ્ઞાસુઓને પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનોની પ્રસાદી
હંમેશાં મેળવવા ભાવના હોય તેમણે રૂા. ૬–૦–૦ ભરીને ગ્રાહક થઈ
જવું. જો ગ્રાહકો વધે તો આ પત્રિકાનું લવાજમ ઘટાડવાની ભાવના
છે. આ પત્રિકાની મર્યાદિત નકલો જ નીકળે છે, માટે ગ્રાહકોએ
તુરત નામ લખાવી દેવા વિનંતિ છે. નાનાં–મોટા ઘણાખરા ગામના
મુમુક્ષુમંડળોમાં આ પત્રિકા વંચાય છે. પત્રિકાનો નમૂનો જોવા ઈચ્છા
હોય તેઓએ પત્ર લખીને નમૂનો મંગાવી લેવો.
સોનગઢ (સૌરાષ્ટ્ર) ખીમચંદ જેઠાલાલ શેઠ
છૂટક નકલ શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક વાર્ષિક લવાજમ
ચાર આના
૮૪
ત્રણ રૂપિયા
જૈન સ્વાધ્યાયમંદિર–સોનગઢ–સૌરાષ્ટ્ર

PDF/HTML Page 3 of 21
single page version

background image
* ધાર્મિક મહોત્સવ સમાચાર રાજકોટ *
શ્રાવણ વદ ૧૨ શનિવારથી ભાદરવા સુદ ૫
શનિવાર સુધીના દિવસોમાં સોનગઢમાં ઉજવાયેલા
ધાર્મિકોત્સવના કાર્યક્રમની ટૂંક માહિતી અહીં
આપવામાં આવે છે. ઉત્સવના આઠે દિવસો દરમિયાન
સામાન્યપણે નીચે મુજબ કાર્યક્રમ હતો:–
સવારે પાાા–૬ શ્રી દેવ–ગુરુ–શાસ્ત્ર વંદન.
૭–૭ાાા શ્રી જિનમંદિરમાં દર્શન–પૂજન.
૮–૯ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
(શ્રી સમયસારજી ગા. ૧૩ ઉપર)
બપોરે ૧ાા–૨ાા શ્રી સમયસાર તથા પ્રવચનસારના
હરિગીતની સ્વાધ્યાય (શ્રાવણ વદ ૧૪થી
ભાદરવા સુદ ૪ સુધીના પાંચ દિવસ)
૩–૪ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી પદ્મનંદી પચીસીના
‘ઉપાસક સંસ્કાર’ અધિકાર ઉપર)
૪–૫ શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ
૬ાા–૭ આરતી
૭–૮ પ્રતિક્રમણ
૮–૯ રાત્રિચર્ચા (એક દિવસ આત્મ–સિદ્ધિની
સ્વાધ્યાય.)
એ ઉપરાંત ભાદરવા સુદ ૪ ને દિવસે જ્ઞાનપૂજા
થઈ હતી ને ભાદરવા સુદ ૫ ને દિવસે શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી. ભાદરવા સુદ પ
ને દિવસે સાંજે શ્રી ‘આલોચના’ વંચાણી હતી, ને
સાંજે પાા–૮ સુધી પ્રતિક્રમણવિધિ થયો હતો એક
બહેને આઠ ઉપવાસ કર્યા હતા તેમ જ બીજા પણ
વિધવિધ દાન અને તપ વગેરે થયાં હતાં એ રીતે,
દર્શન–વિશુદ્ધિના લક્ષની મુખ્યતાપૂર્વક શ્રી જિનેન્દ્રદેવની
પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને
દાનના વિધવિધ પ્રકારોથી સુંદર ધર્મપ્રભાવના થઈ
હતી.
ભાદરવા સુદ પ થી શરૂ કરીને દસલક્ષણધર્મ
ઉજવવામાં આવ્યા હતા. ભાદરવા વદ એકમના રોજ
શ્રી જિનેન્દ્ર–અભિષેક થયો હતો.
એ સિવાય સૌરાષ્ટ્રના બીજા ગામોમાં તેમ જ
મુંબઈ, અમદાવાદમાં થયેલા ધાર્મિકોત્સવની ટૂંક વિગત
અહીં આપવામાં આવે છે:–
અહીં શ્રી જિનમંદિરની પ્રતિષ્ઠા થયા પછી આ
પ્રથમ જ ધાર્મિક–ઉત્સવ હતો, તેથી ત્યાંનાં મુમુક્ષુ મંડળે
ઘણા ઉત્સાહપૂર્વક એ પ્રસંગ ઊજવ્યો હતો. હંમેશાં સવારે
૭ાા થી ૮ા શ્રી જિનમંદિરમાં મોટી પૂજા થતી હતી.
૮ા થી ૯ા શ્રી સમયસારજીનું વાંચન થતું હતું તથા
ત્યારબાદ ભક્તિ થતી હતી. બપોરે ૩ થી ૪
દસલક્ષણધર્મ–પ્રવચનોનું વાંચન થતું હતું અને ત્યાર
બાદ ભક્તિ થતી હતી. એ ઉપરાંત હંમેશાં સાંજે આરતિ,
પ્રતિક્રમણાદિ પણ ઉત્સાહપૂર્વક થતા હતા, અને
પ્રભાવના પણ થતી હતી. મુમુક્ષુઓએ સારી સંખ્યામાં
ભાગ લીધો હતો. પાંચમને દિવસે લગભગ ૭૫૦
માણસો થયા હતા. આ પ્રસંગે મંડળના બેનોએ
લગભગ ૯૦૦ રૂા. નો ફાળો શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા
વખતે ઈન્દ્રધ્વજ કરાવવા માટે કરેલ છે. ભાદરવા સુદ પ
થી ૧૪ સુધી દસલક્ષણધર્મ ઊજવાયા હતા.
જિનમંદિરમાં હંમેશાં બે વખત સ્વાધ્યાય થાય છે.
વઢવાણ કેમ્પ : ધાર્મિકોત્સવના દિવસો દરમિયાન
હંમેશાં પૂજા. પ્રભાવના, આરતિ, ભક્તિ અને સવારે–
બપોરે સ્વાધ્યાય થતી હતી. સ્વાધ્યાયમાં પ્રવચનસાર
તથા પદ્મનંદી પચીસી વંચાતા હતા. રાત્રે ભક્તિ થતી
હતી. સ્વામીવાત્સલ્ય પણ થયું હતું. મંડળના ત્રણ
બેનોએ છ–છ ઉપવાસ કર્યા હતા. અહીં શ્રી જિનમંદિર
અને સ્વાધ્યાય મંદિર તૈયાર થઈ ગયા છે, ટુંક વખતમાં
શ્રી જિનમંદિરમાં વૈદિ પ્રતિષ્ઠા થશે. નવા સ્વાધ્યાય
મંદિરમાં હંમેશાં બે વખત સ્વાધ્યાય થાય છે.
વઢવાણ શહેર : ધાર્મિકોત્સવના દિવસો દરમિયાન
હંમેશાં પૂજા, પ્રભાવના, આરતિ, ભક્તિ તેમજ
સ્વાધ્યાય થતી હતી. અહીં શ્રી જિનમંદિર તેમજ
સ્વાધ્યાય મંદિર તૈયાર થઈ ગયા છે, લોકોનો ઉત્સાહ
સારો છે. ને હંમેશાં સ્વાધ્યાય થાય છે.
વીંછીયા : ધાર્મિકોત્સવ દરમિયાન એક વખત શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી; હંમેશાં પ્રભાવના,
પૂજા, આરતિ થતી હતી; અને સાધર્મી–વાત્સલ્ય થયું
હતું. હંમેશાં સવારે–બપોરે ભક્તિ વાંચન થતું હતું,
તેમજ બપોરે ભક્તિ થતી અને સાંજે ધાર્મિક કલાસ
ચાલતો. શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા માટે પાલખી
કરાવવા માટે ધરમશી મૂળચંદ ડગલી તરફથી રૂા. ૩૦૦
ભેટ આપવામાં આવ્યા છે. અહીં શ્રી જિનમંદિર અને
સ્વાધ્યાય મંદિર થતાં મુમુક્ષુ મંડળમાં ઉત્સાહ સારો છે.
હંમેશાં વાંચન, ભક્તિ થાય છે.
બોટાદ : અહીં ધાર્મિકોત્સવ દરમિયાન સવારે શ્રી
સમયસારજી અને રે શ્રી પ્રવચનસારજીનું વાંચન થતું
હતું. એકવાર શ્રી જ્ઞાન–પૂજા થઈ હતી. દસલક્ષણધર્મના
દિવસો દરમિયાન સવારે શ્રી દસલક્ષણધર્મનાં પ્ર.
વચનો વંચાયા હતા. હંમેશાં વાંચન થાય છે.
(વિશેષ સમાચાર ટાઈટલ પૃષ્ઠ ૩ ઉપર જુઓ.)

PDF/HTML Page 4 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૪૩ :
શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રને નમસ્કાર “ ભગવતી રત્નત્રયી માતાને નમસ્કાર
સુખ વિષે વિચાર
(શ્રી પ્રવચનસાર ગા. ૨૨ ઉપરના પ્રવચનમાંથી)
હે ભાઈ, તારે સુખી તો થવું છે ને! તો સુખના સ્વરૂપ વિષે તેં કદી વિચાર કર્યો છે? તું એટલો વિચાર
કરી જો, કે તેં જે જે પર વિષયમાં સુખ માન્યું છે તે તે વિષયમાં આગળ ને આગળ જતાં છેવટે શું પરિણામ
આવે છે? –શું તને સુખ મળે છે? કે તેમાં કંટાળો આવી જાય છે? ખાવા–પીવા વગેરે કોઈ પણ વિષયમાં છેવટે
તો કંટાળો જ આવે છે, ને તે છોડીને બીજા વિષય તરફ ઉપયોગ જાય છે. એ રીતે, જો વિષયોના ભોગવટામાં
અણગમો જ આવી જાય છે તો તું સમજી લે કે તેમાં ખરેખર તારું સુખ હતું જ નહિ, પણ તેં માત્ર કલ્પનાથી જ
સુખ માન્યું હતું. જો ખરેખર સુખ હોય તો તે ભોગવતાં ભોગવતાં કદી કોઈને કંટાળો આવે નહીં. જુઓ,
સિદ્ધભગવંતોને આત્માનું સાચું સુખ છે, તો તેને તે સુખ ભોગવતાં ભોગવતાં અનંતકાળે પણ કંટાળો આવતો
નથી.
હે આત્માર્થી! આત્મા સિવાય કોઈ પણ બાહ્ય વિષયમાં સુખ નથી, એ વાત જો તું જરાક વિચાર કરીને
જો તો તને પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય તેવી છે. જેમ કે–લાડવા ખાવામાં તેં સુખ માન્યું, –એક લાડવો ખાધો... બે
ખાધા, ત્રણ.... ચાર.... ખાધા.... છેવટે એમ થાય છે કે હવે બસ, હવે લાડવા ખાવામાં સુખ લાગતું નથી. તો
સમજી લે કે પાછળથી જેમાં સુખનો અભાવ ભાસ્યો તેમાં પહેલેથી જ સુખનો અભાવ છે. એ રીતે લાડવાના
સ્થાને કોઈ પણ પર વિષય લઈને વિચાર કરતાં નક્કી થશે કે એ વિષયોમાં સુખ નથી પણ આત્મસ્વભાવમાં જ
સુખ છે. એ સ્વભાવસુખ નક્કી કરીને તેની હા પાડ, ને વિષયોમાં સુખની બુદ્ધિ છોડ.
જેમાં ખરેખર સુખ હોય તેમાં ગમે તેટલું આગળ ને આગળ જતાં ક્યારેય પણ કંટાળો ન આવે;
સ્વભાવમાં સુખ છે તો તેમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સુખ વધે છે.... તેમાં કંટાળો આવતો નથી. ને
વિષય સુખોમાં કંટાળો આવ્યા વિના રહેતો નથી.
પર વિષયો બે પ્રકારના છે–શુભ, અશુભ: પાપના ભાવમાં તો કંટાળે છે ને મંદિર, ભક્તિ, દયા વગેરે
શુભના ભાવમાં પણ લંબાતાં લંબાતાં છેવટે થાકે છે, ને ત્યાંથી ખસવાનું મન થાય છે. જો તે શુભમાં સુખ હોય
તો ત્યાંથી ખસવાનું મન કેમ થાય? અજ્ઞાની જીવ શુભથી ખસીને શુદ્ધમાં જતો નથી પણ શુભથી ખસીને પાછો
અશુભમાં જાય છે, એટલે પર તરફના વિષયમાં જ રહીને શુભ ને અશુભમાં જ બદલે છે; પણ, ‘અત્યાર સુધી
પર વલણમાં રહ્યો પણ ક્યાંયથી સુખ અનુભવમાં આવ્યું નહિ, માટે પર તરફના વલણમાં સુખ નથી એટલે
ઈન્દ્રિય–વિષયોમાં સુખ નથી પણ સ્વ તરફના અંર્તમુખ અવલોકનમાં જ સુખ છે–અતીન્દ્રિય જ્ઞાનમાં જ સુખ
છે–’ એમ નિર્ણય કરીને જો સ્વ તરફ વળે તો સિદ્ધભગવાન જેવા આત્માના સુખનો અનુભવ પ્રગટે, ને
વિષયોમાંથી રુચિ ટળી જાય. –આ દશાનું નામ ધર્મ છે.
હે ભાઈ! છેવટે લાંબે કાળે પણ તારે વિષયોમાં (–શુભ કે અશુભમાં) કંટાળીને તેમાં સુખની ના પાડવી
પડે છે, તો વર્તમાનમાં જ સ્વભાવના સુખની હા પાડીને વિષયોમાં સુખની ના પાડ ને! વિષયોના લક્ષે
વિષયોના સુખની ના પાડે છે તેથી તે ‘ના’ ટકતી નથી, ને પાછો બીજા ઈન્દ્રિયવિષયોમાં જ તું લીન થાય છે. જો
સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિથી હા પાડીને તે વિષયસુખની ના પાડે તો તે ‘હા’ અને ‘ના’ બંને યથાર્થ
ટકશે, ને આગળ જતાં પૂર્ણ અતીન્દ્રિય કેવળસુખ પ્રગટશે. એ રીતે આત્માર્થીને પહેલેથી જ સ્વલક્ષે ઈન્દ્રિય
તરફના વલણમાંથી આદરબુદ્ધિ ટળી જવી જોઈએ, ને અતીન્દ્રિય સુખની પરમ આદરપૂર્વક શ્રદ્ધા થવી જોઈએ, તે
જ અતીન્દ્રિય સુખ પ્રગટવાનો ઉપાય છે.
આપનું લવાજમ આ અંકે પૂરું થાય છે. જો નવાવર્ષનું લવાજમ હજી સુધી ન મોકલાવ્યું હોય તો વહેલી
તકે મોકલાવી આપશો.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૪૪ : : આત્મધર્મ : ૮૪
સમયસારમાં દેશનાલબ્ધિ, તથા
નિમિત્તની સાપેક્ષતા અને નિરપેક્ષતા બાબત અનેકાંત
પરથી ભિન્ન આત્માના એકત્વની દુર્લભતા વર્ણવતાં શ્રી સમયસાર ગા. ૪ ની ટીકામાં આચાર્યદેવ કહે છે
કે–“જીવને પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના નહિ
કરી હોવાથી, (ભિન્ન આત્માનું એકપણું) નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી કદી પરિચયમાં આવ્યું અને
નથી કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.”
અહીં, આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના પૂર્વે કદી કરી નથી’ –એમ કહીને શ્રી આચાર્યદેવે
દેશનાલબ્ધિ સિદ્ધ કરી છે, અને તે દેશનાલબ્ધિ જ્ઞાની પાસેથી જ હોય–એમ પણ બતાવ્યું છે. જ્ઞાનીની સેવા–
ઉપાસના કરવાની વાત લીધી તેમાં દેશનાલબ્ધિ આવી જાય છે. અજ્ઞાનીના ઉપદેશથી પણ જો દેશનાલબ્ધિ થઈ
જતી હોય તો ‘આત્મજ્ઞાનીની સેવા’ ની વાત આચાર્યદેવ શા માટે કરે? અહીં અનાદિ અજ્ઞાનીને જ્ઞાની
બનવાની વાત લીધી છે, તેથી દેશનાલબ્ધિ જ્ઞાની પાસેથી જ હોય–એ વાત મૂકી છે.
જીવને દેશનાલબ્ધિ થવામાં નિમિત્ત તરીકે જ્ઞાનીનો ઉપદેશ જ હોય–આમ સમજવાથી કાંઈ નિમિત્તાધીન
દ્રષ્ટિ થઈ જતી નથી, પણ નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન છે.
શ્રીઆચાર્યદેવે કહ્યું કે ‘આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના પૂર્વે કદી નહિ કરી હોવાથી
એકત્વઆત્માની વાત સાંભળી નથી.... ’
–શ્રી આચાર્યદેવના આ કથન ઉપરથી નિમિત્તાધીન દ્રષ્ટિવાળા એવો ઊંધો અર્થ કાઢે છે કે ‘આત્મજ્ઞાનીની
સેવા નહિ કરી હોવાથી.... ’ એમ આચાર્યદેવે કહ્યું માટે નિમિત્તની ઉપેક્ષા ન કરવી. –પરંતુ ખરેખર તો ત્યાં શ્રી
આચાર્યદેવનો એવો આશય છે કે જો તું નિમિત્તની ઉપેક્ષા કરીને સ્વલક્ષ તરફ વળ તો જ તેં એકત્વસ્વભાવની
વાત સાંભળી કહેવાય, તથા તો જ તેં જ્ઞાનીની સેવા કરી કહેવાય, અને ત્યારે જ જ્ઞાનીનો ઉપદેશ તને નિમિત્ત
કહેવાય. પરંતુ, જ્ઞાનીએ એકત્વ આત્માનું લક્ષ કરવાનું કહ્યું તેવું લક્ષ જો પોતે પ્રગટ ન કર્યું તો નિમિત્ત અને
નૈમિત્તિકનો મેળ ન થયો એટલે ત્યાં તો ‘જ્ઞાનીનો ઉપદેશ સાંભળ્‌યો’ એમ પણ ન કહેવાયું. જ્ઞાનીની સેવા
ખરેખર ત્યારે જ કરી કહેવાય કે જ્યારે તે નિમિત્તનું લક્ષ છોડીને સ્વલક્ષ કરે.
અહીં આચાર્યદેવે જ્ઞાનીની સેવા કરવાનું કહ્યું તેમાં પરાઙ્મુખ બુદ્ધિની એટલે કે નિમિત્તની અપેક્ષા કરીને
અટકવાની વાત નથી, પણ નિમિત્તનું લક્ષ છોડીને સ્વ–સન્મુખ લક્ષ કર્યું તે જ જ્ઞાનીની સેવા છે, ને તે જ એકત્વ
આત્માનું શ્રવણ છે. પૂર્વે અનંતવાર એકલા નિમિત્તના જ લક્ષે અટકીને જ્ઞાની પાસેથી સાંભળ્‌યું પણ નિમિત્તની
ઉપેક્ષા કરીને સ્વભાવ તરફ ન વળ્‌યો તેથી તે શ્રવણને ખરા શ્રવણ તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. શુભરાગથી
જ્ઞાનીની સેવા કરી પણ સ્વલક્ષ ન કર્યું–જ્ઞાનીએ જેવો આશય કહ્યો તેવો પોતાના જ્ઞાનમાં ન પકડ્યો–તો તેને
અહીં જ્ઞાનીની સેવા કરી કહેતા નથી, ને તેથી તેણે આત્માનું શ્રવણ પણ કર્યું નથી.
× × ×
ચોથા ગાથામાં શ્રી આચાર્યદેવ કહે છે કે જ્ઞાનીની સેવા કરી નહિ હોવાથી ભિન્ન આત્માની વાત જીવે
કદી સાંભળી નથી. આમ કહીને શ્રી આચાર્યદેવ જ્ઞાનીની સેવાની સાપેક્ષતા બતાવવા માંગે છે; એટલે જ્ઞાની
પાસેથી જ દેશનાલબ્ધિ મળ્‌યા વગર કોઈ જીવ જ્ઞાન પામી શકે નહિ–એવી નિમિત્તની સાપેક્ષતા રાખી છે. પરંતુ
સાથે સાથે નિમિત્તની નિરપેક્ષતા પણ બતાવે છે કે જો તું નિમિત્તનું લક્ષ છોડીને, સ્વતરફ વળ અને આત્માને
સમજ તો જ તેં જ્ઞાનીની વાત સાંભળી કહેવાય. પૂર્વે એકલા નિમિત્તના લક્ષે જ સાંભળ્‌યું પણ સ્વભાવ તરફ ન
વળ્‌યો તેથી તે શ્રવણને ખરેખરા શ્રવણ તરીકે આચાર્યદેવે સ્વીકાર્યું નથી. એ રીતે નિમિત્તની ઉપેક્ષા કરીને
સ્વભાવ તરફ ન વળ્‌યો તેને માટે તો જ્ઞાનીની વાણી નિમિત્ત પણ ન કહેવાણી. જ્યારે નિમિત્તની અપેક્ષા

PDF/HTML Page 6 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૪૫ :
છોડીને, નિરપેક્ષ સ્વભાવ તરફ વળ્‌યો ત્યારે જ નિમિત્તને યથાર્થ નિમિત્ત કહેવાયું, અને ત્યારે જ ‘જીવે જ્ઞાની
પાસેથી આત્માની વાત સાંભળી’ એમ કહેવાયું. એટલે નિમિત્તની નિરપેક્ષતા થઈ તો નિમિત્તની સાપેક્ષતા લાગું
પડી. પણ, ‘આચાર્યદેવે અહીં જ્ઞાનીની સેવાની વાત કરી છે માટે આપણે નિમિત્તની ઉપેક્ષા ન કરવી જોઈએ’
એમ માનીને કોઈ એકલી સાપેક્ષતાને જ વળગે અને નિમિત્તથી નિરપેક્ષતા ન કરે તો તે અજ્ઞાની જ રહે છે અને
તેને તો નિમિત્તની સાપેક્ષતા પણ લાગુ પડતી નથી. હે જીવ! આત્મા સમજવામાં જ્ઞાનીની દેશના જ નિમિત્તરૂપ
હોય છે એ ખરૂં, પરંતુ નિમિત્તથી નિરપેક્ષ થઈને જો સ્વભાવને ન સમજ્યો તો તારે માટે જ્ઞાની નિમિત્ત પણ
નથી કહેવાતા. કેમકે જ્ઞાનીની વાણી તો નિમિત્ત વગેરે પરનો આશ્રય છોડીને અભેદ જ્ઞાનસ્વભાવ તરફ વળવાનું
કહે છે. તેને બદલે જો તું નિમિત્તનું લક્ષ કરીને જ રોકાઈ ગયો તો તને જ્ઞાનીની વાણી ધર્મનું નિમિત્ત ન થઈ.
ઉપાદાન જાગ્યા વગર નિમિત્ત કોનું? –નિમિત્તથી નિરપેક્ષતારૂપ નિશ્ચયભાવ પ્રગટ્યા વગર નિમિત્તની
સાપેક્ષતારૂપ વ્યવહાર કોને લાગુ પાડવો? નિમિત્તનો એવો અનેકાંત છે કે નિમિત્તથી નિરપેક્ષ થાય ત્યારે
નિમિત્તની સાપેક્ષતા લાગુ પડે. એને બદલે કોઈ જીવ નિમિત્તની એકલી સાપેક્ષતાને જ માને પણ નિમિત્તથી
નિરપેક્ષતા ન માને તો તેની માન્યતા એકાંતરૂપ છે.
આ ચોથી ગાથામાં “જીવને પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અને બીજા આત્માને જાણનારાઓની
સંગતિ–સેવા–ઉપાસના નહિ કરી હોવાથી (ભિન્ન આત્માનું એકપણું) નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી
કદી પરિચયમાં આવ્યું અને નથી કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી” –આમ
કહીને શ્રી આચાર્યદેવે જ્ઞાનીની સેવારૂપ નિમિત્તનું કથંચિત્ સાપેક્ષપણું જણાવ્યું છે. તેમજ સાથે સાથે દેશનાલબ્ધિ
પણ સિદ્ધ કરી છે. પરંતુ શ્રી આચાર્યદેવના આશયને નહિ સમજનારા અજ્ઞાનીઓ આ ગાથામાંથી એકલો
નિમિત્તની સાપેક્ષાતાનો જ અર્થ કાઢે છે, ને નિમિત્તની નિરપેક્ષતાની જે વાત શ્રી આચાર્યદેવે બતાવી છે તે
વાતને છોડી દે છે. નિમિત્તની નિરપેક્ષતાની વાત નિમિત્તાધીન દ્રષ્ટિવાળાને બેસતી નથી. શ્રી આચાર્યદેવે આ
ગાથમાં તો નિમિત્તની સાપેક્ષતા અને નિરપેક્ષતા બંને બતાવ્યા છે; અને “નિમિત્તથી નિરપેક્ષતા પ્રગટ કરે
ત્યારે તેની સાપેક્ષતા લાગુ પડે”–એવો મહા સિદ્ધાંત મૂકી દીધો છે. સાક્ષાત્ તીર્થંકર ભગવાનના સમવસરણમાં
જઈને તેમની દિવ્યવાણી પૂર્વે સાંભળી, છતાં આચાર્યદેવ તો કહે છે કે ‘પરથી ભિન્ન આત્માની વાત કદી
સાંભળી નથી,’–આનો આશય શું?–આનો આશય એ છે કે અનંતવાર નિમિત્ત મળવા છતાં પોતે તેનાથી
નિરપેક્ષતા પ્રગટ ન કરી અને પોતે આત્મસ્વભાવને ન સમજ્યો તેથી તેને માટે તે શ્રવણ નિમિત્ત પણ ન થયું.
માટે તેણે ‘આત્મસ્વભાવની વાત સાંભળી જ નથી’ એમ આચાર્યદેવે કહ્યું છે. એ કથનમાંથી જ, નિમિત્તની
ઉપેક્ષા કરીને સ્વભાવ તરફ વળવાનું આચાર્યદેવ કહે છે–એવો આશય નીકળે છે.
અહીં આચાર્યદેવે જ્ઞાનીને અને જ્ઞાનીની વાણીને ધર્મના નિમિત્ત તરીકે સ્વીકાર્યા છે, માત્ર રાગના
નિમિત્ત તરીકે સ્વીકાર્યા નથી. તેથી જેણે સ્વભાવસન્મુખ થઈને પોતામાં ધર્મભાવ પ્રગટ ન કર્યો તેને નિમિત્ત
સાથે નૈમિત્તિકભાવનો મેળ ન થયો, એટલે નિમિત્તને નિમિત્ત પણ ન કહેવાયું.
–શ્રી સમયસાર ગા. ૪ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૬, અષાડ સુદ ૨.
: અમદાવાદ :
અહીં હંમેશાં સવારે ૮ા થી ૯ા પતાસાની પોળમાં આવેલા શ્રી દિ. જૈનમંદિરમાં વાંચન થાય છે અને દર
રવિવારે સાડા નવથી પૂજા થાય છે. આ વખતે દસલક્ષણધર્મ આનંદથી ઊજવાયા હતા. બે બેનોએ દસ–દસ
ઉપવાસ કરી દસલક્ષણપર્વનું આરાધન કર્યું હતું. અને તેનો ઉદ્યાપન–ઉત્સવ ભાદરવા સુદ ૧૪ના રોજ
મહાઅભિષેક સહિત થયો હતો. ભાદરવા વદ એકમના દિવસે શ્રી જૈનધર્મની પ્રભાવનાનો વરઘોડો નીકળ્‌યો
હતો; તેમાં પાલખીમાં શ્રી જિનેન્દ્રદેવ અને હાથી ઉપર શ્રી સમયસારને પધરાવ્યા હતા, અને હજાર લગભગ
મુમુક્ષુઓ સહિત મુખ્ય બજારોમાં ફર્યો હતો. તે વખતે ભક્તિનો ઘણો ઉલ્લાસ જણાતો હતો. અહીં હંમેશાં વાંચન
થાય છે.
અમદાવાદના ગ્રાહકોને–અમદાવાદના આત્મધર્મના જે ગ્રાહકોને પોતાનું ‘ભેદ વિજ્ઞાનસાર’ ભેટપુસ્તક ન
મળ્‌યું હોય તેમણે નીચેના સ્થળેથી લઈ જવા વિનંતિ છે: ‘તનખા બ્રધર્સ’ ઠે : માણેકચોક.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૪૬ : : આત્મધર્મ : ૮૪
* એકત્વસ્વભાવ અને દ્વૈતભાવ *
(૧) એકવાર પણ આત્મભાન કરે તો...
આત્મા જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો પદાર્થ છે, તે દેહાદિથી જુદો છે. તે આત્મસ્વભાવનું ભાન કરીને તેમાં
એકાગ્રતા દ્વારા રાગ–દ્વેષ ટાળીને વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ કરીને જે અરિહંત ભગવાન થયા, તેમની
વાણીમાં એમ ઉપદેશ આવ્યો કે, આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જેવો સિદ્ધભગવાનનો સ્વભાવ છે તેવો જ દરેક
આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવનું ભાન ભૂલીને અજ્ઞાન અને રાગ–દ્વેષમાં રોકાવું થાય છે તે જ સંસાર છે.
આત્માનો મૂળસ્વભાવ અનાદિઅનંત પવિત્ર શુદ્ધ હોવા છતાં જીવે તેનું ભાન કર્યું નથી તેથી પર્યાયમાં થતા
વિકારને પોતાનું સ્વરૂપ માનીને ભવભ્રમણમાં રખડે છે. જો સત્સમાગમે યથાર્થ શ્રવણ કરીને એક વાર પણ
આત્મભાન કરે તો આત્મામાં સિદ્ધભગવાન જેવો આનંદ પ્રગટે અને મુક્તિ થયા વિના રહે નહિ. તે આત્મભાન
કેમ થાય? તે વાત અહીં આચાર્યભગવાન બતાવે છે.
(૨) ભ્રાંતિ અને આત્મભાન
ભાઈ, તારો આત્મા આનંદસ્વભાવી છે, તે જ્ઞાતા–સાક્ષીસ્વરૂપ છે. પરમાં કાંઈ કરવાનો તેનો સ્વભાવ
નથી તેમ જ પરમાં રાગ દ્વેષ કરવાનો પણ તેનો સ્વભાવ નથી. તેને બદલે હું પરને ફેરવું ને પરમાંથી સુખ લઉં–
એવી જે અજ્ઞાનીની બુદ્ધિ છે તે ભ્રાંતિ છે. અવસ્થામાં તે ભ્રાંતિ હોવા છતાં આત્માનો સ્વભાવ જ્ઞાયકમૂર્તિ શાંત
આનંદકંદ છે, તેનો કદી નાશ થતો નથી. આત્મા અનાદિઅનંત છે, તેની શરૂઆત નથી ને નાશ પણ નથી. તેનો
કાયમી એકરૂપ રહેનાર સ્વભાવ શું છે? તે ઓળખવો જોઈએ. અવસ્થામાં જે રાગ–દ્વેષાદિ ભાવો છે તે તો નવા
થાય છે, આત્મા કાંઈ નવો થતો નથી; માટે તે રાગ–દ્વેષાદિ ભાવો કે શરીર–મન–વાણી તે આત્માનો સ્વભાવ
નથી, પણ રાગરહિત, શરીરરહિત કાયમ જ્ઞાનાનંદસ્વભાવ છે, તે સ્વભાવના ભાનથી ભ્રાંતિ ટળે છે ને શુદ્ધતા
પ્રગટે છે.
(૩) ઈચ્છાનું નિરર્થકપણું
શરીરમાં રોગ થાય તેને ટાળવાની જીવ ઈચ્છા કરે છે, પણ રોગને તે ટાળી શકતો નથી. ઈચ્છા શરીરમાં
પણ કામ કરતી નથી. શરીર પોતાનું નથી, તેમ જ ઈચ્છા પણ પોતાનું સ્વરૂપ નથી, માટે ઈચ્છા નિરર્થક છે,
આત્માના સ્વભાવમાં તે કાંઈ લાભ કરતી નથી તેમજ પરમાં પણ તે કાંઈ કાર્ય કરતી નથી. આત્માનો સ્વભાવ
તો જાણવા–દેખવાનો છે, ઈચ્છા થાય તે આત્માનો સ્વભાવ નથી. આમ ઈચ્છાને અને આત્મસ્વભાવને ભિન્ન
ભિન્ન જાણીને સ્વભાવના આશ્રયે રહેતાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. એકરૂપ આત્મસ્વભાવમાં વિકારની
ઉત્પત્તિ થાય તે દ્વૈતભાવ છે, તે વિકારના આશ્રયે વિકારની ઉત્પત્તિ થાય છે. તે વાત શ્રી આચાર્યદેવ આ
ગાથામાં કહે છે–
(૪) અદ્વૈતસ્વભાવ અને દ્વૈતભાવ
द्वैततोद्वैतमद्वैतादद्वैतं खलु जायते।
लोहाल्लोहमयं पात्रं हेम्नोहेममयं यथा।।३१।।
જેવી રીતે લોઢામાંથી લોઢામય પાત્રની ઉત્પત્તિ થાય છે તથા સુવર્ણમાંથી સુવર્ણમય પાત્રની ઉત્પત્તિ થાય
છે, તેવી રીતે આત્મામાં અદ્વૈતના આશ્રયે ખરેખર અદ્વૈતની ઉત્પત્તિ થાય છે, અને દ્વૈતના આશ્રયે દ્વૈતની ઉત્પત્તિ
થાય છે.
‘બધું થઈને એક આત્મા જ છે, આત્મા સિવાય બીજું કાંઈ જગતમાં છે જ નહિ’ –એમ અહીં અદ્વૈતનો
અર્થ ન સમજવો. જગતમાં જીવ, અજીવ આદિ ભિન્ન ભિન્ન તત્ત્વો છે. વિકાર અને ભેદરહિત આત્માનો પરથી
ભિન્ન જે એકરૂપ સ્વભાવ છે તે અદ્વૈત છે, તે સ્વભાવના આશ્રયે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે, તે નિર્મળ
પર્યાય આત્મામાં જ અભેદ થાય છે તેથી તે અદ્વૈત છે. માટે કહ્યું કે અદ્વૈતના આશ્રયે અદ્વૈતની ઉત્પત્તિ થાય છે.
પર પદાર્થો અને વિકારી ભાવો તે આત્માનું દ્વૈત છે, તેના આશ્રયે દ્વૈતની એટલે વિકારની ઉત્પત્તિ થાય છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૪૭ :
(પ) અદ્વૈત જ્ઞાયકસ્વભાવ; અને ઈચ્છાની કાર્યમર્યાદા
આત્માના એકરૂપ જ્ઞાનસ્વભાવમાં કાંઈ ઈચ્છા થાય તે દ્વૈત છે. એક આત્માને પોતાના સ્વભાવ સિવાય
પરના સંગે જે ભાવો થાય તે બધા દ્વૈતભાવ એટલે વિકારભાવ છે. આત્માનો જાણવાનો સ્વભાવ છે પણ
પદાર્થોમાં કાંઈ ફેરફાર કરવાનો આત્માનો સ્વભાવ નથી. પ્રતિકૂળ સંયોગોને દૂર કરવા ને અનુકૂળ સંયોગોની
પ્રાપ્તિ કરવી–તે ઈચ્છાનું કાર્ય નથી. ઈચ્છા થાય તે જ્ઞાનસ્વભાવથી અન્ય છે એટલે દ્વૈત છે. ઈચ્છા થવા છતાં એમ
જાણવું જોઈએ કે આ ઈચ્છા મારું સ્વરૂપ નથી તેમ જ તે ઈચ્છાને લીધે પરનાં કાર્ય થતાં નથી. એમ જો ઈચ્છાને
અને આત્માને ભિન્ન ઓળખીને, ઈચ્છા–રહિત એકલા આત્માનો અશ્રય કરે તો તે અદ્વૈતના આશ્રયે
અદ્વૈતભાવની–શુદ્ધ પર્યાયની–ઉત્પત્તિ થાય છે. નિર્મળ પર્યાયમાં શુદ્ધતાની તારતમ્યતાના અનેક પ્રકારો પડતા
હોવા છતાં, દરેક પર્યાય એકત્વ સ્વભાવમાં જ અભેદ થાય છે તે અપેક્ષાએ તેમાં અદ્વૈતપણું છે. કોઈ પર્યાય
અભેદ સ્વભાવનો આશ્રય છોડતી નથી પણ અભેદના આશ્રયે દ્રવ્ય–પર્યાયની એકતા જ થાય છે, તેથી તેને
અદ્વૈત કહ્યું છે. પરના આશ્રયે કે પર્યાયના આશ્રયે રાગની ઉત્પત્તિ થાય છે અને દ્રવ્ય–પર્યાયમાં ભેદ પડે છે માટે
તે દ્વૈત છે. જગતના પદાર્થોથી તો આત્મા જુદો જ છે. છતાં પર સાથે પોતાને અદ્વૈત માને–પરનું હું કરું એમ
માને–તે તો સ્થૂળ અજ્ઞાન છે. અહીં તો એક આત્મામાં જ દ્વૈત અને અદ્વૈતની વાત છે. રાગ–દ્વેષાદિ ભાવો થાય તે
આત્માના સ્વભાવથી દ્વૈત છે–અન્ય છે. તે રાગાદિથી આત્માને લાભ માનવો એટલે કે રાગાદિ ભાવો સાથે
આત્માને અદ્વૈત માનવો તે પણ મિથ્યાત્વ છે. વિકારરહિત તેમજ અવસ્થાના રંગ–ભેદ રહિત ત્રિકાળ એકરૂપ
જ્ઞાયકસ્વભાવ છે તે અદ્વૈત છે, તેની ઓળખાણ કરીને તેનો આશ્રય કરતાં નિર્મળ વીતરાગભાવ પ્રગટે છે, તેનું
નામ ધર્મ છે.
(૬) જ્ઞાન, ઈચ્છા, અને શરીરની ક્રિયા–એ ત્રણેનું જુદાપણું
આત્મા જ્ઞાયક છે. જ્ઞાતા આત્મા તો પદાર્થોનો જાણનાર છે; તે જ્ઞાતાસ્વભાવને બદલે અજ્ઞાની જીવ
ઈચ્છાને સાર્થક માને છે. ઈચ્છાથી મને લાભ થાય અને ઈચ્છાથી પરમાં ફેરફાર કરી દઉં, –એ માન્યતા મિથ્યા છે.
અજ્ઞાની જીવ, આત્માના એકલા–અદ્વૈત–જ્ઞાનસ્વભાવને ન માનતાં, જ્ઞાન અને ઈચ્છાને એકરૂપ માનીને દ્વૈત
એટલે કે વિકારભાવની ઉત્પત્તિ કરે છે. પોતાનો જ્ઞાન અને સુખ સ્વભાવ છે તેને જાણે તો ઈચ્છાને પોતાનું
સ્વરૂપ માને નહિ એટલે ઈચ્છામાં ને પરમાં સુખ માને નહિ. જીવ અનાદિકાળથી સંસારમાં રખડે છે પણ પરથી
ભિન્ન પોતાના એકત્વસ્વભાવને કદી જાણ્યો નથી. જો એકત્વસ્વભાવને જાણે તો પર સંગ–રહિત એકત્વદશા–
મુક્તિ–પ્રગટ થયા વગર રહે નહીં.
ઈચ્છાને આત્માની માન્યા વગર તેનાથી લાભ માને નહિ. ઈચ્છાથી આત્માનું કાર્ય થવાનું જે માને તેણે
આત્માના એક જ્ઞાનસ્વભાવને ન માન્યો, પણ ઈચ્છાને પોતાનું સ્વરૂપ માનીને આત્માના સ્વભાવને દ્વૈતરૂપ માન્યો.
એટલે તેને વિકારથી જુદો પડીને નિર્મળ અવસ્થા થતી નથી. જડની અવસ્થા સ્વતંત્રપણે થાય છે, તેમાં આત્માની
ઈચ્છા કામ કરતી નથી. ઈચ્છા અનુસાર શરીરની નિરોગતા ક્યારેક રહે તો તે પણ આત્માની ઈચ્છાને કારણે થયું
નથી. ઈચ્છાને નિરર્થક ન જાણે ત્યાં સુધી ઈચ્છાથી ભિન્ન જ્ઞાનસ્વભાવને માને નહિ અને જ્ઞાન સાચું થાય નહીં. જેણે
ઈચ્છાને પોતાની માની તેણે જ્ઞાનસ્વભાવી એકલા આત્માને દ્વૈતરૂપે માન્યો છે, તે મિથ્યા માન્યતા છે, તેમાંથી
સંસારની ઉત્પત્તિ થાય છે. આત્માનો અખંડ ચૈતન્યસ્વભાવ છે, પરથી ભિન્ન અને સ્વભાવથી એકરૂપ એવા
એકત્વસ્વભાવની જો શ્રદ્ધા કરે તો સંસારથી છૂટીને જીવ એકલો–મુક્ત થયા વિના રહે નહીં.
આત્માના જ્ઞાનસ્વભાવમાં ઈચ્છા નથી. ઈચ્છા તે વિકૃતિ છે, આકુળતા છે. મોક્ષની ઈચ્છા તે પણ વિકાર
છે. જગતમાં જે કોઈ ઈચ્છા છે તે દુઃખરૂપ છે; આવું જેને ભાન નથી તે સ્વભાવની એકતા છોડીને, ‘ઈચ્છાથી
લાભ માને છે, તેને દ્વૈતસ્વભાવની–રાગદ્વૈષની ઉત્પત્તિ થાય છે.
મોટા આંકડિયા – પર્યૂષણ પર્વ આનંદ ઔર ઉત્સાહ પૂર્વક સમાપ્ત હુઆ. સવેરે ૭ાા સે ૯ાા તક
જિનેન્દ્ર–ભગવાનકી પૂજા, એવં શાસ્ત્રસ્વાધ્યાય, ઔર સાયંકાલ ભગવાનકી આરતી તથા ભક્તિ હોતી થી.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૪૮ : : આત્મધર્મ : ૮૪
(૭) સુખ અને દુઃખ
આત્મા પોતે સ્વભાવથી સુખરૂપ છે, કોઈ બાહ્ય સંયોગમાંથી તેનું સુખ આવતું નથી. જીવના પોતાના
સ્વભાવમાં દુઃખ નથી તેમ જ સંયોગમાં પણ દુઃખ નથી, પણ સ્વભાવને ચૂકીને પર વસ્તુઓના લક્ષે પોતાની
અવસ્થામાં દુઃખ ઊભું કર્યું છે. પરમાં મારું સુખ છે એવી કલ્પના જીવને સ્વતંત્ર સુખરૂપ થવા દેતી નથી.
(૮) આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ
કાચા ચણામાં મીઠાસ ભરી છે તે તેને સેકતાં પ્રગટે છે; તે મીઠાસ તેના સ્વભાવમાંથી જ પ્રગટી છે, કોઈ
સંયોગમાંથી આવી નથી. જેમ કાચા ચણાનો સ્વાદ તૂરો લાગે છે અને વાવતાં તે ઊગે છે. પણ તેને સેકતાં
મીઠાસ પ્રગટે છે અને તે ઊગતો નથી. તેમ આત્માનો આનંદ–સ્વભાવ છે, તેમાં તૂરાશ નથી. અવસ્થાની
કચાસથી તૂરાશ એટલે કે દુઃખ છે, અને તે જન્મ–મરણરૂપી સંસારમાં ઊગે છે. જો અવસ્થામાં તે દુઃખ ન હોય તો
સ્વભાવનું ભાન અને એકાગ્રતા કરીને તે ટાળવાનું રહેતું નથી. અવસ્થામાં કચાસ હોવા છતાં, શક્તિરૂપે જ્ઞાન
અને આનંદથી ભરપૂર છે–એવું ભાન કરીને તેમાં એકાગ્ર થાય તો પર્યાયમાં જ્ઞાન અને આનંદ વ્યક્ત થાય,
એટલે આત્માને દુઃખ રહે નહિ અને જન્મમરણમાં તે ફરીથી ઊગે નહીં. પોતાના જ્ઞાતાસ્વભાવમાં આનંદ છે તેને
ભૂલીને પરને લીધે મારામાં આનંદ છે–એમ માન્યું છે, તે માન્યતા જ તેને પરાશ્રયભાવથી છૂટીને સ્વતંત્ર
આનંદરૂપ થવા દેતી નથી. સિદ્ધ ભગવાનને તેમજ અરિહંત ભગવાનને જે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ પ્રગટ્યા
છે તે આત્માની શક્તિમાંથી જ પ્રગટ્યા છે, અને દરેક આત્મામાં તેવી શક્તિ વિદ્યમાન છે. જો સ્વભાવમાં જ
શક્તિ ન હોય તો કરોડો ઉપાયો કરવાથી પણ બાહ્ય સંયોગમાંથી તે આવે નહીં. અને સ્વભાવમાં જ જે શક્તિ છે
તે પ્રગટવા માટે બાહ્ય સંયોગની અપેક્ષા રાખતી નથી, પણ સ્વભાવના જ આશ્રયે પ્રગટે છે.
(૯) સંસારના મૂળિયાં ઉખેડવાની વાત
આત્મા જ્ઞાન–અમૃતની મૂર્તિ છે; તેને સમજ્યા વિના સંસારનાં મૂળ ઊખડશે નહિ. મિથ્યાત્વ તે સંસારનું
મૂળ છે; તે મિથ્યાત્વરૂપી મૂળીયાને ઊખેડયા વગર પુણ્યભાવ કરીને સ્વર્ગમાં જાય તોય સંસાર ઊભો જ
રહેવાનો છે. રાગ–દ્વેષ તદ્ન ટળી ગયા પહેલાંં આત્માના પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ અને જ્ઞાન કરીને સંસારના
મૂળિયાને ઉખેડવાની આ વાત છે. આવી સ્વભાવની દ્રષ્ટિ અને આવું જ્ઞાન કર્યા વગર કોઈને કદી રાગ–દ્વેષ
ટળતા નથી ને મુક્તિ થતી નથી. પરંતુ તેને ક્ષણે ક્ષણે અધર્મ થાય છે.
(૧૦) સ્વભાવબુદ્ધિ અને સંયોગબુદ્ધિ
અહીં આચાર્યભગવાન એમ કહે છે કે સ્વભાવબુદ્ધિથી જીવને વીતરાગતાની ઉત્પત્તિ થાય છે અને
સંયોગબુદ્ધિથી વિકારની ઉત્પત્તિ થાય છે. સંયોગથી સ્વભાવ પ્રગટતો નથી. નિમિત્ત તે સંયોગ છે, ને ઉપાદાન તે
સ્વભાવ છે. કર્મ વગેરે કોઈ સંયોગો તે આત્માને આવરણનું કારણ નથી, પણ તે સંયોગમાં પોતાપણાની
મિથ્યાભ્રાંતિ જ આવરણનું કારણ છે. એના એ સંયોગો ઊભા હોવા છતાં જો સ્વભાવની દ્રષ્ટિ કરીને ઠરે તો
વિકાર થતો નથી. જેમ સંયોગો આવરણનું કારણ નથી તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે સંયોગો જીવને મુક્તિનું પણ
કારણ નથી. પોતે પોતાના એકત્વ સ્વભાવને ઓળખીને તેના આશ્રયે ઠરે તો જ મુક્તિ થાય છે.
(૧૧) આત્માનો ત્રિકાળી સ્વભાવ અને એક સમયપુરતી ઈચ્છા
ઈચ્છા તે આત્માનો સ્વભાવ નથી. છતાં અવસ્થામાં એક સમય પૂરતી ઈચ્છાની હયાતી છે. ઈચ્છાનો જો
બિલકુલ અભાવ જ હોય તો સ્વભાવમાં તેનો આરોપ હોઈ શકે નહિ. અવસ્થામાં એક સમયપૂરતી ઈચ્છા છે,
ત્યાં તેને જાણતાં ઈચ્છા તે જ હું–એમ અજ્ઞાનીને તેનો સ્વભાવમાં આરોપ થઈ ગયો છે. આત્માના મૂળ
અનારોપ સ્વભાવમાં ઈચ્છા નથી, તે અનારોપ સ્વભાવને ન જાણ્યો એટલે ઈચ્છામાં આરોપ કરીને ઈચ્છા તે જ
હું એમ અજ્ઞાનીએ માની લીધું છે. ઈચ્છા વગરના એકલા જ્ઞાતા–સ્વભાવની રુચિ થયા વિના કદી દ્વૈત એટલે કે
સંસાર ટળતો નથી ને મુક્તિની લાયકાત તેને પ્રગટતી નથી.
(૧૨) ધર્મ અને અધર્મ
આત્માનો કાયમી સત્ એકરૂપ સ્વભાવ શું છે તેની આ વાત છે. ચૈતન્યસ્વભાવી આત્મા જ્ઞાનસ્વભાવે
રહે તે ધર્મ છે અને વિકારપણે થાય તે અધર્મ છે. ધર્મની શરૂઆત સત્સ્વભાવ જેમ છે તેમ સમજવાથી થાય છે.
જે સત્સ્વરૂપ છે તેને બદલે પરના આશ્રયે લાભ થાય એમ માને છે તેને ધર્મ થતો નથી. ઈચ્છા વિકાર છે, શુભ
ઈચ્છાથી ધર્મનો લાભ થાય એમ માને તો વિકાર

PDF/HTML Page 10 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૪૯ :
કારણ અને નિર્વિકારી કાર્ય–એમ થયું; તે મિથ્યા માન્યતા છે.
(૧૩) જેની મુખ્યતા તેની ઉત્પત્તિ
લોકો ‘હું આત્મા નવો થયો’ એમ કહેતા નથી, પણ ‘મને આ ઈચ્છા નવી થઈ’ એમ કહે છે, કેમ કે
ઈચ્છા તે સ્વભાવમાં નથી. તેની નવી ઉત્પત્તિ થાય છે. શુભ રાગ હોય તો ઠીક–એમ જે માને છે તે જ્ઞાતાને
એકલો શ્રદ્ધામાં લેતો નથી પણ ઈચ્છાને–રાગને આગળ કરીને, રાગ અને આત્માને ભેગા માનીને, દ્વૈતની પ્રતિત
કરે છે, તેને દ્વૈતની એટલે વિકારની ને સંયોગની ઉત્પત્તિ થશે, પણ અસંયોગી–મુક્તિની ઉત્પત્તિ નહિ થાય. હું
એકલો જ્ઞાતા છું, રાગ તે હું નથી–એમ જ્ઞાનસ્વભાવને આગળ કરીને જેણે એકત્વ આત્માની પ્રતીતિ કરી તેને
વિકારની ને પરસંગની ઉત્પત્તિ નહિ થાય, પણ શુદ્ધ અને અસંયોગી મુક્તદશાની ઉત્પત્તિ થશે.
જેમ સોનાનો સ્વભાવ કાદવના સંગ વગર એકલા રહેવાનો છે, તેમાંથી કાદવની ઉત્પત્તિ થતી નથી
તેમજ તેને કાટ લાગતો નથી, ને સોનામાંથી સોનાની જ દશા થાય છે. તેમ આત્માનો જ્ઞાતા સ્વભાવ છે તે કર્મ
વગેરે પરસંગ વગર રહે તેવો તેનો સ્વભાવ છે, ને તેમાંથી વિકારની ઉત્પત્તિ થતી નથી, પણ તે સ્વભાવના
આધારે તો શુદ્ધદશાની જ ઉત્પત્તિ થાય છે. જેણે આવા એકત્વ જ્ઞાતાસ્વભાવની પ્રતીત કરી છે તેને
એકત્વભાવની ઉત્પત્તિ થશે ને વિકારરૂપી કાટ લાગશે નહિ તેમ જ કર્મ વગેરેનો સંયોગ પણ તેને નહિ થાય.
જેમ લોઢામાંથી લોઢાની દશાઓ જ થાય છે અને કાદવના સંગે તેને કાટ લાગે એવી તેની યોગ્યતા છે, તેમ
અજ્ઞાની જીવ વિકાર તે જ હું–એમ માને છે, તેને તે અજ્ઞાનભાવમાંથી વિકારની જ ઉત્પત્તિ થાય છે, અને તેને
કર્મ વગેરેનો સંયોગ ટળતો નથી.
(૧૪) કલ્યાણનો પંથ
ભગવાન કહે છે કે જેણે એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું, આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય છે;
આત્માના અસંયોગી જ્ઞાનસ્વભાવને જાણ્યા વિના વ્રત, દાન વગેરે ગમે તે કરે પણ જીવ કલ્યાણના પંથે દોરાતો
નથી. પોતાના આત્માના એકત્વ સ્વભાવને સત્સમાગમે બરાબર જાણીને પોતાની પર્યાયને સ્વતરફ વાળીને
એકત્વ કરવું–તે જ કલ્યાણનો પંથ છે.
(૧૫) અવસ્થાની યોગ્યતા
અહીં આચાર્યદેવે સોનાનું અને લોઢાનું દ્રષ્ટાંત આપ્યું છે. સોનાનો તેમજ લોઢાનો સ્વભાવ કાટ
લાગવાનો નથી, પણ લોઢામાં કાટની વર્તમાન યોગ્યતા છે, સોનામાં કાટની યોગ્યતા પણ નથી; તેમ જ્ઞાની કે
અજ્ઞાની કોઈના સ્વભાવમાં વિકાર નથી; પરંતુ અજ્ઞાનીને વર્તમાન અવસ્થામાં સ્વભાવને ચૂકીને પરાશ્રયભાવે
વિકારની લાયકાત છે. જ્ઞાનીએ અભેદ સ્વભાવના આશ્રયે તે અવસ્થાના વિકારની યોગ્યતાનો પણ નાશ કર્યો છે.
(૧૬) ઊંધા રસ્તે અથાગ પ્રયત્ન
આત્માનો સ્વભાવ શું છે તે તરફ જે પોતાનું વીર્ય નથી વાળતો, તે પોતાનું વીર્ય વિકાર તરફ વાળીને
પરનું હું કરું–એમ મિથ્યા અભિમાન કરીને ત્રિકાળી જ્ઞાતા–સ્વભાવની શ્રદ્ધા છોડી દે છે; તે અથાગ પ્રયત્ન કરે
તોય તેનું ફળ સવળું આવે નહીં. તેનો પ્રયત્ન જ વિપરીત છે. સવળો પુરુષાર્થ કરે તો કાર્ય ન પ્રગટે એમ બને
નહીં. ઊંધા રસ્તે ગમે તેટલું દોડે તોય ધારેલા સ્થાને પહોંચાય નહિ, તેમ ઊંધી માન્યતા રાખીને જીવ ગમે તેટલું
કરે તોયે તેને ધર્મ થાય નહિ.
(૧૭) જ્ઞાની સમજાવે છે કે અરે જીવ! ....
આત્માનો સહજ જ્ઞાતાસ્વભાવ છે; તે પરથી ભિન્ન અને વિકારરહિત છે. એવા સહજ જ્ઞાતાસ્વભાવમાં
જે વિકારથી અને પરથી લાભ માને છે તેને જ્ઞાની સમજાવે છે કે, અરે જીવ! એ માન્યતાને છોડ રે છોડ!
વિકારમાં આત્મબુદ્ધિ તે મિથ્યાત્વ છે, તે ઊંધી આત્મબુદ્ધિને છોડ. વિકારમાં તારો લાભ નથી. વિકાર તો તારા
સહજ–સ્વભાવનો વેરી છે તેનાથી આત્માને લાભ માનવો છોડી દે. વિકાર વડે તું પરવસ્તુને તારી કરવાનું માને
છે પણ પરવસ્તુ કદી તારી થતી નથી. તેં અનાદિથી પરને–શરીરને પોતાનું કરીને રાખવાનો પ્રયત્ન કર્યો–મોહ
કર્યો, પણ એક રજકણ પણ તારો થયો નથી. તેમ જ તે વિકારભાવ પણ તારા સ્વભાવ સાથે કાયમ રહ્યો નથી.
કેમ કે તારી સત્તામાં જે ચીજ નથી તે કદી તારી થાય નહિ. તારી ત્રિકાળી ચૈતન્યસત્તા છે, પણ કદી પોતાની
સત્તાસન્મુખ થઈને તેની સંભાળ તેં કરી નથી. અહો, હું કોણ? એ વાત પાત્ર થઈને સત્સમાગમે સમજવાનાં

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૫૦ : : આત્મધર્મ : ૮૪
ટાણાં આવ્યા ત્યારે સમજતો નથી. કદી અંતરમાં પાત્રતાં લાવીને એ વાતનું શ્રવણ પણ કર્યું નથી. બાપુ!
અનંતકાળે આવા મનુષ્યદેહમાં આવ્યો ને આવા સત્નાં ટાણાં મળ્‌યાં, તે વખતે જો સત્સ્વભાવ સમજવાનો
રસ્તો અંતરમાં નહિ લે તો કોઈ રીતે તારા અવતારનો આરો આવે તેમ નથી.
(૧૮) મુક્તજીવને અવતાર ન હોય
વિકાર આત્માનો સ્વભાવ નથી. એકવાર પણ સ્વભાવનું ભાન કરીને વિકારનો સર્વથા નાશ કરે તો
સિદ્ધદશા પ્રગટે, પછી ફરીથી તે જીવને કદી વિકારની ઉત્પત્તિ થાય નહિ ને તે જીવ સંસારમાં અવતાર ધારણ કરે
નહિ. જુઓ, અત્યારે પણ જીવો વિકારને વધારવા માંગતા નથી પણ વિકારને ઘટાડવા માંગે છે. અને હિંસા,
ચોરી, અબ્રહ્મ વગેરે જે વિકારને ઘટાડયો તેને ફરીથી થવા દેવા માંગતા નથી. તો જેણે બધાય વિકારનો સર્વથા
નાશ કર્યો તેને ફરીથી વિકાર થાય ને અવતાર લ્યે–એમ કદી બને જ નહીં. કેમ કે વિકાર થવાનો આત્માનો
સ્વભાવ નથી. પહેલાંં વિકાર તદ્ન ટળી ગયા પહેલાંં આવું ભાન કરવું જોઈએ. આવા ભાન પછી ક્રમે ક્રમે
વિકાર ટળે છે; આવા ભાન વગર કદી વિકાર ટળતો નથી.
(૧૯) એકત્વ આત્માનું શોભાયમાનપણું
આત્મા પોતાના એકત્વસ્વભાવમાં નિશ્ચલ રહે તે શોભાયમાન છે. આત્માના એકત્વસ્વભાવની વાત
સુંદર છે, ને એકત્વસ્વભાવમાં બંધનની–વિકારની વાત વિખવાદ ઉત્પન્ન કરનારી છે, દુઃખરૂપ છે, એમ
આચાર્યદેવે સમયસારમાં કહ્યું છે. લોકો પણ કહે છે કે ‘બગડે બે. ’ ત્યાં બે–પણાની વ્યાખ્યા શું? એક ત્રિકાળ
જ્ઞાનમય સ્વભાવ અને બીજો વિકાર, એ બંને પરમાર્થે જુદાં છે, વિકાર તે સ્વભાવ નથી ને સ્વભાવમાં વિકાર
નથી, એમ બંને જુદાં હોવા છતાં, તેને જે જુદાં નથી જાણતો પણ સ્વભાવને અને વિકારને એક માને છે, એટલે
બે માં એકપણું માનતાં તેની શ્રદ્ધા બગડે છે; જ્ઞાતાસ્વભાવ એકરૂપ છે તેને ન માનતાં, જ્ઞાનસ્વભાવ પણ હું ને
વિકાર પણ હું–એમ બે પણે માન્યો તે જીવની અવસ્થા મિથ્યાશ્રદ્ધાથી બગડે છે.
(૨૦) દ્વૈતના આશ્રયે દ્વૈતની–વિકારની ઉત્પત્તિ
આત્મા પરથી તો ત્રિકાળ જુદો છે તેમ જ ક્ષણિક પુણ્ય–પાપથી પણ પરમાર્થે જુદો છે, તેની સાથે
આત્માની એકતા માનવી તે તો દ્વૈત અને વિકારની ઉત્પત્તિનું કારણ છે. પરંતુ એક અભેદ આત્મામાં ગુણભેદથી
દ્વૈતની કલ્પના કરવી તે પણ વિકારનું કારણ છે. એક અભેદ આત્મસ્વભાવમાં અનંત ગુણો છે, અનંત ગુણોના
અભેદપિંડમાં ‘હું જ્ઞાન છું, હું દર્શન છું’ ઈત્યાદિ ભેદનો વિકલ્પ તે પણ દ્વૈત છે, તે દ્વૈતના આશ્રયે આત્માને લાભ
થતો નથી. એક આત્મામાં ‘હું જ્ઞાન, હું દર્શન, હું આનંદ’ એવા ત્રણ પ્રકારના રાગમિશ્રિત વિચાર તે દ્વૈત છે,
તેનાથી લાભ માને તે મિથ્યાદ્રષ્ટિ છે,રાગથી લાભ માને તે તો મિથ્યાદ્રષ્ટિ છે, અને અભેદ નિશ્ચયસ્વભાવના
આશ્રયને છોડીને ભેદરૂપ વ્યવહારના આશ્રયે લાભની બુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે; કેમ કે ભેદના આશ્રયે પણ
રાગની જ ઉત્પત્તિ થાય છે. અભેદસ્વભાવની એકતાના આશ્રયે વીતરાગતા થાય છે. અભેદસ્વભાવમાં ગુણ–
ભેદરૂપ દ્વૈતના વિચારની શ્રેણીથી પણ દ્વૈતપણું એટલે રાગની ઉત્પત્તિ થાય છે.
(૨૧)... હવે અંર્તસ્વભાવસન્મુખ થા, ભાઈ!
સત્ ધર્મની શરૂઆત પોતાના પૂર્ણ સ્વભાવના સ્વીકારથી થાય છે, ને પૂર્ણતા પણ તેના જ આશ્રયથી
થાય છે. જુઓ ભાઈ, આ તો આત્માના અંર્તમુખ થવાની વાત છે. અનંતકાળથી બર્હિમુખ થઈને ભટકી રહ્યો
છે. બર્હિમુખભાવ અનંતકાળ કર્યા, હવે અંર્તસ્વભાવસન્મુખ થા ભાઈ! એ વિના બીજો કોઈ ઉપાય શાંતિનો
નથી. અંતરસન્મુખ થઈને સ્વભાવનો આશ્રય કર્યા વિના સમ્યક્ પ્રતીત નહિ થાય; એકત્વસ્વભાવની સમ્યક્
પ્રતીત વગર એકત્વમાં લીનતા નહિ થાય. અને એકત્વસ્વભાવમાં લીનતા વગર એકત્વદશા એટલે કે મુક્તિ
નહિ થાય. જેમ સોનામાંથી સોનાના દાગીનાની ઉત્પત્તિ થાય છે તેમ આત્માના એકત્વની પ્રતીત અને આશ્રયથી
એકત્વની એટલે કે મુક્તિની ઉત્પત્તિ થાય છે. પરથી ભિન્ન એકત્વસ્વભાવ શું છે? એકત્વ કહો કે પરિપૂર્ણ કહો,
કેમ કે એક હોય તે પોતાથી પરિપૂર્ણ જ હોય. –એવા પોતાના સ્વભાવનો અંતરમાં કદી ટચ થયો નથી–પ્રીતિ
જાગી નથી, અને સત્સમાગમે તે સમજવાની દરકાર કરી નથી. સ્વભાવની રુચિ અને પ્રતીત વગર મુક્તિની
શરૂઆત થતી નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવની રુચિ કરવી તે એક જ મુક્તિની શરૂઆતનો ઉપાય છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૫૧ :
જૈન દિપાવલી પૂજન
આખા ભારતવર્ષમાં દિપાવલી પર્વ ઉત્સાહ પૂર્વક ઊજવાય છે; દિપાવલી એ જૈનોનું મહાન્ ધાર્મિક
પર્વ છે, પરંતુ ઘણા જૈન ભાઈઓ, દિપાવલી પર્વ શું છે? તે શા માટે ઊજવાય છે? અને તે કઈ રીતે
ઊજવવું જોઈએ? –તે જાણતા નથી, તેથી જૈનધર્મના એ મહાન ધાર્મિક પર્વના દિવસે જ જૈનધર્મથી
વિરુદ્ધ એવા કુદેવ પૂજનાદિ કાર્યોમાં તેઓ જોડાય છે, અને ગૃહીત મિથ્યાત્વના મોટા પાપનું પોષણ
કરીને, આ અમૂલ્ય અવસરને ગૂમાવી બેસે છે. એવા જીવો દિપાવલી પર્વનો ખરો મહિમા જાણીને
કુદેવપૂજનાદિ પાપકાર્યોથી બચે અને જૈનધર્મની પ્રભાવનાના પંથે વળે તે માટે દિપાવલી પર્વ સંબંધી
સ્પષ્ટતા કરવાની જરૂર છે.
આજથી ૨૪૭૬ વર્ષ પહેલાંં, આપણા શાસનનાયક શ્રી મહાવીર ભગવાન, આસો વદ ચૌદસની
પાછલી રાત્રે (–અમાસના પરોઢીયે) અપૂર્વ સિદ્ધદશાને પામ્યા–નિર્વાણ પામ્યા; અને દેવ–દેવેન્દ્રોએ
આવીને દિવ્ય રત્નમણિના દિપકો વડે સર્વત્ર ઝગમગાટ પ્રસરાવીને ભગવાનની મુક્તિનો મહોત્સવ
ઊજવ્યો. દિપકોના સમૂહ વડે ઊજવાયેલ એ મુક્તિનો મહોત્સવ તે જ દિપાવલી પર્વ તરીકે પ્રસિદ્ધ થયો.
એ રીતે દિપાવલી પર્વ એટલે મહાવીર ભગવાનની મુક્તિનો માંગલિક મહોત્સવ: મુક્તિની ભાવનાવાળા
ભવ્ય જીવો એ પવિત્ર પ્રસંગને સ્મરણભૂમિમાં તાજો કરીને તે પવિત્ર દશા પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કરે છે.
દિપાવલી પર્વ એ ફટાકડા ફોડવાનું, જુગાર રમવાનું કે પૈસાની પૂજા કરવાનું પર્વ નથી પણ તે તો મુક્ત
થયેલા આત્માને યાદ કરીને આત્માની મુક્તિની ભાવના માટેનું વિશિષ્ટ પર્વ છે. અને તે પ્રસંગે ભગવાન
શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણપૂજન કરવું જોઈએ.
–એ ઉપરાંત, જે દિવસે શ્રી મહાવીર ભગવાન મુક્તિ પામ્યા તે જ દિવસે–અમાસની સંધ્યા સમયે
શ્રી ગૌતમ ગણધર કેવળજ્ઞાનરૂપી ચૈતન્યલક્ષ્મી પામ્યા અને દેવ–દેવેન્દ્રોએ મોટો મહોત્સવ કરીને એ
જ્ઞાનલક્ષ્મીનું પૂજન કર્યું. ત્યારથી દિપાવલીપર્વમાં ‘લક્ષ્મીપૂજન’ કરવાની પરંપરા ચાલુ થઈ.
[વળી લોકો શ્રી गणेशाय नमः એમ લખે છે ને ગણેશપૂજન કરે છે, તે ગણેશ બીજું કોઈ નથી
પણ ગૌતમગણધર જ છે. ગણેશ (ગણ+ઈશ) ગણ એટલે મુનિઓનો સમૂહ, તેના ઈશ એટલે સ્વામી,
ગણધરદેવ તે મુનિઓના સમૂહના સ્વામી છે તેથી તે જ ગણેશ છે, ને તે શ્રી ગૌતમગણેશ જ પૂજનીક છે.
માટે
श्री गणेशाय नमः ને સ્થાને श्री गौतमगणेशाय नमः અથવા તો श्री गौतमगणधराय नमः
પ્રમાણે લખવું.]
દિપાવલીનો મંગળ ઉત્સવ નજીક આવે છે. તે દિવસે લક્ષ્મીપૂજન કરવાનો રિવાજ છે. પરંતુ
વર્તમાનમાં તે ‘લક્ષ્મીપૂજનનું ઘણું વિકૃત સ્વરૂપ થઈ ગયું છે. લોકો કેવળજ્ઞાન લક્ષ્મીને ચૂકીને
અજ્ઞાનતાથી ચાંદીના ટુકડારૂપ જડ લક્ષ્મીનું પૂજન કરે છે, ને એ રીતે ધર્મના માંગળિક પ્રસંગે ઊલ્ટા
પાપની પુષ્ટિ કરે છે; તેથી તે સંબંધી પણ પ્રકાશની જરૂર છે.
પ્રથમ તો લક્ષ્મી ખરેખર તેને કહેવાય કે જેનો ભોગવટો આત્મા કરી શકે, અને જેના ભોગવટાથી
આત્માને સુખ થાય. એવી જે કોઈ લક્ષ્મી હોય તે જ પૂજનિક છે. પણ પૈસા–રૂપિયા વગેરે જડ લક્ષ્મીને
પૂજવી યોગ્ય નથી. તેને પુજવાથી મહા પાપ થાય છે. તે લક્ષ્મીને આત્મા ભોગવી શકતો નથી પણ તેને
ભોગવવાની કે મેળવવાની ભાવનાથી પોતે દુઃખી જ થાય છે. માટે એટલું અવશ્ય નક્કી કરવું જોઈએ કે
પૂજવાયોગ્ય જે લક્ષ્મી છે તે આત્મામાં જ છે. એ લક્ષ્મી કઈ છે તે ઓળખવું જોઈએ. આત્માની લક્ષ્મી
આત્માથી જુદી ન હોય. અજીવ લક્ષ્મીનો સ્વામી અજીવ હોય, અજીવનો સ્વામી જીવ ન હોય. જીવ તો
ચૈતન્યસ્વરૂપ છે ને કેવળજ્ઞાન જ તેની અક્ષય–પૂર્ણ લક્ષ્મી છે. જ્ઞાન સિવાય બીજી કોઈ લક્ષ્મીનો સ્વામી
જીવ નથી. પોતાના પૂર્ણ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૫૨ : : આત્મધર્મ : ૮૪
જ્ઞાનભંડારને ઓળખીને સંપૂર્ણ જ્ઞાનલક્ષ્મી પ્રાપ્ત
કરવાની ભાવનાપૂર્વક તે લક્ષ્મીનું પૂજન કરવું તેનું જ
નામ સાચું લક્ષ્મીપૂજન છે.
દિપાવલી પ્રસંગે પૂજનાદિ કઈ રીતે કરવું તેની
વિધિ અહીં આપવામાં આવે છે: તે દિવસે બે પૂજન
કરવાનાં હોય છે. એક તો, શ્રી મહાવીર ભગવાન
નિર્વાણ પામ્યા હોવાથી શ્રી મહાવીર–નિર્વાણ–પૂજન
અને બીજું, શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાનલક્ષ્મી પામ્યા
હોવાથી જ્ઞાનલક્ષ્મી પૂજન.
આ પૂજન માટે (૧) કળશમાં પાણી (૨)
ચંદન (૩) અક્ષત (૪) ચંદનવાળા ચોખા (૫)
ટોપરું (૬) દીપક (૭) ધૂપ અને (૮) બદામ,
શ્રીફળ વગેરે ફળો–એ આઠ પ્રકારમાંથી બને તેટલી
સામગ્રી લેવી. અને સુંદર ઉચ્ચ આસન ઉપર શ્રી
મહાવીર પ્રભુનો ફોટો તેમ જ શ્રી સમયસારજી શાસ્ત્રને
ભક્તિપૂર્વક બિરાજમાન કરીને નમસ્કાર મંત્ર બોલીને
નીચે મુજબ પૂજા કરવી.
શ્રી મહાવીર–નિર્વાણ–પૂજન
[અહીં આપી છે તે પૂજા પૂજનસંગ્રહ પૃ. ૨૭૯.
માં છે. આ સિવાય મહાવીર પ્રભુની બીજી કોઈ પૂજા
પણ કરી શકાય છે.
]
શ્રીમત વીર હરે ભવપીર ભરે સુખસીર અનાકુલતાઈ,
કેહરિ અંક અરિકરદંક નયે હરિ પંકિત મૌલિ સુ આઈ;
મં તુમકો ઇંહ થાપત હૂં પ્રભુ ભક્તિ સમેત હિયે હરખાઈ,
હે કરુણાધનધારક દેવ ઈહાં અબ તિષ્ટહુ શીઘ્ર હી આઈ.
“ હ્રીં શ્રી વર્દ્ધમાનજિનેન્દ્ર અત્ર અવતર અવતર સંવોષટ્ર.
“ હ્રીં શ્રી વર્દ્ધમાનજિનેન્દ્ર અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ: ઠ: સ્થાપનં.
“ હ્રીં શ્રી વર્દ્ધમાનજિનેન્દ્ર અત્ર મમ સન્નિહિતો ભવભવ વષટ્ર.
(૧) ક્ષીરોદધિસમ શુચિનીર કંચનભૃંગ ભરી,
પ્રભુ વેગ હરો ભવપીર યાતેં ધાર કરું;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર જિનેન્દ્ર
ચરણ–કમલ પૂજનાર્થે, જન્મજરામૃત્યુવિનાશનાય જલં
નિર્વ
સ્વાહા.
(૨) મલયાગિરિ ચંદન સાર કેસર સંગ ઘસી,
પ્રભુ ભવઆતાપ નિવાર પૂજત હિય ઉલસી;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર જિનેન્દ્ર
ચરણકમલ પૂજનાર્થે, સંસારતાપ વિનાશનાય ચંદનં
નિર્વ
સ્વાહા.
(૩) તંદુલ સ્રિત શશિસમ શુદ્ધ લીનો થાલ ભરી,
તસુ પુંજ ધરી અવિરુદ્ધ, પાઉં શિવનગરી;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અક્ષયપદ પ્રાપ્તયે અક્ષતં
નિર્વ
સ્વાહા.
(૪) સુરતરું કે સુમન સમેત સુમન સુમનપ્યારે,
સો મનમથભંજન હેત પૂજું પદ થારે;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજાનાર્થે, કામબાણવિધ્વંસનાય
પુષ્પં નિર્વર્
સ્વાહા.
(૫) રસ રજ્જત સજ્જત સદ્ય મજ્જત થાલ ભરી,
પદ જજ્જત રજ્જત અદ્ય ભજ્જત ભૂખ અરિ;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, ક્ષુધારોગવિનાશનાય
નૈવૈદ્યં નિર્વ
સ્વાહા.
(૬) તમખંડિત મંડિત નેહ દીપક જોવત હૂં,
તુમ ૫દતર હે સુખગેહ ભ્રમતમ ખોવત હૂં;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, મોહ–અંધકારવિનાશનાય
દીપં નિર્વ
સ્વાહા.
(૭) હરિ ચંદન અગર કપૂર ચૂર સુગંધ કરા;
તુમ પદતર ખેવત ભૂરિ આઠોં કર્મ જરા;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અષ્ટકર્મદહનાય ધૂપં
નિર્વ
સ્વાહા.
(૮) ઋતુ ફલ કલવર્જિત લાય કંચન થાલ ભરી,
શિવફલ હિત હે જિનરાય તુમ ઢિંગ ભેટ ધરૂં;
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હોં,
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, મોક્ષફલપ્રાપ્તયે ફલં
નિર્વ
સ્વાહા.
જલ ફલ વસુ સજિ હેમ થાલ તનમન મોદ ધરૂં,
ગુણ ગાઉં ભવોદધિતાર, પૂજત પાપ હરું;

PDF/HTML Page 14 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૫૩ :
શ્રી વીર મહા અતિવીર સન્મતિ નાયક હો.
જય વર્દ્ધમાન ગુણધીર સન્મતિ દાયક હો.
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રી મહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અનર્ધ્યપદ પ્રાપ્તયે અર્ધ્ય
નિર્વ
સ્વાહા.
મહાવીર પ્રભુના પંચકલ્યાણક
મોહિ રાખો હે શરના શ્રી વર્દ્ધમાન જિનરાય જી...
મોહિ ગરભ સાઢ સિત છઠ્ઠ લિયો તિથિ ત્રિશલા ઉર
અઘહરના, સુરસુરપતિ તિત સેવ કરી નિત, મૈં પૂજું
ભવતરના... મોહિ
“ હીં અષાઢ સુદ છઠ્ઠ દિને ગર્ભકલ્યાણક પ્રાપ્ત
શ્રી મહાવીર જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અર્ધ્ય
નિર્વ
સ્વાહા.
જનમ ચૈત સિત તેરસ કે દિન કુંડલપુર કનવરના,
સુરગિર સુરગુરુ પૂજ રચાયો, મૈં પૂજું ભવહરના... મોહિ
“ હીં ચૈત્ર સુદ તેરસ દિને જન્મકલ્યાણક પ્રાપ્ત
શ્રી મહાવીર જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અર્ધ્યં
નિર્વ
સ્વાહા.
કાર્તિક કૃષ્ણ મનોહર દસમી, તા દિન તપ આચરના,
નૃપકુમાર ઘર પારણ કીનોં, મૈં પૂજું તુમ ચરના... મોહિ
“ હીં કારતક વદ દસમ દિને
જ્ઞાનકલ્યાણકપ્રાપ્ત શ્રી મહાવીર જિનેન્દ્ર ચરણકમલ
પૂજનાર્થે, અર્ધ્યં નિર્વ
સ્વાહા.
શુક્લ દસૈં વૈશાખ દિવસ અરિ ઘાતચતુર ક્ષય કરના,
કેવલલહિ ભવિ ભવસર તારે જ્જું ચરણ ગુણભરના... મોહિ
“ હીં વૈશાખ સુદ દસમ દિને જ્ઞાનકલ્યાણક
પ્રાપ્ત શ્રી મહાવીર જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અર્ધ્યં
નિર્વ
સ્વાહા.
આશ્વિન શ્યામ અમાવસ શિવતિય, પાવાપુર તૈં વરના,
ઈન્દ્ર–નરેંદ્ર જ્જેં તિત બહુવિધિ, મૈં પૂજું ભયહરના... મોહિ
“ હીં આસો વદ અમાસ દિને
જ્ઞાનકલ્યાણકપ્રાપ્ત શ્રી મહાવીર જિનેન્દ્ર ચરણકમલ
પૂજનાર્થે, અર્ધ્યં નિર્વ
સ્વાહા.
–જયમાલા– (હરિગીત)
ગનધર અશનિધર ચક્રધર હરધર ગદાધર વરવદા,
અરુ ચાપધર વિદ્યાસુધર તિરશૂલધર સેવેં સદા;
દુઃખહરન આનંદભરન તારન–તરન ચરન રસાલ હૈ,
સકુમાલ ગુનમનિમાલ ઉન્નત ભાલકી જયમાલ હૈ.
(ત્રિભંગી)
જય ત્રિશલાનંદન હરિકૃતવંદન જગદાનંદન ચંદ્રવરં,
ભવતાપનિકંદન તનકનમંદન રહિતસપંદન, નયનધરં;
શ્રી વીરજિનેશા નમિત સુરેશા નાગનરેશા ભક્તિભરા,
‘જિનભક્ત’ ધ્યાવૈ વિઘ્ન નશાવે વાંછિત પાવૈ શર્મ વરા.
(વધારે જયમાલા બોલવી હોય તો પૂજાસંગ્રહ
પૃ. ૨૮૪ થી ૨૮૭ માંથી બોલવી.)
“ હીં શ્રી નિર્વાણપ્રાપ્ત ભગવાન શ્રીમહાવીર
જિનેન્દ્ર ચરણકમલ પૂજનાર્થે, અનર્ધ્યપદ પ્રાપ્તયે
મહાઅર્ધ્યં નિર્વ
સ્વાહા.
જ્ઞાનલક્ષ્મી (–સરસ્વતી) પૂજન
[જ્ઞાનલક્ષ્મીનું બીજું નામ સરસ્વતી પણ છે;
ભગવાનની વાણી તે ઉત્તમ દ્રવ્યશ્રુત છે, ને તેને પણ
સરસ્વતી કહેવાય છે. જ્ઞાનપૂજા તરીકે તેનું પૂજન
કરવામાં આવે છે......... અહીં જે પૂજા આપી છે તે
પુજાસંગ્રહ પૃ. ૪૫ માંથી આપી છે. એ સિવાય બીજી
કોઈ સરસ્વતી પૂજા પણ કરી શકાય છે.
]
મોક્ષમાર્ગસ્યનેતારં, ભેત્તારં કર્મભૂભૃતામ
જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં, વંદે તદ્ગુણલબ્ધયે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે પુષ્પાંજલિ નિર્વ
સ્વાહા.
(૧) ઉદધિક્ષીર સુનીર સુનિર્મલૈ: કલશ કાંચન પુરિત શીતલૈ:
પરમપાવન શ્રી શ્રુત પૂજનૈ: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે જલં નિર્વ
સ્વાહા.
(૨) મલયચંદન ગંધ સુકુંકમૈ, વિમલ શ્રીઘનસાર વિમિશ્રિતૈ:
સુપંથ મોક્ષપ્રકાશનમર્ચિતે જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે ચંદન નિર્વ
સ્વાહા.
(૩) ધવલ અક્ષત જોતિરખંડિતૈ: ચતુરપુંજઅનુપમમંડિતૈ:
વિવિધવીજમુપાર્જિતપુણ્યજૈ: જિનગૃહે જિનસૂત્રમહં યજે:
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે અક્ષતાન્ નિર્વ
સ્વાહા.
(૪) કમલકુંદ ગુલાબ સુચં પકૈ: લલિતવેલિચમેલિસુગંધજૈ:
પ્રચુરપુષ્પિત પુષ્પ મનોહરે: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે પુષ્પં નિર્વ
સ્વાહા.
(૫) મધુર આમિલ ત્યકત સુવ્યંજનૈ:
વૃકટઘેવરખજ્જકમોદકૈ:
કનકભાજનપૂરિતનિર્મિતે: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે નૈવદ્યં નિર્વ
સ્વાહા.
(૬) વિમલ જ્યોતિપ્રકાશન દીપકૈ: ધૃતવરૈર્ધનસારમહોજ્વલૈ:
રવમુદાર સુવાદિત નૃત્યકૈ: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે દીપં નિર્વ
સ્વાહા.
(૭) અગરચંદનધૂપ સુગંધજૈ: દહનકર્મ દવાનલખંડિતૈ:
અલિતગુંજનવાસમહોત્તમૈ: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે ધૂપં નિર્વ
સ્વાહા.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૫૪ : : આત્મધર્મ : ૮૪
(૮) ફલસુદાડિમઆમ્રસુશ્રીફલૈ: કદલિનારંગનિંબુજદ્રાક્ષકૈ:
હરિતમિષ્ટફલાદિક સંયુતૈ: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે ફલં નિર્વ
સ્વાહા.
(૯) ઉદકચંદન તંદુલપુષ્પકૈ: ચરુસુદીપસુધૂપફલાર્ધ્યકૈ:
ધવલમંગલગાનરવાકુલ: જિનગૃહે જિનસૂત્રમહં યજે.
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે અર્ધ્યં નિર્વ. સ્વાહા.
–જયમાલા–
[માલિની]
વિમલ વિમલવાણી, દેવ દેવેન્દ્રવાણી
હરષિ હરષિ ગાની, ભવ્ય જીવેન પ્રાની
કુરુ કુરુ નિજપાઠે, શ્રી સમયસાર સૂત્રે
ભજ ભજ નિજરૂપં, તત્ત્વ તત્ત્વાર્થ દીપં
અનુપમ સુખદાતા, ભવ્યજીવેન સાતા
કુગતિ મતિભાની, જૈનવાણી વિખ્યાતા
સુર નરમુનિ જેતા, ધ્યાન ધ્યાયંતિ તેતા
સ જયતિ જિનસૂત્રં, મોક્ષમાર્ગસ્ય ભાનુ.
(વધારે જયમાલ બોલવી હોય તો પૂજાસંગ્રહ
પૃ ૪૯ થી ૫૩ માંથી બોલવી.)
“ હીં શ્રી પરમાગમ જિનસૂત્રે અર્ધ્યં નિર્વપા. સ્વાહા.
મંગલં ભગવાન્ વીરો, મંગલં ગૌતમો ગણી
મંગલં કુંદકુંદાદ્યો, જૈનધર્મોસ્તુ મંગલં.
“ હીં સિદ્ધપદ પ્રાપ્ત શ્રી મહાવીર જિનેન્દ્ર
ચરણકમલ પૂજનાર્થે, અર્હંતપદ પ્રાપ્ત શ્રી
ગૌતમગણધર ચરણકમલ પૂજનાર્થે અર્ધ્યં નિર્વપામિતિ
સ્વાહા.
ધ્યાનદહનવિધિદારૂદહિ પાયો પદ નિરવાન
પંચભાવજુત થિર થયે નમું સિદ્ધ ભગવાન.
સિદ્ધ સુગુણ કો કહી શકે? જ્યોં વિલસત નભમાન
જિનભક્ત તાતૈં જજે કરો સકલ કલ્યાણ.
“ હીં શ્રી સિદ્ધપદ પ્રાપ્ત મહાવીરાદિ જિનેન્દ્ર
ચરણકમલ પૂજનાર્થે, અર્ધ્યં નિર્વપામિતિ સ્વાહા.
જિંહ પાવાપુર ક્ષેત્ર અઘાતિ, હત સન્મતિ જગદીશ
ભયે સિદ્ધ શુભથાન સો જજું નાય નિજ શીશ.
“ હીં શ્રી મહાવીર નિર્વાણભૂમિ પાવાપુરી સિધ્ધક્ષેત્ર
પૂજનાર્થે અર્ધ્યં નિર્વપામિતિ સ્વાહા.
–આરતિ–
(ઉપર મુજબ પૂજન કરીને પછી આરતિ કરવી.
નીચે લખેલી અથવા બીજી કોઈ પણ આરતિ
બોલવી.)
(આરતિ સીમંધરજી તુમારી........... એ રાગ)
કરું આરતિ વર્દ્ધમાનકી, પાવાપુર નિરવાન થાનકી....
રાગ વિના સબ જગજન તારે, દ્વેષ વિના સબ કરમ વિદારે.
શીલ–ધુરંધર શિવતિય ભોગી, મનવચકાયન કહિયે યોગી.
રતનત્રયનિધિ પરિગહ–હારી, જ્ઞાનસુધા ભોજનવ્રત ધારી,
લોક અલોક વ્યાપે નિજમાંહિ, સુખમય ઈન્દ્રિયસુખ–દુઃખ નાંહિ.
પંચકલ્યાણકપૂજ્ય વિરાગી, વિમલ દિગંબર અંબર–ત્યાગી.
ગુણમણિભૂષણ ભૂષિત સ્વામી, જગત ઉદાસ જગંતર સ્વામી.
કહે કહાં લો તુમ સબ જાનો, સેવક કી અભિલાષ પ્રમાણો.
(શાંતિપાઠ)
પૂજે જિન્હેં મુકુટ હાર કિરિટ લાકે,
ઈન્દ્રાદિદેવ અરૂ પૂજ્ય પદાબ્જ જાકે,
સો શાંતિનાથ વરવંશ જગત્પ્રદીપ,
મેરે લિયે કરહિ શાંતિ સદા અનૂપ.
–એ પ્રમાણે પૂજનવિધિ પૂર્ણ થયા પછી,
પાંચવાર નમસ્કારમંત્રનો જાપ કરવો, અને મહાવીર
ભગવાન, ગૌતમપ્રભુ વગેરેના જયકાર બોલવા. ત્યાર
પછી નવા ચોપડામાં મંગલાચરણ તરીકે નીચે મુજબ
ભાવનાઓ લખવી
[અજ્ઞાની જીવો આ મહામંગળ
પ્રસંગે સંસારપોષક ભાવનાઓ ભાવે છે ને ચોપડામાં
તેવું લખે છે તે યોગ્ય નથી. એક તરફ શ્રી મહાવીર
પ્રભુની સિદ્ધદશા અને બીજી તરફ શ્રી ગૌતમપ્રભુને
કેવળજ્ઞાન પ્રાપ્તિ–એ રીતે સિદ્ધપદ અને અરિહંતપદના
સર્વોત્કૃષ્ટ મંગળપ્રસંગ વખતે આત્માને આત્મિક
ભાવનાઓ વડે ઓતપ્રોત કરવો જોઈએ. તેથી
ચોપડામાં મંગલાચરણ તરીકે સંસારપોષક ભાવનાઓ
ન લખતાં, તે સ્થાને નીચે મુજબ પવિત્ર ભાવનાઓ
લખવી. પોતાને કોઈ ખાસ ભાવના તે પ્રસંગે સ્ફુરે તો
તે પણ લખી શકાય.
* શ્રી મહાવીરપરમાત્માને નમસ્કાર *
* ગૌતમગણેશને નમસ્કાર *
* શ્રી જિનવાણી માતાને નમસ્કાર *
* શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર *
* શ્રી જૈનધર્મને નમસ્કાર *

PDF/HTML Page 16 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૫૫ :
હે ભગવાન શ્રી વીરપ્રભુ! આપ શ્રી આજે
સંસારનો અંત લાવીને અપૂર્વ મુક્તદશાને પામ્યા છો.... હે
શ્રી ગૌતમગણધર દેવ! આપશ્રી આજે કેવળજ્ઞાનલક્ષ્મીને
પામીને જીવન્મુક્ત થયા છો. પ્રભો, અમે હજી
ગૃહસ્થપણામાં ફસેલા છીએ, પણ અમારી રુચિમાં અમે
આપશ્રીની પવિત્ર મંગલદશાની ભાવના કરીએ છીએ. આ
મંગલપર્વના સુપ્રભાતે અમારી ભાવના છે કે–
૧ શ્રી મહાવીરપ્રભુ જેવી આત્મરિદ્ધિ અમને પ્રાપ્ત થાઓ.
૨ શ્રી સીમંધર પ્રભુ અમારા ઉપર પ્રસન્ન રહો.
૩ શ્રી નેમનાથ પ્રભુ જેવો સદ્વૈરાગ્ય અમને પ્રાપ્ત થાઓ.
૪ શ્રી ગૌતમપ્રભુ જેવી જ્ઞાનલક્ષ્મી અમને પ્રાપ્ત થાઓ.
૫ શ્રી બાહુબલિ સ્વામી જેવું અડગ આત્મબળ અમને પ્રાપ્ત થાઓ.
૬ શ્રી કુંદકુંદ પ્રભુજી સમાન સ્વરૂપજીવન અમને પ્રાપ્ત થાઓ.
૭ શ્રી સદ્ગુરુદેવની સેવાનો લાભ નિરંતર અમને પ્રાપ્ત થાઓ.
૮ શ્રી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની અમારી ભક્તિ દિનદિન વૃદ્ધિ પામો.
૯ પવિત્ર રત્નત્રયરૂપી અમૂલ્ય લક્ષ્મીનો અમને લાભ થાઓ.
૧૦ ઉત્કૃષ્ટ જ્ઞાન–વૈરાગ્યથી અમારા જીવનભંડાર સદાય ભરપૂર રહો.
Error! Not a valid link. શ્રી શ્રી શ્રી Error! Not a
valid link.
Error! Not a valid link. શ્રી શ્રી Error! Not a valid link.
Error! Not a valid link.શ્રી Error! Not a valid link.
શ્રી મહાવીર–નિર્વાણ–કલ્યાણક
વીર સં. ૨૪૭૭
આસો વદ ૦)) વાર
લી. જિનેન્દ્રભક્ત
* * * * *
–એ પ્રમાણે લખ્યા પછી વખત અને ભાવ
અનુસાર ધાર્મિક સ્તવનો ગાઈને તેમજ વાજિંત્ર વગેરેથી
ભક્તિ કરવી.
ત્યાર પછી આ મંગળપ્રસંગે, લક્ષ્મી ઉપરનો મોહ
ઘટાડવા માટે ઉદાર ભાવથી પોતાની શક્તિ અનુસાર–
જ્ઞાન–દાન વગેરે કરવાં, તેમ જ સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય
કરવું.
દરેક જેનશ્રાવકોએ કુરિતી છોડીને આ પ્રમાણે જૈન–
સંસ્કૃતિ અનુસાર દિપાવલી પર્વ ઊજવવું જોઈએ.
માસિકના ૭૩ થી ૮૪ સુધીના આત્મધર્મ
નં. વિષય અંક–પૃષ્ઠ નં. વિષય અંક–પૃષ્ઠ
–અ–આ–ઉ–એ– ૧૫ અંક મોડો કેમ? ૭૮–૧૧૮
અજ્ઞાનીઓ નો નિષ્ફળ મિથ્યા અભિપ્રાય Error! Not
a valid
link.
૧૬ આ અંકના ૨૪ પાના ૭૮–૧૧૮
અજ્ઞાની જીવ બાહ્ય સંયોગોમાં સુખ શોધે છે ખાસ–૧૯૮ ૧૭ આત્મતત્ત્વની મુખ્યતા ૭૪–૩૧
અજ્ઞાનીની ઊધી દોડ ૭૮–૧૧૯ ૧૮ આત્મધર્મના પાછલા અંકો ૮૨–૨૧૬
અજ્ઞાનીની ઊંધી નજરે ૮૧–૧૭૭ ૧૯ આત્મધર્મનું આઠમું વર્ષ ૮૪–૨૫૯
અધિક માસનો અંક ૮૧–૧૭૩ ૨૦ આત્મધર્મનું ભેટપુસ્તક ચિદ્દવિલાસ ૮૦–૨૫૯
અનંતાનુબંધી કષાય ખાસ–૧૮૨ ૨૧ આત્માની પ્રભુતા ૭૫–૫૮
અનાદિનું અજ્ઞાન ટળીને ભેદજ્ઞાન કઈ રીતે થાય? ૮૩–૨૩૩ ૨૨ આત્માની શાંતિ ક્યાં છે? ૭૫–૫૬
‘અનેકાંતિક માર્ગ પણ સમ્યક્એકાંત એવા નિજપદની ૨૩ આત્માની સાચી સમજણ ૭૬–૭૬
પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી’ – ૨૪ આત્માની સાચી સમજણનો ઉપદેશ ૭૭–૮૮
એ ઉપરનું ખાસ પ્રવચન– ૮૦–૧૪૩ ૨૫ આત્માનું સ્વાસ્થ્ય ૮૧–૧૭૦
અરિહંતદેવના દિવ્ય ધ્વનિનો સાર ૭૬–૭૦ ૨૬ આત્માને ભગવાન માને તે ભગવાન થાય ૭૪–૪૦
૧૦ અરિહંત ભગવાને કરેલો સ્વતંત્રતાનો ઉપદેશ ૮૧–૧૬૩ ૨૭ આત્માનો સર્વજ્ઞસ્વભાવ ને વસ્તુમાં ક્રમબદ્ધપર્યાય ૭૪–૨૨
૧૧ અરૂપી આત્માની સમજણ ૭૩–૧૫ ૨૮ ઉદ્ધારનો માર્ગ ૭૩–૮
૧૨ અહિંસા ધર્મ ૭૮–૧૧૧ ૨૯ એકત્વસ્વભાવ અને દ્વૈતભાવ ૮૪–૨૪૬
૧૩ અહો, ચૈતન્ય રત્ન! ૭૭–૯૦ ક–ખ–ગ–ચ–જ–જ્ઞ
૧૪ અહોભાગ્ય હોય તેને આ સાંભળવા મળે ૮૨–૨૦૩ ૩૦ કલ્યાણની મૂર્તિ ૭૯–૧૨૬
૩૧ કોણ કર્તા અને શું તેનું કાર્ય? ૮૦–૧૪૨

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૫૬ : : આત્મધર્મ : ૮૪
નં. વિષય અંક–પૃષ્ઠ નં. વિષય અંક–પૃષ્ઠ
૩૨ કોણ પ્રશંસનીય છે? ૮૦–૧૬૦ ૭૨ પૂ. ગુરુદેવશ્રીનું સોનગઢમાં આગમન ખાસ–૧૯૭
૩૩ ખરી મહત્તા શેમાં છે? ૮૧–૧૭૨ ૭૩ પૂ. ગુરુદેવશ્રીનો વિહાર ૭૪–૩૧
૩૪ ખાસ અંક ખાસ–૧૯૮ ૭૪ પ્રભુતા ૭૩–૨
૩૫ ચારગતિના ભ્રમણથી છૂટવાનો રસ્તો ૭૫–૫૪ ૭૫ પ્રભુતા ૭૫–૫૭
૩૬ ચારિત્ર ૮૧–૧૭૭ ૭૬ પ્રયોજનભૂત રકમ ૮૧–૧૭૬
૩૭ ચાલ ભમરા, ગુલાબની સુગંધ લેવા ૮૩–૨૨૧ ૭૭ પ્રવચનની રેકર્ડ ખાસ–૧૯૭
૩૮ ચૈતન્યતત્ત્વની દુર્લભતા ૭૩–૬ ૭૮ પ્રેસ–સમાચાર ખાસ–૧૯૭
૩૯ ચૈતન્યસ્વભાવને કોણ સમજે? ૭૩–૧૨ ૭૯ પ્રૌઢ વયના ગૃહસ્થો માટે શ્રી જૈન શિક્ષણવર્ગ ખાસ–૧૯૭
૪૦ ગ્રાહકોને સૂચના ૮૩–૨૨૨ –બ–
૪૦ ગ્રહસ્થનો ધર્મ ૮૪–૨૫૮ ૮૦ બે હજાર પાનાંનું ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્ય
૪૧ જિજ્ઞાસુઓ ધ્યાનમાં રાખો કે... ૮૧–૧૬૨ માત્ર રૂા. ૮ માં ૮૨–૨૨૦
૪૨ જૈન દીપાવલી પૂજન ૮૪–૨૫૧ ૮૧ બે હજાર પાનાંનું ” ” ” ૮૩–૨૪૦
૪૩ જૈન બાળપોથી ૭૫–૫૫ ૮૨ બે હજાર પાનાંનું ” ” ” ૮૪–૨૬૦
૪૪ જ્ઞાનીને શું સંમત છે? ૮૦–૧૫૬ ૮૩ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢમાં) ૭૩–૭
૪૫ જ્ઞાનીનો વિરોધ અજ્ઞાની ન કરે તો કોણ કરે? ૮૨–૨૦૧ ૮૪ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢમાં) ૭૩–૭
–ત–દ–ધ– ૮૫ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (ઉમરાળામાં) ૭૬–૫૭
૪૬ તત્ત્વનિર્ણય ૮૧–૧૬૩ ૮૬ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (વઢવાણ શહેરમાં) ૭૬–૬૬
૪૭ તમે વાંચ્યું? (–વસ્તુવિજ્ઞાનસાર) ૮૨–૨૧૮ ૮૭ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (જોરાવરનગરમાં) ૭૬–૬૬
૪૮ ત્રણ ભેટ પુસ્તકો ૭૫–૫૧ ૮૮ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (વઢવાણ કેમ્પમાં) ૭૭–૮૭
૪૯ દસલક્ષણધર્મ–પ્રવચનો ૮૩–૨૩૦ ૮૯ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (મોરબીમાં) ૭૭–૯૪
૫૦ દુઃખ મટવાનો ઉપાય ૮૧–૧૬૯ ૯૦ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા(વાંકાનેરમાં) ૭૭–૮૯
૫૧ દુર્લભ મનુષ્યભવમાં શું કરવું? ૭૫–૪૧ ૯૧ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (વવાણીયામાં) ૭૮–૧૧૪
૫૨ દેશનાલબ્ધિ ૮૩–૨૨૩ ૯૨ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (મોરબીમાં) ૭૮–૧૧૪
૫૩ ધન્ય જીવન ૮૧–૧૬૮ ૯૩ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (રાજકોટમાં) ૭૮–૧૧૪
૫૪ ધર્મ ૭૫–૪૨ ૯૪ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (ગઢકામાં) ૮૦–૧૧૫
૫૫ ધર્મ કરનાર જીવે શું જાણવું? ૭૯–૧૨૧ ૯૫ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (વીંછીયામાં) ૮૧–૧૬૯
૫૬ ધર્મ કેમ થાય? ૭૭–૮૫ ૯૬ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (લાઠીમાં) ૮૧–૧૬૯
૫૭ ધર્માત્માની નિઃશંકતા ૮૦–૧૫૯ ૯૭ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢમાં) ખાસ–૧૮૨
૫૮ ધર્માત્મા વગર ધર્મ હોતો નથી ૭૯–૧૨૨ ૯૮ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢમાં) ૮૩–૨૨૭
૫૯ ધર્મી જીવ કોને કહેવો? ૭૪–૩૪ ૯૯ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢમાં) ૮૪–૨૫૯
૬૦ ધર્મી જીવ જાણે છે કે ‘હું મુક્ત છું’ ૭૯–૧૩૬ – ભ–
૬૧ ધર્મી જીવની મતિ ૭૯–૧૩૯ ૧૦૦ ભગવાનની દીક્ષા અને મુનિદશા ૮૧–૧૭૮
૬૨ ધર્મી જીવ શું કાર્ય કરે છે? ૭૯–૧૨૩ ૧૦૧ ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈન
શાસ્ત્રમાળાનાં
૬૩ ધર્મીનું કાર્ય શું અને અધર્મીનું કાર્ય શું? ખાસ–૧૯૪ –પ૧ પુષ્પો ૮૨–૨૧૯
૬૪ ધાર્મિક દિવસો ૮૨–૨૦૩ ૧૦૨ ભગવાન શ્રી કુંદકુંદ ,, ,, ૮૩–૨૩૮
૬૫ ધાર્મિક મહોત્સવ સમાચાર ૮૪–૨૪૨ ૧૦૩ ભરતજી સાથે તત્ત્વચર્યા ૭૬–૬૨
–ન–પ– ૧૦૪ ભરતેશ વૈભવ ૭૫–૫૫
૬૬ નિયમસાર–પ્રવચનો ૭૩–૨૦ ૧૦૫ ભવકલાંત જીવોનો વિસામો ૭૬–૬૫
૬૭ નિરર્થક અભિપ્રાય ૮૦–૧૫૧ ૧૦૬ ભવના અંત વિષે શ્રીમદ્ રાજચંદ્રજીના
પડકાર ૭૮–૯૮
૬૮ નોંધ (ભેટ પુસ્તક સંબંધી) ૭૩–૭ ૧૦૭ ભવનો પાર પામવા માટે અપૂર્વ
૬૯ પાંડવભક્તિ (કાવ્ય) ખાસ–૧૮૩ ભેદવિજ્ઞાન પ્રગટ કરો... ૮૧–૧૭૪
૭૦ પુસ્તક વેચાણ વિભાગ ખાસ–૧૯૭ ૧૦૮ ભવભ્રમણનો ભય ૭૩–૮
૭૧ પુસ્તકો મંગાવનારાઓને સૂચના ૭૬–૬૬ ૧૦૯ ભવભ્રમણનો રોગ કેમ ટળે? ૭૯–૧૩૭

PDF/HTML Page 18 of 21
single page version

background image
: આસો : ૨૪૭૬ : ૨૫૭ :
નં. વિષય અંક–પૃષ્ઠ નં. વિષય અંક–પૃષ્ઠ
૧૧૦ ભવ્ય–સંબોધન ૭૩–૧ ૧૪૭ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ–સ્થાન–ભુવનમાં
૧૧૧ ભાઈ, તું તારું સુધાર! ૮૦–૧૪૨ પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન ૮૦–૧૪૩
૧૧૨ ભેટ પુસ્તકો સંબંધી ખુલાસો ૭૬–૮૦ ૧૪૮ શ્રી મહાવીર પ્રભુના આત્માનું જીવન ૭૯–૧૩૦
૧૧૩ ભેદવિજ્ઞાનનો મહિમા ૭૬–૬૧ ૧૪૯ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્રની યાત્રા ખાસ–૧૮૨
૧૫૦ શ્રી સદ્ગુરુ ઉપદેશ (હિંદી કાવ્ય) ૮૨–૨૦૨
૧૧૪ મનુષ્યપણું પામીને શું કરવા જેવું છે? ૭૫–૫૨ ૧૫૧ શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ ૮૪–૨૪૧
૧૧૫ મહા પવિત્ર દસલક્ષણી પર્વ ૮૩–૨૩૧
૧૧૬ મહાવીરની ક્રિયા અને મહાવીરના ઉપવાસ ૭૩–૨ ૧૫૨ સત્પુરુષની વાણી ૮૧–૧૬૯
૧૧૭ મહાવીર ભગવાન કઈ રીતે મોક્ષ પામ્યા? ૭૩–૧૦ ૧૫૩ સત્પુરુષોનું વચનામૃત ૮૧–૧૬૧
૧૧૮ માતાજીને સંદેશ (કાવ્ય) ૭૩–૪ ૧૫૪ સત્ય વસ્તુસ્વરૂપ ૭૩–૪
૧૧૯ માન–અપમાન ૭૩–૧૫ ૧૫૫ સત્ય સ્વરૂપ ૭૪–૩૧
૧૨૦ મુક્તિનો ઉપાય: ભેદજ્ઞાન ૮૨–૨૧૩ ૧૫૬ સમયસાર–પ્રવચનસારજીના
૧૨૧ મુમુક્ષુઓએ સેવવાયોગ્ય બે સાધનો ૮૦–૧૪૧ વ્યાખ્યાનની શરૂઆત ખાસ–૧૯૭
૧૨૨ મોક્ષ અને બંધનું કારણ ૭૯–૧૩૮ ૧૫૭ સમયસાર–પ્રવચનો ૭૬–૮૦
૧૨૩ મોક્ષનો ઉપાય ૭૪–૩૨ ૧૫૮ સમયસારમાં દેશનાલબ્ધિ; તથા
૧૨૪ મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા (બીજી આવૃત્તિ) ૭૩–૨૦ નિમિત્તની સાપેક્ષતા બાબત અનેકાંત ૮૪–૨૪૪
૧૨૫ મોંઘું માનવજીવન ૮૨–૨૦૯ ૧૫૯ સાચું જ્ઞાન કેમ થાય? ૮૧–૧૬૨
–ર–વ–
૧૨૬ રણમાં પોક ૭૮–૯૭ ૧૬૦ સિદ્ધિનો ઉપાય ૮૩–૨૨૮
૧૨૭ રાગ–દ્વેષ વગરનો આત્માનો જ્ઞાનસ્વભાવ ૭૯–૧૩૫ ૧૬૧ સુખ ખાસ–૧૯૯
૧૨૮ રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા પ્રસંગે ૧૬૨ સુખની શોધમાં ૭૩–૫
–પધારેલા જિનબિંબોની યાદી ૭૮–૯૮ ૧૬૩ સુખ વિષે વિચાર ૮૪–૨૪૩
૧૨૯ રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રીનું આગમન અને ૧૬૪ સુધારો (અંક ૭૨ નો) ૭૩–૭
શ્રી જિનબિંબ પ્રતિષ્ઠાનો મહોત્સવ ૭૭–૮૧ ૧૬૫ સુધારો (અંક ૭૦ નો) ૭૪–૩૩
૧૩૦ વઢવાણ શહેરના જિનમંદિર માટે દાન ૮૪–૨૫૯ ૧૬૬ સુધારો (અંક ૭૫ નો) ૭૭–૮૭
૧૩૧ વીતરાગ વિજ્ઞાન ખાસ–૧૮૧ ૧૬૭ સુધારો (અંક ૮૨ નો) ૮૩–૨૨૨
૧૩૨ વીંછીયાવનમાં વૈરાગ્યભાવના ૭૫–૪૭ ૧૬૮ સુવર્ણપુરીમાં મંગલ–પ્રવચન ૮૨–૨૦૪
૧૩૩ વૈરાગ્ય સમાચાર ૮૩–૨૨૨ ૧૬૯ સુવર્ણપુરી સમાચાર ખાસ–૧૯૭
–શ–શ્ર– ૧૭૦ સૂચના ૭૭–૮૭
૧૩૪ શ્રી કુંદકુંદ–શ્રાવિકાશાળાનું ખાતમૂહૂર્ત ૮૩–૨૩૫ ૧૭૧ સૌરાષ્ટ્રના પાટનગરમાં શ્રી પંચકલ્યાણક
૧૩૫ શ્રી જૈ. સ્વા. મં. ટ્રસ્ટનાં કેટલાંક પ્રકાશનો ૭૫–૫૩ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને
૧૩૬ શ્રી જૈ. સ્વા. મં. ટ્રસ્ટનાં કેટલાંક પ્રકાશનો ૭૫–૬૦ શ્રી જિનેન્દ્રશાસનના જયકાર ૭૮–૧૧૫
૧૩૭ શ્રી જૈ. સ્વા. મં. ટ્રસ્ટનાં કેટલાંક પ્રકાશનો ૭૯–૧૪૦ –હ–
૧૩૮ શ્રી જૈ. સ્વા. મં. ટ્રસ્ટનાં કેટલાંક પ્રકાશનો ખાસ–૨૦૦ ૧૭૨ હે જીવ! તું શુદ્ધાત્માની શ્રદ્ધા કર! ૭૪–૨૧
૧૩૯ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૨) ૭૩–૧૬ ૧૭૩ હે ભવ્ય! તું આત્માની પ્રીતિ કર! ખાસ–૧૮૪
૧૪૦ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૩) ૭૭–૮૨ ચિત્રો
૧૪૧ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૪) ૭૮–૧૦૯ (૧) ભવ્ય–સંબોધન ૭૩–૧
૧૪૨ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૫) ૭૯–૧૨૭ (૨) ચૈતન્યસમુદ્રમાં ડુબકી મારીને આત્મિક–
૧૪૩ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૬) ૮૦–૧૫૨ આનંદરસના સ્વાદના અનુભવમાં લીનતા ૭૩–૨
૧૪૪ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૭) ૮૨–૨૧૭ (૩) અરિહંત ભગવાન ૭૩–૩
૧૪૫ શ્રી પરમાત્મપ્રકાશ પ્રવચનો: લેખાંક (૧૮) ૮૩–૨૩૬ (૪) સિદ્ધ ભગવાન ૭૩–૩
૧૪૬ શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર (કાવ્ય) ૭૩–૩ (૫) આચાર્ય ભગવાન ૭૩–૩

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૫૮ : : આત્મધર્મ : ૮૪
નં. વિષય અંક–પૃષ્ઠ નં. વિષય અંક–પૃષ્ઠ
(૬) ઉપાધ્યાય ભગવાન ૭૩–૩ (૧૦) સમ્યગ્દ્રષ્ટિ બાલિકા ૭૩–૧૪
(૭) સાધુ ભગવાન ૭૩–૩ (૧૧) મહાવીર પ્રભુજી ૭૯–૧૩૦
(૮) મહાવીર ભગવાન ૭૩–૧૦ (૧૨) દસલક્ષણ ધર્મ ૮૩–૨૩૦
(૯) સિદ્ધ ભગવાન ૭૩–૧૦ “ લેખ ૧૭૪ પાના ૨૬૦ “
ગૃહસ્થોનો ધર્મ
(શ્રી પદ્મનન્દીપચીસી: ઉપાસક–સંસ્કાર–અધિકાર ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી પહેલાં પ્રવચનનો ટૂંક સાર)
[વીર સં. ૨૪૭૬ શ્રાવણ વદ ૧૨. શ્લોક ૧ થી ૬]
શ્રી પદ્મનંદી આચાર્ય દિગંબર સંત મુનિ હતા, તેમણે જંગલમાં આ શાસ્ત્રની રચના કરી છે; આમાં
શ્રાવકના ધર્મનું વર્ણન કર્યું છે. ગૃહસ્થદશામાં રહેલા સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને રાગરહિત ધર્મના સંસ્કાર કેવા હોય, ને
શુભરાગની ભૂમિકા કેવી હોય તેનું આમાં વર્ણન છે.
આ ચોવીસીમાં સૌથી પ્રથમ ચારિત્રધર્મ અંગીકાર કરીને શ્રીઋષભનાથ પ્રભુએ ‘વ્રતતીર્થ’ ચલાવ્યું, અને તેમને
સૌથી પ્રથમ વિધિપૂર્વક આત્મજ્ઞાન સહિત આહારદાન આપીને શ્રી શ્રેયાંસકુમારે ‘દાન તીર્થ’ પ્રવર્તાવ્યું. એથી તે બંને
મહાત્માઓને આ અધિકારની શરૂઆતમાં મંગળ તરીકે યાદ કર્યા છે. તે બંને મહાત્માઓ તે જ ભવે મોક્ષ પામ્યા છે.
બીજા શ્લોકમાં ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે; સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા તે ધર્મ છે–તે જ મોક્ષમાર્ગ
છે. તે મોક્ષમાર્ગ પૂર્ણપણે તો મુનિવરોને હોય છે. ગુહસ્થોને ચારિત્ર સહિત પૂર્ણ મોક્ષમાર્ગ હોતો નથી, છતાં તેને
પણ સમ્યગ્દર્શનજ્ઞાન સહિત અંશે ચારિત્રરૂપ એકદેશ મોક્ષમાર્ગ હોય છે; એટલે ગૃહસ્થને પણ ધર્મ હોય છે.
વેપારધંધામાં પડેલા ગૃહસ્થને બિલકુલ ધર્મ હોઈ શકે નહિ–એમ નથી. એ ખાસ ધ્યાન રાખવું કે ગૃહસ્થને જે
શુભરાગ હોય તે કાંઈ ધર્મ નથી. ધર્મ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે, તેથી ગૃહસ્થને પણ રાગરહિત,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના જેટલા અંશો છે તે જ ધર્મ છે, જે રાગ છે તે ધર્મ નથી. ગૃહસ્થદશામાં ધર્મીને
જિનેન્દ્રદેવની પૂજા, મુનિ વગેરેની ભક્તિ, શાસ્ત્રસ્વાધ્યાય સંયમ, તપ અને દાન, વગેરે શુભભાવ આવ્યા વગર
રહેતા નથી તેથી તેને પણ ઉપચારથી ગૃહસ્થનો ધર્મ કહેવાય છે. પણ ખરેખર તેમાં જે રાગ છે તે ધર્મ નથી.
ખરેખર ગૃહસ્થનો ધર્મ તો તેને જે સમ્યગ્દર્શન–જ્ઞાન તથા અંશે વીતરાગભાવ છે તે જ છે.
સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગ જાણીને, તેવા મોક્ષમાર્ગમાં જે ગમન કરતા નથી ને રાગને ધર્મ માને છે
તેવા જીવોને સંસાર જ દીધૅ થાય છે, તેમને મોક્ષ ઘણો દૂર છે. ને જે જીવો રાગને મોક્ષમાર્ગ તરીકે નથી માનતા, રાગરહિત
શુદ્ધાત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષમાર્ગ જાણીને તેમાં પ્રવર્તે છે તેને મોક્ષ અત્યંત નજીક છે ને સંસારનો
અંત આવવાની તૈયારી છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ હોય તો તે પણ મોક્ષમાર્ગે ચાલનારો છે. તેને મોક્ષ નજીક વર્તે છે.
જેવું સમ્યગ્દર્શન મુનિવરોને હોય છે તેવું જ સમ્યગ્દર્શન શ્રાવકોને પણ હોય છે. સમ્યગ્દર્શનધર્મમાં તેમને ફેર નથી.
ભાન નથી, ને વ્રતાદિના શુભ રાગથી ધર્મ માને છે તે ત્યાગી હોય તોપણ ધર્મી નથી પણ અધર્મી જ છે.
આ કાળમાં ધર્મી ગૃહસ્થો ધર્મનું કારણ છે; ધર્મી ગૃહસ્થો જિનમંદિર બંધાવે છે, અને જ્યાં જિનમંદિર હોય
ત્યાં મુનિઓ આવીને વસે છે. તેમજ મુનિઓને આહારદાન આપીને શ્રાવકો તેમને ધર્મસાધનમાં સ્થિત કરે છે.
એ રીતે વીતરાગી દેવ–ગુરુના ભક્ત ગૃહસ્થો પણ નિમિત્ત તરીકે ધર્મનું કારણ છે.
આ રીતે આત્મભાન સહિતનો આવો શ્રાવકધર્મ પણ ઉત્તમ છે. માટે ગૃહસ્થપણામાં રહેલા જીવોએ
પોતાની ભૂમિકા અનુસાર સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત રાગની મંદતા કરીને ગૃહસ્થધર્મને દીપાવવો જોઈએ.

PDF/HTML Page 20 of 21
single page version

background image
* રાણપુર : અહીં શ્રી જિનમંદિર અને સ્વાધ્યાય મંદિર સ્થપાઈ ગયાં છે, ધાર્મિકોત્સવ દરમિયાન હંમેશાંં
ઉત્સાહપૂર્વક પૂજા, ભક્તિ, વાંચન, પ્રભાવનાદિ થતા હતા. અને દસલક્ષણધર્મના દિવસોમાં “શ્રી સદ્ગુરુ પ્રવચન
પ્રસાદ” વંચાતું હતું. હંમેશાં વાંચન થાય છે.
* લાઠી : ધાર્મિકોત્સવ દરમિયાન ‘સદ્ગુરુ પ્રવચન પ્રસાદ’ પત્રિકા, તેમજ દસલક્ષણધર્મ પ્રવચનોનું
વાંચન થતું હતું. અહીં જિનમંદિર વગેરે થતાં મુમુક્ષુઓમાં ઉત્સાહ સારો છે. હંમેશાં પૂજા, ભક્તિ, વાંચન,
પ્રતિક્રમણાદિ થતા હતા. અહીં હમેશા વાંચન થાય છે.
* મોરબી : અહીં મુમુક્ષુ મંડળ સ્થપાયા પછી આ પહેલો જ ધાર્મિકોત્સવ હોવાથી ઉત્સાહથી ઉજવાયો હતો.
હંમેશાંં બે વખત વાંચન, સ્વાધ્યાય, ભક્તિ, પ્રતિક્રમણ અને પ્રભાવનાદિ થતાં હતાં. સ્વાધ્યાય મંદિરે હંમેશાં બે વખત
વાંચન થાય છે.
* વાંકાનેર : ધાર્મિકોત્સવ દરમિયાન અહીં પણ મુમુક્ષુ મંડળમાં હંમેશાંં વાંચન, પ્રભાવના વગેરે ઉત્સાહથી
થતાં હતાં, સ્વાધ્યાય મંદિરે હંમેશાં વાંચન થાય છે.
* સાવરકુંડલા : અહીં ધાર્મિકોત્સવ દરમિયાન બે વખત સ્વાધ્યાય, ભક્તિ, પૂજા, પ્રભાવના વગેરે થયાં
હતાં. અહીં એક ચેત્યાલયમાં શ્રી જિનદેવના પ્રતિમાજી બિરાજમાન છે; ને હંમેશાં વાંચન થાય છે.
* મુંબઈ : અહીં દર વર્ષે ઉત્સાહપૂર્વક ધાર્મિકોત્સવ ઊજવાય છે તે પ્રમાણે આ વર્ષે પણ ઊજવાયેલ; આ
ધાર્મિકોત્સવ દરમિયાન શ્રી ભૂલેશ્વરના જિનમંદિરમાંથી પ્રભુ શ્રી મહાવીર ભગવાનના પ્રતિમાજી લાવીને સ્થાપન કર્યા
હતા. પ્રભુશ્રીને પધરાવવાના વરઘોડામાં પ૦૦ જેટલા માણસો હતા. અને હંમેશાં પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, વગેરે
કાર્યક્રમમાં મુમુક્ષુઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. હંમેશાં ૭ાા થી ૮ા પૂજા, ૮ાા થી ૯ાા વાંચન, ૯ાા થી ૧૦ સ્વન, ૨ાા
થી ૩ા વાંચન, ૩ા થી ૪ ભક્તિ, ૭ થી ૭ાા આરતિ, ૭ાા થી ૮ા પ્રતિક્રમણ અને ૮ા થી ૯ ભાવના થતી હતી. વાંચનમાં
સવારે મોક્ષમાર્ગ પ્રકાશક વંચાયું હતું. અને દસલક્ષણધર્મના દિવસો દરમિયાન દસલક્ષણધર્મ–પ્રવચનો વંચાયા હતા.
ધાર્મિકોત્સવના કાર્યક્રમમાં ભાગ લેનારા મુમુક્ષુઓની સંખ્યા પ૦૦ થી ૮૦૦ સુધી થતી હતી.
–એ રીતે પરમકૃપાળુ ધર્મપ્રભાવક પૂ. શ્રી સદ્ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે ઠેર ઠેર સત્ધર્મ પ્રભાવનામાં
વૃદ્ધિ થતી જાય છે.
* આત્મધર્મનું આઠમું વર્ષ : આ અંકની સાથે ‘આત્મધર્મ’ માસિકના સાત વર્ષ પૂરાં થાય છે. આગામી
અંકથી ‘આત્મધર્મ’ નું આઠમું વર્ષ શરૂ થશે. આત્મધર્મના સર્વે ગ્રાહકોને પોતાનું નવાવર્ષનું લવાજમ વહેલાસર
ભરી દેવા વિનંતિ છે. કારતક સુદ પૂર્ણિમા સુધીમાં જે ગ્રાહકોનું લવાજમ કે કોઈ સૂચના નહિ આવે તે ગ્રાહકોને
કારતક માસનો અંક વી.પી. થી મોકલવામાં આવશે. આપ આપનું લવાજમ મોકલાવી આપીને ‘આત્મધર્મ’ ની
વ્યવસ્થામાં મદદરૂપ થશો–એવી આશા છે.
લવાજમ નીચેના સરનામે મોકલવું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ, સૌરાષ્ટ્ર
* ભેટ પુસ્તક ચિદ્દવિલાસ : આત્મધર્મ માસિકના સાતમાં વર્ષનું ત્રીજું ભેટપુસ્તક ગુજરાતી ચિદ્દવિલાસ
પ્રસિદ્ધ થઈ ગયું છે. કારતક સુદ એક સુધીમાં તમામ ગ્રાહકોને તે મળી જશે. [અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર,
વઢવાણ તેમ જ લાઠી, વીંછીયા, મોરબી, વાંકાનેર, જામનગર અને રાણપુરના ગ્રાહકોનાં ભેટ પુસ્તકો તે તે
ગામના મુમુક્ષુમંડળ ઉપર મોકલી આપવામાં આવ્યા છે. માટે તે ગામના ગ્રાહકોએ ત્યાંથી પોતાનું ભેટપુસ્તક
મેળવી લેવા વિનંતિ છે. જામનગરમાં ભેટપુસ્તક મેળવવાનું સરનામું આ પ્રમાણે છે: નવલચંદ છગનલાલ,
ચેલાવાળા, દાણાબજાર માંડવી પાસે. અનાજની દુકાને.]
* જિનમંદિર માટે દાન : સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં શ્રી દિગંબર જિનમંદિર તેમ જ સ્વાધ્યાયમંદિર
થયેલ છે, તેના ખર્ચ માટેની રકમમાં તૂટો રહેતો હતો, તે બાબત વઢવાણના મુમુક્ષુમંડળ તરફથી ઇંદોરના
સત્ધર્મપ્રેમી સર શેઠ હુકમીચંદજી સાહેબને જણાવવામાં આવતાં, તેમણે ઉદારતાપૂર્વક ૫૦૦૦) પાંચ હજાર રૂા.
ની સહાયતા વઢવાણના જિનમંદિર માટે અર્પણ કરેલ છે. આ માટે તેઓશ્રીનો આભાર માનવામાં આવે છે.
* બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા : સોનગઢમાં ભાદરવા સુદ પાંચમના રોજ કલોલના રહીશ ભાઈશ્રી આત્મારામ ડાહ્યાભાઈ
તથા તેમના ધર્મપત્ની અમૃતબેન–એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે
માટે તેમને ધન્યવાદ.