Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
એક મુમુક્ષુ: ‘નવભારત ટાઈમ્સ’ તથા ‘મુંબઈ સમાચાર’ માંથી સુધારોવધારો
કરીને આપે લખેલ લખાણ મોકલ્યું....આપના લખાણમાં તત્ત્વના પ્રેમ કરતાં લેખક
બનવાનો શોખ વધુ દેખાય છે. આપનું લખાણ મેળવાળું નથી; તેમજ પત્રમાં પોતાનું
નામઠામ જણાવવું જોઈએ. આટલા સુચન પછી તમારા લખાણ ઉપરથી નવી ચાર
લાઈન અહીં આપું છું–
ધન જાવે કછૂ ન જાય,
તન જાવે કછૂ ન જાય;
જો આત્મજ્ઞાનનો અવસર જાય,
તો સબહી જીવન નિષ્ફળ જાય.
દિલ્હીથી સભ્ય નં. 117 દીપક જૈન લખે છે કે–
વૈશાખ સુદ બીજે આપણા પૂ. ગુરુદેવનો જન્મ દિવસ અમે સૌએ આનંદથી
ઉજવ્યો હતો. લાલમંદિરમાં સામૂહિક પૂજા અને સ્વાધ્યાયનો કાર્યક્રમ હતો. લાલમંદિરમાં
ત્રણ દિવસ સુધી રોશની કરી હતી, ને જન્મવધાઈમાં વાજાં વગાડયા હતા. પાટનગરના
લોકો જોઈ રહ્યા કે આ શું! ત્યાં તો જન્મ દિવસનું બોર્ડ જોઈ સહુ આનંદ અને આશ્ચર્ય
અનુભવતા હતા.
મોરબીથી શ્રી કેશુભાઈ લખે છે કે જેઠ માસના અંકમાં મૂડબિદ્રિની જિનવાણીના
દર્શનથી, તથા મુનિજીવનની મધુરી ઉર્મિઓ અને ષટ્ખંડાગમ–પરિચય વાંચીને ઘણો
પ્રમોદ થયો. ઋષભદેવ ભગવાનના પૂર્વભવોની કથા વાંચતાં તો અષાઢના ‘આત્મધર્મ’
ની મેઘની માફક વાટ જોઈ રહ્યા છીએ” –ભાઈશ્રી! તમારી લાગણી માટે આભાર!
જેની તમે રાહ જોતા હતા તે તમારા હાથમાં જ છે; –હવે શ્રાવણની રાહ જોશોને?
આત્મા ધર્મને પાક્ષિક કરવા સંબંધી આપની જેમ ઘણા જિજ્ઞાસુઓની ભાવના છે, ને
માનનીય પ્રમુખશ્રીને તે વસ્તુ ખ્યાલમાં છે.
અમદાવાદથી ઉમેશભાઈ લખે છે કે બાલવિભાગનું અભિનંદનકાર્ડ તથા ફોટો
મળ્‌યા; મારા જન્મદિવસે આવી સારી ભેટ જોઈ સૌ આનંદ પામ્યા. જન્મદિવસ નિમિત્તે
મેં બે પ્રાર્થના વધુ કરી. ‘બે સખી’ અને ‘દર્શનકથા’ એ પુસ્તકો મારી બાને ખૂબ ગમ્યા
છે ને વારેઘડીયે તે કથા વાંચે છે. વાંચતી વખતે તેમની આંખમાંથી અવશ્ય આંસુ ટપકે
છે, ને દુઃખો ભૂલાઈ જાય છે, ને શાંતિ થાય છે. તેમને આત્મધર્મ ખુબ જ ગમે છે.

PDF/HTML Page 42 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
દાહોદથી શૈલેષ (407) લખે છે કે જન્મદિવસે તમારા તથા બાલવિભાગના
વહાલા બંધુઓના અભિનંદન મળતાં આનંદ થયો જન્મદિવસે તો એમ થાય કે
જીવનમાંથી એક વર્ષ ઓછું થયું; પણ આ વખતના જન્મદિવસે મને ધર્મનો ઉત્સાહ વધ્યો.
શાળાનું ભણતર તો ભણતા, પણ ધર્મના ભણતરમાં તો આ જ વષેેર્ મેં પ્રગતી કરી; તેથી
આ જન્મદિવસ આનંદનો ગયો છે. બાલવિભાગના સભ્ય થવા માટે હું બીજાને ભલામણ
કરું છું, ધર્મ પ્રત્યે બાળકોને રસ વધે તેવું માસીક આપણું આત્મધર્મ જ છે.
રાજકોટથી દીપાબેન (251) લખે છે કે બાલવિભાગ તરફથી મારા જન્મદિવસે
અભિનંદનનું કાર્ડ મળ્‌યું તે વાંચી ખૂબ આનંદ થયો. સાથે ગુરુદેવનો ફોટો મળ્‌યો. તે
જોતાં ખુબ આનંદ આવે છે. હું નાની છું તેથી મોટા દેરાસર જતી નથી, પણ ઘીયાના ઘેર
દેરાસર છે ત્યાં જાઉં છું.
ममताबेन (407) खंडवા થી પૂછે છે–પાત્રતા લાવવા માટે શું કરવું?
મમતાબેન, સંસારની મમતાનો ત્યાગ કરીને, આત્મહિત સાધવાની ઉગ્ર
જિજ્ઞાસા પ્રગટ કરવી તે પાત્રતા છે; જ્યાં સંસારની મમતા ન હોય ત્યાં સંસારસંબંધી
ભાવોની તીવ્રતા પણ ક્્યાંથી હોય? જ્ઞાનીજનોને ઓળખી, આત્મહિત સાધવાની
ભાવનાથી તેમના સત્સંગમાં રહેતાં પાત્રતાની પુષ્ટિ થાય છે. વળી તમે લખો છો કે
‘ज्ञानीओंके चरणोंमें रहनेकी उत्सुक हूं। –तो बहेन, आपकी इस भावनामें हमारी
अनुमोदना है।
વિજયકુમાર જૈન (414) ભાવનગર–તમે રોજ રાતે પહેલાં પંચપરમેષ્ઠીનું
સ્મરણ કરો છો, તથા ‘દર્શનકથા’ વાંચ્યા પછી રોજ સવારે જિનેન્દ્ર ભગવાનના દર્શન
કર્યા પછી જ બીજું કામ કરવાનો નિશ્ચય કર્યો છે, –તે બદલ ધન્યવાદ! આત્મધર્મમાં
બાલવિભાગ ખુલ્યા પછી તમે ધર્મમાં વધુ રસ લઈ રહ્યા છો–તે જાણીને આનંદ.
એક હજાર બાળકોમાં કોમળ હૈયાની જિજ્ઞાસાને ખીલવતો આ વિભાગ ખુબ જ
વિકસી રહ્યો છે. આ વિભાગ જિજ્ઞાસુઓમાં એટલો પ્રિય થયેલ છે કે તેને માટે દર
મહિને બસો જેટલા પત્રો આવે છે. તેમાંથી ઉપયોગી પત્રો અને પ્રશ્નો ચૂંટીચૂંટીને લઈએ
છીએ, છતાં પણ આત્મધર્મમાં તેનો પૂરો સમાવેશ થઈ શકતો નથી. આ વખતે હજી
કેટલાય બાળકોને તથા બીજા જિજ્ઞાસુઓની વાત છાપવાની બાકી રાખવી પડી છે, જે
હવે પછી આપીશું. બાળકો, તમારા હૃદયમાં તત્ત્વ સમજવાની જિજ્ઞાસા જાગે તેને અમે
આવકારીએ છીએ.

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
तो मूखचा सरदार
રાજગૃહીનગરીમાં વીરપ્રભુની દિવ્યવાણી સાંભળીને રાજકુમાર
વારીષેણ વૈરાગ્ય પામે છે ને દીક્ષા લેવા તૈયાર થયો છે....ત્યારે તેની
પરીક્ષા કરતાં રાજા શ્રેણીક તેને પૂછે છે કે હે કુમાર! આવું યુવાન
શરીર, આવો રાજવૈભવ અને સ્વરૂપવાન રાણી–એ બધા વૈભવને
છોડીને એથી વિશેષ બીજો ક્્યો વૈભવ શોધવા તું જાય છે? –
सारे वैभव चरणस्पर्शिते शचिसम सुंदर नार।
त्यजुनी सर्वा कुठे निद्यालास तूं सुकुमार?
ત્યારે વારિષેણકુમાર ઉત્તર આપે છે કે–
कोण कुणाचे आधार पिताजी,
अखिल वस्तु स्वाधार।
बनवी परद्रव्याला जो आधार
तो मूर्खाचा सरदार।।
હે પિતાજી! જગતમાં કોણ કોનો આધાર છે! બધી વસ્તુઓ
પોતપોતાના સ્વ–આધારે જ છે. એટલે મારા આત્માનો વૈભવ પણ મારા
આત્માના જ આધારે છે, પરદ્રવ્યમાં નિજવૈભવ જરાપણ નથી; આવા
નિજવૈભવને પ્રાપ્ત કરવા હું જાઉં છું. નિજવૈભવને ભૂલીને પરદ્રવ્યને જે
પોતાના વૈભવનો આધાર બનાવવા માંગે છે તે મૂરખનો સરદાર છે.
(‘
सम्मति’ મરાઠીના આધારે)
* * * * *
જ્યાં ઝેર પણ અમૃત બની જાય છે.
ઝેરપણે પરિણમેલા જગતના પરમાણુઓ, જ્યાં વીતરાગમાર્ગી
મુનિના હાથમાં આવે ત્યાં અમૃતરૂપે પરિણમી જાય....અહા,
મોક્ષમાર્ગના આનંદરૂપી અમૃતને સાધનારા મુનિરાજની સમીપ ઝેર કેમ
રહી શકે? એ તો અતીન્દ્રિય આનંદના અમૃતનું ભોજન કરનારા છે.

PDF/HTML Page 44 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
અમે બાલવિભાગનાં સભ્ય; અમે જિનવરના સંતાન
(બાળકોએ બાલવિભાગમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે, ને નવા નવા સભ્યોનો જોસદાર
પ્રવાહ હજી ચાલુ જ છે. અનેક જિજ્ઞાસુઓ તરફથી પણ બાલવિભાગના ઉત્સાહથી પ્રોત્સાહન મળ્‌યું છે; ને
બાળકોમાં મૂળથી ઊચ્ચ કક્ષાના ધાર્મિક સંસ્કાર રેડવા માટે આ પ્રકારના બાલવિભાગની અત્યંત
આવશ્યકતા સૌએ સ્વીકારી છે. આ રીતે બાળકોનો આ વિભાગ આનંદથી વિકસી રહ્યો છે. નવા
બાલસભ્યોનાં નામોની યાદી અહીં આપી છે–)
૭૭૮ નવીનચંદ્ર શાંતીલાલ જૈન મુંબઈ–૨૬ ૮૦૪ હર્ષદ રમણીકલાલ જૈન ગઢડા
૭૭૯ રવીન્દ્ર સવાઈલાલ જૈન મુંબઈ–૭૭ ૮૦પ दश पूरनचंद जैन
૭૮૦ મધુરી સવાઈલાલ જૈન મુંબઈ–૭૭ ૮૦૬ હર્ષદ હિરાલાલ જૈન મોરબી
૭૮૧ ભારતી સવાઈલાલ જૈન મુંબઈ–૭૭ ૮૦૭ લલીત એચ. જૈન મોરબી
૭૮૨ લતા સવાઈલાલ જૈન મુંબઈ–૭૭ ૮૦૮ સેવંતી ફુલચંદ જૈન મોરબી
૭૮૩ જયશ્રી ચંદુલાલ જૈન મુંબઈ–૭૭ ૮૦૯ અરવીંદ જેઠાલાલ મોરબી
૭૮૪ અનિલકુમાર ચિમનલાલ જૈન જલગામ ૮૧૦ જસવંતરાય જમનાદાસ જૈન અમરેલી
૭૮પ કીરીટકુમાર પ્રાણલાલ જૈન ખાંભા ૮૧૧ ધનસુખરાય અમૃતલાલ જૈન અમરેલી
૭૮૬ રમેશચંદ્ર પ્રાણલાલ જૈન ખાંભા ૮૧૨ નીલાબેન ત્રીકમલાલ જૈન સુરેન્દ્રનગર
૭૮૭ અતુલ પ્રાણલાલ જૈન ખાંભા ૮૧૩ રૂક્ષમણીબેન જીવરાજ જૈન મલાડ
૭૮૮ નયનાબેન ચિમનલાલ જૈન મુંબઈ–૧ ૮૧૪ ચારૂબાળા છબીલદાસ જૈન મલાડ
૭૮૯ કલ્પના હિંમતલાલ જૈન વઢવાણ ૮૧પ તરૂલતા છબીલદાસ જૈન મલાડ
૭૯૦ અરવીંદકુમાર મગનલાલ જૈન સાવરકુંડલા ૮૧૬ જયશ્રીબેન વર્ધમાન જૈન ગઢડા
૭૯૧ હરિશભાઈ પ્રેમચંદ જૈન લાઠી ૮૧૭ વાસંતીબેન ગુણવંતરાય જૈન મુંબઈ–૨૮
૭૯૨ પ્રકાશ મનસુખલાલ જૈન કલકત્તા–૧ ૮૧૮ ગુણવંતરાય પ્રેમચંદભાઈ જૈન મુંબઈ–૨૮
૭૯૩ પ્રવિણચંદ્ર અંબાલાલ જૈન જંત્રાલ ૮૧૯ હેમંતકુમાર નગીનદાસ જૈન મુંબઈ
૭૯૪ ભાયાણી દીલીપ વાડીલાલ જૈન – ૮૨૦ કોકીલાબેન એન. જૈન મુંબઈ
૭૯પ જસવંત કાન્તીલાલ જૈન લખતર ૮૨૧ શોભાબેન એન. જૈન મુંબઈ
૭૯૬ પંકજ રમણીકલાલ જૈન હિંમતનગર ૮૨૨ મધુસુદન એન. જૈન મુંબઈ
૭૯૭ કમલેશ આર. જૈન હિંમતનગર ૮૨૩ મુકેશચંદ્ર એન. જૈન મુંબઈ
૭૯૮ છાયાબેન આર. જૈન હિંમતનગર ૮૨૪ ધીમંતકુમાર એન. જૈન મુંબઈ
૭૯૯ નંદિકાબેન નગીનદાસ જૈન હિંમતનગર ૮૨પ લીલાબેન કાલીદાસ જૈન મુંબઈ–૧૯
૮૦૦ સરજૂ અમૃતલાલ જૈન હિંમતનગર ૮૨૬ રસીલાબેન કાલીદાસ જૈન મુંબઈ–૧૯
૮૦૧ સુરેશ ખીમજીભાઈ જૈન ૮૨૭ અનીલાબેન કાલીદાસ જૈન મુંબઈ–૧૯
૮૦૨ ભરતકુમાર વર્ધમાન જૈન ગઢડા ૮૨૮ મહેશચંદ્ર કાળીદાસ જૈન મુંબઈ–૧૯
૮૦૩ દિલીપ રમણીકલાલ જૈન ગઢડા ૮૨૯ ભુપેન્દ્રકુમાર કાળીદાસ જૈન મુંબઈ–૧૯

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
૮૩૦ રાજેન્દ્રકુમાર ગુણવંતરાય જૈન ઘાટકોપર ૮૬૪ पुण्येन्द्रकुमार मदनलालजी जैन उदयपुर
૮૩૧ હંસાબેન ગુણવંતરાય જૈન ઘાટકોપર ૮૬પ આશિષકુમાર અનંતરાય જૈન સોનગઢ
૮૩૨ ભરતકુમાર ગુણવંતરાય જૈન ઘાટકોપર ૮૬૬ મનહરલાલ મગનલાલ જૈન વડોદરા
૮૩૩ ચંદ્રકાંત ગુણવંતરાય જૈન ઘાટકોપર ૮૬૭ બકુલચંદ્ર વૃજલાલ જૈન મુંબઈ–૨
૮૩૪ રીટાબેન ગુણવંતરાય જૈન ઘાટકોપર ૮૬૮ સુરેખાબેન એચ. જૈન ભાવનગર
૮૩પ મહેન્દ્રકુમાર રસીકલાલ જૈન જામનગર ૮૬૯ કીર્તીકુમાર એચ. જૈન ભાવનગર
૮૩૬ ભારતીબેન રસીકલાલ જૈન જામનગર ૮૭૦ ચંદ્રકાંત એચ. જૈન ભાવનગર
૮૩૭ પ્રદિપકુમાર રસીકલાલ જૈન જામનગર ૮૭૧ કીશોરકુમાર એચ. જૈન ભાવનગર
૮૩૮ કિર્તીભાઈ રસીકલાલ જૈન જામનગર ૮૭૨ विमलचंद नाथुलालजी जैन कुचामन सीटी
૮૩૯ આશાબેન રસીકલાલ જૈન જામનગર ૮૭૩ સંતોષકુમાર હિરાલાલ જૈન કુચામન સીટી
૮૪૦ શાહ જ્યોત્સના પારસરાય જૈન રાજકોટ ૮૭૪ લાલચંદ હિરાચંદ જૈન કુચામનસીટી
૮૪૧ ચેતનકુમાર સી. જૈન મોરબી ૮૭પ મનસુખભાઈ વેલજી જૈન મુંબઈ
૮૪૨ નરેન્દ્રકુમાર સી. જૈન મોરબી ૮૭૬ સુસ્મીતાબેન શશીકાંત જૈન રાજકોટ
૮૪૩ જિનેન્દ્રકુમાર રમેશચંદ્ર. જૈન મોરબી ૮૭૭ પ્રવિણચંદ્ર મનસુખલાલ જૈન ટાટમ
૮૪૪ પ્રકાશચંદ્ર રમેશચંદ્ર જૈન મોરબી ૮૭૮ દિનેશચંદ્ર મનસુખલાલ જૈન ટાટમ
૮૪પ કમલેશકુમાર જયંતીલાલ જૈન દાહોદ ૮૭૯ દિલીપકુમાર વનેચંદ જૈન મોરબી
૮૪૬ ઈલાબેન છોટાલાલ જૈન દામનગર ૮૮૦ શૈલેષકુમાર રમણીકલાલ જૈન જેતપુર
૮૪૭ ધનસુખરાય અમૃતલાલ જૈન અમરેલી ૮૮૧ જયકુમાર પટવારી જૈન कुचामन
૮૪૮ હર્ષાબેન હેમતલાલ જૈન અમરેલી ૮૮૨ નરેન્દ્રકુમાર હરજીવનદાસ જૈન અમદાવાદ
૮૪૯ જયેશકુમાર હેમંતલાલ જૈન લીંબડી ૮૮૩ નવનીતકુમાર હરજીવનદાસ જૈન અમદાવાદ
૮પ૦ નરેન્દ્રકુમાર ઉત્તમચંદ જૈન મોરબી ૮૮૪ અરવીંદકુમાર હરજીવનદાસ જૈન અમદાવાદ
૮પ૧ જયશ્રીબેન ઉત્તમચંદ જૈન મોરબી ૮૮પ વિનયચંદ્ર હરજીવનદાસ જૈન અમદાવાદ
૮પ૨ સ્મિતાબેન ઉત્તમચંદ જૈન મોરબી ૮૮૬ રમેશચંદ્ર અમૃતલાલ જૈન ફતેપુરમોટા
૮પ૩ દિલીપકુમાર ભોગીલાલ જૈન મોરબી ૮૮૭ જિતેન્દ્રકુમાર નંદલાલ જૈન બોટાદ
૮પ૪ દિપકકુમાર રમેશચંદ્ર જૈન ઘાટકોપર ૮૮૮ વિજયકુમાર મુલચંન્દ્રજી જૈન कुचामन
૮પપ શૈલાબેન રમેશચંદ્ર જૈન ઘાટકોપર ૮૮૯ સુરેશચંદ્ર મણીલાલ જૈન સરડોઈ
૮પ૬ સરોજબેન હજારીમલ જૈન દાહોદ ૮૯૦ કિશોરચંદ્ર હિંમતલાલ જૈન જસદણ
૮પ૭ ઉષાબેન હજારીમલ જૈન દાહોદ ૮૯૧ દિપકકુમાર રસીકલાલ જૈન રાજકોટ
૮પ૮ જસુમતી ધારસીભાઈ જૈન સોનગઢ ૮૯૨ વિજયકુમાર જયંતીલાલ જૈન લાઠી
૮પ૯ નીમેશકુમાર વિક્રમચંદ જૈન ટંકારા ૮૯૩ નરેન્દ્રકુમાર કનકરાય જૈન વણી
૮૬૦ દિનેશચંદ જેવંતલાલ જૈન મોરબી ૮૯૪ મહાવીરપ્રસાદ બરાજાપ્યા જૈન कुचामन
૮૬૧ સુરેશચંદ્ર જેવંતલાલ જૈન મોરબી ૮૯પ નયનાબેન રમણીકલાલ જૈન સુરેન્દ્રનગર
૮૬૨ નીતેશકુમાર વિક્રમચંદ જૈન ટંકારા ૮૯૬ નીતીનકુમાર રમણીકલાલ જૈન સુરેન્દ્રનગર
૮૬૩ નીલાકુમારી સી. જૈન મોરબી ૮૯૭ જિનેશકુમાર રમણીકલાલ જૈન સુરેન્દ્રનગર

PDF/HTML Page 46 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
૮૯૮ પરીમલાબેન રમણીકલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧૩ સ્મીતાબેન અરવીંદભાઈ જૈન વડોદરા
૮૯૯ સ્મિતાબેન રમણીકલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧૪ નીવેદીતા વિનુભાઈ જૈન મુંબઈ
૯૦૦ કમલેશકુમાર રસીકલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧પ ચેતનકુમાર વિનુભાઈ જૈન મુંબઈ
૯૦૧ અજયકુમાર રસીકલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧૬ મુકુલભાઈ વિનુભાઈ જૈન મુંબઈ
૯૦૨ વિભાબેન રસીકલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧૭ પારૂલબેન વિનુભાઈ જૈન મુબંઈ
૯૦૩ અપૂર્વકુમાર હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧૮ ભરતકુમાર જયંતીલાલ જૈન મુંબઈ–૨
૯૦૪ આરતીબેન હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર ૯૧૯ નરેન્દ્રકુમાર જયંતીલાલ જૈન મુંબઈ–૨
૯૦પ દિજેશકુમાર હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર ૯૨૦ ભરતકુમાર રતનમલ જૈન મુબંઈ–૨
૯૦૬ રાજેશકુમાર જયંતીલાલ જૈન વડોદરા ૯૨૧ કમલેશકુમાર રતનમલ જૈન મુંબઈ–૨
૯૦૭ હરેશકુમાર જયંતીલાલ જૈન વડોદરા ૯૨૨ નવનીતકુમાર ચુનીલાલ જૈન અમદાવાદ–૧
૯૦૮ દિલીપકુમાર લાલચંદ જૈન લીંબડી ૯૨૩ અશોકકુમાર મોતીલાલ જૈન મુંબઈ–૨૮
૯૦૯ રવિન્દ્ર હિંમતલાલ જૈન મુંબઈ–૨૮ ૯૨૪ સુધાબેન મોતીલાલ જૈન મુંબઈ–૨૮
૯૧૦ દિપકકુમાર સુર્યકાંત જૈન મુંબઈ–પ૭ ૯૨પ દેવેન્દ્રકુમાર વેણીલાલ જૈન સાંગલી
૯૧૧ સૈલેશકુમાર શશીકાંત જૈન મુંબઈ–૬૬ ૯૨૬ જયેશકુમાર નંદલાલ જૈન ધોરાજી
૯૧૨ રશ્મીકાંત રજનીકાંત જૈન મુંબઈ–૬૬ ૯૨૭ જયશ્રીબેન નાનાલાલ જૈન ઘોરાજી
“આત્મધર્મ” ના વિકાસ માટે તથા બાલવિભાગ માટે
આવેલ રકમોની સાભાર નોંધ
પ૧) બાબુભાઈ ગોપાલદાસ અમદાવાદ ૨પ) કિરિટકુમાર ચીમનલાલ
૨૩) સ્વ. શાંતાબેન મણિલાલ પોપટલાલ ગારિયાધાર (સ. નં. પ૮૪) સોનગઢ
૨પ) મગનલાલ સુંદરજી સોનગઢ ૨૧) એક મુમુક્ષ બહેન
૧૧) મગનલાલ તલકશી સુરેન્દ્રનગર ૧૦૧) ચીમનલાલ હિંમતલાલ શાહ
૨પ) ચંપાબેન તલસાણીઆ રાજકોટ (વાસ્તુ પ્રસંગે) ”
૬) શૈલાલિની ચંદ્રકાન્ત મહેતા પ૧) મુકુન્દભાઈ એમ. ખારાના સુપુત્રો
(સભ્ય નં. ૨૭૭) રાજકોટ (સ. નં. પ૦૨–પ૦૬) ”
૧૯) શાંતિલાલ ઠાકરશી ૨પ) ચીમનલાલ ઠાકરશી મોદી
(મૂળીવાળા) ઘાટકોપર (વાસ્તુ પ્રસંગે) ”
૨૭) એક ભાઈ હા. ભારતીકુમારી ૨પ) એક મુમુક્ષુ બેન (હા. તારાબેન) ઘાટકોપર
મનહરલાલ (સ. નં. ૨૭) બેંગલોર ૧૦૦) પં. ઈન્દ્રચન્દજી લીલ્લહા રામગઢ
૬) પં. બંસીધરજી શાસ્ત્રી ચોમૂ ૨પ) ઉમેદલાલ ગોકળદાસ રાજકોટ
* * * * *
* * *

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
સર્વાર્થસિદ્ધિના દેવોની ચર્ચા
પૂ. ગુરુદેવના જન્મોત્સવ પ્રસંગે ભજવાયેલા એક નાટકમાં
સર્વાર્થસિદ્ધિ દેવો પરસ્પર ધર્મચર્ચા કરે છે એવું દ્રશ્ય આવ્યું હતું.
તે પ્રસંગની સર્વાર્થસિદ્ધિ દેવોની ચર્ચા અહીં આપે છે. (સં.)
પહેલાદેવ:– અહો, દેવો આપણે સૌ ભાગ્યશાળી છીએ, આપણા ભવનો કિનારો નજીક
આવી ગયો છે.
બીજા દેવ:– હા, આપણે સર્વાર્થસિદ્ધિના બધા જ દેવો હવે છેલ્લો મનુષ્યઅવતાર ધારણ
કરીને મોક્ષ પામશું.
ત્રીજાદેવ:– અહા, અહીં આપણા સર્વાર્થસિદ્ધિ વિમાનમાં બધા જ જીવો સાધક છે, બધા
જ જીવો સ્વરૂપના આરાધક છે. અહીં તો જાણે આરાધક જીવોનો મેળો
ભેગો થયો છે.
ચોથા દેવ:– વાહ, આપણા વિમાનમાં કોઈ મિથ્યાદ્રષ્ટિ તો નહિ ને એક કરતાં વધારે
ભવ પણ કોઈને નહિ.
પાંચમા દેવ:– હા, આપણે તો સિદ્ધલોકના પાડોશી છીએ. જેમ સિદ્ધલોક અહિંથી થોડે
જ દૂર છે તેમ આપણી સિદ્ધદશા પણ થોડીક જ દૂર છે.
છઠ્ઠા દેવ:– આપણે બધાય દેવોએ પહેલાંના ભવમાં મુનિમાર્ગ જોયેલો છે. પૂર્વભવે
આપણે સૌ ચૈતન્યના નિર્વિકલ્પ અનુભવરૂપ મુનિદશામાં ઝુલતા હતા. એ
સાધના જરાક અધૂરી રહી ગઈ એટલે આ એક અવતાર થયો.
સાતમા દેવ:– પહેલાંના ભવમાં આપણામાં કોઈ છઠ્ઠા–સાતમા ગુણસ્થાને હતાં અને
કોઈ આઠમા, નવમા, દસમા, કે અગિયારમા ગુણસ્થાને પણ હતાં.
આઠમા દેવ:– અને હવે મનુષ્ય થઈને ફરી મુનિદશા અંગીકાર કરશું ને ચૈતન્યદશામાં
ઝૂલતાં ઝૂલતાં મોક્ષદશાને સાધશું.
પહેલા દેવ:– આપણામાંથી કેટલાક જીવો તો અહીંથી નીકળીને તીર્થંકર થવાના છે; કોઈ
વિદેહમાં, કોઈ ભરતમાં અને કોઈ ઐરાવતમાં થશે, કોઈ જંબુદ્વીપમાં, કોઈ
ધાતકીખંડ દ્વીપમાં અને કોઈ પુષ્કરદ્વીપમાં તીર્થંકર થશે.

PDF/HTML Page 48 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
બીજા દેવ:– આપણે બધાય અવધિજ્ઞાનના ધારક છીએ. મનુષ્યલોકમાં બનતા મહાન
મંગલ પ્રસંગો આપણે અહીં બેઠા બેઠા જાણીએ છીએ.
ત્રીજા દેવ:– તેત્રીસ સાગરનું અસંખ્ય વર્ષનું આપણું આયુષ્ય તો મુખ્યપણે
સ્વાનુભવની તત્ત્વચર્ચામાં જ વીતે છે.
ચોથા દેવ:– અહો; ચૈતન્યની આરાધનામાં જીવન વીતે તે ધન્ય છે. સ્વાનુભવની ચર્ચા
કરે છે તે પણ ધન્ય છે.
પાંચમા દેવ:– ખરેખર મોક્ષમાર્ગ સ્વાનુભવમાં સમાય છે. જૈન શાસન સ્વાનુભવમાં
સમાય છે. સુખ હોય તો તે સ્વાનુભવમાં જ છે.
છઠ્ઠા દેવ:– એ મનુષ્ય અવતાર ધન્ય છે કે જેમાં સ્વાનુભવની પૂર્ણતા કરીને મોક્ષને
સાધીએ. અહા, એ સ્વાનુભવનો અતીન્દ્રિય આનંદ અદ્ભુત છે.
સાતમા દેવ:– આપણે એ આનંદનો સ્વાદ ચાખ્યો છે. સમ્યગ્દર્શનનો એ મહાન પ્રતાપ
છે કે જે આવો અતીન્દ્રિય આનંદ આપે છે. જગતમાં તે જીવો ધન્ય છે કે
જેઓ સમ્યગ્દર્શન આરાધક છે.
આઠમા દેવ:– મનુષ્યલોકમાં એવા સમક્ત્વધારી સંતો અવારનવાર થતા જ આવે છે
અને મનુષ્યલોકમાં અઢીદ્વીપને પાવન કરે છે.
અંગ્રજી અક્ષરોને
ગુજરાતીમાં વાંચો
* Cદ્ધપ્રભુ Jવા આનંદરસને PO.
* J કોઈ Cદ્ધ થયા છે તેO ભેદVજ્ઞાનથી જ થયા છે.
* ભેદVજ્ઞાન Vના Kવળજ્ઞાન Kમ થાય?
* મહાVર પ્રભુG મોક્ષમાં BરાJ છે.
* VદેહવાC Cમંધર Gનને Aક લાખ વંદન.
– જય જિનેન્દ્ર

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
ધર્મીની રુચિના રંગ આત્મામાં લાગ્યા છે.
આત્માને ઈષ્ટરૂપ એવા આનંદની પ્રાપ્તિ માટે મુમુક્ષુ જીવ
કેવો ઉદ્યમ કરે છે? ને તેને આત્માનો કેવો રંગ લાગ્યો છે, –તેનું
પ્રેરક આ પ્રવચન વારંવાર મનનીય છે કે જેથી આત્માને
ચૈતન્યરુચિના રંગ લાગે ને રાગાદિના બીજા કોઈ રંગ લાગે નહિ.
ઈષ્ટ એટલે આત્માનું હિત, આત્માના આનંદની પ્રાપ્તિ; તેનો આ ઉપદેશ છે.
કયા પ્રકારે આત્માના આનંદનો અનુભવ થાય તેની આ વાત છે.
જે જીવ અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માનો અભિલાષી થયો છે ને ભવદુઃખના
કલેશથી થાક્્યો છે તે જીવ આનંદની પ્રાપ્તિ માટે શું કરે? કે એકાન્તસ્થાનમાં રહીને,
લોકસંસર્ગથી દૂર અને લોકસંબંધી અભિલાષાથી દૂર પોતાના આનંદસ્વરૂપને ચિન્તવે
છે. આનંદસ્વરૂપ આત્મા હું છું–એમ દ્રઢ પ્રતીતિ વડે આત્માને સ્વવિષયરૂપ બનાવે;
શ્રદ્ધાને–જ્ઞાનને આત્મા તરફ ઝુકાવે. મારી ચીજ પરમાં નથી, પરનો અંશ મારામાં નથી;
વિકલ્પ પણ મારું કાર્ય નથી હું તો જ્ઞાન ને આનંદનો પિંડ છું–આવા સ્વભાવની
ભાવનામાં તત્પર જ્ઞાની–સન્તો બહારના કાર્યોને પોતાના હૃદયમાં લાંબો કાળ રહેવા
દેતા નથી; સ્વભાવના રસ આડે બીજા બધા કાર્યોનો રસ એને ઉડી ગયો છે એટલે તેમાં
પરિણામનું જોર નથી. પરિણામનું જોર સ્વભાવ તરફ ઝૂકે છે. પોતાના શુદ્ધ આત્મા
સિવાય બીજું કાંઈ ધર્મીની રુચિમાં વસ્યું નથી. એને આત્મા સિવાય બીજા કાર્યોનો રંગ
ઊડી ગયો છે, તેનો રસ તેને રહ્યો નથી.
ભાઈ, રુચિના રંગની એવી છાપ આત્મામાં પાડ કે રાગાદિ બીજા કોઈ રંગ
એમાં લાગે નહિ; ચૈતન્યરુચિના રંગ લાગે તે કદી છૂટે નહિ. અતીન્દ્રિય આનંદના
સ્વાદની પ્રીતિ આડે જગતના સ્વાદ બધા નીરસ લાગે છે. લગની પોતાના આત્માની
લાગી છે ત્યાં બીજા શેમાંય પરિણામની લીનતા થતી નથી. –આવી પરિણતિ ધર્મીને
સદાય ક્ષણે ને પળે વર્ત્યા જ કરે છે. વનમાં હો કે ઘરમાં, પણ ધર્મીની પરિણતિનો રંગ
આત્મામાં લાગેલો છે, એની પરિણતિ ભોજનાદિમાં જવા છતાં તેને ભોજનાદિનો રંગ
નથી, એટલે ખરેખર તેમાં તેની પરિણતિ લાગેલી નથી. તે વખતે ચૈતન્યસ્વભાવના
રંગથી જ તેની પરિણતિ રંગાયેલી છે, રાગના રંગે તે રંગાયેલી નથી.

PDF/HTML Page 50 of 53
single page version

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
ધર્મીને પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન તે એક જ ઈષ્ટ છે, એ સિવાય બીજામાં
અંશમાત્ર પરિણતિ જાય તે ઈષ્ટ નથી, વહાલું નથી, સુખકર નથી. સુખનો સમુદ્ર જ્યાં
ભર્યો છે તેમાં ઉપયોગને સ્થિર કરવો તે જ મોક્ષનો ને સુખનો માર્ગ છે. સાધકપણામાં
વચ્ચે બીજા વિકલ્પો હોય તેને ધર્મી ઈષ્ટ નથી માનતા, તેને મોક્ષનો ઉપાય નથી માનતા.
જેમાં આનંદનું વેદન થાય તે જ ઈષ્ટ છે, આનંદનું જેમાં વેદન ન થાય તે આકુળતાનું
વેદન–થાય–તે ધર્મીને ઈષ્ટ કેમ હોય? પરમાર્થ ધ્યાન–સ્વાધ્યાય–આવશ્યકક્રિયા–
પ્રતિક્રમણાદિ–મંગલ–શરણ વગેરે બધા શુદ્ધનયથી આત્મધ્યાનમાં જ સમાય છે.
અહો, જેની સન્મુખ જોતાં મોક્ષના સાધનની ઉત્પત્તિ થાય, ને જેની વિમુખ જોતાં
બંધના કારણની ઉત્પત્તિ થાય–એવું આ ચૈતન્ય તત્ત્વ તે જ ધર્મીનું ધ્યેય છે, તેનું ધ્યાન
એ જ સર્વ શાસ્ત્રનો સાર છે. આમાં નિશ્ચય–વ્યવહાર ને ઉપાદાન–નિમિત્ત વગેરે બધાના
ખુલાસા સમાઈ ગયા. શુદ્ધાત્માની સન્મુખતા વડે મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અબાધિત
નિયમ છે, એટલે શુદ્ધાત્માની સન્મુખ થવાનો ઉપદેશ તે જ ઈષ્ટ–ઉપદેશ છે. જેણે
અંતર્મુખ થઈને શુદ્ધાત્માનું ગ્રહણ કર્યું તેણે સંતોના ઉપદેશમાંથી ઈષ્ટનું ગ્રહણ કર્યું.
ભાઈ, ઉપદેશમાંથી તું તારા શુદ્ધ આત્માને શોધજે ને તેને જ ઈષ્ટપણે–વહાલો
કરીને ગ્રહણ કરજે. બીજા કોઈ ભાવોને ન ગણીશ. મારું હિત શેમાં છે–તે નક્કી કરીને
અંતરમાં શુદ્ધાત્માના ધ્યાન વડે તેવો હિતભાવ (–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) પ્રગટ
કરજે, ને પરભાવોનો પ્રેમ છોડજે. તારે તારો આનંદ પ્રાપ્ત કરવો છે ને? તો તે આનંદ
જ્યાં ભર્યો છે ત્યાં જા.....જે આનંદનું ધામ છે તેને તું ધ્યાનમાં લે. –એના સિવાય આખા
જગતની રુચિના રંગને છોડ. ધર્મીને રુચિમાં આત્માના રંગ લાગ્યા છે; તે રંગ ચડયો
તેમાં હવે ભંગ પડે નહિ એટલે બીજા રાગના રંગ લાગે નહિ. આવો ચૈતન્યનો રંગ
લાગે તે જ આત્માનું ઈષ્ટ છે, ને તે જ ‘ઈષ્ટ ઉપદેશ’ નો સાર છે. આવા આત્માનો રંગ
લગાડીને તેનું ધ્યાન કરતાં પરમ આનંદરૂપ મોક્ષલક્ષ્મી તારા હાથમાં આવી જશે.
હું કોણ છું? ક્્યાંથી થયો? શું સ્વરૂપ છે મારૂં ખરૂં?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરૂં?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યા.

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨



વૈરાગ્ય સમાચાર:–
સોનગઢમાં જેઠ સુદ પૂર્ણિમાની રાત્રે ભાવનગરવાળા
ચંદનબેન (ઉ. વર્ષ ૭૦ લગભગ) અકસ્માત સ્વર્ગવાસ પામી ગયા. પુનમના દિવસે
પ્રવચન–ભક્તિ વગેરે બધા કાર્યક્રમોમાં તો તેમણે ભાગ લીધો હતો, તથા સાધર્મી બહેનો
સાથે રાતે દસ વાગ્યા સુધી તત્ત્વચર્ચા કરી હતી ને જ્ઞાન–વૈરાગ્યની ભાવનાઓ ભાવી
હતી....પરંતુ રાતે સૂતા પછી સવારે જાગ્યા નહિ, વચ્ચે જ સ્વર્ગવાસ પામી ગયા. દૂધ
દેનારે સવારે સાદ પાડયો ને જવાબ ન મળ્‌યો ત્યારે તો એની ખબર પડી! જુઓ, આ
જીવનની ક્ષણભંગુરતાના ખેલ! સાંજે સૂતો તે સવારે જીવતો જાગશે કે કેમ તેનોય જ્યાં
ભરોસો નથી–ત્યાં પ્રમાદમાં જીવનની એક ક્ષણ પણ વેડફી નાંખવાનું મુમુક્ષુને કેમ
પાલવે? શ્રી ચંદનબેન તત્ત્વના જિજ્ઞાસુ હતા તથા પૂ. ગુરુદેવ પ્રત્યે તેમજ પૂ.
બેનશ્રીબેન પ્રત્યે ભક્તિની ઘણી લાગણી ધરાવતા હતા. છેલ્લા ત્રીસેક વર્ષથી
સોનગઢમાં રહીને સત્સંગનો લાભ લેતા હતા. સત્સંગની ભાવના અને ભક્તિના બળે
આગળ વધીને તેઓ આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.
જેઠ સુદ પૂનમે શેઠશ્રી ચીમનલાલ હિંમતલાલના ઘરનું વાસ્તુ હતું, તથા જેઠ વદ
ત્રીજે ભાઈશ્રી ચીમનલાલ ઠાકરશી મોદી (અને ભાઈઓ) ના ઘરનું વાસ્તુ થયું હતું.
સવારના પ્રવચનમાં પૂજ્યપાદ સ્વામી રચિત ઈષ્ટોપદેશ વંચાતું હતું તે જેઠ વદ
બીજના રોજ (પ૬ પ્રવચનદ્વારા) સમાપ્ત થયું છે. ને જેઠ વદ ત્રીજથી યોગીન્દુદેવ
રચિત યોગસાર ઉપર પ્રવચનો શરૂ થયા છે. બપોરના પ્રવચનમાં નિયમસાર વંચાય છે.
અષાડ માસના મંગલ દિવસો
(પૂજાસંગ્રહના આધારે)
સુદ ૬ વર્ધમાન–ગર્ભકલ્યાણક (વૈશાલી–કુંડગ્રામ)
સુદ ૭ નેમિનાથ–મોક્ષકલ્યાણક (ગીરનાર)
વદ ૧ વીરશાસનપ્રર્વતન (દિવ્યધ્વનિ દિન) (રાજગૃહી)
વદ ૨ મુનિસુવ્રત–ગર્ભકલ્યાણક (રાજગૃહી)
વદ ૧૦ કુંથુનાથ–ગર્ભકલ્યાણક (હસ્તિનાપુર)
(શ્રાવણમાસનો શિક્ષણવર્ગ બીજા શ્રાવણમાં રાખવામાં આવશે.)

PDF/HTML Page 52 of 53
single page version

background image
શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરમાં સહજ શુદ્ધ આત્માની કેવી ધૂન ચાલતી હશે....!
તેમણે હાથનોંધમાં નીચેના દશ બોલ દ્વારા આત્માની લગની વ્યક્ત કરી છે, તે ઉપરથી
તેમના અંતરની ધૂનનો જિજ્ઞાસુને ખ્યાલ આવશે.
* એકાંત આત્મવૃત્તિ
* એકાંત આત્મા.
* કેવળ એક આત્મા.
* કેવળ એક આત્મા જ.
* કેવળ માત્ર આત્મા.
* કેવળ માત્ર આત્મા જ.
* આત્મા જ.
* શુદ્ધાત્મા જ.
* સહજાત્મા જ.
* નિર્વિકલ્પશબ્દાતીત સહજસ્વરૂપ આત્મા જ.
(આત્મામાં અંતર્મુખવૃત્તિ તરફ તેમના પરિણામનું કેટલું જોર છે તે આમાં
દેખાય છે)
શ્રીમદ્ રાજચંદ્ર એક હાથનોંધમાં લખે છે કે:–
જાગૃત સત્તા.
જ્ઞાયક સત્તા.
આત્મસ્વરૂપ.
(આટલા ટૂંકા લખાણમાં પણ કેટલા બધા
ભાવો ભરી દીધા છે!! આત્માનો અગાધ
મહિમા પાંચ શબ્દોમાં ભરી દીધો છે.)
અહો! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ:–
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના
મૂળ સર્વજ્ઞદેવ:–
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત
કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ! આ
વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો
જયવંત વર્તો.

PDF/HTML Page 53 of 53
single page version

background image
Atmadharma Regd. No. 182
સન્ત પ્રત્યે....
ઘણા વર્ષ જુની ‘ફૂલછાબ’ ની એક કાપલી અચાનક હાથમાં આવી–
જેમાં એક કાવ્ય હતું. મુમુક્ષુજીવન સન્તને પોતાના જીવનનો આધારે માનીને
તેમના પ્રત્યે આ કાવ્યદ્વારા પોતાની જે ઊર્મિ વ્યક્ત કરે છે તે ગમી, તેથી અહીં
આભાર સાથે પ્રગટ કરી છે. સં.
હે સન્ત મારા. જીવનના આધાર છો.
તમે તો મારા પ્રેમી પ્રાણાધાર છો.
હે સંત મારા. જીવનના આધાર છો.

તારી કૃપાથી મારું જીવન આનંદ ચાલે,
તારી આશિષે એનાં ફૂલડાં ઊગે ને ફાલે;
દૈવી કો દાતાર છો, હે સન્ત મારા૦

જીવનના રણમાં ન્યારી વનસ્થળી છે તમારી;
તાપે તપેલું હૈયું છાયા પામે છે ભારી;
અમૃતના આગાર છો, હે સન્ત મારા૦

તમે છો પિતા ને માતા, સખો તમે સ્નેહી,
પ્રાણ તેમ જીવન ને દેહ વળી દેહી;
સંસારના એક સાર છો, હે સન્ત મારા૦

કૃપાની અખંડ વર્ષા વરસી રહેજો પ્રેમે,
અમારા વિના રહેજો વિખૂટા કદી ના કેમે,
પ્રેમીના હૈયાના હાર છો, હે સન્ત મારા૦
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને