Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 57
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
૨૭૧૧ ભાવનાબેન ડાહ્યાલાલ જૈન ૨૭૩૦ દેવાંગ રસિકલાલ જૈન મુંબઈ
૨૭૧૨ વિજયકુમાર ડાહ્યાલાલ જૈન ૨૭૩૧ પૂર્ણિમા છગનલાલ જૈન મુંબઈ–૭૭
૨૭૧૩ નીતાબેન જયંતિલાલ જૈન મુબંઈ–૨૮ ૨૭૩૨ અશ્વિનકુમાર મણિલાલ જૈન સાબલી
૨૭૧૪ ટીનુ જયંતિલાલ જૈન મુંબઈ ૨૭૩૩ જયોત્સ્નાબેન મણિલાલ જૈન
૨૭૧પ નૈનાબેન જયંતિલાલ જૈન ૨૭૩૪ વીણાબેન એલ જૈન મુંબઈ–૬૪
૨૭૧૬ રૂપલબેન જયંતિલાલ જૈન ૨૭૩પ ફાલ્ગુનીબેન સુબોધચંદ્ર જૈન અમદાવાદ
૨૭૧૭ દીલીપકુમાર મનસુખલાલ જૈન ” ૨૭૩૬ હંસાબેન જૈન મુંબઈ–૧૬
૨૭૧૮ વીરેન્દ્ર રમણિકલાલ જૈન ૨૭૩૭ ભારતીબેન જૈન બેંગલોર
૨૭૧૯ આશીષ ધીરૂભાઈ જૈન ૨૭૩૮ હર્ષાબેન ચંદ્રકાંત જૈન મદ્રાસ
૨૭૨૦ નીશીત ધીરૂભાઈ જૈન ૨૭૩૯ રેણુકાબેન અમૃતલાલ જૈન સણોસરા
૨૭૨૧ રાજુ મનુભાઈ જૈન ૨૭૪૦ ભાવનાબેન અમૃતલાલ જૈન
૨૭૨૨ રૂપલ રતિલાલ જૈન ૨૭૪૧ ગૌતમકુમાર એ. જૈન
૨૭૨૩ સોનલ રતિલાલ જૈન ૨૭૪૨ જયકાન્ત કાન્તિલાલ જૈન
૨૭૨૪ ભરતકુમાર ચંપકલાલ જૈન મુંબઈ ૨૭૪૩ આશાબેન નગીનદાસ જૈન ”
૨૭૨પ સંજયકુમાર ચંપકલાલ જૈન ૨૭૪૪ હિતેન્દ્ર નગીનદાસ જૈન જાંબુડી
૨૭૨૬ દીનીબેન મનુભાઈ જૈન મુંબઈ–૨૮ ૨૭૪પ પરેશકુમાર નંદલાલ જૈન કોઈમ્બતૂર
૨૭૨૭ રેખાબેન શાંતિલાલ જૈન ૨૭૪૬ ભરતકુમાર નંદલાલ જૈન
૨૭૨૮ ગિરાબેન રસિકલાલ જૈન મુંબઈ–પ૪ ૨૭૪૭ જયેશકુમાર નંદલાલ જૈન
૨૭૨૯ રીટાબેન રસીકલાલ જૈન મુંબઈ ૨૭૪૮ મનીષ મનહરલાલ જૈન સોનગઢ
* અમદાવાદ બાલ સભ્યોને સૂચના કરવામાં આવે છે કે તમારું પુસ્તક ખાડિયા
દિગંબર જિનમંદિરમાં આપેલ છે ત્યાંથી મેળવી લેશો. એક ઘરના એકથી વધુ સભ્યો
વચ્ચે પણ એક પુસ્તક મોકલેલ છે. વિશેષ માટે રોમેશકુમાર બી. જૈનનો સંપર્ક સાધશો.
* બંધુઓ, દરેક પત્રમાં તમે તમારું પૂરું સરનામું લખવાની ટેવ પાડો......જેથી સામી
વ્યકિત તમારા પત્રનો જવાબ આપી શકે. (કેટલાક પત્રોમાં નામ કે ગામ લખેલા નથી.)
* બાલસભ્યોને જન્મદિવસની ભેટ મોકલવાની જે યોજના હતી તે ગત
દીવાળીએ પૂરી થઈ છે, ને આ વર્ષે તે યોજના મુલતવી રાખેલ છે.

PDF/HTML Page 42 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
સમ્યગ્દર્શનના
આઠ–અંગની કથા
સમકિત સહિત આચાર હી સંસારમેં ઈક સાર
જિનને કિયા આચરણ ઉનકો નમન સો સો વાર હૈ।।
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિયે
અરુ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિયે।।
* * * * *
પોતાના શુદ્ધ આત્માની અનુભૂતિ પૂર્વકની નિઃશંક શ્રદ્ધા જેને થઈ છે તે
ધર્માત્માના સમ્યગ્દર્શનમાં નિઃશંકતાદિ આઠે નિશ્ચય અંગો સમાઈ જાય છે; તેની
સાથે વ્યવહાર આઠ અંગો પણ હોય છે. જો કે બધા સમ્યગ્દ્રષ્ટિ જીવો નિઃશંકતાદિ
આઠ ગુણ સહિત હોય છે, પણ તેમાંથી એકેક અંગના ઉદાહરણરૂપે અંજનચોર
વગેરેની કથા પ્રસિદ્ધ છે; તેનાં નામ સમન્તભદ્ર સ્વામીએ રત્નકરંડ શ્રાવકાચારમાં
નીચે પ્રમાણે આપ્યા છે. –
अंजन निरंजन हुए उनने नहीं शंका चित घरी ।१।
बाई अनंतमती सतीने विषय आशा परिहरी ।२।
सज्जन उदायन नृपति वरने ग्लानि जीती भावसे ।३।
सत्–असत्का किया निर्णय रेवतीने चावसे ।४।
जिनभक्तजीने चोरका वह महादूषण ढंक दिया ।५।
जय वारिषेणमुनिश मुनिके चपल चितको थिर किया ।६।
सु विष्णुकुमार कृपालुने मुनिसंघकी रक्षा करी ।७।
जय वज्रमुनि जयवंत तुमसे धर्ममहिमा विस्तरी ।८।
મુમુક્ષુઓને સમ્યક્ત્વનો મહિમા જગાડે અને આઠઅંગના પાલનમાં ઉત્સાહ પ્રેરે
તે માટે આ આઠ અંગની આઠ કથાઓ અહીં ક્રમસર આપવામાં આવશે, તેમાંથી પહેલી
કથા અહીં રજુ થાય છે.

PDF/HTML Page 43 of 57
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
૧. નિઃશંકિત–અંગમાં પ્રસિદ્ધ
અંજન ચોરની કથા
અંજનચોર! તે કાંઈ મૂળથી ચોર ન હતો; તે તો તે જ ભવે મોક્ષ પામનાર એક
રાજકુમાર હતો. એનું નામ લલિતકુમાર. અત્યારે તો તે નિરંજન–ભગવાન છે, પણ
લોકો એને અંજનચોર તરીકે ઓળખે છે.
તે રાજકુમાર લલિતને દૂરાચારી જાણીને રાજ્યમાંથી કાઢી મૂક્્યો હતો. તેણે એક
એવું અંજન સિદ્ધ કર્યું કે જે આંજવાથી પોતે અદ્રશ્ય થઈ જાય; તે અંજનને લીધે તેને
ચોરી કરવાનું સહેલું થઈ ગયું. અને તે અંજનચોર તરીકે પ્રસિદ્ધ થયો. ચોરી ઉપરાંત
જુગાર અને વેશ્યાસેવન જેવા મહાન પાપ પણ તે કરતો હતો.
એકવાર તેની પ્રેમિકા સ્ત્રીએ રાણીનો સુંદર રત્નહાર દેખ્યો અને તેને એ હાર
પહેરવાનું મન થયું. જ્યારે અંજનચોર તેની પાસે આવ્યો ત્યારે તેને કહ્યું કે જો તમને
મારા ઉપર સાચો પ્રેમ હોય તો તે રત્નહાર મને આવી આપો.
અંજન કહે–દેવી! મારે માટે તો તે રમત વાત છે. –એમ કહીને તે તો ચૌદસની
અંધારી રાતે રાજમહેલમાં ઘૂસ્યો ને રાણીના ગળામાંથી હાર ઝૂંટવીને ભાગ્યો.
રાણીનો અમૂલ્ય રત્નહાર ચોરાઈ જવાથી ચારેકોર હાહાકાર થઈ ગયો.
સિપાઈઓ દોડયા; તેમને ચોર તો દેખાતો ન હતો પણ તેના હાથમાં રહેલો હાર
અંધારામાં ઝગમગતો હતો; તે દેખીને સીપાઈઓએ તેનો પીછો પકડ્યો. પકડાઈ
જવાની બીકે હાથમાંનો હાર દૂર ફેંકીને અંજનચોર ભાગ્યો....ને સ્મશાનમાં જઈ
પહોંચ્યો. એક ઝાડ નીચે થાક ખાવા ઊભો, ત્યાં તો તેણે આશ્ચર્યકારી ઘટના દેખી.
ઝાડ ઉપર સીકું ટાંગીને એક માણસ તેમાં ચડ–ઊતર કરતો હતો ને કંઈક
બોલતો હતો. કોણ છે એ માણસ? ને આવી અંધારી રાતે અહીં શું કરે છે?
(વાંચક! ચાલો, આપણે અંજનચોરને થોડીવાર ઊભો રાખીને તે અજાણ્યા
માણસને ઓળખી લઈએ.)
અમિતપ્રભ અને વિદ્યુત્પ્રભ નામના બે દેવો પૂર્વભવના મિત્રો હતા. અમિતપ્રભ
તો જૈનધર્મનો ભક્ત હતો, ને વિદ્યુત્પ્રભ હજી કુધર્મમાં માનતો હતો. એક વખત તેઓ
ધર્મની પરીક્ષા માટે નીકળ્‌યા. એક અજ્ઞાની તાપસને તપ કરતો

PDF/HTML Page 44 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૧ :
દેખીને તેની પરીક્ષા કરવા કહ્યું; અરે બાવાજી! પુત્ર વિના સદ્ગતિ થાય નહીં –એમ
શાસ્ત્રમાં કહ્યું છે. –એટલે તે તાપસ તો તે ખોટાધર્મની શ્રદ્ધાથી વૈરાગ્ય છોડીને સંસાર
ભોગવવા લાગ્યો; આ દેખીને વિદ્યુત્પ્રભને તે કુગુરુની શ્રદ્ધા છૂટી કરી.
પછી તેણે કહ્યું કે હવે જૈનગુરુની પરીક્ષા કરીએ! ત્યારે અમિતપ્રભે તેને કહ્યું–
મિત્ર! જૈનસાધુઓ પરમ વીતરાગ હોય છે; એની તો શી વાત!! એની પરીક્ષા તો દૂર
રહો–પરંતુ આ જિનદત્ત નામના એક શ્રાવક સામાયિકની પ્રતિજ્ઞા કરીને અંધારી રાતે
આ સ્મશાનમાં એકલા ધ્યાન કરી રહ્યા છે, તેની તમે પરીક્ષા કરો.
તે દેવે અનેકપ્રકારે ભયાનક ઉપદ્રવ કર્યો, પણ જિનદત્તશેઠ તો પોતાની
સામાયિકમાં પર્વતની જેમ અડગ જ રહ્યા; પોતાના આત્માની શાંતિમાંથી તેઓ જરાપણ
ન ડગ્યા. અનેકપ્રકારના ભોગવિલાસ બતાવ્યા, તેમાં પણ તેઓ ન લલચાયા. એક
જૈનશ્રાવકમાં પણ આવી અદ્ભુત દ્રઢતા દેખીને તે દેવ ઘણો પ્રસન્ન થયો; પછી શેઠે તેને
જૈનધર્મનો મહિમા સમજાવ્યો કે દેહથી ભિન્ન આત્મા છે, તેના અવલંબને જીવ અપૂર્વ
શાંતિ અનુભવે છે ને તેના જ અવલંબને તે મુક્તિ પામે છે. આથી તે દેવને પણ
જૈનધર્મની શ્રદ્ધા થઈ. અને શેઠનો ઉપકાર માનીને, તેને આકાશગામિની વિદ્યા આપી.
તે આકાશગામિની વિદ્યાવડે જિનદત્તશેઠ દરરોજ મેરુતીર્થ પર જતા, અને ત્યાં
અદ્ભુત રત્નમય જિનબિંબના, તથા ચારણઋદ્ધિધારી મુનિવરોનાં દર્શન કરતા; આથી
તેમને ઘણો જ આનંદ થતો. એકવાર સોમદત્ત નામના માળીએ પૂછવાથી શેઠે તેને
આકાશગામિની વિદ્યાની બધી વાત કરી, અને રત્નમય જિનબિંબનાં ઘણાં વખાણ કર્યાં.
તે સાંભળીને માળીને પણ તેનાં દર્શન કરવાની ભાવના જાગી, અને પોતાને
આકાશગામિની વિદ્યા શીખવવા કહ્યું. શેઠે તેને તે વિદ્યા સાધવાનું શીખવ્યું, તે પ્રમાણે
અંધારી ચૌદશની રાતે સ્મશાનમાં જઈને તેણે ઝાડ સાથે શીકું લટકાવ્યું અને નીચે
જમીન પર તીક્ષ્ણ અણીદાર ભાલા ખોડયા. હવે આકાશગામિની વિદ્યાને સાધવા માટે
શિકામાં બેસીને, પંચ નમસ્કાર–મંત્ર વગેરે મંત્ર બોલીને તેણે શીકાની દોરી કાપી
નાંખવાની હતી. પણ નીચે ભાલાં દેખીને તેને બીક લાગતી હતી, ને મંત્રમાં શંકા પડતી
હતી કે કદાચ મંત્ર સાચો ન પડે ને હું નીચે પડું તો મારું શરીર ભાલાથી વીંધાઈ જાય!
આમ શંકાને લીધે તે નીચે ઊતરી જતો; ને વળી પાછો એમ વિચાર આવતો કે શેઠે કહ્યું
તે સાચું હશે! –એમ વિચારી પાછો શીકામાં બેસતો. આમ વારંવાર તે શીકામાં ચડઊતર
કરતો હતો; પણ નિઃશંક થઈને તે દોરી કાપી શકતો

PDF/HTML Page 45 of 57
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
–એવામાં અંજનચોર ભાગતો ભાગતો ત્યાં આવી પહોંચ્યો; અને માળીને
વિચિત્રક્રિયા કરતો દેખીને તેણે પૂછયું– ‘એલા ભાઈ! આવી અંધારી રાતે આ તમે શું
કરો છો? સોમદત્ત માળીએ તેને બધી વાત કરી. તે સાંભળતાંવેંત તેને મંત્ર પર પરમ
વિશ્વાસ બેસી ગયો, અને કહ્યું કે લાવો! હું એ મંત્ર સાધું. એમ કહીને શ્રદ્ધાપૂર્વક મંત્ર
બોલીને તેણે નિઃશંકપણે શીકાની દોરી કાપી નાંખી...............આશ્ચર્ય! નીચે પડવાને
બદલે વચમાં જ દેવીઓએ તેને ઝીલી લીધો......અને કહ્યું કે મંત્ર ઉપર તમારી નિઃશંક
શ્રદ્ધાને લીધે તમને આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ છે; હવે આકાશમાર્ગે તમે જ્યાં જવું
હોય ત્યાં જઈ શકો છો.
અંજન તો હવે ચોર મટીને જૈનધર્મનો ભક્ત બન્યો; તેણે કહ્યું કે જિનદત્તશેઠના
(બંધુઓ અહીં એક વાત ખાસ લક્ષમાં લેવા જેવી છે; અંજનચોરને
આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ ત્યારે, તેને ચોરીના ધંધા માટે તે વિદ્યાનો ઉપયોગ
કરવાની દુર્બુદ્ધિ ન જાગી, પણ જિનબિંબના દર્શન વગેરે ધર્મકાર્યમાં જ તેનો ઉપયોગ
કરવાની સદ્બુદ્ધિ તેને સૂઝી.....એ જ તેના પરિણામનો પલટો સૂચવે છે, અને આવી
ધર્મરુચિના બળે આગળ વધીને તે સમ્યગ્દર્શનાદિ પામે છે.)
વિદ્યા સિદ્ધ થતાં અંજને વિચાર્યું કે અહા! જે જૈનધર્મના એક નાનકડા મંત્રથી
મારા જેવા ચોરને પણ આવી વિદ્યા સિદ્ધ થઈ, તો તે જૈનધર્મ કેવો મહાન હશે! તેનું
સ્વરૂપ કેટલું પવિત્ર હશે! ચાલ, જે શેઠના પ્રતાપે મને આ વિદ્યા મળી તે જ શેઠ પાસે
જઈને હું તે ધર્મનું સ્વરૂપ સમજું; અને તેમની પાસેથી એવો મંત્ર શીખું કે જેનાથી
મોક્ષની પ્રાપ્તિ થાય. –આમ વિચારી વિદ્યાના બળે તે મેરૂપર્વત પર પહોંચ્યો.
ત્યાં
રત્નોના અદ્ભુત અરિહંતભગવંતોની વીતરાગતા દેખીને તે ઘણો જ પ્રસન્ન
થયો. જિનદત્તશેઠ તે વખતે ત્યાં મુનિવરોનો ઉપદેશ સાંભળી રહ્યા હતા. અંજને

PDF/HTML Page 46 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૩ :
(આ કથા જૈનધર્મની નિઃશંક શ્રદ્ધા કરીને તેની આરાધના કરવાનું આપણને
મારા બંધુઓ, અને બહેનો! તમે આ કથા વાંચી......તમને તે જરૂર ગમી
હા; તો હવે એક વાત તમને પૂછું છું: માત્ર પા કલાકમાં જ આ કથા વાંચવાથી
તો પછી રોજરોજ આવી ઉત્તમ ધર્મકથાઓ વાંચો ને સીનેમા જોવાનું છોડી દો–
સીનેમા જોવામાં તો કેટલું ખર્ચ! ઘણીવાર ટીકીટ મેવવવાંનીયે લાચારી! આંખને
(–અત્યારે જ નક્કી કરો કે સીનેમા કદી જોઈશું નહીં, ને ઉત્તમ ધાર્મિક સાહિત્ય
રોજ વાંચશું. –ધન્યવાદ!)
સમ્યક્ત્વાદિ રત્ન જેનાથી પ્રાપ્ત થાય તે જ ધર્મની સાચી કમાણી.
એક સમયની કમાણી તે અનંત મોક્ષસુખને દેનારી.

PDF/HTML Page 47 of 57
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
* વીંછીયા શહેરના
પ્રવચનોમાંથી *
આ આત્મા ચૈતન્યહંસ છે. જેમ હંસ સાચા મોતીના ચારા ચરનારો છે, તેમ આ
આત્મા એવો નથી કે પોતે પોતાને ન જાણે. પોતે પોતાને પ્રત્યક્ષ જાણે–અનુભવે
જેમ શરીરને ધોળો–રાતો–કાળો વગેરે વાન હોય છે, તેમ આત્માનો વાન કેવો
આત્મા પોતે સુખસ્વભાવથી ભરપૂર ચૈતન્ય સત્તા છે; તેને ન માનતાં, સુખ
પરમાં માને છે તે પોતાના ચૈતન્યસત્તારૂપ જીવનને હણે છે. પોતાની સત્તા–જીવવું–ટકવું
જે રીતે છે તેનો સ્વીકાર ન કર્યો તેમાં પોતાની ભાવહિંસા થઈ. પોતાનું જીવન તો
જ્ઞાનમય–આનંદમય છે, તેને બદલે રાગરૂપ ને પરરૂપ માન્યો એટલે પોતાના જ્ઞાન–
આનંદમય જીવનની હિંસા થઈ. તેનું ફળ સંસારની ચારગતિનાં દુઃખ છે.

PDF/HTML Page 48 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૫ :
અહો, આત્માની ચૈતન્યશક્તિનો વિકાસ એવો અચિંત્ય છે કે જેને કોઈ કાળ કે
અનંત શક્તિસંપન્ન આત્મવસ્તુ, તે અખંડપણે જ્યાં શ્રદ્ધામાં આવી ત્યાં તેના
આત્મામાં સંખ્યાથી પણ અનંત શક્તિઓ છે; કાળથી પણ તે અનંત છે; અને
જ્ઞાનાદિ શક્તિમાં એવું અનંત સામર્થ્ય છે કે જેનો વિકાસ થતાં કળા કે ક્ષેત્રની
મર્યાદા વગર બધું જ જાણે; તેને કોઈ મર્યાદા ન હોય, સંકોચ ન હોય; જ્ઞાનનો વિકાસ
પૂર્ણ જ્ઞાનરૂપ હોય, તેમાં વચ્ચે રાગની આડશ ન હોય. એમ આનંદશક્તિનો વિકાસ
અનંત આનંદરૂપ છે; શ્રદ્ધા પોતાના અનંત સ્વભાવને સ્વીકારવાની અનંત તાકાતવાળી
છે. જ્ઞાનસ્વરૂપ આત્માનો કોઈ પરમ અદ્ભુત વિલાસ છે, કે જેના વિકાસમાં કોઈ
સંકોચ નથી. એકવાર વિકાસ થયા પછી ફરીને કદી તેમાં સંકોચ થતો નથી. આવા
અદ્ભુત આત્મવૈભવને લક્ષમાં લ્યે તો જગતમાંથી મહિમા ઊડી જાય ને તેમાં સુખબુદ્ધિ
છૂટી જાય. હે જીવ! તને આવા નિજવૈભવનો કરિયાવર આપીને સંતો મોક્ષમાં તેડી જાય
છે. તારા આવા સતનો સ્વીકાર કર! તારામાં છે તેનો વિશ્વાસ કરીને તેમાં લક્ષ કર.
એટલે તારી શક્તિ નિર્મળપણે ખીલી ઊઠશે.
શરીરનો વિકાસ જડરૂપ છે. રાગનો વિકાસ રાગરૂપ ને દુઃખરૂપ છે; ચૈતન્યનો

PDF/HTML Page 49 of 57
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
વિકાસ પરમ આનંદરૂપ ને સર્વજ્ઞતારૂપ છે. ભગવાનને સર્વજ્ઞતા ને અતીન્દ્રિય આનંદ
પ્રગટ્યો તે ક્્યાંથી આવ્યો? અંદર શક્તિ હતી તેનો વિકાસ થયો. તેમ દરેક આત્મામાં
તેવી શક્તિ છે, ને તે જ વિકાસ પામીને સર્વજ્ઞતારૂપે ને પૂર્ણ આનંદરૂપે ખીલે છે. એવી
ખીલે છે કે ફરી કદી કરમાય નહિ, સંકોચાય નહીં.
અહા, ચૈતન્યનો પ્રવાહ–તેના વિસ્તારમાં વચ્ચે રાગ ન હોય, ચૈતન્યનો વિસ્તાર
ચૈતન્યરૂપ જ હોય. સૂતેલા ચૈતન્યને જાગૃત કરવા માટે જિનવાણી માતા આ તેનાં
ગુણનાં ગાણાં–હાલરડાં ગાય છે. અરે આત્મા! તું જાગ......તારા નિજગુણને જો.....ને
આનંદિત થા.
તારા નિજગુણ સ્વયંસિદ્ધ છે; તે અન્યથી કરાતા નથી ને અન્યને કરતા નથી.
તારા ગુણનું નિર્મળ કાર્ય તારા પોતાથી થાય છે. બીજું કોઈ તેનું કારણ નથી; તેમજ
તારાગુણની નિર્મળ પરિણતિ કોઈ બીજા ભાવને કરતી નથી. તારા કારણ–કાર્ય તારામાં
જ સમાય છે.
અરે જીવ! તારો આત્મા ચૈતન્યસમુદ્ર તેમાં અનંત ગુણરત્નો ભરેલા છે. તે
ગુણમાં ક્્યાંય રાગનો પ્રવેશ નથી. તારું શુદ્ધદ્રવ્ય અનંતા શુદ્ધ ગુણો અને તેની શુદ્ધ
પર્યાયો તેમાં તારું અસ્તિત્વ પૂરું થાય છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ તારી સ્વતંત્ર સત્તા છે.
તેમાં બીજાનું કાંઈ કાર્ય નથી. સ્વાધીન આત્મા પોતાની અનંત શક્તિને વિશ્વાસમાં
લઈને પરિણમે તે મોક્ષમાર્ગ છે ને તેમાં રાગાદિનો અભાવ છે.
* * * * *
અમર આતમરામ
નિજ આત્માને જાણ્યા વિના બહુ દુઃખને પામ્યો અરે!
સિદ્ધ સુખને ઝટ પામવા જિન–ભાવના ભાવું હવે.
સંતો કરે છે ધ્યાન જેનું પરમ જ્ઞાયક ભાવ હું,
કદી મરણને પામું નહીં, છું અમર આતમરામ હું.

PDF/HTML Page 50 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૭ :
વૈરાગ્ય સમાચાર
* વઢવાણના ભાઈશ્રી શાંતિલાલ પોપટલાલ તા. ૬–૨–૭૧ ના રોજ ભાવનગર
ઈસ્પિતાલમાં સ્વર્ગવાસ પામ્યા છે. કેટલાય વર્ષોથી તેઓ સોનગઢમાં પૂ.
ગુરુદેવની છાયામાં રહેતા હતા અને સોનગઢ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના મંત્રી
તરીકે તેમણે અનેક વર્ષો સુધી સંસ્થાની સેવા કરી હતી. છેલ્લા કેટલાક વખતથી
તેઓ બિમાર રહેતા. સોનગઢમાં તા. પ ની રાત્રે બિમારીથી બેશુદ્ધ થઈ જતાં
તેમને ભાવનગર ઈસ્પિતાલમાં લઈ જવાયા હતા, ત્યાં તા. ૬ ની રાત્રે તેઓ
સ્વર્ગવાસ પામી ગયા. વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* ખાંભાના બેન લીલાવંતીબેન કાંતિલાલ ઘેલાણી (ઉ. વ. પ૭) (તે ઉમેદભાઈ
નાગરભાઈના મોટાબેન) તા. ૬–૨–૭૧ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે. સવાત્રણ કલાકના ઓપરેશન પછી પણ તેઓ બોલેલા કે હું શુદ્ધિમાં
છું, શરીરનું કામ શરીરમાં થાય છે. તેઓ અવારનવાર સોનગઢ આવતા; અને
આત્મધર્મ વગેરે ધાર્મિક સાહિત્ય પ્રેમથી વાંચતા હતા. તેઓ વીતરાગી દેવ–
ગુરુના શરણે આત્મહિત પામો.
* ઉમરાળાના ભાઈશ્રી નગીનદાસ દીપચંદ તા. ૨–૨–૭૧ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. થોડા દિવસ પહેલાંં તેમને દર્શન દેવા ગુરુદેવ ભાવનગર પધાર્યા હતા.
તેમના ધર્મપત્ની ધનલક્ષ્મીબેને છેવટ સુધી તેમને ધર્મશ્રવણ કરાવ્યું હતું.
વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* દિલ્હીવાળા દીપકકુમાર જૈનના દાદીમા મણિબેન (ઉ. વ. ૮૨) તા. ૧૦–૧–૭૧
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. આટલી ઉંમરે પણ તેઓ રોજ આત્મધર્મ તથા
આત્મવૈભવનું વાંચન સાંભળતા અને બહુ પ્રમોદ તથા ભક્તિભાવ દર્શાવતા.
તેઓને કાંઈ બિમારી ન હતી; હાર્ટફેઈલથી તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* વઢવાણવાળા કાનજીભાઈના બહેન અને અમીચંદ અમૃતલાલના મોટા માતુશ્રી
(ઉં. વ. ૮૧) કલોલ મુકામે માગશર સુદ એકમે સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ
દિવસ સુધી તેમણે અપૂર્વઅવસર વગેરેનું શ્રવણ કર્યું હતું. વીતરાગ–દેવ–ગુરુના
શરણે તેઓ આત્મહિત પામો.

PDF/HTML Page 51 of 57
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
* રાજકોટના કોઠારી ન્યાલચંદ લીલાધરના ધર્મપત્ની વ્રજકુંવરબેન (તેઓ
ઝબકબેન રામજીના બેન) તા. ૨૮–૧–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
કેન્સરની બિમારી છતાં ટેપરેકર્ડિંગ દ્વારા તેઓ ગુરુદેવના પ્રવચન સાંભળતા
હતા. વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* સલાલવાળા અમૃતલાલ ચુનીલાલના સુપુત્ર ભાઈશ્રી રસિકલાલ વીસ વર્ષની
યુવાન વયે તા. ૩–૨–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ધાર્મિક ઉત્સાહથી
ઉત્સવોમાં તેઓ ભાગ લેતા હતા. વીતરાગી દેવ–ગુરુનાં શરણે તેઓ આત્મહિત
પામો.
* અમદાવાદના ભાઈશ્રી કેશવલાલ ૮–૨–૭૧ ના રોજ એકાએક હાર્ટફેઈલથી
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ અવારનવાર ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા
હતા; છેલ્લે માગશર માસમાં પણ અમદાવાદ મુકામે પ્રવચનમાં શ્રીમદ્
રાજચંદ્રના દશ અધ્યાત્મ બોલનું વિવેચન સાંભળીને પ્રસન્ન થયા હતા. વીતરાગી
દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* મોરબીના ભાઈશ્રી ચંદુલાલ ત્રિભુવનદાસ ઘડિયાળી (ઉં. વ. ૬પ) ૩–૨–૭૧ ના
રોજ હૃદય રોગના હૂમલાથી એકાએક સ્વર્ગવાસ પામી ગયા હતા. મોરબી મુમુક્ષુ
મંડળના તેઓ એક વડીલ, ટ્રસ્ટી અને ઉપપ્રમુખ હતા. તેઓ ખૂબ જ ભલા
માણસ, અને સેવાભાવી હતા; દરરોજ નિયમિત સ્વાધ્યાય–પૂજન કરતા.
અવારનવાર સોનગઢ આવીને રહેતા; તીર્થયાત્રામાં સાથે રહીને અનેક પ્રકારે
સેવાઓ કરતા; પોન્નૂર તીર્થધામના પુનરોદ્ધાર સંબંધી કામકાજની વ્યવસ્થા
માટે તેઓ લગભગ દોઢમાસ ત્યાં જઈને રહ્યા હતા. ગીરનારધામ પ્રત્યે તેમને
વિશેષ અનુરાગ હતો અને ત્યાંના ટ્રસ્ટી થવા માટે તેમને નિમંત્રણ પણ આવ્યું
હતું. આ લખનારના તેઓ એક સાથીદાર અને સલાહકાર વડીલ જેવા હતા.
મુંબઈ–અમદાવાદ– ભાવનગર–સોનગઢ–રણાસણ–વગેરેમાં જ્યાં જ્યાં પ્રતિષ્ઠા
મહોત્સવ હોય ત્યાં તેઓ પાણી વગેરેની વ્યવસ્થામાં ખાસ સેવા આપતા હતા;
એમાં પણ સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ વખતે ચૈત્ર માસના ધોમ
તડકામાં પાયેલું ઠંડું પાણી આજે ૧૮ વર્ષે પણ લોકો યાદ કરે છે. તેમના નિમિત્તે
મોરબીના વિશાળ ઘડિયાળી પરિવારને ધર્મના ઉત્તમ સંસ્કાર મળ્‌યા છે.
મોરબીમાં તેઓ એટલા પ્રસિદ્ધ હતા કે ત્યાંના દિગંબર જિનમંદિરને શરૂ શરૂમાં
તો લોકો ‘ચંદુભાઈનું જિનમંદિર’ કહીને ઓળખતા હતા. સ્વર્ગવાસની થોડી જ

PDF/HTML Page 52 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૯ :
વાર પહેલાંં તેમણે સોનગઢસંબંધી ને ગુરુદેવસંબંધી બધા સમાચાર પૂછયા,
ધર્મચર્ચા કરી, ને પછી છાતીમાં દુઃખાવો ઊપડતાં થોડી જ વારમાં હાર્ટફેઈલ થઈ
ગયું ને સ્વર્ગવાસ પામી ગયા. તેમનામાં સત્સંગની ભાવના ને સાધર્મીપ્રેમ
પ્રશંસનીય હતા; તેઓ ઘણા વખતથી નિવૃત્તિ ભાવના ભાવતા હતા. તેમની
ભાવનામાં આગળ વધીને તેઓ શીઘ્ર આત્મહિત સાધે એમ ભાવના ભાવીએ
છીએ.
–બ્ર હ. જૈન (મોરબીવાળા)
* સોનગઢના ભાઈશ્રી ભગવાનદાસ ત્રિભુવનદાસ દામાણી (તેઓ હીરાભાઈ
ભગતના નાનાભાઈ) તથા તેમના ધર્મપત્ની એ બંને સોનગઢમાં માત્ર બે
દિવસના અંતરે અનુક્રમે મહા વદ ૯ તથા ૭ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* મોટા આંકડિયાવાળા ભાઈશ્રી છોટાલાલ નાનચંદ વોરા (તેઓ કલકત્તાવાળા
બાલુભાઈ ત્રિભુવનદાસ વોરાના પિતરાઈ ભાઈ) કલકત્તા મુકામે ગતમાસમાં
સ્વર્ગવાસ પામ્યા છે. વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* * * * *
સાચું માથું ને સાચા કાન
જે કાન સત્પુરુષના ગુણગાનની કથા સાંભળવામાં પ્રવર્તે છે તે
જ ઉત્તમ કાન છે. પણ જે કાન કુકથા કે સાધર્મીની નિંદા સાંભળવામાં
પ્રવૃત્ત છે તે ખરેખર કાન નથી પણ દુર્ગતિનું દ્વાર છે.
જે માથું સત્પુરુષના ગુણની પ્રશંસા સાંભળતાં ડોલી ઊઠે છે તે
જ માથું ધન્ય છે, બાકીનાં માથાં તે તો થોથા નાળિયેર જેવાં છે.
જોઈએ છે
શ્રી જૈન અતિથિ સેવા સમિતિનો તેના ભોજનગૃહ સાથેનો વહીવટ સંભાળી
શકે તેવા જૈન મેનેજરની તુરતમાં નિમણુંક કરવાની છે. ઉમેદવારે પોતાનો
અનુભવ, ઉંમર તથા જોઈતો પગાર અરજીમાં લખી નીચેના સરનામે મોકલવી.
પ્રમુખ, શ્રી જૈન અતિથિ સેવા સમિતિ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 53 of 57
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
બોલ મા બોલમા બોલ મા રે...
આત્મહિત વિના બીજું બોલ મા...
જ્યારે રાજકુમારો પહેલી
જ વાર બોલ્યા, –શું બોલ્યા?
ભરત ચક્રવર્તી ચિન્તામાં છે....અનેક રાણીઓ ચિન્તામાં છે; કેમકે તેમના અનેક
રાજકુમારો કાંઈ બોલતા જ નથી. જન્મ્યા ત્યારથી મૂંગા જ છે, વર્ષો વીત્યા છતાં
એકપણ શબ્દ તેમના મોઢામાંથી હજી સુધી નીકળ્‌યો નથી. રાજકુમારો બોલે તે માટે
અનેક યુક્તિ ઉપાયો કર્યા, પણ તેઓ તો ન બોલ્યા તે ન જ બોલ્યા. અરે, ચક્રવર્તીના
રૂપાળા રાજકુમારો, શું જીંદગીભર મૂંગા જ રહેશે!! શું તેઓ નહિ જ બોલે? –એની
ચિંતામાં ભરત ચક્રવર્તી વર્તતા હતા.
એવામાં ભગવાન ઋષભદેવ અયોધ્યાપુરીમાં પધાર્યા.....ભરત રાજા તેમના
દર્શન કરવા ગયા....સાથે એ મુંગા રાજકુમારોને પણ તેડી ગયા. (સમવસરણમાં
તીર્થંકરનો એવો અતિશય હોય છે કે ત્યાં મુંગા પણ બોલતા થાય છે, આંધળા દેખતા
થાય છે.) રાજાએ ભગવાનના દર્શન કર્યા, રાજકુમારોએ પણ ભક્તિભાવથી પોતાના
દાદાના દર્શન કર્યા. –પરંતુ હજી સુધી તેઓ કાંઈ બોલ્યા નથી.
આખરે ભરતચક્રવર્તીએ પૂછયું–હે પ્રભો! મહા પુણ્યશાળી એવા આ રાજકુમારો,
કાંઈ બોલતા કેમ નથી? શું તેઓ મૂંગા છે?
ત્યારે ભગવાનની વાણીમાં આવ્યું–હે ભરત! એ કુમારો મુંગા નથી; જન્મથી જ
એવામાં એ વૈરાગી રાજપુત્રો એક સાથે ઊભા થયા ને પરમ વિનયપૂર્વક

PDF/HTML Page 54 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૧ :
હાથ જોડીને બોલ્યા–જાણે ચૈતન્યની વીણામાંથી મધુર રણકર છૂટયા: અમને હે પ્રભો!
મોક્ષના કારણરૂપ એવી મુનિદીક્ષા આપો! અમારું ચિત્ત આ સંસારથી ઉદાસ છે, આ
સંસારમાં ને પરભાવમાં ક્્યાંય અમને ચેન નથી, અમે અમારા નિજસ્વભાવના
મોક્ષસુખનો અનુભવ કરવા ચાહીએ છીએ–માટે અમને રત્નત્રયરૂપ એવી મુનિદીક્ષા
આપો....જેથી અમે કેવળજ્ઞાન પ્રગટ કરીને આ ભવબંધનથી છૂટીએ.– ’ જીવનમાં
પહેલવહેલા જ કુમારો બોલ્યા.....પહેલીજ વાર તે આવું ઉત્તમ બોલ્યા!
વાહ! ભરતચક્રવર્તી અને સભાજનો તો રાજકુમારના શબ્દો સાંભળતા જ
સ્તબ્ધ બની ગયા, લાખો –કરોડો દેવો–મનુષ્યોએ તેની પ્રશંસા કરી.....તિર્યંચોનાં ટોળા
પણ આશ્ચર્યકારી એ વૈરાગી રાજકુમારોને નીહાળી રહ્યા.
રાજકુમારો તો પોતાના વૈરાગ્યભાવમાં મગ્ન છે. પ્રભુસન્મુખ આજ્ઞા લઈને મુનિ
થયા..વચનવિકલ્પ છોડીને પાછા નિજાનંદસ્વરૂપમાં લીન થઈને વચનાતીત આનંદ
અનુભવવા લાગ્યા.....અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટક કરી સિદ્ધપદ પામ્યા.
(એ રાજકુમારોનું જીવન આપણને એવો બોધ આપે છે કે રે જીવ! એટલા જ
વચન બોલ કે જેમાં તારા આત્મહિતનું પ્રયોજન હોય.....નિષ્પ્રયોજન કોલાહલમાં ન પડ.)
* * * * *
નિયમસારના મંગલ પ્રારંભ પ્રસંગે – (ફાગણ સુદ બીજ)
ફાગણ સુદ બીજે સીમંધરનાથની પરમ ભક્તિપૂર્ણ પૂજનાદિ બાદ નિયમસાર
પરમાગમના પ્રવચનો (ગુજરાતી પર છઠ્ઠીવાર, ને કુલ આઠમી વાર) પ્રારંભ કરતા
કહાનગુરુએ કહ્યું; હે પરમાત્મા! આપના જેવા પરમ વીતરાગ સર્વજ્ઞપરમાત્મા અમને
મળ્‌યા, હવે અમારું ચિત્ત બીજા મોહી–અજ્ઞાનીઓને કેમ નમે? આપના પ્રતાપે પરમ
વીતરાગી ચૈતન્યસ્વભાવને જાણ્યો ત્યાં હવે બીજા પરભાવોનો આદર હું કેમ કરું?
પ્રભો! ચિદાનંદસ્વભાવની શ્રદ્ધા અને વીતરાગતા વડે આપે મોહનો નાશ કરીને
ભવને જીત્યા છે, તેથી આપ જ અમારા પૂજ્ય છો. ભવને જીતનારા ભગવાને ભવથી
છૂટવાનો ઉપાય બતાવ્યો. ભવ અને ભવનો ભાવ મારા ચિદાનંદસ્વભાવમાં નથી, એવા
સ્વભાવની આરાધના કરનારા ધર્મીજીવ ભવને જીતનારા એવા સર્વજ્ઞ પરમેશ્વર સિવાય
બીજાને નમતા નથી. પ્રભો! આપ કેવળજ્ઞાનવડે જગતને પ્રકાશનારા સૂર્ય છો.....આમ
સર્વજ્ઞને ઓળખીને સાધકજીવ તેમને જ નમે છે. આમ સર્વજ્ઞસ્વભાવનો આદર કરવો તે
મંગળ છે.

PDF/HTML Page 55 of 57
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
ગતવર્ષે પંચકલ્યાણકમહોત્સવ પ્રસંગે શિરપુર–મહારાષ્ટ્રમાં
ફાગણ સુદ બીજે પાર્શ્વનાથપ્રભુના ચરણમાં બેસીને
રચાયેલી સ્તુતિ અહીં આપી છે.
* * * * *
અંતરીક્ષ પ્રભુ આપ જ સાચા દેખી રહ્યા નિજ આતમરામ,
રાગતણું પણ નહીં આલંબન સ્વયં જ્યોતિ છો આનંદધામ;
રત્નત્રય આભૂષણ સાચું, જડ આભૂષણનું નહીં કામ,
ત્રણ લોકના મુગટ સ્વયં છો, શું છે સ્વર્ણમુગટનું કામ?
સિંહાસન ભલે હો નીચે પણ નહીં આપ સિંહાસન પર,
અંતરીક્ષ છો આપ જ સાચા બિરાજો જગકે ઉપર;
વસ્ત્ર–મુગટ અહીં પ્યારા અમને પ્યારા સચ્ચા આતમરામ,
રાજ–મુગટને છોડયા પ્રભુજી! ફિર ચઢાનેકા કયા કામ?
અહો! પ્રભુજી પારસ પ્યારા જ્ઞાની હદયમેં તુમરા વાસ,
રાગ–વસ્ત્રમેં વાસ ન તેરા વીતરાગતા તારી ખાસ;
આનંદમંગલ દર્શન તુમારા કલેશતણું જ્યાં છે નહીં કામ;
એવા સાચા દેવ દિગંબર, સમ્યક્ ભાવે હરિ–પ્રણામ.

PDF/HTML Page 56 of 57
single page version

background image
ગતવર્ષે ફાગણસુદ બીજે આપણે શિરપુર–મહારાષ્ટ્રમાં બિરાજીત
આ અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન પાસે હતા.

PDF/HTML Page 57 of 57
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
મારગ જુદા જગતથી સંતના રે લોલ.........
પૂ. ગુરુદેવ સાત દિવસ વીંછીયા પધાર્યા તે દરમિયાન
ઘાટકોપરની ભજનમંડળીવાળા રમેશભાઈએ ગાયેલું મધુર હલકભર્યું
નીચેનું અધ્યાત્મગીત પૂ. ગુરુદેવની પ્રેરણાથી અહીં આપ્યું છે. – સં.
મારગ સાધુના જગને દોહ્યલા રે બોલ......
દોહ્યલી જોને આતમ કેરી વાત.....ચેતો જીવડા માનવ ભવ દોહ્યલા રે લોલ.....
માનવભવ જગમાં દોહ્યલો રે લોલ.....
દુર્લભ દુર્લભ જૈન અવતાર.....એની સાથે સદ્ગુરુ છાયા દોહ્યલી રે લોલ......
સરોવર કાંઠે રે મૃગલા તરસ્યા રે લોલ.....
દોડે હાંફી ઝાંઝવાજળની કાજ.....અરેરે! સાચાં વારિ એને ના મળે રે લોલ......
એમ મનના રે મૃગલાને પાછા વાળજો રે લોલ...
જોડી દો આતમસરોવર આજ, એને મળશે આતમસુખ અમુલા રે બોલ......
મિથ્યાત્વમૂળ અંતરે પડ્યા રે લોલ......
ડાંખળા તોડે વૃક્ષ ન સુકાય....તમે લેજો સમ્યક્ કુહાડી હાથમાં રે લોલ.....
મારગ જુદા જગતથી સંતના રે લોલ.....
જગત સાથે મીંઢવણી નવ થાય.....સંત–પંથ જગપંથથી જુદા જાણજો રે લોલ.....
દર્શન–દોરો રે રાખજો રે સાથમાં રે લોલ...
મોક્ષ–સોય રહેશે બાપુ હાથ...ધરમપંથે દર્શન પહેલું પગથિયું રે લોલ...
પર્વત પર વીજળી જેમ ત્રાટકે રે લોલ......
ખંડ–ખંડ જુદા રે થઈ જાય.......એને સાંધવાને રેણ દેવા દોહ્યલા રે લોલ......
એમ દર્શન સમ્યક્ત્વ જેને થઈ ગયા રે લોલ.....
થયા પૃથક્ પુણ્ય ને વળી પાપ....એને જન્મ–મરણ ફેરા ન સંભવે રે લોલ.....
જ્યમ ‘ખો’ પીપરતણો ઘાતક બને રે લોલ....
ત્યમ આસ્રવો આ જીવને જણાય....જુદેજુદા અનાદિથી જાણજો રે લોલ.....
‘વાઈ’ ના વેગે રે એ તો આવતા રે લોલ.....
શુભ ને આ અશુભ ભાવ....એથી જુદો આતમદેવ જાણજો રે લોલ....
ઉપકાર અહો આ ‘ત્રણસંત’નો રે લોલ...
આપીરે જેણે આતમ કેરી વાત....... ‘કમલ’ વંદે ગુરુરાજને ભાવથી રે લોલ........
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦