Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 57
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
અહા, સમવસરણમાં બિરાજમાન તીર્થંકર ભગવાનની શોભા આશ્ચર્યકારી હતી.
ભગવાન સમવસરણમાં કલ્પવૃક્ષ હતા; દશવિધ ભોગની સામગ્રી દેનારાં ઉત્તમ
ભગવાનનો ઉપદેશ કોઈ અદ્ભુત હતો, આત્માનો પરમ મહિમા સમજાવીને

PDF/HTML Page 22 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
* જગતમાં જાણવાયોગ્ય તત્ત્વો ક્્યા છે?
* તેમાંથી કયા તત્ત્વોને ગ્રહવા ને ક્્યા તત્ત્વોને છોડવા?
* જીવને મોક્ષસુખની પ્રાપ્તિ કેમ થાય?
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે મોક્ષ થાય છે.
* જીવને પાપથી નરક, પુણ્યથી સ્વર્ગ, અને રત્નત્રયરૂપ વીતરાગધર્મથી મોક્ષ
મળે છે.
–આવા મોક્ષમાર્ગનો ઉપદેશ ભગવાને આપ્યો જે માર્ગે પોતે મોક્ષ પામ્યા તે જ
ભગવાનના ધર્મદરબારમાં સ્વયભૂં સ્વામી વગેરે દશ ગણધરો હતા; ૩પ૦
શ્રી પારસનાથ તીર્થંકરે ૭૦ વર્ષ સુધી દેશોદેશ વિહાર કર્યો અને છેવટે
સમ્મેદશિખર પર્વત પર પધાર્યા.

PDF/HTML Page 23 of 57
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
હવે તેમને મોક્ષમાં જવાને એક માસ
બાકી હતો, એટલે તેમની વાણી અને વિહાર
વગેરે ક્રિયાઓ અટકી ગઈ. સમ્મેદશિખરની
સૌથી ઊંચી ટૂંક ઉપર પ્રભુ ઊભા હતા, ત્રીજું ને
ચોથું શુક્લધ્યાન પૂરું કરીને તે અયોગી ભગવાન
બીજી જ ક્ષણે ઊર્ધ્વગમન કરીને મોક્ષ
પધાર્યા.....શરીર છોડીને અશરીરી
થયા.....સંસારદશા છોડીને મહા આનંદરૂપ
સિદ્ધદશારૂપ પરિણમ્યા. ભગવાન શ્રાવણસુદ
સાતમે મોક્ષ પધાર્યા હતા તેથી તેને
‘મોક્ષસપ્તમી’ કહેવાય છે. પારસનાથ ભગવાન
મોક્ષ પધાર્યા તેથી તે પર્વતનું નામ પણ ‘પારસનાથ–હીલ’ પડ્યું. અને ત્યાંનું રેલ્વે
સ્ટેશન પણ ‘પારસનાથ’ તરીકે આજે ઓળખાય છે. પર્વતની ટૂંકથી જે ભગવાન મોક્ષ
પધાર્યા તે પથ્થરની ટૂંક પણ ‘પારસ’ ના સ્પર્શથી ‘સુવર્ણ’ ની બની ગઈ એટલે તેનું
નામ ‘સુવર્ણભદ્ર’ પડ્યું. વીર સં. ૨૪૮૩ માં તથા ૨૪૯૩ માં કહાનગુરુ સાથે હજારો
યાત્રિકોએ તે સિદ્ધિધામની યાત્રા કરી છે.
ક્ષમામૂર્તિ હે દેવ જિનેશ્વર! શિખર સિદ્ધિધામ છે;
સમ્મેદશિખરના સ્વર્ણભદ્ર પર સિદ્ધાલયમાં વાસ છે.
નિજસ્વરૂપને સાધ્યું આપે ચેતનરસ ભરપૂર છે;
પ્રભુ પ્રતાપે આતમ સાધી હરખે હરિ ગુણ ગાય છે.
ગુણ તમારા દેખી પ્રભુજી મનડું મુજ લલચાય છે;
પારસપ્રભુ તુજ ચરણકમળમાં વંદન વારંવાર છે.
श्री पारसनाथ भगवानकी जय हो
(સમાપ્ત)
શ્રી પારસનાથ પ્રભુની આખી જીવનકથાનું પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થયેલ
છે; દશભવનું સુંદર વર્ણન એકસાથે વાંચવા માટે આ પુસ્તક ઘણું સુંદર છે. કિંમત
એક રૂપિયો. (પોસ્ટેજ ફ્રી.....)
આ ઉપરાંત અકલંક–નિકલંક નાટકનું પુસ્તક પણ ફરી છપાયેલ છે. તેની
કિંમત ૦–૭પ પૈસા છે. (પોસ્ટેજ ફ્રી)....

PDF/HTML Page 24 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
અનંતા જીવો આત્માને
જાણી–જાણીને મોક્ષ પામ્યા છે
તું પણ સમજવા માટે
નિરંતર–ધૂન લગાડ.
(ગઢડા : માહ સુદ ૯ તથા ૧૦ (૨૪૯૭) સ. ગા. ૩૮)
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
ધર્માત્માને પોતાના આત્માનો કેવો અનુભવ થયો તેનું વર્ણન આ ગાથામાં છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા જ સર્વજ્ઞસ્વભાવી પરમેશ્વર છે; રાગ–દ્વેષથી
વિરક્ત એવો જે જ્ઞાનસ્વભાવ છે તેનું ભાન કરીને, તેમાં એકાગ્રતા વડે આત્મા પોતે
પરમેશ્વર થાય છે. એ સિવાય બીજો કોઈ ઈશ્વર આ આત્માને કંઈ આપી દ્યે–એમ નથી.
અરે, પોતામાં આનંદનાં ને જ્ઞાનનાં નિધાન ભર્યા છે પણ જીવ પોતે પોતાને
ભૂલી ગયો છે. સુખની પ્રાપ્તિ તો અંતરના મંથન વડે થાય છે, શરીરના મંથન વડે
સુખની પ્રાપ્તિ થતી નથી. પણ આવા આત્માનું ભાન ભૂલીને અજ્ઞાની અનાદિથી ઉત્મત્ત
વર્તે છે. મોહને લીધે સ્વ–પરની ભિન્નતાનું ભાન ભૂલ્યો છે. અહીં તો હવે જેણે
આત્માનું ભાન કર્યું છે. એવા ધર્મીની વાત છે. તે જાણે છે કે અહા! મારો પ્રભુ તો
મારામાં છે, મારો આત્મા જ પોતાની પ્રભુતા સહિત છે. ચામડાના વીંટાથી ચૈતન્યપ્રભુને
ઓળખવો તે તો મુર્ખાઈ છે. મોહથી ઉન્મત જીવે પોતાની પ્રભુતાને ભૂલીને શુભ–અશુભ
બધા ભાવો કર્યા છે, પણ અતીન્દ્રિય આનંદની ખાણ તો પોતામાં ભરી છે તેનો
અનુભવ કદી નથી કર્યો. ભાઈ! અજ્ઞાનરૂપી અંધકારમાં શોધ્યે તારો આત્મા નહીં મળે;
જ્ઞાનના પ્રકાશમાં શોધ તો જ આત્મા મળશે.
અવસ્થામાં અજ્ઞાન છે, તે અજ્ઞાનદશા જીવની પોતાની છે. અને જીવ પોતે જ
સાચી સમજણ વડે તે અજ્ઞાનદશા દૂર કરીને, પોતાની પ્રભુતાને અનુભવે છે. –આવી બે
પ્રકારની દશાઓ જીવમાં થાય છે; તેમાં અજ્ઞાનદશા છોડીને જ્ઞાની થયેલા જીવે પોતાના
આત્માનો કેવો અનુભવ કર્યો–તેની આ વાત છે. ભગવાન આત્મામાં એવો ચમત્કારિક
પરચો છે કે એમાં નજર કરતાં જ પરમ આનંદ થાય છે. જગતના બીજા કોઈ પદાર્થમાં
એવો પરચો નથી. આવા આત્માનો અનુભવ કરતાં મોક્ષમાર્ગ ખુલે છે.

PDF/HTML Page 25 of 57
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
શ્રીફળના સફેદ–મીઠા ટોપરાની જેમ આત્મા આનંદના મીઠા રસથી ભરેલો
જીવથી આવું થઈ શકતું હશે?
હા; આવું કર્યું ત્યારે તો જીવો મુક્તિ પામ્યા છે. અનંતા જીવો આવા આત્માને
જાણી–જાણીને મોક્ષ પામ્યા છે; ને જે કોઈ જીવો મોક્ષ પામશે તેઓ આવા આત્માને
સમજીને જ મોક્ષ પામશે; બીજો કોઈ મોક્ષનો પંથ નથી.
(–એક હોય ત્રણકાળમાં પરમાત્માનો પંથ.)
અરે, તું પરમેશ્વર પોતે! આત્મામાં જ્ઞાન–આનંદનો ભંડાર છે. જેમ ફૂલઝરણીમાં
સંસારના પ્રસંગમાં પણ લોકો પ્રતિકૂળતા આવતાં કોઈને કોઈ પ્રકારે સમાધાન
કરી લ્યે છે. તો પોતાના જ્ઞાનસ્વભાવના લક્ષે આત્મામાં એટલી તાકાત છે કે અનંત
પ્રતિકૂળતા વચ્ચે પણ આત્મા સમાધાન કરી શકે છે. કેમકે સુખ તો પોતાના સ્વભાવમાં
છે, સુખ કાંઈ બહારથી નથી લેવું; એટલે સ્વભાવના લક્ષે ગમે તે પરિસ્થિતિમાં જીવ
સુખનો અનુભવ કરી શકે છે.

PDF/HTML Page 26 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
આવો આત્મા પોતાના શુદ્ધભાવ વડે જ જણાય છે. ઈન્દ્રિયોથી કે શાસ્ત્રના
શબ્દોના જાણપણાથી તે જણાય નહીં. જન્મ–મરણનો અંત લાવવો હોય ને મોક્ષનું સુખ
જોઈતું હોય તેણે આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. એ સિવાય છૂટકારો નથી. આત્મા
પોતે સહજાનંદ–સ્વરૂપ છે. તેને જાણતાં આનંદ થાય છે. આવા પોતાના આત્માને જાણે–
લોકો સત્ય નથી સમજતા તે બાબત જીવને બહુ
ખેદ રહે છે, –પણ તે વેદન ઓછું કરી નાંખવા જેવું છે.
કેમકે આત્માને લક્ષગત કરે એવા મુમુક્ષુ સદાય થોડા–
વિરલા જ હોય છે. હજારો લાખો જીવોમાં એવી મુમુક્ષુતા
જોવાની અપેક્ષા રાખવી નકામી છે. માટે તે સંબંધી ખેદ ન
કરવો. પણ કોઈ એકાદ જીવ પણ સાચો મુમુક્ષુ દેખાય તો
તે સંબંધી પ્રમોદ–પ્રસન્નતા અને અનુકરણ કરવું–જેથી
પોતાને પણ મુમુક્ષુતાનો ઉલ્લાસ વધે. બાકી દુનિયાના
જીવો સામે તો જોવા જેવું ક્્યાં છે? કેમકે–
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મ મોક્ષેચ્છા–તને.
કુંદકુંદભગવાનનો આ ઉપદેશ છે. તેમના
જમાનામાંય એવી પરિસ્થિતિ હતી, તો અત્યારના
જમાનાની શી વાત!
વિશેષ તો પોતે પોતાનું હિત શીઘ્ર થાય તે જ
કરવા જેવું છે. સ્વાનુભૂતિ તરફ ઊંડું કેમ ઊતરાય–તે જ
પ્રયત્ન કરવાનો છે.
(–એક પત્રમાંથી)

PDF/HTML Page 27 of 57
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
* વીતરાગ માર્ગનાં
મધુરા વહેણ *
(પ્રવચનસાર ગા. ૧૭૨ ફત્તેપુર–પ્રવચનો : ગતાંકથી ચાલુ)
* પોતાનો કે પરનો આત્મા ઈંદ્રિયોથી જાણી શકાતો નથી. પોતાના આત્માને
સ્વસંવેદનથી જેણે પ્રત્યક્ષ કર્યો છે તે જ બીજા આત્માનું સાચું અનુમાન કરી શકે
છે. જેણે પોતાના આત્માને અનુભવમાં લીધો નથી તે બીજા ધર્માત્માઓને પણ
ઓળખી શકતો નથી. પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન સાચું હોય છે. પ્રત્યક્ષ વગર
એકલું અનુમાન તે સાચું નથી.
* સ્વસન્મુખ થઈને આત્માને પ્રત્યક્ષ કર્યા વગર જીવે બહારનાં જાણપણા
અનંતવાર કર્યા, અને તેમાં સંતોષ માની લીધો. અરે, આત્માની પ્રત્યક્ષતા
વગરનું જ્ઞાન તે ખરેખર જ્ઞાન જ નથી, એટલે ‘જ્યાં સુધી મારો આત્મા મને
પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી મેં ખરેખર કાંઈ જ જાણ્યું નથી’ આમ જ્યાં સુધી
જીવને પોતાનું અજ્ઞાનપણું ન ભાસે, ને બીજા પરલક્ષી જાણપણામાં પોતાની
અધિકાઈ માનીને સંતોષાઈ જાય–ત્યાં સુધી આત્માનો સાચો માર્ગ જીવને
હાથમાં ન આવે. અંતરમાં પરમસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, તેમાં
સન્મુખ થયે જ પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે ને મોક્ષમાર્ગ હાથમાં આવે છે.
સંતો કહે છે : તું ભગવાન છો
* ભાઈ, તારા આત્માની સામે જોયા વગર એટલે કે આત્માનું સ્વસંવેદન–પ્રત્યક્ષ
કર્યા વગર, અજ્ઞાનદશાના ઊંચામાં ઊંચા શુભભાવ પણ તે કર્યા, અગિયાર
અંગનું જાણપણું કર્યું, પણ એનાથી આત્માના કલ્યાણનો માર્ગ જરાપણ તારા
હાથમાં ન આવ્યો. માટે જ્ઞાનને પરવિષયોથી ભિન્ન કરીને સ્વવિષયમાં જોડ.
ઈંદ્રિયજ્ઞાનના વેપારમાં એવી તાકાત નથી કે આત્માને સ્વવિષય બનાવીને
જાણે. તું પરમાત્મા, તારે પોતે પોતાનું જ્ઞાન કરવા માટે ઈંદ્રિયની કે રાગની પાસે
ભીખ માંગવી પડે એવો ભીખારી તું નથી. અહા, સંતો કહે છે કે તું ભીખારી
નથી પણ ભગવાન છો!

PDF/HTML Page 28 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
* અજ્ઞાનીઓને અનુમાનમાં આવી જાય એવો આ આત્મા નથી. એકલા પરજ્ઞેયને
અવલંબનારું જ્ઞાન તે અજ્ઞાન છે, તે જ્ઞાન નથી. જ્ઞાનનો ભંડાર આત્મા, તે પોતે
પોતાના જ્ઞાનસ્વભાવને અવલંબીને જે જ્ઞાનરૂપે પરિણમે તે જ જ્ઞાન મોક્ષને
સાધનારું છે.
* આ શરીરને ઘટ કહેવાય છે, ઘડાની જેમ તે ક્ષણિક નાશવાન છે. તે ઘટ અને
ઘટને જાણનારો–એ બંને એક નથી પણ જુદા છે. શરીરના અંગભૂત ઈંદ્રિયો તે
કાંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી આત્મા
છે, તેને સાધન બનાવીને જે જ્ઞાન થાય તે જ આત્માને જાણનારું છે. પુણ્ય–પાપ
પણ એનું સ્વરૂપ નથી. અતીન્દ્રિયજ્ઞાન એવું નથી કે પુણ્ય–પાપને રચે. રાગની
રચના તે આત્માનું કાર્ય નથી; આત્માનું ખરું કાર્ય (એટલે કે પરમાર્થ લક્ષણ)
તો અતીન્દ્રિય જ્ઞાનચેતના છે; તે ચેતના સ્વરૂપે અનુભવમાં લેતાં જ આત્મા
સાચા સ્વરૂપે અનુભવમાં આવે છે. આવા આત્માને અનુભવમાં લ્યે ત્યારે જ
જીવને ધર્મ થાય.
* આત્મા સ્વયં ઉપયોગસ્વરૂપ છે; તેને પરનું આલંબન નથી; બહારથી તે
ઉપયોગને લાવતો નથી. અંતરની એકાગ્રતા વડે જે ઉપયોગ કામ કરે તે જ
આત્માનું સ્વલક્ષણ છે. આવા અતીન્દ્રિયજ્ઞાનનો ધણી ભગવાન અશરીરી
આત્મા, તે પોતાને ભૂલીને શરીર ધારણ કરી કરીને ભવમાં ભટકે–એ તો
શરમજનક છે, તે કલંક આત્માને શોભતું નથી. બાપુ! તું અશરીરી
ચૈતન્યભગવાન, તારો ચૈતન્ય ઉપયોગ શરીરમાંથી, ઈન્દ્રિયોમાંથી કે રાગમાંથી
આવતો નથી; આવા આત્માના સંસ્કાર અંતરમાં જેણે નાંખ્યા હશે તેને
પરભવમાંય તે સંસ્કાર સાથે રહેશે. માટે વારંવાર અભ્યાસ કરીને આવા
આત્માના સંસ્કાર અંતરમાં જેણે નાખ્યા હશે તેને પરભાવમાંય તે સંસ્કાર સાથે
રહેશે. માટે વારંવાર અભ્યાસ કરીને આવા આત્મસ્વભાવના સંસ્કાર અંદરમાં
દ્રઢ કરવા જેવા છે. બહારનાં ભણતરે એ જ્ઞાન આવતું નથી, એ તો અંતરના
સ્વભાવથી જ ખીલે છે. અંતરમાં સ્વભાવના ઘોલનના સંસ્કાર વારંવાર અત્યંત
દ્રઢ કરતાં તે સ્વસંવેદનપ્રત્યક્ષ થાય છે એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે.
તે જ ધર્મની સાચી કમાણી છે, અને એવી ધર્મની કમાણીનો આ અવસર છે.
* આત્માનું ચિહ્ન જે ઉપયોગ, તેને કોઈ લઈ જઈ શકતું નથી; આત્માનો સહજ
સ્વભાવ જેમ નિત્ય છે તેમ તેમાં અંતર્મુખ થઈને અભેદ થયેલો ઉપયોગ પણ

PDF/HTML Page 29 of 57
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
નિત્ય આત્મા સાથે અભેદ રહેશે, તેનો કોઈથી નાશ થઈ શકશે નહીં.
* અસ્તિત્વ, નિત્યત્વ અને સમાધિસુખથી ભરપૂર જે ઉપયોગસ્વરૂપ આત્મા, તેમાં
જેને પ્રીતિ થઈ તેને ભિન્નરૂપ અનિત્ય એવા શરીરાદિ સંયોગોમાં આત્મબુદ્ધિ
રહેતી નથી, ને તેના લક્ષે થતા રાગાદિ પરભાવોમાં પણ તેની પ્રીતિ ઊડી જાય
છે. જ્ઞાનઉપયોગ અંતર્મુખ થઈને પોતાના અસ્તિત્વ–નિયત્વ અને સમાધિસુખના
વેદનમાં લીન થયો, તે ઉપયોગ હવે બીજા કોઈથી હણાય નહીં. તે ઉપયોગ કાંઈ
બીજા વડે થયો નથી કે બીજા વડે તે હરાઈ જાય.
* જેણે ઈંદ્રિયમાં ને રાગમાં પોતાના ઉપયોગનું અસ્તિત્વ માન્યું, અથવા તે
ઈંદ્રિયથી ને રાગથી ઉપયોગની ઉત્પત્તિ થવાનું માન્યું, તે પોતાનો ઉપયોગ
બહારથી આવવાનું માને છે; ઈંદ્રિય અને રાગનો નાશ થઈ જતાં તેનો ઉપયોગ
પણ નષ્ટ થઈ જશે. –પણ એવો પરાધીન ઉપયોગ આત્માનું સ્વરૂપ નથી;
આત્માનો ઉપયોગ સ્વાધીન છે; સ્વાધીન–એટલે આત્માના આશ્રયે પ્રગટેલો
ઉપયોગ આત્માથી કદી છૂટે નહીં, કોઈ તેને હરી શકે નહીં. આવો ઉપયોગ તે
આત્માનું પરમાર્થસ્વરૂપ છે.
* અહો! સર્વજ્ઞ ભગવાને ઉપયોગસ્વરૂપ આત્મા જોયો છે. નિત્ય ઉપયોગલક્ષણરૂપ
પોતાનો આત્મા જેણે જાણ્યો તેણે સર્વજ્ઞને ઓળખ્યા, તેણે સર્વજ્ઞની આજ્ઞા
જાણી. જે જીવ ઉપયોગસ્વરૂપ આત્માને અન્યરૂપે માને છે તે ભગવાનની
આજ્ઞાથી વિરુદ્ધ છે. તે જીવ મિથ્યા માન્યતા વડે ક્ષણેક્ષણે ભાવમરણ કરીને
આત્માના આનંદને હણે છે, તે હિંસા છે. તે હિંસા અને ભાવમરણથી આત્મા કેમ
છૂટે? કે પોતાના આત્માને નિત્ય ઉપયોગસ્વરૂપ જાણીને, તેમાં ઉપયોગને જોડે,
તો તે ઉપયોગ કોઈથી હણાય નહીં; આનંદમય ઉપયોગથી જીવતો આત્મા, તેનું
જીવતર કોઈથી હણાય નહીં, ભાવમરણ થાય નહીં. સુખનો ગંજ આત્મા છે, તે
આવા ઉપયોગ વડે અનુભવમાં આવે છે, તેમાં કોઈ વિઘ્ન નથી. આવો નિર્વિઘ્ન
ઉપયોગ તે મહાન આનંદરૂપ મંગળ છે.
* સ્વસન્મુખ થયેલો તે અતીન્દ્રિય ઉપયોગ, કર્મથી ને રાગથી છૂટો પડીને, પોતાના
આનંદસ્વભાવમાં એવો લીન થયો છે કે તેને કોઈ આત્માથી છૂટો પાડી શકે
નહીં. ધુ્રવમાં લીન થયેલો તે ઉપયોગ ધુ્રવ સાથે અભેદ થયો. –ચોથા ગુણસ્થાને
સમ્યગ્દ્રષ્ટિને આવો ઉપયોગ પ્રગટે છે, આવો ઉપયોગ તે જીવનો ધર્મ છે.

PDF/HTML Page 30 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
* ઉપયોગમાં વિકાર નથી. જેમ સૂર્યના પ્રકાશમાં મેલ નથી તેમ આત્માના
ઉપયોગપ્રકાશમાં રાગાદિરૂપ મલિનતા નથી. ઉપયોગ તો શુદ્ધસ્વરૂપ છે. રાગને
ઉપયોગ જાણે ભલે, પરંતુ રાગની ને ઉપયોગની એકતા નથી પણ ભિન્નતા છે.
જ્ઞાન તે રાગ નથી; રાગ તે જ્ઞાન નથી. જ્ઞાન તે આત્મા છે. ઉપયોગસ્વરૂપે
પોતાના આત્માને અનુભવે તેમાં રાગાદિનો અત્યંત અભાવ છે; આવા
આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. રાગ રાગમાં છે, જ્ઞાનમાં
રાગ નથી. ધર્મી પોતાના જ્ઞાનપણે પોતાને અનુભવે છે; જ્યાં જ્ઞાન છે ત્યાં હું છું;
રાગમાં હું નથી, ને જ્યાં હું છું ત્યાં રાગ નથી. આવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરે ત્યારે
જીવને ધર્મ થાય, એટલે કે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રગટે. આ સિવાય ધર્મ
થાય નહીં.
મોક્ષને માટે તુરત કરવા જેવું
* અહા, ચૈતન્ય ભગવાનની આ વાત! કયા શબ્દોથી તે કહેવી? એનો જે અંતરમાં
ભાવ છે તે ભાવને લક્ષમાં લ્યે ત્યારે ચૈતન્યભગવાનની કિંમત સમજાય.....બાકી
શબ્દોથી ગમે તેટલું કહેવાય તોપણ એનો પાર પડે તેમ નથી; ને શબ્દોના લક્ષે તે
સમજાય તેવો નથી; શબ્દાતીત વસ્તુ, ઈંદ્રિયાતીત ચૈતન્યવસ્તુ–તેમાં અંતરમાં
ઉપયોગને લઈ જાય તો તેના પરમ આનંદનો અનુભવ થાય. બાકી શબ્દો તો
શ્રવણેન્દ્રિયનો વિષય, ને આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનનો વિષય,–ઈન્દ્રિયજ્ઞાનવડે
તે પકડાય તેવો નથી. સ્વયં ઈન્દ્રિયોથી પાર–રાગથી પાર થઈને તારા આત્મામાં
ઉપયોગને જોડ...તે ઉપયોગ રાગ વગરનો શુદ્ધ થયો, ઈન્દ્રિયના અવલંબન
વગરનો અતીન્દ્રિય થયો, પ્રત્યક્ષ થયો, આનંદરૂપ થયો. આવો
શુદ્ધોપયોગસ્વભાવી આત્મા તે સાચો આત્મા છે. આવા આત્માને નિર્ણયમાં
લઈને અનુભવ કરવો તે જ મોક્ષને માટે કરવાનું છે. તે ત્વરાથી કરવા જેવું છે,
તેમાં વિલંબ કરવા જેવું નથી. ધર્મી આવી ક્રિયાવડે મોક્ષને સાધે છે. આ સિવાય
રાગની ક્રિયા કે શરીરની ક્રિયા તે ખરેખર આત્માની ક્રિયા નથી, તે આત્માની
ધર્મક્રિયાથી જુદી છે. જન્મ–મરણનો અંત કરવાની ક્રિયા તો અંતરના
શુદ્ધોપયોગમાં સમાય છે. રાગથી પાર અંતરના ચિદાનંદ સ્વભાવને જાણીને ધર્મી
જીવ શુદ્ધોપયોગવડે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે, તેમાં રાગાદિનો સ્વાદ
લેતો નથી. આવા સ્વાદનો અનુભવ થાય ત્યારે આત્માને જાણ્યો કહેવાય, ત્યારે
ધર્મ ને મોક્ષમાર્ગ થાય. માટે પહેલામાં પહેલું આવું આત્મજ્ઞાન ત્વરાથી કરવા
જેવું છે.

PDF/HTML Page 31 of 57
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
સ્વપ્નનું દુઃખ જાગૃત
થતાં મટી ગયું
(સ્વપ્નમાં મરેલો ભાસ્યો તે જાગતા જીવતો જ છે.)
* * * * *
એક માણસ નિદ્રામાં સૂતો હતો; તેને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો છું. ’ આ
રીતે પોતાનું મરણ દેખીને તે જીવ ઘણો દુઃખી ને ભયભીત થયો.
કોઈ સજ્જને તેને જગાડયો; જાગતાવેંત તેણે જોયું કે અરે, હું તો જીવતો જ આ
રહ્યો. હું કાંઈ મરી નથી ગયો. સ્વપ્નમાં મને મરેલો માન્યો તેથી હું બહુ દુઃખી થયો, પણ
ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો ને મૃત્યુ સંબંધી
તેનું દુઃખ મટી ગયું. અરે, જો તે મરી ગયો હોત તો ‘હું મરી ગયો’ એમ જાણ્યું કોણે?
જાણનારો તો જીવતો જ છે!
તેમ મોહનિદ્રામાં સૂતેલો જીવ, દેહાદિના સંયોગ–વિયોગથી સ્વપ્નની માફક એમ
માને છે કે હું મર્યો, હું જન્મ્યો; હું મનુષ્ય થઈ ગયો, હું તિર્યંચ થઈ ગયો. તે માન્યતાને
લીધે તે બહુ દુઃખી થાય છે પણ જ્ઞાનીએ જડ–ચેતનની ભિન્નતા બતાવીને તેને જગાડયો,
જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર જડ છે તે
કાંઈ હું નથી; શરીરના સંયોગ–વિયોગે મારું જન્મ–મરણ નથી. આવું ભાન થતાં જ તેનું
દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ–મરણ મારામાં નથી, હું તો સદા જીવંત
ચૈતન્યમય છું. હું મનુષ્ય કે હું તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો ચૈતન્ય જ
રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું તો જાણનાર
સ્વરૂપે સદાય જીવંત છું.
જેમ સ્વપ્નમાં પોતાને મરેલો ભાસ્યો પણ જાગતાં તો જીવતો જ છે, તેમ
અજ્ઞાનદશામાં પોતાને દેહરૂપ માન્યો તે જ્ઞાનદશામાં જુદો જ અનુભવે છે.
સ્વપ્નમાં મૃત્યુની માફક, સ્વપ્નમાં કોઈ દરિદ્રી જીવ પોતાને સુખી કે રાજા માને,
પણ જ્યાં જાગે ત્યાં તો ખબર પડી કે એ સુખ સાચું ન હતું. તેમ મોહનિદ્રામાં સૂતેલો
જીવ બાહ્ય સંયોગોમાં–પુણ્યમાં–રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નના સુખ જેવું છે.
જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં–રાગમાં ક્્યાંય મારું સુખ
નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે.

PDF/HTML Page 32 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૯ :
* સિદ્ધપદની પ્રાપ્તિનું
માંગલિક *
(પૃષ્ઠ ૪થી આગળ)
અહો, મોક્ષપુરીમાં બિરાજમાન સિદ્ધભગવંતો, તેમને જ્ઞાનદ્રષ્ટિવડે દેખીને
મોક્ષગામી સાધકજીવો નમસ્કાર કરે છે. પોતાના આત્મામાં એવો સ્વભાવ છે તેને
તો સ્વાનુભૂતિવડે દેખે છે; અને અનુભૂતિ સહિતના જ્ઞાનવડે સિદ્ધભગવાનનું
સ્વરૂપ પણ ઓળખે છે. પહેલાંં કહ્યું હતું કે–
‘ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન પદ મેરો’
સિદ્ધભગવાન પોતાના મહાન સુખસમુદ્રમાં લીન છે. આવા સિદ્ધ ભગવાનની
સ્તુતિ છે, –પણ તેને ઓળખ્યા કોણે? કે જેણે અંતરમાં સિદ્ધ સમાન પોતાના નિજપદને
સ્વાનુભૂતિવડે દેખ્યું તેણે જ સિદ્ધ ભગવાનને ખરેખર ઓળખ્યા. જ્ઞાનીઓ જ સિદ્ધ
ભગવાનને ખરેખર ઓળખે છે. અહો, સિદ્ધસમાન મારા સ્વરૂપને અંતરમાં મેં દેખ્યું છે,
જ્ઞાનકળા મને પ્રગટી છે, ને શિવમાર્ગને અમે સાધી રહ્યા છીએ–એવી નિઃશંકતા પૂર્વક
આ સમયસાર નાટક પં. બનારસીદાસજીએ રચ્યું છે; કાવ્ય દ્વારા અધ્યાત્મરસનું ઝરણું
વહેવડાવ્યું છે. સમયસાર દ્વારા શુદ્ધાત્માનું ઘોલન કરતાં–કરતાં મોક્ષ સધાય છે ને
ભવવાસ મટે છે. –આવું આ સમયસાર તે તો મોક્ષનું શુકન છે.
સારૂં મકાન મળે ત્યાં લોકો કહે છે કે વિસામાનું સ્થાન મળ્‌યું. અહીં તો કહે છે કે
ભાઈ! મહાન સુખનો સમુદ્ર એવો આત્મા તે જ તારા વિશ્રામનું સ્થાન છે, તે જ
આનંદનું ધામ છે. ‘આનંદસ્વભાવી આતમરામ’ સિદ્ધભગવંતો પોતાના આનંદની
અનુભૂતિમાં લીન છે, તેમને યાદ કરીને સાધક પોતાના આત્મામાં ઊતારે છે. સિદ્ધપ્રભુ
તો કાંઈ ઉપરથી નીચે નથી આવતા, પણ પોતે પોતાના અંતરમાં સિદ્ધ જેવા પોતાના
આત્માની અનુભૂતિ કરી ત્યાં સિદ્ધપણું પોતામાં જ દેખાયું. મારા આત્મામાં જ સિદ્ધપણું
ભર્યું છે. આમ સ્વસન્મુખ થઈને સિદ્ધ ભગવાનની સ્થાપના પૂર્વક આચાર્ય ભગવાને
સમયસારની અપૂર્વ શરૂઆત કરી છે.
અહો, સિદ્ધદશા મહાન આનંદરૂપ.....તેના મહિમાની શી વાત! તેની ભાવના
ભાવતાં જ્ઞાની કહે છે કે–
સાદિ–અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન–જ્ઞાન અનંત સહિત જો......
–અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે!

PDF/HTML Page 33 of 57
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
સાદિઅનંતકાળ સુધી અનંત જ્ઞાન ને અનંત સુખસહિત શોભાયમાન એવા
સિદ્ધપદની પ્રાપ્તિનો અપૂર્વ અવસર અમને ક્્યારે આવે? એટલે કે સ્વાનુભૂતિ વડે
એવું સિદ્ધપદ પોતામાં દેખ્યું છે ને તેને અમે સાધી રહ્યા છીએ.
અહીં આત્માની સ્વાનુભૂતિ સહિત સિદ્ધભગવંતોને ઓળખીને નમસ્કાર
જેનામાં સુખ છે–તેને જાણતાં સુખ થાય છે.
જેનામાં સુખ નથી તેને જાણતાં સુખ થતું નથી.
સુખથી ભરપૂર
ચૈતન્યલક્ષ્મીને
લક્ષમાં લે
દુનિયાના વૈભવ કરતાં આત્માનો વૈભવ જુદી
જાતનો છે. અરે, સંસારમાં લક્ષ્મી માટે જીવો કેટલા
દગા–પ્રપંચ ને રાગ–દ્વેષ કરે છે! તેમાં જીવન ગુમાવે છે
ને પાપ બાંધે છે. ભાઈ, તારા સ્વઘરની ચૈતન્યલક્ષ્મી
મહાન છે, તેની સંભાળ કરને! તેમાં ક્્યાંય દગા–પ્રંપચ
નથી, રાગ–દ્વેષ નથી, કોઈની જરૂર નથી, છતાં તે મહા
આનંદરૂપ છે. બહારની લક્ષ્મી મળે તોપણ તેમાંથી સુખ
મળતું નથી. આ ચૈતન્યલક્ષ્મી પોતે મહા આનંદરૂપ છે.
આવો અપાર વૈભવ આત્મામાં પોતામાં ભર્યો છે–એને
લક્ષમાં લેતાં સુખ છે.

PDF/HTML Page 34 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
* ગતાંકમાં પૂછેલ સાત પ્રશ્નોના જવાબ *
(આ સાત પ્રશ્નોના જવાબ ૧૦૦ જેટલા બાળકોએ ઉત્સાહથી લખી
મોકલ્યા છે, તેમને ધન્યવાદ! તેમનાં નામ આ જવાબના છેડે આપ્યાં છે.)
(૧) એવા જીવને શોધી કાઢો કે જે સ્વર્ગમાં ન હોય, નરકમાં પણ ન હોય, મનુષ્યમાં
પણ ન હોય, ને તિર્યંચમાં પણ ન હોય.
ઉત્તર:– તે જીવ સિદ્ધભગવાન; સિદ્ધભગવંતો સંસારની ચારે ગતિથી પાર એવી
મોક્ષગતિને પામ્યા છે. (કેટલાક બાળકોએ આનો જવાબ ‘વિગ્રહગતિનો જીવ’
લખ્યો છે, તે બરાબર નથી. વિગ્રહગતિ પણ ચારમાંથી કોઈ એક ગતિ જ છે;
જેમકે દેવમાંથી કોઈ જીવ મનુષ્યમાં આવે તે જીવ દેવશરીર છોડીને જ્યારે
વિગ્રહગતિમાં હોય ત્યારે તેને મનુષ્યગતિમાં ગણાય છે.)
(૨) આપણે નમસ્કાર–મંત્રમાં જે પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીએ છીએ,
તેમાંથી કેવળજ્ઞાની કેટલા?
ઉત્તર:– અરિહંતભગવાન અને સિદ્ધભગવાન–એ બે પરમેષ્ઠી ભગવંતો કેવળજ્ઞાની છે.
બાકીનાં ત્રણ પરમેષ્ઠીભગવંતો હજી કેવળજ્ઞાની થયા નથી પણ થોડા વખતમાં
કેવળજ્ઞાની થશે.
(૩) કોઈ પણ પાંચ તીર્થક્ષેત્રનાં નામ આપો–જ્યાંથી કોઈને કોઈ જીવ મોક્ષ પામ્યા
હોય?
ઉત્તર:– (૧) સમ્મેદશિખર (૨) ચંપાપુરી (મંદારગિરિ) (૩) ગીરનાર (૪)
કૈલાસગિરિ (પ) પાવાપુરી–એ પાંચ તીર્થક્ષેત્રમાંથી ૨૪ તીર્થંકરભગવંતોં મોક્ષ
પામ્યા છે. આ ઉપરાંત બીજા તીર્થક્ષેત્રો નીચે મુજબ છે (–ત્યાંથી મોક્ષ પામનારા
પ્રસિદ્ધ પુરુષોનાં નામ કૌંસમાં લખેલ છે.)–

PDF/HTML Page 35 of 57
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
શત્રુંજય (પાંડવભગવંતો), તારંગા (વરદત્ત–સાગરદત્તમુનિ), પાવાગઢ (લવ–
કુશ), માંગી–તુંગી (ભગવાન રામચંદ્ર–હનુમાન વગેરે ૯૯ કરોડ), ગજપંથા
(સાતબલભદ્ર), ચૂલગિરિ–બડવાની (ઈંદ્રજીત–કુંભકર્ણ), સોનાગિરિ (નંગ–અનંગ
આદિ સાડાપાંચકરોડ મુનિરાજ), ચેલણાનદીના કિનારે પાવાગિર–ઉન (સુવર્ણભદ્રાદિ ૪
મુનિરાજ), દ્રોણગિરિ (ગુરુદત્તાદિ મુનિવરો,) મુક્તાગિરિ (બીજું નામ મૈંઢાગીરી;
સાડાત્રણ કરોડ મુનિરાજ) નૈનાગિરિ–રેશંદીગીરી) વરદત્તાદિ પાંચ મુનિ), કુંથલગિરિ
(દેશભૂષણ–કુલભૂષણ મુનિરાજ) ગુણાવા (ગૌતમસ્વામી), રાજગિરિ (વીરપ્રભુના
અનેક ગણધરો તથા જંબુસ્વામી?) પટના (સુદર્શન મુનિરાજ), મથુરા (જંબુસ્વામી
વિદ્યુત્ચર આદિ પાંચસો મુનિ) શૌરીપુર (ચારમુનિરાજ) સિદ્ધવરકૂટ (બે ચક્રી,
દશકામદેવ, સાડાત્રણકરોડ મુનિ) કુંડલગિર (અંતિમ કેવલી શ્રીધરસ્વામી), નર્મદા–રેવા
નદીતટ (કરોડો મુનિવરો), ખંડગીરી–ઉદયગીરી (કલિંગદેશ ત્યાં કોટિશિલા
અતિપ્રાચીન ગૂફા; જશરથરાજાના પુત્રો વગેરે પાંચસો મુનિ મોક્ષ પામ્યા છે.) (પૂ.
ગુરુદેવ સાથેની તીર્થયાત્રાના પ્રતાપે આ બધા સિદ્ધક્ષેત્રોના દર્શન આપણને થઈ ગયા
છે.....બાકી છે એક કૈલાસ!)
(૪) સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતરાજ્યમાં આવેલા ચાર સિદ્ધક્ષેત્ર નીચે મુજબ છે–
૧. ગીરનાર (જુનાગઢ) જ્યાંથી બાવીસમા તીર્થંકર નેમનાથ ભગવાન તથા
શ્રીકૃષ્ણના પુત્રો શંબુકુમાર વગેરે બૌંતેરકરોડ ને સાતસો મુનિવરો મોક્ષ પામ્યા
છે. નેમપ્રભુની દીક્ષા તથા કેવળજ્ઞાન પણ અહીં થયા છે, ધરસેન આચાર્ય પણ
અહીં બિરાજતા હતા. ઉદાસીન વૈરાગ્યનું અદ્ભુત અધ્યાત્મધામ છે.
૨. શત્રુંજય (પાલીતાણા) જ્યાંથી યુધિષ્ઠિર–ભીમ–અર્જુન એ ત્રણ પાંડવભગવંતો
સહિત આઠકરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે.
૩. તારંગા (મહેસાણા થઈને જવાય છે) ત્યાંથી વરદત્ત–સાગરદત્ત આદિ સાડાત્રણ
કરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે. અતિ રમણીય ધામ છે.
૪. પાવાગઢ (ચાંપાનેર; વડોદરાથી વીસ માઈલ છે.) ત્યાંથી રામચંદ્રજીના પુત્રો
લવકુશ અને લાટદેશના રાજા વગેરે પાંચકરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે.
(ઘણાએ આબુ લખેલ છે પણ આબુ એ કોઈ સિદ્ધક્ષેત્ર નથી, તેમજ અત્યારે તે
ગુજરાત રાજ્યમાં પણ નથી.)

PDF/HTML Page 36 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
(પ) આપણે એક કેવળજ્ઞાની ભગવાનને શોધવા છે, –જે નથી સ્વર્ગમાં, નથી
નરકમાં, નથી મનુષ્યલોકમાં, તો તે ક્્યાં હશે?
ઉત્તર:– સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધભગવાન; (આ પ્રશ્નના જવાબમાં કેટલાકે
‘વિદેહક્ષેત્ર’ લખ્યું છે, –પણ તે બરાબર નથી. જો કે વિદેહક્ષેત્રમાં કેવળીભગવાન છે
એ ખરું, પણ તે વિદેહક્ષેત્ર તો મનુષ્યલોકમાં આવી જાય છે, –જ્યારે આપણે તો
મનુષ્યલોકની બહારના કેવળીભગવાનને શોધવાના હતા; તે તો સિદ્ધલોકમાં જ છે.
(૬) પાંચ જ્ઞાનનાં નામ તો તમને આવડતા હશે! હવે તે પાંચ જ્ઞાનમાંથી એક જીવ
પાસે એક જ જ્ઞાન છે, ને બીજા જીવ પાસે ચાર જ્ઞાન છે, તો તેમાં મોટું કોણ?
ઉત્તર:– મતિ–શ્રુત–અવધિ–મનઃપર્યય એ ચાર જ્ઞાન, અને પાંચમું કેવળજ્ઞાન; તેમાંથી
જેમની પાસે એક જ જ્ઞાન છે તે તો કેવળીભગવાન છે, કેમકે કેવળજ્ઞાન સદા
એકલું હોય છે, બીજા અધૂરા જ્ઞાન તેની સાથે રહેતા નથી; જ્યારે ચાર
જ્ઞાનવાળા જીવ તે છદ્મસ્થ–મુનિ હોય છે, તેમને ઊંચામાં ઊંચું ૧૨મું ગુણસ્થાન
હોય છે, તેમનું જ્ઞાન કેવળજ્ઞાન કરતાં અનંતમા ભાગનું છે. માટે જે જીવ પાસે
એક જ જ્ઞાન છે તે શ્રેષ્ઠ છે.
(૭) ૧૪ પગથિયાની એક સીડી. તેના ચોથા પગથિયા ઉપર ચડતાં જ ભગવાન
દેખાય; અને તેરમે પગથિયે પહોંચતાં તો આપણે જ ભગવાન બની
જઈએ.....એ સીડી કઈ?
ઉત્તર:– ૧૪ ગુણસ્થાનરૂપ સીડી, તેનાં નામ આ પ્રમાણે:–
૧. મિથ્યાત્વ ૨. સાસાદન ૩. મિશ્ર ૪. અવિરત સમ્યકત્વ પ. દેશવિરત ૬.
પ્રમતસંયત ૭. અપ્રમત્તસંયત ૮. અપૂર્વકરણ ૯. અનિવૃત્તિકરણ અથવા
બાદરસાંપરાય ૧૦. સૂક્ષ્મસાંપરાય ૧૧. ઉપશાંતમોહ ૧૨. ક્ષીણમોહ ૧૩.
સયોગકેવળી ૧૪. અયોગકેવળી.
ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જ સિદ્ધભગવાન જેવા પોતાના શુદ્ધઆત્માનું
દર્શન થાય છે; ભગવાનની સાચી ઓળખાણ ત્યારે થાય છે. અને પછી તેરમું
ગુણસ્થાન થતાં આત્મા પોતે અરિહંત ભગવાન થઈ જાય છે.
પ્રશ્નોનાં જવાબ મોકલનાર બાળકોનાં નામ;–
પ્રદીપકુમાર જૈન રાજકોટ; પુષ્પેન્દ્ર જૈન; મીના જૈન સોનગઢ; ફાલ્ગુનીબેન જૈન
અમદાવાદ;

PDF/HTML Page 37 of 57
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
નિતિન જૈન અમદાવાદ, અતુલ જૈન સોનગઢ; જિતેન્દ્ર જૈન સોનગઢ; સુરેશકુમાર
ફત્તેપુર; અરૂણાબેન અમદાવાદ; પ્રદીપ–પંકજ, માલતીબેન–લતાબેન; નગીનચંદ્ર જૈન
ઘાટકોપર; કિરણબેન; નિરંજન–સુરત; કાન્તીલાલ જૈન–મુનાઈ; અશોક જૈન–વઢવાણ;
પાઠશાળાના બહેનો–સાબલી; ભીખુભાઈ–સાબલી; વીણાબેન જૈન મુંબઈ ૬૪;
પંકજકુમાર જૈન–સાબલી; આશાબેન જૈન વીલેપારલે; અમૃત જૈન–બાઢરડાકલ; પંકજ
જૈન; પ્રકાશ જૈન–કલકત્તા; શૈલેષકુમાર જૈન–લાઠી; ભરત જૈન–લાઠી; માનકુમારી જૈન
ઉદેપુર; બીપીનકુમાર જૈન–લાઠી; મીનાક્ષીબેન જૈન–વઢવાણ; ભરત વી. જૈન–લાઠી;
હેમેન્દ્ર જૈન અમદાવાદ; રાજેન્દ્ર જૈન–સાબલી, ચતુરભાઈ લીમડી–ડોળી, રૂમાલભાઈ
જૈન–લીમડી; ચતુરભાઈ ઉખરેલી; અશ્વિન જૈન–દાહોદ; ધર્મિષ્ઠા જૈન–મલાડ; હર્ષાબેન
જૈન–જમશેદપુર; ચેતનાબેન કે. જૈન–મુંબઈ ૭; રૂપાબેન, સંજયકુમાર, જયદેવ–રાજકોટ;
નીતીન–કાશ્મીરા અંજના; રેણુકાબેન–વઢવાણ; જયેશકુમાર રાજકોટ; કે એચ. જૈન
બેંગલોર; જસ્મીન જૈન વઢવાણ; બિપિન જૈન અમદાવાદ, રંજનબેન તથા ભારતીબેન
એમ. જૈન વઢવાણ; માલતીબેન જૈન અમદાવાદ; ઉર્મિલાબેન જૈન રાજકોટ, દર્શનાબેન
જૈન દાદર; હંસાબેન જૈન–મુંબઈ; ભારતીબેન જૈન–બેંગલોર; વનિતાબેન જૈન
જામનગર; શૈલાબેન જૈન–ગોરેગાંવ; કેતુ–સ્વાતિ–નિધિશ એચ. જૈન અમદાવાદ;
મીનાબેન કે. જૈન ભાવનગર; સાધના જૈન રાજકોટ; વિભાબેન–કિર્તિબેન જૈન વાંકાનેર;
પ્રતિમાબેન જૈન ખંડવા, ઉર્મિલાબેન જૈન રાજકોટ; મંજુલાબેન જૈન લાઠી; માલતીબેન
જૈન સોનગઢ; સભ્ય નં. ૨૬૬૯ સાબલી લોપા મુદ્રાબેન મુંબઈ; મુકેશ જૈન વડોદરા;
રમેશ નવનીત, રાજેન્દ્ર, ભરત, સરોજ, નીકાબેન, પ્રવીણા, વિજય, વસંત, ઉષાબેન,
રમિલાબેન–જાંબુડી, રમીલાબેન જૈન મુંબઈ; લીલાવંતીબેન ગોંડલ; નરેશ જૈન ગોંડલ,
રંજનબેન વાડીલાલ વઢવાણ; શૈલેષ આર. જૈન જેતપુર, સત્યદેવ જૈન ભાદ્રોડ; નવકેતન
જૈન–મુડેટી, આશા અને દિલિપ જૈન–કલકત્તા.
નવા પ્રશ્નો:–
આ પ્રશ્નવિભાગ સૌને ખૂબ ગમ્યો છે, તેનાથી અવનવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે;
ઘણા બાળકો ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે. તેથી અહીં બીજા સાત પ્રશ્નો રજુ
કરીએ છીએ. (સંપાદક આત્મધર્મ, સોનગઢ સૌરાષ્ટ્ર–એ સરનામે તા. ૧પ મી સુધીમાં
જવાબ લખી મોકલવા, નાના મોટા સૌ લખી શકે છે; વડીલોને પૂછીને પણ લખી શકાય
છે. ઉત્સાહથી ભાગ લ્યો ને તમારા મિત્રોને પણ પ્રેરણા આપો.
પ્રશ્ન:– (૧) તમારા આત્માના કોઈપણ પાંચ ગુણનાં નામ લખો– કે જે પુદ્ગલમાં ન હોય.

PDF/HTML Page 38 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૫ :
પ્રશ્ન (૨) નીચેના ચાર જીવો ક્્યા ગુણસ્થાને હશે?
૧. આત્માના ભાનસહિત સ્વર્ગમાંથી મનુષ્યમાં આવી રહેલો જીવ કયા ગુણસ્થાને હશે?
૨. આ જીવોને ઈશ્વરે બનાવ્યા છે એવો ઉપદેશ કરનારા જીવ કયા ગુણસ્થાને હશે?
૩. વસ્ત્ર પહેરીને આત્માની નિર્વિકલ્પ સામાયિકમાં બેઠેલો જીવ કયા ગુણસ્થાને હશે?
૪. જેને મોહ પણ નથી અને જેને સર્વજ્ઞતા પણ નથી તે જીવ કયા ગુણસ્થાને હશે?
પ્રશ્ન (૩) નીચેના ૧૯ અક્ષરમાં દીવાળી પર્વનું સૂચક એક વાક્્ય છે–તે સરખું ગોઠવી
આપો. (તેમાં પહેલો વચલો અને છેલ્લો અક્ષર ફેરવવો નહીં. બાકીનાં અક્ષર
આડાઅવળા છે તે સરખા ગોઠવી આપો–
મ ગ ધા પુ ન વી થી રી વા વા મો ક્ષ ભ ર પા પ હા ર્યા છે.
પ્રશ્ન (૪) આ ચોથા પ્રશ્નના જવાબમાં તમારે એક સુંદર વાક્્યની રચના લખવાની છે–
જેમાં નીચેના પાંચ શબ્દોનો સમાવેશ થવો જોઈએ–(એકથી વધુ વાક્્ય પણ લખી
શકાય છે.)
મહાવીર રત્નત્રય વિપુલાચલ આત્મા સિદ્ધ
પ્રશ્ન:– (પ) ૧૪ ગુણસ્થાનમાંથી માત્ર છ ગુણસ્થાન એવા છે કે જે સદાય ભરપૂર રહે
છે,–તે ગુણસ્થાન કયા?
પ્રશ્ન:– (૬) નીચેની વસ્તુઓમાંથી તમારામાં અત્યારે શું શું છે? ને ભગવાનમાં શું શું છે?
જ્ઞાન, રાગ, મોહ, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન, અનંતગુણ,
ઉત્પાદ–વ્યય–ધ્રુવ, અરૂપીપણું, દુઃખ પૂર્ણસુખ,
પ્રશ્ન (૭) દર આઠ વર્ષે આપણો આત્મા અરિહંતપ્રભુના આત્માને એકવાર જરૂર સ્પર્શે
છે. (ક્ષેત્ર અપેક્ષાએ) –તે કઈ રીતે? (નાના બાળકોને આનો જવાબ ન આવડે તો
ન લખવો; પણ વડીલો પાસેથી સમજી લેવું.)
* જૈન * (અમે તો જિનવરનાં સંતાન) * जैन *
તા. દસમી માર્ચથી વસ્તીપત્રક શરૂ થાય છે. વસ્તીપત્રકમાં દસમા ખાનામાં આપણે
આપણો ધર્મ લખાવવાનો છે. દેખીતી રીતે જ આપણે સૌ જૈનોએ તેમાં (J) જૈન
લખાવવાનું છે. આ સંબંધી સૂજ્ઞપાઠકોને ખૂબ કહેવાઈ ગયું છે. આજે તો ગુરુદેવ પાસેથી
મળેલા ઉત્તમ સંસ્કારને લીધે કેટલાય હરિજનબંધુઓ પણ પોતાને જૈન કહેવડાવવામાં
ગૌરવ અનુભવે છે. તો જન્મથી જ જેમને “જૈન” નામ મળેલું છે તેઓ તો પોતાને જૈન જ
લખાવે–એમાં શું કહેવાનું હોય? જિનવરનાં સન્તાન થવાનું કોને ન ગમે?

PDF/HTML Page 39 of 57
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
ભાદ્રોડના હરિજનભાઈ
સત્યદેવ જૈનનો પત્ર
“આનંદસાથ લખવાનું કે અમો અહિંયા ૧પમુમુક્ષુ ભાઈ બહેનો જૈનધર્મનો
અભ્યાસ ગુરુદેવની દયાથી કરીએ છીએ. અમને જે ગુરુદેવે હરિજનમાંથી જૈન બનાવ્યા
તે બદલ અમો ગુરુદેવના ભવોભવના ઋણી છીએ. અમો ગુરુદેવના શબ્દનો જયનાદ
ગજાવીએ છીએ. ને રોજ જૈનસાહિત્યનો અભ્યાસ અમારી લધુમતિથી કરીએ છીએ.
તેમજ ઘણા ગામમાં અમારા હરિજનભાઈઓ જૈનમાર્ગે વળી રહ્યા છે. ભાદ્રોડ–
રાણપરડા–કામળોલ–મોરચૂપણા–જાળીયા–સમઢીયાળા–ઘાણાના ૬૦–૭૦ માણસો
માંસાહાર છોડીને જૈનધર્મમાં વળ્‌યા છે, ને હજી બીજા વળશે. ગુરુદેવની દયાથી અમે
જૈનધર્મનો પ્રચાર કરી રહ્યા છીએ, એમ સૌ મુમુક્ષુઓ દર મહિને આત્મધર્મનો અભ્યાસ
કરીએ છીએ. ઉમરાળાના હરિજનભાઈ શ્યામદેવ જૈનનો પત્ર આત્મધર્મમાં વાંચીને
અમારી હરિજન કોમને ગૌરવ લેવા જેવું છે. ખરેખર જૈન તો એક સત્યનો રાહ છે; અને
ગુરુદેવ કહાન સિવાય એનું સ્પષ્ટિકરણ કરનાર વર્તમાનકાળમાં ભાગ્યે જ કોઈ વિભૂતિ
નીકળશે.” આટલું લખ્યા પછી ભાઈશ્રી સત્યદેવે જૈનધર્મ સંબંધી પંદર બોલમાં પોતાના
ઉદ્ગારો લખ્યા છે તેમાં વીતરાગ વિજ્ઞાન, પંચ પરમેષ્ઠી ભગવાન, તીર્થંકર, રત્નત્રય, છ
દ્રવ્ય, ઉત્પાદ–વ્યય–ધુ્રવ, દ્રવ્ય–ગુણ–પર્યાય, જડ–ચેતન, શુદ્ધ ખાનપાન અને સાત
તત્ત્વોનું જ્ઞાન–એ જૈનધર્મનું રહસ્ય હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને છેલ્લે છ દોહા લખ્યા
છે–તેમાં લખે છે કે–
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રનાં ગાતો તો હું જ્ઞાન.
એનાથી છોડાવિયો જય જય જય ગુરુ કહાન.
પરવશપણું છોડાવીને બનાવ્યો મુને ભગવાન,
અનેકાન્ત ઓળખાવીયો જયજયજય ગુરુ કહાન.
દ્રવ્યદ્રષ્ટિ દેઈને નક્કી કરાવ્યું નિજનિધાન,
આત્મરામ ઓળખાવિયો જયજયજય ગુરુકહાન.
(બંધુઓ, તમે જે ઉત્સાહથી જૈનધર્મનો આદર કરી રહ્યા છો ને વીતરાગી
તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં રસ લઈ રહ્યા છો–તે પ્રશંસનીય છે. દુનિયાનાં સર્વોત્કૃષ્ટ
વીતરાગી નિધાન પામવાનો માર્ગ કોઈ મહા ભાગ્યે હાથમાં આવ્યો છે. વધુ ને વધુ
સત્સંગપૂર્વક આત્મહિતના માર્ગમાં તમે સૌ આગળ વધો એવી શુભેચ્છા.) –સંપાદક

PDF/HTML Page 40 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૭ :
અમે જિનવરનાં સંતાન
(બાલવિભાગ : નવા સભ્યોનાં નામ)
તા. ૨પ સુધીમાં આવેલા નામો આપવામાં આવ્યા છે; આપનું નામ ન
આવ્યું હોય તો ફરીથી લખો. બાલવિભાગમાં દાખલ થવા માટે તમારું નામ–
સરનામું–ઉમર–અભ્યાસ અને જન્મ દિવસ લખી મોકલો. ફી માત્ર એટલી કે તમે
ધર્મમાં ઉત્સાહથી રસ લ્યો. સરનામું–બ્ર. હરિલાલ જૈન–સોનગઢ (સૌરાષ્ટ્ર)
૨૬૭૩ પ્રફુલ્લ કેશવલાલ જૈન ધ્રાંગધ્રા ૨૬૯૨ દિલીપકુમાર અમૃતલાલ જૈન સાબલી
૨૬૭૪ નીતાબેન રસિકલાલ જૈન વઢવાણ ૨૬૯૩ વીણાબેન ભાઈલાલ જૈન મુંબઈ–૨૮
૨૬૭પ શૈલેશકુમાર રમણલાલ જૈન ભીમન્ડી ૨૬૯૪ નીતાબેન ભાઈલાલ જૈન મુંબઈ
૨૬૭૬ નવરત્નમલ પી. જૈન બેંગલોર ૨૬૯પ વિજયકુમાર ભાઈલાલ જૈન મુંબઈ
૨૬૭૭ સાધનાબેન હીરાલાલ જૈન રાજકોટ ૨૬૯૬ કોકિલાબેન મણિલાલ જૈન મુંબઈ–૨૮
૨૬૭૮ વીણાબેન જયંતિલાલ જૈન વઢવાણ ૨૬૯૭ વિક્રમકુમાર મણિલાલ જૈન મુંબઈ
૨૬૭૯ કલ્પક પ્રવીણચંદ જૈન રાજકોટ ૨૬૯૮ રમેશકુમાર મણિલાલ જૈન ”
૨૬૮૦ શૈલેષકુમાર મનસુખલાલ જૈન સુરેન્દ્રનગર ૨૬૯૯ નીલેશકુમાર અનીલકુમાર જૈન
૨૬૮૧ વિક્રમકુમાર મહાસુખલાલ જૈન ૨૭૦૦ પારૂલ અનીલકુમાર જૈન
૨૬૮૨ હાર્દિકાબેન આર. જૈન વીંછીયા ૨૭૦૧ પંકજ ઉમેદચંદ જૈન
૨૬૮૩ હસ્મિતાબેન આર. જૈન વીંછીયા ૨૭૦૨ ચેતન ઉમેદચંદ જૈન
૨૬૮૪ પ્રફુલ્લાબેન રતિલાલ. જૈન ૨૭૦૩ સંજય રતિલાલ જૈન મુંબઈ–૨૮
૨૬૮પ શ્રીલેખાબેન રતિલાલ જૈન ૨૭૦૪ સીમાબેન રતિલાલ જૈન મુંબઈ
૨૬૮૬ બકુલકુમાર વી. જૈન રાજકોટ ૨૭૦પ ભરતકુમાર રીખવદાસ જૈન ”
૨૬૮૭ વિનોદકુમાર ભોગીલાલ જૈન ચોરીવાડ ૨૭૦૬ રાજુ મણિલાલ જૈન
૨૬૮૮ સુરેખાબેન ભોગીલાલ જૈન ચોરીવાડ ૨૭૦૭ રાજેશ મણિલાલ જૈન મુંબઈ–૨૮
૨૬૮૯ ચેતનાબેન ભોગીલાલ જૈન ૨૭૦૮ વર્ષાબેન હિંમતલાલ જૈન મુંબઈ–૨૮
૨૬૯૦ મુકેશકુમાર બાબુલાલ જૈન ૨૭૦૯ રાજચંદ્ર હિંમતલાલ જૈન મુંબઈ
૨૬૯૧ નગીનદાસ સાંકળચંદ જૈન ચોરીવાડ ૨૭૧૦ જાગૃતીબેન હિંમતલાલ જૈન ”