Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 57
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૮
સળંગ અંક ૩૨૯
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 57
single page version

background image
૩૨૯
*...ત્યારે સમ્યદર્શન થયું *
પરમ આત્મતત્ત્વની અનુભૂતિમાં ‘હું દ્રવ્ય છું કે હું
પર્યાય છું–એવા ભેદ રહેતા નથી, ત્યાં દ્વૈત નથી, વિકલ્પ
નથી, પક્ષપાત નથી. પૂર્વે અનુભવના પ્રયત્નકાળમાં જે જે
વિકલ્પો હતા, વ્યવહારે જેને સાધક કહેવાતા, તે જ
અનુભવકાળે બાધક છે, એટલે સાક્ષાત્ અનુભવદશા
વખતે તે કોઈ વિકલ્પો હોતા નથી, વિકલ્પો અલોપ થઈને
એક પરમ તત્ત્વ જ પ્રકાશમાન રહે છે; નય–નિપેક્ષ–
પ્રમાણના સર્વે વિકલ્પો નિર્વંશ થઈ જાય છે. અહા! આવી
અનુભૂતિ થઈ ત્યારે સમ્યગ્દર્શન થયું. આત્માના આવા
અનુભવ વગર કોઈ કહે કે અમને સમ્યગ્દર્શન થઈ ગયું,
–તો એ માત્ર ભ્રમણા છે. સમ્યગ્દર્શનપરિણતિ રાગ–દ્વેષ–
મોહના વિકલ્પોથી સર્વથા જુદી છે; તે મોહનો પડદો
ફાડીને અંદર ચૈતન્યમાં ઘૂસી ગઈ છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ ફાગણ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક : પ

PDF/HTML Page 3 of 57
single page version

background image
પધારો સીમંધર ભગવાન
સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજ.....જ્યારે સોનગઢમાં વિદેહીનાથ સીમંધર
ભગવાન પધાર્યા.....ત્રીસ વર્ષ વીતી ગયાં એ વાતને! અને જ્ઞાનીજનોના ઉજ્જવળ
જ્ઞાનદર્પણમાં તો પ્રભુજીની પધરામણી એના કરતાંય વર્ષો પહેલાંં થઈ ગઈ
હતી....વિદેહીનાથનો વૈભવ જ્ઞાનીઓએ પોતાના અંતરમાં દેખી લીધો હતો....એમના જ
પ્રતાપે આપણને –ભરતક્ષેત્રના મુમુક્ષુઓને ભગવાન મળ્‌યા અને ભગવાનનો માર્ગ
મળ્‌યો....પરમ ઉપકાર છે સંતગુરુઓનો કે જેમણે આપણને આવા ભગવાનનો ભેટો
કરાવ્યો....ને ભગવાનની ઓળખાણ કરાવી.
સોનગઢમાં ભગવાનની પધરામણીનો એ ઉત્સવ દરવર્ષે આઠ દિવસ સુધી
ઉજવીએ છીએ.... ભક્તિદ્વારા આનંદપૂર્વક ભગવાનનો મહિમા અને બહુમાન કરીએ
છીએ. જ્ઞાનીના જ્ઞાનમંદિરમાં ને બહારમાં જિનમંદિરમાં સીમંધર પ્રભુ પધાર્યા ત્યારથી
સદાય ધર્મની વૃદ્ધિના પ્રસંગો બની રહ્યા છે......અનેક અનેક પ્રકારે ભગવાને મોટો
ઉપકાર કર્યો છે.....અહા! જાણે કે વિદેહમાં બેઠાબેઠા ભગવાન ભરતક્ષેત્રમાં પણ ધર્મતીર્થં
પ્રવર્તાવી રહ્યા છે. એવો આનંદ ગુરુદેવના પ્રતાપે આપણને પ્રાપ્ત થાય છે.
અહા! દેવ–ગુરુના શરણે આત્માને સાધવાનો પરમ અવસર આપણને પ્રાપ્ત
થયો છે. તો હવે આ અવસરમાં આપણે સૌ મુમુક્ષુ–સાધર્મીઓએ પણ પૂરા ઉલ્લાસથી
અને પાત્રતાથી આ દેવ–ગુરુના પરિવારમાં ભળી જવાનું છે. અહા! ભગવાન આપણા
કહેવાયા, ને આપણે ભગવાનના કહેવાયા–એનાથી ઊંચું બીજું શું!
વીતરાગી દેવ–ગુરુના આશ્રયે આપણા સૌમાં સાધર્મીપણાનો સંબંધ
બંધાયો....... ‘સાચું સગપણ સાધર્મીનું’ –એવા સાધર્મીપ્રેમ માટે હૃદયમાં હજાર હજાર
લાગણીથી લખવાનું મન થાય છે; આપણા સૌના દેવ એક, સૌના ગુરુ એક, સૌનો
સિદ્ધાંત એક, સૌનો ધર્મ એક, સૌનું ધ્યેય એક, સૌની વિચારધારા એક, –કેટલી મહાન
એકતા....ને કેવો મધુર સંબંધ! આટલી મહાન વાતોમાં જ્યાં એકતા છે ત્યાં બીજી
નજીવી બાબતોમાં અટકવાનું કેમ બને? અરે, એકદેશમાં રહેનારા માણસો વિભિન્ન
જાતિ અને વિભિન્ન ધર્મના હોવા છતાં દેશની એકતાના ગૌરવથી પરસ્પર પ્રેમથી રહે છે,
તો જ્યાં ધર્મની એકતા છે, દેવ–ગુરુની એકતા છે ત્યાં સાધર્મીપ્રેમની શી વાત! મુમુક્ષુ
જૈનો જાગો........ને આનંદપૂર્વક બોલો–
“હમ સબ સાધર્મી એક હૈ.......શ્રી દેવ ગુરુકી ટેક હૈ”

PDF/HTML Page 4 of 57
single page version

background image
* *
આત્મધર્મ ફાગણ
વર્ષ ૨૮ ૨૪૯૭
અંક––પ MARCH
ચિદાનંદભગવાનની સ્તુતિરૂપ મંગળ
અને સ્વાનુભૂતિરૂપ નમસ્કાર

(માહ સુદ પાંચમના રોજ સમયસાર–નાટકની ઉત્થાનિકા પૂર્ણ થયા બાદ પ્રથમ
જીવ–અધિકારનો પ્રારંભ ભાઈશ્રી ચંદ્રકાંત હરિલાલ દોશીના નવા મકાનના મંગલ
વાસ્તુ પ્રસંગે થયો હતો. તે પ્રવચનમાંથી ભાવવાહી મંગલ પ્રસાદી અહીં આપી છે.)
ભગવાન કુંદકુંદાચાર્યદેવે જે સમયસાર–પરમાગમ રચ્યું, તેની અલૌકિક ટીકા
અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે, તેમાં ૨૭૮ અધ્યાત્મરસઝરતા કળશ છે; તેમાં માંગળિકનો
પહેલો શ્લોક–
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्व भावांतरच्छिदे।।१।।
આ કળશ ઉપરથી તેના સારરૂપે પં. બનારસીદાસજીએ હિંદીમાં નાટક સમયસાર
રચ્યું છે; તેમાં કહે છે કે–
शोभित निज अनुभूति जुत चिदानंद भगवान।
सार पदारथ आतमा, सकल पदारथ जान।।१।।
ચિદાનંદ ભગવાન આત્મા સ્વાનુભૂતિરૂપ જ્ઞાનવડે શોભાયમાન છે, આ મહાન
મંગળ છે. ધર્મીને આત્માની સ્વાનુભૂતિમાં નિજસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, ને અપૂર્વ ધર્મ
છે, તે મોક્ષનું મંગળ છે.
સમયસાર એવો ચિદાનંદ ભગવાન આત્મા, તે પોતાની સ્વાનુભૂતિદશા સહિત શોભે
છે. સ્વાનુભૂતિમાં અપૂર્વ આનંદનું વેદન છે. સ્વાનુભૂતિ વડે પ્રકાશમાન થાય એવો પ્રત્યક્ષ
જ્ઞાતા અતીન્દ્રિયસ્વભાવી આત્મા છે. આવો આત્મા જ જગતમાં સારભૂત પદાર્થ છે. અંતર્મુખ
થતાં આવા આત્માની પ્રતીતિ થાય તે મંગળ છે, તે સ્વઘરમાં અપૂર્વ વાસ્તુ છે.

PDF/HTML Page 5 of 57
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
ચિદાનંદપ્રભુ, ચિદાનંદ ભગવાન..... કોણ? કે આ આત્મા પોતે; તેનો
સ્વભાવ સિદ્ધભગવાન જેવો શુદ્ધ છે; આવા શુદ્ધઆત્માને સ્વાનુભૂતિગમ્ય કરવો તે
જગતમાં સૌથી ઉત્તમ સાર છે. આત્માની શોભા તો પોતાની સ્વાનુભૂતિ વડે જ છે.
ધર્મમાં પહેલાંમાં પહેલું શું કરવું? કે પોતાના આત્માની અનુભૂતિ કરવી. આવી
સ્વાનુભૂતિમાં આનંદ સહિત આત્મા પ્રગટે છે–પ્રકાશે છે–શોભે છે.
આ જગતમાં જેટલા પદાર્થો છે તે બધાયમાં શ્રેષ્ઠ–ઉત્તમ–સારભૂત શોભાવાળો
આ ચિદાનંદસ્વરૂપ આત્મા જ છે. બાકી સંયોગોમાં કે રાગાદિ પરભાવોમાં કાંઈ સાર
નથી. પોતાના આત્માના સ્વભાવમાં ઝુકાવ કરતાં આનંદનો અનુભવ થાય છે, તે ધર્મ
છે. તે જ આત્માને ચારગતિમાંથી બહાર કાઢીને સિદ્ધપદમાં ધારી રાખે છે. આવો ધર્મ તે
મંગળ છે.
આનંદનો અનુભવ કેમ થાય? કે પોતાના સ્વભાવની સન્મુખ જોવાથી જ
આનંદનો અનુભવ થાય છે. બીજા પંચપરમેષ્ઠીભગવંતો વગેરેની સન્મુખ જોવાથી
શુભરાગની ઉત્પત્તિ છે. પરને અનુસરીને તો રાગ જ થાય. આત્માને પોતાના
સ્વભાવને અનુસરીને જે અનુભૂતિ થાય તે સ્વાનુભૂતિ છે, તેમાં વીતરાગી
આનંદ છે.
જુઓ, આ સમયસારની અપૂર્વ શરૂઆત! शोभित निज अनुभूति जुत’
આત્માની આવી અનુભૂતિ તે જ પરમાર્થ નમસ્કાર છે. પોતે પોતાના શુદ્ધસ્વભાવમાં
વળ્‌યો–નમ્યો તે પરમાર્થ નમસ્કાર છે. અનુભૂતિ વડે પોતે પોતાને જ નમ્યો, એક સેકંડ
જે આવો અનુભવ કરે તેને મોક્ષની પ્રાપ્તિ થાય. સ્વાનુભૂતિરૂપી બીજ ઊગી તેને
કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા થશે જ. અજ્ઞાનદશામાં આત્માની શોભા ન હતી, સ્વાનુભૂતિ થઈ
ત્યાં ચિદાનંદ ભગવાન પોતાની અનુભૂતિ પર્યાય–સહિત શોભી ઊઠ્યો....અનંતગુણના
આત્મદરબારમાં ચિદાનંદપ્રભુ શોભે છે. પરભાવમાં આત્માની શોભા નથી; પોતાના
સ્વભાવની અનુભૂતિમાં આત્મા શોભે છે.
જુઓ, આ માંગળિકમાં ચિદાનંદ ભગવાનની સ્તુતિ ચાલે છે. પોતાનો આત્મા તે
જ ચિદાનંદ ભગવાન છે; તેની સ્તુતિ કઈ રીતે થાય? કે સ્વાનુભૂતિ

PDF/HTML Page 6 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
વડે. સ્વાનુભૂતિ થતાં ભાન થયું કે અહો! જ્ઞાન અને આનંદસ્વરૂપ વસ્તુ હું જ છું,
અને જગતમાં સૌથી શ્રેષ્ઠ સારભૂત હું જ છું. –આવી અનુભૂતિથી આત્મા શોભી
ઊઠ્યો.
સ્વાનુભૂતિ તે સાધકપર્યાય છે, અને તેના ફળમાં સકળ પદાર્થોને
જાણવારૂપ કેવળજ્ઞાન પ્રગટે છે, તે પૂર્ણ શુદ્ધપર્યાય છે. આમાં દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે આવી ગયા.
*
भावाय કહેતાં દ્રવ્ય આવ્યું.
* चित्स्वभाव કહેતાં ગુણ આવ્યો.
* स्वानुभूति કહેતાં સાધક દશા આવી; એટલે સંવર–નિર્જરા આવ્યા. (અને
આસ્રવ–બંધનો તેમાં અભાવ આવ્યો.)
*
सर्व भावांतरच्छिदે કહેતાં સર્વજ્ઞતારૂપ મોક્ષપર્યાય આવી.
* આવા વિશેષણો સહિત શોભતો જે સારભૂત આત્મા, સમયસાર તેને
નમસ્કાર કરવારૂપ મંગળ કર્યું. મંગળશ્લોકમાં અલૌકિક ગંભીર ભાવો ભર્યા છે.
પ્રથમ શ્લોકમાં પં. બનારસીદાસજીએ ચિદાનંદ ભગવાનની સ્તુતિરૂપ મંગળ કર્યું.
હવે શુદ્ધાત્માના પ્રતિબિંબસ્વરૂપ જે સિદ્ધભગવાન તેમની સ્તુતિ તથા નમસ્કારરૂપ
મંગળ બીજા શ્લોકમાં કહે છે:–
जो अपनी दुति आप विराजत,
है परधान पदारथ नामी।
चेतन अंक सदा निकलंक,
महा सुख सागरकौ विसरामी।।
जीव अजीव जिते जगमैं,
तिनको गुन ज्ञायक अंतरजामी।
सो सिवरूप बस सिव थानक,
ताहि विलोकि नमैं सिवगामी।।२।।
(અનુસંધાન પૃષ્ઠ ૨૯ પર)

PDF/HTML Page 7 of 57
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
नाटक सुनत हिये फाटक खुलत है
સમયસાર–નાટક દ્વારા
શુદ્ધાત્માનું શ્રવણ કરતાં
હૈયાનાં ફાટક ખુલી જાય છે.
(સમયસાર નાટકનાં પ્રવચનોમાંથી પ્રસાદી (૨) ગતાંકથી ચાલુ)
* * * * *
* અરિહંત–સિદ્ધ અને સાધુની સ્તુતિ પછી સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા ચાલે છે.
* અહો! જગતમાં સમકિતી જીવો જ સદાય સુખિયા છે. ભગવાનના દાસ અને
જગતથી ઉદાસ–એવા સમકિતી જીવ સ્વઅર્થમાં સાચા છે એટલે કે આત્મપદાર્થનું
સાચું જ્ઞાન કરીને તેને તે સાધી રહ્યા છે; અને પરમાર્થરૂપ જે મોક્ષ તેમાં તેમનું
ચિત્ત ખરેખર લાગેલું છે; આત્માનું સાચું જ્ઞાન છે ને મોક્ષનો સાચો પ્રેમ છે.
મોક્ષની સાધનામાં જ એમનું ચિત્ત લાગેલું છે.
* સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ગૃહસ્થદશામાં હોય ને બીજી ક્રિયાઓ કરતા દેખાય, પણ એ
તો ‘જેમ ધાવમાતા બાળકને ધવડાવે તેમ’ અંતરથી તે ન્યારા છે. એની રુચિનો
પ્રેમ સંસારમાં ક્્યાંય નથી, એક મોક્ષરૂપ પરમાર્થને જ સાધવાની લગની છે.
અંતરમાં એની દ્રષ્ટિ ગૃહસ્થપણાથી પાર પોતાના આત્માને દેખે છે.
અસંયતદશામાં હોવા છતાં આવા સમ્યગ્દ્રષ્ટિ જીવો મોક્ષના સાધક હોવાથી
પ્રશંસનીય છે. ચારે ગતિના જીવોને આવું સમ્યગ્દર્શન થઈ શકે છે.
* હવે, સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં ભેદજ્ઞાન કેવું પ્રગટ્યું છે? –તો કહે છે કે ગણધર
જેવું. અહો! જે સમ્યગ્દ્રષ્ટિ છે તેના હૃદયમાં, તેના આત્મામાં ગણધર ભગવાન
જેવો વિવેક પ્રગટ્યો છે, વિવેક એટલે સ્વ–પરનું ભેદજ્ઞાન, તે તો નાના
સમ્યગ્દ્રષ્ટિ–દેડકાને અને મોટા ગણધરદેવને બંનેને સરખું છે; બંને પોતાના
આત્માને વિકલ્પથી ભિન્ન શુદ્ધસ્વરૂપ અનુભવે

PDF/HTML Page 8 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
છે. સ્વને સ્વ, અને પરને પર–એમ સ્વ–પરની ભિન્નતા જાણવામાં બધા
સમ્યગ્દ્રષ્ટિ સરખા છે. કોઈ સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં પોતાના શુદ્ધાત્મા સિવાય
પરભાવનો એક અંશ પણ પોતાનો ભાસતો નથી.
* ધર્મીને અનુભવમાં આનંદના ઝરણાં ફૂટયાં છે; સમ્યગ્દર્શન થાય ને ભેદજ્ઞાન
થાય ત્યાં આત્માના આનંદનો અનુભવ થાય છે. આત્માના સ્વભાવનું જે
સાચું સુખ, તેને જ તે સુખ માને છે; આત્માના સ્વભાવ સિવાય બીજે
ક્્યાંય કોઈ વિષયમાં તેઓ સુખ માનતા નથી. અહા, અતીન્દ્રિય સ્વાધીન
સુખનો સ્વાદ જેણે ચાખ્યો તે ઈન્દ્રિય–વિષયોમાં સ્વપ્નેય સુખ માને નહીં. તે
પોતાના આત્માના અડોલ મહિમાને જાણે છે. અહા, સમ્યગ્દર્શનનો અપાર
મહિમા છે.
* તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ ગુણોને પ્રગટ કરીને, તે
સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતામાં જ ધારણ કરે છે. રાગાદિ પરભાવોને
તે પોતામાં ધારણ કરતા નથી; સ્વભાવના આશ્રયે પ્રગટેલા સમ્યગ્દર્શનાદિ
શુદ્ધ ભાવોને જ તે આત્મામાં ધારણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે
કે–
‘સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, પરદ્રવ્યનું ધારકપણું ત્વરાથી છોડો. ’
એટલે ધર્મી નિશ્ચયને જ ધારણ કરે છે ને રાગાદિ વ્યવહારને ધારણ
કરતા નથી. આનું નામ ધર્મનો વિવેક છે. આવા વિવેક વગર ધર્મ હોતો
નથી.
* નિર્વિકલ્પ ભેદજ્ઞાનમાં આત્મા અને રાગ જુદા પડી જાય છે. અંતરમાં શુદ્ધાત્માને
અનુભવમાં લીધો ત્યાં જીવ અને અજીવનું અત્યંત પૃથક્કરણ થઈ ગયું. એકકોર
શુદ્ધજીવ તે સ્વપણે અનુભવમાં આવ્યો, ને એના સિવાયનું બીજું બધું અજીવમાં
રહી ગયું. આવી અંતરની ક્રિયાવડે ધર્મી જીવને મોક્ષનાં ફાટક ખૂલી જાય છે,
તેના વડે તે મોક્ષને સાધે છે.
* તે ધર્મીજીવ આત્મશક્તિઓને સાધે છે ને જ્ઞાનના ઉદયને આરાધે છે; જ્ઞાનનો
ઉદય એટલે પૂર્ણ કેવળજ્ઞાનનો પ્રકાશ, તેને ધર્મી જીવ આરાધે

PDF/HTML Page 9 of 57
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
છે; આત્મશક્તિની વૃદ્ધિના ઉદ્યમ સહિત જ્ઞાનસૂર્યને પ્રકાશિત કરે છે. ભેદજ્ઞાન
તો પ્રગટ્યું છે ને કેવળજ્ઞાનને આરાધી રહ્યા છે.
* –આવા ગુણો સહિત સમકિતી ધર્માત્મા છે તે ભવસાગરને તરે છે. આવા
સમ્યગ્દર્શન વગર બીજા કોઈ ઉપાયથી ભવસાગરને તરવા માંગે તો તે તરી શકે
નહીં. ભવસાગરથી જેણે તરવું હોય ને મોક્ષને સાધવો હોય તેઓ આવા
સમ્યગ્દર્શનને ધારણ કરો. સમ્યગ્દર્શનને ધારણ કરનાર જીવ અલ્પકાળમાં
ભવસાગરને તરીને મોક્ષ પામે છે.
* સમ્યગ્દ્રષ્ટિનો મહિમા બતાવ્યો; હવે તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વી જીવ કેવો છે તે
પણ બતાવે છે.–ધર્મ શું, આત્માનો સ્વભાવ શું, જીવ–અજીવનું ભિન્ન–ભિન્ન
સ્વરૂપ કેવું છે? તેને તો તે જાણતો નથી, એવા મિથ્યાત્વી જીવનું બધુંય
કથન તત્ત્વથી વિરુદ્ધ મિથ્યાત્વમય હોય છે; ભગવાને કહેલું અનેકાંતમય
સાચું વસ્તુસ્વરૂપ તો તે જાણતો નથી, એટલે એકાંતનો પક્ષ કરીને ઠેકાણે–
ઠેકાણે તે વાદવિવાદ ને લડાઈ ઉભા કરે છે. જગતમાં આવા મિથ્યાદ્રષ્ટિ
જીવો હોય છે તેનું જ્ઞાન કરાવવા તેનું વર્ણન કર્યું છે. આવો મિથ્યાત્વભાવ
સર્વથા છોડવા જેવો છે.
સમ્યગ્દ્રષ્ટિ કેવા હોય તે ઓળખાવ્યું. મિથ્યાત્વી કેવા હોય તે પણ ઓળખાવ્યું.
*
હવે કહે છે કે અહો! તે સિદ્ધભગવંતોને, અને તેના ઉપાયરૂપ રત્નત્રયને વંદન
હો–કે જેમના પ્રસાદથી હું આ સમયસાર નાટક ગ્રંથની રચના કરું છું–
વંદું શિવ અવગાહના, અરુ વંદું શિવપંથ;
જસુ પ્રસાદ ભાષા કહું નાટક નામ ગરંથ ૧૦
અત્યંત વિનયપૂર્વક પં. બનારસીદાસજી કહે છે કે અહો, જેમના પ્રસાદથી હિંદી
ભાષામાં આ નાટકસમયસાર જેવા મહાન અધ્યાત્મરસ ઝરતા ગ્રંથની રચના થાય છે તે
અસંખ્ય પ્રદેશરૂપ આત્મઅવગાહનાવાળા

PDF/HTML Page 10 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
સિદ્ધભગવંતોને હું વંદન કરું છું; તેમ જ તે સિદ્ધપદના ઉપાયરૂપ મોક્ષમાર્ગને હું
વંદન કરું છું.
* સંતો પ્રત્યેનો વિષય અને પોતાની લઘુતાપૂર્વક કહે છે કે–અહો! ક્્યાં આ
સમયસાર જેવું મહાન કાર્ય? અને ક્્યાં મારી અલ્પબુદ્ધિ! શ્રી કુંદકુંદાચાર્ય અને
અમૃતચંદ્રાચાર્ય જેવા ‘મહા સમર્થ મુનિ ભગવંતોએ જે સમયસારની રચનાનું
મહાન કાર્ય કર્યું તે–અનુસાર હું પણ તેના ભાવોને આ કવિતામાં ગૂંથવાનો મારી
અલ્પબુદ્ધિથી પ્રયત્ન કરું છું. ક્્યાં એ અગાધ જ્ઞાનના દરિયા મુનિભગવંતો! ને
ક્્યાં હું! –છતાં ભક્તિવશ હું આ સમયસારનાટક ગ્રંથની હિંદીમાં રચના કરવા
ઉદ્યમી થયો છું.
હીરાની કણીથી વીંધેલા રત્નો–મોતી જો તૈયાર હોય, તો પછી તેને રેશમની
દોરીમાં પરોવીને માળા બનાવવી તે સહેલું છે; તેમ સમયસાર તો રત્નો છે, મોતી છે;
અને અમૃતચંદ્રસૂરિએ ટીકા વડે તેના અર્થો છેદી–ભેદીને ખુલ્લા કરીને સમજવાનું અત્યંત
સરલ કરી દીધું છે, તેથી મારી અલ્પબુદ્ધિથી સમજવામાં આવ્યું તેમ જ આ શાસ્ત્રરૂપે
ગૂંથવાનું સરલ બન્યું. આ રીતે પૂર્વાચાર્યોએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કહેવા માટે મારી
મતિ સાવધાન થઈ છે. જેમ મોટા પુરુષો જે ભાષા બોલે છે તે શીખીને બાળક પણ તેવી
ભાષા બોલે છે, તેમ મહાપુરુષોએ શાસ્ત્રમાં જે ભાવ કહ્યા છે તે અનુસાર સમજીને હું
આ શાસ્ત્રમાં કહું છું.
જુઓ તો ખરા, સમયસારનો મહિમા! સમયસારની રચના તે તો રેશમની
દોરીમાં સાચા રત્નો પરોવવા જેવું છે. એમાં અધ્યાત્મરસનું ઝરણું વહે છે અને ભાવથી
એનું શ્રવણ કરતાં હૈયાનાં ફાટક ખુલ્લી જાય છે.
અરિહંત પ્રભુનો પરિવાર
હે ભવ્ય! ઉલ્લાસપૂર્વક આત્માના
સ્વભાવની ઓળખાણ વડે
સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરીને તું
અરિહંત ભગવાનના પરિવારમાં
આવી જા.

PDF/HTML Page 11 of 57
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
* વિ હા ર વ ર્ત મા ન *
(સોનગઢથી ગઢડા–પાટી–બોટાદ–વીંછીયા–સોનગઢ)
મહા સુદ ૯ ની વહેલી સવારમાં ભગવાન સીમંધરનાથના દર્શન કરીને પૂ.
ગુરુદેવે ગઢડા તરફ મંગલ પ્રસ્થાન કર્યું. ગુરુદેવ સાથે સોનગઢનો સંઘ પણ ગઢડા આવી
પહોંચ્યો. પૂ ગુરુદેવ ગઢડા શહેર પધારતાં નગરીને શણગારીને ઉત્સાહભીનું સ્વાગત
થયું. દુકાન છોડયા પછી આઠેક માસ ગુરુદેવ આ ગઢડામાં રહ્યા હતા; ગઢડા તેમના
વડીલોનું મૂળ વતન છે. સ્વાગત પછી મંગલ પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
“ ભેદવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે કિલ કેચન”
અનંત જીવો ભેદવિજ્ઞાનવડે સિદ્ધપદને પામ્યા છે. રાગથી ભિન્ન આત્માના
સ્વભાવને અનુભવમાં લેતાં ભેદજ્ઞાન થાય છે; આવું ભેદજ્ઞાન તે એક જ મોક્ષનો માર્ગ
છે, એટલે ભેદજ્ઞાન તે જ સાચું માંગળિક છે.
બપોરના સમયે જિનમંદિર માટે પાયા ખોદવાનું ખનનમુહૂર્ત થયું હતું, તે પ્રસંગે
જિનેન્દ્રપૂજનપૂર્વક ગઢડા મુમુક્ષુ–મંડળના પ્રમુખ ભાઈશ્રી જયંતિલાલ હરીચંદ કામદાર
તથા બલવંતભાઈ ચુનીલાલ શાહ (રાજકોટવાળા) એ ઉત્સાહપૂર્વક તે વિધિ કરી હતી.
બપોરે પ્રવચનમાં સમયસારની ૩૮ મી ગાથા વંચાણી હતી. પ્રવચન પછી જિનેન્દ્ર
ભગવાનની રથયાત્રા નીકળી હતી.
માહ સુદ દશમની સવારમાં કાકાભાઈ સિંહણના ભાઈશ્રી જેઠાલાલ દેવરાજ શાહ
જેઓ આફ્રિકામાં નાઈરોબી મુમુક્ષુ મંડળના પ્રમુખ છે–તેમના હસ્તે તથા તેમના
ધર્મપત્ની અમૃતબહેન અને તેમના પરિવારના હસ્તે, પૂ. ગુરુદેવના મંગલ આશીર્વાદ
પૂર્વક દિ. જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. ગુરુદેવના વડીલો અહીં જે ઘરમાં રહેતા
હતા તેની નજીકમાં જિનમંદિર બની રહ્યું છે. શિલાન્યાસ વિધિ પ્રસંગે સૌને ઉત્સાહ
હતો, જિનમંદિરને માટે પોતાના મકાનની જગ્યાનો કેટલોક ભાગ ભાઈશ્રી જયંતિલાલ
ગોપાલજી કામદારે ઉત્સાહથી ભેટ આપ્યો છે. જિનંમદિરના શિલાન્યાસ પ્રસંગે સૌને
ઘણો ઉત્સાહ હતો.
પૂ. બેનશ્રી–બેને પણ મંગલ વિધિમાં ભાગ લીધો હતો. ગઢડાના મુમુક્ષુ
ભાઈઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો; ને એકદંર સત્તાવન હજાર રૂા. જેટલો

PDF/HTML Page 12 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
ગુરુદેવ ગઢડામાં બે દિવસ રહ્યા અને ત્રીજે દિવસે સવારમાં જિનેન્દ્રદેવના દર્શન–
સ્તવન કરીને ઉગામેડી તથા નીંગાળા થઈને પાટીગામે પધાર્યા; માણેકચંદ બાપાની
આગેવાનીમાં નગરજનોએ રસ્તામાં મખમલના પટા પાથરીને ઉમંગભર્યું સ્વાગત કર્યું
ને પ્રવચનાદિનો લાભ લીધો. સહેલા પ્રવચનમાં આત્મજ્ઞાનનો મહિમા સમજાવતાં
ગુરુદેવે કહ્યું કે–
આત્મા આ દેહથી ભિન્ન એક તત્ત્વ છે; તે જ્ઞાનસ્વરૂપી છે; તેનું ભાન કરતાં
આત્મા પોતે ભગવાન થાય છે. આવા આત્માને ઓળખનાર જ્ઞાની કહે છે કે અહો! આ
આત્મા જ્ઞાન–આનંદનો સમુદ્ર છે, તેને તમે અનુભવમાં લ્યો.
દેહને જાણનારો દેહથી જુદો છે; દેહ તો માટીનો પિંડ છે, તે કાંઈ જાણતો નથી;
જાણનાર આત્મા દેહથી જુદો છે. તે પોતાના જ્ઞાન વડે પોતાને પણ જાણે છે ને પરને
પણ જાણે છે. આવા આત્માનો અનુભવ થવામાં કોઈ બીજાની અપેક્ષા નથી, ધર્મ
થવાની રીત એ છે કે દેહથી ભિન્ન આત્માને ઓળખવો, આવા આત્માની ઓળખાણ
કર્યા વગર પાપભાવ કરવાથી જીવ નરકમાં જાય છે, ને પુણ્યભાવથી સ્વર્ગમાં જાય છે;
પણ સ્વર્ગમાંય કાંઈ સુખ નથી. મનુષ્યભવમાં આવું આત્માનું શ્રવણ મળવું મોઘું છે;
સત્સમાગમે આત્માનું ભાન કરવું જોઈએ કે હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું. વારંવાર
અંદર એનું રટણ ચાલે ત્યારે જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય છે. પણ તે માટે સત્સંગે
જીવને પોતાના સ્વભાવની પ્રતીત આવવી જોઈએ.
ભગવાન તો કહે છે કે જેવા અમે છીએ તેવો જ તું છો. તારા સ્વભાવનો તો આ
તા. ૭–૨–૭૧ ના રોજ પાટીથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ બોટાદ શહેરમાં

PDF/HTML Page 13 of 57
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
આ દેહમાં રહેલા આત્મામાં પરમ આનંદની શક્તિ ભરી છે, તેનો આવિર્ભાવ
બોટાદમાં પૂ. ગુરુદેવ પાંચ દિવસ રહ્યા તે દરમિયાન ઘણા જિજ્ઞાસુઓએ
બોટાદનો પાંચ દિવસનો કાર્યક્રમ પૂરો થતાં માહ વદ બીજના રોજ વચ્ચે
સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. જિનમંદિરમાં પંચકલ્યાણક
પ્રતિષ્ઠાને ૩૦ વર્ષ પૂરા થઈને ફાગણ સુદ બીજે ૩૧ મું વર્ષ બેઠું. તેનો ઉત્સવ

PDF/HTML Page 14 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. પ્રવચનમાં અષ્ટપાહુડ વંચાતું હતું તે પૂરું થઈને
ફાગણ સુદ બીજથી નિયમસાર શરૂ થયેલ છે; બપોરે પં. બનારસીદાસજીનું હિંદી
સમયસાર નાટક વંચાય છે (–જે હાલમાં નવું છપાયેલ છે; કિંમત ચાર રૂપિયા છે.)
ચૈત્ર–વૈશાખ–જેઠ માસમાં વિહારનો જે કાર્યક્રમ અગાઉ જણાવી ગયા છીએ તેમાં
વધારામાં જેતપુર પછી માળીયા–હાટીના (સોરઠ) નો બે દિવસનો કાર્યક્રમ નક્કી થયો
છે.
ગુરુરાજના મંગલ સત્સંગનો આ સુઅવસર પામીને સૌ સાધર્મીઓ ઉલ્લાસ
અને બહુમાનપૂર્વક આત્મહિતમાં એક–બીજાને પ્રોત્સાહન આપીને આગળ વધો.
બોટાદ શહેરના પ્રવચનોમાંથી
દેહથી ભિન્ન આત્મા ચૈતન્ય પ્રતાપથી તપતો શોભતો પ્રભુ છે.
આત્માની પ્રભુતાને કોઈ તોડી શકે નહીં. અરિહંતપ્રભુને અને સિદ્ધ
પ્રભુને આત્માની જે પ્રભુતા પ્રગટી તે ક્્યાંથી પ્રગટી? આત્મામાં તેવી
શક્તિ હતી તે જ પ્રગટી છે. એવા જ શક્તિસ્વભાવવાળો આ આત્મા છે;
–એનું ભાન કરતાં પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ પ્રભુતા પ્રગટે છે.
આવા પોતાના આત્માનું પહેલાં સ્વસંવેદન થાય, સ્વસંવેદનમાં
રાગ વગર, ઈંદ્રિય વગર, આત્મા અત્યંત સ્પષ્ટ અનુભવમાં આવે છે.
આત્મામાં જ્ઞાન–આનંદ વગેરે જે શક્તિઓ છે તે સ્વયં પોતાના
સ્વભાવથી જ છે, કોઈ બીજાને લીધે નથી. પોતાનો જેવો સ્વભાવ છે
તેવો પોતાને સ્વાદમાં આવે તેનું નામ ધર્મ છે. આત્માનો જે ધર્મ, એટલે
કે આત્માનો જે સ્વભાવ, તેમાં પરનું કોઈ કાર્ય નથી, તેમજ તે
સ્વભાવમાં બીજું કોઈ કારણ નથી. સમ્યકત્વાદિ જે પર્યાય છે તે
આત્માનું કાર્ય છે ને આત્મા જ તેનો કર્તા છે; બીજું કોઈ તે
સમ્યક્ત્વાદિનું કારણ નથી. પોતાનાં કારણ કાર્ય–પોતામાં છે, પરમાં નથી.
આવું ભેદજ્ઞાન થતાં પરનું મમત્વ રહેતું નથી; એટલે પોતાના સ્વભાવમાં
જ અંતર્મુખ થતાં નિર્મળ વીતરાગ દશા પ્રગટે છે, તે મોક્ષનું કારણ છે.
આવા આત્માને જાણીને તેમાં એકાગ્રતાથી સર્વજ્ઞ થયેલા
પરમેશ્વર, જ્યાં સુધી શરીરસહિત વર્તે ત્યાંસુધી તેમને અરિહંતદશા
કહેવાય છે. અને તેમનું શરીર

PDF/HTML Page 15 of 57
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
એવું દિવ્ય અતિશયવાળું હોય છે કે તેમાં જોનારને સાત ભવ દેખાય છે, અને તે
અરિહંતપ્રભુના આત્માની જેને ઓળખાણ થાય તેને તો પોતાના આત્મામાં અનંત
આત્મગુણોનો વૈભવ દેખાય છે; તેનું વર્ણન આ સમયસારમાં છે. એવા અરિહંત
પરમાત્મા સીમંધર ભગવાન, વગેરે અત્યારે મનુષ્યલોકમાં વિદેહક્ષેત્રમાં બિરાજી રહ્યા
છે. તે અરિહંત ભગવાન જ્યારે શરીર રહિત થઈ જાય ત્યારે સિદ્ધ કહેવાય છે. આવું
અરિહંતપણું ને સિદ્ધપણું ચૈતન્યના પાતાળમાં રહેલું છે; અંદર ચૈતન્યનું ઊંડું પાતાળ
ફોડીને જે જ્ઞાનપરિણતિ પ્રગટી તે ધર્મ છે. ભાઈ, શરીરમાં ને રાગમાં કાંઈ ધર્મ નથી;
ધર્મ તો ચૈતન્યના પાતાળમાં ઊંડે–ઊંડે છે. અંતરની દ્રષ્ટિ વડે તે પ્રગટે છે. આવા
આત્માનું શ્રવણ કરીને તેની સન્મુખતા કરવી તે પણ અપૂર્વભાવ છે. આત્માનો જે
સર્વજ્ઞ સ્વભાવ, તેની સન્મુખ થતાં તે તરંગ ઊઠે તેમાં અનંત આનંદ છે. ચૈતન્યના
તરંગ આનંદ સહિત હોય છે; તેમાં રાગનો અનુભવ નથી.
આવા સ્વરૂપવાળો આત્મા પોતે પોતાને સ્વસંવેદનજ્ઞાનના પ્રકાશથી અત્યંત
સ્પષ્ટ જાણે છે–બીજા કોઈની મદદ વગર સ્વયં પોતે પોતાને પ્રકાશે છે, આત્માનું જીવન,
આત્માની સત્તા, આત્માની પ્રભુતા, આત્માનું સુખ–તેનો સ્વીકાર પોતાના સ્વભાવની
સન્મુખતા વડે જ થાય છે. આવા આત્માના સ્વીકારમાં અનંત સર્વજ્ઞનો સ્વીકાર થાય
છે. સર્વજ્ઞ,–અનંત જેનું જ્ઞાન છે–એવા સર્વજ્ઞ ભગવંતો આ જગતમાં અનંત છે. અનંત
સર્વજ્ઞનો સ્વીકાર કરનાર જ્ઞાનની તાકાત કેટલી? રાગમાં એવી તાકાત નથી, ને
પરસન્મુખથી જ્ઞાનમાંય એવી તાકાત નથી કે સર્વજ્ઞને સ્વીકારી શકે. આત્માના
સ્વભાવની સન્મુખ થયેલા અતીન્દ્રિય જ્ઞાનમાં જ એવી તાકાત છે કે અનંતા સર્વજ્ઞના
અસ્તિત્વનો સ્વીકાર પોતાની એક પર્યાયમાં કરી શકે.
સર્વજ્ઞદેવમાં જેવી પ્રભુતા છે એવી જ પ્રભુતા આ આત્મામાં છે. જ્ઞાનમાત્રભાવ
તેનું લક્ષણ છે. આવા લક્ષણથી જ્યાં પોતાના આત્માને લક્ષિત કર્યો ત્યાં પર્યાયમાં
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–અતીન્દ્રિય આનંદ વગેરેનું પરિણમન થયું. સંસારમાર્ગ પલટીને
મોક્ષનો માર્ગ શરૂ થયો. આત્માનો આવો ભાવ પ્રગટ્યો તેની પાસે સ્વર્ગની પણ કાંઈ
કિંમત નથી. સ્વર્ગમાં તો અનંતવાર જઈ આવ્યો પણ આત્માના સ્વરૂપનો જે
નિજ વૈભવ તે કદી જાણ્યો નથી. એવા નિજવૈભવની આ વાત છે, કે જેને ઓળખતાં
પરમ આનંદ સહિત મોક્ષદશા પ્રગટે છે.
* * * * *

PDF/HTML Page 16 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
भ ग वा न पा र स ना थ
લેખાંક છેલ્લો–આઠમો (ગતાંકથી ચાલુ)
ભગવાન પારસનાથનું જીવનચરિત્ર આ અંકે
પૂરું થાય છે. નાના–મોટા સર્વે જિજ્ઞાસુઓએ આ પવિત્ર
કથામાં ખૂબ રસ લીધો છે. પૂર્વના દશમા ભવે કમઠ
અને મરૂભૂતિના અવતારમાં કમઠના જીવે ક્રોધપૂર્વક
ઉપસર્ગ શરૂ કર્યા, અને મરૂભૂતિ (પારસનાથ) ના જીવે
ક્ષમાપૂર્વક તે સહન કર્યા. ક્રોધનું અને ક્ષમાનું કેવું ફળ તે
જીવો પામ્યા તે પણ આપણે જોયું. હવે અંતિમ
અવતારમાં પારસપ્રભુ દીક્ષા લઈને મુનિદશામાં ધ્યાન
ધરી રહ્યા છે ને કમઠનો જીવ સંવર નામનો દેવ થયો છે;
તે દેવ વિમાનમાં બેસીને ફરવા નીકળ્‌યો છે. પછી શું
થાય છે તે આપ અહીં વાંચો.
ક્રમઠ દ્વારા અંતિમ ઉપસર્ગ: ક્ષમાનો મહાન વિજય: કમઠના જીવને ધર્મપ્રાપ્તિ
આકાશમાં સંવરદેવનું વિમાન પસાર થઈ રહ્યું હતું; પણ જ્યાં ધ્યાનમાં ઊભેલા
તે સંવરદેવે વિમાનમાંથી ઊતરીને જોયું તો પારસમુનિરાજને ધ્યાનમાં દેખ્યા!
બસ, એને દેખતાંવેંત ભાઈસાહેબ ક્રોધથી સળગી ઊઠયા કે નક્કી આણે જ મારા
વિમાનને રોકયું છે. એણે તો ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું ને ભગવાન સામે
આવીને ઊભો,–જાણે કે હમણાં ભગવાનને ખાઈ જશે–એમ અત્યંત ક્રોધથી મોઢું ફાડીને
કહેવા

PDF/HTML Page 17 of 57
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
–પણ કોણ બોલે? ભગવાન તો પોતાના ધ્યાનમાં લીન છે; એ તો નથી
અગ્નિની જ્વાળાની પણ ભગવાનને કાંઈ અસર ન થઈ તેથી સંવરદેવ વધારે
બહારમાં સંવરદેવ પહાડના પહાડ ઉખેડીને ફેંકતો હતો, પણ એ પથરા તો
પથ્થરના વરસાદથી પણ પ્રભુ ન ડગ્યા, ત્યારે સંવરદેવે ધોધમાર પાણી
વરસાવવા માંડ્યું. હમણાં જાણે આખી પૃથ્વી ડૂબી જશે–એમ દરિયા જેવું પાણી ઉભરાવા
લાગ્યું. વનમાં ચારેકોર હાહાકાર થઈ ગયો; પશુઓ ભયભીત થઈને પ્રભુના શરણે બેસી
ગયા. સંવરદેવ ક્રોધથી પારસમુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કરી રહ્યો છે.
–પણ પ્રભુ ઉપરના ઉપસર્ગને કુદરત સહન કરી ન શકી; ધરણેન્દ્રનું આસન કંપી ઉઠયું:
અરે! આ ઈન્દ્રાસન કેમ ધૂ્રજે છે! ’ –અવધિજ્ઞાનથી તેને ખબર પડી કે અમારા પર
પરમ ઉપકાર કરનારા પારસમુનિરાજ ઉપર અત્યારે સંવરદેવ ઘોર ઉપસર્ગ કરી રહ્યો
છે....તરત જ ધરણેન્દ્ર અને પદ્માવતી ત્યાં આવ્યા ને ઉપસર્ગ દૂર કરવા તત્પર થયા.

PDF/HTML Page 18 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
એક તરફ સંવરદેવ દ્વેષથી ઉપસર્ગ કરી રહ્યો છે; બીજી તરફ ધરણેન્દ્રદેવ તથા
પદ્માવતીદેવી ભક્તિરાગથી સેવા કરી રહ્યા છે, પ્રભુ તો રાગ–દ્વેષ બન્નેથી પાર પોતાની
ચૈતન્યસાધનામાં જ તત્પર છે. એમને નથી સંવર ઉપર દ્વેષ, કે નથી ધરણેન્દ્ર પ્રત્યે રાગ;
બહારમાં શું બની રહ્યું છે તેનું તેમને લક્ષ નથી. બહારમાં પાણીનો ધોધ વરસે છે તો
પ્રભુના અંતરમાં ચૈતન્યના આનંદનો સાગર ઊછળી રહ્યો છે.
વહાલા વાંચક! અત્યારે ભગવાન ઉપર આવો ઉપસર્ગ દેખીને તને કદાચ એ
કમઠના જીવ ઉપર (સંવરદેવ ઉપર) ક્રોધ આવી જતો હશે! –પણ સબુર! તું એના ઉપર
ક્રોધ ન કરીશ. એ જીવ પણ હમણાં જ સમ્યગ્દર્શન પામીને ધર્માત્મા બનવાનો છે. જે
પારસનાથ ઉપર તે ઉપસર્ગ કરી રહ્યો છે તે જ પારસપ્રભુના શરણમાં આત્માનો
અનુભવ કરીને તે સમ્યગ્દર્શન પામશે; ને ત્યારે તને તેના પ્રત્યે બહુમાન જાગશે કે–
વાહ! ધન્ય તે આત્મા, કે જેણે ક્ષણમાં પરિણામનો પલટો કરીને આત્માનો અનુભવ
કર્યો. પરિણામ ક્ષણમાં પલટાવી શકાય છે. ક્રોધ કાંઈ આત્માનો સ્વભાવ નથી કે તે
કાયમ ટકી રહે! તે ક્રોધથી જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા છે. ઉપસર્ગ વખતે પારસનાથે પણ
કાંઈ કમઠના જીવ ઉપર ક્રોધ નહોતો કર્યો;– જો ક્રોધ કર્યો હોત તો તેઓ કેવળજ્ઞાન ન
પામત. આ પ્રસંગદ્વારા મૌનપણે પણ પારસનાથ પ્રભુ એવો ઉપદેશ આપે છે કે હે જીવો!
ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ તમે ક્રોધ ન કરશો.....તમે શાંતભાવે તમારી આત્મસાધનામાં
અડોલ રહેજો.
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં;
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.
–આવી અપૂર્વ મુનિદશામાં પ્રભુ વર્તી રહ્યા છે. ધન્ય એમની વીતરાગતા! ધન્ય
એમની આત્મસાધના!
આ બાજુ સંવરદેવ તો, જાણે કે ભગવાનને પાણીમાં ડુબાડી દઉં–એમ ધોધમાર
વરસાદ વરસાવી રહ્યો છે; ધરણેન્દ્ર અને પદ્માવતી અત્યંતભક્તિપૂર્વક પાણીમાં કમળની
રચના કરીને પ્રભુને પાણીથી અદ્ધર રાખે છે, ને ઉપર મોટી ફેણવડે છત્ર રચે છે, અંદર
પરભાવથી અલિપ્ત રહેનારા ભગવાન પાણીથી પણ અલિપ્ત જ રહ્યા.
અહા! ભગવાન તો આત્મસાધનાથી ન ડગ્યા તે ન જ ડગ્યા. સાત–સાત દિવસ
સુધી ઉપસર્ગ કરીને અંતે સંવરદેવ થાક્્યો.....છેવટના ઉપાય તરીકે તેણે ભયંકર ગર્જના
સાથે વીજળીનો કડાકો કર્યો. બહારમાં વીજળીનો ઝબકારો થયો.....બરાબર એ જ વખતે
પ્રભુના અંતરમાં કેવળજ્ઞાનની દિવ્ય વીજળી ત્રણલોકને પ્રકાશતી ઝળકી ઊઠી! એકાએક
બધાય ઉપસર્ગ અલોપ થઈ ગયા ને સર્વત્ર આનંદ–આનંદ છવાઈ ગયો.

PDF/HTML Page 19 of 57
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
–એ મંગલદિવસ હતો ફાગણ વદ ૧૪
ધરણેન્દ્ર અને પદ્માવતી જે ઉપસર્ગ દૂર કરવા માટે ચેષ્ટા કરતા હતા તે કાર્ય
કેવળજ્ઞાનના પ્રતાપે આપોઆપ પૂરું થઈ ગયું. પ્રભુ ઉપસર્ગ વિજેતા થઈને કેવળી
બન્યા; કેવળીને ઉપસર્ગ હોઈ નહીં. ઉપસર્ગ પૂરો થયો એટલે ધરણેન્દ્ર અને પદ્માવતીનું
કામ પણ પૂરું થયું, ભગવાનના કેવળજ્ઞાનનો આવો દિવ્ય અતિશય દેખીને તેઓ
અતિશય આનંદપૂર્વક પારસનાથપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા; અહો પ્રભો! આપના
કેવળજ્ઞાનનો કોઈ અદ્ભુત મહિમા છે. હે દેવ! આપ સમર્થ છો, અમે આપની રક્ષા
કરનારા કોણ? પ્રભો! આપના પ્રતાપે અમે ધર્મ પામ્યા છીએ, ને આપે સંસારનાં ઘોર
દુઃખોમાંથી અમારી રક્ષા કરી છે. પ્રભો! આપના નામ સાથે અમારું નામ દેખીને મૂર્ખ
જીવો આપને ભૂલીને અમને પૂજવા લાગ્યા! પણ પૂજવાયોગ્ય તો આપના જેવા
વીતરાગીદેવ જ છે. –આ પ્રમાણે સ્તુતિ કરી. ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ
આવીને ભગવાનની પૂજા કરી, ને આશ્ચર્યકારી દિવ્ય સમવસરણની રચના કરી. જીવોનાં
ટોળેટોળાં પ્રભુનો ઉપદેશ સાંભળવા સમવસરણમાં આવવા લાગ્યા.
આ બધી આશ્ચર્યકારી ઘટના દેખીને સંવરદેવના ભાવ પણ પલટી ગયા, કેવળી પ્રભુનો
દિવ્ય મહિમા દેખીને તેને પણ શ્રદ્ધા જાગી; તેનો ક્રોધ તો ક્્યાંય ચાલ્યો ગયો; પશ્ચાત્તાપથી તેણે
વારંવાર પ્રભુ પાસે પોતાના અપરાધની માફી માંગી; અને સ્તુતિ કરવા લાગ્યો;
અહો, દેવ! મેં વિનાકારણ આટલો
બધો ઉપસર્ગ કરવા છતાં આપે તો જરાય
ક્રોધ ન કર્યો. ક્્યાં આપની મહાનતા, ને ક્્યાં
મારી પામરતા! આવા મહાન ઈન્દ્રો જેવા
પણ ભક્તિથી જેની સેવા કરે છે એવા સમર્થ
હોવા છતાં આપે મારા પ્રત્યે ક્રોધ ન કર્યો
અને ક્ષમા રાખી. ધન્ય આપની વીતરાગતા!
એ વીતરાગતા વડે આપે કેવળજ્ઞાનને સાધ્યું
ને આપ પરમાત્મા થયા. પ્રભો! મારા
અપરાધ ક્ષમા કરો. અજ્ઞાનથી મેં ક્રોધ કર્યો ને
ભવોભવ આપના પર ઉપસર્ગ કર્યો તેથી હું
જ દુઃખી થયો, ને મેં નરકાદિનાં ઘોર દુઃખ
(કમઠના જીવને ધર્મપ્રાપ્તિ)

PDF/HTML Page 20 of 57
single page version

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
ભોગવ્યાં પ્રભો! આખરે ક્રોધ ઉપર ક્ષમાનો વિજય થયો છે. હવે ક્ષમાધર્મના મહિમાને મેં
જાણ્યો છે. મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે આ ક્રોધથી જુદો છે–એમ આપના પ્રતાપે
મને સમજાય છે.
ભગવાને સમવસરણમાં જે ઉપદેશ આપ્યો તે સાંભળીને સંવરદેવ (કમઠનો
જીવ) ભેદજ્ઞાન કરીને વિશુદ્ધ સમ્યગ્દર્શન પામ્યો. પારસપ્રભુના સંગે તે જીવ પાપી
મટીને મોક્ષનો સાધક બન્યો. ધરણેન્દ્ર અને પદ્માવતી પણ સમ્યગ્દર્શન પામ્યા; એટલું જ
નહીં, મહિપાલ–તાપસની સાથે જે સાતસો કુલિંગી તાપસો હતા તેઓ ખોટો માર્ગ
છોડીને ધર્મનું સાચું સ્વરૂપ સમજ્યા, અને ભગવાનના ચરણોમાં સમ્યગ્દર્શન સહિત તે
બધાએ સંયમ ધારણ કર્યો. કુગુરુ મટીને તેઓ સાચા જૈનગુરુ બન્યા. બીજા પણ કેટલાય
જીવો ભગવાનના ઉપદેશથી સમ્યગ્દર્શન પામ્યા.
દેખો, મહાપુરુષોને મહિમા! અનેક ભવસુધી પારસનાથનો સંગ કર્યો તો કમઠના
જીવનો ઉદ્ધાર થઈ ગયો. શાસ્ત્રકાર કહે છે કે– મહાપુરુષોની સાથે મિત્રતાની તો શી
વાત, શત્રુપણે એનો સંગ પણ અંતે તો હિતનું જ કારણ થાય છે.
કમઠનો જીવ ધર્મ પામ્યો ને ભગવાનની ભક્તિ કરવા લાગ્યો તે દેખીને લોકો
આશ્ચર્યથી કહેવા લાગ્યા; વાહ! દેખો જિનપ્રભુનો મહિમા! કમઠને પણ અંતે તો પ્રભુના
શરણે આવવું પડ્યું: ‘પારસ’ના સંગે પાપી પણ પરમાત્મા બની જાય છે.
જેમ માછલું ઊછાળા મારીને સમુદ્રના પાણીને પીડિત કરે છે તોપણ અંતે તો તે
પોતે સમુદ્રના આશ્રયે જ જીવી રહ્યું છે, તેમ કમઠના ક્ષુદ્ર જીવે વેરબુદ્ધિથી અનેક ભવ
સુધી પીડા કરી પણ અંતે તો તે પ્રભુના જ શરણમાં આવીને ધર્મ પામ્યો. પ્રભુના
આશ્રય વગર તે ક્્યાંથી સુખી થાત? અહો, પ્રભુનું જ્ઞાન, પ્રભુની શાંતિ, પ્રભુની
વીતરાગી ક્ષમા, એની શી વાત! પ્રભુની ગંભીરતા સમુદ્રથી પણ મહાન છે. હે
પારસજિનેન્દ્ર! બધા તીર્થંકરો સમાન હોવા છતાં આપની જે વિશેષ પ્રસિદ્ધિ જોવામાં
આવે છે તે તો એક કમઠને લીધે! –ઠીક છે, કેમકે અપકાર કરનારા શત્રુઓ વડે જ
મહાપુરુષોની ખ્યાતિ ફેલાય છે! પ્રભો! સંવરદેવની ભયંકર વિક્રિયા વખતે પણ આપ ન
તો આપની શાંતિમાંથી ડગ્યા, કે ન કમઠ ઉપર ક્રોધ કર્યો. આપે તો શાંતચિત્તવડે જ
કમઠની વિક્રિયા દૂર કરી, ને જગતને બતાવ્યું કે સાચો વિજય ક્રોધ વડે નહીં પણ
ક્ષમાવડે જ પમાય છે.
કમઠના દુષ્ટભાવને લીધે તેને જ નુકશાન થયું, આપને તો
આત્મસાધનામાં કાંઈ બાધા ન થઈ. ખરેખર, આપનો મહિમા અને આપની શાંતિ