Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
૮૭ રાષ્ટ્રીયશાળા (હા.બ્ર. વિદ્યાબેન જૈન) મોરબી ૯૬ નૈનાબેન હીરાલાલ બી. જૈન મુંબઈ
૮૮ અજિતકુમાર ઈન્દુલાલ જૈન મોરબી ૯૭ મોના ભરતકુમાર એચ. જૈન મુંબઈ
૮૯ દીવાળીબેન ચીમનલાલ જૈન રાજકોટ ૯૮ રાજેશકુમાર મુકુંદરાય જૈન ભાવનગર
૯૦ આરતિબેન હસમુખલાલ જૈન મુંબઈ ૯૯ દીપ્તિબેન મુકુંદરાય જૈન ભાવનગર
૯૧ રાજુ હસમુખલાલ જૈન મુંબઈ ૧૦૦ કુમારી ચેતનાબેન ચંદુલાલ ડી. ગાંધી વડોદરા
૯૨ મીન્ટુ દીલીપકુમાર જૈન દિલ્હી ૧૦૧ મનીષાબેન બિપિનચંદ્ર આર. અમદાવાદ
૯૩ રૂપાળીબેન અમરચંદ જૈન ભાવનગર ૧૦૨ પુનમચંદ આશારામ જૈન વડાલી
૯૪ દીપ્તિબેન રતિલાલ જૈન અમદાવાદ ૧૦૩ અમીતકુમાર જ્યોતિન્દ્ર જૈન રાજકોટ
૯૫ નિકુંજકુમાર રતિલાલ જૈન અમદાવાદ (તા. ૧૫–૧૦–૭૪ સુધી)
આત્મધર્મ પ્રચાર ખાતે તથા બાલવિભાગમાં આવેલ વિશેષ રકમો
૩૧ છગનભાઈ મોનજીભાઈ સોનગઢ ૧૧ બંસીધર શાસ્ત્રી બરોડા
૫૧ શાંતિલાલ દલીચંદ કલકત્તા ૫૧ ઝવેરીબહેન ગુલાબચંદ ઝોબાલિયા મુંબઈ
૭ મેસર્સ ગુલાબ જનરલસ્ટોર્સ કોટા ૨૧ અશ્વિનકુમાર કનૈયાલાલ દાહોદ
૨૧ ફૂલચંદજી વિમલચંદ્ર ઝાંઝરી ઉજ્જૈન ૫૧ ભુપેન્દ્રભાઈ અમુલખ શેઠ જોરાવરનગર
૧૧ પ્રભાવતીબેન નન્હેલાલ જમશેદપુર ૨૧ પદમશી લખમશી મુંબઈ
૨૪ સવિતાબેન રસિકલાલ અજમેર ૨૧ ઉર્મિલાબહેન બિપિનચંદ્ર ઘાટકોપર
૨૫ જેકુંવરબેન મયાચંદ શાહ સોનગઢ ૫૧ ચીમનલાલ પોપટલાલ દોશી વઢવાણ
૫૧ નર્મદાબેન તલકશી રાજકોટ ૧૦૧ જ્યોત્સનાબહેન બાલુભાઈ શાહ મુંબઈ
૫૧ મંછાબહેન જયંતિલાલ ભાયાણી લાઠી ૫૧ નવલચંદ જે. શાહ સોનગઢ
૧૧ બીનાબહેન પ્રવીણચંદ્ર મહેતા મુંબઈ ૨૨ છબલબેન તંબોળી તથા વૃજલાલભાઈ જામનગર
૧૧ રીટાબહેન પ્રવીણચંદ્ર મહેતા મુંબઈ ૫ જસવંત ખેમરાજ ખૈરાગઢ
૧૦૧ કસુંબાબહેન બાલુભાઈ વોરા કલકત્તા ૨૧ જમનાદાસ ચત્રભુજ કોઠારી અમરાવતી
૧૦૧ ઈન્દુબહેન રમણિકલાલ કલકત્તા (તા. ૧૫–૧૦–૭૪ સુધી)

[
જરૂરી: સૂચના: પચીસ રૂપિયા ભરનારનાં જે ૧૦૩ નામો આત્મધર્મમાં પ્રગટ
થયા છે તેઓ સૌ પોતાનું પૂરું સરનામું તથા આત્મધર્મમાં આવેલ તેમનો નંબર લખી
મોકલશો જેથી જરૂર પડ્યે અમારે કાંઈ મોકલવું હોય તો મોકલી શકીએ.]

PDF/HTML Page 42 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૩૯ :
મહાવીર – પરિવાર
૧૫૬ ગુણવંતીબેન પાનાચંદ અડતાલા १८३ निरंजना जैन जबैरा
૧૫૭ લાભુબેન અનંતરાય શાહ અમદાવાદ १८४ सुमद्राबाई जैन मुरादिया
૧૫૮ પ્રભાબેન દામોદરદાસ શાહ અમદાવાદ १८५ ताराचंद जैन मलावत
૧૫૯ મંજુલાબેન રમેશચંદ્ર સુરેન્દ્રનગર ૧૮૬ સદુબેન કેસરીસિંહ જૈન વડોદરા
૧૬૦ મયુરીબેન રમેશચંદ્ર શાહ સુરેન્દ્રનગર ૧૮૭ અનુભાઈ કેસરી સિંહ જૈન વડોદરા
૧૬૧ ચેતનકુમાર અનંતરાય શાહ અમદાવાદ ૧૮૮ સાકરબેન સકરાભાઈ જૈન વડોદરા
૧૬૨ હીનાબેન અનંતરાય શાહ અમદાવાદ ૧૮૯ મણીબેન સકરાભાઈ જૈન વડોદરા
૧૬૩ નવીનચંદ્ર દામોદરદાસ મોદી અમદાવાદ ૧૯૦ મંજુલાબેન નારાયણ જૈન વડોદરા
૧૬૪ કુ. સાધનાબેન દૂલીચંદ જૈન ખૈરાગઢ ૧૯૧ ડાહ્યાભાઈ નારાયણ જૈન વડોદરા
૧૬૫ ગંગાબેન રતિલાલ જૈન સોનગઢ ૧૯૨ શામુબેન નારાયણ જૈન વડોદરા
૧૬૬ નલિનકુમાર મીઠાલાલ ગાંધી પ્રાંતિજ ૧૯૩ રૂપલબેન ઈન્દ્રવદન શાહ વડોદરા
૧૬૭ જયોત્સનાબેન બાબુલાલ મુંબઈ–૨ ૧૯૪ સોનલબેન ઈન્દ્રવદન શાહ વડોદરા
૧૬૮ રતિલાલ દામોદર શાહ જોરાવરનગર ૧૯૫ પ્રીતિબેન હસમુખલાલ જૈન વડોદરા
૧૬૯ વિરજીભાઈ ભાદ્રોડ ૧૯૬ સતીષકુમાર હસમુખલાલ જૈન વડોદરા
૧૭૦ ભાણીબેન જૈન ભાદ્રોડ ૧૯૭ પુનમચંદ આસારામ કોઠારી વડાલી
૧૭૧ જેઠીબેન જૈન ભાદ્રોડ ૧૯૮ મરઘાબેન મણીલાલ જૈન
૧૭૨ છબીલદાસ સુંદરજી વારીઆ રાજકોટ ૧૯૯ હિંમતલાલ વાલજીભાઈ જૈન વીંછીયા
૧૭૩ લલિતાબેન સી. વારીઆ રાજકોટ ૨૦૦ મણીબેન સોમચંદભાઈ જૈન વીંછીયા
૧૭૪ પ્રદીપકુમાર સી. વારીઆ રાજકોટ ૨૦૧ મુક્તાબેન હિંમતલાલ જૈન વીંછીયા
૧૭૫ જયંતિલાલ મોરભાઈ જૈન વઢવાણ ૨૦૨ રંભાબેન રતીલાલ જૈન વીંછીયા
૧૭૬ લલિતાબેન જયંતિલાલ વઢવાણ ૨૦૩ શારદાબેન શાંતિલાલ જૈન વીંછીયા
૧૭૭ વિજયકુમાર પોપટલાલ શાહ પ્રાંતિજ ૨૦૪ જબુબેન પ્રાગજી જૈન વીંછીયા
૧૭૮ મોહનલાલ જૈન જલગાંવ ૨૦૫ જયાબેન ન્યાલચંદ જૈન વીંછીયા
૧૭૯ લલિતાબેન વૃજલાલ શાહ જલગાંવ ૨૦૬ કુસુમબેન ચીમનલાલ જૈન વીંછીયા
૧૮૦ નિતિનકુમાર સોગઠી જલગાંવ ૨૦૭ નર્મદાબેન ઠાકરશીભાઈ જૈન વીંછીયા
૧૮૧ મંજુલાબેન ટીલીયાં જલગાંવ २०८ नेमीचंद बहादूरमलकजी जैन इन्दौर
૧૮૨ દીનાબેન મહાસુખલાલ જૈન ચોટીલા २०९ नजरबाई नेमीचंद जैन इन्दौर

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
२१० चंदावतीबाई गुलाबचंद मोदी इन्दोर ૨૩૨ રૂપાળીબેન ચંપાલાલ જૈન બાવલવાડા
२११ माणकबाई मिश्रीलालजी जैन इन्दोर ૨૩૩ હીરાચંદજી દાડમચંદ જૈન બાવલવાડા
२१२ गुलाबबाई कस्तुरचंदजी सेठी इन्दोर ૨૩૪ મણિબેન નગજીભાઈ જૈન બાવલવાડા
२९३ सजनबाई चंपालालजी झाला इन्दोर ૨૩૫ ચમેલીબેન મગનલાલ જૈન બાવલવાડા
२१४ गुणमाबाई पुनमचंदजी जैन इन्दोर ૨૩૬ હાકરબેન હીરાચંદ જૈન બાવલવાડા
२१५ रतनबाई केसरीमलजी जैन इन्दोर ૨૩૭ દીવાળીબેન પાનાચંદ જૈન બાવલવાડા
२१६ लक्ष्मीबाई चांदमलजी गोधा इन्दोर ૨૩૮ અમૃતબેન પાનાચંદ જૈન બાવલવાડા
२१७ चापबाई चांदमलजी गोधा इन्दोर ૨૩૯ કસ્તુરીબેન ખુમજી જૈન બાવલવાડા
२१८ कंचनबाई चुनिलालजी जैन इन्दोर ૨૪૦ મોતીબેન નાથાલાલ જૈન બાવલવાડા
२१९ सोनबाई मुन्नालालजी पंडित इन्दोर ૨૪૧ રતનબેન મોતલાલ જૈન બાવલવાડા
२२० चोसरबाई चांदमलजी अजमेरा इन्दोर ૨૪૨ રતનબેન ખેમચંદ જૈન બાવલવાડા
२२१ सुंदरबाई रामनिवासजी बडजात्या इन्दोर ૨૪૩ ખુમજી દલીચંદ ફડીઆ બાવલવાડા
२२२ रतनबाई जैन इन्दोर ૨૪૪ અરજણભાઈ કરમશી જૈન બાવલવાડા
२२३ कस्तुरबाई जैन इन्दोर ૨૪૫ કાશીબેન અરજણભાઈ બાવલવાડા
२२४ लक्ष्मीबाई जैन इन्दोर ૨૪૬ ચંપાબેન લલ્લુભાઈ જૈન બાવલવાડા
२२५ विमलाबाई जैन पोरवाल इन्दोर २४७ चान्रमल जैन अजमेर
२२६ मूलीबाई गुलाबचंदजी जैन इन्दोर २४८ शकुन्तला चान्दमल जैन अजमेर
२२७ सुभद्राबाई जैन मुरारिया २४९ राजाराम मुनित गुना
२२८ बापुलाल पटवारी बिजोलिया २५० कुमारी सरलाबेन जैन अशोकनगर
૨૨૯ હરીશકુમાર જેઠાલાલ જૈન મોરબી २५१ चौथमल खेमराज जैन
૨૩૦ ચંપાલાલ હીમચંદ ગાંધી બાવલવાડા २५२ भगवानदास नन्हेलाल जैन पावागीर ऊन
૨૩૧ નગજીભાઈ દલીચંદ ફડીઆ બાવલવાડા २५३ पुरनचन्द बाबुलाल जैन ऊन
[સોનગઢમાં વસતા મુમુક્ષુ ભાઈ–બહેનોનો મોટો ભાગ, તથા બીજા અનેક
ગામના વડીલ સાધર્મી ભાઈ–બહેનો આ છ બોલનું પાલન વર્ષોથી કરે જ છે,–એટલે
તેઓને જીવનમાં છ બોલ સહજ થઈ ગયા હોવાથી તેઓ પોતાનું નામ લખી મોકલતા
નથી. તેઓ સૌ આપણા મહાવીરપરિવારમાં જ છે; એ રીતે આપણો મંગલપરિવાર ઘણો
મોટો છે.
]

PDF/HTML Page 44 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૧ :
આનંદનો મહોત્સવ
[મહાવીર–નિર્વાણોત્સવ સંબંધી નાટક]
હમણાં દીવાળી આવશે ને મહાવીર ભગવાનના ૨૫૦૦ વર્ષીય
નિર્વાણમહોત્સવનો પ્રારંભ થશે. મહોત્સવ આખું વર્ષ ચાલશે. ભારતના
નાના–મોટા સૌ આનંદપૂર્વક તેમાં ભાગ લઈશું. ભગવાનના કલ્યાણકના
વિશેષ પ્રસંગોએ ઈન્દ્ર પણ પોતાનો મહાન આનંદ નાટક દ્વારા વ્યક્ત કરે
છે. જૈન બાળકો પણ નાટક દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે ને એ રીતે
મહાવીરભગવાનની ભક્તિ પણ કરે–તે માટે અહીં એક નાનકડું નાટક
રજુ થાય છે. જૈનસમાજના કોઈપણ ફિરકાના બાળકો કે બાલિકાઓ
સંકોચ વગર આ નાટક ભજવી શકશે. નાટક દીવાળી પહેલાંં ધનતેરશ કે
ચૌદશના રોજ કરવું વિશેષ યોગ્ય છે.
[ત્રણ વખત મહાવીર ભગવાનના જયનાદપૂર્વક શરૂઆત]
(સૂત્રધાર:) આજે મહાન આનંદનો દિવસ છે; આપણા શાસનદેવ મહાવીર ભગવાન
આજે મોક્ષ પધાર્યા છે. જગતમાં સૌથી મહાન એવો જૈનધર્મ, અને મહાવીર
ભગવાન જેવા વીતરાગી દેવ, મહાન ભાગ્યથી આપણને પ્રાપ્ત થયા છે. ભગવાને
આપણને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે, તેથી તેમની જેટલી
ભક્તિ કરીએ ને જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. આજના મંગલ પ્રસંગે
એક નાનકડા નાટક દ્વારા અમે અમારો આનંદ અને ભક્તિ વ્યક્ત કરીએ છીએ.
[પાંચ બાળકોએ આ અથવા બીજી ગમે તે મંગળ સ્તુતિ બોલવી.]
કરું નમન હું અરિહંત દેવને;
કરું નમન હું સિદ્ધ ભગવંતને;
કરું નમન હું આચાર્ય દેવને;
કરું નમન હું ઉપાધ્યાય દેવને;
કરું નમન હું સાધુ ભગવંતને;
પરમેષ્ઠી– પંચ પ્રભુ મને બહુ ઈષ્ટ છે,

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
[મંગલ ઘંટનાદ, વાજાં, પ્રકાશ...]
(૧. સખી) : અરે બહેન! આ મંગલ ઘંટ શેનાં વાગ્યા? આ મંગલ વાજાં શેનાં વાગે
છે? આ દિવ્ય પ્રકાશનો ઝગઝગાટ શેનો છે?
(૨. સખી) : વાહ, બહેન! આજે તો આપણા મહાવીર ભગવાનના મોક્ષનો મહાન
દિવસ છે. અઢીહજાર વર્ષ પહેલાંં પાવાપુરીથી ભગવાન મોક્ષ પધાર્યા ત્યારે આખા
જગતમાં આનંદ ફેલાયો હતો; આજેય મોક્ષના આનંદનો ઉત્સવ આખું જગત ઉજવી
રહ્યું છે. આપણે પણ આનંદથી મોક્ષદશાને યાદ કરીને તેની ભાવના ભાવીએ છીએ.
(૩. સખી) : વાહ બહેન વાહ! ભગવાનના મોક્ષને યાદ કરતાં કોને આનંદ ન થાય!
ભગવાન તો આનંદના જ દેનાર છે.–
આનંદ આનંદ આજ હૈ, નિર્વાણ–ઉત્સવ આજ હૈ,
આવો ભક્તો આવો સર્વે ખુશી અપરંપાર છે.
આનંદ–મંગળ આજ હૈ વીરપ્રભુ જયકાર હૈ,
આવો ભક્તો ગાવો સર્વે વીરપ્રભુ ગુણગાન હૈ.
(૪. સખી) : બહેન, મહાવીર ભગવાનના મોક્ષનો આટલો બધો મહિમા કેમ હશે?
(૫. સખી) મોક્ષદશા સૌથી ઊંચી છે ને પૂર્ણ આનંદમય છે; એવી દશાને ભગવાને પ્રાપ્ત
કરી, તેથી તેમનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે. સાંભળ! કુંદકુંદસ્વામી
તેનો મહિમા કરતાં કહે છે કે–

PDF/HTML Page 46 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૩ :
(દરેક ગાથા બે વાર બોલવી)
અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગી સિદ્ધને.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે,
જ્યમ લોકઅગ્રે, સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને.
વાહ, ભગવાન આવા મોક્ષપદને પામ્યા; તો તેમનું જીવન પણ કેવું અદ્ભુત હશે!
(સખી–૬) અરે, એની શી વાત! આપણા ભગવાનના અદ્ભુત મહિમાની શું તને
ખબર નથી?–જો સાંભળ! આપણા ભગવાન એ કાંઈ રાગ–દ્વેષ કરવા માટે કે
જગતનું ભલું–બૂરું કરવા માટે નહોતા અવતર્યા, પણ એ તો વીતરાગ થઈને ભવને
તરવા માટે જન્મ્યા હતા.
(સખી–૭) –અને બીજી વાત એ છે કે ભગવાન પોતે તો વીતરાગ થઈને ભવથી તર્યા
ને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને આપણને પણ ભવથી તરવાનો ઉપાય બતાવ્યો.
તેથી ભગવાન મહાન છે.
(સખી–૮) હા જુઓ, ‘नमुत्थुणं’ માં પણ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે કે
तिन्नाणं...तारयाणं એટલે હે ભગવાન! આપ પોતે તો ભવસમુદ્રથી તરનારા છો; ને
આત્માનું સ્વરૂપ બતાવીને અમને પણ ભવથી તારનારા છો.
–પણ હેં બહેન! તરવાનો ઉપાય તો જગતના બધા ધર્મો બતાવે જ છે ને?
(સખી–૧) ના બેન! એ વાત ખોટી છે. સંસારથી તરવાનો સાચો ઉપાય તો જૈન–
ધર્મમાં આપણા ભગવાન મહાવીરે જ બતાવ્યો છે; ને તે જ એક ભવથી તરવાનો
સાચો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
(સખી–૨) વાહ બેન, તું તો વિદ્વાન લાગે છે! ભગવાને સંસારથી તરવાનો ઉપાય શું
કહ્યો છે? તે બતાવ.
(સખી–૩) સાંભળ બેન, બધા જૈનશાસ્ત્રોએ એ વાત સ્વીકારી છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન
–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. આપણા ભગવાન મહાવીરે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–
સમ્યક્ચારિત્રનો ઉપદેશ આપ્યો છે. એટલે, જો આપણે ભગવાનના માર્ગે ચાલવું
હોય તો આપણે પણ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રની આરાધના કરવી જોઈએ.
(સખી–૪) વાહ બેન તમે તો બહુ ઊંચી વાત કરી. પણ અમને સમજાય તેવું
કંઈ કહોને?

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
(સખી–૫) બહેન, બહુ ઊંચી વાત છે–એ ખરું; પણ આપણો ધર્મ ઊંચો છે એટલે તેની
બધી વાત પણ ઊંચી જ હોય ને! ઊંચું–ઊંચું એવું મોક્ષપદ પામવા માટે તો ઊંચો–
ઊંચો રસ્તો જ લેવો જોઈએ ને!
(સખી–૬) બરાબર છે; આપણા મહાવીર ભગવાને પણ એવો ઊંચો રસ્તો લીધો જ
હતો ને!
(સખી–૭) હા જુઓ, મહાવીર ભગવાન છેને, તે જીવ પહેલાંં તો અજ્ઞાની અને
માંસાહારી સિંહ હતો; પણ પછી તે જીવ જૈનધર્મ પામ્યો, તેણે માંસાહાર છોડી દીધો
ને મુનિરાજના ઉપદેશથી આત્મસ્વરૂપ ઓળખીને તેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું.
પછીના ભવોમાં સાધુ થઈ, વીતરાગી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને અંતે
પાવાપુરીથી મોક્ષ પધાર્યા. મોક્ષને માટે પ્રભુએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું જોઈએ.
(સખી–૮) વાહ, પ્રવીણાબેન! તમે તો ભગવાનનું આખું જીવનચરિત્ર બતાવી દીધું; તે
સાંભળીને આનંદ થયો છે ને મહાવીરપ્રભુના માર્ગે જવાની ભાવના જાગે છે.
(સખી–૧) હા, બેન! ખરેખર આપણે વીરનાં સંતાન છીએ, ને વીરપ્રભુના માર્ગે જ
આપણે જવાનું છે. આપણે જૈન છીએ; જૈન એટલે જિનવરનો સંતાન.
(બધા સાથે–) અમે તો જિનવરનાં સંતાન...જિનવરપંથે વિચરશું....
ગાતાં પ્રભુજીનાં ગુણગાન ઉજ્વલ આત્માને વરશું...
અમે તો મહાવીરનાં સંતાન, મહાવીર પંથે વિચરશું...
કરીને આત્માની ઓળખાણ મુક્તિ પંથે વિચરશું...
(સખી–૨) અહા, મહાવીર ભગવાનનો માર્ગ કેટલો સુંદર છે! કેટલો મહાન છે!
મહાવીરનો માર્ગ એટલે વીતરાગભાવ! મહાવીરનો માર્ગ એટલે મુક્તિનો માર્ગ. તે
માર્ગ આજે આપણને મળ્‌યો છે, તો ચાલો! સૌ આનંદથી તે માર્ગે જઈએ.
(સખી–૩) ભગવાન મોક્ષ પધાર્યા તેને આજે અઢીહજાર વર્ષ વીતી ગયા, છતાં આજે
પણ ભગવાને દેખાડેલો મોક્ષમાર્ગ કેવો મજાનો શોભી રહ્યો છે!
(સખી–૪) વાહ બેન! ખરેખર આપણા મહાન ભાગ્ય છે. અરે આવો હળહળતો
પાપયુગ, ચારેકોર પાપનો પાર નહિ, ડગલે ને પગલે હિંસા–જુઠું–ચોરી– સીનેમાના
ભયંકર ખોટા સંસ્કાર, ને અન્યાયના માર્ગે પૈસાના પરિગ્રહનું ગાંડપણ,–એની

PDF/HTML Page 48 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૫ :
વચ્ચે પણ આજે આપણને આવો મજાનો વીતરાગીધર્મ અને તેના ઉત્તમ સંસ્કાર
મળ્‌યા છે તે ભગવાન મહાવીરનો પ્રતાપ છે.
(સખી–૫) બસ, તેથી આપણે સૌ મહાવીર ભગવાનના માર્ગે જવા તૈયાર થયા છીએ.
બહેનો, આજથી આપણે સિનેમા નહિ જોઈએ, કંદમૂળ નહિ ખાઈએ,–બોલો?–છે
કબુલ?
(બધા સાથે) હા, કબુલ છે–કબુલ છે–કબુલ છે!
આપણે હવે સિનેમા નહીં જોઈએ; કંદમૂળ નહીં ખાઈએ.
[ઘંટનાદ–શાબાશી]
(સખી–૬) અને દરરોજ ભગવાનનાં દર્શન કરવા આવશું; તથા ધર્મનો અભ્યાસ પણ
કરશું–જેથી મહાવીર ભગવાનના માર્ગને ઓળખીને આપણે પણ તે માર્ગે જઈએ.
(સખી–૭) વાહ, ઘણું સરસ! ભગવાનના માર્ગે જવા માટે આપણે સૌૈ તૈયાર છીએ...
(બધા સાથે–) તૈયાર છીએ...તૈયાર છીએ.
[એક ગવડાવે....ને...બીજા બધા ઝીલે...] (દરેક લાઈન બે વાર બોલવી)
વીરપ્રભુનાં સૌ સંતાન! ........ છે તૈયાર........ છે તૈયાર........
વીરપ્રભુના પંથે જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
અરિહંતદેવની સેવા કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
જિનશાસનની સેવા કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
સાધુજનોની સેવા કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
સમ્યગ્દર્શન–જ્ઞાન કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
ઉત્તમ ચારિત્ર પાલન કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
મોક્ષના માર્ગે દોડી જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
ભવબંધનથી છૂટી જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
વીરના માર્ગે દોડી જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
સિદ્ધપ્રભુની સાથે રહેવા ........ છે તૈયાર........ છે તૈયાર........
(સખી–૮) વાહ, આપણો ઉત્સાહ અને ભક્તિ દેખીને આપણા સંઘપતિજી (તથા
માતાજી) અને બધા વડીલો કેવા ખુશી થાય છે! આપણે સૌએ કાયમ આવા
ઉત્સાહથી ને આનંદથી ધર્મમાં રસ લેવો જોઈએ.

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
(સખી–૧) જરૂર બહેન! આજે તો મહાવીર ભગવાનના મોક્ષનો ઉત્સવ ઉજવવાની
ખૂબ મજા આવી...આત્માને ઘણો લાભ થયો...આત્મામાં જાણે ચૈતન્ય–દીવડા
પ્રગટ્યા ને અપૂર્વ દીવાળી આવી...સાથે આનંદ પણ લાવી!
(સખી–૨) અહા, ભગવાનના નિર્વાણનો આવો આનંદ–ઉત્સવ હજી તો આપણે
આખુંયે વર્ષ ઊજવવાનો છે...આ તો હજી તેની શરૂઆત જ છે. આપણને હવે
મહાવીરનો રંગ લાગ્યો છે; તે રંગ હવે કદી છૂટવાનો નથી.
(સખી–૩) ચાલો, આપણે સૌ એક નાનકડા રાસવડે ભક્તિ કરીને આપણો આનંદ
વ્યક્ત કરીએ.
(બધા સાથે) હા....ચાલો...ચાલો...
[આ અથવા બીજો કોઈપણ રાસ ગાઈ શકાય.]
[કુંડાળાની વચ્ચે એક બાળક ધર્મધ્વજ ફરકાવતો હોય.]
હે......એ.....રંગ લાવ્યો,.......રંગ લાગ્યો!
રંગ લાગ્યો, મહાવીર! તારો રંગ લાગ્યો...
તારી ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો,
તારી પૂજા કરવાનો મને ભાવ જાગ્યો,
પ્રભુ સમ્યગ્દર્શનનો ભાવ જાગ્યો..... રંગ લાગ્યો... મહાવીર
પ્રભુ આતમજ્ઞાનનો ભાવ જાગ્યો,
મને ભેદ વિજ્ઞાનનો ભાવ જાગ્યો,
મને સાધુ થવાનો ભાવ જાગ્યો... રંગ લાવ્યો... મહાવીર
પ્રભુ મોક્ષે જવાનો મને ભાવ જાગ્યો,
પ્રભુ ભવથી તરવાનો મને ભાવ જાગ્યો,
પ્રભુ મહાવીર થવાનો મને ભાવ જાગ્યો... રંગ લાગ્યો... મહાવીર
[મહાવીર ભગવાનના જયકારપૂર્વક નાટક સમાપ્ત.]
[આ નાટકમાં ઉચિત ફેરફાર કરીને પણ ભજવી શકો છો. આપ આ નાટક
ભજવો ત્યારે તે સંબંધી સમાચાર સંપાદક આત્મધર્મ (સોનગઢ) ને લખી જણાવશો.
આ નાટકની છૂટી નકલો પણ મળી શકશે.
]

PDF/HTML Page 50 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૭ :
આવો ઉજવીએ.....વીર પ્રભુનો મંગલ ઉત્સવ
(કાર્યક્રમની સામાન્ય રૂપરેખા)
[વર્ષોથી જેના મંગલવાજાં વાગી રહ્યા છે–એવો અભૂતપૂર્વ મહોત્સવ હવે
એકદમ નજીક આવી રહ્યો છે ને દીવાળી તા. ૧૩ બુધવારના રોજ તેનો મંગલ પ્રારંભ
થઈ રહ્યો છે. તે દિવસના કાર્યક્રમસંબંધી માર્ગદર્શન આપવા અહીં એક સામાન્ય
કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી છે. સુવિધા અનુસાર તેમાં ફેરફાર કરીને પણ,
સૌએ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ધામધૂમથી ઉત્સવ કરવો. –સં.]
• ધનતેરસથી જ જિનમંદિરને સુંદર રીતે શણગારવું–પ્રકાશથી ઝગઝગતું શિખર,
ધર્મધ્વજ, બની શકે તો ધર્મચક્ર–ફરતું, અને લાઉડસ્પીકરની વ્યવસ્થા દૂરદૂર
સંભળાય તે રીતે ગોઠવવી. મંગલ ગીતો બે દિવસ વહેલા શરૂ કરી દેવા.
• દીવાળીની વહેલી સવારમાં શહેરના મધ્યચોકમાં ભેગા થઈ, મહાવીરપ્રભુનાં
મંગલગીત ગાતાં ગાતાં, (બાળકોએ–વીરપ્રભુનાં સૌ સંતાન–છે, તૈયાર, તથા
ધર્મ મારો...ધર્મ મારો...ધર્મ મ્હારો રે...વગેરે કુચગીત ગાતાંગાતાં) જિનમંદિરે
દર્શને જવું.
દર્શન, વિશેષપૂજન (નિર્વાણકલ્યાણકપૂજન), અભિષેક વગેરે ઉત્સાહથી કરવા.
ત્યારબાદ મહાવીર–પ્રવચનસભાદ્વારા મહાવીરભગવાનના જીવનના ખાસ
પ્રસંગો, આપણા ઉપર તેઓશ્રીના અદ્ભુત–અચિંત્ય–પરમ ઉપકારો, અને
ભગવાને ઉપદેશેલો આત્મહિતનો માર્ગ–તે સંબંધી પ્રવચનો કરવા. બાળકો દ્વારા
નાના સંવાદો, ભક્તિ વગેરે કાર્યક્રમો રાખવા. મહાવીરભગવાન સંબંધી
રેડિયામાં જે કાર્યક્રમો આવવાના હોય તે લાઉડસ્પીકર દ્વારા પ્રસારિત કરવા.
સાધર્મીઓમાં જેને જે કાંઈ કષ્ટ હોય તે દૂર કરવા પ્રયાસ કરવો. લાણી કરવી;
સારાં નાનકડાં પુસ્તકો વહેંચવા. (“ભગવાન મહાવીર” નાં પુસ્તકો ૧૫ રૂા. નાં
એકસો લેખે સોનગઢથી મળશે. પાઠશાળાને ખાસ ઉત્તેજન આપવું.
• દેશકાળ અનુસાર સાધર્મીઓનું સમૂહભોજન કરવું. પૂર્વના બધા મતભેદો
ભૂલીને મહાવીરપ્રભુના ભક્તો તરીકે સૌએ એકમેકપણાનો ભાવ જગાડીને
આનંદથી હળવું–મળવું એક બીજાનું સન્માન કરવું.
બપોરે નમસ્કારમંત્રનો સામૂહિક જાપ (સૌ એકસો આઠ નમોક્કાર ગણે, અથવા
સુવિધા મુજબ), નવીન શાસ્ત્રની સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ; સામૂહિક શાસ્ત્રપ્રવચન;

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
ભક્તિ; ધાર્મિક આનંદના કાર્યક્રમો અને ધામધૂમપૂર્વક મહાવીર ભગવાનની
અતિ ભવ્ય રથયાત્રા (શક્ય હોય તો સમસ્ત જૈનસમાજે ભેગા મળીને કાઢવી.
જ્યાં રથયાત્રા જાય ત્યાં મહાવીરપ્રભુના શાસનનો મહિમા પ્રસિદ્ધ કરવો.
રથયાત્રામાં ધર્મધ્વજ–ધર્મચક્ર–લાઉડસ્પીકર રાખવું. ચાલતી રથયાત્રાના માર્ગમાં
ભાવુકદર્શકોને નાના પુસ્તકોની લાણી કરતા જવી. (આ માટે અહિંસા પરમો
ધર્મ, તથા ભગવાન મહાવીર એ બે પુસ્તકો ઉપયોગી છે–જે હાલ મળી શકે છે.
જૈનબાળપોથી પણ ઉપયોગી થાય તેવી છે.)
• રાત્રે જિનમંદિરના ચોકમાં અદ્ભુત ઝગઝગાટ વચ્ચે મહાવીર ભગવાનના
મહિમાને પ્રસિદ્ધ કરતી ભવ્ય સભા કરવી, જેમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને
આમંત્રણ આપવું. ભગવાનનો મહિમા પ્રસિદ્ધ કરવો, આપણા જિનેન્દ્રદેવની
વિશેષતાઓ સમજાવવી; તથા બીજા ભક્તિ–ભજન–રેકર્ડ ધાર્મિકનાટક–સંવાદ
વગેરે સુંદર કાર્યક્રમોનું પ્રદર્શન કરવું. રાત્રે લાણી કરવી હોય તો (ખાવાની વસ્તુ
સિવાયની બીજી) વસ્તુઓની લાણી કરવી.
એક વાત સૌએ ખાસ લક્ષમાં
રાખવી કે પ્રવચન વગેરેમાં ક્યાંય ખંડનાત્મક પદ્ધત્તિથી પ્રતિપાદન ન
કરવું, કે કટુભાષા ન વાપરવી; શાંત–મધુર શૈલિથી જ વીરનાથ
ભગવાનનો અને તેમના શાસનનો મહિમા પ્રસિદ્ધ કરવો.
(અહીં એક દીવાળીના દિવસના ઉત્સવના કાર્યક્રમની જનરલ રૂપરેખા આપી છે.
અને ત્યાર પછી આઠ દિવસ સુધી (તા. ૨૦ સુધી) વિવિધ કાર્યક્રમવડે તે ઉત્સવ ચાલુ
રાખવાનો છે. આનંદકારી અભૂતપૂર્વ ઉત્સવસંબંધી આપના ગામના પૂરા સમાચાર
સોનગઢ (સંપાદક આત્મધર્મ) ઉપર મોકલી આપશોજી. હવે પછી પણ જેમ જેમ મંગલ
પ્રસંગો આવતા જશે તેમ તેમ અગાઉથી તેની રૂપરેખા આપવા પ્રયાસ કરીશું. તથા આપ
સૌ પણ આપના સૂચનો અમને જેમ બને તેમ વેલાસર મોકલશે તો તેનો ઉપયોગ કરીશું.
“જય મહવર”
* આત્મધર્મ દર મહિનાની ૨૦ મી તારીખે પ્રગટ થાય છે.
* પત્ર વ્યવહારનું સરનામું: સંપાદક: આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
* લવાજમ રૂા. ૬ મોકલવાનું સરનામું: આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)
* આપની જિજ્ઞાસાના પ્રશ્નો આપ મોકલી શકો છો.

PDF/HTML Page 52 of 53
single page version

background image
वन्दे तद्गुणलब्धये –
મોક્ષમાર્ગસ્ય નેતારં...ઈત્યાદિ વિશેષણોથી અર્હન્તદેવને જે વંદન
કરે છે તેના ભાવમાં શું હોય છે?–
* મોક્ષમાર્ગના નેતાને વંદન કરનારો જીવ,
જે ભાવથી મોક્ષમાર્ગ સધાય તે ભાવને જ આદરશે,
જે ભાવથી મોક્ષમાર્ગ ન સધાય તેને ને નહિ આદરે.
* भेतारं कर्मभूभृताम् એવા ભગવાનને વંદન કરનારો જીવ,
જે ભાવથી કર્મનું ભેદન થાય તે ભાવને જ આદરશે,
જે ભાવથી કર્મનું બંધન થાય તેને તે નહિ આદરે.
* ज्ञातारं विश्वतत्त्वानां એવા સર્વજ્ઞને જે વંદન કરે તે જીવ,
સર્વજ્ઞતાને અનુસરનારી એવી જ્ઞાનચેતનાને જ આદરશે,
સર્વજ્ઞતાને રોકનાર એવા રાગાદિભાવને તે નહિ આદરે.
* वन्दे तद्गुणलब्धये : ઉપર મુજબ ગુણજ્ઞાન સહિત સર્વજ્ઞને
વંદન કરનારો તે જીવ, પોતાના રત્નત્રયભાવને પ્રગટાવતો થકો સર્વજ્ઞ
જેવા ગુણોને ઉપલબ્ધ કરે છે.
–આ મોક્ષના માર્ગનું મંગળ છે.

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં. ૩૪ આત્મધર્મ Regd. No. G. 128
• મહાવીરનો સન્દેશ •
આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે.
જ્ઞાન તે આત્માનું જીવન છે.
દરેક આત્મા સ્વતંત્ર પોતાથી પૂર્ણ છે.
દરેક આત્મામાં પોતાના અનંત ગુણ છે.
તમે તમારી પ્રભુતાને ઓળખો.
પરથી ભિન્નતા જાણી સ્વસન્મુખ બનો.
આત્મશક્તિ સંભાળીને વીર બનો.
જીવના અશુદ્ધભાવોથી જ સંસાર છે.
જીવ શુદ્ધભાવવડે મુક્તિ પામે છે.
શુદ્ધતા આત્માના સ્વાશ્રયથી થાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષમાર્ગ છે.
તે ત્રણે આત્માના જ આશ્રયે છે.
તે શરીરના કે રાગના આશ્રયે નથી.
આ જ માર્ગે અમે મોક્ષ પામ્યા છીએ,
અને તમારે માટે પણ આ જ માર્ગ છે.
–આ છે ભગવાન મહાવીરનો સંદેશ.
ભગવાનના ૨૫૦૦મા નિર્વાણ
મહોત્સવ પ્રસંગે તેમનો આ સંદેશ ઝીલીને
આપણે પણ તેમના માર્ગે જઈએ.
અમે તો જિનવરનાં સંતાન.
જિનવર પંથે વિચરશું.
• અદ્ભુત આત્મા •
આતમા...આતમા...આતમા...રે...
અહો! અદ્ભુત ચિદાનંદ આતમા...
જેને દેખતાં થઈશ પરમાતમા રે,
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૧.
ભૂલ મા ભૂલ મા ભૂલ મા રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
પરને પોતાની તું માન મા રે....
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૨.
તારામાં શાંત થા, ધર્માત્મા જીવ થા,
સ્વરૂપ–બહાર તું ભમ મા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા...૩.
સમ્યગ્દ્રષ્ટિ થા ભ્રમ મટાડી,
આનંદસ્વરૂપે તું લીન થા રે....
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૪.
આનંદનો દરિયો જ્ઞાનસ્વરૂપી,
ઊજળે એમાં તું મગ્ન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા. ૫.
આવી ગયો છે અવસર રૂડો,
શાંતસ્વરૂપે તું સ્થિર થા રે...
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૬.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (364250) : આસો (૩૭૨)