Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 37
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
छोड दियो संग मैंने स्वामी, तीर्थंकर सम ज्ञानीको।
हाय! कहो अब कैसे छोडूं, अपनी रीत पुरानीको?
()
गुरुदेव–कहो चेतनजी! इस दलीलपर आपका कया कहना है?
कायामें नहीं चेतनता फिर उसे तुम्हें क्या करना है?
चेतन–इस कायाको बडे प्यारसे, लड्डू खूब खिलाये थे।
चिलगूजा, अकरोड और अंगुरादिक मंगवाये थे।
पिस्ता किसमिस दाख छुहारे, अरु इलायची लाया था।
स्वर्णभस्म तथा मकरध्वज, इसको खूब खिलाया था।।
फिर भी ये यों कहती है, नाहक खींचातानीको।।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।
()
काया–ये चेतन झूठा है स्वामी! झूठी बातें बकता है।
मनमानी करता रहता खुद, बदनामी मेरी करता है।
मैनें कब चहे लड्डू अरु मोहनभोग मसालोंको?
स्वर्णभस्म या मकरध्वज ये, चाहिए इन मतवालोंको।।
मैं चेतनके चक्करमें पड, सह रही हूँ बदनामीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।
()
चेतन–कोट बूट पतलून पहनकर, इसको खूब सजाया था।
इतने पर भी न हुअी राजी, तब शिरपर टोप लगाया था।
नेकटाई भी गले बांधकर, इसकी शान बढाई थी।
गांधी टोपी भी शिरपर रख, इज्जत खूब बढाई थी।।
किन्तु आज मेरी मेहनत पर, फेर रही है पानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।
()
મારા ઉપર પ્રીતિ કરે છે. હે સ્વામી! તીર્થંકર જેવા જ્ઞાનીનો સંગ પણ મેં છોડી દીધો, તો
પછી હું મારી આ પુરાણી રીતને હવે કેમ છોડૂં? (૩–૪)
શ્રીગુરુ કાયાની વાત સાંભળીને કહે છે: હે ચેતનજી! બોલો, કાયાની આ દલીલ સામે
તમારે શું કહેવાનું છે? કાયામાં ચેતનતા તો છે નહિ, પછી તમારે તેને શું કરવી છે?
ચેતન કહે છે–આ કાયાને મેં ઘણા પ્રેમથી બહુ લાડવા ખવડાવ્યા, તેને માટે રસગુલ્લા,
અખરોટ, અંગૂર વગેરે મંગાવ્યા, પિસ્તા–કિસમિસ–ધરાખ–ખારેક–એલચી લાવ્યો, તેમજ સુવર્ણભસ્મ
મકરધ્વજ વગેરે ખૂબ ખવડાવીને તેને મેં પુષ્ટ કરી, છતાંય અત્યારે તે મારી સાથે આવવાની ના કહીને
નકામી ખેંચતાણ કરે છે.–અરેરે! કાયા સાથેની મારી જુગજુની પ્રીતને હું કેમ છોડૂં? (પ)
કાયા કહે છે કે–હે સ્વામી! આ ચેતન જૂઠો છે, તે ખોટી વાતો બકે છે, તે મનમાની પોતાની
કરે છે ને બદનામી મારી કરે છે. એ લાડવા–મોહનભોગ–મસાલા કે સુવર્ણભસ્મ અને મકરધ્વજ એ
બધાની ચાહના મેં તો કદી કરી નથી, એ બધાની ચાહના તો આ મતવાલા ચેતને જ કરી હતી. ચાહના
એણે કરી ને નામ મારું લ્યે છે! આ રીતે ચેતન સાથે ચક્કરમાં પડીને હું બદનામી સહન કરી રહી છું.
–પણ અરે! પરભવમાં સાથે ન જવાની મારી અનાદિની રીતને હું કેમ છોડું? (૬)

PDF/HTML Page 22 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
गुरुदेव–‘री काया! चेतन जो कह रहा है
इसका क्या कोई समाधान है?
काया–सुनिये गुरुदेव! यह तो केवल अज्ञानभरा बकवास ही है।
मेरा स्वभाव जड है स्वामी! ये चेतन अभिमानी है।
यह अपने अभिमान–विवश हो, करता खींचातानी है।
स्वयं कोट पतलून पहन, बहुरूपी वेष बनाता है।
अपनी मनमानी करता, अरु मुझको नाच नचाता है।
देख देख पछताती हूँ मैं चेतन की नादानी को।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानी को?।। ()
गुरुदेव–‘कहो चेतनजी’ ! इस पर आपका क्या कहना है’
चेतन–दूध मलाई हलुआ रबडी, मोहन–भोग खिलाए थे।
और इत्र फल–फूलोंको, इसने ही नित्य मंगवाये थे।
ऊँचे ऊँचे तेल लब्हन्डर, मधुर मधुर खुश्बूवाले।
इसने ही पीये थे स्वामी शरबतके ऊँचे प्याले।।
ચેતન કહે છે: કોટ–પાટલુન–બૂટ પહેરાવીને મેં કાયાને ખૂબ શણગારી, એટલાથી તે રાજી ન
થઈ એટલે તેના માથે ટોપો પહેરાવ્યો, ને ગળામાં નેકટાઈ બાંધીને તેની શોભા વધારી; અરે, માથે
ગાંધી ટોપી પહેરાવીને તેની ઈજ્જત ખૂબ વધારી દીધી; પણ આજે આ કાયા મારી બધી મહેનત
ઉપર પાણી ફેરવી રહી છે...અરેરે! હું એની પુરાણી પ્રીતિને કેમ છોડૂં? (૭)
શ્રીગુરુ કહે છે–હે કાયા! આ ચેતન જે ફરિયાદ કરે છે તેનો શું ખુલાસો છે?
કાયા કહે છે–સાંભળો, હે ગુરુદેવ! ચેતન જે કહે છે તે તો બધો અજ્ઞાનભરેલો બકવાસ છે, હે
સ્વામી! મારો સ્વભાવ તો જડ છે, આ ચેતન અભિમાની છે, તે પોતાના અભિમાનવશ ખેંચાતાણી
કરે છે. કોટ–પાટલુન પહેરીને બહુરૂપી વેષ બનાવવાની ઈચ્છા સ્વયં કરીને તે પોતાનું મનમાન્યું કરે
છે ને મને નાચ નચાવે છે; ચેતનની આવી નાદાની દેખી–દેખીને હું પસ્તાઉં છું–હાય! હું મારી
પુરાણી રીતને કેમ છોડું? (૮)
આ બાબતમાં શ્રીગુરુએ ચેતનને પૂછતાં તેણે કહ્યું: હે સ્વામી! મેં આ કાયાને દૂધ–મલાઈ–
હલવા–રાબડી ને ઉત્તમ ભોગ ખવડાવ્યા, તથા અત્તર–ફળ–ફૂલ પણ તેને માટે જ મંગાવ્યા; મધુર
ખુશબૂવાળા ઊંચા–ઊંચા તેલ–લવન્ડર તેને જ લગાવ્યા, અને શરબતના ઊંચા

PDF/HTML Page 23 of 37
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
किन्तु आज यह यों कहती है, देखो खींचातानी को।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानी को?।।
(९)
काया–[जोरसे हँसकर] गुरुदेव! क्या पागल सरीखी बातें बकता है?’
मैं हूँ जड, ये है गुरु चेतन, इनके मेरे काम जुदे हैं।
खाते हैं खुद ये ही स्वामी, दूध मलाई पेंडे हैं।
शरबतके प्याले भरभर कर, हाय! चेतनजी पीते थे।
ये ही गंध खुश्बूवाले, दौड दौड कर लाते थे।
किन्तु झूठा दोष लगा, मेरी करते बदनामीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानी को? ।। १०
गुरुदेव–कहो चेतनजी! काया जो बात बता रही है वह तो ठीक प्रतीत होती है। उस
पर आप क्या कहना चाहते हो?
चेतन–इस पापिनके पीछे मैनें, भक्ष्याभक्ष्य सभी खाये।
आलू गोबी और टमाटर, झोली भरभरके लाये।
रात गिनी नहिं दिवस गिना नहिं, जब आया तबही खाया।
पिया तेल कोडलिव्हरका अरु इंजक्शन भी लगवाया।
પ્યાલા પણ તેને જ પીવડાવ્યા છે.–છતાં આજે તે મારી સાથે આવવાની ના કહીને ખેંચાતાણી કરે છે.–
દેખો અન્યાય! હાય રે, શરીર સાથેની મારી જીવનભરની પ્રીતિને હવે હું કેમ છોડું?–એના વગર એકલો
ક્્યાં જાઉં? (૯)
–ચેતનની એ વાત સાંભળતાં કાયા જોરથી હસીને કહે છે કે હે ગુરુદેવ! આ ચેતન આવી પાગલ
જેવી વાત કેમ બકે છે! હે સ્વામી! હું તો જડ છું ને તે ચેતન છે, તેનું અને મારું કામ તદ્ન જુદું છે. દૂધ–
મલાઈ ને પેંડા ખાવાની ઈચ્છા તો તે કરે છે, શરબતના પ્યાલા ભરીભરીને પીવાની ઈચ્છા તો ચેતનજી
કરે છે, સુગંધી–ખુશબૂ તરફ એનું ચિત્ત દોડે છે,–હું તો એ કોઈ વસ્તુની ઈચ્છા કરતી નથી, છતાં આ ચેતન
મારા પર જૂઠો આરોપ લગાવીને મારી બદનામી કરે છે.–પણ હે નાથ! હું મારી પુરાણી રીતને કેમ છોડું?
(૧૦)
ગુરુ કહે છે–અરે ચેતનજી! આ કાયા જે વાત કહે છે તે તો વ્યાજબી લાગે છે, તો તે સંબંધમાં
તમારે શું કહેવાનું છે?
ત્યારે ચેતનજી જરા ક્રોધથી કહે છે કે–અરે! આ પાપિણી કાયા ખાતર મેં ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કર્યા
વગર આલુ–કંદમૂળ ફૂલકોબીચ વગેરે ખાધું, રાત–દિવસ જોયા વગર જ્યારે આવ્યું ત્યારે ખાધું, કોડલીવર

PDF/HTML Page 24 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
इतने पर भी अकड अकड कर, बता रही मर्दानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।११
काया–साफ झ्रूठा है गुरुदेव इसका कहना! सुनिए मेरा इस पर उत्तर–
भक्ष्याभक्ष्य पदार्थ ही मेरे खातिर न कभी खाये हैं।
अपनी ममता की पूर्ती हित, तुमने माल उडाये हैं।
रे चेतन! तुं हुआ लोलुपी, रात दिवस अन्याय किया।
सुन्दर नारीसे रमनेको मछलीका भी तेल पिया।।
अरे! मैंने कईबार धिक्कारा तेरी इस नादानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानी को? ।।१२
चेतन–गुरुदेव! आश्चर्य है इस कायाकी इन कृतध्नताभरी बातोंका! )
इसी देहके पीछे मैंने, धर्म कर्म सब छोड दिया।
मात–पिता–सुत–नारि मित्रसे, मैंने नाता तोड दिया।
जो आज्ञाएं इसने दी, वे सब मैंने पूरी की थी।
इसके पीछे पाप–पुण्य की सभी बला सिरपर ली थी।।
किन्तु आज देखो ये कैसी, करती है हैवानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानी को?।।१३
માછલીનાં તેલ પીધાં ને ઈન્જેકશન પણ લીધાં; આટલું–આટલું કરવા છતાં આ કાયા અક્કડપણે
પોતાની બહાદૂરી બતાવે છે ને મારો દોષ કાઢે છે! અરે, આ કાયાની પુરાણી પ્રીતને હવે હું કેમ
છોડું? (૧૧)
કાયા ઉશ્કેરાઈને કહે છે કે હે ગુરુદેવ! આ ચેતનની વાત તદ્ન ખોટી છે. મારી વાત
સાંભળો–ભક્ષ્યાભક્ષ્ય પદાર્થ એણે મારી ખાતર કદી નથી ખાધા, માત્ર પોતાની મમતા પૂરી કરવા
ખાતર તેણે માલ ઊડાવ્યા છે. અરે ચેતન! તેં લોલૂપી થઈને રાતદિવસ અન્યાય કર્યા, સુન્દર સ્ત્રી
સાથે રમણ કરવા માછલીનું તેલ પણ પીધું; અરે, તારી આવી નાદાનીને મેં ઘણીવાર ધિક્કારી...પણ
તું ન માન્યો. હવે હું મારી પુરાણી રીતને કેમ છોડું? (૧ર)
ચેતન કહે છે–હે ગુરુદેવ! આ કાયાની આવી કૃતઘ્નતા ભરેલી વાત સાંભળીને મને આશ્ચર્ય
થાય છે! આ કાયાની પાછળ મેં મારા બધા ધરમ–કરમ છોડી દીધા, માતા–પિતા–પુત્ર–નારી–મિત્ર–
એ બધાનો સંબંધ પણ તોડયો; કાયાએ મને જે–જે આજ્ઞા કરી તે બધી મેં પૂરી કરી; એને ખાતર
પાપ–પુણ્યની અનેક બલા માથે ચડાવી; છતાંય જુઓ તો ખરા! આજ તે કેવી હેવાની કરે છે!
અરેરે, હું કાયાની સાથેની પુરાણી પ્રીતને કેમ છોડું? (૧૩)

PDF/HTML Page 25 of 37
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
काया–आश्चर्य है गुरुदेव! हैवानी यह खुद करता है। और दोष मेरे सिर लगाता है।
इसी निगोडे चेतनने, सब धर्म कर्म ही छोड दिया
मात–पिता–सुत–नारि–मित्रसे, इसी मूर्खने कपट किया।
मेरी इच्छाके विरुद्ध, पापीने पाप कमाये थे
खुद इसने ही अत्याचारोंके तूफान उठाये थे।।
फिर भी दोष लगाता मुझको, धिक्कार रहो इस प्राणीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।१४
चेतन–अब बहुत निराश होकर करुणाभरे स्वरमें कहता है–
हे काये! मैं करुं निवेदन, दया करो मुझ दुखियापर
प्रीत पुरानी जरा निभालो, साथ हमारे तुम चलकर।
हाथ जोड़कर तेरे पगमें, अपना शीष झुकाता हूँ
चलो साथ, नहिं रहो यहाँ, मैं अपना कसम दिलाता हूँ।।
बार–बार मैं मांगत माफी, क्षमा करो अज्ञानीको
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।१५
काया–हे चेतन मैं करुं निवेदन, मुझे न अब तुम तंग करो
प्रीत यहीं तक तेरी–मेरी, आगेकी मत आश करो।
કાયા બોલી–આશ્ચર્ય છે હે ગુરુદેવ! હેવાની તો ચેતન પોતે કરે છે અને દોષ મારા ઉપર
ઢોળે છે. આ નગુણા ચેતને બધા ધરમ–કરમ છોડી દીધા, માતા–પિતા–સુત–નારી–મિત્ર એ બધા
સાથે મૂરખાએ કપટ કર્યું, મારી ઈચ્છા વિરુદ્ધ એ પાપીએ પાપ બાંધ્યા, અને તેણે જ અત્યાચારોના
તોફાન ઊભા કર્યા; છતાંય, ધિક્કાર છે આ પ્રાણીને કે દોષ મારા ઉપર લગાવે છે.–પણ અરેરે, મારી
પુરાણી રીતને હું કેમ છોડું?–પરભવમાં જીવની સાથે હું કેમ જાઉં? (૧૪)
હવે ચેતન નિરાશ થઈ ગયો ને કરુણાભરેલા અવાજથી કાયાને વિનવવા લાગ્યો: હે કાયા! આ
દુઃખિયા ઉપર કરુણા કરીને તું મારી સાથે ચાલ...ને આપણી પુરાણી પ્રીતિને થોડીક નીભાવી લે. હું
હાથ જોડીને તારા પગમાં શિર ઝુકાવું છું...મારા સોગન્દ આપીને હું તને કહું છું–કે હે કાયા! તું અહીં
ન રહે, મારી સાથે ચાલ. હું મારી ભૂલની વારંવાર માફી માંગું છું...તું મને–અજ્ઞાનીને ક્ષમા કર...ને
મારી સાથે ચાલ! હું તારા અનાદિના સ્નેહને કેમ છોડું? (૧પ)
કાયા કહે છે–હે ચેતનજી! હું તમને વિનતિ કરું છું કે હવે મને હેરાન ન કરો. મારી ને તારી
પ્રીતિ અહીં આ ભવ સુધી જ હતી, તે પૂરી થઈ, હવે આગળની આશા ન કરો. હું તને હાથ જોડીને
કહું

PDF/HTML Page 26 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
हाथ जोडकर कहती हूँ, ये अनहोनी नहिं होने की
चाहे सौं–सौं कसमें दो, या घडी बताओ सोनेकी।।
किन्तु साथ नहिं गयी किसीसे, पूछो ज्ञानी–ध्यानीको
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।१६
चेतन–हे गुरुदेव! दया करके, इस कायाको समझा दीजे
साथ हमारे इसे भेजकर, मेरा काम बना दीजे।
पर–उपकारी दुखहारी तुम, कुरुणानिधी कहाते हो
छोटेसे छोटासा झगडा, नाहक नाथ! बढाते हो।।
जरा दया कर सुनलो स्वामी, मेरी करुण कहानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।१७
काया–हे गुरुदेव! दया करके इस चेतनको समझा दीजे
यों शरीरका सत्स्वरूप इस चेतनको बतला दीजे।
दीननाथ! तुमने ही तो मुझसे सब नाता तोडा है
शिव–सुंदरीके अटल प्रेमसे तुमने नाता जोडा है।।
इसीलिए ‘छोटा’ कहता है, सुनो जरा जिनवाणी को।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।१८
છું કે પરભવમાં હું તારી સાથે આવું–એવી અશક્્ય વાત કદી બનવાની નથી;–તું ભલે ચાહે સેંકડો સોગંદ દે
કે સોનાની ઘડિયાળ દે.–પરંતુ કદી કોઈની સાથે પરભવમાં ગઈ નથી. તું જ્ઞાની ધ્યાનીને પૂછી જો–કે હું
કોઈની સાથે ગઈ છું? નથી ગઈ; તો મારી એ પુરાણી રીતને હવે હું કેમ છોડું? (૧૬)
છેવટે ચેતન પ્રાર્થના કરે છે–હે ગુરુદેવ! દયા કરીને તમે આ કાયાને સમજાવો, અને તેને મારી
સાથે મોકલીને મારું કામ કરી આપો. તમે તો કરુણાનિધિ છો, પરોપકારી છો ને દુઃખ હરનારા છો; તો
અમારો આ નાનકડો ઝગડો નાહકનો શા માટે લંબાવો છો! જરાક દયા કરીને મારી કરુણકથા સાંભળો.
અરેરે! આખી જીંદગી જે કાયાની પ્રીતિમાં વીતાવી તે કાયાની જુની પ્રીતિને હવે મરવા ટાણે હું કેમ છોડું?
છેવટે કાયા પણ કહે છે કે હે ગુરુદેવ! આપ દયા કરીને આ ચેતનને સમજાવો....અને આ શરીરનું
સાચું સ્વરૂપ તેને બતાવો....હે દીનાનાથ! તમે પોતે પણ દેહથી આત્માની ભિન્નતા જાણીને, મારી સાથેનો
બધો સંબંધ તોડયો છે ને અટલ પ્રેમપૂર્વક મોક્ષસુંદરી સાથે સંબંધ જોડ્યો છે. અરે, છોટા–કવિ પણ એ જ
વાત કહે છે, અને જરાક જિનવાણી સાંભળી જુઓ–તો તે પણ એ જ વાત કહે છે કે દેહ અને આત્મા
ભિન્ન છે. તો પછી હવે હું મારી આ અનાદિ રીતને કેમ છોડું?–માટે હે ચેતનભાઈ! તમે સમજો...ને હવે
મારો મોહ છોડીને એકલા અશરીરીપણે મોક્ષપુરીમાં જાઓ....તો તમે સુખી થશો. (૧૮)

PDF/HTML Page 27 of 37
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
–આ પ્રમાણે ચેતન અને કાયા એ બંનેની વાત સાંભળીને છેવટે શ્રીગુરુએ
સંપૂર્ણપણે ચેતનને તેનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે–અરે ચેતન! કાયાને સાથે લઈ
જવાનો તારો અજ્ઞાનભરેલો આગ્રહ તું છોડી દે! કાયાની વાત સાચી છે. પરમાર્થરૂપ
સાચું તત્ત્વ તો એ છે કે તું ચેતન છો ને કાયા જડ છે, બંને સર્વથા જુદા છો; પણ તારું
અજ્ઞાન અને મોહ તને તે સત્ય તત્ત્વનો બોધ થવા દેતા નથી. અજ્ઞાનથી તું કાયાને
પોતાની માની બેઠો છે, તે માન્યતા શીઘ્ર છોડી દે, અને કાયાથી ભિન્ન પોતાના
અસંયોગી ચેતનસ્વરૂપી આત્માનું સાચું સ્વરૂપ સમજી લે. કાયાની માયામાં મફતનો શા
માટે હેરાન થઈ રહ્યો છે? એનું તો સ્વરૂપ જ વિનાશીક અને અનિત્ય છે, તું આત્મા
અવિનાશી નિત્ય રહેનાર છો. માટે હે ચેતનભૈયા! હવે તો આંખ ઊઘાડ! અને તારી
અખંડતા નિત્યતા તથા શુદ્ધતાનો સાક્ષાત્ અનુભવ કર.
સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે,
તે કેમ પુદ્ગલ થઈ શકે?–કે મારું આ તું કહે અરે!
શ્રી ગુરુનો આવો સારભૂત ઉપદેશ સાંભળીને ચેતન પોતાના અજ્ઞાનને છોડીને
પ્રતિબુદ્ધ થયો, હવે તે પોતે પોતાનું સ્વરૂપ પોતાના મુખથી કહે છે–
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.
અહા, હું તો જ્ઞાનસ્વભાવી આત્મા છું. શ્રી ગુરુએ ઉપયોગલક્ષણ સમજાવીને,
દેહથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ મને દેખાડયું. સ્વસંવેદનથી મારું ચૈતન્યસ્વરૂપ જાણીને
હવે દેહાદિ અચેતનવસ્તુ મને જરા પણ મારી ભાસતી નથી, તે મારાથી બાહ્ય છે. હું
ચેતન, દેહ અચેતન; હું અમૂર્ત, શરીર મૂર્ત; હું અસંયોગી, શરીર સંયોગી; હું આનન્દનું
ધામ, શરીર અશુચીનું ધામ; મારે તેની સાથે કાંઈ લાગતું–વળગતું નથી. દેહની ભસ્મ
થાય તેથી કાંઈ મારું મૃત્યુ થતું નથી. દેહ ઉપર હું ગમે તેટલો ઉપકાર કરું, કે તેની પુષ્ટિ
માટે ને તેની શોભા માટે હું ગમે તેટલા પાપ કરું, તોપણ આ કૃતઘ્ની કાયા મારા પર કંઈ
પણ ઉપકાર કરવાની નથી; તેને માટે મેં જે પાપ કર્યાં તે પાપનું ફળ ભોગવવા કાંઈ તે
મારી સાથે આવવાની નથી. માટે તેનો મોહ છોડીને હવે મારું હિત કરવું છે ને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એવો અશરીરી અતીન્દ્રિયભાવ પ્રગટ કરવો છે કે જેથી
ફરીને કદી આવી કાયાનો સંગ જ ન થાય.
કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.

PDF/HTML Page 28 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
યાદ આવે છે આકાશગામી
અરિહંતો.....ગગનવિહારી સંતો અને
(લે૦ બ્ર. હરિલાલ જૈન)
[
ગુરુદેવ હાલમાં જે વિસ્તૃત પ્રવાસ કરી રહ્યા છે તેમાં અનેક વખત વિમાનમાં
ગગનવિહારનો પ્રસંગ આવે છે. ગુરુદેવ સાથે ગગનવિહારનો પ્રસંગ આ પત્રના
સંપાદકને અનેકવાર પ્રાપ્ત થયો છે. ગત વર્ષમાં એક વિમાનપ્રવાસ વખતે વિમાનમાં
બેઠાબેઠા જે ભાવનાઓ લખેલી, તે અહીં આપવામાં આવે છે.)
–‘અહા’, ગુરુ સાથે નિરાલંબી મોક્ષપંથે જઈ રહ્યા છીએ.’ સમ્યક્ત્વાદિ
નિરાલંબીભાવ જાગતાં પહેલાંં નિરાલંબીપણા તરફનો મહાન વેગ ઊપડે છે તેમ,
ગગનવિહાર પહેલાંં તે માટેનો મહાન વેગ શરૂ થયો. વિમાને વેગ પકડ્યો. હજી જમીન
ઉપર દોડે છે! આહા, કેવો વેગ! હજી તો સવિકલ્પ દશામાં જ છીએ...ત્યાં તો એકક્ષણમાં
નિર્વિકલ્પદશામાં આવી ગયા. ચૈતન્ય તરફના તીવ્ર વેગથી, સવિકલ્પમાંથી નિર્વિકલ્પ
ક્્યારે થઈ જવાય છે!–તે લક્ષ રહેતું નથી, તેમ વેગવાળું વિમાન જમીનનું આલંબન
છોડીને ક્્યારે નીરાલંબી થઈ ગયું–તેનું લક્ષ પણ ન રહ્યું. વેગ તો નિરાલંબી તરફ જ
હતો જ્યાં બારીમાંથી

PDF/HTML Page 29 of 37
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
બહાર જોયું ત્યાં તો નીચે દરિયો, પણ અમે તો એ–દરિયાની ઉપર તરીએ છીએ, ઊડીએ
છીએ; વચ્ચે અનેક નગરીઓ દેખાય છે પણ તે નગરીથી અત્યંત અલિપ્ત છીએ. આખી
નગરીને જોવા છતાં તેનાથી ઘણા ઊંચે, નિજસ્થાને જ ગમન કરીએ છીએ.
અતિશય ઝડપ અને છતાં અત્યંત મધુરી શાંતિ! સ્વાનુભૂતિમાં પરિણામની
અતિશય ઝડપ અને છતાં કેવી મધુરી શાંતિ! બધું જોયા કરવાનું ગમે છે અને છતાં
ક્્યાંય મોહ નથી થતો,–નિર્લેપપણે દુનિયાને દેખી રહ્યા છીએ. સર્વત્ર જાણે સુંદરતા જ
વ્યાપેલી છે. અહા, ચૈતન્ય પોતે પોતાની સુંદરતામાં હોય ત્યારે તેને માટે આખુંય વિશ્વ
સુંદર જ છે, એને માટે અસુંદર જગતમાં કાંઈ નથી.
ગુરુ તો સાથે જ છે. સાલંબીભાવ વખતે બહારમાં ગુરુનું અવલંબન હતું, તો આ
નિરાલંબી ભાવમાં ગુરુનો સાથ છે...ગુરુ પણ નિરાલંબી, ને તેના માર્ગે ચાલનારા જીવો
પણ નિરાલંબી. અહો! ચૈતન્યનો નિરાલંબી માર્ગ! કેટલો સુંદર છે! કેવો પ્રશસ્ત છે! ને
ઈષ્ટ–સ્થાને કેવી ઝડપથી પહોંચાડે છે! અહા! આવા માર્ગે જતાં નિજધ્યાનની શાંત
ઉર્મિઓ જાગે છે!
જગતની કોઈ જંજાળ નથી. જગતનો કોઈ કોલાહલ નથી.
જગતની કોઈ પ્રવૃત્તિ નથી. માર્ગમાં કોઈ રૂકાવટ નથી.
જેમ વિમાનપ્રવાસ શરૂ કરતાં પહેલાંં ત્રણ ત્રણ વખત ચેકીંગ કરાવીને નિઃશંકતા
કરી, તેમ ચૈતન્યના નિરાલંબી માર્ગમાં આવતાં પહેલાંં વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનું
પૂરેપૂરું ચેકીંગ કરીને, બરાબર પરીક્ષા કરીને, માર્ગની નિઃશંકતા પ્રાપ્ત કરી; ને પછી
નિઃશંકતાના બળે માર્ગ શરૂ કર્યો...જ્ઞાનગગનમાં ઊડયા! અહા, માર્ગ શરૂ થયા પહેલાંં
વિમાનમાં કેવો બફારો થતો હતો! સૌ કેવા અકળાતા હતા! ને પરસેવે રેબઝેબ થઈને
નીતરતા હતા! પણ જ્યાં માર્ગમાં પ્રવાસ શરૂ થયો ત્યાં અકળામણ મટી ગઈ, ને કેવી
મીઠી શાંતિ ને ઠંડક આવવા માંડી! તેમ ચૈતન્યમાર્ગમાં જીવ જ્યાં સુધી ચાલવા ન માંડે
ત્યાં સુધી જ તેને અકળામણ ને મૂંઝવણ થાય છે; પણ જ્યાં માર્ગમાં ચાલવા માંડે છે–
પરિણતિ અંતરમાં વળે છે, ત્યાં તો બધી અકળામણ મૂંઝવણ કે કષાયનો બફારો દૂર
થઈને પરમ શીતળ–શાંતિ વેદનમાં આવે છે. માર્ગમાં થાક લાગતો નથી.
વાહ રે વાહ! ધન્ય શ્રી ગુરુઓનો નીરાલંબી માર્ગ! ને ધન્ય એ નીરાલંબી
માર્ગનો પ્રવાસ!

PDF/HTML Page 30 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
અઢીસો–ત્રણસો માઈલની ઝડપથી ચાલતું હોવા છતાં, વિમાન પોતે પોતામાં
હોવાથી જાણે સ્થિર હોય તેવું લાગે છે; તેમ પરિણતિ નિરંતર પરિણમતી હોવા છતાં
પોતે આત્માના નિજસ્વરૂપમાં સ્થિર હોવાથી, આત્મા સ્થિર–શાંત અનુભવાય છે, તેમાં
પરિણમનજન્ય કોઈ આકુળતા નથી.
દુનિયાથી દૂર–દૂર જુદા હોવાને કારણે દુનિયાને જોવાનું સહેલું પડે છે, ઘણી
દુનિયા એકસાથે દેખાય છે, ને આવડી મોટી દુનિયા જ્ઞાન પાસે તો સાવ નાનકડી લાગે
છે, જ્ઞાનની મહાન વિશાળતા દેખાય છે. તેમ આત્મા પરભાવોથી જુદો પડીને તેનાથી
દૂર થયો ત્યાં હવે પરભાવને કે જગતના જ્ઞેયોને જાણવાનું સહેલું પડે છે, ઘણું જાણવા
છતાં રાગ–દ્વેષ થતા નથી પણ ઊલ્ટી વીતરાગી શાંતિ વધતી જાય છે. ઘણા જ્ઞેયો, સૂક્ષ્મ
ભાવો બધું એકસાથે દેખાય છે. આટલા બધા જ્ઞેયોને જાણવા છતાં જ્ઞાન પાસે તો તે
અત્યંત અલ્પ લાગે છે, ને જ્ઞાનની વિશાળતા ઘણી–ઘણી મહાન છે,–તે મહાનતા
પોતામાં જ સમાય છે. વાહ રે વાહ આત્મદેવ!
નીરાલંબી પ્રવાસ કરતાં–કરતાં યાદ આવે છે સિદ્ધ ભગવંતો! યાદ આવે છે
ગગનવિહારી અરિહંત ભગવંતો! યાદ આવે છે થોડેક ઊંચે બિરાજમાન આકાશગામી
કુંદકુંદદેવ! અને તેમનું વિદેહગમન!
આત્મા મોટો છે, દુનિયા નાની છે. નીચે તો બસ, દરિયો જ દરિયો છે! નીચે
દરિયો, છતાં તેના ઉપર ઊડીને ઈષ્ટ–સ્થાને જઈ રહ્યા છીએ. તેમ ભવસમુદ્રનો મોટો
દરિયો, છતાં ભેદજ્ઞાનરૂપી એરોપ્લેનમાં બેસીને તેને તરી રહ્યા છીએ. એરોપ્લેનમાં
બેસવું તે જીવોને નવીન લાગે છે–પણ આ ભેદજ્ઞાનરૂપી નિરાલંબી પ્લેનમાં બેસવાની જે
આનંદમય અપૂર્વતા છે તેનો સ્વાદ તો કોઈ અભૂતપૂર્વ, આશ્ચર્યકારી છે. સંતોના પ્રતાપે
અમને એ નવીનતા પ્રાપ્ત થઈ ગઈ છે જેમ એરોપ્લેનની મુસાફરી પણ જીંદગીમાં
સંતોના જ પ્રતાપે થઈ છે, તેમ ચૈતન્યગગનમાં પ્રવાસ પણ અહો! સંતોના પ્રતાપે થયો
છે.
નિરાલંબી પ્રવાસમાં મારા ઉપયોગને પણ નિરાલંબી કરું છું. ચિદાનંદના
ધ્યાનરૂપ મુક્તિમાર્ગ નીરાલંબી છે, તેનો સૂચક નિરાલંબી ગગનપ્રવાસ ચાલી રહ્યો છે.
અહો, જિનેન્દ્રો! આપ યાદ આવો છો. આપ તો સદાય આકાશમાં જ ચાલનારા
છો. સદાય નીરાલંબી ઉન્નતગામી જ છો. આપને પૃથ્વીનું આલંબન નથી.
પ્રભો! હું પણ આપના જ નીરાલંબી માર્ગે ચાલી રહ્યો છું. અન્યના અવલંબન

PDF/HTML Page 31 of 37
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
વગરની સ્વાધીન ચેતના તે આપનો માર્ગ છે. આપની જેમ અમે પણ નીરાલંબી માર્ગે
આવી રહ્યા છીએ.
અહા, ગગનમાં તો શાંતિ જ હોય ને? ચૈતન્યતત્ત્વ કેવું શાંત નિરાલંબી છે!
પ્રભો! સમવસરણનો સંગ છતાં આપ અસંગભાવે રહો છો; તેમ યાત્રામાં અન્ય
યાત્રિકોનો સંગ છતાં હું અસંગભાવે વર્તી રહ્યો છું. કેટલી ઝડપથી ગમન થઈ રહ્યું છે–
છતાં કેવી સ્થિરતા ને શાંતિ છે! ઝડપ હોવા છતાં આકુળતા નથી. આત્મા એક સેકન્ડમાં
અસંખ્યભાવની ઝડપે પરિણમતો હોવા છતાં કેવું સ્થિર અને શાંત પરિણમન છે!
આટલી ઝડપ છતાં આકુળતા નથી.
દુનિયાથી આત્મા કેવો અલિપ્ત છે!–બહાર નજર કરો તો દુનિયા નજરે
દેખાય છે પણ આત્મા તેનાથી અલિપ્ત જ રહે છે. દુનિયાથી ઊંચે ઊંચે અલિપ્તપણે
દૂરદૂર રહીને જોતાં દુનિયા પણ કેવી શાંત અને સુંદર લાગે છે! ક્્યાંય કલેશ કે
અશુદ્ધતા દેખાતા નથી. તેમ અલિપ્તભાવે જ્ઞાનગગનમાં ઊંચે ઊંચે–પરિણમતા
આત્માને માટે દુનિયા પણ સુંદર છે, તેને માટે ક્્યાંય કલેશ નથી, અસુંદરતા નથી.
પોતે પોતાના અલિપ્ત સુંદર ચૈતન્યભાવમાં પરિણમી રહ્યો છે તેને માટે બધું જ
સુંદર છે!
નીચેથી દેખનારી દુનિયા અમારા વિમાનને સાવ નાનકડું દેખે છે, પણ તે
કેવડું મોટું છે તે તો અંદર બેઠેલાને દેખાય છે; તેમ ચૈતન્યનો સાધકભાવ કેટલો
મહાન છે તેને દૂરના (સંસારી) જીવો દેખી નથી શકતા. કદાચ મહિમા કરે તો
થોડોક કરે છે, પણ એની મહાન ગંભીરતાને તો તેમાં બેસીને તે ભાવનું વેદન
કરનારા જ જાણીએ છીએ. આહા! કેવું મહાન છે ચૈતન્યવેદન! એમાં બેસીને
મુક્તિ–પ્રવાસની કેવી અદ્ભુત મોજ છે!
લોકોમાં બહારના વિમાનમાં બેસનાર પણ જાણે પોતાનું ગૌરવ અનુભવે છે, તો
ચૈતન્યની આનંદમોજમાં વિહરનારા જીવોને નીરાલંબી ચૈતન્યભાવનું જે ગૌરવ છે, ને
લોકમાં જે શ્રેષ્ઠતા છે,–તેની શી વાત! !
અમે ચૈતન્ય–પથના વિહારી... અમે જ્ઞાનગગનના વિહારી!
અમને આનંદ અપરંપારી... અમે સિદ્ધપદના વિહારી.
અમે ગુરુ સાથે જઈએ... અમે ગુરુ–માર્ગે જઈએ
અમે જ્ઞાનની પાંખે ઊડીએ... અમે જગથી ઊંચે જઈએ.
વચ્ચેની જમીન પર કેટલાય ટેકરા ને ખાડા આવે છે, ઊંચા પર્વતો ને ઊંડાં

PDF/HTML Page 32 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
સમુદ્રો આવે છે, પણ ગગનવિહારીને શું? તેમ અનુકૂળ–પ્રતિકૂળ સંયોગના ખાડા ટેકરાં,
કે હરખ–શોક વચ્ચે ભલે આવે, પણ ચૈતન્યવિહારી થઈને મોક્ષમાર્ગના ગગનમાં ગમન
કરનારી ચેતનાને તે નડી શકતાં નથી; માર્ગ ચૈતન્યભાવના અવલંબને સીધોસટ ચાલ્યો
જાય છે. વિમાન સહેજ ઊંચું–નીચું થતાં જરા આંચકો લાગે છે ને તેનો ખ્યાલ આવે છે
–પણ તેથી ગતિ અટકતી નથી, તેમજ એવો ભય થતો નથી...કે વિમાન પડી જશે! તેમ
મોક્ષમાર્ગમાં ચાલતાં–ચાલતાં સહેજ ચડ–ઊતર પરિણામ થાય તે ખ્યાલમાં આવે છે,
–પણ મોક્ષ તરફની ગતિ અટકતી નથી, તેમજ એવો ભય થતો નથી કે હું માર્ગથી ડગી
જઈશ.
અહા, બહારના આ ગગનવિહાર કરતાંય અંદરના ચૈતન્યવિહારની કેવી અદ્ભુત
બલિહારી છે! કેવું નિરાલંબીપણું છે! કેવી શાંતિ છે! કેવી ઉન્નતિ છે! વાહ રે વાહ!
વીરનાથની મુક્તિપુરીના માર્ગમાં ચૈતન્યગગનવિહારનો આનંદકારી પ્રસંગ ધન્ય છે.
* * * * *
• •
ભગવાન મહાવીરના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવનો જે અનેરો પ્રસંગ
આપણા જીવનમાં આવ્યો છે તેના હર્ષોલ્લાસના પ્રતીક તરીકે ખાસ બાળકો તેમજ
વડીલો તરફથી અઢીહજાર પૈસા આત્મધર્મ–બાલવિભાગમાં આવી રહ્યા છે, તેની યાદી–
૫૨૧ તરંગીણી ચારૂચંદ્ર શેઠ અમદાવાદ ૫૩૦ દર્શનબાળા જૈન દિલ્હી
૫૨૨ નીખીલેશ ચારૂચંદ્ર શેઠ અમદાવાદ ૫૩૧ તારાચંદ જૈન દિદાદરા
૫૨૩ છોટાલાલ લલ્લુભાઈ અજમેરા દામનગર ૫૩૨ મિશ્રીલાલ જૈન કરેરા
૫૨૪ જીતેન્દ્ર નાગરદાસ મોદી સોનગઢ ૫૩૩ વિનોદકુમાર શ્રીરામ જૈન દિલ્હી
૫૨૫ ચિરાગ નવનીતલાલ જોબાલીયા અમદાવાદ ૫૩૪ અજિતકુમાર ચીમનલાલ જૈન પાદરા
૫૨૬ શિષિર એસ. સંઘવી પુના આત્મધર્મ પ્રચાર માટે –
૫૨૭ ઈન્દ્રવદન કેશવલાલ શાહ માલાવાડા ૫૧/– શાંતિલાલ ઠાકરશી ઘાટકોપર
૫૨૮ વિનીતકુમાર જૈન મુરાદાબાદ ૨૧/– વીરજી ભીમજી પટેલ કાનાતળાવ
૫૨૯ બાલમુકુંદ શિખરચંદ જૈન દિલ્હી (તા. ૧૪–૩–૭૫ સુધી)
(આ ઉપરાંત કલકત્તાના પપ જેટલા બાલસભ્યો તરફથી પણ ૨૫/– રૂપિયા
(કુલ ૧૩૭૫/–) આવેલ છે; તે નામો હવે પછી આપીશું.

PDF/HTML Page 33 of 37
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
સિદ્ધવરકૂટ ધામમાં
ઉલ્લસેલી સિદ્ધભક્તિ
સં. ૨૦૧૩ માં સિદ્ધવરકૂટ સિદ્ધિધામની અતિ
ઉલ્લાસભરી યાત્રા બાદ ત્યાં પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું.
એ સિદ્ધિધામના ઉપશાંત વાતાવરણમાં સિદ્ધભગવંતો પ્રત્યે
હૃદયની ભક્તિ–ઊર્મિઓ ગુરુદેવે વ્યક્ત કરી હતી. ફરીને એ
સિદ્ધવરકૂટ–સિદ્ધધામની યાત્રા થઈ રહી છે–તે પ્રસંગે એ
સિદ્ધિધામનું પ્રવચન વાંચતાં જિજ્ઞાસુઓને આનંદ થશે.
જુઓ, આ સિદ્ધવરકૂટ તીર્થ છે. ‘સિદ્ધ–વર–કૂટ!’ અહા! સિદ્ધભગવંતો જગતના
ઉત્કૃષ્ટ શિખર સમાન છે. એવા ઉત્કૃષ્ટ શિખર સમાન સિદ્ધપદને કરોડો જીવો અહીંથી
પામ્યા તેથી આ ક્ષેત્ર ‘સિદ્ધવરકૂટ’ છે. અહીંનો દેખાવ પણ એવો છે કે જાણે ચારેકોર
મુનિઓ ધ્યાનમાં બેઠા હોય! બે ચક્રવર્તી, દસ કામદેવ અને સાડાત્રણ કરોડ મુનિવરો
અહીંથી મોક્ષ પધાર્યા છે, તેઓ અહીંથી ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. (–આમ
કહીને ગુરુદેવે ઉપર નજર કરીને, હાથ વડે સિદ્ધાલય બતાવ્યું; પછી ઉપરના
સિદ્ધભગવંતોને જાણે કે પોતાના તેમજ શ્રોતાઓના હૃદયમાં ઉતારતા હોય તેમ કહ્યું:–)
અહો, સિદ્ધભગવંતો! આપને નમસ્કાર હો. ‘वंदित्तु सव्वसिद्धे’ એમ કહીને
સમયસારના માંગળિકમાં જ આચાર્યદેવ સર્વ સિદ્ધભગવંતોને પોતાના તેમ જ શ્રોતાઓના
આંગણે બોલાવીને તેમને નમસ્કાર કરે છે. અહા, સિદ્ધભગવંતો અક્રિય–ચૈતન્યબિંબ છે,
તેમને શાંતપરિણતિ થઈ ગઈ છે, આપણા મસ્તક ઉપર સમશ્રેણીએ લોકના ઉત્કૃષ્ટસ્થાને
તેઓ બિરાજે છે, સિદ્ધભગવંતો લોકના અગ્રેસર છે તેથી લોકના શિરે બિરાજે છે. જો તેઓ
અગે્રસર ન હોય તો લોકની ઉપર કેમ બિરાજે? જેમ પાઘડી કે મુગટને લોકો શિર ઉપર
ધારણ કરે છે તેમ સિદ્ધભગવાનનું સ્થાન પણ લોકના શિર ઉપર છે, તેઓ જગતમાં સૌથી
શ્રેષ્ઠ છે. સાધકોએ અનંત સિદ્ધભગવંતોને પોતાના શિર ઉપર રાખ્યા છે....ધ્યેયરૂપે હૃદયમાં
સ્થાપ્યા છે. આ રીતે ‘સિદ્ધ’ ભગવંતો ‘વર’ એટલે કે ઉત્કૃષ્ટ ‘કૂટ’ એટલે કે શિખર છે.
–આમ સિદ્ધભગવાનમાં ‘સિદ્ધવરકૂટ’ નો ભાવાર્થ ઊતાર્યો. આવા સિદ્ધભગવંતોને
ઓળખીને ધ્યેયરૂપે પોતાના આત્મામાં સ્થાપવા–એટલે કે પોતાના આત્માને તે સિદ્ધિના પંથે
પરિણમાવવો તે સિદ્ધિધામની પરમાર્થ જાત્રા છે.
જુઓને, અહીંનો આસપાસનો દેખાવ પણ કેવો છે! મોક્ષના સાધક મુનિઓ

PDF/HTML Page 34 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૧ :
આવા ધામમાં રહે, ને ચૈતન્યના ધ્યાનમાં મશગુલ હોય. વાહ, એ મુનિદશા!! પહેલાંંના
કાળમાં આવા વનજંગલમાં રહીને અનેક મુનિઓ કારણ પરમાત્માને ધ્યાવતા હતા...ને
કેવળજ્ઞાન પામીને મોક્ષ પામતા હતા. દરેક આત્મા પોતે આવો કારણપરમાત્મા છે.
જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાનું ધ્યાન કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં
કારણપરમાત્માને ધ્યાવી–ધ્યાવીને જ અનંતા જીવો સિદ્ધ થયા છે ને થશે.
જેમ બડવાનીજી તીર્થમાં આદિનાથ ભગવાનની મોટી મૂર્તિ મૂળ ચૂલગિરિ
પર્વતમાંથી જ કોતરી કાઢી છે, બહારથી નથી આવી; તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા
ચૂલગિરિ જેવો કારણ પરમાત્મા છે, તેના સ્વભાવમાંથી કોતરીને સિદ્ધપદ પ્રગટે છે,
સિદ્ધપદ બહારથી નથી આવતું. સનતકુમાર અને મઘવા એ બે ચક્રવર્તીઓ છ–છ ખંડના
રાજને ક્ષણમાત્રમાં છોડીને મુનિ થયા ને આત્માને ધ્યાવીને અહીંથી સિદ્ધપદ પામ્યા; એ
જ રીતે દસ કામદેવ અને કરોડો મુનિવરો પણ અહીંથી સિદ્ધપદ પામ્યા; તે બધાય
અંદરમાં કારણ હતું તેને ધ્યાવીને જ કાર્યપરમાત્મા (સિદ્ધ) થયા છે. અને તેની પ્રતીત
કરતાં આ જીવને પણ સ્વભાવમાં અંતમુર્ખતા થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
સિદ્ધિનો માર્ગ પ્રગટ થાય છે. આવા માર્ગથી અનંતા જીવો સિદ્ધપુરીમાં પહોંચ્યા છે; ને
અત્યારે પણ એ માર્ગ ચાલી જ રહ્યો છે.
[યાત્રામહોત્સવ દરમિયાન, સિદ્ધવરકૂટ–ધામમાં ઘણા સુંદર વાતાવરણ વચ્ચે
ચાલતા પ્રવચનમાં ગુરુદેવ સિદ્ધપદ પ્રત્યેની ભાવભીની ધૂન વ્યક્ત કરી રહ્યા છે, ને
શ્રોતાઓ એકતાન થઈને આનંદપૂર્વક ઝીલી રહ્યા છે: અહા! જાણે સિદ્ધભક્તિનો
શાંતરસ વહી રહ્યો છે...)
સિદ્ધપદના સાધક સંતો કહે છે કે, સર્વે સિદ્ધભગવંતોને મારા આત્મામાં સ્થાપીને,
તેમની પંક્તિમાં બેસીને, હું તેમને વંદન કરું છું, તેમનો આદર કરું છું. આ રીત જેણે
સિદ્ધપદનો આદર કર્યો તેણે સંયોગની અને વિકારની બુદ્ધિ છોડીને ઉત્કૃષ્ટ
ચૈતન્યસ્વભાવમાં આરોહણ કર્યું. એ જ સિદ્ધ–વર–કૂટની યાત્રા છે.
સાધકભાવ પ્રગટ કરીને સિદ્ધપદનો યાત્રિક કહે છે કે અહો સિદ્ધભગવંતો! મેં
મારા અંતરના આંગણે આપને પધરાવ્યા છે.
‘તારું આંગણું કેવડું?’ તો સાધક કહે છે કે અનંતા સિદ્ધભગવાન સમાય તેવડું.
પૂર્ણાનંદને પામેલા સિદ્ધપરમાત્માને પોતાના આંગણે પધરાવતાં ધર્મી જીવ પોતાની
જવાબદારી સહિત કહે છે કે હે સિદ્ધભગવંતો! મારા આંગણે પધારો....

PDF/HTML Page 35 of 37
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
આવો આવો શ્રી સિદ્ધભગવાન અમ ઘેર આવો રે...
રૂડા ભક્તિવત્સલ ભગવંત નાથ! પધારો ને...
અંતર્મુખ કરી મુજ જ્ઞાન તુજને વંદું રે...
મારા અંતરે સિદ્ધભગવાન જોઈ–જોઈ હરખું રે...
મારા આત્મામાંથી હું વિકારને કાઢી નાંખીને આપને જ સ્થાપું છું,–હે નાથ!
પધારો મારા અંતરે! નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનરૂપ મારા અંતરના આંગણે આપને બિરાજમાન
દેખીને હું આનંદિત થાઉં છું. આ રીતે સાધક ધર્માત્મા પોતાના આંગણે સિદ્ધભગવાનને
પધરાવીને પોતે પણ સિદ્ધપદને સાધે છે. એ જ સિદ્ધિધામની અપૂર્વ યાત્રા છે.
વિવિધ સમાચાર
* પૂ. ગુરુદેવ સુખશાંતિપૂર્વક વિચરી રહ્યા છે. જુનાગઢ પછી ભોપાલ–ખુરઈ અને
સનાવદમાં શ્રી જિનબિંબપ્રતિષ્ઠા થયેલ છે. આ રીતે માહ માસમાં ચાર ઠેકાણે
જિનબિંબપ્રતિષ્ઠા થયેલ છે. હવે ચૈત્ર માસમાં બેંગ્લોરમાં પ્રતિષ્ઠામહોત્સવ થશે. ત્યારબાદ
ગુરુદેવ મુંબઈ–અમદાવાદ પધારશે. આ વખતે હું પૂજ્ય ગુરુદેવ સાથે પ્રવાસમાં સામેલ
થયેલ નથી તેથી દરેક સ્થાનના વિગતવાર સમાચારો આપવાનું બની શક્્યું નથી. જે–જે
સ્થાનેથી વિગતવાર સમાચારો કે ફોટાઓ પ્રાપ્ત થશે તેનો યોગ્ય ઉપયોગ કરીશું.–સંપાદક
* દ્રોણગીરી–સિદ્ધક્ષેત્ર: બુદેલખંડના આ સિદ્ધક્ષેત્રમાં તા. ત્રીજી માર્ચે ઇંદોરનું
અને ગુજરાતનું–એમ બંને ધર્મચક્રનું મિલન થતાં વીસહજાર જેટલા યાત્રિકોને ઘણો હર્ષ
થયો; મહાવીર–ધર્મચક્રના સ્વાગતનું ઉલ્લાસપૂર્ણ જુલુસ નીકળ્‌યું હતું. ગુરુદત્તમુનિના
મોક્ષધામમાં બે ધર્મચક્રના મિલનનો આ પહેલો જ પ્રસંગ હતો. આ પ્રસંગે ભાઈ શ્રી
બાબુભાઈના હસ્તે મહાવીરપ્રભુના ધર્મસ્તંભનું શિલાન્યાસ પણ થયું હતું. બીજા પણ
અનેક સ્થળેથી ધર્મચક્રના ભાવભીના સ્વાગતના સમાચારો આવેલા છે. સાગર શહેરમાં
ગુરુદેવના તથા ગુજરાતના ધર્મચક્રના સ્વાગતમાં હજારો માણસોએ ઘણા ઉમંગથી ભાગ
લીધો હતો. શ્રી ભગવાનદાસજી શેઠને ધર્મપ્રભાવના માટે ઘણો ઉત્સાહ હતો.
* સોનગઢમાં કહાન રાહત કેન્દ્ર ચાલે છે. ચારસો જેટલી ગાયો કારમી
પરિસ્થિતિ વચ્ચે જીવી રહી છે. તેમને જીવાડવા પૂરતો ઘાસચારો આપવાની જરૂર છે; ને
હવે માત્ર ત્રણેક માસ ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો ઉદારદિલ મુમુક્ષુઓ આ
બાબતમાં ધ્યાન આપશે એવી આશા છે. રકમ કે ડ્રાફટ વગેરે મોકલવાનું સરનામું
શ્રી કહાનરાહતકેન્દ્ર ટ્રસ્ટ, સોનગઢ ()

PDF/HTML Page 36 of 37
single page version

background image
યુદ્ધ અને
ભગવાન ઋષભદેવના બે પુત્રો–ભરત અને
બાહુબલી...બંને ચરમશરીરી; આત્માને જાણનારા
બહાદૂર અને વૈરાગી. માન–અપમાનના પ્રશ્ને બંને
ભાઈઓ લડયા. એકવાર લડયા...બે વાર લડયા...
ત્રણવાર લડયા. સમ્યક્ આત્મા ઉપર જેમની દ્રષ્ટિ છે
એવા તે બંને, સામસામી દ્રષ્ટિ માંડીને દ્રષ્ટિયુદ્ધ
લડયા...ભરતની હાર થઈ.
ભવજળને તરનારા બંને ભાઈઓએ જલયુદ્ધ
કર્યું...ભરતરાજ તેમાંય હારી ગયા...મોહમલ્લનું મર્દન
કરનારા બંને ભાઈઓએ મલ્લયુદ્ધ કર્યું...તેમાંય બાહુબલીએ
ભરતરાજને ખંભા પર ઉપાડીને હરાવી દીધા...


‘અરે, હું ચક્રવર્તી...ને મારું આવું અપમાન!
એમ ત્રણે યુદ્ધમાં હારેલા ભરતે ક્રોધિત થઈને
બાહુબલીને મારવા માટે ચક્ર ફેંકયું...પણ...

PDF/HTML Page 37 of 37
single page version

background image
ફોન નં. : ૩૪ “ આત્મધર્મ ” Regd. No. G. B. V. 10
અસાર...અસાર રે સંસાર!

સુનો સુનો રે સંસાર
અસાર અસાર રે સંસાર...

ચેતનપદ એક છે સાર,
સુંદર જેમાં શાંતિ અપાર.

લડતાં–લડતાં હારેલા ભરતચક્રવર્તીએ પોતાના ભાઈ ઉપર ચક્ર છોડ્યું...
ચારેકોર હાહાકાર થઈ ગયો....પણ, જેમ શાંતિ પાસે ક્રોધનું કાંઈ ચાલતું નથી તેમ,
તે ચક્ર ચરમશરીરી બાહુબલીને કંઈ પણ ન કરતાં, શાંત થઈને પાછું ચાલ્યું ગયું...
ચક્ર તો ગયું પણ, યુદ્ધના વાતાવરણમાં તરત જ એક મહાન પરિવર્તન
થઈ ગયું.
વિજેતા બાહુબલીનું ચિત્ત તે જ ક્ષણે સંસારથી વિરક્ત થઈ ગયું:
વૈરાગ્યથી તેઓ વિચારવા લાગ્યા–અરે, આ સંસાર કેવો અસાર છે! જેમાં
પૃથ્વીના એક ટુકડા માટે કે માન–અપમાન માટે ભાઈ–ભાઈ ને મારવા પણ
તૈયાર થઈ જાય છે. અરે, ક્્યાં ચૈતન્યતત્ત્વની પરમ શાંતિ! ને ક્્યાં આ
કષાયની અશાંતિ! બસ, હવે આવા અશાંત સંસારમાં મારે એકક્ષણ પણ રહેવું
નથી. હું મારા ચૈતન્યની અતીન્દ્રિય શાંતિમાં જ રહીશ...ને મોક્ષપદને સાધીશ.
બસ, આવા વૈરાગ્યથી સંસાર છોડીને બાહુબલી ગયા તે ગયા! એક
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) ફાગણ
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત ૩૬૦૦