Padmapuran (Gujarati). Parva 21 - Shree Ramchandrana vanshnu varnan; Parva 22 - Sukaushalni diksha ane bhayankar upsurg sahine ishtprapti karvi; Parva 23 - Dashratna putra ane Janakni putrithi Ravanna maranni shanka ane tenu nirakaran; Parva 24 - Dashrat ane Kaikaiyena lagna.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 35

 

Page 220 of 660
PDF/HTML Page 241 of 681
single page version

background image
૨૨૦ એકવીસમું પર્વ પદ્મપુરાણ
નારાયણ, નવ પ્રતિનારાયણ, નવ બળભદ્ર, એમનાં માતાપિતા, પૂર્વભવ, નગરીનાં નામ,
પૂર્વ ગુરુઓનાં નામ વગેરેનું વર્ણન કરનાર વીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકવીસમું પર્વ
(શ્રી રામચંદ્રના વંશનું વર્ણન)
હવે ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધાધિપતિ! આગળ આઠમા
બળભદ્ર શ્રી રામચંદ્રનો સંબંધ બતાવવા પૂર્વે થયેલા રાજાઓના વંશ અને મહાપુરુષોની
ઉત્પત્તિનું કથન કરીએ છીએ. તે હૃદયમાં રાખજે. દસમા તીર્થંકર શીતળનાથ સ્વામી મોક્ષ
પામ્યા પછી કૌંશાંબી નગરીમાં એક સુમુખ નામના રાજા થયા. તે જ નગરમાં એક વીરક
નામના શ્રેષ્ઠી હતા. તેની સ્ત્રી વનમાલાને રાજા સુમુખે અજ્ઞાનના ઉદયથી પોતાના ઘરમાં
રાખી. થોડા સમય બાદ વિવેક જાગ્રત થયો. તેણે મુનિઓને દાન આપ્યું. તે મરીને
વિદ્યાધર થયો અને વનમાલા વિદ્યાધરી થઈ. તે વિદ્યાધરને પરણી. એક દિવસ તે બન્ને
ક્રીડા કરવા માટે હરિક્ષેત્ર ગયાં. વનમાલાનો પતિ પેલો શ્રેષ્ઠી વીરક પત્નીના વિરહાગ્નિમાં
બળતો, તપ કરીને દેવલોકમાં ગયો. એક દિવસે અવધિજ્ઞાનથી તે દેવે પોતાના વેરી
સુમુખના જીવને હરિક્ષેત્રમાં ક્રીડા કરતો જોયો. તે ગુસ્સે થઈને ત્યાંથી ભાર્યા સહિત તેને
ઉપાડી ગયો. તેથી તે ક્ષેત્રમાં તે હરિ નામથી પ્રસિદ્ધ થયો અને તેનું કુળ હરિવંશ કહેવાયું.
તે હરિને મહાગિરિ નામનો પુત્ર થયો અને તેનું કુળ હરિવંશ કહેવાયું. તે હરિને મહાગિરિ
નામનો પુત્ર થયો, તેને હિમગિરિ, તેને વસુગિરિ, તેને ઇન્દ્રગિરિ, તેને રત્નમાળ, તેને
સંભૂત, તેને ભૂતદેવ ઈત્યાદિ સેંકડો રાજા હરિવંશમાં થયા. તેજ હરિવંશમાં કુશાગ્ર નામના
નગરમાં એક સુમિત્ર નામે જગપ્રસિદ્ધ રાજા થયો. તે ભોગોમાં ઇન્દ્ર સમાન હતો, પોતાની
કાંતિથી તેણે ચંદ્રમાને અને દીપ્તિથી સૂર્યને જીતી લીધા હતા અને પ્રતાપ વડે શત્રુઓને
નમાવ્યા હતા. તેની રાણી પદ્માવતી, જેનાં નેત્ર કમળ સમાન હતાં, શુભ લક્ષણોથી સંપૂર્ણ
હતી, જેનાં સર્વ મનોરથ પૂર્ણ થયાં હતાં, તે રાત્રે મનોહર મહેલમાં સુખરૂપ સેજ પર સૂતી
હતી ત્યારે તેણે પાછલા પહોરે સોળ સ્વપ્ન જોયાં. ગજરાજ, વૃષભ, સિંહ, સ્નાન કરતી
લક્ષ્મી, બે પુષ્પમાળા, ચંદ્રમા, સૂર્ય, જળમાં કેલિ કરતા બે મત્સ્ય, જળનો ભરેલ તથા
કમળોથી મુખ ઢાંકેલો કળશ, કમળપૂર્ણ સરોવર, સમુદ્ર, સિંહાસન રત્નજડિત, આકાશમાંથી
આવતાં સ્વર્ગનાં વિમાન, પાતાળમાંથી નીકળતાં નાગકુમારનાં વિમાન, રત્નોની રાશિ
અને નિર્ધૂમ અગ્નિ; આ સોળ સ્વપ્નો જોયાં. સુબુદ્ધિમાન રાણી પદ્માવતી જાગીને
પ્રભાતની ક્રિયા કરીને, ચિત્તમાં આશ્ચર્ય પામતી, વિનયપૂર્વક પતિની પાસે આવી. આવીને
પતિના સિંહાસન પર બેઠી. જેનું મુખકમળ ફુલાયું છે એવી. મહાન્યાયને જાણનારી,
પતિવ્રતા, હાથ જોડી નમસ્કાર કરી પતિને સ્વપ્નોનું ફળ પૂછવા લાગી. રાજા સુમિત્ર તેને
સ્વપ્નોનું યથાર્થ ફળ કહેવા લાગ્યા. તે વખતે આકાશમાંથી

Page 221 of 660
PDF/HTML Page 242 of 681
single page version

background image
પદ્મપુરાણ એકવીસમું પર્વ ૨૨૧
રત્નોની વૃષ્ટિ થઈ. દરેક સંધ્યામાં સાડા ત્રણ કરોડ રત્નોની વૃષ્ટિ થઈ. આ પ્રમાણે ત્રણે
કાળની સંધ્યામાં વૃષ્ટિ થઈ. પંદર મહિના સુધી રાજાના ઘરમાં રત્નોની વૃષ્ટિ થઈ. છ
કુમારિકા સમસ્ત પરિવાર સહિત માતાની સેવા કરતી હતી. જન્મ થતાં જ ઇન્દ્ર લોકપાલ
સહિત આવીને ભગવાનને ક્ષીરસાગરના જળથી સુમેરુ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ
ગયા હતા. પછી ઇન્દ્રે ભક્તિથી પૂજા કરી, સ્તુતિ કરી અને નમસ્કાર કરી. સુમેરુ પર્વત
પરથી ભગવાનને પાછા લાવી માતાની ગોદમાં પધરાવ્યા હતા. જ્યારથી ભગવાન
માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ લોકો અણુવ્રત મહાવ્રતમાં વિશેષ પ્રવર્ત્યા અને
માતાએ વ્રત લીધાં તેથી ભગવાન પૃથ્વી પર મુનિસુવ્રત કહેવાયા. તેમનો વર્ણ અંજનગિરિ
સમાન હતો. પણ શરીરના તેજથી તેમણે સૂર્યને જીતી લીધો અને કાંતિથી ચંદ્રમાને જીતી
લીધો. કુબેર ઇન્દ્રલોકમાંથી બધી ભોગની સામગ્રી લાવતા. તેમને મનુષ્યભવમાં જેવું સુખ
હતું તેવું અહમિંદ્રોને પણ નહોતું. હાહા, હૂહૂ, તુંબર, નારદ, વિશ્વાવસુ, ઈત્યાદિ ગંધર્વોની
જાતિ છે તે સદા તેમની નિકટ ગીત ગાયા જ કરતા. કિન્નરી જાતિની દેવાંગનાઓ તથા
સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કર્યા જ કરતી, વીણા, બંસરી, મૃદંગ આદિ વાજિંત્રો જુદી જુદી
જાતના દેવો વગાડયાં જ કરતા. ઇન્દ્ર સદા સેવા કરતા. પોતે મહાસુંદર હતા, યૌવન
અવસ્થામાં તેમણે વિવાહ પણ કર્યા, તેમને અદ્ભુત રાણીઓ મળતી ગઈ કે જે અનેક
ગુણ, કળા, ચાતુર્યથી પૂર્ણ હાવભાવ, વિલાસ, વિભ્રમ ધારણ કરતી હતી. તેમણે કેટલાક
વર્ષ રાજ્ય કર્યું અને મનવાંછિત ભોગ ભોગવ્યા. એક દિવસે શરદ ઋતુનાં વાદળાંને
વિલય પામતાં જોઈ પોતે પ્રતિબોધ પામ્યા. તે વખતે લૌકાંતિક દેવોએ આવીને સ્તુતિ
કરી. તે પોતાના સુવ્રત નામના પુત્રને રાજ્ય આપીને મુનિ થયા. ભગવાનને કોઈ
વસ્તુની વાંછા નથી, પોતે વીતરાગભાવ ધારણ કરી દિવ્ય સ્ત્રીરૂપ કમળોના વનમાંથી
નીકળી ગયા. તે સુંદર સ્ત્રીરૂપ કમળોનું વન કેવું છે? જ્યાં દશે દિશામાં સુગંધ વ્યાપી
ગઈ છે, મહાદિવ્ય સુગંધાદિકરૂપ મકરંદ તેમાં છે, જ્યાં સુગંધાદિ પર ભમરાઓ ઉડયા કરે
છે અને હરિતમણિની પ્રભાનો પુંજ તે જ જ્યાં પાંદડાં છે, દાંતની પંક્તિની ઉજ્જવળ
પ્રભારૂપ ત્યાં કમળતંતુ છે, નાના પ્રકારનાં આભૂષણોના ધ્વનિરૂપ પક્ષીઓ છે તેના
અવાજથી વન ભરેલું છે, સ્તનરૂપ ચકવાથી શોભિત છે, ઉજ્જવળ કીર્તિરૂપ રાજહંસથી
મંડિત છે, આવા અદ્ભુત વિલાસનો ત્યાગ કરીને વૈરાગ્યને માટે દેવો દ્વારા લાવવામાં
આવેલી પાલખીમાં બેસીને વિપુલ નામના ઉદ્યાનમાં ગયા. ભગવાન મુનિસુવ્રત સર્વ
રાજાઓનાં મુગટમણિ છે. તેમણે વનમાં પાલખીમાંથી ઊતરીને અનેક રાજાઓ સહિત
જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. બે ઉપવાસની પ્રતિજ્ઞા લીધી. રાજગૃહનગરમાં વૃષભદત્તે
મહાભક્તિથી શ્રેષ્ઠ અન્ન વડે તેમને પારણું કરાવ્યું. ભગવાન પોતે મહાશક્તિથી પૂર્ણ છે
તે કાંઈ ક્ષુધાની બાધાથી પીડિત નથી, પરંતુ આચારાંગ સૂત્રની આજ્ઞા પ્રમાણે તેમણે
અંતરાયરહિત ભોજન કર્યું. વૃષભદત્ત ભગવાનને આહાર આપી કૃતાર્થ થયા. ભગવાને
કેટલાક મહિના તપ કરી ચંપાના વૃક્ષ નીચે શુક્લધ્યાનના પ્રતાપથી ઘાતિકર્મોનો નાશ કરી
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ઇન્દ્ર સહિત દેવોએ આવી પ્રણામ અને સ્તુતિ કરી ધર્મશ્રવણ

Page 222 of 660
PDF/HTML Page 243 of 681
single page version

background image
૨૨૨ એકવીસમું પર્વ પદ્મપુરાણ
કર્યું. ભગવાને યતિધર્મ અને શ્રાવકધર્મનું વિધિપૂર્વક વર્ણન કર્યું. ધર્મનું શ્રવણ કરીને
કેટલાક મનુષ્યો મુનિ થયા. કેટલાક મનુષ્યો શ્રાવક થયા, કેટલાક તિર્યંચોએ શ્રાવકનાં વ્રત
ધારણ કર્યાં. દેવોને વ્રત હોતાં નથી, પણ કેટલાક દેવો સમ્યક્ત્વ પામ્યા. શ્રી
મુનિસુવ્રતનાથ ધર્મતીર્થનું પ્રવર્તન કરી, સુર-અસુર અને મનુષ્યો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય
અનેક સાધુઓ સહિત પૃથ્વી પર વિહાર કરતા હતા. તેઓ સમ્મેદશિખર પર્વત ઉપરથી
લોકશિખરને પામ્યા. આ શ્રી મુનિસુવ્રતનાથનું ચરિત્ર જે પ્રાણી ભાવ ધરીને સાંભળે તેનાં
સર્વ પાપ નાશ પામે છે અને જ્ઞાનસહિત તપથી પરમસ્થાનને પામે છે કે જ્યાંથી ફરી
પાછા ફરવાનું નથી.
ત્યારબાદ મુનિસુવ્રતનાથના પુત્ર રાજા સુવ્રત ઘણો કાળ રાજ્ય કરીને દક્ષ નામના
પુત્રને રાજ્ય આપીને જિનદીક્ષા ધારણ કરીને મોક્ષ પામ્યા. દક્ષને એલાવર્ધન નામે પુત્ર
હતો, તેને શ્રીવર્ધન, તેને શ્રીવૃક્ષ, તેને સંજયંત, તેને કુણિમ, તેને મહારથ, તેને પુલોમ
ઈત્યાદિ અનેક રાજા હરિવંશમાં થયા. તેમાં કેટલાક મુક્તિ પામ્યા અને કેટલાક સ્વર્ગે
ગયા. આ પ્રમાણે અનેક રાજા થયા. પછી આ જ કુળમાં એક વાસવકેતુ નામે રાજા થયા.
તે મિથિલાનગરીના સ્વામી હતા, તેને સુંદર નેત્રોવાળી વિપુલા નામની પટરાણી હતી.
પરમલક્ષ્મીનું સ્વરૂપ એવી તેને જનક નામે પુત્ર થયો. સમસ્ત નીતિમાં પ્રવીણ તે પિતા
પુત્રનું પાલન કરે તેમ પોતાના રાજ્યની પ્રજાનું પાલન કરતા હતા. ગૌતમ સ્વામી કહે છે
કે હે શ્રેણિક! આ તને જનકની ઉત્પત્તિ કહી. જનક હરિવંશી છે.
(દશરથની ઉત્પત્તિ આદિનું વર્ણન)
હવે ઋષભદેવના કુળમાં રાજા દશરથ થયા. તેમના વંશનું વર્ણન સાંભળ.
ઈક્ષ્વાકુવંશમાં શ્રી ઋષભદેવ નિર્વાણ પધાર્યા પછી તેમના પુત્ર ભરત પણ નિર્વાણ પધાર્યા.
તે ઋષભદેવના સમયથી માંડીને મુનિસુવ્રતનાથના સમય સુધી ઘણો કાળ વીતી ગયો તેમાં
અસંખ્ય રાજા થયા. કેટલાક તો મહાદુર્દ્ધર તપ કરીને નિર્વાણ પામ્યા, કેટલાક અહમિંન્દ્ર
થયા, કેટલાક ઇન્દ્રાદિક મોટી ઋદ્ધિના ધારક દેવ થયા; અને સાવ થોડા પાપના ઉદયથી
નરકમાં ગયા. હે શ્રેણિક! આ સંસારમાં અજ્ઞાની જીવ ચક્રની જેમ ભ્રમણ કરે છે, કોઈ વાર
સ્વર્ગાદિ ભોગ પામે છે, તેમાં મગ્ન થઈ ક્રીડા કરે છે, કેટલાક પાપી જીવ નરક નિગોદમાં
કલેશ ભોગવે છે. આ પ્રાણી પુણ્યપાપના ઉદયથી અનાદિકાળથી ભ્રમણ કરે છે. કોઈ વાર
કષ્ટ ભોગવે છે. કોઈ વાર ઉત્સવ માણે છે. જો વિચાર કરીને જોવામાં આવે તો દુઃખ મેરુ
સમાન, સુખ રાઈ સમાન છે. કેટલાક દ્રવ્ય વિના કષ્ટ ભોગવે છે. કેટલાક બાલ્યાવસ્થામાં
મૃત્યુ પામે છે, કેટલાક શોક કરે છે, કેટલાક રુદન કરે છે, કેટલાક વિવાદ કરે છે, કેટલાક
ભણે છે, કેટલાક બીજાની રક્ષા કરે છે, કેટલાક પાપી બાધા કરે છે, કેટલાક ગર્જે છે,
કેટલાક ગાન કરે છે, કેટલાક બીજાની સેવા કરે છે, કેટલાક ભાર વહે છે, કેટલાક શયન
કરે છે, કેટલાક બીજાની નિંદા કરે છે, કેટલાક કેલિ કરે છે, કેટલાક યુદ્ધમાં શત્રુઓને જીતે
છે, કેટલાક શત્રુઓને પકડી છોડી દે છે, કેટલાક કાયરો યુદ્ધ દેખીને ભાગે છે, કેટલાક

Page 223 of 660
PDF/HTML Page 244 of 681
single page version

background image
પદ્મપુરાણ એકવીસમું પર્વ ૨૨૩
શૂરવીરો પૃથ્વીનું રાજ્ય કરે છે, વિલાસ કરે છે, રાજ્ય ત્યાગીને વૈરાગ્ય લે છે, કેટલાક
પાપી હિંસા કરે છે, પરદ્રવ્યની વાંછા કરે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, દોડે છે, કૂડ-કપટ
કરે છે, તે નરકમાં પડે છે અને જે કેટલાક લજ્જા ધારણ કરે છે, શીલ પાળે છે,
કરુણાભાવ ધારણ કરે છે, ક્ષમાભાવ ધારણ કરે છે, પરદ્રવ્યનો ત્યાગ કરે છે, વીતરાગતાને
ભજે છે, સંતોષ ધારણ કરે છે, પ્રાણીઓને શાતા ઉપજાવે છે તે સ્વર્ગ પામીને પરંપરાએ
મોક્ષ પામે છે. જે દાન કરે છે, તપ કરે છે, અશુભ ક્રિયાનો ત્યાગ કરે છે, જિનેન્દ્રની પૂજા
કરે છે, જૈનશાસ્ત્રની ચર્ચા કરે છે, બધા જીવો પ્રત્યે મૈત્રી રાખે છે, વિવેકીઓનો વિનય
કરે છે તે ઉત્તમ પદ પામે છે. કેટલાક ક્રોધ કરે છે, કામ સેવે છે, રાગદ્વેષમોહને વશ છે,
બીજા જીવોને ઠગે છે તે ભવસાગરમાં ડૂબે છે, નાનાવિધ નાચે છે, જગતમાં રાચે છે,
ખેદખિન્ન છે, દીર્ઘ શોક કરે છે, ઝઘડા કરે છે, સંતાપ કરે છે, અસિમસિકૃષિ વાણિજ્યાદિ
વ્યાપાર કરે છે, જ્યોતિષ, વૈદક, યંત્ર, મંત્રાદિ કરે છે, શ્રૃંગારાદિ શાસ્ત્ર રચે છે, તે નિરર્થક
વલવલીને મરે છે; ઈત્યાદિ શુભાશુભ કર્મથી આત્મધર્મ ભૂલી રહ્યા છે. સંસારી જીવ ચાર
ગતિમાં ભ્રમણ કરે છે. આ અવસર્પિણી કાળમાં આયુષ્ય અને કાય ઘટતાં જાય છે. શ્રી
મલ્લિનાથ મોક્ષ પામ્યા પછી મુનિસુવ્રતનાથના અંતરાળમાં આ ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં
એક વિજય નામે રાજા થયો. તે મહાશૂરવીર, પ્રતાપી, પ્રજાપાલનમાં પ્રવીણ, સમસ્ત
શત્રુઓને જીતનાર હતો. તેની હેમચૂલની નામની પટરાણીને મહા ગુણવાન સુરેન્દ્રમન્યુ
નામનો પુત્ર થયો. તેની કીર્તિસમા નામની રાણીને બે પુત્ર હતા. એક વજ્રબાહુ, બીજો
પુરંદર. તેમની કાંતિ સૂર્ય-ચંદ્ર સમાન હતી. તે મહાગુણવાન સાર્થક નામવાળા બન્ને ભાઈ
પૃથ્વી પર સુખે સમય વીતાવતા હતા.
હસ્તિનાગપુરમાં રાજા ઇન્દ્રવાહનની રાણી ચૂડામણિને મનોદયા નામની અતિસુંદર
પુત્રી હતી. તે વજ્રકુમારને પરણી હતી. તે કન્યાનો ભાઈ ઉદયસુંદર બહેનને લેવા માટે
આવ્યો. વજ્રકુમારને તે સ્ત્રી પ્રત્યે અતિશય પ્રેમ હતો, સ્ત્રી અતિસુંદર હતી. તે કુમાર
સ્ત્રીની સાથે સાસરે ચાલ્યો. વસંતઋતુનો સમય હતો. માર્ગમાં તેઓ વસંતગિરિ પર્વત
સમીપે પહોંચ્યા. જેમ જેમ તે પહાડ નિકટ આવતો ગયો તેમ તેમ તેની પરમ શોભા જોઈ
કુમાર અત્યંત હર્ષ પામ્યા. પુષ્પોની સુવાસ પવન દ્વારા કુમારને સ્પર્શવાથી તેમને એવું
સુખ થયું, જેવું ઘણા દિવસોથી વિખૂટા પડેલા મિત્રના મિલનથી થાય. કોયલોના શબ્દોથી
અત્યંત આનંદ થયો, જેમ વિજયના શબ્દ સાંભળીને હર્ષ થાય તેમ. પવનથી વૃક્ષોની
ડાળીઓ જાણે વજ્રબાહુનું સન્માન કરતી હોય તેમ હાલતી હતી. ભમરા ગુંજારવ કરી
રહ્યા હતા જાણે વીણાનો નાદ જ હોય. વજ્રબાહુનું મન પ્રસન્ન થઈ ગયું. વજ્રબાહુ
પહાડની શોભા દેખે છે કે આ આમ્રવૃક્ષ, આ કર્ણકાર વૃક્ષ, આ રૌદ્ર જાતિનું વૃક્ષ ફળોથી
મંડિત, આ પ્રયાલ વૃક્ષ, આ પલાશનું વૃક્ષ, જેનાં પુષ્પ અગ્નિ સમાન દેદીપ્યમાન છે,
વૃક્ષોની શોભા જોતાં જોતાં રાજકુમારની દ્રષ્ટિ મુનિરાજ પર પડી અને વિચારવા લાગ્યા કે
આ તે સ્તંભ છે, પર્વતનું શિખર છે અથવા મુનિરાજ છે? કાયોત્સર્ગ

Page 224 of 660
PDF/HTML Page 245 of 681
single page version

background image
૨૨૪ એકવીસમું પર્વ પદ્મપુરાણ
ધારીને ઊભેલા મુનિરાજ વિષે વજ્રબાહુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા. મુનિને ઝાડનું ઠૂંઠું
જાણીને તેમના શરીર સાથે મૃગ પોતાના શરીરને ઘસી પોતાની ખંજવાળ મટાડતા હતા.
જ્યારે રાજા પાસે ગયા ત્યારે તેમને નિશ્ચય થયો કે આ મહાયોગીશ્વર શરીરનું ભાન
ભૂલી કાયોત્સર્ગ કરી સ્થિરપણે ઊભા છે, સૂર્યનાં કિરણો તેમના મુખકમળને સ્પર્શી રહ્યા
છે, મહાસર્પની ફેણ સમાન દેદીપ્યમાન ભુજાઓ લંબાવીને ઊભા છે, તેમનું વક્ષસ્થળ
સુમેરુના તટ સમાન સુંદર છે, દિગ્ગજોને બાંધવાના સ્તંભ જેવી અચળ તેમની જંઘા છે,
શરીર તપથી ક્ષીણ છે, પણ કાંતિથી પુષ્પ દેખાય છે, જેમણે નિશ્ચળ સૌમ્ય નેત્રો નાકની
અણી ઉપર સ્થિર કર્યાં છે, આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરે છે એવા મુનિને જોઈને
રાજકુમાર ચિંતવવા લાગ્યા કે અહો, ધન્ય છે આ શાંતિભાવના ધારક મહામુનિ, જે
સમસ્ત પરિગ્રહ છોડીને મોક્ષાભિલાષી થઈ તપ કરે છે એમને નિર્વાણ નિકટ છે,
નિજકલ્યાણમાં જેમની બુદ્ધિ લાગેલી છે, જેમનો આત્મા પરજીવોને પીડા આપવામાંથી
નિવૃત્ત થયો છે અને મુનિપદની ક્રિયાથી મંડિત છે, જેમને શત્રુ મિત્ર સમાન છે, તૃણ અને
કંચન સમાન છે, પાષાણ અને રત્ન સમાન છે, જેમનું મન-માન, મત્સરથી રહિત છે,
જેમણે પાંચેય ઈન્દ્રિય વશ કરી છે, જેમને નિશ્ચળ પર્વત સમાન વીતરાગ ભાવ છે, જેમને
જોવાથી જીવનનું કલ્યાણ થાય છે. આ મનુષ્યદેહનું ફળ એમણે જ મેળવ્યું છે. એ વિષય
કષાયોથી ઠગાયા નથી, જે મહાક્રૂર અને મલિનતાના કારણ છે. હું પાપી કર્મરૂપ બંધનથી
નિરંતર બંધાઈને રહ્યો. જેમ ચંદનનું વૃક્ષ સર્પોથી વીંટળાઈને રહે છે તેમ હું પાપી
અસાવધાનચિત્ત અચેત સમાન થઈ રહ્યો. ધિક્કાર છે મને! હું ભોગાદિરૂપ મહાપર્વતના
શિખર પર સૂઈ રહ્યો છું તે નીચે જ પડીશ. જો આ યોગીન્દ્ર જેવી દશા ધારણ કરું તો
મારો જન્મ સફળ થઈ જાય. આમ ચિંતવન કરતાં વજ્રબાહુની દ્રષ્ટિ મુનિનાથમાં અત્યંત
નિશ્ચળ થઈ, જાણે કે થાંભલા સાથે બંધાઈ ગઈ. ત્યારે તેમના સાળા ઉદયસુંદરે તેમને
નિશ્ચળ દ્રષ્ટિથી જોતા જોઈને મલકતાં મલકતાં હસીને કહ્યું કે મુનિ તરફ અત્યંત નિશ્ચળ
થઈને જુઓ છો તો શું દિગંબરી દીક્ષા ધારણ કરવી છે? વજ્રબાહુએ જવાબ આપ્યો કે
અમારા હૃદયનો ભાવ હતો તે જ તમે પ્રગટ કર્યો. હવે તમે આ જ ભાવની વાત કરો.
ત્યારે તેણે તેમને રાગી જાણીને હસતાં હસતાં કહ્યુું કે જો તમે દીક્ષા લેશો તો હું પણ
લઈશ, પરંતુ આ દીક્ષાથી તો તમે અત્યંત ઉદાસ થશો. વજ્રબાહુ બોલ્યા એ તો આ
લીધી. આમ કહીને વિવાહનાં આભૂષણ ઉતારી નાખ્યાં અને હાથી ઉપરથી નીચે ઉતર્યા.
ત્યારે મૃગનયની સ્ત્રી રોવા લાગી, મોટાં મોતી સમાન અશ્રુપાત કરવા લાગી. ત્યારે
ઉદયસુંદર આંસુ સારતો કહેવા લાગ્યો કે આ તો હસવાની વાત કરી હતી તેને વિપરીત
કેમ કરો છો? વજ્રબાહુ અતિમધુર વચનોથી તેમને શાંતિ ઉપજાવતાં કહેવા લાગ્યા કે હે
કલ્યાણરૂપ! તમારા જેવા ઉપકારી બીજા કોણ છે? હું કૂવામાં પડતો હતો અને તમે મને
બચાવ્યો. તમારા જેવો ત્રણ લોકમાં મારો કોઈ મિત્ર નથી. હે ઉદયસુંદર! જે જન્મ્યો છે તે
અવશ્ય મરશે અને જે મર્યો તે અવશ્ય જન્મશે. આ જન્મ અને મરણ રેંટના ઘડા સમાન
છે. તેમાં સંસારી જીવ

Page 225 of 660
PDF/HTML Page 246 of 681
single page version

background image
પદ્મપુરાણ એકવીસમું પર્વ ૨૨પ
નિરંતર ભમે છે. આ જીવન વીજળીના ચમકારા સમાન, જળના તરંગ સમાન, તથા દુષ્ટ
સર્પની જિહ્વા સમાન ચંચળ છે. આ જગતના જીવ દુઃખસાગરમાં ડૂબી રહ્યા છે. આ
સંસારના ભોગ સ્વપ્નના ભોગ સમાન અસાર છે, કાયા પાણીના પરપોટા જેવી છે,
સંધ્યાના રંગ સમાન આ જગતનો સ્નેહ છે અને આ યૌવન ફૂલની જેમ કરમાઈ જાય
છે. આ તમારી મશ્કરી પણ અમને અમૃત સમાન કલ્યાણરૂપ થઈ. હસતાં હસતાં જે
ઔષધ પીએ તો શું રોગ ન હરે? અવશ્ય હરે જ. તમે અમને મોક્ષમાર્ગના ઉદ્યમના
સહાયક થયા, તમારા જેવા બીજા કોઈ અમારું હિત કરનાર નથી. હું સંસારના
આચરણમાં આસક્ત થઈ ગયો હતો તેમાંથી વીતરાગભાવ પામ્યો. હવે હું જિનદીક્ષા લઉં
છું, તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે તમે કરો. આમ કહીને સર્વ પરિવારને ખમાવીને,
તપ જ જેમનું ધન છે એવા ગુણસાર નામના મુનિની પાસે જઈ, ચરણારવિંદમાં નમસ્કાર
કરી, વિનયવાન બની કહેવા લાગ્યા કે હે સ્વામી! આપની કૃપાથી મારું મન પવિત્ર થયું
છે, હવે હું સંસારરૂપી કાદવમાંથી નીકળવા ઈચ્છું છું. તેનાં વચનો સાંભળીને ગુરુએ આજ્ઞા
આપી કે તમને ભવસાગરથી પાર ઉતારનારી આ ભગવતી દીક્ષા છે. કેવા છે ગુરુ? જે
સાતમા ગુણસ્થાનમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા છે. એમણે ગુરુની આજ્ઞા હૃદયમાં
ધારણ કરી, વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી પલ્લવ સમાન પોતાના હાથથી કેશનો લોચ કર્યો
અને પલ્યંકાસન ધારણ કર્યું. આ દેહને વિનશ્વર જાણી, શરીરનો સ્નેહ છોડીને, રાજપુત્રી
અને રાગ અવસ્થાને ત્યજી, મોક્ષને આપનારી જિનદીક્ષા અંગીકાર કરી અને ઉદયસુંદર
આદિ છવ્વીસ રાજકુમારોએ પણ જિનદીક્ષા ધારણ કરી. કેવા છે તે કુમારો? જેમનું રૂપ
કામદેવ સમાન છે, જેમણે રાગદ્વેષ મત્સરનો ત્યાગ કર્યો છે, જેમને વૈરાગ્યનો અનુરાગ
ઉત્પન્ન થયો છે એવા તેમણે પરમ ઉત્સાહથી પૂર્ણ નગ્ન મુદ્રા ધારણ કરી અને આ વૃત્તાંત
જોઈને વજ્રબાહુની સ્ત્રી મનોદેવીએ પતિ અને ભાઈના સ્નેહથી મોહિત થઈ, મોહ તજી
આર્યિકાનાં વ્રત ધારણ કર્યાં. સર્વ વસ્ત્રાભૂષણ તજીને એક સફેદ સાડી ધારણ કરી અને
મહાતપ આદર્યું. આ વજ્રબાહુની કથા એના દાદા રાજા વિજયે સાંભળી. તે સભામાં બેઠા
હતા ત્યાં શોકથી પીડિત થઈ કહેવા લાગ્યા કે આ આશ્ચર્ય જુઓ કે મારો પૌત્ર યુવાનીમાં
વિષયને વિષ સમાન જાણી વિરક્ત થઈ મુનિ થયો અને મારા જેવો મૂર્ખ વિષયોનો
લોલુપી વૃદ્ધાવસ્થામાં પણ ભોગને છોડતો નથી તે કુમારે કેવી રીતે છોડયા? અથવા તે
મહાભાગ્ય ભોગોને તૃણવત્ ત્યાગીને મોક્ષના નિમિત્ત એવા શાંતભાવમાં બેઠો, હું
મંદભાગ્ય વૃદ્ધાવસ્થાથી પીડિત છું. આ પાપી વિષયોએ મને લાંબા સમય સુધી છેતર્યો છે.
આ વિષયો જોવામાં તો અત્યંત સુંદર છે, પરંતુ તેનાં ફળ અત્યંત કડવાં છે. મારા
ઇન્દ્રનીલમણિ શ્યામ કેશ હતા તે હવે બરફ જેવા સફેદ થયા છે, મારું શરીર અતિ
દેદીપ્યમાન, શોભાયમાન, મહાબળવાન અને સ્વરૂપવાન હતું તે વૃદ્ધાવસ્થામાં વર્ષાથી
હણાયેલ ચિત્ર જેવું થઈ ગયું છે. જે ધર્મ, કામ, તરુણ અવસ્થામાં સારી રીતે સિદ્ધ થાય
છે તે જરામંડિત પ્રાણીથી સાધવું વિષમ છે. ધિક્કાર છે પાપી, દુરાચારી, પ્રમાદી એવા
મને! હું ચેતન છતાં મેં અચેતન દશા આદરી.

Page 226 of 660
PDF/HTML Page 247 of 681
single page version

background image
૨૨૬ એકવીસમું પર્વ પદ્મપુરાણ
આ જૂઠું ઘર, જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા બાંધવ, જૂઠો પરિવાર, તેના સ્નેહથી
ભવસાગરના ભ્રમણમાં ભમ્યો. આમ કહીને સર્વ પરિવારને ખમાવીને નાના પૌત્ર પુરંદરને
રાજ્ય આપી, પોતાના પુત્ર સુરેન્દ્રમન્યુ સહિત રાજા વિજયે વૃદ્ધ અવસ્થામાં નિર્વાણઘોષ
સ્વામીની સમીપે જિનદીક્ષા અંગીકાર કરી. રાજાનું મન ઘણું ઉદાસ છે.
હવે પુરંદર રાજ્ય કરે છે. તેની પૃથિવીમતી રાણીને કીર્તિધર નામનો પુત્ર થયો. તે
ગુણોનો સાગર, પૃથ્વી પર પ્રસિદ્ધ, વિનયવાન અનુક્રમે યુવાન બન્યો. તે આખા કુટુંબનો
આનંદ વધારતો, પોતાની ચેષ્ટાથી સૌને પ્રિય બન્યો. રાજા પુરંદરે પોતાના પુત્રને રાજા
કૌશલની પુત્રી પરણાવી અને તેને રાજ્ય આપી પોતે ગુણ જ જેનાં આભૂષણ છે એવા
ક્ષેમંકર મુનિની સમીપે મુનિવ્રત લીધાં અને કર્મનિર્જરાનું કારણ મહાતપ આચર્યું.
રાજા કીર્તિધર કાળક્રમથી ચાલ્યું આવતું રાજ્ય મેળવીને પોતાના સર્વ શત્રુઓને
જીતીને દેવ સમાન ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. એક દિવસ રાજા કીર્તિધર પ્રજાનો બંધુ,
પ્રજાના બાધક શત્રુઓને ભય ઉપજાવનાર, સિંહાસન પર ઇન્દ્રની પેઠે બિરાજતો હતો તે
સમયે સૂર્યગ્રહણ જોઈને ચિત્તમાં વિચારવા લાગ્યો કે જુઓ, આ સૂર્ય પ્રકાશનું મંડળ છે તે
રાહુના વિમાનના યોગથી શ્યામ થઈ ગયો. આ સૂર્ય પ્રતાપનો સ્વામી છે, અંધકારને
મટાડી પ્રકાશ કરે છે અને જેના પ્રતાપથી ચંદ્રમાનું બિંબ કાંતિરહિત ભાસે છે અને
કમલિનીના વનને પ્રફૂલ્લિત કરે છે તે રાહુના વિમાનથી મંદકાંતિવાળો ભાસે છે. તેનો
ઉદય થતાં જ સૂર્ય જ્યોતિરહિત થઈ ગયો માટે સંસારની દશા અનિત્ય છે. આ જગતના
જીવ વિષયાભિલાષી રંક સમાન મોહના પાશથી બંધાયેલા અવશ્ય કાળના મુખમાં પડશે.
આમ વિચારીને એ મહાભાગ્ય સંસારની અવસ્થાને ક્ષણભંગુર જાણી મંત્રી, પુરોહિત,
સેનાપતિ અને સામંતોને કહેવા લાગ્યો કે આ સમુદ્ર પર્યંત પૃથ્વીના રાજ્યની તમે સારી
રીતે રક્ષા કરજો. હું મુનિનાં વ્રત ધારણ કરું છું. ત્યારે બધા વિનંતી કરવા લાગ્યા કે
તમારા વિના આ પૃથ્વી અમારાથી દબાશે નહિ, તમે શત્રુને જીતનાર છો, લોકના રક્ષક
છો, તમારી ઉંમર પણ યુવાન છે, આ રાજ્યના તમે જ અદ્વિતીય પતિ છો, આ પૃથ્વી
તમારાથી જ શોભે છે, માટે કેટલાક સમય સુધી આ ઇન્દ્રતુલ્ય રાજ્ય ભોગવો. ત્યારે
રાજાએ કહ્યું કે આ સંસાર અટવી અતિદીર્ઘ છે, એને જોઈને મને અત્યંત ભય ઉત્પન્ન
થાય છે. કેવી છે આ ભવરૂપ અટવી? અનેક દુઃખરૂપી ફળોવાળાં કર્મરૂપ વૃક્ષોથી ભરેલી
છે અને જન્મ, જરા, મરણ, રોગ, શોક, રતિ, અરતિ, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગરૂપ
અગ્નિથી પ્રજ્વલિત છે. ત્યારે મંત્રીઓએ રાજાનાં પરિણામ વિરક્ત જાણીને બુઝાઈ ગયેલા
અંગારા લાવીને મૂકયા અને તેમની વચ્ચે વૈડૂર્યમણિ જ્યોતિનો પૂંજ, જે અતિઅમૂલ્ય હતો
તે લાવીને મૂક્યો. તે મણિના પ્રતાપથી કોયલા પ્રકાશરૂપ થઈ ગયા. પછી તે મણિ ઉપાડી
લીધો. ત્યારે તે કોલસા પ્રકાશિત ન લાગ્યા ત્યારે મંત્રીઓએ રાજાને વિનંતી કરી કે હે
દેવ! જેમ આ કાષ્ટના કોલસા રત્ન વિના શોભતા નથી તેમ તમારા વિના અમે બધા
શોભતા નથી. હે નાથ! તમારા વિના પ્રજાજનો અનાથ

Page 227 of 660
PDF/HTML Page 248 of 681
single page version

background image
પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૨૭
બની માર્યા જશે, લૂંટાશે અને પ્રજાનો નાશ થતાં ધર્મનો અભાવ થશે. માટે જેમ તમારા
પિતા તમને રાજ્ય આપીને મુનિ થયા હતા તેમ તમે પણ તમારા પુત્રને રાજ્ય આપી
જિનદીક્ષા લ્યો. આ પ્રમાણે મુખ્ય માણસોએ વિનંતી કરી ત્યારે રાજાએ એવો નિયમ કર્યો
કે હું જે દિવસે પુત્રના જન્મના સમાચાર સાંભળીશ તે જ દિવસે મુનિવ્રત લઈશ. આવી
પ્રતિજ્ઞા કરીને ઇન્દ્ર સમાન ભોગ ભોગવવા લાગ્યા. તેમણે પ્રજાને શાતા પમાડીને રાજ્ય
કર્યું. તેમના રાજ્યમાં પ્રજાને કોઈ પ્રકારનો ભય ઉત્પન્ન ન થતો. રાજાનું ચિત્ત
સમાધાનરૂપ હતું. એક દિવસ રાણી સહદેવી રાજા પાસે શયન કરતી ત્યારે તેને ગર્ભ
રહ્યો. તેના ગર્ભમાં કેવો પુત્ર આવ્યો? સંપૂર્ણ ગુણોનું પાત્ર અને પૃથ્વીના પ્રતિપાલનમાં
સમર્થ એવા પુત્રનો જન્મ થયો ત્યારે રાણીએ પોતાના પતિ મુનિ થઈ જશે એવા ભયથી
પુત્રના જન્મની વાત પ્રગટ ન કરી. કેટલાક દિવસ સુધી વાત છુપાવી રાખી. જેમ સૂર્યના
ઉદયને કોઈ છુપાવી ન શકે તેમ રાજપુત્રનો જન્મ છૂપો કેવી રીતે રહી શકે? કોઈ દરિદ્રી
મનુષ્યે ધનના લોભથી રાજા પાસે તે વાત પ્રગટ કરી. એટલે રાજાએ મુગટાદિ સર્વ
આભૂષણો શરીર ઉપરથી ઉતારીને તેને આપી દીધાં અને ઘોષશાખા નામનું મહારમણીક,
ખૂબ ધનની ઉત્પત્તિ થાય તેવું ગામ પણ તેને આપ્યું અને પંદર દિવસનો પુત્ર માતાની
ગોદમાં સૂતો હતો તેને તિલક કરી રાજપદ આપ્યું. તેથી અયોધ્યા અતિ રમણીય બની
અને અયોધ્યાનું બીજું નામ કૌશલ પણ છે તેથી તેનું નામ સુકૌશલ પ્રસિદ્ધ થયું. તેની
ચેષ્ટા સુંદર હતી. રાજા કીર્તિધર સુકૌશલને રાજ્ય આપી ઘરરૂપ બંદીગૃહમાંથી નીકળીને
તપોવનમાં ગયા. મુનિવ્રત આદર્યા અને તપથી ઉત્પન્ન થયેલા તેજથી મેઘપટલરહિત સૂર્ય
શોભે તેમ શોભવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં વજ્રબાહુ અને કીર્તિધર રાજાના
માહાત્મ્યનું વર્ણન કરનાર એકવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
બાવીસમું પર્વ
(સુકૌશલની દીક્ષા અને ભયંકર ઉપસર્ગ સહીને ઈષ્ટપ્રાપ્તિ કરવી)
કેટલાંક વર્ષ કીર્તિધર મુનિ, પૃથ્વી સમાન જેમની ક્ષમા હતી, જેમના માન, મત્સર
દૂર થયાં છે, જેમનું ચિત્ત ઉદાર હતું, તપથી જેમનાં સર્વ અંગ શોષાયાં છે, આંખો જ
જેમના આભૂષણ હતી, જેમના હાથ નીચે લટકતા હતા, ધુંસરી પ્રમાણ ધરતી જોઈને
નીચી નજરે ચાલતા હતા, જેમ મત્ત ગજેન્દ્ર મંદ મંદ ગમન કરે તેમ જીવદયાના હેતુથી
ધીરે ધીરે તે ગમન કરતા. સર્વ વિકારરહિત, મહાસાવધાન, જ્ઞાની, મહાવિનયવાન,
લોભરહિત, પંચાચારના પાળનાર, જીવદયાથી જેમનું ચિત્ત નિર્મળ છે, સ્નેહરૂપ કર્દમથી
રહિત, સ્નાનાદિ શરીરસંસ્કારથી રહિત, મુનિપદની શોભાથી મંડિત, આહારના નિમિત્તે
ઘણા દિવસોના ઉપવાસ પછી નગરમાં પ્રવેશ્યા.

Page 228 of 660
PDF/HTML Page 249 of 681
single page version

background image
૨૨૮ બાવીસમું પર્વ પદ્મપુરાણ
તેમને જોઈને તેમની પાપી સ્ત્રી સહદેવી મનમાં વિચાર કરવા લાગી કે એમને જોઈને
મારો પુત્ર પણ વૈરાગ્ય પામે તો? તેથી અત્યંત ક્રોધથી જેનું મુખ લાલ થઈ ગયું છે એવી
તેણે ચિત્તમાં દુષ્ટતા લાવી દ્વારપાળને કહ્યું કે આ યતિ નગ્ન, મહામલિન અને ઘરને
લૂંટાવનાર છે. એને નગરમાંથી કાઢી મૂકો, તે ફરીથી નગરમાં ન આવવો જોઈએ. મારો
પુત્ર સુકુમાર છે, ભોળો છે, એનું ચિત કોમળ છે, તે એની નજરે ન પડવો જોઈએ. હે
દ્વારપાલ! જો આ બાબતમાં ભૂલ થશે તો હું તમને દંડ આપીશ. જ્યારથી એ નિર્દય
બાળક પુત્રને ત્યજીને મુનિ થયા ત્યારથી આ લિંગ પ્રત્યે મને આદર રહ્યો નથી. આ
રાજ્યલક્ષ્મી નિંદ્ય છે એમ કહી એ લોકોને વૈરાગ્ય પ્રાપ્ત કરાવે છે, ભોગ છોડાવીને યોગ
શીખવે છે. જ્યારે રાણીએ આવાં વચન કહ્યાં ત્યારે એ ક્રૂર દ્વારપાળે, જેના હાથમાં
નેતરની સોટી છે, મુનિને દુર્વચન કહીને, નગરમાંથી હાંકી કાઢયા અને આહાર માટે બીજા
સાધુઓ નગરમાં આવ્યા હતા તેમને પણ કાઢી મૂકયા. મારો પુત્ર કદી ધર્મશ્રવણ ન કરે
એ કારણથી રાણી દ્વારા કીર્તિધરનો અવિનય થયેલો જોઈને રાજા સુકૌશલની ધાવ અત્યંત
શોકપૂર્વક રુદન કરવા લાગી. ત્યારે રાજા સુકૌશલે ધાવને રોતી જોઈને કહ્યું કે હે માતા!
તારું અપમાન કરે તેવું કોણ છે? મારી માતા તો માત્ર મને ગર્ભમાં જ રાખે છે અને મારું
શરીર તો તારા દૂધથી વૃદ્ધિ પામ્યું છે તેથી તું મારા માટે માતાથી પણ અધિક છે. જે
મોતના મુખમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તે તને દુઃખ આપે. જો મારી માતાએ પણ તારું
અપમાન કર્યું હોય તો હું એનો પણ અવિનય કરીશ. બીજાઓની તો શી વાત કરવી?
ત્યારે વસંતમાલા નામની ધાવ કહેવા લાગી કે હે રાજન! તારા પિતા તને બાલ્યાવસ્થામાં
રાજ્ય આપી, સંસારરૂપ કષ્ટના પિંજરાથી ભયભીત થઈ તપોવનમાં ગયા હતા. તે આજે
આ નગરમાં આહાર માટે આવ્યા હતા, પણ તારી માતાએ દ્વારપાળોને આજ્ઞા આપીને
તેમને નગરમાંથી કઢાવી મૂકયા. હે પુત્ર! તે આપણા સૌના સ્વામી છે. તેમનું અપમાન હું
જોઈ ન શકી તેથી હું રુદન કરું છું. અને તારી કૃપા હોવાથી બીજા મારું અપમાન કોણ
કરે? સાધુઓને જોઈને મારો પુત્ર જ્ઞાન પ્રાપ્ત કરે આમ જાણીને રાણીએ મુનિઓનો
પ્રવેશ નગરમાં નિષેધ્યો છે, પણ તારા ગોત્રમાં આ ધર્મ પરંપરાથી ચાલ્યો આવે છે,
પુત્રને રાજ્ય આપી પિતા વિરક્ત થાય છે અને તારા ઘરમાંથી આહાર લીધા વિના કદી
પણ સાધુ પાછા ગયા નથી. આ વૃત્તાંત સાંભળીને રાજા સુકૌશલ મુનિનાં દર્શન કરવા
માટે મહેલમાંથી નીચે ઊતરીને ચામર, છત્ર, વાહન ઇત્યાદિ રાજચિહ્ન છોડીને કમળથી
પણ અતિ કોમળ એવા અડવાણે પગે દોડયા અને લોકોને પૂછતા જાય કે તમે મુનિને
જોયા? તમે મુનિને જોયા? આ પ્રમાણે પરમ અભિલાષા સહિત પોતાના પિતા કીર્તિધર
મુનિ પાસે આવી પહોંચ્યા અને એમની પાછળ છત્ર-ચામરવાળા બધા દોડયા ગયા.
મહામુનિ ઉદ્યાનમાં શિલા ઉપર બિરાજતા હતા ત્યાં રાજા સુકૌશલ, જેમનાં નેત્ર
આંસુઓથી ભરેલાં હતાં, જેની ભાવના શુભ હતી, હાથ જોડીને નમસ્કાર કરી બહુ જ
વિનયપૂર્વક મુનિ સામે ઊભા રહી, દ્વારપાળોએ તેમને દરવાજેથી કાઢી મૂકયા હતા તેથી
અત્યંત લજ્જા પામીને

Page 229 of 660
PDF/HTML Page 250 of 681
single page version

background image
પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૨૯
મહામુનિને વિનંતી કરવા લાગ્યા, હે નાથ! જેમ કોઈ પુરુષ અગ્નિથી બળતા પ્રજ્વલિત
ઘરમાં મોહ-નિદ્રાથી યુક્ત સૂતો હોય તેને કોઈ મેઘના ગડગડાટ સમાન ઊંચા સ્વરથી
જગાડે, તેમ સંસારરૂપ ગૃહમાં જન્મમૃત્યુ અગ્નિથી પ્રજ્વલિત ઘરમાં મોહ-નિદ્રાયુક્ત સૂતો
હતો અને આપે મને જગાડયો. હવે કૃપા કરીને આ દિગંબરી દીક્ષા મને આપો. આ
કષ્ટના સાગર એવા સંસારમાંથી મને ઉગારો. જ્યારે રાજા સુકૌશલે આવાં વચન મુનિને
કહ્યાં તે જ વખતે બધા સામંતો પણ આવ્યા અને રાણી વિચિત્રમાલા જે ગર્ભવતી હતી
તે પણ અતિ કષ્ટથી વિષાદસહિત સમસ્ત રાજકુટુંબ સહિત આવી. એમને દીક્ષા લેવા માટે
તૈયાર થયેલ જોઈ, અંતઃપુરના અને પ્રજાના બધા માણસો ખૂબ શોક પામ્યા. ત્યારે રાજા
સુકૌશલે કહ્યું કે આ રાણી વિચિત્રમાલાના ગર્ભમાં પુત્ર છે તેને હું રાજ્ય આપું છું. આમ
કહીને નિઃસ્પૃહ થયા, આશારૂપ ફાંસીને છેદી, સ્નેહરૂપ પિંજરાને તોડી, સ્ત્રીરૂપ બંધનથી
છૂટી, જીર્ણ તરણાની જેમ રાજ્યનો ત્યાગ કર્યો અને વસ્ત્રાભૂષણ બધું ત્યજીને,
બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને કેશલોચ કર્યા અને પદ્માસન ધારણ કરીને બેઠા.
તેમના પિતા કીર્તિધર મુનીંદ્ર પાસે તેમણે દીક્ષા લીધી. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ
ગુપ્તિ અંગીકાર કરી, સુકૌશલ મુનિએ ગુરુની સાથે વિહાર કર્યો. કમળ સમાન આરક્ત
ચરણોથી પૃથ્વીને શોભાયમાન કરતા તે વિહાર કરવા લાગ્યા. એની માતા સહદેવી
આર્તધ્યાનથી મરીને તિર્યંચ યોનિમાં વાઘણ થઈ. આ પિતા-પુત્ર બન્ને મુનિ મહા
વૈરાગ્યવાન જે એક સ્થાનમાં રહેતા નહિ, દિવસના પાછલા પહોરે નિર્જન પ્રાસુક સ્થાન
જોઈને બેસી રહેતા, ચાતુર્માસમાં સાધુઓને વિહાર કરવાનો હોતો નથી તેથી ચાતુર્માસમાં
એક સ્થાનમાં બેસી રહેતા. દશે દિશાઓને શ્યામ બનાવતું ચાતુર્માસ પૃથ્વીમાં પ્રવર્ત્યું.
આકાશ મેઘમાળાના સમૂહથી એવું શોભતું, જાણે કે કાજળથી લીંપ્યું છે. ક્યાંક બગલાની
ઉડતી પંક્તિ એવી શોભતી જાણે કે કુમુદ ખીલી ઊઠયાં છે. ઠેકઠેકાણે કમળો ખીલી ગયાં
છે, તેમના ઉપર ભમરાઓ ગૂંજી રહ્યા છે તે જાણે કે વર્ષાકાળરૂપ રાજાનો યશ ગાય છે.
અંજનગિરિ સમાન મહાનીલ અંધકારથી જગત વ્યાપ્ત થઈ ગયું છે અને મેઘ ગાજવાથી
જાણે સૂર્ય-ચંદ્ર ડરીને છુપાઈ ગયા છે, અખંડ જળની ધારાથી પૃથ્વી સજળ બની ગઈ છે
અને ઘાસ ઊગી નીકળ્‌યું છે, જાણે કે પૃથ્વીએ હર્ષના અંકુર ધારણ કર્યાં છે. જળના
પ્રવાહથી પૃથ્વી પર ઊંચું કે નીચું સ્થળ નજરે પડતું નથી. પૃથ્વી પર જળનો સમૂહ ગાજે
છે અને આકાશમાં મેઘ ગાજે છે, જાણે કે જેઠ મહિનારૂપ વેરીને જીતીને ગર્જના કરી રહ્યા
છે. ધરતી ઝરણાઓથી શોભાયમાન બની છે, જાતજાતની વનસ્પતિ ધરતી પર ઊગી
નીકળી છે. તેનાથી પૃથ્વી એવી શોભે છે કે જાણે હરિતમણિ સમાન પથારી પાથરી દીધી
છે. પૃથ્વી ઉપર સર્વત્ર જળબંબાકાર થઈ રહ્યું છે, જાણે કે જળના ભારથી વાદળાં જ તૂટી
ગયાં છે, ઠેકઠેકાણે ઇન્દ્ર ગોપ દેખાય છે, જાણે કે વૈરાગ્યરૂપ વજ્રથી ચૂર્ણ થઈ ગયેલ છે.
રાગના ટુકડા જ પૃથ્વી પર ફેલાઈ ગયા છે, વીજળીનું તેજ સર્વ દિશામાં ફરી વળે છે,
જાણે કે મેઘ નેત્ર વડે જળથી ભરેલ અને ખાલી સ્થાન જોઈ રહ્યા છે. વિવિધ પ્રકારના
રંગ ધારણ

Page 230 of 660
PDF/HTML Page 251 of 681
single page version

background image
૨૩૦ બાવીસમું પર્વ પદ્મપુરાણ
કરીને ઇન્દ્રધનુષ આકાશને એવી શોભા આપે છે, જાણે કે અતિઊંચા તોરણોથી યુક્ત
હોય. બન્ને કાંઠાને તોડી નાખતી, ભયંકર વમળ પેદા કરતી નદી અતિવેગથી કલૂષતા
સહિત વહે છે, જાણે કે મર્યાદારહિત સ્વચ્છંદી સ્ત્રીનું સ્વરૂપ તે આચરે છે. મેઘગર્જનાથી
ત્રાસ પામેલી મૃગનયની, વિરહિણીઓ સ્તંભને સ્પર્શ કરે છે, મહાવિહ્વળ છે, પતિ
આવવાની આશામાં તેમણે પોતાનાં નેત્રો લગાવ્યાં છે. આવા વર્ષાકાળમાં જીવદયાના
પાળનાર, મહાશાંત, અનેક નિર્ગરંથ મુનિ પ્રાસુક સ્થાનમાં ચાર માસના ઉપવાસ કરીને બેઠા
છે અને જે ગૃહસ્થ શ્રાવક સાધુની સેવામાં તત્પર છે તે પણ ચાર મહિના ગમનનો ત્યાગ
કરીને વિવિધ પ્રકારના નિયમો લઈને બેઠા છે. આવા મેઘથી વ્યાપ્ત વર્ષાકાળમાં તે પિતા-
પુત્ર યથાર્થ આચારના આચરનાર સ્મશાનમાં ચાર મહિના ઉપવાસ ધારણ કરી વૃક્ષની
નીચે બિરાજ્યા. કોઈ વાર પદ્માસન, કોઈ વાર કાયોત્સર્ગ, કોઈ વાર વીરાસન આદિ
અનેક આસનો ધારણ કરી તેમણે ચાતુર્માસ પૂર્ણ કર્યું. આ સ્મશાન વૃક્ષોના અંધકારથી
ગહન હતું. સિંહ, વાઘ, રીંછ, શિયાળ, સર્પ ઇત્યાદિ અનેક દુષ્ટ જીવોથી પૂર્ણ હતું. અર્ધદગ્ધ
મડદાં, મહાભયાનક વિષમ ભૂમિ, મનુષ્યના મસ્તકનાં હાડકાંના સમૂહથી જ્યાં પૃથ્વી શ્વેત
થઈ રહી છે અને દુષ્ટ અવાજ કરતા પિશાચોના સમૂહ વિચરે છે, જ્યાં ઘાસ, કંટક ખૂબ
છે તેવા સ્થાનમાં આ ધીર વીર, પવિત્ર મનવાળા પિતા-પુત્ર બન્ને મુનિઓએ ચાર
મહિના પૂરા કર્યા.
વર્ષાઋતુ વીતી ગઈ અને શરદઋતુ આવી, જાણે કે રાત્રિ પૂરી થઈ અને પ્રભાત
થયું. જે પ્રભાત જગતને પ્રકાશ આપવામાં પ્રવીણ છે. શરદઋતુમાં આકાશમાં શ્વેત વાદળાં
પ્રગટ થયાં, સૂર્ય મેઘપટલરહિત કાંતિમાન પ્રકાશ્યો. જેમ ઉત્સર્પિણી કાળનો દુખમાકાળ
પૂરો થાય અને દુખમા-સુખમાના આરંભમાં જ શ્રી જિનેન્દ્રદેવ પ્રગટ થાય તેમ. રાત્રે
તારાઓના સમૂહ વચ્ચે ચંદ્રમા શોભવા લાગ્યો, જેમ સરોવરની વચ્ચે તરુણ રાજહંસ શોભે
તેમ. રાત્રે ચંદ્રમાની ચાંદનીથી પૃથ્વી ઉજ્જવળ થઈ, જાણે કે ક્ષીરસાગર જ ધરતી પર
ફેલાઈ રહ્યો છે. નદીઓ નિર્મળ થઈ; સારસ, ચકવા આદિ પક્ષીઓ સુંદર અવાજ કરવા
લાગ્યા, સરોવરમાં કમળો ખીલ્યા, તેના પર ભમરાઓ ઊડી રહ્યા હતા અને ગુંજારવ કરી
રહ્યા હતા, જાણે કે ભવ્ય જીવોએ મિથ્યાત્વ પરિણામ છોડી દીધા છે, તે ઊડતા ફરે છે.
ભાવાર્થઃ– મિથ્યાત્વનું સ્વરૂપ શ્યામ ભમરાનું પણ સ્વરૂપ શ્યામ. જ્યાં સુગંધ
ફેલાઈ રહી છે એનાં ઊંચા મહેલોના નિવાસમાં રાત્રે લોક નિજ પ્રિયાઓ સાથે ક્રીડા કરી
રહ્યા છે. શરદ ઋતુમાં મનુષ્યો મહાન ઉત્સવો ઉજવે છે, મિત્ર-બાંધવોનું સન્માન કરવામાં
આવે છે, જે સ્ત્રી પિયરમાં ગઈ હોય તેમનું સાસરે આગમન થાય છે. કાર્તિક સુદી પૂનમ
વીત્યા પછી તપોધન મુનિઓ જૈન તીર્થોમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે આ પિતા અને
પુત્ર અને કીર્તિધર સુકૌશલ મુનિ, જેમનો નિયમ પૂરો થયો છે તે શાસ્ત્રોક્ત ઈર્યાસમિતિ
સહિત પારણા નિમિત્તે નગર તરફ વિહાર કરવા લાગ્યા. હવે પેલી સહદેવી સુકૌશલની
માતા, જે મરીને વાઘણ થઈ

Page 231 of 660
PDF/HTML Page 252 of 681
single page version

background image
પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૩૧
હતી, તે પાપિણી મહાક્રોધથી ભરેલી, જેના કેશ લોહીથી લાલ છે, વિકરાળ જેનું મુખ છે,
જેની દાઢ તીક્ષ્ણ છે, જેની આંખો પીળી છે, જેણે માથા ઉપર પૂંછડી મૂકી છે, નહોરથી
અનેક જીવ જેણે વિદાર્યા છે તે ભયંકર ગર્જના કરતી સામે આવી, જાણે કે હત્યારી જ
શરીર ધારણ કરીને આવી. જેની લાલ જીભનો અગ્રભાગ લહલહે છે, મધ્યાહ્નના સૂર્ય
જેવી જે આતાપકારી છે તે પાપિણી સુકૌશલ સ્વામીને જોઈને મહાવેગથી ઊછળી. તેને
આવતી જોઈને સુંદર ચરિત્રવાળા તે બન્ને મુનિઓ સર્વ આલંબનરહિત કાયોત્સર્ગ ધારણ
કરીને ઊભા રહ્યા. તે પાપી વાઘણ સુકૌશલ સ્વામીના શરીરને નખોથી વિદારવા લાગી.
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! આ સંસારનું ચરિત્ર જો. જ્યાં માતા
પુત્રના શરીરને ખાવા તૈયાર થાય છે. આથી વધારે મોટું કષ્ટ શું હોય? જન્માંતરના
સ્નેહી બાંધવ કર્મના ઉદયથી વેરી થઈને પરિણમે છે. તે વખતે સુમેરુથી પણ અધિક સ્થિર
સુકૌશલ મુનિને, શુક્લ ધ્યાનના ધારકને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે અંતઃકૃત કેવળી થયા.
ઇન્દ્રાદિક દેવોએ આવી એમના દેહની કલ્પવૃક્ષાદિક પુષ્પોથી પૂજા કરી, ચતુર નિકાયના
બધા જ દેવો આવ્યા અને વાઘણને કીર્તિધર મુનિએ ધર્મોપદેશનાં વચનોથી સંબોધન કર્યું
‘હે પાપિણી, તું સુકૌશલની માતા સહદેવી હતી અને પુત્ર પ્રત્યે તને અધિક સ્નેહ હતો,
તેનું શરીર તેં નખથી વિદાર્યું.’ ત્યારે તેને જાતિસ્મરણ થયું. તેણે શ્રાવકનાં વ્રત ધારણ
કર્યાં, સંન્યાસ ધારણ કરી, શરીર ત્યજી તે સ્વર્ગલોકમાં ગઈ. પછી કીર્તિધર મુનિને પણ
કેવળજ્ઞાન ઊપજ્યું એટલે સુર-અસુર તેમના કેવળજ્ઞાનની પૂજા કરીને પોતપોતાના
સ્થાનકે ગયા. આ સુકૌશલ મુનિનું માહાત્મ્ય જે કોઈ પુરુષ વાંચે-સાંભળે તે સર્વ
ઉપસર્ગથી રહિત થઈ સુખપૂર્વક ચિરકાળ જીવે.
ત્યારપછી સુકૌશલની રાણી વિચિત્રમાળાને પૂરા સમયે સુંદર લક્ષણોથી મંડિત પુત્ર
જન્મ્યો. જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યો હતો ત્યારથી માતાની કાંતિ સુવર્ણ જેવી થઈ ગઈ
હતી તેથી પુત્રનું નામ હિરણ્યગર્ભ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે હિરણ્યગર્ભ એવો રાજા થયો,
જાણે કે તેણે પોતાના ગુણો વડે ઋષભદેવનો સમય ફરીથી પ્રગટ કર્યો. તે રાજા હરિની
પુત્રી મહામનોહર અમૃતવતીને પરણ્યો. રાજા પોતાના મિત્ર બાંધવો સંયુક્ત પૂર્ણ દ્રવ્યનાં
સ્વામી જાણે કે સુવર્ણનો પર્વત જ છે. સર્વ શાસ્ત્રાર્થના પારગામી તે દેવો સમાન ઉત્કૃષ્ટ
ભોગ ભોગવતો હતો. એક સમયે ઉદાર છે ચિત્ત જેમનું એવા એ રાજાએ દર્પણમાં મુખ
જોતી વખતે ભ્રમર સમાન શ્યામ કેશની વચ્ચે એક સફેદ વાળ જોયો. ત્યારે મનમાં
વિચારવા લાગ્યા કે આ કાળનો દૂત આવ્યો, આ જરા શક્તિકાંતિની નાશ કરનારી છે,
તેનાથી મારાં અંગોપાંગ બલાત્ શિથિલ થશે. આ ચંદનના વૃક્ષ જેવી મારી કાયા હવે
જરારૂપ અગ્નિથી બળેલા અંગારા જેવી થઈ જશે. આ જરા છિદ્ર શોધે જ છે તે સમય
મળતાં પિશાચિનીની જેમ મારા શરીરમાં પેસીને બાધા ઉત્પન્ન કરશે અને કાળરૂપ સિંહ
ચિરકાળથી મારા ભક્ષણનો અભિલાષી હતો તે હવે મારા શરીરનું પરાણે ભક્ષણ કરશે.
ધન્ય છે તે પુરુષને કે જે કર્મભૂમિમાં જન્મીને તરુણ અવસ્થામાં જ વ્રતરૂપ

Page 232 of 660
PDF/HTML Page 253 of 681
single page version

background image
૨૩૨ બાવીસમું પર્વ પદ્મપુરાણ
જહાજમાં બેસીને ભવસાગરને તરી જાય છે. આમ ચિંતવન કરીને રાણી અમૃતવતીના
પુત્ર નઘોષને રાજ્ય પર સ્થાપીને વિમળ મુનિની પાસે દિગંબરી દીક્ષા ધારણ કરી. આ
નઘોષ જ્યારથી માતાના ગર્ભમાં આવ્યો હતો ત્યારથી જ કોઈ પાપનું વચન કહ્યું નહોતું
તેથી નઘોષ કહેવાયો. તેનાં ગુણ પૃથ્વી પર પ્રસિદ્ધ હતા. તે ગુણોના પૂંજને સિંહિકા
નામની રાણી હતી. તે રાણીને અયોધ્યામાં મૂકીને પોતે ઉત્તર દિશાના સામંતોને જીતવા
ચડાઈ કરી. રાજાને અયોધ્યાથી દૂર ગયેલો જાણીને દક્ષિણ દિશાનો રાજા મોટી સેના સાથે
અયોધ્યા લેવા આવ્યો. ત્યારે મહાપ્રતાપી રાણી સિંહિકા મોટી ફોજ લઈને તેની સામે ગઈ.
તેણે સર્વ વેરીઓને રણમાં જીતીને અયોધ્યામાં મજબૂત થાણું રાખીને પોતે અનેક
સામંતોને લઈ દક્ષિણ દિશા જીતવા ગઈ. કેવી છે રાણી? શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યાનો
જેણે અભ્યાસ કર્યો છે. પોતાના પ્રતાપથી દક્ષિણ દિશાના સામંતોને જીતીને જયજયકાર
ગજવતી તે પાછી અયોધ્યા આવી. રાજા નઘોષ પણ ઉત્તર દિશામાં જીત મેળવીને આવ્યો.
તે પોતાની સ્ત્રીનું પરાક્રમ સાંભળીને ગુસ્સે થયો. મનમાં વિચારવા લાગ્યો કે કુળવાન,
અખંડ શીલની પાળનારી સ્ત્રીમાં આટલી ઉદ્ધતાઈ હોવી ન જોઈએ. આમ વિચારીને તેનું
ચિત્ત રાણી સિંહિકા પ્રત્યે ઉદાસ થયું. પતિવ્રતા, મહાશીલવતી, પવિત્ર ચેષ્ટાવાળી સિંહિકાને
તેણે પટરાણીના પદથી દૂર કરી. તે અત્યંત દરિદ્ર બની ગઈ.
હવે રાજાને એક સમયે મહાદાહજ્વરનો વિકાર થયો. સર્વ વૈદ્યો પ્રયત્ન કરતા, પણ
તેમની ઔષધિ અસર કરતી નહિ. રાણી સિંહિકા રાજાને રોગગ્રસ્ત જાણીને મનમાં
વ્યાકુળ થઈ. પોતાની શુદ્ધતા સિદ્ધ કરવા આ પતિવ્રતાએ પુરોહિત, મંત્રી, સામંતો સૌને
બોલાવ્યા અને પોતાના હાથનું જળ પુરોહિતના હાથમાં મૂકીને કહ્યું કે જો હું
મનવચનકાયાથી પતિવ્રતા હોઉં તો આ જળનું સિંચન કરવાથી રાજાનો દાહજ્વર દૂર થઈ
જાવ. પછી એ જળનું સિંચન કરતાં જ રાજાનો દાહજ્વર મટી ગયો અને જાણે બરફમાં
મગ્ન હોય તેવો શીતળ થઈ ગયો. તેના મુખમાં વીણાના શબ્દ હોય તેવા મનોહર શબ્દ
નીકળ્‌યા. આકાશમાં એવી ધ્વનિ થઈ કે આ રાણી સિંહિકા પતિવ્રતા, મહાશીલવંતી ધન્ય
છે, ધન્ય છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજાએ રાણીને મહાશીલવંતી જાણી ફરી પાછું
પટરાણીપદ આપ્યું અને ઘણો વખત નિષ્કંટક રાજ્ય કર્યું. પછી પોતાના પૂર્વજોનાં
ચરિત્રનો ચિત્તમાં વિચાર કરીને, સંસારની માયાથી નિઃસ્પૃહ થઈ સિંહિકા રાણીના પુત્ર
સૌદાસને રાજ્ય આપી, પોતે ધીર વીર બની મુનિવ્રત ધારણ કર્યા. જે કાર્ય પરંપરાથી
એના વડીલો કરતા આવ્યા હતા તે તેણે કર્યું. સૌદાસ રાજ્ય કરે છે, તે પાપી માંસાહારી
થયો. એમના વંશમાં કોઈએ આ આહાર કર્યો નહોતો. આ દુરાચારી અષ્ટાહિન્કાના
દિવસોમાં પણ અભક્ષ્ય આહારનો ત્યાગ કરતો નહોતો. એક દિવસ તેણે રસોઈયાને કહ્યું
કે મને માંસભક્ષણની ઈચ્છા થઈ છે. રસોઈયાએ કહ્યું કે હે મહારાજ! અષ્ટહિન્કાના
દિવસો છે, બધા લોકો ભગવાનની પૂજા કરી વ્રત, નિયમ લેવામાં તત્પર છે, પૃથ્વી પર
ધર્મનો ઉદ્યોત થઈ રહ્યો છે. આ દિવસોમાં આ વસ્તુ અલભ્ય છે. ત્યારે રાજાએ કહ્યું આ
વસ્તુ વિના મારું મન રહી શકતું નથી માટે

Page 233 of 660
PDF/HTML Page 254 of 681
single page version

background image
પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૩૩
જે ઉપાયથી આ વસ્તુ મળે તે કર. પછી રસોઈયો રાજાની આ દશા જોઈને નગરની
બહાર ગયો અને એક મરેલું બાળક જોયું. તે તે જ દિવસે મરણ પામ્યું હતું, તેને વસ્ત્રમાં
વીંટાળીને તે પાપી લઈ આવ્યો, સ્વાદિષ્ટ વસ્તુઓમાં મેળવીને તેને રાંધ્યું અને રાજાને તે
ભોજનમાં આપ્યું. મહાદુરાચારી તે રાજા અભક્ષ્યનું ભક્ષણ કરી અત્યંત પ્રસન્ન થયો. તેણે
રસોઈયાને એકાંતમાં પૂછયું કે હે ભદ્ર! આ માંસ તું ક્યાંથી લાવ્યો? અત્યાર સુધી મેં
આવું માંસ ખાધું નહોતું. ત્યારે રસોઈયાએ અભયદાન માગીને જે બન્યું હતું તે કહ્યું.
ત્યારે રાજાએ કહ્યું કે હવે આવું જ માંસ સદા લાવ્યા કર. પછી રસોઈયો રોજ બાળકોને
લાડુ વહેંચવા લાગ્યો. તે લાડુની લાલચથી રોજ બાળકો આવતાં. બાળકો લાડુ લઈને જતા
ત્યારે જે બાળક સૌથી પાછળ રહી જતો તેને આ રસોઈયો પકડીને મારી નાખતો અને
રાજાને તેનું માંસ ખવરાવતો. નગરમાંથી રોજ એક બાળક ઘટવા લાગ્યું એટલે લોકોએ
તપાસ કરીને સર્વ હકીકત જાણી લઈ, રસોઈયા સહિત રાજાને દેશમાંથી કાઢી મૂક્યો.
તેની રાણી કનકપ્રભાના પુત્ર સિંહરથને રાજ્ય આપ્યું. ત્યારથી એ પાપી સર્વત્ર નિરાદર
પામી, મહાદુઃખી થઈ પૃથ્વી પર ભટકતો રહ્યો. લોકો જે મરેલા બાળકને સ્મશાનમાં દાટી
આવતા તેનું તે ભક્ષણ કરતો. સિંહની જેમ તે મનુષ્યોનું ભક્ષણ કરતો તેથી તેનું નામ
સિંહસૌદાસ એવું પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. પછી તે દક્ષિણ દિશામાં ગયો. ત્યાં તેને મુનિનાં
દર્શન થયા. તેમની પાસેથી ધર્મશ્રવણ કરી તેણે શ્રાવકનાં વ્રત લીધાં. તે તરફ એક
મહાપુર નામના નગરનો રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહોતો. બધાએ વિચાર્યું કે પટબંધ
હાથીને છૂટો મૂકવો. તે જેને પીઠ પર બેસાડીને લાવે તેને રાજા બનાવવો. તે હાથી આને
પીઠ પર બેસાડીને લાવ્યો તેથી તેને રાજ્ય આપવામાં આવ્યું. એ ન્યાયસંયુક્ત રાજ્ય
કરતો. તેણે પોતાના પુત્ર પાસે એક દૂત મોકલીને પોતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું.
પુત્રે લખ્યું કે તું મહાનિંદ્ય છે, હું તને નમસ્કાર કરીશ નહિ. તેથી તેણે પુત્ર પર ચડાઈ
કરી. તેને આવતો સાંભળીને લોકો ભાગવા લાગ્યા કે એ માણસોને ખાઈ જશે. પુત્ર અને
આની વચ્ચે મહાયુદ્ધ થયું. તેણે યુદ્ધમાં પુત્રને જીતી બન્ને રાજ્ય પુત્રને આપી પોતે
અત્યંત વૈરાગ્ય પામી તપ કરવા વનમાં ગયો.
પછી આના પુત્ર સિંહરથને બ્રહ્મરથ નામનો પુત્ર થયો. તેને ચતુર્મુખ, તેને હેમરથ,
તેને સત્યરથ, તેને પૃથુરથ, તેને પયોરથ, તેને દ્રઢરથ, તેને સૂર્યરથ, તેને માંધાતા, તેને
વીરસેન, તેને પૃથ્વીમન્યુ, તેને કમળબંધુ-જે દીપ્તિથી જાણે સૂર્ય જ અને સમસ્ત મર્યાદામાં
પ્રવીણ છે, તેને રવિમન્યુ, તેને વસંતતિલક, તેને કુબેરદત્ત, તેને કુંથુભક્ત-મહાકીર્તિનો
ધારક, તેને શતરથ, તેને દ્વિરદરથ, તેને સિંહદમન, તેને હિરણ્યકશ્યપ, તેને પુંજસ્થળ, તેને
કકુસ્થળ, તેને રઘુ-તે મહાપરાક્રમી હતો. આ ઈક્ષ્વાકુવંશ શ્રી ઋષભદેવથી પ્રવર્ત્યો. હે
શ્રેણિક! એ વંશનો મહિમા તને કહ્યો. ઋષભદેવના વંશમાં શ્રી રામચંદ્ર પર્યંત અનેક મોટા
મોટા રાજા થયા. તે મુનિવ્રત ધારણ કરીને મોક્ષે ગયા. કેટલાક અહમિંદ્ર થયા, કેટલાક
સ્વર્ગે ગયા. આ વંશમાં પાપી કોઈક જ થયા.

Page 234 of 660
PDF/HTML Page 255 of 681
single page version

background image
૨૩૪ બાવીસમું પર્વ પદ્મપુરાણ
અયોધ્યાનગરમાં રાજા રઘુને અરણ્ય નામનો પુત્ર થયો. તેના પ્રતાપથી ઉદ્યાનમાં
વસતિ થઈ. તેને મહાગુણવંતી, અત્યંત કાંતિમતી, મહારૂપવાન, મહાપતિવ્રતા પૃથ્વીમતી
નામની રાણી હતી. તેને બે પુત્રો થયા. મહાશુભ લક્ષણવાળો એક અનંતરથ અને બીજો
દશરથ. માહિષ્મતિ નગરીના સ્વામી રાજા સહસ્ત્રરશ્મિ અને રાજા અરણ્યની ગાઢ મૈત્રી
થઈ હતી. જાણે કે બન્ને સૌધર્મ અને ઈશાન ઇન્દ્ર જ હતા. જ્યારે રાવણે યુદ્ધમાં
સહસ્ત્રરશ્મિને જીતી લીધો અને તેણે મુનિવ્રત લીધાં ત્યારે તેણે અરણ્યને સમાચાર આપ્યા
કેમ કે સહસ્ત્રરશ્મિ અને અરણ્ય વચ્ચે એવું નક્કી થયું હતું કે જો તમે વૈરાગ્ય લ્યો તો
મને બતાવવું અને હું વૈરાગ્ય લઈશ તો તમને જણાવીશ. ત્યારે રાજા અરણ્યે
સહસ્ત્રરશ્મિને મુનિ થયેલા જાણીને પોતાના નાના પુત્ર દશરથને રાજ્ય આપી પોતે મોટા
પુત્ર અનંતરથ સહિત અભયસેન મુનિની સમીપે જિનદીક્ષા ધારણ કરી. તેમણે મહાન તપ
કરી કર્મોનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરી અને અનંતરથ મુનિ સર્વ પરિગ્રહરહિત પૃથ્વી
પર વિહાર કરવા લાગ્યા. બાવીસ પરીષહ સહન કરવામાં કોઈ પ્રકારે તેમને ઉદ્વેગ થયો
નહિ તેથી તેમનું અનંતવીર્ય એવું નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. રાજા દશરથ રાજ્ય કરતા
તે અતિસુંદર શરીરવાળા નવયૌવનમાં અત્યંત શોભતા હતા. જાણે કે અનેક પ્રકારનાં
પુષ્પોથી શોભિત પર્વતનું ઉત્તુંગ શિખર જ હતું.
દર્ભસ્થળ નગરના રાજા કૌશલ પ્રશંસાયોગ્ય ગુણોના ધારક હતા. તેની રાણી
અમૃતપ્રભાને કૌશલ્યા અથવા અપરાજિતા નામની પુત્રી હતી. તેને અપરાજિતા કેમ
કહેતા? તે સ્ત્રીઓનાં ગુણોથી શોભાયમાન હતી અને કામની સ્ત્રી રતિ સમાન,
અતિસુંદર, કોઈનાથી જીતી ન શકાય એવી અત્યંત રૂપવાન હતી. તેથી તે રાજા દશરથને
પરણી. વળી, એક કમલસંકુલ નામનું મોટું નગર હતું. ત્યાંના રાજા સુબંધુતિલકની રાણી
મિત્રાને સુમિત્રા નામની સર્વ ગુણોથી મંડિત, રૂપવંતી, જેને જોતાં સર્વને મનમાં આનંદ
થાય તેવી પુત્રી હતી. તે પણ દશરથ સાથે પરણી. એક બીજા મહારાજા નામના રાજાની
પુત્રી સુપ્રભા જે લાવણ્યની ખાણ હતી, જેને જોતાં લક્ષ્મી મહાલજ્જા પામે તેવી હતી તે
પણ દશરથને પરણી. રાજા દશરથને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું અને રાજ્યનો ખૂબ ઉદય થયો
તેથી તે સમ્યગ્દર્શનને રત્ન સમાન જાણતા હતા અને રાજ્યને તૃણ સમાન માનતા હતા.
જો રાજ્ય ન છોડે તો આ જીવ નરકમાં જાય અને રાજ્ય છોડે તો સ્વર્ગ કે મુક્તિ પામે,
અને સમ્યગ્દર્શનના યોગથી નિઃસંદેહ ઊર્ધ્વગતિ જ છે. આમ જાણી રાજાને સમ્યગ્દર્શનની
દ્રઢતા થતી ગઈ. વળી, ભગવાનના પ્રશંસાયોગ્ય ચૈત્યાલયો અગાઉ જે ભરત ચક્રવર્તી
આદિકોએ બનાવરાવ્યાં હતાં તેમાંનાં કેટલાંક સ્થાનોમાં જીર્ણ થયાં હતાં. રાજા દશરથે
તેમની મરામત કરાવી, તેમને નવાં જેવાં જ બનાવી દીધાં, અને ઇન્દ્ર દ્વારા નમસ્કાર
કરવા યોગ્ય મહારમણીક તીર્થંકરોનાં કલ્યાણક સ્થાનોની આ રાજા રત્નો વડે પૂજા કરતો
હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે ભવ્ય જીવ! રાજા દશરથ સરખા જીવ
પરભવમાં મહાધર્મનું ઉપાર્જન કરી અતિ મનોજ્ઞ દેવલોકની લક્ષ્મી પામીને આ લોકમાં
રાજા થયા હતા, તેમનો પ્રકાશ

Page 235 of 660
PDF/HTML Page 256 of 681
single page version

background image
પદ્મપુરાણ તેવીસમું પર્વ ૨૩પ
સૂર્યની પેઠે દશે દિશામાં ફેલાયો હતો, તે મહાન ઋદ્ધિના ધારક હતા.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં સુકૌશલનું માહાત્મ્ય અને તેના
વંશમાં રાજા દશરથની ઉત્પત્તિનું કથન કરનાર બાવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
તેવીસમું પર્વ
(દશરથના પુત્ર અને જનકની પુત્રીથી રાવણના મરણની શંકા અને તેનું નિરાકરણ)
એક દિવસ રાજા દશરથ મહાતેજપ્રતાપથી સંયુક્ત સભામાં બિરાજતા હતા. સુરેન્દ્ર
સમાન તેમનો વૈભવ હતો અને જિનેન્દ્રની સભામાં તેમનું મન આસક્ત છે. તે વખતે
પોતાના શરીરના તેજથી આકાશમાં ઉદ્યોત કરતા નારદ આવ્યા. નારદને દૂરથી જ જોઈને
રાજા ઊઠીને સામે ગયા અને ઘણા આદરપૂર્વક નારદને લાવીને સિંહાસન ઉપર બેસાડયા.
રાજાએ નારદની કુશળતા પૂછી. નારદે કહ્યું કે જિનેન્દ્રદેવની કૃપાથી બધું કુશળ છે. પછી
નારદે રાજાની કુશળતા પૂછી. રાજાએ કહ્યું કે દેવધર્મગુરુના પ્રસાદથી કુશળ છે. રાજાએ
ફરીથી પૂછયું કે પ્રભો! આપ કઈ જગાએથી આવ્યા? આ દિવસોમાં ક્યાં ક્યાં વિહાર
કર્યો? શું જોયું? શું સાંભળ્‌યું? તમારાથી અઢી દ્વીપમાં કોઈ સ્થાન અજાણ્યું નથી. ત્યારે
નારદે જવાબ આપ્યો કે હે રાજન્! હું મહાવિદેહ-ક્ષેત્રમાં ગયો હતો. તે ક્ષેત્ર ઉત્તમ જીવોથી
ભરેલું છે. ત્યાં ઠેકઠેકાણે શ્રી જિનરાજનાં મંદિરો છે અને ઠેકઠેકાણે મુનિરાજ બિરાજે છે,
ત્યાં ધર્મનો ઉદ્યોત સર્વત્ર ખૂબ થઈ રહ્યો છે. શ્રી તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ,
પ્રતિવાસુદેવ આદિ ઉપજે છે. ત્યાં પુંડરિકિણી નગરીમાં મેં સીમંધર સ્વામીના
તપકલ્યાણકનો ઉત્સવ જોયો. પુંડરિકણી નગરી જાતજાતનાં રત્નોના મહેલોથી પ્રકાશે છે.
સીમંધર સ્વામીના તપકલ્યાણકમાં નાના પ્રકારના દેવોનું આગમન થયું હતું, તેમનાં
જાતજાતનાં વિમાનો, ધજા, છત્રાદિથી અત્યંત શોભતાં જાતજાતનાં વાહનોથી નગરી ભરી
હતી. જેવો શ્રી મુનિસુવ્રતનાથના સુમેરુ પર્વત ઉપર જન્માભિષેકનો ઉત્સવ આપણે
સાંભળ્‌યો છે તેવો શ્રી સીમંધર સ્વામીના જન્માભિષેકનો ઉત્સવ મેં સાંભળ્‌યો. અને
તપકલ્યાણકનો ઉત્સવ તો મેં પ્રત્યક્ષ જોયો. જુદાં જુદાં પ્રકારનાં રત્નોજડિત જિનમંદિર
જોયાં, જ્યાં મહામનોહર ભગવાનનાં મોટાં મોટાં બિંબ બિરાજે છે અને વિધિપૂર્વક નિરંતર
પૂજા થાય છે. મહાવિદેહથી હું સુમેરુ પર્વત પર આવ્યો, સુમેરુની પ્રદક્ષિણા કરી સુમેરુના
વનમાં ભગવાનનાં જે અકૃત્રિમ ચૈત્યાલયો છે તેમનાં દર્શન કર્યાં. હે રાજન્! નંદનવનનાં
ચૈત્યાલયો વિવિધ પ્રકારનાં રત્નો જડેલાં અતિરમણીક મેં જોયાં. સ્વર્ગનાં પીતરંગી
ચૈત્યાલયો અતિદેદીપ્યમાન છે, સુંદર મોતીઓના હાર અને તોરણ ત્યાં શોભે છે.
જિનમંદિર જોતાં સૂર્યનાં મંદિર લાગે. ચૈત્યાલયોની ભીંતો વૈડૂર્ય મણિમય મેં જોઈ તેમાં
ગજ, સિંહાદિરૂપ અનેક ચિત્રો મઢેલાં છે, ત્યાં દેવદેવી સંગીતશાસ્ત્રરૂપ નૃત્ય કરી

Page 236 of 660
PDF/HTML Page 257 of 681
single page version

background image
૨૩૬ તેવીસમું પર્વ પદ્મપુરાણ
રહ્યાં છે. દેવારણ્ય વનમાં ચૈત્યાલયો તથા જિનપ્રતિમાનાં દર્શન કર્યાં. કુલાચલોનાં શિખરો
પર મેં જિનેન્દ્રનાં ચૈત્યાલયો જોયાં. નારદે આમ કહ્યું ત્યારે દશરથે ‘દેવોને નમસ્કાર’ એમ
બોલી, હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા.
પછી નારદે રાજાને સંજ્ઞા કરી એટલે રાજાએ બધાને વિદાય આપી. પોતે એકાંતમાં
રહ્યા ત્યારે નારદે કહ્યું કે હે સુકૌશલ દેશના અધિપતિ! ધ્યાન દઈને સાંભળ. તારા હિતની
વાત કહું છું. હું ભગવાનનો ભક્ત, જ્યાં જ્યાં જિનમંદિર હોય ત્યાં વંદના કરવા જાઉં છું.
એ પ્રમાણે હું લંકામાં ગયો હતો. ત્યાં મહામનોહર શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યાલય છે
તેની મેં વંદના કરી અને એક વાત વિભીષણના મુખેથી સાંભળી કે રાવણે બુદ્ધિસાર
નામના નિમિત્તજ્ઞાનીને પૂછયું હતું કે મારું મૃત્યું કયા નિમિત્તે થશે? નિમિત્તજ્ઞાનીએ કહેલું
કે દશરથના પુત્ર અને જનક રાજાની પુત્રીના નિમિત્તે તારું મૃત્યુ થશે. આ સાંભળીને
રાવણને ચિંતા થઈ. ત્યારે વિભીષણે કહ્યું કે આપ ચિંતા ન કરો, હું એ બન્નેને પુત્ર-પુત્રી
થયા પહેલાં મારીશ. તેથી તારા બધા સમાચાર જાણવા વિભીષણે ગુપ્તચરો મોકલ્યા હતા
તે તારું સ્થાન, ફરવા-હરવાનું વગેરે બધું જાણીને ગયા છે; અને મારા પર વિશ્વાસ
હોવાથી વિભીષણે મને પૂછયું હતું કે શું તમે દશરથ અને જનકના સ્વરૂપ વિષે જાણો
છો? ત્યારે મેં કહ્યું હતું કે મેં તેમને જોયે ઘણા દિવસ થયા છે, હવે તેમને જોઈને તમને
કહીશ. તેનો અભિપ્રાય ખોટો જાણીને તમારી પાસે આવ્યો છું એટલે જ્યાં સુધીમાં તે
વિભીષણ તમને મારવાનો ઉપાય કરે તે પહેલાં તમે પોતે છુપાઈને ક્યાંક બેસી જાવ. જે
સમ્યગ્દ્રષ્ટિ, જિનધર્મી, દેવગુરુધર્મના ભક્ત છે તે બધા પ્રત્યે મને પ્રેમ છે અને તમારા
જેવા પ્રત્યે વિશેષ છે માટે તમે જે યોગ્ય માનો તે કરો, તમારું કલ્યાણ થાવ. હવે હું
જનકને આ વૃત્તાંત કહેવા જાઉં છું. પછી રાજાએ ઊઠીને નારદનો સત્કાર કર્યો. નારદ
આકાશમાર્ગે થઈ મિથિલાપુરી તરફ ગયા અને જનકને પણ બધા સમાચાર આપ્યા.
નારદને ભવ્યજીવ જિનધર્મી પ્રાણથી પણ અધિક પ્યારા છે. નારદ તો સમાચાર આપીને
બીજા દેશમાં ચાલ્યા ગયા. બન્ને રાજાઓને પોતાના મરણની શંકા ઉત્પન્ન થઈ. રાજા
દશરથે પોતાના મંત્રી સમુદ્રહૃદયને બોલાવી એકાંતમાં નારદે કહેલ સકળ વૃત્તાંત જણાવ્યો.
ત્યારે સ્વામીભક્તિમાં પરાયણ અને વાતને ગુપ્ત રાખવામાં શ્રેષ્ઠ એવા તે મંત્રીએ રાજાના
મુખથી આ મહાભયના સમાચાર સાંભળીને રાજાને કહ્યુંઃ ‘હે નાથ! જીવનને માટે બધું
કરવામાં આવે છે, જો ત્રિલોકનું રાજ્ય મળે, પણ જીવ જવાનો હોય તો શા કામનું? માટે
જ્યાં સુધી હું તમારા શત્રુઓનો ઉપાય કરું ત્યાં સુધી તમે તમારું રૂપ બદલીને પૃથ્વી પર
ફરો.’ તેથી રાજા દેશ, ભંડાર, નગર બધું મંત્રીને સોંપીને નગરમાંથી બહાર નીકળી ગયા.
રાજાના ગયા પછી મંત્રીએ રાજા દશરથના રૂપ જેવું પૂતળું બનાવ્યું, માત્ર તેમાં ચેતના
નહોતી, બાકી બીજાં બધાં રાજાનાં જ ચિહ્નો બનાવ્યાં, લાખ આદિ રસના યોગથી તેમાં
રુધિર ભર્યું અને શરીરની કોમળતા જેવી જીવતા પ્રાણીની હોય તેવી જ બનાવી અને
મહેલના સાતમા ખંડમાં રાજાને સિંહાસન પર બિરાજમાન કર્યા.

Page 237 of 660
PDF/HTML Page 258 of 681
single page version

background image
પદ્મપુરાણ તેવીસમું પર્વ ૨૩૭
સર્વ લોકો નીચેથી નમસ્કાર કરતા ઉપર કોઈને જવા દેવામાં આવતા નહિ; અને બહારમાં
એવું પ્રસિદ્ધ કર્યું કે રાજાને શરીરમાં કોઈક રોગ થયો છે. એક મંત્રી અને બીજો પૂતળું
બનાવનાર આ બે જ રહસ્ય જાણતા હતા. અરે, એમને પણ જોઈને એવો ભ્રમ ઉપજતો
કે તે રાજા જ છે. અને આવી જ બાબત રાજા જનકની પણ થઈ. જે પંડિત હોય છે
તેમને એકસરખો જ વિચાર આવે છે. મંત્રીઓની બુદ્ધિ સૌથી વિશેષ પ્રકારે કામ કરે છે.
આ બન્ને રાજાઓ લોકસ્થિતિના જાણકાર હોઈ પૃથ્વી પર ગુપ્ત રીતે ફર્યા કરતા.
આપત્તિના સમયમાં જે રીત કરવાની હોય છે તે પ્રમાણે તે આચરણ કરતાં. જેમ
વર્ષાઋતુમાં ચંદ્ર-સૂર્ય મેઘના જોરથી છુપાઈ રહે છે તેમ જનક અને દશરથ બન્ને છુપાઈને રહ્યા.
આ કથા ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધપતિ! આ બન્ને મહાન
રાજા જેમના મહાસુંદર મહેલો અને મહામનોહર દેવાંગના સરખી સ્ત્રીઓ હતી, જે મનોહર
ભોગોના ભોક્તા હતા તે અત્યારે પગે ચાલીને, ગરીબ માણસોની જેમ, કોઈના સંગાથ
વિના એકલા ભ્રમણ કરતા હતા. ધિક્કાર છે સંસારના સ્વરૂપને! આમ નિશ્ચય કરીને જે
પ્રાણી સ્થાવર-જંગમ સર્વ જીવોને અભયદાન આપે છે તે પોતે પણ ભયથી કંપાયમાન
થતા નથી. આ અભયદાન જેવું બીજું કોઈ દાન નથી, જેણે અભયદાન આપ્યું તેણે બધું
જ આપ્યું, અભયદાનના દાતા સત્પુરુષોમાં મુખ્ય છે.
ત્યાર પછી વિભીષણે દશરથ અને જનકને મારવા સુભટો મોકલ્યા. તેમની સાથે
ગુપ્તચરો હતા. મહાક્રૂર અને સશસ્ત્ર એવા તે સુભટો છુપાઈ છુપાઈને રાતદિવસ નગરમાં
ફરતા. રાજાના મહેલ અત્યંત ઊંચા હતા એટલે તેમાં પ્રવેશ કરી શકતા નહિ. એમને ઘણા
દિવસ થયા એટલે વિભીષણે પોતે આવી મહેલમાં ગીતનો અવાજ સાંભળી મહેલમાં
પ્રવેશ કર્યો. રાજા દશરથને અંતઃપુરમાં સૂતેલા જોયા. વિભીષણ પોતે દૂર ઊભા રહ્યા અને
એક વિદ્યુવિલસિત નામના વિદ્યાધરને મોકલ્યો કે આનું મસ્તક લઈ આવ. તેણે આવીને
મસ્તક કાપીને વિભીષણને બતાવ્યું અને આખો રાજપરિવાર રોવા લાગ્યો. વિભીષણ
એનું અને જનકનું શિર સમુદ્રમાં નાખીને પોતે રાવણ પાસે આવ્યો. રાવણને આનંદિત
કર્યો. આ બન્ને રાજાઓની રાણીઓ વિલાપ કરતી હતી, પણ પાછળથી તેમને ખબર પડી
કે એ કૃત્રિમ પૂતળું હતું ત્યારે એ સંતોષ પામી. વિભીષણ લંકા જઈને અશુભ કર્મની
શાંતિ અર્થે દાન, પૂજાદિ શુભ ક્રિયા કરવા લાગ્યો. પછી વિભીષણના મનમાં એવો
પશ્ચાત્તાપ થવા લાગ્યો કે મારા એવા કયા કર્મનો ઉદય આવ્યો કે ભાઈ પ્રત્યેના મોહથી મેં
નકામા બિચારા રાંક-ભયભીત એવા ભૂમિગોચરીઓને મરાવ્યા. શું આશીવિષ જાતિના
(એવા સર્પ, જેને જોતાં જ ઝેર ચડે) સર્પ હોય તો પણ તે ગરુડ ઉપર પ્રહાર કરી શકે?
ક્યાં એ અલ્પ ઐશ્વર્યના સ્વામી ભૂમિગોચરી અને ક્યાં ઇન્દ્ર સમાન શૂરવીર રાવણ! કયાં
ઉંદર અને કયાં કેશરી સિંહ, જેના અવલોકનમાત્રથી ગજરાજાનો મદ ઉતરી જાય છે! કેવો
છે કેશરી સિંહ? પવન સમાન વેગવાળો. અથવા જે પ્રાણીને જે સ્થાનમાં, જે કારણે જેટલું
દુઃખ કે સુખ થવાનું

Page 238 of 660
PDF/HTML Page 259 of 681
single page version

background image
૨૩૮ ચોવીસમું પર્વ પદ્મપુરાણ
છે તે તેને, તેના વડે, તે સ્થાનમાં કર્મના વશે અવશ્ય થાય છે અને જો આ નિમિત્તજ્ઞાની
યથાર્થ જાણતા હોય તો પોતાનું કલ્યાણ જ કેમ ન કરે કે જેથી મોક્ષનું અવિનાશી સુખ
મળે. નિમિત્તજ્ઞાની બીજાના મૃત્યુ વિષે યથાર્થ જાણતા હોય તો પોતાના મૃત્યુ વિષે
જાણીને મૃત્યુ આવ્યા પહેલાં આત્મકલ્યાણ કેમ ન કરે? નિમિત્તજ્ઞાનીના કહેવાથી હું મૂર્ખ
બન્યો, ખોટા માણસોની શિખામણથી જે મંદબુદ્ધિ હોય તે જ અકાર્યમાં પ્રવર્તે છે. આ
લંકાપુરી, પાતાળ જેનું તળિયું છે એવા સમુદ્રની મધ્યમાં આવેલી છે અને જે દેવોને પણ
અગમ્ય છે તે સ્થાનમાં બિચારા ભૂમિગોચરીઓ ક્યાંથી પહોંચી શકે? મેં આ ઘણું જ
અયોગ્ય કાર્ય કર્યું. હવે આવું કામ કદી નહિ કરું. આવી ધારણા કરીને ઉત્તમ દીપ્તિયુક્ત
જેમ સૂર્ય પ્રકાશરૂપે વિચરે તેમ મનુષ્યલોકમાં રમવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રાજા દશરથ અને જનકના
વિભીષણકૃત મરણભયનું વર્ણન કરનાર તેવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોવીસમું પર્વ
(દશરથ અને કૈકેયીનાં લગ્ન)
ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! અરણ્યના પુત્ર દશરથે ભ્રમણ કરતાં કૈકેયીની
સાથે લગ્ન કર્યાં તે મહા આશ્ચર્યકારક કથા તું સાંભળ. ઉત્તર દિશામાં એક કૌતુકમંગલ
નામનું નગર છે. તેના કોટ ઊંચા પર્વત જેવા છે. ત્યાં શુભમતિ નામનો રાજા રાજ્ય
કરતો. તે રાજાનું નામ જ માત્ર શુભમતિ નહોતું, તે સાચા અર્થમાં શુભમતિ હતો. તેની
રાણી પૃથુશ્રી રૂપ, ગુણ અને આભૂષણોથી મંડિત હતી. તેને કૈકેયી નામની પુત્રી અને
દ્રોણમેઘ નામનો પુત્ર હતો તેમના ગુણ દશે દિશામાં ફેલાઈ ગયા હતા. કૈકેયી અતિસુંદર
હતી, તેનાં સર્વ અંગ મનોહર હતાં, તે અદ્ભુત લક્ષણોવાળી, કળાઓની પારગામી હતી.
તે સમ્યગ્દર્શનયુક્ત શ્રાવિકાનાં વ્રત પાળનારી, જિનશાસનની જાણકાર, મહાશ્રદ્ધાવાન હતી.
ઉપરાંત તે સાંખ્ય, પાતંજલ, વૈશેષિક, વેદાંત, ન્યાય, મીમાંસા, ચાર્વાકાદિ અન્યમતીનાં
શાસ્ત્રોનું રહસ્ય જાણતી. નૃત્યકળામાં અતિ નિપુણ હતી, સર્વ ભેદોથી મંડિત, સંગીત સારી
રીતે જાણતી. ઉર, કંઠ અને મસ્તક આ ત્રણ સ્થાનોમાંથી સ્વર નીકળે છે અને સ્વરોના
સાત ભેદ છે-ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ. તે બધું કૈકેયીને ગમ્ય
હતું. ત્રણ પ્રકારના લય છે-શીઘ્ર, મધ્ય અને વિલંબિત. ચાર પ્રકારના તાલ છે-સ્થાયી,
સંચારી, આરોહક અને અવરોહક. ત્રણ પ્રકારની ભાષા-સંસ્કૃત, પ્રાકૃત અને શૌરસેની.
સ્થાયી ચાલનાં ભૂષણ ચાર છે-પ્રસન્નાદિ, પ્રસન્નાત, મધ્યપ્રસાદ અને પ્રસન્નાંદ્યવસાન.
સંચારીનાં છ ભૂષણ છે-નિવૃત્ત, પ્રસ્થિલ, બિંદુ, પ્રખોલિત, તમોમંદ અને પ્રસન્ન.
આરોહણનું એક પ્રસન્નાદિ ભૂષણ અને અવરોહણનાં બે ભૂષણ પ્રસન્નાત તથા કુહર

Page 239 of 660
PDF/HTML Page 260 of 681
single page version

background image
પદ્મપુરાણ ચોવીસમું પર્વ ૨૩૯
છે. આ તેર અલંકાર અને ચાર પ્રકારનાં વાજિંત્ર-તારરૂપ તે તાંત, ચામડું મઢેલ તે
આનદ્ધ, બંસરી અને ફૂંક મારીને વગાડવાનાં તે સુષિર અને કાંસીનાં વાજિંત્ર તે ધન. આ
ચાર પ્રકારનાં વાજિંત્ર જેવાં કૈકેયી વગાડતી તેવાં કોઈ વગાડી શકતું નહિ. ગીત, નૃત્ય
અને વાજિંત્ર એ ત્રણ ભેદ છે એ ત્રણે નૃત્યમાં સમાઈ ગયા. રસના નવ ભેદ છે-શૃંગાર,
હાસ્ય, કરુણ, વીર, અદ્ભુત, ભયાનક, રૌદ્ર, બીભત્સ અને શાંત. તેના ભેદ જેવા કૈકેયી
જાણતી તેવા બીજું કોઈ ન જાણતું. તે અક્ષર, માત્રા અને ગણિતશાસ્ત્રમાં નિપુણ, ગદ્ય-
પદ્યમાં સર્વમાં પ્રવીણ, વ્યાકરણ, છંદ, અલંકાર, નામમાળા, લક્ષણશાસ્ત્ર, તર્ક, ઇતિહાસ,
ચિત્રકળામાં અતિપ્રવીણ, રત્નપરીક્ષા, અશ્વપરીક્ષા, નરપરીક્ષા, શાસ્ત્રપરીક્ષા, ગજપરીક્ષા,
વૃક્ષપરીક્ષા, વસ્ત્રપરીક્ષા, સુગંધપરીક્ષા, સુગંધાદિ દ્રવ્યો બનાવવા ઈત્યાદિ સર્વ વાતોમાં
પ્રવીણ, જ્યોતિષ વિદ્યામાં નિપુણ, બાળ, વૃદ્ધ, તરુણ, મનુષ્ય તથા ઘોડા-હાથી ઈત્યાદિ
સર્વના ઈલાજ જાણતી, મંત્ર, ઔષધાદિ સર્વમાં તત્પર, વૈદ્યવિદ્યાનો નિધાન, સર્વ કળામાં
સાવધાન, મહાશીલવંત, મહામનોહર, યુદ્ધકળામાં અતિપ્રવીણ, શ્રૃગાંરાદિ કળામાં અતિ
નિપુણ, વિનય જેનું આભૂષણ હતું તેવી, કળા ગુણ અને રૂપમાં આવી બીજી કન્યા
નહોતી. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! ઘણું કહેવાથી શો લાભ? કૈકેયીના ગુણોનું
વર્ણન કયાં સુધી કરીએ? તેના પિતાએ વિચાર કર્યો કે આવી કન્યાનો યોગ્ય વર કોણ
થશે? સ્વયંવર મંડપ કરીએ અને તે પોતે જ પસંદ કરે તો ઠીક. તેણે સ્વયંવર મંડપ
રચ્યો અને ત્યાં હરિવાહન આદિ અનેક રાજાઓને બોલાવ્યા. વૈભવ સહિત તે બધા
આવ્યા. ફરતા ફરતા જનક અને દશરથ પણ ત્યાં આવ્યા. જોકે અત્યારે એમની પાસે
રાજ્યનો વૈભવ નહોતો તો પણ રૂપ અને ગુણોમાં તે સર્વ રાજાઓથી અધિક હતા. સર્વ
રાજા સિંહાસન ઉપર બેઠા. દ્વારપાલ બાઈ કૈકેયીને બધાનાં નામ, ગ્રામ, ગુણ વગેરે કહેતી.
તે વિવેકી, સાધુરૂપિણી, મનુષ્યોનાં લક્ષણ જાણનારી પ્રથમ તો દશરથ તરફ દ્રષ્ટિથી જોવા
લાગી અને પછી તે સુંદર બુદ્ધિ ધારણ કરનારી જેમ રાજહંસી બગલાઓની વચ્ચે બેઠેલા
રાજહંસ તરફ જાય તેમ અનેક રાજાઓની વચ્ચે બેઠેલા દશરથ તરફ ગઈ. ભાવમાળા તો
તેણે પહેલાં જ નાખી હતી અને દ્રવ્યરૂપ રત્નમાળા પણ તેણે લોકાચારને અર્થે દશરથના
ગળામાં પહેરાવી. ત્યારે ત્યાં જે કેટલાક ન્યાયી રાજાઓ બેઠા હતા તે પ્રસન્ન થયા અને
કહેવા લાગ્યા કે જેવી કન્યા હતી તેવો જ યોગ્ય વર મળ્‌યો. કેટલાક નિરાશ થઈને
પોતાના દેશમાં જવા માટે ઊભા થઈ ગયા. કેટલાક જે અત્યંત ધીઠ હતા તે ક્રોધે ભરાઈને
યુદ્ધ કરવા તૈયાર થયા અને કહેવા લાગ્યા કે ઊંચા ઊંચા કુળમાં જન્મેલા અને મહાન
ઋદ્ધિવાળા રાજાઓને છોડીને આ કન્યા જેનું કુળ અને શીલ જાણવામાં નથી એવા આ
પરદેશીને કેવી રીતે પરણી શકે? આ કન્યાનો અભિપ્રાય ખોટો છે. માટે આ પરદેશીને
હાંકી કાઢી, કન્યાના વાળ પકડી, બળાત્કારે તેનું હરણ કરો. આમ કહીને તે કેટલાક દુષ્ટો
યુદ્ધ માટે તૈયાર થયા. ત્યારે રાજા શુભમતિએ અત્યંત વ્યાકુળ થઈને દશરથને કહ્યું કે હે
ભવ્ય! હું આ દુષ્ટોને રોકું છું. તમે આ કન્યાને રથમાં બેસાડીને બીજે ચાલ્યા જાવ. જેવો
સમય હોય