Page 200 of 660
PDF/HTML Page 221 of 681
single page version
પુત્રના શોકથી અત્યંત પીડિત થઈને રોતી રોતી પ્રહસ્તને કહેવા લાગી કે તું મારા પુત્રને
એકલો છોડીને આવ્યો તે સારું નથી કર્યું. ત્યારે પ્રહસ્તે કહ્યું કે મને અત્યંત આગ્રહ કરીને
તમારી પાસે મોકલ્યો છે તેથી આવ્યો છું. હવે ત્યાં જઈશ. માતાએ પૂછયું કે તે ક્યાં છે?
ત્યારે પ્રહસ્તે કહ્યું કે જ્યાં અંજના હોય ત્યાં હશે. માતાએ ફરી પૂછયું કે અંજના ક્યાં છે?
પ્રહસ્તે જવાબ આપ્યો કે મને ખબર નથી. હે માતા! જે વગર વિચાર્યે ઉતાવળું પગલું
ભરે છે તેને પસ્તાવો થાય છે. તમારા પુત્રે એવો નિશ્ચય કર્યો છે કે જો હું પ્રિયાને નહિ
જોઉં તો પ્રાણત્યાગ કરીશ. આ સાંભળી માતા અત્યંત વિલાપ કરવા લાગી, અંતઃપુરની
બધી સ્ત્રીઓ રોવા લાગી. માતા વિલાપ કરે છે, હાય મેં પાપિણીએ શું કર્યું? મહાસતીને
કલંક લગાડયું, જેથી મારા પુત્રને જીવનની શંકા થઈ. હું ક્રૂર ભાવવાળી, મહાવક્ર,
મંદભાગીએ વિના વિચાર્યે આ કામ કર્યું. આ નગર, આ કુળ, આ વિજ્યાર્ધ પર્વત અને
રાવણની સેના પવનંજય વિના શોભતી નથી, મારા પુત્ર સિવાય બીજો એવો કોણ છે કે
જેણે રાવણથી પણ અસાધ્ય એવા વરુણને લડાઈમાં ક્ષણમાત્રમાં બાંધી લીધો. હાય વત્સ!
વિજયના આધાર, ગુરુપૂજામાં તત્પર, જગતસુંદર, વિખ્યાત ગુણના ધારક એવો તું ક્યાં
ગયો? હે પુત્ર! તારા દુઃખરૂપ અગ્નિથી તપ્ત એવી તારી માતા સાથે તું વાતચીત કર,
મારો શોક ટાળ. આમ વિલાપ કરતી પોતાની છાતી અને શિર કૂટતી કેતુમતીએ આખા
કુટુંબને શોકરૂપ કર્યું. પ્રહલાદ પણ આંસુ સારવા લાગ્યા. પોતાના પરિવારજનોને સાથે લઈ
પ્રહલાદને આગળ કરી પોતાના નગરમાંથી પુત્રને ગોતવા બહાર સૌ નીકળ્યા. બન્ને
શ્રેણીઓના બધા વિદ્યાધરોને પ્રેમથી બોલાવ્યા, તે બધા પરિવાર સહિત આવ્યા. બધા
આકાશમાર્ગે કુંવરને ગોતે છે. પૃથ્વી પર, ગંભીર વન, તળાવો અને પર્વતો પર ગોતે છે.
રાજા પ્રતિસૂર્ય પાસે પણ પ્રહલાદનો દૂત ગયો. તે સાંભળીને ખૂબ શોક પામ્યા અને
અંજનાને વાત કરી તેથી અંજના પ્રથમ દુઃખ કરતાં પણ અધિક દુઃખ પામી. અશ્રુધારાથી
વદન ભીંજાવતી રુદન કરવા લાગી કે હે નાથ! મારા પ્રાણના આધાર! મારામાં જ જેનું
મન બંધાયું છે એવી જન્મદુઃખિયારી મને છોડીને ક્યાં ગયા? શું મારા પ્રત્યેનો ગુસ્સો
હજી ઊતર્યો નથી, કે જેથી સર્વ વિદ્યાધરોથી અદ્રશ્ય થઈ ગયા છો. એક વાર એક પણ
અમૃત સમાન વચન મને કહો, આટલા દિવસ આ પ્રાણ તમારાં દર્શનની ઇચ્છાથી ટકાવ્યા
છે. હવે જો તમારાં દર્શન ન થાય તો આ મારા પ્રાણ શા કામના છે? મારા મનમાં
અભિલાષા હતી કે પતિનો સમાગમ થશે, પણ દૈવે તે મનોરથ તોડી નાખ્યો. મંદભાગિની
એવી મારા માટે આપ કષ્ટ પામ્યા. તમારા કષ્ટની વાત સાંભળીને મારા પાપી પ્રાણ કેમ
નથી ચાલ્યા જતા? આમ વિલાપ કરતી અંજનાને જોઈને વસંતમાલા કહેવા લાગી કે હે
દેવી! આવાં અમંગળ વચન ન બોલો. તમારો પતિ સાથે અવશ્ય મેળાપ થશે. પ્રતિસૂર્ય
પણ આશ્વાસન આપતા કે તારા પતિને શીઘ્ર ગોતી લાવીશું. આમ કહીને રાજા પ્રતિસૂર્યે
મનથી પણ ઉતાવળા વિમાનમાં બેસીને આકાશમાંથી નીચે ઉતરીને પૃથ્વી પર શોધ કરી.
પ્રતિસૂર્યની સાથે બન્ને શ્રેણીઓના વિદ્યાધરો અને લંકાના લોકો પણ યત્નથી
Page 201 of 660
PDF/HTML Page 222 of 681
single page version
હાથી જોયો. તે વર્ષાકાળના સઘન મેઘ સમાન છે. તેને જોઈને સર્વ વિદ્યાધરો પ્રસન્ન થયા
કે જ્યાં આ હાથી છે ત્યાં પવનંજય છે. પૂર્વે અમે આ હાથી અનેક વાર જોયો છે. આ
હાથી અંજનગિરિ જેવા રંગવાળો, કુંદપુષ્પ સમાન શ્વેત દાંતવાળો, સુંદર સૂંઢવાળો છે. પણ
જ્યારે વિદ્યાધરો હાથીની પાસે આવ્યા ત્યારે તેને નિરંકુશ જોઈને ડરી ગયા. હાથી
વિદ્યાધરોના સૈન્યોનો અવાજ સાંભળીને અત્યંત ક્ષોભ પામ્યો. હાથી મહાભયંકર, દુર્નિવાર,
શીઘ્ર વેગવાળો, મદથી ભીંજાયેલા કપોલવાળો, કાન હલાવતો અને ગર્જના કરતો જે દિશા
તરફ દોડતો તે દિશામાંથી વિદ્યાધરો ખસી જતા. લોકોનો સમૂહ જોઈને સ્વામીની રક્ષામાં
તત્પર આ હાથી સૂંઢમાં તલવાર રાખીને પવનંજયની પાસેથી ખસતો નહિ અને વિદ્યાધરો
ડરથી તેની પાસે આવતા નહિ. પછી વિદ્યાધરોએ હાથણીઓ દ્વારા એને વશ કર્યો, કેમ કે
વશ કરવાના જેટલા ઉપાયો છે તેમાં સ્ત્રી સમાન બીજો કોઈ ઉપાય નથી. પછી એ
આગળ આવીને પવનકુમારને જોવા લાગ્યા. જાણે કે લાકડાનું પૂતળું હોય, મૌન ધારીને
બેઠા છે. તેઓ તેમનો યોગ્ય ઉપચાર કરવા લાગ્યા. પણ એ તો ચિંતવનમાં લીન બીજા
કોઈ સાથે બોલતા નહિ, જેમ ધ્યાનરૂઢ મુનિ કોઈની સાથે બોલતા નથી તેમ. પછી
પવનંજયના માતાપિતા આંસુ વહાવતાં, એનું મસ્તક ચૂમતાં, છાતીએ લગાવતાં કહેવા
લાગ્યા કે હે પુત્ર! આવો વિનયવાન તું અમને છોડીને ક્યાં આવ્યો? મહાકોમળ સેજ પર
સૂનારાએ આ ભયંકર વનમાં રાત્રિ કેવી રીતે વ્યતીત કરી? આમ બોલાવવાં છતાં પણ
તે બોલ્યા નહિ. પછી એમને મૌનવ્રત ધારણ કરેલ અને નમ્રીભૂત થઈને, મરણનો નિશ્ચય
કરીને બેઠેલા જોઈને બધા વિદ્યાધરો શોક પામ્યા, પિતા સહિત સૌ વિલાપ કરવા લાગ્યા.
હકીકત કહું છું તે સાંભળો. એક મહારમણીક સંધ્યાભ્ર નામનો પર્વત છે ત્યાં અનંગવીચિ
નામના મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું અને ઇન્દ્રાદિક દેવો તેમના દર્શન કરવા આવ્યા
હતા અને હું પણ ગયો હતો. ત્યાંથી વંદના કરી પાછો ફરતો હતો ત્યાં માર્ગમાં એક
પર્વતની ગુફા પર મારું વિમાન આવ્યું ત્યારે મેં કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો,
જાણે કે વીણા વાગતી હોય તેવો. હું ત્યાં ગયો અને મેં અંજનાને ગુફામાં જોઈ. મેં તેને
વનમાં નિવાસ કરવાનું કારણ પૂછયું ત્યારે વસંતમાલાએ બધી હકીકત કહી. અંજના
શોકથી વિહ્વળ બની રોતી હતી તેને મેં ધીરજ આપી અને ગુફામાં તેને પુત્રનો જન્મ
થયો તે ગુફા પુત્રના શરીરની કાંતિથી પ્રકાશરૂપ થઈ ગઈ, જાણે કે તે સોનાની જ ન
બનાવી હોય. આ વાત સાંભળીને પવનંજયને ખૂબ હર્ષ થયો અને પ્રતિસૂર્યને પૂછયુંઃ “
બાળક સુખમાં છે ને?” પ્રતિસૂર્યે કહ્યું કે બાળકને હું વિમાનમાં બેસાડીને હનૂરુહ દ્વીપ
જઈ રહ્યો હતો ત્યાં માર્ગમાં બાળક ઊછળીને એક પર્વત પર પડયું. પર્વત પર પડવાનું
નામ સાંભળીને પવનંજયના મુખમાંથી અરરર એવો શબ્દ નીકળી ગયો. ત્યારે પ્રતિસૂર્યે
કહ્યું કે શોક
Page 202 of 660
PDF/HTML Page 223 of 681
single page version
ન કરો, જે બાબત બની તે સાંભળો જેથી સર્વ દુઃખ દૂર ટળી જાય. બાળકને પડેલો
જોઈને હું વિલાપ કરતો વિમાનમાંથી નીચે ઊતર્યો ત્યાં શું જોયું કે પર્વતના ટુકડેટુકડા થઈ
ગયા હતા અને એક શિલા પર બાળક પડયો હતો અને જ્યોતિથી દશે દિશા પ્રકાશરૂપ
થઈ રહી હતી. પછી મેં ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી બાળકને ઊઠાવી લીધો, તેની
માતાને સોંપ્યો અને માતા અત્યંત વિસ્મય પામી. પુત્રનું નામ શ્રી શૈલ રાખ્યું. પછી હું
વસંતમાલા અને પુત્ર સહિત અંજનાને હનૂરુહ દ્વીપ લઈ ગયો. ત્યાં પુત્રનો જન્મોત્સવ
થયો તેથી બાળકનું બીજું નામ હનુમાન પણ છે. આ તમને મેં બધી હકીકત કહી. તે
પતિવ્રતા પુત્ર સહિત મારા નગરમાં સુખપૂર્વક રહે છે. આ વૃત્તાંત સાંભળીને પવનંજય
તત્કાળ અંજનાને જોવાને અભિલાષી હનૂરુહ દ્વીપ તરફ ચાલ્યા. બધા વિદ્યાધરો પણ
તેમની સાથે ચાલ્યા. હનૂરુહ દ્વીપમાં ગયા તે બધાને પ્રતિસૂર્ય રાજાએ બે મહિના સુધી
આદરપૂર્વક રાખ્યા. પછી બધા રાજી થઈને પોતપોતાના સ્થાનકે ગયા. ઘણા દિવસો પછી
તેની પત્નીનો મેળાપ થયો હતો તે પવનંજય અહીં જ રહ્યો. તે પુત્રની ચેષ્ટાથી
અતિઆનંદ પામી હનૂરુહ દ્વીપમાં દેવની જેમ રમ્યા. હનુમાન નવયૌવન પામ્યા. મેરુના
શિખર સમાન જેનું શિર છે, તે બધા જીવોનાં મનનું હરણ કરતા, તેમને અનેક વિદ્યાઓ
સિદ્ધ થઈ હતી. તે અત્યંત પ્રભાવશાળી, વિનયવાન, મહાબળવાન, સર્વ શાસ્ત્રોના અર્થમાં
પ્રવીણ, પરોપકાર કરવામાં ચતુર, પૂર્વભવમાં સ્વર્ગમાં સુખ ભોગવીને આવ્યા હતા અને
હવે અહીં હનૂરુહ દ્વીપમાં દેવોની જેમ રમતા હતા.
ભાવ ધરીને આ કથા વાંચે, વંચાવે, સાંભળે, સંભળાવે તેમને અશુભ કર્મમાં પ્રવૃત્તિ થતી
નથી અને તે શુભ ક્રિયામાં ઉદ્યમી થાય છે; અને જે આ કથા ભાવ ધરીને ભણે, ભણાવે
તેમને પરભવમાં શુભ ગતિ, દીર્ઘ આયુષ્ય, નીરોગ સુંદર શરીર મળે, તે મહાપરાક્રમી થાય
અને તેમની બુદ્ધિ કરવા યોગ્ય કાર્યનો પાર પામે, ચંદ્રમા સમાન નિર્મલ કીર્તિ પ્રગટે,
જેનાથી સ્વર્ગ-મોક્ષનાં સુખ મળે એવા ધર્મની વૃદ્ધિ થાય, જે લોકમાં દુર્લભ વસ્તુ છે તે
બધી સુલભ બને અને સૂર્ય સમાન પ્રતાપના ધારક થાય.
વર્ણવતું અઢારમું પર્વ પૂર્ણ થયું.
Page 203 of 660
PDF/HTML Page 224 of 681
single page version
આજ્ઞાપત્ર લઈને દૂત ગયા. રાવણ રાજ્ય-કાર્યમાં નિપૂણ છે. કિહકંધાપુરના રાજા અને
અલકાના રાજા, રથનૂપુર તથા ચક્રવાલપુરના રાજાઓ, વૈતાઢયની બન્ને શ્રેણીઓના
વિદ્યાધર અને ભૂમિગોચરી બધા જ આજ્ઞા પ્રમાણ કરીને રાવણની સમીપે આવ્યા.
હનૂરુહદ્વીપમાં પણ પ્રતિસૂર્ય અને પવનંજયના નામના આજ્ઞાપત્ર લઈને દૂત આવ્યા તેથી
બન્ને આજ્ઞાપત્ર માથે ચડાવી, દૂતનું ખાસ સન્માન કરી, આજ્ઞા પ્રમાણે જવા તૈયાર થયા.
પછી હનુમાનને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વાજિંત્રો વાગવા લાંગ્યા, હાથમાં કળશ
લઈને ઊભેલા પુરુષો આગળ આવ્યા. ત્યારે હનુમાને પ્રતિસૂર્ય અને પવનંજયને પૂછયું કે
આ શું છે? તેમણે જવાબ આપ્યો. ‘હે વત્સ! તું હનૂરુહ દ્વીપનું પ્રતિપાલન કર, અમે
બન્ને રાવણના નિમંત્રણને કારણે તેને મદદ કરવા જઈએ છીએ. રાવણ વરુણ પર ચઢાઈ
કરે છે, વરુણે ફરીથી માથું ઊંચકયું છે, તે મહાસામંત છે, તેની પાસે મોટું સૈન્ય છે, પુત્ર
બળવાન છે અને ગઢનું પણ બળ છે. ત્યારે હનુમાન વિનયથી કહેવા લાગ્યા કે હું હોઉં
અને તમે જાવ તે ઉચિત નથી, તમે મારા વડીલ છો. તેમણે કહ્યું કે વત્સ! તું બાળક છે,
તેં હજી સુધી લડાઈ જોઈ નથી. હનુમાને કહ્યું કે અનાદિકાળથી જીવ ચારગતિમાં ભ્રમણ
કરે છે, જ્યાં સુધી અજ્ઞાનનો ઉદય છે ત્યાં સુધી જીવે પંચમગતિ (મુક્તિ) પ્રાપ્ત કરી
નથી, પરંતુ ભવ્યજીવ પામે જ છે. તેમ મેં હજી સુધી યુદ્ધ કર્યું નથી, પણ હવે યુદ્ધ કરીને
વરુણને જીતીશ જ અને વિજય મેળવીને તમારી પાસે આવીશ. જોકે પિતા આદિ કુટુંબના
અનેક જનોએ તેમને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એ નહિ રોકાય એમ જાણ્યું ત્યારે
તેમણે આજ્ઞા આપી. એ સ્નાન-ભોજન કરીને પહેલાં મંગળ દ્રવ્યોથી ભગવાનની પૂજા
કરી, અરિહંત સિદ્ધને નમસ્કાર કરી, માતાપિતા અને મામાની આજ્ઞા લઈ, વડીલોને
વિનય કરીને યોગ્ય વાત કરીને સૂર્યતુલ્ય જ્યોતરૂપ વિમાનમાં બેઠા. શસ્ત્રો સહિત અને
સામંતો સાથે જેનો યશ દશે દિશામાં ફેલાઈ ગયો છે એવા તે લંકા તરફ ચાલ્યા. તે
ત્રિકૂટાચળની સામે વિમાનમાં બેસીને જતા એવા શોભતા હતા, જેવા મંદરાચળ સન્મુખ
જતા ઈશાનચંદ્ર શોભે છે. તે વખતે જલવીચિ નામના પર્વત પર સૂર્યાસ્ત થયો. કેવો છે તે
પર્વત? સમુદ્રની લહેરોથી તેના તટ શીતલ છે. ત્યાં સુખપૂર્વક રાત્રિ પૂર્ણ કરી, મહાન
યોદ્ધાઓ પાસેથી વીરરસની કથા સાંભળી. ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રકારના દેશ, દ્વીપ,
પર્વતોને ઓળંગતા, સમુદ્રના તરંગોથી શીતળ સ્થાનોનું અવલોકન કરતા, સમુદ્રમાં મોટા
મોટા જળચર જીવોને દેખતા તે રાવણના સૈન્યમાં પહોંચ્યા. હનુમાનની સેના જોઈને મોટા
મોટા રાક્ષસો અને વિદ્યાધરો વિસ્મય પામ્યા. તેઓ પરસ્પર વાતો કરે છે
Page 204 of 660
PDF/HTML Page 225 of 681
single page version
ચૂરા કરી નાખ્યા હતા. આવી રીતે પોતાના યશગાન સાંભળતાં હનુમાન રાવણ પાસે
પહોંચ્યા. રાવણ હનુમાનને જોઈને સિંહાસન ઉપરથી ઊભા થયા અને વિનય કર્યો.
રાવણનું સિંહાસન પારિજાતિક એટલે કલ્પવૃક્ષોનાં ફૂલોથી ભરેલું છે, તેની સુગંધથી ભમરા
ગુંજારવ કરે છે. તેનાં રત્નોની જ્યોતથી આકાશમાં ઉદ્યોત થઈ રહ્યો છે, તેની ચારે બાજુ
મોટા સામંતો છે એવા સિંહાસન ઉપરથી ઊઠીને રાવણે હનુમાનને છાતીએ ચાંપ્યા.
હનુમાનનું શરીર રાવણ પ્રત્યેના વિનયથી નીચે નમી ગયું છે. રાવણે હનુમાનને પાસે
બેસાડ્યા. પ્રેમથી પ્રસન્નમુખે પરસ્પરની કુશળતા પૂછી અને પરસ્પરની રૂપસંપદા જોઈને
આનંદ પામ્યા. બન્ને ભાગ્યશાળી એવા મળ્યા, જાણે બે ઇન્દ્રો મળ્યા હોય. રાવણનું મન
અત્યંત સ્નેહથી પૂર્ણ છે. તેણે કહ્યું કે પવનકુમારે આવા ગુણોના સાગરરૂપ પુત્રને
મોકલીને અમારી સાથે ખૂબ સ્નેહ વધાર્યો છે. આવા મહાબલીની પ્રાપ્તિ થવાથી મારા
સર્વ મનોરથ સિદ્ધ થશે. આવો તેજસ્વી બીજો કોઈ નથી, આ યોદ્ધો જેવી તેની વાત
સાંભળી હતી તેવો જ છે, એમાં સંદેહ નથી. એ અનેક શુભ લક્ષણોથી ભરપૂર છે, એના
શરીરનો આકાર જ એનાં ગુણો પ્રગટ કરે છે. રાવણે જ્યારે હનુમાનના ગુણોનું વર્ણન કર્યું
ત્યારે હનુમાન નમ્ર બની ગયા. લજ્જાળુ પુરુષની જેમ તેમનું શરીર નમ્ર બની રહ્યું.
સંતોની એ રીત જ છે. હવે રાવણને વરુણ સાથે સંગ્રામ થશે તે જાણીને જાણે કે સૂર્ય
ભયથી અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યો. તેનાં કિરણો મંદ થઈ ગયાં. સૂર્યાસ્ત થયા
પછી સંધ્યા પ્રગટી અને વિલય પામી, જાણે કે પ્રાણનાથની વિનયવંતી પતિવ્રતા સ્ત્રી જ
હોય. ચંદ્રમારૂપ તિલક કરીને રાત્રિરૂપી સ્ત્રી શોભવા લાગી. પછી પ્રભાત થયું, સૂર્યના
કિરણોથી પૃથ્વી પર પ્રકાશ ફેલાઈ ગયો. રાવણ સમસ્ત સેનાને લઈને યુદ્ધ કરવા તૈયાર
થયો. હનુમાન વિદ્યાથી સમુદ્રને ભેદીને વરુણના નગરમાં ગયા વરુણ પર ચડાઈ કરવા
જતાં હનુમાને એવી કાંતિ ધારણ કરી હતી, જેવી સુભૂમ ચક્રવર્તીએ પરશુરામ ઉપર ચડતાં
ધારણ કરી હતી. રાવણને દળ સાથે આવેલ જાણીને વરુણની પ્રજા ભયભીત થઈ ગઈ.
પાતાળ પુંડરિકનગરના યોદ્ધાઓમાં મોટો કોલાહલ થયો. યોદ્ધાઓ નગરમાંથી બહાર
નીકળ્યાં, જાણે કે તેઓ અસુરકુમાર દેવ જેવા અને વરુણ ચમરેન્દ્ર તુલ્ય હોય.
મહાશૂરવીરપણાથી ગર્વિત વરુણના સો પુત્રો અતિ ઉદ્ધત યુદ્ધ કરવા તૈયાર થયા.
જાતજાતનાં શસ્ત્રોનાં સમૂહથી સૂર્યનું દર્શન પણ રોકાઈ ગયું હતું, વરુણના પુત્રો
આવતાંવેંત રાવણનું સૈન્ય એવું વ્યાકુળ થઈ ગયું, જેમ અસુરકુમાર દેવોથી ક્ષુદ્ર દેવો
ધ્રૂજવા લાગે તેમ. ચક્ર, ધનુષ્ય, વજ્ર, ભાલા, બરછી ઈત્યાદિ શસ્ત્રો રાક્ષસોના હાથમાંથી
પડી ગયાં. વરુણના સો પુત્રો સામે રાક્ષસોનું દળ એવી રીતે ભમવા માંડયું, જેમ વૃક્ષોનો
સમૂહ વજ્ર પડવાથી કંપે. તે વખતે પોતાના સૈન્યને વ્યાકુળ જોઈને રાવણ વરુણના પુત્રો
સામે ગયો. જેમ ગજેન્દ્ર વૃક્ષોને ઉખાડી નાખે તેમ તેણે મોટા મોટા યોદ્ધાને ઉખેડી નાખ્યા.
એક તરફ રાવણ એકલો હતો અને સામી બાજુએ વરુણના સો પુત્રો હતા. તેમનાં
બાણોથી રાવણનું શરીર ભેદાઈ ગયું તો પણ રાવણે કાંઈ ગણકાર્યું નહિ.
Page 205 of 660
PDF/HTML Page 226 of 681
single page version
ઘેરી લીધો. કુંભકરણ અને ઇન્દ્રજિત સાથે વરુણ લડવા લાગ્યો. જ્યારે હનુમાને રાવણને
વરુણના પુત્રો દ્વારા ઘેરાયેલો, કેસૂડાનાં ફૂલ જેવા રંગ જેવો રગદોળાયેલો જોયો ત્યારે તે
રથમાં બેસીને વરુણના પુત્રો તરફ દોડયા. હનુમાનનું ચિત્ત રાવણ પ્રત્યેની પ્રીતિથી ભરેલું
છે, શત્રુરૂપ અંધકારને હણવા માટે જે સૂર્ય સમાન છે. પવનના વેગથી પણ અધિક
શીઘ્રતાથી તે વરુણના પુત્રો પર તૂટી પડયા. વરુણના સોએ પુત્રો એવા ધ્રુજી ઊઠયા જેમ
પવનથી મેઘ કંપી ઊઠે. પછી હનુમાન વરુણના સૈન્ય ઉપર મત્ત હાથી કેળના વનમાં પ્રવેશે
તેમ ધસી ગયા. તેમણે કેટલાકને વિદ્યામય લાંગૂલ પાશથી બાંધી લીધા, કેટલાકને
મુદ્ગરના પ્રહારથી ઘાયલ કર્યા. વરુણનું આખું દળ હનુમાનથી પરાજિત થઈ ગયું. જેમ
જિનમાર્ગના અનેકાંત નયોથી મિથ્યાદ્રષ્ટિ હારી જાય તેમ. હનુમાનને પોતાના સૈન્ય વચ્ચે
રણક્રીડા કરતો જોઈને રાજા વરુણે ક્રોધથી નેત્ર લાલ કર્યા અને હનુમાન પર ધસ્યો.
રાવણે વરુણને હનુમાન તરફ ધસતો જોઈ પોતે જઈને તેને રોક્યો, જેમ નદીના પ્રવાહને
પર્વત રોકે છે તેમ. ત્યાં વરુણ અને રાવણ વચ્ચે મહાયુદ્ધ થયું. તે જ સમયે હનુમાને
વરુણના સો પુત્રોને બાંધી લીધા, કેટલાકને મુદ્ગરના પ્રહારથી ઘાયલ કર્યા. પોતાના સોએ
પુત્રો બંધાઈ ગયા છે એ સાંભળીને વરુણ શોકથી વિહ્વળ થઈ ગયો. અને વિદ્યાનું
સ્મરણ ન રહ્યું તે વખતે રાવણે તેને પકડી લીધો. વરુણરૂપી સૂર્ય અને તેના પુત્રોરૂપી
કિરણોને રોકીને જાણે કે રાવણે રાહુનું રૂપ ધારણ કર્યું. વરુણ કુંભકરણને સોંપવામાં
આવ્યો અને રાવણે ભવનોન્માદ નામના વનમાં પડાવ નાખ્યો. તે વન સમુદ્રના શીતળ
પવનથી ખૂબ ઠંડું છે તેથી તેમાં રહેવાથી તેની સેનાનો લડાઈને કારણે ઉપજેલો ખેદ ટળી
ગયો. વરુણ પકડાયાની વાત સાંભળીને તેની સેના ભાગી ગઈ અને પુંડરિકપુરમાં દાખલ
થઈ. જુઓ પુણ્યનો પ્રભાવ કે એક નાયક હારી જવાથી બધાની હાર થાય છે અને એક
નાયક જીતવાથી બધાની જીત થાય છે. કુંભકરણે ગુસ્સો કરીને વરુણનું નગર લૂંટવાનો
વિચાર કર્યો, પણ રાવણે મના કરી કારણ કે એ રાજનીતિનો ધર્મ નથી. રાવણનું ચિત્ત
કરુણાથી કોમળ છે. તેમણે કુંભકરણને કહ્યું કે હે બાળક! તેં આવા દુરાચારની વાત કરી?
અપરાધ તો વરુણનો હતો, પ્રજાનો શો અપરાધ? દુર્બળોને દુઃખ આપવું એ દુર્ગતિનું
કારણ છે, મહાઅન્યાય છે, એમ કહીને કુંભકરણને શાંત કર્યો વરુણને બોલાવ્યો. વરુણનું
મુખ નીચું નમી ગયું છે. રાવણે વરુણને કહ્યું કે હે પ્રવીણ! તેમ શોક ન કરો કે હું પકડાઈ
ગયો. યોદ્ધાઓની બે રીત છે, કાં તો તે માર્યો જાય અથવા પકડાઈ જાય. લડાઈમાંથી
ભાગી જવું એ કાયરોનું કામ છે. માટે તમે મને માફ કરો. તમે તમારા સ્થાનમાં જઈ
મિત્ર, બાંધવ સહિત કોઈપણ પ્રકારના ઉપદ્રવના ભય વિના તમારું રાજ્ય સુખેથી
ભોગવો. રાવણનાં આવાં મધુર વચનો સાંભળીને વરુણ હાથ જોડીને રાવણને કહેવા
લાગ્યોઃ ‘હે વીરાધિવીર! આપ આ લોકમાં મહાન પુણ્યશાળી છો. તમારા પ્રત્યે જે
વેરભાવ રાખે તે મૂર્ખ છે. હે સ્વામી! આ આપનું ઉત્કૃષ્ટ ધૈર્ય હજારો સ્તોત્રો દ્વારા
પ્રશંસવા યોગ્ય છે, આપે દેવાધિષ્ઠિત
Page 206 of 660
PDF/HTML Page 227 of 681
single page version
છે, અને પવનના પુત્ર હનુમાનના અદ્ભૂત પ્રભાવનો કેટલો મહિમા કરું? આપના પુણ્યથી
આવા આવા સત્પુરુષો આપની સેવા કરે છે. હે પ્રભો! આ પૃથ્વી કોઈના કુળમાં
અનુક્રમથી ચાલી આવતી નથી. એ કેવળ પરાક્રમને વશ છે. શૂરવીર જ એનો ભોક્તા છે.
હે ઉદારકીર્તિ! આપ જ અમારા સ્વામી છો, અમારા અપરાધ માફ કરો. હે નાથ! આપના
જેવી ક્ષમા ક્યાંય જોઈ નથી. આપના જેવા ઉદારચિત્ત પુરુષો સાથે સંબંધ કરીને હું કૃતાર્થ
થઈશ. આપ મારી સત્યવતી નામની પુત્રી સાથે લગ્ન કરો. આપ જ એને પરણવાને
યોગ્ય છો.’ આ પ્રમાણે વિનંતી કરીને ઉત્સાહથી પોતાની પુત્રી રાવણને પરણાવી.
સત્યવતી સર્વ રૂપાળી સ્ત્રીઓનું તિલક છે, તેનું મુખ કમળ જેવું છે. વરુણે રાવણનો ખૂબ
સત્કાર કર્યો. અને કેટલેક દૂર સુધી રાવણ સાથે તે ગયો. રાવણે અતિસ્નેહથી વિદાય
આપી. વરુણ પોતાની રાજધાનીમાં આવ્યો. પુત્રીના વિયોગથી તેનું ચિત્ત વ્યાકુળ હતું.
કૈલાસને કંપાવનાર રાવણે હનુમાનનું ખૂબ સન્માન કરીને પોતાની બહેન ચંદ્રનખાની
અત્યંત રૂપાળી પુત્રી અનંગકુસુમા તેની સાથે પરણાવી. હનુમાન તેને પરણીને ખૂબ
પ્રસન્ન થયા. અનંગકુસુમા સર્વલોકમાં પ્રસિદ્ધ ગુણોની રાજધાની છે, તેનાં નેત્રો કામનાં
આયુધ છે. રાવણે તેમને ખૂબ સંપદા આપી, કર્ણકુંડળપુરનું રાજ્ય પણ આપ્યું, તેમનો
રાજ્યાભિષેક કરાવ્યો. તે નગરમાં હનુમાન જેમ સ્વર્ગલોકમાં ઇન્દ્ર બિરાજે છે તેમ
સુખપૂર્વક વિરાજતા હતા. કિહકૂપુર નગરના રાજા નળે પોતાની પુત્રી હરમાલિનીને
હનુમાન સાથે પરણાવી, તે કન્યા રૂપ અને સંપદામાં લક્ષ્મીને જીતતી હતી. તે ઉપરાંત
કિન્નરગીત નગરના કિન્નર જાતિના વિધાધરોની ત્રણસો પુત્રીઓ તેને પરણી. આ
પ્રમાણે એક હજાર રાણીઓ તેને પરણી. પૃથ્વી પર હનુમાનનું શ્રીશૈલ નામ પ્રસિધ્ધ પામ્યું
કારણ કે તે પર્વતની ગુફામાં જન્મ્યા હતા તે હનુમાન પર્વત પર આવ્યા અને તેને જોઈને
ખૂબ પ્રસન્ન થયા, તેમની તળેટી રમણીય હતી.
ગુણોથી મંડિત હતી. પૃથ્વી પર પ્રસિદ્ધ લક્ષ્મી સમાન સુંદર નેત્રવાળી, જેનું મુખ
આભામંડળથી મંડિત છે, મહાન ગજરાજના કુંભસ્થળ સમાન ઊંચા કઠોર તેના સ્તન છે,
સિંહ સમાન કેડ છે, તેની મૂર્તિ લાવણ્યતાના વિસ્તીર્ણ સરોવરમાં મગ્ન છે, તેની ચેષ્ટા
જોતાં ચિત્ત પ્રસન્ન થાય એવી પુત્રીને યૌવનપ્રાપ્ત જોઈને માતાપિતાને તેના વિવાહની
ચિંતા થઈ. માતાપિતાને રાતદિન નિદ્રા આવતી નહિ. દિવસે ભોજન લેવાની ઈચ્છા થતી
નહિ. તેમનું ચિત્ત યોગ્ય વર માટે ચિંતાયુક્ત બન્યું. પછી રાવણના પુત્ર ઇન્દ્રજિત આદિ
અનેક કુળવાન, શીલવાન રાજકુમારોના ચિત્રપટ દોરાવી સખીઓ દ્વારા પુત્રીને બતાવ્યાં.
સુંદર કાંતિવાળી તે કન્યાની દ્રષ્ટિએ એમાંનું એકેય ચિત્ર પસંદ પડયું નહિ. તેણે પોતાની
દ્રષ્ટિ સંકોચી લીધી. પછી હનુમાનનું ચિત્ર જોયું. તે ચિત્રપટ જોઈને શોષણ, સંતાપન,
ઉચ્ચાટન, મોહન, વશીકરણ એવા કામનાં પાંચ બાણોથી વીંધાઈ ગઈ. તેને
Page 207 of 660
PDF/HTML Page 228 of 681
single page version
પવનંજયના પુત્ર હનુમાનના અપાર ગુણોનું વર્ણન ક્યાં સુધી કરીએ? અને રૂપ,
સૌભાગ્ય તેના ચિત્રમાં તેં જોયાં છે, માટે એને પસંદ કર, માતાપિતાની ચિંતા દૂર કર.
કન્યા ચિત્રને જોઈને જ મોહિત થઈ હતી અને સખીઓએ ગુણોનું વર્ણન કર્યું ત્યારે તે
લજ્જાથી નીચી નમી ગઈ. હાથમાં ક્રીડા કરવા કમળ લીધું હતું તે ચિત્રપટ પર ફેંકયું.
બધાને લાગ્યું કે એને હનુમાન પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. પછી તેના પિતા સુગ્રીવે તેનું
ચિત્રપટ બનાવરાવીને એક સજ્જન પુરુષ સાથે તે વાયુપુત્રને મોકલ્યું. સુગ્રીવનો સેવક
શ્રીનગરમાં ગયો અને કન્યાનું ચિત્રપટ હનુમાનને બતાવ્યું. અંજનાનો પુત્ર સુતારાની
પુત્રીનું ચિત્રપટ જોઈને મોહિત થયો. એ વાત સાચી છે કે કામનાં પાંચ જ બાણ છે,
પરંતુ કન્યાના પ્રેરાયેલા તે પવનપુત્રને સો બાણ થઈને વાગ્યાં. તે મનમાં વિચારવા
લાગ્યા કે મેં હજારો લગ્ન કર્યાં છે, મોટા મોટા ઠેકાણે હું પરણ્યો છું, ખરદૂષણની પુત્રી
અને રાવણની ભાણેજને પણ પરણ્યો છું. છતાં જ્યાં સુધી હું આ પદ્મરાગાને ન પરણું
ત્યાં સુધી જાણે હું કોઈને પરણ્યો જ નથી. આમ વિચારીને તે મહાઋુદ્ધિસંયુક્ત એક જ
ક્ષણમાં સુગ્રીવના નગરમાં પહોંચી ગયા. સુગ્રીવે સાંભળ્યું કે હનુમાન પધાર્યા છે તો તે
ખૂબ આનંદિત થઈને સામે આવ્યા, ખૂબ ઉત્સાહથી તેમને નગરમાં લઈ ગયા.
રાજમહેલની સ્ત્રીઓ ઝરૂખાની જાળીમાંથી એમનું અદ્ભૂત રૂપ જોઈને બધી પ્રવૃત્તિ છોડીને
આશ્ચર્ય પામી ગઈ. સુગ્રીવની પુત્રી પદ્મરાગા એનું રૂપ જોઈને ચકિત થઈ ગઈ. કેવી છે
કન્યા? અતિસુકુમાર શરીરવાળી, પવનંજયના પુત્ર સાથે પદ્મરાગાનાં ખૂબ ઠાઠમાઠથી
લગ્ન થયાં. જેવો વર એવી કન્યા. બન્ને અત્યંત હર્ષ પામ્યાં. હનુમાન સ્ત્રી સહિત
પોતાના નગરમાં આવ્યા. રાજા સુગ્રીવ અને રાણી સુતારા પુત્રીના વિયોગથી કેટલાક
દિવસો સુધી શોકમાં રહ્યાં. હનુમાનને મહાલક્ષ્મીવાન અને સમસ્ત પૃથ્વી પર યશસ્વી
જોઈને પવનંજય અને અંજના ઊંડા સુખના સમુદ્રમાં ડૂબી ગયાં. ત્રણ ખંડના ધણી
રાવણ, સુગ્રીવ સમાન પરાક્રમી જેને ભાઈ છે અને હનુમાન સરખા મહાભટ વિદ્યાધરોના
જે અધિપતિ છે તે લંકા નગરીમાં સુખેથી રમે છે, સમસ્ત લોકોને સુખદાયક સ્વર્ગલોકમાં
જેમ ઇન્દ્ર રમે છે તેમ. તેની અત્યંત સુંદર, વિસ્તીર્ણ કાંતિવાળી અઢાર હજાર રાણીઓનાં
મુખકમળના ભ્રમર બનીને રમતાં તેને આયુષ્ય વીતવાની ખબર પડતી નથી. જેને એક
સ્ત્રી હોય તે પણ કુરૂપ અને આજ્ઞારહિત હોય તો પણ તે પુરુષ ઉન્મત્ત થઈને રહે છે તો
જેને અઢાર હજાર પદ્મિની, પતિવ્રતા, આજ્ઞાકારિણી લક્ષ્મી સમાન સ્ત્રીઓ હોય તેના
પ્રભાવની શી વાત કરવી? ત્રણ ખંડનો અધિપતિ, અનુપમ જેની કાંતિ છે, જેની આજ્ઞા
સમસ્ત વિદ્યાધર અને ભૂમિગોચરી રાજાઓ મસ્તક ઉપર ચડાવે છે, તે બધા રાજાઓએ
તેને અર્ધચક્રીપદનો અભિષેક કરાવ્યો અને પોતાના સ્વામી માન્યા. જેનાં ચરણો
વિદ્યાધરોના અધિપતિઓ દ્વારા પૂજાય છે, જેમના લક્ષ્મી, કીર્તિ, કાંતિ અને પરિવાર
સમાન બીજાં કોઈનાં છે નહિ, જેમનો દેહ મનોજ્ઞ છે તે રાજા દશમુખ ચંદ્રમા સમાન મોટા
મોટા પુરુષરૂપ ગ્રહોથી મંડિત, આહ્લાદ ઉપજાવનાર કોના ચિત્તનું હરણ
Page 208 of 660
PDF/HTML Page 229 of 681
single page version
નથી કરતા? જેનું સુદર્શન ચક્ર સર્વ કાર્યની સિદ્ધિ કરનારું દેવાધિષ્ઠિત છે, જેમાં
મધ્યાહ્નના સૂર્યનાં કિરણો સમાન કિરણોનો સમૂહ છે, જે ઉદ્ધત પ્રચંડ રાજાઓ આજ્ઞા ન
માને તેમનો વિધ્વંશ કરનાર, અતિદેદીપ્યમાન, નાના પ્રકારનાં રત્નોથી શોભતા હતા,
દંડરત્ન દુષ્ટ જીવોને માટે કાળ સમાન, ભયંકર, ઉગ્ર તેજવાળું જાણે કે ઉલ્કાપાતનો સમૂહ
જ છે એવું પ્રચંડ તેમની આયુધશાળામાં પ્રગટ થયું હતું તે રાવણ આઠમા પ્રતિવાસુદેવ,
જેની કીર્તિ સુંદર છે, પૂર્વોપાર્જિત કર્મના વશે કુળની પરિપાટીથી ચાલતી આવેલી
લંકાપુરીમાં સંસારનાં અદ્ભૂત સુખ ભોગવતાં હતાં. તે રાક્ષસ જાતિના વિદ્યાધરોના કુળના
તિલક છે, લંકામાં પ્રજાને કોઈ જાતનું દુઃખ નથી, શ્રી મુનિસુવ્રતનાથના મોક્ષ પામ્યા પછી
અને શ્રી નમિનાથના જન્મ પહેલાં રાવણ થયો. પણ પરમાર્થરહિત ઘણા મૂઢ લોકોએ
તેમનું કથન કાંઈકને બદલે કાંઈક કર્યું છે. તેમને માંસભક્ષી ઠરાવ્યા છે, પરંતુ તે માંસહારી
નહોતા, અન્નનો આહાર કરતા. એક સીતાના અપહરણનો અપરાધ કર્યો, તેના કારણે
મરાયા અને પરલોકમાં કષ્ટ પામ્યા. કેવો છે શ્રી મુનિસુવ્રતનાથનો સમય? સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રની ઉત્પત્તિનું કારણ છે. એ સમય વીત્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે તેથી
તત્ત્વજ્ઞાનરહિત વિષયી જીવોએ મોટા પુરુષનું વર્ણન કાંઈકને બદલે કાંઈક કર્યું છે.
પાપાચારી, શીલવ્રતરહિત પુરુષોની કલ્પનાજાળરૂપ ફાંસીમાં અવિવેકી, મંદભાગી
મનુષ્યોરૂપી મૃગલા બંધાઈ ગયા છે. ગૌતમ સ્વામી કહે છે કે આમ જાણીને હે શ્રેણિક!
ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા વંદ્ય એવા શ્રી જિનરાજના શાસ્ત્રરૂપી રત્નને તું
અંગીકાર કર. જિનરાજનું શાસ્ત્ર કેવું છે? સૂર્યથી અધિક તેનું તેજ છે. અને તું કેવો છો?
જેણે જિનશાસ્ત્રના શ્રવણથી વસ્તુનું સ્વરૂપ જાણી લીધું છે અને મિથ્યાત્વરૂપ કાદવનું કલંક
ધોઈ નાખ્યું છે.
રાજ્યાભિષેકનું વર્ણન કરનાર ઓગણીસમું પર્વ પૂર્ણ થયું.
આપની કૃપાથી આઠમા પ્રતિનારાયણ રાવણના જન્મ અને કાર્યની બધી હકીકત મેં જાણી.
તે ઉપરાંત રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરોના કુળના ભેદ પણ સારી રીતે જાણ્યા.
હવે હું તીર્થંકરોનાં પૂર્વભવ સહિત સકળ ચરિત્ર સાંભળવા ઇચ્છું છું. તેમનું ચરિત્ર બુદ્ધિની
નિર્મળતાનું કારણ છે તથા આઠમા બળભદ્ર શ્રીરામચંદ્રજી સકળ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે તે
કયા વંશમાં ઉત્પન્ન થયા, તેમનું સકળ
Page 209 of 660
PDF/HTML Page 230 of 681
single page version
છે અને આપ તે કહેવાને યોગ્ય છો. જ્યારે શ્રેણિકે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ગૌતમ
ગણધર ભગવાનના ચરિત્રના પ્રશ્નથી ખૂબ આનંદ પામ્યા. તે મહાબુદ્ધિમાન અને
પરમાર્થમાં પ્રવીણ છે. તેમણે કહ્યું કે હે શ્રેણિક! પાપના નાશનું કારણ અને ઇન્દ્રાદિ વડે
નમસ્કાર કરવા યોગ્ય એવા ચોવીસ તીર્થંકરોનાં નામ, તેમના પિતાદિનાં નામ, સર્વ
પૂર્વભવ સહિત હું કહું છું તે તું સાંભળ. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ,
પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત (અથવા સુવિધિનાથ), શીતળ, શ્રેયાંસ, વાસુપૂજ્ય,
વિમળ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિ સુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને
મહાવીર કે જેમનું હાલમાં શાસન પ્રવર્તે છે, આ ચોવીસ તીર્થંકરોનાં નામ કહ્યાં. હવે
એમનાં પૂર્વભવની નગરીનાં નામ કહું છું. પુણ્ડરિકિણી, સુસીમા, ક્ષેમા, રત્નસંચયપુર આ
ચાર નગરીમાં ઋષભદેવ આદિ ત્રણ ત્રણ ક્રમશઃ એકેક નગરમાં વાસુપૂજ્ય પર્યંત
પૂર્વભવમાં નિવાસ કરતા હતા. બાકીના બાર તીર્થંકરો ક્રમશઃ પૂર્વભવમાં મહાનગર,
અરિષ્ટપુર, સુંભદ્રિકા, પુણ્ડરિકિણી, સુસીમા, ક્ષેમા, વીતશોકા, ચંપા, કૌશાંબી,
હસ્તિનાગપુર, સાકેતા અને છત્રાકારપુરમાં નિવાસ કરતા હતા. આ બધી રાજધાનીઓ
સ્વર્ગપુરી સમાન સુંદર, મહાવિસ્તૃત અને ઉત્તમોત્તમ ભવનોથી સુશોભિત હતી. હવે
તેમના પરભવનાં નામ સાંભળો. વજ્રનાભિ, વિમળવાહન, વિપુલખ્યાતિ, વિપુલવાહન,
મહાબળ, અતિબળ, અપરાજિત, નંદિષેણ, પદ્મ, મહાપદ્મ, પદ્મોત્તર, પંકજગુલ્મ,
નલિનગુલ્મ, પદ્માસન, પદ્મરથ, દ્રઢરથ, મેઘરથ, સિંહરથ, વૈશ્રવણ, શ્રીધર્મા, સૂરશ્રેષ્ઠ,
સિદ્ધાર્થ, આનંદ અને સુનંદ આ તીર્થંકરોના પૂર્વભવના નામ કહ્યાં. હવે એમના પૂર્વભવના
પિતાનાં નામ સાંભળો. વજ્રસેન, મહાતેજ, રિપુદમન, સ્વયંપ્રભ, વિમળવાહન, સીમંધર,
પિહિતાશ્રવ, અરિંદમ, યુગંધર, સર્વજનાનંદ, અભયાનંદ, વજ્રદંત, વજ્રનાભિ, સર્વગુપ્તિ,
ગુપ્તિમાન, ચિંતારક્ષ, વિમળવાહન, ધનરવ, ધીર, સંવર, ત્રિલોકીરવિ, સુનંદ, વીતશોક,
અને પ્રોષ્ઠિલ. આ પૂર્વભવના પિતાનાં નામ કહ્યાં. હવે ચોવીસ તીર્થંકરો જે જે
દેવલોકમાંથી આવ્યા તે દેવલોકનાં નામ સાંભળો. સર્વાર્થસિદ્ધિ, વૈજયન્ત, ગૈવેયક,
વૈજયન્ત, ઊર્ધ્વગ્રૈવેયક, વૈજયન્ત, મધ્ય ગૈવેયક, વૈજયન્ત, અપરાજિત, આરણ સ્વર્ગ,
પુષ્પોત્તર વિમાન, કાપિષ્ઠ સ્વર્ગ, શુક્ર સ્વર્ગ, સહસ્ત્રાર સ્વર્ગ, પુષ્પોત્તર પુષ્પોત્તર,
સર્વાર્થસિદ્ધિ, વિજય, અપરાજિત, પ્રાણત, વૈજયન્ત, આનત અને પુષ્પોત્તર આ ચોવીસ
તીર્થંકરોનાં આવવાનાં સ્થાન કહ્યાં.
મરુદેવીરાણી, ઉત્તરાષાઢ નક્ષત્ર, વટવૃક્ષ, કૈલાસ પર્વત, પ્રથમ જિન, હે મગધ દેશના
ભૂપતિ! તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવો. અયોધ્યાનગરી, જિતશત્રુ પિતા, વિજયાં
માતા, રોહિણી નક્ષત્ર, સપ્તચ્છદ વૃક્ષ, સમ્મેદશિખર, અજિતનાથ, હે શ્રેણિક! તને મંગળનું
કારણ થાવ. શ્રા વસ્તીનગરી, જિતારિ
Page 210 of 660
PDF/HTML Page 231 of 681
single page version
પિતા, સૈના માતા, પૂર્વાષાઢ નક્ષત્ર, શાલવૃક્ષ, સમ્મેદશિખર, સંભવનાથ તમારાં ભવબંધન
દૂર કરો. અયોધ્યાપુરી નગર, સંવર પિતા, સિદ્ધાર્થા માતા, પુનવર્સુ નક્ષત્ર, શાલવૃક્ષ,
સમ્મેદશિખર અભિનંદન તને કલ્યાણનું કારણ થાવ. અયોધ્યાપુરી નગરી, મેઘપ્રભ પિતા,
સુમંગલા માતા, મઘા નક્ષત્ર, પ્રિયંગુ વૃક્ષ, સમ્મેદશિખર, સુમતિનાથ જગતમાં
મહામંગળરૂપ તારાં સર્વ વિઘ્ન હરો. કૌશાંબી નગરી, ધારણ પિતા, સુસીમા માતા, ચિત્રા
નક્ષત્ર, પ્રિયંગુ વૃક્ષ, સમ્મેદશિખર, પદ્મપ્રભ તારા કામ-ક્રોધાદિ અમંગળને દૂર કરો.
કાશીપુરી નગરી, સુપ્રતિષ્ઠ પિતા, પૃથિવી માતા, વિશાખા નક્ષત્ર, શિરીષ વૃક્ષ,
સમ્મેદશિખર, સુપાર્શ્વનાથ, હે રાજન્! તારાં જન્મ-જરા-મૃત્યુ દૂર કરો. ચંદ્રપુરી નગરી,
મહાસેન પિતા, લક્ષ્મણા માતા, અનુરાધા નક્ષત્ર, નાગવૃક્ષ, સમ્મેદશિખર, ચંદ્રપ્રભ તને
શાંતિભાવના દાતા થાવ. કાકંદીનગરી, સુગ્રીવ પિતા, રામા માતા, મૂલ નક્ષત્ર, શાલ વૃક્ષ,
સમ્મેદશિખર, પુષ્પદંત તારા ચિત્તને પવિત્ર કરો. ભદ્રિકાપુરી નગરી, દ્રઢરથ પિતા, સુનંદા
માતા, પૂર્વાષાઢ નક્ષત્ર, પ્લક્ષ વૃક્ષ, સમ્મેદશિખર, શીતળનાથ તારા ત્રિવિધ તાપ દૂર કરો.
સિંહપુર નગરી, વિષ્ણુરાજ પિતા, વિષ્ણુશ્રીદેવી માતા, શ્રવણ નક્ષત્ર, તિન્દુક વૃક્ષ,
સમ્મેદશિખર, શ્રેયાંસનાથ તારા વિષયકષાય દૂર કરો, કલ્યાણ કરો. ચંપાપુરી નગરી,
વસુપૂજ્ય પિતા, વિજયામાતા, શતભિષા નક્ષત્ર, પાટલ વૃક્ષ, નિર્વાણક્ષેત્ર ચંપાપુરીનું વન,
શ્રી વાસુપૂજ્ય તને નિર્વાણની પ્રાપ્તિ કરાવો. કંપિલાનગરી, કૃતવર્મા પિતા, સુરમ્યા માતા,
ઉત્તરાષાઢ નક્ષત્ર, જંબુ વૃક્ષ, સમ્મેદશિખર, વિમળનાથ તને રાગાદિ મળરહિત કરો.
અયોધ્યાનગરી, સિંહસેન પિતા, સર્વયશા માતા, રેવતી નક્ષત્ર, પીપળ વૃક્ષ, સમ્મેદશિખર,
અનંતનાથ તને અંતરરહિત કરો. રત્નપુરી નગરી, ભાનુ પિતા, સુવ્રતા માતા, પુષ્યનક્ષત્ર,
દધિપણ વૃક્ષ, સમ્મેદશિખર, ધર્મનાથ તને ધર્મરૂપ કરો. હસ્તિનાગપુર નગર, વિશ્વસેન
પિતા, ઐરા માતા, ભરણી નક્ષત્ર, નંદી વૃક્ષ, સમ્મેદશિખર, શાંતિનાથ તમને સદા શાંતિ
આપો. હસ્તિનાપુર નગર, સૂર્ય પિતા, શ્રીદેવી માતા, કુત્તિકા નક્ષત્ર, તિલક વૃક્ષ,
સમ્મેદશિખર, કુંથુનાથ, હે રાજેન્દ્ર! તારાં પાપ દૂર કરવાનું કારણ થાવ. હસ્તિનાગપુર
નગર, સુદર્શન પિતા, મિત્રા માતા, રોહિણી નક્ષત્ર, આમ્રવૃક્ષ, સમ્મેદશિખર, અરનાથ, હે
શ્રેણીક! તારાં કર્મનો નાશ કરો. મિથિલાપુરી નગરી, કુંભ પિતા, રક્ષતા માતા, અશ્વિની
નક્ષત્ર, અશોક વૃક્ષ, સમ્મેદશિખર, મલ્લિનાથ, હે રાજા, તારા મનને શોકરહિત કરો.
કુશાગ્રનગર, સુમિત્ર પિતા, પદ્માવતી માતા, શ્રવણ નક્ષત્ર, ચંપક વૃક્ષ, સમ્મેદશિખર, મુનિ
સુવ્રતનાથ સદા તારા મનમાં વસો. મિથિલાપુરી નગરી, વિજય પિતા, વપ્રા માતા,
અશ્વિની નક્ષત્ર, મૌલશ્રી વૃક્ષ, સમ્મેદશિખર, નમિનાથ તને ધર્મનો સંબંધ કરાવો. સૌરીપુર
નગર, સમુદ્રવિજય પિતા, શિવાદેવી માતા, ચિત્રા નક્ષત્ર, મેષશૃંગ વૃક્ષ, ગિરનાર પર્વત,
નેમિનાથ તને શિવસુખ આપો. કાશીપુરી નગરી, અશ્વસેન પિતા, વામા માતા, વિશાખા
નક્ષત્ર, ધવલ વૃક્ષ, સમ્મેદશિખર, પાર્શ્વનાથ તારા મનને ધૈર્ય આપો. કુણ્ડલપુર નગર,
સિદ્ધાર્થ પિતા, પ્રિયકારિણી માતા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, શાલવૃક્ષ, પાવાપુર, મહાવીર તને
પરમમંગળ કરો. પોતાના જેવા બનાવી દો. આગળ ચોવીસ તીર્થંકરોનાં
Page 211 of 660
PDF/HTML Page 232 of 681
single page version
ચંપાપુર, નેમિનાથનું ગિરનાર, મહાવીરનું પાવાપુર અને બાકીના બીજા બધાનું
સમ્મેદશિખર છે. શાંતિ, કુંથુ અને અર આ ત્રણ તીર્થંકરો ચક્રવર્તી પણ હતા અને કામદેવ
પણ હતા. તેમણે રાજ્ય છોડીને વૈરાગ્ય લીધો હતો. વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ,
પાર્શ્વનાથ અને મહાવીર આ પાંચ તીર્થંકરો કુમાર અવસ્થામાં વિરક્ત થયા, તેમણે રાજ્ય
પણ ન કર્યું અને લગ્ન પણ ન કર્યાં. અન્ય તીર્થંકરો મહામાંડલિક રાજા થયા, તેમણે
રાજ્ય છોડીને વૈરાગ્ય લીધો. ચંદ્રપ્રભ અને પુષ્પદંત આ બેના શરીરનો વર્ણ શ્વેત હતો,
શ્રી સુપાર્શ્વનાથ પ્રિયંગુ-મંજરી સમાન હરિત વર્ણના હતા, પાર્શ્વનાથના શરીરનો વર્ણ કાચી
ડાંગર સમાન હરિત વર્ણનો હતો, પદ્મપ્રભનો વર્ણ કમળ સમાન લાલ હતો, વાસુપૂજ્યનો
વર્ણ કેસૂડાના ફૂલ સમાન રક્ત હતો, મુનિ સુવ્રતનાથનો વર્ણ અંજનગિરિ સમાન શ્યામ,
નેમિનાથનો વર્ણ મોરના કંઠ સમાન શ્યામ અને બાકીના સોળ તીર્થંકરોના શરીરનો વર્ણ
ગરમ સુવર્ણ સમાન પીળો હતો. આ બધા જ તીર્થંકરો ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા
પૂજ્ય અને સ્તુતિ કરવા યોગ્ય હતા, બધાનો સુમેરુના શિખર પાંડુકશિલા ઉપર
જન્માભિષેક થયો હતો, બધાને જ પાંચ કલ્યાણક પ્રગટ થયા હતા, જેમની સેવા સંપૂર્ણ
કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે એવા તે જિનેન્દ્રો તારી અવિદ્યા દૂર કરો. આ પ્રમાણે
ગણધરદેવેનું વર્ણન કર્યું ત્યારે રાજા શ્રેણિક નમસ્કાર કરીને વિનંતી કરવા લાગ્યા કે હે
પ્રભો! છયે કાળના વર્તમાન આયુષ્યનું પ્રમાણ જણાવો અને પાપની નિવૃત્તિનું કારણ એવું
જે પરમતત્ત્વ, આત્મસ્વરૂપનું વર્ણન વારંવાર કરો તથા જે જિનેન્દ્રના અંતરાલમાં શ્રી
રામચંદ્ર પ્રગટ થયા તે સર્વનું વર્ણન હું આપની કૃપાથી સાંભળવા ચાહું છું. શ્રેણિકે જ્યારે
આવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રી ગણધરદેવ કૃપા વરસાવતા કહેવા લાગ્યા. ગણધરદેવનું ચિત્ત
ક્ષીરસાગરના જળ સમાન નિર્મળ છે. તે બોલ્યા, હે શ્રેણિક! કાળ નામનું દ્રવ્ય છે તે
અનંત કાળથી છે. જેને આદિ અંત નથી તેની સંખ્યા કલ્પનારૂપ દ્રષ્ટાંત પલ્ય-સાગરાદિરૂપે
મહામુનિ કહે છે. એક મહાયોજન પ્રમાણ લાંબો, પહોળો અને ઊંડો ગોળ ખાડો, ઉત્કૃષ્ટ
ભોગભૂમિના તત્કાળ જન્મેલા બકરીના બચ્ચાના રોમના અગ્રભાગથી ભરવામાં આવે
અને તેમાંથી સો સો વર્ષે એકેક રોમ કાઢવામાં આવે તેટલા કાળને વ્યવહારપલ્ય કહે છે.
જોકે આ દ્રષ્ટાંત કલ્પનામાત્ર છે, કોઈએ આમ કર્યું નથી. એક વ્યવહારપલ્યથી અસંખ્યાત
ગુણો ઉદ્ધારપલ્ય છે, તેનાથી સંખ્યાત ગુણો અદ્ધાપલ્ય છે, એવા દસ ક્રોડાક્રોડી પલ્ય વીતે
ત્યારે એક સાગર કહેવાય છે અને દસ ક્રોડાક્રોડી સાગર વીતે ત્યારે એક અવસર્પિણી કાળ
થાય છે તથા દસ ક્રોડાક્રોડી સાગરનો એક ઉત્સર્પિણી કાળ થાય છે. વીસ ક્રોડાક્રોડી
સાગરનો એક કલ્પકાળ કહેવાય છે. જેમ એક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બેય
હોય છે તેમ એક કલ્પકાળમાં એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી એ બેય હોય છે. એ
દરેકના છ છ કાળ હોય છે. તેમાં પ્રથમ સુખમાસુખમા કાળ ક્રોડાક્રોડ સાગરનો છે, બીજો
સુખમાં કાળ ત્રણ ક્રોડાક્રોડ સાગરનો છે, ત્રીજો સુખમા દુખમા કાળ બે ક્રોડાક્રોડ સાગરનો
Page 212 of 660
PDF/HTML Page 233 of 681
single page version
છે અને ચોથો દુખમા સુખમા કાળ એક ક્રોડાક્રોડ સાગર ઓછા બેંતાળીસ હજાર વર્ષનો
છે, પાંચમો દુખમા કાળ એકવીસ હજાર વર્ષનો છે અને છઠ્ઠો દુખમા દુખમા કાળ પણ
એકવીસ હજાર વર્ષનો છે. આ અવસર્પિણી કાળની રીતિ કહી. પ્રથમ કાળથી માંડીને છઠ્ઠા
કાળ સુધી આયુષ્ય આદિ બધું ઘટતું જાય છે અને એનાથી ઊલટું જે ઉત્સર્પિણી કાળ તેમાં
છઠ્ઠાથી માંડીને પહેલા સુધી આયુષ્ય, કાય, બળ, પરાક્રમ વધતાં જાય છે. આ પ્રમાણે
કાળચક્રની રચના જાણવી.
નાભિરાજા હતા. તેમને પ્રથમ તીર્થંકર ઋષભદેવ પુત્રરૂપે થયા. તેમના મોક્ષગમન બાદ
પચાસ લાખ કરોડ સાગર વીત્યા ત્યારે બીજા તીર્થંકર શ્રી અજિતનાથ થયા. તેમના પછી
ત્રીસ લાખ કરોડ સાગર વીત્યે શ્રી સંભવનાથ થયા. તેના પછી દસ લાખ કરોડ સાગર
ગયે શ્રી અભિનંદન થયા. તેમના પછી નવ લાખ કરોડ સાગર વીત્યે શ્રી સુમતિનાથ
થયા. ત્યારપછી નવ્વાણુ હજાર કરોડ સાગર વીત્યે શ્રી પદ્મપ્રભ થયા. તેમના પછી નવ
હજાર કરોડ સાગર થયા ત્યારે શ્રી સુપાર્શ્વનાથ થયા. તેમના પછી નવસો કરોડ સાગર
ગયે શ્રી ચંદ્રપ્રભ થયા. તેમના પછી નેવું કરોડ સાગર વીત્યે શ્રી પુષ્પદંત થયા, તેમના
પછી નવ કરોડ સાગર વીત્યા ત્યારે શ્રી શીતળનાથ થયા. ત્યાર પછી કરોડ સાગર ઓછા
એકસો વર્ષે શ્રી શ્રેયાંસનાથ થયા. તેમના પછી ચોપ્પન સાગર વીત્યે શ્રી વાસુપૂજ્ય થયા.
ત્યારપછી ત્રીસ સાગર બાદ શ્રી વિમળનાથ થયા. પછી નવ સાગર વીત્યે શ્રી અનંતનાથ
થયા. તેમના પછી ચાર સાગર વીત્યા અને શ્રી ધર્મનાથ થયા. ત્યારબાદ ત્રણ સાગર
ઓછા પોણો પલ્ય કાળ વીતતાં શ્રી શાંતિનાથ થયા. તેમના પછી અર્ધો પલ્ય ગયે શ્રી
કુંથુનાથ થયા. તે પછી પા પલ્ય ઓછા હજાર કરોડ વર્ષે શ્રી અરનાથ થયા. તેમના પછી
એક હજાર કરોડ ઓછા પાંસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વીત્યાં ત્યારે શ્રી મલ્લિનાથ
થયા તેમના પછી ચોપ્પન લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી મુનિ સુવ્રતનાથ થયા. તેમના પછી
છ લાખ વર્ષ વીતતાં શ્રી નમિનાથ થયા. તેમના પછી પાંચ લાખ વર્ષ વીતતા શ્રી
નેમિનાથ થયા. તેમના પછી ચોર્યાસી હજાર વર્ષ વીત્યે શ્રી પાર્શ્વનાથ થયા. તેમના પછી
અઢીસો વર્ષે શ્રી વર્ધમાન થયા. જ્યારે વર્ધમાન સ્વામી મોક્ષ પ્રાપ્ત કરશે ત્યારે ચોથા
કાળમાં ત્રણ વર્ષ, સાડા આઠ મહિના બાકી રહેશે અને જ્યારે શ્રી ઋષભદેવ મુક્તિ પામ્યા
હતા ત્યારે પણ એટલો જ સમય ત્રીજા કાળનો બાકી રહ્યો હતો. હે શ્રેણિક! ધર્મચક્રના
અધિપતિ, ઇન્દ્રના મુગટનાં રત્નોની જ્યોતિરૂપી જળથી જેમનાં ચરણકમળ ધોયાં છે તે શ્રી
વર્ધમાન મોક્ષ પધારશે પછી પાંચમો કાળ શરૂ થશે; જેમાં દેવોનું આગમન નહિ થાય અને
અતિશયધારક મુનિઓ નહિ થાય. કેવળજ્ઞાનની ઉત્પત્તિ નહિ થાય, ચક્રવર્તી, બળભદ્ર
અને નારાયણની ઉત્પત્તિ નહિ થાય; તમારા જેવા ન્યાયી રાજા નહિ રહે, અનીતિમાન
રાજા થશે, પ્રજાના માણસો, દુષ્ટ, મહા ધીઠ, પારકું ધન હરવામાં પ્રયત્નશીલ રહેશે,
શીલરહિત, વ્રતરહિત, અત્યંત કલેશ અને વ્યાધિથી ભરેલા મિથ્યાદ્રષ્ટિ, ઘોરકર્મી જીવો થશે,
Page 213 of 660
PDF/HTML Page 234 of 681
single page version
ઇતિઓનો ભય સદાય રહેશે, મોહરૂપ મદિરાથી મત્ત, રાગદ્વેષ ભરેલા, વાંકી ભ્રમર
કરનારા, ક્રૂર દ્રષ્ટિવાળા, પાપી, મહાગર્વિષ્ઠ, કુટિલ જીવો થશે. કુવચન બોલનારા, ક્રૂર,
ધનના લોભી જીવો પૃથ્વી પર એવી રીતે વિચરશે જેમ રાત્રે ઘુવડ વિચરે છે અને જેમ
આગિયા થોડો વખત ચમકે છે તેમ થોડા જ દિવસ તેમની ચમક રહેશે. તે મૂર્ખ, દુર્જન,
જિનધર્મથી પરામુખ, કુધર્મમાં પોતે પ્રવર્તશે અને બીજાઓને પ્રવર્તાવશે. પરોપકારરહિત,
પારકા કામમાં આળસુ પોતે ડૂબશે અને બીજાઓને ડૂબાડશે. તે દુર્ગતિગામી પોતાને મહંત
માનશે. તે ક્રૂરકર્મી, ચંડાળ, મદોન્મત, અનર્થમાં હર્ષ માનનાર, મોહરૂપી અંધકારથી અંધ
કળિકાળના પ્રભાવથી હિંસારૂપ કુશાસ્ત્રના કુહાડાથી અજ્ઞાની જીવરૂપ વૃક્ષોને કાપશે. પંચમ
કાળના આદિમાં મનુષ્યોનું શરીર સાત હાથ ઊંચું હશે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એકસો વીસ
વર્ષનું થશે. પંચમ કાળને અંતે બે હાથનું શરીર અને વીસ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય રહેશે.
છઠ્ઠા કાળને અંતે એક હાથનું શરીર અને સોળ વર્ષનું આયુષ્ય વધારેમાં વધારે હશે. તે
છઠ્ઠા કાળના મનુષ્યો મહાકુરૂપ, માંસાહારી, ખૂબ દુઃખી, પાપક્રિયામાં રત, મહારોગી, તિર્યંચ
સમાન, મહા અજ્ઞાની રહેશે. કોઈ જાતનો સંબંધ કે વ્યવહાર નહિ રહે, કોઈ રાજા નહિ
રહે, કોઈ ચાકર નહિ રહે, ન રાજા, ન પ્રજા, ન ધન, ન ઘર, ન સુખ, અત્યંત દુઃખી
થશે. અન્યાયકાર્ય કરનારા, ધર્માચારરહિત મહાપાપરૂપ થશે. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાનાં
કિરણોની કળા ઘટે છે અને શુક્લ પક્ષમાં વધે છે તેમ અવસર્પિણી કાળમાં ઘટે અને
ઉત્સર્પિણી કાળમાં વધે છે. જેમ દક્ષિણાયનમાં દિવસ નાનો થાય છે અને ઉતરાયણમાં વધે
છે. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાની કળા ઘટે અને શુક્લ પક્ષમાં વધે તેમ અવસર્પિણી કાળમાં
ઘટે અને ઉત્સર્પિણી કાળમાં વધે છે. દક્ષિણાયનમાં દિવસ કપાય છે અને ઉત્તરાયણ કાળમાં
વધે છે તેમ અવસર્પિણી ઉત્સર્પિણી કાળમાં હાનિવૃદ્ધિ જાણવી. આ તીર્થંકરોના સમયનો
અંતરાલ તને કહ્યો છે.
ત્રણસો ધનુષ્ય, પાંચમાનું ત્રણસો ધનુષ્ય, છઠ્ઠાનું અઢીસો ધનુષ્ય, સાતમાનું બસો ધનુષ્ય,
આઠમાનું દોઢસો ધનુષ્ય, નવમાનું સો ધનુષ્ય, દસમાનું નેવું ધનુષ્ય, અગિયારમાનું એંસી
ધનુષ્ય, બારમાનું સિતેર ધનુષ્ય, તેરમાનું સાઠ ધનુષ્ય, ચૌદમાનું પચાસ ધનુષ્ય, પંદરમાનું
પિસ્તાળીસ ધનુષ્ય, સોળમાનું ચાળીસ ધનુષ્ય, સતરમાનું પાંત્રીસ ધનુષ્ય, અઢારમાનું ત્રીસ
ધનુષ્ય, ઓગણીસમાનું પચીસ ધનુષ્ય, વીસમાનું વીસ ધનુષ્ય, એકવીસમાંનું પંદર ધનુષ્ય,
બાવીસમાનું દસ ધનુષ્ય, તેવીસમાનું નવ હાથ અને ચોવીસમાનું સાત હાથ ઊંચુ હતું. હવે
આગળ આ ચોવીસ તીર્થંકરોના આયુષ્યનું પ્રમાણ કહીએ છીએ. પ્રથમનું ચોર્યાસી લાખ પૂર્વ
(ચોર્યાસી લાખ વર્ષનું એક પૂર્વાંગ અને ચોર્યાસી લાખ પૂર્વાંગનું એક પૂર્વ થાય છે),
બીજાનું બોત્તેર લાખ પૂર્વ, ત્રીજાનું સાંઠ લાખ પૂર્વ, ચોથાનું પચાસ લાખ પૂર્વ, પાંચમાનું
ચાળીસ લાખ પૂર્વ, છઠ્ઠાનું ત્રીસ લાખ પૂર્વ, સાતમાનું
Page 214 of 660
PDF/HTML Page 235 of 681
single page version
વીસ લાખ પૂર્વ, આઠમાનું દસ લાખ પૂર્વ, નવમાનું બે લાખ પૂર્વ, દસમાનું એક લાખ
પૂર્વ, અગિયારમાનું ચોર્યાસી લાખ વર્ષ, બારમાનું બોતેર લાખ વર્ષ, તેરમાનું સાંઠ લાખ
વર્ષ, ચૌદમાનું ત્રીસ લાખ વર્ષ, પંદરમાનું દસ લાખ વર્ષ, સોળમાનું લાખ વર્ષ, સતરમાનું
પંચાણુ હજાર વર્ષ, અઢારમાનું ચોર્યાસી હજાર વર્ષ, ઓગણીસમાનું પંચાવન હજાર વર્ષ,
વીસમાનું ત્રીસ હજાર વર્ષ, એકવીસમાનું દસ હજાર વર્ષ, બાવીસમાનું હજાર વર્ષ,
તેવીસમાનું સો વર્ષ, ચોવીસમાનું બોત્તેર વર્ષનું આયુષ્યપ્રમાણ જાણવું.
ત્રીજાની આઠસો ધનુષ્ય, ચોથાની સાતસો પંચોતેર ધનુષ્ય, પાંચમાની સાડા સાતસો
ધનુષ્ય, છઠ્ઠાની સવા સાતસો ધનુષ્ય, સાતમાની સાતસો ધનુષ્ય, આઠમાની પોણા સાતસો
ધનુષ્ય, નવમાની સાડા છસો ધનુષ્ય, દસમાની સવા છસો ધનુષ્ય, અગિયારમાની છસો
ધનુષ્ય, બારમાની પોણા છસો ધનુષ્ય, તેરમાની સાડા પાંચસો ધનુષ્ય, ચૌદમાની સવા
પાંચસો ધનુષ્ય હતી. હવે આ કુલકરોનાં આયુષ્યનું વર્ણન કરે છે. પહેલાનું આયુષ્ય
પલ્યનો દસમો ભાગ, બીજાનું પલ્યનો સોમો ભાગ, ત્રીજાનું પલ્યનો હજારમો ભાગ,
ચોથાનું પલ્યનો દસ હજારમો ભાગ, પાંચમાનું પલ્યનો લાખમો ભાગ, છઠ્ઠાનું પલ્યનો દસ
લાખમો ભાગ, સાતમાનું પલ્યનો કરોડમો ભાગ, આઠમાનું પલ્યનો દસ કરોડમો ભાગ,
નવમાનું પલ્યનો સો કરોડમો ભાગ, દસમાનું પલ્યનો હજાર કરોડમો ભાગ, અગિયારમાનું
પલ્યનો દસહજાર કરોડમો ભાગ, બારમાનું પલ્યનો લાખ કરોડમો ભાગ, તેરમાનું પલ્યનો
દસ લાખ કરોડમો ભાગ, ચૌદમાનું કરોડ પૂર્વનું આયુષ્ય હતું.
પૂર્વભવમાં પુંડરિકિણી નગરીમાં પીઢ નામના રાજકુમાર હતા. તે કુશસેન સ્વામીના શિષ્ય
બની, મુનિવ્રત ધારણ કરી સર્વાર્થસિદ્ધિમાં ગયા. ત્યાંથી ચ્યવીને છ ખંડનું રાજ્ય કરી,
મુનિ થઈ, અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરી, નિર્વાણ પામ્યા. પૃથિવીપુર નામના નગરમાં
રાજા વિજયતેજ યશોધર નામના મુનિ પાસે જિનદીક્ષા ધારણ કરીને વિજય નામના
વિમાનમાં ગયા ત્યાંથી ચ્યવીને અયોધ્યામાં રાજા વિજય, રાણી સુમંગલાના પુત્ર સગર
નામના બીજા ચક્રવર્તી થયા. તે મહાભોગ ભોગવીને, ઇન્દ્ર સમાન દેવ અને વિદ્યાધરો
જેમની આજ્ઞા માનતા હતા તેવા પુત્રોના શોકથી રાજ્યનો ત્યાગ કરીને અજિતનાથ
ભગવાનના સમવસરણમાં મુનિ થઈ, કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધ થયા. પુંડરિકિણી નગરીમાં
એક શશિપ્રભ નામના રાજા વિમળસ્વામીના શિષ્ય થઈને ગ્રૈવેયકમાં ગયા. ત્યાંથી ચ્યવીને
શ્રાવસ્તી નગરીમાં રાજા સુમિત્ર, રાણી ભદ્રવતીના પુત્ર મધવા ત્રીજા ચક્રવર્તી થયા. તે
લક્ષ્મીરૂપી વેલીને વળગવા માટે વૃક્ષ સમાન હતા. તે ધર્મનાથની પછી અને શાંતિનાથની
પહેલાં થયા. તે સમાધાનરૂપ જિનમુદ્રા ધારણ કરીને સૌધર્મ સ્વર્ગમાં ગયા. ચોથા ચક્રવર્તી શ્રી
Page 215 of 660
PDF/HTML Page 236 of 681
single page version
પ્રભો! તેઓ કયા પુણ્યથી આવા રૂપવાન થયા? તેથી ગણધરદેવે તેમનું ચરિત્ર સંક્ષેપમાં
કહ્યું. કેવું છે સનત્કુમારનું ચરિત્ર? સો વર્ષે પણ તેનું કથન કરવાને કોઈ સમર્થ નથી. આ
જીવ જ્યાં સુધી જૈન ધર્મ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તિર્યંચ, નારકી, કુમનુષ્ય, કુદેવ
વગેરે કુગતિમાં દુઃખ ભોગવે છે. જીવોએ અનંત ભવ કર્યા છે તેની વાત ક્યાં સુધી
કરીએ? પણ એક એક ભવનું કથન કરીએ છીએ. એક ગોવર્ધન નામનું ગામ હતું. ત્યાં
ભલા મનુષ્યો રહેતા હતા ત્યાં જિનદત્ત નામના શ્રાવક ગૃહસ્થ રહેતા. જેમ સર્વ
જળસ્થાનોમાં સાગર શિરોમણિ છે, સર્વ પર્વતોમાં સુમેરુ, સર્વ ગ્રહોમાં સૂર્ય, ઘાસમાં શેરડી,
વેલોમાં નાગરવેલ, વૃક્ષોમાં હરિચંદન વૃક્ષ પ્રશંસાયોગ્ય છે તેમ કુળોમાં શ્રાવકનું કુળ
સર્વોત્કૃષ્ટ, આચાર વડે પૂજ્ય, સુગતિનું કારણ છે. તે જિનદત્ત નામના શ્રાવક ગુણરૂપ
આભૂષણોથી મંડિત શ્રાવકનાં વ્રત પાળીને ઉત્તમ ગતિ પામ્યા. તેની સ્ત્રી વિનયવાન,
મહાપતિવ્રતા, શ્રાવકનાં વ્રત પાળનારી હતી. તેણે પોતાના ઘરના સ્થાનમાં ભગવાનનું
ચૈત્યાલય બનાવ્યું હતું. બધું દ્રવ્ય તેમાં ખર્ચ્યું હતું. તે અર્જિકા થઈ, મહાતપ કરીને
સ્વર્ગમાં ગઈ. તે જ ગામમાં એક હેમબાહુ નામના ગૃહસ્થ હતા. તે આસ્તિક,
દુરાચારરહિત હતા. તે વિનયવતીએ બનાવરાવેલ જિનમંદિરની ભક્તિથી જયદેવ થયા. તે
ચતુર્વિધ સંઘની સેવામાં તત્પર, સમ્યગ્દ્રષ્ટિ, જિનવંદનામાં સાવધાન હતા. તે ચ્યવીને
મનુષ્ય થયા. ત્યાંથી પાછા દેવ થયા અને ફરી મનુષ્ય થયા. આ પ્રમાણે ભવ કરીને
મહાપુરી નગરમાં સુપ્રભ નામના રાજાની તિલકસુંદરી રાણીની કૂખે ધર્મરુચિ નામના પુત્ર
થયા. તિલકસુંદરી ગુણરૂપ આભૂષણની મંજૂષા હતી. ધર્મરુચિએ રાજ્ય છોડીને પોતાના
પિતા સુપ્રભ જે મુનિ થયા હતા તેમના શિષ્ય બનીને મુનિવ્રત અંગીકાર કર્યા.
પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, વગેરે મુનિધર્મનું પ્રતિપાલન કરી, આત્મધ્યાની,
ગુરુસેવામાં તત્પર, પોતાના શરીર પ્રત્યે અત્યંત નિસ્પૃહ, જીવદયાના ધારક, મન-
ઇન્દ્રિયોને જીતનાર, શીલના સુમેરુ, શંકાદિ દોષોથી અતિદૂર, સાધુઓની વૈયાવ્રત કરનાર
તે સમાધિમરણ કરીને ચોથા દેવલોકમાં ગયા. ત્યાં સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને
નાગપુરમાં રાજા વિજય, રાણી સહદેવીના સનત્કુમાર નામના પુત્ર ચોથા ચક્રવર્તી થયા.
તેમની આજ્ઞા છ ખંડમાં પ્રવર્તી. તે અતિસુંદર હતા. એક દિવસ સૌધર્મ ઇન્દ્રે તેમના રૂપની
પ્રશંસા કરી. તેમનું રૂપ જોવા માટે દેવો આવ્યા. તેમણે ગુપ્તપણે આવીને ચક્રવર્તીનું રૂપ
જોયું. તે વખતે ચક્રવર્તી કુશ્તીનો અભ્યાસ કરતા હતા તેથી તેમનું શરીર ધૂળથી મલિન
બન્યું હતું, શરીર પર સુગંધી પદાર્થોનો લેપ કર્યો હતો અને સ્નાન માટેની એક ધોતી
પહેરીને, વિવિધ પ્રકારના સુગંધી જળોથી ભરેલા વિવિધ રત્નકળશોની મધ્યમાં સ્નાનના
આસન પર બિરાજ્યાં હતા. દેવો તેમનું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યા. પરસ્પર કહેવા લાગ્યા
કે જેવું ઇન્દ્રે વર્ણન કર્યું હતું તેવું જ છે, આ મનુષ્યનું રૂપ દેવોના ચિત્તને મોહિત કરનારું
છે. પછી ચક્રવર્તી સ્નાન કરી વસ્ત્રાભૂષણ પહેરી સિંહાસન ઉપર આવીને બિરાજ્યા,
રત્નાચળના શિખર સમાન તેની જ્યોતિ હતી. પછી દેવ પ્રગટ થઈને
Page 216 of 660
PDF/HTML Page 237 of 681
single page version
દ્વાર પર આવીને ઊભા રહ્યા, દ્વારપાળને હાથ જોડીને ચક્રવર્તીને કહેવરાવ્યું કે સ્વર્ગલોકના
દેવ તમારું રૂપ જોવા આવ્યા છે. તે વખતે ચક્રવર્તી અદ્ભુત શણગાર કરીને બિરાજતા જ
હતા, પણ દેવોના આવવાથી વિશેષ શોભા કરીને તેમને બોલાવ્યા. તેમણે આવીને
ચક્રવર્તીનું રૂપ જોયું અને માથું ધુણાવીને કહેવા લાગ્યા કે એક ક્ષણ પહેલાં અમે સ્નાન
કરતી વખતે જેવું રૂપ જોયું હતું તેવું અત્યારે નથી. મનુષ્યોનાં શરીરની શોભા ક્ષણભંગુર
છે, ધિક્કાર છે અસાર જગતની માયાને! પ્રથમ દર્શનમાં જે રૂપ-યૌવનની અદ્ભુતતા હતી
તે ક્ષણમાત્રમાં વીજળી ચમકીને ઘડીકમાં અદ્રશ્ય થઈ જાય તેમ વિલય પામી ગઈ છે.
સનત્કુમાર દેવોનાં વચન સાંભળી, રૂપ અને લક્ષ્મીને ક્ષણભંગુર જાણી વીતરાગભાવ
ધારણ કરીને મહામુનિ બની ઉગ્ર તપ કરવા લાગ્યા. તેમને મહાન ઋદ્ધિ પ્રગટી,
કર્મનિર્જરાને અર્થે મહાન રોગનો પરીષહ સહન કર્યો. તે ધ્યાનારૂઢ થઈ, સમાધિમરણ
કરીને સ્વર્ગે સિધાવ્યા. તે શાંતિનાથના પહેલાં અને ત્રીજા ચક્રવર્તી મધવાની પછી થયા.
પુંડરિકિણી નગરીમાં રાજા મેઘરથ પોતાના પિતા ધનરથ તીર્થંકરના શિષ્ય મુનિ થઈ
સર્વાર્થસિદ્ધિમાં પધાર્યા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુરમાં રાજા વિશ્વસેન અને રાણી ઐરાના
પુત્ર શાંતિનાથ નામના સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી થયા. જગતને શાંતિ
આપનાર તેમનો જન્મકલ્યાણક સુમેરુ પર્વત ઉપર ઇન્દ્રે કર્યો. પછી છ ખંડ પૃથ્વીના
ભોક્તા થયા. રાજ્યને તૃણ સમાન જાણીને છોડયું, મુનિવ્રત લઈને મોક્ષે ગયા. પછી
કુંથુનાથ છઠ્ઠા ચક્રવર્તી અને સત્તરમા તીર્થંકર, અરનાથ સાતમા ચક્રવર્તી અને અઢારમા
તીર્થંકર મુનિ થઈને નિર્વાણ પધાર્યા. તેમનું વર્ણન તીર્થંકરોના વર્ણનમાં અગાઉ કરી ગયા
છીએ. ધાન્યપુર નગરમાં રાજા કનકપ્રભ વિચિત્રગુપ્ત સ્વામીના શિષ્યમુનિ થઈ સ્વર્ગે
ગયા. ત્યાંથી ચ્યવીને અયોધ્યાનગરીમાં રાજા કીર્તિવીર્ય અને રાણી તારાના પુત્ર સુભૂમ
નામના આઠમા ચક્રવર્તી થયા, જેનાથી આ ભૂમિ શોભાયમાન થઈ હતી, તેમના પિતાના
મારનાર પરશુરામે ક્ષત્રિયોને માર્યા હતા અને તેમના મસ્તક સ્તંભ ઉપર લટકાવ્યાં હતાં.
તે પરશુરામને ઘેર સુભૂમ અતિથિનો વેશ લઈને ભોજન માટે આવ્યા. પરશુરામે
નિમિત્તજ્ઞાનીનાં વચનથી ક્ષત્રિયોના દાંત પાત્રમાં મૂકી સુભૂમને બતાવ્યા ત્યારે તે દાંત
ક્ષીરરૂપે પરિણમી ગયા અને ભોજનનું પાત્ર ચક્ર બની ગયું તેનાથી પરશુરામને હણ્યા.
પરશુરામે ક્ષત્રિયોને હણ્યા હતા અને સાતવાર પૃથ્વી નક્ષત્રી કરી હતી એટલે સુભૂમે
પરશુરામને મારી બ્રાહ્મણો પ્રત્યે દ્વેષ કર્યો અને એકવીસ વાર પૃથ્વી બ્રાહ્મણરહિત કરી.
જેમ પરશુરામના રાજ્યમાં ક્ષત્રિયો પોતાનું કુળ છુપાવીને રહ્યા તેમ આના રાજ્યમાં વિપ્રો
પોતાનું કુળ છુપાવીને રહ્યા. સ્વામી અરનાથ મુક્તિ ગયા પછી અને મલ્લિનાથના થવા
પહેલાં સુભૂમ ચક્રવર્તી થયા. તે અતિભોગાસક્ત, નિર્દય પરિણામી અને અવ્રતી હતા તેથી
મરીને સાતમી નરકે ગયા. વીતશોકા નગરીમાં રાજા ચિત્ત સુપ્રભસ્વામીના શિષ્યમુનિ
થઈને બ્રહ્મસ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુરમાં રાજા પદ્મરથ અને રાણી મયૂરીના
પુત્ર મહાપદ્મ નામના નવમા ચક્રવર્તી થયા. છ ખંડ પૃથ્વીના ભોક્તા, તેમની આઠ પુત્રી
અત્યંત રૂપાળી હતી. તેમને રૂપનો અતિશય ગર્વ
Page 217 of 660
PDF/HTML Page 238 of 681
single page version
ચક્રવર્તી તેમને છોડાવીને પાછી લાવ્યા. આ આઠેય કન્યા આર્યિકાનાં વ્રત ધારણ કરી
સમાધિમરણ કરી દેવલોક પામી. જે વિદ્યાધર તેમને લઈ ગયો હતો તે પણ વિરક્ત થઈ,
મુનિવ્રત ધારણ કરી આત્મકલ્યાણ કરવા લાગ્યો. આ વૃત્તાંત જોઈને મહાપદ્મ ચક્રવર્તી પદ્મ
નામના પુત્રને રાજ્ય આપીને વિષ્ણુ નામના પુત્ર સહિત વિરક્ત થયા, મહાતપ કરી,
કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. તે મહાપદ્મ ચક્રવર્તી અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી
અને મલ્લિનાથના ઉપજવા પહેલાં સુભૂમની પછી થયા. વિજય નામના નગરમાં રાજા
મહેન્દ્રદત અભિનંદન સ્વામીના શિષ્ય થઈ, મહેન્દ્ર સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને
કાંપિલનગરમાં રાજા હરિકેતુની રાણી વિપ્રાના પુત્ર હરિષેણ નામના દસમા ચક્રવર્તી થયા.
તેમણે આખા ભરતક્ષેત્રની પૃથ્વી ચૈત્યાલયોથી શોભાવી અને મુનિ સુવ્રતનાથ સ્વામીના
તીર્થમાં મુનિ થઈને સિદ્ધપદ પામ્યા. રાજપુર નામના નગરમાં રાજા અસિકાંત હતા તે
સુધર્મમિત્ર સ્વામીના શિષ્યમુનિ થઈ બ્રહ્મસ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને રાજા વિજયની
રાણી યશોવતીના પેટે જયસેન નામના પુત્ર થયા. તે અગિયારમા ચક્રવર્તી હતા. તે રાજ્ય
ત્યજી દિગંબર દીક્ષા ધારણ કરીને રત્નત્રયનું આરાધન કરી સિદ્ધપદ પામ્યા. એ શ્રી
મુનિસુવ્રતનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી નમિનાથ સ્વામીના અંતરાલમાં થયા. કાશીપુરીમાં
રાજા સંભૂત સ્વતંત્રલિંગ સ્વામીના શિષ્ય મુનિ થઈને પદ્મયુગલ નામના વિમાનમાં દેવ
થયા. ત્યાંથી ચ્યવીને કાંપિલનગરમાં રાજા બ્રહ્મરથ અને રાણી ચૂલાના પુત્ર બ્રહ્મદત્ત
નામના બારમા ચક્રવર્તી થયા. તે છ ખંડ પૃથ્વીનું રાજ્ય કરી, મુનિવ્રત વિના રૌદ્રધ્યાન
કરીને સાતમી નરકે ગયા. એ શ્રી નેમિનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી પાર્શ્વનાથ સ્વામીના
અંતરાલમાં થયા. આ બાર ચક્રવર્તી મહાપુરુષ હોય છે, છ ખંડ પૃથ્વીના સ્વામી હોય છે.
તેમની આજ્ઞા દેવ અને વિદ્યાધરો બધા માને છે. હે શ્રેણિક! તને પુણ્ય અને પાપનું ફળ
પ્રત્યક્ષ બતાવ્યું માટે આ કથન સાંભળીને યોગ્ય કાર્ય કરવું, અયોગ્ય કાર્ય ન કરવું. જેમ
મુસાફર કોઈ માર્ગ પર ન ચાલે તો સુખપૂર્વક સ્થાનકે પહોંચે નહિ તેમ સુકૃત વિના જીવ
પરલોકમાં સુખ પામતો નથી. કૈલાસના શિખર સમાન ઊંચા મહેલોમાં જે નિવાસ કરે છે
તે બધું પુણ્યરૂપ વૃક્ષનું ફળ છે અને જે શીત, ઉષ્ણ, પવન, પાણીની બાધાવાળી
ઝૂંપડીઓમાં વસે છે, દારિધ્રરૂપ કીચડમાં ફસાયા છે તે બધું અધર્મરૂપ વૃક્ષનું ફળ છે.
વિંધ્યાચળ પર્વતના શિખર સમાન ઊંચા ગજરાજ પર બેસીને સેના સહિત ચાલે છે, જેના
ઉપર ચામર ઢોળાય છે એ સર્વ પુણ્યરૂપ વૃક્ષનું ફળ છે. જે મહાતુરંગો ઉપર ચામર ઢોળાય
છે અને અનેક સવાર તથા પાયદળ જેની ચારે બાજુ ચાલે છે તે બધું પુણ્યરૂપ રાજાનું
ચરિત્ર છે. દેવોના વિમાન સમાન, મનોજ્ઞ, રથ પર બેસીને જે મનુષ્ય ગમન કરે છે તે
પુણ્યરૂપ પર્વતનાં મીઠાં ઝરણાં છે. જેના પગ ફાટી ગયા છે, કપડાં મેલાં છે, જે પગપાળા
ચાલે છે બધું પાપરૂપ વૃક્ષનું ફળ છે. જે અમૃતસરખું અન્ન સુવર્ણના ભાજનમાં જમે છે તે
બધું ધર્મરસાયણનું ફળ છે એમ મુનિઓએ કહ્યું છે. જે દેવોના અધિપતિ ઇન્દ્ર અને
મનુષ્યોના અધિપતિ ચક્રવર્તી છે
Page 218 of 660
PDF/HTML Page 239 of 681
single page version
તે પદ ભવ્ય જીવ પામે છે. તે બધું જીવદયારૂપ વેલનું ફળ છે. ભવ્ય જીવ કર્મરૂપ કુંજરને
માટે શાર્દૂલ સમાન છે. વળી રામ એટલે કે બળભદ્ર તથા કેશવ એટલે નારાયણનાં પદ જે
ભવ્ય જીવ પામે છે તે બધું ધર્મનું ફળ છે.
હસ્તિનાગપુર, અયોધ્યા, શ્રાવસ્તી, કૌશાંબી, પોદનાપુર, શૈલનગર, સિંહપુર, કૌંશાંબી અને
હસ્તિનાગપુર. આ નવેય નગર બધા પ્રકારનાં દ્રવ્યોથી ભરેલાં છે અને ઈતિ-ભીતિરહિત
છે. હવે વાસુદેવોના પૂર્વભવોનાં નામ સાંભળો. વિશ્વાનંદી, પર્વત, ધનમિત્ર, સાગરદત્ત,
વિકટ, પ્રિયમિત્ર, માનચેષ્ટિત, પુનર્વસુ અને ગંગદેવ જેને નિર્ણામિક પણ કહે છે. નવેય
વાસુદેવોના જીવ પૂર્વભવમાં વિરૂપ, દુર્ભાગી અને રાજ્યભ્રષ્ટ હોય છે, તે મુનિ થઈને
મહાતપ કરે છે. નિદાનના યોગથી સ્વર્ગમાં દેવ થાય છે અને ત્યાંથી ચ્યવીને બળભદ્રના
નાના ભાઈ વાસુદેવ થાય છે. માટે તપ કરીને નિદાન કરવું તે જ્ઞાનીઓ માટે વર્જ્ય છે.
નિદાન નામ ભોગવિલાસનું છે, તે અત્યંત ભયાનક દુઃખ દેવામાં પ્રવીણ છે. હવે એમના
પૂર્વભવના ગુરુઓનાં નામ સાંભળો, જેમની પાસેથી તેમણે મુનિવ્રત લીધાં હતા. સંભૂત,
સુભદ્ર, વસુદર્શન, શ્રેયાંસ, ભૂતિસંગ, વસુભૂતિ, ઘોષસેન, પરાંભોધિ, દ્રુમસેન. હવે જે જે
સ્વર્ગમાંથી આવીને વાસુદેવ થયા હતા તેમનાં નામ સાંભળો, શુક્ર, મહાશુક્ર, લાંતવ,
સહસ્ત્રાર, બ્રહ્મ, માહેન્દ્ર, સૌધર્મ, સનત્કુમાર, મહાશુક્ર. હવે વાસુદેવોની જન્મપુરીનાં નામ
સાંભળો. પોદનાપુર, દ્વાપર, હસ્તિનાગપુર, હસ્તિનાગપુર, ચક્રપુર, કુશાગ્રપુર, મિથિલાપુર,
અયોધ્યા, મથુરા. આ નગરો સમસ્ત ધન-ધાન્યથી પૂર્ણ અને ઉત્સવોથી ભરપૂર છે.
વાસુદેવના પિતાનાં નામ સાંભળો. પ્રજાપતિ, બ્રહ્મભૂત, રૌદ્રનંદ, સૌમ, પ્રખ્યાત, શિવાકર,
દશરથ, વસુદેવ. આ નવ વાસુદેવોની માતાનાં નામ સાંભળો. મૃગાવતી, માધવી, પૃથિવી,
સીતા, અંબિકા, લક્ષ્મી, કેશિની, સુમિત્રા અને દેવકી. આ માતાઓ અતિ રૂપગુણથી મંડિત,
મહા સૌભાગ્યવતી અને જિનમતિ છે. નવ વાસુદેવના નામ સાંભળો. ત્રિપૃષ્ટ, દ્વિપૃષ્ટ,
સ્વયંભૂ, પુરુષોતમ, પુરુષસિંહ, પુણ્ડરિક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ. હવે નવ વાસુદેવની
પટરાણીઓનાં નામ સાંભળો. સુપ્રભાવતી, રૂપિણી, પ્રભવા, મનોહરા, સુનેત્રા,
વિમળસુંદરી, આનંદવતી, પ્રભાવતી, રુકિમણી. આ બધી ગુણ-કળામાં નિપુણ, ધર્મવતી,
વ્રતવતી છે.
ક્ષેમા, હસ્તિનાગપુર. હવે બળભદ્રોનાં નામ સાંભળો. બાલ, મારુતદેવ, નંદિમિત્ર, મહાબળ,
પુરુષવૃષભ, સુદર્શન, વસુધર, શ્રીરામચંદ્ર, શંખ. હવે એમના પૂર્વભવના ગુરુઓનાં નામ
સાંભળો. અમૃતાર, મહાસુવ્રત, સુવ્રત, વૃષભ, પ્રજાપાલ, દમવર, સધર્મ, આર્ણવ, વિદ્રુમ.
આ બળભદ્રો જે દેવલોકમાંથી આવ્યા તેમનાં નામ સાંભળો. પ્રથમ ત્રણ બળભદ્ર અનુત્તર
વિમાનમાંથી આવ્યા,
Page 219 of 660
PDF/HTML Page 240 of 681
single page version
મહાશુક્રમાંથી આવ્યા. આ નવ બળભદ્રોની માતાનાં નામ સાંભળો. પિતા બળભદ્ર અને
નારાયણના એક જ હોય છે. બદ્રાંભોજા, સુભદ્રા, સુવેષા, સુદર્શના, સુપ્રભા, વિજયા,
વૈજયંતી, અપરાજિતા અથવા કૌશલ્યા, રોહિણી. નવ બળભદ્ર અને નવ નારાયણમાંથી
પાંચ બળભદ્ર અને પાંચ નારાયણ શ્રેયાંસનાથ સ્વામીના સમયથી શરૂ કરીને ધર્મનાથ
સ્વામીના સમય સુધીમાં થયા. છઠ્ઠા તથા સાતમા અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી અને
મલ્લિનાથ સ્વામીના પહેલાં થયા. આઠમા બળભદ્ર નારાયણ મુનિસુવ્રતનાથ સ્વામીની
મુક્તિ ગયા પછી અને નેમિનાથ સ્વામીના સમય પહેલાં થયા અને નવમા શ્રી
નેમિનાથના કાકાના દીકરા ભાઈ મહાજિનભક્ત અદ્ભુત ક્રિયા કરનાર થયા. હવે એમનાં
નામ સાંભળો. અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, નંદિમિત્ર (આનંદ), નંદિષેણ
(નંદન), રામચંદ્ર, પદ્મ. જે મુનિઓ પાસે બળભદ્રોએ દીક્ષા લીધી હતી તેમનાં નામ-
સુવર્ણકુંભ, સત્યકીર્તિ, સુધર્મ, મૃગાંક, શ્રુતકીર્તિ, સુમિત્ર, ભવનશ્રુત, સુવ્રત, સિદ્ધાર્થ.
મહાતપના ભારથી કર્મનિર્જરા કરનાર, ત્રણ લોકમાં પ્રગટ છે કીર્તિ જેમની એવા નવ
બળભદ્રોમાંથી આઠ કર્મરૂપ વનને ભસ્મ કરી મોક્ષ પામ્યા. કેવું છે સંસારવન? જેમાં
વિવિધ પ્રકારની વ્યાધિથી પીડિત પ્રાણીઓ આકુળતા પ્રાપ્ત કરે છે એવું. અને જેમાં
અનંત જન્મરૂપ કંટકવૃક્ષોનો સમૂહ ફેલાયેલો છે અને કાળરૂપ વ્યાઘ્રથી અતિભયાનક છે.
વિજયથી લઈને રામચંદ્ર સુધીના આઠ તો સિદ્ધ થયા અને પદ્મ નામના નવમા બળભદ્ર
બ્રહ્મસ્વર્ગમાં મહાઋદ્ધિધારક દેવ થયા.
નામ સાંભળો. અલકા, વિજયપુર, નંદનપુર, પૃથ્વીપુર, હરિપુર, સૂર્યપુર, સિંહપુર, લંકા,
રાજગૃહી. આ નગરો રત્નજડિત અતિ દૈદીપ્યમાન સ્વર્ગલોક સમાન છે.
નામ કહ્યાં. આ ત્રેસઠ શલાકા પુરુષ છે. તેમાંથી કેટલાક તો જિનભાષિત તપ કરી તે જ
ભવમાં મોક્ષ પામે છે. કેટલાક સ્વર્ગ પામે છે અને પછી મોક્ષ પામે છે. જે વૈરાગ્ય નથી
ધરતા તે ચક્રી, હરિ, પ્રતિહરિ, કેટલાક ભવ ધારણ કરી, તપ કરીને મોક્ષ પામે છે. આ
સંસારના પ્રાણીઓ વિવિધ પ્રકારનાં પાપથી મલિન, મોહરૂપ સાગરના ભ્રમણમાં મગ્ન,
મહાદુઃખરૂપ ચારગતિમાં ભટકી સદા વ્યાકુળ થાય છે. આમ જાણીને જે નિકટ ભવ્ય જીવ
છે તે સંસારનું ભ્રમણ ચાહતા નથી, મોહતિમિરનો અંત કરીને સૂર્ય સમાન કેવળજ્ઞાનને
પ્રગટ કરે છે.
બાર ચક્રવર્તી, નવ