Page 240 of 660
PDF/HTML Page 261 of 681
single page version
તે પ્રમાણે કરવું જોઈએ. આ વાત સર્વ રાજનીતિમાં મુખ્ય છે. જ્યારે સસરાએ આ પ્રમાણે
કહ્યું ત્યારે અત્યંત ધીર બુદ્ધિવાળા રાજા દશરથે હસીને કહ્યું કે હે મહારાજ! આપ નિશ્વિંત
રહો. જુઓ, હું આ બધાને દશે દિશાઓમાં ભગાડી મૂકું છું. આમ કહીને પોતે લડાઈમાં
જોડાયા અને કૈકેયીને પોતાના રથમાં બેસાડી દીધી. રથને મહામનોહર અશ્વ જોડેલા છે.
દશરથ જાણે કે રથ પર ચડેલા શરદઋતુના સૂર્ય જ છે. કૈકેયીએ ઘોડાની લગામ સંભાળી
લીધી. કેવી છે કૈકેયી? મહાપુરુષાર્થનું રૂપ ધારણ કરેલી યુદ્ધની મૂર્તિ જ છે. તે પતિને
વિનંતી કરવા લાગી કે હે નાથ! આપની આજ્ઞા હોય અને જેનું મૃત્યુ પાસે આવ્યું હોય
તેની તરફ જ હું રથ ચલાવીશ. ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રિયે! રંક લોકોને મારવાથી શો
લાભ? જે આ સર્વ સેનાનો અધિપતિ હેમપ્રભ છે, જેના માથા ઉપર ચંદ્રમા સમાન સફેદ
છત્ર ફરે છે તેની તરફ રથ ચલાવ. હે રણપંડિતે! આજ હું આ અધિપતિને જ મારીશ.
જ્યારે દશરથે આમ કહ્યું ત્યારે તે પતિની આજ્ઞા માની તેની તરફ રથ ચલાવવા લાગી.
જેનું સફેદ છત્ર ઊંચુ છે અને મહાધજા તરંગરૂપ છે એવા રથમાં આ દંપતી દેવરૂપ
શોભતાં હતાં. તેમનો રથ અગ્નિ સમાન હતો. જે જે આ રથ તરફ આવ્યા તે હજારો
પતંગિયાની જેમ ભસ્મીભૂત થઈ ગયા. દશરથના ચલાવેલાં બાણથી અનેક રાજાઓ
વીંધાઈ ગયા અને ક્ષણમાત્રમાં બીજા ભાગી ગયા. એટલે બધાનો અધિપતિ હેમપ્રભ હતો
તેનાથી પ્રેરાયેલા અને લજ્જિત થયેલા કેટલાક દશરથ રાજા સાથે લડવા માટે હાથી,
ઘોડા, રથ અને પ્યાદાઓથી મંડિત આવ્યા, તેમણે વીરગર્જના કરી. તોમર, બાણ, ચક્ર,
કનક ઈત્યાદિ અનેક જાતનાં શસ્ત્રો એકલા દશરથ ઉપર ફેંકવા લાગ્યા. એ મોટા
આશ્ચર્યની વાત હતી કે રાજા દશરથ જે એક રથનો સ્વામી હતો તે યુદ્ધ સમયે જાણે કે
તેના અસંખ્ય રથ થઈ ગયા, પોતાનાં બાણોથી તેણે સમસ્ત શત્રુઓનાં બાણ કાપી નાખ્યાં
અને પોતે જે બાણ ચલાવ્યાં તે કોઈની નજરે પડયાં નહિ પણ શત્રુઓને વાગ્યાં. રાજા
દશરથે હેમપ્રભને ક્ષણમાત્રમાં જીતી લીધો. તેની ધજા કાપી નાખી, છત્ર ઉડાડી મૂકયું,
રથના અશ્વોને ઘાયલ કર્યા, રથ તોડી નાખ્યો અને તેને રથમાંથી નીચે ફેંકી દીધો. તે
વખતે તે રાજા હેમપ્રભ બીજા રથ ઉપર ચડીને, ભયથી ધ્ર્રૂજતો પોતાનો યશ કાળો કરીને
શીઘ્ર ભાગી ગયો. દશરથે પોતાને, પોતાની સ્ત્રીને અને પોતાના અશ્વોને બચાવી લીધાં.
તેણે વેરીઓનાં શસ્ત્રો છેદ્યાં અને વેરીઓને ભગાડયા. એક દશરથે અનંત રથ જેવું કામ
કર્યું. સિંહ સમાન એક દશરથને જોઈ સર્વ યોદ્ધાઓ હરણ સમાન બનીને સર્વ દિશાઓમાં
ભાગ્યા. અહો ધન્ય શક્તિ આ પુરુષની અને ધન્ય શક્તિ આ સ્ત્રીની! આવા શબ્દો
સસરાની સેનામાં અને શત્રુઓની સેનામાં, સર્વત્ર સંભળાયા. બંદીજનો ગુણગાન કરવા
લાગ્યા. મહાપ્રતાપધારી રાજા દશરથે કૌતુકમંગલ નગરમાં કૈકેયીનું પાણિગ્રહણ કર્યું,
મહામંગલાચાર થયા. દશરથ કૈકેયીને પરણીને અયોધ્યા આવ્યા અને જનક પણ
મિથિલાપુર ગયા. પછી એમનો જન્મોત્સવ અને રાજ્યાભિષેક વૈભવપૂર્વક થયા અને
સર્વભયરહિત થઈ ઇન્દ્ર સમાન ભોગ ભોગવવા લાગ્યા.
Page 241 of 660
PDF/HTML Page 262 of 681
single page version
તારા પર હું અત્યંત પ્રસન્ન થયો છું. જો તેં અત્યંત કુશળતાથી યુદ્ધમાં રથ ન હાંક્યો હોત
તો એકસાથે આટલા શત્રુઓને હું કેવી રીતે જીતી શકત? જ્યારે રાત્રિના સમયે જગતમાં
અંધકાર ફેલાઈ રહ્યો હોય અને જો અરુણ સરખો સારથિ ન હોય તો સૂર્ય તેને કેવી રીતે
જીતી શકે? આ પ્રમાણે રાજાએ કૈકેયીના ગુણોનું વર્ણન કર્યું. ત્યારે પતિવ્રતા સ્ત્રી
લજ્જાના ભારથી નીચું મુખ કરી ગઈ. રાજાએ ફરીથી તેને વર માગવા કહ્યું ત્યારે
કૈકેયીએ વિનંતી કરી કે હે નાથ! મારો વર આપની પાસે થાપણરૂપ રાખો. જે સમયે
મારી ઈચ્છા થશે તે સમયે હું માગીશ. રાજા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે
કમલવદની! હે મૃગનયની! તારાં અદ્ભુત નેત્રોમાં શ્વેતપણું, શ્યામપણું, અને લાલાશ એ
ત્રણે વર્ણ રહેલા છે, તારી બુદ્ધિ અદ્ભુત છે, તું મહાનરપતિની પુત્રી છો, નીતિની
જાણકાર છો, સર્વ કળાની પારગામિની છો, સર્વ ભોગોપભોગની નિધિ છો, તારો વર મેં
થાપણ તરીકે રાખ્યો છે, તું તે જ્યારે માગીશ ત્યારે આપીશ જ. રાજ્યના બધા માણસો
કૈકેયીને જોઈને હર્ષ પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે એ અદ્ભુત બુદ્ધિનિધાન છે,
એ કોઈ અપૂર્વ વસ્તુ માગશે, અલ્પ વસ્તુ શા માટે માગે?
ધર્માત્મા સાધુજન છે તે સ્વર્ગમોક્ષમાં મહાસુખ પામે છે. ભગવાનની આજ્ઞા અનુસાર
મહાન સત્પુરુષોનાં ચરિત્ર તને કહ્યાં. હવે શ્રી રામચંદ્રજીના જન્મની વાત સાંભળ. કેવા છે
શ્રી રામચંદ્રજી? મહાઉદાર, પ્રજાનાં દુઃખોને હરનાર, મહાન્યાયવંત, મહાધર્મી, મહાવિવેકી,
મહાશૂરવીર, મહાજ્ઞાની, ઈક્ષ્વાકુવંશનો ઉદ્યોત કરનાર મહાન સત્પુરુષ છે.
વરદાનનું કથન કરનાર ચોવીસમું પર્વ પૂર્ણ થયું.
હસ્તી (ઇન્દ્રના ઐરાવત હાથી સમાન), મહાકેસરી સિંહ, સૂર્ય અને સર્વ કળાથી પૂર્ણ
ચંદ્રમા; આ પુરાણ પુરુષોના ગર્ભમાં આવવાના સૂચનરૂપ અદ્ભુત સ્વપ્ન જોઈને તે
આશ્ચર્ય પામી. પછી પ્રભાતનાં વાજિંત્રો અને મંગળ શબ્દ સાંભળીને તે શય્યામાંથી ઊભી
થઈ, પ્રભાતની ક્રિયાથી નિવૃત્ત થઈ. સ્વપ્ન
Page 242 of 660
PDF/HTML Page 263 of 681
single page version
જોવાથી જેના શરીરમાં હર્ષ વ્યાપ્યો છે એવી તે વિનયપૂર્વક સખીજનથી મંડિત ભરથારની
સમીપે જઈને સિંહાસન પર બેઠી. કેવી છે રાણી? સિંહાસનને શોભાવનારી. તેણે હાથ
જોડી, નમ્ર બનીને પોતે જે મનોહર સ્વપ્ન જોયાં હતાં તેનો વૃત્તાંત સ્વામીને કહ્યો. ત્યારે
સમસ્ત વિજ્ઞાનના જાણનારા રાજા સ્વપ્નનું ફળ કહેવા લાગ્યા. ‘હે કાન્તે! તને પરમ
આશ્ચર્યકારી, મોક્ષગામી, આંતરબાહ્ય શત્રુઓને જીતનાર, મહાપરાક્રમી પુત્ર થશે. રાગદ્વેષ
મોહાદિને અંતરંગ શત્રુ કહે છે અને પ્રજાને પીડનાર દુષ્ટ ભૂપતિને બહિરંગ શત્રુ જાણવો.
રાજાએ આમ કહ્યું ત્યારે રાણી અત્યંત હર્ષ પામીને પોતાના સ્થાનકે ગઈ. તેના મુખ પર
મંદ મંદ હાસ્ય ફરકતું હતું. રાણી કૈકેયીએ પતિ સહિત શ્રી જિનેન્દ્રના ચૈત્યાલયમાં
ભાવસંયુક્ત મહાપૂજા કરાવી. ભગવાનની તે પૂજાના પ્રભાવથી રાજાનો સર્વ ઉદ્વેગ મટી
ગયો અને ચિત્તમાં પરમશાંતિ થઈ.
અને વક્ષસ્થળ લક્ષ્મીથી આલિંગિત હતું. તેથી માતા, પિતા અને આખા કુટુંબે એમનું નામ
પદ્મ રાખ્યું. પછી જેનું રૂપ અતિસુંદર છે તે રાણી સુમિત્રા મહાશુભ સ્વપ્ન જોઈને આશ્ચર્ય
પામી. તે સ્વપ્ન કેવું હતું તે સાંભળો. એક મોટો કેસરી સિંહ જોયો. લક્ષ્મી અને કીર્તિ
ઘણા આદરથી સુંદર જળભરેલા અને કમળથી ઢાંકેલા મુખવાળા કળશથી સ્નાન કરાવે છે
અને સુમિત્રા પોતે પહાડના મસ્તક પર બેઠી છે અને સમુદ્ર સુધીની પૃથ્વીને જોઈ રહી છે.
તે ઉપરાંત દેદીપ્યમાન કિરણોના સમૂહવાળો સૂર્ય જોયો અને જાતજાતનાં રત્નોથી મંડિત
ચક્ર જોયું. આ સ્વપ્ન જોઈને સવારનો મંગળ ધ્વનિ થયો ત્યારે પથારીમાંથી ઊઠીને
પ્રાતઃક્રિયા કરીને બહુ વિનયપૂર્વક પતિની સમીપે જઈ, મધુર વાણીથી સ્વપ્નનો વૃત્તાંત
કહેવા લાગી. ત્યારે રાજાએ કહ્યું કે હે વરાનને અર્થાત્ સુંદર મુખવાળી! તું પૃથ્વી પર
પ્રસિદ્ધ પુત્રને જન્મ આપીશ. તે શત્રુઓના સમૂહનો નાશ કરનારો, મહાતેજસ્વી અને
આશ્ચર્યકારી ચેષ્ટાવાળો થશે. પતિએ આમ કહ્યું ત્યારે તે પતિવ્રતા હર્ષભર્યા ચિત્તથી
પોતાના સ્થાનકે ગઈ અને સર્વ લોકોને પોતાના સેવક જાણવા લાગી. પછી તેને પરમ
જ્યોતિધારક પુત્ર જન્મ્યો. જાણે કે રત્નોની ખાણમાંથી રત્ન જ ઉપજ્યું. જેવો શ્રીરામના
જન્મનો ઉત્સવ થયો હતો તેવો જ ઉત્સવ થયો. જે દિવસે સુમિત્રાએ પુત્રને જન્મ આપ્યો
તે જ દિવસે રાવણના નગરમાં હજારો ઉત્પાત થયાં અને હિતેચ્છુઓના નગરમાં શુભ
શુકન થયાં ઈન્દિવર કમળ સમાન શ્યામસુંદર અને કાંતિરૂપ જળના પ્રવાહ જેવાં શુભ
લક્ષણોના ધારક હોવાથી માતાપિતાએ તેમનું નામ લક્ષ્મણ પાડયું. રામ, લક્ષ્મણ એ બેય
બાળક, મહામનોહર રૂપ, માણેક સમાન લાલ હોઠ, લાલ કમળ સમાન હાથ અને
પગવાળા હતા, તેમના શરીરનો સ્પર્શ માખણથી પણ અતિકોમળ હતો અને બન્નેનાં
શરીર અત્યંત સુગંધી હતાં. તે બન્ને બાળલીલા કરતા ત્યારે કોનું ચિત્તહરણ ન કરે?
જેમના શરીર પર ચંદનનો લેપ હતો, તે કેસરનું તિલક કરતા ત્યારે જાણે વિજ્યાર્ધગિરિ
અને અંજનગિરિ જ હોય એવા શોભતા. સુવર્ણના રસથી લિપ્ત
Page 243 of 660
PDF/HTML Page 264 of 681
single page version
સમાન જ હતા. જ્યારે તે મહેલમાં જાય ત્યારે તો સર્વ સ્ત્રીઓને અતિપ્રિય લાગતા અને
બહાર આવે ત્યારે સર્વ જનોને પ્યારા લાગતા. જ્યારે તે બોલતા ત્યારે જાણે કે જગતને
અમૃતનું સીંચન કરતા અને નેત્રથી અવલોકન કરતા ત્યારે બધાને હર્ષથી પૂર્ણ કરતા.
બધાનું દારિદ્ર દૂર કરનારા, બધાનું હિત કરનારા, બધાનાં અંતઃકરણને પોષનારા જાણે કે
એ બન્ને આનંદ અને શૂરવીરતાની મૂર્તિ જ લાગતા. એ અયોધ્યાપુરીમાં સુખપૂર્વક રમતા.
તે કુમારોની સેવા અનેક સુભટો કરતા. પહેલાં જેવા વિજય બળભદ્ર અને ત્રિપૃષ્ટ વાસુદેવ
થયા હતા તેમના જેવી આ બન્નેની ચેષ્ટા હતી. પછી કૈકેયીને દિવ્યરૂપ ધરનાર,
મહાભાગ્યવાન, પૃથ્વીમાં પ્રસિદ્ધ ભરત નામનો પુત્ર થયો અને સુપ્રભાને સર્વ લોકમાં
સુંદર, શત્રુઓને જીતનારો શત્રુધ્ન નામનો પુત્ર થયો. રામચંદ્રનું નામ પદ્મ તથા બળદેવ,
લક્ષ્મણનું નામ હરિ અને વાસુદેવ તથા અર્ધચક્રી પણ કહેવાય છે. એક દશરથની ચાર
રાણીઓ તે જાણે ચાર દિશાઓ જ હતી અને તેમના ચારેય પુત્રો સમુદ્ર સમાન ગંભીર,
પર્વત સમાન અચળ, જગતના પ્યારા હતા. પિતાએ એ ચારેય કુમારોને ભણાવવા માટે
યોગ્ય અધ્યાપકોને સોંપ્યા.
માતાપિતાએ લાડ લડાવેલા તેથી અનેક કુચેષ્ટા કરતો અને હજારોના ઠપકાને પાત્ર થતો.
જોકે દ્રવ્યનું ઉપાર્જન, ધનનો સંગ્રહ, વિદ્યાનું ગ્રહણ એ બધી બાબતો તે નગરમાં સુલભ
હતી, પરંતુ આને વિદ્યા સિદ્ધ ન થઈ. ત્યારે માતાપિતાએ વિચાર્યું કે વિદેશમાં એને સિદ્ધિ
મળશે. આમ વિચારી ખેદખિન્ન થઈ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે મહાદુઃખી થઈ, ફક્ત
તેની પાસે વસ્ત્ર જ હતાં એવો રાજગૃહ નગરમાં ગયો. ત્યાં એક વૈવસ્વત ધનુર્વિદ્યા
શીખવનાર મહાપંડિત હતો, તેની પાસે હજારો શિષ્ય વિદ્યાનો અભ્યાસ કરતા. આ તેની
પાસે યથાર્થ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો અને હજારો શિષ્યોમાં એ અત્યંત પ્રવીણ
થઈ ગયો. તે નગરના રાજા કુશાગ્રનો પુત્ર પણ વૈવસ્વતની પાસે બાણવિદ્યા શીખતો.
રાજાએ સાંભળ્યું કે એક પરદેશી બ્રાહ્મણનો પુત્ર આવ્યો છે તે રાજપુત્રો કરતાં પણ વધારે
બાણવિદ્યાનો અભ્યાસી થયો છે. તેથી રાજાને મનમાં ગુસ્સો આવ્યો. જ્યારે વૈવસ્વતે આ
વાત સાંભળી ત્યારે તેણે અરિને સમજાવ્યો કે તું રાજાની સામે મૂર્ખની જેમ વર્તજે, તારી
વિદ્યા પ્રગટ ન કરીશ. પછી રાજાએ ધનુષવિદ્યાના ગુરુને બોલાવ્યા અને કહ્યું કે હું તમારા
બધા શિષ્યોની વિદ્યા જોઈશ. એટલે તે બધા શિષ્યોને લઈને ગયો. બધા શિષ્યોએ
યોગ્યતા પ્રમાણે પોતપોતાની બાણવિદ્યા બતાવી, નિશાન વીંધ્યા, બ્રાહ્મણના પુત્ર અરિએ
એવી રીતે બાણ ફેંકયા કે જેથી તે વિદ્યારહિત માલૂમ પડયો. ત્યારે રાજાને લાગ્યું કે
કોઈએ એનાં ખોટાં વખાણ કર્યા છે. પછી વૈવસ્વતને બધા શિષ્યો સાથે વિદાય આપી. તે
પોતાના ઘેર આવ્યો અને પોતાની પુત્રી અરિ સાથે પરણાવીને વિદાય કર્યો. તે રાત્રે જ
નીકળીને અયોધ્યા આવ્યો અને રાજા
Page 244 of 660
PDF/HTML Page 265 of 681
single page version
દશરથને મળ્યો, પોતાની બાણવિદ્યા બતાવી. રાજાએ પ્રસન્ન થઈને પોતાના ચારે પુત્રોને
બાણવિદ્યા શીખવા તેની પાસે મોકલ્યા. તે બાણવિદ્યામાં અતિપ્રવીણ થયા. જેમ નિર્મળ
સરોવરમાં ચંદ્રમાની કાંતિ વિસ્તાર પામે તેમ એમનામાં બાણવિદ્યા વિસ્તાર પામી. ગુરુના
સંયોગથી તેમને બીજી પણ અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ. જેમ કોઈ જગ્યાએ રત્ન પડયાં
હોય અને ઢાંકણથી ઢંકાઈ રહ્યાં હોય, તેનું ઢાંકણ ઊઘડે એટલે પ્રગટ થાય તેમ તેમને સર્વ
વિદ્યા પ્રગટ થઈ. રાજા પોતાના પુત્રોને સર્વ શાસ્ત્રોમાં અતિપ્રવીણ જોઈને તથા પુત્રોનો
વિનય, ઉદાર ચેષ્ટા અવલોકીને અત્યંત પ્રસન્ન થયા. એમના સર્વ વિદ્યાગુરુઓનું ખૂબ
સન્માન કર્યું. રાજા દશરથ જે મહાજ્ઞાની અને અનેક ગુણોથી યુક્ત હતા તેમણે તેમને
ઈચ્છાનુસાર સંપદા આપી. દશરથની કીર્તિ દાન આપવામાં વિખ્યાત હતી. કેટલાક જીવો
શાસ્ત્રજ્ઞાન મેળવીને પરમ ઉત્કૃષ્ટ બની જાય છે, કેટલાક જેવા ને તેવા જ રહે છે અને
કેટલાક વિષમ કર્મના ઉદયથી મદથી અંધ બની જાય છે-જેમ સૂર્યનાં કિરણો
સ્ફટિકગિરિના તટ પર અત્યંત પ્રકાશ પાથરે છે, બીજાં સ્થાનોમાં યથાસ્થિત પ્રકાશ આપે
છે અને ઘુવડો વચ્ચે તિમિરરૂપ થઈને પરિણમે છે.
કરનાર પચ્ચીસમું પર્વ પૂર્ણ થયું.
બાળક થાય તો હું લઈ જઈશ. ત્યારે શ્રેણિકે પૂછયું કે હે નાથ! તે દેવની એવી
અભિલાષા કેમ થઈ તે સાંભળવા હું ઈચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે હે રાજન્!
ચક્રપુર નામનું એક નગર છે. ત્યાં ચક્રધ્વજ નામના રાજાની રાણી મનસ્વિનીની પુત્રી
ચિત્તોત્સવા કુમારાવસ્થામાં ચટશાળામાં ભણતી હતી. તે ચિત્તોત્સવાનું અને પિંગળનું મન
મળી ગયું તેથી એમને વિદ્યા પ્રાપ્ત ન થઈ. જેમનું મન કામબાણથી વીંધાઈ જાય તેમને
વિદ્યા અને ધર્મની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ સ્ત્રી-પુરુષનો સંસર્ગ થાય છે, પછી પ્રીતિ
ઊપજે છે, પ્રીતિથી પરસ્પર અનુરાગ વધે છે, પછી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને તેનાથી
વિકાર ઉત્પન્ન થાય છે. જેમ હિંસાદિક પાંચ પાપોથી અશુભ કર્મોનું બંધન થાય છે. તેમ
સ્ત્રીસંગથી કામ ઉત્પન્ન થાય છે.
Page 245 of 660
PDF/HTML Page 266 of 681
single page version
પિંગળ કન્યાને ચોરીને લઈ ગયો. પરંતુ મનુષ્ય ધનરહિત શોભતો નથી, જેમ ધર્મવર્જિત
લોભી તૃષ્ણાથી શોભતો નથી. એટલે એ વિદગ્ધ નગરમાં ગયો. ત્યાં અન્ય રાજાઓ
આવી શકે તેમ નહોતા. તે નિર્ધન નગરની બહાર ઝૂંપડી બનાવીને રહ્યો. તે ઝૂંપડીને
બારણાં નહોતાં અને આ જ્ઞાનવિજ્ઞાન કાંઈ જાણતો નહિ એટલે ઘાસ, લાકડા વગેરે
જંગલમાંથી એકઠાં કરી, વેચીને ગુજરાન ચલાવતો. ગરીબીના સાગરમાં ડૂબેલો તે સ્ત્રીનું
અને પોતાનું પેટ મહામુશ્કેલીએ ભરતો. ત્યાં રાજા પ્રકાશસિંહ અને રાણી પ્રવરાવલીનો
પુત્ર રાજા કુંડલમંડિત આની સ્ત્રીને જોઈને શોષણ, સંતાપન, ઉચ્ચાટન, વશીકરણ અને
મોહન એ કામનાં પાંચ બાણોથી વીંધાઈ ગયો. તેણે રાત્રે દૂતીને મોકલી. તે ચિત્તોત્સવાને
રાજમહેલમાં લઈ ગઈ, જેમ રાજા સુમુખના મહેલમાં દૂતી વનમાળાને લઈ ગઈ હતી તેમ.
કુંડલમંડિત તેની સાથે સુખપૂર્વક રમવા લાગ્યો.
નહિ, ચક્રમાં આરુઢ થયો હોય તેમ એનું ચિત્ત ડામાડોળ થઈ ગયું. જેની સ્ત્રીનું અપહરણ
થયું હતું એવો તે દીન બ્રાહ્મણ રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો કે હે રાજન્! મારી
સ્ત્રીને તમારા રાજ્યમાં કોઈ ચોરી ગયું છે, દરિદ્ર, દુઃખી, ભયભીત સ્ત્રી કે પુરુષને માટે
એક રાજા જ શરણ છે. ત્યારે કપટી રાજાએ મંત્રીને બોલાવીને જૂઠમૂઠ કહ્યું કે આની સ્ત્રી
ચોરાઈ ગઈ છે, તેને શોધી કાઢો, વિલંબ ન કરો. તે વખતે એક સેવકે આંખના કટાક્ષથી
જૂઠું જ કહ્યું કે હે દેવ! મેં આ બ્રાહ્મણની સ્ત્રીને પોદનાપુરના રસ્તે મુસાફરોની સાથે જતાં
જોઈ છે. તે અર્જિકાઓની વચ્ચે તપ કરવાને તૈયાર થઈ છે. તેથી હે બ્રાહ્મણ! જો તું તેને
પાછી લાવવા માગતો હો તો જલદી જા, ઢીલ શા માટે કરે છે? અત્યારે તેને દીક્ષા
લેવાનો સમય ક્યાં છે? તેનું શરીર યુવાન છે અને સ્ત્રીનાં શ્રેષ્ઠ ગુણોથી તે પૂર્ણ છે.
જ્યારે તેણે આમ જૂઠું કહ્યું ત્યારે તે બ્રાહ્મણ કેડ મજબૂત બાંધીને તરત જ તેની તરફ
દોડયો, જેમ તેજ ઘોડો જલદીથી દોડે તેમ. તેણે પોદનાપુરમાં ચૈત્યાલય અને ઉપવનાદિ
વનમાં સર્વત્ર શોધ કરી, પણ કોઈ જગાએ ન જોઈ. એટલે પાછો વિદગ્ધ નગરમાં
આવ્યો. ત્યાં રાજાની આજ્ઞાથી ક્રૂર મનુષ્યોએ તેને ગળાચીપ દઈ લાઠીથી અને લાતોથી
મારીને કાઢી મૂક્યો. બ્રાહ્મણ સ્થાનભ્રષ્ટ થયો, કલેશ ભોગવ્યો, અપમાન પામ્યો અને માર
ખાધો. આટલાં દુઃખ ભોગવીને તે દૂર દેશાંતરમાં ચાલ્યો ગયો, પણ પ્રિયા વિના તેને ક્યાંય
સુખ પડયું નહિ. જેમ અગ્નિમાં પડેલો સર્પ જલ્યા કરે તેમ એ રાતદિવસ શેકાતો રહ્યો.
તેને વિશાળ કમળોનું વન પણ દાવાનળ લાગ્યું અને સરોવરમાં ડૂબકી મારતાં પણ
વિરહરૂપ અગ્નિથી જલતો હતો આ પ્રમાણે એ ખૂબ દુઃખી થઈને પૃથ્વી ઉપર ભટકયા
કરતો હતો. એક દિવસ તેણે નગરથી બહાર વનમાં કોઈ મુનિને જોયા. મુનિનું નામ
આર્યગુપ્તિ હતું, તે મોટા આચાર્ય હતા. તેણે તેમની પાસે જઈ હાથ જોડી નમસ્કાર કરી
ધર્મશ્રવણ કર્યું. તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેનું ચિત્ત
Page 246 of 660
PDF/HTML Page 267 of 681
single page version
શાંત થઈ ગયું. તે જિનેન્દ્રના માર્ગની પ્રશંસા કરવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યો કે
અહો, આ જિનરાજનો માર્ગ ઉત્કૃષ્ટ છે. હું અંધકારમાં પડયો હતો. આ જિનધર્મનો ઉપદેશ
મારા ચિત્તમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે. હું હવે પાપનો નાશ કરનાર એવા જિનશાસનનું
શરણ લઉં, મારું મન અને તન વિરહરૂપ અગ્નિમાં જલે છે તેને હું શીતળ કરું. ત્યારે તે
ગુરુની આજ્ઞાથી વૈરાગ્ય પામી, પરિગ્રહનો ત્યાગ કરી દિગંબરી દીક્ષા ધારણ કરવા લાગ્યો.
તે સર્વ સંગનો પરિત્યાગ કરીને પૃથ્વી પર વિહાર કરતો નદી, પર્વત, વન, ઉપવનમાં
નિવાસ કરતો, તપથી શરીરનું શોષણ કરવા લાગ્યો. વર્ષાકાળમાં ખૂબ વરસાદ વરસ્યો તો
પણ તેને ખેદ ન થયો, શીતકાળમાં ઠંડા પવનથી તેનું શરીર ધ્રૂજી ઊઠતું અને ગ્રીષ્મ
ઋતુમાં સૂર્યનાં કિરણો તેને બાળતાં, પણ તે વ્યાકુળ ન થયો. તેનું મન વિરહરૂપ અગ્નિથી
જલતું હતું તે હવે જિનવચનરૂપ જળના તરંગોથી શીતળ થયું. તપથી તેનું મન અર્ધબળેલ
વૃક્ષ સમાન થઈ ગયું.
અનરણ્યના દેશને રંજાડતો. જેમ કુશીલ પુરુષ મર્યાદાનો લોપ કરે તેમ આ તેમની પ્રજાને
હેરાન કરતો. રાજા અનરણ્ય મોટા રાજા હતા, તેનું રાજ્ય ખૂબ વિસ્તૃત હતું. આણે
તેમના કેટલાક પ્રદેશને ઉજ્જડ કરી નાખ્યા હતા, જેમ દુર્જન ગુણોને ઉજ્જડ કરે તેમ. તેણે
રાજાના ઘણા સામંતોને હેરાન કર્યા હતા, જેમ કષાયવાળો જીવ પોતાના પરિણામને
વિરોધે છે તેમ. જેમ યોગી કષાયોનો નિગ્રહ કરે છે તેમ આણે રાજાનો વિરોધ કરી
પોતાના નાશનો ઉપાય કર્યો હતો. જોકે આ રાજા અનરણ્યની સામે સાવ તુચ્છ હતો, તો
પણ પોતાના ગઢના બળથી તે પકડાતો નહિ. જેમ ઉંદર પહાડની નીચેના દરમાં પેસી
જાય પછી સિંહ તેને શું કરી શકે? એટલે રાજા અનરણ્યને આ ચિંતામાં રાતદિવસ ચેન
પડતું નહિ. આહારાદિ શરીરની ક્રિયા અનાદરથી કરતા. તે વખતે રાજાના બાલચંદ્ર
નામના સેનાપતિએ રાજાને ચિંતાતુર જોઈને પૂછયુંઃ ‘હે નાથ! આપની વ્યાકુળતાનું કારણ
શું છે?’ ત્યારે રાજાએ કુંડળમંડિતની હકીકત કહી. બાલચંદ્રે રાજાને કહ્યું કે આપ નિશ્ચિંત
રહો. તે પાપી કુંડળમંડિતને બાંધીને હુું આપની પાસે લઈ આવું છું. ત્યારે રાજાએ પ્રસન્ન
થઈ બાલચંદ્રને વિદાય કર્યો. બાલચંદ્ર ચતુરંગ સેના લઈ તેને પકડવા ગયો. મૂર્ખ
કુંડળમંડિત ચિત્તોત્સવામાં આસક્ત ચિત્તવાળો હોઈ બધી રાજકીય ચેષ્ટા છોડી
મહાપ્રમાદમાં લીન હતો. તેને લોકોના સમાચારની ખબર નહોતી. તે કુંડળમંડિત કોઈ
જાતનો ઉદ્યમ કરતો નહિ. બાલચંદ્રે જઈને રમતમાત્રમાં તેને બાંધી લીધો અને તેના
આખા રાજ્યમાં રાજા અનરણ્યનો અધિકાર સ્થાપી દીધો અને કુંડળમંડિતને રાજા
અનરણ્ય સમીપ લાવ્યો. બાલચંદ્ર સેનાપતિએ રાજા અનરણ્યનો આખો દેશ બાધારહિત
કર્યો. રાજા સેનાપતિના કાર્યથી ખૂબ આનંદિત થયા. તેને ઊંચી પદવી અને પારિતોષિક
આપ્યાં. કુંડળમંડિત અન્યાયમાર્ગે વર્તવાથી રાજ્યથી ભ્રષ્ટ થયો, હાથી-ઘોડારૂપ પ્યાદાં બધું
ગુમાવ્યું. શરીર માત્ર રહી ગયું. પગે ચાલતો, અત્યંત દુઃખી
Page 247 of 660
PDF/HTML Page 268 of 681
single page version
ચાલી મેં મોટાનો વિરોધ કરીને મારું અહિત કર્યું. એક દિવસ એ મુનિઓના આશ્રમમાં
જઈ આચાર્યને નમસ્કાર કરી ભાવસહિત ધર્મનો ભેદ પૂછવા લાગ્યો. ગૌતમ સ્વામી રાજા
શ્રેણિકને કહે છે કે હે રાજન! દુઃખી, દરિદ્રી, કુટુંબરહિત, વ્યાધિપીડિત આમાંથી કોઈ ભવ્ય
જીવને ધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેણે આચાર્યને પૂછયું કે હે ભગવાન! જેની મુનિ થવાની
શક્તિ ન હોય તે ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મનું સાધન કરે? આહાર, ભય, મૈથુન અને
પરિગ્રહ એ ચાર સંજ્ઞામાં તત્પર આ જીવ કેવી રીતે પાપમાંથી છૂટે? તે હું સાંભળવા
ઇચ્છું છું. આપ કૃપા કરીને કહો. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે ધર્મ જીવદયામય છે. આ સર્વ
પ્રાણી પોતાના દોષની નિંદા કરીને તથા ગુરુની પાસે આલોચના કરીને પાપથી છૂટે છે. તું
તારું હિત ચાહે છે અને શુદ્ધ ધર્મની અભિલાષા રાખે છે તો હિંસાનું કારણ મહાઘોર કર્મ-
લોહી અને વીર્યથી ઊપજેલા માંસનું ભક્ષણ સર્વથા છોડી દે. સર્વ સંસારી જીવ મરણથી
ડરે છે. તેમના માંસથી જે પોતાના શરીરનું પોષણ કરે છે તે પાપી નિઃસંદેહ નરકમાં પડે
છે. જે માંસનું ભક્ષણ કરે અને નિત્ય સ્નાન કરે તેમનું સ્નાન વૃથા છે, મુંડન કરાવીને
વેશ ધારણ કરે તે વેશ પણ વૃથા છે. અનેક પ્રકારનાં દાન, ઉપવાસાદિક પણ માંસાહારીને
નરકથી બચાવી શકતાં નથી. આ જગતમાં આ બધી જ જાતના જીવ પૂર્વજન્મમાં આ
જીવનાં સગાંસંબંધી થયાં છે તેથી જે પાપી માંસનું ભક્ષણ કરે છે તેણે સર્વ બાંધવોનું જ
ભક્ષણ કર્યુર્ં છે. જે દુષ્ટ નિર્દય મત્સ્ય, પશુઓ અને પક્ષીઓને હણે છે અને મિથ્યામાર્ગે
પ્રવર્તે છે તે મધ, માંસના ભક્ષણથી કુગતિમાં જાય છે. આ માંસ વૃક્ષ ઉપર થતું નથી,
ભૂમિમાંથી ઉગતું નથી, કમળની જેમ જળમાંથી નીકળતું નથી અથવા અનેક વસ્તુના
યોગથી જેમ ઔષધિ બને છે તેમ માંસની ઉત્પત્તિ થતી નથી. દુષ્ટ નિર્દય જીવ નિર્બળ,
રંક, જેને પોતાનું જીવન અતિપ્રિય છે એવાં પક્ષી, પશુ, મત્સ્યાદિને હણીને માંસ મેળવે છે
તેને ઉત્તમ દયાળુ જીવ ખાતા નથી. જેમના દૂધથી શરીર વૃદ્ધિ પામે છે એવા ગાય, ભેંસ,
બકરીના મૃત શરીરને જે ખાય છે અથવા મારી નાખીને ખાય છે તથા તેના પુત્ર,
પૌત્રાદિને જે ખાય છે તે અધર્મી મહાનીચ નરક નિગોદના અધિકારી છે. જે દુરાચારી
માંસભક્ષણ કરે છે તે માતા, પિતા, પુત્ર, મિત્ર, સહોદર સર્વનું ભક્ષણ કરે છે. આ પૃથ્વીની
નીચે ભવનવાસી વ્યંતરદેવોનો નિવાસ છે અને મધ્યલોકમાં પણ છે, ત્યાં દુષ્ટ કર્મ
કરનારા નીચ દેવ છે. જે જીવ કષાય સહિત તાપસ થાય છે તે નીચ દેવોમાં ઉપજે છે.
પાતાળમાં પ્રથમ જ રત્નપ્રભા પૃથ્વી છે. તેના ત્રણ ભાગ છે તેમાં ખર અને પંક ભાગમાં
ભવનવાસી અને વ્યંતરદેવોનો નિવાસ છે અને અબ્બહુલ ભાગમાં પહેલી નરકભૂમિ છે.
તેની નીચે બીજી છ નરકભૂમિ છે. એ સાતેય નરક છ રાજુમાં અને સાતમી નરક
ભૂમિની નીચે એક રાજુમાં નિગોદાદિ સ્થાવર જ છે, ત્રસ જીવ નથી અને નિગોદથી ત્રણે
લોક ભરેલા છે.
Page 248 of 660
PDF/HTML Page 269 of 681
single page version
સ્પર્શવાળા, મહાદુર્ગંધ અંધકારરૂપ નરકમાં પડયા છે. તેમનું શરીર ઉપમારહિત દુઃખ
ભોગવે છે. મહાભયંકર નરકને જ કુંભિપાક કહે છે. ત્યાં વૈતરણી નદી છે, તીક્ષ્ણ
કંટકયુક્ત શાલ્મલી વૃક્ષ છે, ત્યાં અસિપત્રવન છે, તેનાં પાંદડાં તીક્ષ્ણ ખડ્ગની ધારા
સમાન છે, ત્યાં પ્રજ્વલિત અગ્નિમાં તપાવેલા તીક્ષ્ણ લોઢાના ખીલા છે. તે નરકોમાં મદ્ય-
માંસ ખાનારા, જીવના મારનારા નિરંતર દુઃખ ભોગવે છે. ત્યાં એક અંગૂલમાત્ર ક્ષેત્ર પણ
સુખનું કારણ નથી. અને નારકી જીવોને એક પલકમાત્ર પણ વિશ્રામ નથી. કોઈ ઈચ્છે કે
ક્યાંક ભાગીને છુપાઈ જાઉં તો જ્યાં જાય ત્યાં નારકી મારે છે. અને પાપી અસુરકુમારદેવ
તેને પ્રગટ કરી દે છે. અત્યંત પ્રજ્વલિત અંગારતુલ્ય નરકની ભૂમિમાં પડેલા જીવો
અગ્નિમાં પડેલા મત્સ્ય વ્યાકુળ થઈને વિલાપ કરે તેમ ભયથી વ્યાપ્ત કોઈ રીતે નીકળીને
બીજી જગાએ જવા ચાહે તો તેમને ઠંડક આપવા બીજા નારકી જીવો વૈતરણી નદીના
જળથી છંટકારે છે. તે વૈતરણી અત્યંત દુર્ગંધી ક્ષારજળથી ભરેલી છે એટલે તેનાથી અધિક
બળતરા પામે છે. વળી તે વિશ્રામ માટે અસિપત્ર વનમાં જાય તો અસિપત્ર તેના શિર
પર પડે છે-જાણે કે ચક્ર, ખડ્ગ, ગદાદિથી તે કપાઈ જાય છે. તેના નાક, કાન, ખભા,
જાંઘ આદિ શરીરનાં અંગ છેદાઈ જાય છે. નરકમાં મહાવિકરાળ, દુઃખદાયી પવન છે,
રુધિરના કણ વરસે છે, ત્યાં ઘાણીમાં પીલે છે અને ક્રૂર શબ્દ થાય છે, તીક્ષ્ણ શૂળોથી
ભેદવામાં આવે છે, નારકી મહાવિલાપના શબ્દ કાઢે છે, શાલ્મલી વૃક્ષ સાથે ઘસવામાં
આવે છે, મુદ્ગરોના ઘાતથી કૂટવામાં આવે છે, જ્યારે તરસ લાગે છે અને પાણી માટે
પ્રાર્થના કરે છે ત્યારે તેને તાંબું ઓગાળીને પીવડાવે છે, જેથી દેહમાં કાળી બળતરા થાય
છે; તે અત્યંત દુઃખી થાય છે અને કહે છે કે અમને તરસ નથી તો પણ બળાત્કારે તેમને
પૃથ્વી ઉપર પછાડીને, તેના ઉપર પગ મૂકી, સાણસીથી મોઢું ફાડીને ગરમ તાંબાનો રસ
પીવડાવે છે તેથી ગળું પણ બળી જાય છે અને હૃદય પણ બળી જાય છે. નારકીઓને
નારકીઓ દ્વારા પરસ્પર થતું અનેક પ્રકારનું દુઃખ અને ભવનવાસી અસુરકુમાર દેવો દ્વારા
કરાતું દુઃખ કોણ વર્ણવી શકે? નરકમાં મદ્યમાંસના ભક્ષણથી ઉપજતાં દુઃખને જાણીને
મદ્યમાંસનું ભક્ષણ સર્વથા છોડવું. મુનિનાં આવાં વચન સાંભળીને નરકનાં દુઃખથી જેનું
મન ડર્યું છે એવો તે કુંડળમંડિત બોલ્યો કે હે નાથ! પાપી જીવ તો નરકના જ પાત્ર છે
અને જે વિવેકી સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં વ્રત પાળે છે તેમની કેવી ગતિ થાય છે? ત્યારે
મુનિએ કહ્યું કે જે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં વ્રત પાળે છે તે સ્વર્ગ-મોક્ષના પાત્ર થાય છે અને
જે જીવ મદ્ય, માંસ, મધનો ત્યાગ કરે છે તે પણ કુગતિથી બચે છે, એ અભક્ષ્યનો ત્યાગ
કરે છે તે શુભ ગતિ પામે છે. જે ઉપવાસાદિ રહિત છે અને દાનાદિ પણ કરતા નથી,
પરંતુ મદ્ય-માંસના ત્યાગી છે તે ભલા છે અને કોઈ જીવ શીલવ્રતથી મંડિત છે,
જિનશાસનના સેવક છે અને શ્રાવકનાં વ્રત પાળે છે તેનું તો પૂછવું જ શું? તે તો
સૌધર્માદિ સ્વર્ગમાં ઉપજે છે. અહિંસાવ્રતને ધર્મનું મૂળ કહ્યું છે, માંસાદિકનો ત્યાગ
કરનારને અહિંસા અત્યંત નિર્મળ હોય છે. જે મલેચ્છ અને ચાંડાળ છે, પણ જો દયાવાન
થઈ મદ્ય-માંસાદિનો ત્યાગ
Page 249 of 660
PDF/HTML Page 270 of 681
single page version
દેવ અથવા મનુષ્ય થાય છે અને જે સમ્યગ્દ્રષ્ટિ જીવ છે તે અણુવ્રત ધારણ કરીને દેવોનો
ઇન્દ્ર થઈ પરમભોગ ભોગવે છે. પછી મનુષ્ય થઈ મુનિવ્રત ધારણ કરી મોક્ષપદ પામે છે.
આચાર્યના આવાં વચન સાંભળીને જોકે કુંડળમંડિત અણુવ્રત ધારવામા શક્તિરહિત હોવા
છતાં પણ મસ્તક નમાવી ગુરુને સવિનય નમસ્કાર કરી મદ્ય-માંસનો ત્યાગ કર્યો અને
સમ્યગ્દર્શનનું શરણ લીધું. ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરી અને ગુરુઓને નમસ્કાર
કરી બીજા દેશમાં ગયો. મનમાં એવો વિચાર આવ્યો કે મારા મામા અત્યંત પરાક્રમી છે તે
મને ખેદખિન્ન જાણીને ચોક્કસ મને મદદ કરશે. પછી હું રાજા થઈ શત્રુઓને જીતીશ.
આવી આશા રાખીને તે દક્ષિણ દિશા તરફ જવા તૈયાર થયો. તે અત્યંત ખેદખિન્ન બની,
દુઃખથી ભરેલો ધીરે ધીરે જતો હતો તે માર્ગમાં વ્યાધિની વેદનાથી સમ્યક્ત્વરહિત થઈ
મિથ્યાત્વ ગુણસ્થાનમાં મરણ પામ્યો. મરણનો તો જગતમાં કોઈ ઉપાય નથી. જે વખતે
કુંડળમંડિતના પ્રાણ છૂટયા અને તે રાજા જનકની સ્ત્રી વિદેહાના ગર્ભમાં આવ્યો. તે જ
સમયમાં વેદવતીનો જીવ જે ચિત્તોત્સવા થઈ હતી તે પણ તપના પ્રભાવથી સીતા થઈ. તે
પણ વિદેહાના ગર્ભમાં આવી. આ બન્ને એક ગર્ભમાં આવ્યા અને પેલો પિંગળ બ્રાહ્મણ,
જે મુનિવ્રત ધારણ કરીને ભવનવાસી દેવ થયો હતો તે અવધિજ્ઞાનથી પોતાના તપનું ફળ
જાણીને વિચારવા લાગ્યો કે આ ચિત્તોત્સવા ક્યાં અને તે પાપી કુંડળમંડિત
ક્યાં? જેનાથી હું પૂર્વભવમાં દુઃખ પામ્યો હતો, હવે તે બન્ને રાજા જનકની સ્ત્રીના
ગર્ભમાં આવ્યાં છે. તે તો સ્ત્રીની જાતિ પરાધીન હતી અને પાપી કુંડળમંડિતે અન્યાય
માર્ગ લીધો હતો તે મારો પરમશત્રુ છે. હવે જો તેને ગર્ભમાં હેરાન કરું તો રાણી મરણ
પામશે અને એની સાથે તો મારે વેર નથી તેથી જ્યારે તે ગર્ભની બહાર આવે ત્યારે હું
એને દુઃખ દઈશ. આમ ચિંતવતો પૂર્વકર્મના વેરથી ક્રોધે ભરાયેલો તે દેવ કુંડળમંડિતના
જીવને બાધા પહોંચાડવા તૈયાર થયો. આમ જાણીને બધા જીવો પ્રત્યે ક્ષમા રાખવી, કોઈને
દુઃખ ન દેવું. જે બીજાને દુઃખ દે છે તે પોતાને જ દુઃખસાગરમાં ડુબાડે છે.
પર પટકીને મારી નાખું. પાછો વિચાર બદલાયો કે ધિક્કાર છે મને! મેં આવું અનંત
સંસારનું કારણ પાપ કરવાનું વિચાર્યું. બાળહત્યા સમાન બીજું કોઈ પાપ નથી. પૂર્વભવમાં
મેં મુનિવ્રત લીધાં હતાં ત્યાં તૃણમાત્રની પણ વિરાધના કરી નહોતી, સર્વ આરંભનો ત્યાગ
કર્યો હતો. અનેક પ્રકારનાં તપ કર્યાં હતાં. શ્રીગુરુના પ્રસાદથી નિર્મળ ધર્મ પામીને આવી
વિભૂતિ મેળવી છે. હવે હું આવું પાપ કેમ કરું? અલ્પમાત્ર પાપથી પણ મહાન દુઃખ મળે
છે, પાપથી આ જીવ સંસારવનમાં ઘણો કાળદુઃખરૂપ અગ્નિમાં બળે છે. જે દયાળુ અને
નિર્દોષ ભાવનાવાળો છે, અત્યંત સાવધાન છે તેને ધન્ય છે, સુગતિ નામનું રત્ન તેના
હાથમાં છે. આમ વિચારીને તે દેવે દયાળુ બનીને
Page 250 of 660
PDF/HTML Page 271 of 681
single page version
તે બાળકને આભૂષણ પહેરાવ્યાં અને કાનમાં દેદીપ્યમાન કુંડળ પહેરાવ્યાં. પર્ણલબ્ધિ
નામની વિદ્યાથી તેને આકાશમાંથી પૃથ્વી પર સુખપૂર્વક નાખીને પોતે પોતાના સ્થાનકે
ગયો. રાત્રિના સમયે એક ચંદ્રમતિ નામના વિદ્યાધરે આ બાળકને આભૂષણના પ્રકાશથી
આકાશમાંથી નીચે પડતો જોયો અને વિચાર કરવા લાગ્યો કે શું આ નક્ષત્રપાત થયો કે
વિદ્યુત્પાત થયો? એમ વિચારીને પાસે આવીને જોયું તો બાળક છે એમ જાણીને હર્ષથી
બાળકને ઉપાડી લીધું અને પોતાની રાણી પુષ્પવતી જે શય્યામાં સૂતી હતી તેની જાંઘની
વચ્ચે મૂકી દીધું. પછી રાજા કહેવા લાગ્યો કે હે રાણી! ઊઠો, ઊઠો, તમને બાળક થયું છે.
બાળક મહાશોભાયમાન છે. સુંદર મુખવાળી રાણી આવા બાળકને જોઈને પ્રસન્ન થઈ,
તેની જ્યોતિથી ઊંઘ ઉડી ગઈ, મહાવિસ્મય પામીને રાજાને પૂછવા લાગી કે હે નાથ! આ
અદ્ભુત બાળકને કઈ પુણ્યવતી સ્ત્રીએ જન્મ આપ્યો? ત્યારે રાજાએ કહ્યું કે હે પ્યારી! તેં
જન્મ આપ્યો. તારા જેવું બીજું પુણ્યવાન કોણ છે? ધન્ય છે તારા ભાગ્યને કે જેને આવો
પુત્ર થયો. ત્યારે તે રાણી કહેવા લાગી કે હે દેવ, હું તો વંધ્યા છું. મારે પુત્ર ક્યાંથી હોય?
એક તો મને પૂર્વોપાર્જિત કર્મે ઠગી અને તમે પણ શા માટે મશ્કરી કરો છો? ત્યારે
રાજાએ કહ્યું કે હે દેવી! તેમ શંકા ન કરો. સ્ત્રીઓને ગુપ્ત પણ ગર્ભ થાય છે. રાણીએ
કહ્યું કે ભલે એમ જ હો, પણ આનાં મનોહર કુંડળ ક્યાંથી આવ્યાં આવાં આખી પૃથ્વી
પર નથી. રાજાએ કહ્યું કે હે રાણી! આવા વિચારનું શું કામ છે? આ બાળક આકાશમાંથી
પડયું અને મેં તેને ઝીલી લઈને તને આપ્યું. એ મોટા કુળનો પુત્ર છે. એના લક્ષણોથી
જણાય છે કે તે મોટો પુરુષ છે. અન્ય સ્ત્રી ગર્ભના ભારથી ખેદખિન્ન થઈ છે, પરંતુ હે
પ્રિયે! તેં એને સુખપૂર્વક મેળવ્યો છે. પોતાની કૂખે જન્મેલો પુત્ર જો માતાપિતાનો ભક્ત
ન હોય, વિવેકી ન હોય અને શુભ કામ ન કરે તો તેનાથી શો લાભ? કોઈ પુત્ર શત્રુ
થઈને પરિણમે છે, માટે તેના ઉદરના પુત્રનો શો વિચાર કરવો? તારો આ પુત્ર સુપુત્ર
થશે, સુંદર વસ્તુમાં સંદેહ શાનો? હવે તું પુત્રને લે અને પ્રસૂતિઘરમાં પ્રવેશ કર. લોકોને
એમ જ જણાવવું કે રાણીને ગુપ્ત ગર્ભ હતો અને આ પુત્ર જન્મ્યો છે. ત્યારે રાણી
પતિની આજ્ઞા માનીને પ્રસન્ન થઈ પ્રસૂતિગૃહમાં ગઈ. સવારમાં રાજાએ પુત્રના જન્મનો
ઉત્સવ કર્યો. રથનૂપુરમાં પુત્રજન્મનો એવો ઉત્સવ થયો કે આખું કુટુંબ અને નગરનાં
લોકો આશ્ચર્ય પામ્યા. રત્નોનાં કુંડળની જ્યોતિથી મંડિત આ પુત્રનું નામ માતાપિતાએ
પ્રભામંડલ રાખ્યું અને તેનું પોષણ કરવા માટે તેને ધાવને સોંપ્યો. અંતઃપુરની રાણી વગેરે
બધી સ્ત્રીઓ તેના હાથરૂપ કમળની આસપાસ ભમરાની જેમ ફરવા લાગી.
કરતી કે જાણે તેને
Page 251 of 660
PDF/HTML Page 272 of 681
single page version
નિર્દય, ક્રૂર ચિત્તવાળાના હાથ તારું કેમ હરણ કરી ગયા? જેમ પશ્ચિમ દિશા તરફ સૂર્ય
આવીને અસ્ત થઈ જાય તેમ તું અભાગણી મારે ત્યાં આવીને અસ્ત પામી ગયો. મેં
પરભવમાં કોઈના બાળકનો વિરહ કરાવ્યો હશે તેનું આ ફળ મને મળ્યું છે, માટે કદી પણ
અશુભ કર્મ કરવું નહિ. જે અશુભ કર્મ છે તે દુઃખનું બીજ છે. જેમ બીજ વિના વૃક્ષ હોય
નહિ તેમ અશુભ કર્મ વિનાદુઃખ નથી. જે પાપી મારો પુત્ર હરી ગયો તે મને કેમ ન
મારતો ગયો, અધમૂઈ કરીને દુઃખના સાગરમાં કેમ ડુબાડતો ગયો? આ પ્રમાણે રાણીએ
અત્યંત વિલાપ કર્યો. ત્યારે રાજા જનકે આવી આશ્વાસન આપ્યું કે હે પ્રિયે! તું શોક ન
કર, તારો પુત્ર જીવે છે, કોઈ તેને લઈ ગયું છે તે તું નિશ્ચયથી જોઈશ, નકામું રુદન શા
માટે કરે છે? પૂર્વકર્મના ભાવથી ગયેલી વસ્તુ કોઈ વાર મળે અને કોઈ વાર ન મળે, તું
સ્થિર થા. રાજા દશરથ મારા પરમ મિત્ર છે તેને આ સમાચાર આપું છું. હું અને તે
તપાસ કરીને તારા પુત્રને ગોતી કાઢીશું, હોશિયાર માણસોને તારા પુત્રની શોધ કરવા
મોકલીશું. આ પ્રમાણે કહીને રાજા જનકે પોતાની સ્ત્રીને સંતોષ પમાડી દશરથ પાસે પત્ર
મોકલ્યો. દશરથ તે લખાણ વાંચીને ખૂબ શોક પામ્યા. રાજા દશરથ અને જનક બન્નેએ
પૃથ્વી પર બાળકની તપાસ કરી, પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહિ. તેથી મહાકષ્ટથી શોકને
દાબી બેસી રહ્યા. એવો કોઈ પુરુષ કે સ્ત્રી નહોતાં જે બાળકનાં અદ્રશ્ય થવા બાબત રડયા
ન હોય, બધાં જ શોકને વશ થઈને રડયા હતાં.
ગોદમાં બેસીને પોતાના શરીરની કાંતિથી દશે દિશાઓને પ્રકાશરૂપ કરતી વૃદ્ધિ પામવા
લાગી. તેનાં કમળ સમાન નેત્ર, પ્રસન્ન મુખ, સુંદર કંઠથી એવું લાગતું કે પદ્મદ્રહના
કમળના નિવાસમાંથી જાણે સાક્ષાત્ શ્રીદેવી જ આવી છે. એના શરીરરૂપ ક્ષેત્રમાં ગુણરૂપ
ધાન્ય નીપજ્યું હતું. જેમ જેમ શરીર મોટું થતું ગયું તેમ તેમ ગુણ વધવા લાગ્યા. બધા
લોકોને સુખ આપનાર, અત્યંત મનોજ્ઞ, સુંદર લક્ષણો સહિતનાં અંગવાળી સીતા પૃથ્વી
સમાન ક્ષમાશીલ હતી તેથી જગતમાં તે સીતા કહેવાઈ. મુખથી જેણે ચંદ્રને જીત્યો છે,
જેની હથેળીઓ પલ્લવ સમાન કોમળ અને લાલ છે, જેના કેશ શ્યામ, ઇન્દ્રનીલમણિ
સમાન છે, જેની ચાલ મદભરી હંસલીને જીતે છે, જેની ભ્રમર સુંદર છે, મૌલશ્રીના પુષ્પ
સમાન મુખની સુગંધ છે તેના ઉપર ભમરાઓ ગુંજારવ કરે છે, જેની ભુજાઓ પુષ્પમાળા
સમાન અતિકોમળ છે, સિંહ જેવી જેની કેડ છે, શ્રેષ્ઠ રસ ભરેલા કેળના સ્તંભ જેવી જેની
જંઘા છે, કમળ સમાન મનોહર ચરણ છે, અતિસુંદર સ્તનયુગ્મ છે એવી સીતા શ્રેષ્ઠ
મહેલના આંગણામાં સાતસો કન્યાઓના સમૂહમાં શાસ્ત્રોક્ત ક્રીડા કરે છે. કદાચ ઇન્દ્રની
પટરાણી શચિ અથવા ચક્રવર્તીની પટરાણી સુભદ્રા તેના અંગની કિંચિત્માત્ર પણ શોભા
ધારણ કરે તો તે અત્યંત મનોજ્ઞરૂપ ભાસે એવી આ સીતા બધાથી સુંદર છે. એને
રૂપગુણયુક્ત જોઈને રાજા
Page 252 of 660
PDF/HTML Page 273 of 681
single page version
કમળોની શોભા પ્રગટે છે.
વર્ણન કરનાર છવ્વીસમું પર્વ પૂર્ણ થયું.
આનંદ આપે એવાં વચનો કહ્યાં કે હે રાજન્! મહાન પુણ્યના અધિકારી શ્રી રામચંદ્રનો
સુયશ તું સાંભળ કે જેના કારણે મહાબુદ્ધિમાન જનકે રામને પોતાની કન્યા દેવાનો વિચાર
કર્યો. વૈતાડય પર્વતના દક્ષિણ ભાગમાં અને કૈલાસ પર્વતના ઉત્તર ભાગમાં અનેક અંતર્દેશ
વસે છે તેમાં એક અર્ધવરવર દેશ છે, તે અસંયમી, મહામૂઢ, નિર્દય મ્લેચ્છોથી ભરેલો છે.
તેમાં કાળના નગર સમાન ભયાનક મયૂરમાળ નામના નગરમાં આતરંગતમ નામનો
મ્લેચ્છ રાજા રાજ્ય કરે છે. તે પાપી, દુષ્ટોનો નાયક, ક્રૂર, મોટી સેના અને સકળ
મ્લેચ્છોને સાથે લઈ નાના પ્રકારનાં આયુધોથી મંડિત, દેશને ઉજાડવા આવ્યો અને તેણે
અનેક દેશોને ઉજ્જડ કર્યા. મ્લેચ્છોનાં ચિત્ત કરુણારહિત પ્રચંડ છે, તીવ્ર દોડવાળા છે. તે
જનક રાજાના દેશને ઉજાડવા તૈયાર થયા. જેમ તીડનું દળ આવે તેમ મ્લેચ્છોનાં દળ
આવી બધાને ઉપદ્રવ કરવા લાગ્યા. રાજા જનકે શીઘ્ર અયોધ્યા મનુષ્ય મોકલ્યા અને
મ્લેચ્છોના આગમનના બધા સમાચાર રાજા દશરથને લખ્યા. જનકના માણસોએ શીઘ્ર
આવીને દશરથને બધા સમાચાર કહ્યા કે હે દેવ! જનકે વિનંતી કરી છે કે પરદેશી ભીલો
આવ્યા છે તે આખી પૃથ્વીને ઉજ્જડ કરે છે, તેમણે અનેક આર્યદેશોનો નાશ કર્યો છે, તે
પાપી પ્રજાની એક જ જાતિના બનાવવા ઈચ્છે છે. જો પ્રજા નાશ પામે તો આપણા
જીવનથી શો લાભ? આપણું શું કર્તવ્ય છે? તેમની સાથે લડવું અથવા કોઈ કિલ્લામાં
આશ્રય લેવો અને લોકોને પણ કિલ્લામાં રક્ષણ આપવું. કાલિન્દીભાગા નદી તરફ વિષમ
સ્થળ છે, ક્યાં જવું? વિપુલાચલ તરફ જવું અથવા સર્વ સેના રહિત કુંજગિરિ તરફ જવું?
શત્રુઓની ભયંકર સેના આવી રહી છે. સાધુ શ્રાવક સર્વજનો અતિવિહ્વળ છે, તે પાપી
ગાય આદિ સર્વ પ્રાણીઓના ભક્ષક છે તેથી આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે કરીએ. આ
રાજ્ય પણ તમારું છે અને પૃથ્વી પણ તમારી છે. અહીં બધાનું પાલન તમારે કરવાનું છે.
પ્રજાની રક્ષા કરવાથી ધર્મની રક્ષા થાય છે, શ્રાવકો ભાવ સહિત ભગવાનની પૂજા કરે છે,
નાના પ્રકારનાં વ્રત લે છે, દાન કરે છે, શીલ પાળે છે, સામાયિક
Page 253 of 660
PDF/HTML Page 274 of 681
single page version
છે, વિધિપૂર્વક અનેક પ્રકારની પૂજા થાય છે, અભિષેક થાય છે, વિવેકી લોક પ્રભાવના
કરે છે અને સાધુ દશલક્ષણધર્મથી યુક્ત આત્મધ્યાનમાં આરૂઢ થઈ મોક્ષના અર્થે તપ કરે
છે. પ્રજાનો નાશ થતાં સાધુ અને શ્રાવકનો ધર્મ લુપ્ત થાય છે અને પ્રજા રહે તો ધર્મ,
અર્થ, કામ, મોક્ષ બધુ સધાય છે. જે રાજા દુશ્મનોથી પૃથ્વીનું રક્ષણ કરે છે તે પ્રશંસાયોગ્ય
છે. રાજાને પ્રજાના રક્ષણથી આ લોક અને પરલોકમાં કલ્યાણની સિદ્ધિ થાય છે. પ્રજા
વિના રાજા નહિ અને રાજા વિના પ્રજા નહિ. જીવદયામય ધર્મનું જે પાલન કરે છે તે આ
લોક અને પરલોકમાં સુખી થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રવૃત્તિ રાજા લોકોનું
રક્ષણ કરે તો જ થાય છે, અન્યથા કેવી રીતે થાય? રાજાના બાહુબળની છાયા મેળવીને
પ્રજા સુખમાં રહે છે. જેના દેશમાં ધર્માત્મા ધર્મનું સેવન કરે છે; દાન, તપ, શીલ, પૂજાદિક
કરે છે તેનો છઠ્ઠો ભાગ પ્રજાનું રક્ષણ કરવાના યોગથી રાજાને મળે છે.
સેવકો આવ્યા, હાથી, ઘોડા, રથ, પાયદળ બધાં આવીને ઊભા રહ્યાં, સ્નાન માટે સેવકો
સુવર્ણકળશ જળ ભરીને લાવ્યા, મોટા મોટા સામંતો શસ્ત્રો બાંધીને આવ્યા, નૃતિકાઓ
નૃત્ય કરવા લાગી, રાજ્યની સ્ત્રીઓ નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણ લઈને પડદાં પાછળ
બેઠી. રાજ્યાભિષેકનો આ ઠાઠમાઠ જોઈને રામ દશરથને પૂછવા લાગ્યા કે હે પ્રભો! આ
શું છે? ત્યારે દશરથે કહ્યું કે હે ભદ્ર! તમે આ દેશનું રક્ષણ કરો, હું પ્રજાના હિત માટે
શત્રુઓ સામે લડવા જાઉં છું, તે શત્રુઓ દેવોથી પણ દુજર્ય છે. તે વખતે કમળ સરખા
નેત્રવાળા રામ કહેવા લાગ્યા કે હે તાત! એવા રંક ઉપર આટલો પરિશ્રમ શેનો? તે
આપને યુદ્ધ આપવા લાયક નથી. તે પશુ સમાન દુરાત્મા છે. તેમની સાથે સંભાષણ કરવું
ઉચિત નથી. તેમની સામે યુદ્ધની અભિલાષાથી આપ શા માટે પધાર્યા? ઉંદરના ઉપદ્રવ
સામે શું હાથી ક્રોધ કરે? રૂને બાળીને ભસ્મ કરવા અગ્નિ શું પરિશ્રમ કરે ખરો? તેમની
સામે ચડવાની અમને આજ્ઞા આપો એ જ ઉચિત છે. રામનાં વચન સાંભળીને દશરથ
અત્યંત હર્ષ પામ્યા, રામને છાતીએ લગાડીને કહેવા લાગ્યા કે હે પદ્મ! કમળ સમાન
નેત્રના ધારક, સુકુમાર અંગવાળા તમે બાળક છો. તમે તે દુષ્ટને કેવી રીતે જીતશો? તે
વાત મારા મનમાં બેસતી નથી. ત્યારે રામ બોલ્યાઃ હે તાત! તરતની ઉત્પન્ન થયેલી
અગ્નિની કણી માત્ર વિસ્તીર્ણ વનને ભસ્મ નથી કરતી? કરે જ છે. નાની કે મોટી
ઉંમરનું શું કામ છે? અરે, જેમ એકલો ઉગતો સૂર્ય ઘોર અંધકારને દૂર કરે જ છે તેમ
અમે બાળક હોવા છતાં તે દુષ્ટોને જીતીશું જ. રામનાં આ વચન સાંભળીને રાજા દશરથ
અતિપ્રસન્ન થયા, તેમનાં રોમાંચ ખડાં થઈ ગયાં, બાળપુત્રને મોકલવામાં થોડો વિષાદ
થયો, નેત્ર સજળ બની ગયાં. રાજા મનમાં વિચારે છે કે પરાક્રમી, ત્યાગાદિ વ્રતના ધારક
ક્ષત્રિયોની એ જ રીત છે કે પ્રજાની રક્ષા નિમિત્તે
Page 254 of 660
PDF/HTML Page 275 of 681
single page version
પોતાના પ્રાણ છોડવાનો પ્રયત્ન કરે. વળી, આયુષ્યના ક્ષય વિના મરણ થતું નથી, ભલે
ભયંકર યુદ્ધમાં જાય તો પણ મરે નહિ. આમ ચિંતવન કરતા રાજા દશરથનાં ચરણોમાં
નમસ્કાર કરી રામ-લક્ષ્મણ બહાર નીકળ્યાં. સર્વ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં પ્રવીણ, સર્વ
લક્ષણોથી પૂર્ણ, જેમનું દર્શન સૌને પ્રિય લાગે છે, એવા પોતાના તેજથી દેદીપ્યમાન બન્ને
ભાઈ રામ-લક્ષ્મણ ચતુરંગ સેનાથી મંડિત, વૈભવથી પૂર્ણ રથમાં બેસીને જનકને મદદ
કરવા ચાલ્યા. એમના ગયા પહેલાં રાજા જનક અને કનક બન્ને ભાઈ શત્રુસેનાનું અંતર
બે યોજન જાણીને યુદ્ધ કરવા માટે ગયા હતા. જનક અને કનકના મહારથી યોદ્ધાઓ
શત્રુઓના શબ્દ સહન ન કરતાં મ્લેચ્છોના સમૂહમાં મેઘની ઘટામાં સૂર્યાદિક ગ્રહપ્રવેશ કરે
તેમ પ્રવેશ્યા હતા. મ્લેચ્છો અને સામંતો વચ્ચે મહાયુદ્ધ થયું, જેને જોતાં કે સાંભળતાં
રોમાંચ ખડાં થઈ જાય. ત્યાં મોટા મોટાં શસ્ત્રોનાં પ્રહાર થતા હતા. બન્ને સેનાના લોકો
વ્યાકુળ થયા હતા, કનક તરફ મ્લેચ્છોનું દબાણ વધ્યું ત્યારે જનક ભાઈને મદદ કરવા
અત્યંત ક્રોધ કરીને દુર્નિવાર હાથીઓના સમૂહને પ્રેરવા લાગ્યા ત્યારે તે બર્બર દેશના
મ્લેચ્છો જનકને પણ દબાવવા લાગ્યા. તે જ વખતે રામ-લક્ષ્મણ જઈ પહોંચ્યા. રામચંદ્રે
મ્લેચ્છોની અપાર સેના જોઈ. શ્રી રામચંદ્રનું ઉજ્જવળ છત્ર જોઈને શત્રુઓની સેના ધ્રૂજવા
લાગી, જેમ પૂર્ણમાસીના ચંદ્રનો ઉદય જોઈને અંધકારનો સમૂહ ચલાયમાન થાય તેમ.
મ્લેચ્છોનાં બાણથી જનકનું બખ્તર તૂટી ગયું હતું. જનક ખેદખિન્ન થયા હતા. ત્યાં રામે
તેમને ધૈર્ય બંધાવ્યું. જેમ સંસારી જીવો કર્મના ઉદયથી દુઃખી થાય છે અને ધર્મના
પ્રભાવથી દુઃખો છૂટીને સુખી થાય છે તેમ જનક રામના પ્રભાવથી સુખી થયા. ચંચળ
તુરંગો જોડેલા રથમાં બેસીને શ્રી રામ, મહાઉદ્યોતરૂપ જેમનું શરીર છે, બખ્તર પહેરી,
હાર-કુંડળથી મંડિત ધનુષ્ય ચઢાવી હાથમાં બાણ રાખી શત્રુઓની વિશાળ સેનામાં પ્રવેશ
કરવા લાગ્યા. રામની ધજા પર સિંહનું ચિહ્ન છે, તેના ઉપર ચામર ઢોળાય છે, ઉજ્જવળ
છત્ર શિર પર ફરે છે, પૃથ્વીના રક્ષક છે, તેમનું મન ધીરવીર છે, લોકના વલ્લભ છે અને
પ્રજાના પાલક છે. જેમ સૂર્ય કિરણોના સમૂહથી શોભે છે તેમ સુભટોના સમૂહથી રામ
શોભતા હતા. જેમ મદમસ્ત હાથી કેળના વનમાં પ્રવેશીને કેળનો નાશ કરે તેમ તેમણે
શત્રુઓની સેનાનો ભંગ કર્યો. જનક અને કનક બન્ને ભાઈઓને બચાવી લીધા. જેમ મેઘ
વરસે તેમ લક્ષ્મણ બાણોની વર્ષા કરવા લાગ્યા. લક્ષ્મણે તીક્ષ્ણ ચક્ર, શક્તિ, કુહાડા, કરવત
ઈત્યાદિ શસ્ત્રો ચલાવ્યાં. તેનાથી અનેક મ્લેચ્છ મર્યા, કુહાડાથી વૃક્ષ તૂટી જાય તેમ.
લક્ષ્મણનાં બાણોથી ભીલ, પારધી, મ્લેચ્છોની છાતી, હાથ, ગળું વગેરે છેદાઈ ગયાં, હજારો
પૃથ્વી પર પડયા, પૃથ્વીના કંટકોની સેના લક્ષ્મણ સામેથી ભાગી ગઈ. મ્લેચ્છોમાં જે શાર્દૂલ
સમાન હતા તે પણ દુર્નિવાર લક્ષ્મણને જોઈને ક્ષોભ પામ્યા. વાજિંત્રોનો ઘોર અવાજ
કરતાં, મુખથી ભયંકર ગર્જના કરતા, ધનુષ્યબાણ, ખડ્ગ, ચક્રાદિ અનેક શસ્ત્રો ધારણ
કરેલા, લાલ રંગના વસ્ત્ર પહેરેલા, હાથમાં ખંજરવાળા, જાતજાતના રંગવાળા જેમનાં અંગ
છે, કોઈ કાજળ જેવા કાળા, કોઈ કર્દમ જેવા, કોઈ તામ્ર વર્ણના, વૃક્ષની છાલના વસ્ત્ર
પહેરેલા, ગેરુ વગેરે રંગથી જેમના
Page 255 of 660
PDF/HTML Page 276 of 681
single page version
એવા, કોડી જેવા દાંતવાળા અને મોટા પેટવાળા મ્લેચ્છો કુટજ જાતિનાં વૃક્ષો ખીલ્યાં હોય
તેવા ભાસતા હતા. અસુરકુમાર દેવ જેવા ઉન્મત, મહાનિર્દય, પશુમાંસના ભક્ષક, મહામૂઢ
જીવ હિંસામાં ઉદ્યમી, જન્મથી માંડીને જ પાપ કરનારા, ખોટા આરંભ કરનારા, જેમના
ધ્વજ પર સુવ્વર, ભેંસ, વાઘ વગેરેના ચિહ્ન છે, તે જાતજાતનાં વાહનોમાં ચડીને,
અતિઝડપથી દોડનારા, પ્રચંડ તુરંગ સમાન ચંચળ તે ભીલ મેઘવાળા સમાન લક્ષ્મણરૂપ
પર્વત પર પોતાના સ્વામીરૂપ પવનથી પ્રેરાયેલા બાણવૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે લક્ષ્મણ
તેમનો ધ્વંસ કરવા માટે શીઘ્ર વેગથી તેમના તરફ દોડયા, જાણે કે મહા ગજેન્દ્ર વૃક્ષોના
સમૂહ તરફ દોડયા. લક્ષ્મણના વેગ અને પ્રતાપથી તે પાપી ભાગ્યા અને પરસ્પરના પગ
તળે કચરાઈ ગયા. પછી તેમનો અધિપતિ આતરંગતપ પોતાની સેનાને ધૈર્ય આપી સકળ
સેના સહિત પોતે લક્ષ્મણની સન્મુખ આવ્યો. ત્યાં ભયંકર યુદ્ધ થયું. તેણે લક્ષ્મણને
રથરહિત કર્યા એટલે શ્રી રામચંદ્ર પોતાનો રથ લઈ, પવન સમાન વેગથી લક્ષ્મણની પાસે
આવ્યા. લક્ષ્મણને બીજા રથમાં બેસાડી પોતે જેમ અગ્નિ વનને ભસ્મ કરે છે તેમ તેની
અપાર સેનાને ભસ્મ કરવા લાગ્યા. તેમણે કેટલાકને બાણથી માર્યા, કેટલાકને કનક
નામના શસ્ત્રથી હણ્યા, કેટલાકને તોમરથી માર્યા, કેટલાકને સામાન્ય ચક્ર નામના શસ્ત્રથી
પાડી દીધા. તે પાપી આતરંગતમ સમુદ્ર જેવડી વિશાળ સેના સાથે આવ્યો હતો તે ભય
પામી દશ ઘોડાના અસવારો સાથે ભાગ્યો ત્યારે શ્રી રામે આજ્ઞા કરી કે એ નપુંસક યુદ્ધથી
પરાઙમુખ થઈ ભાગ્યો છે. હવે એમને મારવાથી શું લાભ? પછી લક્ષ્મણ ભાઈ સહિત
પાછા ફર્યા. તે મ્લેચ્છ ભયથી વ્યાકુળ થઈ સહ્યાચળ અને વિંધ્યાચળના વનમાં છુપાઈ
ગયા. શ્રી રામચંદ્રના ડરથી પશુહિંસાદિક દુષ્ટ કર્મ છોડી વનનાં ફળોનો આહાર કરતા. જેમ
ગરુડથી સર્પ ડરે છે તેમ શ્રી રામથી ડરવા લાગ્યા. લક્ષ્મણ સહિત શ્રી રામે, જેમનું સ્વરૂપ
શાંત છે તેમણે રાજા જનકને બહુ જ પ્રસન્ન કરીને વિદાય કર્યા અને પોતે પોતાના પિતા
સમીપે અયોધ્યા ચાલ્યા. પૃથ્વીના બધા લોકો આશ્ચર્ય પામ્યા. સૌને તેમણે પરમઆનંદ
આપ્યો, બધાનાં હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. રામના પ્રભાવથી આખી પૃથ્વી
શોભાયમાન થઈ હતી. ધર્મ, અર્થ, કામથી યુક્ત પુરુષો વડે જગત બર્ફના અવરોધ વિના
નક્ષત્રોથી આકાશ શોભે તેમ શોભવા લાગ્યું. ગૌતમ સ્વામી કહે છે કે હે રાજા શ્રેણિક!
રામનું આવું માહાત્મ્ય જોઈને જનકે પોતાની પુત્રી સીતા રામને આપવાનું વિચાર્યું. ઘણું
કહેવાથી શો લાભ? જીવોને સંયોગ અને વિયોગનું કારણ એક કર્મનો ઉદય જ છે. શ્રીરામ
શ્રેષ્ઠ પુરુષ, મહાસૌભાગ્યવંત, અતિપ્રતાપી, બીજામાં ન હોય એવા ગુણોથી પૃથ્વી પર
પ્રસિદ્ધ થયા, જેમ કિરણોના સમૂહથી સૂર્ય મહિમા પામે તેમ.
જીતનું કથન કરનાર સત્તાવીસમું પર્વ પૂર્ણ થયું.
Page 256 of 660
PDF/HTML Page 277 of 681
single page version
નારદે સાંભળ્યું હતું કે જનકે રામને જાનકી દેવાનો વિચાર કર્યો છે. જાનકીનો મહિમા
આખી પૃથ્વી પર પ્રસિદ્ધ હતો. નારદે વિચાર કર્યો કે એક વાર સીતાને જોઉં કે તે કેવી છે?
કેવાં લક્ષણોથી શોભે છે કે જેથી જનકે તેને રામને દેવાનું નક્કી કર્યું છે. જેનું હૃદય
શીલસંયુક્ત છે એવા નારદ સીતાને જોવા માટે સીતાને ઘેર આવ્યા. તે વખતે સીતા
દર્પણમાં પોતાનું મુખ જોઈ રહી હતી, તેને નારદની જટા દર્પણમાં દેખાઈ એટલે તે ભયથી
વ્યાકુળ બનીને મનમાં ચિંતવવા લાગી કે હાય માતા! આ કોણ છે? આમ ભયથી ધ્રૂજતી
તે મહેલની અંદર ગઈ. નારદ પણ સાથે જ મહેલમાં જવા લાગ્યા ત્યારે દ્વારપાલીએ તેમને
રોકયા એટલે નારદ અને દ્વારપાલી વચ્ચે કજિયો થયો. કજિયાના શબ્દો સાંભળીને ખડ્ગ
અને ધનુષ્યના ધારક સામંતો દોડી આવ્યા અને કહેવા લાગ્યા કે પકડી લ્યો, પકડી લ્યો,
આ કોણ છે? આવા શસ્ત્રધારીઓનો અવાજ સાંભળીને નારદ ડરી ગયા અને આકાશમાર્ગે
ગમન કરીને કૈલાસ પર્વત પર આવ્યા. ત્યાં બેસીને વિચારવા લાગ્યા કે ખૂબ કષ્ટ પામ્યો
અને મુશ્કેલીથી બચ્યો, નવો જન્મ જ મળ્યો, જેમ પક્ષી દાવાનળમાંથી બહાર નીકળે તેમ હું
ત્યાંથી નીકળ્યો. પછી ધીરે ધીરે નારદની ધ્ર્રૂજારી મટી અને કપાળેથી પરસેવો લૂછીને વાળ
વિખરાઈ ગયા હતા તે સમારીને બાંધ્યા. તેમના હાથ ધૂ્રજતા હતા, જેમ જેમ તે વાત યાદ
આવતી તેમ તેમ તે નિશ્વાસ નાખતા. પછી તે ખૂબ ક્રોધે ભરાઈને, મસ્તક હલાવીને
વિચારવા લાગ્યા કે કન્યાની દુષ્ટતા તો જુઓ! હું નિર્દોષપણે સરળ સ્વભાવથી, રામ
પ્રત્યેના અનુરાગથી તેને જોવા ગયો હતો તે મૃત્યુ સમાન અવસ્થા પામ્યો, યમ જેવા દુષ્ટ
માણસો મને પકડવા આવ્યા, સારું થયું કે હું બચી ગયો, પકડાયો નહિ. હવે તે પાપણી
મારી પાસેથી કેવી રીતે બચશે? તે જ્યાં જ્યાં જશે ત્યાં હું તેને દુઃખમાં ધકેલીશ. હું વાજિંત્ર
વગાડયા વિના પણ નાચું છું તો પછી જ્યારે વાજિંત્રો વાગે ત્યારે તો ટળું જ શેનો? આમ
વિચારીને તે શીઘ્ર વૈતાડયની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરમાં ગયા અને સીતાના
મહાસુંદર રૂપનું ચિત્રપટ બનાવીને લઈ ગયા. ચિત્ર એવું અંકિત કર્યું હતું કે જાણે પ્રત્યક્ષ
ન હોય! ચંદ્રગતિનો પુત્ર ભામંડળ ઉપવનમાં અનેક કુમારો સહિત ક્રિડા કરવા આવ્યો હતો
તેની સમીપમાં આ ચિત્રપટ ફેંકીને પોતે છુપાઈ રહ્યા. ભામંડળને એવી ખબર ન પડી કે
આ મારી બહેનનું ચિત્રપટ છે. તે ચિત્રપટ જોઈને ચિત્તમાં મોહ પામ્યો, લજ્જા, શાસ્ત્રજ્ઞાન,
વિચાર એ બધું ભૂલી ગયો. લાંબા લાંબા નિસાસા નાખવા લાગ્યો, તેના હોઠ સુકાઈ ગયા,
ગાત્ર શિથિલ થઈ ગયાં, રાતદિવસ ઊંઘ આવતી નહિ, અનેક ઉપચારો કરવામાં આવ્યા તો
પણ તેને શાંતિ મળી નહિ, સુગંધી પુષ્પ અને સુંદર આહાર એને વિષ સમાન લાગ્યા. તેને
શીતળ જળ છાંટવા છતાં પણ તેનો સંતાપ
Page 257 of 660
PDF/HTML Page 278 of 681
single page version
કર્યા કરતો, કોઈ વાર ઉઠીને ઊભો રહેતો, નકામો ઊભો થઈને ચાલવા લાગતો, વળી
પાછો આવતો. આવી ચેષ્ટા કરતો, જાણે કે તેને ભૂત વળગ્યું હોય! ત્યારે મોટા મોટા
બુદ્ધિમાન લોકો એને કામાતુર જાણીને પરસ્પર વાત કરવા લાગ્યા કે આ કન્યાનું રૂપ
કોઈએ ચિત્રપટમાં અંકિત કરીને આની પાસે ફેંકયું છે તેથી તેનું મન ડામાડોળ થઈ ગયું
છે. કદાચ આ ચેષ્ટા નારદે જ કરી હોય. તે વખતે નારદે પોતાના કાર્યથી કુમારને વ્યાકુળ
થયેલો જાણીને અને લોકોની વાત સાંભળીને કુમારનાં સગાઓને દર્શન દીધાં. તેઓએ
તેમનો ખૂબ આદર કરીને પૂછયું કે હે દેવ! કહો, આ કોની કન્યાનું ચિત્ર છે? તમે તેને
ક્યાં જોઈ? આ કોઈ સ્વર્ગની દેવાંગનાનું રૂપ છે, નાગકુમારીનું રૂપ છે કે કોઈ પૃથ્વી પર
આવેલીને તમે જોઈ છે? ત્યારે નારદે માથું હલાવીને બોલ્યા કે એક મિથિલા નામની
નગરી છે, ત્યાં રાજા ઇન્દ્રકેતુનો પુત્ર જનક રાજ્ય કરે છે, તેની રાણીનું નામ વિદેહા છે,
તે રાજાને અતિપ્રિય છે, આ રૂપ તેની પુત્રી સીતાનું છે. આમ કહીને નારદ ભામંડળને
કહેવા લાગ્યા કે હે કુમાર! તું વિષાદ ન કર. તું વિદ્યાધર રાજાનો પુત્ર છે, તારા માટે આ
કન્યા દુર્લભ નથી, સુલભ જ છે. વળી, તું રૂપમાત્રથી જ અનુરાગી થયો, તેનામાં ઘણા
ગુણ છે, તેના હાવભાવ, વિલાસાદિકનું વર્ણન કોણ કરી શકે? અને એને જોતાં તારું ચિત્ત
વશીભૂત થયું હોય તો એમાં આશ્ચર્ય શેનું છે? તેને જોવાથી તો મોટા મોટા પુરુષોનાં
ચિત્ત પણ મોહિત થઈ જાય છે. મેં તો પટ પર તેનો આકાર માત્ર દોર્યો છે, તેનું લાવણ્ય
તો તેનામાં જ છે, તે દોરવામાં કેવી રીતે આવે? નવયૌવનરૂપ જળથી ભરેલા કાંતિરૂપ
સમુદ્રની લહેરોમાં તે સ્તનરૂપ કુંભ વડે તરી રહી છે. અને આવી સ્ત્રી તને છોડીને બીજા
કોના માટે યોગ્ય હોય? તારો અને એનો મેળાપ થાય તે યોગ્ય છે. આમ કહીને નારદે
ભામંડળના મનમાં ખૂબ સ્નેહ ઉપજાવ્યો અને પોતે આકાશમાર્ગે ચાલતા થયા. કામના
બાણથી વીંધાયેલો ભામંડળ પોતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે જો આ સ્ત્રીરત્ન મને
તરત જ ન મળે તો મારે જીવવું નથી. જુઓ, આશ્ચર્યની વાત કે પરમકાંતિ ધરનાર તે
સુંદરી મારા હૃદયમાં બેસીને અગ્નિની જ્વાળા સમાન મારા હૃદયને આતાપ કરે છે. સૂર્ય
બાહ્ય શરીરને તાપ ઉપજાવે છે અને કામ અંદર અને બહાર દાહ ઉપજાવે છે. સૂર્યનો
આતાપ દૂર કરવાના તો અનેક ઉપાયો છે, પરંતુ કામનો દાહ મટાડવાનો કોઈ ઉપાય
નથી. હવે મારી બે અવસ્થા થવાની છે. કાં તો તેનો સંયોગ થાય અથવા કામનાં બાણોથી
મારું મરણ થાય. નિરંતર આવા વિચારો કરીને ભામંડળ વિહ્વળ થઈ ગયો. તે ભોજન
અને ઊંઘ બધું ભૂલી ગયો. એને ન તો મહેલમાં શાતા મળતી, ન ઉપવનમાં. કુમારની
વ્યાકુળતાના કારણરૂપ આ બધો વૃત્તાંત જાણીને તથા તે નારદકૃત છે એમ સમજીને તેણે
કુમારના પિતાને કહ્યું કે હે નાથ! આ અનર્થનું મૂળ નારદ છે. તેણે એક અત્યંત રૂપાળી
સ્ત્રીનું ચિત્રપટ લાવીને કુમારને બતાવ્યું છે અને કુમાર ચિત્રપટ જોઈને અત્યંત
વિભ્રમચિત્ત થઈને ધીરજ રાખતો નથી, લજ્જારહિત થઈ ગયો છે, વારંવાર ચિત્રપટ જોયા
કરે છે, ‘સીતા, સીતા’ એવા શબ્દો
Page 258 of 660
PDF/HTML Page 279 of 681
single page version
ઉચ્ચાર્યા કરે છે અને નાના પ્રકારની અજ્ઞાન ચેષ્ટા કરે છે, જાણે કે એને વાઈ આવતી
હોય. માટે તમે એને શીઘ્ર શાતા ઉત્પન્ન થાય એવા ઉપાયો વિચારી કાઢો. એ
ભોજનાદિથી પરાઙમુખ થઈ ગયો છે તેથી તેના પ્રાણ છૂટે તે પહેલાં જ ઉપાય કરો.
ચંદ્રગતિ આ વાત સાંભળીને વ્યાકુળ થયો અને પોતાની સ્ત્રી સાથે આવીને પુત્રને કહેવા
લાગ્યો કે હે પુત્ર! તું સ્થિર મન રાખ અને જેમ પહેલાં ભોજનાદિ ક્રિયા કરતો હતો તેમ
કર. તારા મનમાં જે કન્યા વસી છે તે તને શીઘ્ર પરણાવીશ. આ પ્રમાણે કહીને ચંદ્રગતિએ
પુત્રને શાંતિ ઉપજાવી. પછી તે એકાંતમાં હર્ષ, વિષાદ અને આશ્ચર્ય પામતો પોતાની સ્ત્રીને
કહેવા લાગ્યો કે હે પ્રિયે! વિદ્યાધરોની અતિસ્વરૂપવાન અનુપમ કન્યાને છોડીને
ભૂમિગોચરીઓનો સંબંધ આપણા માટે કેટલો ઉચિત ગણાય? અને ભૂમિગોચરીઓને ઘેર
આપણે કેવી રીતે જઈશું? અને કદાચ આપણે જઈને માગણી કરીએ અને તે ન સ્વીકારે
તો આપણા મુખની શોભા કેટલી રહેશે? અને કોઈ ઉપાય કરીને કન્યાના પિતાને અહીં
શીઘ્ર લાવી શકીએ એવો કોઈ ઉપાય નથી. ત્યારે ભામંડળની માતા કહેવા લાગીઃ હે
નાથ! યોગ્ય કે અયોગ્ય એ તમે જાણો, તો પણ આ તમારાં વચન મને પ્રિય લાગે છે.
પછી રાજાએ પોતાના એક સેવક ચપળવેગ નામના વિદ્યાધરને આદરપૂર્વક બોલાવીને
સકળ વૃત્તાંત તેના કાનમાં કહ્યો અને તેને સમજાવ્યો તેથી ચપળવેગ રાજાની આજ્ઞા
પામીને, ખૂબ આનંદમાં આવી તરત જ મિથિલાનગરીમાં જવા નીકળ્યો. જેમ પ્રસન્ન
થયેલ યુવાન હંસ સુગંધથી ભરેલી કમલિની તરફ જાય તેમ તે શીઘ્ર મિથિલાનગરીમાં
જઈ પહોંચ્યો. તે આકાશમાંથી ઊતરીને અશ્વનો વેષ લઈને ગાય, ભેંસ વગેરે પશુઓને
ત્રાસ આપવા લાગ્યો, રાજાના મંડળમાં ઉપદ્રવ કરવા લાગ્યો. લોકો તરફથી ફરિયાદ
આવવા લાગી અને તે સાંભળીને રાજા નગરની બહાર નીકળ્યો. પ્રમોદ, ઉદ્વેગ અને
કૌતુકથી ભરેલા રાજાએ એક ઘોડો જોયો. કેવો છે ઘોડો? નવયુવાન છે, ઊછળતો થકો
ખૂબ તેજસ્વી લાગે છે, મનસમાન તેને વેગ છે, સુંદર લક્ષણોવાળો છે, તેનું મુખ પ્રદક્ષિણા
ફરતું હોય તેમ ગોળ ગોળ ફરે છે, ખરીના અગ્રભાગથી જાણે કે મૃદંગ બજાવે છે, તેની
ઉપર કોઈ ચડી શકતું નથી, નાસિકામાંથી અવાજ કાઢતો તે અતિ શોભે છે. આવો અશ્વ
જોઈને રાજા આનંદ પામીને લોકોને વારંવાર કહેવા લાગ્યા કે આ કોઈકનો અશ્વ બંધન
તોડાવીને આવ્યો છે. ત્યારે પંડિતો રાજાને પ્રિય વચન કહેવા લાગ્યા કે હે રાજન્! આ
અશ્વ જેવો બીજો કોઈ અશ્વ નથી. બીજાની તો શી વાત? આવો અશ્વ રાજાને પણ દુર્લભ
છે, આપના જોવામાં પણ આવો અશ્વ નહિ આવ્યો હોય. સૂર્યના રથના તુરંગની ખૂબ
પ્રશંસા સાંભળીએ છીએ, પણ આના જેવો તો તેય નહિ હોય. કોઈ દૈવયોગે આપની પાસે
આવો અશ્વ આવ્યો છે, માટે આપ એને સ્વીકારો. આપ મહાન પુણ્યના અધિકારી છો.
એટલે રાજાએ અશ્વનો સ્વીકાર કર્યો. તેને પકડી લાવીને અશ્વશાળામાં સુંદર દોરીથી
બાંધ્યો અને જાતજાતની સામગ્રી વડે એને સાચવ્યો. તેને અહીં આવ્યા એક માસ થયો.
એક દિવસ સેવકે આવી રાજાને નમસ્કાર કરી વિનંતી કરી કે હે નાથ! એક જંગલી હાથી
આવ્યો છે તે
Page 259 of 660
PDF/HTML Page 280 of 681
single page version
હાથીનો વૃત્તાંત કહ્યો હતો તેના કહેલા માર્ગે રાજાએ મહાવનમાં પ્રવેશ કર્યો. ત્યાં
સરોવરના કિનારે હાથીને ઊભેલો જોયો અને નોકરોને કહ્યું કે એક ઝડપી ઘોડો લાવો
એટલે તેઓ માયામયી અશ્વને તરત લઈ ગયા. રાજા તેના ઉપર બેઠા એટલે તે રાજાને
લઈને આકાશમાં ઉડયો એટલે બધાં સગાં અને નગરજનો હાહાકાર કરી શોક કરવા
લાગ્યા. તેમનાં મનમાં આશ્ચર્ય થયું. તે તત્કાળ નગરમાં ગયા.
ત્યારે એક વૃક્ષની નીચેથી પસાર થયો તે વખતે રાજા જનકે વૃક્ષની એક ડાળી પકડી
લીધી અને લટકી રહ્યા. તો ઘોડો નગરમાં ગયો. રાજા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, આરામ
કરી આશ્ચર્ય સહિત આગળ વધ્યા. ત્યાં સોનાનો ઊંચો કોટ જોયો. તેના દરવાજા
રત્નઊમય તોરણોથી શોભતા હતા. મહાસુંદર ઉપવન જોયું. તેમાં જુદીજુદી જાતનાં વૃક્ષો-
વેલીઓ ફૂલો સહિત જોયાં, ત્યાં જાતજાતનાં પક્ષીઓ અવાજ કરી રહ્યાં હતાં. જેવા સંધ્યા
સમયે વાદળો દેખાય છે તેવા જુદા જુદા રંગના અનેક મહેલો જોયા, જાણે કે તે મહેલો
જિનમંદિરની સેવા કરી રહ્યા છે. રાજા જમણા હાથમાં ખડ્ગ લઈને સિંહ સમાન અતિ
નિર્ભય બની, ક્ષત્રિયવ્રતમાં પ્રવીણ, દરવાજામાં દાખલ થયા. દરવાજાની અંદર જાતજાતનાં
ફૂલોની વાડી, સુવર્ણરત્નમય પગથિયાંવાળી વાવ, જેમાં સ્ફટિકમણિ સમાન ઉજ્જવળ જળ
ભર્યું હતું, મહાસુંદર સુગંધી વિસ્તીર્ણ જૂઈનાં ફૂલના મંડપો જોયા. તેનાં પાંદડાં ડોલતા હતાં
અને ભમરાઓ તેના પર ગુંજારવ કરતા હતા. તેમણે આગળ ભગવાનનું મંદિર પ્રસન્ન
નેત્રોથી જોયું. મંદિર મોતીની ઝાલરોથી શોભતું, રત્નોના ઝરૂખાથી સંયુક્ત, સુવર્ણના
હજારો સ્તંભોથી મનોહર, ભીંત પર જાતજાતનાં ચિત્રો, સુમેરુના શિખર સમાન ઊંચાં
શિખરો, હીરાથી મઢેલી ફરસથી મંડિત જિનમંદિર જોઈને જનક વિચારવા લાગ્યા કે આ
ઇન્દ્રનું મંદિર છે અથવા અહમિન્દ્રનું મંદિર છે, આ ઊર્ધ્વલોકમાં છે કે નાગેન્દ્રના
ભવનપાતાળમાં આવેલું છે કે પછી કોઈ કારણે સૂર્યનાં કિરણોનો સમૂહ પૃથ્વી પર એકઠો
થયો છે. અહો! આ વિદ્યાધર મિત્રે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો કે મને અહીં લઈ
આવ્યો, આવું સ્થાન મેં અત્યાર સુધીમાં ક્યાંય જોયું નહોતું. સારું થયું કે આવું મંદિર
જોવા મળ્યું. એમ ચિંતવીને મંદિરમાં બેસીને પ્રફુલ્લિત મુખથી શ્રી જિનરાજનાં દર્શન કર્યાં.
કેવા છે શ્રી જિનરાજ? સ્વર્ણ સમાન વર્ણવાળા, પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખવાળા,
પદ્માસનમાં બિરાજમાન છે. અષ્ટ પ્રતિહાર્ય સંયુક્ત, કનકમય કમળોથી પૂજિત અને જેમના
શિર પર જાતજાતનાં રત્નો જડેલું છત્ર રહેલું છે અને ઊંચા સિંહાસન પર બેઠેલા છે. પછી
બન્ને હાથ જોડી, મસ્તક નમાવી પ્રણામ કર્યા, હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં, ભક્તિના
અનુરાગથી મોહિત થઈ ગયા. બીજી ક્ષણે સાવચેત થઈ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
અતિવિશ્રામ પામી, આશ્ચર્ય સહિત જનક ચૈત્યાલયમાં બેઠા