Padmapuran (Gujarati). Parva 82 - Ram-Laxmannu Ayodhyama agaman; Parva 83 - Ram-Laxmanni rajyavibhutinu varnan; Parva 84 - Trilokmandan hathinu ahar-vihar chodi, nischal bani maun grahan karvu; Parva 85 - Deshbushan kevali dvara Bharat aney Trilokmandan hathina purvabhavnu varnan; Parva 86 - Bharat aney Kaykaiyenu dikshagrahan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 27 of 35

 

Page 500 of 660
PDF/HTML Page 521 of 681
single page version

background image
પ૦૦ એકાસીમું પર્વ પદ્મપુરાણ
તરફ ચાલ્યા. લંકા પાસે જઈને તેમણે વિચાર્યું કે રામ-લક્ષ્મણની વાત કેવી રીતે જાણવી?
જો રામ-લક્ષ્મણની વાત લોકોને પૂછીશ તો રાવણના લોકોને નહિ ગમે. માટે રાવણની
વાત પૂછવી. રાવણની વાત ઉપરથી તેમની હાલત જણાઈ જશે. આમ વિચારી નારદ પદ્મ
સરોવર ગયા ત્યાં અંગદ અંતઃપુર સહિત ક્રીડા કરતો હતો. તેના સેવકોને નારદે રાવણની
કુશળતા વિશે પૂછયું. તે નોકરો એ સાંભળી ક્રોધરૂપ થઈ બોલવા લાગ્યા, આ તાપસ
રાવણનો મળતિયો છે એમ કહી એને અંગદની પાસે લઈ ગયા. નારદે કહ્યું કે મારે
રાવણનું કાંઈ પ્રયોજન નથી. કિંકરોએ કહ્યું કે તારે રાવણનું કાંઈ પ્રયોજન ન હોય તો
રાવણની કુશળતા કેમ પૂછતો હતો? અંગદે હસીને કહ્યું કે આ તાપસને પદ્મનાભિની પાસે
લઈ જાવ. તેઓ નારદને ખેંચતા ચાલવા લાગ્યા. નારદ વિચારે છે કે કોણ જાણે આ
પદ્મનાભિ કોણ છે? કૌશલ્યાના પુત્ર હોય તો મારી સાથે આમ કેમ વર્તે? એ મને ક્યાં
લઈ જાય છે, હું સંશયમાં પડયો છું, જિનશાસનના ભક્ત દેવ મારી સહાય કરો. અંગદના
કિંકરો તેને વિભીષણના મહેલમાં, જ્યાં શ્રી રામ બિરાજતા હતા ત્યાં, લઈ ગયા. શ્રી રામ
દૂરથી જોઈ એમને નારદ જાણી સિંહાસન પરથી ઊભા થયા, તેમનો અતિ આદર કર્યો
અને કિંકરોને દૂર જવા કહ્યું. નારદ શ્રી રામ-લક્ષ્મણને જોઈ અત્યંત આનંદ પામ્યા,
આશીર્વાદ આપીને એમની સમીપમાં બેઠા. ત્યારે રામ બોલ્યા, હે ક્ષુલ્લક! ક્યાંથી આવ્યા?
ઘણા દિવસે આવ્યા છો, સારા છોને? નારદે કહ્યું કે તારી માતા કષ્ટના સાગરમાં મગ્ન છે
એ વાત કહેવા માટે તમારી પાસે શીઘ્ર આવ્યો છું. કૌશલ્યા માતા મહાસતી, જિનમતિ
નિરંતર આંસુ પાડે છે અને તમારા વિના ખૂબ દુઃખી, છે. જેમ સિંહણ પોતાના બાળક
વિના વ્યાકુળ થાય તેમ અતિ વ્યાકુળ થઈ વિલાપ કરે છે, જેનો વિલાપ સાંભળી પાષાણ
પણ પીગળી જાય. તમારા જેવા માતાના આજ્ઞાંકિત પુત્ર હોય અને તમારા હોતાં માતા
આવું કષ્ટ ભોગવે એ કેવા આશ્ચર્યની વાત છે? એ ગુણવંતી જો તમને નહિ જુએ તો
તમારા વિયોગરૂપ સૂર્યથી સુકાઈ જશે. માટે કૃપા કરીને ઊઠો અને તેને શીઘ્ર મળો. આ
સંસારમાં માતા સમાન બીજો કોઈ પદાર્થ નથી. તમારી બન્નેની માતાનાં દુઃખથી કૈકેયી
સુપ્રભા બધાં જ દુઃખી છે. કૌશલ્યા અને સુમિત્રા બન્ને મરણતુલ્ય થઈ ગઈ છે. આહાર,
નિદ્રા બધું ગયું છે. રાતદિવસ આંસુ સારે છે, તમારાં દર્શન કરશે તો જ તે ટકશે. જેમ
બાળવિહોણી વિલાપ કરે તેમ વિલાપ કરે છે. છાતી અને મસ્તક હાથથી કૂટે છે. બન્નેય
માતા તમારા વિયોગથી અગ્નિમાં જલે છે. તમારાં દર્શનરૂપ અમૃતની ધારાથી તેમનો
આતાપ નિવારો. નારદનાં આવાં વચન સાંભળી બન્ને ભાઈ માતાઓનાં દુઃખથી અત્યંત
દુઃખી થયા, રૂદન કરવા લાગ્યા. ત્યારે બધા વિદ્યાધરોએ તેમને ધૈર્ય બંધાવ્યું. રામ લક્ષ્મણે
નારદને કહ્યું, હે નારદ! તને અમારા પર મોટો ઉપકાર કર્યો, અમે દુરાચારી માતાને ભૂલી
ગયા હતા તેનું તમે સ્મરણ કરાવ્યું. તમારા જેવો અમને કોઈ પ્રિય નથી. જે મનુષ્ય
માતાનો વિનય કરે છે, દાસ થઈને માતાની સેવા કરે છે તે મહા પુણ્યવાન છે. જે
માતાના ઉપકારનું વિસ્મરણ કરે છે તે કૃતઘ્ન છે. માતાના સ્નેહથી વ્યાકુળ ચિત્તવાળા
બન્ને ભાઈઓએ નારદની

Page 501 of 660
PDF/HTML Page 522 of 681
single page version

background image
પદ્મપુરાણ એકાસીમું પર્વ પ૦૧
પ્રશંસા કરી.
પછી રામ-લક્ષ્મણે તે જ સમયે વિભિષણને બોલાવ્યો, ભામંડળ, સુગ્રીવાદિ પાસે
બેઠા છે. બન્ને ભાઈએ વિભીષણને કહ્યું, હે રાજન્! ઇન્દ્રભવન સમાન તમારા મહેલમાં
અમને દિવસો વીત્યાની ખબર પડી નહિ. હવે અમને માતાનાં દર્શનની અત્યંત ઇચ્છા છે.
અમારા અંગ અત્યંત તપ્ત થયાં છે, તે માતાનાં દર્શનરૂપ અમૃતથી શાંત થાય. હવે અમારું
ચિત્ત અયોધ્યાનગરી જોવાને તલસે છે, તે અયોધ્યા પણ અમારી બીજી માતા છે. ત્યારે
વિભીષણે કહ્યું, હે સ્વામિન્! જેમ આજ્ઞા કરો તેમ કરીએ. અત્યારે જ અયોધ્યા દૂત
મોકલીએ જે તમારા શુભ સમાચાર માતાને આપશે. તમારા આગમનની વાત કહેવાથી
માતાઓને સુખ મળશે, તમે કૃપા કરીને સોળ દિવસ અહીં જ રહો. હે શરણાગત પ્રતિપાળ,
મારા ઉપર કૃપા કરો. આમ કહી પોતાનું મસ્તક રામ-લક્ષ્મણનાં ચરણોમાં મૂક્યું.
(રામ–લક્ષ્મણની માતૃદર્શન માટે ઉત્કંઠા અને અયોધ્યા જવાનો નિર્ણય)
પછી સારા સારા વિદ્યાધરોને અયોધ્યા મોકલ્યા. બન્ને માતાઓ મહેલમાં બેસી
દક્ષિણ દિશા તરફ જોઈ રહી હતી, દૂરથી વિદ્યાધરોને આવતાં જોઈ કૌશલ્યાએ સુમિત્રાને
કહ્યું, હે સુમિત્રા! જો, આ બે વિદ્યાધરો પવનથી પ્રેરિત મેઘની પેઠે શીઘ્ર આવે છે તે
અવશ્ય આપણા હિતની વાત કહેશે. એ બન્ને ભાઈઓના મોકલવાથી આવતા લાગે છે.
ત્યારે સુમિત્રાએ કહ્યું, તમે જે કહો છો તેમ જ થાવ. આમ બેય માતા વચ્ચે વાતચીત
ચાલે છે તે જ વખતે વિદ્યાધરો પુષ્પની વૃષ્ટિ કરતાં આકાશમાંથી ઊતર્યા, અતિ હર્ષથી
ભરત પાસે આવ્યા. રાજા ભરતે પ્રમોદપૂર્વક તેમનું ખૂબ સન્માન કર્યું. તેઓ પ્રણામ કરીને
પોતાને યોગ્ય આસન પર બેઠા, તેમનું ચિત્ત અતિસુંદર છે, તેમણે સમાચાર આપવા
માંડયા. હે પ્રભો! રામ-લક્ષ્મણે રાવણને હણ્યો અને વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. શ્રી
રામને બળભદ્રપદ અને લક્ષ્મણને નારાયણપદ પ્રાપ્ત થયું, તેમના હાથમાં ચક્રરત્ન આવ્યું.
તે બન્ને ભાઈઓ ત્રણ ખંડના સ્વામી બન્યા. રાવણના પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ તથા
ભાઈ કુંભકર્ણ જે બંદીગૃહમાં હતા તેમને શ્રી રામે મુક્ત કર્યા. તેમણે જિનદીક્ષા લીધી અને
નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. રામ-લક્ષ્મણે દેશભૂષણ કુલભૂષણ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો હતો
તેનાથી ગરુડેન્દ્ર પ્રસન્ન થયા હતા. તેમણે રામ-લક્ષ્મણને રાવણ સાથે યુદ્ધ કર્યું તે જ
વખતે સિંહવિમાન અને ગરુડવિમાન આપ્યાં. આ પ્રમાણે રામ-લક્ષ્મણના પ્રતાપના
સમાચાર સાંભળી રાજા ભરત ખૂબ પ્રસન્ન થયા, તેમને તાંબૂલ-સુગંધાદિ આપીને
સન્માન્યા. પછી ભરત તેમને લઈને બન્ને માતાઓ પાસે ગયા. બન્ને માતા પુત્રોની
વિભૂતિની વાત વિદ્યાધરોના મુખે સાંભળીને આનંદ પામી. તે જ સમયે આકાશમાર્ગે
હજારો વાહનો વિદ્યામય સુવર્ણ રત્નાદિ ભરેલાં આવ્યાં અને મેઘમાળા સમાન વિદ્યાધરો
અયોધ્યામાં આવ્યા. તે આકાશમાં ઊભા રહ્યા, નગરમા ભિન્ન ભિન્ન રત્નોની વર્ષા કરી,
રત્નોના ઉદ્યોતથી દશે દિશામાં પ્રકાશ થયો, અયોધ્યામાં એક એક ગૃહસ્થના ઘેર
પર્વતસમાન સુવર્ણ રત્નોના ઢગલા કર્યા, અયોધ્યાના

Page 502 of 660
PDF/HTML Page 523 of 681
single page version

background image
પ૦૨ બ્યાંસીમું પર્વ પદ્મપુરાણ
બધા લોકોને સ્વર્ગના દેવ જેવા લક્ષ્મીવાન બનાવી દીધા. નગરમાં એવી ઘોષણા કરી કે
જેને જે વસ્તુની ઇચ્છા હોય તે લઈ જાવ. ત્યારે બધા લોકોએ આવીને કહ્યું કે અમારા
અખૂટ ભંડાર ભર્યા છે, કોઈ વસ્તુની ઇચ્છા નથી. અયોધ્યામાંથી દરિદ્રતાનો નાશ થયો.
રામ-લક્ષ્મણના પ્રતાપરૂપ સૂર્યથી જેમનાં મુખકમળ ખીલી ઊઠયાં છે એવા અયોધ્યાના
નગરજનો પ્રશંસા કરવા લાગ્યા. અનેક શિલ્પી વિદ્યાધરોએ આવીને અત્યંત ચતુરાઈથી
રત્ન સુવર્ણમય મહેલો બનાવ્યા, ભગવાનનાં અનેક મનોજ્ઞ ચૈત્યાલયો બનાવ્યાં, જાણે કે
વિંધ્યાચળનાં શિખરો જ હોય. હજારો સ્તંભથી મંડિત નાના પ્રકારના મંડપો રચ્યા, રત્નો
જડેલા તેના દરવાજા બનાવ્યા. તે મંદિરો પર ધજાઓ ફરફરે છે, તોરણોથી શોભતાં
જિનમંદિરો રચ્યાં, તેમાં મહોત્સવ થયા, અયોધ્યા અનેક આશ્ચર્યોથી ભરાઈ ગઈ. લંકાની
શોભાને જીતનારા સંગીતના ધ્વનિથી દશે દિશા ગુંજાયમાન થઈ, કાળી ઘટા સમાન વન-
ઉપવન શોભતાં હતાં, તેમાં નાના પ્રકારનાં ફળફૂલો પર ભમરાઓ ગુંજતા હતા, જાણે કે
નંદનવન જ છે. બાર યોજન લાંબી, નવ યોજન પહોળી અયોધ્યા નગરી અત્યંત શોભી
રહી. સોળ દિવસમાં શિલ્પી વિદ્યાધરોએ એવી રચના કરી કે સો વર્ષે પણ તેનું વર્ણન પૂરું
ન થાય. ત્યાં વાવનાં પગથિયાં રત્ન અને સુવર્ણના, સરોવરના તટ રત્નનાં, તેમાં કમળો
ખીલી ઊઠયાં છે, ગ્રીષ્મ ઋતુમાં પણ સદા ભરપૂર જ રહે છે, તેમના તટ પર ભગવાનનાં
મંદિરો અને વૃક્ષોની પંક્તિથી સ્વર્ગપુરી સમાન શોભતી હતી. પછી બળભદ્ર-નારાયણ
લંકામાંથી અયોધ્યા તરફ આવવા નીકળ્‌યા. ગૌતમ સ્વામી કહે છે, હે શ્રેણિક! જે દિવસથી
નારદના મુખે રામ-લક્ષ્મણે માતાની વાત સાંભળી તે દિવસથી તેઓ બીજી બધી વાત
ભૂલી ગયા, બન્ને માતાનું જ ધ્યાન ધરવા લાગ્યા. પૂર્વજન્મના પુણ્યથી આવા પુત્રો મળે
છે, પુણ્યના પ્રભાવથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. પુણ્યથી શું ન થાય? માટે હે
પ્રાણીઓ! પુણ્યમાં તત્પર થાવ જેથી શોકરૂપ સૂર્યનો આતાપ લાગે નહિ.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં અયોધ્યાનગરીનું વર્ણન કરનાર
એકાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
બ્યાંસીમું પર્વ
(રામ–લક્ષ્મણનું અયોધ્યામાં આગમન)
ત્યારપછી સૂર્યનો ઉદય થતાં જ બળભદ્ર-નારાયણે પુષ્પક વિમાનમાં બેસીને
અયોધ્યા તરફ ગમન કર્યું. નાના પ્રકારનાં વાહનો પર આરૂઢ થઈ વિદ્યાધરોના અધિપતિ
રામ-લક્ષ્મણની સેવામાં તત્પર પરિવારસહિત સાથે ચાલ્યા, છત્ર અને ધ્વજાઓથી સૂર્યની
પ્રભા જેમણે રોકી લીધી છે, તે આકાશમાં ગમન કરતાં દૂરથી પૃથ્વીને જોતાં જાય છે.
પૃથ્વી, ગિરિ, નગર, વન,

Page 503 of 660
PDF/HTML Page 524 of 681
single page version

background image
પદ્મપુરાણ બ્યાંસીમું પર્વ પ૦૩
ઉપવનાદિથી શોભિત લવણ સમુદ્ર ઓળંગીને વિદ્યાધરો હર્ષભર્યા આગળ વધ્યા. રામની
સમીપમાં સીતા સતી સાક્ષાત્ લક્ષ્મીસમાન શોભે છે તે સુમેરુ પર્વત જોઈને રામને પૂછવા
લાગી, હે નાથ! આ જંબૂદ્વીપની મધ્યમાં અત્યંત મનોજ્ઞ સ્વર્ણ કમળ સમાન શું દેખાય છે?
રામે ઉત્તર આપ્યો કે હે દેવી એ સુમેરુ પર્વત છે, ત્યાં દેવાધિદેવ શ્રી મુનિ સુવ્રતનાથનો
જન્માભિષેક ઇન્દ્રાદિક દેવોએ કર્યો હતો. તેમને ભગવાનના પાંચેય કલ્યાણકોમાં અતિ હર્ષ
હોય છે. આ સુમેરુ પર્વત રત્નમય ઊંચાં શિખરોથી શોભતો જગપ્રસિદ્ધ છે. પછી આગળ
જતાં કહ્યું કે આ દંડકવન છે, જ્યાંથી લંકાપતિએ તારું હરણ કર્યું હતું અને પોતાનું અહિત
કર્યું. આ વનમાં આપણે ચારણ મુનિને પારણું કરાવ્યું હતું, તેની વચ્ચે આ સુંદર નદી છે
અને હે સુલોચને! આ વંશસ્થળ પર્વત છે, ત્યાં આપણે દેશભૂષણ કુલભૂષણ મુનિનાં દર્શન
કર્યાં તે જ સમયે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે સૌભાગ્યવતી કલ્યાણરૂપિણી!
આ બાલખિલ્યનું નગર છે, જ્યાંથી લક્ષ્મણે કલ્યાણમાલાને પ્રાપ્ત કરી. આ દશાંગનગર જ્યાં
રૂપવતીના પિતા પરમશ્રાવક વજ્રકર્ણ રાજ્ય કરે છે. વળી જાનકીએ પૃથ્વીપતિને પૂછયું, હે
કાંત! આ કઈ નગરી છે જ્યાંના વિમાન જેવાં ઘરો ઇન્દ્રપુરીથીય અધિક શોભે છે? અત્યાર
સુધીમાં આ પુરી મેં ક્યારેય જોઈ નથી. જાનકીનાં આ વચન સાંભળી જાનકીનાથ
અવલોકન કરી બોલ્યા, હે પ્રિયે! આ અયોધ્યાપુરી છે તેને વિદ્યાધર શિલ્પીઓએ લંકાની
જ્યોતિને પણ જીતનારી બનાવી છે.
આગળ ચાલતાં સૂર્યના વિમાન જેવા રામના વિમાનને જોઈ ભરત મોટા હાથી
પર બેસી અત્યંત આનંદપૂર્વક ઇન્દ્રસમાન વિભૂતિયુક્ત સામે આવ્યા. ભરતને આવતો
જોઈ રામ-લક્ષ્મણે પુષ્પક વિમાનને જમીન પર ઉતાર્યું. ભરત હાથી પરથી ઉતરી પાસે
આવ્યો, સ્નેહથી ભરેલા તેણે બેય ભાઈઓને પ્રણામ કરી અર્ધપાદ્ય કર્યું. બન્ને ભાઈઓએ
વિમાનમાંથી ઉતરી ભરતને છાતી સાથે ચાંપ્યો, પરસ્પર કુશળ સમાચાર પૂછયા. પછી
ભરતને પુષ્પક વિમાનમાં બેસાડી દીધો અને અયોધ્યામાં પ્રવેશ કર્યો. રામના આગમનના
કારણે અયોધ્યાને ખૂબ શણગારવામાં આવી છે, ધજાઓ ફરકે છે, જાતજાતનાં વિમાનો,
રથો, હાથી, ઘોડાથી માર્ગમાં જગ્યા નથી. વાજિંત્રો વાગવા લાગ્યાં, મધુર ધ્વનિ સંભળાવા
લાગ્યા, વાજિંત્રોના શબ્દો, ઘોડાઓની હણહણાટી, ગજોની ગર્જના સામંતોના અટ્ટહાસ,
વીણા-બંસરીના નાદથી દશેય દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ, ભાટ-ચારણો બીરુદ વખાણે છે,
નૃત્યકારિણી નૃત્ય કરે છે, ભાંડ નકલ કરે છે, નટ કળા કરે છે, સૂર્યના રથસમાન રથો,
તેના ચિત્રકારો, વિદ્યાધર મનુષ્ય પશુઓના જાતજાતના અવાજો; આ બધાનું ક્યાં સુધી
વર્ણન કરીએ? વિદ્યાધરોના અધિપતિએ પરમ શોભા કરી છે. બન્ને ભાઈ મનોહર
અયોધ્યામાં પ્રવેશ્યા. અયોધ્યા નગરી સ્વર્ગ સમાન છે, રામ-લક્ષ્મણ ઇન્દ્ર-પ્રતીન્દ્ર સમાન
છે, સમસ્ત વિદ્યાધરો દેવસમાન છે, તેમનું શું વર્ણન કરીએ? શ્રી રામચંદ્રને જોઈ પ્રજારૂપ
સમુદ્રમાં આનંદના ધ્વનિ વધતા ગયા, સારા સારા માણસો અર્ધપાદ્ય કરવા લાગ્યા, બન્ને
ધીર વીરોને સર્વજનો આશીર્વાદ આપવા લાગ્યા, હે દેવ! જયવંત વર્તો! વૃદ્ધિ પામો!

Page 504 of 660
PDF/HTML Page 525 of 681
single page version

background image
પ૦૪ બ્યાંસીમું પર્વ પદ્મપુરાણ
ચિરંજીવ થાવ, આનંદ પામો; આ પ્રમાણે આશીર્વાદ આપવા લાગ્યા. ઊંચાં વિમાન જેવાં
મકાનોની ટોચે બેઠેલી સુંદરીઓ મોતીના અક્ષત વેરવા લાગી. પૂર્ણમાસીના ચંદ્રમા સમાન
રામ અને વર્ષાની ઘટા સમાન લક્ષ્મણ બન્ને શુભ લક્ષણવાળાનાં દર્શન કરવા જનતા
અનુરાગી થઈ, બધાં કામ છોડીને ઝરૂખામાં બેઠેલી સ્ત્રીઓ નીરખી રહી છે તે જાણે
કમળોનાં વન ખીલી રહ્યાં છે. સ્ત્રીઓના પરસ્પર ભટકાવાથી મોતીના હાર તૂટયા તેથી
જાણે કે મોતીની વર્ષા થઈ રહી છે. સ્ત્રીઓના મુખમાંથી એવો અવાજ આવે છે કે આ
શ્રી રામ છે તેમની સમીપે જનકની પુત્રી સીતા બેઠી છે, તેની માતા રાણી વિદેહા છે. શ્રી
રામે સાહસગતિ વિદ્યાધરને માર્યો, તે સુગ્રીવનું રૂપ ધરીને આવ્યો હતો, વિદ્યાધરોમાં તે
દૈત્ય કહેવાય છે, રાજા મુત્રની જ્ઞાતિનો તે હતો આ લક્ષ્મણ રામના નાના ભાઈ ઇન્દ્ર
જેવા પરાક્રમી, જેણે લંકેશ્વરને ચક્રથી હણ્યો. આ સુગ્રીવ છે તેણે રામ સાથે મૈત્રી કરી
અને આ સીતાનો ભાઈ ભામંડળ જેને જન્મથી દેવ લઈ ગયો હતો પછી દયા કરીને
છોડયો તે રાજા ચંદ્રગતિનો પાલિત આકાશમાંથી વનમાં પડયો, રાજાએ લઈને રાણી
પુષ્પવતીને સોંપ્યો, દેવોએ કાનમાં કુંડળ પહેરાવીને આકાશમાંથી ફેંક્યો હતો તે કુંડળની
જ્યોતિથી ચંદ્રસમાન મુખવાળો લાગ્યો તેથી તેનું નામ ભામંડળ પાડેલું. આ રાજા
ચંદ્રોદયનો પુત્ર વિરાધિત, આ પવનનો પુત્ર હનુમાન-કપિધ્વજ. આ પ્રમાણે નગરની
નારીઓ આશ્ચર્યથી વાતો કરતી હતી.
પછી રામ-લક્ષ્મણ રાજમહેલમાં પધાર્યા. ત્યાં મહેલમાં ઉપલા ખંડમાં રહેતી બન્ને
માતા પુત્રોના સ્નેહમાં તત્પર, જેમના સ્તનમાંથી દૂધ ઝરે છે, તે કૌશલ્યા, સુમિત્રા અને
કૈકેયી, સુપ્રભા ચારેય માતા મંગળ કરવા પુત્રોની સમીપે આવી. રામ-લક્ષ્મણ પુષ્પક
વિમાનમાંથી ઊતરી માતાઓને મળ્‌યા, માતાઓને જોઈ હર્ષ પામ્યા, બન્ને ભાઈ હાથ
જોડી નમ્ર બની પોતાની સ્ત્રીઓ સહિત માતાઓને પ્રણામ કરવા લાગ્યા. તે ચારેય અનેક
પ્રકારે આશિષ દેવા લાગી. તેમની આશિષ કલ્યાણ કરનારી છે. ચારેય માતા રામ-
લક્ષ્મણને હૃદય સાથે ભેટી પરમસુખ પામી. તેમનું સુખ તે જ જાણે, કહેવામાં આવે નહિ.
તે વારંવાર હૃદય સાથે ચાંપી શિર પર હાથ મૂકવા લાગી, આનંદના અશ્રુપાતથી તેમની
આંખો ભરાઈ ગઈ. પરસ્પર માતા-પુત્ર કુશળક્ષેમ અને સુખદુઃખની વાતો પૂછીને ખૂબ
સંતોષ પામ્યા. માતા મનોરથ કરતી હતી. તેમનો મનોરથ ઇચ્છાથી પણ અધિક પૂર્ણ થયા.
તે માતા યોદ્ધાઓને જન્મઆપનાર, સાધુઓની ભક્ત, જિનધર્મમાં અનુરક્ત, પુત્રોની
સેંકડો વહુઓને જોઈ અતિ હર્ષ પામી. પોતાના શૂરવીર પુત્રોના પ્રભાવથી પૂર્વ પુણ્યના
ઉદયથી અત્યંત મહિમા સંયુક્ત જગતમાં પૂજ્ય થઈ. રામ-લક્ષ્મણનું રાજ્ય સાગરો સુધી
ફેલાયેલું, નિષ્કંટક, એકછત્ર બન્યું, તે બધા પર યથેષ્ટ આજ્ઞા કરતા. રામ-લક્ષ્મણના
અયોધ્યામાં આગમન અને માતા તથા ભાઈઓ સાથેના મિલનનો આ અધ્યાય જે વાંચે,
સાંભળે તે શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ મનવાંછિત સંપદા પામે, પૂર્ણ પુણ્ય ઉપાર્જે, શુભમતિથી
એક જ નિયમમાં દ્રઢ રહે, ભાવોની શુદ્ધતાથી કરે તો અતિપ્રતાપવંત બને, પૃથ્વી પર
સૂર્યસમાન પ્રકાશ

Page 505 of 660
PDF/HTML Page 526 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ પ૦પ
રહે માટે અવ્રત છોડીને નિયમાદિક ધારણ કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના આગમનનું વર્ણન
કરનાર બ્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્યાંસીમું પર્વ
(રામ–લક્ષ્મણની રાજ્યવિભૂતિનું વર્ણન)
ત્યાર પછી રાજા શ્રેણિકે નમસ્કાર કરી ગૌતમ સ્વામીને પૂછયું કે હે દેવ! શ્રી
રામલક્ષ્મણની લક્ષ્મીનો વિસ્તાર સાંભળવાની મારી અભિલાષા છે. ગૌતમ સ્વામી બોલ્યા,
હે શ્રેણિક! રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નના વૈભવનું હું સંક્ષેપમાં વર્ણન કરું છું. રામ-
લક્ષ્મણ પાસે બેતાલીસ લાખ હાથી, એટલા જ રથ, નવ કરોડ અશ્વ, બેંતાલીસ કરોડ
પાયદળ, ત્રણ ખંડના દેવ વિદ્યાધર સેવકો હતા. રામનાં ચાર રત્નો હતા-હળ, મૂશળ,
રત્નમાળા અને ગદા. લક્ષ્મણનાં સાત રત્નો-શંખ, ચક્ર, ગદા, ખડ્ગ, દંડ, નાગશય્યા, અને
કૌસ્તુભમણિ. રામ-લક્ષ્મણ બન્નેય વીર, ધીર, ધનુષધારી હતા. તેમના ઘેર લક્ષ્મીનો
નિવાસ હતો. ઇન્દ્રના ભવનતુલ્ય ઊંચા દરવાજાવાળો ચતુઃશાલ નામનો કોટ, વૈજયંતી
નામની સભા અતિ મનોજ્ઞ, પ્રસાદકૂટ નામનું અતિ ઊંચું દશેય દિશાઓનું અવલોકનગૃહ,
વિંધ્યાચળ પર્વત જેવું વર્ધમાનક નામનું નૃત્ય જોવાનું ગૃહ, અનેક સામગ્રી સહિત કાર્ય
કરવાનું ગૃહ, કૂકડાના ઈંડાં સમાન અદ્ભૂત શીતકાળમાં સૂવાનું ગૃહ, ગ્રીષ્મમાં બપોરે
રહેવા માટેનું ધારામંડપગૃહ, તે ઉપરાંત રાણીઓનાં રત્નમયી અત્યંત સુંદર ગૃહો, બન્ને
ભાઈઓના સૂવાની શય્યાના પાયા સિંહના આકારના પદ્મરાગ મણિના બનેલા હતા જે
અંભોદકાંડ નામની વીજળી જેવા ચમત્કારવાળા હતા. વર્ષાઋતુમાં રહેવાનો મહેલ અતિ
શ્રેષ્ઠ, ઉગતા સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા તુલ્ય ઉજ્જવળ ચામર અને છત્ર, સુંદર
વિષમોચક નામની પાવડી જેના પ્રભાવથી સુખેથી આકાશમાં ગમન કરાય, અમૂલ્ય વસ્ત્રો,
દિવ્ય આભૂષણો, અભેદ્ય બખ્તર, મનોહર મણિઓનાં કુંડળ, અમોઘ ગદા, ખડ્ગ,
કનકબાણ, અનેક શસ્ત્રો, પચાસ લાખ હળ, કરોડથી અધિક ગાય, અક્ષય ભંડાર અને
અયોધ્યા આદિ અનેક નગર, જ્યાં ન્યાયની પ્રવૃત્તિ ચાલતી. પ્રજા બધી સુખી-સંપદાથી
પૂર્ણ હતી, વનઉપવન નાના પ્રકારનાં ફળફૂલોથી શોભતાં, સુવર્ણ રત્નમય પગથિયાવાળી
ક્રીડા કરવા માટે યોગ્ય વાવો, પુર તથા ગ્રામોમાં લોકો અત્યંત સુખી હતા, ખેડૂતોને કોઈ
જાતનું દુઃખ નહોતું, ગોવાળો પાસે અનેક ગાયો-ભેંસો હતી, લોકપાળ જેવા સામંતો અને
ઇન્દ્ર જેવા વૈભવવાળા અનેક તેજસ્વી રાજાઓ તેમના સેવક હતા. રામને આઠ હજાર
સ્ત્રીઓ હતી અને લક્ષ્મણને દેવાંગના જેવી સોળ હજાર સ્ત્રીઓ હતી. સૌને મનવાંછિત
સુખ આપનાર સમસ્ત સામગ્રી અને ઉપકરણો હતાં. શ્રી રામે ભગવાનનાં હજારો

Page 506 of 660
PDF/HTML Page 527 of 681
single page version

background image
પ૦૬ ત્યાંસીમું પર્વ પદ્મપુરાણ
ચૈત્યાલય બનાવ્યાં. દેશ, ગ્રામ, નગર, વન, ગૃહ, ગલી સર્વ સ્થળે જિનમંદિરો હતાં, ભવ્ય
જીવો સદા તેમાં પૂજાભક્તિ કરતા. સર્વત્ર ધર્મની કથા થતી. સુકૌશલ દેશની મધ્યમાં
અયોધ્યા ઇન્દ્રપુરી તુલ્ય હતી. ત્યાં ક્રીડા કરવાના પર્વતો હતા, જે પ્રકાશ મંડિત જાણે
શરદના વાદળ જ છે. અયોધ્યાનો કોટ અતિ ઉત્તુંગ સમુદ્રની વેદિકાતુલ્ય મહાશિખરથી
શોભિત જેના પરના રત્નોનાં કિરણોના પ્રકાશથી થતી શોભા મનથી પણ અગોચર હતી.
નિશ્ચયથી આ અયોધ્યા નગરી પવિત્ર મનુષ્યોથી ભરેલી સદાય મનોજ્ઞ હતી, હવે શ્રી
રામચંદ્રે તેને અતિ શોભિત કરી. જેમ સ્વર્ગની વાત સાંભળવામાં આવે છે કે ત્યાં ખૂબ
સંપદા છે, જાણે કે રામ-લક્ષ્મણ તે સ્વર્ગમાંથી આવ્યા અને ત્યાંની સર્વ સંપદા લેતા
આવ્યા. રામના પધારવાથી અયોધ્યા અગાઉ હતી તેથી અધિક શોભાયમાન થઈ.
પુણ્યહીન જીવોને ત્યાંનો નિવાસ દુર્લભ છે, રામચંદ્રે પોતાના શરીરથી, શુભ લોકોથી અને
સ્ત્રી ધનાદિથી તેને સ્વર્ગ તુલ્ય કરી. સર્વ સ્થળે રામનો યશ ફેલાયો, પરંતુ સીતાના
પૂર્વકર્મના દોષથી મૂઢ લોકો આવી વાતો કરતા કે જુઓ, વિદ્યાધરોના નાથ રાવણે સીતાનું
હરણ કરેલું તેને શ્રી રામ પાછી લાવ્યા અને ઘરમાં રાખી એ શું યોગ્ય છે? રામ
મહાજ્ઞાની, કુળવાન ચક્રી, મહા શૂરવીર, તેમના ઘરમાં જો આવી રીત ચાલે તો બીજા
લોકોની શી વાત કરવી? આ પ્રમાણે શઠ જનો વાતો ચલાવતા.
(રાજ્ય કરતા હોવા છતાં પણ ભરતના ચિત્તની વિરક્તિ અને દીક્ષાની તૈયારી)
આ સ્વર્ગલોકને પણ લજજા ઉપજાવે એવી અયોધ્યાપુરીમાં ભરત ઇન્દ્રસમાન
ભોગોમાં પણ રતિ માનતા નહોતા. અનેક સ્ત્રીઓના પ્રાણવલ્લભ હોવા છતાં તે નિરંતર
રાજ્યલક્ષ્મીથી ઉદાસ રહેતા અને સદા ભોગોની નિંદા કરતા. ભરતનો મહેલ નાના પ્રકારનાં
રત્નોથી નિર્માયિત, મોતીઓની માળાથી શોભિત, જ્યાં વૃક્ષો ફૂલેફાલે છે, સર્વ ઋતુના
વિલાસો થઈ રહ્યા છે, વીણા મૃદંગાદિક વાગી રહ્યા છે, દેવાંગના સમાન અતિ સુંદર
સ્ત્રીઓથી પૂર્ણ છે, ચારેકોર મદોન્મત્ત હાથીઓ ગર્જે છે, શ્રેષ્ઠ તુરંગો હણહણે છે, જે રત્નોના
ઉદ્યોતથી પ્રકાશરૂપ રમણીય ક્રીડાનું સ્થાન છે, દેવોને પણ રુચિ ઉપજે એવું છે, પરંતુ
સંસારથી ભયભીત અતિ ઉદાસ ભરતને તેમાં રુચિ નથી, જેમ પારધીથી ભયભીત મૃગને
કોઈ ઠેકાણે વિશ્રામ મળતો નથી. ભરત આમ વિચાર કરે છે કે મેં આ મનુષ્યદેહ અતિકષ્ટથી
પ્રાપ્ત કર્યો છે તે પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે. આ યૌવન ફીણના પુંજ સમાન અતિ
અસાર દોષોથી ભરેલું છે, આ ભોગ અતિ વિરસ છે, આમાં સુખ નથી. આ જીવન અને
કુટુંબનો સંબંધ સ્વપ્ન સમાન છે, જેમ વૃક્ષ પર પક્ષીઓનો મેળાપ રાત્રે થાય છે અને પ્રભાત
થતાં દશે દિશામાં ઊડી જાય છે. આમ જાણી જે મોક્ષના કારણરૂપ ધર્મ ન કરે તે જરાથી
જર્જરિત થઈ શોકરૂપ અગ્નિમાં જલે છે. નવયૌવન મૂઢોને વહાલું લાગે છે, તેમાં ક્યો વિવેકી
રાગ કરે, કોઈ ન કરે. આ નિંદાના સમૂહનો નિવાસ સંધ્યાના ઉદ્યોત સમાન વિનશ્વર છે,
આ શરીરરૂપી યંત્ર અનેક પ્રકારની વ્યાધિઓના સમૂહનું ઘર છે, પિતાના વીર્ય અને માતાના
રુધિરથી ઉપજ્યું છે, આમાં રતિ કેવી? જેમ ઈંધનથી અગ્નિ તૃપ્ત

Page 507 of 660
PDF/HTML Page 528 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ પ૦૭
થતો નથી. અને સમુદ્ર જળથી તૃપ્ત થતો નથી તેમ ઈન્દ્રિયોના વિષયોથી તૃપ્તિ થતી નથી.
આ વિષયો જીવે અનાદિથી અનંતકાળ સુધી સેવ્યા છે, પરંતુ તૃપ્તિ થઈ નથી. આ જીવ
કામમાં આસક્ત થયેલો ભલું-બૂરું જાણતો નથી, પતંગિયાની જેમ વિષયરૂપ અગ્નિમાં પડે
છે અને ભયંકર દુઃખ પામે છે. આ સ્ત્રીઓના સ્તન માંસનાં પિંડ છે, અત્યંત બીભત્સ છે
તેમાં શી રતિ કરવી? સ્ત્રીઓનું મુખરૂપી બિલ દાંતરૂપી કીડાથી ભરેલું, તાંબૂલના રસથી
લાલ છરીના ઘા જેવું, તેમાં શોભા કઈ છે? સ્ત્રીઓની ચેષ્ટા વાયુના વિકાર સમાન વિરૂપ
ઉન્માદથી ઉપજેલી છે તેમાં પ્રીતિ કેવી? ભોગ રોગ સમાન છે, મહાખેદરૂપ દુઃખના
નિવાસ છે એમાં વિલાસ કેવો? આ ગીત-વાજિંત્રોના નાદ રુદન સમાન છે તેમાં પ્રીતિ
કેવી? રુદનથી પણ મહેલના ઘુમ્મટ ગુંજે છે અને ગીતથી પણ ગુંજે છે. સ્ત્રીઓના શરીર
મળમૂત્રાદિથી ભરેલાં, ચામડીથી વેષ્ટિત એના સેવનમાં શું સુખ ઉપજે? વિષ્ટાના કુંભનો
સંયોગ અતિ બીભત્સ, અતિ લજ્જાકર, મહાદુઃખરૂપ છે તેને નારીના ભોગોમાં મૂઢ જીવ
સુખરૂપ માને છે. દેવોના ભોગ ઈચ્છા ઉત્પન્ન થતાં જ પૂર્ણ થાય છે. તેનાથી પણ જીવ
તૃપ્ત થયો નથી તો મનુષ્યોના ભોગથી કેવી રીતે તૃપ્ત થાય? જેમ દાભની અણી પર જે
ઝાકળનાં ટીપાં બાઝયા હોય તેનાથી શું તરસ છીપે છે? જેમ લાકડાં વેચનારો માથા પર
ભાર લઈને દુઃખી થાય છે તેમ રાજ્યના ભારને વહેનાર દુઃખી થાય છે. અમારા વડીલ
પૂર્વજોમાંનો એક સૌદાસ નામનો રાજા ઉત્તમ ભોજનથી તૃપ્ત ન થયો અને પાપી અભક્ષ્ય
ભોજન કરીને રાજ્યભ્રષ્ટ થયો. જેમ ગંગાના પ્રવાહમાં માંસનો લોભી કાગડો મરેલા
હાથીને ચૂંથતાં તૃપ્ત ન થયો અને સમુદ્રમાં ડૂબી મર્યો તેમ આ વિષયાભિલાષી જીવો
ભવસમુદ્રમાં ડૂબે છે. આ લોક દેડકાની જેમ મોહરૂપ કાદવમાં ડૂબેલા છે, લોભરૂપ સર્પથી
ડસાયેલા નરકમાં પડે છે. આમ ચિંતવન કરતાં શાંત ચિત્તવાળા ભરતને કેટલાક દિવસો
અત્યંત વિરસથી વીત્યા. જેમ મહાબળવાન સિંહ પાંજરામાં પડીને ખેદખિન્ન રહે, તેને
નિરંતર વનમાં જવાની ઈચ્છા રહે તેમ ભરતને મહા વ્રત ધારણ કરવાની ઈચ્છા રહે છે,
ઘરમાં તે સદા ઉદાસ જ રહે છે, મહાવ્રત સર્વ દુઃખનો નાશ કરે છે. એક દિવસ તેણે
શાંતચિત્તે ઘર તજવાની તૈયાર કરી ત્યારે કૈકેયીના કહેવાથી રામ-લક્ષ્મણે તેમને રોકયા
અને અત્યંત સ્નેહથી કહ્યું, હે ભાઈ! પિતા વૈરાગ્ય પામ્યા ત્યારે પૃથ્વીનું રાજ્ય તને
આપ્યું છે, સિંહાસન પર બેસાડયો છે માટે તું અમારા સર્વ રઘુવંશીઓને સ્વામી છે માટે
તું લોકોનું પાલન કર. આ સુદર્શન ચક્ર, આ દેવ અને વિદ્યાધરો તારી આજ્ઞામાં છે, આ
પૃથ્વીને તું નારીની જેમ ભોગવ, હું તારા શિર પર ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર લઈને
ઊભો રહીશ, ભાઈ શત્રુધ્ન ચામર ઢાળશે અને લક્ષ્મણ જેવો સુંદર તારો મંત્રી છે. જો તું
અમારું વચન નહિ માને તો હું ફરીથી પરદેશ ચાલ્યો જઈશ, મૃગોની જેમ વનમાં રહીશ.
હું તો રાક્ષસોના તિલક રાવણને જીતીને તારાં દર્શન માટે આવ્યો છું. હવે તું નિષ્કંટક
રાજ્ય કર. પછી તારી સાથે હું પણ મુનિવ્રત ધારણ કરીશ. આ પ્રમાણે શ્રી રામે ભરતને
કહ્યું. ત્યારે વિષયરૂપ વિષથી અતિવિરક્ત મહાનિસ્પૃહ ભરતે કહ્યું,

Page 508 of 660
PDF/HTML Page 529 of 681
single page version

background image
પ૦૮ ત્યાંસીમું પર્વ પદ્મપુરાણ
હે દેવ! હું તરત જ રાજ્યસંપદા તજવા ઈચ્છું છું જેને તજીને શૂરવીરો મોક્ષ પામ્યા છે. હે
નરેન્દ્ર! અર્થ તથા કામ અતિ ચંચળ છે, દુઃખનાં કારણ, જીવના શત્રુ, મહાપુરુષો દ્વારા
નિંદ્ય છે, મૂઢજનો તેને સેવે છે. હે હળાયુધ! આ ક્ષણભંગુર ભોગોમાં મારી તૃષ્ણા નથી.
જોકે તમારા પ્રસાદથી આપણા ઘરમાં સ્વર્ગલોક સમાન ભોગ છે તો પણ મને રુચિ નથી,
આ સંસારસાગર અતિ ભયાનક છે, જેમાં મૃત્યુરૂપ પાતાળકુંડ અતિવિષમ છે, જન્મરૂપ
કલ્લોલ ઊઠે છે. રાગદ્વેષરૂપ નાના પ્રકારના ભયંકર જળચરો છે, રતિ અરતિરૂપ ક્ષારજળથી
પૂર્ણ છે, જ્યાં શુભ-અશુભ રૂપ ચોર વિચરે છે, હું મુનિવ્રતરૂપ જહાજમાં બેસી સંસારસમુદ્ર
તરવા ઈચ્છું છું. હે રાજેન્દ્ર! મેં જુદી જુદી યોનિઓમાં અનંતકાળ જન્મમરણ કર્યા, નરક
નિગોદમાં અનંત કષ્ટ સહ્યા, ગર્ભવાસાદિમાં ખેદખિન્ન થયો. ભરતનાં આવાં વચન
સાંભળી મોટા મોટા રાજાઓ આંખમાંથી આંસુ પાડવા લાગ્યા, અતિ આશ્ચર્યથી ગદગદ
વાણીમાં કહેવા લાગ્યા, હે મહારાજ! પિતાનું વચન પાળો, થોડો વખત રાજ્ય કરો. તમે
આ રાજ્યલક્ષ્મીને ચંચળ જાણી ઉદાસ થયા છો તો કેટલાક દિવસ પછી મુનિ થાવ. હમણાં
તો તમારા મોટા ભાઈ આવ્યા છે તેમને શાંતિ આપો. ભરતે જવાબ આપ્યો કે મેં તો
પિતાના વચન પ્રમાણે ઘણા દિવસો સુધી રાજસંપદા ભોગવી, પ્રજાનાં દુઃખ દૂર કર્યાં,
પ્રજાનું પુત્ર પેઠે પાલન કર્યું, દાનપૂજાદિ ગૃહસ્થના ધર્મ આચર્યા, સાધુઓની સેવા કરી.
હવે પિતાએ જે કર્યું તે હું કરવા ઈચ્છું છું. હવે તમે આ વસ્તુની અનુમોદના કેમ નથી
કરતા, પ્રશંસાયોગ્ય બાબતમાં વિવાદ કેવો? હે શ્રી રામ! હે લક્ષ્મણ! તમે મહા ભયંકર
યુદ્ધમાં શત્રુઓને જીતી આગળના બળભદ્ર-વાસુદેવની જેમ લક્ષ્મી મેળવી છે તે તમારી
લક્ષ્મી બીજા મનુષ્યોની લક્ષ્મી જેવી નથી તો પણ મને રાજ્યલક્ષ્મી રુચતી નથી, તૃપ્તિ
આપતી નથી, જેમ ગંગા વગેરે નદીઓ સમુદ્રને તૃપ્ત કરતી નથી. તેથી હું તત્ત્વજ્ઞાનના
માર્ગે પ્રવર્તીશ. આમ કહી અત્યંત વિરક્ત થઈ રામ-લક્ષ્મણને પૂછયા વિના જ વૈરાગ્ય
ગ્રહણ માટે ઊભા થયા, જેમ પહેલાં ભરત ચક્રવર્તી ઊભા થયા હતા. મનોહર ચાલના
ચાલનારા એ મુનિરાજની પાસે જવા તૈયાર થયા. લક્ષ્મણે તેમને અત્યંત સ્નેહથી રોક્યા,
ભરતના હાથ પકડયા. તે જ સમયે આંસુ સારતાં માતા કૈકેયી આવ્યાં અને રામની
આજ્ઞાથી બન્ને ભાઈઓની બધી રાણીઓ આવી. લક્ષ્મી સમાન જેમનું રૂપ છે અને
પવનથી હાલતાં કમળ જેવા નેત્ર છે તે આવીને ભરતને રોકવા લાગી. તેમનાં નામ-
સીતા, ઉવર્શી, ભાનુમતી, વિશલ્યા, સુંદરી, ઐન્દ્રી, રત્નવતી, લક્ષ્મી, ગુણમતી બંધુમતી,
સુભદ્રા, કુબેરા, નળકુંવરા, કલ્યાણમાલા, ચંદિણી, મદમાનસોત્સવા, મનોરમા, પ્રિયનંદા,
ચંદ્રકાંતા, કલાવતી, રત્નસ્થળી, સરસ્વતી, શ્રીકાંતા, ગુણસાગરી, પદ્માવતી ઈત્યાદિ બધી
આવી, જેમનાં રૂપગુણનું વર્ણન કરવું અવશ્ય છે, જેમની આકૃતિ મનને હરી લે છે, દિવ્ય
વસ્ત્રાભૂષણ પહેરેલી, ઊંચા કુળમાં જન્મેલી, સત્ય બોલનારી, શીલાવંતી, પુણ્યની ભૂમિકા,
સમસ્ત કાર્યમાં નિપુણ ભરતની ચારે બાજુ ઘેરી વળી, જાણે કે ચારે તરફ કમળોનું વન જ
ખીલી ઊઠયું છે. ભરતનું ચિત્ત રાજ્યસંપદામાં જોડવા ઉદ્યમી એવી તે બધી અતિ આદરથી
ભરતને મનોહર વચનો

Page 509 of 660
PDF/HTML Page 530 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ પ૦૯
કહેવા લાગી કે હે દિયરજી! અમારું કહ્યું માનો, કૃપા કરો, આજે સરોવરમાં જળક્રીડા કરો
અને ચિંતા છોડો. જે વાતથી તમારા ભાઈઓને ખેદ ન થાય તે કરો, તમારી માતાને ખેદ
ન થાય તેમ કરો. અમે તમારી ભાભી છીએ, અમારી વિનંતી અવશ્ય માનો, તમે વિનયી
વિવેકી છો. આમ કહીને ભરતને સરોવર પર લઈ ગઈ. ભરતનું ચિત્ત જળક્રીડાથી
વિરક્ત છે. એ બધી સરોવરમાં પ્રવેશી, ભરત વિનયપૂર્વક સરોવર તીરે ઊભા રહ્યા, જાણે
કે ગિરિરાજ જ છે. તે સ્નિગ્ધ સુગંધી પદાર્થોથી તેમનાં શરીર પર લેપ કરવા લાગી,
તેમની સાથે જાતજાતની જળક્રીડા કરવા લાગી, પણ ઉત્તમ ચેષ્ટાના ધારક આમણે કોઈના
ઉપર જળ નાખ્યું નહિ. પછી નિર્મળ જળથી સ્નાન કરી સરોવરના તીરે જે જિનમંદિર હતું
ત્યાં ભગવાનની પૂજા કરી.
(ત્રૈલોક્યમંડન હાથીનું ઉન્મત્ત થવું અને ભરતને જોઈને જાતિસ્મરણ થવું)
તે જ વખતે કાળી ઘટા સમાન આકૃતિવાળો ત્રૈલોક્યમંડન હાથી ગજબંધન તોડીને
ભયંકર અવાજ કરતો પોતાના આવાસમાંથી નીકળ્‌યો. પોતાના મદના ઝરવાથી ભીંજાયેલો,
મેઘગર્જના સમાન ગર્જના કરતો તેને સાંભળીને અયોધ્યાપુરીના લોકો ભયથી ધ્રુજવા
લાગ્યા અન્ય હાથીઓના મહાવતો પોતપોતાના હાથીને લઈને દૂર ભાગી ગયા.
ત્રૈલોક્યમંડન નગરનો દરવાજો તોડીને જ્યાં ભરત પૂજા કરતા હતા ત્યાં આવ્યો. રામ-
લક્ષ્મણની બધી રાણીઓ ભયથી ધ્રૂજતી ભરતને શરણે આવી. હાથી ભરતની નજીક
આવ્યો ત્યારે બધા હાહાકાર કરવા લાગ્યા. ભરતની માતા ખૂબ વિહ્વળ બની ગઈ,
વિલાપ કરવા લાગી, પુત્રના સ્નેહમાં તત્પર ખૂબ ભયભીત થઈ. તે વખતે ગજબંધનમાં
પ્રવીણ રામ-લક્ષ્મણ ગજને પકડવા તૈયાર થયા. ગજરાજ અતિપ્રબળ હતો, ભયંકર
ગર્જના કરતો હતો. નાગફાંસીથી પણ રોકાય તેમ નહોતો. કમળનયન ભરત નિર્ભયપણે
સ્ત્રીઓને બચાવવા તેમની આગળ ઊભા રહ્યા. તે હાથી ભરતને જોઈને પૂર્વભવનો
વિચાર કરતો શાંતચિત્ત બની ગયો, પોતાની સૂંઢ ઢીલી કરીને વિનયી બનીને ભરતની
પાસે ઊભા રહી ગયો. ભરતે તેને મધુર વાણીથી સંબોધ્યો કે હે ગજરાજ! તું શા માટે
ક્રોધે ભરાયો છે? ભરતનું વચન સાંભળીને તે અત્યંત નિશ્ચળ થયો, તેનું મુખ સૌમ્ય
બન્યું, ઊભો રહી ભરત તરફ જોઈ રહ્યો. ભરત શરણાગત પાલક સ્વર્ગમાં દેવ શોભે તેમ
શોભતા હતા. હાથીને આગળના જન્મોનું જ્ઞાન થયું, તે સર્વ વિકારરહિત થયો, દીર્ઘ
નિશ્વાસ નાખવા લાગ્યો. તે મનમાં વિચારે છે-આ ભરત મારો મિત્ર છે. છઠ્ઠા સ્વર્ગમાં
અમે બન્ને સાથે હતા, એ તો પુણ્યના પ્રસાદથી ત્યાંથી ચ્યવીને ઉત્તમ પુરુષ થયા અને મેં
કર્મના યોગે તિર્યંચની ગતિ મેળવી. કાર્ય-અકાર્યના વિવેકરહિત મહાનિંદ્ય પશુજન્મ છે. હું
કયા કારણે હાથી થયો? ધિક્કાર છે આ જન્મને! હવે નકામો શોક શા માટે કરવો? એવો
ઉપાય કરું કે આત્મકલ્યાણ થાય અને ફરી સંસારભ્રમણ ન કરું. શોક કરવાથી શો લાભ?
હવે બધી રીતે પુરુષાર્થ કરીને ભવદુઃખમાંથી છૂટવાનો ઉપાય કરું. જેને પૂર્વભવ યાદ
આવ્યા છે એવો ગજેન્દ્ર ઉદાસ થઈ, પાપચેષ્ટાથી પરાઙમુખ થઈ પુણ્ય ઉપાર્જનમાં
એકાગ્રચિત્ત થયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્!

Page 510 of 660
PDF/HTML Page 531 of 681
single page version

background image
પ૧૦ ચોર્યાસીમું પર્વ પદ્મપુરાણ
જીવે ભૂતકાળમાં જે અશુભ કર્મ કર્યાં હોય તે સંતાપ ઉપજાવે છે માટે હે પ્રાણીઓ! અશુભ
કર્મ છોડીને દુર્ગતિગમનથી છૂટો. જેમ સૂર્ય પ્રકાશતો હોય ત્યારે આંખોવાળા માર્ગમાં રોકાતા
નથી તેમ જિનધર્મ પ્રગટતાં વિવેકી જીવો કુમાર્ગમાં પડતા નથી. પ્રથમ અધર્મ છોડીને ધર્મને
આદરે છે પછી શુભાશુભથી નિવૃત્ત થઈ આત્મધર્મ વડે નિર્વાણ પામે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની, સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ત્રૈલોક્યમંડનને જાતિસ્મરણ થઈ
ઉપશાંત થયાનું વર્ણન કરનાર ત્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોર્યાસીમું પર્વ
(ત્રૈલોક્યમંડન હાથીનું આહાર–વિહાર છોડી, નિશ્ચળ બની મૌન ગ્રહણ કરવું)
પછી તે ગજરાજને ધર્મધ્યાનનું ચિંતન કરતો રામ-લક્ષ્મણે જોયો અને ધીમેધીમે
તેની સમીપમાં આવ્યા, મિષ્ટ વચનો બોલીને તેને પકડયો. તેમણે પાસેના લોકોને આજ્ઞા
કરીને હાથીને સર્વ આભૂષણો પહેરાવ્યાં. હાથી શાંતચિત્ત બન્યો હતો તેથી નગરના
લોકોની આકુળતા મટી ગઈ. હાથી એટલો પ્રબળ હતો કે વિદ્યાધરોના અધિપતિથી પણ
તેની પ્રચંડ ગતિ રોકાય નહિ. આખા નગરના લોકો હાથીની વાત કરે છે કે આ
ત્રૈલોક્યમંડન હાથી રાવણનો પાટહસ્તી છે. એના જેવો બીજો કોઈ નથી. રામ-લક્ષ્મણે
તેને પકડયો. પહેલાં તે ગુસ્સે થયો હતો હવે શાંત થઈ ગયો છે. લોકોના પુણ્યનો ઉદય છે
અને ઘણા જીવોનું દીર્ઘ આયુષ્ય છે. ભરત અને સીતા વિશલ્યા હાથી પર બેસીને મહાન
વૈભવપૂર્વક નગરમાં આવ્યાં. અદ્ભુત વસ્ત્રાભુષણથી શોભતી બધી રાણીઓ જાતજાતનાં
વાહનોમાં બેસી ભરતને લઈને નગરમાં આવી. ભાઈ શત્રુઘ્ન અશ્વ ઉપર બેસી ભરતના
હાથીની આગળ ચાલ્યો. જાતજાતના વાજિંત્રોના શબ્દ થવા લાગ્યા, બધા નંદનવન સમાન
વનમાંથી નગરમાં આવ્યા. ભરત હાથી ઉપરથી ઉતરી ભોજનશાળામાં ગયા. સાધુઓને
ભોજન કરાવ્યું, પછી લોકો પોતપોતાના સ્થાનકે ગયા. બધા લોકો આશ્ચર્ય પામ્યા. હાથી
કોપ્યો પછી ભરત પાસે ઊભો રહી ગયો તેથી બધાને આશ્ચર્ય થયું. ગૌતમ ગણધર રાજા
શ્રેણિકને કહે છે કે હે રાજન્! હાથીના બધા મહાવતોએ રામ-લક્ષ્મણ પાસે આવી પ્રણામ
કરીને કહ્યું કે હે દેવ! આજે ચાર દિવસ થયા ગજરાજ કાંઈ ખાતો નથી, પીતો નથી,
ઊંઘતો નથી, સર્વ ચેષ્ટા છોડીને નિશ્ચળ ઊભો છે. જે દિવસે ક્રોધ કર્યો હતો એ પછી શાંત
થયો તે જ દિવસથી ધ્યાનારૂઢ થઈ નિશ્ચળ ઊભો છે. અમે જાતજાતની સ્તુતિ કરીએ
છીએ, અનેક પ્રિય વચનો કહીએ છીએ, તો પણ આહારપાણી લેતો નથી, અમારાં વચનો
કાને ધરતો નથી, પોતાના સૂંઢ દાંત વચ્ચે લઈને આંખો બંધ કરીને ઊભો છે, જાણે કે
ચિત્રનો ગજ છે. જે તેને જુએ છે તેને એવો ભ્રમ થાય છે કે આ કૃત્રિમ ગજ છે કે સાચો
ગજ છે. અમે પ્રિય વચનથી

Page 511 of 660
PDF/HTML Page 532 of 681
single page version

background image
પદ્મપુરાણ પંચાસીમું પર્વ પ૧૧
બોલાવીને આહાર આપવા પ્રયત્ન કરીએ છીએ તે લેતો નથી, જાતજાતના ગજને પ્રિય
સુંદર આહાર રુચતા નથી, ચિંતન કરતો હોય તેમ ઊભો છે, નિસાસા મૂકે છે. બધાં
શાસ્ત્રોના જાણકાર, મહાપંડિત પ્રસિદ્ધ ગજવૈદ્યોને પણ હાથીનો રોગ જાણવામાં આવતો
નથી. ગંધર્વો જુદીજુદી જાતનાં ગીત ગાય છે તે સાંભળતો નથી, નૃત્યકારિણીઓ નૃત્ય કરે
છે તે જોતો, નથી. પહેલાં તે નૃત્ય જોતો, ગીત સાંભળતો, અનેક ચેષ્ટા કરતો હતો તે બધું
તેણે છોડી દીધું છે. જાતજાતનાં કુતૂહલ થાય છે પણ તે નજર કરતો નથી. મંત્રવિદ્યા,
ઔષધાદિક અનેક ઉપાય કર્યા તે ઉપયોગમાં આવ્યા નથી, આહાર, વિહાર, નિદ્રા,
જળપાનાદિ બધું છોડી દીધું છે. અમે ઘણી વિનંતી કરીએ છીએ તે માનતો નથી, જેમ
રિસાયેલા મિત્રને અનેક પ્રકારે મનાવીએ અને તે ન માને તેમ કરે છે. કોણ જાણે આ
હાથીના ચિત્તમાં શું છે? કોઈ વસ્તુથી કોઈ રીતે પ્રસન્ન થતો નથી, કોઈ વસ્તુ પ્રત્યે
લલચાતો નથી, ખિજાવવા છતાં ક્રોધ કરતો નથી, ચિત્ર જેવો ઊચો છે. આ ત્રૈલોક્યમંડન
હાથી આખી સેનાનો શણગાર છે. હવે આપને જે ઉપાય કરવા હોય તે કરો, અમે આપને
હાથીની બધી હકીકત જણાવી. આથી રામ-લક્ષ્મણ ગજરાજની ચેષ્ટા જાણીને ચિંતાતુર
થયા. તે મનમાં વિચારે છે કે આ હાથી બંધન તોડીને નીકળ્‌યો, પછી કયા કારણે ક્ષમા
ધારણ કરી અને આહારપાણી કેમ નથી લેતો? બન્ને ભાઈ હાથીનો શોક કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હાથીની નિશ્ચળ દશાનું વર્ણન
કરનાર ચોર્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
પંચાસીમું પર્વ
(દેશભૂષણ કેવળી દ્વારા ભરત અને ત્રૈલોક્યમંડન હાથીના પૂર્વભવનું વર્ણન)
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે નરાધિપ! તે જ સમયે દેશભૂષણ
કુલભૂષણ કેવળી અનેક મુનિઓ સહિત લોકપ્રસિદ્ધ અયોધ્યાના નંદનવન સમાન
મહેન્દ્રોદય નામના વનમાં ચતુર્વિધ સંઘસહિત આવીને બિરાજ્યા. રામ-લક્ષ્મણે
વંશસ્થળગિરિ ઉપર આ બન્ને મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો હતો અને તેમની સેવા કરી
હતી તેથી ગરુડેન્દ્રે પ્રસન્ન થઈ તે બન્નેને અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં હતાં જેનાથી તેમને
યુદ્ધમાં વિજય મળ્‌યો હતો. પછી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમનાં દર્શન કરવા
સવારમાંજ હાથી પર બેસી આવવા તૈયાર થયા. જેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું છે તે
ત્રૈલોક્યમંડન હાથી આગળ આગળ ચાલ્યો જાય છે. જ્યાં તે બન્ને કેવળી બિરાજ્યા છે
ત્યાં દેવો સમાન નરોત્તમ આવ્યા અને કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા એ ચારેય માતા
સાધુભક્તિમાં તત્પર, જિનશાસનની સેવક સ્વર્ગનિવાસી દેવીઓ સમાન સેંકડો રાણીઓ
સાથે ચાલી. સુગ્રીવાદિ સમસ્ત વિદ્યાધરો વૈભવ સાથે ચાલ્યા. કેવળીનું સ્થાન દૂરથી જ જોતાં

Page 512 of 660
PDF/HTML Page 533 of 681
single page version

background image
પ૧૨ પંચાસીમું પર્વ પદ્મપુરાણ
રામાદિ હાથી પરથી નીચે ઊતરી આગળ ચાલ્યા. બન્ને હાથ જોડી પ્રણામ કરીને પૂજા
કરી. પોતે યોગ્ય સ્થાન પર વિનયપૂર્વક બેઠા અને કેવળીનાં વચનો સાવધાન ચિત્તથી
સાંભળવા લાગ્યા. તે વચનો વૈરાગ્યનું કારણ અને રાગાદિના નાશક છે, કેમ કે રાગાદિક
સંસારનું કારણ છે અને સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર મોક્ષનું કારણ છે. કેવળીના દિવ્યધ્વનિમાં
આ પ્રમાણે વ્યાખ્યાન થયું-અણુવ્રતરૂપ શ્રાવકનો ધર્મ અને મહાવ્રતરૂપ યતિનો ધર્મએ
બન્નેય કલ્યાણનું કારણ છે. યતિનો ધર્મ સાક્ષાત નિર્વાણનું કારણ છે અને શ્રાવકનો ધર્મ
પરંપરાએ મોક્ષનું કારણ છે. ગૃહસ્થનો ધર્મ અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહવાળો કાંઈક
સુગમ છે અને યતિનો ધર્મ નિરારંભ, નિષ્પરિગ્રહરૂપ અતિકઠિન શૂરવીરો વડે જ સધાય
છે. આ લોક અનાદિનિધન છે, તેના આદિઅંત નથી, તેમાં આ પ્રાણી લોભથી મોહાઈને
જુદા જુદા પ્રકારની કુયોનિમાં દુઃખ પામે છે, સંસારનો તારનાર ધર્મ જ છે. આ ધર્મ
જીવોનો પરમ મિત્ર અને સાચો હિતુ છે. ધર્મનું મૂળ જીવદયા છે તેનો મહિમા કહી શકાય
તેમ નથી. તેના પ્રસાદથી પ્રાણી મનવાંછિત સુખ પામે છે, ધર્મ જ પૂજ્ય છે. જે ધર્મનું
સાધન કરે છે તે જ પંડિત છે. આ દયામૂળ ધર્મ જે મહાન કલ્યાણનું કારણ છે તે
જિનશાસન સિવાય અન્યત્ર નથી. જે પ્રાણી જિનપ્રણિત ધર્મમાં સ્થિર થયા તે ત્રણ
લોકના અગ્રે પરમધામને પામ્યા. આ જિનધર્મ પરમ દુર્લભ છે. આ ધર્મનું મુખ્ય ફળ તો
મોક્ષ જ છે અને ગૌણ ફળ સ્વર્ગમાં ઇન્દ્રપદ, પાતાળમાં નાગેન્દ્રપદ અને પૃથ્વી પર
ચક્રવર્ત્યાદિ નરેન્દ્રપદ છે. આ પ્રમાણે કેવળીએ ધર્મનું નિરૂપણ કર્યું. પછી લક્ષ્મણે પ્રસંગ
પામીને પૂછયું કે હે પ્રભો! ત્રૈલોક્યમંડન હાથી ગજબંધન ઉખાડીને ક્રોધે ભરાયો પછી
તત્કાળ શાંત બની ગયો તેનું કારણ શું? ત્યારે કેવળી દેશભૂષણે ઉત્તર આપ્યો કે પ્રથમ
તો આ લોકોની ભીડ જોઈને મદોન્મત્તતાથી તે ગુસ્સે થયો હતો. પછી તેણે ભરતને જોઈ,
પોતાના પૂર્વભવનું સ્મરણ કર્યું અને તે શાંત થયો. ચોથા કાળની શરૂઆતમાં આ
અયોધ્યામાં નાભિરાજાની રાણી મરુદેવીના ગર્ભમાં શ્રી ઋષભદેવ આવ્યા. તેમણે
પૂર્વભવમાં સોળ કારણ ભાવના ભાવીને ત્રણ લોકને આનંદનું કારણ એવું તીર્થંકર પદ
ઉપાજર્યું હતું. તે પૃથ્વી પર આવ્યા, ઇન્દ્રાદિક દેવોએ તેમના ગર્ભ અને જન્મકલ્યાણક
ઉજવ્યા. તે પુરુષોત્તમ ત્રણ લોકથી વંદવાયોગ્ય પૃથ્વીરૂપ પત્નીના પતિ થયા. વિંધ્યાચળ
ગિરિ જેના સ્તન છે અને સમુદ્ર જેની કટિમેખલા છે તે પૃથ્વીનું ઘણાં વર્ષો સુધી તેમણે
રાજ્ય કર્યું. જેમનું ઐશ્વર્ય જોઈને ઇન્દ્રાદિ દેવ આશ્ચર્ય પામ્યા. તેમનાં ગુણોને કેવળી
સિવાય કોઈ જાણવા સમર્થ નથી.
એક વખત નીલાંજના નામની અપ્સરા નાચ કરતાં કરતાં મૃત્યુ પામી. તે જોઈને
ઋષભદેવ પ્રતિબુદ્ધ થયા લોકાંતિક દેવોએ તેમની સ્તુતિ કરી. તે જગત્ગુરુ પોતાના પુત્ર
ભરતને રાજ્ય આપી મુનિ થયા. ઇન્દ્રાદિક દેવોએ તપકલ્યાણકનો ઉત્સવ કર્યો. તેમણે
તિલક નામના ઉદ્યાનમાં મહાવ્રત લીધાં. ત્યારથી એ સ્થાન પ્રયાગ કહેવાયું. ભગવાને એક
હજાર વર્ષ સુધી તપ કર્યું. સુમેરું સમાન અચળ, સર્વ પરિગ્રહના ત્યાગી તપ કરવા લાગ્યા.
તેમની સાથે ચાર

Page 513 of 660
PDF/HTML Page 534 of 681
single page version

background image
પદ્મપુરાણ પંચાસીમું પર્વ પ૧૩
હજાર રાજા નીકળ્‌યા હતા, તે પરિષહ સહન કરી શક્યા નહિ અને વ્રતભ્રષ્ટ થઈ
સ્વેચ્છાચારી બની વનફળાદિ ખાવા લાગ્યા. તેમનામાંનો એક મારીચ દંડીનો વેષ લઈ
ફરવા લાગ્યો. તેના સંગથી રાજા સુપ્રભા અને રાણી પ્રહલાદના બે પુત્રો સૂર્યોદય અને
ચંદ્રોદય પણ ભ્રષ્ટ થઈને મારીચના માર્ગના અનુયાયી થયા. તે બન્ને કુધર્મના આચરણથી
ચતુર્ગતિ સંસારમાં ભમ્યા, અનેક વાર જન્મમરણ કર્યા. પછી ચંદ્રોદયનો જીવ કર્મના
ઉદયથી નાગપુર નામના નગરમાં રાજા હરિપતિની રાણી મનોલતાના ગર્ભમાં ઉપજ્યો.
તેનું નામ કુલંકર પાડવામાં આવ્યું. તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. સૂર્યોદયનો જીવ અનેક
ભવભ્રમણ કરીને તે જ નગરમાં વિશ્વ નામના બ્રાહ્મણની અગ્નિકુંડ નામની સ્ત્રીની કુખે
જન્મ્યો. તેનું નામ શ્રુતિરત પડયું. તે પુરોહિત પૂર્વજન્મના સ્નેહથી રાજા કુલંકરનો અત્યંત
પ્રિયપાત્ર થયો. એક દિવસ રાજા કુલંકર તાપસોની પાસે જઈ રહ્યો હતો ત્યાં માર્ગમાં
અભિનંદન નામના મુનિનાં દર્શન થયાં. તે મુનિ અવધિજ્ઞાની હતા. તેમણે રાજાને કહ્યું કે
તારા દાદા મરીને સર્પ થયા છે તે અત્યારે તાપસોના સળગાવેલા કાષ્ઠની મધ્યમાં રહેલ
છે. તે તાપસ લાકડાં ચીરશે તો તું તેની રક્ષા કરજે. આથી તે ત્યાં ગયો. જેમ મુનિએ
કહ્યું હતું તેવું જ તેની દ્રષ્ટિએ પડયું. તેણે સાપને બચાવ્યો અને તાપસોનો માર્ગ હિંસારૂપ
જાણ્યો. તેમનાથી તે ઉદાસ થયો અને મુનિવ્રત લેવા તૈયાર થયો. તે વખતે પાપકર્મી
શ્રુતિરત પુરોહિતે કહ્યું કે હે રાજન્! તમારા કુળમાં વેદોક્ત ધર્મ ચાલ્યો આવે છે અને
તાપસ જ તમારા ગુરુ છે અને તું રાજા હરિપતિનો પુત્ર છે તેથી તું વેદમાર્ગનું જ
આચરણ કર, જિનમાર્ગનું આચરણ ન કર. પુત્રને રાજ્ય આપી વેદોક્ત વિધિથી તું
તાપસનું વ્રત લે, હું પણ તારી સાથે તપ કરીશઃ આ પ્રમાણે પાપી મૂઢમતિ પુરોહિતે
કુલંકરનું મન જિનશાસન તરફથી ફેરવી નાખ્યું. કુલંકરની સ્ત્રી શ્રીદામા તો પાપિણી
પરપુરુષાસક્ત હતી તેણે વિચાર્યું કે મારી કુક્રિયા રાજાના જાણવામાં આવી ગઈ છે તેથી તે
તપ ધારે છે પણ કોણ જાણે તે તપ ધારે કે ન પણ ધારે, કદાચ મને મારી નાખે માટે હું
જ એને મારી નાખું. પછી તેણે ઝેર આપીને રાજા અને પુરોહિત બન્ને મારી નાખ્યા. તે
મરીને નિકુંજિયા નામના વનમાં પશુઘાતક પાપથી બન્ને સુવ્વર થયા, પછી દેડકાં, ઉંદર,
મોર, સર્પ, કૂતરા, થયાં, કર્મરૂપ પવનથી પ્રેરાઈને તિર્યંચ યોનિમાં ભમ્યા. પછી પુરોહિત
શ્રુતિરતનો જીવ હાથી થયો અને રાજા કુલંકરનો જીવ દેડકો થયો તે હાથીના પગ નીચે
કચડાઈને મર્યો, ફરીથી દેડકો થયો તો સૂકા સરોવરમાં કાગડાએ તેને ખાધો, તે કૂકડો
થયો. હાથી મરીને બિલાડો થયો, તેણે કૂકડાને ખાધો. કુલંકરનો જીવ ત્રણ વાર કૂકડો થયો
અને પુરોહિતના જીવે તેને બિલાડો થઈ ખાધો. પછી એ બન્ને ઉંદર, બિલાડા, શિશુમાર
જાતિના મચ્છ થયા તેને ધીવરે જાળમાં પકડી કુહાડાથી કાપ્યા અને મર્યા. બન્ને મરીને
રાજગૃહી નગરમાં બહ્વાશ નામના બ્રાહ્મણની ઉલ્કા નામની સ્ત્રીના પેટે પુત્ર થયા.
પુરોહિતના જીવનું નામ વિનોદ, રાજા કુલંકરના જીવનું નામ રમણ. તે બન્ને ખૂબ ગરીબ
અને વિદ્યા વિનાના હતા. રમણે વિચાર્યું કે દેશાંતર જઈને વિદ્યા શીખું. તેથી તે ઘેરથી
નીકળ્‌યો, પૃથ્વી પર ફરી

Page 514 of 660
PDF/HTML Page 535 of 681
single page version

background image
પ૧૪ પંચાસીમું પર્વ પદ્મપુરાણ
ચારે વેદ અને વેદોના અંગ ભણ્યો. પછી તે રાજગૃહી નગરીમાં આવ્યો, તેને ભાઈનાં
દર્શનની અભિલાષા હતી. નગરની બહાર સૂર્યાસ્ત થઈ ગયો, આકાશમાં મેઘપટલના
કારણે ગાઢ અંધકાર થઈ ગયો તેથી તે જીર્ણ ઉદ્યાનની વચ્ચે એક યક્ષનું મંદિર હતું તેમાં
બેઠો. તેના ભાઈ વિનોદની સમિધા નામની સ્ત્રી અતિ કુશીલ હતી તે અશોકદત્ત નામના
પુરુષમાં આસક્ત હતી. તેણીએ તેને યક્ષના મંદિરમાં આવવાનો સંકેત કર્યો હતો તેથી
અશોકદત્ત ત્યાં જવા નીકળ્‌યો તેને માર્ગમાં કોટવાળના સેવકે પકડયો. વિનોદને ખબર
પડતાં તે હાથમાં ખડ્ગ લઈ અશોકદત્તને મારવા યક્ષના મંદિરમાં આવ્યો અને ત્યાં બેઠેલા
રમણને પોતાની પત્નીનો જાર સમજીને ખડ્ગથી મારી નાખ્યો, અંધારામાં કાંઈ દેખાયું
નહિ તેથી રમણ માર્યો, વિનોદ ઘેર ગયો. પછી વિનોદ પણ મર્યો અને બન્નેએ અનેક
ભવ કર્યા.
પછી વિનોદનો જીવ સાલવનમાં જંગલી પાડો થયો અને રમણનો જીવ આંધળો
રીંછ થયો. તે બન્ને દાવાનળમાં બળી મર્યાં. મરીને વનમાં ભીલ થયા, પછી મરીને હરણ
થયા તેમને ભીલે જીવતા પકડયા. બન્ને અતિ સુંદર હતા. તે વખતે ત્રીજા નારાયણ
સ્વયંભૂતિ શ્રી વિમળનાથજીના દર્શન કરીને પાછા ફરતા હતા તેમણે બન્ને હરણ લીધા
અને જિનમંદિર પાસે રાખ્યા. તેમને રાજ્યના રસોડામાંથી મનવાંછિત આહાર મળતો. તે
મુનિઓના દર્શન કરતાં અને જિનવાણીનું શ્રવણ કરતા. કેટલાક દિવસ પછી રમણનો જીવ
જે મૃગ હતો તે સમાધિમરણ કરીને સ્વર્ગે ગયો અને વિનોદનો જીવ જે મૃગ હતો તે
આર્તધ્યાનથી તિર્યંચ ગતિમાં ભટક્યો. પછી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કંપિલ્યાનગરમાં એક
ધનદત્ત નામનો વણિક કોટિ દીનારનો સ્વામી હતો. ચાર ટાંક સુવર્ણની એક દીનાર થાય.
રમણનો જીવ જે મૃગપર્યાયમાંથી દેવ થયો હતો તે ધનદત્તની પત્ની વારુણીની કૂખે
જન્મ્યો. તેનું નામ ભૂષણ પાડયું હતું. કોઈ નિમિત્તજ્ઞાનીએ તેના પિતાને કહેલું કે આ
જિનદીક્ષા લેશે. એ સાંભળી પિતાને ચિંતા થઈ. પિતાનો પુત્ર પ્રત્યે ઘણો સ્નેહ હતો તેથી
તેને ઘરમાં જ રાખતા, બહાર નીકળવા દેતા નહિ. તેના ઘરમાં બધી સામગ્રી મોજૂદ હતી.
આ ભૂષણ, સુંદર સ્ત્રીઓનું સેવન કરતો, વસ્ત્ર, આહાર, સુગંધાદિ વિલેપન કરી ઘરમાં
સુખપૂર્વક રહેતો. એને સૂર્ય ક્યારે ઉગે છે ને આથમે છે તેની પણ ખબર પડતી નહિ.
તેના પિતાએ સેંકડો મનોરથો બાદ આ પુત્ર મેળવ્યો હતો. વળી એક જ પુત્ર હતો અને
પૂર્વજન્મના સ્નેહથી પિતાને પ્રાણથી પણ પ્યારો હતો. પિતા વિનોદનો જીવ હતો અને પુત્ર
રમણનો જીવ હતો. પહેલાં બન્ને ભાઈ હતા અને આ જન્મમાં પિતાપુત્ર થયા. સંસારની
ગતિ વિચિત્ર છે-આ પ્રાણી નટની પેઠે નાચે છે. સંસારનું ચરિત્ર સ્વપ્નના રાજ્યસમાન
અસાર છે. એક સમયે આ ધનદત્તનો પુત્ર ભૂષણ પ્રભાતના વખતે દુંદુભિ શબ્દ અને
આકાશમાં દેવોનું આગમન જોઈને પ્રતિબદ્ધ થયો. એ સ્વભાવથી જ કોમળ ચિત્તવાળો
અને ધર્મના આચારમાં તત્પર હતો. તે અત્યંત હર્ષથી બન્ને હાથ જોડી નમસ્કાર કરતો
શ્રીધર કેવળીની વંદના કરવા ઉતાવળથી જતો હતો ત્યાં પગથિયાં પરથી ઉતરતાં સર્પ
કરડયો. દેહ તજીને તે મહેન્દ્ર નામના

Page 515 of 660
PDF/HTML Page 536 of 681
single page version

background image
પદ્મપુરાણ પંચાસીમું પર્વ પ૧પ
ચોથા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને પુષ્કરદ્વીપમાં ચંદ્રાદિત્ય નગરના રાજા પ્રકાશયશ
અને રાણી માધવીને જગદ્યુત નામનો પુત્ર થયો. યૌવનના આરંભે રાજ્યલક્ષ્મી મેળવી,
પરંતુ સંસારથી અતિ ઉદાસ હતો, રાજ્યમાં તેનું ચિત્ત નહોતું, પણ તેના વૃદ્ધ મંત્રીઓએ
કહ્યું કે આ રાજ્ય તારા કુળક્રમ પ્રમાણે ચાલ્યું આવે છે તેનું તું પાલન કર. તારા રાજ્યમાં
પ્રજા સુખી થશે. મંત્રીઓના આગ્રહથી એ રાજ્ય કરતો, રાજ્યમાં રહીને એ સાધુઓની
સેવા કરતો. તે મુનિઓને આહારદાનના પ્રભાવથી મરીને તે દેવકુરુ ભોગભૂમિમાં ગયો.
ત્યાંથી ઈશાન નામના બીજા સ્વર્ગમાં તે દેવ થયો. ચાર સાગર અને બે પલ્ય દેવલોકના
સુખ ભોગવી દેવાંગનાઓ સાથે નાના પ્રકારના ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને
જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં અચળનામના ચક્રવર્તીની રત્ના નામની રાણીનો અભિરામ
નામનો પુત્ર થયો. તે ગુણોનો ભંડાર અતિ સુંદર હતો, જેને જોતાં સર્વ લોકોને આનંદ
થતો. તે બાલ્યાવસ્થાથી જ વિરક્ત હતો, જિનદીક્ષા લેવા ઈચ્છતો, પણ પિતા એને ઘરમાં
રાખવા ઈચ્છતા. તેને ત્રણ હજાર રાણીઓ પરણાવી. તે બધી જાતજાતનાં ચરિત્ર કરતી,
પરંતુ આ વિષયસુખને વિષસમાન ગણતો, તેને કેવળ મુનિ થવાની ઈચ્છા હતી, તેનું
ચિત્ત અતિ શાંત હતું. પરંતુ પિતા તેને ઘરમાંથી નીકળવા દેતા નહિ. આ ભાગ્યવાન,
શીલવાન, ગુણવાનને સ્ત્રીઓનો અનુરાગ નહોતો. સ્ત્રીઓ તેને જાતજાતના વચનોથી
અનુરાગ ઉપજાવે, અતિ યત્નથી સેવા કરે, પરંતુ તેને સંસારની માયા ગર્તરૂપ લાગતી.
જેમ ગર્તમાં પડેલા હાથીને તેના પકડનારા માણસો અનેક પ્રકારે લલચાવે તો પણ હાથીને
ગર્ત રુચે નહિ તેમ આને જગતની માયા રૂચતી નહિ. એ શાંત મન રાખી પિતાના
રોકવાથી અતિ ઉદાસપણે ઘરમાં રહેતો. સ્ત્રીઓની મધ્યમાં રહેલો તીવ્ર અસિધારા વ્રત
પાળતો. સ્ત્રીઓની વચ્ચે રહેવું અને શીલ પાળવું, તેમનો સંસર્ગ ન કરવો, તેને અસિધારા
વ્રત કહે છે. મોતીના હાર, બાજુબંધ, મુકુટાદિ અનેક આભૂષણો પહેરતો તો પણ
આભૂષણો પ્રત્યે અનુરાગ નહોતો. એ ભાગ્યવાન સિંહાસન પર બેસી નિરંતર સ્ત્રીઓને
જિનધર્મની પ્રશંસાનો ઉપદેશ આપતો કે ત્રણ લોકમાં જિનધર્મ સમાન બીજો ધર્મ નથી.
આ જીવ અનાદિકાળથી સંસારવનમાં ભટકે છે તેમાં કોઈ પુણ્યકર્મના યોગથી જીવોને
મનુષ્યદેહની પ્રાપ્તિ થાય છે. આ વાત જાણતો ક્યો મનુષ્ય સંસારકૂપમાં પડે અથવા ક્યો
વિવેકી વિષપાન કરે અથવા ક્યો બુદ્ધિમાન પર્વતના શિખર પર ઊંઘે, અથવા મણિની
વાંછાથી ક્યો પંડિત નાગનું મસ્તક હાથથી સ્પર્શે? વિનાશી એવા આ કામભોગમાં
જ્ઞાનીને અનુરાગ કેમ ઉપજે? એક જિનધર્મનો અનુરાગ જ અત્યંત પ્રશંસવા યોગ્ય
મોક્ષસુખનું કારણ છે. આ જીવોનું જીવન અતિચંચળ છે તેમાં સ્થિરતા કેવી? નિસ્પૃહ
અને ચિત્તને વશ કરનારને રાજ્યકાળ અને ઈન્દ્રિયના ભોગોનું શું કામ છે? આવી
પરમાર્થના ઉપદેશરૂપ તેની વાણી સાંભળી સ્ત્રીઓનાં ચિત્ત પણ શાંત થયાં, તેમણે
જાતજાતના નિયમો લીધા. આ શીલવાને તેમને પણ શીલમાં દ્રઢ ચિત્તવાળી બનાવી. આ
રાજકુમાર પોતાના શરીર પ્રત્યે પણ રાગરહિત હોવાથી એકાંતર ઉપવાસ અથવા બેલાતેલા
આદિ અનેક ઉપવાસ કરી કર્મકલંક ખપાવતો, નાના

Page 516 of 660
PDF/HTML Page 537 of 681
single page version

background image
પ૧૬ પંચાસીમું પર્વ પદ્મપુરાણ
પ્રકારના તપથી શરીરનું શોષણ કરતો, જેમ ગ્રીષ્મનો સૂર્ય જળનું શોષણ કરે છે. જેનું મન
સમાધાનરૂપ છે, મન તથા ઈન્દ્રિયોને જીતવામાં તે સમર્થ છે એવા આ સમ્યગ્દ્રષ્ટિએ
નિશ્ચળ ચિત્તથી ચોસઠ હજાર વર્ષ સુધી દુર્ધર તપ કર્યું. પછી સમાધિમરણ કરી પાંચ
ણમોક્કારનું સ્મરણ કરતાં દેહ ત્યાગીને છઠ્ઠા બ્રહ્મોત્તર સ્વર્ગમાં મહાઋદ્ધિધારક દેવ થયા.
જે ભૂષણના ભવમાં તેના પિતા ધનદત્ત શેઠ હતા તે વિનોદ બ્રાહ્મણનો જીવ મોહના
યોગથી અનેક કુયોનિમાં ભ્રમણ કરીને જંબૂદ્વિપમાં ભરતક્ષેત્રમાં પોદનપુર નગરમાં બ્રાહ્મણ
અગ્નિમુખની સ્ત્રી શકુનાના પેટે મૃદુમતિ નામનો પુત્ર થયો. તેનું નામ તો મૃદુમતિ હતું,
પણ તે કઠોર ચિત્તવાળો, અતિદુષ્ટ, જુગારી, અવિનયી, અનેક અપરાધોથી ભરેલો
દુરાચારી હતો. લોકોના ઉપકારથી માતાપિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો તે પૃથ્વી પર
ફરતો ફરતો પોદનપુર ગયો. તરસ્યો થયેલો તે પાણી પીવા કોઈના ઘરમાં પેઠો તેને એક
બ્રાહ્મણી આંસુ સારતી શીતળ જળ પીવરાવવા લાગી. આ શીતળ મધુર જળથી તૃપ્ત
થઈને તેણે બ્રાહ્મણીને રુદન કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે તારા જેવી આકૃતિવાળો
મારે એક પુત્ર હતો. મે તેને કઠોરચિત્ત થઈને ક્રોધથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તેં ફરતા
ફરતા તેને જોયો હોય તો કહે. ત્યારે તે રોતો રોતો બોલ્યો કે હે માતા! તું રડ નહિ, તે હું
જ છું. તેને જોયા ઘણા દિવસ થઈ ગયા તેથી મને ઓળખતી નથી. તું વિશ્વાસ રાખ, હું
તારો પુત્ર છું. તે તેને પુત્ર જાણી રાખવા તૈયાર થઈ, મોહના યોગથી તેના સ્તનોમાં દૂધ
ઉભરાયું. આ મૃદુમતિ, તેજસ્વી, રૂપાળો સ્ત્રીઓના મનને હરનાર, ધૂર્તોનો શિરોમણિ હતો,
જુગારમાં સદા જીતતો, અનેક કળા જાણતો, કામભોગમાં આસક્ત હતો. વસંતમાલા
નામની એક વેશ્યાનો તે અત્યંત પ્રિય હતો. તેનાં માતાપિતાએ તેને કાઢી મૂકયા પછી
તેમને ખૂબ લક્ષ્મી મળી હતી. પિતા કુંડળાદિક અનેક આભૂષણો પહેરતાં અને માતા
કાંચીદામાદિક અનેક આભરણોથી શોભિત સુખપૂર્વક રહેતી. એક દિવસ આ મૃદુમતિ
શશાંકનગરમાં રાજમહેલમાં ચોરી કરવા ગયો. ત્યાંનો રાજા નંદીવર્ધન શશાંકમુખ સ્વામીના
મુખે ધર્મોપદેશ સાંભળીને વિરક્તચિત્ત થયો હતો તે પોતાની રાણીને કહેતો કે હે દેવી! મેં
મુનિના મુખે મોક્ષસુખ આપનાર પરમ ધર્મનું શ્રવણ કર્યું છે કે આ ઇન્દ્રિયના વિષયો
વિષસમાન દારુણ છે, એનું ફળ નરક નિગોદ છે, હું જૈનેશ્વરી દીક્ષા ધારણ કરીશ, તું શોક
ન કર. આ પ્રમાણે પોતાની સ્ત્રીને તે સમજાવતો હતો ત્યારે આ વચન સાંભળી મૃદુમતિ
ચોરે પોતાના મનમાં વિચાર્યું કે જુઓ આ રાજા રાજઋદ્ધિ છોડીને મુનિવ્રત લે છે અને હું
પાપી ચોરી કરીને બીજાનું ધન હરું છું. ધિક્કાર છે મને! આમ વિચારીને ચિત્ત નિર્મળ
થતાં સાંસારિક વિષયભોગોથી ઉદાસ થયો અને ચંદ્રમુખ સ્વામી પાસે સર્વ પરિગ્રહનો
ત્યાગ કરી જિનદીક્ષા લીધી. શાસ્ત્રોક્ત તપ કરતો અને અત્યંત પ્રાસુક આહાર લેતો.
હવે દુર્ગ નામના એક ગિરિશિખર પર એક ગુણનિધિ નામના મુનિ ચાર
મહિનાના ઉપવાસ કરીને રહ્યા હતા, તે સુરઅસુર મનુષ્યોથી સ્તુતિ કરવા યોગ્ય
ચારણઋદ્ધિધારક મુનિ

Page 517 of 660
PDF/HTML Page 538 of 681
single page version

background image
પદ્મપુરાણ પંચાસીમું પર્વ પ૧૭
હતા. તે ચોમાસાનો નિયમ પૂરો કરીને આકાશમાર્ગે કોઈ દિશામાં ચાલ્યા ગયા અને આ
મૃદુમતિ મુનિ આહારના નિમિત્તે દુર્ગગિરિની સમીપે આલોક નામના નગરમાં આવ્યા. તે
ધોંસરી પ્રમાણ જમીન નીરખતા જતા હતા, તે નગરના લોકોએ જાણ્યું કે આ તે જ મુનિ
છે જે ચાર મહિના ગિરિશિખર પર રહ્યા હતા. આમ જાણીને અત્યંત ભક્તિથી તેમને
મનોહર આહાર આપ્યો અને નગરના લોકોએ ખૂબ સ્તુતિ કરી. આણે જાણી લીધું કે
ગિરિશિખર પર ચાર મહિના રહેવાના વિશ્વાસથી મારી પ્રશંસા થાય છે. તે માનના
ભારથી મૌન રહ્યો. લોકોને એમ ન કહ્યું કે હું અન્ય છું અને તે મુનિ અન્ય હતા. તેણે
ગુરુની પાસે પણ માયાશલ્ય દૂર ન કર્યું, પ્રાયશ્ચિત ન લીધું તેથી તિર્યંચ ગતિનું કારણ
થયું. તેણે તપ ઘણું કર્યું હતું તેથી પર્યાય પૂરી કરીને છઠ્ઠા દેવલોકમાં જ્યાં અભિરામનો
જીવ દેવ થયો હતો ત્યાં જ એ ગયો. પૂર્વજન્મના સ્નેહથી તે બન્ને વચ્ચે ખૂબ સ્નેહ થયો.
બન્નેય સમાન ઋદ્ધિના ધારક અનેક દેવાંગનાથી મંડિત સુખસાગરમાં મગ્ન હતા. બન્નેય
સાગરો સુધી સુખથી રમ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં અભિરામનો જીવ તો ભરત થયો
અને આ મૃદુમતિનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને માયાચારના દોષથી આ જંબૂદ્વીપના
ભરતક્ષેત્રમાં નિકુંજ નામના ગિરિ પાસેના અત્યંત ગહન શલ્લકી નામના વનમાં મેઘની
ઘટાસમાન શ્યામસુંદર ગજરાજ થયો. સમુદ્ર જેવી જેની ગર્જના અને પવન સમાન ગતિ
છે, અતિ મદોન્મત્ત, ચંદ્ર સમાન ઉજ્જવળ દાંતવાળો, ગજરાજનાં ગુણોથી મંડિત
વિજયાદિક મહાહસ્તના વંશમાં જન્મ્યો. ઐરાવત સમાન અતિ સ્વચ્છંદ, સિંહ-વાઘને
હણનારો, મોટાં વૃક્ષોને ઉખાડી નાખનારો, વિદ્યાધરોથી પણ ન પકડાય એવો, જેની
વાસથી સિંહાદિક પોતાનો નિવાસ છોડીને ભાગી જતા એવો પ્રબળ ગજરાજ વનમાં
પાંદડાનો આહાર કરતો, માનસરોવરમાં ક્રિડા કરતો અનેક ગજો સહિત વિચરતો. કોઈ
વાર કૈલાસ પર વિલાસ કરતો, કોઈ વાર ગંગાના જળમાં ક્રીડા કરતો, અનેક વન, ગિરિ,
નદી, સરોવરોમાં ક્રીડા કરતો અને હજારો હાથણીઓ સાથે રમતો, અનેક હાથીઓનો
શિરોમણિ યથેષ્ટ વિચરતા પક્ષીઓના સમૂહમાં ગરુડની જેમ શોભતો. એક દિવસ લંકેશ્વરે
તેને જોયો અને વિદ્યાના પરાક્રમથી ઉગ્ર એવા તેણે આને ધીરેધીરે કળબળથી વશ કર્યો
અને તેનું ત્રૈલોક્યમંડન નામ પાડયું. જેમ સ્વર્ગમાં તેણે ચિરકાળ સુધી અનેક અપ્સરાઓ
સાથે ક્રિડા કરી તેમ હાથીની પર્યાયમાં હજારો હાથણીઓ સાથે ક્રીડા કરી. દેશભૂષણ કેવળી
આ કથા રામ-લક્ષ્મણને કહે છે કે આ જીવ સર્વ યોનિમાં રતિ માની લે છે, નિશ્ચયથી
વિચારીએ તો બધી જ ગતિ દુઃખરૂપ છે. અભિરામનો જીવ ભરત અને મૃદુમતિનો જીવ
ત્રૈલોક્યમંડન હાથી સૂર્યોદય ચંદ્રોદયના જન્મથી લઈને અનેક ભવના સાથી છે. તેથી
ભરતને જોઈ પૂર્વભવ યાદ આવતાં ગજનું ચિત્ત શાંત થયું. ભરત ભોગોથી પરાઽમુખ,
જેનો મોહ દૂર થયો છે એવો તે હવે મુનિપદ લેવા ઇચ્છે છે, તે આ જ ભવે નિર્વાણ
પામશે, ફરીથી ભવ ધારણ નહિ કરે. શ્રી ઋષભદેવના સમયમાં આ બન્ને સૂર્યોદય-
ચંદ્રોદય નામના ભાઈ હતા, મારીચના ભરમાવવાથી મિથ્યાત્વનું સેવન કરીને તેમણે ઘણો
કાળ સંસારમાં ભ્રમણ કર્યું, ત્રસ

Page 518 of 660
PDF/HTML Page 539 of 681
single page version

background image
પ૧૮ છયાંસીમું પર્વ પદ્મપુરાણ
સ્થાવર યોનિમાં ભમ્યા. ચંદ્રાદયનો જીવ કેટલાક ભવ પછી રાજા કુલંકર પછી કેટલાક ભવ
કરીને રમણ બ્રાહ્મણ, વળી કેટલાક ભવ કરીને સમાધિમરણ કરનાર મૃગ થયો. પછી
સ્વર્ગમાં દેવ, પછી ભૂષણ નામનો વૈશ્યપુત્ર, પછી સ્વર્ગ, પછી જગદ્યુતિ નામનો રાજા,
ત્યાંથી ભોગભૂમિ, ત્યાંથી બીજા સ્વર્ગમાં દેવ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તીનો
પુત્ર અભિરામ થયો. ત્યાંથી છઠ્ઠા સ્વર્ગમાં દેવ અને દેવમાંથી ભરત નરેન્દ્ર થયો. તે
ચરમશરીરી છે, હવે દેહ ધારણ કરશે નહિ. સૂર્યોદયનો જીવ ઘણો કાળ ભ્રમણ કરીને રાજા
કુલંકરનો શ્રુતિરત નામનો પુરોહિત થયો, પછી અનેક જન્મ લઈ વિનોદ બ્રાહ્મણ થયો.
વળી અનેક જન્મ લઈ આર્તધ્યાનથી મરનાર મૃગ થયો. અનેક બીજા જન્મ કર્યા પછી
ભૂષણનો પિતા ધનદત્ત નામનો વણિક, વળી અનેક જન્મ ધરી મૃદુમતિ નામના મુનિ જેણે
પોતાની પ્રશંસા સાંભળી રાગ કર્યો, માયાચારથી શલ્ય દૂર ન કર્યું, તપના પ્રભાવથી છઠ્ઠા
સ્વર્ગનો દેવ થયો. ત્યાંથી ચ્યવીને ત્રૈલોક્યમંડન હાથી હવે શ્રાવકના વ્રત ધારણ કરીને દેવ
થશે, એ પણ નિકટ ભવ્ય છે. આ પ્રમાણે જીવોની ગતિ આગતિ જાણી, ઇન્દ્રિયોના સુખને
વિનશ્વર જાણી, આ વિષમ વન છોડી જ્ઞાની જીવ ધર્મમાં રમો. જે પ્રાણી મનુષ્ય દેહ પામી
જિનભાષિત ધર્મનું આચરણ કરતો નથી તે અનંતકાળ સુધી સંસારભ્રમણ કરશે, તે
આત્મકલ્યાણથી દૂર છે તેથી જિનવરના મુખેથી નીકળેલો દયામય ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવાને
સમર્થ છે, એના જેવો બીજો કોઈ નથી. તે મોહતિમિરને દૂર કરે છે, સૂર્યની કાંતિને જેણે
જીતી લીધી છે, તેને મનવચનકાયથી અંગીકાર કરો જેથી નિર્મળપદની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભરત અને હાથીના પૂર્વભવોનું
વર્ણન કરનાર પંચાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
છયાંસીમું પર્વ
(ભરત અને કૈકેયીનું દીક્ષાગ્રહણ)
પછી શ્રી દેશભૂષણ કેવળીના મહાપવિત્ર, મોહાંધકાર હરનાર, સંસારસાગર
તારનાર, દુઃખનાશક વચનો તથા ભરત અને હાથીના અનેક ભવોનું વર્ણન સાંભળીને
રામ-લક્ષ્મણ આદિ બધા ભવ્ય જનો આશ્ચર્ય પામ્યા, આખી સભા ચેષ્ટારહિત ચિત્ર જેવી
થઈ ગઈ. ભરત નરેન્દ્ર જેની પ્રભા દેવેન્દ્ર સમાન છે જે અવિનાશી પદના અર્થી છે, જેને
મુનિ થવાની ઈચ્છા છે, તે ગુરુઓનાં ચરણોમાં શિર નમાવી, પરમ વૈરાગ્ય પામ્યા.
તત્કાળ ઊઠી, હાથ જોડી, કેવળીને પ્રણામ કરી અત્યંત મનોહર વચનો કહ્યાં, હે નાથ! હું
સંસારમાં અનંતકાળ ભ્રમણ કરતાં અનેક પ્રકારની કુયોનિમાં સંકટ સહેતો દુઃખી થયો. હવે
હું સંસારભ્રમણથી થાક્યો છું, મને મુક્તિનું કારણ એવી દિગંબરી દીક્ષા આપો. આ
આકાશરૂપ નદી મરણરૂપ ઉગ્ર તરંગો ધરતી રહી છે તેમાં

Page 519 of 660
PDF/HTML Page 540 of 681
single page version

background image
પદ્મપુરાણ છયાંસીમું પર્વ પ૧૯
હું ડૂબું છું. તેથી મને હાથનો ટેકો આપી બહાર કાઢો. એમ કહીને કેવળીની આજ્ઞા પ્રમાણે
જેણે સમસ્ત પરિગ્રહ છોડયો છે તેવા તેમણે પોતાના હાથે શિરના કેશોનો લોચ કર્યો,
મહાવ્રત અંગીકાર કરી, જિનદીક્ષા ધારણ કરી દિગંબર થયા. ત્યારે આકાશમાં દેવો
ધન્યધન્ય કહેવા લાગ્યા અને કલ્પવૃક્ષના ફૂલોની વર્ષા કરવા લાગ્યા.
હજારથી અધિક રાજાઓએ ભરતના અનુરાગથી રાજઋદ્ધિ છોડી જિનેન્દ્રી દીક્ષા
ધારણ કરી, કેટલાક અલ્પશક્તિવાળાઓ અણુવ્રત લઈ શ્રાવક થયા. માતા કૈકેયી પુત્રનો
વૈરાગ્ય જાણી આંસુની વર્ષા કરવા લાગી, વ્યાકુળ ચિત્ત થઈને દોડી અને જમીન પર પડી,
અત્યંત મોહ પામી. પુત્રની પ્રીતિથી જેનું શરીર મડદા જેવું થઈ ગયું છે તેને ચંદનાદિ
જળથી છંટકાવ કરવા છતાં સચેત ન થઈ, ઘણીવાર પછી જાગ્રત થઈ. જેમ વાછરડા
વિના ગાય પોકાર કરે તેમ વિલાપ કરવા લાગી. અરે પુત્ર! તું અતિ વિનયી, ગુણોની
ખાણ, મનને આહ્લાદનું કારણ હતો, અરેરે! તું ક્યાં ગયો? હે પુત્ર! મારું અંગ
શોકસાગરમાં ડૂબે છે તેને રોક. તારા જેવા પુત્ર વિના દુઃખસાગરમાં ડૂબેલી હું કેવી રીતે
જીવીશ? હાય, હાય! આ શું થયું? આ પ્રમાણે વિલાપ કરતી માતાને રામ-લક્ષ્મણે
સંબોધીને વિશ્રામ આપ્યો. તેમણે ધૈર્ય બંધાવતાં કહ્યું કે હે માતા! ભરત મહાવિવેકી જ્ઞાની
છે, તમે શોક છોડો. અમે શું તમારા પુત્ર નથી? અમે તમારા આજ્ઞાંકિત સેવકો છીએ.
કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાએ પણ ખૂબ સંબોધન કર્યું ત્યારે તે શોકરહિત થઈ
પ્રતિબોધ પામી. જેનું મન શુદ્ધ થયું છે તે પોતાના અજ્ઞાનની ખૂબ નિંદા કરવા લાગી-
ધિક્કાર છે આ સ્ત્રી પર્યાયને! આ પર્યાય અનેક દોષોની ખાણ છે, અત્યંત અશુચિ
બીભત્સ નગરની મોરી સમાન છે. હવે એવો ઉપાય કરું કે જેથી સ્ત્રી પર્યાય ધરું નહિ,
સંસારસમુદ્રને તરી જાઉં. એ સદાય જિનશાસનની ભક્ત તો હતી જ, હવે અત્યંત વૈરાગ્ય
પામી, પૃથ્વીમતી આર્યિકા પાસે આર્યિકા થઈ. એક શ્વેત વસ્ત્ર ધારણ કર્યું અને પરિગ્રહ
તજી સમ્યક્ત્વ ધારણ કરી સર્વ આરંભનો ત્યાગ કર્યો. તેની સાથે ત્રણસો આર્યિકા થઈ.
એ વિવેકી પરિગ્રહ તજી વૈરાગ્ય લઈ કલંકરહિત ચંદ્રમાની કળા મેઘપટલ રહિત શોભે
તેવી શોભતી હતી. શ્રી દેશભૂષણ કેવળીનો ઉપદેશ સાંભળી અનેક પુરુષો મુનિ થયા,
અનેક સ્ત્રીઓ આર્યિકા થઈ તેના કમળોથી સરોવરીની પેઠે પૃથ્વી શોભી ઉઠી. જેમનાં
ચિત્ત પવિત્ર બન્યાં છે એવા અનેક નરનારીઓએ નાના પ્રકારના નિયમ લીધા, શ્રાવક-
શ્રાવિકાનાં વ્રત લીધાં. એ યોગ્ય જ છે કે સૂર્યના પ્રકાશમાં નેત્રવાળા જીવો વસ્તુનું
અવલોકન કરે જ કરે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભરત અને કૈકેયીના વૈરાગ્યનું
વર્ણન કરનાર છયાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *