Padmapuran (Gujarati). Parva 78 - Anantvirya kevalini samipma Indrajit, Meghnad tatha Mandodari adinu dixagrahan; Parva 79 - Ram-Sitano melap; Parva 80 - Vibishannu potana dada adiney sambodhan; Parva 81 - Ram-Laxman vina Kaushalyanu shokakul thavu aney Naradnu aviney samjavvu.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 26 of 35

 

Page 480 of 660
PDF/HTML Page 501 of 681
single page version

background image
૪૮૦ સત્તોતેરમું પર્વ પદ્મપુરાણ
શરણાગતપાલક એવા તમે આવી અવસ્થા કેમ પામ્યા? મેં તમને હિતનાં વચન કહ્યાં તેને
તમે માન્યાં નહિ. આ કેવી દશા થઈ કે હું તમને ચક્રથી ભેદાઈને પૃથ્વી પર પડેલા જોઉં છું?
હે વિદ્યાધરોના મહેશ્વર! લંકેશ્વર! ભોગોના ભોક્તા, પૃથ્વી પર કેમ પોઢયા છો? આપનું
શરીર ભોગોથી લાલિત થયેલું છે, આ શય્યા આપના શયનને યોગ્ય નથી. હે નાથ! ઊઠો,
સુંદર વચન બોલનાર હું તમારો બાળક છું, મને કૃપાવચન કહો, હે ગુણાકર! કૃપાધાર! હું
શોકસમુદ્રમાં ડૂબી રહ્યો છું, તો મને હાથના ટેકાથી કેમ કાઢતા નથી? આ પ્રમાણે વિભીષણ
વિલાપ કરે છે, તેણે પોતાનાં શસ્ત્ર અને બખ્તર જમીન પર ફેંકી દીધાં છે.
જ્યાં રાવણના મૃત્યુના સમાચાર રણવાસમાં પહોંચ્યા ત્યાં બધી રાણીઓ આંસુની
ધારાથી ધરતી ભીંજવવા લાગી, આખુંય અંતઃપુર શોકથી વ્યાકુળ બન્યું, બધી રાણીઓ
પડતી-આખડતી લડાઈના મેદાન પર આવી. તેમના પગ ધ્રૂજે છે, તે સ્ત્રીઓ પતિને
ચેતનારહિત જોઈ તરત જ ધરતી પર પડી ગઈ. મંદોદરી, રંભા, ચંદ્રાનની, ચંદ્રમંડલા,
પ્રર્વરા, ઉર્વશી, મહાદેવી, સુંદરી, કમળાનના, રૂપિણી રૂક્મિણી, શીલા, રત્નમાળા, તનૂદરી,
શ્રીકાંતા, શ્રીમતી, ભદ્રા, કનકપ્રભા, મૃગાવતી, શ્રીમાલા, માનવી, લક્ષ્મી, આનંદા,
અનંગસુંદરી, વસુંધરા, તડિન્માલા, પદ્મા, પદ્માવતી, સુખાદેવી, કાંતિ, પ્રીતિ સંધ્યાવલી,
સુભા, પ્રભાવતી, મનોવેગા, રતિકાંતા, મનોવતી ઇત્યાદિ અઢાર હજાર રાણીઓ
પોતપોતાના પરિવાર સહિત અને સખીઓ સહિત અત્યંત શોકથી રુદન કરવા લાગી.
કેટલીક મોહથી મૂર્ચ્છા પામી. તેમને ચંદનનું જળ છાંટતાં, કરમાઈ ગયેલી કમલિની જેવી
લાગતી હતી. કેટલીક પતિના શરીરને વીંટળાઈ ગઈ, અંજનગિરિને વળગેલી સંધ્યા જેવી
દ્યુતિ ધરવા લાગી. કેટલીક મૂર્ચ્છામાંથી જાગીને પતિની સમીપે છાતી કૂટવા લાગી, જાણે કે
મેઘની પાસે વીજળી જ ચમકે છે, કેટલીક પતિનું મુખ પોતાના શરીરને અડાડતી વિહ્વળ
થઈ મૂર્ચ્છા પામી. કેટલીક વિલાપ કરે છેઃ હે નાથ! હું તમારા વિરહની અત્યંત કાયર છું,
મને છોડીને તમે ક્યાં ગયા? તમારા સ્વજનો દુઃખસાગરમાં ડૂબી રહ્યા છે તે તમે કેમ
જોતા નથી? તમે મહાબળવાન, પરમ જ્યોતિના ધારક, વિભૂતિમાં ઇન્દ્ર સમાન,
ભરતક્ષેત્રના ભૂપતિ, પુરુષોત્તમ, રાજાઓના રાજા, મનોરમ વિદ્યાધરોના મહેશ્વર શા હેતુથી
પૃથ્વી પર પોઢયા છો? ઊઠો હે કાંત! કરુણાનિધે! સ્વજનવત્સલ! અમને એક અમૃત
સમાન વચન સંભળાવો. હે પ્રાણેશ્વર પ્રાણવલ્લભ! અમે અપરાધરહિત તમારા પ્રત્યે
અનુરક્ત ચિત્ત ધરાવીએ છીએ, અમારા ઉપર તમે કેમ કોપ કરો છો કે અમારી સાથે
બોલતા જ નથી? પહેલાં જેમ પરિહાસનાં વચનો કહેતાં, તેમ હવે કેમ કહેતાં નથી?
તમારું મુખચંદ્ર, કાંતિરૂપ ચાંદનીથી મનોહર અને પ્રસન્ન જેમ પહેલાં અમને બતાવતા તેમ
અમને બતાવો અને આ તમારું વક્ષસ્થળ સ્ત્રીઓની ક્રીડાનું સ્થાન છે તેના ઉપર ચક્રની
ધારે કેમ પગ મૂકયો છે? વિદ્રુમ જેવા તમારા લાલ હોઠ હવે ક્રીડારૂપ ઉત્તર દેવા કેમ
સ્ફૂરતા નથી? અત્યારે સુધી ઘણી વાર થઈ, ક્રોધ કદી નથી કર્યો, હવે પ્રસન્ન થાવ, અમે
માન કરતી તો તમે અમને મનાવતા, રાજી કરતા. ઇન્દ્રજિત, મેઘવાહન સ્વર્ગમાંથી ચ્યવીને તમારે

Page 481 of 660
PDF/HTML Page 502 of 681
single page version

background image
પદ્મપુરાણ સત્તોતેરમું પર્વ ૪૮૧
ત્યાં ઉત્પન્ન થયા તો અહીં પણ તેમણે સ્વર્ગલોક જેવા ભોગ ભોગવ્યા, અત્યારે તો બન્ને
બંધનમાં છે અને કુંભકર્ણ પણ બંધનમાં છે. તે પુણ્યાધિકારી સુભટ, મહાગુણવંત, તેમને શ્રી
રામચંદ્ર પ્રત્યે પ્રીતિ કરીને છોડાવો. હે પ્રાણવલ્લભ, પ્રાણનાથ! ઊઠો, અમારી સાથે હિતની
વાત કરો. હે દેવ! બહુ લાંબો વખત સૂઈ શું રહેવાનું? રાજાઓએ તો રાજનિતિમાં જાગ્રત
રહેવાનું હોય માટે આપ રાજ્યકાર્યમાં પ્રવર્તો. હે સુંદર! હે પ્રાણપ્રિય! અમારાં શરીર
વિરહરૂપ અગ્નિથી અત્યંત જળે છે તેને સ્નેહના જળથી બુઝાવો. હે સ્નેહીઓના પ્યારા!
તમારું આ વદનકમળ કોઈ જુદી જ અવસ્થા પામ્યું છે તેથી તેને જોતાં અમારા હૃદયના
ટુકડા કેમ ન થઈ જાય? આ અમારું પાપી હૃદય વજ્રનું છે કે દુઃખના ભાજન એવા તમારી
આ અવસ્થા જોઈને નાશ પામતું નથી? આ હૃદય અત્યંત નિર્દય છે. અરે, વિધાતા! અમે
તમારું કયું અહિત કર્યું છે તે તમે નિર્દય બનીને અમારા શિરે આવું દુઃખ નાખ્યું? હે
પ્રીતમ! જ્યારે અમે માન કરતી ત્યારે તમે અમને છાતીએ વળગાડીને અમારું માન દૂર
કરતા અને વચનરૂપ અમૃત અમને પીવડાવતા, ખૂબ પ્રેમ બતાવતા, અમારા પ્રેમરૂપ કોપને
દૂર કરવા અમારા પગે પડતા અને અમારું હૃદય આપને વશ થઈ જતું. આપ અમારી સાથે
અતિમનોહર ક્રીડા કરતા. હે રાજેશ્વર! અમારી સાથે પ્રેમ કરો, પરમ આનંદ આપનારી તે
ક્રીડાઓ અમને યાદ આવે છે તેથી અમારું હૃદય અત્યંત બળે છે. હવે આપ ઊઠો, અમે
તમારા પગમાં પડીએ છીએ, તમને નમસ્કાર કરીએ છીએ. પોતાના પ્રિયજનો પ્રત્યે ઘણો
ગુસ્સો ન કરો. પ્રેમમાં કોપ શોભતો નથી. હે શ્રેણિક! આ પ્રમાણે રાવણની રાણીઓ
વિલાપ કરતી હતી, જેને સાંભળી કોનું હૃદય ન દ્રવી ઊઠે?
(રામ–લક્ષ્મણ આદિ દ્વારા વિભીષણના શોકનું નિવારણ)
પછી શ્રીરામ, લક્ષ્મણ, ભામંડળ, સુગ્રીવાદિક અત્યંત સ્નેહથી વિભીષણને હૃદયે
લગાડીને, આંસુ સારતા ખૂબ કરુણાથી ધૈર્ય આપવામાં પ્રવીણ એવાં વચન કહેવા લાગ્યાં,
હે રાજન્! ઘણું રોવાથી શો લાભ? હવે વિષાદ છોડો, આ કર્મની ચેષ્ટા શું તમે પ્રત્યક્ષ
નથી જાણતા? પૂર્વકર્મના પ્રભાવથી આનંદ પામતાં પ્રાણીઓને કષ્ટની પ્રાપ્તિ અવશ્ય થાય
છે, તેનો શોક શો? અને તમારો ભાઈ સદાય જગતના હિતમાં સાવધાન, પરમ પ્રીતિનું
ભાજન, સમાધાનરૂપ બુદ્ધિવાળો, રાજકાર્યમાં પ્રવીણ પ્રજાનો પાલક, સર્વ શાસ્ત્રોના અર્થથી
જેનું ચિત્ત નિર્મળ થયું હતું તે બળવાન મોહથી દારુણ અવસ્થા પામ્યો છે. જ્યારે જીવનો
વિનાશકાળ આવે છે ત્યારે બુદ્ધિ અજ્ઞાનરૂપ થઈ જાય છે. રામે આવાં શુભ વચન કહ્યાં.
પછી ભામંડળે મધુર વાતો કરી કે હે વિભીષણ મહારાજ! તમારા ભાઈ રાવણ ઉદાર
ચિત્તે રણમાં યુદ્ધ કરતાં વીર મરણથી પરલોક પામ્યા છે. જેનું નામ ન ગયું તેણે કાંઈ જ
ગુમાવ્યું નથી. જે સુભટપણે પ્રાણ ત્યજે તેને ધન્ય છે. તે મહાપરાક્રમી વીર હતા, તેમનો
શોક શો? રાજા અરિંદમની કથા સાંભળો. અક્ષપુર નામનું એક નગર હતું. ત્યાનો રાજા
અરિંદમ મોટી વિભૂતિનો સ્વામી હતો. એક દિવસ કોઈ બાજુએથી પોતાના મહેલમાં
શીઘ્રગામી અશ્વ પર બેસીને અચાનક આવ્યો. તેણે રાણીને શણગાર સજેલી

Page 482 of 660
PDF/HTML Page 503 of 681
single page version

background image
૪૮૨ અઠોતેરમું પર્વ પદ્મપુરાણ
અને મહેલને ખૂબ શણગારેલો જોઈને પૂછયું, તને મારા આગમનની કેવી રીતે ખબર
પડી? ત્યારે રાણીએ કહ્યું કે આજે કીર્તિધર નામના અવધિજ્ઞાની મુનિ આહાર માટે
આવ્યા હતા તેમને મેં પૂછયું હતું કે રાજા ક્યારે આવશે? તેમણે કહ્યું કે રાજા આજ
અચાનક આવશે. આ વાત સાંભળી રાજા મુનિ પાસે ગયો અને તેમને ઈર્ષાથી પૂછયું, હે
મુનિ! તમને જ્ઞાન હોય તો કહો કે મારા મનમાં ક્યો વિચાર છે? ત્યારે મુનિએ કહ્યું કે
તારા મનમાં એમ વિચાર ચાલે છે કે હું ક્યારે મરણ પામીશ? તું આજથી સાતમા દિવસે
વજ્રપાતથી મરીશ અને વિષ્ટામાં કીડો થઈશ. મુનિનું આ વચન સાંભળી રાજા અરિંદમે
ઘેર જઈને પોતાના પુત્ર પ્રીતિંકરને કહ્યું કે હું મરીને વિષ્ટામાં સ્થૂળ કીટ થઈશ, મારાં
રૂપરંગ આવાં હશે તેથી તું એને તત્કાળ મારી નાખજે. પુત્રને આમ કહીને સાતમા દીવસે
મરીને તે વિષ્ટામાં કીડો થયો પ્રીતિંકર કીટને મારવા ગયો તો કીટ મરવાની બીકે વિષ્ટામાં
પેસી ગયો. ત્યારે પ્રીતિંકર મુનિ પાસે જઈને પૂછવા લાગ્યો કે હે પ્રભો! મારા પિતાએ
કહ્યું હતું કે હું મળમાં કીડો થઈશ અને તું મને મારી નાખજે. હવે તે કીડો મરવાથી ડરે
છે અને ભાગે છે. તો મુનિએ કહ્યું કે તું વિષાદ ન કર. આ જીવ જે ગતિમાં જાય છે ત્યાં
જ રમવા લાગી જાય છે. તેથી તું આત્મકલ્યાણ કર કે જેથી પાપથી છુટાય. અને આ
બધા જીવો પોતપોતાનાં કર્મોનું ફળ ભોગવે છે, કોઈ કોઈનું નથી. આ સંસારનું સ્વરૂપ
અત્યંત દુઃખરૂપ છે એમ જાણીને પ્રીતિંકર મુનિ થયા અને સર્વ વાંછાનો ત્યાગ કર્યો. માટે
હે વિભીષણ! શું તમે આ જગતની નાના પ્રકારની અવસ્થા જાણતા નથી? તમારા
શૂરવીર ભાઈ દૈવયોગથી નારાયણ દ્વારા હણાયા છે. યુદ્ધમાં હણાયેલા મહાન પુરુષનો શોક
શો? તમે તમારું મન હિતમાં લગાડો અને આ દુઃખના કારણ શોકને ત્યજો. વિભીષણે
ભામંડળના મુખે પ્રીતિંકર મુનિની કથા સાંભળી, જે પ્રતિબોધ કરવામાં પ્રવીણ, નાના
પ્રકારના સ્વભાવ સંયુક્ત તથા ઉત્તમ પુરુષો વડે કહેવા યોગ્ય હતી. તે સાંભળી લોકોત્તર
આચારના જાણનાર વિભીષણરૂપ સૂર્ય શોકરૂપ મેઘપટલથી રહિત થયા અને બધા
વિદ્યાધરોએ તેમની પ્રશંસા કરી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિભીષણના શોકનિવારણનું વર્ણન
કરનાર સત્તોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
અઠોતેરમું પર્વ
(અનંતવીર્ય કેવળીની સમીપમાં ઇન્દ્રજિત, મેઘનાદ તથા મંદોદરી આદિનું દીક્ષાગ્રહણ)
પછી શ્રી રામચંદ્ર, ભામંડળ, સુગ્રવાદિએ બધાને કહ્યું કે પંડિતોનું વેર વેરીના મરણ
સુધી જ હોય છે. હવે લંકેશ્વરનું મરણ થયું છે, એ મહાન નર હતા, એમના ઉત્તમ શરીરનો
અગ્નિસંસ્કાર કરીએ. એટલે બધાએ એ વાત માન્ય કરી. પછી રામ-લક્ષ્મણ વિભીષણ સાથે

Page 483 of 660
PDF/HTML Page 504 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠોતેરમું પર્વ ૪૮૩
જ્યાં મંદોદરી આદિ અઢાર હજાર રાણીઓ જેમ મૃગલી પોકાર પાડે તેમ વિલાપ કરતી
હતી ત્યાં ગયા. બન્ને વીરોને જોઈને તે અત્યંત વિલાપ કરવા લાગી, સર્વ આભૂષણો
તોડી નાખ્યાં, તેમનાં શરીર ધૂળથી મલિન હતાં, પછી અત્યંત કરુણાવંત શ્રી રામે નાના
પ્રકારનાં શુભ વચનોથી સર્વ રાણીઓને દિલાસો આપ્યો, ધૈર્ય બંધાવ્યું અને પોતે બધા
વિદ્યાધરો સાથે રાવણના લોકાચાર માટે ગયા. કપૂર, અગર, મલયાગિરિ ચંદન ઇત્યાદિ
નાના પ્રકારનાં સુગંધી દ્રવ્યોથી પદ્મસરોવર ઉપર પ્રતિહરિના અગ્નિસંસ્કાર થયા. પછી
સરોવરના તીરે શ્રી રામ બેઠા. તેમનું ચિત્ત કૃપાથી ભરેલું છે. ગૃહસ્થાશ્રમમાં આવાં
પરિણામ કોઈ વીરલાનાં હોય છે. તેમણે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદને સર્વ સામંતો સાથે
છોડવાની આજ્ઞા કરી. તે વખતે કેટલાક વિદ્યાધરો કહેતા હતા કે તે ક્રૂર ચિત્તવાળા શત્રુ
છે, છોડવા યોગ્ય નથી, બંધનમાં જ ભલે મરે. ત્યારે શ્રી રામે કહ્યું કે એ ક્ષત્રિયોનો ધર્મ
નથી, જિનશાસનમાં ક્ષત્રિયોની કથા શું તમે સાંભળી નથી? સૂતેલાને, બંધાયેલાને,
ભયભીતને, શરણાગતને, મોઢામાં ઘાસ લેનારને, ભાગતાને, બાળ-વૃદ્ધ-સ્ત્રીઓને હણવાં
નહિ. એ ક્ષત્રિયોનો ધર્મ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. બધાએ પછી કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણ
છે. રામની આજ્ઞા પ્રમાણે મોટા મોટા યોદ્ધાઓ નાના પ્રકારનાં આયુધો લઈ તેમને લાવવા
ગયા. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદ, મારીચ, મંદોદરીના પિતા રાજા મય ઇત્યાદિ પુરુષોને
સ્થૂળ બંધન સહિત સાવધાન યોદ્ધા લઈને આવે છે. તે મત્ત હાથી સમાન ચાલ્યા આવે
છે. તેમને જોઈ વાનરવંશી યોદ્ધા પરસ્પર વાત કરવા લાગ્યા કે જો ઇન્દ્રજિત, મેઘનાદ,
કુંભકર્ણ રાવણની ચિતા બળતી જોઈને ક્રોધ કરશે તો કપિવંશમાં તેમની સામે લડવાને
કોઈ સમર્થ નથી. જે કપિવંશી જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા ન થઈ શક્યા. ભામંડળે
પોતાના બધા યોદ્ધાઓને કહ્યું કે ઇન્દ્રજિત, મેઘનાદને અહીં સુધી બંધાયેલી સ્થિતિમાં જ
ખૂબ યત્નથી લાવજો. અત્યારે વિભીષણનો પણ વિશ્વાસ નથી. કદાચ તે ભાઈ-ભત્રીજાનું
મૃત્યુ જોઈને ભાઈના વેરનો વિચાર કરે તો એને ક્રોધ ઉપજી જાય, કારણ કે ભાઈના
મૃત્યુથી તે ખૂબ સંતપ્ત છે. આમ વિચારીને ભામંડળાદિક તેમને ખૂબ સાવધાનીથી રામ-
લક્ષ્મણની પાસે લાવ્યા. તે અત્યંત વિરક્ત, રાગદ્વેષરહિત, જેમને મુનિ થવાના ભાવ હતા,
અત્યંત સૌમ્ય દ્રષ્ટિથી ભૂમિને નીરખતા આવ્યા. તેમનાં મુખ શુભ છે, એ વિચારે છે કે
આ અસાર સંસારસાગરમાં સારતા તો લવલેશ પણ નથી. એક ધર્મ જ સર્વ જીવોનો
બાંધવ છે, તે જ સાર છે. તે મનમાં વિચારે છે કે જો આજ બંધનથી છૂટીશું તો દિગંબર
બની પાણિપાત્રમાં આહાર કરીશું. આવી પ્રતિજ્ઞા લઈને રામની સમીપમાં આવ્યા.
ઇન્દ્રજિત, કુંભકરર્ણાદિક વિભીષણ તરફ આવીને ઊભા, પરસ્પર યોગ્ય વાર્તાલાપ થયો,
પછી કુંભકર્ણાદિ શ્રી રામ-લક્ષ્મણને કહેવા લાગ્યા અહો તમારું ધૈર્ય, પરમ ગંભીરતા,
અદ્ભુત ચેષ્ટાદેવોથી પણ ન જિતાય એવા રાક્ષસના ઇન્દ્ર રાવણને પણ માર્યો. પંડિતોમાં
અતિશ્રેષ્ઠ ગુણોના ધારક, શત્રુ પણ તમારી પ્રશંસા કરે તે યોગ્ય છે. પછી શ્રી રામ-લક્ષ્મણે
તેમને ખૂબ શાતા ઉપજાવીને કહ્યુંઃ તમે પહેલાં જેમ મહાન ભોગ ભોગવતા હતા તેમ

Page 484 of 660
PDF/HTML Page 505 of 681
single page version

background image
૪૮૪ અઠોતેરમું પર્વ પદ્મપુરાણ
જ રહો. અત્યંત વિરક્ત તે બોલ્યા-હવે આ ભોગોનું અમારે કાંઈ પ્રયોજન નથી. આ
વિષ સમાન દારુણ મોહના કારણે અતિભયંકર નરક નિગોદાદિ દુઃખોથી જીવને ક્યારેય
શાતા મળતી નથી. જે ભોગ સંબંધને ક્યારેય ન વાંછે તે જ વિચક્ષણ છે. લક્ષ્મણે ઘણું
કહ્યું તો પણ તેમનું ચિત્ત ભોગાસક્ત ન થયું. જેમ રાત્રે દ્રષ્ટિ અંધકારરૂપ થાય અને
સૂર્યના પ્રકાશથી તે જ દ્રષ્ટિ પ્રકાશરૂપ થઈ જાય તેવી જ રીતે કુંભકર્ણાદિની દ્રષ્ટિ પહેલાં
ભોગાસક્ત હતી તે જ્ઞાનના પ્રકાશથી ભોગોથી વિરક્ત થઈ. શ્રી રામે તેમનાં બંધન
છોડાવ્યાં અને બધા સાથે પદ્મસરોવરમાં સ્નાન કર્યું. સરોવરના સુગંધી જળમાં સ્નાન
કરીને કપિ અને રાક્ષસો સૌ પોતાના સ્થાનકે ગયા.
કેટલાક સરોવરના કિનારે બેઠા, વિસ્મય ચિત્તે શૂરવીરોની કથા કરવા લાગ્યા.
કેટલાક ક્રૂર કાર્યની નિંદા કરવા લાગ્યા, કેટલાકે હથિયાર ફેંકી દીધાં, કેટલાક રાવણના
ગુણોથી જેમનું ચિત્ત ભર્યું હતું તે મોટેથી રોવા લાગ્યા. કેટલાકે કર્મની ગતિની વિચિત્રતાનું
વર્ણન કર્યું અને સંસારવનની નિંદા કરી કે આ સંસારવનમાંથી નીકળવું મહામુશ્કેલ છે.
કેટલાક રાજ્યલક્ષ્મીને ચંચળ અને નિરર્થક જાણી અકાર્યની નિંદા કરવા લાગ્યા. કેટલાક
રાવણના ગર્વની વાતો કરતા હતા, શ્રી રામનાં ગુણગાન કરતા હતા અને લક્ષ્મણની
શક્તિનાં વખાણ કરતા હતા. જેમનું ચિત્ત નિર્મળ હતું તે સુકૃત ફળની પ્રશંસા કરતા હતા.
ઘરે ઘરે મરેલાઓની ક્રિયા થતી રહી, બાળક-વૃદ્ધ સૌના મોઢે એ જ વાત હતી. લંકાના
બધા લોકો રાવણના શોકથી આંસુ સારતા ચાતુર્માસ કરતા હતા. શોકથી દ્રવીભૂત
હૃદયવાળા લોકોની આંખમાંથી જે જળપ્રવાહ વહ્યો તેનાથી પૃથ્વી જળરૂપ થઈ ગઈ અને
તત્ત્વની ગૌણતા દેખાવા લાગી, જાણે કે નેત્રોનાં જળના ભયથી સંતાપ લોકોનાં હૃદયમાં
ઘૂસી ગયો. બધાનાં મુખમાંથી આ શબ્દ નીકળતા-ધિક્કાર! ધિક્કાર! અહો, અત્યંત કષ્ટ
આવી પડયું. હાય હાય, આ કેવું અદ્ભુત થયું? કેટલાક જમીન પર સૂવા લાગ્યા, મૌન
ધારણ કરીને નીચું મુખ કરવા લાગ્યા, જાણે કે શરીર લાકડા જેવું નિશ્ચળ થઈ ગયું હોય.
કેટલાકે શસ્ત્રો તોડી નાખ્યાં, કેટલાકે આભૂષણો ફેંકી દીધાં અને સ્ત્રીના મુખ તરફથી દ્રષ્ટિ
સંકોચી. કેટલાક અતિદીર્ઘ ઉષ્ણ નિશ્વાસ કાઢે છે તેથી તેમના અધર કુલષિત થઈ ગયા છે,
જાણે કે દુઃખના અંકુર છે, કેટલાક સંસારના ભોગોથી વિરક્ત થઈ મનમાં જિનદીક્ષાનો
ઉદ્યમ કરવા લાગ્યા.
પાછલા પહોરે અનંતવીર્ય નામના મુનિ લંકાના કુસુમાયુધ નામના વનમાં છપ્પન
હજાર મુનિઓ સહિત પધાર્યા. જેમ તારાઓથી મંડિત ચંદ્ર શોભે તેમ તે મુનિઓથી
વીંટાળાયેલા શોભતા હતા. જો આ મુનિઓ રાવણના જીવતા આવ્યા હોત તો રાવણ
મરાત નહિ, લક્ષ્મણને અને રાવણને વિશેષ પ્રીતિ થાત. જ્યાં ઋદ્ધિધારી મુનિઓ રહે ત્યાં
સર્વ મંગળ થાય છે અને જ્યાં કેવળી બિરાજે છે ત્યાં ચારેય દિશાઓમાં બસો યોજન
પૃથ્વી સ્વર્ગતુલ્ય નિરુપદ્રવ થાય છે અને જીવોનો વેરભાવ મટી જાય છે. જેમ આકાશમાં
અમૂર્તત્વ, અવકાશ પ્રદાનતા, નિર્લેપતા, પવનમાં સુવીર્યતા, નિઃસંગતા, અગ્નિમાં ઉષ્ણતા,
જળમાં નિર્મળતા અને પૃથ્વીમાં સહનશીલતા હોય છે.

Page 485 of 660
PDF/HTML Page 506 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠોતેરમું પર્વ ૪૮પ
તેમ મહામુનિ સહજ સ્વભાવથી લોકોને આનંદદાયક હોય છે. અનેક અદ્ભુત ગુણોના
ધારક મુનિઓ સહિત બિરાજ્યા. ગૌતમ સ્વામી કહે છેઃ હે શ્રેણિક! તેમનાં ગુણોનું વર્ણન
કોણ કરી શકે? જેમ અમૃત ભરેલો સુવર્ણનો કળશ અત્યંત શોભે તેમ મહામુનિ અનેક
ઋદ્ધિથી ભરેલા શોભતા હતા. તેઓ એક શિલા ઉપર શુક્લ ધ્યાન ધરીને બેઠા અને તે જ
રાત્રે તેમને કેવળજ્ઞાન ઉપજ્યું. તેમનાં અદ્ભુત ગુણોનું વર્ણન કરવાથી પાપનો નાશ થાય
છે. પછી અસુરકુમાર, નાગકુમાર, ગરુડકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, પવનકુમાર,
મેઘકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર અને દિક્કુમાર આ દશ પ્રકારનાં ભવનવાસી દેવો, આઠ
પ્રકારના વ્યંતર-કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, પાંચ
પ્રકારના જ્યોતિષી-સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા અને સોળ સ્વર્ગનાબધા જ સ્વર્ગવાસી આ
ચતુરનિકાયના દેવો સૌધર્મ ઇન્દ્રાદિક ધાતકી ખંડમાં જ્યારે શ્રી તીર્થંકર દેવનો જન્મ થયો
હતો તે સુમેરુ પર્વત ઉપર ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવી જન્મકલ્યાણકનો ઉત્સવ
કરી પ્રભુને માતાપિતાને સોંપી ત્યાં ઉત્સવ સહિત તાંડવનૃત્ય કરી પ્રભુની વારંવાર સ્તુતિ
કરતા હતા. ભગવાન બાલ્યાવસ્થા ધરે છે, પણ બાલ્યાવસ્થાની અજ્ઞાન ચેષ્ટાથી રહિત છે.
ત્યાં જન્મકલ્યાણકનો સમય સાધીને બધા દેવ લંકામાં અનંતવીર્ય કેવળીના દર્શન માટે
આવ્યા. કેટલાક વિમાનમાં બેસીને આવ્યા, કેટલાક રાજહંસ પર બેસીને આવ્યા, કેટલાક
અશ્વ, સિંહ, વાઘાદિ અનેક વાહનો પર ચઢીને આવ્યા. ઢોલ, નગારાં, મૃદંગ, વીણા,
બંસરી, ઝાંઝ, મંજીરાં, શંખ ઇત્યાદિ નાના પ્રકારનાં વાજિંત્રો વગાડતા, મનોહર ગીત
ગાતા, આકાશને આચ્છાદતા, કેવળીની પાસે અર્ધરાત્રિના સમયે આવ્યા. તેમનાં
વિમાનોની જ્યોતિથી પ્રકાશ થઈ ગયો, વાજિંત્રોના અવાજથી દશેય દિશાઓ વ્યાપ્ત થઈ
ગઈ. રામ-લક્ષ્મણ આ વૃત્તાંત સાંભળી હર્ષ પામ્યા, બધા જ વાનરવંશી અને રાક્ષસવંશી
વિદ્યાધરો ઇન્દ્રજિત, કુંભકર્ણ, મેઘનાદ આદિ રામ-લક્ષ્મણની સાથે કેવળીના દર્શન માટે
જવા તૈયાર થયા. શ્રી રામ-લક્ષ્મણ હાથી પર બેઠા. કેટલાક રાજા રથમાં બેઠા, કેટલાક
અશ્વ પર બેઠા. છત્ર, ચામર, ધ્વજથી શોભાયમાન, અતિભક્તિ સહિત દેવસરખા સુગંધી
શરીરવાળા પોતાનાં વાહનોમાંથી ઊતરીને પ્રણામ કરતા, સ્તોત્રપાઠ પઢતા કેવળીની પાસે
આવ્યા. અષ્ટાંગ દંડવત્ કરીને ભૂમિ પર બેઠા. તેમને ધર્મશ્રવણની અભિલાષા હતી.
કેવળીના મુખેથી દિવ્ય ધ્વનિમાં આ વ્યાખ્યાન આવ્યું કે આ પ્રાણી આઠ કર્મથી બંધાયેલા
દુઃખના ચક્ર પર ચડી ચાર ગતિમાં ભ્રમણ કરે છે, આર્તરૌદ્રધ્યાનથી યુક્ત જુદાજુદા
પ્રકારનાં શુભાશુભ કર્મો કરે છે. મોહનીય કર્મથી આ જીવ બુદ્ધિરહિત થઈ સદા હિંસા કરે
છે, અસત્ય વચન કહે છે, બીજાના મર્મને ભેદનાર વચનો બોલે છે, પરનિંદા કરે છે,
પરદ્રવ્ય હરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, અત્યંત લોભની વૃદ્ધિથી પ્રમાણરહિત પરિગ્રહ
અંગીકાર કરે છે. તેઓ અતિ નિંદ્ય કર્મ કરીને શરીર તજી અધોલોકમાં જાય છે. ત્યાં તીવ્ર
દુઃખનાં કારણ સાત નરક છે. તેમનાં નામ-રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા,
ધૂમપ્રભા, તમપ્રભા, મહાતમપ્રભા. આ સાત નરક અંધકારયુક્ત, દુર્ગંધયુક્ત, સૂંઘી ન
શકાય, દેખી ન શકાય, સ્પર્શી ન શકાય

Page 486 of 660
PDF/HTML Page 507 of 681
single page version

background image
૪૮૬ અઠોતેરમું પર્વ પદ્મપુરાણ
તેવી વિકરાળ ભૂમિવાળા છે, ત્યાં નારકી જીવો સદા દુર્વચન બોલતાં, ત્રાસ ફેલાવતા,
જાતજાતના છેદનભેદનથી પીડિત સાગરો પર્યંતનો કાળ તીવ્ર દુઃખ ભોગવે છે. આમ જાણી
પંડિત, વિવેકી પાપબંધથી રહિત થઈ ધર્મમાં ચિત્તને લગાડે, વિવેકી જીવો વ્રતનિયમ ધારે
છે. તેમનો સ્વભાવ નિષ્કપટ હોય, તેઓ નાના પ્રકારનાં તપથી સ્વર્ગ પામે છે. પછી
મનુષ્યદેહ પામી મોક્ષ પામે છે. જે ધર્મની અભિલાષા રહિત છે તે કલ્યાણમાર્ગથી રહિત
વારંવાર જન્મમરણ કરતાં સંસારમાં ભ્રમણ કરે છે. જે ભવ્ય જીવ સર્વજ્ઞ વીતરાગનાં
વચનથી ધર્મમાં રહે છે તે મોક્ષમાર્ગી શીલ, શૌચ, સત્ય, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રથી જ્યાં
સુધી આઠ કર્મોનો નાશ ન કરે ત્યાં સુધી ઇન્દ્ર અહમિન્દ્ર પદનાં ઉત્તમ સુખ ભોગવે છે.
નાના પ્રકારનાં અદ્ભુત સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને મહારાજાધિરાજ થઈ. જ્ઞાન પામી,
જિનમુદ્રા ધરી, તપ કરીને કેવળજ્ઞાન પામી અષ્ટકર્મરહિત સિદ્ધ થાય છે. અનંત,
અવિનાશી આત્મિક સ્વભાવમય પરમ આનંદ ભોગવે છે. આ વ્યાખ્યાન સાંભળી
ઇન્દ્રજિત મેઘનાદે પોતાના પૂર્વભવ પૂછયા. કેવળીએ ઉત્તરમાં કહ્યું કે એક કૌશાંબી નામની
નગરી હતી, તેમાં બે ગરીબ ભાઈઓ પ્રથમ અને પશ્ચિમ રહેતા. એક દિવસ વિહાર કરતાં
ભવદત્ત નામના મુનિ ત્યાં આવ્યા. આ બન્ને ભાઈ ધર્મશ્રવણ કરીને અગિયારમી
પ્રતિમાના ધારક ક્ષુલ્લક શ્રાવક થયા. તે મુનિના દર્શન કરવા કૌશાંબીનો રાજા ઇન્દુ
આવ્યો અને તે જ સમયે મહાન જિનભક્ત નંદી નામનો શ્રેષ્ઠી મુનિના દર્શન માટે
આવ્યો. રાજાએ તેનો આદર કર્યો. તેને જોઈને બન્ને ભાઈઓમાંથી નાના ભાઈ પશ્ચિમે
નિદાન કર્યું કે હું આ ધર્મના પ્રસાદથી નંદી શેઠનો પુત્ર થાઉં. તેને મોટા ભાઈ અને ગુરુએ
ખૂબ સમજાવ્યો કે જિનશાસનમાં નિદાનની ખૂબ નિંદા કરી છે, પણ તે સમજ્યો નહિ.
દુર્બુદ્ધિવાળો તે નિદાનથી દુઃખી થયો. તે મરીને નંદીની ઇન્દુમુખી નામની સ્ત્રીના ગર્ભમાં
આવ્યો. તે ગર્ભમાં આવતાં જ મોટા મોટા રાજાઓના નગરોમાં કોટકિલ્લાનું પડવું,
દરવાજાનું પડવું વગેરે પ્રકારનાં ચિહ્ન થયાં. મોટા મોટા રાજા એને નાના પ્રકારનાં
નિમિત્તોથી મહાન નર જાણી જન્મથી જ અતિ આદર સહિત દૂત મોકલીને દ્રવ્ય મોકલીને
તેની સેવા કરવા લાગ્યા. એ મોટો થયો, એનું નામ રતિવર્ધન. બધા રાજા એની સેવા
કરે, કૌશાંબી નગરનો રાજા ઇન્દુ પણ સેવા કરે, નિત્ય આવીને પ્રણામ કરે. આ પ્રમાણે
આ રતિવર્ધન ખૂબ વિભૂતિ પામ્યો તેનો મોટો ભાઈ પ્રથમ મરીને સ્વર્ગમાં ગયો તે નાના
ભાઈના જીવને સંબોધવા માટે ક્ષુલ્લકનું રૂપ લઈને આવ્યો. આ મદોન્મત્ત મદથી અંધ
થયો હતો તેથી દુષ્ટ લોકો દ્વારા ક્ષુલ્લકને દ્વારમાં પેસતાં રોક્યો. એટલે દેવે ક્ષુલ્લકનું રૂપ
દૂર કરી રતિવર્ધનનું રૂપ કર્યું. તત્કાળ તેનું નગર ઉજાડીને મેદાન કરી નાખ્યું અને કહ્યું
હવે તારી શી વાત છે? આથી તે પગે પડી સ્તુતિ કરવા લાગ્યો. તેને સકળ વૃત્તાંત કહ્યો,
કે આપણે બન્ને ભાઈ હતા, હું મોટો અને તું નાનો. બન્નેએ ક્ષુલ્લકનાં વ્રત લીધાં હતાં.
તેં નંદી શેઠને જોઈને નિદાન કર્યું હતું તેથી મરીને નંદીને ઘેર જન્મ્યો, રાજવિભૂતિ મેળવી;
અને હું સ્વર્ગનો દેવ થયો. આ બધી વાત સાંભળી રતિવર્ધનને સમ્યક્ત્વ ઉત્પન્ન થયું. તે
મુનિ થયો અને તેની સાથે નંદી વગેરે

Page 487 of 660
PDF/HTML Page 508 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠોતેરમું પર્વ ૪૮૭
અનેક રાજા મુનિ થયા. રતિવર્ધન તપ કરી જ્યાં ભાઈનો જીવ દેવ થયો હતો ત્યાં જ દેવ
થયો. પછી બન્ને ભાઈ સ્વર્ગમાંથી ચ્યવીને રાજકુમાર થયાં. એકનું નામ, ઉર્વ, બીજાનું
નામ ઉર્વસ. રાજા નરેન્દ્ર અને રાણી વિજયાના તે પુત્રો હતા. પછી જિનધર્મનું આરાધન
કરી સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે બન્ને ભાઈ રાવણની રાણી મંદોદરીના પેટે
ઇન્દ્રજિત, મેઘનાદ નામે પુત્ર થયા અને નંદી શેઠની પત્ની ઇન્દ્રમુખી-રતિવર્ધનની માતા
જન્માંતર કરી મંદોદરી થઈ. પૂર્વે સ્નેહ હતો તેથી અત્યારે પણ માતાનો પુત્ર પ્રત્યે અત્યંત
સ્નેહ રહ્યો. મંદોદરીનું ચિત્ત જિનધર્મમાં આસક્ત છે. પોતાના પૂર્વભવ સાંભળીને બન્ને
ભાઈ સંસારની માયાથી વિરક્ત થયા, તેમણે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી કુંભકર્ણ,
મારીચ, રાજા મય અને બીજા પણ મોટા મોટા રાજા સંસારથી અત્યંત વિરક્ત થઈ મુનિ
થયા. તેમણે વિદ્યાધરરાજની વિભૂતિ તૃણવત્ કરી, વિષય કષાય તજ્યા, મહાયોગીશ્વર
થઈ અનેક ઋદ્ધિ મેળવી અને પૃથ્વી પર વિહાર કરતા ભવ્યોને પ્રતિબોધ આપ્યો. શ્રી
મુનિસુવ્રતનાથના મુક્તિ ગયા પછી તેમના તીર્થમાં પરમ તપના ધારક અનેક ઋદ્ધિસંયુક્ત
આ મહાપુરુષો થયા. તે ભવ્ય જીવોને વારંવાર વંદવાયોગ્ય છે. મંદોદરી પણ પતિ અને
પુત્ર બન્નેના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ મૂર્ચ્છા પામી. પછી સચેત થઈ હરણીની પેઠે
વિલાપ કરવા લાગી કે હાય પુત્ર! ઇન્દ્રજિત, મેઘનાદ! આ કેવો ઉદ્યમ કર્યો, હું તમારી
માતા, અતિદીન તેને કેમ છોડી? આ શું તમારા માટે યોગ્ય છે કે દુઃખથી તપ્ત માતાનું
સમાધાન કર્યા વિના ચાલ્યા ગયા? અરે પુત્રો! તમે મુનિવ્રત કેવી રીતે પાળી શકશો?
તમે દેવ જેવા મહાભોગી, શરીરને લાડ કરનારા કઠોર ભૂમિ પર કેવી રીતે સૂઈ શકશો?
તમે સમસ્ત વૈભવ છોડયો, સર્વ વિદ્યા છોડી, કેવળ આત્મામાં તત્પર થયા, વળી રાજા
મય મુનિ થયા તેનો પણ શોક કરે છેઃ અરે પિતા! આ તમે શું કર્યું? જગત છોડી
મુનિવ્રત ધારણ કર્યું. તમે મારા તરફ આવો સ્નેહ તત્કાળ કેમ છોડયો? હું તમારી પુત્રી,
મારા ઉપર દયા કેમ ન રાખી? બાલ્યાવસ્થામાં મારા ઉપર તમારી અત્યંત કૃપા હતી. હું
પિતા, પુત્ર, પતિ બધાથી રહિત થઈ ગઈ. સ્ત્રીના એ જ રક્ષક છે. હવે હું કોના શરણે
જાઉં? હું પુણ્યહીન, અતિદુઃખ પામી. આ પ્રમાણે મંદોદરી રુદન કરે છે. તેનું રુદન સાંભળી
બધાને દયા ઉપજેે છે. તેને શશિકાંતા આર્યિકા ઉત્તમ વચનથી ઉપદેશ દે છેઃ હે મૂર્ખી! રોવે
છે શું? આ સંસારચક્રમાં જીવોએ અનંતા ભવ ધારણ કર્યા છે તેમાં નારકી અને દેવોને તો
સંતાપ નથી, મનુષ્ય અને તિર્યંચને હોય છે. તેં ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં મનુષ્ય તિર્યંચના
પણ અનંત જન્મ લીધા છે તેમાં તારે અનેક પિતા, પુત્ર, બધુ થયા. તેમના માટે
જન્મોજન્મ રુદન કર્યું, હવે શા માટે વિલાપ કરે છે? નિશ્ચળ થા, આ સંસાર અસાર છે,
એક જિનધર્મ જ સાર છે. તું જિનધર્મનું આરાધન કર, દુઃખથી નિવૃત્ત થા. પ્રતિબોધના
કારણરૂપ આર્યિકાનાં મનોહર વચનો સાંભળી મંદોદરી વિરક્ત થઈ. સમસ્ત પરિગ્રહ છોડી
એક શુક્લ વસ્ત્રધારી આર્યિકા થઈ. મંદોદરી મનવચનકાયથી નિર્મળ જિનશાસનમાં
અનુરાગિણી છે. વળી રાવણની બહેન ચંદ્રનખા પણ એ જ આર્યિકા પાસે દીક્ષા લઈ
આર્યિકા થઈ. જે દિવસે

Page 488 of 660
PDF/HTML Page 509 of 681
single page version

background image
૪૮૮ ઓગણએંસીમું પર્વ પદ્મપુરાણ
મંદોદરી આર્યિકા થઈ તે દિવસે અડતાળીસ હજાર આર્યિકા થઈ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ અને
મંદોદરી આદિ રાણીઓના વૈરાગ્યનું વર્ણન કરનાર અઠ્ઠોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
ઓગણએંસીમું પર્વ
(રામ–સીતાનો મેળાપ)
ત્યારપછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! હવે શ્રી રામ-
લક્ષ્મણનો લંકામાં પ્રવેશ થયો તે વાત સાંભળ. વિમાનોના સમૂહ, હાથીઓની ઘટા, શ્રેષ્ઠ
તુરંગોનો સમૂહ, મકાન જેવા રથ, વિદ્યાધરો અને હજારો દેવ સાથે બન્ને ભાઈએ લંકામાં
પ્રવેશ કર્યો. તેમને જોઈ લોકો ખૂબ આનંદ પામ્યા. જન્માંતરના ધર્મનું ફળ પ્રત્યક્ષ જોવા
લાગ્યા. રાજમાર્ગ પર ચાલતા શ્રી રામ-લક્ષ્મણને નગરનાં નરનારીઓ અપૂર્વ આનંદથી
દેખે છે, સ્ત્રીઓ ઝરૂખાઓમાં બેસી જાળીમાંથી જુએ છે અને કૌતૂકથી પરસ્પર વાતો કરે
છેઃ હે સખી! જો આ રાજા રામ, દશરથના પુત્ર, ગુણરત્નની રાશિ, પૂર્ણિમાના ચંદ્ર સમાન
જેમનું મુખ છે, કમળ સમાન જેમનાં નેત્ર છે, પ્રશંસનીય જેમનો આકાર છે, અદ્ભુત
પુણ્યથી આ પદ મેળવ્યું છે, ધન્ય છે તે કન્યાને જેમણે આવા વર મેળવ્યા છે. જેણે આવો
વર મેળવ્યો તેણે લોકમાં કીર્તિનો સ્તંભ સ્થાપ્યો છે, જન્માંતરમાં જેમણે ધર્મનું આચરણ
કર્યું હોય તે જ આવો નાથ પામે. રાજા જનકની પુત્રી મહાકલ્યાણરૂપિણીએ જન્માંતરમાં
મહાન પુણ્ય ઉપાર્જ્યું છે તેથી તેને આવા પતિ મળ્‌યા, જેમ ઇન્દ્રને શચિ તેમ રામની
સીતા. અને આ વાસુદેવ લક્ષ્મણ ચક્રપાણિ શોભે છે, જેણે અસુરેન્દ્ર સમાન રાવણને
રણમાં હણ્યો. નીલકમળ સમાન કાંતિવાળા લક્ષ્મણ અને ગૌર કાંતિવાળા બળદેવ શ્રી
રામચંદ્ર પ્રયાગમાં ગંગા-યુમનાના પ્રવાહનો મેળાપ શોભે તેવા શોભે છે. આ રાજા
ચંદ્રોદયનો પુત્ર વિરાધિત છે, જેણે લક્ષ્મણ સાથે પ્રથમ મૈત્રી કરીને વિસ્તીર્ણ વિભૂતિ
મેળવી. આ રાજા સુગ્રીવ કિહકંધાપુરના સ્વામી મહાપરાક્રમી, જેમણે શ્રી રામદેવ સાથે
પરમ પ્રીતિ બતાવી અને આ સીતાનો ભાઈ ભામંડળ રાજા જનકનો પુત્ર, ચંદ્રગતિ
વિદ્યાધરનો પાલિત વિદ્યાધરોને ઇન્દ્ર છે. આ અંગદકુમાર રાજા સુગ્રીવનો પુત્ર. જેણે
રાવણને બહુરૂપિણી વિદ્યા સાધતી વખતે વિઘ્ન કર્યું હતું. અને હે સખી! આ હનુમાન
મહાસુંદર, ઉત્તુંગ હાથીના રથ પર ચડી પવનથી ચાલે છે, જેના રથ પર વાનરના
ચિહ્નની ધજા છે, જેને જોતાં રણભૂમિ પર શત્રુઓ નાસી જતા તે રાજા પવનનો
અંજનીના ઉદરથી ઉત્પન્ન થયેલો પુત્ર છે. તેણે લંકાના કોટ-દરવાજા તોડી પાડયા હતા.
સ્ત્રીઓ પરસ્પર આવી વાતો કરે છે. તેમનાં વચનોરૂપી પુષ્પોની માળાથી પૂજિત રામ
રાજમાર્ગે થઈને આગળ આવ્યા અને એક ચામર ઢાળનારી સ્ત્રીને પૂછયુંઃ અમારા વિરહના

Page 489 of 660
PDF/HTML Page 510 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણએંસીમું પર્વ ૪૮૯
દુઃખથી તપ્ત ભામંડળની બહેન ક્યાં રહે છે? રત્નના ચૂડાની જ્યોતિથી જેની ભુજા
પ્રકાશમાન છે એવી તે સ્ત્રીએ આંગળીની સમસ્યાથી તે સ્થાન બતાવ્યું અને કહ્યુંઃ હે દેવ!
પુષ્પપ્રકીર્ણ નામના પર્વતનાં ઝરણાઓના જળથી જાણે કે હસી રહ્યું છે એવા નંદનવન
સમાન મનોહર વનમાં રાજા જનકની પુત્રી, જેનો પરિવાર કીર્તિ અને શીલ છે, તે રહે છે.
ચામર ઢાળનારી સ્ત્રીએ રામને આમ કહ્યું અને સીતાની સમીપે જે ઊર્મિકા
નામની સખી હતી તેણે આંગળી ચીંધીને સીતાને કહ્યું, હે દેવી! ચંદ્રમા સમાન છત્રવાળા,
ચંદ્ર-સૂર્ય સમાન કુંડળવાળા અને શરદનાં ઝરણાં સમાન હારવાળા પુરુષોત્તમ, તમારા
વલ્લભ શ્રી રામચંદ્ર આ આવ્યા. તમારા વિયોગથી જેમના મુખ પર અત્યંત ખેદ છે
એવા, હે કમળનેત્રી! દિગ્ગજની પેઠે તે આવી રહ્યા છે. પ્રથમ તો સીતાને આ વાત સ્વપ્ન
જેવી લાગી. પછી શ્રી રામ અતિઆનંદ ધારણ કરી જેમ મેઘપટલમાંથી ચંદ્ર નીકળે તેમ
હાથી પરથી ઊતરીને રોહિણીની નિકટ ચંદ્રમા આવે તેમ આવ્યા. ત્યારે સીતા નાથને
નિકટ આવેલા જોઈને અતિહર્ષભરી ઊભી થઈને સન્મુખ આવી. સીતાનું અંગ ધૂળથી
મલિન છે, વાળ વિખરાયેલા છે, હોઠ શ્યામ પડી ગયા છે, સ્વભાવથી જ કૃશ હતી અને
પતિના વિયોગથી અત્યંત કૃશ થઈ ગઈ છે. હવે પતિના દર્શનથી જેને હર્ષ ઉપજ્યો છે,
પ્રાણની આશા બંધાણી છે તે જાણે સ્નેહભરી શરીરની કાંતિથી પતિને મળે છે અને જાણે
નેત્રોની જ્યોતિરૂપ જળથી પતિને સ્નાન કરાવે છે. ક્ષણમાત્રમાં જેના શરીરનું લાવણ્ય
વધી ગયું છે તે હર્ષભર્યા નિશ્વાસથી જાણે અનુરાગનાં બીજ વાવે છે. તે રામનાં નેત્રોને
વિશ્રામની ભૂમિ છે, તેના પલ્લવ સમાન હસ્ત લક્ષ્મીના કરકમળને પણ જીતે છે,
સૌભાગ્યરૂપ રત્નોની ખાણ છે, સંપૂર્ણ ચંદ્ર સમાન જેનું વદન છે, ચંદ્ર કલંકવાળો છે અને
આ નિષ્કલંક છે, વીજળી સમાન કાંતિવાળી તે વીજળી જેવી ચંચળ નથી, નિશ્ચળ છે, તે
મુખરૂપ ચંદ્રિકાથી અતિ શોભા પામી. એ અદ્ભુત વાત છે કે કમળ તો ચંદ્રની જ્યોતિથી
ખીલે છે અને આનાં નેત્રકમળ મુખચંદ્રની જ્યોતિથી પ્રકાશે છે, તેનાં કલુષતારહિત ઉન્નત
સ્તન જાણે કામના કળશ છે એવી વિદેહની પુત્રીને નિકટ આવતી જોઈને કૌશલ્યાના પુત્ર
કથનમાં ન આવે એવો હર્ષ પામ્યા અને આ રતિ સમાન રમણી રમણને આવતા જોઈ
વિનયથી હાથ જોડી, જેનાં નેત્ર આંસુથી ભર્યાં છે એવી જેમ શચિ ઇન્દ્ર પાસે આવે, રતિ
કામની પાસે આવે, દયા જિનધર્મની નિકટ આવે, સુભદ્રા ભરતની નિકટ આવે તેમ સતી
સીતા રામની સમીપે આવી. ઘણા દિવસોના વિયોગથી રામે સેંકડો મનોરથ પછી નવીન
સંયોગ મેળવ્યો હોવાથી તેમનાં નેત્ર સજળ થઈ ગયાં ભુજબંધનથી શોભિત ભુજા વડે તે
પ્રાણપ્રિયાને મળ્‌યા, તેને હૃદય સાથે ચાંપીને સુખસાગરમાં મગ્ન થયા, હૃદયથી જુદી ન કરી
શક્યા, જાણે કે વિરહથી ડરે છે. તે નિર્મળ ચિત્તવાળી સીતા પ્રીતમના કંઠમાં પોતાની
ભુજફાંસી નાખી કલ્પવૃક્ષને વળગેલી કલ્પવેલી જેવી શોભતી હતી, બન્નેનાં અંગમાં
રોમાંચ થયાં, પરસ્પર મેળાપથી બન્નેય અત્યંત શોભતા હતા. દેવોના યુગલ સમાન
શોભતા સીતા અને રામનો સમાગમ જોઈ દેવ પ્રસન્ન થયા, આકાશમાંથી બન્ને પર

Page 490 of 660
PDF/HTML Page 511 of 681
single page version

background image
૪૯૦ એંસીમું પર્વ પદ્મપુરાણ
ફૂલોની વર્ષા કરવા લાગ્યા, સુગંધી જળની વર્ષા કરવા લાગ્યા ને મુખમાંથી ઉચ્ચારવા
લાગ્યા કે અહો, અનુપમ શીલવાળી શુભચિત્ત સીતાને ધન્ય છે, તેની અચળતા અને
ગંભીરતાને ધન્ય છે. વ્રતશીલની મનોજ્ઞતા તથા નિર્મળપણાને ધન્ય છે. સીતા સતીઓમાં
ઉત્કૃષ્ટ છે, જેણે મનથી પણ બીજો પુરુષ ઇચ્છયો નથી, જેનાં વ્રત-નિયમ શુદ્ધ છે. તે જ
વખતે અતિભક્તિ ભરેલો લક્ષ્મણ આવી સીતાના પગમાં પડયો, વિનય સંયુક્ત લક્ષ્મણને
જોઈ સીતા આંસુ વહાવતી તેને છાતીએ વળગાડી બોલીઃ હે વત્સ! મહાજ્ઞાની મુનિ કહેતા
હતા કે આ વાસુદેવ પદના ધારક છે તે પ્રગટ થયું અને તેં અર્ધચક્રીપદનું રાજ્ય મેળવ્યું,
નિર્ગ્રંથનાં વચન અન્યથા હોતાં નથી. તારા આ મોટા ભાઈ પુરુષોત્તમ બળદેવે વિરહરૂપ
અગ્નિમાં બળતી મને બહાર કાઢી. પછી ચંદ્રમા સમાન જ્યોતિવાળો ભાઈ ભામંડળ
બહેનની સમીપે આવ્યો, તેને જોઈને અતિમોહથી મળી. ભાઈ વિનયવાન છે, રણમાં તેણે
મોટું પરાક્રમ કર્યું હતું. પછી સુગ્રીવ, હનુમાન, નળ, નીલ, અંગદ, વિરાધિત, ચંદ્ર, સુષેણ,
જાંબવત ઇત્યાદિક મોટા મોટા વિદ્યાધરો પોતાનું નામ કહી સીતાને વંદન અને સ્તુતિ
કરવા લાગ્યા, નાના પ્રકારનાં વસ્ત્ર, આભૂષણ, કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા તેના ચરણ
સમીપે સુવર્ણપાત્રમાં ભેટરૂપે મૂકવા લાગ્યા. તેમણે સ્તુતિ કરીઃ હે દેવી! તમે ત્રણ લોકમાં
પ્રસિદ્ધ છો અત્યંત ઉદાર છો, ગુણસંપદાથી સૌથી મોટા છો, દેવો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય
છો, તમારું દર્શન મંગળરૂપ છે, જેમ સૂર્યની પ્રભા સૂર્યસહિત પ્રકાશ કરે તેમ તમે પણ શ્રી
રામચંદ્ર સહિત જયવંત રહો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી.
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-સીતાના મિલનનું વર્ણન
કરનાર ઓગણએંસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
એંસીમું પર્વ
(વિભીષણનું પોતાના દાદા આદિને સંબોધન)
પછી સીતાના મિલનથી જેમનું મુખકમળ ખીલી ઊઠયું છે એવા શ્રી રામ પોતાના
હાથે સીતાનો હાથ પકડી ઊભા થયા, ઐરાવત ગજ સમાન હાથી પર સીતા સહિત બેઠાં.
મેઘ સમાન હાથીની પીઠ પર જાનકીરૂપ રોહિણી સહિત રામરૂપ ચંદ્રમા પોતાના અનુરાગી
મોટા મોટા વિદ્યાધરો અને લક્ષ્મણ સાથે સ્વર્ગવિમાન તુલ્ય રાવણના મહેલમાં પધાર્યા.
રાવણના મહેલની મધ્યમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અતિસુંદર મંદિર છે, તેમાં સુવર્ણના
હજારો સ્તંભ છે, મંદિરની મનોહર ભીંત રત્નોથી મંડિત છે, મહાવિદેહમાં સુમેરુગિરિ શોભે
તેવું રાવણના મહેલની મધ્યમાં શ્રી શાંતિનાથનું મંદિર શોભે છે. તેને જોતાં નેત્રો મોહ
પામે છે. ત્યાં ઘંટારવ થાય છે, ધજા ફરકે છે, તેનું વર્ણન કરવું શક્ય નથી. શ્રી રામ હાથી
ઉપરથી નીચે ઊતર્યા, પ્રસન્ન નેત્રે જાનકી

Page 491 of 660
PDF/HTML Page 512 of 681
single page version

background image
પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૧
સહિત થોડો સમય કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરી. તેમના હાથ નીચે લંબાયા છે, પ્રશાંત હૃદયે
સામાયિક અંગીકાર કરી હાથ જોડી સમસ્ત અશુભ કર્મનું નાશક શાંતિનાથ સ્વામીનું
સ્તોત્ર પઢવા લાગ્યા, હે પ્રભો! તમારા ગર્ભાવતાર સમયે સર્વલોકમાં શાંતિ થઈ, સકળ
જીવોને આનંદ ઊપજ્યો. જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિક દેવો અત્યંત હર્ષ પામીને આવ્યા,
ક્ષીરસાગરના જળથી સુમેરુ પર્વત પર તમારો જન્માભિષેક થયો, તમે ચક્રવર્તીપદ ધારણ
કરીને જગતનું રાજ્ય કર્યું, બાહ્ય શત્રુઓને બાહ્ય ચક્રથી જીત્યા અને મુનિ થઈ અંદરના
મોહ રાગાદિક શત્રુને ધ્યાનથી જીત્યા, કેવળજ્ઞાન પામ્યા, જન્મજરામરણથી રહિત મોક્ષનું
અવિનાશી રાજ્ય લીધું. કર્મરૂપ વેરીને જ્ઞાનશસ્ત્રથી દૂર કર્યા. કેવા છે કર્મશત્રુ? સદા
ભવભ્રમણના કારણ, જન્મજરામરણભયરૂપ આયુધોથી યુક્ત અને સદા શિવપુરપંથના
રોકનારા. શિવપુર કેવું છે? ઉપમારહિત નિત્ય શુદ્ધ, જ્યાં પરભાવનો આશ્રય નથી, કેવળ
નિજભાવનો આશ્રય છે. આપ અત્યંત દુર્લભ એવા નિર્વાણરૂપ છો અને બીજાઓને
નિર્વાણપદ સુલભ કરો છો, આખા જગતને શાંતિનું કારણ છો. હે શાંતિનાથ! તમને
મનવચનકાયાથી નમસ્કાર હો. હે જિનેશ! હે મહેશ! અત્યંત શાંત દશા પામ્યા છો,
સ્થાવર-જંગમ સર્વ જીવોના નાથ છો, જે તમારા શરણે આવે તેના રક્ષક છો,
સમાધિબોધના દાતા છો. તમે પરમેશ્વર, સર્વના ગુરુ, સર્વના બાંધવ છો, મોક્ષમાર્ગનું
પ્રરૂપણ કરનાર, સર્વ ઇન્દ્રાદિક દેવોથી પૂજ્ય, ધર્મતીર્થના કર્તા છો. તમારા પ્રસાદથી સર્વ
દુઃખરહિત પરમ સ્થાનને મુનિરાજ પામે છે. હે દેવાધિદેવ! તમને નમસ્કાર. તમે સર્વ
કર્મનો વિલય કર્યો છે. હે કૃતકૃત્ય! જેમણે પરમ શાંતિનું પદ પ્રાપ્ત કર્યું છે એવા તમને
નમસ્કાર. ત્રણે લોકને શાંતિનું કારણ, સકળ સ્થાવર-જંગમ જીવોના નાથ,
શરણાગતપાલક, સમાધિબોધના દાતા, હે પ્રભો! તમે જ ગુરુ, તમે જ બાંધવ, તમે જ
મોક્ષમાર્ગના નિયંતા પરમેશ્વર, ઇન્દ્રાદિક દેવોથી પૂજ્ય, ધર્મતીર્થના કર્તા, સર્વ દુઃખના
હરનાર, કર્મોના નાશક, તમને નમસ્કાર હો. હે લબ્ધલભ્ય! એટલે કે પામવાયોગ્ય પદને
પામનાર! શાંત સ્વભાવમાં બિરાજમાન, સર્વદોષરહિત હે ભગવાન! કૃપા કરો, અમને તે
અખંડ અવિનાશી પદ આપો, ઇત્યાદિ સ્તોત્ર બોલી કમળ-નયન શ્રી રામે પ્રદક્ષિણા દઈ
વંદના કરી. શ્રી રામ વિવેકી અને પુણ્યકર્મમાં સદા પ્રવીણ છે. રામની પાછળ, નમ્ર
અંગવાળી જાનકીએ બેય હાથ જોડી સ્તુતિ કરી. શ્રી રામના શબ્દ દુંદુભિ સમાન અને
જાનકીના શબ્દ અતિમિષ્ટ કોમળ વીણા સમાન છે. વિશલ્યા સહિત લક્ષ્મણે સ્તુતિ કરી
તથા ભામંડળ, સુગ્રીવ, હનુમાને મંગળ સ્તોત્ર ગાયાં. હાથ જોડી, જિનરાજમાં પૂર્ણ
ભક્તિપૂર્વક ગાન કરતાં, મૃદંગાદિ વગાડતાં મહાધ્વનિ થયો, મોર તેને મેઘધ્વનિ સમજી
નૃત્ય કરવા લાગ્યા.
તેઓ જિનમંદિરમાં સ્તુતિ, પ્રણામ કરી રહ્યા હતા તે સમયે રાજા વિભીષણ પોતાના
દાદા સુમાલી, તેમના નાના ભાઈ સુમાલ્યવાન, સુમાલીના પુત્ર રાવણના પિતા રત્નશ્રવા આદિ
પોતાના વડીલોનું સમાધાન કરતા હતા. વિભીષણ સંસારની અનિત્યતાના ઉપદેશમાં અત્યંત
પ્રવીણ છે. તેમણે વડીલોને કહ્યુંઃ હે તાત! આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મોને ભોગવે

Page 492 of 660
PDF/HTML Page 513 of 681
single page version

background image
૪૯૨ એંસીમું પર્વ પદ્મપુરાણ
છે તેથી શોક કરવો નકામો છે. આપ જિનાગમના જાણનાર અત્યંત શાંતચિત્ત અને
વિચક્ષણ છો, આપ ચિત્તનું સમાધાન કરો. આપ બીજાઓને ઉપદેશ દેવાયોગ્ય છો, આપને
હું શું કહું? જે પ્રાણી જન્મે છે તે અવશ્ય મરણ પામે છે. યૌવન પુષ્પની સુગંધ સમાન
ક્ષણમાત્રમાં અન્યરૂપ થઈ જાય છે, લક્ષ્મી પલ્લવોની શોભા સમાન શીઘ્ર બીજું રૂપ લઈ
લે છે, વીજળીના ચમકારા જેવું આ જીવન છે, પાણીના પરપોટા જેવો બાંધવોનો સમાગમ
છે, આ ભોગ સાંજનાં વાદળાંના રંગ સમાન છે, જગતની ક્રિયા સ્વપ્નની ક્રિયા જેવી છે.
જો આ જીવ પર્યાયાર્થિક નયથી મૃત્યુ ન પામે તો હું અન્ય ભવમાંથી તમારા વંશમાં કેવી
રીતે આવત? હે તાત! પોતાનું જ શરીર વિનાશી છે તો આપણા હિતચિંતકજનોનો
અત્યંત શોક શો કરવો? શોક કરવો એ મૂઢતા છે. સત્પુરુષોએ શોક દૂર કરવા માટે
સંસારનું સ્વરૂપ વિચારવું યોગ્ય છે. જોયેલા, સાંભળેલા, અનુભવેલા પદાર્થો ઉત્તમ પુરુષોને
વિશેષ શોક ઉપજાવે નહિ. કદાચ ક્ષણમાત્ર થયો તો થયો, શોકથી બંધુઓનું મિલન થતું
નથી, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેથી શોક ન કરવો. આમ વિચારવું કે આ અસાર સંસારમાં
ક્યા ક્યા સંબંધો થયા, આ જીવના ક્યા ક્યા બાંધવ થયા, આમ જાણી શોક ત્યજવો,
પોતાની શક્તિ પ્રમાણે જિનધર્મનું સેવન કરવું. આ વીતરાગનો માર્ગ સંસારસાગરને પાર
ઉતારે છે. તેથી જિનશાસનમાં ચિત્ત રાખી આત્મકલ્યાણ કરવું. ઈત્યાદિ મધુર વચનોથી
વિભીષણે પોતાના વડીલોનાં મનનું સમાધાન કર્યું.
(રામને સર્વે સેના સહિત વિભીષણના ઘરે ભોજન માટે આમંત્રણ)
પછી વિભીષણ પોતાના નિવાસસ્થાને ગયો અને સમસ્ત વ્યવહારમાં પ્રવીણ એવી
પોતાની વિદગ્ધ નામની પટરાણીને શ્રીરામને ભોજનનું નિમંત્રણ આપવા મોકલી. તેણે
આવી સીતા સહિત રામને લક્ષ્મણને નમસ્કાર કર્યા અને કહ્યું કે હે દેવ! મારા પતિનું ઘર
આપનાં ચરણારવિંદના પ્રસંગથી પવિત્ર કરો, આપ અનુગ્રહ કરવાને યોગ્ય છો, પછી તરત
જ વિભીષણ આવ્યો અને અતિઆદરથી વિનંતિ કરી કે હે દેવ! ઊઠો, મારું ઘર પવિત્ર
કરો. તેથી રામ તેની સાથે જ તેના ઘરે જવા તૈયાર થયા. નાના પ્રકારનાં વાહનો, કાળી,
ઘટા સમાન અતિઉતુંગ ગજ, પવન સમાન ચંચળ તુરંગ, મંદિર સમાન રથ ઇત્યાદિ વાહનો
પર આરૂઢ થઈ અનેક રાજા સહિત વિભીષણના ઘેર પધાર્યા. આખો ય રાજમાર્ગ સામંતોથી
ઢંકાઈ ગયો. વિભીષણે નગરને ઉછાળ્‌યું. મેઘધ્વનિ સમાન વાંજિત્રો વાગવા લાગ્યાં. શંખોના
શબ્દથી ગિરિની ગુફા નાદ કરવા લાગી. ઝાંઝ, નગારાં, મૃદંગ, ઢોલ વાગવા લાગ્યાં. દશે
દિશાઓ વાંજિત્રોના નાદથી ભરાઈ ગઈ. વાજિંત્રોના અવાજ, સામંતોના અટ્ટહાસ્ય બધી
દિશામાં ફેલાઈ ગયા. કોઈ સિંહ પર, કોઈ હાથી પર, કોઈ અશ્વ પર એમ વિદ્યામયી અને
સામાન્ય જાતજાતનાં વાહનો પર બેસીને સૌ ચાલ્યા જાય છે, નૃત્યકારિણી નૃત્ય કરે છે-
નટ, ભાટ અનેક કળા, ચેષ્ટા કરે છે. શરદની પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજ્જવળ છત્રોના
સમૂહથી આકાશ છવાઈ ગયું છે. નાના પ્રકારનાં આયુધોની કાંતિથી સૂર્યનું તેજ દબાઈ ગયું
છે, નગરનાં સૌ નરનારીઓને આનંદ ઉપજાવતા ભાનુ સમાન શ્રીરામ

Page 493 of 660
PDF/HTML Page 514 of 681
single page version

background image
પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૩
વિભીષણના ઘરે આવ્યા. ગૌતમસ્વામી કહે છે-હે શ્રેણિક! તે સમયની વિભૂતિનું વર્ણન ન
થઈ શકે. વિભીષણે અર્ધપાદ્ય કર્યા, શોભા કરી. શ્રી શાંતિનાથના મંદિરથી લઈને પોતાના
મહેલ સુધી મનોજ્ઞ તાંડવનૃત્ય કર્યાં. શ્રી રામ હાથી પરથી ઊતરીને સીતા અને લક્ષ્મણ
સહિત વિભીષણના ઘરમાં પ્રવેશ્યા. વિભીષણના મહેલની મધ્યમાં પદ્મપ્રભુ જિનેન્દ્રનું
મંદિર છે, રત્નોનાં તોરણો શોભે છે, તેની ચારેતરફ અનેક જૈનમંદિરો છે, જેમ પર્વતોની
મધ્યમાં સુમેરુ શોભે છે તેમ પદ્મપ્રભુનું મંદિર શોભે છે. સોનાના સ્તંભ, નાના પ્રકારનાં
મણિઓથી મંડિત અનેક રચનાવાળું, સુંદર પદ્મરાગમણિથી તે શોભે છે. પદ્મપ્રભુ
જિનેન્દ્રની પ્રતિમા અનુપમ છે, તેની કાંતિથી મણિરત્નની ભૂમિ પર જાણે કે કમળોનાં વન
ખીલેલાં હોય તેવું લાગે છે. રામ, લક્ષ્મણ, સીતાએ વંદના કરી, સ્તુતિ કરી અને
યથાયોગ્ય આસન લીધું.
પછી વિદ્યાધરોની સ્ત્રીઓએ રામ, લક્ષ્મણ, સીતાના સ્નાનની તૈયારી કરી. અનેક
પ્રકારનાં સુગંધી તેલનો લેપ કર્યો, જે નાસિકા અને દેહને અનુકૂળ હતો. પૂર્વ દિશા તરફ
મુખ રાખીને સ્નાનના બાજોઠ પર બિરાજ્યા. મહાન ઋદ્ધિથી સ્નાનક્રિયા થઈ. સુવર્ણના,
મરકતમણિના, હીરાના, સ્ફટિકમણિના, ઇન્દ્રનીલમણિના સુગંધી જળભરેલા કળશોથી
સ્નાન થયું. નાના પ્રકારનાં વાજિંત્રો વાગ્યાં, ગીતો ગવાયાં. સ્નાન થયા બાદ પવિત્ર
વસ્ત્ર-આભૂષણ પહેરી ફરીથી પદ્મપ્રભુના ચૈત્યાલયમાં જઈને વંદના કરી. વિભીષણે
રામની મહેમાનગતિ કરી તેનું વર્ણન કેટલું કરીએ? દૂધ, દહી, ઘી, શરબતની વાવો
ભરાવી, અન્નના પર્વત કર્યા. જે અદ્ભુત વસ્તુઓ નંદનાદિ વનમાં મળે તે મંગાવી. મન,
નાસિકા, નેત્રોને પ્રિય, અતિસ્વાદિષ્ટ, જીભને પ્રિય ષટ્રસ ભોજનની તૈયારી કરી. સામગ્રી
તો સુંદર હતી જ, અને સીતાના મિલનથી રામને અતિ પ્રિય લાગી. જ્યારે ઇષ્ટનો સંયોગ
થાય ત્યારે પાંચેય ઇન્દ્રિયોને બધા જ ભોગ પ્રિય લાગે છે, નહિતર નહિ. જ્યારે પોતાના
પ્રીતમનો સંયોગ થાય ત્યારે ભોજન સારી રીતે રુચે છે, વસ્ત્ર સુંદર લાગે છે, રાગ
સાંભળવા ગમે છે, કોમળ સ્પર્શ રુચે છે. મિત્રના સંયોગથી બધુંય મનોહર લાગે અને
મિત્રનો વિયોગ હોય ત્યારે બધું સ્વર્ગતુલ્ય હોય તે પણ નરકતુલ્ય લાગે છે. પ્રિયના
સમાગમમાં વિષમ વન સ્વર્ગતુલ્ય ભાસે છે. વિભીષણે અમૃતસરખા રસ અને અનેક
વર્ણનાં અદ્ભુત ભક્ષ્યોથી રામ, લક્ષ્મણ, સીતાને ખૂબ તૃપ્ત કર્યાં. વિદ્યાધર, ભૂમિગોચરી
સૌને પરિવાર સહિત અત્યંત સન્માનથી જમાડયા, ચંદનાદિ સુગંધના લેપ કર્યા, ભદ્રશાલ,
નંદનાદિક વનનાં પુષ્પોથી શોભિત કર્યા, કોમળ, ઝીણાં વસ્ત્રો પહેરાવ્યાં, નાના પ્રકારનાં
રત્નોનાં આભૂષણો આપ્યાં, તેનાં રત્નોની જ્યોતિથી દશે દિશામાં પ્રકાશ થઈ ગયો.
રામની સેનાના જેટલા માણસો હતા તે બધાનું સન્માન કરીને વિભીષણે તેમને પ્રસન્ન
કર્યા, સૌના મનોરથ પૂર્ણ કર્યા. બધા રાતદિવસ વિભીષણની પ્રશંસા કરે છે. અહો, આ
વિભીષણ રાક્ષસવંશનું આભૂષણ છે, જેણે રામ-લક્ષ્મણની ઘણી સેવા કરી અને તે
પ્રશંસવાયોગ્ય છે. તે મોટા પુરુષ છે, જેમના ઘેર રામ-લક્ષ્મણ પધારે તે જગતમાં મહાન
પ્રભાવ અને યશ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વિદ્યાધરોએ વિભીષણના ગુણ ગ્રહણ કર્યા.

Page 494 of 660
PDF/HTML Page 515 of 681
single page version

background image
૪૯૪ એંસીમું પર્વ પદ્મપુરાણ
બધા લોકો આનંદથી રહ્યા. રામ, લક્ષ્મણ, સીતા અને વિભીષણની કથા પૃથ્વી પર ફેલાઈ ગઈ.
(રામ–લક્ષ્મણનો લંકામાં છ વર્ષ સુધી સુખપૂર્વક નિવાસ)
પછી વિભિષણાદિક બધા વિદ્યાધરો રામ-લક્ષ્મણનો અભિષેક કરવા વિનયપૂર્વક
તૈયાર થયા. ત્યારે શ્રી રામે કહ્યું કે અયોધ્યામાં અમારા પિતાએ ભાઈ ભરતનો અભિષેક
કરાવ્યો છે, તેથી ભરત જ અમારા પ્રભુ છે. તો બધાએ કહ્યું કે આપને એ જ યોગ્ય છે,
પરંતુ હવે આપ ત્રિખંડી થયા છો, તેથી આ મંગળ સ્નાન યોગ્ય જ છે, આમાં શો દોષ
છે? અને એવું સાંભળવામાં આવે છે કે ભરત મહાધીર છે અને મનવચનકાયાથી આપની
સેવામાં પ્રવર્તે છે, વિક્રિયા પામતા નથી. આમ કહીને બધાએ રામ-લક્ષ્મણનો અભિષેક
કર્યો. જગતમાં બળભદ્ર અને નારાયણની અત્યંત પ્રશંસા થઈ. જેમ સ્વર્ગમાં ઇન્દ્રનો
મહિમા થાય તેમ લંકામાં રામ-લક્ષ્મણનો મહિમા થયો. ઇન્દ્રના નગર સમાન તે નગર
ભોગોથી પૂર્ણ છે. ત્યાં રામ-લક્ષ્મણની આજ્ઞાથી વિભીષણ રાજ્ય કરે છે. નદી-સરોવરના
તીરે અને દેશ, પુર, ગ્રામાદિમાં વિદ્યાધરો રામ-લક્ષ્મણનો જ યશ ગાવા લાગ્યા. વિદ્યાધરો
સાથે અદ્ભુત વસ્ત્ર-આભૂષણ પહેરી તેની સાથે ક્રીડા કરતા, જેમ દેવ ક્રીડા કરે છે. શ્રી
રામચંદ્ર સીતાનું પ્રફુલ્લિત મુખકમળ જોતાં તૃપ્ત થતા નહિ, લક્ષ્મણ વિશલ્યા સહિત
રમણીય ભૂમિમાં રમતા હતા. મનવાંછિત સકળ વસ્તુઓનો તેમને સમાગમ હોવાથી બન્ને
ભાઈઓના ઘણા દિવસો સુખમાં એક દિવસની જેમ પસાર થઈ ગયા.
એક દિવસ લક્ષ્મણે વિરાધિતને પોતાની અગાઉ પરણેલી સ્ત્રીઓને તેડવા માટે પત્ર
લખીને મોકલ્યો. તેણે જઈને કન્યાઓના પિતાને પત્ર આપ્યો. માતાપિતાએ ઘણા આનંદથી
કન્યાઓને મોકલી. દશાંગનગરના સ્વામી વજ્રકર્ણની પુત્રી, કુંવરસ્થાનના રાજા
વાલિખિલ્યની પુત્રી કલ્યાણમાલા, પૃથ્વીપુર નગરના રાજા પૃથ્વીધરની પુત્રી વનમાલા,
ખેમાંજલિના રાજા જિતશત્રુની પુત્રી જિતપદ્મા, ઉજ્જૈન નગરીના રાજા સિંહોદરની પુત્રી,
એ બધીને વિરાધિત લક્ષ્મણ પાસે લાવ્યો. જન્માંતરના પૂર્ણ પુણ્યથી અને દયા, દાન, શીલ,
સંયમ, ગુરુભક્તિ, ઉત્તમ તપ, ઇન્દ્રિયજય વગેરે શુભ કર્મોથી તેમને લક્ષ્મણ જેવો પતિ
મળ્‌યો. આ પતિવ્રતાઓએ પૂર્વે મહાન તપ કર્યું હતું. રાત્રિભોજન ત્યાગ્યું હતું, ચતુર્વિધ
સંઘની સેવા કરી હતી તેથી વાસુદેવ પતિ મળ્‌યા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે
રાજન્! જગતમાં કોઈ એવી સંપદા, શોભા, લીલા, કળા નહોતી, જે એમને ન મળી હોય.
રામ-લક્ષ્મણ અને તેમની રાણીઓની કથા કેટલી કહીએ? અને ક્યાં કમળ અને ક્યાં ચંદ્ર
એમનાં મુખની ઉપમા પામે, તથા ક્યાં લક્ષ્મી અને ક્યાં રતિ, જે એમની રાણીની ઉપમા
પામે? રામ-લક્ષ્મણની આવી સંપદા જોઈ વિદ્યાધરોને પરમ આશ્ચર્ય થતું. ચંદ્રવર્ધની પુત્રી
અને બીજા અનેક રાજાઓની કન્યાઓ સાથે શ્રી રામ-લક્ષ્મણના અતિઉત્સાહથી વિવાહ
થયા. સર્વ લોકને આનંદ આપનાર તે બન્ને ભાઈઓ મનવાંછિત સુખ ભોગવતા હતા.
ઇન્દ્રપ્રતીન્દ્ર સમાન આનંદથી પૂર્ણ લંકામાં રમતા હતા. આ પ્રમાણે તેમણે લંકામાં છ વર્ષ
ગાળ્‌યાં, સુખના સાગરમાં મગ્ન, સુંદર ચેષ્ટાના ધારક રામચંદ્ર સકળ દુઃખ ભૂલી ગયાં.

Page 495 of 660
PDF/HTML Page 516 of 681
single page version

background image
પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯પ
(ઇન્દ્રજિત આદિનું નિર્વાણ–ગમન)
ઇન્દ્રજિત મુનિ સર્વ પાપના હરનાર, અને ઋદ્ધિસહિત પૃથ્વી પર વિહાર કરતા
હતા. વૈરાગ્યરૂપ પવનથી પ્રેરાયેલા ધ્યાનરૂપ અગ્નિથી તેમણે કર્મવનને બાળ નાખ્યું. એ
ધ્યાનરૂપ અગ્નિ ક્ષાયિક સમ્યક્ત્વરૂપ અરણ્યના લાકડાથી થયો. મેઘવાહન મુનિ પણ
વિષયરૂપ ઈંધનને અગ્નિ સમાન આત્મધ્યાનથી બાળવા લાગ્યા અને જીવના નિજસ્વભાવ
કેવળજ્ઞાનને પામ્યા. કુંભકર્ણ મુનિ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રના ધારક શુક્લધ્યાનના
પ્રભાવથી કેવળજ્ઞાન પામ્યા. લોકાલોકને અવલોકતા મોહરજથી રહિત ઇન્દ્રજિત અને
કુંભકર્ણ કેવળી આયુષ્ય પૂર્ણ કરી અનેક મુનિઓ સાથે નર્મદાના તીરે સિદ્ધપદ પામ્યા.
સુરઅસુરમનુષ્યોના અધિપતિઓ જેમનાં યશગાન કરે છે, તે શુદ્ધ શીલના ધરનાર,
જગત્બંધુ, સમસ્ત જ્ઞેયના જ્ઞાતા, જેના જ્ઞાનસમુદ્રમાં લોકાલોક ગાયની ખરી સમાન ભાસે
છે તે સંસારના વિષમ કલેશમય જળમાંથી નીકળીને તે સ્થાનને (સિદ્ધપદને) પામ્યા. હવે
જ્યાં કાંઈ યત્ન કરવાનો નથી, તે ઉપમારહિત નિર્વિઘ્ન અખંડ સુખ પામ્યા. જે કુંભકર્ણાદિ
અનેક સિદ્ધ થયા તે જિનશાસનના શ્રોતાઓને આરોગ્યપદ આપો. કર્મશત્રુનો નાશ
કરનાર તે જે સ્થળેથી સિદ્ધ થયા છે તે સ્થળો આજ પણ જોવામાં આવે છે, તે તીર્થ
ભવ્ય જીવોએ વંદવાયોગ્ય છે, વિંધ્યાચળની અટવીમાં ઇન્દ્રજિત-મેઘનાદ રહ્યા તે તીર્થ
મેઘરવ કહેવાય છે. મહાબળવાન જાંબુમાલી તૂણીમંત નાના પર્વત પરથી અહમિન્દ્રપદ
પામ્યા તે પર્વત નાના પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી મંડિત અનેક પક્ષીઓ અને
વનચરોથી ભરેલો છે. હે ભવ્ય જીવો! જીવદયા આદિ અનેક ગુણોથી પૂર્ણ એવો જિનધર્મ
સેવનારને કાંઈ દુર્લભ નથી; જૈનધર્મના પ્રસાદથી સિદ્ધપદ, અહમિન્દ્રપદ બધું જ સુલભ છે.
જંબુમાલીનો જીવ અહિમિન્દ્રપદથી ઐરાવતક્ષેત્રમાં મનુષ્ય થઈ, કેવળજ્ઞાન પામી સિદ્ધપદની
પ્રાપ્તિ કરશે. મંદોદરીના પિતા ચારણ મુનિ થઈ અઢીદ્વીપમાં કૈલાસાદિ નિર્વાણક્ષેત્રોની અને
ચૈત્યાલયોની વંદના કરતા પૃથ્વી પર વિહાર કરે છે. મારિચ મંત્રી સ્વર્ગમાં મોટી
ઋદ્ધિવાળા દેવ થયા. જેમનું જેવું તપ તેવું તે ફળ પામ્યા. સીતાને દ્રઢ વ્રતથી પતિનો
મેળાપ થયો. રાવણ તેને ડગાવી શક્યો નહિ. સીતાના અતુલ ધૈર્ય, અદ્ભુત રૂપ, નિર્મળ
બુદ્ધિ અને પતિ પ્રત્યેના અધિક સ્નેહનું કથન થઈ શકે નહિ. સીતા મહાન ગુણોથી,
પૂર્ણશીલના પ્રસાદથી જગતમાં પ્રશંસાયોગ્ય થઈ. સીતાને પોતાના પતિમાં સંતોષ છે, સાધુ
જેની પ્રશંસા કરે છે, તે પરંપરાએ મોક્ષની પાત્ર છે. ગૌતમ સ્વામી કહે છે, હે શ્રેણિક! જે
સ્ત્રી વિવાહ જ ન કરે, બાળબ્રહ્મચર્ય પાળે તે તો મહાભાગ્ય જ છે અને પતિવ્રતાનું વ્રત
આદરે, મનવચનકાયથી પરપુરુષનો ત્યાગ કરે તો એ વ્રત પણ પરમરત્ન છે, સ્ત્રીને સ્વર્ગ
અને પરંપરાએ મોક્ષ દેવાને સમર્થ છે. શીલવ્રત સમાન બીજું વ્રત નથી, શીલ
ભવસાગરની નાવ છે. રાજા મય મંદોદરીના પિતા રાજ્ય અવસ્થામાં માયાચારી હતા અને
કઠોર પરિણામી હતા તો પણ જિનધર્મના પ્રસાદથી રાગદ્વેષરહિત થઈ અનેક ઋદ્ધિના
ધારક મુનિ થયા.

Page 496 of 660
PDF/HTML Page 517 of 681
single page version

background image
૪૯૬ એંસીમું પર્વ પદ્મપુરાણ
(મય મહામુનિનાં તપનું વર્ણન)
આ કથા સાંભળી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયુંઃ હે નાથ! મેં ઇન્દ્રજિતાદિકનું
માહાત્મ્ય સાંભળ્‌યું, હવે રાજા મયનું માહાત્મ્ય સાંભળવા ચાહું છું. અને હે પ્રભો! જે આ
પૃથ્વી પર પતિવ્રતા શીલવંતી છે, નિજ ભરતારમાં અનુરક્ત છે, તે નિશ્ચયથી સ્વર્ગમોક્ષની
અધિકારિણી છે. તેમનો મહિમા અને વિસ્તારથી કહો. ગણધરે કહ્યુંઃ જે નિશ્ચયથી સીતા
સમાન પતિવ્રતા શીલને ધારણ કરે છે તે અલ્પ ભવમાં મોક્ષ પામે છે. પતિવ્રતા સ્વર્ગમાં જ
જાય અને પરંપરાએ મોક્ષ પામે. હે રાજન્! જે મનવચનકાયથી શીલવંતી છે, જેણે ચિત્તની
વૃત્તિ રોકી છે તે ધન્ય છે. અશ્વોમાં, હાથીઓમાં લોહમાં, પાષાણમાં, વસ્ત્રોમાં, જળમાં,
વૃક્ષોમાં, વેલોમાં, સ્ત્રીઓમાં, પુરુષોમાં મોટું અંતર હોય છે. બધી સ્ત્રીઓમાં પતિવ્રતા હોતી
નથી અને બધા જ પુરુષોમાં વિવેકી હોતા નથી. તે શીલરૂપ અંકુશથી મનરૂપ મત્ત હાથીને
વશ કરે તે પતિવ્રતા છે. પતિવ્રતા બધા જ કુળમાં હોય છે અને વૃથા પતિવ્રતાનું અભિમાન
કર્યું તો શું થયું? જે જિનધર્મથી બહિર્મુખ છે તે મનરૂપ મત્ત હાથીને વશ કરવા સમર્થ
નથી. વીતરાગની વાણીથી જેમનું ચિત્ત નિર્મળ થયું છે તે જ મનરૂપ હાથીને વિવેકરૂપ
અંકુશથી વશ કરી દયા-શીલના માર્ગ પર ચલાવવાને સમર્થ છે. હે શ્રેણિક! એક
અભિમાના નામની સ્ત્રીની કથા સંક્ષેપમાં સાંભળ. આ પ્રાચીન કથા પ્રસિદ્ધ છે. એક
ધાન્યગ્રામ નામનું ગામ હતું. ત્યાં નોદન નામનો બ્રાહ્મણ રહેતો. તેને અગ્નિ નામના
બ્રાહ્મણની માનિની નામની સ્ત્રીથી જન્મેલી અભિમાના નામની પત્ની હતી. તે ખૂબ
અભિમાની હતી. નોદન ક્ષુધાથી પિડાતો અભિમાનાને છોડી ગયો. તે અભિમાના ગજવનમાં
કરૂરુહ નામના રાજાને મળી. તે રાજા પુષ્પપ્રકીર્ણ નગરનો સ્વામી હતો અને લંપટી હતો.
બ્રાહ્મણી રૂપવતી હોવાથી તે તેને લઈ ગયો અને સ્નેહથી ઘરમાં રાખી. એક સમયે
અભિમાનાએ રતિક્રીડાના પ્રસંગે રાજાના મસ્તક પર લાત મારી. પ્રાતઃ સમયે રાજાને
સભામાં પંડિતોને પૂછયુંઃ જેણે મારા મસ્તક પર પગથી પ્રહાર કર્યો હોય તેને મારે શું
કરવું? મૂર્ખ પંડિતો કહેવા લાગ્યા કે હે દેવ! તેનો પગ કાપી નાખવો અથવા તેને મારી
નાખવો. તે વખતે રાજાનો અભિપ્રાય જાણનાર એક હેમાંક નામના બ્રાહ્મણે કહ્યું કે તેના
પગની આભૂષણાદિકથી પૂજા કરવી. રાજાએ હેમાંકને પૂછયુંઃ હે પંડિત! તમને આ રહસ્યની
કેવી રીતે ખબર પડી? હેમાંકે કહ્યું કે મેં તમારા અધર પર સ્ત્રીના દાંતના નિશાન જોયા
તેથી મને લાગ્યું કે સ્ત્રીના પગની લાત લાગી હોવી જોઈએ. તેથી રાજાએ હેમાંકને
અભિપ્રાય સમજનાર જાણીને પોતાનો નિકટનો કૃપાપાત્ર બનાવ્યો. તે હેમાંકના ઘર પાસે
એક મિત્રયશા નામની અત્યંત દુઃખી વિધવા બ્રાહ્મણી રહેતી. તે પોતાના પુત્રને શિખામણ
આપતી કે હે પુત્ર! જે બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ કરે છે તે હેમાંકની જેમ મહાન વિભૂતિ
મેળવે છે. આ હેમાંકે બાળઅવસ્થામાં વિદ્યાનો અભ્યાક કર્યો તો અત્યારે તેની કીર્તિ વધી.
તારા પિતા ધનુષબાણની વિદ્યામાં પ્રવીણ હતા તેનો તું મૂર્ખ પુત્ર થયો. આમ કહીને
માતાએ આંસુ સાર્યા. તે વચન સાંભળી માતાને ધૈર્ય બંધાવી અત્યંત

Page 497 of 660
PDF/HTML Page 518 of 681
single page version

background image
પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૭
અભિમાની એવો આ શ્રીવર્ધિત નામનો પુત્ર વિદ્યા શીખવા માટે વ્યાઘ્રપુર નગરમાં ગયો.
તે ગુરુની પાસે શસ્ત્ર, શાસ્ત્ર બધી વિદ્યા શીખ્યો. તે નગરના રાજા સુકાંતની શીલા
નામની પુત્રીને ઉપાડીને નગર છોડી ગયો. તેથી કન્યાનો ભાઈ સિંહચંદ્ર તેની પાછળ
પડયો પણ આ એકલાએ શસ્ત્રવિદ્યાના પ્રભાવથી સિંહચંદ્રને જીતી લીધો અને સ્ત્રી સહિત
પીતા પાસે આવ્યો. માને આનંદ થયો. તેની શસ્ત્રકળાથી પૃથ્વી પર તે પ્રસિદ્ધ થયો અને
કીર્તિ મેળવી. તેણે શસ્ત્રના બળથી પોદનાપુરના રાજા કરૂરુહને જીતી લીધો. આ તરફ
વ્યાઘ્રપુરના રાજા શીલાના પિતાનું મરણ થયું. તેના શત્રુઓએ સિંહચંદ્રને દબાવ્યો એટલે
તે સુરંગના માર્ગે પોતાની રાણીને લઈને નીકળી ગયો. રાજ્યભ્રષ્ટ થયેલો તે પોદનાપુરમાં
પોતાની બહેનનો નિવાસ જાણીને એક તંબોળીની સાથે પાનની ગાંસડી માથે મૂકીને
સ્ત્રીસહિત પોદનાપુર પાસે આવ્યો. રાત્રે પોદનાપુરના વનમાં રહ્યો. તેની સ્ત્રીને સર્પ
કરડયો તેથી એ તેને ખભા પર ઉપાડીને જ્યાં મય મહામુનિ બિરાજતા હતા ત્યાં આવ્યો.
મય મહામુનિ વજ્રના થંભ સમાન નિશ્ચળ કાયોત્સર્ગમાં ઊભા હતા, તે અનેક ઋદ્ધિના
ધારક હતા તેમને સર્વોષધિઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. સિંહચંદ્રે પોતાની રાણીને તેમનાં
ચરણારવિંદ સમીપે મૂકી. તેમની ઋદ્ધિના પ્રભાવથી રાણી નિર્વિષ થઈ. તે સ્ત્રીસહિત
મુનિની સમીપમાં બેઠો હતો ત્યારે મુનિના દર્શન માટે વિનયદત્ત નામનો શ્રાવક આવ્યો
તેને સિંહચંદ્ર મળ્‌યો અને પોતાની બધી હકીકત કહી. તેણે જઈને પોદનાપુરના રાજા શ્રી
વર્ધિતને કહ્યું કે તમારા સાળા સિંહચંદ્ર આવ્યા છે. આથી તે તેને શત્રુ માનીને યુદ્ધ કરવા
તૈયાર થયો. ત્યારે વિનયદત્તે યથાર્થ વૃત્તાંત કહ્યો, તે તમારા શરણે આવ્યો છે. આથી તેને
ખૂબ પ્રીતિ ઉપજી અને ઠાઠમાઠથી સિંહચંદ્રની સામે આવ્યો. બન્ને મળ્‌યા, ખૂબ આનંદ
પામ્યા. પછી શ્રીવર્ધિતે મય મુનિરાજને પૂછયુંઃ હે ભગવાન! હું મારા અને મારા
સ્વજનોના પૂર્વભવ સાંભળવા ચાહું છું. મુનિરાજે કહ્યું, શોભાપુર નામના એક નગરમાં
દિગંબર મુનિ ભદ્રાચાર્યે ચોમાસામાં નિવાસ કર્યો હતો. તેમનાં દર્શન કરવા અમલ નામના
નગરનો રાજા નિરંતર આવતો. એક દિવસ તેને કોઢવાળી સ્ત્રીની દુર્ગંધ આવી એટલે તે
પગે ચાલતો તરત જ ઘેર ચાલ્યો ગયો. તેની દુર્ગંધ સહી ન શક્યો. તે કોઢાવાળી સ્ત્રીએ
ચૈત્યાલયમાં દર્શન કરી ભદ્રાચાર્ય સમીપે આવી શ્રાવિકાનાં વ્રત લીધાં અને સમાધિમરણ
કરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને તારી સ્ત્રી શીલા થઈ છે. રાજા અમલે પોતાના
પુત્રને રાજ્ય આપી પોતે શ્રાવકનાં વ્રત લીધાં, પુત્ર પાસેથી આઠ ગ્રામ લઈ સંતોષ
ધારણ કર્યો, શરીર ત્યજી સ્વર્ગે ગયો, ત્યાંથી ચ્યવીને તું શ્રીવર્ધિત થયો છે.
હવે તારી માતાના ભવ સાંભળ. એક પરદેશી ભૂખથી પિડાઈને ગામમાં આવી
ભોજન માગવા લાગ્યો અને ક્યાંય ભોજન ન મળવાથી અત્યંત કોપથી બોલી ગયો કે હું
તારું ગામ બાળી નાખીશ. દૈવયોગે ગામમાં આગ લાગી. ગામના લોકોએ માન્યું કે તેણે
આગ લગાવી છે તેથી ગુસ્સે થઈને દોડયા, તેને પકડી લાવીને અગ્નિમાં બાળી નાખ્યો.
તે અત્યંત દુઃખથી મરીને રાજાની રસોયણ થઈ, મરીને નરકમાં ઘોર વેદના ભોગવી.
ત્યાંથી નીકળી તારી માતા

Page 498 of 660
PDF/HTML Page 519 of 681
single page version

background image
૪૯૮ એકાસીમું પર્વ પદ્મપુરાણ
મિત્રયશા થઈ. પોદનાપુરમાં એક ગોવાળિયો રહેતો. તેની સ્ત્રીનું નામ ભુજપત્રા હતું. તે
ગોવાળિયો મરીને તારો સાળો સિંહચંદ્ર થયો અને ભુજપત્રા મરીને તેની સ્ત્રી રતિવર્ધના
થઈ. પૂર્વભવમાં પશુઓ પર બોજ લાદતો તેથી આ ભવમાં ભાર વહેવો પડયો. આ
બધાના પૂર્વભવ કહીને મય મહામુનિ આકાશમાર્ગે વિહાર કરી ગયા અને પોદનાપુરનો
રાજા શ્રીવર્ધિત સિંહચંદ્ર સહિત નગરમાં ગયો. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! આ
સંસારની વિચિત્ર ગતિ છે. કોઈ નિર્ધનમાંથી રાજા થઈ જાય અને કોઈ રાજામાંથી નિર્ધન
થઈ જાય છે. શ્રીવર્ધિત બ્રાહ્મણનો પુત્ર રાજ્યભ્રષ્ટ થઈને રાજા થઈ ગયો અને સિંહચંદ્ર
રાજાનો પુત્ર રાજ્યભ્રષ્ટ થઈને શ્રીવર્ધિતની સમીપે આવ્યો. એક જ ગુરુની પાસે પ્રાણી
ધર્મનું શ્રવણ કરે તેમાંથી કોઈ સમાધિમરણ કરીને સુગતિ પામે, કોઈ કુમરણ કરી દુર્ગતિ
પામે. કોઈ રત્નોના ભરેલા જહાજ સહિત સમુદ્ર ઓળંગીને સુખપૂર્વક પોતાના સ્થાનકે
પહોંચે, કોઈ સમુદ્રમાં ડૂબે, કોઈને ચોર લૂંટીને લઈ જાય; આવું જગતનું સ્વરૂપ વિચિત્ર
ગતિવાળું જાણી વિવેકી જીવોએ દયા, દાન, વિનય, વૈરાગ્ય, જપ, તપ, ઇન્દ્રિયનિરોધ,
શાંતિ, આત્મધ્યાન અને શાસ્ત્રઅધ્યયન કરીને આત્મકલ્યાણ કરવું. મય મુનિરાજનાં આવાં
વચન સાંભળી રાજા શ્રીવર્ધિત અને પોદનાપુરના ઘણા લોકો શાંતિચિત્ત થઈને જિનધર્મનું
આરાધન કરવા લાગ્યા. આ મય મહામુનિ અવધિજ્ઞાની, શાંતિચિત્ત, સમાધિમરણ કરીને
ઈશાન સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. જે આ મય મુનિનું માહાત્મ્ય મન દઈને વાંચે, સાંભળે
તેને વેરીઓની પીડા ન થાય, સિંહ-વાઘાદિ ન હણે, સર્પાદિ ન ડસે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મય મુનિનું માહાત્મ્ય વર્ણવનારું
એંસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકાસીમું પર્વ
(રામ–લક્ષ્મણ વિના કૌશલ્યાનું શોકાકુળ થવું અને નારદનું આવીને સમજાવવું)
ચંદ્ર-સૂર્યસમાન જેમની કાંતિ છે એવા લક્ષ્મણના મોટા ભાઈ શ્રી રામચંદ્ર
મધ્યલોકમાં સ્વર્ગલોક જેવી લક્ષ્મી ભોગવતા હતા. તેમની માતા કૌશલ્યા પતિ અને
પુત્રના વિયોગરૂપ અગ્નિની જ્વાળામાં જલતા હતાં. મહેલના સાતમા માળે બેસી,
સખીઓથી વીંટળાયેલ, અતિ ઉદાસ જેમ ગાયને વાછરડાના વિયોગથી વ્યાકુળતા થાય
પુત્ર સ્નેહમાં તત્પર, તીવ્ર શોકસાગરમાં મગ્ન દશે દિશામાં તે નીરખતાં હતાં. મહેલના
શિખર પર બેઠેલા કાગડાને પૂછે છે કે હે કાગ! મારા પુત્ર રામ આવે તો તને ખીરનું
ભોજન આપું. આવું બોલીને વિલાપ કરે છે, કરે છે, અરે વત્સ! તું ક્યાં ગયો, મેં તને
નિરંતર સુખમાં લાડ લડાવ્યા હતા, તને વિદેશમાં ભ્રમણની પ્રીતિ ક્યાંથી ઉપજી? શું
પલ્લવ સમાન તારા કોમળ ચરણ કઠોર પંથમાં પીડા ન પામે? ગહન વનમાં કયા

Page 499 of 660
PDF/HTML Page 520 of 681
single page version

background image
પદ્મપુરાણ એકાસીમું પર્વ ૪૯૯
વૃક્ષ નીચે વિશ્રામ કરતો હશે? હું મંદભાગિની, અત્યંત દુઃખી મને તજીને તું ભાઈ લક્ષ્મણ
સાથે કઈ દિશામાં ગયો છો? આમ માતા વિલાપ કરે છે તે વખતે નારદ ઋષિ
આકાશમાર્ગેથી આવ્યા. તે સદા અઢી દ્વીપમાં ફરતા જ રહે છે. શિર પર જટા, શુક્લ વસ્ત્ર
પહેર્યાં છે, તેને સમીપમાં આવેલા જોઈ કૌશલ્યાએ ઊભા થઈને તેમનો આદર કર્યો.
સિંહાસન આપીને સન્માન કર્યું. નારદે તેને આંસુ સાથે શોક કરતી જોઈ પૂછયું, હે
કલ્યાણરૂપિણી! તું આટલી દુઃખી કેમ છો? તારા દુઃખનું કારણ શું છે? સુકૌશલ
મહારાજની પુત્રી, લોકપ્રસિદ્ધ દશરથ રાજાની રાણી, મનુષ્યોમાં રત્ન એવા શ્રી રામચંદ્રની
માતા તમને કોણે દુઃખ આપ્યું? જે તારી આજ્ઞા ન માને તે દુષ્ટ છે, અબ ઘડી રાજા
દશરથ તેને શિક્ષા કરશે. ત્યારે માતાએ નારદને કહ્યું કે હે દેવર્ષિ! તમને અમારા ઘરના
વૃત્તાંતની ખબર નથી તેથી તમે આમ બોલો છો. તમારું આ ઘર પ્રત્યે જેવું વાત્સલ્ય
પહેલાં હતું તે તમે ભૂલી ગયા છો, તમારું ચિત્ત કઠોર થઈ ગયું છે. હવે અહીં આવવાનું
છોડી દીધું છે. તેથી તમે વાત જ નહિ સમજો. હે ભ્રમણપ્રિય! તમે ઘણા દિવસે આવ્યા
છો, ત્યારે નારદે કહ્યું કે હે માતા! ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રના સુરેન્દ્રરમણ નામના
નગરમાં તીર્થંકર ભગવાનનો જન્મકલ્યાણક થયો. ઇન્દ્રાદિક દેવો આવ્યા, ભગવાનને સુમેરુ
પર લઈ ગયા, અદ્ભુત વિભૂતિથી જન્માભિષેક કર્યો. તે દેવાધિદેવનો અભિષેક મેં જોયો
જેને જોતાં ધર્મની વૃદ્ધિ થાય. ત્યાં દેવોએ આનંદ નૃત્ય કર્યું શ્રી જિનેન્દ્રનાં દર્શનમાં મારી
અનુરાગરૂપ બુદ્ધિ છે તેથી મહામનોહર ધાતકીખંડમાં તેવીસ વર્ષ મેં સુખમાં વીતાવ્યાં. તમે
મારી માતા સમાન છો તેથી તમારી યાદ આવતાં આ ભરતક્ષેત્રમાં આવ્યો. હવે થોડા
દિવસો આ મંડળમાં રહીશ. હવે મને બધો વૃત્તાંત કહો, તમારાં દર્શન માટે હું આવ્યો છું.
પછી કૌશલ્યાએ બધી વાત કરી. ભામંડળનું ત્યાં આવવું અને વિદ્યાધરોનું ત્યાં આવવું,
ભામંડળને વિદ્યાધરોનું રાજ્ય, રાજા દશરથનું અનેક રાજાઓ સહિત વૈરાગ્યગ્રહણ,
રામચંદ્રનું લક્ષ્મણ અને સીતા સાથે વિદેશગમન, સીતાનો વિયોગ, સુગ્રીવાદિક રાજા સાથે
મેળાપ, રાવણ સાથે યુદ્ધ, લંકેશની શક્તિનું લક્ષ્મણને લાગવું, દ્રોણમેઘની કન્યાનું ત્યાં
જવું; આટલી ખબર અમને છે. પછી શું થયું તેની ખબર નથી. આમ કહી દુઃખથી વિલાપ
કરવા લાગી કે અરે પુત્ર! તું ક્યાં ગયો? શીઘ્ર મને જવાબ આપ. શોક સાગરમાં ડૂબેલી
મને બહાર કાઢ, હું પુણ્યહીન તારું મુખ જોયા વિના દુઃખરૂપ અગ્નિમાં બળું છું, મને શાતા
પમાડ. સીતા બાળક છે, પાપી રાવણે તેને બંદીગૃહમાં નાખી છે, તે દુઃખમાં રહેતી હશે.
નિર્દય રાવણે લક્ષ્મણને શક્તિ મારી છે તે ખબર નથી કે તે જીવે છે નહિ. એરેરે! બન્ને
દુર્લભ પુત્ર છો. હાય સીતા! તું પતિવ્રતા છતાં કેમ દુઃખ પામી? કૌશલ્યાના મુખે આ
શબ્દો સાંભળી નારદ અતિ ખેદખિન્ન થયા. વીણા ધરતી પર ફેંકી દીધી અને અચેત થઈ
ગયા. જાગ્રત થયા પછી તેણે કહ્યું, હે માતા! તમે શોક છોડો. હું હમણાં જ તમારા પુત્રોના
ક્ષેમકુશળ સમાચાર લાવું છું. મારામાં બધી જાતનું સામર્થ્ય છે. આવી પ્રતિજ્ઞા કરીને નારદે
વીણા ઉપાડી ખભે મૂકી આકાશમાર્ગે ગમન કર્યું. પવનસમાન વેગવાળા તેમણે અનેક દેશ
જોયા અને લંકા