PDF/HTML Page 3361 of 4199
single page version
तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु।। ३५६।।
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि।
तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु।। ३५७।।
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि।
तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु।। ३५८।।
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि।
तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु।। ३५९।।
(‘ખડી તો ખડી જ છે’ -એ નિશ્ચય છે; ‘ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત- સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે ‘જ્ઞાયક તો જ્ઞાયક જ છે’ -એ નિશ્ચય છે; ‘જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ-
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩પ૬.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શક નથી ત્યમ પર તણો, દર્શક ખરે દર્શક તથા; ૩પ૭.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
સંયત નથી ત્યમ પર તણો, સંયત ખરે સંયત તથા; ૩પ૮.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩પ૯.
PDF/HTML Page 3362 of 4199
single page version
सुणु ववहारणयस्स य वत्तव्वं से समासेण।। ३६०।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण।
तह परदव्वं जाणदि णादा वि सएण भावेण।। ३६१।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण।
तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण।। ३६२।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण।
तह परदव्वं विजहदि णादा वि सएण भावेण।। ३६३।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण।
तह परदव्वं सद्दहदि सम्मदिट्ठी सहावेण।। ३६४।।
एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते।
भणिदो अण्णेसु वि पज्जएसु एमेव णादव्वो।। ३६५।।
સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૧.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
આત્માય એ રીત દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૨.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૩.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
સુદ્રષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪.
એમ જ્ઞાન–દર્શન–ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો,
ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬પ.
PDF/HTML Page 3363 of 4199
single page version
तथा ज्ञायकवस्तु न परस्य ज्ञायको ज्ञायकः स तु।। ३५६।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति।
तथा दर्शकस्तु न परस्य दर्शको दर्शकः स तु।। ३५७।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति।
तथा संयतस्तु न परस्य संयतः संयतः स तु।। ३५८।।
यथा सेटिका तु न परस्स सेटिका सेटिका च सा भवति।
तथा दर्शनं तु न परस्य दर्शनं दर्शनं तत्तु।। ३५९।।
एवं तु निश्चयनयस्य भाषितं ज्ञायदर्शनचरित्रे।
शृणु व्यवहारनयस्य च वक्तव्यं तस्य समासेन।। ३६०।।
ગાથાર્થઃ– (જોકે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેય-જ્ઞાયક, દ્રશ્ય-દર્શક, ત્યાજ્ય-યાજક ઇત્યાદિ સંબંધ છે, તોપણ નિશ્ચયે તો આ પ્રમાણે છેઃ-) [यथा] જેમ [सेटिका तु] ખડી [परस्य न] પરની (-ભીંત આદિની) નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ [ज्ञायकः तु] જ્ઞાયક (જાણનારો, આત્મા) [परस्य न] પરનો (પરદ્રવ્યનો) નથી, [ज्ञायकः] જ્ઞાયક [सः तु ज्ञायकः] તે તો જ્ઞાયક જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી [परस्य न] પરની નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ [दर्शकः तु] દર્શક (દેખનારો આત્મા) [परस्य न] પરનો નથી, [दर्शकः] દર્શક [सः तु दर्शकः] તે તો દર્શક જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી [परस्य न] પરની (-ભીંત આદિની) નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ [संयतः तु] સંયત (ત્યાગ કરનારો, આત્મા) [परस्य न] પરનો (-પરદ્રવ્યનો) નથી, [संयतः] સંયત [सः तु संयतः] તે તો સંયત જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી [परस्य न] પરની નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ [दर्शनं तु] દર્શન અર્થાત્ શ્રદ્ધાન [परस्य न] પરનું નથી, [दर्शनं तत् तु दर्शनम्] દર્શન તે તો દર્શન જ છે અર્થાત્ શ્રદ્ધાન તે તો શ્રદ્ધાન જ છે.
[एवं तु] એ પ્રમાણે [ज्ञानदर्शनचरित्रे] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [निश्चयनयस्य भाषितम्] નિશ્ચયનયનું કથન છે. [तस्य च] વળી તે વિષે [समासेन] સંક્ષેપથી [व्यवहारनयस्य वक्तव्यं] વ્યવહારનયનું કથન [शृणु] સાંભળ.
PDF/HTML Page 3364 of 4199
single page version
तथा परद्रव्यं जानाति ज्ञातापि स्वकेन भावेन।। ३६१।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन।
तथा परद्रव्यं पश्यति जीवोऽपि स्वकेन भावेन।। ३६२।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन।
तथा परद्रव्यं विजहाति ज्ञातापि स्वकेन भावेन।। ३६३।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन।
तथा परद्रव्यं श्रद्धत्ते सम्यग्द्रष्टिः स्वभावेन।। ३६४।।
एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञानदर्शनचरित्रे।
भणितोऽन्येष्वपि पर्यायेषु एवमेव ज्ञातव्यः।।
[यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] (ભીંત આદિ) પરદ્રવ્યને [सेटियति] સફેદ કરે છે, [तथा] તેમ [ज्ञाता अपि] જ્ઞાતા પણ [स्वकेन् भावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [जानाति] જાણે છે. [यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति] સફેદ કરે છે, [तथा] તેમ [जीवः अपि] જીવ પણ [स्वकेन भावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [पश्यति] દેખે છે. [यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति] સફેદ કરે છે, [तथा] તેમ [ज्ञाता अपि] જ્ઞાતા પણ [स्वकेन भावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [विजहाति] ત્યાગે છે. [यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति] સફેદ કરે છે, [तथा] તેમ [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [श्रद्धत्ते] શ્રદ્ધે છે. [एवं तु] આ પ્રમાણે [ज्ञानदर्शनचरित्रे] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [व्यवहारनयस्य विनिश्चयः] વ્યવહારનયનો નિર્ણય [भणितः] કહ્યો; [अन्येषु पर्यायेषु अपि] બીજા પર્યાયો વિષે પણ [एवम् एव ज्ञातव्यः] એ રીતે જ જાણવો.
ટીકાઃ– આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત- આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’ -એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં
PDF/HTML Page 3365 of 4199
single page version
વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે (-જુદું દ્રવ્ય નથી);’ -આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ વિદ્યમાન) હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત- આદિસ્વરૂપ જ હોવી જોઈએ, ભીંત-આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ) જો ખડી ભીંત-આદિની નથી, તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ- સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. (એ પ્રમાણે દ્રષ્ટાંત કહ્યું.) જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દ્રાર્ષ્ટાંત છેઃ- આ જગતમાં ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞેય છે, હવે, ‘જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, જ્ઞેય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી?’ -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’ -આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને જાણે છે’ -એ
PDF/HTML Page 3366 of 4199
single page version
વ્યવહારકથન છે; ‘આત્મા પોતાને જાણે છે’ -એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘જ્ઞાયક જ્ઞાયક જ છે’ -એ નિશ્ચય છે.)
વળી (જેવી રીતે જ્ઞાયક વિષે દ્રષ્ટાંત-દ્રાર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છેઃ- આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’ -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’ -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિની જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના પરદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ- સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દ્રાર્ષ્ટાંત છેઃ- આ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દ્રશ્ય છે. હવે, ‘દર્શક (દેખનારો અથવા શ્રદ્ધનારો) ચેતયિતા, દ્રશ્ય (દેખાવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી?’ -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’ -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ). એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા
PDF/HTML Page 3367 of 4199
single page version
છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે, અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે-એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે’ -એ વ્યવહારકથન છે; ‘આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે’ -એમ કહેવામાં પર સ્વ- સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘દર્શક દર્શક જ છે, -એ નિશ્ચય છે.)
વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દ્રષ્ટાંત-દ્રાર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છેઃ- આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’ -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’ -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કોઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દ્રાર્ષ્ટાંત છેઃ- આ જગતમાં જે ચેતયિતા છે તે, જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ (ત્યાગસ્વરૂપ) સ્વભાવ છે એવું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું અપોહ્ય (ત્યાજ્ય, ત્યાગવાયોગ્ય પદાર્થ) છે. હવે, ‘અપોહક (ત્યાજક) ચેતયિતા, અપોહ્ય (ત્યાજ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી?’ -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’ -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો
PDF/HTML Page 3368 of 4199
single page version
હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે’ -એ વ્યવહારકથન છે; ‘આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે’ -એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘અપોહક અપોહક જ છે’ -એ નિશ્ચય છે.)
હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છેઃ-
જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (- ભીંત આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (- ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ- જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત- આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત
PDF/HTML Page 3369 of 4199
single page version
છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત- આદિ પરદ્રવ્યને પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
વળી (જેવી રીતે જ્ઞાન-દર્શન ગુણોનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ- જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત- આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પર-અપોહનાત્મક (-પરના ત્યાગસ્વરૂપ) સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવો.
ભાવાર્થઃ– શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને
PDF/HTML Page 3370 of 4199
single page version
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यातरं जातुचित् ।
ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः।। २१५।।
અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.
હવે વ્યવહારનય વિષે. વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્તનૈમિત્તિકભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી જનો કહે છે કે-આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.
એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [शुद्ध–द्रव्य–निरूपण–अर्पित–मतेः तत्त्वं समुत्पश्यतः] જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી-લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને [एकद्रव्य–गतं किम्–अपि द्रव्य–अन्तरं जातुचित् न चकास्ति] એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી. [यत् तु ज्ञानं ज्ञेयम् अवैति तत् अयं शुद्ध–स्वभाव–उदयः] જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. [जनाः] આમ છે તો પછી લોકો [द्रव्य–अन्तर–चुम्बन–आकुल–घियः] જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા [तत्त्वात्] તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) [किं च्यवन्ते] શા માટે ચ્યુત થાય છે?
ભાવાર્થઃ– શુદ્ધનયની દ્રષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો ‘જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે’ એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ચ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે-આ લોકો તત્ત્વથી કાં ચ્યુત થાય છે? ૨૧પ.
PDF/HTML Page 3371 of 4199
single page version
मन्यद्र्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः ।
ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि–
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।। २१६।।
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम् ।
ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।। २१७।।
ફરી આ જ અર્થને દ્રઢ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [शुद्ध–द्रव्य–स्वरस–भवनात्] શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, [शेषम् अन्यत्–द्रव्यं किं स्वभावस्य भवति] બાકીનું કોઈ અન્યદ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે? (ન જ થઈ શકે.) [यदि वा स्वभावः किं तस्य स्यात्] અથવા શું તે (જ્ઞાનાદિ સ્વભાવ) કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? (ન જ થઈ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.) [ज्योत्स्नारूपं भुवं स्नपयति] ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે [भूमिः तस्य न एव अस्ति] તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; [ज्ञानं ज्ञेयं सदा कलयति] તેવી રીતે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે [ज्ञेयम् अस्य अस्ति न एव] તોપણ જ્ઞેય જ્ઞાનનું થતું જ નથી.
ભાવાર્થઃ– શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં જ્ઞેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી. ૨૧૬.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [तावत् राग–द्वेष–द्वयम् उदयते] ત્યાં સુધી રાગ-દ્વેષનું દ્વંદ્વ ઉદય
PDF/HTML Page 3372 of 4199
single page version
પામે છે (-ઉત્પન્ન થાય છે) [यावत् एतत् ज्ञानं ज्ञानं न भवति] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય [पुनः बोध्यम् बोध्यतां न याति] અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. [तत् इदं ज्ञानं न्यक्कृत–अज्ञानभावं ज्ञानं भवतु] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ- [येन भाव–अभावौ तिरयन् पूर्णस्वभावः भवति] કે જેથી ભાવ- અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય.
ભાવાર્થઃ– જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઊપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે. ૨૧૭.
‘(ખડી તો ખડી જ છે’ -એ નિશ્ચય છે; ‘ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત-સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે ‘જ્ઞાયક તો જ્ઞાયક જ છે’ -એ નિશ્ચય છે; જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ-
‘આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે.’
શું કહે છે? કે આ જગતમાં સેટિકા નામ ખડી છે તે શ્વેતગુણથી ભરેલું દ્રવ્ય છે, અને ભીંત આદિ પરદ્રવ્ય છે તે વ્યવહારથી ખડીનું શ્વેત્ય છે. ‘વ્યવહારથી’ કેમ કહ્યું? કારણ કે ખડી ખડીરૂપ છે, ભીંત ભીંતરૂપ છે, ખડી છે તે ભીંતમાં પ્રવેશ કરતી નથી. માટે ખડી ભીંતને ધોળી કરે છે વા ભીંત ખડીનું શ્વેત્ય છે એમ કહેવું તે વ્યવહાર છે. (નિશ્ચયથી તો ખડી ભીંતને અડીય નથી)
જુઓ, ખડી દ્રવ્ય છે, શ્વેત તેનો ગુણ-સ્વભાવ છે, અને ભીંત ખડીનું વ્યવહારે શ્વેત્ય છે, અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે. આમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય સિદ્ધ થયાં. હવે કહે છે-
‘હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત આદિ પરદ્રવ્ય તેની છે
PDF/HTML Page 3373 of 4199
single page version
કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ-
જો ખડી ભીંત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ-
“જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે (-જુદું દ્રવ્ય નથી);” -આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ વિદ્યમાન) હોવાથી, ખડી જો ભીંત આદિની હોય તો ખડી ભીંત આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિ સ્વરૂપ જ હોવી જોઈએ, ભીંત આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં; ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત આદિની નથી.’
જુઓ, ખડી અને ભીંત-બેનો તાત્ત્વિક સંબંધ વિચારતાં, કહે છે, જો ખડી ભીંતની હોય તો ખડી ભીંતસ્વરૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય એવો પારમાર્થિક સંબંધ છે; જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે. આ પ્રમાણે જો ખડી ભીંતની હોય તો ખડી ભીંતરૂપ જ હોય, અન્યરૂપ ન હોય; અને તો ખડીના સ્વદ્રવ્યનો નાશ થઈ જાય, પરંતુ દ્રવ્યનો નાશ કદીય થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્યદ્રવ્યરૂપે સંક્રમણ થવાનો પહેલાં જ ગાથા ૧૦૩માં નિષેધ કર્યો છે. માટે એમ સિદ્ધ થયું કે ખડી ભીંત આદિની નથી. હવે કહે છે-
‘જો ખડી ભીંત આદિની નથી તો ખડી કોની છે?
ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે.’
જુઓ, આ દ્રષ્ટાંત કહ્યું. હવે કહે છે-
‘જેમ આ દ્રષ્ટાંત છે તેમ આ (નીચે પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃ-
‘આ જગતમાં ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞેય છે.’
શું કહ્યું? કે આ જગતમાં ચેતનારો-આત્મા છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવ-
PDF/HTML Page 3374 of 4199
single page version
વાળું દ્રવ્ય છે, અને શરીર, મન, વાણી ઇત્યાદિ-પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે આત્માનું જ્ઞેય છે. વ્યવહારે જ્ઞેય છે એટલે શું? કે ચેતનારો આત્મા તો ચૈતન્યરૂપ-જ્ઞાનરૂપ જ છે અને શરીરાદિ પરદ્રવ્ય શરીરાદિરૂપ જ છે. જ્ઞાન શરીરાદિરૂપ થતું નથી, જ્ઞાન તો શરીરાદિને અડતુંય નથી. જ્ઞાન જ્ઞાનસ્વરૂપ રહીને પરજ્ઞેયોને જાણે છે. લોકાલોકને જ્ઞાન જાણે છે ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, કાંઈ લોકાલોકરૂપ થતું નથી, વળી લોકાલોક છે તે કાંઈ જ્ઞાનરૂપ થતું નથી. માટે કહ્યું કે પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે ચેતયિતાનું જ્ઞેય છે.
જગતના જ્ઞેય પદાર્થોને જ્ઞાનની પર્યાય જાણે છે. તે જ્ઞાનની પર્યાય જ્ઞેયથી થઈ કે પોતાથી થઈ છે? જ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, તે જ્ઞેયથી ઉત્પન્ન થઈ નથી, વળી તે જ્ઞેયરૂપ પણ થઈ નથી; જો જ્ઞેયરૂપ થાય તો જ્ઞાનનો નાશ થઈ જાય. એ જ કહે છે કે-
‘હવે, જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, જ્ઞેય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી! એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ વિચારવામાં આવે છેઃ-
જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;-આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.’
જુઓ, શું કીધું? કે ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા પુદ્ગલાદિ રૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-એવો પારમાર્થિક સંબંધ છે; જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે તેમ ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો તે પુદ્ગલાદિરૂપ જ હોય, અન્યરૂપ ન હોય. આમ હોતાં, કહે છે, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય.
અહાહા...! જેમ સાકર મીઠાશનો પુંજ છે તેમ ભગવાન આત્મા-ચેતયિતા પ્રભુ એકલો જ્ઞાનનો પુંજ છે. અહા! આવો ચૈતન્યનિધિ પ્રભુ આત્મા પુદ્ગલાદિ પરજ્ઞેયોને જાણે છે તે જ્ઞેયરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે? અહાહા...! આત્મા- ચેતયિતા જ્ઞાનરૂપ રહીને જ પુદ્ગલાદિ જ્ઞેયોને જાણે છે. આત્મા જ્ઞેયરૂપ થાય તો આત્માનો-સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો કદીય થતો નથી,
PDF/HTML Page 3375 of 4199
single page version
કારણ કે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થવાનો તો પહેલાં જ ગાથા ૧૦૩ માં નિષેધ કર્યો છે. માટે એમ સિદ્ધ થયું કે ચેતયિતા પુદ્ગલાદિનો નથી.
અહાહા....! આત્મા જ્ઞાન... જ્ઞાન.... જ્ઞાનસ્વભાવરૂપ પ્રકાશનો પુંજ પ્રભુ છે. તેની જ્ઞાનની પરિણતિ જેમ પુદ્ગલાદિને જાણે તેમ રાગને પણ જાણે છે. ત્યાં પ્રશ્ન થાય કે જ્ઞાનની પરિણતિ રાગને રાગરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે? ઝીણી વાત છે પ્રભુ! જ્ઞાન જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેને જ્ઞાનની વર્તમાન-વર્તમાન દશા થાય તે તેના સ્વકાળે પોતાથી થાય છે. તે જ્ઞાનની દશા રાગાદિને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. રાગને આત્મા કરે છે એ વાત તો દૂર રહો, (રાગનો કર્તા થાય એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે), અહીં તો કહે છે-દયા, દાન આદિ રાગને આત્મા જાણે છે એમ કહેવું એ વ્યવહારે છે. ભાઈ! તારું ચૈતન્યતત્ત્વ રાગથી ભિન્ન છે. તે ભિન્નને જાણવાકાળે તે જ્ઞાનરૂપ-ચૈતન્યરૂપ જ રહે છે, ભિન્ન રાગરૂપ થતું નથી. જો જાણનારો આત્મા રાગને જાણવાકાળે રાગરૂપ થાય તો આત્માનો-સ્વદ્રવ્યનો નાશ થઈ જાય, આત્મા પરરૂપ-જડરૂપ થઈ જાય. પરંતુ દ્રવ્યનો કદીય નાશ થતો નથી કેમકે દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવું નિષિદ્ધ છે, માટે કહે છે-ચેતયિતા પુદ્ગલાદિનો નથી; શરીર, મન, વાણી, કર્મ, રાગ આદિનો આત્મા-ચેતયિતા નથી. આવી વાત!
આ વાણી સાંભળે છે ને? વાણી બોલાય એ તો જડ છે, તથા વાણી સાંભળીને એનું જ્ઞાન થયું તે જ્ઞાનની દશા છે; એ જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે, તે કાંઈ વાણીરૂપ કે વાણી સાંભળવાના વિકલ્પરૂપ થતી નથી. જો જ્ઞાનની દશા વાણીરૂપ થાય કે વિકલ્પરૂપ થાય તો તે જડ થઈ જાય, જાણનાર સ્વદ્રવ્યનો-આત્મદ્રવ્યનો નાશ થઈ જાય. પણ એમ બનતું નથી, કેમકે એક દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપ થવું અસંભવ છે. માટે, કહે છે, ચેતયિતા શરીરાદિ પરદ્રવ્યોનો નથી, વિકલ્પનો નથી, વાણીનો નથી. હવે કહે છે-
‘(આગળ વિચારીએઃ-) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? કોનો છે?
ચેતયિતાનો જ ચેતયિતા છે.
(આ) ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?
(આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?
PDF/HTML Page 3376 of 4199
single page version
કાંઈ સાધ્ય નથી, તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે.’
અહાહા...! પૂછે છે કે-ચેતયિતા રાગનો, પુદ્ગલાદિનો નથી તો કોનો છે? તો કહે છે-ચેતયિતાનો જ ચેતયિતા છે, જાણનારનો જ જાણનાર છે. હા, પણ જાણનારનો જાણનાર કહ્યો ત્યાં તો એ બે થયા; તો એ બે કોણ છે? તો કહે છે-બે નથી, પરંતુ એ બે એક ચેતયિતાના-જાણનારના જ સ્વ-સ્વામીરૂપ અંશો છે.
અહો! દિગંબર સંતોએ પરમાર્થને જાહેર કર્યો છે. ભાઈ! તું રાગનો હું કર્તા એમ માન એ તો ક્યાંય રહી ગયું; અહીં તો રાગને હું જાણું એમ કહીએ એ વ્યવહાર છે અને જાણનારનો જ જાણનાર છે એમ કહીએ એય સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે-એમ કહે છે. અહાહા...! જાણનારનો હું જાણનાર છું એવો જે ભેદ પડે એય વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. અહાહા....! જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. આવા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે જે ધર્મનું પહેલું પગથિયું છે. બાપુ! શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિ વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના આ તારાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ બધી રાગની ક્રિયાઓ રણમાં પોક મૂકવા જેવી છે. સમજાણું કાંઈ...?
ભાઈ! તારું અસ્તિત્વ એક જ્ઞાનસ્વરૂપ છે. રાગનું કરવું એ તો એમાં છે નહિ પણ જ્ઞાનના અસ્તિત્વમાં રહીને તું રાગને જાણે એમ કહીએ એય વ્યવહાર છે, ઉપચાર છે. જૈન પરમેશ્વરનું કહેલું તત્ત્વ ખૂબ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ! અહીં તો જાણનારને જાણું છું એવો જે ભેદ પડે એય, કહે છે, વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહારથી એને કાંઈ લાભ નથી, અર્થાત્ એવા ભેદરૂપ વ્યવહારના લક્ષે એને સમ્યગ્દર્શન થતું નથી. અહીં તો જ્ઞાયક જ્ઞાયક જ છે-એ પરમાર્થ છે; અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકની અંતર્દ્રષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ કર્તવ્ય છે, ધર્મ છે. આ સિવાય બીજું બધું (રંગ- રાગ-ભેદનું) કરવું અને જાણવું તું માન એ બધું મિથ્યાદર્શન છે.
અહાહા....! સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ’ -એવી એક સંબંધશક્તિ આત્મામાં છે. એટલે શું? પોતાનો ભાવ-પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-તે પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સ્વભાવમાત્ર સંબંધશક્તિ જીવમાં છે. પરંતુ સ્વ-સ્વામીઅંશરૂપ ભેદ એમાં નથી. ઝીણી વાત છે પ્રભુ! સ્વભાવમાત્ર વસ્તુમાં છે-સ્વ-સ્વામીઅંશરૂપ ભેદ નથી. અહીં કહે છે-જાણનારનો જાણનાર છે એવા વ્યવહારરૂપ ભેદથી તને શો લાભ છે? એમ કે ભેદના લક્ષે તને રાગ જ
PDF/HTML Page 3377 of 4199
single page version
થશે, આત્મજ્ઞાન નહિ થાય. ભેદના લક્ષમાં તું રોકાઇ રહે એ તો વિપરીતતા છે, મિથ્યાત્વ છે ભાઈ! આવી વાત!
તો પરમાર્થ શું છે? જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે, પરમાર્થ છે. હું જ્ઞાયક જ છું એમ અભેદદ્રષ્ટિ થવી એ સમ્યગ્દર્શન છે અને એ સૌ પ્રથમ ધર્મ છે. આ સિવાયના ક્રિયાકાંડ બધા થોથેથોથાં છે, અસત્યાર્થ છે, હિતરૂપ નથી.
આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ- ૧. આત્મા પરદ્રવ્યને જાણે છે-એ વ્યવહારકથન છે, ૨. આત્મા પોતાને જાણે છે-એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે. ૩. જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. ‘વળી (જેવી રીતે જ્ઞાયક વિષે દ્રષ્ટાંત-દર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છેઃ
આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરવાયોગ્ય પદાર્થ છે. હવે, શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? - એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ
જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છેઃ- આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત- આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વ જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત- આદિની નથી.’ હવે કહે છે-
(આગળ વિચારીએઃ) ‘જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે- એ નિશ્ચય છે’
‘જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃ-
PDF/HTML Page 3378 of 4199
single page version
‘આ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દ્રશ્ય છે.’
શું કીધું? આ જગતમાં ચેતયિતા-ભગવાન આત્મા છે તે દેખવાના-શ્રદ્ધવાના પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. અહાહા....! દર્શક એટલે દેખનારો-શ્રદ્ધનારો એવો આ આત્મા દર્શનશક્તિથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે. અહીં દર્શનગુણથી ભરેલો કહીને દેખવારૂપ અને શ્રદ્ધવારૂપ બન્ને ગુણની વાત કરી છે. અહાહા...! દેખવા-શ્રદ્ધવારૂપ દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું આત્મા એક દ્રવ્ય છે.
અને પુદ્ગલાદિ પરદ્રવ્ય, કહે છે, વ્યવહારે તે ચેતયિતાનું-આત્માનું દ્રશ્ય છે. એટલે શું? કે આત્મા શરીરાદિ ને રાગાદિ પરદ્રવ્યને દેખે છે એમ કહીએ તે વ્યવહારનયનું વચન છે. અહાહા...! આત્મા દેખવાની પર્યાયમાં દેખવાયોગ્ય પર ચીજને દેખે છે એમ કહીએ તે, કહે છે, વ્યવહારનયથી છે, અર્થાત્ તે વાસ્તવિક કથન નથી. ઝીણી વાત છે ભાઈ! દર્શનસ્વભાવથી ભરેલો ચેતયિતા પ્રભુ આત્મા પરને દેખે છે વા સાત તત્ત્વોની શ્રદ્ધા કરે છે એમ કહીએ એ વ્યવહારનયથી છે. હવે અત્યારે આવી પ્રરૂપણા ચાલતી નથી એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરો એટલે ધર્મ થાય એમ લોકોમાં ચાલે છે, પણ બાપુ! ધર્મનું એવું સ્વરૂપ નથી. દયા, દાન, વ્રત આદિ કરવા એ તો દૂર રહો, અહીં તો કહે છે- એ દયા, દાન, વ્રત આદિ શુભરાગના પરિણામને આત્મા દેખે છે એમ કહીએ એય વ્યવહારથી છે, ઉપચારથી છે. અહાહા...! કહે છે-પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે (-દર્શક એવા) ચેતયિતાનું દ્રશ્ય છે. આવી વાત! હવે કહે છે-
‘હવે, દર્શક (દેખનારો અથવા શ્રદ્ધનારો) ચેતયિતા, દ્રશ્ય (દેખવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ-
જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;- આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલસ્વરૂપ જ હોવો જોઈએ). એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્યદ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે, માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.’
અહાહા....! જુઓ, આ લોજીકથી વાત કરે છે. એમ કે આત્મા દ્રશ્ય પરવસ્તુને
PDF/HTML Page 3379 of 4199
single page version
દેખે છે તો દેખનારો તે, દ્રશ્ય વસ્તુનો છે કે નથી? જો દેખનારો દ્રશ્ય એવી પરવસ્તુનો હોય તો તે પરવસ્તુરૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-આ ન્યાય છે. આ પ્રમાણે દેખનારો દ્રશ્ય વસ્તુનો હોય તો દેખનાર સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ એમ થવું સંભવિત નથી.
અહાહા....! દર્શન (શ્રદ્ધાન) નામના ત્રિકાળી ગુણથી આત્મા પૂરણ ભરેલો છે. ત્યાં તે પરને શ્રદ્ધે છે તો પોતારૂપ-દર્શનરૂપ રહીને શ્રદ્ધે છે કે પરરૂપ થઈને શ્રદ્ધે છે? પોતારૂપ રહીને શ્રદ્ધે છે; અહીં કહે છે-જો પરનો થઈને એટલે કે પરરૂપ થઈને શ્રદ્ધે તો આત્મા પરસ્વરૂપ જ થઈ જાય, અને તો તે દર્શનરૂપ સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ દ્રવ્યનો ઉચ્છેદ કદીય થતો નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થવાનો પૂર્વે જ ગાથા ૧૦૩ માં નિષેધ કર્યો છે. માટે, કહે છે, એમ સિદ્ધ થયું કે દર્શક એવો ચેતયિતા પરનો- પુદ્ગલાદિનો નથી.
મુદની બે વાતઃ
૧. આત્મા દર્શનગુણના સ્વભાવથી ભરેલો ભગવાન છે; અને
૨. જે દ્રશ્ય બાહ્ય પદાર્થ છે તે દર્શનગુણથી ખાલી પદાર્થ છે. ભાઈ! જ્યાં તું (- દર્શક) છો ત્યાં દ્રશ્ય પદાર્થ નથી અને જ્યાં દ્રશ્ય પદાર્થ છે ત્યાં તું (-દર્શક) નથી. એટલે કે દ્રશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટાસ્વભાવ પ્રગટ થતો નથી. હવે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રયના પરિણામ છે ને? અહીં કહે છે-એ વ્યવહારરત્નત્રયના પરિણામનું શ્રદ્ધાન કરવાથી અંદર દ્રષ્ટાસ્વભાવ પ્રગટ થતો નથી.
તો સાત તત્ત્વનું શ્રદ્ધાન કરવું સમ્યગ્દર્શન કહ્યું છે ને?
બાપુ! દ્રશ્ય એવાં એ સાત તત્ત્વ તેને ચેતયિતા-આત્મા દેખે-શ્રદ્ધે છે એમ કહીએ એ વ્યવહારનયથી છે, ઉપચારથી છે. બાકી સાત તત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનમાં દર્શકના ગુણનો તો અભાવ છે. શું કીધું? વ્યવહારરત્નત્રયના પરિણામમાં દર્શક ગુણનો અભાવ છે. અહાહા....! દર્શનગુણથી ભરેલો ચેતયિતા પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગને દેખે-શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે, ઉપચાર છે. આવી વાત!
ભાઈ! શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર અને વ્યવહારરત્નત્રયનો રાગ ઇત્યાદિ સર્વ પરદ્રવ્યરૂપ છે. તેને ચેતયિતા દેખે-શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે. અહાહા....! દર્શક એવો આત્મા તે તે પદાર્થોને દેખવાકાળે દ્રશ્યરૂપ થઈને દેખે છે કે પોતારૂપ-દર્શકરૂપ રહીને દેખે છે? પોતારૂપ રહીને દેખે છે. જો દ્રશ્યરૂપ-પરદ્રવ્યરૂપ
PDF/HTML Page 3380 of 4199
single page version
થઈને દેખે તો તે પરદ્રવ્યરૂપ જ થઈ જાય; અને તો તેનો-ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પણ એમ બનતું નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. માટે, કહે છે-દર્શક પુદ્ગલાદિ પરદ્રવ્યોનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહારરત્નત્રયનો નથી. અહીં તો બહારનાં સર્વ દ્રશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શન- શ્રદ્ધાનગુણથી ભરેલા ભગવાન આત્માની અંતર્દ્રષ્ટિ કરવી બસ એ એક જ પ્રયોજનની વાત છે. સમજાય છે કાંઈ....?
જુઓ, અખબારમાં સમાચાર આવ્યા છે ને? કે એક કોલેજીઅન બી. એ. એલ. એલ. બી. ની પરીક્ષામાં નિષ્ફળ થયો તો તે પ્રતિકૂળતા સહન ન થવાથી તળાવમાં પડતું મૂકી આપઘાત કરીને મરી ગયો. અરે સંસાર! સહેજ પ્રતિકૂળતા સહન ન થઈ ત્યાં તીવ્ર કષાયના બૂરા પરિણામ કરીને જીવ હલકી ગતિમાં (નરકાદિમાં) ચાલ્યો જાય છે. અરે! ત્યાં અતિશય ભારે પ્રતિકૂળતા કેમ સહન થશે? બાપુ! મિથ્યાત્વના સેવન દ્વારા અનાદિ કાળથી તું નિષ્ફળ જ થતો આવ્યો છું. તારા દુઃખોનું શું કથન કરીએ? (એમ કે તે અતિશય છે) માટે હવે દ્રશ્ય પદાર્થોને દેખવાનું છોડી એક દેખનારને અંતરમાં દેખ. સમ્યગ્દર્શનનો વિષય તે એક જ્ઞાયકદર્શક પ્રભુ જ છે. એ સિવાય જગતની કોઈ પરવસ્તુ, એક સમયની પર્યાય કે ગુણ-ગુણીનો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. દેખનારને દેખું એવો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. એ તો આગળ કહેશે કે દેખનારને દેખવો, શ્રદ્ધનારને શ્રદ્ધવો-એય વ્યવહારનય છે. અરે! લોકોને સત્યમાર્ગની ખબર નથી!
આ વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે રાગ છે. તે રાગને દેખવા-શ્રદ્ધવાથી કાંઈ દર્શકગુણની-શ્રદ્ધાગુણની પર્યાય પ્રગટ થતી નથી. બાપુ! રાગને દેખવા-શ્રદ્ધવાથી રાગ ઉપરનું લક્ષ રહે છે, ને પોતાની ચીજ-દ્રષ્ટા-જ્ઞાતા પ્રભુને દેખવા-શ્રદ્ધવાનું રહી જાય છે; અર્થાત્ એનું મિથ્યાદર્શન ઊભું રહે છે. આવી વાત! બાપુ! આ તો ભગવાનની ધર્મસભામાં એકભવતારી સમકિતી ઇન્દ્રો જેને સાંભળે છે તે આ વાત છે. અંદર જ્ઞાતા- દ્રષ્ટાસ્વરૂપ પોતે ભગવાન છે-હમણાં પણ ભગવાન છે હોં-અહાહા....! એવા નિજસ્વરૂપની અંતર્દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે અને તે ધર્મ છે. શ્રદ્ધનાર-દર્શકના આશ્રયે શ્રદ્ધનારી પર્યાય પ્રગટ થાય એની અહીં વાત છે; બાકી બધાં થોથાં છે. ગજબ વાત છે ભાઈ!
આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે શરીરાદિ પરદ્રવ્યમાં કે રાગાદિ પરભાવમાં પ્રવેશ કરતી નથી. અહાહા...! પોતાની પર્યાયનું સંક્રમણ થઈને, બદલીને બીજાની પર્યાયરૂપ થઈ જાય એ તો નિષિદ્ધ છે, ગાથા ૧૦૩ માં પૂર્વે જ એનો નિષેધ કરવામાં