Pravachansar Pravachano (Gujarati). Date: 16-06-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 20 of 44

 

Page 242 of 540
PDF/HTML Page 251 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૨
પ્રવચનઃ તા. ૧૬–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૦ ગાથા. ઉત્પાદ-વ્યયની વાત આવી ગઈ. (હવે) સ્થિતિની - ધ્રૌવ્યની
વાત આવે છે. દરેક પદાર્થનો સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. એ રીતે જે ન માને, તો તત્ત્વથી વિરુદ્ધ
દ્રષ્ટિ થાય. એટલે કે દરેક પદાર્થની (પર્યાયની) ઉત્પત્તિ પોતાથી થાય, અને તેનો સંહાર પણ પોતાથી
થાય. પરથી નહીં (શ્રોતાઃ) પરની જરૂરત તો હોય ને... (ઉત્તરઃ) જરૂરત જરીએ નહીં, એ આકરું
પડે! આહા..! એનો પોતાનો સ્વભાવ છે દ્રવ્યનો. પોતાનો સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (છે). એ આવ્યું
ને પહેલાં એ આવી ગયું છે. (ગાથા) ૯૯ માં. દરેક દ્રવ્ય સ્વભાવમાં રહે છે. તેથી સત્ છે. દ્રવ્યનો જે
ઉત્પાદવ્યધ્રૌવ્ય સહિત તે પદાર્થનો સ્વભાવ છે. આહા.. હા! દરેક પદાર્થ- આત્મા ને પરમાણુ આદિ
(ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ). દરેકનો સ્વભાવ પોતાના પોતાથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય
(સહિત) છે. એટલે બીજાથી (એ પર્યાય) થાય એ વાત રહે નહીં.
(શ્રોતાઃ) બીજાની ન થાય, પણ
બીજાનું થાય..? (ઉત્તરઃ) બીજાની ન થાય ને બીજાનું ય થાય નહીં. આવી વાત છે!!
(કહે છે) શરીરના પર્યાયો ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. એ એનાથી ઉત્પાદ થાય, એનાથી
વ્યય થાય, ને એનામાં ધ્રૌવ્ય રહે. એનામાં જ ઉત્પાદ, એનામાં જ વ્યય ને એનામાં જ ધ્રૌવ્ય. આહા..
હા! છતાં એના ઉત્પાદવ્યયધ્રૌવ્ય જ દરેક પરમાણુનો સ્વભાવ છે, તેથી તેનામાં ક્ષણે ક્ષણે ઉત્પાદ પણ
છે જ ક્ષણે વ્યયપણ છે ને તે જ ક્ષણે ધ્રૌવ્ય પણ છે. એથી અહીંયાં (આપણે આ ગાથામાં) ઉત્પાદ
અને વ્યય એ બેની વાત આવી ગઈ (હવે સ્થિતિની વાત ચાલે છે.)
(અહીંયાં કહે છે કેઃ) “વળી” છે? “જે કુંભનો સર્ગ” એટલે ઘડાની ઉત્પત્તિ “અને પિંડનો
સંહાર.” પહેલો જે (માટીનો) પિંડ હતો તેનો વ્યય. “છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે.” તે મૃતિકાની
સ્થિતિ (એટલે) ટકવું તે આહા...! ઉત્પાદવ્યયની સ્થિતિ છે એમ કહે છે. તેથી તે જ સમયે સ્થિતિ
એમ કહે છે. આવી વાત ઝીણી છે! લોજિક છે! મૃત્તિકા-કુંભની જે ઉત્પત્તિ તે જ કુંભનો - પૂર્વના
પિંડનો વ્યય, તે જ મૃત્તિકા તે જ ક્ષણે ધ્રૌવ્ય છે. તે જ મૃત્તિકાની સ્થિતિ એટલે તે જ ક્ષણે ટકેલું તત્ત્વ
છે.
“કારણ કે” (કારણોને ન્યાય આપીને) બહુ સિદ્ધાંતો આ તો છે ભાઈ! “વ્યતિરેકો” છે?
પિંડની પર્યાયમાંથી (ઘડા) ની ઉત્પત્તિ અને પિંડનો વ્યય એ (ઉત્પાદ-વ્યય) વ્યતિરેકો કહેવાય.
અનેરી અવસ્થા ઊપજે, અનેરી અવસ્થા (નો) વ્યય તે વ્યતિરેક-ભિન્ન ભિન્ન (અવસ્થાઓ).
(ફૂટનોટમાં જુઓ!) વ્યતિરેકભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી’ એવા જ્ઞાનના
નિમિત્તભૂત ભિન્નરૂપપણું.
“દ્વારા જ અન્વય પ્રકાશે છે.” વ્યતિરેકો એટલે ભિન્ન-ભિન્ન અવસ્થાઓ
અન્વયને ઓળંગતા નથી. શું કહ્યું? કેઃ દરેક પદાર્થમાં જે ઉત્પાદ ને વ્યય વ્યતિરેક છે, તે તેની
સ્થિતિને ઓળંગતા નથી. શું કહ્યું? કેઃ દરેક પદાર્થમાં જે ઉત્પાદ અને વ્યય વ્યતિરેક છે, તે તેની
સ્થિતિને ઓળંગતા નથી. આહા... હા... હા! છે? અન્વય (એટલે) તે કાયમ રહેવું; એકરૂપતાઃ
સદ્રશતા (‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું). ઉત્પાદ-વ્યય છે (તે)

Page 243 of 540
PDF/HTML Page 252 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૩
વિસદ્રશ છે. સમજાય છે કાંઈ? અને અન્વય છે ઈ સદ્રશ છે. એક જાતનું રહે તે સંદ્રશ. ઉત્પાદ - વ્યય
વિસદ્રશ છે. કારણ? ઊપજે ને સંહાર, ઊપજે ને સંહાર (એક જાતના નથી માટે) વિસદ્રશ છે. ભાઈ!
આહા.. હા..! આવું છે. વાણિયાને વેપાર આડે નવરાશ નહીં ને, ન મળે ને ધરમ આ શું છે?
(તત્ત્વની વાત સાંભળે નહીં.)
(અહીંયાં) કહે છે કેઃ ઘડાની ઉત્પત્તિ તે ઉત્પાદ (છે). પિંડનો વ્યય તે સંહાર (છે). ઈ
વ્યતિરેકો કહેવાય. ભિન્ન-ભિન્નતા (છે ને...!) શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ઉત્પાદ-વ્યય છે એ
વિરુદ્ધ છે. કારણ કે ઊપજે છે ને સંહાર છે એમ થ્યું ને...! પર્યાય ઊપજે ને તે જ સમયે વ્યય. એમ
થ્યું ને વિરુદ્ધ અને સ્થિતિ છે તે ટકતું તત્ત્વ છે તે અન્વય છે. (આગમમાં) એમ આવે છે. શું કહેવાય
ઈ આગમ? ધવલ! ધવલ, ધવલ! ધવલમાં ઈ આવે છે. ઉત્પાદ વ્યય છે ઈ વિરૂદ્ધ છે. કેમ કે ઊપજવું
અને વ્યય થવું છે. એક સમયમાં જ વિરૂદ્ધ અને ટકવું તે અવિરુદ્ધ છે. કેમ કે (તેમાં)ં સદ્રશપણું કાયમ
રહે છે અને આ (ઉત્પાદવ્યય) વિસદ્રશ છે. વિસદ્રશ કહો કે વિરુદ્ધ કહો (એ કાર્ય છે.) આહા... હા!
હવે આવું બધું! મુનિઓએ કેટલી મહેનત કરી છે!! જગતની કરુણા!! આહા..! એક એક શ્લોકનું ને
એક એક વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે!!
(અહીંયાં કહે છે કેઃ) “વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર
છે, કારણ કે વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી.” આહા... હા! તે સ્થિતિ
(એટલે અન્વયને) વ્યતિરેકો ઓળંગતા નથી. ઉત્પાદ-વ્યય જે છે વ્યતિરેકો - ભિન્ન ભિન્ન જાત.
ઊપજવું અને સંહાર ભિન્ન (પર્યાય) થઈને..! એ જાત જ ભિન્ન થઈ ઊપજવું અને વ્યય (વિરુદ્ધ છે)
એ ઊપજવું ને વ્યય (એટલે) વ્યતિરેકો અન્વયને (અર્થાત્) ટકવા તત્ત્વને છોડતા નથી. આહા..
હા!.. હા! પરની હારે આંહી કોઈ સંબંધ નથી. પરથી થાય ને પર (નિમિત્તથી થાય). ઉચિત નિમિત્ત
છે એમ કહેવાય, એનું જ્ઞાન કરવા, પણ તે નિમિત્ત છે માટે આમાં (ઉપાદાનમાં) કાંઈ ઉત્પાદ-વ્યય
થાય છે એમ નથી. આહા... હા! ઉપર તો ગયું આ!
(શ્રોતાઃ) જ્ઞાન કરવા માટે જ્ઞાન! (ઉત્તરઃ)
નિમિત્ત છે, નિમિત્ત ચીજ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરને પ્રકાશવાનો છે. પર ચીજ ય છે. તેનું જ્ઞાન
કરવા નિમિત્ત છે. નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્તથી અહીં ઉત્પાદ-વ્યય થાય એમ નથી.
આહા... હા!
(કહે છે કેઃ) (ઘડો બને ત્યારે) કુંભાર નિમિત્ત છે, નિમિત્ત કહેવાય પણ એથી ઘડાની ઉત્પતિ
થાય છે, કુંભારથી એમ નથી. આહા... હા! મકાન થવામાં કડિયાને નિમિત્ત કહેવાય. પણ કડિયો
નિમિત્ત છે માટે મકાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. (પરમાણુઓમાં) ઉત્પાદનો સમય છે માટે
મકાનની પર્યાય થાય છે. પૂર્વ પર્યાય પિંડનો કે માટીનો કે પત્થરનો કે (સીમેન્ટનો) કે બીજી - ત્રીજી
ચીજનો વ્યય થાય છે (અને ઘડો કે મકાનનો ઉત્પાદ થાય છે) એ ઉત્પાદ અને વ્યય એ વ્યતિરેકો છે,
ભિન્ન ભિન્ન છે.
(શ્રોતાઃ) મજુરોએ (કડિયાઓએ) તડકા સેવ્યા કામ કર્યાં. ... ને! (ઉત્તરઃ) કોણ સેવે

Page 244 of 540
PDF/HTML Page 253 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૪
તડકા ને કોણ કરે? રામજીભાઈ બહુ કરતા બહાર વ્યાખ્યાનમાં નીકળીને...! બીજા પૂછતા’ તા મેં
જોયું’ તું ન્યાં. વ્યાખ્યાનમાંથી નીકળે કે પૂછે, આનું કેમ છે? આનું કેમ? લ્યો (શ્રોતાઃ) હું અંદરે ય
જાતો નથી ને બહારે ય જાતો નથી. (ઉત્તરઃ) મેં જોયું’ તું ને... બહાર નીકળ્‌યા તે પૂછતા’ તા.
આહા... હા! અહીંયાં કહે છે પ્રભુ! ભારે વાત બાપા!
એક એક આત્મા ને એક એક પરમાણુ, પ્રત્યેક પોતાની તે સમયની પર્યાયના ઉત્પાદ વખતે
ઊપજે છે. વ્યય વખતે સમય તો તે જ છે. ઉત્પાદનો જે સમય છે તે જવ્યયનો છે. અને વ્યયને
ઉત્પાદનો જે સમય તે જ સ્થિતિ - ટકવાનો સમય છે. સમયમાં ભેદ નથી પણ તેના ત્રણેયના
લક્ષણોમાં ભેદ છે. આવા... હા... હા! બે વાતો આવી ગઈ છે (ઉપર) ઉત્પાદ-વ્યયની આ તો સ્થિતિ
(નો બોલ છે તેની વાત ચાલે છે). કુંભનો સર્ગ ને પિંડનો સંહાર તે જ મૃત્તિકાની સ્થિતિ (છે).
કારણ વ્યતિરેકો (એટલે) ભિન્ન ભિન્ન બે દશાઓ, પિંડનો વ્યય ને ઘટની ઉત્પત્તિ (છે). વ્યતિરેકો
એટલે (એ) ભિન્ન ભિન્ન દશાઓ અન્વય એટલે કાયમ રહેનારું દ્રવ્ય-માટીને ઓળંગતા નથી. સ્થિતિને
- ધ્રૌવ્યને (વ્યતિરેકો) ઓળંગતા નથી. (અથવા) ધ્રૌવ્યથી ભિન્ન સમય નથી. આહા... હા! એ
ઉત્પાદ - વ્યયનો સમય તે જ ધ્રૌવ્યનો (ધ્રુવનો) સમય છે. એ ઉત્પાદ-વ્યય થયો છતાં ધ્રૌવ્યપણું તે
(જા ક્ષણે છે, એ ધ્રૌવ્યપણાને વ્યતિરેકો ઓળંગતા - છોડતા નથી. આહા... હા!
આહા.. હા! અહીંયાં તો ત્યાં સુધી કહ્યું ને...! કે આત્માનો નિર્ણય - અનિત્યથી તે નિત્યનો
(નિર્ણય) થાય છે. તો અનિત્ય એટલે ઉત્પાદ-વ્યય પર્યાય (છે). અને તે જ સમયે ટકતું તત્ત્વ (છે).
તેનો નિર્ણય ઉત્પાદ-વ્યયથી થાય છે. હોં! આહા... હા! નિત્યનો નિર્ણય અનિત્યથી થાય છે. નિત્યનો
નિર્ણય નિત્યથી થાય છે એમ નહીં. નિત્ય છે ઈ તો સંદ્રશ કીધું ને...! ‘વ્યતિરેક વિનાનું છે’ અને
આ તો નિર્ણય કરે છે ઈ તો ઉત્પાદવ્યય છે આ... હા! એ ઉત્પાદ - વ્યય, ધ્રુવનો નિર્ણય કરે છે.
(શ્રોતાઃ) ધ્રુવનો કરે છે ને પોતાનો ય કરે છે ને..! (ઉત્તરઃ) બધાનો કરે નહીં! એ પોતાનો કરે,
બાકીનાનો થાય, બધાને જાણે. બીજાના ઉત્પાદવ્યયધ્રૌવ્ય જાણે (પણ ક્યારે?) પોતાના
ઉત્પાદવ્યયધ્રૌવ્યને યથાર્થ જાણે ત્યારે. પણ કહે કે બીજાના ય જાણે, પણ અહીં પોતાના જાણે ત્યારે
તેને જાણે. પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યને યથાર્થપણે ન જાણે અને ગોટા ઊઠે ઈ બીજાના ઉત્પાદવ્યય
ધ્રૌવ્યને પણ યથાર્થ જાણે નહીં.
(કહે છે કેઃ) વ્યતિરેકો અન્વયને (ધ્રુવને) કાયમ ટકતી ચીજ છે. તે જ ક્ષણે જે સ્થિતિ છે
પરમાણુ અને આત્માની, એ સ્થિતિને વ્યતિરેકો ઓળંગતા નથી. ઉત્પાદ- વ્યય તેને છોડી દેતા નથી.
આહા..! એકલા લોજિક - ન્યાય ભર્યા છે.
“વળી જે મૃત્તિકાની સ્થિતિ છે.” માટીની ટકવું છે. “તે
જ કુંભનો સર્ગ છે.” તે જ સમયે ઘડાની ઉત્પત્તિ છે. જે સમયે માટીની સ્થિતિ છે - ટકે છે તે જ
સમયે કુંભનો ઉત્પાદ છે.
“અને પિંડનો સંહાર છે.” તે જ સમયે - માટીની સ્થિતિને સમયે પિંડનો
વ્યય ને કુંભનો ઉત્પાદ ઉત્પાદ છે તે જ સમયે છે. આહા..! “કારણ કે વ્યતિરેકો અન્વયને

Page 245 of 540
PDF/HTML Page 254 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪પ
ઓળંગતા (અતિક્રમતા) નથી.”) આહા... હા! ‘પ્રવચનસાર’!! ભારે આમાં? આ શું કહે છે
આંહી? ધ્યાન રાખે તો, ભાષા સાદી છે. લખાણ તો ઘણું સાદુઃ! લોજીકથી એકદમ સીધા (ન્યાય
હૃદયમાં ઊતરી જાય.) ભાઈ! તું છો કે નહીં આત્મા? (છે.) તો છે તો એ સ્થિતિ થઈ. હવે આત્મા
છે એનો નિર્ણય કરનાર પર્યાય વ્યક્ત છે કે નહીં? એ પર્યાય - વ્યતિરેક ભિન્ન ભિન્ન છે કે નહીં?
એક જ સમયે ભિન્ન હોં? આ સમયે ઉત્પાદ ને બીજે સમયે વ્યય એમ નહીં. અહીંયાં તો તે સમયે
ઉત્પાદને તે સમયે વ્યય અને તે સમયે સ્થિતિ છે કે નહીં? જે સમયે સ્થિતિ છે તે સમયે ઉત્પાદ ને
વ્યય છે કે નહીં? (બધું એકસમયે જ છે). આહા... હા.. હા!
(કહે છે) જેમ વ્યતિરેકો એટલ ઉત્પાદ - વ્યય, ભિન્ન ભિન્ન એ માટીની સ્થિતિને ઓળંગતા
નથી. તેમ મૃત્તિકાની સ્થિતિ છે તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર (છે). કારણ કે વ્યતિરકો દ્વારા
જ અન્વય પ્રકાશે છે. જુઓ! ભાષા દેખો! આહા... હા! કે ઉત્પાદ-વ્યય દ્વારા જ સ્થિતિ છે (એમ)
પ્રકાશે છે. આ ટકતું છે ઈ ઇત્યાદ-વ્યય દ્વારા જણાય છે. એનો જે ઉત્પાદ - વ્યય છે સમય -
સમયનો, તે વડે તે સ્થિતિ - ટકતું જણાય છે, આહા... હા.. હા! સમ્યગ્દર્શનની પર્યાયની ઉત્પત્તિ,
મિથ્યાત્વનો વ્યય, ભગવાનનું સ્થિતિ-ટકવું (આત્મદ્રવ્યનું એક જ સમયે છે). તે જ સમયે વ્યતિરેકો
એટલે સમ્યગ્દર્શન (નો ઉત્પાદ) અને મિથ્યાત્વનો વ્યય, એ દ્વારા આત્મા છે એ પ્રકાશે છે. એ દ્વારા
જ આત્મા શું છે તે પ્રકાશે છે (એટલે કે જણાય છે). આવું ક્યાં બધું મુશ્કેલ! આહા... હા! શું કીધુંઃ
કે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો જે સમય છે તે જ સમય તે પર્યાય ઉત્પન્ન થાય છે, તે જ સમયે
મિથ્યાત્વનો વ્યય થાય છે, તે વ્યતિરેકો તે સ્થિતિને ઓળંગતા નથી. તે જુદા - જુદા ભાવો પણ ધ્રુવને
છોડતા નથી. એક વાત, બીજી વાત કે વ્યતિરેકો દ્વારા અન્વય પ્રકાશે છે. આહા... હા... હા! જોયું?
અરસ - પરસ (કીધું) પહેલાં આમ કીધું કે ઉત્પાદ- વ્યય તે સ્થિતિને છોડતાં નથી, અન્વયને
વ્યતિરેકો છોડતા નથી. એક વાત. અને તે ઉત્પાદ - વ્યય છે તે સ્થિતિને પ્રકાશે છે (એ બીજી વાત).
આહા.. હા! સ્થિતિને સ્થિતિ પ્રકાશે છે એમ નહીં. સમજાય છે કાંઈ? આહા..! વ્યતિરેકો ધ્રુવને છોડતા
નથી. પણ એથી કરીને જાણવાનું કામ ધ્રુવ કરે છે એમ નહીં એ કામ ઉત્પાદ-વ્યય કરે છે. આત્માને.
અહીં આપણે તો આત્માનું જ લેવું છે બીજે જડમાં ને (થાય છે એનું શું કામ છે?) આહા હા! અને
જે ઉત્પાદ - વ્યય (થાય છે). સમ્યગ્દર્શનનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય એ વ્યતિરેકો ટકતા તત્ત્વને
છોડતાં નથી, અને તે વ્યતિરેકો - ઉત્પાદવ્યય ટકતા તત્ત્વને પ્રકાશે છે. આહા... હા! સમજાય છે કે
નહીં? આ આવો ઉપદેશ હવે! (શ્રોતાઃ) પર્યાય પણ એ રીતે જ ઓળખાય. (ઉત્તરઃ) એમ જ છે
ને...! કાર્ય તો પર્યાયમાં થાય છે ને..! એ પર્યાયો, ધ્રુવને છોડતા નથી એક વાત. અને તે પર્યાયો
ધ્રુવને પ્રકાશે છે. (બીજી વાત.) ન્યાયથી (સાબિત થાય છે). ભાષા તો સાદી છે. આહા... હા!
અભ્યાસ જોઈએ (આ સમજવા) નિવૃત્તિ જોઈએ ને બાપા! અરે.. રે! આવું ક્યારે ટાણું મળે?
વીતરાગી તત્ત્વ!! એને ઓળખવા ને જાણવા ને માનવા ને (અનુભવવા) ટાણું ક્યારે મળે ભાઈ!
(કહે છે કેઃ) એથી એમ બે વાત સિદ્ધ કરી. કે જે ઉત્પાદ- વ્યય વિસદ્રશ છે, તે સદ્રશને છોડતા

Page 246 of 540
PDF/HTML Page 255 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૬
નથી વિસદ્રશ હોવા છતાં સંદ્રશ જે ધ્રુવ સ્થિતિ એને છોડતાં નથી. અને ઈ વિસદ્રશ છે એ વિસદ્રશને
જાણે છે એમ ન કહ્યું. આહા.. હા! શું કીધું સમજાણું આમાં? વિસદ્રશ છે ઈ વિસદ્રશને જ પ્રકાશે છે
એમ ન કહ્યું. આહા... હા! વિસદ્રશ એટલે? ઉત્પાદને ને વ્યય એ વિસદ્રશ છે. બેયમાં ભાવમાં વિરોધ
છે એક છે ભાવરૂપ અને એક છે અભાવરૂપ. ઉત્પાદ તે ‘ભાવરૂપ’ ને વ્યય તે ‘અભાવરૂપ’ (છે).
છતાં બેય એકસમયે હોય છે. છતાં તે બેય સ્થિતિને છોડતાં નથી. ટકતા તત્ત્વને છોડતાં નથી. એક
વાત. બીજું તે ટકતા તત્ત્વને તે વ્યતિરેક પ્રકાશે છે. વ્યતિરેક વ્યતિરેકને પ્રકાશે છે એમ નથી. ઈ તો
અંદર જ્ઞાન થતાં આવી જાય અંદર. વળી વ્યતિરેકો ધ્રૌવ્યને પ્રકાશે છે. આહા... હા! ગજબ વાત કરે
છે ને!! આકરો!! આતો ભઈ મારગ એવો છે આ કાંઈ વારતા નથી. ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવ!
એની આ વાણી છે. કુંદકુંદાચાર્ય દ્વારા લખાણું છે! અમૃતચંદ્રાચાર્યે ટીકા કરી છે!!
(શાસ્ત્રપાઠી) વાંધા બહુ કરે કેઃ નિમિત્ત વિના કાર્ય થાય? ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’ માં આવે છે
બે કારણથી કાર્ય થાય. અને અહીંયાં કહે છે કે એનું કાર્ય જે છે ઉત્પાદ-વ્યયનું એ પોતાથી થાય છે.
અને તે કાર્ય (આ) સદ્રશને છોડતું નથી. વળી તે કાર્ય સદ્રશને છોડતું (જા નથી. (વળી) એ કાર્ય
સદ્રશને પ્રકાશે છે!! આહા... હા! (આ વસ્તુસ્થિતિ) વાણિયાના ચોપડામાં આવે નહીં, બહારની
ચર્ચામાં આવે નહીં. આહા.. હા! શું વાત કરી છે! (આચાર્ય ભગવંતોએ!) વ્યતિરેકો દ્વારા (એટલે
કે) ઉત્પાદ અને વ્યય જે સમયમાં છે તે જ સમય સ્થિતિ છે, છતાં એ સ્થિતિને વ્યતિરેકો દ્વારા જ
પ્રકાશે છે. આહા...હા! એનાથી થ્યું! કે ગુરુ, દેવ, શાસ્ત્રથી ધ્રુવ પ્રકાશતું નથી. એની પર્યાય જે
ઉત્પાદ-વ્યય (છે) ઈ પર્યાય દ્વારા ઈ પ્રકાશે છે. આહા... હા! શાસ્ત્ર દ્વારા પણ એ (ધ્રુવદ્રવ્ય)
પ્રકાશતું નથી. એના જે પર્યાય છે (ઉત્પાદ-વ્યય) તે ટકતું તત્ત્વ જે છે એનાથી એ બે જુદા નથી.
જુદા (છે એ અપેક્ષા અહીંયાં નથી). આહા... હા! અને ટકતા તત્ત્વને પ્રકાશે છે વ્યતિરેક પણ સમય
બીજો નથી. વ્યતિરેકો, દ્રવ્યને પ્રકાશે એનો સમય જુદો નથી. આહા... હા! એ ભાઈ! (હવે) આટલું
બધું યાદ કરવાનું! વકત ચલ જાય ફિર હોતા નહીં કુછ! હવે એવી ઝીણી વાત છે હોં! ક્યાં’ ય મળે
એવી નથી બાપા આકરું કામ છે! એમ અભિમાનથી કહે કે મારી પાસે છે અમે જ કહીએ છીએ
સાચું. શું બાપુ! વસ્તુ આમ છે ભાઈ! ગજબ કામ કર્યું છે ને!! કેટલી એમાં.... ગંભીરતા છે!!
આહા... હા! સમકિતનો ઉત્પાદ, એ મૂળ ચીજ. મિથ્યાત્વનો વ્યય, એ ટકતું નિત્યાનંદ પ્રભુ
(આત્મદ્રવ્ય) તેનાથી વ્યતિરેકો જુદા નથી, જુદો કાળ નથી. આહા.. હા! “વ્યતિરેકો અન્વયને
અતિક્રમતા (ઓળંગતા) છોડતા નથી.” આહા.... હા! અને ઈ વ્યતિરેકો ધ્રુવને પ્રકાશે છે. ભિન્ન
ભિન્ન વિસદ્રશ પરિણામ (એ) વિસદ્રશ પરિણામ અથવા ઉત્પાદ - વ્યય ગુણ છે છતાં તે ઉત્પાદધ્રુવને
પ્રકાશે. આહા.. હા!
[भूदत्थमस्सिदो खलु सम्मादिठ्ठी हवदि जीवो (‘સમયસાર’) અગિયારમી
ગાથા. ભૂતાર્થ વસ્તુને આશ્રયે સમ્યક્ (દર્શન) થાય. એનો અર્થઃ સમ્યગ્દર્શન પર્યાય દ્રવ્યને જાણે છે.
આહા.. હા! દ્રવ્યને પ્રકાશે છે. આવી મૂળ ચીજ (દ્રવ્યદ્રષ્ટિ) વિના વ્રત ને તપ ને ભક્તિ (એ બાળ
વ્રત, બાળતપ ને બાળભક્તિ છે.) આજ આવ્યું છે ભાઈ હુકમચંદજીએ નાંખ્યું છે એ બધાં કરી, કરીને

Page 247 of 540
PDF/HTML Page 256 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૭
થોથાં છે. મૂળ સમ્યગ્દર્શન શું છે? ભલે ચારિત્રદોષ કદાચ (દેખાય) એથી કરીને દર્શનનો દોષ નથી.
બીજા ગુણનો દોષ, બીજા ગુણને દોષ કરે એમ નથી. ઈ શું કીધું? ચારિત્ર ગુણનો જે દોષ - ઉત્પાદ,
એ સમ્યગ્દર્શનની પર્યાયને દોષ કરતું નથી. ચારિત્રના દોષનો ઉત્પાદ તે જ સમય સમ્યગ્દર્શનનો ઉત્પાદ
બન્ને એક સમયે હોવા છતાં એ ચારિત્રનો દોષ, સમ્યગ્દર્શની પર્યાયને દોષ કરતો નથી. આહા.. હા..
હા! નરકમાં પણ સિદ્ધ લીધું છે. રાતે કહ્યું’ તું નરકની અંદર પણ સિદ્ધ છે! ‘સિદ્ધ’ એટલે
સમ્યગ્દર્શન અને અનંતાનુબંધી કષાયનો અભાવ એવું સિદ્ધપણું ત્યાં પણ છે. બીજા દોષો ભલે હો,
પણ એ સિદ્ધ ત્યાં છે. (તે) ત્યાં સુધી લીધું છે કે ત્યાંથી તીર્થંકર થશે. આહા.. હા! ચારિત્ર દોષ છે,
પણ દર્શનદોષ નથી. તેથી એ ઉત્પાદ જે છે તે દ્રવ્યને પ્રકાશે છે. વ્યય જ છે ત્યાં તો એની જાતનો
પર્યાયનો વ્યય (છે). ચારિત્રદોષની સાથે જરી સ્વરૂપાચરણચારિત્રનો દોષ ઉત્પાદસ્વરૂપે છે. સ્વરૂપનું
અચારિત્ર છે (તેના વ્યયસ્વરૂપે જરી પરિણતિ છે). શું કીધું ઈ? સમ્યગ્દર્શનની પર્યાય વખતે,
સમ્યગ્જ્ઞાનની પર્યાય છે, સ્વરૂપાચરણની પર્યાય છે. ઈ પૂર્વની પર્યાય સ્વરૂપાચરણથી વિરુદ્ધ છે એનો
ત્યાં વ્યય છે અને સ્વરૂપાચરણની પર્યાયનો ઉત્પાદ છે. અને એ એનાથી વિરુદ્ધ છે તેનો વ્યય છે. એ
ઉત્પાદને વ્યય સ્થિતિને ધ્રુવ (આત્મદ્રવ્યને) જણાવે છે. આહા.. હા! આમાં એમ ન કીધું કે ઉત્પાદને
વ્યય, ઉત્પાદને વ્યયને જણાવે છે એમ ન કીધું. આહા.. હા! શું શૈલી!!
(કહે છે કેઃ) (ઉત્પાદ-વ્યય) એ તો જાણવામાં આવી જાય છે. એ ઉત્પાદ-વ્યય દ્રવ્યને જાણે
છે. પણ જોર અહીંયાં દીધું. નહિતર તો પદાર્થની સ્થિતિનું વર્ણન છે. જ્ઞેય પદાર્થનું (વર્ણન છે) જે
પદાર્થો જ્ઞાનમાં જણાણા, ભગવાનના જ્ઞાનમાં - એ પદાર્થની સ્થિતિ, મર્યાદા કઈ રીતે છે એમ બતાવે
છે. એમાં આ નાંખ્યું! (દ્રવ્યદ્રષ્ટિનું - લક્ષ્યનું) આહા-હા! પરમાણુના પણ ઉત્પાદ- વ્યય છે તે
પરમાણુની ધ્રુવતાને જણાવે છે. જાણનારો (છે) આત્મા ભલે, (પણ) પ્રકાશે છે જે ધ્રુવ, તે એની
ઉત્પાદ - વ્યયની પર્યાયથી એ ધ્રુવ પ્રકાશે છે. (શ્રોતાઃ) જાણનાર ભલે જ્ઞાન (બીજા પદાર્થને)....
(ઉત્તરઃ) બીજે ભલે, જાણનાર ભલે બીજો હોય એનું કાંઈ નહીં. પણ એના ઉત્પાદ-વ્યય જે છે -
પોતાના કારણે એ પર્યાયનો ઉત્પાદ-વ્યય છે, તે પરમાણુની કાયમી સ્થિતિને તે પ્રકાશે છે. (પાઠમાં)
એમ છે ને? વ્યતિરેકો દ્વારા જ. ‘જ’ હો પાછું. એકાંત કરી નાંખ્યું. બીજા દ્વારા નહીં. આત્માના
ઉત્પાદવ્યય દ્વારા આત્મા જણાય. પણ એ ભગવાનની દિવ્યધ્વનિને દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને (જણાય)
નહીં. આનાથી જ જણાય એમ એક જ વાત કરી છે. આહા... હા! આવી વાત ક્યાં છે? શ્વેતાંબરનાં
મૂળથી વાંચેલા (એમાં ક્યાંય આવી વાત નથી.) આ એક શબ્દોમાં! સંતો દિગંબર! કેવળીના કેડાયતો
છે. આહા..! જે કેવળજ્ઞાન રેડયાં છે જગત (ઉપર)! ભાઈ! તું આત્મા છો ને પ્રભુ! તારી પર્યાય જે
ઉત્પન્ન થાય છે એ તારાથી થાય છે. પરથી નહીં.’ આહા. હા! આ તો કીધું ને જ્ઞાનાવરણીય (કર્મ)
નો ક્ષયોપશમ થાય તેથી અહીં જ્ઞાનની વૃદ્ધિ થાય, એમ અહીંયાં ના પાડે છે.
(કહે છે કેઃ) ૮૧માં હંસરાજભાઈ આવ્યા’ તા અમરેલીવાળા. ૮૧ (ની સાલ) ગઢડા (માં)
આ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાન ઊઘડે, કહે. એ જાણે કે ઓલું વાંચ્યું છે ને તે વાત કરું.

Page 248 of 540
PDF/HTML Page 257 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૮
કીધુંઃ એમ નથી. ૮૧ ની વાત છે. ગઢડાના ચોમાસામાં. તમારાં ઓલા જનમ પહેલાંની વાતું (છે.)
એકાશી કેટલા થયાં? પ૪ (ચોપન વરસ પહેલાંની વાત છે). જુઓ વાત તો કાંઈ કરે નહીં! દીકરી
નો’ તી. પણ મળ્‌યા હશે (ને વેવાઈ) પૈસાવાળાને છોકરાઓ તો પૈસા થ્યા તો દસ લાખ. પછી વધી
ગયા કરોડોપતિ થઈ ગ્યા. અહીં તો કાંઈ નહિ. પણ એ વાત કરતા બોલ્યા વ્યાખ્યાનમાં બેઠા. ને
એટલું બોલ્યાઃ જ્ઞાનાવરણીયનો જેટલો ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન થાય. કીધુંઃ એમ નથી પોતાના
પુરુષાર્થથી જેટલો જ્ઞાનનો પર્યાય ઊઘડે એટલો ક્ષયોપશમ થાય. કર્મ તો સામે નિમિત્તરૂપ છે એને શું
છે? આ.. રે! આવી વાતું! લખાણ ઈ આવે નિમિત્તના જ્ઞાનાવરણીય કરમ જ્ઞાનનો રોકે લ્યો! હવે,
છે? જ્ઞાન ને જ્ઞાનાવરણીય જુદ ચીજ છે.
(શ્રોતાઃ) ભાવજ્ઞાન, જ્ઞાનાવરણીયને રોકે ને...! (ઉત્તરઃ)
હેં, ભાવ, ભાવ! ભાવઘાતી છે ને...! કીધું’ તું ને રાતે. ભાવઘાતી જ્ઞાનની હીણી પર્યાય ઈ ભાવઘાતી
પોતે છે. આહા... હા! ઈ બીજી ચીજ તો નિમિત્તમાત્ર વસ્તુ છે. પણ નિમિત્તથી કાંઈ આમાં ફેરફાર
જરીએ - ઓછું - અધિક - વિપરીત કાંઈ મદદ થાય એમ નથી. ઈ તો આજ ઘણું આવ્યું’ તું ને
ઉપાદાનનું (વ્યાખ્યાનમાં). સવારે નહોતું આવ્યું!’ ઉપાદાન-નિમિત્ત’ દોહરા, સઝજાયમાં
(શ્રોતાઃ)
શાસ્ત્રકારે નિમિત્ત - ઉપાદાનનો ભેદ બતાવ્યો છે? (ઉત્તરઃ) નિમિત્ત છે એ બતાવ્યું છે. (શ્રોતાઃ)
નિમિત્તમાં ફેર બતાવ્યો છે! (ઉત્તરઃ) ફેર એટલે નિમિત્ત છે. દરેકની ચીજમાં નિમિત્ત ભિન્ન ભિન્ન
જાતના છે, એક જાતના નિમિત્ત ન હોય. ઉચિત નિમિત્ત છે, એમ કીધું’ તું (ગાથા-૯પ, ‘નિયમસાર’
માં)
(શ્રોતાઃ) નોકર્મની અસર તો હોય છે ને...! (ઉત્તરઃ) એ નોકર્મ હોય કે ગમે તે (કર્મ નિમિત્ત
છે) એ બધું નિમિત્ત છે. નિમિત્ત છે અને ઉચિત નિમિત્ત હોય પાછું. એની લાયકાતનું (જો હોય છતાં
નિમિત્ત એને કાંઈ કરતું નથી. પાઠ જ આ છે ઉચિત નિમિત્ત. એથી કરીને (કાંઈ તે કરે છે એમ
નહીં) ઈ તો નિમિત્તને નિમિત્તતા ઉચિત કીધી.
જેમ આત્મા ગતિ કરે તેને ધર્માસ્તિકાય ઉચિત નિમિત્ત છે. છતાં એ ઉચિત નિમિત્ત
(ધર્માસ્તિકાય) કાંઈ (આત્માને) ગતિ કરાવતું નથી. આહા.. હા! (શ્રોતાઃ) નિમિત્ત તો ઉચિત જ,
હોય ને...! (ઉત્તરઃ) એમ જ. ઘડાને (કુંભાર) ઉચિત નિમિત્ત કહેવાય, પણ ઉચિત નિમિત્તથી ઘડામાં
કાંઈપણ થાય છે એમ નહીં. આહા.... હા! સારા અક્ષર લખનારને એવો ક્ષયોપશમ હોય તે ઉચિત
નિમિત્ત કહેવાય, પણ એને લઈને (સારા) અક્ષરો પડે છે ને લખે છે એમ બિલકુલ નહીં જરીએ
(નહીં). આહા.. હા! જેમ કે આ પાપડ થાય, વડી જાય, પુડલા થાય, એમાં હુશિયાર બાઈ હોય ઈ
આમ સરખા કરે - આમ ઘી પાય ને (સરખા ફેરવે ને.) તો એ ઉચિત નિમિત્ત હોય, પણ ઉચિત
નિમિત્તથી એમાં કાંઈ થ્યું (એમ નથી.)
(શ્રોતાઃ) પણ ઈ બાઈ હુશિયાર હોય તો થાય ને...?
(ઉત્તરઃ) બિલકુલ નહીં. હુશિયારી તો એનામાં (બાઈમાં) રહી અહા..! આ પુડલામાં ક્યાં એ ગઈ
(છે)?
(શ્રોતાઃ) પણ નિમિત્ત હોશિયાર એમ તો જણાય છે ને...! (ઉત્તરઃ) ઈ, ઈ ખબર પડે છે
એનામાં ઈ હુશિયારી છે એમ જણાય. પણ એનાથી અહીંયાં કાંઈ થ્યું છે (એમ છે નહીં.) તેથી ઉચિત
નિમિત્ત કીધું છે. ઉચિત નિમિત્તનો અર્થ એ જ એ લીધો છે કે તે (ચીજા સામે છે તેથી સારું થાય છે
પણ તેનાથી કાંઈક થાય છે એમ નથી એ તો નિમિત્તની યોગ્યતા, એ કાર્યકાળે આવું નિમિત્ત હોય
એમ જણાવ્યું છે. પણ એ

Page 249 of 540
PDF/HTML Page 258 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૯
નિમિત્તને લઈને અહીંયાં ઉત્પાદ પર્યાય થાય છે (એમ નથી). આહા... હા! (શ્રોતાઃ) બધા કહે છે કે
જીત્યા એ શું પાણીમાં ગયું? (ઉત્તરઃ) એ બધું જીત્યા, પાણીમાં ગ્યું. પાણીમાં ગ્યું નથી (નકામું થ્યું
નથી) અહંકાર ને દંભમાં (પાપ બાંધ્યું છે.) કહો (પંડિતજી!) આવી વાત છે. આહા... હા!
અહીંયાં તો બીજું સ્વરૂપ મગજમાં આવ્યું. ઉચિત નિમિત્ત કીધું ને...? ઉચિત નિમિત્તનો અર્થ
જ એ છે કે એને યોગ્ય નિમિત્ત સામે હોય છે. પણ હોય છતાં તેનાથી કાંઈ થાય - ઉચિત એ જ છે
માટે અહીંયાં કાંઈ થાય, એમ નથી. આહા... હા! ભણાવવામાં ઉચિત નિમિત્ત માસ્તર હોય કે કુંભાર
હોય? માસ્તર જ હોય. (એ) ઉચિત નિમિત્ત છે માટે ત્યાં છોકરાને જ્ઞાન થાય છે એમ નથી. આહા...
હા! આવી વાત છે.
(શ્રોતાઃ) એકને ઉદાસીન એકને પ્ર્રેરક નિમિત્ત કહેવાય તો એનો મર્મ હોવો
જોઈએ ને...! (ઉત્તરઃ) બિલકુલ નહીં. એ બધું એકનું એક (છે). પરને માટે બે ય ઉદાસીન. પરને
માટે બે ય ઉદાસીન (નિમિત્ત છે.) ‘ધર્માસ્તિકાયવત્’ ‘ઇષ્ટોપદેશ’ ૩પ મી ગાથા (માં કહ્યું છે.)
આહા.. હા! (જુઓ,) એ ધજા આમ હાલે છે (ફરકે છે) એમાં પવન ઉચિત નિમિત્ત છે. પણ એને
લઈને ધજા હાલે છે એમ નથી. આહા.. હા... હા! શેરડીમાંથી રસ નીકળવામાં સંચો ઉચિત નિમિત્ત
છે, પણ એ નિમિત્તથી શેરડીનો રસ નીકળે છે એમ વાત જૂઠી છે. એના ઉત્પાદને વ્યય એને પ્રકાશે છે
બસ! આહા..! આવી વાત!! એ... ઈ (પંડિતજી!) આ તો ઉચિત નિમિત્તનો અર્થ કર્યો! ઉચિત
નિમિત્ત હોય છે પણ તેને યોગ્ય - ઉચિતનો અર્થ એને યોગ્ય જ હોય છે. એને યોગ્ય હોવા છતાં
પરમાં કાંઈ કરતું નથી. આહા... હા.. હા! આવી વાત!! સમજાય છે કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમજા ન માનવામાં આવે.” છે?
(પાઠમાં) ભાષા તો સાદી છે પ્રભુ!! એને સમજવું હોય તો એમ ન ચાલે (કાંઈ) આ તો
(સૂક્ષ્મતત્ત્વને સમજવા ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય). ભાષા (સાદી), ટીકા ઘણી સાદી! ઘણી
હળવી ભાષાથી (કહે છે.) આહા... હા! છતાં ત્યાં સાંભળનારને ઉચિત નિમિત્ત (આ) વાણી કહેવાય,
પણ છતાં સાંભળનારને પર્યાય જે થાય છે એ ઉત્પાદને, આ નિમિત્તથી કાંઈ જ અસર નથી. આહા..!
ઉચિત નિમિત્તથી કાંઈ અસર નથી એનાથી કાંઈ થતું નથી. ઘડા થવામાં ઉચિત નિમિત્ત તો કુંભાર જ
હોય ને...? વાણિયો હોય? ઘડા બનતી વખતે (વાણિયો) હોય? ન હોય. (કુંભાર જ હોય) એટલો
ફેર પડયો ને નિમિત્તનો...! પણ નિમિત્તમાં ફેર પડયો પણ પરમાં ફેર ક્યાં પડયો! (ન પડયો.)
(શ્રોતાઃ) ઉચિત જ છે, દરેક કાર્યમાં ઉચિત જ નિમિત્ત છે (એવું ખરેખર સમજાયું.) આહા... હા..
હા! ગજબ વાત છે બાપા!!
(કહે છે) ‘પરમ સત્’ ને પ્રસિદ્ધ કરવાની કળા ભગવાન, સંતોની!! આહા... હા!! પરમ
સત્ય છે એને પ્રસિદ્ધ કરવાની સંતોની ઘણી જ સરળતા છે! આવી સરળતા ને ટીકા!! (અજોડ છે.)
જગતના ભાગ્ય... ભાષાની પર્યાય રહી ગઈ!! આહા.. હા!

Page 250 of 540
PDF/HTML Page 259 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨પ૦
(અહીંયાં કહે છે કેઃ) “અને જો આમ જ ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે.” અનેરા
કાળે ઉત્પત્તિ છે. “અન્ય સંહાર છે.” અનેરા કાળે સંહાર છે. “અન્ય સ્થિતિ છે.” અનેરા કાળે સ્થિતિ
છે. “એવું આવે છે.” અર્થાત્ ત્રણે જુદાં જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે) ” એક જ સમયમાં
ત્રણેય છે એમ ન માનતાં જુદાં જુદાં સમયે માનવાનો પ્રસંગ આવે છે. આહા... હા! બહુ સિદ્ધાંત.
(કહે છે કેઃ) (આ સિદ્ધાંત સમજતાં) એની માન્યતામાં ફેર પડે છે ને કે ઉત્પાદ-વ્યય છે તેથી
દ્રવ્ય પ્રકાશે છે. પરને લઈને નહીં. એવી શ્રદ્ધા હોય તો એની પરાવલંબી શ્રદ્ધા છૂટી ગઈ. આહા... હા!
એટલો તો એને લાભ થાય. હવે એને સ્વતરફ વળવું રહ્યું! અને સ્વતરફ વળવાનું પણ પર્યાય છે તે
સ્વતરફ વળે. ધ્રુવ છે તે ધ્રુવ છે. આહા..! પરની પર્યાયથી અંતર વળે એ તો ન રહ્યું. અને પોતાની
જે પર્યાય છે તેનાથી અંતર વળે. અને ઉત્પાદની એ પર્યાય એને (દ્રવ્યને) પ્રકાશે. આમ ન માને તો
એક સમયે ત્રણ છે (ઉત્પાદવ્યયધ્રૌવ્ય) એ સિદ્ધ થતું નથી. આહા... હા! દાખલા તો ઘણા આવ્યા!
(સિદ્ધાંત સમજવાનો રહ્યો!)
“અને જો આમ જ (–ઉપર સમજાવ્યું તેમ જા ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે, અન્ય
સંહાર છે, અન્ય સ્થિતિ છે’ એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે).
એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે)ઃ
જો આમ ન માનવામાં આવે તો કયા-કયા
દોષો ઉત્પન્ન થાય તે સમજાવવામાં આવે છે.
(અહીંયાં કહે છે કેઃ) “કેવળ સર્ગ શોધનાર કુંભની”. કેવળ - એકલી ઉત્પત્તિ જ શોધનાર
કુંભની- કુંભાર, એકલા ઘડાની ઉત્પત્તિને, એકલી ઉત્પત્તિને જાણનારો - શોધનાર. “(–વ્યય અને
ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન
થાય.”
આહા.. હા! વ્યય છે તે ઉત્પાદનકારણ છે એમ કહે છે. કે વ્યય વિના એકલી ઉત્પત્તિ જોવા
જાય તો, ઉત્પાદનકારણ અભાવને લીધે એકલી ઉત્પત્તિ નહીં દેખાય. એટલે ઉત્પત્તિ ન થઈ શકે.
આહા... હા! ઝીણું તો છે હમણાં. મુંબઈ જેવામાં આવું મૂકે તો... (લોકો કહે) આ શું કહે છે? કેવળ
એકલી ઘડાની ઉત્પત્તિને જોવા જાય (માત્ર) ઉત્પત્તિને સ્થિતિને નહીં ને વ્યયને નહીં. તો
ઉત્પાદનકારણના અભાવને લીધે (ઉત્પત્તિ જ ન થાય). ઉત્પત્તિનું કારણ સંહાર છે, સંહારના અભાવનું
કારણ ન હોય તો ઉત્પત્તિનું કાર્ય હોય શકે નહીં. આહા... હા! એમાં એમ નથી કહ્યું કે બીજો ઉચિત
નિમિત્ત ન હોય તો ઉત્પન્નનું કાર્ય ન થઈ શકે. આહા.. હા.. હા! સમજાણું કાંઈ?
એનામાં ને એનામાં (એટલે કે માટીમાં) ઘડાની ઉત્પત્તિ છે, એ એકલો (ઉત્પાદ) જોવા જાય
તો ઉત્પત્તિનું કારણ જે વ્યય છે - (માટીના પિંડનો સંહાર છે એનો અભાવ (થયા) વિના ઉત્પત્તિ

Page 251 of 540
PDF/HTML Page 260 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨પ૧
ન થાય. આહા... હા.! સમજાણું કાંઈ? ઉચિત નિમિત્ત વિના ઘડાની ઉત્પત્તિ ન થાય એમ ન કીધું.
આહા... હા! ભાઈ! આવી વાતું છે. અરે આવી વાતું સાંભળવી! મળવી મશ્કેલ છે બાપુ! આ તો
પરમાત્માની જ્ઞાનની ધારા છે. ત્રણલોકના નાથ! એનું કહેલું તત્ત્વ એની આ વાત ને ધારા છે
બાપા! આહા.. હા! એ વાત સાધારણ રીતે કાઢી નાખે! આહા... હા! શું પ્રભુના શબ્દો! શું ટીકાના
શબ્દો! પ્રભુના જ શબ્દો છે (આ) વાણી!! આહા...! કેવળ એકલી ઘડાની ઉત્પત્તિ જ જોવામાં આવે
“(વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ઉત્પાદનકારણના અભાવને
લીધે, ઉત્પત્તિ જ ન થાય.”
નીચે છે (ફૂટનોટમાં) ઉત્પાદનકારણ = ઉત્પત્તિનું કારણ. ખરેખર તો
સંહાર છે ને પર્યાયનો એ જ ઉત્પત્તિનું કારણ છે. ઈ તો આવી ગયું ને ઓલામાં -
જૈનતત્ત્વમીમાંસા’ માં પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ (અર્થાત્) પહેલી પર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ.
ઉત્તર પર્યાયયુક્ત દ્રવ્ય તે કાર્ય. જો પૂર્વ પર્યાય ન હોય તો ઉત્તર પર્યાય ક્યાંથી થાય? ઈ પૂર્વ
પર્યાયને તેમાં (તેનો) ક્ષય કારણ કીધું. એ પૂર્વપર્યાયનો ક્ષય - સંહાર (કારણ છે) સંહાર ન હોય
તો ઘડાની ઉત્પત્તિ ન હોય. આહા... હા... હા! ‘મિથ્યાત્વનો વ્યય ન હોય તો સમકિતની ઉત્પત્તિનો
જ અભાવ થાય.’
આહા... હા! સમજાણું કાંઈ? મિથ્યાશ્રદ્ધાન એનો સંહાર ન હોય, વ્યય ન હોય
અને ટકતું તત્ત્વ સામે ન હોય, તો ઉત્પત્તિ ક્યાંથી થાય? (ન થાય.) આહા...! એકલા લોજિકથી -
ન્યાયથી વાત ભરી છે. (કેટલાક લોકો) આમાં તર્કણા ઊપાડે. એ (સોનગઢનું) એકાંત છે, એકાંત
છે. પ્રભુ! પ્રભુ! તું કર એમ બાપુ! ‘એકાંત જ છે.’ અનેકાન્ત પણ અનેકાન્ત - પણે છે. અનેકાન્ત
- સમ્યક્એકાંત અને સમ્યક્અનેકાંત એમ છે. આહા.. હા! તે તે પર્યાયનો અંશ તે તે તેનાથી થાય,
તે
‘સમ્યક્ એકાંત છે.’ નય છે ઈ સમ્યક્એકાંત છે. પ્રમાણ છે ઈ સમ્યક્ અનેકાન્ત છે. આહા.. હા!
અહીંયાં એમ કહે છે કેઃ એકલી ઉત્પત્તિ માનનાર (ની દોષદ્રષ્ટિ છે.) જ્ઞાનમાં, જ્ઞાનની
પર્યાયનો વિશેષ જે ઉત્પાદ થયો. એની પહેલાંની જો પર્યાયનો સંહાર ન હોય - એની પહેલી પર્યાયનો
વ્યય ન હોય, અને વસ્તુની સ્થિતિ (ધ્રૌવ્ય) ન હોય, તો ઈ ઉત્પાદ જ થાય નહીં. ઉત્પાદના કારણ
વિના ઉત્પાદ થાય નહીં પણ કારણ આ - એની પૂર્વની પર્યાયનો વ્યય તે કારણ (છે). બીજું કોઈ
કારણ નહીં, બહારનું (બાહ્યનું) કોઈ કારણ નહીં. આહા... હા... હા! (શું કહે છે?) ઉત્પાદના
કારણના અભાવે ઉત્પત્તિ જ ન થાય. એક વાત.
“અથવા તો અસત્નો જ ઉત્પાદ થાય.” અસત્
અધ્ધરથી આકાશના ફૂલ જેમ થાય, એમ થાય. (જો) સંહાર ને સ્થિતિ ન હોય તો આકાશના ફૂલની
જેમ થઈ જાય... આહા... હા! છે?
“અથવા તો અસત્નો જ ઉત્પાદ થાય.” અસત્ જ છે નહીં એનો
ઉત્પાદ થાય. આહ... હા! સ્થિતિ અને સંહાર, એ વિના જો ઉત્પન્ન થાય તો તો અસત્ની ઉત્પત્તિ
થાય, વિના સત્!! છે નહીં (ને કાર્ય થાય?) એમ છે નહીં. એકલો ન્યાયનો વિષય ગોઠવ્યો છે!
આહા... હા.. હા!
(કહે છે કેઃ) ઈ એક વાત, બીજું “જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ
ન થાય.” આ તો (કુંભનો) તો દ્રષ્ટાંત કીધો. કુંભની જે ઉત્પત્તિ, સ્થિતિ ને સંહારના

Page 252 of 540
PDF/HTML Page 261 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨પ૨
કારણ વિના ન થાય, એમ દરેક દ્રવ્યની પર્યાયની ઉત્પત્તિ, સ્થિતિ (એટલે ધ્રૌવ્ય - ટકવું) અને સંહાર
(એટલે) પર્યાયનો અભાવ (એ) ન હોય તો એ પર્યાયો જ થાય. દરેક દ્રવ્યમાં - અનંતા દ્રવ્યો છે
એમાં સ્થિતિ (ટકવું) ન હોય, અને પૂર્વનું સંહાર કારણ ન હોય અભાવ તો ઉત્પાદ જ ન થાય, દરેક
દ્રવ્યનમાં (છ એ દ્રવ્યમાં) આહા.. હા! શું વસ્તુ (સ્થિતિ!) સમજાય છે કાંઈ? કુંભારના ઘડાની
ઉત્પત્તિ એમાં કહે છે કે સંહાર ને સ્થિતિના કારણ વિના ઉત્પત્તિ થાય તો અસત્ની ઉત્પત્તિ થાય. એમ
બધાં - અનંતા દ્રવ્યો, જે સમયે તેની (પર્યાયની) ઉત્પત્તિ થાય તેના પૂર્વની (પર્યાયના) સંહારના
કારણ વિના અને સ્થિતિ વિના તે ઉત્પત્તિ થાય તો અસત્ - અસત્ - અસત્ની ઉત્પત્તિ થાય એમ
કહે છે. અધ્ધરથી ઉત્પત્તિ થાય (વસ્તુ વિના એમ બને નહીં.) આહા.. હા! ગહન વાત!! મુળ રકમ
છે!!
આહા... હા! (ન્યાય આપ્યો કે) કુંભની ઉત્પત્તિ ન થાય તો, “બધાય ભાવોની ઉત્પત્તિ જ ન
થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો ઉત્પાદ જ
ન થાય એ દોષ આવે) ” અથવા “જો અસત્નો ઉત્પાદ થાય.”
છે જ નહીં સ્થિતિ છે જ નહીં.
વસ્તુમાં ઉત્પાદના કાળે પણ સ્થિતિ છે જ નહીં, તો અસત્નો ઉત્પાદ થાય. (અને)
“જો અસત્નો
ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” નથી તેમાંથી ઉત્પન્ન થાય (તેમ માનવું)
આકાશના ફૂલ (જેવું) છે. આહા... આહા.. આવા-આવા શું પણ ન્યાય આપ્યા છે!! વેપારીઓને
“આ જૈન ધર્મ’ મળ્‌યો! હવે અત્યારે તો આવા ન્યાય! વકીલાતના જોઈએ અત્યારે તો બધા
(ન્યાય). (આ સર્વજ્ઞના ન્યાય) મગજમાં બેસવું કઠણ પડે! છે તો સાદી ભાષા પણ બહુ (ન્યાય
સૂક્ષ્મ છે!)
(અહીંયાં કહે છે કેઃ) “તો બધાય (ભાવોની) દ્રવ્યોની ઉત્પત્તિ જ ન થાય... અથવા જો
અસત્નો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” આહા..! શૂન્યમાંથી પણ પદાર્થો
ઉત્પન્ન થવા લાગે એમ. શૂન્યમાં સ્થિતિ નથી, સંહારનો અભાવ નથી (અને ઉત્પાદ થાય) તો
અધ્ધરથી થાય તો શૂન્યમાંથી થાય! એ સ્થિતિ સાથેનું વર્ણન થ્યું.
વિશેષ કહેશે...