Pravachansar Pravachano (Gujarati). Date: 07-07-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 37 of 44

 

Page 466 of 540
PDF/HTML Page 475 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬૬
હોય કે જેથી ત્રિકોટિ સત્તા (-ત્રણ પ્રકારની સત્તા, ત્રિકાળિક હયાતી) જેને પ્રગટ છે એવો તે (જીવ),
તે જ ન હોય? (અર્થાત્ ત્રણે કાળે હયાત એવો જીવ અન્ય નથી, તેનો તે જ છે.)
ભાવાર્થઃ– જીવ મનુષ્ય-દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી, અનન્ય રહે છે,
તેનો તે જ રહે છે; કારણ કે ‘તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વ ભવે મનુષ્ય હતો અને અમુક ભવે
તિર્યંચ હતો’ એમ જ્ઞાન થઈ શકે છે. આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું
તે જ રહે છે, અન્ય થઈ જતું નથી-અનન્ય રહે છે. આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સત્-
ઉત્પાદ નકકી થાય છે. ૧૧૨.
પ્રવચનઃ તા. ૭–૭ –૭૯.
‘પ્રવચનસાર’ . ૧૧૨ ગાથા. એકસો અગ્યાર થઈ ગઈ.
“હવે સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે” ગમે તે પર્યાય હોય-નારકી, દેવ દ્રવ્ય તો અનન્ય છે
દ્રવ્ય તો “તેનું તે જ છે” આહા... હા! દ્રવ્ય તો તેનું તે જ છે પણ જ્ઞાનગુણ પણ તેનો તે જ છે.
આહા... હા! જેમ આનંદ ગુણ, શ્રદ્ધા ગુણ, અનન્ય છે તે સદાય છે. ગમે તે પર્યાયમાં હો પણ વસ્તુ છે
ઈ પોતે અનંત ગુણથી અનન્યમય ત્રિકાળ-ત્રિકોટિ કહેશે. એ ત્રિકાળ છે. આહા... હા!
“અર્થાત્ તેનું
તે જ છે.” જે દ્રવ્ય છે તે ભલે મનુષ્યપણે થયું, દેવપણે થયું, અરે મતિજ્ઞાનની પર્યાયપણે થયું પણ દ્રવ્ય
તો તે વસ્તુ છે તે તે જ છે. આહા... હા! એમાં ક્યાંય ઓછા-અધિકપણું થયું નથી. વસ્તુ એવી છે
આખી (પૂર્ણ). જેને કારણપરમાત્મા કહો, કારણજીવ કહો, સહજ ત્રિકાળી, સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન ત્રિકાળ
કહો. ઈ ગમે તે પર્યાયમાં હો પણ વસ્તુ તો વસ્તુમાં (પૂરણ) છે. દ્રષ્ટિ તો ત્યાં રાખવા જેવી છે એમ
કહે છે. આહા... હા! સ્વરૂપ પ્રત્યક્ષ કીધું ને...! સ્વરૂપદ્રષ્ટિ ત્રિકાળ છે. એમ દ્રવ્ય
“તેનું તે જ છે તેમ
તેની દ્રષ્ટિ–શ્રદ્ધા તેની તે જ છે.” ત્રિકાળી હોં! તેની તે જ છે (દ્રષ્ટિ) મિથ્યાત્વ અવસ્થા હો (પણ
શ્રદ્ધાત્રિકાળ તેની તે જ છે.) આહા... હા! તો ઈ શ્રદ્ધા- જ્ઞાન- આનંદ અન્વય શક્તિઓ છે.
અન્વયશક્તિ લેવી છે ને...!
“માટે તેને સત્–ઉત્પાદ છે–એમ સત્–ઉત્પાદને અનન્યપણા વડે નકકી કરે
છેઃ– સત્-ઉત્પાદથી અનન્ય છે ભલે પર્યાય- ઉત્પાદ અન્ય થાય પણ વસ્તુ તો અનન્ય છે. વસ્તુ
અનેરી થઈ નથી. પર્યાય અનેરી-અનેરી થાય.
(ગાથા) એકસો બાર.
जीवों भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो ।
किं दव्वत्तं पजहदि ण जहं अण्णो कहं होदि ।। ११२।।
નીચે હરિગીત.

Page 467 of 540
PDF/HTML Page 476 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬૭
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે–રૂપે
શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો કયમ અન્ય એ? ૧૧૨.
“ટીકાઃ– પ્રથમ તો દ્રવ્ય વસ્તુ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને” દેખો. આહા... હા! દ્રવ્ય જે છે
વસ્તુ! એનું દ્રવ્યપણું-ભાવ જે છે તેનું ભાવપણું-એવી અન્વયશક્તિઓને “સદાય નહિ છોડતું થકું”
આહા... હા! પ્રથમ તો ઈ કહેવું છે કે દ્રવ્ય, દ્રવ્યત્વભૂત વસ્તુ તેનો ભાવ, તેનું ભાવપણું આહા... હા!
વાત થઈ’તી હમણાં નહીં! ચંદુભાઈ આવ્યા’ તા દાકતર. તે દિ’ વાત થઈ’ તી. ભાવ અને ભાવવાન
વસ્તુ એક જ છે. નામ ભલે બે (હોય) વસ્તુ અભેદ જ છે. એમ દ્રવ્યત્વ-દ્રવ્ય દ્રવ્યત્વભૂત (એટલે)
વસ્તુ છે ઈ દ્રવ્ય, દ્રવ્યત્વભૂત (એટલે) એનું ભાવપણું અન્વયશક્તિઓ. જેમ દ્રવ્ય અન્વય છે
(અથવા) કાયમ રહેનાર. એમ એની અન્વયશક્તિઓને “સદાય નહિ છોડતું થકું” આહા... હા! દ્રવ્ય
જે છે ઈ દ્રવ્ય તો પોતે દ્રવ્યને નહિ છોડતું પણ દ્રવ્ય છે તેના દ્રવ્યત્વ (એટલે) અન્વયશક્તિઓ કે
ભાવવાન (અર્થાત્) ભાવનો ભાવવાનને કદી નહિ છોડતું. આહા... હા! આવી ચીજ (સત્) છે. એક
લીટીમાં કેટલું સમાડયું છે! બીજા હારે તારે શું સંબંધ? (મૂળ તો) એમ કહેવું છે.
(કહે છે) ભલે તે દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિઓને સદાય નહિ છોડતું (ભલે) તે ગમે તે
પર્યાયમાં હો. આહા... હા! તો ય પરને અને એને કાંઈ સંબંધ નથી. ત્રિકાળી દ્રવ્ય, એનું દ્રવ્યત્વપણું
એટલે અન્વયશક્તિઓ- એ તો કાયમ એકરૂપ ત્રિકાળ છે. પણ તેની થતી પર્યાયો ઈ અન્વયશક્તિને
છોડીને નથી થતી. દ્રવ્યને છોડીને પર્યાય થતી નથી. પર્યાયમાં તો તેનો તે અન્વય તે દ્રવ્ય અને તેનો
તે ગુણ (છે) એવો ને એવો ગુણ ને એવું ને એવું દ્રવ્ય રહે છે. આહા... હા! સમજાય છે આમાં?
‘સત્’ પ્રભુ! સત્-ઉત્પાદ સિદ્ધ કરે છે. ‘સત્’ વસ્તુ છે. એનું જે દ્રવ્યપણું (એટલે) દ્રવ્યનું દ્રવ્યપણું.
આહા... હા! (એટલે કે) અન્વયશક્તિ. વસ્તુને અન્વય કીધી, પણ એની શક્તિઓ જે સત્ત્વ છે
(અર્થાત્) સત્નું સત્ત્વપણું-દ્રવ્યનું દ્રવ્યપણું-ભાવનું ભાવવાનપણું-એવી
“અન્વયશક્તિને સદાય નહિ
છોડતું થકું (સત્ જ છે.) આહા... હા!
(કહે છે કેઃ) ગમે તે પર્યાયમાં હો, પણ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ (એટલે) અન્વયશક્તિઓ -
ત્રિકાળ એકરૂપ છે ગુણો-એને ઈ (દ્રવ્ય) કોઈ દિ’ છોડતું નથી. આહા... હા! એવી દ્રષ્ટિ કરાવવા
આ વાત કરે છે. આહા... હા! દ્રવ્ય તો લીધું પણ દ્રવ્યનું દ્રવ્યત્વ એટલે કે અન્વયશક્તિઓ એમ.
આહા... હા! ‘દ્રવ્યત્વભૂત’ કીધું છે ને ભાઈ...! ‘દ્રવ્યત્વભૂત’ ઝીણી વાત છે પ્રભુ! દ્રવ્ય છે વસ્તુ છે.
‘સત્ જ (હયાત જ) છે.’ સત્નું જે સત્પણું-દ્રવ્યત્વપણું-અન્વયશક્તિપણું-એ અન્વયશક્તિને દ્રવ્ય
સદાય નહિ છોડતું (થકું) સત્ જ (હયાત જ) છે. આહા... હા!
“જ્યારે જુઓ ત્યારે ઈ પુરણ ભંડાર
ભર્યો છે” એમ કહે છે એ દ્રવ્ય છે (એનું) દ્રવ્યત્વભૂત-દ્રવ્યપણું એટલે અન્વયશક્તિપણું એટલે
ભાવનું ભાવપણું - દ્રવ્ય (ને) જ્યારે ‘ભાવ’ કહીએ ત્યારે એનું સત્ત્વપણું

Page 468 of 540
PDF/HTML Page 477 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬૮
ભાવવાન (અથવા) ભાવપણું એને કદી (દ્રવ્ય) છોડતું નથી. આહા... હા! ઝીણી વાત છે ભાઈ!
મુદની રકમની વાત છે. આહા... હા! પરને ને એને કાંઈ સંબંધ નથી એમ (આચાર્યદેવ) કહે છે.
પરમાણુ હો કે (અન્ય દ્રવ્યો હો) અહીંયાં તો આત્માની સાથે સંબંધની વાત છે. આત્માની વાત કહેવી
છે ને અહીંયાં તો....! દ્રવ્યપણે અને મૂળપણે. પરમાણુની કાંઈ વાત નથી કહેવી અત્યારે. આહા.... હા!
“પ્રથમ તો” (સંસ્કૃત ટીકામાં)
तावद् કહ્યું છે. द्रव्यं हि तावद् સંસ્કૃત છે. મૂળ વાત એ છે કે એમ
(અર્થ છે) तावद् એટલે મૂળ વાત એમ છે કે સંસ્કૃત ટીકાની પહેલી લીટી (જુઓ) द्रव्यं हि
तावद्द्रव्यत्वभूतामन्वयशक्तिं આહા...હા!
(કહે છે) પ્રભુ! તું કોણ છો? કહે છે કેઃ અન્વયશક્તિઓ-દ્રવ્યત્વપણું નહીં છોડતો. એ હું છું.
આહા... હા! પર્યાયપણે ભલે-નારકપર્યાય, મનુષ્યપર્યાય, દેવપર્યાય (હો) પણ મારી ચીજ જે છે અને
ચીજનું ચીજપણું જે છે- એની અન્વયશક્તિઓ લીધી છે ને...? અન્વયશક્તિ કહો કે અન્વયસામર્થ્ય
(અથવા) સ્વભાવનું સામર્થ્ય (ને સદાય નહિ છોડતું થકું સત્ જ (હયાત જ) છે. આહા... હા! આ
અધિકાર ‘જ્ઞેય અધિકાર’ છે! કે. આત્મજ્ઞેય! જ્ઞેય અધિકારમાં અહીંયાં (મુખ્યપણે) આત્માને જ
લીધો છે. દ્રષ્ટાંત તરીકે તો આત્માને જ લીધો. જ્ઞેયો તો બધાં છે. એ દરેક દ્રવ્ય જ્ઞેય છે એને દ્રવ્યત્વ
(ભૂત) અન્વયશક્તિઓ ને એ દ્રવ્ય છોડતું નથી. એ ભલે ગમે તે પર્યાયપણે થાવ (તે તો તેનું તે જ
છે.) અહીંયાં તો ભલે આત્માનો દ્રષ્ટાંત દીધો. (પણ બધા દ્રવ્યો તે તોતેના તે જ છે.) પ્રભુ! તું ગમે
તે સ્થિતિમાં હો પણ તે દ્રવ્ય છે તે દ્રવ્યત્વને-અન્વયશક્તિઓને (કદી છોડતું નથી.) એ ભાવવાન તે
‘ભાવ’ ને કદી છોડતું નથી. આહા.. હા! છે? એક લીટી છે.
तावद् (એટલે) મૂળ વાત એમ છે કે
એમ (કહેવું છે.) तावद् નામ પ્રથમ એટલે મુખ્ય વાત તે ‘આ’ છે. આહા... હા! બે (પ્રકારે) ભાષા
લીધી છે ને..! દ્રવ્ય (તે) દ્રવ્યભૂત (અર્થાત્) ભાવવાન તેના ભાવને કદી છોડતો નથી. આહા.. હા!
દ્રવ્ય, દ્રવ્યત્વ એવો ભાવ, એવી અન્વય શક્તિઓ-ગુણ, (એમાં) એટલી અનંતી શક્તિઓ છે તે
ભાવને ભાવવાન કોઈ દિ’ છોડતું નથી. આહા...હા...હા...હા! પહેલી લીટી (નો જ ભાવ સ્પષ્ટ થાય
છે.)
(કહે છે કેઃ) આ ચાર મહિના (આ વરસના) થયા આને. પાંચ વરસ ને ચાર મહિનાનો
આજે દિવસ છે ને...! ફાગણ શુદ-૧૩ (છે.) ચૈત્ર, વૈશાખ, જેઠ ને અષાઢ તેથી પાંચ વરસ ને ચાર
મહિના થયા ‘પરમાગમ (મંદિરની પ્રતિષ્ઠાને) આહા... હા! (શ્રોતાઃ) ખજાનો ખોલી દીધો છે
આપશ્રીએ તો...!
(ઉત્તરઃ) કહે છે કે તું દ્રવ્ય છો કે નહીં! તો એનું દ્રવ્યપણું છે કે નહીં! દ્રવ્યપણું એટલે કે
અન્વયશક્તિઓ છે કે નહીં! અન્વય એટલે કાયમ રહેનારું સામર્થ્યવાળું તત્ત્વ છે કે નહી! આહા... હા!
કાયમ સામર્થ્ય ને સત્ત્વ ને રહેનારું સત્ સત્ કહો કે દ્રવ્ય કહો, સત્ત્વ-અન્વયશક્તિઓ તેને તે

Page 469 of 540
PDF/HTML Page 478 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬૯
અન્વયશક્તિને સત્ કદિ છોડે છે? (‘સદાય નહિ છોડતું થકું સત્ જ (હયાત જ છે.) આહા... હા..
હા! ગમે તે (પર્યાયમાં હો) નિગોદની પર્યાયમાં હો, મનુષ્યની પર્યાયમાં હો, પ્રભુ તું દ્રવ્ય છો ને!
અને તારું દ્રવ્યપણું-અન્વયશક્તિઓ-ગુણો છે (અર્થાત્) ભાઈ ઈ ભાવવાનને (છોડતું નથી.) ભલે
નિગોદમાં પર્યાય અક્ષરના અનંતમા ભાગે થઈ જાય, પણ એને-દ્રવ્યે દ્રવ્યશક્તિઓને (કદી) છોડી
નથી. આહા... હા... હા! સમજાણું કાંઈ..? ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો (આકરા છે!)
(અહીંયાં કહે છે કેઃ) “અન્વયશક્તિને સદાય નહિ છોડતું થકું સત્ જ (હયાત જ) છે.”
તો કાયમ-હ્યાત જ છે. ગમે તે પર્યાયમાં હો પણ ઈ સત્ હયાત જ છે. આહા... હા! સંયોગને લઈને
તો નહીં, પણ એક સમયની પર્યાય-પર્યાય થાય એને લઈને અસત્ (થઈ જાય એમ) નહીં ઈ તો
હ્યાત-કાયમ તત્ત્વ છે. આહા... હા... હા! આ જ્ઞેય અધિકાર! આત્મજ્ઞેય! આહા...! એ જ્ઞેયનું જ્ઞેયપણું
જ્ઞેયે કદી છોડયું નથી. આહા... હા! આવો ભગવાન આત્મા! એણે ભગવાનપણું કદી છોડયું નથી.
‘નિયમસાર’ માં તો ઈ જ આવે છે ને...! ‘કારણજ્ઞાન’ (‘નિયમસાર ગાથા ૧૩-૧૪) કારણદ્રવ્ય તો
ઠીક, કારણ પરમાત્મા ઈ પણ દ્રવ્ય ઠીક! પણ ‘કારણજ્ઞાન’ - ‘ત્રિકાળીકારણઅન્વયજ્ઞાન’ . જે છે
એમાં. જ્ઞાનીય એવો જે આત્મા, એનું જે જ્ઞાન-કાયમી જ્ઞાન- કારણજ્ઞાન (ત્રિકાળ અન્વયછે) અને
કેવળજ્ઞાન તે કાર્યજ્ઞાન છે. આહા... હા!
(કહે છે) ભગવાન આત્મા, એની અન્વયશક્તિઓ- દ્રવ્યત્વપણું સદાય તેને નહિ છોડતું -
એકધારાએ સદાય ચાલે છે કહે છે. આહા... હા! “અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યકિતનો
ઉત્પાદ થાય છે.” હવે કહે છે કે એ દ્રવ્ય જ છે એને જે પર્યાયો-વ્યતિરેક ભિન્ન ભિન્ન પ્રગટતા-ઉત્પાદ
થાય છે. (જોયું?) ઓલી અન્વય (શક્તિઓ) ની સામે વ્યતિરેક (પર્યાયો) લીધી. સમજાણું? ઉત્પાદ
થાય છે વ્યતિરેક વ્યકિતઓ તે અન્વયની સામે વ્યતિરેક લીધી. છે? સમજાણું? ઓલા દ્રવ્યને
દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ લીધી (અને) દ્રવ્યને પર્યાયભૂત વ્યતિરેકવ્યકિત લીધી. આહા... હા! એ
દ્રવ્યને જે અન્વયશક્તિને નહિ છોડતું એને પર્યાયભૂત વ્યતિરેક વ્યક્તિનો ઉત્પાદ થાય છે. પર્યાયભૂત
વ્યતિરેક નામ ભિન્ન ભિન્ન (પર્યાયો). ઓલામાં (દ્રવ્યમાં) એકરૂપ ત્રિકાળ (અને આ) ભિન્નભિન્ન
પ્રગટતા ઉત્પન્ન થાય છે
“તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી” આહા... હા!
ઈ દ્રવ્યને પર્યાયભૂત વ્યતિરેક પ્રગટતાઓ ભિન્ન ભિન્ન છે “તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું
દ્રવ્યને. એમ છે ને...? અને દ્રવ્યને પણ પર્યાયરૂપ વ્યતિરેક છે તેમાં પણ તે દ્રવ્યને દ્રવ્યત્વભૂત
અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી
“દ્રવ્ય અનન્ય જ છે.” આહા... હા... હા! આ સિદ્ધાંત કહેવાય
આ! હેં? વારતા (કાંઈ નથી.) આ ભગવાનની વાર્તા છે!
(કહે છે કેઃ) ભગવત્સ્વસ્વરૂપ! એનું (આત્મદ્રવ્યનું) ભગવત્સ્વરૂપ છે. અન્વયશક્તિઓ
(ત્રિકાળ છે.) આહા... હા! પર્યાય્ભૂત વ્યતિરેક ઉત્પાદ થાય તેમાં પણ, “દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું

Page 470 of 540
PDF/HTML Page 479 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૦
અચ્યુતપણું હોવાથી.” દ્રવ્યનો દ્રવ્યત્વગુણ એવી અન્વયશક્તિ (એટલે) અન્વયસામાર્થ્યએકરૂપ
રહેવાવાળું અન્વયસામાર્થ્ય (નું) અચ્યુતપણું હોવાથી-ચ્યુત જરીએ થઈ નથી. આહા... હા! ચાહે તો
નિગોદની પર્યાય હો, લસણ-ડુંગળી (માં રહેલા છે) એક અક્ષરનો અનંતમો ભાગ-ઉઘાડ.
(ઉપયોગમાં) તે પર્યાયમાં હોવા છતાં તે દ્રવ્યે દ્રવ્યત્વને-અન્વયશક્તિને છોડી નથી. આહા... હા... હા!
(વાત કરવા પૂરતી) વાત નથી બાતા આ! આહા... હા! ‘સત્ ને પ્રસિદ્ધ કરવાની એ ટીકા! આ
‘ટીકા’ કહેવાય. આહા...! અમૃતચંદ્રાચાર્ય! (કહે છે) પ્રભુ! તું દ્રવ્ય છો ને...! અને દ્રવ્યમાં દ્રવ્યત્વપણું
અન્વય શક્તિઓ છે ને...! એ અન્વયશક્તિઓવાળું દ્રવ્ય, વ્યતિરેક-ભિન્ન ભિન્ન પર્યાયને પ્રાપ્ત થતું
છતાં એ અન્વય-દ્રવ્યનું દ્રવ્યપણું અન્વયશક્તિઓને કદી છોડતું નથી. આહા... હા! એમાં કદી ઘાલ-
મેલ કાંઈ થતી નથી. નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગની થઈ છતાં દ્રવ્યના દ્રવ્યત્વપણામાં કાંઈ
ખામી થઈ નથી. આહા... હા... હા... હા! અને કેવળજ્ઞાનની પર્યાય થઈ, તો પણ દ્રવ્યમાં
દ્રવ્યત્વઅન્વયશક્તિમાં કાંઈ પણ ઘટાડો થયો નથી તેમ વધારો થયો નથી. (દ્રવ્ય તો તેનું તે જ છે.)
આહા... હા... હા! સમજાય છે કાંઈ?
(સદ્ગુરુ કહે છે) ‘અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન’ (-શ્રીમદ્ રાજચંદ્ર’)
આહા.. હા! દેશને તિથિ છે આજ. ‘પરમાગમ (મંદિર) ની’ માસિક તિથિ! ભક્તિ આંહી થાશે હો
આજ. હિંમતભાઈ કરાવશે. તેરસ છે ને... આહા...! તેમનું ગુણસ્થાન પામે-કેવલ-તો ય દ્રવ્યનું
દ્રવ્યત્વ-અન્વયશક્તિ તે એવી ને એવી છે. આહા... હા... હા! અને અક્ષરના અનંતમા ભાગની
નિગોદનીય પર્યાય થાય, તો ય દ્રવ્યનું-દ્રવ્યત્વ-અન્વયશક્તિ સદાય એવડી ને એવડી (એવી ને એવી)
છે. “સદાય નહિ છોડતું થકું.” આહા... હા... હા! અરે! ટીકાના વધારે શબ્દોની શું જરૂર છે? આહા..
હા! થોડું લખ્યું ઘણું કરીને જાણજો. એવી વાત છે આ તો! થોડું કહ્યુંઃ કે દ્રવ્યનું દ્રવ્યત્વપણું
અન્વયશક્તિઓ કોઈ દિ’ ત્રિકાળ-ત્રિકાળ (દ્રવ્યને) છોડતું નથી. આહા.. હા! પર્યાયમાં ગમે તે
હીનાધિક દશાઓ થાવ. છતાં દ્રવ્યનું દ્રવ્યત્વ-અન્વયશક્તિપણું, એમાં સદાય છોડયું નથી એણે. એમાં
કદી ઘટાડો-વધારો થયો નથી. આવો ઉપદેશ હવે, આકરો લાગે લોકોને! નિશ્ચય છે નિશ્ચય છે પણ
બાપા સત્ય ‘આ’ છે. (તું) નિશ્ચય- (નિશ્ચય) કરીને એકાંત કરી નાખ. પર્યાય હો, ઈ તો પર્યાય
તો કહે છે. પણ પર્યાય હોવા છતાં, પૂર્ણતા દ્રવ્યની-પૂર્ણતા દ્રવ્યત્વની દ્રવ્યત્વપણાની અન્વયશક્તિઓ
એવી ને એવી બધી છે જ્ઞાન એવું ને એવું, દર્શન એવું ને એવું, આનંદ એવો ને એવો, શ્રદ્ધા એવી ને
એવી, શ્રદ્ધા એટલે પર્યાય નહીં (ત્રિકાળીગુણ) આહા..! સત્તા એવી ને એવી, વસ્તુત્વ એવું ને એવું,
પ્રમેયત્વ એવો ને એવો, જીવતર શક્તિ એવી ને એવી ઈ (બધી) શક્તિઓનું શક્તિપણું એવું ને એવું
છે. આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી આહા...
હા! પહેલામાં એમ કહ્યું હતું “અન્વયશક્તિને સદાય નહિ છોડતું થકું” છે ને? એમાં

Page 471 of 540
PDF/HTML Page 480 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૧
આ દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી “દ્રવ્ય અનન્ય જ છે” દ્રવ્ય તો અનન્ય એનું
એ જ છે. આહા... હા... હા! ક્યાં નિગોદની પર્યાય ને (ક્યાં) તિર્યંચની અને ક્યાં સર્વાથસિદ્ધિના
દેવની પર્યાય! ત્રણ જ્ઞાન-ક્ષાયિક સમકિત સહિત (જે દેવને વર્તે છે.) અરે! આહા... હા! છતાં દ્રવ્ય
ને દ્રવ્યની અન્વયશક્તિઓ તો એવા ને એવા જ છે. એ ‘મહાસત્તા’ ને પકડવાની છે. હેં? એવી
‘મહાસત્તા’ પ્રભુ છે. અન્વયશક્તિનું ભરેલું તત્ત્વ, એટલે ‘ભાવ’ થી ભરેલો ભગવાન (આત્મા)
આહા.. હા! (તેમાં એકાગ્રતા કરવાની છે.) “અર્થાત્ તે ઉત્પાદમાં પણ” પર્યાયમાં નવી નવી
(પર્યાયમાં) વ્યતિરેક ઉત્પાદમાં પણ
“અન્વયશક્તિ તો” આહા... હા! ક્યાં એ ચક્રવર્તી રાજા હોય,
અને એ મરીને નરકમાં જાય. કે રાજા મોટો હોય તે નિગોદમાં જાય મરીને. આહા...! આંહી જુઓ તો
કેટલો ઉઘાડ દેખાતો હોય, (ઈ) મરીને નિગોદમાં જાય. પણ છતાં કહે છે કે ઈ તો પર્યાયમાં ફેર છે.
વસ્તુ તો છે ઈ છે એમાં (ફેર થયો નથી.) “તે ઉત્પાદમાં પણ અન્વયશક્તિ તો અપતિત–
અવિનષ્ય–નિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય નથી”
વસ્તુ તો તેની તે જ છે (તેમાં ફેર થયો
નથી.) આહા.. હા! સમજાય છે આમાં?
“માટે અનન્યપણા વડે દ્રવ્યનો સત્–ઉત્પાદ નકકી થાય
છે.”
આહા... હા! ‘માટે અનન્યપણા વડે... દ્રવ્યનો સત્-ઉત્પાદ છે એમાંથી થાય છે ઉત્પાદ એમ કહે
છે. આહા.. હા! છે એમાંથી આવ્યું છે. એ જ છે (એમ) કહે છે. ઈ પર્યાય જે થઈ છે ઈ ‘સત્’
માંથી થઈ છે. છે એમાંથી થઈ છે. આહા... હા! ‘સત્-ઉત્પાદ’ કહ્યો છે ને...! ‘છે એમાંથી થઈ છે.
‘સત્-ઉત્પાદ’ આહા...!
“ (અર્થાત્ ઉપર કહ્યું તેમ દ્રવ્યનું દ્રવ્ય–અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને
સત્–ઉત્પાદ છે એમ અનન્યપણા દ્ધારા સિદ્ધ થાય છે.”) આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છે.” જીવ દ્રવ્ય
હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી” વળી શું કીધું (આ) પાછું દ્રવ્ય, અન્વયશક્તિઓને
છોડતું નથી ઈ એ રાખ્યું; અને ઈ દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી (એમ પણ કહ્યું) આહા... હા! જે
દ્રવ્ય છે-ભગવાન આત્મા, એમાં અનંત અન્વયશક્તિઓ જે છે દ્રવ્યત્વ (પણા) રૂપની એવું જે દ્રવ્ય,
ઈ પર્યાયમાં વર્તતું હોવાથી! આહા... હા! ભાઈ! એક બાજુથી કહેવું કે પર્યાય ષટ્કારકપણે સ્વતંત્ર
પરિણમે છે એને દ્રવ્ય (ગુણ) ની પણ અપેક્ષા નથી. પર્યાય જે છે ઈ (સત્) છે.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् છે ઈ (પર્યાય). વ્યય પણ ‘સત્’ છે. ઉત્પાદ પણ ‘સત્’ છે. ધ્રૌવ્ય પણ
‘સત્’ છે. એ તો છે. આહા... હા! તેથી એ ઉત્પાદની પર્યાયમાં દ્રવ્ય વર્તતું હોવાથી (એમ અહીં કહ્યું
પણ) દ્રવ્ય તો અન્વયશક્તિઓમાં વર્તે છે. ત્રિકાળપણે. ઈ દ્રવ્ય હવે ‘પર્યાયોમાં વર્તતું થકું’ આહા...
હા!
“જીવ દ્રવ્ય હોવાથી” એમ અહીંયાં જીવ ઉપર ઉતારવું છે ને...? જીવ પણ “દ્રવ્ય હોવાથી અને
દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી” દ્રવ્ય પર્યાયમાં વર્તતું હોવાથી’ લો! (એમ કીધું) એક બાજુથી એમ
કહેવું કે પર્યાય ષટ્કારકથી પરિણમે છે. આહા..! એકકોર એમ કહેવું કે જીવદ્રવ્ય

Page 472 of 540
PDF/HTML Page 481 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૨
મોક્ષ અને મોક્ષની પર્યાયને કરતું નથી. (‘સમયસાર’) સર્વ વિશુદ્ધ અધિકાર (માં કહ્યું છે કે) મોક્ષ
ને મોક્ષની પર્યાયને દ્રવ્ય કરતું નથી. આંહી કહે છે કે ‘દ્રવ્ય પર્યાયમાં વર્તતું થકું’ આહા... હા! ભેદ
સમજાવવો છે ને... ભિન્ન- ભિન્ન આહા.... હા!
(કહે છે કેઃ) “જીવ દ્રવ્ય હોવાથી” -જીવ દ્રવ્ય હોવાથી એમ. જીવ... દ્રવ્ય હોવાથી આહા...!
ઓલો (પહેલાં) સિ દ્ધાંત કીધો હવે ઉતારે છે (જીવના ઉદાહરણ ઉપર) “જીવ... દ્રવ્ય હોવાથી, દ્રવ્ય...
પર્યાયોમાં વર્તતું હોવાથી”
આહા... હા! “જીવ નારકત્વ” જીવનારકીપણું “તિર્યંચત્વ” તિર્યંચપણું
“મનુષ્યત્વ” મનુષ્યપણું “દેવત્વ” દેવપણું અને “સિદ્ધત્વ” સિદ્ધપણું (અથવા) સિદ્ધ- પાંચેય પર્યાય
હો? (પર્યાયો છે). ચાર ગતિની જ માત્ર એમ નહીં. “સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ
થશે”
- ઈ પાંચમાંથી કોઈ એક પર્યાયે (જીવ) જરૂર થશે. આહા... હા! ચાર ગતિ (ની) અને (એક)
સિદ્ધપર્યાય. (બધી) પર્યાય છે ને...! ઈ જીવ પર્યાયમાં વર્તતું થકું આહા.. હા! “પરિણમશે.” પરંતુ તે
જીવ તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે?”
આહા... હા! એ સિદ્ધની પર્યાય
થઈ, છતાં ઈ દ્રવ્ય (જીવ) તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? સિદ્ધપર્યાય થઈ
છતાં દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ અન્વયશક્તિને છોડે છે?
(“નથી છોડતો”) આહા... હા! આવું
(વસ્તુસ્વરૂપ) દ્રવ્યાનુયોગની વાત છે. નારકીપણે તો ઠીક, ચાર ગતિની પર્યાયપણે વર્તતું થકું- જીવદ્રવ્ય
વર્તતું થકું પોતાના ત્રિકાળી અન્વયગુણોને છોડતું નથી. એમ સિદ્ધત્વનીય પર્યાયે વર્તતું થકું- જીવદ્રવ્ય
પોતાની દ્રવ્યત્વઅન્વયશક્તિઓને છોડતું નથી. આહા... હા... હા... હા! છે ને એમ અંદરમાં? (પાઠમાં.)
જુવાનિયાઓને તો આબધું નવું લાગે. જુવાન કોણ છે બાપાઆમાં? એ તો બધી જડની અવસ્થા છે.
ભગવાન (આત્મા) તો આ અંદરમાં (તેનો તે જ છે) કહે છે ને કે પર્યાયમાં પરિણમ્યો તો ય વસ્તુ તો
એવી ને એવી ને એમ ને એમ રહી છે. આહા... હા! એ વસ્તુ પર્યાયોમાં વર્તે છે એમ કહેવું વ્યવહારે.
આહા... હા!
(શ્રોતાઃ) વ્યવહારે આત્મા! (ઉત્તરઃ) વ્યવહારે પર્યાય. (આત્મદ્રવ્ય નહીં) ઈ દ્રવ્યનું
પર્યાયમાં પ્રવર્તવું- પરિણમન એનું છે એમ બતાવવું છે ને દ્રવ્યત્વ (કીધું ને) દ્રવ્યત્વ બતાવવું છે ને?
દ્રવ્યત્વગુણ છે ને..! દ્રવ્યત્વ ગુણ છે ને...! તો દ્રવ્યત્વગુણનો અર્થઃ દ્રવે છે. એમ ત્યારે સિદ્ધ થાય છે ને...
(પાંચ પર્યાયો.) આહા... હા! તેથી દ્રવ્યત્વ લીધું છે ને...? (કીધું છે) ‘દ્રવ્યત્વભૂત’ એનું જે ‘પણું છે
ઈ’ પણું પાછું પર્યાયમાં જ્યારે પરિણમે છે છતાં તે અન્વયશક્તિને છોડતું નથી. આહા... હા! અરે!
આવો વિચાર કરવો ક્યારે? (વખત) મળે! નહીં ને સાંભળવા મળે નહીં ને નિર્ણય ક્યારે કરે?
‘કરવાનું તો આ છે.’ આહા... હા!
(કહે છે) ભાઈ...! ઈ કાંતિભાઈના સમાચાર આવ્યા’ તા કાલ. કે રાત્રે દશ વાગ્યા સુધી તો
વાતું કરતા’ તા. હવે સવારમાં ઊઠયા ને... ત્રેસઠ વરસની (ઉંમર) દીકરો-દીકરી થયા નથી. દશ
વાગ્યા સુધી રાતે મિત્રો હારે વાતું કરી સૂઈ ગયા. સવારે ઊઠયા-ઊઠયાને એકદમ આંચકો-બંધ

Page 473 of 540
PDF/HTML Page 482 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૩
થઈ ગયું (હૃદય) આ ઊઠયા ને આ બંધ થઈ ગયું લો!!
આહા... હા! જડની અવસ્થા જે સમયે જે થવાની-કોણ રોકે? ને કોણ કરે? ઈ પર્યાયનો કર્તા
દ્રવ્ય છે હોં પાછા. ઈ અહીંયાં સિદ્ધ કરવું છે. ‘કળશટીકા’ માં આવે છે ને..! પર્યાયનો કર્તા દ્રવ્ય છે.
કરણ દ્રવ્ય છે. કર્તા દ્રવ્ય છે. અપેક્ષાથી જે વાત હોય (તે અપેક્ષા સમજવી જોઈએ)
(શ્રોતાઃ) પર્યાય
શું સ્વભાવ છે? (ઉત્તરઃ) પર્યાય એની છે ઈ સ્વભાવ છે. અહીંયાં ઈ સિદ્ધ કરીને, પરદ્રવ્યોને લઈને
કાંઈ (કાર્ય) થતું નથી એમાં- એમ સિદ્ધ કરવું છે. એ (આત્મા) પોતે આખો ભરેલો દ્રવ્યત્વ-
દ્રવ્યત્વની (અન્વય) શક્તિઓથી (છે.) છતાં એ દ્રવ્ય, પર્યાયોમાં વર્તતું (થકું) એને બીજું દ્રવ્ય કાંઈ
પણ કરી શકતું નથી. આહા... હા! કરમ, શરીર, વાણી, મન, દેશ -કુટુંબ (આદિ પરદ્રવ્યો) કોઈ ચીજ
એને (કાંઈ પણ કરી શકતું નથી.) ઈ દ્રવ્ય, પોતે જ ઈ પર્યાયોમાં (પર્યાયભૂત વ્યતિરેકવ્યકિતઓમાં)
વર્તે છે (એમ કીધું છે.) બીજાં દ્રવ્ય, એને વર્તાવે છે (એમ નથી.) આહા... હા! આવું (અકર્તાપણું
સમજવા) વખત ક્યાં મળે? (આવું) સાંભળવું જ કઠણ પડે!ં (લોકોને) ઓલું તો દયા પાળો...
વ્રત કરો... ભક્તિ કરો... તપ કરો... લો! (સમજવાની એમાં જરૂર જ નહીં.) આહા... હા! “એક
વ્યાખ્યાને પૂરું છે’!!
(અહીંયાં કહે છે કેઃ) “કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશે– પરિણમશે.” જોયું? દ્રવ્ય, દ્રવ્યત્વ-
અન્વયશક્તિઓને નહિ છોડતાં છતાં, તે દ્રવ્ય, પર્યાયમાં વર્તે છે. તેથી (આ પાંચમાંથી) કોઈ પણ એક
પર્યાયે અવશ્યમેવ થશે. કોઈપણ પર્યાયે જરૂર થશે (જ). આહા... હા! એમ કરીને - એ પર્યાયનો
કાળ- એનાથી છે. એ પર્યાય (નો ઉત્પાદ) ફલાણું દ્રવ્ય આવ્યું અકસ્માત ને એકદમ આમ થઈ ગયું.
એકદમ ફેરફાર થયો. પરદ્રવ્યમાં-એ દ્રવ્ય (કર્મ) નો સંયોગ એકદમ આકરો આવ્યો (માટે આમ થયું)
એત્રપ વાતમાં માલ કાંઈ નથી એમ કહે છે. એ દ્રવ્ય પોતે જ તે કાળે પર્યાયમાં વર્તે છે તેથી થે થઈ
છે. આહા... હા! પર (દ્રવ્ય) કર્મને લઈને નહીં, સંયોગને લઈને નહી, અકસ્માત કાંઈ નહીં, આહા...
હા! અકસ્માત નહીં, તે દ્રવ્ય પોતે તે સમયે તે પર્યાયે વર્તે છે, તે પ્રમાણે વર્તે છે. આહા... હા!
સમજાણું?
(અહીંયાં કહે છે કેઃ) “પરંતુ તે જીવ તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે
છે?” એમ કીધું. નરકની પર્યાય થઈ કે સિદ્ધની પર્યાય થાય. તે જીવ તે પર્યાયરૂપે થઈને- પર્યાયરૂપ
(જીવદ્રવ્ય) થયું છતાં શું તે દ્રવ્ય, દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? આહા... હા! તેનો ભાવ અને
ભાવવાન (જીવદ્રવ્યનું) ઈ પર્યાયમાં ભલે આવ્યું છતાં તેનું ભાવવાનપણું એ ‘ભાવે’ કદી છોડયું છે?
આહા... હા! વસ્તુ છે ને...! તત્ત્વ છે ને તત્ત્વ.. અસ્તિ છે ને...! ‘સત્’ ... છે ને... ‘સત્’ નું સત્પણું
છે ને...! સત્પણું રાખીને પર્યાયમાં પ્રવર્તે છે ને...! કે સત્પણું છોડીને પર્યાયમાં પ્રવર્તે છે? આહા...
હા! શું શૈલી!! આચાર્યની ટીકા!!
“પરંતુ તે જીવ તે પર્યાયરૂપે”

Page 474 of 540
PDF/HTML Page 483 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૪
થઈને” પર્યાયપણે (આત્મા) થયો. “શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? સિદ્ધપર્યાય થઈ, એથી
શું ગુણની -અન્વયશક્તિ-દ્રવ્યનું દ્રવ્યત્વ છે- એ છોડે છે? કે નરકમાં જઈને -સાતમી નરકે ગયો. પણ
તે પર્યાયોમાં વર્તતું દ્રવ્ય, એ દ્રવ્યનું દ્રવ્યપણું-આ અન્વયશક્તિઓ શું ત્યાં છોડે છે? આહા... હા! આ
ટીકા કહેવાય! જોઈ! આ સિદ્ધાંત! થોડામાં ઘણું ભર્યું હોય- ‘ભાવ’ . અમૃતચંદ્રાચાર્ય! દિગંબર સંત!
ચાલતા સિદ્ધ!! આહા... હા! એની આ ટીકા છે.
(કહે છે) (શ્રોતાઃ) અભવી તો અનાદિ -અનંત મિથ્યાત્વરૂપે જ પરિણમે છે...! (ઉત્તરઃ)
ભલે પરિણમે. (પણ) દ્રવ્યનું દ્રવ્યત્વપણું છૂટયું છે? ભલે મિથ્યાત્વપણે પરિણમ્યો. પણ દ્રવ્યનું દ્રવ્યત્વ
-અન્વયશક્તિઓ જે ગુણો છે એમાંથી કંઈ ઓછું (થયું કે) કંઈ છૂટયું છે?
(શ્રોતાઃ) અનંતકાળથી
શું એવો ને એવો છે? (ઉત્તરઃ) એવો ને એવો છે ને એવો ને એવો રહેશે, સિદ્ધ થશે તોય એવો ને
એવો છે. આહા...હા...હા! (મુક્ત હાસ્ય...) અને તે પણ પર્યાયમાં દ્રવ્ય વર્તતું કહ્યું એવી ભાષા લીધી
છે. છતાં દ્રવ્ય એવું ને એવું છે!! કારણ કે પર્યાય એની સિદ્ધ કરવી છે ને..! પરને લઈને કાંઈ થયું
નથી એમાં. આહા...હા...હા! કેટલી... સાદાઈ અંદર વસ્તુ છે! સાદી વસ્તુ છે!! આહા...હા! એ આવું
દ્રવ્ય! દ્રવ્યત્વ-અન્વયશક્તિઓવાળું દ્રવ્ય, પર્યાયમાં વર્તતું છતાં-ભલે સાતમી નરકની પર્યાયમાં વર્તતું-
કે નિગોદની પર્યાયે વર્તતું કે સિદ્ધની પર્યાયે વર્તતું, કે સર્વાથસિદ્ધિના દેવની પર્યાયમાં વર્તતું-
ત્રણજ્ઞાનના ધણી, એકાવતારી! એ પર્યાયપણે પ્રવર્તતું- શું દ્રવ્યનું દ્રવ્યત્વપણું છૂટયું છે? છે? (પાઠમાં)
તે પાછો જીવ ‘તે પર્યાયરૂપે થઈને’ (વળી) પર્યાયરૂપે થઈને
“શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે
છે? નથી છોડતો.” આહા...હા...હા...હા!
(કહે છે કેઃ) ભગવાન આત્મા, પર્યાયના અંશમાં-ગમે તે પર્યાયમાં હો, પણ ભગવાને પોતે
દ્રવ્યત્વભૂત-અન્વયશક્તિઓને કદી છોડી નથી. આહા...! જ્ઞાનની પૂરણતા, દર્શનની પૂરણતા, આનંદની
પૂરણતા, સ્વચ્છતાની પૂરણતા, પ્રભુતાની પૂરણતા, આહા... હા! એ પર્યાયમાં વર્તતું છતાં આ
પૂરણતાને છોડી નથી. આહા... હા! કો’ હિંમતભાઈ! આવું સાંભળ્‌યું’ તુ કે દિ’? આહા...!
તારી
નજરને આળસે, રહી ગયું છે! કહે છે. આચાર્ય! વસ્તુ તો એવી ને એવી રહી, પર્યાયમાં વર્તે છે છતાં
વસ્તુતો એવી ને એવી જ રહી છે. આહા.. હા! સિદ્ધપણે પરિણમે તો ય વસ્તુ એવી ને એવી રહી છે.
તો બીજાની વાત ક્યાં કરવી? અનંત-અનંત પર્યાયો જ્યાં અનંતી-અનંતી પર્યાયોની વ્યક્તતા અનંતી
પૂરણ થઈ ગઈ! અનંત શક્તિઓ (જે) છે. અનંત સામાર્થ્યવાળો ભાવ દ્રવ્યત્વ-એમાંથી અનંત પૂરણ
જ્ઞાન, દર્શન પર્યાય થઈ છતાં વસ્તુને એનું અન્વયપણું (શું) છોડયું છે? (કદી નથી છોડયું.)
આહા...હા...હા! એ વસ્તુ છે તે એકરૂપે છે દ્રવ્ય અને દ્રવ્ય-ગુણ. દ્રવ્ય ને દ્રવ્યગુણ, અન્વયશક્તિ કહો
(એકાર્થ છે.) શું કથન પદ્ધતિ!! આહા.. હા!
એક ગાથાએ ન્યાલ કરી નાખે એવું છે!! તકરાર,
વાદવિવાદે પાર ન પડે બાપા! આ વાત તો વસ્તુસ્થિતિની મર્યાદા ભગવાન કહી વર્ણવે છે. આહા...
હા! ગમે તે પર્યાયે પરિણમો- સિદ્ધ કે કેવળજ્ઞાનપણે પરિણમે તોય શું?

Page 475 of 540
PDF/HTML Page 484 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭પ
આહા...હા! કેવું છે કે કેવળજ્ઞાન? કે એક સમયમાં અનંતા કેવળીઓને જાણે છતાં ત્યાં અન્વયશક્તિને
કાંઈ ઘસારો થયો છે? (એ તો એવી ને એવી છે.) આહા...હા!
(કહે છે) જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, આનંદશક્તિ, કારણશક્તિ- એ તો પૂરણ બધી (છે.)
કારણદ્રવ્ય છે એમ કારણ શક્તિ (ઓ) પૂરણ એની (છે.) એમાં ક્યાંય ઓછી-વત્તી થઈ છે કાંઈ?
(ના.) એ દ્રષ્ટિમાં લેવું અઘરી વાત છે બાપુ! આહા...! કો’ ચીમનભાઈ! હેં? આવી વાત છે. આ
બહારની ક્રિયાકાંડ ને.. આ ને આ ને.. એ વખતે પણ કહે છે કે ક્રિયાકાંડ ના તારા રાગની પર્યાય
થઈ છતાં દ્રવ્ય ને ગુણ તો એવા ને એવા રહ્યા છે. આહા... હા... હા! ગ્રહીતમિથ્યાત્વપણે પરિણમો
એ- તો અનાદિ છે. તે દ્રવ્ય તે પર્યાયમાં પ્રવર્તે છે. છતાં તે પર્યાયમાં (મિથ્યાત્વ) પરિણમ્યું છે પણ તે
દ્રવ્ય ને ગુણ તો તેવા ને તેવા જ રહ્યા છે. આહા... હા! એની મોટપને આંચ નથી ક્યાં’ય. પ્રગટ દશા
થાય તો એને આંચ-ઘટી જાય છે એમ નથી. મહાપ્રભુ!! કેવળ થયું સિદ્ધ અનંત-અનંત, અનંત જ્ઞાન
અનંત દર્શન, અનંતસુખ, અનંત વીર્ય જેટલા ગુણો છે તેટલી પર્યાયો-વ્યક્તિઓને પૂરણ પ્રગટી,
આહા..! છતાં આંહી જે પૂરણ ગુણો છે દ્રવ્યત્વ-એ દ્રવ્યનું દ્રવ્યત્વ અન્વયશક્તિઓ સદાય એવી ને
એવી છે. આહા... હા! આ વાત બેસારવી ઓછી વાત છે બાપા!
(અહીંયાં કહે છે કેઃ) “જો નથી છોડતો તો તે અન્ય કઈ રીતે હોય.” ઈ છોડતો નથી પ્રભુ!
પોતાના અનંતગુણો જે ધ્રુવ છે. અન્વયશક્તિઓ-દ્રવ્યત્વ છે. આહા.. હા! આ દ્રવ્યત્વ છે (ઈ) ઓલું
દ્રવે પર્યાય ઈ નથી હોં? ભાઈ! (ઓલું) દ્રવ્ય -ગુણમાં દ્રવે-દ્રવે આવે છે ને પંચાસ્તિકાય’ માં નવમી
ગાથા.
[અન્વયાથર્ઃ- તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે– પામે છે તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે– કે જે
સત્તાથી અનન્યભૂત છે.] દ્રવે છે-વિભાવપણે પરિણમે છે. ઈ અહીંયાં નહીં. (અહીંયાં તો) દ્રવ્યત્વ
એટલે એનું ભાવપણું લેવું છે. દ્રવ્ય, દ્રવે છે પર્યાય એમ અહીંયાં નથી લેવું. સમજાણું કાંઈ? અહીંયાં
તો દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ જે છે-અન્વયશક્તિઓ એને શું કાંઈ ઘસારો લાગ્યો છે? નિગોદમાં. (ગયો
ત્યારે) અને સિદ્ધ થયો ત્યારે (અન્વયશક્તિઓ) વધી! એમાં શું કાંઈ ઓછું-વધારે થયું છે કે
(પર્યાયમાં) જ્ઞાન ઓછું-અધિક દેખાય ત્યારે? નિગોદમાં કે પૂર્ણતામાં કાંઈ-કાંઈ ઓછપ આવી છે?
(કહે છે ના. એવી ને એવી છે.) આ તે શું વાત છે!! આહા...હા...હા! આ તો ભાઈ! મધ્યસ્થની
વાત છે. આગ્રહ છોડીને-પોતે માન્યું હોય એ પ્રમાણે કાંઈ થાય, એમ ન હોય, વસ્તુ જેમ છે તેમ હશે,
તેમ (જ) રહેશે. માન્યતા કરી’ તી એમ ઈ પ્રમાણે આમાંથી નીકળે એમ નથી. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “તો તે કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા.” જોયું? ત્રિકોટિ સત્તા
એટલે “ત્રણ પ્રકારની સત્તા, ત્રિકાળિક હયાતી.” ત્રણ પ્રકારની સત્તા, આહા...હા! ત્રિકાળ હયાતી!
દ્રવ્ય અને અન્વયશક્તિઓની ત્રિકાળ હયાતી (છે.) આહા...હા! દ્રવ્યની, દ્રવ્યત્વને

Page 476 of 540
PDF/HTML Page 485 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૬
અન્વયશક્તિઓની ત્રિકાળ હયાતી (છે.) એકરૂપતા-ત્રિકાળિક હયાતી! આહા.. હા! ત્રિકોટિસતા -
ત્રણ પ્રકારની સત્તા એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાન એમ. ત્રિકાળિક હયાતી “જેને પગટ છે એવો તે
જીવ, તે જ ન હોય? (તે જ હોય.)
ગમે તે પર્યાય હોય વસ્તુ તે જ હોય, વસ્તુ તે જ છે. આહા...
હા! કારખાનાં (કસાઈખાનાં) નાખે મોટાં, લાખો ગાયો ને ભેંસુ કાપે. એવાં પાપ! આહાહા! એ
પર્યાયમાં વર્તતું દ્રવ્ય, શું દ્રવ્યે દ્રવ્યત્વપણું છોડયું છે? કહે છે. આહા... હા! હા! નથી (છોડયું) એમ
કહે છે આત્મા (એવો) નથી એમ કહે છે. એ પર્યાયે-પરિણમન છે. આહા... હા... હા! છતાં એના
દ્રવ્યના દ્રવ્યત્વપણામાં કાંઈ ખામી છે? ઈ ભલે ના પાડે. (આચાર્યદેવ ભલે ના પાડે.) છે? (પાઠમાં)
ત્રિકોટિસત્તા લીધી ને..! ત્રિકોટિ સત્તા ત્રણ પ્રકારની સત્તા-ભૂત-ભવિષ્ય ને વર્તમાન. ત્રણેય કાળે
એકરૂપ સત્તા છે. આહા...હા!
“ત્યાં જોવાનું છે” પર્યાય ગમે તે પ્રકારની હોય ત્યાં જોવાનું નથી.
(એકરૂપ સત્તા જોવાની છે.) આહા...હા! દ્રવ્ય ને દ્રવ્યત્વ-શકિત્તઓ તે (અભેદપણે) છે તે જોવાની છે.
આહા...! અને તે જોવાની જ
સમ્યગ્દર્શનજ્ઞાન ને મોક્ષ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આહા... હા! કેમ કે
ઈ સત્ -સત્માંથી સત્ આવે છે. એમ (અહીંયાં) કહેવું છે. આહા...! છતાં સત્માંથી સત્ આવ્યું
છતાં-પ્રવર્ત્યું છતાં સત્માં ન્યાં ખામી કાંઈ છે નહીં આહા...હા! ક્ષાયિક સમકિત થયું, કેવળજ્ઞાન થયું
લો અરે! ગ્રહીતમિથ્યાત્વ થયું, નાસ્તિક થયો- ‘આત્મા નથી’ હું નથી’ એવું પર્યાયમાં પ્રવર્તવા છતાં
દ્રવ્યે શું દ્રવ્યત્વપણું-અન્વયશક્તિઓ છોડી છે? (નથી છોડી.) આહા..હા..હા! ભાષા તો સાદી પણ
ભાવ જરી આકરા છે!
(અહીંયાં કહે છે કેઃ) “જેને પ્રગટ છે એવો તે જીવ, તે જ ન હોય? ત્રણે કાળે હયાત એવો
જીવ અન્ય નથી.” અનેરો નથી તેનો તે જ છે.” તેનો... તે... જ.. છે આહા... હા... હા! શું વસ્તુની
સ્થિતિ’!! સમયસારમાં ય છે પણ આ પ્રવચનસાર! (પણ અલૌકિક આગમ!) વળી છે નિયમસાર!
‘નિયમસાર’ (માં કહ્યું) સ્વરૂપપ્રત્યક્ષ ઈ ત્રિકાળ (છે.) (
‘નિયમસાર’ ગાથા ૧૨ ટીકા) આહા...
હા! સ્વરૂપદ્રષ્ટિ એ ત્રિકાળસ્વરૂપ! અરે! ત્રિકાળી ઉપયોગમાં તો એમ લીધું’ તું ને ભાઈ! કે જ્ઞાનદર્શન
ત્રિકાળ છે એ પોતપોતાના જાણે છે. ઈ ગુણ જાણે છે એટલું! ગુણ, સ્વરૂપ છે પૂરણ એને જાણે છે. તેવું
એનું સામર્થ્ય છે. પર્યાયની વાત નહીં. આહા...હા..હા! ઉપયોગમાં છે પહેલી શરૂઆતમાં (
‘નિયમસાર’
ગાથા ૧૦, ૧૨, ૧૩) વસ્તુ પોતે જે છે એમાં જે જ્ઞાન-દર્શન અનંતા ગુણો રહેલા જે -અનંત અન્વયે છે
તેને તે જ્ઞાન ને દર્શન જાણે ને દેખે છે. એ એવી તાકાતવાળુ છે. પર્યાય નહીં. (તેની વાત નથી)
અન્વયશક્તિનું સ્વરૂપ જ એવું છે કહે છે. આહા...હા આમાં તો ધીરજ જોઈએ બાપુ ત્યારે તો માલ
(હાથ આવે.) આ તો પૂર્વના આગ્રહ કર્યા હોય બધા, (એ બધા પર) મીંડાં મૂકે ત્યારે બેસે એવું છે
‘આ’. આહા... આવી વસ્તુની સ્થિતિ જ છે’. પરમાત્મા ત્રિલોકનાથ જે કહ્યું તે સંતો કહે છે. આહા...
હા! જિનેશ્વર એમ કહે છે એમ બોલ્યા ને.. સંતો! જિનેશ્વર એમ કહે છે બાકી (પ્રભુ) તમે કહો છો ઈ
(પણ) ક્યાં ઓલું-ખોટું છે! પણ વાસ્તવ (દર્શી) આપે છે પ્રભુનો! ત્રિલોકનાથ! સર્વજ્ઞદેવ! પરમેશ્વર
એમ કહે છે. ગમે તે પર્યાયમાં દ્રવ્ય પ્રવર્તે છતાં

Page 477 of 540
PDF/HTML Page 486 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૭
દ્રવ્ય, દ્રવ્યપણું કંઈ ઓછું (અધિક) થયું છે? (તો કહે છે ના.) આહા...હા! ત્રણે કાળે તે રીતે ને એક
ચીજપણે રહી છે. આહા...હા! એવી અંર્તદ્રષ્ટિ થવી, ગમે તે પર્યાયમાં હો પણ આ દ્રષ્ટિ થવી–એ તે છે
એવી દ્રષ્ટિ થવી–દ્રષ્ટિ–એવડો ઈ છે. છે તેને તેવડો માનવો ઈ કાંઈ સાધારણ વાત નથી ભાઈ!
આહા... હા! મહા પુરુષાર્થ છે! ઈ ત્રણે કાળે હયાત એવો ને એવો છે!! આહા... હા!

વાત કરશે ....