Pravachansar Pravachano (Gujarati). Date: 1-7-1979; Gatha: 112.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 36 of 44

 

Page 452 of 540
PDF/HTML Page 461 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૨
પ્રવચનઃ તા. ૧–૭–૭૯.
‘પ્રવચનસાર’ ટીકા. (કાલે થોડી ટીકા ચાલી હતી આજે ફરીને.)
ટીકાઃ– “આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે.” એમ કહેવામાં આવ્યું છે “યથોદિત સર્વ પ્રકારે
અકલંક લક્ષણવાળું.” નિર્દોષ જેનું લક્ષણ છે. “અનાદિનિધન” આ દ્રવ્ય, દ્રવ્ય. છ જ્ઞેયો છે. જ્ઞેયનો
અધિકાર છે ને...! ઈ જ્ઞેય છે- વસ્તુ તો અનાદિ અનંત છે. અનાદિ (નિધન)
“આ દ્રવ્ય સત્–
સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે.” આહા... હા! ઈ અસ્તિત્વ સ્વભાવ છે. એમાં
ઉત્પાદ પામે છે. સત્ ઉત્પાદ છે. એમ કહીને (કહે છે કે) બીજો સંયોગ આવ્યો, માટે ત્યાં ઉત્પાદ-
વિલક્ષણ રીતે, વિપરીત રીતે દેખાય છે એમ નથી. એ દ્રવ્યની અન્વયશક્તિઓમાંથી પર્યાય આવી છે
આ. પરદ્રવ્યના સંબંધથી આવી નથી. જરી વિચાર માગે છે ભઈ આ તો! વિચારનો વિષય છે. “આ
દ્રવ્ય સત્સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે.”
(શું કહે છે?) અસ્તિત્વસ્વભાવમાં
ઉત્પાદ પામે છે. ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) એનો સ્વભાવ છે એમાં ઉત્પાદ પામે છે. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “દ્રવ્યનો તે ઉત્પાદ, દ્રવ્યની અભિધેયતા વખતે.” દ્રવ્યના મુખ્ય કથન
વખતે, અભિધેયતા છે ને? (તેનો અર્થ ફૂટનોટમાં) કહેવાયોગ્યપણું; વિવક્ષા; કથની. “સદ્ભાવસંબદ્ધ
છે.”
આત્મામાં કે પરમાણુમાં જે સમયે અન્વયશક્તિ જે છે- આત્માની જ્ઞાન, દર્શન, આનંદ (આદિ)
અન્વયશક્તિઓ, પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ) અન્વયશક્તિઓ -એમાં સદ્ભાવસંબદ્ધ છે
એમાંથી પર્યાયો ઉત્પન્ન થાય છે. દ્રવ્યથી-દ્રષ્ટિએ જોઈએ તો દ્રવ્ય જ કહેવામાં આવે છે એમ કહ્યું ને...!
ત્યારે પર્યાયો નહિ. આહા...! (“અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્ભાવસંબદ્ધ છે. તે સ્પષ્ટ
સમજાવવામાં આવે છેઃ–)
(અહીંયાં કહે છે કેઃ) “જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે– પર્યાયો નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ
રહિત,” અંદર, અંદર શક્તિઓ. સત્ની વસ્તુ છે તે સત્ છે એની અન્વય શક્તિઓ પણ સત્ છે.
“યુગપદ્ પ્રવર્તતી” યુગપદ્ (એટલે) સાથે પ્રવર્તતી. “દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે.”
આ ભાષા બધી એવી છે! વસ્તુ છે આત્મા! એના જ્ઞાન-દર્શન-આનંદ (આદિ) અન્વયશક્તિઓ (તે)
ગુણ છે. કાયમ રહેનારી શક્તિઓ ગુણ- (તે) અન્વયશક્તિઓ એ “વડે ઉત્પત્તિવિનાશલક્ષણવાળી”
એ વડે એટલી વાત ત્યાં. હવે
‘ઉત્પતિવિનાશલક્ષણવાળી’ ક્રમે પ્રવર્તતી પર્યાયોની નિપજાવનારી.”
અવસ્થાને નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.”
આહા...! જે વસ્તુ છે. એમાં અન્વયશક્તિઓ એટલે ગુણ છે. એને સંબદ્ધથી જ ત્યાં પર્યાય ઉત્પન્ન થાય
છે. દ્રવ્યનું લક્ષ છે તેય એનો અન્વય છે, સત્ છે એનાથી તે ઉત્પન્ન થાય છે. શક્તિઓ છે તે ઉત્પન્ન
થાય છે. સમજાય છે આમાં!

Page 453 of 540
PDF/HTML Page 462 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૩
(કહે છે) વસ્તુ જે છે. એમાં અન્વયશક્તિઓ -ગુણો છે. અનાદિઅનંત વસ્તુ જેમ અનાદિ
અનંત છે, એમ (ગુણો) અનાદિ અનંત છે. એ શક્તિઓને અવલંબીને જે વ્યતિરેકપર્યાયો થાય છે.
એ નવી થઈ છે એમ નહીં. ઈ છે એમાંથી થઈ માટે તેને સત્-સંબંધ કહેવામાં આવે છે. આહા..!
વાણિયાને આવો વિચાર (વાનો) વખત ક્યાં રહ્યો! આહા... હા!
“પર્યાયોની નિપજાવનારી તે તે
વ્યતિરેકવ્યક્તિઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” સદ્ભાવસંબદ્ધનો અર્થ છે
(ફૂટનોટમાં) સદ્ભાવસંબદ્ધહયાતી સાથે સંબંધવાળો-સંકળાયેલો.
[દ્રવ્યની વિવક્ષા વખતે, દ્રવ્યની
જ્યારે મુખ્યતા (કરીને) કથન કરવામાં આવે ત્યારે અન્વયશક્તિઓને મુખ્ય અને
વ્યતિરેકશક્તિઓને ગૌણ, અન્વયશક્તિઓ એટલે આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ શક્તિઓ
ત્રિકાળ (છે.)
] એની મુખ્યતાથી કથન થાય, તેમાંથી પર્યાય થાય છે, ઈ સત્, સત્ છે તેમાંથી
(પર્યાય) થાય છે તેથી સત્થી ઈ પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે. (શ્રોતાઃ) શું દ્રવ્યમાં
પર્યાયનું બંડલ વાળીને (પડીકું) પડયું છે? (ઉત્તરઃ) ઈ અન્વયશક્તિ છે એમાંથી આવે છે.
આત્મામાં અનંત ગુણો છે એમાંથી જ આવે છે ઈ સદ્ભાવસંબદ્ધ કહેવામાં આવે છે. નવી ઉત્પન્ન
થઈ એમ નહીં દ્રવ્યની મુખ્યતાથી. આહા...! આહા...હા! આવું છે. ક્રિયાકાંડ-તેથી બિચારા (તેમાં)
ચડી ગયા! તત્ત્વની વાત પડી રહી આખી!
(અહીંયાં ઈ કહેવા માગે છે) કે વસ્તુમાં પર્યાય જે ઉત્પન્ન થાય છે. ઈ અન્વય શક્તિઓના
સંબંધથી થાય છે. હતી તે સત્સંબદ્ધથી થઈ છે. ‘છે એમાંથી થઈ છે’ સમજાણું કાંઈ? આહા... હા!
એકદમ નવી પર્યાય લાગે (કોઈ) વિલક્ષણપર્યાય લાગે એને કોઈ એમ માને કે આવી વિલક્ષણ પર્યાય
કોઈ સંયોગ થયો માટે આવી પર્યાય આવી, તો આંહી કહે છે કે ઈ વાત તારી જૂઠી છે. ઈ
અન્વયશક્તિના સંબંધથી આવેલી છે માટે સદ્ભાવસંબદ્ધ કહેવામાં આવે છે. આહા.. હા! આવું બધું
શીખવું! પાધરું સામાયિક ને પોષા ને પડિક્કમણા કરવા માંડે, થઈ ગયું બિચારાને! મીંડા વળ છે
એકલા! (ધર્મના નામે.) આહા... હા! ધરમની ખબર ન મળે! લોકોને બિચારાને!
એક જણ (પાસેથી) તો એવું સાંભળ્‌યું. નામ નથી આપતો કે આ શરીર છે ઈ આ સોંપવું.
મરી ગયા પછી (દાન આપે) ઈ શું તમારે કહેવાય ઈ? મેડિકલ કોલેજ (ને સોંપવું) પણ ભઈ
આપણને (તમારા નામ આવડે નહીં.) જીવતું સોંપવું પણ મરી ગયા પછી સોંપવું. તેથી અહીં કામ
આવે ચીરવામાં (શિખાઉ દાકતરને). આંખ્યું કાઢીને આપવી. (ચક્ષુદાન કરવું) મરી ગયા પછી.
આહા...! આ શું પણ (ગાંડપણ). આ શરીર પર છે. આંખ્યું પર છે. હું આ દઉ છું (દેહદાન-ચક્ષુદાન
કરું છું) એ માન્યતા જ મિથ્યાત્વ છે.
(શ્રોતાઃ) આંખ્યું કાઢી ને આંધળા માણસને (ઉત્તરઃ) ચડાવે
છે ને.... ખબર છે ને! ચડાવે છે જોતા’ તા એક ફેરે. ઈ આંખ તો જડ હોય, પણ ઓલાની
(આંધળાની)

Page 454 of 540
PDF/HTML Page 463 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૪
આંખમાં તેજ હોય ને-અંદર આત્મા. જોડાય જાય અંદર. ઈ દેખાય એમ. અને આ તો કહે શરીર
મેડિકલ (કોલેજો ને સોંપી દેવું અને આંખ્યું ય સોંપી દેવી. ઈ જાણે એમાંથી કાંઈ મોટો ધરમ કર્યો
(એમ માને.) આહા..હા! અરે.. રે શું કરે છે જીવ! ઈ શરીરને અને એને સંબંધ એના દ્રવ્યનો, ઈ
શરીરને અને આત્માને સંબંધ શું છે? ઈ શરીર હતું ક્યાં આત્માનું તે આત્મા તેને આપે, કે આ
શરીર, મરી ગયા પછી આ શરીર મારું નહીં તેથી (આપી જાઉં છું.) તે તમારે ચીરવું હોય તો ચીરજો
ને આમ કરજો ને આમ કરજો. ઈ તો જડનું (પરમાણુનું) હતું. કંઈ આત્માનું હતું નહીં. ઈ આપ્યું -મેં
આપ્યું ઈ વાત જ જૂઠી છે. (જૂઠો અભિપ્રાય છે.) (શ્રોતાઃ) શુભભાવ તો ખરો ને...! શુભભાવ.
(ઉત્તરઃ) ઈ શુભભાવ! પાપ મિથ્યાત્વનું. શુભભાવ (માને) એમાં. આહા...હા! આ કાંઈ..
આહા...હા...હા...હા!
અહીંયાં તો એમ કહેવા માગે છે. કે તમામ, બાહ્ય સંયોગોમાં, એ વખતે આત્માની પર્યાય,
વિલક્ષણ-એકદમ નવી દેખાય. કે મતિજ્ઞાનમાંથી એકદમ શ્રુતકેવળ થાય. આહા... હા... હા! અને
મિથ્યાત્વનો નાશ થઈને એકદમ ક્ષાયિક સમકિત થાય. ક્ષયોપશમ થઈને ભલે ક્ષાયિક થાય. આમ
ક્ષાયિક! જાણે કે આહા... હા! તો ઈ ચીજ થઈ ઈ પરના સંબંધને લઈને છે એમાં? કે ના. એની
અન્વયશક્તિઓ જે છે ગુણો એના સંબંધથી થયેલી- સત્થી થયેલી છે ઈ (પર્યાયો) આહા... હા!
આવું સમજવું પડતું હશે, ધરમ માટે? જેન્તીભાઈ! સમજણ વિના ન થાય કાંઈ ધરમ? આહા... હા!
અહીંયાં તો એમ કહે છે પ્રભુ! કે પરમાણુઓ (છે.) પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ
અન્વય શક્તિઓ છે. કાયમ રહેનારી (અન્વયશક્તિઓ-ગુણો) એમાંથી પર્યાય થાય છે તે સત્થી થઈ
છે. કોઈ સંયોગ આવ્યો માટે એકદમ ધોળીની પીળી થઈ, પીળીની કાળી થઈ એમ નથી. ઈ અવસ્થા
(ઓ) અન્વયશક્તિના સંબદ્ધથી થયેલી છે. ‘છે તે થઈ છે’ આહા...! સમજાણું કાંઈ? એમ તારા
તત્ત્વની (આત્માની) અંદર, ભગવાન આત્મામાં, જ્ઞાન-દર્શન-અનંત અનંત અનંત અતીન્દ્રિય ગંભીર
શક્તિઓનો ભંડાર પ્રભુ! એના સંબદ્ધમાંથી થયેલી પર્યાય ‘તે છે તે થઈ છે’ એમ કહેવામાં આવે છે.
છે એમાં જુઓ! (પાઠમાં)
“સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” આહા..! સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે. ‘છે
એ ભાવ તે ઉત્પાદ છે’ છે એમાંથી થયું માટે સદ્ભાવ ઉત્પાદ છે.’ આહા... હા! મૂળ તત્ત્વની ખબર
ન મળે એટલે પર્યાયમાં આમ-એકદમ નવું લાગે. જાણે કાંઈક સંયોગ આવ્યો માટે નવું થયું એ મોટી
ભ્રમણા-મિથ્યાત્વ છે એમ કહે છે. પરની હારે કાંઈ સંબંધ છે જ નહીં. એમાંથી સત્-વસ્તુ છે-
શક્તિઓ છે (અન્વય) એના સંબંધમાંથી આવેલી વસ્તુ છે. માટે સદ્ભાવ સંબદ્ધ સત્ છે તે આવી
છે. ‘હતી તે થઈ છે’ આહા... હા! સમજાય છે આમાં? તેથી તો હળવે-હળવે કહેવાય, વાણિયાનો
ધંધો બીજો, આ વિચાર માગે છે. આહા... હા.. હા!

Page 455 of 540
PDF/HTML Page 464 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પપ
સત્ની પર્યાય, સત્ના અન્વયથી થઈ એમ કહેવાય, દ્રવ્યની મુખ્યતાથી. અને ઈ પર્યાય નો’ તી ને
થઈ એથી અસત્ ઉત્પન્ન થઈ એમ પણ કહેવાય. આહાહા... હા! ‘એમાં છે’ એમાંથી થઈ, એથી ‘છે
તે થઈ’ એમ કહેવાય. અન્વયશક્તિને સંબદ્ધને લઈને. ગુણને લઈને. અને પહેલી નહોતી ને થઈ,
પર્યાયદ્રષ્ટિથી જુઓ, વસ્તુતઃ નહોતી ને થઈ છે. એનો સંબંધ અન્વય હારે નો રહ્યો. ઈ તો આંહી
પર્યાયને જ (માત્ર) જોઈએ તો એ પર્યાય નહોતી અને થઈ એ અસદ્ઉત્પાદ, પર્યાય-દ્રષ્ટિથી કહેવામાં
આવે છે. દ્રવ્યદ્રષ્ટિથી અન્વયશક્તિ (ઓ) ના સંબદ્ધમાંથી ઉત્પન્ન થઈ માટે તે ‘છતી આવી છે’ ‘છે
તે આવી છે’, હતી તે આવી છે’ હતી તે થઈ છે’ આહા... હા!
(શ્રોતાઃ) આમાં કાંઈ સમજાણું
નહીં... (ઉત્તરઃ) હે? કો’ આમાં સમજાતું નથી એ... દેવીલાલજી! આહા... હા! વસ્તુ તો વસ્તુ છે.
હવે વસ્તુમાં દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ છે. પરની હારે કાંઈ સંબંધ નહીં. વસ્તુ છે આત્મા, પરમાણુ-
પરમાણુ છે એને એક કોર રાખો, અત્યારે આત્માની (વાત) લઈએ. આત્મા વસ્તુ છે તેમાં ત્રણ
પ્રકાર-કે દ્રવ્ય, ગુણ ને પર્યાય (એ ત્રણ પ્રકાર છે.) હવે એ દ્રવ્યની સાથે અન્વયશક્તિઓ -ગુણ જે
રહેલ છે. અન્વય છે ઈ. (એટલે) સાથે રહેનારા. છેછેછેછેછેછેછે. હવે એમાંથી થયેલી પર્યાય - ઈ
અન્વયમાંથી થયેલી પર્યાય માટે તે છતીમાંથી થયેલી પર્યાય એમ કહેવામાં આવે છે. ‘હતી તે થઈ’
‘છે તે થઈ’ આહા...! કો’ ચેતનજી ભઈ આ પ્રવચનસાર છે! ઘણા વખતે વંચાય છે. ચાર વરસ
પહેલાં (વંચાયું હતું.) આહા... હા!
અહીંયાં તો પર્યાય ઉત્પન્ન થાય છે. થાય છે એના બે પ્રકાર. અંતરંગમાં અન્વય (રૂપ) જે
શક્તિઓ છે. વસ્તુ અન્વય છે અને શક્તિઓ (પણ) અન્વય છે. અન્વય એટલે કાયમ રહેનારી.
છેછેછેછેછે. ઈ છેછેછે એમાંથી થઈ, એને દ્રવ્યદ્રષ્ટિએ કહેવું હોય ત્યારે છે એમાંથી થઈ, હતી એમાંથી
થઈ, એથી (સદ્ભાવસંબદ્ધ) કહેવામાં આવે છે. કો’ આ તો સમજાય છે કે નહીં? પરને લઈને નહીં.
પરનો સંયોગ એકદમ આવ્યો ને થઈ (છતાં) પરને લઈને નહીં. દ્રષ્ટાંતઃ- કે જેમ આત્મામાં મતિજ્ઞાન
છે અને એકદમ બીજે સમયે કેવળજ્ઞાન થયું, હવે કેવળજ્ઞાન જે થયું એ અન્વયશક્તિઓના સંબદ્ધે થયું
એટલે છતું તે થયું છે. અંદર-અંદર અન્વયશક્તિના સંબદ્ધે થયું માટે છતું તે થયું છે કેવળજ્ઞાન એ
સદ્ભાવસંબદ્ધ (છે.) સદ્ભાવસંબદ્ધ ઉત્પાદ છે. આહા... હા! હીરાભાઈ નથી? ગયા ક્યાંય ગયા?
(શ્રોતાઃ) રાજકોટ ગયા છે. (ઉત્તરઃ) રાજકોટ? ઠીક!
(અહીંયાં કહે છે કેઃ) “સુવર્ણની જેમ”. તે આ પ્રમાણેઃ જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે
છે.” સોનું જ કહેવામાં આવે છે. “–બાજુબંધ વગેરે પર્યાયો નહિ” . કુંડળ, કડાં આદિ પર્યાયો નહીં.
“ત્યારે સુવર્ણ જેટલું ટકનારી.” ત્યારે સોના જેટલું ટકનારી “યુગપદ્ પ્રવર્તતી” અન્વય
(શક્તિઓ) હો અંદર.
“સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિ.” એટલે ગુણ-સોનાના ગુણો -
અન્વયશક્તિઓ. એ અન્વયશક્તિઓ “વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી” ક્રમે પ્રવર્તતી
બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે

Page 456 of 540
PDF/HTML Page 465 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૬
વ્યતિરેકવ્યકિતઓનો પર્યાયોને પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” સોનામાં હતી તે
પર્યાય આવી. આહા... હા! સોનામાં અન્વયશક્તિઓ હતી, ‘કાયમ રહેનારી હતી’, એમાંથી ઈ
બાજુબંધની પર્યાય આવી એમ દ્રવ્યદ્રષ્ટિથી-દ્રવ્યની મુખ્યતાથી એને (સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ)
કહેવામાં આવે છે. આહા.. હા... હા! કો’ સમજાય છે કે નહીં?
(શ્રોતાઃ) કોઈ ‘હા પાડતું નથી...
(ઉત્તરઃ) હા પાડે તો... ઈ કેવી રીતે? પૂછે તો... (પણ) આ સાદી ભાષા તો છે!
(કહે છે) વસ્તુ છે. આત્મા વસ્તુ છે. અને વસ્તુ છે તો તેમાં વસેલી અન્વયશક્તિઓ છે.
જ્ઞાન-દર્શન આદિ. હવે જો અન્વયશક્તિમાંથી કેવળજ્ઞાન થયું. મતિ (જ્ઞાન) માંથી એકદમ કેવળ
(જ્ઞાન) થયું. તો કહે છે કેઃ કેવળજ્ઞાનનીય પર્યાય, ઈ અન્વયશક્તિ (જે) સદ્ભાવસંબદ્ધ છે. તેના
સંબદ્ધે થઈ માટે ‘છે તે થઈ છે’ એમાં ‘હતી તે થઈ છે’ હતીમાંથી આવી છે’ છતીમાંથી છતી થઈ
છે’ આહા... હા... હા... હા! સમજાણું કાંઈ? ‘સુવર્ણનો દાખલો દીધો ને...! સુવર્ણમાં એની પીળાશ,
ચીકાશ, વજન આદિ અન્વયશક્તિઓ પડી છે. એમાંથી ઈ બાજુબંધ આદિ પર્યાયો થઈ. બાજુબંધ
આદિ એટલે કડાં, વીંટી (વગેરે) એ સુવર્ણમાં અન્વયશક્તિઓ છે એમાંથી ઈ પર્યાયો થઈ છે. કોઈ
હથોડો, એરણ કે (કારીગરે) ઘડી (એટલે થઈ) એમ નહીં એમ કહે છે. આહા... હા! સમજાણું કાંઈ?
અહીંયાં તો હજી દ્રવ્યનીય મુખ્યતાથી કથન આવે છે. પર્યાયની મુખ્યતાથી આવશે ત્યારે એમ આવશે.
ઈ પર્યાય પણ દ્રવ્યની જ છે, દ્રવ્ય જ છે. દ્રવ્ય, પર્યાયરૂપ છે. ઈ પર્યાય છે તે જેમ દ્રવ્ય છે
અન્વયશક્તિ (ઓ) થી પ્રાપ્ત થઈ માટે ઈ પણ દ્રવ્ય છે. પર્યાય પણ દ્રવ્ય છે. જેમ દ્રવ્ય છે તે પર્યાય
છે તેમ પર્યાય છે તે દ્રવ્ય છે. આહા... હા! વીતરાગ મારગ બહુ ઝીણો બાપુ! તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિ વિના,
તત્ત્વનો વાસ્તવિક ભાવ અંદર શું છે? એનું જ્ઞાન થયા વિના ક્યાં એને અટકે છે ને ક્યાં છૂટે છે
એની એને ખબરું નથી. આહા... હા!
અહીંયાં કહે છે કે આત્મામાં જે સદ્ભાવસંબદ્ધ છે, અન્વયશક્તિઓ વડે- છે અંદર? સુવર્ણની
અન્વયશક્તિ (ઓ) જે પીળાશ, ચીકાશ આદિ, એમાંથી બાજુબંધ વગેરે- કડાં-કુંડળ પર્યાયો જેટલું
ટકનારી-પર્યાય જેટલું, ક્રમે પ્રવર્તતી
“બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક”.
વ્યતિરેક એટલે જુદી જુદી પર્યાયોને “વ્યકિતઓને” જુદી જુદી પર્યાયોને “પામતા સુવર્ણને
સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.”
છે એવું ઉત્પન્ન થયું છે’ એવો -એવો સંબંધ છે. કો’ દેવીલાલજી!
ચીમનભાઈ! સમજાણું કે નહિ આમાં?
(શ્રોતાઃ) પ્રાપ્તની પ્રાપ્તિ છે... (ઉત્તરઃ) છે એમાંથી આવે છે.
‘છે’ (એમાંથી આવે છે) ઈ અહીંયાં અત્યારે (વાત કહેવી છે) પછી બીજી (વાત) કહેશે... આહા...!
ઈ દ્રવ્યનું સ્વરૂપ જ ઈ છે. એને તું બીજી -બીજી ચીજ કહી દે કે આ અમુક પર્યાય આવી એકદમ,
માટે કોઈ બીજાને લઈને ને બીજી ચીજ છે, બીજું દ્રવ્ય છે એમ નહીં. આહા... હા!
(શ્રોતાઃ) બીજાને
લઈને થઈ નથી. એ વાત જ બરાબર છે...! (ઉત્તરઃ) ઈ સાટુ તો કહેવું છે અહીંયાં..! ‘કે એકદમ’!
(પર્યાયો બદલે છે.) સોનામાં અન્વયશક્તિઓ છે-પીળાશ, ચીકાશ,

Page 457 of 540
PDF/HTML Page 466 of 549
single page version

ગાથા ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૭
વજન (આદિ) છે. તેમાંથી કડાંની, કુંડળની પર્યાયો થઈ, તે કડાંની-કુંડળની પર્યાય હથોડાથી ને
એરણથી ને સોનીથી (કદી થાય) નહીં, ઈ એમ નથી કીધુંઃ (એનાથી તે પર્યાયો થઈ નથી) પણ
અહીંયા તો આનાથી (સોનાથી) આ આમ થઈ છે એ અસ્તિ સિદ્ધ કરવું છે. આહા... હા! વાણિયાને
વખત મળે નહી. અને વખત મળે તો આ સંસારમાં...! આહા..! પુસ્તકો આપે છે (પણ) પુસ્તકો
વાંચતા નથી માળા... કે આ શું કહે છે? વાંચ તો ખરો! ઈ વાંચે તો અર્ધો કલાક વાંચેને... કહે કે...!
અહીંયાં આવે છે કેટલી’ ક બાઈયું! ઈ પુસ્તક પડયું હોય ઈ લઈ, બે મિનિટ વાંચી ને એક સૂત્ર
વાંચે! ઈ વાંચ્યું કહેવાય! આહા... હા... હા!
અરે! બાપુ મારગ જુદા ભાઈ! અહીંયાં તો દ્રવ્યની પર્યાયના બે પ્રકાર પાડવા છે. એક તો
સત્સંબંધે પ્રગટી છે માટે સત્ હતી તે થઈ. એક વાત કીધી. (બીજી વાત હવે.)
(અહીંયાં કહે છે કેઃ) “અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે.” અને જયારે (પર્યાયો) જ
કહ્યું. ઓલામાં શું હતું? “જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે.” એમ હતું. પેરેગ્રાફનો પહેલો શબ્દ!
આહા... હા! બીજા પેરેગ્રાફનો પહેલો શબ્દ (વાક્ય છે.)
“જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે – પર્યાયો
નહિ.” અને અહીંયાં (કહ્યું છે) “જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે– દ્રવ્ય નહિ.” આહા...! “ત્યારે
ઉત્પત્તિ–વિનાશ જેમનું લક્ષણ છે પર્યાયનું (લક્ષણ ઉત્પત્તિ વિનાશ છે.) “એવી, ક્રમે પ્રવર્તતી.”
ક્રમે-ક્રમે પ્રવર્તે છે આ ક્રમે પ્રવર્તતી, ક્રમબદ્ધ આવી ગયું કે નહીં? (આવ્યું) આહા... હા! અરે! ભાઈ,
આવો વખત ક્યારે મળે! માંડ માણસ (થયો) નીકળવાનો વખત આવે, એ વખતે બફમમાં બફમ
કાઢી નાખે! અરે ઈ પાછો નિગોદમાં જાય, મિથ્યાત્વના જોરે! આહા... હા.. હા! કુંદકુંદાચાર્ય તો એમ
કહેઃ એક વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માનશે, મનાવશે આહા... હા! પ્રભુ એણે નવે તત્ત્વનો
વિરોધ કર્યો છે. ઈ નિગોદમાં જાશે. આહા...! ઈ, ઈ શું કહેવાય? (શ્રોતાઃ) કાકડીના ચોર ને...
(ઉત્તરઃ) કાકડીના ચોરને દ્યો ફાંસો! એમ હશે? એમ નથી ભાઈ! એણે તત્ત્વનો પૂરો- પૂરો વિરોધ
કર્યો છે. તત્ત્વનો પૂરો વિરોધ કર્યો છે. આહા... હા! એક પણ વસ્ત્રનો ટૂકડો રાખીને (પોતાને) મુનિ
માને, મનાવે, માનતાને ગુરુ જાણે નિગોદમાંથી કીધો છે બાપા! કેમ કે ઈ રાગનો ટુકડો- (વસ્ત્ર) નો
ટુકડો રાખ્યો છે માટે રાગ છે, તીવ્ર રાગ છે ત્યાં મુનિપણું હોય નહીં. વસ્ત્ર રાખવાનો ભાવ છે ત્યાં
તીવ્ર રાગ છે, તેને મુનિપણું હોય નહિ. ત્યાં મુનિપણું નથી ને મુનિપણું મનાવે છે આહા... હા! સાધુને
કુસાધુ માને કુસાધુને સાધુ માને-પચીસ મિથ્યાત્વ કહેવામાં આવ્યા છે ને..! વિચાર ક્યાં છે? પોતાના
સંપ્રદાયમાં માનેલો સાધુ! અરે! જે નારાયણ ‘આહારદાન’.
(અહીંયાં કહે છે કેઃ) “અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે– દ્રવ્ય નહિ, ત્યારે
ઉત્પત્તિવિનાશ જેમનું લક્ષણ છે” પર્યાયોનું “એવી ક્રમે પ્રવર્તતી.” ક્રમે પ્રવર્તનારી પર્યાયો.

Page 458 of 540
PDF/HTML Page 467 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૮
(ઈ) “પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યકિતઓ પર્યાયોની નિપજાવનારી જુદી જુદી -
વ્યતિરેક વ્યકિતઓ “વડે” વ્યતિરેક જુદી-જુદી વ્યકિતઓ “વડે” “ઉત્પત્તિવિનાશ રહિત” અન્વય
(શક્તિઓ) “યુગપદ્ પ્રવર્તતી દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા દ્રવ્યને
અસદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.”
જે અન્વયશક્તિઓવાળું દ્રવ્ય છે. પર્યાયની દ્રષ્ટિએ જોતાં ઈ
અસદ્ભાવસંબદ્ધ છે. ‘નહોતી ને થઈ છે.’ અન્વયશક્તિના સંબદ્ધ વિના ‘નહોતી ને થઈ છે’ આહા...
હા! સમજાય છે?
(કહે છે) “દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ પામતા દ્રવ્યને અસદ્ભાવસંબદ્ધ જ
ઉત્પાદ છે” જે નહોતી ને થઈ છે’ પર્યાયદ્રષ્ટિએ પર્યાય નહોતી ને પર્યાય ઉત્પન્ન થઈ, છતાં તે પર્યાય
દ્રવ્ય છે. એ પર્યાય દ્રવ્યથી જુદી છે એમ નહિ. પર્યાય જુદી-જુદી ભિન્ન ભિન્ન થઈ છતાં તે દ્રવ્યથી
થઈને તે દ્રવ્ય છે. આહા... હા! ન્યાં પર્યાય ભિન્ન ભિન્ન છે માટે બીજું દ્રવ્ય છે અને બીજા દ્રવ્યને
કારણે ભિન્ન ભિન્ન થઈ છે (એમ નથી). સમજાણું કાંઈ? પહેલાં તો સદ્ભાવસંબદ્ધ કીધો! (એટલે)
‘છે’ એમાંથી થઈ’ પણ ‘નથીમાંથી થઈ’ માટે કો’ ક ના સંબંધે થઈ એમ’ નથી. ઈ તો
પર્યાયદ્રષ્ટિએ જોતાં મુખ્યપણે જ્યારે જોઈએ કે અન્વયમાં જે હતું તે આવ્યું એમ ન જોતાં (‘જે નથી
તે થઈ’ એમ પર્યાયથી જોતાં અસદ્ભાવસંબદ્ધ કહેવામાં આવ્યો છે).
(કહે છે કેઃ) તત્ત્વનું જે સ્વરૂપ (છે) એથી (કોઈ) ઓછું, અધિક કે વિપરીત માન્યતા કરે
તો ઈ મિથ્યાત્વને પામે છે. તેથી મિથ્યાત્વ, સત્યને અસત્ય (પણે) સ્થાપે છે. એથી મિથ્યાત્વના ફળ
માં-અસત્યના (ફળમાં) ચોરાશીના અવતાર છે. આહા... હા! અને સત્યના ફળમાં કેવળજ્ઞાન ને મોક્ષ
છે! આહા... હા! એટલે કેઃ જે અંદર શક્તિ હતી એને સંબદ્ધે પર્યાય થઈ માટે અસદ્ભાવસંબદ્ધ - ‘છે
તે થઈ’ એ પણ સત્. અને ‘નહોતી ને થઈ, એકદમ નહોતી ને થઈ, એકદમ નહોતી ને થઈ’ માટે
તે પરદ્રવ્યથી થઈ એમ નથી. એ (અસદ્ભાવસંબદ્ધ પર્યાય) પણ અન્વયના સંબદ્ધમાં રહીને અનેરી
(અનેરી) પર્યાય થઈ છે. આહા.. હા! સમજાણું કાંઈ? એ નવી થઈ (માટે) અન્વયનો સંબંધ છૂટી
ગયો છે એમ નથી. ફક્ત ‘નહોતી ને થઈ’ ઈ અપેક્ષાએ એ પર્યાયને અસદ્સંબંધ કહેવામાં આવે છે.
આહા... હા! છે? (પાઠમાં) “સુવર્ણનીય જેમ જ.” તે આ પ્રમાણેઃ જ્યારે બાજુબંધ વગેરે પર્યાયો.”
કડાં-કુંડળ વગેરે પર્યાયો
“જ કહેવામાં આવે છે સુવર્ણ નહિ.” પર્યાયને કહેવામાં આવે સોનાને નહિ.
ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો જેટલું.” એ કુંડળ-કડાં જેટલો કાળ રહે તેટલું “ટકનારી”
તેટલું ટકનારી “ક્રમે પ્રવર્તતી” એક પછી એક થતી- ક્રમબદ્ધપણે એક પછી એક થતી (એટલે
ક્રમે) “પ્રવર્તતી બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક–વ્યકિતઓ.” ભિન્ન
ભિન્ન પ્રગટતાઓ “વડે સુવર્ણ જેટલું ટકનારી.” આહા... હા! “યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની
નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા સુવર્ણને અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ

Page 459 of 540
PDF/HTML Page 468 of 549
single page version

ગાથા ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૯
છે.” આહા... હા... હા! જોયું? અસદ્ભાવયુક્ત ઉત્પાદ (કહ્યો) પણ અન્વયશક્તિઓની સાથે સંબદ્ધ
તો છે જ. અધ્ધરથી નથી. સમજાણું કાંઈ? પણ પર્યાયદ્રષ્ટિની મુખ્યતાને જોતાં ‘નહોતી ને થઈ’ એમ
કહેવામાં આવે છે. આહા...! પણ થઈ છે ઈ તો અન્વયસંબદ્ધે તો છે જ. પર્યાય દ્રવ્યની જ છે. ઈ
દ્રવ્યના સંબદ્ધે જ થઈ છે. ઈ પર્યાય દ્રવ્યની છે ને પર્યાય દ્રવ્ય છે. ઈ દ્રવ્ય છે ઈ પોતે પર્યાય છે.
આહા... હા... હા! આવી વાતું છે! આ તો એકસો ને અગિયાર ગાથા!!
“અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ
છે.” જોયું ને? જોર તો ત્યાં છે.
(કહે છે) ‘ઈ નહોતી ને થઈ’ એ પણ બરાબર છે અને ‘હતી ને થઈ’ એ પણ બરાબર છે.
આહા... હા! અન્વયશક્તિઓ હતી તે પરિણમી છે. અને પહેલી નહોતી ને પરિણમી છે માટે
અસદ્ઉત્પાદ કહેવામાં આવે છે. છતાં ઈ પર્યાયને પણ અન્વયશક્તિઓ સાથે સંબંધ તો છે. સંબદ્ધ
છૂટીને અધ્ધરથી થઈ છે એમ નહીં. આહા... હા! સમજાણું કાંઈ?
(કહે છે કેઃ) સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગનો મારગ! મહા ગંભીર છે!
ત્રણ લોકના નાથ! આહા... હા! એક દ્રવ્યમાં અનંતી શક્તિઓ છે બાપુ! એક દ્રવ્ય ભલે અંગૂલના
અસંખ્યમાં ભાગમાં પરમાણુ રહ્યું પણ એની શક્તિઓ અનંત... અનંત... અનંત... અનંત... એ શું છે?
અને એ શક્તિ જે અન્વય છે તેનીય શક્તિઓમાંથી જે પર્યાયો થઈ ‘જે હતી તે થઈ’ એ અપેક્ષાએ
એને સદ્ભાવ સંબંધ છે. અને એની પર્યાયની મુખ્યતાથી જયારે કહેવું હોય ત્યારે પહેલી નહોતી ને
થઈ’ એ અસદ્સંબંધ એમ’ કહેવામાં આવે છે. છતાં ‘નહોતી ને થઈ’ એમ કહેવામાં આવે છે તે
અન્વયના સંબંધમાં તો છે જ તે. પણ મુખ્યપણે ‘નહોતી ને થઈ’ એમ કહેવામાં આવે છે. આહા...
હા! આવું ધરમ કરવામાં શું કામ હશે એનું? કહે છે ધરમ (તે શું છે) ધરમની પર્યાય જે છે.
આહા...! ધરમની પર્યાય જે છે. ઈ શું છે? એ ક્યાંથી આવી? કોઈ રાગની ક્રિયા કરી-દયા- દાનની
એમાંથી આવી? એમાં હતી? દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ કર્યા એમાંથી (ધરમની) પર્યાય
આવી? એમાં (આ શાંતિની) પર્યાય છે? અન્વયમાં છે. અન્વયમાં શક્તિરૂપ છે, માટે આવે છે.
આહા... હા! અને ‘નહોતી ને આવી’ (એમ અસદ્પર્યાય) કહેવાય છે પર્યાયની મુખ્યતાથી પણ એને
સંબંધ તો અન્વય (શક્તિઓ) નો છે જ. ગૌણપણે. ઈ ‘નહોતી ને થઈ’ એ અપેક્ષાએ અસદ્પર્યાય
(કહેવાય છે.) પણ ‘નહોતી ને થઈ’ માટે કોઈ સંયોગ આવ્યા, માટે નહોતી ને થઈ એકદમ -એમ
નથી. આહા...હા! સત્નો સંબંધ ને સત્નો અસંબંધ-એમાં ને એમાં સમાઈ જાય છે. સમજાણું કાંઈ?
[હવે, પર્યાયોની અભિધેયતા વખતે પણ, અસત્–ઉત્પાદમાં પર્યાયોની નિપજાવનારી તે તે
વ્યતિરેક વ્યકિતઓ યુગપદ્વૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી પર્યાયોને કરે છે
(પર્યાયોની વિવક્ષા વખતે પણ, વ્યતિરેકવ્યકિતઓ
અન્વયશક્તિરૂપ બનતી થકી પર્યાયોને દ્રવ્યરૂપ
કરે છે.)
]

Page 460 of 540
PDF/HTML Page 469 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૦
(અહીંયાં કહે છે કેઃ) “જેમ બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે
વ્યતિરેકવ્યકિતઓ યુગપદ્પ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી બાજુબંધ વગેરે
પર્યાયોને સુવર્ણ કરે છે.” તેમ. દ્રવ્યની અભિધેયતા વખતે પણ, સત્–ઉત્પાદમાં દ્રવ્યની
નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકપણાને પામતી થકી દ્રવ્યને પર્યાયો
(–પર્યાયોરૂપ) કરે છે.”
દ્રવ્યને પર્યાયોરૂપ કરે છે. થોડું વાંચવું જોઈએ, વિચારવું જો્રઈએ. એમને એમ
અધ્ધરથી હાલે એમ નહીં હાલે! આહા... હા! આ એમને એમ અનાદિ-અજ્ઞાન તો હાલ્યું છે! આહા...
હા! વસ્તુની સ્થિતિ જે છે એમાંથી કંઈપણ ઓછું, અધિક, વિપરીત (માને.) પરના સંબંધે (કાર્ય)
થાય. એ જો કંઈ થઈ જાય તો ઈ વિપરીતદ્રષ્ટિ છે ઈ. આહા.. હા! (પર્યાય) ‘નહોતી ને થઈ’ માટે
પરના લક્ષે ને પરના સંબંધે થઈ- એકદમ કેવળ (જ્ઞાન) થાય, એકદમ ક્ષાયિક સમકિત થાય, એકદમ
મતિ-શ્રુતજ્ઞાન, ઝળહળ જ્યોતિ પ્રભુ! ચૈતન્ય પ્રગટે, એ સંબદ્ધ નહોતો ને પહેલો થયો, એ તો
પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવે છે. બાકી એની પર્યાયની સાથે, અન્વયની સાથે સંબદ્ધ ગૌણ-પણે
છે. આહા... હા! અને જ્યારે અન્વયના સંબદ્ધથી જ્યારે સદ્સંબદ્ધપર્યાય થઈ જયારે એમ કહીએ તો
અન્વય છે એમાંથી જ એ આવી છે. એને સદ્સંબદ્ધ પર્યાય (અહીંયાં) કહેવામાં આવે છે. અહા...
હા... હા! હવે આવી વાતું! એના ચોપડામાં આવે નહીં, દુકાનમાં (આવે નહીં.) અપાસરે જાય તો ય
સાંભળવા મળે નહીં. દેરાસર જાય તો ય સાંભળે નહીં. આહા...! આવી વાતું છે બાપુ! ઝીણી બહુ
ભાઈ! શું થાય?
દીપચંદજી કહી ગયા છે. (તેમણે) એક ‘અધ્યાત્મપંચસંગ્રહ’ શાસ્ત્ર બનાવ્યું છે. એમાં કહી
ગયા છે કે હું જોઉં છું તો આગમ પ્રમાણે શ્રદ્ધા કોઈની દેખાતી નથી. કારણ કે એને આગમ શું કહે છે
એની એને ખબરું નથી. મોઢે કહીએ તો સાંભળતા નથી. પણ ઈ તો એકાંત છે-એકાંત છે એમ
એકાંત કહીને (તત્ત્વની વાતને) ઉડાડી દ્યે. (તેથી) આ લખી જાઉં છું એમ કહીને આમાં લખ્યું છે.
‘પંચસંગ્રહ’ અધ્યાત્મનું (શાસ્ત્ર) એમાં લખી ગયા છે. લખી જાઉં છું બાપુ! મારગડા કોઈ જુદા છે!
આહા... હા! સમ્યગ્દર્શનની પર્યાય, એ અન્વય અંદર દર્શન-શ્રદ્ધાગુણ છે એના સંબંદ્ધ ‘છે એમાંથી
આવી છે’ એ દ્રવ્યદ્રષ્ટિને મુખ્ય કરતાં એમ કહેવાય. (અને) પર્યાયને મુખ્ય કરીને (કહીએ તો પણ)
અન્વય ને ગુણ તો રાખવા જ તે-અભાવ છે એમ બિલકુલ નહીં. એ પર્યાયની મુખ્યતાથી (કહીએ
ત્યારે) મિથ્યાત્વ ગયું, સમકિત થયું ઈ પર્યાય અસદ્ થઈ ‘નહોતી ને થઈ’ (સમકિતની પર્યાય)
એમ કહેવામાં આવે છે. આહા... હા... હા! અને એમેય કહેવામાં આવે છે કે મિથ્યાત્વ છે એ ઉપાદાન
છે. અને સમકિત છે તે ઉપાદાય છે એટલે કેઃ મિથ્યાત્વ છે તેનો ક્ષય થાય છે ત્યારે સમકિતની
પર્યાયની ઉત્પત્તિ થાય છે એમ એનો (ઉપાદાન-ઉપાદેય) નો અર્થ છે. આહા... હા! આકરી વાતું બહુ
બાપુ! લોકોને કંઈ કાને પડી નથી! એમને એમ આંધળે આંધળા, જગત ચાલ્યું જાય છે. તત્ત્વ જે છે
અંદર આત્મા! અનંત-અનંત ગુણનો ગંભીર સાગર! એની પર્યાય જે થાય-અવસ્થા તે અવસ્થા છતી

Page 461 of 540
PDF/HTML Page 470 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૧
થાય છે. ‘છે તે થાય છે’ છતી થાયછે’ આહા..! એ દ્રવ્યતાની મુખ્યતાથી કહીએ ત્યારે એમ છે.
પર્યાયની મુખ્યતાથી કહીએ ત્યારે અછતી થાય છે ‘નહોતી ને થઈ’ છતાં ગૌણપણે અન્વયનો સંબંધ
તો છે એને. અધ્ધરથી આમ ને આમ થઈ છે (એમ છે નહીં.) સમજાણું કાંઈ? આહા... હા! આવી
વાતું છે હવે! થયું ને? (સ્પષ્ટીકરણ) “દ્રવ્યને પર્યાયો (–પર્યાયોરૂપ) કરે છે.”
(અહીંયાં કહે છે કેઃ) “જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે
તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધ આદિ પર્યાયમાત્ર (–પર્યાયમાત્રરૂપ) કરે છે
તેમ.”
આહા... હા! ઈ પર્યાય સુવર્ણને કરે છે ને સુવર્ણ પર્યાયને કરે છે. આહા... હા... હા... હા! એ
સુવર્ણની પર્યાય જે છે, તેથી સુવર્ણની સિદ્ધિ થાય છે કહે છે. અને સુવર્ણની સિદ્ધિ છે તેનાથી પર્યાયની
સિદ્ધિ થાય છે- આહા...હા! કોઈ પરદ્રવ્ય છે માટે (સુવર્ણના) પર્યાયની સિદ્ધિ થાય છે- પર્યાયની
સિદ્ધિ થાય છે નવી એકદમ (બાજુબંધ વીંટી, વીંટીમાંથી કડાં) એથી પરદ્રવ્યનો સંબંધ છે તેથી થાય છે
એમ નથી. દેવીલાલજી! આહા... હા!
(શ્રોતાઃ) ભગવાનના સમવસરણમાં આવતા આંધળા ય દેખતા
થઈ જાય? (ઉત્તરઃ) આહા...હા! મિથ્યાદ્રષ્ટિ પડયા છે ન્યાં. અનંતવાર સમોસરણમાં ગયો છે.
અનંતવાર સાંભળ્‌યું છે. પણ અંદર પર્યાય છતી, છતાં દ્રવ્યમાં છતી પડી છે- શક્તિઓ ને શક્તિવાન
પર દ્રષ્ટિ ન ગઈ. આહા...હા! શક્તિવાન ને શક્તિવાળો ને શક્તિ છે અનંત-અનંતગુણનો સાગર
ગંભીર પ્રભુ! એ પર દ્રષ્ટિ ન ગઈ-ભગવાનના સમોસરણમાં (ભગવાનને) અનંતવાર સાંભળ્‌યા.
ભગવાનની આરતી અનંતવાર ઉતારી. આહા...હા! મણિરતનના દીવા! હીરાના થાળ! કલ્પવૃક્ષના
ફૂલ- લઈ ભગવાનની આરતી ઉતારી એમાં શું વળ્‌યું અનંતવાર ઉતારી ઈ તો રાગ છે! આહા...! એ
કંઈ ધરમ નથી. આહા...હા...હા!
અહીંયાં તો કહે છે કે પર્યાયની ઉત્પત્તિ ભલે રાગની થઈ. તો પણ અંદર શક્તિનીય યોગ્યતા
તો હતી, એ યોગ્યતા વિના થતી નથી. પરને લઈને થઈ નથી એમ સિદ્ધ કરવું છે. આહા... વાહ!
આહા... હા!
“માટે દ્રવ્યાર્થિક કથનથી સત્–ઉત્પાદ છે; શું કીધું? ‘દ્રવ્યાર્થિક’ શું સાંભળ્‌યું ન હોય
કેટલાકે તો. વાણિયામાં જનમ થયો ને જન્મીને...! ‘દ્રવ્યાર્થિક’ એટલેશું? (તેની ખબર ન મળે!)
દ્રવ્યાર્થિક એટલે જે વસ્તુ છે- દ્રવ્ય છે. એના- દ્રવ્યના પ્રયોજનવાળી જે દ્રષ્ટિ છે એ દ્રવ્યાર્થિક દ્રષ્ટિ
કહેવાય છે. આહા... હા! આંધળે-આંધળું હાલ્યું! આ બાજુ દેખનાર ને (એક) આંધળો હતો. આવે છે
(પદમાં) ‘અંધોઅંધ પલાય’ આંધળો છું કે દેખનાર વિચારેય કરતો નથી. કે શું પણ. સમ્યગ્દર્શન શું
છે? અને ધરમની શરૂઆત થાય ત્યારે શું થાય? અને કેમ થાય? આહા... હા! તેની શરૂઆત થવા
દ્રવ્યમાં છતી શક્તિ પડી છે. એથી તેને દ્રવ્યની દ્રષ્ટિ થતાં તેને સમકિત થાય છે. સમજાણું કાંઈ?
આહા.. હા! દ્રવ્યમાં શ્રદ્ધા નામની શક્તિ તો અનાદિ અન્વય પડી છે. અને એ શક્તિનો ધરનાર
ભગવાન (આત્મા) એ પણ અન્વયસ્વભાવ છે. આહા... હા! પણ એના ઉપર દ્રષ્ટિ દીધી નહીં
જેમાંથી

Page 462 of 540
PDF/HTML Page 471 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૨
પર્યાય આવે છે- થાય છે તેના ઉપર દ્રષ્ટિ આપી નહીં. આમ-આમ દ્રષ્ટિને-ભગવાનને સાંભળી ને
થાશે ને...! આહા... હા! અને નવી પર્યાય થઈ, એને તો મુખ્યપણે પર્યાય ‘નહોતી ને થઈ’ એમ
કહ્યું. ગૌણપણે તો એનેય અન્વયનો સંબંધ છે. સમજાય છે કાંઈ...? આહા... હા! શું શૈલી!! ગજબ
શૈલી છે!!!
(કહે છે સદ્ગુરુ કેઃ) તને જો ધર્મની પર્યાય પ્રગટ કરવાની હોય. તો ઈ પ્રગટ થવાની તે
ક્યાંથી (થશે) કંઈ અધ્ધરથી તે થશે? અધ્ધરથી થશે. આકાશમાં ફૂલ (ઊગતા) નથી, તે ફૂલ થઈ
જશે અધ્ધર! ઈ છે અંદર બાપુ! આહા..! અન્વય નામ કાયમ રહેનારું દ્રવ્ય છે. તેમાં અન્વય-કાયમ
રહેનારા ગુણો-શક્તિઓ છે. આહા... હા... હા! છે’ ... એની પ્રતીતિ કરતાં પર્યાય થાય છે. છે’
આખું-દ્રવ્ય આખું, તેની પ્રતીતિ-તેનું જ્ઞાન કરતાં તે પર્યાય નિર્મળ થાય છે. આહા.. હા! અને તેને
પર્યાયથી જુઓ કે ‘નો’ તી ને થઈ’ તો પણ તે અન્વય ત્રિકાળ છે એનો ગૌણપણે સંબદ્ધ તો છે જ.
એમાંથી સમકિતદર્શન થાય છે. આહા... હા! કો’ પ્રવિણભાઈ! આમાં ક્યાં! લોઢાના વેપારમાં આવું
સાંભળ્‌યું છે કેદી’ કોઈએ? આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “માટે દ્રવ્યાર્થિક કથનથી સત્–ઉત્પાદ છે” એટલે છે’ ... એમાંથી આવે
છે. (અને) “પર્યાયાર્થિક કથનથી અસત્–ઉત્પાદ છે” તે વાત અનવઘ (નિર્દોષ, અબાધ્ય) છે.”
બેય રીતે નિર્દોષ ને અબાધ્ય છે. આહા... હા! છે? (પાઠમાં) હવે એમાં પંડિતજીએ સહેલું કરી નાખ્યું
છે. સાદી ભાષામાં. (ભાવાર્થ.) “જે પહેલા હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્ –ઉત્પાદ કહે છે.”
સાદી ભાષા કરી નાખી. જે.. પહેલાં... હયાત... સતા ‘છતી ચીજ હોય’ તેની જ ઉત્પતિને સત્-ઉત્પાદ
કહે છે. “અને જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પતિને અસત્–ઉત્પાદ કહે છે.” જયારે પર્યાયોને
ગૌણ કરીને”
ગૌણ કરીને હોં? દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે
જ ઉત્પન્નથાય (છે) ”
હયાત હતું તે ઉત્પન્ન થાય. “કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળ હયાત છે.” તેથી
દ્રવ્યાર્થિક નયથી
દ્રવ્યાર્થિકનય એટલે વસ્તુના પ્રયોજનની દ્રષ્ટિએ કહીએ તો “દ્રવ્યને સત્–ઉત્પાદ છે.
દ્રવ્યને સત્ઉત્પાદ છે એટલે ‘છે’ તે ઉત્પન્ન થાય છે. એ દ્રવ્યમાં છે તે પર્યાયમાં આવે છે. આહા... હા!
ભાષા તો સમજાય એવી છે પણ હવે એને (રુચિથી સાંભળવું જોઈએ) કોઈ દી’ સાંભળ્‌યું નો’ હોય
ને... નમો અરિહંતાણં... નમો અરિહંતાણં... નમો અરિહંતાણં... મિચ્છામિ પડિકકમાણિ ઈરિયા-
વિહિયા-તસ્સ ઉત્તરી મિચ્છામિ.. કરીને જાવ થઈ ગઈ સામાયિક! આહા.. હા! પ્રભુ! વીતરાગનો
મારગ! અને તું જ મોટો પ્રભુ છો! પ્રભુ? આહા..! હા! તારી મોટપનો પાર નથી નાથ!! તારામાં
એટલા ગુણો!! એટલા ગુણો ભર્યા છે!!! કે એનો જો સંબંધ કર, તો પર્યાય અંદરમાંથી ઉત્પન્ન થયા
વિના રહે નહીં. એને સત્-ઉત્પાદ કહે છે. આહા.. હા.. હા! મુખ્યપણે. અને ગૌણપણે (આ અને)
પર્યાયને મુખ્યપણે કહીએ જે નહોતી ને થઈ ત્યારે તેને (આ) પર્યાયને અન્વય સાથે છે.

Page 463 of 540
PDF/HTML Page 472 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૩
ગૌણપણે. (તે પર્યાયને અસત્-ઉત્પાદ કીધો.) સમજાય છે કાંઈ? આહા...હા...હા! આવો કલાક જાય
હવે એમાં ઘરે પૂછે કે શું તમે સાંભળ્‌યું? આહા...હા...હા! (શ્રોતાઃ) એટલે તો અમે ઘેરે ચોપડી
ઉઘાડતા નથી...! (ઉત્તરઃ) ઉઘાડતા નથી! (મુક્ત... હાસ્ય) અહહાહા! આહા... હા!
પ્રવચનસાર!! ભગવાનની દિવ્યધ્વનિનો પોકાર છે. ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ! અવાજ...
ૐ કારધ્વનિ સૂની, અર્થ ગણધર વિચારૈ. ભગવાનને’ કાર નીકળે, આવી વાણી ન હોય એની, કારણ
કે અભેદસ્પર્શી થઈ ગઈ, કેવળજ્ઞાન પૂરણ!! એને વાણી અભેદ નિરક્ષરીવાણી હોય છે. ૐકાર ધ્વનિ
સૂનિ અર્થ ગણધર વિચારૈ. રચી આગમ ઉપદેશ- એ વાણીમાંથી (ગણધર) આગમ રચે અને ઉપદેશે.
(સાંભળીને) ‘સંશય ભવી જીવ નિવારૈ.’ જે પાત્ર જીવ હોય ઈ સંશયને નિવારે. આહા...હા...હા!
બનારસીદાસના વચન છે. બનારસીદાસનું છે. ‘બનારસી વિલાસ’ છે ને...? આહા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે. (કારણ કે દ્રવ્ય તો ત્રણે
કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્–ઉત્પાદ છે.” આહા... હા! (હવે અસત્-ઉત્પાદ
કહે છે.)
“અને જયારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે
હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે.” આહા... હા! (અસત્) પર્યાયની (વાત છે.) હયાત નહોતું તે
ઉત્પન્ન થાય છે. (એટલે) પર્યાયની પહેલી ઈ નહોતી. અન્વયપણે ગુણ (ત્રિકાળ) છે. “કારણ કે
વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો.”
વર્તમાન પર્યાય ગયાકાળમાં-ભૂતકાળમાં નહોતી. “તેથી
પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્–ઉત્પાદ છે.”
(એને અસત્-ઉત્પાદ કહેવામાં આવે છે.)
(વળી) “અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી.” હવે આ
(માર્મિક) આની સિદ્ધિ કરીએ. દ્રવ્ય અને પર્યાય જુદી જુદી ચીજ નથી. જેમ પરમાણુ ને બીજા છ
દ્રવ્યો (આ) આત્માથી જુદાં છે, એમ દ્રવ્ય ને પર્યાય જુદાં નથી. આહા... હા!
“તેથી પર્યાયોની
વિવક્ષા વખતે પણ” ભલે પર્યાયની (મુખ્યતાથી) કહેવામાં આવે, પણ “અસત્–ઉત્પાદમાં” પણ “જે
પર્યાયો છે તે દ્રવ્ય જ છે”
જે પર્યાય ઉત્પત્તિ છે તે દ્રવ્ય જ છે. આહા... હા... હા... હા! દ્રવ્યના
ઘેરાવામાં એ ઉત્પન્ન થયેલી છે. પરના ઘેરાવામાંથી એ ઉત્પન્ન થઈ નથી. આહા.. હા... હા અરે ત્રણ
લોકનો નાથ દિવ્યધ્વનિ કરતો હશે અને ગણધરો ને સિંહ ને વાઘ સાંભળે, સિંહને વાઘ ને નાગ!
કાળા નાગ હાલ્યા આવે આમ જંગલમાંથી (સમવસરણમાં) ઈ બાપુ! વાણી કેવી હોય! ભાઈ!
આહા... હા! એ વીતરાગની વાણી! એના રચેલાં શાસ્ત્રો, એના ભાવ ગંભીર કેટલા હોય?

Page 464 of 540
PDF/HTML Page 473 of 549
single page version

ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૪
ભાઈ! એની ઊંડી ગંભીરતા હોય છે. એને ઊંડું લાગે માટે - આવું શું છે? એમ એનો કંટાળો ન
આવવો જોઈએ. ગંભીરતા લાગે, એકદમ ન પકડાય, તેથી એમાં કંટાળો ન આવવો જોઈએ.
(ઊલટાની રુચિ વધવી જોઈએ.) આહા...હા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “તેથી પર્યાયોની વિવક્ષા વખતે પણ અસત્–ઉત્પાદમાં, જે પર્યાયો છે તે
દ્રવ્ય જ છે”, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે. આહા... હા! બીજું દ્રવ્ય નથી એમ કહેવું છે. પર્યાયો છે તે
દ્રવ્ય જ છે. પર્યાય બદલીને બીજી થઈ માટે દ્રવ્ય છે, એમ નથી. “અને દ્રવ્યની વિવક્ષા વખતે પણ,
સત્–ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે.”
જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. જે પર્યાયો છે તે દ્રવ્ય જ
છે. અને જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. આહા.. હા! અસત્-ઉત્પાદમાં પણ અન્વય ગૌણ રાખીને
પર્યાયની મુખ્યતાથી કથન કર્યુ છે. અને સત્-ઉત્પાદમાં અન્વયને મુખ્ય કરીને સત્ને સત્ ઉત્પન્ન
(સત્-ઉત્પાદ) છે એમ કહેવામાં આવ્યું છે. પણ અસત્-ઉત્પાદ છે (એમ કીધું) એટલે બિલકુલ
અન્વયનો સંબંધ જ નહોતો એમ નહીં (કારણ કે) પર્યાય પોતે દ્રવ્ય જ છે. આહા.. હા.. હા! અને
દ્રવ્ય છે તે પર્યાયો છે.
વિશેષ કહેશે......

Page 465 of 540
PDF/HTML Page 474 of 549
single page version

ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬પ
હવે (સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે અર્થાત્ તેનું તે જ છે માટે તેને સત્-ઉત્પાદ છે- એમ)
સત્-ઉત્પાદને અનન્યપણા વડે નકકી કરે છેઃ-
जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो ।
किं दव्वंत णजहदि ण जहं अण्णो कहं होदि ।। ११२।।
जीवो भवन् भविष्यति नरोऽमरो वा परो भूत्वा पुनः ।
किं द्रव्यत्वं प्रजहाति न जहदन्यः कथं भवति ।। ११२।।
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે–રૂપે
શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો કયમ અન્ય એ? ૧૧૨.
ગાથા – ૧૧૨
અન્વયાર્થઃ- [जीव] જીવ [भवन्] પરિણમતો હોવાથી [नरः] મનુષ્ય, [अमरः] દેવ
[वा] અથવા [परः] બીજું કાંઈ (-તિર્યંચ, નારક કે સિદ્ધ) [भविष्यति] થશે. [पुनः] પરંતુ
[भूत्वा] મનુષ્યદેવાદિક થઈને [किं] શું તે [द्रव्यत्वं प्रजहाति] દ્રવ્યપણાને છોડે છે? [न जहत्]
નહિ છોડતો થકો તે [अन्यः कथं भवति] અન્ય કેમ હોય? (અર્થાત્ તે અન્ય નથી, તેનો તે જ છે.)
ટીકાઃ– પ્રથમ તો દ્રવ્ય દ્રવ્યભૂત અન્વયશક્તિને સદાય છોડતું થકું સત્ જ (હયાત જ) છે.
અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યકિતનો ઉત્પાદ થાય છે તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું
અચ્યુતપણું હોવાથી દ્રવ્ય અનન્ય જ છે (અર્થાત્ તે ઉત્પાદમાં પણ અન્વયશક્તિ તો અપતિત -
અવિનષ્ટ-નિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય નથી.) માટે અનન્યપણા વડે દ્રવ્યનો સત્-ઉત્પાદ
નક્કી થાય છે (અર્થાત્ ઉપર કહ્યું તેમ દ્રવ્યનું દ્રવ્ય-અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને સત્-ઉત્પાદ
છે-એમ અનન્યપણા દ્ધારા સિદ્ધ થાય છે.)
આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છેઃ
જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી જીવ નારકત્વ, તીર્યંચત્વ, મનુષ્યત્વ,
દેવત્વ અને સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશે- પરિણમશે. પરંતુ તે જીવ તે પર્યાયરૂપે
થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? નથી છોડતો. જો નથી છોડતો તો તે અન્ય કઈ રીતે