Page 441 of 540
PDF/HTML Page 450 of 549
single page version
અનેકપણાનું ખંડન કરે છે. આહા... હા!
दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।। ११०।।
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦.
કે કોઈપણ પર્યાય થવા કાળે સંયોગ ઉપર દ્રષ્ટિ ન કર. સંયોગ આવ્યા માટે આ થયું! આહા.. હા! ઘરે
બેઠો’ તો ત્યારે પરિણામ બીજાં હતાં, અને ભગવાનના દર્શન કર્યા ત્યારે પરિણામ બીજાં આવ્યાં, માટે
ઈ પરિણામ સંયોગથી આવ્યાં, એમ નથી. તે પરિણામ તે વખતે સત્તાગુણનો એવો જ ઉત્પાદનો સમય
હતો. એ થયો છે. સત્તા ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે થઈ છે. અને એ સત્તા દ્રવ્યથી જુદી નથી માટે દ્રવ્ય જ એ
ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે થયું છે. આહા... હા! ભગવાનને લઈને એ શુભભાવ થયો નથી, એમ કહે છે.
આહા... હા.. હા! કો’! અને ઈ શુભભાવ થયો, તે કાળે સાતાવેદનીય બંધાણી, એ આ શુભભાવને
લઈને નહીં એમ કહે છે. તું સંયોગથી ન જો! આહા... હા... હા! ઈ સાતાવેદનીયના પરમાણુ જે છે ઈ
અસ્તિ છે ઈ સત્તા ધરાવે છે. અને સત્તા (છે) તેમાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમન છે તેથી તે વખતે કર્મ
(પ્રકૃતિ) પણે પરિણમવાની પર્યાય, એના સત્તાગુણને લઈને, અને ઈ ગુણ ગુણીનો-દ્રવ્યનો છે. તો
દ્રવ્યને લઈને ઈ પરિણામ કર્મરૂપે થયાં છે’ . આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે સાતાવેદનીય (પ્રકૃતિ)
થઈ કે કષાય થઈ (તો) એમ નથી. આહા... હા... હા!
શુભભાવ થયા, એ એની સત્તાની પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે. તેથી તે તીર્થંકરગોત્ર બંધાણું એમ
નહીં. તીર્થંકરગોત્ર બંધાણું એમાં એના પરમાણુના જે સત્તાગુણ છે એ કર્મની પર્યાયપણે થવાનો
ઉત્પાદપણે, વ્યયપણે, ને ધ્રૌવ્યપણે એ સત્તાગુણનું (પરિણમન) છે. ને સત્તાગુણના પરિણામ, ગુણીના
Page 442 of 540
PDF/HTML Page 451 of 549
single page version
આહા... હા! એકસો દસ (ગાથા.)
લાગે. એક સમયે મતિ-શ્રુત ને બીજે સમયે કેવળજ્ઞાન. સમજાણું કાંઈ? એથી એમ ન લાગે કે ઓલા
સંયોગો અનુકૂળ આવ્યા માટે થયું. કે ના. એ તો ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમન માટે કેવળજ્ઞાન
થવાનું, એના ગુણ-ગુણીનો સ્વભાવ જ એવો છે તે થયું. પૂર્વની પર્યાયને લઈને ય નહીં. આહા... હા!
કેવળજ્ઞાનનો પર્યાય, ઉત્પાદરૂપે સત્તાથી પોતાના જ્ઞાન (ગુણ) ની હયાતીથી, ઉત્પાદરૂપે, વ્યયરૂપે,
ધ્રૌવ્યરૂપે થયો. સ્વતઃ પોતાથી થયો છે. તે કર્મનો નાશ થયો કે પૂર્વની પર્યાયને લઈને થયો તો આ
ઉત્પાદ કેવળજ્ઞાનનો થયો એમે ય નથી. આહા... હા! એ તો પહેલાં આવી ગયું (ગાથા.) એકસો
એકમાં. વ્યય છે ઈ ઉત્પાદને લઈને નથી, ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, પોતાના વ્યયની અપેક્ષા
નથી. તો પરની અપેક્ષા હોય, એમ જ નહીં. આવી વાત છે ભાઈ! આહા...હા...હા!
રાખનારો. તો ત્યાં (સંસ્થા કે મંદિરોમાં) પર્યાય સરખી થાય. એમ નથી કહે છે. આહા.. હા! ઈ
વખતે તેના તે વસ્તુમાં (જે) ગુણ છે સત્તાગુણ લો, જ્ઞાનગુણ ગણીએ, એનું પરિણમન એ કાળે એ
જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય રૂપે પરિણમન થવાનું છે. તેથી તે (ગુણ દ્રવ્યનો છે) તેથી તે દ્રવ્યનું જ પરિણમન
છે. વ્યવસ્થા, વ્યવસ્થા કરનારો છે માટે (વ્યવસ્થિત) અહીંયાં થયું છે એમ નથી. આહા.. હા! કેટલું
ફેરવવું પડે આમાં! આખો દિ’ દુકાને બેઠો. ને આ કર્યું ને આનું કર્યું ને આવું કાર્યું ને આ કર્યું,
ઘરાકને બરાબર સાચવ્યા ને...! આહા.. હા! મીઠાસથી બોલીને આમ કર્યું! (કરું-કરું ના મિથ્યાત્વથી
ફેરવવું પડે!)
સત્તા જ હોય.
લઈને ઉત્પાદવ્યયધ્રૌવ્ય તે દ્રવ્ય છે તેથી દ્રવ્યના જ એ પરિણામ છે. એ પરને લઈને નહીં. અને તે
સત્તાનો ઉત્પાદવ્યયધ્રૌવ્ય થાય, એ તો તેનું સ્વરૂપ જ છે. આહા... હા! કો’ સમજાય છે આમાં? આ
બધા (સામે બેઠેલા) હુશિયાર માણસ કે’ વાય. આ દાકતરો, વકીલો-દવાયું-દાકતરને દવાનું આવ્યું ને
અહીંયાં. હવે કે’ એને
Page 443 of 540
PDF/HTML Page 452 of 549
single page version
આહા... હા! અને દાકતરનો આત્મા પણ તે વખતે પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણમનમાં તે પર્યાય
થાયને! તે આવે છે. આહા... હા... હા! બહુ આકરું કામ! આખી દુનિયામાંથી જુદો પડી જા! કહે છે.
જુદો છો. પડી જા એટલે...! (જુદો છો જ.)
ધ્રૌવ્ય (એટલે)
આ સાંભળ્યું નો હોય તો બેસે નહીં. એકાંત લાગે એને એકાંત! આહા... હા! શું થાય ભાઈ!
ત્રણલોકના નાથ! કેવળી પરમાત્માની આ વાણી છે. આહા... હા! એ વાણીમાં કાંઈપણ ફેરફાર કરે કે
ઓછું, અધિક કે વિપરીત (માને) તો સત્ને સત્પણે શાસ્ત્રને, એ રીતે ન માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે.
આહા.. હા! શાસ્ત્રમાં એક પણ પદને, કે એકપણ અક્ષરને-આવે છે ને ‘સૂત્ર પાહુડ’ માં ભાઈ!
સૂત્રપાહુડમાં કહે છે કે શાસ્ત્રના એક પદને કે એક અક્ષરને ફેરવે એ મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા!
ભારે! આકરું કામ બહુ! આહા... હા!
(શ્રોતાઃ) તેની લાયકાત નહોતી તો નહોતું તે વખતે... (ઉત્તરઃ) માત્ર હાસ્ય જ આહા..!
ઉત્પાદવ્યયધ્રૌવ્યનું પરિણમન થયું ઈ (દ્રવ્યનું) ગુણીનું જ થયું છે. એ દ્રવ્ય ને ગુણ બેય અભેદ છે.
એમ કહે છે. આહા... હા!
ગુણો જુદા નથી. અને કુંડળાદિ પર્યાયો હોતાં નથી. સોનાથી સોનાના પીળાશ આદિ ગુણો, અને કુંડળ
આદિ પર્યાયો, એ સોનાથી જુદાં હોતાં નથી. આહા... હા! હજી આ તો દ્રષ્ટાંત છે હોં? “તેમ હવે, તે
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત ‘અસ્તિત્વ’ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ.” દ્રવ્યનો-સ્વરૂપની હયાતીવાળું
એટલે અસ્તિત્વ-સત્તા, નામથી કહેવાતું જે દ્રવ્યત્વ “તે તેનો ‘ભાવ’ નામથી કહેવાતો ગુણ.” દ્રવ્યત્વ
નામનો ગુણ, સત્તા નામનો ગુણ, કહેવાતો
દ્રવ્યથી પૃથકપણે વર્તે
Page 444 of 540
PDF/HTML Page 453 of 549
single page version
કહેવાય ને...! દ્રવ્ય (જે છે) ભે ભાવવાળું ને દ્રવ્યત્વ (તે) ભાવ. (અથવા) દ્રવ્ય ભાવવાળું-ગુણવાળું
અને સત્તા-દ્રવ્યત્વ તે ગુણ. તે ‘ભાવ’ નામથી કહેવાતો ગુણ જ હોવાથી કહે છે ને દ્રવ્યનો આ
‘ભાવ’. તો એ ભાવ તે ગુણ જ છે. આહા... હા! દ્રવ્યનો ‘અસ્તિત્વ’ ભાવ. દ્રવ્યનો સત્તાભાવ. પણ
ઈ દ્રવ્યનો સત્તાભાવ તે દ્રવ્ય જ છે. આહા... હા! આહા... હા... હા... હા! આચાર્યોએ! દિગંબર
સંતોએ! કામ કર્યું છે! માણસને આગ્રહ છોડીને જરી (વિચારવું જોઈએ) ખોટું લાગે કે આ બધું
(ત્યારે) અમારું શું ખોટું? બાપુ! માણસને. વિચાર તો કર ભાઈ! આહા...! આવી વાતની ગંધ ક્યાં
છે બીજે શાસ્ત્રમાં ય. આ કરો.. આ કરો... આ કરો... આ કરો.. અહીંયાં કહે છે કે તું કરવાનું કહેછે,
(તો સાંભળ) એની સત્તાના પરિણામ એનામાં ને તારી સત્તાના પરિણામ તારામાં (થઈ જ રહ્યા
છે.) શું કરવું છે તારે? આહા.. હા! કેમ કે ઈ દ્રવ્ય (શું) સત્તા વિનાનું છે? અને ઈ સત્તા
ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાની છે? અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાનું એ દ્રવ્ય છે? (નથી જ.) આહા.. હા!
આવી વાત છે. (લોકો તો) વાદ-વિવાદ કરે પછી, નહીં? આનાથી આમ રહ્યું- કર્મનો આકરો ઉદય
આવે ત્યારે વિકાર થાય જ. નહીંતર વિકાર છે ઈ સ્વભાવ થઈ જાય. અહીંયાં કહે છે કે વિકાર થવાનો
પર્યાય તે સમયે સત્તાનામના ગુણનું એ જાતનું અસ્તિત્વ પરિણામ થવાનું છે ઈ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપે
પોતાથી થયું છે. કર્મને લઈને નહીં. આહા... હા!
છે કે ઈ જ્ઞાનનું જે ઓછા-વત્તાપણું થાય છે ઈ જ્ઞાનમાં સત્તા નામનો ગુણ છે અથવા જ્ઞાનમાં જ્ઞાનનું
હયાતીવાળો ગુણ છે ને...! એ હયાતીવાળી પોતે જ ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) પણે થાય છે. ધ્રૌવ્યપણું
રાખીને, ઉત્પાદપણે (પોતે જ થાય છે. હીણી પર્યાય થાવ કે અધિક થાવ. એ પોતાના જ ઉત્પાદવ્યય
(ધ્રૌવ્ય) થી થાય છે, પરને લઈને નહીં’. આહા... હા... હા! આ મોટો વાંધો હતો ને..? વર્ણીજી હારે.
ઈ એણે લખ્યું છે બધા પુસ્તકો (માં). સોનગઢનું સાહિત્ય જૂઠું છે. બૂડાડી મૂકશે બધાને! આહા.. હા!
એણે આ વાત સાંભળી નો’તી. આહા... હા!
સત્તાથી પરિણમન છે ને ઈ બધું અભેદ છે. આહા..હા! એમ ભગવાન આત્મામાં, વિકારના પરિણામ છે
ઈ ઉત્પાદપણે, સત્તા નામના કે અસ્તિત્વગુણને લઈને ઉત્પાદવ્યયપણે પરિણમે છે તે સત્તાગુણનું પરિણમન
છે. ઈ કરમને લઈને નહીં. આહા...હા! (માથે હાથ મૂકીને લોકો બોલે છે ને) અમારે શું કરવું ભાઈ,
કરમનું જોર છે. કરમનું જોર છે. કરમનું જોર છે. ઈ તદ્ન બધી મિથ્યા-ભ્રમણા છે. આહા...હા!
Page 445 of 540
PDF/HTML Page 454 of 549
single page version
સત્તા કહો) એ શું દ્રવ્યથી જુદા વર્તે છે? “નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા
હો.” કે વસ્તુ પોતે સ્વયમેવ જ છે. સત્તા છે ને ઈ સત્તા ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) પણે પરિણમે છે.
આહા... હા! શબ્દો થોડા (છે.) પણ એમાં ભાવ ઘણા ભર્યા છે! આહા... હા! અહીંયાં તો વાત-સત્
શું છે એની વાત છે બાપા! અહીં કોઈ પક્ષ નથી, વાડો નથી. આ તો
૧૧૦).
Page 446 of 540
PDF/HTML Page 455 of 549
single page version
सदसब्भावणिबद्धं पाडुब्भावं सदा लभदि ।। १११।।
सदसद्भावनिबद्धं प्रादुर्भावं सदा लभते ।। १११।।
સદ્ભાવ–અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧.
આવે છેઃ-
----------------------------------------------------------------------
Page 447 of 540
PDF/HTML Page 456 of 549
single page version
સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, બાજુબંધ વગેરે
પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક
વ્યકિતઓને પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.
યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા દ્રવ્યને
ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે
તે વ્યતિરેક વ્યકિતઓ વડે, સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વય
શક્તિઓને પામતા સુવર્ણને અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ છે.
(પર્યાયોની વિવક્ષા વખતે પણ, વ્યતિરેક વ્યકિતઓ અન્વયશક્તિરૂપ બનતી થકી પર્યાયોને દ્રવ્યરૂપ કરે
છે); જેમ બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓ યુગપદ્પ્રવૃત્તિ પામીને
અન્વયશક્તિપણાને પામતી થકી બાજુબંધ વગેરે પર્યાયોને સુવર્ણ કરે છે તેમ. દ્રવ્યની અભિધેયતા
વખતે પણ, સત્-ઉત્પાદમાં દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે
વ્યતિરેકવ્યકિતપણાને પામતી થકી દ્રવ્યને પર્યાયો (-પર્યાયોરૂપ) કરે છે, જેમ સુવર્ણની નિપજાવનારી
અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધ આદિ
પર્યાયમાત્ર- (-પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.
----------------------------------------------------------------------
અન્વયના અર્થો માટે આગળ આવેલ પદટિપ્પણ (ફૂટનોટ) જુઓ.
Page 448 of 540
PDF/HTML Page 457 of 549
single page version
કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત
છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્-ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું
મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે. (કારણ કે વર્તમાન
પર્યાય ભૂતકાળે હયાત નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્-ઉત્પાદ છે.
ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧.
તું ને નવું ઉત્પન્ન થયું એ પર્યાયને અસત્ ઉત્પાદ કહે છે. (એ સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ હોવામાં)
અવિરોધ સિદ્ધ કરે છે; એમાં વિરોધ નથી. શું કહ્યું ઈ? દ્રવ્ય છે, તે છે, છે એનો ઉત્પાદ છે. છે તેનો
ઉત્પાદ છે. એક વાત. અને બીજી (વાત) નથી (પર્યાય) તેનો ઉત્પાદ છે. આહા... હા! દ્રવ્યમાં તે હતું
તેઆવ્યું છે. ઈ સત્ છે. અને પર્યાયમાં નહોતું ને પર્યાય (નવી) થઈ છે ઈ અસત્ ઉત્પાદ છે. બેયમાં
વિરોધ નથી. આહા...હા! અસત્-ઉત્પાદમાં હોવામાં અવિરોધ દર્શાવે છે. બેયમાં વિરોધ નથી એમ કહેવું
છે. આ માથું (મથાળું) ગાથામાં નાખવું છે. (એનો ભાવ ગાથામાં છે.) છે? (પાઠમાં.) વસ્તુનો
સત્ઉત્પાદ છે તે ઊપજે છે અને નથી તે ઊપજે છે એ બે ભાવમાં વિરોધ નથી. આહા...! છે તે
ઊપજે છે ઈ સત્ (દ્રવ્ય) ની અપેક્ષાએ, અને નથી તે ઊપજે છે ઈ પર્યાયની અપેક્ષાએ. પર્યાય નો’
તી ને ઉપજી એ પર્યાયની અપેક્ષાએ (અસત્ઉત્પાદ). સમજાણું કાંઈ આમાં? એકસોને અગિયાર
(ગાથા).
सदसब्भावणिबद्धं पादुब्भावं सदा लभदि
સદ્ભાવ–અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧.
Page 449 of 540
PDF/HTML Page 458 of 549
single page version
કોઈ પણ ક્ષણે, વિલક્ષણ દ્રવ્ય (સંયોગમાં) દેખીને અને આ દ્રવ્યને દેખીને, વિલક્ષણ પર્યાય તને
દેખાતી હોય, (તો પણ) ઈ પરને લઈને નથી. આહા... હા! આમ અમથું લાકડું પડયું છે તેના ઉપર
વાંસલો આમ પડયો (છોડા થયાં) તો ઈ (વાંસલાના) સંયોગને લઈને (લાકડાની) ઈ પર્યાય થઈ
છે એમ નથી. વાંસલો નહોતો ત્યાં સુધી કટકો નહોતો લાકડાનો, આમ લાગતાં જ થયો, (લોકો)
સંયોગથી જુએ છે ને (માને છે કે) આને લઈને આ થયું. જ્ઞાની જુએ છે કે એનામાં સત્તા છે એના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમન છે તેનાથી તે થયું છે. આહા... હા! શાંતિભાઈ! આ તો સમજાય તેવું છે.
આહા... હા!
દેખનારા (સમ્યગ્દ્રષ્ટિ) તે ટાણે, તે સત્તાનો, તે રીતે ઉત્પાદ થવાનો છે તે તેના ઉત્પાદવ્યયધ્રૌવ્યથી થયું
ઠેકાણે ગમે તે રહી! રોટલીના બે ટુકડા દાંતથી થાય છે. એમ જોનારા સંયોગથી જુએ છે. શું કીધું ઈ?
રોટલીના ટુકડા બે દાંતથી થાય ઈ સંયોગથી જોવે છે. સંયોગ (દાંતનો) થયો માટે આ ટુકડા થયા ઈ
એની વિલક્ષણતા સંયોગથી થઈ એમ અજ્ઞાની માને છે. ધર્મી એમ માને છે કે એની સત્તા તે
રોટલીના પરમાણુની, તે રીતે ટુકડા થવાના પર્યાયનો ઉત્પાદ છે તે ઉત્પાદ થયો છે. (દાંતને લઈને
નહીં.) એકદમ વિલક્ષણતા દેખી માટે પરને લઈને થયું- પહેલું કેમ નહોતું કે આ આવ્યું ત્યારે થયું-
દાંત અડે ત્યારે આમ કટકા થયા ઈ સંયોગને દેખનારા, એના સત્ની તે સમયની ઉત્પાદવ્યયધ્રૌવ્ય
સત્તા છે. તેનાથી થયું (છે.) એ જોતો નથી. આહા... હા! આવું છે. (વસ્તુસ્વરૂપ!)
ઉત્પાદવ્યયધ્રૌવ્ય, એ નિર્દોષ લક્ષણ છે. શું કીધું, સમજાણું? દ્રવ્યનો સત્તાગુણ, અને સત્ તે
ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં એટલે
(લોકોને) સૂઝ પડે નહીં! આહા... હા! “આ પ્રમાણે યથા ઉદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણવાળું” છે
સત્! અકલંક લક્ષણવાળું છે દ્રવ્ય.
દ્રવ્ય-સત્-સ્વભાવમાં - અસ્તિત્વસ્વભાવમાં
Page 450 of 540
PDF/HTML Page 459 of 549
single page version
(શ્રોતાઃ) ગુરુનો ઉપકાર ભૂલવાની વાત (આ) છે...! (ઉત્તરઃ) ઈ પછી ઉપકારની વાત. અહા..
હા... હા! (મુક્તહાસ્ય). ઉપકારનો અર્થ પછી (બહુમાન) આવે. વિનય આદિ (આવે.) પહેલાં આ
સિદ્ધાંત નક્કી થઈને (પછી નિમિત્તની વાત છે.) અહીંયાં તો એવી વાત છે બાપુ! આહા... હા! કે
આ હું (તમારો ગુરુ) ને અમારો ઉપકાર તમે માનો, ને તમે આમ કરો ને તમે આમ કરો ને... અરે
બાપુ! સાંભળને ભાઈ! આહા... હા! ઈ જ નંખાઈ છે ને! (છાપે છે ને) આ ચૌદ બ્રહ્માંડનું ચિત્ર
આવે છે ને...! અને પછી (મોટા અક્ષરથી)
(શ્રોતાઃ) પણ ઉપકાર છે ને એમનો? (ઉત્તરઃ) કો’ મીઠાભાઈ? આવે છે કે નહીં આ
ચોપાનિયામાં? પહેલું ચૌદ બ્રહ્માંડ ચિતરે ને હેઠે લખે ‘આ’
શ્રોતાનું હાસ્ય) ઓશિયાળા! ભિખારીને લાગે કે આહા! પરસ્પર ઉપકાર! એનો આપણને ઉપકાર!
આહા... હા! એને લઈને આપણું નથી હોં! (શ્રોતાઃ) ઉમાસ્વાતીએ કહ્યું એનું શું સમજવું? (ઉત્તરઃ)
એમ ક્યાં કીધું છે ઈ? એ તો ઉપકારનો અર્થ છે એટલું જણાવ્યું છે. શાસ્ત્રીજીએ ‘(પરમાર્થ)
વચનિકા’ માં એનો અર્થ કર્યો છે. ઉપકારનો અર્થ (એક દ્રવ્ય બીજા દ્રવ્યનું) કાંઈ કરે છે એ નહીં. એ
વખતે છે ‘આ’ એને આંહી ઉપકાર તરીકે કહ્યું છે. શાસ્ત્રીજીએ ‘વનનિકા’ માં અર્થ કર્યો છે એવો.
આહા... હા! અત્યારે મોટો! જગતમાં આમ જાણે કે... આહા... હા! (વ્યાખ્યાનો કરે) ‘પરસ્પર
ઉપકાર કે એક-બીજા’ ‘માંહોમાંહે સંપ કરો’ ‘પરોપકાર કરો’ ‘બીજાને મદદ કરો’! આહા... હા!
બલુભાઈ! શું કર્યું ઈ રૂપિયા ભેગા કર્યા ને દવા... ને... બવા... ને મોટા કારખાના!
સત્તા વિના હોય નહીં, અને સત્તાનો ગુણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (પરિણમન) વિના હોય નહીં. (અહો!
સદ્ગુરુનો વાત્સલ્ય ગુણ) લો! અત્યારે ક્યાંથી આવ્યા?
અસ્તિત્વનામનો ગુણ છે. ઈ સત્ છે સત્તાગુણ છે ઈ ગુણીનો ગુણ છે. (એટલે કે) ઈ દ્રવ્યનો ગુણ છે.
અને તે સત્તા (ગુણ) ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે. સમય-સમય એનું પરિણમન થાય (છે.)
Page 451 of 540
PDF/HTML Page 460 of 549
single page version
પરિણમન સ્વરૂપ છે. (અથવા) ઈ સત્તાનું સ્વરૂપ (જા પરિણમન છે. (એ પરિણમન) ઈ દ્રવ્યનું
(જ) પરિણમન છે. એના પરિણમનમાં બીજાથી કાંઈ (કાર્ય) થયું છે એ વાતમાં કાંઈ માલ નથી.
આહા... હા! આવી વાતું છે બાપા! આહા... હા! ઈ અહીંયાં કહે છે જુઓ!
આત્મા, પરમાણુ, માટી-જડ-ધૂળ એ દરેકમાં જયારે એની પર્યાય થાય છે (ઈ પર્યાય) એની સત્તાથી
થઈ, એના દ્રવ્યથી થઈ (દ્રવ્યમાં હતી તે થઈ) ઈ સદ્ભાવસંબદ્ધથી કહ્યું. અને પર્યાય અપેક્ષાએ કહીએ
તો એ ટાણે (ઉત્પાદપર્યાય) નહોતી ને થઈ એ અસદ્ભાવ સંબદ્ધ કીધો. પણ (જે) હતી ને થઈ,
એને સદ્ભાવસંબદ્ધ છે.
સંબદ્ધ- (સદ્ભાવસંબદ્ધ) અને ‘નહોતી ને થઈ’ તેને અસદ્ભાવસંબદ્ધ કીધો. પૂર્વે નહોતી ને થઈ ઈ
અપેક્ષાએ અસંબદ્ધ કહી છે પૂર્વની (પર્યાયની) હારે સંબંધ નથી. નવી પર્યાય સ્વતંત્ર થાય છે. ઝીણી
વાત છે બહુ બાપુ! આહા...હા! આવ્યું ને... (મૂળ પાઠમાં કે) “દ્રવ્યનો ઉત્પાદ, દ્રવ્યની અભિધેયતા
વખતે.” દ્રવ્યનો ઉત્પાદ, દ્રવ્યની મુખ્યતાથી કહેવું હોય તો તે સદ્ભાવસંબદ્ધ છે. ‘છે તે પર્યાય થઈ છે’
છે તે થઈ છે’ હતી તે આવી છે’. અને પર્યાયની અપેક્ષાએ જોઈએ તો ‘ઈ પર્યાય નહોતી ને થઈ
છે’ (ઉત્પાદ નહોતો ને થયો.) આહા... હા! આવું વાંચન બાપુ! ઝીણી વાતું બહુ બાપુ! (શ્રોતાઃ)
‘આ’ ને ‘આ’ બેય (પર્યાય)!
બેયમાં વિરોધ નથી. આહા...હા...હા!